________________
૫૮
વીરાસનાદિ આસને જીવથી સુખે કરી શકાય એવાં છે. તે જ્યારે ઉગ્ર રીતે ધારણ કરવામાં આવે ત્યારે કાયકલેશ નામનું તપ ગણાય છે. ”
- આ પરથી એમ લાગે છે કે ભગવાન વિરાસન, પદ્માસન, ઉત્કટિકાસન, ગેહિકાસન વગેરે સરળ આસનેને વધારે પસંદગી આપતા હશે અને તેમાં લાંબા સમય સુધી સ્થિત થતા હશે.
ભગવાન ઘણુ વાર કાર્યોત્સર્ગીસને પણ રહેતા હતા અને તે વખતે બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું અંતર રાખતા હતા. વળી પિતાના બંને હાથને ઈક્ષુદંડની જેમ સીધા લટકતા રાખતા હતા. '
નિગ્રંથ મુનિએ ભગવાનના પગલે ચાલી જુદા જુદા આસને સિદ્ધ કરતા હતા, તેનું પ્રમાણ બૌદ્ધ ગ્રંથમાંથી પણ મળે છે.
ભગવાને શ્વાસધન રૂપ પ્રાણાયમની ક્રિયાને વિશેષ મહત્વ આપ્યું ન હતું. તેઓ એમ માનતા હતા કે પ્રાણવાયુના નિગ્રહથી કદઈના પામેલું મન જલ્દી સ્વસ્થ થતું નથી. આવશ્યકનિયુક્તિમાં “૩ણા નિમરૂ-વ્હવાસનેશ્વાસોચ્છવાસને બળાત્કારે નિષેધ કરે નહિ” વગેરે વચને આવે છે, તેનાથી આ વસ્તુ સ્પષ્ટ થાય છે. પરંતુ તેઓ ભાવપ્રાણાયમને તે જરૂર મહત્વ આપતા હતા. અહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને સ્થિર