Page #1
--------------------------------------------------------------------------
________________ နို င်စေနိုင်သလို စင်အရှိစစ် કે યુરોપીય પ્રજાના આચરણનો ling အရေးအခြေအနေ အရှိကို အရှိအတိုင်းလိုလို | કીમત એક રૂપિઓ, છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાકયુલર સોસાઇટી. အ အအအအအအအအအအအအအအအ
Page #2
--------------------------------------------------------------------------
________________ શેઠ હરિવલભદાસ બાબરિકાથસાળા નં. 36. બાણકળા ને, 36. - - પ્રજાના ચરણને ઈતિહાસ. અનુવાદક ભેશંકર પ્રાણજીવન દવે, એમ. એ. છે અને મેરલ ફિલોસોફી અને ઈંગ્લીશ ફેસર, - સામળદાસ કોલેજ, ભાવનગર; અને અને વિદ્યાનંદ, એમર્સનના નિબંધ, શેકસપીઅરમાળા, અદ્વૈત-મુક્તાવળી, ઈત્યાદિના લખનાર છપાવી પ્રસિદ્ધ કરનાર, ઇજરાત વર્નાકયુલર સોસાઈટી તરફથી હીરાલાલ ત્રીભોવનદાસ પારેખ, બી. એ. અમદાવાદ, વત 173. પ્રથમવૃત્તિ, ઈ. સ. 191 . પ્રત 1000, કીંમત એક રૂપિયે.
Page #3
--------------------------------------------------------------------------
________________ થી “ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસમાં” શાહ સેમાલાલ મંગળદાસે છાપ્યું. પાંચકુવા, ચાર રસ્તા–અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. ઉદ્દઘાત, મૂળ ગ્રંથકારની પ્રસ્તાવના. પ્રકરણ 1 લું. * 2 જું. .. $ $ $
Page #5
--------------------------------------------------------------------------
________________ 1. સુંદર અને વિદ્યાનંદ, અથવા પ્રેમને ચિતાર ભાગ 1 લે. (બીજી આવૃત્તિ.) 2. ચંદા, અથવા દુઃખદ વાદળું અને વચ્ચે રૂપેરી ઘેરે. - 3. એમર્સનના નિબંધ. 4. જાલિયસ સીઝર. પ. ઓથેલે. 7. ચંદ્ર-રમણ અથવા પ્રેમની આંટીઘૂંટી. 8. વેનિસને વેપારી. 10. હેમ્લેટ, ડેન્માર્કને રાજકુમાર
Page #6
--------------------------------------------------------------------------
________________ શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળાને ઉપઘાત. સુરતના વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલ્લભદસ બાળગોવિંદદાસે તા. 1 લી સપ્ટેમ્બર સન 1877 ના રોજ વિલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન 180 માં રૂ. 2,000 સાઈટીને મળ્યા. તે એવી શરતથી કે વ્યાજમાંથી સામાજિક સુધારો થાય એવાં પુસ્તકે તૈયાર કરી છપાવવાં. સદરહુ વિલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન 1894 માં રૂ. 18,000 ની સરકારી કૅમિસરી નોટે પુસ્તકે તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ વિદ્યાવિલાસી અને પરોપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યત નીચેના પુસ્તક " શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળા >> તરીકે પ્રસિદ્ધ થયાં છે - 1. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણો તથા તેમાં સુધારો કરવાના ઉપાય રૂ. 0-7-0 2. માને શિખામણ. 3. નીતિમંદિર. રૂ. 0-12-0 4. બાળલગ્નથી થતી હાનિ, 0-6-0 પ. પુનર્વિવાહપક્ષની પૂરીપૂરી સેળસેળ આના ફજેતી ! રૂ. ૦–પ-૦ 6. ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર. -4-0 છે. ધાર્મિક પુરુષો. -4-0 8. ઉઘોગી પુરૂષો, -4-0 9. બેન્જામીન ઢાંકલીન, રૂ. 1-0-0 10. બોધક ચરિત્ર. રૂ. -4-0 11. સતન. Y ന് Y 0 Y 15' 7 0 રૂ. 1-8-0
Page #7
--------------------------------------------------------------------------
________________ 12. રઘુવંશ કાવ્ય. 13. જાદવજી દાદાજી ચેધરીનું જીવનચરિત્ર. રૂ. 0-2-0 14. ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ભાગ 1 લે. રૂ. 0-12-0 15. ગુજરાતને અર્વાચીન ઈતિહાસ ભાગ 2 જે. 2. 1-0-0 16. નીતિસિદ્ધાંત. રૂ. 1-0-0 17. કાન્સિસ બેકનનું જીવનચરિત્ર. રૂ. 1-4-0 18. શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસનું જીવનચરિત્ર. રૂ૦-૬-૦ 19. પરેપકાર રૂ. ૦-૧ર-૦ 20. ઢેરનું ખાતર. રૂ. 0-8-0 21. જગતને અર્વાચીન ઈતિહાસ રૂ. 2-0-0 22. કિરાતાર્જનીય કાવ્યનું મૂળ સાથે ગુજરાતી ભાષાંતર. રૂ. 1-0-0 23. વિવિધ પ્રકારના હુન્નરપયોગી તેજાબે. 2. 0-12-0 24. વાર્નિશ. 25. જીવનને આદર્શ. રૂ. 0-12-0 26. કીર્તિમુદી. રૂ. 0-8-0 27. શિશુપાલવધ-પૂર્વાર્ધ ( સર્ગ 1 થી 10 ) રૂ. 1-0-0 28. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો ઉદય, રૂ. 0-6-0 29, રસાયનશાસ્ત્ર. 0-10-0 30. બ્રિટિશ હિન્દુસ્તાનના આર્થિક ઇતિહાસ, વિભાગ ન લે. રૂ. 0-12-0 31. જાપાનની કેળવણીની પદ્ધતિ. 2. 0-12-09 32. શિશુપાલવધ-ઉર્વાર્ધ (સર્ગ 11-20 ) રૂ. 1-0-0 33. લૅન્ડરના કાલ્પનિક સંવાદ, ભાગ 1 લે. રો 0-12-0 34. ખગોળ વિદ્યા. રૂ. 0-12-0. 35. લેન્ડરના કાલ્પનિક સંવાદ, ભાગ 2 જે, રૂ. 0-12-0 36. યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ. રૂ. 1-0-0 ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની ઓફિસ, અમદાવાદ–તા. 15 જુલાઈ સને 1917.
Page #8
--------------------------------------------------------------------------
________________ મૂળ–ગ્રંથકારની પ્રસ્તાવના. "" નૈતિક ધરણ અને નૈતિક નમુનામાં જે જે પરિવર્તને થયાં છે તેમની સાથે નીતિના ઈતિહાસકારને મુખ્યત્વે કરીને કામ છે. જૂદા જૂદા જમાનામાં સ્વીકૃત સદાચારોને જેટલે અંશે આદેશ હોય અને તેમને આચરણમાં મૂકાયા હોય તે જોવું એ અર્થ હું નૈતિક ધરણને સમજું છું. અને જૂદા જૂદા જમાનામાં જૂદા જૂદા સદાચારોને જે સાપેક્ષ અગત્યતા અપાઈ હોય તે, નૈતિક નમુનાને અર્થ હું સમજું છું. દાખલા તરીકે, પ્લિનિના જમાનાને રેમન, આઠમા હેનીના જમાનનો અંગ્રેજ, અને હાલના જમાનાને અંગ્રેજ એ બધા કબુલ કરશે કે દયામાં સદાચાર છે, અને તેથી ઉલટા ગુણમાં દુરાચાર છે. પરંતુ અમુક કાર્યો દયાળુ છે કે કેમ ? તે સબંધી તેમના અભિપ્રાય ઘણું જૂદા જૂદા પડશે. ક્લિનિના સમયને રેમન તરવારના પ્રાણઘાતક બેલેમાં ઘણો આનંદ માનશે, પણ તે ખેલેને યુકર રાજાઓના સમયને પણ અંગ્રેજ ઘાતકી ગણશે; પણ આ અંગ્રેજ એવી બીજી ઘણી રમતોને સારી ગણશે, પણ તેજ રમતોને હાલન અંગ્રેજ કેવળ વખોડી કાઢશે. આમ સિદ્ધાંતમાં તે દયા સારી જ રહે છે, પણ તેનું ધોરણ જમાને જમાને બદલાતું જાય છે. ઉપરાંત અમુક સદાચારોને સર્વોત્તમ ગણવાની બાબતમાં પણ નિરંતર ફેરફાર થયાં કરે છે. સ્વદેશાભિમાન, પાતિત્ય, ઉદારતા અને દીનતા–આમાંથી દરેક કોઈ ને કઈ જમાનામાં અતિ અગત્યના અને સર્વોત્તમ સદાચાર તરીકે આગળ લાવવામાં આવ્યો છે અને સગુણ વર્તનના પાયાભૂત ગણાય છે, અને બીજા જમાનામાં તેને ગણ ગણી પાછળ રાખવામાં આવ્યો છે. સૈનિક સદાચાર, પ્રેમાળ સદાચાર, અને ધાર્મિક સદાચાર ભિન્ન ભિન્ન સમુદાય બને છે, અને જુદે જુદે સમયે તેમને જુદા જુદા અંશમાં અગત્યત: અગઈ છે. નૈતિક નમુનાનાં આ પરિવર્તનનાં પ્રકૃતિ, કારણ અને પરિણામ તપાસવાં એ ઈતિહાસની અતિ અગત્યની એ શાખાનું કામ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ પરંતુ કાંઈ પણ જમાનાની નૈતિક દશાનું તેલન કરવામાં, નીતિવેત્તાઓનું દૃષ્ટિબિંદુ તપાસીને બેસી રહેવું એટલું પૂરતું નથી. પરંતુ લેકેમાં તે દૃષ્ટિબિંદુને કેટલે સાક્ષાત્કાર થયો હતો તે જોવું પણ આવશ્યક છે. પ્રજાની ભ્રષ્ટતા ઘણીવાર તેના ઉપદેશકેના થાબડીઆ અને સ્વાર્થી સિદ્ધાંતમાં પ્રતિબિંબિત થાય છે; પરંતુ કેટલીક વખત તેને પ્રત્યાઘાત પણ થાય છે, જેથી કરીને સમાજના પ્રચલિત પવનની છેક વિરૂદ્ધ જઈને તે ઉપદેશકને તપવૃત્તિનું બેધન કરવું પડે છે. જે સાધનોથી નૈતિક ઉપદેશકે પિતાના જાતભાઈઓ ઉપર અસર કરે છે તે સાધનો સ્વભાવ અને બળ પર ઘણાં ભિન્ન ભિન્ન હોય છે, અને ઘણીવાર જે જમાનામાં નૈતિક વર્તન ઘણુ ઉંચા પ્રકારનું હોય છે તે જમાને નીતિના ઉંચા ઉપદેશને નથી હોત. કોઈ વખત જમાનામાં નીતિને ઉંચે ઉપદેશ થતું હોય છે, પણ લોકોની નીતિ ઉપર તેની અસર થતી જણાતી નથી. કેટલીક વખત સામાન્ય પક્તિના નીતિવેત્તાઓ પોતાના સમાજના દરેક ભાગમાં ઘણી અસર ઉપજાવી શકે છે. એટલા માટે ઉપદેશકેના ઉપદિષ્ટ નૈતિક ધોરણ અને નમુના ઉપરાંત, લેકેમાં સાક્ષાત નીતિ કેટલી હતી તે પણ ઈતિહાસકારે જોવું જોઈએ. ઓગસ્ટથી શાર્કમેન સુધી યુરોપને નૈતિક ઇતિહાસ તપાસવામાં ઉપરોક્ત ત્રણ બાબતો મેં ધ્યાનમાં રાખી છે. શરૂઆતમાં નીતિને સ્વભાવ અને બંધને કેવાં છે તે સંબંધી પ્રતિસ્પર્ધા સિદ્ધાતિ મેં તપાસ્યા છે, અને સુધારાની અવસ્થાઓને ક્રમે ક્રમે ક્યા ક્યા સદાચારે ખાસ બંધબેસતા આવે છે તે પણ મેં બતાવ્યું છે, કે જેથી કરીને ખાસ બળને લીધે નીતિને સ્વાભાવિક વિકાસ કેટલે દરજજે અવરૂદ્ધ થયો છે કે ત્વરિત થયો છે તેને નિશ્ચય આપણે કરી શકીએ. પછી વિધર્મી રાજયના નૈતિક ઈતિહાસમાં હું પેઠે છું; અને તેમાં સ્ટેઈક મત, મિશ્રવાદ અને મિસરના. તત્ત્વજ્ઞાન ક્રમે ક્રમે તપાસ્યાં છે; અને સમાજની સામાન્ય દશાના કેવી રીતે એ પરિણામ હતા અથવા તે દશા તેમાં કેવી રીતે પ્રતિબિંબિત થતી હતી હતી તે બતાવ્યું છે; કાયદા અને સાહિત્યમાં તેમની કેવી અસર થઈ હતી
Page #10
--------------------------------------------------------------------------
________________ તે જોયું છે અને શહેનશાહ અને તત્ત્વચિંતકના સઘળા પ્રયાસે જે ભ્રષ્ટતાને અટકાવવા અશક્ત નીવડયા હતા તેનાં કારણેની તપાસ કરી છે. પછી બ્રિતિધર્મની ફતેહ ઉપર આપણું લક્ષ ચોંટે છે. આ બાબતમાં કેવળ ધાર્મિક અને વિવાદગ્રસ્ત વિષયોથી હું જેમ બને તેમ દૂર રહ્યો છું; અને એક નૈતિક બળ તરીકે ખ્રિસ્તિધર્મ યુરેપમાં શું શું કર્યું છે તેજ માત્ર ને તપાસ્યું છે. તેથી વિધર્મી રાજ્યના સંજોગોથી એ ધર્મને કેવી રીતે અટકાયત થઈ અથવા સહાય મળી, આ અટકાયત કેવી જાતની હતી, એની ફતેહ થતાં એનું રૂપાંતર કેવું થઈ ગયું, તપોવૃત્તિને ઉત્સાહ કે હતા, અને જંગલીઓના હુમલામાંથી કેવાં પરિણામ આવ્યાં, અને સમાજની નીતિ ઉપર તેની જે જે અસર થઈ છે તે બધું મેં તપાસ્યું છે. મનુષ્ય જદગીની પવિત્રતાનું વધતું જતું ભાન, સખાવતને ઇતિહાસ, સંતજીવનની કથાઓની ખીલવણ, સામાજીક અને કૈટુંબિક સદાચાર ઉપર તવૃત્તિની અસરો, મઠની સંસ્થાઓનાં નૈતિક પરિણામે, બુદ્ધિના સદાચાર, અસ્ત થતા ખ્રિસિત રાજ્ય અને તેની જગાએ આવતા જંગલી રાજ્યના સદાચાર અને દુરાચાર, વ્યાવહારિક પદવીની ધીરે ધીરે આવતી પૂજા, અને ખ્રિસ્તિ ધર્મના લડાયક સમયની પ્રાથમિક અવસ્થાઓ કે જે ધર્મયુદ્ધોમાં શિબિંદુએ પહોંચી હતી; આ બધી બાબતો ઉપર થોડું ઘણું વિવેચન મ ' કર્યું છે અને છેવટે સ્ત્રીઓની પદવી પરત્વે થએલાં પરિવર્તને ઉપર દૃષ્ટિ નાખી સ્ત્રી પુરૂષના સંબંધમાં સમાએલા નૈતિક પ્રશ્નોને વિચાર મેં કર્યો છે. આ બધું કરતાં મારા આગલા પુસ્તકોના વિચાર આમાં ભળી ગયા છે અને બે ત્રણ જગેએ તે તેમાં આપેલી હકીકત આમાં પણ ફરીને મેં આપી છે. દષ્ટાંતિને રસ લઈ લેવા કરતાં અથવા “જુઓ અમારું પુસ્તક ફલાણું, પાનું ફલાણું’ એમ કહેવામાં સમાએલી આપ વડાઈને દેખાવ કરવા કરતાં મને તેમ કરવું વધારે વાજબી લાગ્યું છે. છે કે જે દષ્ટિબિંદુથી આ ઈતિહાસ મેં લખ્યો છે તે ઈતિહાસ, મારી માહિતી પ્રમાણે હજી સુધી લખાયો નથી; તે પણ તેમાં સમાએલી હકીકતો નવીન નથી, અને તેથી પરિચિત ભૂમિમાં જ અમારે પ્રવાસ છે. આ
Page #11
--------------------------------------------------------------------------
________________ ભૂમિનું ઘણીવાર અને બહુ સારી રીતે સંશોધન થએલું છે. મારી ખુબી માત્ર એટલીજ છે કે આ હકીકતોને અમુક રીતે મેં ગોઠવી છે, અને તેમાં અમુક જાતનું તાત્પર્ય મેં રાખ્યું છે. જે જે ગ્રંથમાંથી મને મદદ મળી છે, તેમાંથી જે અગત્યના છે તેમને સ્વીકાર ગ્રંથમાં હું કરતો ગયો છું; પરંતુ ગ્રંથ મેટે થઈ જવાના ભયે બધી સહાયને સ્વીકાર કર્યો નથી, પણ વાંચનાર તે ક્ષમા કરશે એવી આશા છે. પરંતુ સ્વર્ગસ્થ ન મિલમેનનો ખાસ ઉપકાર માનવાની આ તક મારે જવા દેવી જોઈએ નહિ. એણે ઘણા ગ્રંથ લખ્યા છે; પરંતુ તેના જ્ઞાનની વિવિધતા અને વિશાળતા કેવી હતી તે એના નિકટ સંબંધમાં આવેલા એના મિત્રોજ જાણી શકયા છે. બુદ્ધિમાં શાંત, તેજસ્વી અને વિવેકી: વાતચિતમાં મારી અને આગલાને વાત અને વિવેકથી ખુશ કરનાર અને બુદ્ધિ અને વર્તન ની એકતાવાળો; એ અનુપમ હીરે એ હતે. એનામાં અનેક ગુણ હતા અને ઈતિહાસકાર થવા માટે એ તદ્દન યોગ્ય હતો. અને તેણે ધર્મને જે ઈતિહાસ લખ્યો છે તેમાંથી મને ઘણી કિંમતી મદદ મળી છે, જો કે કવચિત મારા વિચાર તેનાથી જૂદા પણ પડયા છે. જુદાં જુદાં માણસો જુદી જુદી દલીલથી આ પુસ્તકની વિરૂદ્ધ ટીકા કરશે એ વાત હું સારી રીતે સમજુ છું. ઈંગ્લાંડમાં અત્યારે જે નીતિને, સિદ્ધાંત જેરમાં પ્રચલિત છે તેની બહુ સામે આ ગ્રંથ જાય છે, અને તેમાં આવશે નહિ. વળી જે વિષય એમાં ચર્ચા છે તેમાં અવશ્ય કરીને એવા પ્રો આવી જાય છે કે જેને અડકવું એક અંગ્રેજ લેખકને અત્યંત મુશ્કેલ થઈ પડે છે, અને ઇતિહાસના જે ભાગની સાથે એ સંબંધ ધરાવે છે તે ભાગ ઘણીજ ગેરસમજ અને રાગદ્વેષથી ભરપૂર છે. પણ તેમાં વિવેકી નિષ્પક્ષપાતતા સાવવાનો પ્રયાસ મેં કર્યો છે, અને હું આશા રાખું છું કે આ ગ્રંથ, ગમે તેવી પૂર્ણ થતાં, મારા વિચારને કેવળ નિરૂપોગી નહિ લાગે, લંડન, માર્ચ 1869.
Page #12
--------------------------------------------------------------------------
________________ ભાષાન્તરકારને ઉપઘાત. વિલ્યમ એડવર્ડ હાઈપલ લેકીનું સ્થાન ઈતિહાસકાર તરીકે અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. અંગ્રેજી સાહિત્યના આપણું ગુર્જર વાચક વર્ગમાં પણ એ વિદ્વાનનાં પુસ્તકે હેસર વંચાય છે. આવા માન્ય લેખકોના મનનીય ગ્રંથે અનુવાદરૂપે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી ગુર્જર વાચકછંદ સમક્ષ મુકે છે તે સંસાઈટીના નેતાઓને ઘણું ભાસદ છે; કારણકે અમૂલ્ય ગ્રંથ બહાર પાડી ગુજરાતની ગ્રંથ-સમૃદ્ધિમાં સંગીન ઉમેરે તેઓ કરતા જાય છે, અને પછી કિંમતે તે ગ્રંથ આપી લોક વિચારને કેળવતા જાય છે, તેથી ગુજરાત તેમનો ઉપકાર એટલે માને તેટલે ઓછો છે. લેકીકૃત “જીવનને આદર્શ’ અને ‘યુરોપમાં બુદ્ધિ-સ્વાતંત્ર્યનો ઈતિહાસ” એ બે પુસ્તકે ગુજરાતના માન્ય વિદ્વાનોની પાસે લખાવી આ સંસ્થા ગુર્જર પ્રજા સમક્ષ ક્યારનાં મૂકી ચૂકી છે. અને આ “યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ લખવાની તક મને તેમણે આપી તે માટે હું તેમને સાનંદ ઉપકાર માનું છું. આ ગ્રંથ નીતિશાસ્ત્ર નથી, પણ નીતિના ઈતિહાસને છે એ વાત ગ્રંથ વાંચતાં વાંચનારને એની મેળે વિદિત થશે. લેકી પિતે કહે છે તે પ્રમાણે વિષય નો નથી પણ વિષયની વ્યવસ્થા નવી છે. ઈતિહાસને નીતિના વિકાસ ક્રમની દૃષ્ટિએ તપાસવાને ઉદેશ એણે રાખે છે. આ ક્રમ અને તેનું હાર્દ બહુ સુંદર શબ્દોમાં સ્પષ્ટ રીતે આ ગ્રંથમાં એણે કહ્યું છે. આખો ગ્રંથ બે ભાગમાં વહેં ચાલે છે. પ્રથમ ભાગમાં ત્રણ અને બીજા ભાગમાં બે પ્રકરણે એણે જ્યાં છે; ફૂલે પાંચ પ્રકરણે છે. તેમાં થી પ્રથમ પ્રકરણ અને ચોથું પ્રકરણ બહુ ઉપયોગી અને ઉપદેશાત્મક છે. પાંચમા પ્રકરણને વિષય ઘણે ગંભીર છે અને સમાજમાં ઘણું અગત્યનું સ્થાન એ ભોગવે છે. તેથી અનુવાદમાં પ્રથમ અને પાંચમાં પ્રકરણમાં
Page #13
--------------------------------------------------------------------------
________________ બહુજ થોડું મૂકી દેવામાં આવ્યું છે. ચેથા પ્રકરણમાં પણ ઘણે વિશેષ ભાગ લીધે છે. બાકીનાં પ્રકરણમાં વિસ્તારપૂર્વક સાર માત્ર લીધું છે. હવે નીતિના ઈતિહાસ લખનારે નીતિનું સ્વરૂપ પ્રથમ સમજાવવું જોઈએ; તેથી પ્રથમ પ્રકરણમાં પ્રચલિત સિદ્ધાંતની ચર્ચા ગ્રંથકારે કરી છે. નીતિનાં બધા સિદ્ધાંત બે મુખ્ય સિદ્ધાંતમાં કઈને કઈ રૂપે અંતર્ગત થઈ જાય છે. આ બે સિદ્ધાંત આંતર નીતિવાદ અને બાહ્ય નીતિવાદ છે. આ બે સિદ્ધાંતનું સ્વરૂપ કહી તેમની ચર્ચા એણે કરી છે. બાહ્યનીતિવાદમાં જનહિતવાદ તેના સમયમાં વધારે માન્ય ગણાતો હતો, અને લેકે તે પ્રત્યે આકર્ષાતા હતા. તેથી જનહિતવાદને સારી પેઠે છણ તેની અયથાર્થતા એણે સ્પષ્ટ કરી છે અને આંતરવાદ સ્વીકાર્યો છે. પરંતુ આંતરવાદ સ્વીકારતાં એક મુશ્કેલી આવે છે, અને તેને ખુલાસો કરવો જોઈએ. જે નૈતિક પ્રત્યક્ષ કિવા આચરણની સારાસારતાને વિવેક અને ભાન આપણને આંતર–સિદ્ધ હોય તો પછી તેમાં ફેરફાર થવાપણું કાંઈ રહેતું જ નથી; અને મનુષ્યના વર્તનમાં જે ફેરફાર થતા ન હોય તો પછી નીતિમાં “ઉન્નતિ, પ્રગતિ” એવા શબ્દો આપણે કેમ વાપરી શકીએ અને નીતિને ઈતિહાસ શી રીતે લખી શકીએ ? નીતિશાસ્ત્રકારોને આ મુશ્કેલી હવે રહી નથી. પરંતુ તે મુશ્કેલી લેકીના સમયના સંજોગોમાંથી ઉભી થતી હતી એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. બેન્જામ અને મિલને જનહિતવાદ તે સમયે લેકેના મગજમાં ઘૂમી રહ્યો હતો, અને ઔદ્યોગિક કાળને તે બહુ અનુકૂળ આવે એ હતા. પરંતુ તે વાદના સિદ્ધાંતમાં અંતર્ગત રહેલી અસંગતતાને ખ્યાલ મનનશીલ વિચારકોને ક્યારને આવવા લાગ્યો હતે; અને આંતર નીતિવાદે તેથી કરીને પિતાનું ડોકું પુનઃ ઉચું કરવા માંડયું હતું. તથાપિ મારટિને અને મૂર જેવા લેખકે પિતાના લેખ હજી હવે લખવાના હતા. વિજ્ઞાન શાસ્ત્રની પીઠ ઉપર ચડી વિચરતે સ્પેન્સરનો ઉત્ક્રાંતિવાદ કોઈ નવીન અને મેહકરૂપે હજી હવે ઉપસ્થિત થવાને હતો. જર્મન ફિલ સુફીના ક્ષેત્રમાં કેન્ટ અને હેગલના સિદ્ધાંતોમાં અંતર્ગત રહેલા હાર્દને વિકસિત કરી યથાર્થ સ્વરૂપે બહાર લાવનાર બ્રાડલી, કે ઈત્યાદિ લેખકે
Page #14
--------------------------------------------------------------------------
________________ પિતાના વિચાર હજી હવે જણાવવાના હતા. અને આટલાંટિક મહાસાગરને પેલેપાર વસતા સમૃદ્ધિવાન પણ પ્રવૃત્તિશીલ અમેરિકનોના પિકાર અને પડઘા પણ તેમાં ભળવાના હતા. આ સર્વના પરિણામે પાશ્ચાત્ય સાહિત્યમાં નીતિશાસ્ત્ર એક અમુક દષ્ટિબિંદુ ગ્રહણ કરવા માંડયું છે, અને તેમાં નૈતિક વિચારોમાં રહેલા ભિન્ન ભિન્ન તનું એકીકરણ કરવાનો પ્રયાસ થાય છે. પરંતુ ઉપલી મુશ્કેલીને ખુલાસે લેકી એમ કહી કરે છે કે નીતિનું સામાન્ય પ્રત્યક્ષ તે સૌને એક સરખું જ થાય છે, પણ વિશેષ પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન થાય છે. આમ થવાનું કારણ સંજોગની ભિન્નતા હોય છે. અર્થાત્ દષ્ટિબિંદુની એકતા છતાં ધોરણમાં ફેર પડયે જાય છે. અથવા વધતે ઓછો સાક્ષાત્કાર થતો જાય છે. સંપૂર્ણ સાક્ષાત્કારનું આચ્છાદન સંજોગને લીધે જ થાય છે. તેથી કરીને આચરણના ધોરણમાં ફેરફાર થવો સંભવિત છે અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે તે થયું છે. દષ્ટાંત તરીકે દયાને ક્રૂરતા અને ક્રરતાને દયા કઈ કહેતું નથી; છતાં દયાના પ્રચલિત ધોરણમાં જમાને જમાને ફેર માલમ પડે છે. આ ફેરફાર કેવા સંજોગોને લીધે થયો છે એ બતાવવાનું કામ નીતિના ઈતિહાસકારનું છે. અને તેથી નીતિનો ઈતિહાસ લખવે બની શકે છે. પરંતુ અહીં એક બીજો ભ્રમ ભાંગવાની પણ જરૂર છે. ખરી વાત છે કે નીતિના ઈતિહાસ લખનારે સંજોગોનેજ ઈતિહાસ લખવાનું છે, અર્થાત સંજોગોને લીધે મનુષ્યની વૃત્તિઓમાં કેવા કેવા ફેરફાર થતા આવ્યા છે તેજ એ લખી શકે. પણ સંજોગો તે જાતે જડ હોય છે. તેથી જેગોને ઇતિહાસ લખવામાં જડવાદનેજ ઈતિહાસ લખાય છે. તેથી લકે પ્રારબ્ધવાદી થઈ જશે. પરંતુ આ વાત લેકીના આશયથી કેવળ વિરૂદ્ધ છે. તેથી વાંચનારના મન ઉપર એવી અસર ગ્રંથ વાંચતાં જામતી જાય, તે તે અસરને નિર્મળ કરવાનું અત્ર પ્રયોજન છે. નીતિમાં ઈચ્છા સ્વાતંત્ર્યનું તત્ત્વ મુખ્ય છે, અને જે કે એ વાતનું સ્પષ્ટ કથન અને ખ્યાન લેકીએ
Page #15
--------------------------------------------------------------------------
