________________
( રર ) એ ભાવડશેઠની સ્વમની હકિતક સાંભળી ભાગ્યવતી પણ પ્રસન્ન થયાં.
“દેવી ! ખરેખર તું ભાગ્યવતી છે અને ભાગ્યવતી જ રહેવાની. મને લાગે છે કે અપકાળમાં જ આપણું સ્થિતિમાં પાછું પરિવર્તન થવાનું જ !”
એ બધાય આપની શક્તિનો પ્રભાવ? ધર્મને જ પ્રભાવ? ધર્મના પ્રભાવથી જગતમાં શું નથી મળતું ?”
ચાલે જે થાય તે સારાને જ માટે ?”
આટલા સમયમાં પણ આપણે એછી મુશ્કેલી તે નથી જ ભેગવી. હા ? દુશમનનેય આવું દુ:ખ પડશે નહિ ભૂરું કરનારનું પણ ભલું થજે ! ” .
એ બધીય ભાવની મરજી, ભવિતવ્યતા જેવી હેય છે તેવું જ જગતમાં બને છે. ભાવીની મરજી વગર કશુંય થતું નથી. ”
વાતમાં સમય થવાથી શેઠ પ્રતિક્રમણની તૈયારી કરવા લાગ્યા અને સૈભાગ્ય શેઠાણું પણ પ્રાતઃ કર્મમાં જોડાયાં. આજે શેઠ શેઠાણનાં મન પ્રસન્ન હતાં. આજે તો એમને ત્યાં સેનાના સૂરજ ઉગ્યા હતા. વિધિ પણ વિચિત્રતો ખરીજને ! પ્રાણુઓને ઘડીમાં હર્ષ અને ઘીમાં શેક તેના વગર કોણ બતાવે ?