________________ યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ આત્મ-ભગ આપીને માણસ પોતાનું સર્વોત્તમ સુખ મેળવે એ વાત બને તેવી છે; અને સદાચાર અને સુખનું સાહચર્ય ત્યારે જ સંપૂર્ણ થયું કહેવાય અને દુરાચારના ફળમાંથી ઉપજતા આનંદ કરતાં વધારે દુઃખ તે આચરવામાં જેને લાગતું નથી તે માણસની નીતિ કઈ પણ રીતે વાસ્તવિક ગણાય નહિ. આ પ્રમાણે સિદ્ધાંતમાં જે કે આ મત તેને તેજ રહે છે, છતાં પાછળના અનુયાયીઓ તેનું તાત્પર્ય એક બદલાવી નાખે છે. આ પ્રમાણે અનુભવવાદીઓના મતમતાંતર આપણે જાણ્યા. હવે તે તે મત સ્વીકારતાં શી શી અડચણ આવે છે તે આપણે જોઈશું. પછી આંતરવાદીઓને મત આપણે શા માટે સ્વીકારે તે કહેશું. પરંતુ આપણી નૈતિક ભાવનાઓ સ્વભાવસિદ્ધ હોવાથી જેકે અનુભવજન્ય નથી હતી, તે પણ અનુભવથી તેમનું પ્રકટીકરણ થઈ દઢ થાય છે. તેથી આ પ્રકટીકરણ કેવી રીતે થાય છે તેને વિચાર ચલાવી આ પ્રકરણ આપણે સમાપ્ત કરીશું, કે જેથી કરીને રાજકીય કે ધાર્મિક સંસ્થાઓની અસર આપણી નૈતિક ઉન્નતિ ઉપર કેવી થઈ છે તે જોવાની તક આપણને મળે. મનુષ્ય જાતની લાગણીઓ અને ભાષામાં સત્ય સમાએલું છે; તેથી અર્થ સહિત તેમનો મુદ્દો સાચવે એ નીતિના દરેક સિદ્ધાંતને માટે આવશ્યક છે. આ ન્યાયે તપાસતાં જનહિતવાદ બિલકુલ ટકી શકતો નથી. ખરું કહીએ તે જનહિતવાદના જેવો દૂષિત બીજા કોઈ મતને લેકે ગણતા નથી. સ્વાર્થ અને ઉપયોગિતા એ સદ્દગુણથી તદ્દન નિરાળી વસ્તુઓ છે એમ દરેક જમાનામાં લોકોએ જાણ્યું છે, અને દરેક ભાષામાં આ વિલક્ષણતાને સ્વીકાર છે. પ્રતિષ્ઠા, ન્યાય, પ્રમાણિકતા ઇત્યાદિ સદ્દગુણને અર્થ કાર્યદક્ષતા, ચતુરાઈ, કે સ્વાર્થના અર્થથી કેવળ જૂદેજ થાય છે એ બધા સમજે છે. સ્વાર્થમાં પણ પરોપકાર થઈ શકે છે એ વાત ખરી, તથાપિ તે બને વાતે ભિન્ન ભિન્ન છે એટલું જ નહિ પણ તે વિરેાધી છે એ