________________ કર્યું નથી, તથાપિ અવાંતરે અને રૂપાંતરે એ વાત એણે વારંવાર સમજાવી છે. સામાજીક કે રાજકીય અચંચળતાને તે મોટું સંકટ ગણે છે. તેનું તાત્પર્ય એમ જણાય છે કે માણસનાં મન એની મેળે અમુક કાળે અમુક દિશામાં પ્રવૃત્ત થાય છે; તેથી બાહ્ય સંજોગે તો કેવળ નિમિત્ત કારણ થાય છે. સંજોગોની વચમાં મનુષ્યના હૃદયમાં નૈતિક વૃત્તિ ઉઠે છે, અને તેની પ્રબળતાના પ્રમાણમાં અનુકૂળ કે પ્રતિકૂળ બાહ્ય સંજોગોને અનુસાર સંસારમાં તેની ગતિ થાય છે. ' નીતિના વિકાસમાં સંજોગોની આમ આવશ્યક્તા છતાં નીતિના અંતરમાં તેમને પ્રવેશ નથી. બીજી રીતે બોલીએ તો નીતિમાં તને સ્વીકાર છે, અને ઈચ્છા–સ્વાતંત્ર્ય વિના નીતિનું સ્વરૂપજ બનતું નથી. આ સ્વાતંત્ર્ય સમજવાને અત્ર પ્રયાસ નથી, તેમ તેનું પ્રયોજન પણ નથી. રાજ્યના કાયદા અને શાસનમાં, સમાજના પ્રચલિત રીતરિવાજ અને ધોરણમાં, માબાપ કે ગુરૂની શિક્ષામાં, વ્યવહારના અનેક વિધ પ્રસંગોમાં, ઈત્યાદિ અનેક પ્રકારે તેને સ્વીકાર થાય છે, અને જાણે કે અજાણે બાળકનું વર્તન પણ એ શક્તિના સ્વીકાર ઉપરજ થાય છે. આંતર નીતિવાદ અને બાઘુનીતિવાદના કોઈપણ પ્રકાર વચ્ચે એક ભેદ એ છે કે આંતરનીતિવાદ એ શક્તિને સ્વીકાર કરી શકે છે, પરંતુ બાહ્યનીતિવાદીના કોએ ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. ખરે સુધારક નીતિમાં આંતરવાદી હવે જોઈએ, કારણકે ઇચ્છા-સ્વાતંત્ર્ય વિના સુધારે બોજ અશક્ય છે. પરંતુ આંતરવાદમાં સ્વાત્માર્પણ, સ્વાર્થ ત્યાગ ઈત્યાદિ ગુણે કે જેમના વિના નીતિનું સ્વરૂપ જ બની શક્યું નથી તે ગુણે મુખ્ય છે. તેથી ખરા સુધારકમાં એ ગુણે અવશ્ય જોઈએ. અને જેનામાં એ ગુણ હોય તેજ સમાજમાં ખરા નેતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પણ આ ગુણે શેરીએ કે કૈટે વેચાતા મળતા નથી, અને તેથીજ ખરા સુધારકે એટલા છેડા આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. પરંતુ જ્યાં સુધી આવા પ્રતિભાશાળી અને નીતિમાં જાજવલ્યમાન નેતાઓ કે દેશમાં ઉત્પન્ન થાય
Page #16
--------------------------------------------------------------------------
________________ નહિ, ત્યાં સુધી તે સમાજની ઉન્નતિ અને પ્રગતિની આશા રાખવી વ્યર્થ છે; અને મોટી મોટી વાત કરવી નિરર્થક છે. સુધારકાએ કેવી રીતે કામ લેવું જોઈએ તે વિષે લેકીએ આ ગ્રંથમાં ઈસારા કર્યા છે તે પણ લક્ષમાં લેવા જેવા છે. નીતિના દરેક સિદ્ધાંતમાં તત્ત્વજ્ઞાનને અમુક સિદ્ધાંત પણ પાયાભૂત હોય છે. જનહિતવાદમાં ચિદ્દશક્તિ સ્વતંત્ર ક્રિયાકારક રહેતી નથી; તેથી તે મતમાં જડચેતનને ભેદ માત્ર મુસાઈ જાય છે. વળી વ્યવહાર પરત્વે જ્ઞાનની પ્રક્રિયાનો સિદ્ધાંત કેન્ટ સ્થાપીને તે મતની જ્ઞાનની પ્રક્રિયાને પણ એણે દોષિત ઠરાવી છે. આમ જનહિતવાદ સર્વથા ત્યાજ્ય કરે છે. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે આંતર નીતિવાદમાં સમાજના શ્રેયને અને લેકના હિતને અનાદર અને અભાવ છે. આમ નીતિના સિદ્ધાંતમાં આંતરવાદ આદરણીય થાય છે; અને તેથી તેની સામે મૂકાતા આક્ષેપોને પરિહાર લેકી કરે છે. આપણી કલપનાદિ શકિતઓને સંબંધ નીતિમાં કેવો છે તે પણ એ કહે છે. ' આંતરવાદ પ્રમાણે નીતિ સમજતાં એમ સ્પષ્ટ થાય છે કે મનુષ્યના સ્વભાવમાં મૂળે કેટલાંક વલણ રહેલાં છે તે સંજોગના બળે દશ્ય કાર્યોમાં પ્રતીત થવાનો પ્રયાસ કરે છે, અને તેથી નીતિના ક્રમમાં ઉન્નતિને અવકાશ રહે છે, અને વૃત્તિઓ કેળવાતી જાય છે. આ કેળવણીની પદ્ધતિ કેવા પ્રકારની છે, અથવા કેવાં કેવાં કારણોને લીધે સમાજે પિતાની નીતિનાં ધોરણ ઉંચાં કરતાં જાય છે અને તેથી કરીને કેવા કેવા સદાચાર પ્રત્યે તેમની પસંદગી વળતી જાય છે તેનું દિગદર્શન લેકી કરે છે, અને તેમાંથી કેટલાક ઉપયોગી નિયમો એ તારવી કાઢે છે. તેમની અત્ર પુનરૂક્તિ કરવી ઉચિત નથી. પરંતુ આ નિયમોમાં જે કે સામાન્ય અંશ રહેલો હોય છે, પરંતુ અનેક કારણોને લીધે દેશ દેશમાં અને જાત જાત પ્રતિ તે ભિન્ન ભિન્ન હોય છે. લેકી કહે છે તેમ આ નિયમોનું આપણું જ્ઞાન આબોહવાના
Page #17
--------------------------------------------------------------------------
________________ આપણું જ્ઞાન જેવું જ હોય છે. તેથી કેઈપણ દેશની નૈતિક ઉન્નતિ કે પ્રગતિના નિયમો તારવી કાઢવા પૂર્વે તે દેશને ઇતિહાસ સર્વ પાસા મનન પૂર્વક શોધા જોઈએ. યુરોપના અનેક ઐતિહાસિક ગ્રંથને અભ્યાસ કરી યુરોપના સંબંધમાં આવા નિયમ લેકીએ તારવી કાઢયા છે, અને આ ગ્રંથમાં કહ્યા છે. બીજા પ્રકરણથી યુરોપને નૈતિક ઈતિહાસ ગ્રંથકાર કહેવા માંડે છે. યુરેપના ઇતિહાસમાં પ્રેમને ઈતિહાસ મધ્યબિંદુ છે. સુધરેલી દુનિયાની ભિન્ન ભિન્ન પ્રજાઓ, ભિન્ન ભિન્ન વિચારો, ધર્મો અને સંસ્થાઓ રેમના સાર્વભૌમ રાજ્યની છત્રછાયા નીચે રેમમાં એકઠાં થાય છે, અને પછી યુરોપમાં પ્રસરી જાય છે. ખ્રિસ્તિ ધર્મ પણ એમજ ફેલાય છે. આ ખ્રિસ્તિ ધમની મૂળ જન્મભૂમિ તે એશિયામાં આવેલ સિરિયા પ્રાંત હતો. પરંતુ રોમમાં આવી એ સર્વોપરિ થયો અને યુરોપમાં ફેલાઈ ગયો. સાતમા સૈકાની શરૂઆતમાં હઝરત મહમદ પેગંબરે મુસલમાની ધર્મ સ્થાપ્યો અને દુનિયામાં “દીન, દીન ના પિકાર ઉઠયા. એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર રાખી આરબ લડવૈયાઓ બહાર નીકળી પડયા અને સે વર્ષમાં તે લગભગ આખી દુનિયા ઉપર ફરી વળ્યા. તેમણે આફ્રિકા અને ઈજીપ્તમાં રાજ્ય સ્થાપ્યાં; ઈરાનમાંથી પારસીઓને હાંકી કાઢયા; અફગાનીસ્તાન, બલુચિસ્તાન, તાતાર ઇત્યાદિ દેશે સર કર્યા, અને ચીનની સરહદ સુધી પહોંચી વળ્યા. સીરિયા, તુર્કસ્તાન ઇત્યાદિમાં રાજ્ય જમાવી બગદાદમાં ખલીફાત સ્થાપી. આણી તરફ આફ્રિકામાંથી તેઓ પેન ઉપર ધસ્યા, અને ત્યાંથી કાન્સ તરફ ચાલ્યા. પણ પિઈટીઅર્સની લડાઈમાં ચાર્લ્સ મારટલે તેમને શિકસ્ત આપી, અને તેથી યુરોપનાં નસીબ અને ઈતિહાસ ફરી ગયાં; અને પછી રમના ખ્રિસ્તિ ધર્મગુરૂઓ આખા યુરેપને તેમની સામે ઉશ્કેરવા લાગ્યા, અને ધર્મયુદ્ધો ચાલુ થયાં. સમય જતાં યુરોપમાં ખ્રિસ્તિ ધર્મ દઢ થે, અને મુસલમાનોની બીક મટી ગઈ. પરંતુ ખ્રિસ્તિ સમય પહેલાં રેમની નૈતિક સ્થિતિ કેવી હતી અને તેનાં શા શા કારણે હતાં તેમની તપાસમાં ગ્રંથકાર પ્રવૃત્ત થાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________ 11 મનુષ્યના સ્વભાવમાંજ ક્રિયા કરવાનું સતત્ વલણ મૂળથીજ રહેલું હેય છે, કારણ કે “જીવવું” એ પ્રાણી માત્રનું લક્ષણ છે, અને તેથી જિંદગી જાળવવાનો પ્રયાસ દરેક પ્રાણી એની મેળે જ કરે છે. તેથી કરીને મનુષ્ય જાતની છેક પ્રાથમિક અવસ્થામાં પણ સમયના સંજોગને વેગ્ય અમુક પ્રતિનું આચરણ એની મેળેજ બંધાઈ જાય છે. આ ન્યાયે રેમની છેક પ્રાથમિક અવસ્થા પ્રજાતંત્રના બંધારણમાં બંધાઈ ગઈ હતી અને આચરણ અને વ્યવહારના વિચાર અમુક દિશામાં અનાયાસે એની મેળે જ વળી જવા લાગ્યા હતા. સાર્વભોમ પદ પ્રાપ્ત કરવાને સર્જિત થએલી રેમન પ્રજા આમ અનાયાસે જ લડાયક ગુણ તરફ ઢળી ગઈ હતી. તેથી શૈર્ય અને પરાક્રમ તેમનામાં ઉચ્ચ સ્થાને આવ્યાં હતાં. તેની સાથે નીતિમાં અમુક અમુક સદીચાર પણ ઉત્તમ ગણાવા લાગ્યા હતા. સ્વદેશાભિમાન, સંકટ વેડવાની શક્તિ, આત્મ-ભોગ આપવામાં તત્પરતા, અને બુદ્ધિ અને રસજ્ઞતામાં કાંઈક જાડયતા પણ આચરણમાં પ્રતીત થવા લાગ્યાં. આવી સ્થિતિ સૈકાઓ પર્યત ચાલુ રહી. ચોતરફ દિગવિજ્ય કરી સામ્રાજ્ય સ્થાપવું એ રેમના જીવનને હવે મુખ્ય ઉદ્દેશ થઈ પડ્યું. પરંતુ તેમ કરતાં અનેક અન્ય પ્રજાઓના સંબંધમાં આવવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થશે. અને તેથી તેમનાં ચારિત્ર્ય અને વિચારો ઉપર આ સંસર્ગની અનેક વિધ અસર થવા લાગી. પ્રથમ તેઓ ગ્રીક લોકેના સંસર્ગમાં આવ્યા. ગ્રીક પ્રજા તત્ત્વજ્ઞાની, વિચારશીલ, ૌંદર્ય અને કળાના ઉત્કટ ભાનવાળી, અને સ્વભાવે અને આચરણમાં એકંદરે કોમળ અને દયાળુ હતી. વળી સામ્રાજ્ય પ્રાપ્ત થતાં સમૃદ્ધિ અને સત્તા વધવા લાગ્યાં, અને તેથી રેમન પ્રજા વિલાસ-વૃત્તિને સેવનારી બનવા લાગી. તેથી રેમના સાદા અને ભવ્ય સદાચારને સ્ટઈક મત અનુકૂળ હતું તે માન્ય ગણાવા લાગે, પણ સાથે સાથે એપિક્યુરસ મત પણ તેમના જીવનમાં પડે. કાળે કરીને રેમનું જીવન છેક બદલાઈ ગયું અને પરિણામે રેમન લેકે કેવળ સ્વછંદી અને ભ્રષ્ટ થવા લાગ્યા.
Page #19
--------------------------------------------------------------------------
________________ હવેથી નીતિભ્રષ્ટ રોમન લેકેને ઈતિહાસ તેમની પડતીને જ ઈતિ- હાસ છે. ભવ્ય સ્ટઈક મત નીતિમાં લથડી ગએલા અને લથડતા મને - ટટ્ટાર કરવા કે રાખવા સમર્થ થઈ શક્યો નહિ. એપિક્યુરસના મતે તે આ પડતીની ગતિમાં ત્વરિતતા ઉમેરી. પમ્પી અને સીઝર જેવા આગેવાનોમાં ઉડે ઉડે રાજ્ય–લેભ જાગ્રત થયો અને પ્રજા-વિગ્રહ મંડાણા. તેમાં લેકની ખુવારી થઈ અને ઓગસ્ટસના સમયમાં પાદશાહત શરૂ થઈ; અને પ્રજાને માથે લેઢાને પાયે પનોતી બેઠી. લેકે વહેમી અને ભ્રષ્ટ થઈ ગયા; લશ્કરમાં ગેર વ્યવસ્થા ચાલી; અમીર વર્ગ છુંદાઈ નિસ્તેજ બની ગયો: ગરીબ વર્ગ સુસ્ત અને એદી બની ગયો; કળા, હુન્નર નાશ પામ્યાં; ખેતી સ્વદેશાભિમાન અને શૌર્યને અસ્ત થયો; અને નીતિભ્રષ્ટતા નિરંકુશ બની ઉઘાડેછોગે શેરીએ અને કૈટે ઘૂમવા લાગી. માઠી દશામાં ધર્મ માણસને દિલાસા રૂપ થઈ પડે છે. પરંતુ રોમને ધર્મ મૂળથીજ રાજકીય હતા, અને રાજ્ય ભ્રષ્ટ થઈ જતાં તે ધર્મને માટે પણ માન જતું રહ્યું. તેથી માત્ર ધાર્મિક ક્રિયાઓમાંજ ધર્મ ગણવા લાગ્યો; અને ખ્રિસ્તિ ધર્મ આવતાં તે ભાગ પ્રત્યે પણ તિરસ્કારની નજરથી જોતાં લેકે શીખ્યા. પરંતુ એક બીના અત્ર ખાસ લક્ષમાં રાખવા જેવી છે. દરેક પરિવર્તનમાં લાભ અને હાનિ બન્ને સમાએલાં હોય છે. પણ લેકી કહે છે તેમ રેમને આ સમયે લાભ વિના હાનિજ પ્રાપ્ત થઈ અને તેનાં ત્રણ કારણો પણ એ બતાવે છે. પાદશાહતની સ્થાપના, ગુલામગીરીને રિવાજ, અને તરવારના પ્રાણઘાતક ખેલ. તેથી કરીને “વિલાસવૃત્તિની સાથે આવવા જોઈતા અન્ય સદાચાર તેમનામાં આવ્યા નહિ. સુધારે વધતાં રીતભાત વધારે સભ્ય થાય છે અને પરોપકાર વૃત્તિ સતેજ થાય છે. બુદ્ધિની ચંચળતા. અને ઔદ્યોગિક સાહસ વધે છે; રાજકીય લાભોનું ક્ષેત્ર વિસ્તાર પામે છે. અને મોટાઈના ખાસ સદાચાર ઓછા થઈ જાય છે તે તેને બદલે સમાનતાના સદાચાર વૃદ્ધિ પામે છે.” આમાંનું કશું રેમન લેકને પ્રાપ્ત થઈ શકયું નહિ. તેથી રેમ નષ્ટ થયું.
Page #20
--------------------------------------------------------------------------
________________ 13 હવે ઈતિહાસનું તાત્પર્ય જે ઉપદેશમાં હોય તો આ બીનામાંથી આપણે ઘણું શીખવાનું મળી આવશે. સમયને અનુસરી ઘણું બાબતમાં આ પણે ફેરફાર કરવા પડે છે; નહિ કરીએ તે એની મેળે થશે. કાળ કિવા પ્રગતિને નિયમજ એવે છે. આમ હિંદુસ્તાનમાં અનેક પરિવર્તન થયાં છે અને થશે. પરંતુ લક્ષમાં રાખવાની વાત અત્ર એટલી જ છે કે જે ફેરફારો કરવા આપણે શક્તિમાન થઇએ અથવા કરી શકીએ તે કેવળ એક દેશી થઈ ન જાય એ જોવાની બહુ આવશ્યકતા છે. સારાની સાથે નરસું ચાલ્યું આવતું હોય તે નરસું સમય જતાં નીકળી જશે એવી આશાથી તે વખતે સંતોષ માન ઉચિત ગણાય; પણ જાણે કે અજાણે નરસુંજ માત્ર પેસી જતું હોય તે વિચારશીલ પુરૂષોએ તે વાત તુરત લક્ષમાં લેવી ઘટે છે. પાશ્ચાત્ય સંસર્ગના બળે આપણી રહેણીકરણીમાં, માત્ર વિલાસ વૃત્તિને સંતોષવા કેવળ અનુકરણરૂપે ઘણું પેસી જાય છે, જેથી લાભ કઈ ' થતું નથી અને હાનિ તો થાય છે. એકજ દાખલો અત્રે બસ થશે. હા પીવાને રિવાજ સમાજના છેક નીચલા થરમાં પણ ઘરેઘર પેસી ગયો છે. કેવી કેવી મુશ્કેલીઓ એ ધર્મને વેઠવી પડી હતી એ વાત હવે ગ્રંથકાર ત્રીજા પ્રકરણમાં કહે છે. રોમનું સાદું પણ ભવ્ય જીવન હવે નષ્ટ થઈ ગયું હતું, અને વિલાસ વૃત્તિને લીધે મનુષ્યનાં આચરણ કેવળ નીતિભ્રષ્ટ અને અધમ થઈ ગયાં હતાં. લોકો ભોળા અને વહેમી થઈ ગયા; અને આવી અનુકૂળ સ્થિતિ મળતાં ઈજીપનો અલખવાદ (Mysticism) રોમમાં પસી પ્રબળતા પામે. રોમના રાજ્યમાં અન્ય ધર્મોને ઘણી સ્વતંત્રતા હતી અને લેખકોને પોતાના વિચાર જણાવવાની છૂટ હતી. તેથી અનેક મતમતાં તરો રામમાં ચાલતા હતા અને લોકોનાં મન તે તરફ વળતાં હતાં. યાહુદી ધર્મમાં એકેશ્વરવાદ હોવાથી લોકોને તે બહુ આકર્ષક થવા માંડ્યો હતો. ટૂંકામા લેકિનાં મન અત્યારે એવી સ્થિતિમાં આવી ગયાં હતાં કે કોઈ પ્રબળ ધર્મ મળતાં તુરત તેમાં તેઓ ભળી જાય.
Page #21
--------------------------------------------------------------------------
________________ 14 આવી પરિસ્થિતિમાં ખ્રિસ્તિ ધર્મ પણ રેમમાં પગભર થયે હતો અને પિતાની સત્તા અને વગ વધાર્યો જતો હતે. સમયને લાભ લઈ અને જાદાં જુદાં આકર્ષક તને પિતાના સિદ્ધાંતમાં વણ દઈ છેવટે એ સર્વોપરિપદને પ્રાપ્ત થયો અને રેમમાં અને આખા યુરોપમાં પ્રસરી ગયો. તેથી કરીને તે ધર્મની સ્થાપના કેઈપણ પ્રકારે ચમત્કારરૂપ હતી એ વાત માનવાની ગ્રંથકાર સાફ ના કહે છે. સમયના સંજોગની સાનુકૂળતા, સંસ્થાની સુઘટ વ્યવસ્થા અને નેતાઓની કાર્યદક્ષતા અને કુશળતા, અને ભિન્ન ભિન્ન આકર્ષક તને તેમણે કરેલે સ્વીકાર, ઈત્યાદિ કારણોની સામટી 1 ખ્રિસ્તિ ધર્મ દુનિયાના ઇતિહાસમાં મેટા ફેરફાર ક્યાં છે, અને હજી પણ કર્યું જાય છે. પરંતુ ખ્રિસ્તિ ધર્મના આગમનથી યુરોપની નીતિમાં જે જે પરિવર્તને થયાં છે તે હવે ચેથા પ્રકરણમાં ગ્રંથકાર કહી બતાવે છે. ખરું કહીએ તે આ ચોથું પ્રકરણજ ગ્રંથને અમૂલ્ય ભાગ છે; અને તેમાં શાર્લમેનના સમય સુધીના નૈતિક ઇતિહાસની સમીક્ષણ ગ્રંથકારે કરી છે. નીતિનાં મૂળ તે તત્વજ્ઞાન અને ધર્મ બન્નેમાં હોય છે, પરંતુ આચરણ ઉપર થતી દરેકના ઉપદેશની અસરમાં બહુ ફેર પડી જાય છે. નૈતિક ઉત્સાહ વિના આચરણની સુદઢ વ્યવસ્થા થઈ શકતી નથી, કારણ કે આ નૈતિક ઉત્સાહજ માણસને કાર્યમાં પ્રવૃત્ત કરે છે. તે મંદ હોય તે નીતિમાં પ્રવૃત્તિ પણ મંદ રહે છે. બુદ્ધિની પ્રેરણાથી જે જ્ઞાન થાય તે જ્ઞાનને આચરણમાં પ્રતીતિ કરાવનારું તત્ત્વ આ નૈતિક ઉત્સાહ છે. અને આચાર વિચારની એકતા થાય ત્યારે જ માણસને નીતિમાન આપણે કહીએ છીએ. જ્ઞાનના દર્શન માં આવું સામર્થ્ય હોતું નથી, કારણ કે તે કેવળ બુદ્ધિપ્રધાન હોય છે. તેથીજ કરીને વિધર્મીઓનાં તત્ત્વ દર્શને ભ્રષ્ટ થઈ ગએલા આચરણને સુધારી શક્યા નહિ. પરંતુ ખ્રિસ્તિ ધર્મમાં પાપનું ભાન અને પશ્ચાતાપ મુખ્ય વાત હોવાથી ખાસ કરીને નીતિભ્રષ્ટ માણસને તેમાંથી
Page #22
--------------------------------------------------------------------------
________________ દિલાસે અને આશ્વાસન બહુ મળે છે. તેથી જ દુઃખી અને ભ્રષ્ટ માણસને એ ધર્મ વધારે મોહક થાય છે. ખ્રિસ્તિ ધર્મના પ્રસારનું આ પણ એક કારણ છે. તેથી જ મને ગુલામ-વર્ગ ખ્રિસ્તિ ધર્મમાં ભળ્યો હતો, અને તેથી પરસ્પર બનેને કેવા લાભ થયા હતા એ વાત ગ્રંથકાર બહુ સારી રીતે સમજાવે છે. હિંદુસ્તાનમાં પણ નીચલા વર્ગના લોકેજ ખ્રિસ્તિ ધર્મમાં ગયા છે અને જાય છે અને “વિશ્વાસી” ના નામથી ઓળખાય છે. અને હલકા વર્ગ (Depressed classes) ની સ્થિતિ સુધારવાની જે ચળવળ અત્યારે દેશમાં ચાલી રહી છે તે વાત પણ લક્ષમાં ઉતારવા જેવી છે. પરોપકાર અને પ્રેમજીવન ખ્રિસ્તિ ધર્મના પાયામાં રહેલા છે, અને ખ્રિસ્તિ ધર્મના આરંભ કાળમાં લગભગ બસે વર્ષ પર્યત ખ્રિસ્તિઓનાં આચરણ અતિ વિશુદ્ધ અને અનુપમ રહ્યાં હતાં. પરંતુ જેમ નદીનું વહન મૂળમાં સ્વચ્છ હોય છે, પરંતુ આગળ ચાલતાં તે વિસ્તૃત પણ અસ્વચ્છ થતું જાય છે, તેમ મહાન ચળવળના મુખ્ય ઉચ્ચ ઉદેશમાં સમય જતાં આજુબાજુના સંજોગોની અનેક અસરે ભળતી જાય છે, અને તેથી જૂદું જ સ્વરૂપ તે ધારણ કરતી જાય છે. તે પ્રમાણે ખ્રિસ્તિ ધર્મની સ્થાપના માં નૈતિક સુધારણાનાં જે આશાજનક ચિહનો જાણતાં હતાં તે સૈકાઓ પર્યત બહાર દશ્ય થયાં નહિ. તથાપિ ખ્રિસ્તિ ધર્મ જનસેવા ઘણી કરી છે, અને તેની તપાસમાં હવે ગ્રંથકાર ઉતરે છે. ખ્રિસ્તિ ધર્મની પ્રથમ અસર એ થઈ કે તેથી મનુષ્યની અંદગી પવિત્ર ગણાવા લાગી. તેથી ગર્ભપાતમાં ગુને થાય છે એવી સમજણ લેકેમાં ઉભી થઈ અને બાળહત્યામાં ઘોર પાપ સમજાવા લાગ્યું. છોકરાંઓને રખડતાં મૂકવાનો ચાલ બંધ પડે, અને તરવારના પ્રાણઘાતક ખેલ ધીમે ધીમે બંધ પડયા. વળી દેહાંત દંડની સજા સામે અણગમો ઉભો થવા લાગે અને આત્મહત્યામાં પાપ છે એવી સમજણ થતાં તે પ્રત્યે તિરસ્કાર ઉપજવા લાગે. સાર્વત્રિક ભ્રાતૃભાવનો ઉપદેશ થવા લાગ્યો એ તેની બીજી અસર થઈ. તેથી ગુલામ વર્ગને ઘણો ફાયદો થશે, અને
Page #23
--------------------------------------------------------------------------
________________ તે વર્ગના ખાસ સદાચારોની કિંમત અંકાવા લાગી. સખાવતે વધી અને તેમની નિયમસર વ્યવસ્થા થવા લાગી. પરંતુ અમુક પ્રકારના દીવાના પણ પ્રત્યે ખ્રિસ્તિ સંસ્થા બહુ કઠોરતાથી વતી છે અને તેથી ડાકણમાં ખપી અનેક ડોશીઓના પ્રાણુ ગયા છે.. વળી સખાવતેમાં બહુ. વિવેક પણ રહેતો નહિ, તેથી સખાવતને ઉદેશ પણ બહુ ફળીભૂત થતા નહિ. તોપણ તેને લીધે લેકેમાં કાંઈક કમળતા આવી હતી. આ બધાં સુધારા કરવામાં ખ્રિસ્તિ સંસ્થાએ બે ઉપાયો કામે લગાડયા હતા. પ્રભુભોજનમાંથી બાતલ કરી ગુનેગારને ધાર્મિક શાસન એ કરતી હતી, અને બ્રિતિ ધર્મ જ્યારથી રાજ્ય–ધર્મ થયો ત્યારથી તે ધર્મના વલણને અનુસરી રાજ્યમાં કાયદા થવા લાગ્યા હતા. કન્સ્ટટાઇનના સમયથી ખ્રિસ્તિ ધર્મ રાજ્ય–ધર્મ થયો. પરંતુ તે પહેલાં ખ્રિસ્તિઓ ઉપર રાજ્ય તરફથી વખતે વખતે બહુ જુલમ થતો અને ત્રાસ વરતાતો. આના પરિણામમાં તપવૃત્તિ ઉભી થઈ અને ભયમાંથી બચી જવા લેકે જંગલમાં જવા લાગ્યા. ધીમે ધીમે તેઓ દેહને કષ્ટ દેવામાં અંદગીનું સાર્થક માનવા લાગ્યા. તેમાંથી સંત નીકળવા લાગ્યા, અને પછી સંત કથાઓ ચાલુ થઈ. આમાંથી સંત જીવનનું દૃષ્ટિબિંદુ ઉભું થયું. આ તપોવૃત્તિના પ્રચારમાંથી પરિણામ નીપજી આવ્યાં. જ્ઞાન પ્રત્યે અણગમે થયે. મનુષ્યની પ્રકૃતિમાંજ રહેલા વિકારના તત્ત્વને કેવળ દબાવી ત્રતા સદાચારના ક્રમમાં અગ્રસ્થાને આવી. તેથી થયું એમ કે ધર્મ વિષાદમય રૂપ પકડવા માંડયું, અને મનુષ્ય જીવનમાં ખુશ મીજાજ અને આનંદ રહ્યાં નહિ. પરંતુ નોતિ પરત્વે ઈચ્છા સ્વાતંત્ર્યને સાક્ષાત્કાર વધારે સ્પષ્ટ પણ એ વાતને ઉત્તેજન આપતા હતા. વળી નાગરિક સદાચાર અસ્ત થવા લાગ્યા તેથી પ્રજાકીય કે સામાજીક ચંચળતાનો લેપ થયો; સ્વદેશાભિમાન નષ્ટ થવા લાગ્યું અને તેથી રૂમી રાજ્યની પડતી ત્વરિત બની.
Page #24
--------------------------------------------------------------------------
________________ 17 વળી આ સર્વ પરિવર્તનને લીધે સમયની નૈતિક દૃષ્ટિમાં પણ ફેર પડી ગયો, અને નાની નાની બાબતોમાં નીતિની બહુ ઉહાપોહ થવા લાગી, પરંતુ આખા સમાજમાં જ એકંદરે સડો પેસી ગયો હતો. પાદરી વર્ગ ભ્રષ્ટ થઈ ગયો હતો અને તેમાં બાલીશતા અને દુરાચાર પિસી ગયાં હતાં. 'તથાપિ કેટલીક બાબતોમાં તપવૃત્તિનું વલણ સારું પણ હતું. આત્મભોગ આપતાં શીખવવાની તે એક પ્રકારની શાળા હતી. સંતની કથામાં નીતિનું સૈદર્ય હતું. મુંગા પ્રાણીઓ પ્રત્યે માયાળુ થવાનું તેમાં વલણ હતું. પરંતુ આ બધી વાતને ધર્મની સાથે વણું દેવી પડતી હતી. પશ્ચિમમાં તપવૃત્તિએ વ્યાવહારિક સ્વરૂપ લીધું હતું, અને તેમાંથી. મઠની સંસ્થા ઉભી થઈ. ઘણાં કારણોને લીધે આ સંસ્થા હવે લેકને આકર્ષક થવા લાગી હતી, અને તેથી દીનતા અને આજ્ઞાધીનતાના સદાચાર આગળ આવવા લાગ્યા. મેહેનત કરવામાં જે દૂષણ ગણાતું હતું તે. હવે જતું રહ્યું અને તેથી મેહેનતુ વર્ગની કિંમત અંકાવા લાગી. પરંતુ બુદ્ધિ-વિષયક સદાચારને સખત ફટકે લાગે, અને ધર્મની બાબતમાં સ્વતત્રતાને કેવળ નાશ થયો. તેથી કરીને ધર્મમાં કોઈ પણ જાતની શંકા કરવામાં પાપ ગણવા લાગ્યું; ધાર્મિક જુલમ થવા લાગે અને શાસ્ત્રીય શોધખોળ કરનારાઓને ત્રાસ થવા લાગ્યો. મઠમાં પ્રાચીન ગ્રંથો સચવાઈ રહેતા અને હસ્તલિખિત પ્રતોનું સંરક્ષણ થતું, પણ નવીન કૃતિને સત્કાર થતો નહિ. માત્ર ધર્મ સંબધીજ લેખ લખાતા હતા. તેથી મઠની સંસ્થા એકંદરે જ્ઞાનની પ્રવૃદ્ધિને અનુકૂળ નહોતી. વળી પિતાનાજ ધર્મમાં સત્ય રહેલું છે, બીજે ક્યાંઈ સત્ય હોયજ નહિ એવી સમજણ થવાથી સત્યને પ્રેમ ઓછો થઈ ગયે. ઉપરાંત ધર્મને નામે નરકનાં બીહામણાં ચિત્રો આપી લેકેની કલ્પનાને સાધુઓ થરથરાવી દેતા, અને તેમાંથી બચવા લોકે મઠમાં નાણું આપતા. આમાં અન્ય કારણે પણ ભળવા લાગ્યાં, અને મઠનું નાણું વધી પડયું. તેથી સમય જતાં મઠ સંસ્થામાં અત્યંત દુરાચાર પેઠે તેથી તે સંસ્થા અંતે નાબુદ થઈ.
