________________
કર્યા હતાઃ (૧) અપ્રીતિ થાય તેવા સ્થાનમાં રહેવું નહિ. (૨) બને તેટલું ધ્યાનમાં રહેવું. (૩) બને તેટલું મૌન. રાખવું. () ભેજન હાથથી જ કરવું અને (૫) ગૃહસ્થને વિનય કર નહિ, અર્થાત તેની ખુશામત કરવી નહિ.
ભગવાન દક્ષપ્રતિજ્ઞ હતા, એટલે તેમણે આ નિયમ બરાબર પાન્યા હતા.
ગ તે અભ્યાસથી જ સિદ્ધ થાય છે, એમ જાણી, તેઓ ગાભ્યાસમાં દત્તચિત્ત રહેતા હતા અને તેની પ્રક્રિયાઓ એક પછી એક સિદ્ધ કરતા હતા. ભગવાન એમ માનતા હતા કે આસન સિદ્ધિ વિના કાયવેગમાં સ્થિરતા થવી મુશ્કેલ છે. વળી શીત, તાપ, પવન, ધુમ્મસ તથા અનેક પ્રકારના જંતુઓ વડે થતાં ઉપદ્રવમાં બેદરહિત, બનવા માટે પણ તેની ઘણી ઉપગિતા છે, તેથી તેમણે સહુથી પહેલું લક્ષ આસનસિદ્ધિ પર આપ્યું હતું અને કેટલાંક આસને સિદ્ધ કરી લીધાં હતાં. તે અંગે આચારાંગસૂત્રમાં લખ્યું છે કે “ભગવાન ચાંચલ્યરહિતપણે અનેક પ્રકારના આસનએ સ્થિત થઈ ધ્યાન ધરતા અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાના થઈને ઊર્ધ્વ, અધે અને. તિર્યગૂ લેકને વિચાર કરતા.”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે—ठाणा वीसराणाईया, जीवस्स उ सुहावहा ।। ૩મા ના ઘન્નિતિ, જાઉં સમાફિયં રણા ,