________________ 420 યુરોપિય પ્રજાના આચરણને ઇતિહાસ. વૃત્તિએ ઉમેરે કર્યો. પુરૂષને ફસાવનારું મુખ્ય સાધન સ્ત્રી છે એમ તપવૃત્તિ ગણતી હતી, અને તેથી ખ્રિસ્તિ વૃદ્ધોના લખાણમાં સ્ત્રીઓની ભારે નિંદા જેવામાં આવે છે. વિચિત્ર વાત એ છે કે એજ ખ્રિસ્તિ વૃદ્ધો અમુક અમુક સ્ત્રીઓનાં ભારે વખાણ પણ કરતા હતા. સ્ત્રી નરકનું દ્વાર છે, માણસને જે જે દુઃખ પડે છે તે સઘળાની જનેતા સ્ત્રી છે એમ તેઓ કહેતા હતા. પોતે સ્ત્રી છે એટલી જ વાતથી સ્ત્રીઓએ શરમાવું જોઈએ, અને દુનિયા ઉપર જે સંકટો એણે આપ્યા છે તેમને માટે નિરંતર પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત એણે કરવાં જોઈએ; ઈત્યાદિ હરેક પ્રકારે તેને નીચ અને હલકી ગણવામાં આવતી હતી, અને તેના શરીર-સોંદર્યની ખાસ કરીને નિંદા કરવામાં આવતી હતી. પિતાને ઉઘાડે હાથે પ્રભુ-ભોજનની પ્રસાદી પણ કેટલેક ઠેકાણે લેવાની " સ્ત્રીઓને મનાઈ હતી. અર્થાત તેમની પદવી પુરૂષ કરતાં ઉતરતી છે એ વાત ખાસ કરીને નિરંતર લક્ષમાં રાખવામાં આવતી હતી. - પરિણામ એ થયું કે વિધર્મી રાજ્યમાં સ્ત્રીની પદવી કાયદામાં ઉચ્ચ લેખવામાં આવતી હતી તે વિચાર નષ્ટ થયો; અને એવા કાયદા ખ્રિસ્તિ સમયમાં થવા લાગ્યા કે જેથી કરીને સ્ત્રીને કાંતે પરણવું પડે અને કાં તો મઠમાં જઈ સાધી થવું પડે. અર્થાત્ સ્ત્રીની પદવી કાયદામાં પણ પરતંત્ર થઈ પડી. સ્ત્રીના લાભમાં વારસાના જે ઉદાર કાયદા થયા હતા તે બધા અદૃશ્ય થઈ ગયા, અને સ્ત્રીના ગેરલાભમાં જતા આ કાયદાને રદ કરવાને ગંભીર પ્રયાસ છેલ્લા એટલે અઢારમા સૈકા પર્યત થયો નહોતે. વિશુદ્ધિનું રણ ઉચ્ચ કરવાના પ્રયાસમાં ખ્રિસ્તિ વૃદ્ધોને જંગલીઓના હુમલા અને વિજ્યથી બહુ સહાય મળી હતી. સંખ્યાબંધ ગુલામ મુક્ત થયા. સાર્વજનિક રમત બંધ પડી, દેશની દુર્દશા થઈ જતાં લેકે નિર્ધન થઈ ગયા; આ બધા ફેરફાર સ્ત્રીના સદાચારની વૃદ્ધિને અનુકૂળ હતા. વળી સુધરેલા કરતાં જંગલીઓમાં સ્ત્રીઓને સદાચાર ઘણે વિશેષ હતે. વ્યભિચાર તેમનામાં કવચિત જ દેખાતે. વ્યભિચારી સ્ત્રીનું માથે બેડાવી ઘરમાંથી હાંકી કાઢી મારતાં મારતાં આખા શહેરમાં તેની ફજેતી કરવામાં આવતી; અને તેવી સ્ત્રી યુવાન, સુંદર કે પૈસાદાર હોય તો પણ તેને કોઈ