Page #25
--------------------------------------------------------------------------
________________ આ સધળાને ઉપસંહાર કરી છેવટે ગ્રંથકાર તે સમયના યુરેપની પ્રપંચ અને પાખંડ કરી રાજાઓ પિતાનું રાજ્ય વધારતા, અને તે જે હતા. રાજ નીતિમાન હોય પણ જે તે ખ્રિસ્તિ ન હોય તો તેને તેઓ વખોડતા હતા. ધીમે ધીમે ધર્મગુરૂઓનું જોર વધી પડયું અને જેમના ધર્મગુરૂઓ અને સ્વતંત્ર થઈ રાજ્યમાં વચ્ચે પડવા લાગ્યા; અને ધર્મને આશ્રય લેતાં રાજાઓના હકે દિવ્ય ગણાવા લાગ્યા. મુસલમાનોના ત્રાસને લીધે અને ધર્મભક્તિને લીધે ધર્મયુદ્ધનો જમાને આવ્યું. તેમાંથી શૌર્ય જતાં જાગીર-વ્યવસ્થા ( Feudal System) વિસ્તાર પામી. આવા સમયનો દષ્ટાંતભૂત પુરૂષ મહાન શાર્લમેન હતો. તેથી તેનું વર્ણન કરી ગ્રંથકાર આ પ્રકરણ સમાપ્ત કરે છે. - હવે આ બધાની સ્ત્રીનાં ચારિત્ર્ય અને પદવી ઉપર કેવી અસર થઈ તે છેલ્લા પ્રકરણમાં ગ્રંથકાર તપાસે છે. બાબત અગત્યની છે. પણ તેનો ઈતિહાસ લખવામાં મુશ્કેલીઓ છે. પરંતુ ઇતિહાસકારને એ બાબત હાથમાં લીધા વિના છૂટકે નથી. જંગલીઓમાં સ્ત્રીઓની દશા દયાપાત્ર હોય છે. સમય જતાં સ્ત્રીઓ વિચાતી બંધ થઈ દાયજાને રિવાજ ચાલુ થયે અને સ્ત્રીઓની પદવી સુધરતી ગઈ. વળી એક સ્ત્રી કરવાને રિવાજ પડતાં સ્ત્રીઓને મહિમા અને સુખ વધ્યાં. ગ્રીસના કવિતા-કાળમાં સ્ત્રીઓનાં સુંદર ચિત્રો આલેખાયાં છે. પણ ઐતિહાસિક કાળમાં તેમની પદવી તેથી ઉતરતી હતી. ગ્રીક લેકના ઇવનમાં સ્ત્રીઓના બે વર્ગ પડી ગયા હતા; ગૃહપત્ની અને વારાંગના. આ બન્નેનાં ચિત્ર ગ્રંથકાર ગ્રંથમાં આલેખે છે અને વારાંગનાનું સ્થાન ગ્રીક સંસારમાં શા માટે અનુચિત ગણાતું નહોતું તેનાં કારણે એ બતાવે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________ 19 રમમાં સ્ત્રીઓ પરત્વે સાર્વજનિક અભિપ્રાય વધારે વિશુદ્ધ હતા. પ્રજાતંત્ર કાળમાં સ્ત્રીઓની પદવી ઘણું માનવંતી હતી. પરંતુ તે કાળના આખર સમયમાં લેકેની રીતભાત ભ્રષ્ટ થઈ ગઈ, અને ઘણાં કારણેને લીધે લેકેને લગ્ન પ્રત્યે અરૂચિ થવા લાગી. પછી સ્ત્રીઓને સ્વતંત્ર કરવાના કાયદા થવા લાગ્યા અને લ શ્કેદની અત્યંત શૂટ થઈ. તેનું પરિણામ બહુ બુરું આવ્યું; અને સ્ત્રીઓ કેવળ ભ્રષ્ટ અને નિર્લજજ બની ગઈ; છતાં સ્ત્રીઓને સદાચાર છેક નષ્ટ થઈ ગયો નહોતો, અને તે કાળમાં પણ સદાચારી સ્ત્રીઓના ઘણા દાખલા છે. સ્ત્રીઓને પરાણે સદાચાર પળાવવા પછી કાયદા રચાવા લાગ્યા. નીતિશાસ્ત્રવેત્તાઓ પણ ઉપદેશ કરવા લાગ્યા કે લગ્ન પરત્વે નૈતિક ઇધન અરસપરસ સ્ત્રી પુરૂષને સરખું છે, અને વેશ્યાવૃત્તિ અધમ છે. વળી નવીન પ્લેટમતાદિની અસરથી લોકમતમાં પાતિવત્યનો મહીમા વધવા લાગે હતે. આ લેકમતમાં ખ્રિસ્તિધર્મ પિતાનું વજન ઉમેર્યું અને તેવા ગુન્હા કરનારને તે ધર્મ ધાર્મિક સજા કરવા લાગ્યો. ઉપરાંત ખ્રિસ્તિ શહેનશાહ કાયદા પણ કરવા લાગ્યા. વળી તપોવૃત્તિ પ્રત્યે લોકોને ભાવ ઉપજતાં નીતિની આ બાબતને ઘણું પ્રેત્સાહન મળ્યું. તેથી અનેક સ્ત્રીઓએ સંતની પદવી પ્રાપ્ત કરી ધર્મ-વીરત્વ તેઓ દાખવવા લાગી. તે સંબંધમાં અનેક કથાઓ પણ પ્રચલિત થઈ. પરંતુ તવૃત્તિએ લગ્ન-સંસ્થાને જબરો કટકે માર્યો, કારણકે તપવૃત્તિને મૂળે લગ્નને જ અણગમે હતે. તેથી પાદરીઓએ કુંવારા રહેવું એ ધર્મમાં મત ઉભો થયો, અને તેના પરિણામમાં પાદરી વર્ગ ભ્રષ્ટ થવા માંડ્યો. સારાંશ કે તપવૃત્તિના સમયમાં સ્ત્રીઓની ગણના બહુ હલકી થતી હતી. દરમ્યાન જંગલીઓએ રોમ સર કર્યું, અને તેમનામાં સ્ત્રીઓની ગણુના બહુ ઉંચા પ્રકારની થતી હતી. પરંતુ તેમના રાજાઓમાં બહુ સ્ત્રી
Page #27
--------------------------------------------------------------------------
________________ - 20 કરવાને રિવાજ હતો. આ વાત ખ્રિસ્તિ ધર્મ નાબુદ કરી, અને લગ્નમાં ધર્મનું તત્વ મૂકીને લગ્ન સંસ્થાને ધીમે ધીમે પવિત્ર બનાવી દીધી. વળી સ્ત્રી પુરૂષના લગ્ન સંબંધી હક સમાન છે એ વાતને ખ્રિસ્તિધર્મ જેસથી ઉપાડી લીધી અને અદ્યાપિ પર્યત પણ આ વિચાર યુરોપમાં પ્રચલિત છે. વળી લગ્નેચછેદના રિવાજને પણ ખ્રિસ્તિધર્મ ખૂબ વખોડી કાઢયે. તેથી લગ્નની બાબતમાં સ્ત્રી પુરૂષને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. વળી મિશ્ર લગ્ન પ્રત્યે પણ ખ્રિસ્તિધર્મ વિગ્રહ આરંભે, કારણ કે તેથી કૌટુંબિક વિખવાદ બહુ થતે, આમ એકંદરે સ્ત્રીની પદવી સુધારવામાં ખ્રિસ્તિધર્મ બહુ કર્યું છે. અહીં ગ્રંથ પૂરે થાય છે. પરંતુ સમય જતાં ખ્રિસ્તિ ધર્મમાં ફાંટા પડવા લાગ્યા, અને પ્રોટેસ્ટંટ મતે પિપની સામે બળવો કર્યો. આ ધર્મસુધારકને મત એવો હતો કે લગ્નના સ્વરૂપમાં ધર્મનું તત્ત્વ નથી, પણ તેમાં સામાજીક કારજ હેય છે. તેથી લગ્નછેદ કરવામાં કાંઈ અડચણ આવતી નથી. છતાં લગ્ન કરવાં એ ઉત્તમ વાત છે, અને તેથી પ્રોટેસ્ટંટ પાદરીઓ પરણવા લાગ્યા. તથાપિ છેક હાલના સમય સુધી કાયદામાં સ્ત્રીઓ, વિશેષ કરીને પરણેલી સ્ત્રીઓ, સ્વતંત્ર ગણાતી નહોતી. અને છેક છેલ્લા ત્રીશેક વર્ષથી જ સ્ત્રી પુરૂષો વાસ્તવિક રીતે સમાન હકદાર છે એવી ગણના થવા લાગી છે. અને પરિણામે ઈગ્લાંડમાં મતાભિલાષી સ્ત્રીઓની ચંચળતા જેવી ચળવળ થવા માંડી છે. નીતિ પરત્વે સંસારમાં કુટુંબનું સ્થાન અતિ ઉંચું છે; તેથી તે સંબંધી કાંઇક વિશેષ વિચાર અત્ર અપ્રાસાંગિક નહિ ગણાય. જ્યાં કૌટુંબિક જીવન વિશુદ્ધ ન હોય ત્યાં સમાજમાં સડો પેસી જાય છે, તેથી કરીને પ્રજામાં રાષ્ટ્રીયતા (Nationality ) આવી શકતી નથી, અને રાજ્યને નિરંતર જોખમ રહ્યા કરે છે. કૌટુંબિક જીવનમાં લગ્નની વાત પ્રધાનપદ ભોગવે છે.” પરંતુ લગ્નમાં સ્ત્રી પુરૂષના પરસ્પર અભ્યદય અને નિઃશ્રેય વિચાર મુખ્ય હું જોઇએ. તેથી કરીને પ્રબળ કામ-વિકાર કે કેવળ સ્વાર્થના અંશથી
Page #28
--------------------------------------------------------------------------
________________ દેરાઈ લો થાય તે વાત આદરણીય નથી; કારણ કે એવા સંબંધો અલ્પાયુપી નીવડે છે, અને તેથી સ્ત્રી પુરૂષ ઉભયના જીવનમાં ઉચ્ચાશયતા નહિ રહેતાં જીવન ભ્રષ્ટ થતું જાય છે અને તેમને સંસાર બગડતું જાય છે. કુટુંબ એ વૃત્તિઓને કેળવવાની એક જાતની શાળા હોય છે. છોકરીઓને કેળવવા માટે કેમળતા, અનુવૃત્તિ, આત્મત્યાગ, અમુક ઉદ્દેશે કાર્ય કરવાની સતત અડગતા, જવાબદારી, ચચળ પ્રવૃતિ ઈત્યાદિ ગુણો માબાપોને સેવવા પડે છે, અને સંતાને પણ આ ઉત્તમ પાઠ જેવા કુટુંબમાં શીખે છે તેવા શાળામાં કે સંસારમાં પણ શીખી શકતા નથી, તેથી કૌટુંબિક જીવન ઉચ્ચ ભાવનાઓથી ભરપૂર અને વિશુદ્ધ અવશ્ય રહેવું જોઈએ. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જોતાં સંપૂર્ણ વિશુદ્ધ કૌટુંબિક જીવનમાં પ્રેમને આવિર્ભાવ રહેલો હોય છે. પ્રાણી વર્ગમાં નર માદા એક બીજા પ્રત્યે કઈ અકથ્ય આવિર્ભાવથી સ્વાભાવિક રીતે જ આકર્ષાય એવો સૃષ્ટિને નિયમજ છે. પરંતુ મનુષ્ય એ બુદ્ધિમાન પ્રાણી છે, અને તેથી ઈતર પ્રાણીએના જેવા અલ્પાયુષી સંબધ તેને અનુચિત લાગે છે. તેથી કરીને મનુષ્ય વર્ગમાં લગ્ન સંસ્થા ઉચ્ચ સ્વરૂપ પકડે છે અને અહિક આયુમ્બિક શ્રેયનું સાધન તે બને છે. તેથી જે લગ્નમાં ઉચ્ચાશયતા અને મહાન નીતિ ભાવનાઓ પિોષાઈ ખીલી શકે નહિ તે લગ્ન અવશ્ય તિરસ્કારને પાત્ર છે, અને એવાં લગ્ન ન થાય એવા ઉપાયે યોજાવા જોઈએ. સ્ત્રી પુરૂષ બંને એક બીજાને અર્થે જીવે, પિતાનાં સંતાનોને ઉચ્ચ માર્ગમાં વાળી સમાજમાં ઉચ્ચ સ્થાનને માટે યોગ્ય કરે, નિર્વાહ અને ગુજરાનના સાધનમાં એક બીજાને પડખે રહી પરસ્પર સહાય કરે, અને વિચાર અને વાણીને કેળવી સમાજની સામાન્ય પ્રગતિમાં યથાશક્તિ પિતાને ફાળો આપે-આ પવિત્ર દષ્ટિ લગ્નની હોવી જોઈએ. વળી એક બીજી વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. જો કે સ્ત્રી અને પુરૂષ અને મનુષ્ય છે, તથાપિ બન્નેના સ્વભાવ અને પ્રકૃતિમાં ફેર છે, અને તેથી જ બનેની વચ્ચે લગ્નને સંબંધ શકય થાય છે. સ્ત્રીમાં શ્રી
Page #29
--------------------------------------------------------------------------
________________ - 22 પણું હોવું જોઈએ અને રહેવું જોઈએ; પુરૂષમાં પુરૂષપણું હેવું જોઈએ અને રહેવું જોઈએ. અને સ્ત્રીત્વ અને પુરૂષત્વના યથાર્થ મિલાપમાંજ લગ્નનું લગ્નપણું રહેલું છે. તેથી કરીને જે પ્રવૃત્તિ કે સંસ્થાથી સ્ત્રીના સ્ત્રીત્વને કે પુરૂષના પુરૂષત્વને હાનિ પહોંચતી હોય અથવા પહોંચે તેમ હોય તેને ત્યાગ થવું જોઈએ, કારણ કે તેથી લગ્ન-સંબધને હાનિ પહોંચે છે, અને તેથી સમાજને અંતે નુકસાન થાય છે. અર્વાચીન સમયમાં અનેક આર્થિક ફેરફારને લીધે યુરોપ અને અમેરિકામાં કૌટુંબિક જીવન ઘણું રૂપાંતર પામી ગયું છે. જે ધંધા પ્રથમ ઘરના ઉદ્યોગ ગણુતા હતા તે હવે યંત્રોને લીધે મોટાં મોટાં કારખાનામાં થવા લાગ્યા છે, અને સ્ત્રીઓ અને છોકરાં આ કારખાનામાં કામે જવા લાગ્યાં છે. તેથી કૌટુંબિક લાગણીઓ કેળવવાને અવકાશ બહુ થોડે રહે છે. પુરૂષ પણ લગભગ આખો દિવસ કુટુંબથી ગિળો જ રહે છે, અને તેથી પિતાની સ્ત્રી અને બાળકના સમાગમથી કિમળતાની જે કેળવણી એને મળી શકે છે તેનાથી બેનસીબ એ રહે છે. સ્ત્રીઓ પરત્વે તે વસ્તુસ્થિતિ ત્યાં બહુ ફરી ગઈ છે. વેપાર હુન્નરનાં કારખાનાં વધતાં સ્ત્રીઓને નિર્વાહનાં સાધન વધ્યાં છે; તેથી ગૂજરાન અર્થ લગ્ન ઉપર કે સગા સંબંધીઓ ઉપર આધાર રાખવાની જરૂર તેમને રહેતી નથી; અને કુંવારી જીદગીની સ્વતંત્રતા વધારે મોહક લાગતાં પરણેતર જીંદગી પ્રત્યે અણગમો રહે છે. પરણેલી સ્ત્રીઓને પણ કુટુંબની સ્થિતિ ગમે તેવી હોય તે પણ તે નીભાવી લેવાનું મન થતું નથી. અર્થાત સ્ત્રી પુરૂષની વચ્ચે આધારાધેય સંબધ રહેવું જોઈએ તે ઘણું ઓછું થઈ ગયો છે. વળી પોતે કમાતી થવાથી ઘર કામકાજ તેમને હલકા પ્રકારનું લાગે છે. આવાં અનેક કારણોથી ત્યાં લેકેનું કુટુંબ-સુખ જતું રહેવા લાગ્યું છે. આ પરિવર્તન કેટલાક વિચારશીલ લેખકેને જોખમકારક લાગે છે. માતાભિલાષી સ્ત્રીઓની ધમધમાટીની અસર કદાચ આગળ ઉપર સ્પષ્ટ થશે. પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક સાહસે વધતાં આવાં પરિણામ આવ્યાં છે, અને નીતિશાસ્ત્રવેત્તાઓમાં હમણાં હમણામાં આ વાત બહુ છણાવા લાગી
Page #30
--------------------------------------------------------------------------
________________ છે. દરેક દેશે પિતાનાજ સજેનેજ સૂક્ષ્મ વિવેક કરી તેમને ખીલવવા, છે એ વાત ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. - આપણા આર્યાવર્તને આ દતિહાસ લખવા માટે અગાધ શક્તિ, અદ્વિતીય વિદ્વત્તા, અવિરમ શ્રમ, અને પુષ્કળ અવકાશની આવશ્યકતા છે, અને મારે માટે તો એ કાર્ય અતિ દુર્ધટ છે-કદાચ અશકય જ છે. પરંતુ લેકીની પેઠે જે કઈ સમર્થ આર્ય વિદ્વાન એ ગ્રંથ લખવાનું હાથમાં લે તે બેશક તેથી ઘણો લાભ થાય. તથાપિ આ ટૂંકા ઉદ્દઘાતમાં પણ આપણે ઈતિહાસની જેવી તેવી પણ રેખા દેરવી ઇષ્ટ છે એમ સમજી હું માત્ર સાદી અને જેમ બને તેમ ટૂંકામાં રૂપરેખા અંકિત કરવી એટલે જ ઉદેશ છે. પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથ ઉપરથી જણાય છે કે મનુષ્ય જાતનો નવ દશ હજાર વર્ષને વિશ્વસનીય ઈતિહાસ આપણને મળી શકે છે. મનુષ્યની ઉત્પત્તિ થયાને કેટલે કાળી ગયો છે તે કહેવું બની શકે તેમ નથી. આપણામાં યુગ યુગાંતર અને મવંતરની કલ્પના છે; અને તે પ્રમાણે કરડે શાસ્ત્ર ખૂબ ખેડયું છે, અને તેની ગણત્રી આપણી તે કલ્પનાને અનુકૂળ થતી જણાય છે. ખ્રિસ્તિ ધર્મ-પુસ્તક બાઈબલમાં મનુષ્યની ઉત્પત્તિ થયાંને છે હજાર વર્ષ કહ્યાં છે, પણ એ વાત હવે યુરોપમાં પણ મનાતી નથી. એવું જણાય છે કે ઐતિહાસિક કાળના છેક પ્રાથમિક સમયમાં આર્ય નામથી ઓળખાતે મનુષ્યને એક સમૂહ એશિયાના છેક ઉત્તર ભાગમાં વસતો હતો; અને એક સામાન્ય ભાષા બોલતો હતો. આ ભાષામાંથી યુરોપની ગ્રીક, ઇટાલિક, કેલ્ટિક, ટયુટોનિક અને લૈનિક ભાષાઓ ઉપજી આવી છે; અને એશિયાની સંસ્કૃત, પ્રાકૃત, છંદ, ફારસી અને આ રમેનિયન ભાષાઓ પણ તેમાંથી જ થઈ છે. આ મૂળ ટોળામાંથી એક ભાગ છૂટે પડી યુરેપ તરફ ગયો, અને
Page #31
--------------------------------------------------------------------------
________________ તેમની ઓલાદથી યુરેપ વ. બીજો ભાગ ઇરાન તરફ ગયે; અને મધ્ય એશિયામાં થઈ એક ત્રીજો ભાગ હિંદુસ્તાન ભણી આવી પ્રથમ પંજાબમાં વચ્ચે, અને ત્યાંથી હિંદુસ્તાનમાં પ્રસર્યો. હિંદુસ્તાનમાં તે વખતે દ્રવિડ નામની જાતના જંગલી લેકે વસતા હતા, જે મૂળે તાતાર, ટિબેટને રસ્તે થઈ મધ્ય એશિયામાંથી આવેલા મનાય છે. જેમ જેમ આ હિંદુસ્તાનમાં આગળ વધતા ગયા, તેમ તેમ આ જંગલી લેકેને તેઓ દક્ષિણ તરફ બહાંકતા ગયા. ચારથી પાંચ હજાર વર્ષ પૂર્વે હિંદમાં આવેલા આ આર્યો તે વખતે પણ સુધારામાં ઘણું આગળ વધી ગએલા હતા. આવ્યા ત્યારે જ આ આ ઉત્તમ સંસ્કાર અને વિચારે પિતાની સાથે લેતા આવ્યા હોય એમ જણાય છે; અને આ વિચારો લગભગ બે હજાર વર્ષ પર્યત વિકાસ પામતા રહ્યા છે. આ કાળ વેદકાળ કહેવાય છે, અને આપણે તે કાળને એ સંજ્ઞાથી ઓળખશું. આ સમયમાં દેશની પરિસ્થિતિ અને રીતરિવાજ વાં હતાં તે આપણે જોઈએ. શ્વેદમાં આને પ્રાર્થના કરતાં આપણે જોઈએ છીએ. સૃષ્ટિક્રમ દેને સ્થાપેલ હોય છે અને કુદરત પણ દેવની આજ્ઞા પાળતી જણાય છે. વળી ઋત કિવા સત્ય-નીતિને કાયદે પણ હોય છે અને તે માણસેએ પાળજ જોઈએ; અને જે ન પાળે તેને દેવે શિક્ષા કરે છે; આવો વિચાર મુખ્યત્વે કરીને તે સમયે પ્રચલિત હોય એમ જણાય છે. પ્રાર્થનાને માટે દેવ-મંદીરે બંધાણું નહતાં. તેથી તે સમયે તેમનામાં મૂર્તિપૂજા હોય એ વાત સંભવિત લાગતી નથી. પણ સમય જતાં બોદ્ધ ધર્મ અને જૈન ધર્મ હિંદમાં ચાલવા લાગ્યા, ત્યારે લોકોને અનુકૂળ થઈ બ્રાહ્મણોએ પણ વેદધર્મમાં મૂર્તિપૂજા દાખલ કરી હોય એમ જણાય છે. વેદકાળમાં ચા હેમાદિ અને દેવતાઓની સ્તુતિ ઘેરજ થતાં, અને સગાં સ્નેહીઓ પ્રાર્થના કરી પ્રસાદી લેતા. દેવેને પ્રાર્થના કરવાથી જ કલ્યાણ થાય છે એમ મનાતું હતું; અને કલ્યાણમાં દ્રવ્ય, ખોરાક, આયુષ્ય, આબાદી, ઢોર, ગાય,
Page #32
--------------------------------------------------------------------------
________________ ઘેડા, શત્રુથી રક્ષણ, વિજય અને કવચિત અસુર શત્રુઓનો નાશ ઇત્યાદિ મગાતાં હતાં. આત્માની અમરતાના અને ભાવિ જીંદગીની આશાના ઝકારા પણ કવચિત કવચિત દેખાય છે. દેવ અમર છે એવી માન્યતા હતા. અસત્યને તિરરકાર અને પાપને ધિક્કાર જોવામાં આવે છે. હતી, અને દેવતાઓ સંતોષાય તે કલ્યાણ અવશ્ય થાય એવી માન્યતા હતી. આ દેનાં નામ પ્રત્યે જે આપણે નજર નાખીએ છીએ તે આપણને માલમ પડે છે કે પુરાણકાળના શિવ, મહાદેવ, દુર્ગ, કાળી, રામ, કૃષ્ણ ઇત્યાદિ તે નથી; તેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ જે પાછળથી આપણા સાંભળવામાં બહુ આવે છે તે પણ નથી; પરંતુ અગ્નિ, ઇદ્ર, સૂર્ય, મરૂત, આદિત્ય, ઉષા, અશ્વિનો, રૂદ્ર ઈત્યાદિની પ્રાર્થનાઓ તે સમયે થતી હતી. કેટલાક કહે છે કે એ સમયે આ પિતાનાં ઢોર ઢાંખર લઈ અહીં તહીં ભટક્તા અને બહુ તે ભરવાડશાઈ જીદગી ગાળતા હતા. પણ સમયની સ્થિતિ જોતાં આ વાત માન્ય થઈ શકે એવી નથી. ખેતીની સ્થિતિ આ બાદ હતી, અને તે વખતે ધંધા હુન્નર પણ ખીલ્યાં હતાં. કાપડ વણવાનું તેઓ સારી રીતે જાણતા હતા. સુતાર કામથી તેઓ માહીતગાર હતા. સેનાન અને લેઢાના બખતર બનાવવાનું કામ પણ તેઓ જાણતા હોય એમ જણાય છે. વળી તેઓ સમુદ્રની સફરે કરતા, અને દ્વીપો ઉપર ચડાઈએ પણ તેઓ કરતા; તેથી વહાણ બાંધવાના કામમાં તેઓ કુશળ હોય એમ જણાય છે. વેપાર તે તેઓ સારી રીતે ખેડતા હતા; અને સમય જતાં મિસર, બેબિલોન ઈત્યાદિ દૂર દેશાવરેની સાથે તેઓ વેપાર કરવા લાગ્યા હતા. ખગોળશાસ્ત્રમાં તે બેશક તેઓ અનાથી બહુ આગળ વધેલા હતા. સિંધુને કઠે, કચ્છ અને ગુજરાતમાં પણ તેઓ વધી આવ્યા હતા. નાનાં નાનાં રાજ્ય અને રજવાડાં પણ તેમણે સ્થાપી દીધાં હતાં. આવા સુધરેલા આર્ય લેકે વર્ણ ગેર અને ચહેરામાં સુંદર હતા.
