________________
ભાષામાં કહીએ તે તે લિચ્છવિ ક્ષત્રિયેનું અમરાપુરી હતું. તે કુંડગ્રામથી ચેડા માઈલના અંતરે ગંડકી નદીના પૂર્વે કિનારે જ આવેલું હતું.
ગંડકી નદીના પશ્ચિમ કિનારે કુર્માર ગ્રામ, કલાગ સંનિવેશ, વાણિજ્યગ્રામ વગેરે થોડા થોડા માઈલના અંતરે આવેલાં હતાં. તે બધાને રેનિંદે વ્યવહાર વૈશાલી તથા કુંડગ્રામ સાથે ઘણે હતે.
પટણાથી સત્તાવીશ માઈલ દૂર મઝફરપુર જિલ્લામાં આવેલું બસાઢ એ જ પ્રાચીન વૈશાલીનું સ્થાન છે, એ તરફ સહુથી પ્રથમ લક્ષ ડૉ. કનિંગહામનું ગયું. પછી અન્ય ઈતિહાસકારોએ તેમને પુષ્ટિ આપી અને હવે તે ભારતના પુરાતત્ત્વખાતાએ ત્યાં ખેદકામ કરાવતાં એવાં પ્રમાણે મળી આવ્યાં છે કે જેને આપણે એક સિદ્ધ હકીકત જ માનવી પડે.
૨-માતા-પિતાદિ ભગવાન મહાવીરને જન્મ એક સંસ્કારી ધર્મપ્રિય રાજકુટુંબમાં થયું હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશલા હતું. - સિદ્ધાર્થ જ્ઞાતવંશીય ક્ષત્રિય હતા, કાશ્યપ ગોત્રના હતા અને શૂરવીરતા, ઉદારતા આદિ ગુણોને લીધે ખૂબ કપ્રિય થયેલા હતા. લેકે તેમને શ્રેયાંસ કે યશસ્વી પણ