________________
પટ
તાને કુંભક એ ત્રણ બાબતે મુખ્ય હતી. શ્રી હરિભદ્રસૂરિએ ગદષ્ટિસમુચ્ચયની ચેાથી દષ્ટિમાં આ ભાવપ્રાણાચમનું વર્ણન કરેલું છે.
પાંચે ઈન્દ્રિયોના વિષયમાંથી મનને ખેંચી લેવું અને પિતાની ઈચ્છા હોય ત્યાં સ્થાપન કરવું, તેને પ્રત્યાહારની કિયા કહેવામાં આવે છે. સામાન્ય મનુષ્ય માટે આ કિયા ઘણી અઘરી છે, કારણ કે તેનું મન, બળખામાં માખી ચેટી જાય તેમ, ઈન્દ્રિયેના વિષયેમાં ચાટેલું રહે છે અને તેમાંથી કેમે કર્યું અલગ પડતું નથી. પરંતુ ભગવાનનું મન સંવૃત હતું અને તેમને પુદ્ગલને સંગ જરાએ ગમતે ન હતું, એટલે આ ક્રિયા ઝડપથી સિદ્ધ થઈ હતી. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના તથા સાધક દશામાં પ્રરાકમ કરતા તે ભગવાન જરા પણ પ્રમાદ ન કરતા. તે પિતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા.'
ભગવાને આટલે ગાભ્યાસ કર્યા પછી ધારણાને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો અને તે માટે ભદ્રા, મહાભદ્રા અને સર્વ ભદ્રા નામની પ્રતિમાઓ અંગીકાર કરી હતી. ભદ્રાપ્રતિમાને વિધિ એ છે કે બે દિવસને નકેરડો ઉપવાસ અંગીકાર કરીને પ્રાતઃકાલમાં પૂર્વાભિમુખ થઈને કઈ એક પદાર્થ ઉપર જ દષ્ટિ સ્થિર રાખવી. પછી રાત પડયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને એ જ પ્રમાણે બીજા