Page #33
--------------------------------------------------------------------------
________________ 26 બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ હતી. ઋવેદના પ્રખ્યાત પુરૂષસુક્તમાં પણ તેમને ઇસારે છે, અને તેમની ઉત્પત્તિનું વર્ણન છે. ઉપરાંત જંગલીઓની પાંચમી જાત હતી, અને તેમને આ નિશાદ કહેતા હતા. ગામ અને પૂર વસ્યાં હતાં. ઘરે ઘણું કરીને તેઓ માટીના બનાવતા પણ પથ્થર અને ચૂને પણ વાપરતા હોય એ સંભવિત છે. ગામને કેટ અને કીલા હતા. રાજાઓ પુરોહિત રાખતા હતા, અને તેમને ગાયો ઈત્યાદિ બક્ષીસ આપતા હતા. ગરીબ અને ધનવાન–એવા વર્ગ હતા અને ગરીબ પ્રત્યે ધનવાન બહુ ઉદાર રહેતા. બહુધા એક સ્ત્રી કરવાનો રિવાજ હતો, પરંતુ આ રિવાજમાં કદિ અપવાદ પણ બનતા હશે. રાજાઓમાં બહુ સ્ત્રી કરવાનો રિવાજ હોય એમ જણાય છે. પુરૂષ વધારે બળવાન–વીર્યવાન ગણાતો હોવાથી પુરૂષને આવી છૂટ અપાતી હોય એ સંભવિત છે. તથાપિ સ્ત્રીઓની સ્થિતિ સુખી હતી અને પદવી માનવંત હતી. તેથી સ્ત્રી કુંવારી રહી બાપને ઘેર ઘરડી થાય તો તેમાં મોટું દુર્ભાગ્ય મનાતું. સ્ત્રીઓને ફરી લગ્ન કરવાની છૂટ હોય એમ પણ જણાય છે. પણ તેવાં લગ્ન કવચિત જ બનતાં હોય એમ લાગે છે. જૂઠું બેલનારા પાપીઓને ભાઈ વિનાની સ્ત્રીઓ સાથે અને પિતાના સ્વામીનું બુરું વાંચતી સ્ત્રીઓ સાથે સરખાવ્યા છે. સ્વરૂપવાન સ્ત્રી પિતાને ભાગ્યશાળી ગણતી હતી. “તે પિતજ લોકમાંથી પિતાને મિત્ર પસંદ કરી લે છે,” એમ કદમાં કહ્યું છે. દ્રવ્યની ખાતર કોઈ સ્ત્રી જે કઈ પુરૂષને પરણે તે તેની બહુ નિંદા થતી હતી. આ ઉપરથી એમ જણાય છે કે કેટલીક સ્ત્રીઓને તે પિતાને પતિ પસંદ કરવાની છૂટ હતી. તથાપિ સ્વયંવરને ચાલ નહિ હોય. રામાયણ અને મહાભારતના સમયમાં સ્વયંવર થતા હતા, પરંતુ તે પણ ઘણું કરીને રાજાએમાંજ થતા હશે. આ સઘળી વાતોથી એમ જણાય છે કે બાળલગ્ન તો તે સમયે નહિજ થતાં હેય. મુસલમાનોના ત્રાસદાયક સમયમાંજ બાળલગ્નનો રિવાજ અસ્તિત્વમાં આવ્યો હોય એમ જણાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________ સતીને રિવાજ પણ મુસલમાનોના સમયથી આર્ય સંસારમાં પેઠે લાગે છે. વેદકાળમાં પતિ મરી જતા ત્યારે તેની સ્ત્રીને મશાનમાં લઈ જવામાં આવતી હતી, ત્યાં ચેહ ઉપર બેસારી પાછી તેને ઉડાડી ઘેર આ રિવાજ અંગ્રેજ સરકારના રાજ્યમાં લૉર્ડ બેન્ટિકના સમયમાં કાયદાથી નાબુદ થયો છે. એકંદરે સ્ત્રીઓની પદવી ઉંચી ગણાતી હતી એમ લાગે છે. તથાપિ ત્રિીઓની બેવફાઇના અને વ્યભિચારના ઇસારા પણ મળી આવે છે. જૂગટું રમાતું હતું અને તેનાં બુરાં પરિણામ પ્રત્યે લેકેનું લક્ષ ખેચાવા લાગ્યું હતું. જુગારીઓની સ્ત્રી પ્રત્યે અન્ય પુરૂષો છળકપટ અને પ્રપંચ કરે છે. . એક ઠેકાણે સ્ત્રીએ ગુપ્ત સંકેત સાચવ્યાનું પણ લખ્યું છે. ગર્ભપાત ગુપ્ત રીતે થતો હોય એ સંભવિત લાગે છે, સ્ત્રીઓ ઉપર અંકુશ જોઈએ એવી સામાન્ય રીતે માન્યતા પ્રચલિત હતી. પાછળથી ઋતિકારે તો સ્પષ્ટ કહેતા કે સ્ત્રી કદાપિ સ્વતંત્ર નથી. પરંતુ તે ઉપરથી એમ સમજવાની ભૂલ આપણે કવી જોઈતી નથી કે સ્ત્રીઓની ગણત્રી ગુલામ તરીકે થતી હતી. મનુસ્મૃતિમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ રમે છે. ગ્રીસ અને રેમમાં જે ઉદ્દેશથી ગર્ભપાત થતા હતા અને બાળકેને રખડતા મૂકવામાં આવતાં હતાં તે ઉદ્દેશથી આવર્તમાં કદિ પણ એમ થયું હોય એવું જણાતું નથી. પાછળથી રજપૂતોમાં દીકરીઓને દૂધપીતી કરવાને રિવાજ પડયો હતો, પણ તેનું કારણ એ છે કે તરવારીઆ રજપૂતને “સસરે' થવામાં મેણું લાગતું હતું. આ ચાલ પણ દયાળુ અંગ્રેજ સરકારના અમલમાં છેક અર્વાચીન સમયથી બંધ પડી ગયો છે, પરંતુ લેકી કહે છે તેમાં સુધારાની વૃદ્ધિમાં વ્યભિચારના ગુન્હાને વધારવાનું વલણ હોય છે અને તેથી ગર્ભપાતના ગુન્હા પણ વધે છે. આ ગુન્હાઓ વિધવાઓ કરે ગયા છે. કારણ કે રિવાજ તરીકે જે કે પુનર્લગ્નને સ્વીકાર આર્ય સંસા
Page #35
--------------------------------------------------------------------------
________________ - 28 રમાં અદ્યાપિ પર્યત પણ થશે નથી; તથાપિ બ્રાહ્મણ વાણીઆ જેવી ઉંચ વર્ણની વિધવાઓ નાત જાતમાંથી નાશી છૂટી અન્ય સાથે ઘર માંડીને રહે છે અને સગાં સબંધી તેમને કોઈ પણ પ્રકારે કનડી શકતાં નથી. અફસોસ છે કે હાલના હિંદુઓ નાડું પકડીને બેઠા છે તે બેઠાજ છે અને બેઠા જ રહેશે. ભેગા મળીને કાંઈ તોડ કાઢવાનું તેમને ફાવતું જ નથી. બેએક વર્ષ પહેલાં વાણીઆની ના નમાં તરતની પરણેલી બે કન્યાઓ રાંડતાં નાતે તેમને ફરી પરણાવવાની પરવાનગી આપી છે એ વાત અત્યંત સંતોષકારક છે. સમજુની બલીહારી છે ! વળી વેદકાળમાં ગુલામ ભેટ તરીકે અપાતા હતા, તેથી ગુલામગીરીને રિવાજ હોય એમ જણાય છે. પરંતુ ગુલામોને ત્રાસ અપાતો હોય એમ જણાતું નથી. એકંદરે સમાજની સ્થિતિ આબાદ હતી અને લેકે . સુખી હતા. સ્ત્રીઓ સુંદર વસ્ત્રાલંકાર પહેરતી. કપડાંમાં ઉનનાં વસ્ત્રો વાપરવાને ચાલ વિશેષ હત; સૂતરાઉ કપડાં પણ વપરાતાં હશે. પુરૂષ પાઘડીઓ પહેરતા, અને સ્ત્રીઓ હાલના ખાખીઓની જટા જેવો માથે વાળને ઉભો અબેડ વાળતી. તેથી માથે ઓઢવાને, લાજ કાઢવાને કે પરદા પેશને રિવાજ હોઈ શકે નહિ. આ રિવાજ પણ મુસલમાનોના સમયથી જ પડે છે. હાલ પણ દક્ષિણમાં માથે ઓઢવાનો રિવાજ નથી. અનાજમાં જવ, ચોખા, માશ (અડદ), તલ, ધાણા ઈત્યાદિ ધાન્ય વપરાતાં હતાં. દહીં, ઘી અને મધ પુષ્કળ વપરાતાં હતાં. ફળાદિને ઉપવેગ પણ બહુ થતો હતો. યજ્ઞમાં માંસ વાપર્યાનું પણ એક ઠેકાણે કહ્યું છે. દેવને મહીજીનું બળીદાન અપાતું હોય એમ જણાય છે. સેમપાન ઇત્યાદિ કેફી પીણાના ઈસારા પણ ઘણા છે. સૂરાપાન થતું હોય એમ પણ જણાય છે. પણ એ સૂરા શામાંથી કાઢવામાં આવતો હતો તે જણાતું નથી. હાલ વિવાહ વિધિમાં જે મધુપર્ક કરવામાં આવે છે તે એક જાતને અતિથિ સત્કાર છે. અને માંસ વિના મધુપર્ક નહિ, એમ આશ્વલાયન કહે છે; અને તેમાં ગોવધ થએલા છે. અત્યારે આપણને આથી સખેદ આશ્ચર્યજ
Page #36
--------------------------------------------------------------------------
________________ ઉપજે છે ! પરંતુ પરદેશગમનની વિરૂદ્ધ બોલનારાઓએ આવી વાત ધ્યાનમાં રાખવી ઘટે છે. અત્યારે તે આપણે મધુપર્કમાં દહીં, ઘી અને મધજ વાપરીએ છીએ. રથ બનાવવામાં કે તે સમયે કુશળ હતા, અને લાકડા અને ધાતુમાં કારીગરી બનતી હતી. ભાલા, તરવાર, છરી, ફરશી ઇત્યાદિ લડા ઈનાં હથિઆર બનાવવામાં પણ તેઓ કુશળ હતા. ચામડાની કારીગરી પણ થતી હતી. જુગારીઆઓને ખેતી કરવાની ભલામણ થતી હતી તેથી કામથી પણ તેઓ જાણીતા લાગે છે; અને લેણદેણને શરાફી વ્યાપાર પણ તેમનામાં ચાલતું હતું. | વેદકાળમાં આર્યોનું જીવન એકંદરે આવું હતું. તેમાંથી તેમના આચરણનો નમુનો કલ્પવો મુશ્કેલ નથી. દેશનું નહિ, પણ પિતાની જાતિનું અભિમાન તેમને બહુ હોવું જોઈએ, અને આવું અભિમાન મનુષ્યને ઉત્તમ નીતિમાં પ્રેરનારું અપ્રતિમ બળ નીવડે છે. વળી અનાર્યોની વચમાં તેમને રહેવાનું હોવાથી તેમનામાં સંપ અને ભાતૃભાવ હોવાં જોઈએ, કારણ કે બાહ્ય સંકટથી સંપ અને ભ્રાતૃ-ભાવની લાગણીઓ બહુ કેળવાય છે અને દર થાય છે. વળી સૌ સાથે આવેલા હોવાથી દરેક કુટુંબમાં તેના વડા કે કુળ પિતાની સત્તા સર્વોપરી ગણતી હશે. આબાદ થવામાં વસ્તી વૃદ્ધિની પ્રથમ જરૂર; તેથી સ્ત્રીઓ પ્રત્યે માન અને પૂજ્ય બુદ્ધિ રહેતાં હોવાં જોઈએ. સ્ત્રીઓ પણ પોતપોતાના પતિને વફાદાર રહે અને તેનું શુભ ઈચ્છનારી હોય તે તે પણ વાસ્તવિક છે. જરૂર પડતાં જુદી જુદી જાતનાં કળા હુન્નર પણ અસ્તિત્વમાં આવ્યાં હોય તે તેમાં પણ નવાઈ નથી. રાજ્યતંત્ર પ્રથમ પ્રજાતંત્ર જેવું જ હોવું જોઈએ અને વડીલે પ્રત્યે સર્વને માન અને પૂજ્યબુદ્ધિ રહેતાં હશે. વર્ણ વ્યવસ્થા હજી ગર્ભમાં હતી, અને તેથી આમને સામને લગ્નની બહુ છૂટ હશે. છેવટે આ દેશનાં કુદરતી સૈદર્ય અને રમણીયતાથી તેમના સંસ્કારી હૃદય અને બુદ્ધિમાં કઈ અલૌકિક પ્રતિબિંબ પડતાં તેમનામાં રહેલી ગુહ્ય ધર્મ-ભાવના દેવોના કવન કરવા લાગી હશે.
Page #37
--------------------------------------------------------------------------
________________ આ બીજ સમયના સંજોગના બળે વિકાસ પામતાં ગયાં. અનાર્ય પ્રજાને જીતી પિતાના દેશને વિસ્તાર કરતાં કરતાં તેમને રાજાની જરૂર પડી. તેથી રાજ્ય બંધાવા લાગ્યાં, અને નિયમસર વ્યવસ્થા થવા લાગી. શત્રુઓને હરાવે અને દેશનું સંરક્ષણ કરે એ ક્ષત્રી-વર્ગ ઉભે થે. વેપાર વધતાં વૈશ્ય વર્ગ ઉભે થે, અને યજ્ઞયાગાદિ કરવાં બ્રાહ્મણ-વર્ગને ભાગે રહ્યાં. અનાર્યોને સુધારી તેમની દાસવર્ગ તેમણે બનાવ્યો. આમ બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ ઉભા થયા. આ બધું બ્રાહ્મણ કાળમાં અને આરણ્યકકાળમાં બન્યું લાગે છે અને સૂત્રકાળમાં સૂત્રરૂપે ગુંથાવા લાગ્યું. હવે વર્ણવ્યવસ્થા બંધાતાં અરસપરસ વ્યવહાર અને સંબંધની વ્યવસ્થા થવા લાગી. ત્રિવર્ણમાં માંહોમાંહે લગ્ન થતાં હોય એમ જણાય છે. બ્રાહ્મણ ક્ષત્રીની કન્યા પરણે અને ક્ષત્રી વૈશ્યની કન્યા પરણે તે અનુલેમ વ્યવહાર કહેવાતું. તેથી ઉલટું બને તે પ્રતિમ વ્યવહાર કહેવાતું. આ પ્રાતલોમ વ્યવહાર પ્રત્યે આર્યોને બહુ અણગમે હતે. વીર્યહાનિ કે ક્ષેત્રદોષ થતાં જે અનિષ્ટ પરિણામે આવે છે તેમને ભય આર્યોને બહુ રહેશે હોય એમ જણાય છે. તેથી જ તેમને કુળ અને જાતિનું બહુ અભિમાન રહેતું હતું. પરંતુ જન-સ્વભાવમાં રહેલું વિકારનું પ્રબળ તત્ત્વ નિયમ કે વ્યવસ્થાની બેડીને વારંવાર તેડી નાખે છે. આ વાત બરાબર લક્ષમાં ઉતારવાથી આગળ જતાં જે અનેક નાતે અને પેટા નાતે થઈ તે બરાબર સમજી શકાશે. છે પરંતુ આર્ય જીવનમાં વિચારનું એક બીજું વેન પણ વહેતું હતું. મનુષ્ય જીવનને કોઈ ગંભીર અને ગહન ઉદ્દેશ હવે જોઈએ એવી ભાવના આર્ય જીવનમાં મૂળથી જ અંતર્ગત રહેલી છે. આ ભાવનાને પિષવા અર્થ આશ્રમની વ્યવસ્થા થઈ અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ બની પ્રથમ આ ભાવના દેવપ્રાર્થના રૂપે પ્રતીત થવા લાગી; અને દેવને સંતોષવાનો પ્રયત્ન થવા લાગ્યા. પછી યજ્ઞકાળ આવતાં દેવોને બધું અપણ
Page #38
--------------------------------------------------------------------------
________________ કરવાની બુદ્ધિ થઈ. અને વહાલી વસ્તુઓને દેવોને ભેગ અપાવા લાગે. સમય જતાં પિતૃપૂજા થવા લાગી અને પિતૃઓ દેવ ગણાવા લાગ્યા. તેમાંથી સ્વર્ગને વિચાર જન્મ પામ્યો; પરંતુ તેથી આર્ય-ભાવના સંતુષ્ટ થઈ નહિ. છેવટે એ વિચાર આવે કે દેવ અમર છે તે મનુષ્યો પણ કેમ અમર ન હોઈ શકે? તેથી જીવ બ્રહ્મના વિચાર થવા લાગ્યા, અને ન્યાય, સાંખ્ય, વેદાંતાદિ દર્શને પ્રાદુર્ભાવ પામ્યાં. પરંતુ યજ્ઞકાળમાં યજ્ઞો કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ વિચાર આગળ આવ્યો. આની નીતિ મૂળથીજ સામાજીક (ઈને તેમાં સ્વાર્થ ત્યાગ અને આત્મ-ભોગનાં તો પ્રથમથી જ હતાં. આ તો યજ્ઞકાળમાં બહુ બહાર આવ્યાં. યજ્ઞમાં મુખ્ય રહસ્ય સ્વાર્થ-ત્યાગનું જ છે. બળીદાન એટલે ભોગ આપવાની વાત યજ્ઞમાં મુખ્ય છે. તેથી અશ્વમેધ, અજામેધ ઇત્યાદિ ય થવા લાગ્યા. વખતે નરમધ પણ થતા હતા. વખત જતાં યોની વ્યવસ્થા બહુ બારીક થઈ પડી, અને આખું આર્યજીવન યોથી ભરાઈ ગયું. કેટલાક યો કે જે સત્ર કહેવાતા તે બહુ લાંબો કાળ ચાલતા અને તેમની ક્રિયા બહુ સૂક્ષ્મ અને ચેકસ રીતે થતી હતી. તેથી કરીને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ વર્ગ બહુ આગળ પડ્યો, અને પશુહિંસા વધી પડી. બૌદ્ધધર્મ અને જૈનધર્મ આ વાતની સામે થયા. બૌદ્ધધર્મને આગ્રહ જાતભેદને તેડવાને પણ હતું. આ પ્રમાણે આર્ય ધર્મમાંજ વિરોધ ઉત્પન્ન થયો. તેથી કરીને બ્રાહ્મણને પણ વેદધર્મનું સ્વરૂપ સમથને અનુકૂળ કરવાનું આવશ્યક લાગ્યું. પરિણામે પુરાણના શૈવ, વૈષ્ણવ ઇત્યાદિ ધર્મો ચાલ્યા અને આગળ જતાં બંગાળામાં શાકમત ચાલ્ય, અને કાળી, દુગ ઇત્યાદિ દેવીઓ પૂજાવા લાગ્યાં. અત્યારે તે મત મતાંતર અને પંથોને પાર રહ્યો નથી. અદ્યાપિ પર્યત આયીની આંતર વ્યવસ્થા આપણે જોઈ. ધીમ ધીમે આખા ભારત વર્ષમાં તેઓ પથરાઈ ગયા; વર્ણાશ્રમ ધર્મ બંધાઈ ગયે; નાનાં મોટાં રાજ્યો સ્થપાયાં; ધર્મ ભાવના રૂપાંતર પામતી ગઈ;
Page #39
--------------------------------------------------------------------------
________________ 32 અંદર અંદર વિખવાદ શરૂ થયે; જંત્રતંત્રાદિ વહેમ છેક અથર્વ વેદના કાળથી તેમનામાં પેસવા માંડયા હતા; શાક્તમત પણ ચાલવા લાગે, અને તેથી આના જીવનમાં અધમતા આવવા લાગી. આ બધું આપણે જાણ્યું. આવી પરિસ્થિતિમાં હવે બાહ્ય તત્વનું મિશ્રણ થવા માંડે છે. - આર્યાવર્ત અતિ સમૃદ્ધિવાન દેશ છે. અને હીરા માણેકનો દેશ છે એવી ખ્યાતિ છેક વેદકાળથી પણ પરદેશમાં તેની થઈ હતી, કારણ કે આર્યાવર્તને વેપાર મિસર, બાબીલન, ઇરાન ઈત્યાદિ દૂર દેશાવરે સાથે ચાલેલું હતું. તેથી પરદેશીઓને હિંદને બહુ મેહ રહેતો હતો. બૌદ્ધ અને જૈન ધર્મની અસરથી અને ગરમ દેશની હવાના પ્રતાપે આર્ય પ્રજાનાં સત્વ અને પરાક્રમ શિથિલ થવા લાગ્યાં હતાં. . સ. પૂર્વે ચોથા શતકથી પરદેશીઓના હુમલા થવા લાગ્યા, અને તેથી દેશની પાયમાલી થવા લાગી. પ્રથમ દારા આવ્યા. પછી સિકંદર આવ્યો. સિકંદર પછી તેના પ્રાંતના હાકેમે આ તરફ આવવા લાગ્યા; પણ તેમાંથી કોઈ અહીં રાજ્ય બાંધી રહ્યું નહિ. ઈસવીસનના આરંભમાં શક કેકેએ કાશ્મીરમાં રાજ્ય સ્થાપ્યું, અને આ લેકે ચારે તરફ દેશમાં હુમલા કર્યા કરતા. આવી સ્થિતિ લગભગ પાંચસે વર્ષ ચાલી. તે પછી થોડાક સમય આર્યબુદ્ધિ પાછી જાગ્રત થઈ, પ્રજામાં ચંચળતા આવી; અને વ્યાકરણ, ભાષ્ય ઇત્યાદિ ગંભીર ગ્રંથ લખાયા. પરંતુ મુસલમાન ધર્મનું જોર વધતાં મુસલમાનોની ચડાઈઓ આ દેશ ઉપર થવા લાગી. મહમદ ગઝનીએ તે હદ વાળી. તેરમા સૈકાથી તેમનું રાજ્ય શરૂ થયું. સોળમા સૈકામાં મોગલેએ રાજ્ય સ્થાપ્યું. મેગલેના સમયમાં પણ વલંદા, ખેંચ, અંગ્રેજ ઈત્યાદિ યુરોપીય પ્રજાઓ હિંદુસ્તાનમાં વેપાર અર્થે આવતી થઈ હતી. તેમાંથી અંગ્રેજોએ ધીમે ધીમે પિતાની વગ વધારી પોતાની સત્તા સર્વોપરી કરી. આ સઘળી બીના ઇતિહાસમાં જાણીતી છે. આ ઐતિહાસિક પરિવર્તનથી હિંદુઓનું હિંદુપણું તો છેક ન ગયું, પણ તેમનું આર્યત્વ નષ્ટપ્રાય થઈ ગયું, મુસલમાની સમય જાગ્યા પહેલાં
Page #40
--------------------------------------------------------------------------
________________ 33 પણ વર્ણવ્યવસ્થા બગડવા લાગી હતી; અને આમાં કુસંપ અને કલહ વધ્યાં હતાં. હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્ય જામવાનું આ પણ એક કારણ છે. દરેક રાજ્ય પિતાને જ વિચાર કરી બેસી રહેતું; અને પાડોશી રાજ્યોનું બૂરું ચાહતું. બ્રાહ્મણ વર્ગ હજી પવિત્ર ગણતા હતા, પણ તેમનું બ્રહ્મતેજ જતું રહેવા લાગ્યું હતું. દેશમાં હજી કળા હુન્નર હતાં, પણ વેપારને ધક્કો લાગવા માંડ્યો હતો. તથાપિ રજપૂત સમયમાં આચરણને અમુક નમુનો સચવાઈ રહ્યો હતો. સત્ય, ટેક, પ્રમાણિકપણું, શૌર્ય, પરાક્રમ ઇત્યાદિ સદા હતા. પરંતુ રાજાઓ ઘણું રાણુઓ પરણતા, અને અન્ય લેકેમાં પણ તે ચાલ થયો હતો. તથાપિ સ્ત્રીઓની સ્થિતિ એકંદરે સુખી હતી. રજપૂતાણીઓ અદ્યાપિ પર્યત પણ ડાહી, ઠાવકી, અને ચતુર ગણાય છે. સ્વતંત્રતાને જુસ્સો પણ કાંઈક રહ્યા હતા. પરંતુ મુસલમાનોને સમય આવતાં આ ગુણે પણ નાશ પામવા લાગ્યા. ધર્મધ મુસલમાને હિંદુઓને વટલાવવાનો પ્રયત્ન કરતા, હિંદુઓ ઉપર ભારે કર નાંખતા, અને સામા થતા તેમને છુંદી મારતા. આવા ત્રાસથી કેટલાક હિન્દુઓ મુસલમાન થઈ ગયા, અને એટલી નાત વધી. લોકે નિર્માલ્ય અને તેજહીન થઈ ગયા, અને રિવાજ પૂર જોશમાં ચાલવા લાગ્યા. મંત્ર જંત્રાદિ વહેમનાં ઝુંડ ઉભાં થયાં; અને અનેક મતમતાંતર ચાલવા લાગ્યા. આર્યશાસ્ત્રોના બંધ શિથિલ થવા લાગ્યા અને લેકને માથે અનેક જાતની વિટંબણાઓ પડવા લાગી. પરંતુ આ દુઃખદ ચિત્રમાં એક રેખા સારી હતી. મોગલ શહેનશાહોએ હિન્દને ઘર ગણુ રાજ્યની જમાવટ અહીં જ કરી; તેથી હિન્દની સંપત્તિ હિન્દમાંજ હેતીઅને કળા અને કારીગીરીને ઉત્તેજન મળતું. ભવ્ય ઇમારતે બધા ણ, અને હિન્દના છીંટ, મજલીન ઈત્યાદિ યુરોપમાં જતાં. વળી ત્રાસ અને જુલમના સમયમાં હિન્દુઓને પિતાના ધર્મનો આગ્રહ વધ્યો, અને તેથી દિલસોજી અને સંપ વધ્યાં. પણ અસલની વિદ્વત્તા અને સત્ય-પ્રેમ રહ્યાં નહિ; તેથી શાસ્ત્રના અનુકૂળ અર્થ થતાં અજ્ઞાન અને વેહેમ વધ્યાં.
