________________
પ્રકરણ ૪ થું.
શરૂઆત. “માનવ ન જાણે કે, અમારું શું થવાનું છે. ”
“ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે.” લક્ષ્મીદેવીએ સ્વપ્નામાં દર્શન આપ્યા પછી ભાગ્ય શેઠાણીનું મન પણ પ્રસન્ન રહેતું હતું આજે શેઠાણું ખુદ ખુશ મિજાજમાં હતાં. માનવી જ્યારે નિરાશ થાય છે તે સમયે આખુ જગત અંધકારમય જણાય છે અનેક પ્રકારના આઘાત પ્રત્યાઘાતોથી ચિત્ત ખિન્ન રહે છે પિતાની ઈચ્છા પ્રમાણે થતું ન હોવાથી આશા પણ નિરાશા રૂપમાં પલટાઈ જાય છે આજીવીકાનું પણ પુરૂ સાધન ન હોય, આખો દિવસ સખત મજુરી કરતાં પણ પેટનો ખાડો ન પૂરાય, તો એથી વધારે કમનશીબી બીજી કયી હોઈ શકે કોઈ દિવસ અન્નવગર કડાકા ભેગવવા પડે, કઈ દિવસ એકવાર ચલાવવું પડે, અથવા તો જે મળે તેથી સંતોષ માની દિવસ ગુજાર પડે એવી સ્થિતિમાં મન ધિરજ શી રીતે ધરે વાર?
એ નિરાશા પણ આજે તો આશાના રૂપમાં ફેરવાઈ ગઈ એ નિરાશામાં પણ અમર આશા છપાઈ છે એ સત્ય ઘણે કાળે પણ આજે સમજાયું. તરફ નિરાશા રૂપ