________________
ભગવાન પિતાના મનને નવરું રાખતા નહિ. કાં તેને અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતનમાં જોડતા અને કાં તેને ધર્મધ્યાનમાં લગાડતા. ધારણ સિદ્ધ થવાથી તેમના ધર્મધ્યાનમાં ઘણી સ્થિરતા અને ઉજજવલતા આવી હતી. પછી તે તેઓ આત્માના શુદ્ધોપગરૂપ શુકલ ધ્યાન ધરવાને સારી રીતે શક્તિમાન થયા હતા.
શુકલ ધ્યાનની પ્રથમ ભૂમિકાએ શ્રતજ્ઞાનના આલંબનપૂર્વક કઈ પણ એક દ્રવ્યગત પર્યાના ભેદને વિવિધતાપૂર્વક વિચાર કરવાનું હોય છે. તે ભૂમિકા ભગવાને ટ્રક સમયમાં પસાર કરી હતી.
શુકલ ધ્યાનની બીજી ભૂમિકાએ શ્રતજ્ઞાનનાં આલંબંનપૂર્વક દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવાનું હેય છે અને અહીં જ મનની સઘળી વૃત્તિઓને લય થતાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેનાથી આત્મા ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાલીન સર્વ વસ્તુઓના સર્વ પર્યાયે જાણી-જોઈ શકે છે, અર્થાત્ સર્વાની કટિમાં બિરાજે છે.
ભગવાન મહાવીર ભિક ગામની બહાર જુવાલિકા નદીના ઉત્તર કિનારા ઉપર આવેલ કેઈ દેવાલયની સમીપે, સ્થામાક નામના ગૃહસ્થના ખેતરમાં, શાલ વૃક્ષની નીચે, ઉત્કટિકાસને બેસીને, છઠ્ઠની (બે લાગલગાટ ઉપવાસની) તપશ્ચર્યા પૂર્વક ધ્યાનાવસ્થિત થયા હતા, ત્યારે તેઓ શુકલ ધ્યાનની આ બીજી ભૂમિકાએ પહોંચ્યા અને તેમને કેવલ