Page #41
--------------------------------------------------------------------------
________________ - 34 મેગલ શહેનશાહતના અસ્ત સમયમાં મરેડાનું જોર વધ્યું. પણ જામી ભાગની પદ્ધતિ તેમણે ગ્રહણ કરી. એનું પરિણામ એ આવ્યું કે પિતાની સત્તાકાળે પણ મરેઠાઓ ચેથ અને સરદેશમુખીને નામે લૂટફાટ જ કરતા હતા. તેથી દેશમાં સર્વત્ર અંધાધુની અને ત્રાસ પ્રસરી રહ્યાં. મધ્ય હિન્દુસ્તાનમાં પીંઢારા અને ફાંસીઆ ત્રાસ ઉપજાવતા; પંજાબમાં સીખ લેકે મહેમાંહે વઢતા હતા; દક્ષિણમાં હૈદર અને ટીપુનું રાજ્ય થડાકાળને માટે ઉદય પામ્યું અને પછી અસ્ત પામ્યું. ચોર, લૂટારા અને ચાંચીઆ ચેતરફ ત્રાસ વરતાવવા લાગ્યા. જાન માલની સલામતી રહી નહિ અને લેકે ત્રાહિ ત્રાહિ પિકારવા લાગ્યા. લડાઈ, ટંટા, અને ફરસાદ ચારે તરફ થવા લાગ્યા. આવે સમયે અંગ્રેજ યોદ્ધો બહાર પાડે, અને કળબળથી કામ કરી પિતાની સત્તા એણે સ્થાપી. સત્તાવનના બળવા પછી બ્રિટિશ શેહેન શ્રી વિકટેરિયાના નામે પરમ હિતકર બ્રિટિશ રાજ્ય ચાલવા લાગ્યું. બ્રિટિશ અમલ જેમ જેમ જામતે ગયો, તેમ તેમ જાનમાલનું રક્ષણ વધતું ગયું; અને હિન્દના ધર્મ અને કાયદાને માન અપાવા લાગ્યું. દેશી રજવાડા નિયમમાં આવવા લાગ્યા અને આધુનિક સુધારાને કાળ બેસવા લાગે. લેકે નિર્ભય થયા અને વાઘ અને બકરી એક આરે પાણી પીએ એ સમય આવ્યો. આ શાંતિને સમય આવતાં લેકેને પિતાના અભ્ય દય અને નિશ્રેયનો વિચાર કરવાનો પ્રસંગ પાછો પ્રાપ્ત થશે. સરકારે પણ લેકેને કેળવવાનો આરંભ કર્યો. યુનિવરસિટીઓ સ્થપાઈ, અને છાપાં અને વર્તમાનપત્રે નીકળવા લાગ્યાં. અંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતાં લેકે પાથી ય વિચાર અને રહેણી કરણીથી વાકેફ થવા લાગ્યા. તેમનાં કુંડ વિખેરાયાં, અને “યા હોમ કરીને પડો સુધારે આગે અમદાવાદમાં પ્રાર્થના સમાજ આસ્તિત્વમાં આવી, આર્ય સમાજ અને
Page #42
--------------------------------------------------------------------------
________________ 35 થિઓફિકલ સોસાઈટી ઉભાં થયાં, અને આર્યશા નવીનરૂપે સમજાવા લાગ્યાં. સુધારાને પવન પૂર જેસમાં કુંકાવા લાગ્યો; અને પુનર્લગ્ન અને પરદેશ ગમનની જબરી હિમાયત થવા લાગી, તાર, આગગાડી અને આગબોટ થતાં મુસાફરી અને વેપારની સગવડે વધી અને વિચારની આપ લે થવા લાગી. યાંત્રિક કળા દાખલ થતાં ગરીબીની રેજી ઉઘડી, અને પિષ્ટ ઓફીસની સેવીંગ બેકમાં નાણું જમા થવા લાગ્યાં; અને તેથી લેકમાં કરકસરની ટેવ પડવા લાગી. એકંદરે આર્ય જીવનમાં ઉત્સાહ આવ્યું, અને હિન્દનું નશીબ સુધરેલી દુનિયાની સાથે સંકળાવા લાગ્યું. પણ દેશમાંથી કળા હુન્નર ગયાં અને લેકે સરકારની નોકરી શોધવા લાગ્યા. છેલ્લા દસકામાં લેક-વિચાર અલબત્ત બદલાવા લાગે છે, અને દેશમાં ઔદ્યોગિક ચળવચળ ચાલી રહી છે. કોંગ્રેસ સ્થપાતાં લેકે રાજકીય પ્રને સમજવા લાગ્યા છે. સંસાર સુધારા કૅન્ફરન્સ પણ ભરાવા લાગી છે, અને તેમાં સાંસારિક સુધારાના પ્રશ્નો ચર્ચાય છે. સંસાર સુધારામાં અત્યારે બે પ્રશ્નો મુખ્ય થઈ પડયા છે, નાતભેદ અને નીચલા વર્ગની ઉન્નતિ, સમય એવો આવ્યો છે કે જૂદી જૂરી નાતે ભેગી મળી આ પ્રશ્નોને કાંઈક તોડ આગળથી કાઢી તૈયાર નહિ રહે તો સમયના સંગમાં રહેલાં બળે તે તેને તેડ કાઢવા પ્રવૃત થઈ જ ચૂક્યા છે. એકંદરે આર્ય જીવને હવે કાંઈક નવું જ રૂપ ધારણ કરવા માંડયું છે. પરંતુ લેકને ઘણે મેટો ભાગ હજી અશિક્ષિત છે; અને સ્ત્રી કેળવણી હજી પણ નહિવત્ છે. આ બધાં પરિવર્તનમાંથી પાશ્ચાત્ય સંસર્ગની અસર હિન્દવાસીઓનાં આચરણ ઉપર ઘણું ગભીર અને મોટી થઈ છે અને હજી થતી જાય છે. પાશ્ચાત્ય સંસર્ગથી હિન્દની પ્રગતિનું વેનજ જાણે ફરી ગયું હોય એમ લાગે છે. સૈકાઓ પર્યત જે વાત બનવી મુશ્કેલ થઈ પડી હતી, અને જે કદિ પણ બનશે એ વાત અસંભવિત લાગતી હતી, તે જોતજોતામાં આપણી નજર સન્મુખ બનતી જાય છે. જમાનાને જમાતા પર્ય દાઈ ગએલી
Page #43
--------------------------------------------------------------------------
________________ જે પ્રજાને હાશ કરીને બેસવાને વારે આવ્યો નહોતે તે પ્રજા હવે ખ્રિટિશ અમલના શાંતિદાયક સમયમાં સુખ ચેનની મીઠી નિદ્રાનું પરમ સુખ લેવા લાગી, અને કેશવકૃતિના ગાનારને “હિન્દુપણું જાય હાલ્યું’ એવો પિકાર તેમના કાનમાં નાખવાની જરૂર લાગી. પણ હિન્દુપણું હાલ્યું તે હાલ્યું તેને રોકી રાખવાનું સામર્થ્ય હવે કાઈનામાં રહ્યું હોય એમ લાગતું નથી. મેક્ષમૂલર કહે છે કે હિન્દની પ્રજામાં આળસુ અને એદી થઈ જવાનું વલણ છે; આ વાત સાચી લાગે છે. હિન્દને વેપાર માત્ર પશ્ચિમવાસીઓના હાથમાં ગયો છે, અને જે હિન્દ પ્રથમ પિતાની કારીગીરીને માટે આખી દુનિયામાં પંકાતું હતું તેજ હિન્દમાંથી કાચો માલ ખરીદાઈ પરદેશ ચડે છે અને અન્યરૂપે પાછો હિન્દમાંજ દશગણું વિશગણી કીંમતે વેચાય છે. આ બાબતમાં હિન્દ હવે છેલ્લા દશકામાં ઘણું જાગ્રત થયું છે. એક વિદ્વાન કહે છે કે આર્થિક ફેરફારથી સુધારા એની મેળે થાય છે, આ વાત પણ હિન્દના સંબંધમાં અજાબ રીતે સાચી નીવડી છે. પચ્ચીસ વર્ષમાં આપણા આચાર વિચારમાં કેટલે ફેર પડી ગયો છે ! ! રેલવે, આગટ ઇત્યાદિથી આભડછેટ ઓછી થઈ ગઈ છે; અને નાત જાતના બંધ શિથિલ થઈ ગયા છે. મોંઘવારીથી નાતવરા ઓછા થઈ ગયા છે, અને વખત જતાં તેમાં હજી પણ બહુ ફેરફાર થશે. મિશ્રલનો થવા લાગ્યાં છે અને ધર્મનો છેહ ઓછો થયો છે. બાળલગ્નો બહુ ઓછાં થઈ ગયાં છે, અને જો કે હજી વિધવાઓના પુનર્લગ્નને રિવાજ નિયમ તરીકે સ્વીકાર પામ્યો નથી, તથા૫ અન્યરૂપે પુનર્લગ્ન ઘણું થવા લાગ્યાં છે. એકંદરે સ્ત્રીઓને વધારે છૂટ મળતી જાય છે, રહેણીમાં સુખચેનનું ધોરણ ઉંચુ થતું જાય છે, અને તેથી કૂળવાન અકૂળવાનના જૂના વિચાર ઘસાતા જાય છે. અંગ્રેજી કેળવણીનો પ્રભાવજ એ છે કે ગ્રેજ્યુએટ થતાં માણસ ઘણાખરા જૂના વિચારોને એની મેળેજ મૂકી દે છે. પરંતુ સાથે સાથે શરીર સંપત્તિ ક્ષીણ થતી જાય છે, અને હાલના
Page #44
--------------------------------------------------------------------------
________________ રા યુવકેમાં મેટાઈના ખોટા વિચાર પેસી ગયા છે. પચાસ રૂપીઆ કમાતો વેપારી જે કામ કરે છે તે કરતાં મેટ્રિક થએલે યુવક શરમાય છે. ધંધા રોજગાર અને નોકરીમાં પણ હરીફાઈ વધતી જાય છે અને તેથી કમાણી જૂજ અને અનિશ્ચિત બનતી જાય છે. જ્ઞાન કેવળ એકદે દી થતું જાય છે પરદેશ ગમનની છૂટ વધતી જાય છે, પણ સાધનના અભાવે તેનો લાભ જે જોઈએ તેવો મળી શક નથી. તંદુરસ્તીના નિયમ બરાબર જળવાતા નથી, અને બાળકેનું મરણ પ્રમાણ વધતું જાય છે. મતમતાંતર વધતા જાય છે અને સાર્વજનિક સંસ્થાઓ કોમ કોમવાર થતાં માત્ર એક જાતિય બની જવાનું જોખમ તેઓ વરતી જાય છે. નાત જાતમાં અને માણસ માણસમાં અવિશ્વાસ વધતો જાય છે, અને તેથી લગ્ન જેવાં પવિત્ર કાએ પણ કરારનું રૂપ ધારણ કરતાં જાય છે. ટૂંકમાં કહીએ તો પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગથી વ્યકિવાદ આપણામાં ઘણે પેસી ગયું છે. ખરી સ્વતંત્રતા વિના ખરી ઉન્નતિની આશા રાખવી વ્યર્થ છે એ વાત હવે યુરોપ અમેરિકાના વિચારશીલ લેખકે રવીકારવા લાગ્યા છે. અર્થાત આર્થિક પરિવર્તનને લીધે જ થએલા સુધારા સંગીન રીતે શ્રેયસ્કરજ હેય એવો નિયમ નથી. વ્યક્તિવાદમાં સ્વતંત્રતાને આભાસ હોય છે, પણ સ્વતંત્રતા હોતી નથી, તેને દેખાવ ઉપરથી રમણીય અને શુદ્ધ લાગે છે, પણ તે અને સ્વાર્થવાદ જ છે. તેથી નીતિના ભોગે થતા સુધારા કોઈ પણ રીતે આદરણીય નથી. અફસ છે કે અત્યારે આપણામાં વ્યક્તિવાદ બહુ ઘુમી રહ્યા છે, અને પિતાનું જ કામ કાઢી લેવામાં ઘણું કરીને આપણે તૈયાર રહીએ છીએ. આ વ્યકિતવાદનાં પરિણામ બહુ અરાં આવ્યાં છે. નાતમાં ઘેર ઘેર પટેલીબ થયા છે, અને કહેવાતા પટેલીઆ પિતાના મોજ કામ કરતા જાય છે. ઘેર ઘેર પંક્તિગત સ્વતંત્ર અને વિદ્યાગુરૂને વિદ્યાર્થીઓ પિતાને માટે રાખેલ પગારદાર નોકરજ ગણે પિતાના નોકર જેજ લેખે છે. મોટા નાનાનો ફેર રહેતો નથી અને સી
Page #45
--------------------------------------------------------------------------
________________ 38 પોતાને ડાહ્યા અને સમજુ માને છે. આ ચિત્ર કદાચ અતિશયોક્તિવાળું લાગશે, પણ બારીક અવલોકન કરનારને તેની સત્યતા સમજાયાવિના નહિ રહે. ઉન્નતિના ક્રમમાં વ્યક્તિવાદને પણ સમાસ છે; પણ તેનાથી વેળાસર ચેતી જવું જોઈએ એટલુંજ અત્ર તાત્પર્ય છે. નીતિની બાબતમાં જોઈએ છીએ તે એકંદરે વર્તણુકમાં સભ્યતા વધી છે, પણ નિખાલસપણું ઓછું થયું છે. સ્પષ્ટ વક્તતા ઘટી છે અને સફાઈ વધી છે. નાની નાની બાબતોમાં પણ માણસને મહે સત્ય કહેતાં આપણે કરીએ છીએ-આંચકે ખાઈએ છીએ. તેથી ચશ્નપશી અને ઢાંકપીછોડો વધ્યાં છે, અને આચરણમાં કૃત્રિમતા આવી છે. દરેક બાબતમાં આપણે શું કામ કાંઈ કહેવું જોઈએ’ એજ વાત આગળ મૂકાય છે. લેકી પિતે ગ્રંથમાં કહે છે કે સુધારે વધતાં મોટા ગુના ઉપર અંકુશ મેલાતો જાય છે, પણ નાની નાની અનેક બાબતોમાં દંભ અને કૃત્રિમતા સિતાં જાય છે. અંગ્રેજીમાં જેને સભ્ય ( Gentleman) કહે છે તેનું અનુકરણ કરતાં આ પરિણામ આવ્યું હોય એમ લાગે છે. કદાચ અનેક રાજ્ય પરિવર્તતેને લીધે સાચું બોલતાં અટકી જવાની અને તે મનમાં દબાવી દેવાની ટેવ આપણને પડી ગઈ હશે. વળી હાલના સમયમાં પોલિસ કોર્ટમાં સાક્ષી પૂરવા જતાં બહુ હેરાન થવું પડે છે તેથી પણ માણસો આંખ આડા કાન કરતાં થયાં હશે, આ વાત અત્યારે બંગાળાની સરકાર અનુભવવા લાગી છે, અને ગુના પકડવામાં તેની સહાય માગવામાં તે તદન વાજબી છે. પણ નીતિની કેળવણી એકદેશી હોઈ શકતી નથી અને થઈ શકતી પણ નથી એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. એકંદરે આખું શરીર સારી રીતે કેળવાય તેજ પ્રત્યેક અવયવ સારી રીતે પિત પિતાનું કામ કરી શકે છે એવા કુદરતી નિયમ છે. તેથી સત્ય બોલવાની ટેવ એકંદરે બધી બાબતમાં કેળવાવી જોઈએ. વળી અધુરામાં પૂરું છાતીચલે કે સાધનમાં પહોંચતો માણસ આબરૂને દાવે માંડવાની બીક દેખાડે છે. આ સઘળાનું એકંદર પરિણામ એ આવ્યું છે કે નૈતિક હિંમત અને જુસ્સે લેપપામતાં જાય છે અને સ્વાર્થી માણસો હિંમતવાન બની સજજનોને વધારે વધારે છેડતા જાય છે. સાર્વજનિક અભિપ્રાય મજબુત હોય તે આમ બને
Page #46
--------------------------------------------------------------------------
________________ 39 નહ. આપણું ચારિત્ર્યને ઉચ્ચ અને ઉન્નત કરવું હોય તે આ બાબત ધ્યાનમાં લેવાની બહુ જરૂર છે. સુધારા કરવા જ્યાં ઈષ્ટ લાગે છે, ત્યાં પણ પેહેલ કરવાની હિંમત નથી. કૃત્રિમ સુધારો કઈ પણ રીતે આદરણય નથી. સમાજના વિચારે બદલાઈ સુધારો થશે આવશ્યક છે એવી પ્રબળ લાગણી જ્યાં સુધી લોકોમાં ઉભી થાય નહિ ત્યાં સુધી સુધારે ખરા સ્વરૂપે આગળ વધી શકતો નથી. કેવળ બાહ્યાનુકરણથી ફાયદો નથી. એક નાનું પણ નિર્દોષ દષ્ટાંત લઈએ. આપણી નિશાળમાં પ્રથમ સવારને અને બપોર પછી સાંજને ટાઈમ હતો. હવે તે અગીઆરથી પાંચનો થયો છે. આ ફેરફાર આપણા જેવા ગરમ દેશમાં લાભદાયક નથી. અન્ય રૂપે મુંબઈ યુનિવરસિટિએ પણ હવે આ વાત સ્વીકારી છે. અર્થાત કોઈ પણ સુધારો કે ફેરફાર સમાજના હૃદયમાંથીજ ઉભો થવો જોઈએ, અને એ ઉદ્દેશે લેક વિચારને બરાબર કેળવે જોઈએ. નવાની હિમાયત કરવા પહેલાં જૂનું બરાબર તપાસી તેમાં જે ફેરફાર કરે ઉચિત લાગે તે કરવામાં જ શ્રેય છે. દેશની સામાજીક સ્થિતિ પર નજર નાખીએ છીએ તો અનેક મતમતાંતર અને ધર્મો પ્રવર્તી રહ્યાં છે. અનેક નાત, પેટાનાતો અને તેમાં પણ જૂદાં જુદાં તડ ગામે ગામ જોવામાં આવે છે. અને તેથી અનેક અડચણે અને મુસીબતો ખમવી પડે છે. સ્વાર્થ વૃત્તિને લીધે કુસંપ અને ઈર્યા વધતાં સંપ અને સદ્દભાવ રહેતાં નથી. ઉપલક ઉપચાર થવા લાગ્યા છે, પણ રોગને મૂળમાંથી ડાંભવાના ઉપાય યોજાતા નથી. જોકે, મલે, વીમા કંપનીઓ ઈત્યાદિ થવા લાગ્યાં છે, પણ હજી વ્યવસ્થા અને ચારિયમાં ઉચ્ચાશયતાની જરૂર છે. હિંદુસ્તાનમાં ઘણી કોમ વસે છે, પણ તેમાં પારસી ભાઈઓએ પાશ્ચાત્ય સુધારાનું વધારેમાં વધારે અનુકરણ કર્યું છે. તેમના મૂળ વતન ઇરાનને મામલે ફરી જતાં એ કામ ઈસવીસનના આઠમા સૈકામાં હિંદુસ્તાનમાં આવી પ્રથમ સુરત તરફ વસી. આમ વિદેશીય સંજોગોમાં પિતાને
Page #47
--------------------------------------------------------------------------
________________ - 40 આગળ પડવાના ગુણ આવ્યા; અને પરદેશીઓના રીતરિવાજનું અનુકરણ કરવાની તેમને ટેવ પડી. મૂળ સંખ્યામાં ડા; વળી ધર્મની એકતા અને પરદેશીઓની વચમાં રહેવું, એટલે તેમનામાં સંપ રહે. હિંદુ સમયમાં તેઓ હિંદુ આચાર વિચાર માન રાખતા, અને હિંદુ પહેરવેશ પણ તેઓ પહેરતા. સુરત તરફ કોઈ પારસી ગૃહસ્થ સ્વામીનારાયણનો પથ સ્વીકાર્યાનું પણ સાંભળ્યું છે. તાત્પર્ય કે સમયને વત ચાલવામાં ચતુર અને ઉગતા જમાનાનાં ચિહ્નને ઝડપી લેવામાં કુશળ પારસી કોમે યુરેપીઅન રીતરિવાજનું ઘણું અનુકરણ કરી લીધું છે. પારસી ભાઈઓ યુરોપીઅને પિશાક પહેરવા લાગ્યા છે, અને યુરોપીઅને સાથે ખાવા પીવામાં તેમને વાંધો નથી. પારસી બહેને અંગ્રેજી કેળવણી લે છે; , મોટી ઉમરે પરણે છે: હરવા ફરવાની તેમને છૂટ છે, અને લાજ, પડદે ઇત્યાદિ રિવાજ તેમનામાં નથી. તેમનામાં જ્ઞાતિબંધન નથી, બાળલગ્ન નથી, અને પુનર્વિવાહની છૂટ છે. પરંતુ તેમની રહેવાની રીતભાતથી તેમને ખરચ વધી ગયો છે, અને તેથી લગ્નને પ્રશ્ન તેમનામાં બહુ ચર્ચાય છે. વળી તેમનો સંસાર અદરખાને સારો રો નથી એવા ધ્વનિ પણ આપણે છાપામાં સાંભળીએ છીએ. મતલબ કે પારસી ભાઈઓએ પાશ્ચાત્ય રીત રિવાજનું અનુકરણ કરવાને અખતરે આપણુ સમક્ષ કરી જોયો છે એમ સમજી, તે સુધારે કેટલે અંશે આપણે સ્વીકારે છે તે પણ તેમના દાખલાથી આપણે શીખવાનું છે. પાશ્ચાત્ય સુધારાની વિરૂદ્ધ અમે બોલીએ છીએ એમ સમજવાની ભૂલ વાંચનારે કરવી નહિ; પણ સમજીને, વિચાર કરીને આપણે આગળ વધવું છે એ વાત વિસ્મૃત કરવા જેવી નથી. * છેવટે, ન્યાયી બ્રિટિશ સલ્તનતમાં આપણું ઉદયની આશાનાં કિરણે ક્ષિતિજમાં દેખાવા લાગ્યાં છે; અને સમય જતાં આપણી આશાઓ ફળીભૂત થશેજ. પરંતુ તે સફળતાને યોગ્ય થવા આપણું ચારિત્ર્ય આપણે અવશ્ય નમુનેદાર બનાવવું જોઈએ; અને તેમ કરવાનું આપણું કર્તવ્ય છે એ વાત નિરંતર લક્ષમાં રાખવાની છે.
Page #48
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ ઈતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે મનુષ્યનું આચરણ જમાને જમાને બદલાતું આવ્યું છે. વેદકાળમાં યજ્ઞયાગાદિ સત્યાય ગણાતાં હતાં. જૈનના જમાનામાં જીવદયાને ધર્મ સર્વોપરી સત્તા ભોગવતો હતો; અને વચનીપણું ઈત્યાદિ ગુણ સર્વોપરી સદ્દગુણોનું સ્થાન ભોગવતા હતા. આમ થવાનું કારણ શું? એ રૂપાંતર થવામાં કેવા કેવા સંજોગે કારણભૂત થતા ગયા ? અને તેનાં પરિણામ કેવાં કેવાં આવતાં ગયાં ? એ વાત પ્રજાઓના ઇતિહાસમાંથી તારવી આપવાનું કામ નીતિશાસ્ત્રના ઇતિહાસકારનું છે. અને એજ વાત યુરોપીય પ્રજાના ઈતિહાસમાંથી આપણે ખેળવી છે. પરંતુ સામાન્ય રીતે નીતિનું સ્વરૂપ આપણે શાને આધારે બાંધવું? એ પ્રશ્ન આરંભમાંજ ઉભો થયો છે. આ પ્રશ્ન છે કે અધિક અંશે તત્ત્વજ્ઞાન વિષય છે, તથાપિ યુરોપીય પ્રજાની નૈતિક ઉન્નતિના ક્રમની તપાસ દુર્ભાગ્યે આ પ્રશ્નનું નિરાકરણ કરવું સહેલું નથી, કારણ કે વિગતો પરત્વે દાર્શનિકમાં મતભિન્નત્વ ઘણું છે. વળી “આંતર-પ્રત્યક્ષ” અને “ઉપયોગિતાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતને લઈને, છેક પ્લેટ અને એરિસ્ટોટલના કાળથી નીતિનાં ' દર્શનેમાં બે મુખ્ય વિભાગ પ્રચલિત છે. પરંતુ આ બન્ને મતોનાં સ્વરૂપ
Page #49
--------------------------------------------------------------------------
________________ 2 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. તેમના ભિન્ન ભિન્ન અનુયાયીઓએ અર્વાચીન સમયમાંજ સ્પષ્ટ કરેલા છે; છે અને તેમની દલીલીને લીધે બુદ્ધિને સંશયગ્રસ્ત થવાને અવકાશ રહે છે. એક બીજી બ્રાંતિ પણ અત્ર દૂર કરવી ઉચિત છે. “તમારો નીતિને સિદ્ધાંત માનવાથી અનીતિમાન પરિણામ આવે છે, એમ જે કઈ દાર્શનિકને કહેવામાં આવે છે તેથી પિતાની જાતની વિરૂદ્ધ એ ટીકા થાય છે એમ સમજી તે માણસ વખતે ગુસ્સે થાય છે. પરંતુ એમ ગુસ્સે થવાનું કાઈને કાંઈ કારણ નથી. નીતિપર થતા વાદવિવાદનું એક ખાસ લક્ષણ એ છે કે દરેક આચાર્ય પોતાના પ્રતિપક્ષીની વિરૂદ્ધ એવી જ દલીલ આપે છે. પ્રતિવાદીના સિદ્ધાંતમાંથી કર્તવ્યને વિચાર આપણામાં જન્મી શકતા નથી અથવા આપણે કર્તવ્યપરાયણ રહી શકતા નથી એમ બનાવી આપવા વાદીનો પ્રયાસ હોય છે. અને તેથી આવા પ્રકારની દલીલ આંતરનીતિવાદી અને જનહિતવાદી એકબીજાની સામે કરે છે. પરંતુ તેટલા ઉપરથી તે તે નીતિવેત્તાના પિતાના ચારિત્ર્ય ઉપર આક્ષેપ આવી જાય છે એમ સમજનાર, વ્યવહારમાં નીતિના સિદ્ધાંત કેવું સ્થાન ભોગવે છે એ વાત બરાબર સમજવામાં ભૂલ કરે છે. નૈતિક સિદ્ધાંતેમાંથી આપણા નૈતિક મનેભાવ ઉપજી આવતા નથી, પરંતુ સિદ્ધાંતના સ્થાપનની પૂર્વે લાંબા વખતથી તેમના ભાવ આપણું ચારિત્ર્યમાં સ્થાપિત થએલા હોય છે. અને એવી રીતે સ્થાપિત થયા પછી ઘણું કરીને તેમના વિશે આપણે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરવા બેસીએ છીએ. તેથી કરીને મનુષ્યની વિચાર પદ્ધતિમાં કિવા મનનમાં અપૂણતા હોય, છતાં તેના નૈતિક વર્તનમાં અપૂર્ણતા ન હોય એ વાત બને તેવી છે. તેથી કેઈ નીતિવેત્તાના સિદ્ધાંતમાંથો તર્કની દ્રષ્ટિએ ગમે તેવાં પરિણામ આવી શકતાં હોય; તથાપિ તે પિતે અનીતિમાન છે એમ તેથી માની લેવાનું કે વાસ્તવિક કારણ નથી. ઉપર કહેલા સિદ્ધાંતોને લેખકે જૂદા જૂદાં નામ આપે છે અને તેમના અનેક વિભાગ પાડે છે. આંતરનીતિવાદને કેટલાક પ્રેરણવાદ કહે છે અને જનહિતવાદ બાહ્મનીતિવાદને એક વિભાગ લેખાય છે. આંતરનીતિ
Page #50
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. વાદીઓ એમ માને છે કે આપણું મનેભાવની નૈતિક સારાસારતાનું ભાન અને તેમના પ્રત્યે આપણું કર્તવ્યની સમજ આપણને અંતરમાં એની મેળે પ્રત્યક્ષ થાય છે. આપણુમાં એક એવી સ્વસિદ્ધ શક્તિ રહેલી છે કે જેને લીધે શુભેચ્છા, સત્ય, દાંપત્ય ધર્મ ઈત્યાદિ સર્વ ગુણે બીજા કરતાં વધારે ઉત્તમ છે અને આ ગુણ આપણે કેળવવા જોઈએ અને તેમના વિરોધી ગુણોને દબાવી દેવા જોઈએ એમ આપણને એની મેળે વિદિત થાય છે; બાહ્ય અનુભવનું તે કામ નથી. અર્થાત તેઓ એમ કહે છે કે મનુષ્યના સ્વભાવની રચનાજ એવી છે કે નીતિના વિચારની સાથે જ તે વિચારને આચરણમાં મૂકવાનું બંધન રહેલું છે; અમુક જાતનું વર્તન આપણું કર્તવ્ય છે એમ જાણવામાં જ વ્યવહારમાં તેવું વર્તન કરવાનું કારણ આપણને બુદ્ધિગમ્ય અને પૂરતું થાય છે; અને તેવા વર્તનમાંથી ઉપજતા પરિણામ ઉપર દ્રષ્ટિજ રાખવાની નથી. આપણું કર્તવ્યના મૂળ નિયમ આપણને પ્રેરણાથી જ પ્રાપ્ત થાય છે. તેમના પ્રતિપક્ષીઓ કહે છે કે નીતિના મૂળ નિયમોનું આમ સ્વાભાવિક પ્રત્યક્ષ આપણને થતું જ નથી. પાપ પુણ્યનું જ્ઞાન, આપણી મનોવૃત્તિઓ અને કાર્યોના મુકાબલાનું જ્ઞાન આપણને સ્વભાવસિદ્ધ નથી, પરંતુ જે માનુષી જીવન સુખમાં પર્યવસાન પામે છે તેના નિરીક્ષણથીજ તે પ્રાપ્ત છે. અર્થાત જે કાર્યોથી માણસ જાતનું સુખ વધે અથવા દુઃખ ઓછું થાય તે સારાં; તેથી વિરૂદ્ધ જે કાર્યોનું વલણ હેય તે નઠારાં. તેથી કરીને મોટામાં મોટી સંખ્યામાં વધારેમાં વધારે સુખ હસ્તગત કરવું એ ઉત્તમ ઉદ્દેશ નીતિને હોય છે અને જે માણસ એમ કરવામાં સફળ થાય તે માણસ સદ્દગુણનું સ્વરૂપ છે એમ સમજવું. આ પાછલા સિદ્ધાંતીઓ પિતાના સિદ્ધાંતનું મંડાણ બાહ્ય અનુભવ ખશું, હવે અહીં પ્રશ્ન આમ થાય છે. ખરી વાત છે કે કેટલાંક કાર્યો માણસ જાતને સુખકારક છે એ અનુભવથી જણાય છે. પરંતુ તેટલા માટે તે કાર્યો કરવાનું આપણું કર્તવ્ય છે એવું નૈતિક બંધન ક્યાંથી આવી જાય છે? જે કાર્યો સમાજને ઉપયોગી છે એમ અનુભવ જણાવે તે સારાં-એમ
Page #51
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જે માણસ માનતો હોય તે માણસ એમ પણ જે સાથે માનતિ હોય કે સ્વાર્થ અને પરાર્થના વિરોધ સમયે પણ, તેનું પિતાનું નહિ પણ પારકાનું સુખ શોધવાનું તેના ઉપર નૈતિક બંધન છે, તે પછી તે માણસ આ અનુભવજન્ય સિદ્ધાંતને અનુયાયી રહેતું નથી. મારા સુખની સાથે બીજાનું સુખ જે વધતું હોય તે તેમાં મને અડચણ નથી. પણ મારા સુખના ભોગે બીજાનું સુખ મારે શા માટે શેધવું ? અને છતાં તે શોધવુંજ એમ જે હું માનતે હૈઉં, તે પછી આંતરવાદીઓની પેઠે નૈતિક બંધનનું ભાન સ્વભાવસિદ્ધ છે એમ પણ હું માનું છું એ વાત નો. ઉપલા અનુભવવાદીઓની પણ કાંઈક આવીજ દશા થાય છે. હીસન કહે છે કે સર્વ સદ્દગુણે શુભેચ્છા કિંવા પરોપકારમાં અંતર્ગત છે; છતાં એ પોપકાર વૃત્તિની સર્વોત્તમતા અને નૈતિક બંધન નૈતિક ઇંદિયથી આપણને પ્રત્યક્ષ થાય છે. હયુમ કહે છે કે કાર્યની ઉપયોગિતાથી સદ્દગુણનું પારખું થાય છે, અને તેટલે અંશે બેશક હયુમ જનહિતવાદી છે. પરંતુ તે એમ પણ કહે છે કે આપણું સદ્દવર્તન પરેપકારી હોય છે, અને સદ્દગુણ કે દુર્ગુણનું ચિંતન જ્યારે આપણને થાય છે ત્યારે એક ખાસ પ્રકારની લાગણી કે રસવૃત્તિ આપણામાં ઉભી થાય છે, અને તેની સાથે સંમતિ કે અસંમતિની સ્વાભાવિક મનોવૃત્તિ ઉપર આપણા વર્તનને આધાર હોય છે અને આ મનોવૃત્તિ યુક્તિથી સાધ્ય નથી, પણ સ્વભાવ—સિદ્ધ છે. કાર્યોનું અને મનભાવનું તેલન તેમના પરિણામથી કરવાનું છે; અને જેને લીધે મનુષ્ય જાતનું સુખ વધે તે સારું અને જેથી તે ઓછું થાય તે નઠારું–એટલું કહેવાથી જનહિતવાદનું વર્ણન સવશે થઈ જાય છે એમ ધારવું ભૂલભરેલું છે. કારણ કે તેથી તે નીતિપરત્વે એકજ પ્રનને ઉત્તર આપણને મળે છે. પરંતુ દરેક નીતિવેત્તાએ બે પ્ર”નના ઉત્તર આપવાના છે. કર્તવ્ય એટલે શું ? અને તે શા માટે આપણું કર્તવ્ય થાય છે? ફલાણું ફલાણું વર્તન આપણે કરવું જોઈએ એમ કઈ નીતિવેત્તા આ પણને કહે તે ઠીક છે, પણ તે કરવાનું બંધન આપણને કેવા પ્રકારનું છે? . આંતરવાદીઓ કહે છે કે ખરું ખોટું જાણવાનું સામર્થ્ય આપણને
Page #52
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવસિદ્ધ ઈતિહાસ. સ્વભાવ-સિદ્ધ છે. અનુભવવાદીઓ કહે છે કે તે માત્ર તેમને ભ્રમ છે. તે જાણવાનું માત્ર એકજ સાધન છે અને તે સુખ દુઃખનું પૂર્વજ્ઞાન છે. અમુક આચરણ કરવાની આપણી ફરજ છે તેમ કહેવામાં તાત્પર્ય માત્ર એટલું જ છે કે જે તેમ નહિ કરીએ તે આપણને દુઃખ થશે. મનુષ્યના આચરણનું પ્રયોજન સુખ કે દુઃખાભાવજ હોય છે, બીજું કશું નહિ. આપણે સદગુણી શા માટે થવું અથાત્ બીજાનું ભલું કરવાનો પ્રયાસ આપણે શા માટે કરવો? તેનું કારણ માત્ર એટલું જ કે તેથી આપણને એકંદરે ઘણામાં ઘણું સુખ થવાનું છે. કામાં, અનુભવવાદીઓને એ મત છે કે જેથી મનુષ્ય જાતનું ણામ આવે તે દુર્ગુણ; અને અનુભવથી સંસ્કાર પામેલે સ્વાર્થ તે આપણા ભિન્ન અર્થ થાય છે, તેથી કરીને તે મતનાં અનેક રૂપાંતર થએલાં છે. એમાંથી છેક હલકી પંકિતને મત મેંડવિલને છે. તેના મત પ્રમાણે પિતાના મનોવિકાર તૃપ્ત કરવા માંડે, તે રાજકર્તાઓને અમલ ચલાવે મુશ્કેલ થઈ પડે. તેથી વિકારોને દબાવી પિતાની કોમનું ભલું કરવા માણસોએ પ્રવૃત્ત થવું જોઈએ એવો ઉપદેશ તેઓ કરવા લાગ્યા અને પોતાને ઉદેશ પાર પાડવા લેકની મિથ્યાભિમાનની લાગણીને તેઓ ઉત્તેજવા લાગ્યા. મનુષ્યો કાંઈ જનાવર નથી કે પોતાના વિકારની તૃપ્તિ માટે માંહોમાંહે કપાઈ મરે, મહાન નર તે તેજ કે જે પિતાની કોમને માટે પોતાની જાત અર્પણ કરી દે. કાયદા, ખિતાબ અને માન અને અકરામની નવાજેશ કરીને, મેટાં મોટાં નિરંતર વખાણ કરીને, અને નિરૂપયોગી મોજશોખમાં જે માણસે લાગ્યું રહે તેમની અતિ નિંદા કરીને, છેવટે મનુષ્યના મિથ્યાભિમાનને એવું તે પ્રદીપ્ત એમણે કરી મૂકયું કે તેથી લોકોમાં એવા સદાચરણને માટે સ્પર્ધા થવા લાગી વળી વિકારોને દબાવતાં ઘણી જાતનાં દુઃખદ પરિણામ આપણાથી દૂર રહે છે એમ જ્યારે માણસને માલમ પડતું ગયું ત્યારે સદ્દવર્તન રાખવાનું એ પણ એક નવું કારણ મળ્યું. વળી દરેક માણસને એમ પણ "
Page #53
--------------------------------------------------------------------------
________________ યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પણ લાગતું ગયું કે બીજાના આત્મ-ભોગથી પિતાને તે લાભ જ થાય છે; તેજ હોય છે. આમ આત્મ-બેગમાં સૌને સર્વોત્તમતા સમજાવા લાગી. અને પરિણામે જેથી સમાજને નુકસાન થાય તેને દુર્ગુણ કહી સૌ નિંદવા લાગ્યા અને જેથી સમાજને લાભ થાય તેને સદ્દગુણ કહી તેની સૈ પ્રશંસા કરવા લાગ્યાં. પરંતુ આ મત તરફ લોકોનું હવે વાજબી દુર્લક્ષ છે. * પરંતુ સાંકડા વિચારના કેટલાક જનહિત વાદીએ હૈબઝના અનુયાયી ઓ છે. તેઓ કહે છે કે માણસની પ્રવૃત્તિ માત્ર સ્વાર્થથી જ થાય છે. માત્ર મળે તે પુણ્ય અને ન મળે તે પાપ. સદ્દગુણને સદ્દગુણની ખાતર કોઈ ઇચ્છતું નથી; એમ બનવું જ અશકય છે. પરમેશ્વરને આપણે કલ્યાણકારી કહીએ છીએ તેનું કારણ એટલું જ કે આપણું કલ્યાણ તે કરે છે. કોઈ આપણું સારું કે નરસું બને બની કરી શકે એમ છે છતાં આપણું ભલુંજ તે કરશે એમ જ્યારે આપણને ખાત્રી થાય છે ત્યારે તેના તરફ આપણને પૂજ્ય બુદ્ધિ થાય છે. ભક્તિ કરવાથી સુખ અને મા મળશે, નહિ તે દુઃખ થશે એમ માની માણસે પ્રભુની ભકિત કરે છે. નીતિને દરેક મને ભાવ આપણું સ્વાર્થ બુદ્ધિનું કઈને કઈ અંશે રૂપાંતર માત્ર હોય છે. બીજા આપણને મોટા ગણી માન આપે, વખત આવ્યે તેઓ પણ આપણા ઉપર ઉદારતા બતાવે, અને બીજાની ઈચ્છાઓ આપણે પણ તૃપ્ત કરી શકીએ એવી આપણામાં શક્તિ છે એવો આપણને તેથી સંતોષ કહે, માટે આપણે ઉદારતા કરીએ છીએ. દયા પણ આપણે આપણા ઉપરજ બતાવીએ છીએ, અન્ય ઉપર નહિ. બીજાનું દુઃખ જોઈ તેવું દુઃખ આપણને પિતાને કદિ પડે તેની તીવ્ર કલ્પના થવાથી બીજા પ્રત્યે આપણે દયાની લાગણી બતાવીએ છીએ. આપણું ઉપર દુ:ખ પડવું ન જોઈએ એમ ગણી જેના ઉપર દુઃખ પડવું લાજમ નથી તેના પ્રત્યેજ આપણે ઘણું કરીને દયા બતાવીએ છીએ. મિત્રતા પણ વાર્થવૃત્તિને પિષવાજ શોધાય છે. જેની આપણને જરૂર હોય તેને જ મિત્ર કરવા આપણે મથીએ છીએ.
