________________
૫૦
ભગવાન મહાવીરને નંદિવન નામે એક મોટા ભાઈ હતા અને સુદના નામે એક માટી બહેન હતી. તેએ તેમના માતાપિતાના ત્રીજા અને છેવટના સતાન હતા.
૩–નામકરણ
6
ભગવાન મહાવીરનું મૂળ નામ વમાન હતું. તેએ માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી સિદ્ધાર્થ રાજાના ઐશ્વમાં તથા સ્નેહ-સત્કારાદિમાં ક્રમશ : વૃદ્ધિ થઈ હતી, તેથી માતાપિતાએ તેમનુ' આવું ગુણનિષ્પન્ન નામ પાડયું હતું. તેમણે આગળ જતાં, ચેાગસાધના વખતે પરીષહાર્દિ જિતવામાં ઘણી જ વીરતા ખતાવી હતી, તેથી ભારતની જનતાએ તેમને મહાવીર' તરીકે સખાધ્યા હતા અને પછી એ નામ જ લેાજિહ્વાએ ચડી રૂઢ બની ગયું હતું. તેઓ જ્ઞાતવ’શમાં જન્મ્યા હતા, તેથી જ્ઞાતપુત્ર અર્થાત્ નાયપુત્ત કે નાત્તપુત્ત પણ કહેવાયા હતા અને કાશ્યપ વંશના હતા, એટલે કાશ્યપ તરીકે પણ ઓળખાયા હતા. વળી વૈશાલિના વિશેષ સપર્કમાં આવેલા હાવાથી કાઈક તેમને વૈશાલિક પણ કહેતા હતા અને શ્રમણુકુલમાં શ્રેષ્ઠ હાવાને લીધે કેટલાક તેમને શ્રમણ ભગવાન મહાવીર તરીકે પણ સંબધિતા હતા.
૪-માલ તથા કુમારજીવન
ભગવાન મહાવીરનું ખાલ તથા કુમારજીવન વૈભવભ રાજમહેલમાં વ્યતીત થયું હતું.