Book Title: Europiya Prajana Acharanno Itihas
Author(s): Narbheshankar Pranjivan Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 484
________________ સ્ત્રીઓની પદવી. 437 લગભગ સરખી છતાં સ્ત્રીઓ કરતાં પુરૂષો પાંચગણા કરતાં વધારે ગુના ઘણું કરીને કરે છે. બન્ને જાતિમાં પુરૂષ વધારે બળવાન હોવાને લીધે અને કુટુંબનું ભરણપોષણ કરવાને બેજો તેને માથે પડતો હોવાને લીધે, સ્ત્રી કરતાં એને લાલચે વધારે હોય છે એ વાત ખરી, તથાપિ એ વાત પણ આપણે લક્ષમાં રાખવાની છે કે ભૂખમરાની સ્થિતિ સ્ત્રીઓમાં ઘણી સાધારણ હોય છે અને તેમના ગુજરાનનાં સાધને ઘણું જ મર્યાદિત હોય છે અને તેમની કમાણુ ઘણુ જ જૂજ અને જોખમ ભરેલી સ્થિતિની હોય છે. નૈતિક અને ધાર્મિક સ્વભાવનું મુખ્ય લક્ષણ આત્મ-ભગ છે અને તે લક્ષણ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં બેશક ઓછું જોવામાં આવે છે. સ્ત્રીઓનું આખું જીવન ઘણું કરીને પરાર્થે જ ગાળવામાં આવે છે, બીજાની વૃત્તિને તાબે થવામાં અને તેનું સુખ સંભાળવામાં તેનું આખું જીવન વ્યતીત થાય છે. વળી કેટલીક વખત મનુષ્યના મનભાવમાંથી સદાચાર આપોઆપ ઉગી નીકળે છે, કેટલીક વખત કર્તવ્યના ભાનને આધીન રહેવા વિચારપૂર્વક તે આચરવામાં આવે છે. આ બન્ને પ્રકારના સદાચારમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ ચડતી જણાય છે. તેમની લાગણીઓ વધારે તીવ્ર હોય છે; આચાર અને વિચાર બન્નેમાં તેઓ વધારે વિશુદ્ધ હોય છે; ભૂલેલા ચૂકેલા પ્રત્યે વધારે કમળ, દુઃખી પ્રત્યે વધારે દયાળુ, અને સગાંવહાલાં પ્રત્યે વધારે હેતાળ તેઓ હોય છે. ગરીબ અને સામાન્ય વર્ગમાં સ્ત્રીઓ ઘણું કરીને પોતાનાં સુખ અને લાગણીના ભોગે બીજાનું જ સુખ તાકતી હોય છે અને સતત સ્વાર્થ-ત્યાગનું જ જીવન જીવતી હોય છે. તથાપિ, પુરુષો કરતાં સ્ત્રીઓમાં જો કે અત્યાચાર અને ક્રૂરતાનું વલણ ઓછું હોય છે, પરંતુ તેઓમાં નાના પ્રકારની પૂલ, ઈર્ષા, ખાર અને સાંસારિક લેભ એકંદરે વધારે હોય છે. વળી ચંચળ હિંમતમાં પુરૂષો કરતાં તેઓ ઉતરતી હોય છે. સહનશક્તિમાં તેઓ સામાન્ય રીતે ચડી જાય છે, પણ આ સહનશક્તિ સામાની સામે થઈને સહન કરે એવી જાતની નહિ, પણ આગલાની ઈચ્છા પ્રમાણે વળી સહન કરે એવી જાતની હોય છે. બુદ્ધિવિષયક સદાચારમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ બેશક ઉતરતી હોય છે. સત્ય ઉપર પ્રેમ સ્ત્રીઓ કવચિત જ રાખે

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492