Page #54
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. પરંતુ જનસ્વભાવની આ ગણના મનુષ્યને જંગલી દશામાં મૂકે છે અને તેથી નીતિનું નામ જ રહેતું નથી, કારણકે આ સિદ્ધાંત પ્રમાણે સર્વ આચરણ એક ટિનાં થઈ જાય છે. વળી જે આ સિદ્ધાંત પ્રમાણે સૈ વર્તવા માંડે તે માણસે માહે માંહે વઢી મરે અને કોઈને સ્વાર્થ સરવાનો પ્રસંગજ રહે નહિ. પણ સુભાગે એ આપણ વાસ્તવિક સ્થિતિ નથી. અનુ. ભવ આપણને એમ શીખવે છે કે બીજાની સહાય વિના અને સમાજની કોઈક વ્યવસ્થા વિના આપણી ઘણી ખરી ઈચ્છાઓ પાર પાડી શકતી નથી. તેથી આપણું કુદરતી હવસનું કાંઈક નિયમન કરવાની આવશ્યકતા રહે છે. આ નિયમને માટે કાયદા રચાય છે અને પારિતોષિક અને દંડથી તેમનું સમર્થન થાય છે, અને આમ સમાજના શ્રેયમાં વ્યકિતનું શ્રેય ગણવા લાગે છે. તેથી જ હૈબ્સ કહે છે કે નિરંકુશ રાજ્ય–શાસન પદ્ધતિમાં સર્વોત્તમ શ્રેય છે; રાજાની આજ્ઞા સર્વોપરી છે અને તે આજ્ઞાઓનું પાલન એજ નીતિ. વળી તેથીજ કરીને આ મતના અન્ય અનુયાયીઓ રાજ્ય સ્થાપન કળાને નીતિ-શાસ્ત્રનું મુખ્ય અંગ ગણે છે; કારણકે તેમના મત પ્રમાણે આપણું સઘળું વર્તન સ્વાર્થથીજ થાય છે. સમાજના લાભની સાથે આપણા લાભની એકતા તે રદ્દગુણ; અને આ એકતાનો વિવેક કાયદાથી સાધ્ય હોવાથી, કાયદા બાંધકાર અને નીતિવેત્તાની ફરજે લગભગ સરખી હેય છે. પરંતુ આ રાજ્યસત્તા ઉપરાંત લેક-અભિપ્રાયનું એક બીજું બળ પણ તેઓ સ્વીકારે છે. સગુણથી આપણને ખ્યાતિ અને મિત્રતા મળે છે; દુર્ગુણથી નિંદા અને દુશ્મનાવટ પ્રાપ્ત થાય છે. કાયદાથી મળતી કેળવણીને લીધે અને સમાજનાં ભિન્ન ભિન્ન અંગ ભૂતનાં હિત એક બીજા ની સાથે ઓતપ્રોત થએલાં હોય છે એવા વધતા જતા અનુભવને લીધે, એક જાતને એવો લેકમત ઉભો થતો જાય છે કે જેને અનુકૂળ રહી માણસે શાંત અને મિલનસાર રહેતાં શીખે છે, અને સુખચેનમાં પોતાનાં જીવ ગાળે છે. આવી રીતે ન્યાય, ઉપકારવૃત્તિ, વિનય, નિષ્પક્ષપાતતા, વિશુદ્ધ અને પાતિગત્યના ગુણ અસ્તિત્વમાં આવતા જાય છે. આ ગુણોથી ( જે સમાજને સુખ થતું ન હોય તે તેમને દુર્ગુણ કહેવા જોઈએ, અને જેમ
Page #55
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, જેમ સુધારો આગળ વધતો જાય છે તેમ તેમ આ લોકમત વધારે વધારે દઢ થતો જાય છે, માણસના ચારિત્ર્ય બંધાતાં જાય છે અને તેથી લેકે વધારે વધારે નિઃસ્વાર્થી થતા જાય છે. ત્યારે પ્રૌઢનીતિવાળો અને નિઃસ્વાર્થી કેણ એ પ્રશ્ન થતાં આ મતવાળાઓ જવાબ આપે છે કે તે માણસ પિતાનું જ સુખ શોધવામાં કેવળ મશગુલ રહે છે, પણ તે સુખ એ એવી રીતે શેધે છે કે તેની પિતાની તૃપ્તિની સાથે બીજાને પણ તેથી સુખ મળે છે. પ્રાચીન કાળથી લેકે કહેતાં આવ્યા છે કે જે માણસ દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરીને પિતાનું સુખ શોધે છે તેનું જીવન યથાર્થ નીતિમાન જ હોય છે તેઓને આ મત ઘણો આદરણીય થાય છે અને દરેક માણસ સ્વભાવથી જ પોતાનું સુખ શોધવામાં તત્પર હોય છે એ તેમને મત હોવાથી, દુર્ગણ એ અજ્ઞાનનું પરિણામ છે એ પ્લેટના સિદ્ધાંત ઉપર આમ અન્ય રીતે આપણે આવીએ છીએ. સદ્દગુણ એ સુખની પ્રાપ્તિ માટે વિચારવંત ઉદ્યમ છે, દુગુણ અવિચારી ઉદ્યમ છે. સદ્દગુણ તો વ્યવહાર-નિપુણતાની શાખા માત્ર છે. સુખદુઃખની ગણત્રી કરતાં ન આવડે તે દુર્ગુણ. જેને સમાજજની નીતિ સુધારવાને ઉદ્યમ આરંભ હોય તેને બે જ રસ્તા ખુલ્લા છે. દરેકને સ્વાર્થ બીજાના સ્વાર્થની સાથે વધારેને વધારે જોડાએલ કેમ રહે તેના ઉપાય એણે યોજવા; અને જે અજ્ઞાનતાને લીધે માણસ પિતાને ખરે સ્વાર્થ સમજી શકતો નથી તે અજ્ઞાનતા દૂર કરાવવી. અર્થાત નીતિનું શાસ્ત્ર માત્ર ગણિતનો જ વિષય છે. જે પતિવ્રત્ય કે સત્યથી સુખ કરતાં દુઃખ વધારે થતું હોય અથવા મેટા સુખના ભોગે નાનું સુખ મળતું હોય તે તેવા આચરણમાં પાપ છે, મુર્ખાઈ છે. જે ગુણેને સદ્દગુણ ગણવામાં આવે છે તેમને આચરણમાં મૂકવાથી આપણને લાભ થતો ન હોય તે તે પ્રમાણે વર્તવાનું આપણને કોઈ બંધન નથી. અર્થાત આખું નીતિશાસ્ત્ર આ ચાર નિયમમાં સમાઈ જાય છે: (1) જે સુખમાં કાંઈ દુ:ખ ન હોય તે
Page #56
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ: ભેટી લેવું; (2) જે દુઃખમાં કાંઈ સુખ ન હોય તે તજી દેવું; (3) જે જે સુખ મેળવતાં તેના કરતાં પણ મોટું સુખ અટકી જતું હોય અથવા તેથી સુખ કરતાં દુ:ખ વિશેષ થતું હોય તો તે સુખ તજી દેવું; (4) જે દુઃખથી મોટું દુઃખ અટકી જતું હોય અથવા મેટું સુખ મળે તેમ હોય તે. તે દુઃખ ભોગવી લેવું અત્યાર સુધી ઐહિક સુખ દુઃખની વાત થઈ. પણ તે મતના કેટલાક અનુયાયીઓ પારલૌકિક સુખ દુઃખને પણ નૈતિક આચરણમાં કારણભૂત ગણે છે. જે માણસ સ્વભાવથી જ સ્વાર્થી હોય તો પછી તેઓ નિઃસ્વાર્થી કેમ થઈ શકે ? એ મુશ્કેલી આ મતમાં મુખ્ય છે. પારલૌકિક સુખ દુઃખનો વિચાર વચમાં લાવવાથીજ આ મુશ્કેલી ટળી શકે છે એમ કેટલાક કહે છે. ઍહિક સુખો ઉપર આપણા પૂરેપૂરો અમલ ચાલતું નથી; પણ સર્વજ્ઞ ન્યાય-કર્તા એક એવો છે કે જે આપણે સર્વ કાર્યને બદલે પરલોકમાં પણ જરૂર આપશે જ—એ વિચારથી બેશક માણસને સદાચારમાં પ્રવૃત્ત રહેવાનું મન વધારે થાય છે. તેથી આ મતવાળાઓ કહે છે કે જે કોઈ માણસને યોગ્ય લાભની આશા ન હોય તે તેણે પિતાના સુખને વામાં અડચણ નથી, કારણ કે તેને બદલે અન્ય દુનિયામાં તેથી વિશેષ સુખ મળવાનું છે. સ્વર્ગની પ્રાપ્તિ અને નરકમાંથી મુક્તિ–એ બન્ને માટે જ આપણું આચરણ માત્રની પ્રવૃત્તિ થાય છે. અને મૃત્યુ પછી પણ પહોંચે એવી સ્વાર્થની ગણત્રી કરવી તેજ સદ્દગુણ; અને આ ગણત્રી સિવાય અન્ય થઈએ છીએ એવી વિધર્મીઓની માન્યતા કેવળ ભ્રમજનક છે. કેવળ નફાટાની દૃષ્ટિથી જોઈએ તે આ મત વિરૂદ્ધ બે આક્ષેપ મૂકી શકાય છે. સ્વર્ગ-પ્રાપ્તિને માટે સદ્દગુણના કેટલા સંચયની જરૂર છે એ આ મતમાં ચોક્કસ ઠરાવેલું ન હોવાથી પરિણામ એ આવે કે કેટલાક દુખ આ દુનિયામાં નિર્ભયતાથી આચરી શકાય. આને જવાબ તેઓ એમ આજે
Page #57
--------------------------------------------------------------------------
________________ 10 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. છે કે આવી અનિશ્ચિતતાને લીધે જ જેમ બને તેમ ધર્મ-ભાવનામાં માણસે ઉત્સાહી રહેવું એ ડહાપણનું કામ છે અને વળી દરેક જાતના સદ્દગુણ કે દુર્ગુણને માટે પ્રભુના દરબારમાં ક્રમવાર કેઠે ઘણું કરીને તૈયાર છે. બીજે આક્ષેપ એ છે કે આ દુનિયાના સુખો એ કસ છે એટલી વાત તે સિદ્ધ છે; પણ પારલૌકિક સુખની એવી ખાત્રી કયાં છે? એ સુખો આપણને મળશે કે કેમ તેની કોને ખબર છે? આના જવાબમાં તેઓ કહે છે કે પારલૌકિક સુખ દુખ એવાં ગંભીર પ્રકારનાં અને મોટાં છે કે તેમની સંભવિતતા કે શયતાની ખાતર પણ ડાહ્યા માણસે તે મેળવવા કે દૂર કરવા પ્રયાસ કરે જોઈએ. જનહિતવાદના વિશાળ પ્રવાહને કાંઈક તજી દઇને કેટલાક વળી એમ કહે છે કે જનહિતતા એ નીતિના કાયદાનો પાયો નથી, પણ પ્રભુની ઈચ્છા અથવા પિતાની મરજીમાં આવે એવું એણે આપેલું ફરમાન એજ નીતિને કાયદો. છતાં આ મતવાળાનો મોટો ભાગ તે જનહિતવાદી જ રહે છે; કારણ કે આપણે એમને પૂછીએ કે ઈશ્વરની ઈચ્છા આપણે શી રીતે જાણવી? તો તેઓ કહે છે કે સાક્ષાત ઈશ્વર આવીને તે પિતાની ઈચ્છા આપણને પ્રગટ કરતું નથી, પરંતુ ઉપયોગિતાના કાયદાથી એ ઇચ્છાનું શોધન થઈ શકે છે. કુદરતના નિરીક્ષણથી સાબીત થાય છે કે ઈશ્વરની ઇ કલ્યાણકારી છે અને મનુષ્યનું કલ્યાણ જ ઈશ્વર ઈચ્છે છે. એટલા માટે જે વર્તનથી એ ઉદેશ સફળ થતું હોય તે વર્તન ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ સમજી લેવું. કેટલીક આજ્ઞાઓ ધર્મ-પુસ્તકમાં આપેલી જ હોય છે. અને ન આપી હોય ત્યાં જનહિતતાને નિયમ લગાડી છે. હવે તે ઇચ્છા આમ જાણી શકાય છે એમ આપણે કબુલ કરીએ તો પણ હજી પ્રશ્ન થાય છે કે એ ઈચ્છાને તાબે આપણે શા માટે થવું ? આ પ્રશ્નના બે જવાબ છેઃ પ્રથમ તે, ઈશ્વરને ઉપકાર આપણું ઉપર અત્યંત છે, માટે સ્વાભાવિક રીતે જ તેની ઈચ્છા પ્રમાણે આપણે વર્તવું જ જોઈએ. પણ આ જવાબ આંતરવાદીઓને છે. બીજે જવાબ એ કે સૃષ્ટિ-કર્તાની પાસે અસંખ્ય દાન અને દંડ તૈયાર છે. આ જવાબ આ મતવાળા સામાન્ય રીતે સ્વીકારે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. સારાંશ કે તેમના મતે, નીતિને વિષય મનુષ્યનું કલ્યાણ છે, ઈશ્વરની ઈચ્છા તેને કાયદો છે, અને સતત સુખ તેનું પ્રયોજન અને ઉદ્દેશ છે. આ પ્રમાણે આપણે સ્વભાવના ઉત્કૃષ્ટ અને હલકા વિભાગના ભેદનું ભાન થવા માટે આપણુમાં એક એવી કુદરતી સ્વભાવ-સિદ્ધ શક્તિ રહેલી છે કે જેને લીધે આપણું કર્તવ્યના કાયદાનું ભાન અથવા આપણું વર્તન કેવા પ્રકારનું થવું જોઈએ તેનું પ્રકાશન આપેઆપ આપણને થઈ જાય છે એ વાતની આ અનુભવવાદીઓ ચોખ્ખી ફુલ જેવી ના કહે છે. સુખની ઈચ્છા કે સદાચારમાં કે મનોભાવમાં જે કાંઈ પ્રશંસનીય તત્ત્વ રહેલું હોય તે તે માણસ જાતનું સુખ વધારવાનું તેમાં રહેલું વલણ માત્ર છે; અને કર્તાએ માનેલું કે વાસ્તવિક સુખ જ માત્ર તેના સદાચારનું પ્રયોજન છે. અને આ પ્રયોજન સિદ્ધ કરવા જે સાધનની અપેક્ષા છે તે ઉપ જાદી જાતનાં અને જુદાં જુદાં વજનવાળાં તેઓ માને છે. પેલે ધર્મ ઉપર ભાર મૂકી કહે છે કે સદાચારનું પ્રયોજન માત્ર એજ છે, જે કે અન્ય સ્થળે એ બીજા સાધનોને પણ સ્વીકાર કરે છે. દેવી દાન અને દેડ, કાયદાની સજા અને સામાજીક શિક્ષા–એ સાધને લેાક સ્વીકારે છે. શારીરિક રાજકીય, નૈતિક અથવા સામાજીક, અને ધાર્મિક એવા વિભાગ એના બેન્જામ પાડે છે. ત્યાં દુરાચારથી શરીરની જે દુર્દશા થાય તે શારીરિક, મંત્રીઓના કાયદાથી જે શિક્ષા થાય તે રાજકીય, સામાજીક વ્યવહારમાંથી ઉપજનાં સુખ દુઃખ તે નૈતિક; અને પારલૌકિક દાન અને દંડ તે ધાર્મિક.. જનહિતવાદીઓ કહે છે કે મનુષ્યનું જીવન સ્વાર્થથી શરૂ થઈ નિસ્વાર્થમાં પરિણમે છે. પણ તેઓ કહે છે તેમ જે મનુષ્ય જન્મથીજ સ્વાથ હોય તે આગળ જતાં તે નિઃસ્વાર્થી કેમ થઈ શકે છે એ બાબતને ખુવાસો તેમણે કરવો જોઈએ. અર્થાત મનુષ્યના સ્વભાવમાં નિઃસ્વાર્થનું તત્વ મૂળ જ ન હોય તે તે આવી જાય છે જ્યાંથી તેઓ કહે છે કે સ્વાર્થને વૃત્તિઓને સ્વીકાર અને વિચાર–સાહચર્યને સિદ્ધાંત. 34
Page #59
--------------------------------------------------------------------------
________________ 12 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જન-સ્વભાવની રચનાજ એવી છે કે બીજાના આનંદમાં સ્વાભાવિક રીતે જ આપણે આનંદ માનીએ છીએ એ વાત તો સામાન્ય માણસને પણ સમજાઈ જાય એવી સ્પષ્ટ છે. છતાં એ વાતની હસ્તે સાફ ના કહી છે; અને હેવેશિયસની શાળાના લેખકે એમ પણ સાબીત કરવા મથ્યા છે કે સઘળી કૌટુંબિક અને મિલનસાર લાગણીઓ, જે માણસના ઉપર આપણી ચાહના હોય છે તે પ્રિયજન આપણને આવશ્યક હોવાથીજ આપણે બતાવીએ છીએ. સહૃદયતાનાં સુખ દુઃખ વાસ્તવિક છે એવો સ્વીકાર બેન્જામે કર્યો છે, પરંતુ પિતાના સિદ્ધાંતને અનુસરી, પિતાના લેખમાં એ સ્વીકારને એણે આગળ પડવા દીધો નથી; અને સદાચારના સાધનોની નોંધ માં એ સ્વીકારને સ્થાન એણે આપ્યું નથી. તથાપિ, એ મતના પાછલા અનુયાયીઓ એવા સ્વીકારની તરફેણમાં છે, જો કે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે બાબત તેમનામાં મતભેદ છે. કેટલાક કહે છે કે વિચારસાહચર્યના બળે સ્વાર્થમાંથી જ પાપકારની લાગણીઓ જન્મે છે. બીજાને એના મત પ્રમાણે તે લાગણીઓ આપણું સ્વભાવના અસલ અંશ છે. તેમની ઉત્પત્તિને પ્રકાર ગમે તે હોય, પણ તેમના અસ્તિત્વને સ્વીકાર તેઓ આમ કરે છે; અને કહે છે કે તે લાગણીઓને કેળવવી એ નીતિને મુખ્ય ઉદ્દેશ છે, અને તેમના ઉપયોગથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ સદાચારની પ્રવૃત્તિનું એક મુખ્ય કારણ છે. આંતરવાદીઓ પણ એમજ કહે છે, છતાં બન્નેના મતમાં ભેદ છે અને તે બે પ્રકાર છે. બને કબુલ કરે છે કે પરોપકાર અને દ્વેષ બન્ને વૃત્તિઓનું અસ્તિત્વ જનસ્વભાવમાં છે અને તેમને ભિન્ન ઓળખાવતી કુદરતી શક્તિ આપણામાં રહેલી છે; પરંતુ આંતરવાદીઓ કહે છે કે આ બનને વૃત્તિએ સન્મુખ થતાં તેમાંથી એક સારી અને બીજી નઠારી એવું સહજજ્ઞાન આપણને થાય છે, પણ જનહિતવાદી એ વાતની ના પાડે છે. બીજો ભેદ એ છે કે પરોપકારનાં કાર્યો કરવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે એ વાત બનેને માન્ય છે; પણ જનહિતવાદીઓ કહે છે કે એ આનંદને માટેજ પરોપકારમાં આપણી પ્રવૃત્તિ થાય છે. પણ ઘણા ખરા અતરવાદીઓ કહે છે કે
Page #60
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ, 13 એ આનંદ આપણને અનાયાસે જ પ્રાપ્ત થાય છે, અર્થાત આપણી પ્રવૃતિનું પ્રોજન એ આનંદ નથી. પરંતુ જનહિતવાદીના સિદ્ધાંતમાં વિચાર-સાહચર્યને નિયમ ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. વસ્તુઓને પ્રથમ આપણે ઈચ્છીએ છીએ તેનું કારણ કે તેથી આપણને સુખ મળે છે. પણ વસ્તુ અને તેથી મળતું સુખ આપણું અનુભવમાં એવાં સંકલિત થઈ જાય છે કે એક વિચાર આવતાં બીજાનો વિચાર આવ્યા વિના રહેતો નથી. તેથી સુખને વિચાર ધ્યાનમાંથી ખસી જતાં વસ્તુની ખાતર જ વસ્તુને પછી આપણે ચાહીએ છીએ. એ જ પ્રમાણે સગુણને પણ સદ્દગુણની ખાતર આપણે ચાહીએ છીએ. પરંતુ વિચાર-સાહચર્યના આ નિયમને સ્પષ્ટ અને વિસ્તૃત સ્વરૂપમાં મૂકનાર હાર્ટલી છે. એની દષ્ટિ તે માત્ર માન–શાસ્ત્ર ઉપરજ હતી. પણ જ્યારથી જનહિતવાદીઓએ નીતિશાસ્ત્રમાં એ નિયમને ઉપયોગ કરવા માંડ્યો છે, ત્યારથી જ તેનું માહાસ્ય ઘણું વધી ગયું છે. આ નિયમની સત્યતા વિષે ગમે તે વિચાર આપણે બાંધીએ, પણ જે લેકે એમ કહે છે કે સ્વભાવથી જ મનુષ્યનું કેવળ સ્વાર્થી જીવન વિચાર–સાહચર્યના બળેજ છેવટે અત્યંત બીન-સ્વાર્થી થઈ શકે છે, તે લોકોના બુદ્ધિબળની તે કાંઈક તારીફ આપણે કરવી પડે છે. કેવળ સ્વાર્થ-વૃત્તિમાંથી કેવળ પરોપકાર વૃત્તિ કેમ જન્મે છે એ વાત તેઓ લેભ-વૃત્તિના દષ્ટાંતથી સમજે છે. પૈસે જાતે સુખ આપી શકતા નથી. તેમ તે ખુદમાં કાંઈ પ્રશંસનીય તત્ત્વ નથી. ભૂખ લાગે તે પૈસે ખવાત નથી. અથવા રૂપીઓની હાર કરી તેમાં બેસી દિલ્હી જવાતું નથી, પરંતુ આપણી ઘણી ખરી ઈચ્છિત વસ્તુઓ મેળવવાનું તે સાધન માત્ર છે. તેથી આપણું મનમાં સુખના વિચારની સાથે તે સંલગ્ન થાય છે. તેથી આપણે તેને ઈચ્છીએ છીએ. હવે પૈસાથી વસ્તુઓ ખરીદ થઈ શકે છે એ વાત મનમાંથી અળગી થતાં પૈસાની ખાતર કે પૈસાને ચાહે તે તે વાત બને તેવી છે. અને કંજુસની કહાણી પણ બીજી શી હોય છે! દુઃખ વેઠીને પણ તે પૈસો જ ભેગા કરે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________ 14 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આંતરવાદીઓ કહે છે કે માણસેમાં મરણોત્તર કીર્તિને લેભ હોય છે; તેથી એમ સિદ્ધ થાય છે કે મનુષ્યના સ્વભાવમાં નિઃસ્વાર્થનું તત્વ મૂળથીજ રહેલું છે. જનહિતવાદીઓ કહે છે કે એ વાત ખેતી છે. મનુવ્યનું આચરણ મૂળે તે સ્વાર્થની શોધમાં જ ફરે છે, પણ પછી વિચારસાહચર્યના બળે તે નિઃસ્વાર્થ રૂપે પ્રતીત થાય છે. પ્રશંસા સ્તુતિ કરનારને પ્રેમ સૂચવે છે અને બીજાના પ્રેમનું આપણને લક્ષ્ય બનાવે છે. પણ પછી તે સાધન મટી ઉશ બની જાય છે, અને તેનું ઘેલું પછી માણસને એવું તે લાગી જાય છે કે જે પ્રશંસા પિતે કાને સાંભળવા રહેવાને પણ નથી એવી મુઆ પછીની કીર્તિ મેળવવા દુઃખ વેઠીને પણ તે પ્રયાસ કરે છે. પ્રશસાથી કેટલાક લાભ આપણને થાય છે તેથી આપણે તેને પ્રથમ ઈચ્છીએ છીએ. પણ પછી લાભની વાત અળગી રહી જાય છે અને પ્રશંસાને શોધતા ફરીએ છીએ. એજ ન્યાયે પ્રશંસાને છોડીને જે વસ્તુઓથી સ્વાભાવિક રીતે અથવા ઘણું કરીને પ્રશંસા પ્રાપ્ત થતી હોય તે વસ્તુઓ ઉપરજ આપણું મન એટયું રહે છે. આમ આપણા સઘળા નૈતિક મનેભાવ આ કિમિયા જેવી કૃતિને જ ઉપકૃત છે. સ્વભાવથી માણસમાં પરેપકાર વૃત્તિ હોતી જ નથી. પ્રથમ તે એના આચરણનું નિયમન કેવળ સ્વાર્થથીજ છે. પરંતુ બાળક અવસ્થામાં માતૃભાવ સાથે પિતાનું સુખ જોડાએલું છે એમ એ શીખે છે. જરીક મેટ થતાં કુટુંબની સાથે તે સંયુક્ત થએલું એને સમજાય છે, અને ઉમરે પહોંચતાં પિતાની જ્ઞાતિ, ધર્મ, દેશ, અને છેવટે આખી આદમ જાતની જોડે તે જોડાએલું છે એમ એને સમજાય છે. આમ નિઃસ્વાર્થ પ્રેમ છેવટે રચાય છે. બીજાને દુઃખી જોઈ પિતાનાજ દુઃખની દુઃખદ સ્મૃતિ બાળકમાં જાગ્રત થાય છે, અને બાળકની કલ્પના શક્તિને ઉશ્કેરી આ સ્મૃતિને માબાપ દઢ રાખતાં જાય છે. વળી નિશાળમાં પણ એકનાં સુખ દુઃખ કઈને કઈ રીતે સર્વ સાથે જોડાયેલાં લાગે છે. અને આમ બીજાઓનાં દુઃખ સાથે આપણું પિતાના દુઃખને વિચાર જોડાઈ જાય છે અને આપણામાં દયાની લાગણી ઉત્પન્ન થાય છે, શુભેચ્છા અને ન્યાય માણસે આચરે છે તે એટલા માટે કે
Page #62
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. બીજાઓ પણ તેમના પ્રત્યે તેવી શુભેચ્છા અને ન્યાય આચરે, તેમના પ્રત્યે પૂજ્યભાવથી જુએ, અને ભવિષ્યમાં તેમને બદલે તેમને મળે એવી આશાથી. પરંતુ વિચાર–સાહચર્યના બળે, શુભેચ્છા અને ન્યાય જે પ્રથમ સાધનજ હોય છે તે પાછળથી આચરણના મુખ્ય ઉદ્દેશ થઈ પડે છે. અને તેથી વિરૂદ્ધ વિચા–સાહચર્યના બળે દુષ્ટ ઈચ્છા અને અન્યાય પ્રત્યે વિરૂદ્ધ લાગણીઓ ઉભી થાય છે. આમ સદ્દગુણ અંતે આપણુ વૃત્તિઓને વિષય બને છે. બીજા કોઈ પણ મૂળ કરતાં, જેને આપણે સદ્દગુણી કાર્યો કહીએ છીએ તેમાંથી, આપણી મોજ અને આનંદને મોટે ભાગે આપણને પ્રાપ્ત થાય છે. બીજાના સદ્દગુણથી આપણને અસંખ્ય લાભ મળે છે. આપણે પિતાને સદ્દગુણ આપણા પ્રત્યે બીજાને પૂજ્યભાવ ઉપજાવે છે, અને તેથી આપણને લાભ થાય છે. તેથી સદ્દગુણની સઘળે પ્રશંસા થાય છે અને દણની નિંદા થાય છે. ધર્મ પણ બોધ કરે છે કે અનહદ્ સુખની આશા સદ્દગુણ સાથે સંકલિત છે અને અનંત દુઃખની બીક દુર્ગુણમાં રહેલી છે. એટલા માટે સુખદ વસ્તુઓના વિચાર સાથે સદ્દગુણ ખાસ કરીને સંકલિત થઈ જાય છે. પરંતુ વિચાર–સાહચર્યના બળે માણસો સદાચારને સ્વતંત્ર રીતે ચાહવા લાગે છે એટલું જ નહિ પણ સદાચાર પાળતાં પછી આપણને આનંદને ઉભરો આવે છે અને દુરાચાર કરતાં તીવ્ર વેદના થાય છે, આનું નામ આપણી મને દેવતા. આ મનદેવતા આપણા જીવનનો મુખ્ય સિદ્ધાંત થાય છે, અને આ મનોદેવતાને નાફરમાન થવા કરતાં આ દુનિયાની સઘળી ચીજોને ભોગ આપ બહેતર છે એમ આપણે શીખેલા હોવાથી, સદાચારના અતિ ઉચ્ચ શિખરે આપણે પહોંચીએ છીએ. પણ એ બધો પ્રતાપ વિચાર–સાહચર્યને છે. આ બુદ્ધિશાળી મત તરફ ઘણું લેકનાં મન આકર્ષાયાં છે; કારણ કે અનુભવવાદીઓને સિદ્ધાંત સમજતાં જે જે મુશ્કેલીઓ આવે છે તેમાંથી કેટલીકનું નિરાકરણ આ મતથી બેશક થાય છે. દષ્ટાંત તરીકે, આંતરવાદીઓ કહે છે કે સદ્દગુણ તરફ આપણે સહેજે આકર્ષાઈએ છીએ અને દુગુણ પ્રત્યે આપણને સહજ અણગમે હોય છે, તેથી કોઈ વાત સારી છે
