________________
૬૭
એ વિભાગેા હતા. તેમાં વજાભૂમિના લેાકેા ઘણા ક્રૂર અને નિર્દય હતા. તેઓ એમને મારપીટ કરતા, કૂતરા કરડાવતા અને હાંકી કાઢતા. કેઈ વાર તે તે ભગવાનના શરીર પર હથિયારથી પ્રહાર પણ કરતા અને તેમના માથે ધૂળને વરસાદ વરસાવતા. વળી કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકતા અને આસન પરથી ગબડાવી પાડતા. આ પ્રદેશમાં કેટલાક ભાગ તે એવા હતા કે જ્યાં એક પણ ગામડુ ન હતું કે મનુષ્યની વસ્તી ન હતી. પરતુ ભગવાને આ પ્રદેશમાં રહીને પણ પેાતાની ચેગસાધના આગળ વધારી હતી અને એક સાધક ધારે તે કેટલી હદે પેાતાની સહનશક્તિ કેળવી શકે છે, તે એક અપૂર્વ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
૧૧-સાધનાકાલની વિહારભૂમિ
ભગવાન ચામાસાના ચાર મહિના એક સ્થાને સ્થિર રહેતા હતા અને બાકીના આઠ માસ જુદા જુદા સ્થળે વિચરતા હતા. તેમણે સાધનાકાળ દરમિયાન વિદેહ, ખંગ, મગધ અને કાશી-કાશલ જનપથામાં જ વિહાર કર્યાં હતા, તે સાધનાકાળનાં નીચેનાં ચાતુર્માસાથી જાણી શકાશેઃ
પહેલું ચાતુર્માસ—મારાક સંનિવેશ પાસે તાપસેાના આશ્રમમાં તથા અસ્થિક ગ્રામમાં.
બીજી' ચાતુર્માસ—રાજગૃહ નગરની બહાર નાલ’દા પાડામાં એક તંતુવાયની શાળામાં(વસ્ત્ર વર્ણવાનાં કારખાનામાં).