________________
૫૪
આગ્રહને વશ થઈ તેમણે સમરવીર નામના એક મહા સામતની પુત્રી યશદાનું પાણિગ્રહણ કર્યું. કાલક્રમે તેમને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયું, અને તેનું નામ પ્રિયદર્શના પાડવામાં આવ્યું.
આ પુત્રી મટી થતાં તેનાં લગ્ન તેજ નગરમાં જમાલિ નામના ક્ષત્રિયકુમાર સાથે કરવામાં આવ્યાં કે જે ભગવાનની બહેન સુદર્શનાને પુત્ર હતે.
આ વખતે કેટલાંક ક્ષત્રિયકુલે મામાની પુત્રીને ગમ્ય ગણી તેની સાથે લગ્ન કરતાં. જ્ઞાતલ તેમાંનું એક હતું. ભગવાનના વડીલ બંધુ શ્રી નંદિવર્ધને પણ પિતાના મામા ચેટકની પુત્રી જયેષ્ઠા સાથે લગ્ન કર્યું હતું.
પ્રિયદર્શનાને જન્મ આપ્યા, પછી થોડા જ વખતે શ્રી યશદાદેવી સ્વર્ગવાસી થયા હોય એમ લાગે છે, કારણ કે આગળ તેમના સંબંધી કઈ ઉલ્લેખ આવતું નથી.
૭-સંસાર ત્યાગ ભગવાન મહાવીરને ભેગમાર્ગ છેડી ગમાર્ગ અંગીકાર કરવાની અને તે અંગે સંસાર છેડવાની ઈચ્છા તે ઘણા વખતથી હતી, પણ આવું પગલું ભરતાં માતાપિતાના વાત્સલ્યપૂર્ણ કમલ હૃદયને ભારે ચેટ પહેંચશે, એમ માની તેઓ ચૂપ બેઠા હતા. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી, એ
સપુરુષનું લક્ષણ છે. • તેમની આ ચિરપિપાસિત ઈચ્છા અમલમાં મૂકવાને