Page #63
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. યા નઠારીએ નૈતિક નિર્ણય આપણને તાત્કાલિક અને પ્રત્યક્ષ-સિદ્ધ છે. અને તેથી કરીને તેમાં પંડે પેટે કરેલી સ્વાર્થની ગણત્રીને ગંધ પણ હેત નથી. છતાં પણ જનહિતવાદીઓ કહે છે કે આપણા સઘળા નૈતિક નિર્ણયો મુદે સ્વાર્થનીજ ગણત્રી હોય છે. આના જવાબમાં વિચાર–સાહચર્યવાદીઓ કહે છે કે વિચાર–સાહચર્યના બળે એક પ્રકારની એવી વૃત્તિ આપણામાં ઉપજી આવે છે કે પછી એજ આપણે એવા નિર્ણયમાં કારણભૂત થાય છે. આમ મનોદેવતા આપણા સ્વભાવમાં એક વાસ્તવિક અને અગત્યનું તત્વ બને છે. તેથી સદ્દગુણથી ઉપજતા દૂરસ્થ પરિણામેની દરકાર રાખ્યા વિના સુખના એક પ્રકાર તરીકે સદ્દગુણને સદ્દગુણની ખાતર માણસ ચાહે તે તે શક્ય વાત છે. વળી કેળવણી ઉપર આ મત એટલું બધું વજન મૂકે છે કે તેથી પણ વ્યવહારમાં અગત્યનું સ્થાન એને પ્રાપ્ત થાય છે. સુખકારક વસ્તુઓ પ્રત્યે આપણી વૃત્તિ અવશ્ય ખેંચાય છે. એટલા માટે વિચાર-સાહચર્યના નિયમને જેમ બને તેમ વેહેલે અમલમાં મૂકી મનુષ્યોને એવી રીતે કેળવી દેવાં કે તેથી સદાચાર પ્રત્યે તેઓ આકર્ષાયલાં રહે અને દુરાચાર પ્રતિ તેમને તિરસ્કાર ઉપજે. સદાચારની સાથે પ્રશંસા અને સુખ જોડાએલાં છે એવું સમજવાની જે નાનપણથી જ ટેવ આપણને પડે, તે આપણી પ્રવૃત્તિ સદાચારમાં સહેલાઈથી થશે અને દુરાચારની સાથે જોડતાં જે શીખશું, તે દુરાચારી થઈશું. તેથી કેળવણી કિંવા મહાવરાથી જે સ્વભાવ આપણે પાડશું તે પડશેજો કે આ સ્વભાવ કેળવણીનું પરિણામ હોવાથી કેવળ કૃત્રિમ અને વિચાર-સાહચર્યના બળેજ ઉપજેલે હોય છે. છતાં આ સિદ્ધાંત માત્ર આપાતરમયજ છે, કારણ કે વાસ્તવિક રીતે તે સ્વાર્થનેજ સિદ્ધાંત છે. સદ્દગુણની ખાતર સઘળી વ્યાવહારિક વસ્તુ એને ભોગ આપને સદાચારી માણસ આ મત પ્રમાણે માત્ર પોતાના મને માનેલી મોટામાં મોટી મેજ મેળવવાને જ ઉત્સુક હોય છે. કેઈપણ રીતે પૈસાને ઉપભેગા કરવા કરતાં માત્ર પૈસા ભેગા કરવામાં જેમ કંજુસ વધારે આનંદ માને છે તેમ આ મતનો સદાચારી માણસ ગમે તે ભોગ
Page #64
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 17 આપીને પણ પિતાના માનસિક વિલાસમાંજ મેજ માને છે. સિદ્ધાંતની આવી દશા અટકાવવા તેઓ કહે છે કે મેજની ખાતર જેમ માણસ અફીણ લેવું શરૂ કરે છે, પણ ટેવ પડયા પછી દુઃખ થવા છતાં તે છોડતું નથી, તેમ સદાચારની ટેવ પડયા પછી સદાચાર પણ છોડતા નથી. પરંતુ આ દલીલ પણ વાસ્તવિક નથી કારણ કે મેજની ખાતર શરૂ કરેલા દુર ચારની ટેવ મોજ ન મળે ત્યારે પણ માણસથી છેડાતી નથી તેનું કારણ એમ છે કે તેમ કરતાં અશાંતિ અને બેચેનીને લીધે મનની તીવ્ર વેદના એને થાય છે અને આ વેદના અટકાવવા પિતાની બુરી ટેવ એ જારી રાખે છે. તેથી દુઃખને દૂર કરવાના ઉપાય તરીકે અથવા બની શકે તેટલું વધારે સુખ મેળવવાની ખાતર જેનું સઘળું વર્તન થાય તે માણસ મુ સ્વાર્થી કે આપમતલબી છે એમ કહેવામાં ભાષાને દુરૂપયોગ થાય છે એમ કહી શકાય નહિ. અને આટલી વાત સાચી હોય તે બાહ્યનીતિવાદની બધી શાખાઓ સ્વાર્થાવલંબી છે એમ કહેવામાં અસત્યને ઉચ્ચાર થતો નથી. છતાં હઝ, મૅડવિલ તથા પેલેના મોજવાદમાં અને જનહિતવાદના સંસ્કૃત સુખવાદમાં ફેર છે એ વાત પણ આપણે સ્વીકારવી ઘટે છે. વળી, સદાચાર આચરનાં એક પ્રકારનો સંતોષ આનંદ આપણને થાય છે એમ જ્યારે આંતરવાદીઓ કહે છે ત્યારે તેમની ભાષા અને આ સુખવાદીઓની ભાષામાં જ કેર જણાય છે. સઘળાં શ્રેષ્ઠ આચરણને અંતર્ભાવ હલકા અને સ્વાથી ત:માં બનાવીને પિતાના સિદ્ધાંતની સપાટીએ જનસ્વભાવને ઉતારી પાડવાને મુખ્ય આશય મોજવાદીઓને હતો. સુખ અને સ્વાર્થના બંધનમાં એવી ઉત્કૃષ્ટતા મૂકવી કે તેમાં સર્વોત્તમ સદાચારને સમાવેશ થઈ જાય એ આશય પાછળથી થએલા કેટલાક સુખવાદીઓને હતે. જોકે આપણી મનોદેવતા મૂળે સ્વાર્થમાંથીજ વિચાર–સાહચર્યના બળે ઉપજી આવે છે, છતાં તે દેવતા જન-સ્વભાવનું ખરું તવ છે અને આપણું જીવનમાં તે માર્ગદર્શક થવી જોઈએ એ વાત હોટલીના અનુયાયીઓ સ્વીકારે છે. સહદય વૃત્તિઓની સત્યતા પણ તેઓ એવીજ રીતે સ્વીકારે છે. ખરેખર નિઃસ્વાર્થ વર્તનની શકયતા તેમને મતને અનુસાર તેઓ સ્વીકારી શકે નહિ એ વાત
Page #65
--------------------------------------------------------------------------
________________ યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ આત્મ-ભગ આપીને માણસ પોતાનું સર્વોત્તમ સુખ મેળવે એ વાત બને તેવી છે; અને સદાચાર અને સુખનું સાહચર્ય ત્યારે જ સંપૂર્ણ થયું કહેવાય અને દુરાચારના ફળમાંથી ઉપજતા આનંદ કરતાં વધારે દુઃખ તે આચરવામાં જેને લાગતું નથી તે માણસની નીતિ કઈ પણ રીતે વાસ્તવિક ગણાય નહિ. આ પ્રમાણે સિદ્ધાંતમાં જે કે આ મત તેને તેજ રહે છે, છતાં પાછળના અનુયાયીઓ તેનું તાત્પર્ય એક બદલાવી નાખે છે. આ પ્રમાણે અનુભવવાદીઓના મતમતાંતર આપણે જાણ્યા. હવે તે તે મત સ્વીકારતાં શી શી અડચણ આવે છે તે આપણે જોઈશું. પછી આંતરવાદીઓને મત આપણે શા માટે સ્વીકારે તે કહેશું. પરંતુ આપણી નૈતિક ભાવનાઓ સ્વભાવસિદ્ધ હોવાથી જેકે અનુભવજન્ય નથી હતી, તે પણ અનુભવથી તેમનું પ્રકટીકરણ થઈ દઢ થાય છે. તેથી આ પ્રકટીકરણ કેવી રીતે થાય છે તેને વિચાર ચલાવી આ પ્રકરણ આપણે સમાપ્ત કરીશું, કે જેથી કરીને રાજકીય કે ધાર્મિક સંસ્થાઓની અસર આપણી નૈતિક ઉન્નતિ ઉપર કેવી થઈ છે તે જોવાની તક આપણને મળે. મનુષ્ય જાતની લાગણીઓ અને ભાષામાં સત્ય સમાએલું છે; તેથી અર્થ સહિત તેમનો મુદ્દો સાચવે એ નીતિના દરેક સિદ્ધાંતને માટે આવશ્યક છે. આ ન્યાયે તપાસતાં જનહિતવાદ બિલકુલ ટકી શકતો નથી. ખરું કહીએ તે જનહિતવાદના જેવો દૂષિત બીજા કોઈ મતને લેકે ગણતા નથી. સ્વાર્થ અને ઉપયોગિતા એ સદ્દગુણથી તદ્દન નિરાળી વસ્તુઓ છે એમ દરેક જમાનામાં લોકોએ જાણ્યું છે, અને દરેક ભાષામાં આ વિલક્ષણતાને સ્વીકાર છે. પ્રતિષ્ઠા, ન્યાય, પ્રમાણિકતા ઇત્યાદિ સદ્દગુણને અર્થ કાર્યદક્ષતા, ચતુરાઈ, કે સ્વાર્થના અર્થથી કેવળ જૂદેજ થાય છે એ બધા સમજે છે. સ્વાર્થમાં પણ પરોપકાર થઈ શકે છે એ વાત ખરી, તથાપિ તે બને વાતે ભિન્ન ભિન્ન છે એટલું જ નહિ પણ તે વિરેાધી છે એ
Page #66
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. સમજવું જરીએ કઠિન નથી. ફલાણે માણસ આબરૂના ઉંચા વિચાર પિતાનું જીવન ગાળે છે એમ જ્યારે આપણે કહીએ છીએ, ત્યારે પિતાને અથવા સમાજનો સ્વાર્થ શોધવામાં જ એ તત્પર હોય છે એમ કહેવાને આપણે આશય હેતે નથી. સાર્વજનિક અભિપ્રાય એ છે કે સદગુણશાળી વર્તનમાં આત્મ-ભોગનું તત્ત્વ અવશ્ય હોય છે અને બદલામાં કઈપણ જાતના આનંદની આશા વિના જેમાંથી ઓછામાં ઓછો સ્વાર્થ સરે તેવા માર્ગનું જાણી જોઈને ગ્રહણ કરવામાં આત્મ-ભગ સમાએલે છે. છતાં નીતિને આ સિદ્ધાંત કહે છે કે સમજુ માણસના સઘળા માણસના વર્તનનું પ્રયોજન માત્ર સ્વાર્થ જ હોય છે. પરંતુ તે પ્રમાણે જાણી જોઈને કોઈ વર્તવા માંડે, તો એનું આચરણ દુષ્ટ અને તુચ્છ ગણાયા વિના રહેતું નથી. સ્વાથી વન નિર્દોષ હોય તે પણ તેને સદ્દગુણ કહી શકાતું નથી, અને સદ્દગુણનાં કાર્યો સ્વાર્થી ઇરાદાથી થાય છે એમ કહેવામાં સદ્દગુણને પ્રતિષેધ જ થાય છે. અંતરના ઉંડા ભાગમાં જઈને નીતિને સિદ્ધાંત જેવાને આગ્રહ આપણે રાખીએ, અથવા કોઈ મિત્ર યા દુશ્મનનું આચરણ આપણે તપાસવા બેસીએ, અથવા ઐતિહાસિક મનુષ્યો યા કોઈ નવલકથા કે નાટકના પાત્રનું તેલન કરવા આપણે તત્પર થઈએ, તે નીતિના નિયમ પરત્વે આપણું વૃત્તિઓ એવાજ પ્રકારની છે એમ આપણને માલમ પડે છે. જેટલે અંશે પિતાનાજ આનંદની ઈચ્છાથી માણસની સદાચારમાં પ્રવૃત્તિ થાય છે, તેટલે અંશે તેની કિંમત ઓછી એકાય છે; અને તદ્દન સ્વાર્થી માણસ નરાધમ ગણાય છે, પણ કેવળ નિઃસ્વાથીની ગણના અતિ ઉત્તમ થાય છે. એટલા જ માટે કેવળ સત્યની ખાતર રાજ-વૈભવ તળ ચાંડાળનું સેવન કરતા હરિ. ચંદ્ર રાજાની પ્રશંસા આપણે કરીએ છીએ. એટલા જ માટે એક વચનની ખાતર વનવાસ ભોગવતાં પાંડની આષણે વાહવાહ બોલીએ છીએ. આમ સઘળા જમાના, સઘળી પ્રજાઓ અને સામાન્ય લોક-અભિપ્રાય જે વાતને સર્વોત્તમ ચિન તરીકે ઓળખે છે તે જ વાતની આ સ્વાર્થવાદીઓ ના કહે છે. આ પ્રમાણે જે સિદ્ધાંત કેવળ બાહ્ય અનુભવના બળે આપણું નૈતિક જીવનના કાનુને સમજવાનો પ્રયાસ કરે છે તેજ સિદ્ધાંત, જે લેકે
Page #67
--------------------------------------------------------------------------
________________ wanaona 20 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સિદ્ધાંતને રચવાનો પ્રયાસ કર્યા વિના પિતાના એવા અનુભવના આધારે વરતે છે તેમના વર્તનથી કેવળ વિરૂદ્ધ વાત કરે છે, અને સામાન્ય રીતે લેકે જે નૈતિક ભાષા વાપરે છે તેને ભેદ માત્ર ભુસી નાંખે છે; આટલીજ હકીકત તે સિદ્ધાંત સાચે ન હોઈ શકે તેની સબળ સાબીતી છે. અનુભવવાદી અહીં કહે છે કે લેકે પિતાના જીવનના મુખ્ય નિયમો બાબત બ્રમમાં છે અને નીતિ પરત્વે શબ્દમાં જે ભેદ તેઓ ભાખે છે તે પણ બ્રજ છે. પરંતુ જાણ્યા વિના જે કઈ કામ માણસ જીંદગી પર્યત કર્યા કરે છે તેનો અર્થ એટલે જ થાય છે કે તેના રહસ્યની તેને ખબર નથી; પણ તેટલા ઉપરથી તે ખોટું કરે છે એમ સિદ્ધ થતું નથી. - વળી કેટલાક કહે છે કે આનંદ એટલે ઈદ્રિયજન્ય ઉપગ અથવા વિલાસ નહિ, પણ સદ્દગુણી આચરણથી જે સંતોષ ઉપજે છે તે. પરંતુ એમ બોલવાથી પણ તેમના મતની સિદ્ધિ થઈ જતી નથી, કારણ કે કોઈ ભોગ આપતાં તેમાંથી થતા દુઃખ કરતાં એ સંતોષનું સુખ ઘણું વધારે છે એમ માની જે માણસ સદાચારી રહેતા હોય તે અંતે સુખવાદી જ રહે છે. ખરું કહીએ તો, સદ્દગુણના સંતોષનું સુખ શોધે મળતું નથી, પણ સગુણુની ખાતર સદગુણી રહેતાં તે સહજ ચાલ્યું આવે છે. કેવળ બીનસ્વાર્થી આસ્થા અહીં ફળીભૂત થાય છે; અને સદાચારને ખરે સંતોષ નિષ્કામ પ્રવૃત્તિથી જ પ્રાપ્ત થાય છે એ વાતનું ભાન માણસેના નૈતિક અભિપ્રાયેના મુળમાં રહેલું હોય છે. દેવતાઈ દરમ્યાનગીરીની વાત બાજુએ રાખીએ તે પણ આપણા સ્વભાવના નિયમને અનુસાર એક પ્રકારની કલ્યાણ કારી અસર પ્રાર્થનાથી ભકતોનાં હૃદય ઉપર એની મેળે થાય છે. દીનભાવે અત્યંત ભક્તિમાન બનીને અને પિતે દેવની સમક્ષ ઉભો રહે છે એવી અત્યંત સચેત કલ્પનાથી ઉત્સાહપૂર્વક જે અનન્ય ભક્ત પ્રાર્થના કરે છે. તેની માનસિક સ્થિતિ અતિ ઉન્નત અને તેના સુખની વર્ધક થાય છે. પરંતુ તે સિવાય અન્ય કોઈ આશા જેને સ્વાર્થમાં હોય છે તેને એ લાભ કદિ પ્રાપ્ત થશેજ નહિ. પિતાની પ્રાર્થનાને પ્રત્યુતર થશે એવી જેને આસ્થા કે આશા નથી તેની માનસિક દશા ઉજત થવી અશક્ય જ છે. માત્ર પથ્થરની મૂર્તિ
Page #68
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ–સિદ્ધ ઇતિહાસ. માં કઈ એવી શક્તિ નથી કે તમારા હૃદયને એ ઉન્નત બનાવી દે. તખ્તશ્વરની ટેકરી ઉપર જઈ કઈ ખ્રિસ્તિ મહાદેવની પ્રાર્થના કરે છે તે પિકળ પ્રાર્થનાથી તેને શું લાભ થવાને હતે? વળી અવિવેકી ઉદારતાથી મળતું આનંદ કોઈ વ્યક્તિ કે સમાજને થતા નુકસાનથી વિશેષ હોય તે તેની ઉદારતા કરવામાં જનહિતવાદ પ્રમાણે કાંઈ અડચણ નથી. પરંતુ જે માણસ સુખ મેળવવાના ઇરાદાએ શુભેચ્છા રાખતા હોય તેને તે આનંદ મળતું નથી. આપણે સારું કૃત્ય કર્યું છે એવા વિચારથી આપણને આનંદ થાય છે. આપણે નુકસાન કરીએ છીએ એવી ખાત્રી જ્યાં આપણને હોય ત્યાં તે આનંદ કદી પણ આપણને પ્રાપ્ત થતા નથી. આપણી મનોદેવતાના સંતોષ પરત્વે પણ એજ વાત સત્ય છે. કર્તવ્યની ખાતર કર્તવ્ય કર્યા પછી સંતોષની વૃત્તિ એની મેળે ઉપજે છે; પણ માનસિક આનંદ મેળવવાની અપેક્ષાએ જે કર્તવ્ય આચરવામાં આવે તે નફા ટોટાને એ હિસાબ સ્વીકારવાની આપણું મને દેવતા સાફ ને કહે છે. અર્થાત્ આનંદ મેળવવાના ઉદેશે સદ્ગુણ આચરવામાં આવે છે તેવા સદ્દગુણમાંથી આનંદ મળે. મુશ્કેલ છે. વળી આપણા સ્વભાવમાં રહેલા ભિન્ન ભિન્ન અંશેમાં નૈતિક અંશ બીજાથી તદન ભિન્ન છે એ વાત સામાન્ય રીતે સૌને સ્પષ્ટ છે. આ ભેદને ખુલાસો આપવા જનહિતવાદ કેવળ અસમર્થ છે. માત્ર ઉપયોગિતા અથવા માણસોનું સુખ વધારવાની વૃત્તિમાંજ જે સદાચારની સર્વોત્તમતા સમાએલી હોય, તે અનેક અપવિત્ર આચરણેને આપણે પવિત્ર માનવાં પડશે. ભિન્ન ભિન્ન સમાજના ગુણ અને ધર્મને અજવાળામાં આણનારા અર્થશાસ્ત્ર અને તત્ત્વદર્શક ઇતિહાસના ગ્રંથને સઘળો પ્રયાસ એમજ સિદ્ધ કરવામાં છે કે જેને આપણે સગુણી કૃત્યો કહીએ છીએ તેમના કરતાં સ્વાથી કૃત્યોને લીધે મનુષ્ય જાતને વિશેષ સુખ અને લાભ થયાં છે. “સ્વાર્થમાં પરાર્થતા” ના નિયમ પ્રજાઓની આબાદી અને સુધારાની પ્રગતિ થઈ છે. ઉદારતાના જે ઉછાળાથી માણસે નાણું કાઢી નાખે છે તેમના કરતાં સ્વાર્થ-વૃત્તિને લઈને જે માણસે ધન સંચે છે તેમનાથી અંતે દુનિયાને વધારે લાભ થ છે. એક મહાન ઈતિહાસકાર તે એમ પણ કહે છે
Page #69
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કે નૈતિક વિકાસ કરતાં બુદ્ધિને વિકાસ સમાજને વધારે કામને છે. છતાં એ બનેમાં વાસ્તવિક ભેદ છે એ વાતની ના કણ કહેશે? આ ભેદ આંતરિક આશયથી સ્પષ્ટ થાય છે એમ જનહિતવાદીથી કહી શકાય નહી; કારણ કે તે મત પ્રમાણે કાર્યની સારાસારતાના વિવેક માટે આંતરિક આશયની અપેક્ષા જ બિલકુલ નથી એ પણ તે મતની એક પીડા છે. બેન્જામ કહે છે કે મનુષ્યની સઘળી પ્રવૃત્તિનું પ્રયોજન માત્ર આનંદપ્રાપ્તિ જ હોય છે. પરંતુ તેથી સદાચારી, દુરાચારી અને ઉદાસીન–સઘળાં કાર્યો એક કેટીનાંજ થઈ જાય. આમ સદ્દગુણને જે અપ્રતિમ અને અપૂર્વ પદવી જન–સમૂહ આપે છે તેનો ખુલાસે આ મતથી થઈ શકતો નથી. જેથી માણસોને સુખ થાય તે સારું એમ જે આપણે સ્વીકારીએ તો ઘણાં અનીતિમાન કૃત્યથી પણ માણસને સુખ થતું હોવાથી તેમને નીતિમાન કહેવાને પ્રસંગ આવશે. જે આંતરિક આશયનું ધોરણ આપણે સ્વીકારીએ તે કાર્યદક્ષ આશય અને સદ્દગુણી આશયમાં ભેદ છે એ વાત માનવાની આ મતવાળાઓ ને કહે છે. અને જે ઈરાદાનું ધોરણ સ્વીકારીએ તે સત્ય અને પતિવ્રત્યથી ગમે તેટલું સુખ મનુષ્ય જાતને થતું હોય, પણ પરોપકાર કરવાના ઇરાદાથી એ સદાચાર કે પાળતું નથી. આ પ્રમાણે મનુષ્યના સ્વભાવમાં નૈતિક વૃત્તિને અશ સ્વતંત્ર રહે છે તેને ખુલાસે ' વળી કેટલાક એમ કહે છે કે આંતરવાદીએ તેિજ કહે છે કે અમુક કાર્યોમાં માણસનું સુખ વધારવાનું સામર્થ્ય રહેલું છે, માટે તે કરવાંજ જોઈએ. ઉપરાંત તેઓ એમ પણ કહે છે કે જેમાં એવું સામર્થ્ય ન હોય એવો એક પણ સદાચાર આંતરવાદીઓ બતાવી શકે એમ નથી. હવે શુભેચ્છા કે પરોપકાર, અર્થાત મનુષ્યના સુખમાં વૃદ્ધિ કરવી તે, માણસને * ઈરાદા(Intention) અને આશય (Motive)ને ભેદ બેન્યામ પાડે છે. થરાદામાં કાર્યનું પરિણામ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. જુઓઃ Mackenzie" કૃત Manual of Ethics Bk. 1 ch. 2.
Page #70
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. રહ નું કર્તવ્ય છે એ વાતની શંકા કઈ આંતરવાદીને સ્વમમાં પણ આવી નથી. ઉલટું તેઓ કહે છે કે એ કર્તવ્ય છે એવું જ્ઞાન આપણને અંતરમાં પ્રત્યક્ષ-સિદ્ધ છે; આપણે સ્વાર્થ તેથી સરે છે એવા શોધથી તે નથી થતું. પરંતુ સઘળા સદ્દગુણ સુખ-વૃદ્ધિના આ એકજ નિયમને વશવત છે એ વાત સ્વીકારવાની તેઓ ના પાડે છે. લેક-વિચારની સાથે એક મત થઈ પરોપકારને તેઓ સદાચાર લેખે છે તે એટલાજ માટે કે દુનિયાને એ ઉપયોગી છે, અને ઉપયોગિતા કિવા જનસેવાને તેઓ કર્તવ્ય તરીકે સ્વીકારે છે. એજ લેક-વિચારની સાથે એકમત રહી તેઓ માને છે કે સત્ય અને પતિવ્રત્યથી સુખ થાઓ વા દુઃખ થાઓ, પણ તે જાતેજ સદાચાર છે. તેમની બીજી દલીલમાં જે પ્રકન સમાએલો છે તેનું ઉત્તર આપવું એટલું સહેલું નથી, કારણ કે કાર્યોનાં છેવટ પરિણામેની ગણત્રી કરવી મુશ્કેલ છે. કાર્યની સારાસારતા વિષે જ્યાં મનુષ્યોમાં વિવાદ હોત નથી ત્યાં પરિણામ પર તેમના વિચાર ઘણું કરીને બહુ સ્પષ્ટ હોય છે. અમારો સિદ્ધાંત ઘણે ચોક્કસ છે એવી આપવડાઈ જનહિતવાદીએ કરે છે, છતાં “સુખ’ શબ્દની પણ ચેકસ વ્યાખ્યા તેઓ બાંધી શકતા નથી, અને બાંધી શકાય એવી પણ નથી. “બની શકે તેટલા સુખ ના આવશ્યક લક્ષણે ક્યાં ? એ કોઈ પણ માણસ બરાબર કહી શકતું નથી. પ્રજા પ્રજાના, અરે કહે કે માણસ માણસના પણ સુખના વિચાર જુદા જુદા હોય છે. અને દરેક સદાચાર ઉપયોગી હોય છે એ બાબતમાં કંઈ વિવાદ ન હોય તો પણ તેમાંથી એમ ફલિત થઈ જતું નથી કે ઉપયોગિતાને લીધે તેમાં શ્રેષ્ઠતા આવે છે. સદ્દગુણી કાર્ય સામાન્ય રીતે તેના કર્તાને અગર છેવટે સમાજને એકંદરે ઉપયોગી થાય છે એ વાત સ્વીકારવામાં અડચણ નથી. પણ તેથી કરીને ઉપયોગીતા નીતિને સર્વોપરી નિયમ થઈ જતો નથી. વળી કાર્યોની ગણના તેમાંથી ઉપજતા ફળથીજ કરવા બેસીએ, તો પરિણામ ઘણાં ચોંકાવનારાં આવશે. ઉપયોગિતાને સિદ્ધાંત એવો છે કે જે કાર્યથી મનુષ્ય જાતનું સુખ વધે તે સારું અને જેનાથી તે સુખ ઓછું થાય તે નઠારું.
