________________
પ?
અને વ્યવહારોપયોગી ગણિતને તેમાં સમાવેશ થતે) યુદ્ધવિદ્યાના સિદ્ધાંત તથા પ્રાગેનું જ્ઞાન આપવામાં આવતું અને ધનુર્વિદ્યાની ઉચ્ચ કેટિની તાલીમ આપવામાં આવતી. પરિણામે ક્ષત્રિયકુમારે યુદ્ધમાં અતિ કુશલ થતા અને અક્ષણવેધી તથા વાલધી બનતા, એટલે કે ક્ષણમાત્રમાં કઈ વસ્તુને વેધ કરી શકતા અને વાળ જેવી અતિ બારીક વસ્તુનું નિશાન લઈ શક્તા.
ક્ષત્રિયોની અધિક વસ્તીના કારણે કુંડગ્રામમાં-ક્ષત્રિયકુંડમાં આવી શિલ્પશાળા હશે જ અને તે ત્યાંના ક્ષત્રિયકુમારને ઉપર જણાવ્યા મુજબની સઘળી તાલીમ આપતી હશે, પરંતુ તેણે ભગવાન મહાવીરને કંઈ તાલીમ આપી હશે કે કેમ? અને આપી હોય તે કેટલી તાલીમ આપી હશે? એ કહેવું મુશ્કેલ છે; કારણકે લઘુ અવસ્થામાં પણ તેમને જ્ઞાનરાશિ ઘણે પ્રદીપ્ત હતા અને તેઓ યુદ્ધવિદ્યા તથા ધનુર્વિદ્યા જેવી હિંસક વિદ્યાને ચાહતા ન હતા. તેઓ તે “જે મુક્તિ આપે તે જ સાચી વિદ્યા” અથવા “બ્રહ્મ જ્ઞાન-આત્મજ્ઞાન તે જ સાચું જ્ઞાન એ સિદ્ધાંતમાં માનનારા હતા અને તેથી એવી વિદ્યા–એવું જ્ઞાન મેળવવાની વિશેષ રુચિવાળા હતા.
૬-લગ્નજીવન ભગવાન મહાવીર યૌવન વયમાં આવ્યા, ત્યારે તેમના અંતરમાં વૈરાગ્યની વેલડી પાંગરી રહી હતી અને તેથી તેમની ઈચ્છા વિવાહિત થવાની ન હતી, પણ માતાના