________________
'
પર
સંસારમાં પરોપકાર કરવાના વ્યસનવાળા, સ્વાર્થ ગૌણ કરનારા, સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા, દીનતા વિનાના, સફલ કાર્યને જ આરંભ કરનારા, અપારિજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા, કૃતજ્ઞતા ગુણના સ્વામી, દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા, દેવ અને ગુરુનું બહુમાન કરનારા અને ગંભીર આશયને ધારણ કરનારા હોય છે, તેમજ તેમનું સહજ તથાભવ્યત્વ સામગ્રીને યોગે પરિપકવ થતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. એ રીતે ભગવાન મહાવીરમાં આ બધા ગુણે ઉત્કૃષ્ટભાવે ખીલ્યા હતા, એમ માનીએ તે ટું નથી.
ભગવાન મહાવીરે ત્રીશ વર્ષની ઉંમરે એક બ્રાહ્મણની માગણ પરથી પિતાનું અધું વસ્ત્ર દાનમાં આપી દીધું, એ પરથી એમ લાગે છે કે તેઓ નાનપણથી જ ઘણા દયાળુ, દાની તથા પરોપકારી હશે અને તેને લગતી અનેક નેધપાત્ર ઘટનાઓ તેમના જીવનમાં બનવા પામી હશે, પણ તેને વ્યવસ્થિત સંગ્રહ નહિ થવાનાં કારણે આપણે તે જાણી શકતા નથી.
પ-શિલ્પશાળા - બૌદ્ધ ગ્રંથ એપમ્મસંયુત્તની અઠ્ઠકથા પરથી જણાય છે કે એ વખતે વિદેહમાં ક્ષત્રિયકુમારને તાલીમ આપવા માટે ખાસ શિલ્પશાળાઓ હતી. તેમાં ક્ષત્રિયકુમારને વિવિધ પ્રકારની કલાઓ શીખવવામાં આવતી, (અક્ષરજ્ઞાન