________________
૫૫
પ્રસંગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત થયું કે જ્યારે તેમના માતાપિતા બંને સ્વર્ગે સીધાવી ગયા. પરંતુ તે અંગે સ્વજનની અનુમતિ માગતાં વાતાવરણ હૃદયદ્રાવક બની ગયું. નંદિવર્લ્ડન ગળગળા થઈને કહેવા લાગ્યા કે
માતાપિતાને દારુણ વિયોગ તે હજી તાજો જ છે, ત્યાં તમે અમને છોડી જવાની વાત કેમ કરે છે ? તમારે વિયાગ અમારાથી જરા પણ સહન થઈ શકશે નહિ. ઓછામાં ઓછા બે વર્ષ તે અમારી સાથે રહે. પછી તમને ઉચિત લાગે તેમ કરજે.”
ભગવાનનું હૃદય આ વખતે વૈરાગ્યથી ભરપૂર હવા છતાં તેમણે વડીલનું માન રાખ્યું અને બે વર્ષ થેલી જવાને નિર્ણય કર્યો, પણ પિતાનું જીવન તે તે જ દિવસથી એક ત્યાગીને અનુરૂપ બનાવી દીધું.
બાર માસ પછી તેમણે પિતાને સઘળે પરિગ્રહ એ છે કરવા માંડ્યો અને સગાંવહાલાં વગેરેને જે વસ્તુઓ આપવા જેવી હતી તે તે આપી દીધી. એમ કરતાં જે વધ્યું તે ગરીબ-ગરબાને તથા જરૂરીઆતવાળાને સ્વહસ્તે વહેચી દીધું. કલ્પસૂત્રમાં “રાળં રાëિ પરિમારૂત્તા, વાળ તારા માફ' એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. - ત્રીશ વર્ષની ઉંમરે તેમણે સંસાર છોડ્યો અને ગમાર્ગ ગ્રહણ કર્યો. એ હતું કારતક વદ ૧૦ને દિવસ, મારવાડી મિતિ પ્રમાણે માગસર વદિ ૧૦ને દિવસ.