Page #71
--------------------------------------------------------------------------
________________ annnnnnnnnnname 24 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તેથી દરેક કામ, દરેક વર્તન, દરેક કેમ, સમાજની દરેક સ્થિતિ, એટલે અંશે આદમ જાતનું સુખ વધારે તેટલે અંશે સદાચારી, અને જેટલે અંશે તે સુખ ઓછું કરે તેટલે અંશે દુરાચારી. હવે સ્વભાવની કેટલીક નિબળતાથી એવી કોઈ બાબતમાં નિશ્ચય કરી લેવાની ઢીલ કે ઉતાવળથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ અધમમાં અધમ દુરાચાર કે જેનું નામ પાડવું પણ લાજમ નથી તેથી થાય છે કે કેમ તે શંકા પડતી વાત છે.. શરમાળ, નિરાભિમાની, સ્વભાવે શાંત અને થોડું બોલનારે, પિતામાં રહેલી શકિતઓને અવિશ્વાસી, અને તકરાર કે દલીલની વાત આવતાં તુરત પિતાને તંત છોડી દે એ માણસ દુનિયાને એકંદર ઓછો લાભ કરી શકે છે એ વાત તે નિઃસંશય છે; પણ નિલજ, છાતીચલે અને ઉદ્ધત માણસ તડાકા ફડાકા મારી દરેક કામમાં માથું મારે છે અને ફાવી જાય છે. પરંતુ ઉપયોગિતાના સિદ્ધાંત પ્રમાણે આ માણસ વધારે સારો ગણાશે. વળી ઉપકારવૃત્તિને લીધે આપણે વ્યવહાર બેશક ઘણે સૌમ્ય અને કેમળ થયે છે, પરંતુ ઘણા જમાના પર્યત વેરની વૃત્તિને લીધે સામાજીક અંધાધુની અટકી છે, અને હાલ પણ ગુન્હા ઉપર એને અંકુશ છે. તેથી ઉપકારવૃત્તિ કરતાં વેર–વૃત્તિ જનસમાજને વધારે ઉપયોગી થઈ છે. સાર્વજનિક જીવનની વિશાળ રંગભૂમિ ઉપર, વિશેષ કરીને જ્યારે લેકે રાગદ્વેષથી ઘેરાઈ આચરણમાં પ્રવૃત્ત થાય છે ત્યારે, સૂક્ષ્મ નીતિના વિચારવાળો પ્રામાણિક અને નિષ્પક્ષ માણસ અથવા ઢગ કે ઢીલને સહન કરી ન શકત. ધર્મને એકમાર્ગ ઝનુની જગતને ઝાઝે લાભ કરી શકતા નથી. પરંતુ ગમે તે ઉપાયે પણ પોતાની મતલબ સાધવાને ખેતી, અંતર્યામિ દેવતાની ગુંચવણમાંથી તદ્દન મુક્ત અને કેવળ ઠંડે પેટે કામ કરનાર, સૂક્ષ્મદર્શી રાજદારી પુરૂષ તે સમયે સત્તાવાન થઈ પડે છે, કારણ કે લેકેના રાગ ષ અને સમયના દુરાગ્રહને કાંઈક સાચવી લેવાની કસમત તેનામાં હોય છે. આવી રીતે ફતેહમંદ નીવડેલા માણસોને ભલે કેટલાક લેખકે વખાણે અને હૃદયની વિશાળતા અને બારીક નીતિના વિચારને લીધે જેઓ નેતા
Page #72
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. થઈ શકતા નથી તેમની હાંસી કરી તેઓ ભલે તેમને ધિક્કારે; પણ સમા એમ ભાગ્યે જ કોઈને વિચાર આવશે. જે માત્ર ઉપયોગિતાથીજ નીતિનું તોલન કરવાનું હોય, તે પોતે કરે છે તેના કરતાં મોટી દુર્દશા જે અટકાવે છે એવા વર્ગ પ્રત્યે નીતિને અણગમે આપણે કેવી રીતે બતાવે એ વાત સમજવી મુશ્કેલ થઈ પડે છે. વેશ્યાઓ સદાચાર કરે છે એમ કોઈ કહેશે નહિ. આમ ઉપયોગિતાના સૂત્રથી તે સદાચારને દુરાચાર અને દુરાચારને સદાચાર કહેવાનો પ્રસંગ આવે છે. હવે જનહિતવાદને યથાર્થ અનુભવમાં મેલતાં શું થાય તે આપણે જોઈએ. ધારો કે કોઈ માણસને વિચારમાં અને આચારમાં યથાર્થ જનહિતવાદી થવું છે, અને ધારો કે પોતાના સ્વાર્થ અને કર્તવ્યમાં દેખાતો તફાવત છે એ મુશ્કેલીનું સમાધાન પિતાના મન સાથે એણે પ્રથમથી જ કરી લીધું છે અને હવે કર્તવ્યનું જ જીવન એને જીવવું છે. પણ કર્તવ્ય શું? સ્વતંત્ર કાર્યની સદાચારતા કે દુરાચારતા જ નથી; ઉપયોગી કાર્યમાં દુરાચાર કદિ પણ હોતા નથી; અને કાર્યની ઉપયોગિતામાં જ સઘળો સદાચાર સમાએલો છે અને તેની કિંમત પણ તેથી જ કરવાની છે. આટલું જાણ્યા પછી જરીક અવલોકન કરતાં તે જીજ્ઞાસુને તુરત માલમ પડી આવે છે કે ખુન, ચેરી, જૂઠ ઇત્યાદિ ગુનાઓથી પણ દુનિયામાં ઘણીવાર લાભ થાય છે. તે એવાં કાર્યો એણે પણ શા માટે ન કરવાં? એમ પૂછતાં એને જવાબ મળે છે કે કાર્યોની નીતિ તપાસવામાં સમીપનાં અને દૂરસ્થ બને ફળોને ધ્યાનમાં રાખવાનાં છે; તેથી તે કાર્યો ખરું જોતાં ઉપયોગી નથી. વળી કેટલાંક જૂથી અને કવચિત ખૂનથી પણ લાભ થાય, તથાપિ જીંદગી અને મિલ્કતની પવિત્રતા જાળવવામાં મનુષ જાતનો એક પ્રકારને મોટામાં મોટો લાભ સમાએલે છે, અને વળી સત્ય બોલવાનું ઉંચું ધોરણ સમાજમાં
Page #73
--------------------------------------------------------------------------
________________ 26 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સાચવી રાખવું જોઈએ, નહિ તે ખરાબ દાખલો બેસે. પરંતુ આ પ્રત્યુત્તર સંતોષકારક નથી. કેમકે જનહિતવાદીએ એમ સાબીત કરી આપવું જોઈએ કે દુનિયા જેને ગુને કહે છે તેવા એક કાર્યથી સમાજના આ મહાન પાયા એવા નિર્બળ થઈ જાય છે કે તેથી તુરતના લાભ કરતાં દૂરસ્થ હાનિ વધારે થાય છે. નહિ તે, સુખની તરફેણમાં સીલક બાકી રહે છે, અને તેથી ખૂન, ચોરી કે અસત્ય ઉપયોગી થાય છે, અને તેથી જનડિતવાદીના સિદ્ધાંત પ્રમાણે તે સદાચાર જ ગણાય. દાખલે બેસવાની વાત જનહિતવાદી કરે છે તે પણ અસંગત છે. પ્રથમ તે અપ્રસિદ્ધ માણસનાં જાહેર કાર્યોથી દાખલાની અસર બહુ થોડી થાય છે. પણ તે કાર્યો જે કેવળ છાનાં રહી શકે, તે દાખલાથી ઉપજતી માઠી અસર થવાને સંભવ જ રહેતું નથી. તમે કહેશે કે જેને લેકે ગુના કહે છે તે આમ છાના કરવાની પરવાનગી લેકેને આપવી એ ઘણું જોખમ ભરેલું છે. તો તેનો અર્થ એટલે જ થાય છે કે એવી પરવાનગીને ટેરે પીટાવવામાં જનહિતવાદીને લાભ નથી, પણ તેટલા કારણુથી તે પોતે પિતાનો લાભ સાધતાં શા માટે અટકે ? જે કોઈ માણસને ખાત્રી હોય કે અમુક કાર્ય ઉપયોગી હોવાથી તેમાં પાપ નથી, એટલું જ નહીં પણ તે કરીને તાત્કાલિક લાભ તે મેળવી શકે એમ છે, અને વળી એવી ગુપ્ત રીતે એ કાર્ય તે કરી શકે એમ છે કે લોકોને દાખલા રૂપ તે બિલકુલ થઈ જ નહિ શકે, તે પછી જનહિતવાદના સિદ્ધાંત પ્રમાણે તે કાર્ય કરવામાં તે વાજબી જ છે. જેને આપણે સદાચાર કહીએ છીએ તે માત્ર ઉપયોગી હોવાથી જે નીતિમાન થતો હોય, તે જ્યારે તે ઉપયોગી થાય ત્યારે જ તે નીતિમાન હોઈ શકે. આમ કાર્યપ્રદેશમાં મોટે ભાગે “પાપ કરતા પકડાવું નહિ એ સદાચારનો સિદ્ધાંત થઈ જાય છે, અને પાકે અને ખધો માણસ ખરા સદાચારીમાં ખપી જવાને ભય ઉપજે છે. આ દોષનું નિવારણ કરવા કેટલાક એમ કહે છે કે એવા કાર્યથી કર્તાના સ્વભાવનું વલણ કમજેર થઈ જશે; અથવા બીજી રીતે બોલીએ તે જે કાયી સમાજને ઘણું કરીને હાનિકારક હોય છે એવાં કાર્યો કરવાનું પ્રસંગ મળતાં એને મન થઈ
Page #74
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ તિહાસ. જશે. પરંતુ આ દલીલમાં પણ ઝાઝો દમ નથી, કારણ કે એક જ કાર્યથી એના સ્વભાવ ઉપર તે અસર એવી થઈ જતી નથી કે તાત્કાલિક લાભ મેટ હોય છતાં એ છોડી દે; કેમકે જનહિતવાદી હોવાથી તે તો એમ જ માનતે હોય છે કે આચરણના ખરા સિદ્ધાંત પ્રમાણે જ એ વરતે છે. અને એ કાર્યથી જે ટેવ જ પડી જતી હોય તે ઉપયોગિતાની યથાસ્થિત અને બારીક ગણત્રી કરીને કાર્યોનું નિયમન કરવું તે તે જનહિતવાદીનું પરમ પ્રાપ્તવ્ય છે. વળી આ જીજ્ઞાસુ જે તીવ્ર ક૫નાવાળે અને એકાંતવાસી પ્રકૃતિને હશે, તે ઘણું કરીને કેવળ કલ્પનાની સૃષ્ટિમાં જ એ મગ્ન રહેશો. સામાન્ય રીતે માણસને સહજ સમજાય છે કે કેવળ કલ્પનાની સૃષ્ટિમાં રહેવામાં પાપ છે, કારણ કે પિતાના આનંદ સિવાય અન્ય કર્તવ્યો પણ માણસે કરવાનાં છે; અને તે તેનાથી નથી થતાં તે તેને પશ્ચાતાપ થાય છે. પરંતુ જનહિતવાદીને પિતાના સિદ્ધાંતને લીધે તે પશ્ચાતાપ થતો નથી. તેથી અતિ દષ્ટ કલ્પનામાં આસક્ત રહેવાથી એને આનંદની પ્રાપ્તિ થાય છે; અને જે એ આસક્તિ કોઈ કાર્યમાં પરિણમતી ન હોય તે તેથી તેને લાભ પણ રચના થઈ શકતી હોવાથી, જનહિતવાદમાં કલ્પનાનાં પાપ બની શકે છે. અને કલ્પનાદ્રાવક ગ્રંથે બહુ વાંચવાની સામે એ જ આક્ષેપ છે કે તેથી વાંચનારની વૃત્તિઓ કેવળ કલ્પના સૃષ્ટિમાં રમતી હોવાથી વ્યાવહારિક કલ્યાણમાં તેની પ્રવૃત્તિ રહેતી નથી. વળી, દૂરસ્થ પરિણામોનો વિચાર જનહિતવાદમાં પ્રધાનતા ભગવે છે. પરંતુ તેમાં પણ ફેરફાર કરવાની આપણું આ જીજ્ઞાસુને જરૂર લાગશે, નહિ તે બાળહત્યાદિને પરવાને મળશે. જનહિતવાદી કહે છે કે ખૂનથી માટે લાભ થતો હોય તો પણ તે કરવામાં પાપ છે, કારણ કે તેથી જીંદગીની પવિત્રતાને વિચાર નિર્બળ થતો જાય છે. પરંતુ અમુક બાબતમાં માણસે જીદગીના બેદરકાર રહે છે તેથી બધી બાબતમાં તેઓ તેના બેદરકાર થાય છે એ વાત અનુભવથી વિરુદ્ધ છે. પ્રાચીન ગ્રીક લોકમાં દયાની જરી પણ લાગણી વિના ગરીબ માબાપનાં
Page #75
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. છોકરાનું પન થતું હતું અથવા તેમને રખડતાં મૂકાતાં હતાં, છતાં ઉમરે પહેલાની અંદગી પવિત્ર ગણાતી હતી. વળી જે માણસે ધર્મનો. વિસ્તાર કરવા જાણી જોઈને જૂઠું બોલી ઉપયોગી વેહે ઉપજાવે તે અન્ય વ્યવહારમાં પણ જૂઠું બોલશેજ એમ તેમાંથી આવશ્યક રીતે નીકળતું નથી. સટ્ટામાં અત્યંત અપ્રમાણિક માણસ બીજા વ્યવહારમાં ઘણું કરીને ચોખ્ખા અને પ્રમાણિક હેય છે. જનહિતવાદને જે કઈ દુરાચાર બરાબર બંધ બેસતા હોય તો તે નિર્દયતા છે. પરંતુ પ્રાણીઓ પ્રત્યે દૂર થવાથી માણસે પ્રત્યે કર હોવાનું પરિણામ આવ્યું નથી; અને જ્યાં પ્રાણીઓને થતું દુઃખ આનંદનું મુખ્ય તત્વ હોય છે એવા દેખાથી ચારિત્ર્ય ઉપર માઠી અસર થાય છે ત્યાં પણ તે દેખાવાથી ઉપજતા માનુષી અસુખને સરવાળો તે વખતે ઉપજતા તાત્કાલિક અત્યંત આનંદની બરોબરી કરે છે કે કેમ ? તે પણ ઘણું સંશયની વાત છે. આમ જનહિતવાદમાં ક્રૂરતા આચરવાની. પરવાનગી મળે છે. પરંતુ એમાંથી જનહિતવાદમાં અતિ વિલક્ષણ પ્રકારનું એક બીજું પરિણામ પણ આવે છે. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનું આપણું કર્તવ્ય છે એ વાતનું વાજબીપણું અને ખુલાસો આંતરવાદીના મત પ્રમાણે સહેલાઈથી થઈ જાય છે. જેના જેના સંબંધમાં આપણે આવીએ તે સર્વ પ્રત્યે આપણું સંજોગ અને ચારિત્ર્યના બળે આપણામાં જુદી જુદી લાગણીઓ જન્મે છે, અને તે દરેકની સારાસારતા વિષે આપણી મને દેવતા આપણને આપોઆપ કહે છે. તેથી જ બીજા કરતાં આપણા કુટુંબીઓ અને સ્વદેશીઓને આપણે વધારે ચાહીએ તો તે સ્વાભાવિક અને વાજબી છે. એજ મને દેવતા આપણને કહે છે કે પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાનું આપણું કર્તવ્ય સ્વાભાવિક અને વાજબી છે, છતાં તેમાં અને માણસે પ્રત્યે આપણી દયાના કર્તવ્યમાં ભેદ છે. માણસ માણસનું ભક્ષણ કરતો. નથી, પણ પ્રાણીઓને ખોરાકમાં વાપરે છે. ચામડાની ખાતર, અગર નજીવી અગવડમાંથી મુક્ત થવાની ખાતર માણસ મારતાં જેના હૃદયમાં કાંઈ આનાકાની થતી નથી તે માણસ પરેપકાર કરે છે એમ કહી તેને કોઈ
Page #76
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ–સિદ્ધ ઇતિહાસ. 28 વખાણતું નથી. તથાપિ ખોરાક, મોજ કે સગવડની ખાતર પ્રાણીઓને જીવ લેવામાં જે માણસનું હૃદય કાંઈ ખતું નથી તે માણસ પ્રાણીઓ પ્રત્યે ઘણો દયાળુ છે એમ જનહિતવાદ પ્રમાણે ગણી શકાય. જમાનાના જુસ્સાને વશ થઈ, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ એ વાતનું સમર્થન કરવા જનહિતવાદીઓએ પ્રસંશનીય પ્રયાસ કર્યો છે. પરંતુ મનુષ્યના સુખમાં વૃદ્ધિ કરવા ઉપરાંત અન્ય ઉદ્દેશને જે સિદ્ધાંત ઓળખતે નથી, તેમાંથી એ વાત ઉપસ્થિત થતી નથી એ સ્પષ્ટ છે. તેથી હાલમાં તે મતના કેટલાક અન્યાયીઓ એમ કહે છે કે જે સુખદુઃખની અહીં વાત થાય છે તે મનુષ્યનું હોય કે પ્રાણીઓનું હોય, પણ એકંદરે જે કાર્યથી સુખ વધારે થાય તે સારું, અને જેથી દુ:ખ વધારે થાય તે નઠારું. અર્થાત મનુષ્ય પ્રત્યે મનુષ્યનું જેવું કર્તવ્ય છે તેવું જ પ્રાણીઓ પ્રત્યે પણ છે. તેથી પ્રાણીઓના દુખ કરતાં મનુષ્યનું સુખ વધારે ન હોય તે તે દુઃખ કરવું વાજબી નથી. પરંતુ બાહ્યાનુભવવાદીના સિદ્ધાંતમાંથી આ વાત પણ કેમ નીકળી આવે છે તે સમજાતું નથી. આ સિદ્ધાંત પ્રમાણે, સ્વાર્થને લીધે માણસની પરોપકારમાં પ્રવૃત્તિ શરૂ થાય છે. પણ પછી ટેવ પડતાં પોપકાર એની મેળે થઈ જાય છે. પરંતુ ક્રૂરતાથી ખીજાઈ પ્રાણીઓ આપણને નુકસાન કરી શકે નહિ, તેથી પ્રાણીઓ પર આ સ્વાર્થનો પાયો રહેતો નથી. તમે કહેશો કે શુભેચ્છાની ટેવ પ્રથમ માણસો પર પડે છે અને પછી વિચાર–સાહચર્યના બળે પ્રાણીઓ પ્રત્યે તે આપણે લંબાવીએ છીએ; તો. તે વાત ઠીક છે, પરંતુ પ્રાણીઓ પ્રત્યેનું કર્તવ્ય માણસો પ્રત્યેના કર્તવ્યની કોટીનું લેખાય એ વાત આદરણીય નથી. પ્રાણીઓને મારી નાખતાં જે દુઃખ તેમને થાય છે તેમજ તેથી જે સુખ તેમનું જતું રહે છે તેના કરતાં, તેમના ચામડાને બનેલે પિશાક પહેરતાં અથવા તેના માંસનો આહાર કરતાં જે આનંદ થાય છે તે વધારે છે એમ જ્યાં સુધી કેદની ખાત્રી થાય નહિ ત્યાં સુધી તે માણસ તે પિશાક પહેરશે નહિ અથવા તે આહાર કરશે નહિ એમ બનવું કદિ સંભવિત લાગતું નથી. અને
Page #77
--------------------------------------------------------------------------
________________ 30 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધારે કે આવી ગણત્રી કરીને જ જનહિતવાદી માંસાહારાદિમાં પ્રવૃત્ત રહે છે. તે પછી ગરીબ માબાપનાં અરધા ભુખે મરી જતાં છોકરાને મારી ખતાં એના સિદ્ધાંતમાં શો વાંધો આવે છે ? કેમકે એના મત પ્રમાણે એ બાળકે અને બકરાં એક જ કેટીનાં છે. આ પ્રમાણે આ સિદ્ધાન્તમાં લૌકિક નીતિથી વિરૂદ્ધ અને કમકમાટી ઉપજાવે એવાં તર્કનાં પરિણામે અંતર્ગત રહેલાં છે. પરંતુ હંજી બે બાબતમાં બેસવાનું રહે છે. પતિવ્રત્ય અને સત્યનો પ્રેમ. પાતિવ્રત્ય વિશે આપણે આગળ બેસવું પડશે. અત્રે તે તે સંબંધી સારો કરે જ ઉચિત છે. ધારો કે પતિવ્રત્ય સંબંધી એક જમાનામાં અનાચાર અને નિરંકુશ સ્વછંદ પ્રવર્તે છે અને લેકના મનમાંથી તેની સ્વાભાવિક સર્વોત્તમતાને વિચાર બીલકુલ નીકળી ગયો છે; અને ધારો કે બીજા એક જમાનામાં એ બાબતમાં અતિ પવિત્ર સદાચાર પળાય છે. આ બે જમાનામાંથી નીતિમાં કયો સારો ? એ વિષે જે જનહિતવાદી વિચાર કરવા બેસે તે એણે કહેવું જોઈએ કે જે જમાનામાં વધારેમાં વધારે આનંદ અને ઓછામાં ઓછું દુઃખ થાય છે તે સારે. કૌટુંબિક જીવનમાંથી મળતો આનંદ, સમાજમાં નિરંકુશ વ્યવહારથી ઉપજતું સુખ.. પાતિવત્યના ભંગથી જૂદે જુદે અંશે ઉપજતા કલેશ, અને જીંદગીના દરેક પ્રકારને લીધે સુખ અને વસ્તીની વૃદ્ધિ ઉપર છેવટે જે અસર થાય છે તે–આ બધાં તે સરખામણી કરવામાં તો બને છે, અને આ ધોરણે તપાસતાં કેઈપણ માણસ એમ કહી શકશે કે પતિવ્રત્ય પાળતાં એકંદરે એટલું બધું સુખ ઉપજે છે કે નીતિમાં આપણે જે ઉત્તમ સ્થાન એને આપીએ છીએ તે વાજબી છે ? અર્થાત જનહિતવાદીના સિદ્ધાંતમાંથી પાતિવત્યને સદાચાર ઉપસ્થિત થતો નથી. * બીજી બાબત સત્યના પ્રેમની છે. સત્યપ્રેમી માણસ વહેમી હોતે નથી. હવે ધર્મમાં અંધ શ્રદ્ધાને શત્રુ જનહિતવાદીના જે બીજો કોઈ હતિ નથી. છતાં તેના સિદ્ધાંતમાંથી આ શત્રુતાનું વાજબીપણું સિદ્ધ થવું મુશ્કેલ છે. ગ્રીક લેકેને દેવની અધમ બીક હતી, અને બેશક આવી
Page #78
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ, 31 જાતના વહેમથી મનુષ્યોને અવર્ણ સંતાપ અને કલેશ થએલા છે. પરંતુ બીજા કેટલાક વહેમોમાં તેથી ઉલટું વલણ રહેલું છે. ઘણીવાર હૃદયની આતુર ઈચ્છાઓ તેમનાથી તૃપ્ત બની સંતોષ પામે છે. જે વાત તર્કથી કેવળ શક્ય કે સંભવિત લાગે છે તે વાત તેમનાથી નિશ્ચિત બની આપણામાં ગાઢ આસ્થા અને પ્રેમ ઉપજાવે છે, અને એવા વિચારોની પ્રાપ્તિ કરાવે છે કે કલ્પનાને તેમના ઉપર ઠરતાં આનંદ પ્રાપ્ત થાય છે, કેટલીક વખતે નૈતિક સત્યને પણ તેમનાથી નવું વજન મળે છે. હૃદયમાં એવી જરૂરીઆતે તેઓ ઉભી કરે છે કે જે તેમનાથી જ સંતોષ પામે એવી ધાસ્તીઓ ઉભી કરે છે કે જે તેમનાથી જ નષ્ટ થાય; આમ મનુષ્ય જીવનમાં ઘણીવાર તેઓ સુખનાં આવશ્યક તો બને છે અને દુઃખને દીલાસે મળી શકે છે. જ્ઞાન કરતાં મેહના આપણે વિશેષ ઋણી છીએ, વિચારના પ્રદેશમાં, તર્કનું સામર્થ્ય તો વિશેષે કરીને ટીકા અને સંહારમાં સમાએલું હોય છે. પરંતુ કેવળ રચનાત્મક કલ્પના આપણા સુખમાં ઘણું કરીને વધારે સહાયભૂત થાય છે. હાથે બાંધેલા તાવીજથી કે કોઈ પવિત્ર છબી ઘરમાં હોવાથી પોતાના સંરક્ષણની અશિક્ષિત મનને એવી તો ખાત્રી રહે છે કે તેથી દુ;ખને વખતે ખરેખર દીલાસે તેને જે મળે છે, તેવો દીલાસો તત્ત્વજ્ઞાનના ભવ્ય સિદ્ધાંતથી પણ મળતા નથી. જેના ઉપર પતે આધાર રાખી શકે એવી કઈક વસ્તુ શોધી કાઢવાની હૃદયની ઉપર છે; અને દુઃખદ અને સંતાપજનક સંશયમાંથી મુક્ત થવું એ રસ્તો સામાન્ય માણસોને સુખ મેળવવામાં ઘણે ઉપયોગી થાય તે ધર્મની કઈ સંસ્થા અસત્ય, વહેમી અને પશ્ચાતગામી ભલે હોય, પણ તેથી વિશ્વની પ્રકૃતિ સમજવાની ચાવી મળે છે એમ જન-સમૂહને મોટો ભાગ જે માનતો હોય, જ્યારે હૃદયને ચીરી નાંખે એવા દુઃખના સમયે ઉંચા પ્રકારના વિવેકની વાતે શુષ્ક લાગે ત્યારે જે તેમને એનાથી ખરે દીલાસે મળતો
Page #79
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભગ્ન થતા હૃદયને તેથી ટેકે મળતું હોય, તે તેવા ધર્મથી પણ તેમને સુખ થાય છે. ભેળો અને વેહેમી માણસ સુધારાની હલકી પાયરીએ ભલે હેય, પણ જ્યાં વેર કે એવું કઈ બીજું ત્રાસજનકરૂપ વેહેમ ધારણ કરતો ન હોય એવા ઘણુ પ્રસંગે તે દુઃખજનક હોતો નથી; અને સુધારાની હલકી પાયરીથી દુઃખ ઉપજતું ન હોય તો તે હલકી પાયરીને જનહિતવાદીની નીતિમાં સ્થાન હોઈ શકે નહિ. શેધક વૃત્તિ સચેત થતાં માત્ર દુઃખદ માન્યતાઓ જ નષ્ટ થશે અને સુખદ માન્યતાઓ બધી રહી જશે એમ માનવું ઘણું ભૂલ ભરેલું છે. અજ્ઞાનનું ભાન અને સંશયની વેદનાઓને અંતરમાં પ્રવેશ કરાવવાથી દુઃખ થાય છે અથવા સહન કરવું પડે છે, અને તે સંશય કાળ વીત્યા પછી પણ કદિ રહે છે. મહાદેવની મૂર્તિને સમક્ષ રાખી ભક્તિ કરતી કોઈ આર્ય મહીલાને જો તમે એમ કહે કે “બહેન, એ પથ્થરમાં પરમેશ્વર નથી, પણ ખરા પરમેશ્વરનું ભજન કરે તો તેમાં તમારું કલ્યાણ છે;” તે ખરા પરમેશ્વરનું ભજન કરવા જતાં તેનો પરમેશ્વર જ ઉડી ચાલ્યો ગયો છે એમ એને લાગશે અને આંખમાં આંસુ લાવી દયામણે ચેહેરે તમને એ કહેશે કે “ભાઈ, મારે પરમેશ્વર તમે ઉપાડી ગયા છો.” આ વખતે જનહિતવાદને ઉભા થઈ રહેવું પડશે. પરંતુ આંતરવાદ અહીં બોલી ઉઠશે કે આપણા ઉપદિષ્ટ મંતવ્યોને માત્ર માનસિક વિકાસની ચીજ ગણવામાં પાપ છે; અને સુખ થાઓ વા દુઃખ થાઓ, પણ સત્ય શોધવાની આપણી ફરજ છે, અને આ ફરજ ઉપયોગિતાના સૂત્રથી કેવળ ભિન્ન છે અને તેનાથી શ્રેષ્ઠ છે. જનહિતવાદમાં જે કાયદાથી નીતિનું પાલન થાય છે તે કાયદા પરત્વે પણ તેમને એક જ સિદ્ધાંત કાંઈક યોગ્ય લાગે છે, અને તે ધાર્મિક કાયદે છે. આ સિદ્ધાંત પ્રમાણે સદાચારની તરફેણમાં સ્વાર્થની પુરાંત હમેશાં રહી શકે છે. પરંતુ અર્વાચીન જનહિતવાદીઓને મોટો ભાગ ધર્મના વિચારને પિતાના મતથી સ્પષ્ટ રીતે અલગ રાખે છે, તેથી તેના સંબંધમાં માત્ર એક બે વાતે જ આપણે જેશું. પ્રથમતે, દેવની ઈચ્છા જ જે નીતિને કાયદે માત્ર હોય, તે પછી
Page #80
--------------------------------------------------------------------------
________________ 33. આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. દૈવી ગુણો આપણા પ્રેમ અને પ્રશંસાના વિષય રહેતા નથી. દેવ શ્રેષ્ટ છે એમ કહેવાને અર્થ એટલે જ થાય છે કે શ્રેષ્ઠતા નામે કઈ એવો ધર્મ છે કે જેને અનુસાર દેવ પિતે વરતે છે, નહિતે તેમાં અર્થ રહિત પુનરૂક્તિ જ થાય છે. કેવળ ઈચ્છામાં કઈ નિયમ ન હોવાથી, માત્ર ઇચ્છાવાળા દેવ ઉપર શ્રદ્ધા અને પ્રીતિ આપણને કેવી રીતે અને શા માટે થાય? આ મતમાં બે વાત સ્પષ્ટ છે. ઈશ્વરની ઈચ્છા જ માત્ર નીતિને કાયદો છે, અને ભવિષ્યમાં મળવાના સારા કે નરસા બદલાને લીધે જ એ ઈચ્છાને આપણે અનુસરીએ છીએ. પ્રથમ વાતથી ઈશ્વરની શ્રેષ્ઠતા રહેતી નથી. બીજી વાતથી મનુષ્યને સગુણ રહેતું નથી. બીજી વાત આ મતવાળા કહે છે કે પરલોકના સુખ દુઃખના વિચારથી જ આપણી પ્રવૃત્તિ નીતિમાં થાય છે. પરંતુ આપણી વાસ્તવિક માન્યતા એવી છે કે ધર્મ અને અધર્મની એવી દઢ વૃત્તિ આપણા અંતરના ઉંડા ભાગમાં સજડ રહેલી છે કે તેને સંતોષવાની ખાતર ભાવિ બદલાને સિદ્ધાંત આપણે રવીકારીએ છીએ. સદાચારી દુ:ખી અને દુરાચારી સુખી ઘણીવાર આપણે જગતમાં જોઈએ છીએ. તેથી આ જન્મમાં નહિતો આવતા જન્મમાં તેમને બદલે મળવો જ જોઈએ એમ આપણે માનીએ છીએ. જે ધર્મ અધર્મનું આ ભાન આપણું સ્વભાવમાંથી લઈ લેવામાં આવે, તો પછી એ અનુમાન કાઢવાને અવકાશ આપણને રહેતો નથી. ત્રીજી વાત. સૃષ્ટિ-કર્તાના શ્રેષ્ટ પરોપકારીપણની વાત જનહિત વાદી કરે છે. પરંતુ આપણી સ્વભાવસિદ્ધ નૈતિક શક્તિની સંમતિ વિના કેવળ કુદરતમાંથી એ વાત સિદ્ધ થઈ શક્તી નથી. સૂર્યના પ્રકાશમાં આનંદ માણતું જંતુ, પ્રાણીઓમાં પિતાના સંરક્ષણ માટે ઉદાર હાથે બક્ષીસ થએલું અગજ્ઞાન, માબાપને સ્નેહ, બાળકોને આનંદ, કુદરતનાં સૌદર્ય અને ફળદ્રુપતા વિગેરે અનેક સારી વાત આપણે કુદરતમાં જોઈએ છીએ અને તેથી ઈશ્વર ઘણે દયાળુ છે એમ આપણે કહીએ છીએ. પરંતુ આથી ઉલટી વાતો પણ કુદરતમાં દેખાય છે. ભયંકર રોગો, દુકાળ અને
Page #81
--------------------------------------------------------------------------
________________ 34 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મરકી, પ્રાણીઓ ઉપર જીવનારાં પેટના કૃમિઓ, ઉંદર બિલાડી જેવાં વેર અને કરતા, ઈત્યાદિ પુષ્કળ દુઃખ અને સંકટ આપણે જોઈએ છીએ. આ ઉપરથી ઈશ્વરને ક્રર આપણે શા માટે ન કહેવો ! વળી બુદ્ધિ-વિષયક બાબતમાં પણ કુદરતે ઘણે ભ્રમ ઉપજાવેલ છે. દરેક ચીજ જોતાં જંગલીની જીજ્ઞાસા તેને ભ્રમમાં જ નાખે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતે ના દી જણાય છે; ચંદ્ર અને તારા પિતાને અજવાળું આપવા માટે જ માત્ર સરજાએલા લાગે છે; વિચિત્ર પ્રકારના રોગ થતાં શરીરમાં ભૂત ભરાએલું સમજાય છે; કુદરતના ભયંકર બનાવે જડ શક્તિનાં નહિ પણ પૃથક્ પૃથક્ ચૈતન્યમય કર્તાઓનાં કાર્યો લાગે છે, અને આવી આવી વાતોથી એના મનમાં વહેમ જડ ઘાલીને બેસે છે. આવા આવા વહેમને લીધે સેંકડો વર્ષ લગી જગતમાં લેહીની નીકે વહી છે, કુદરતના કાયદા દેવ રૂપે પૂજાયા છે અને લાખો પ્રાર્થનાઓ તેમને નાહક થઈ છે. આમ કુદરતના ભ્રમજનક દેખાવને લીધે, સર્વત્ર બાળક અવસ્થામાં ભયંકર ભ્રમણાએને ભોગ થએલી મનુષ્યની મતિ સેંકડો વર્ષોના ભારે પરિશ્રમ પછી જ માંડ માંડ તેમાંથી મુક્ત થએલી છે. અર્થશાસ્ત્રથી પણ એ જ વાત સિદ્ધ છે. પ્રજાઓના સ્વાર્થ એક બીજાથી વિરૂદ્ધ છે એવી ભ્રમણા થતાં અનેક ખુનખાર લડાઈઓ સળગેલી છે અને તેમાં દુનિયાને ડાટ વાળી ગયું છે. પરંતુ આવી ભ્રમણામાં પ્રબળમાં પ્રબળ બુદ્ધિવાળાં માણસો પણ ગોથાં ખાઈ ગયાં છે અને માત્ર હમણા હમણામાં જ દ્રવ્યના કાયદાઓનું રહસ્ય દુનિયાને સમજાવા લાગ્યું છે. ; પરંતુ આ ઉપરથી આપણે સમજવું શું ? જે કેવળ કુદરતના અનુભવ ઉપરથી જ આ બાબતમાં આપણને સમજવાનું હોત, કેટલીક વસ્તુઓ પિતાના સ્વભાવથી જ સારી છે અને કેટલીક ખરાબ છે એવું જ્ઞાન જે આપણને બિલકુલ થતું જ નહત, તે આપણે કેમ કહી શકત કે ઈશ્વર સર્વ વાતે સંપૂર્ણ છે? સૃષ્ટિમાં શુભ વૃત્તિની વિશેષ પ્રતીતિ આપણને થતી હોય, તો પણ કુદરતના મિશ્રિત ધર્મો ઉપરથી તેના યંત્રકારમાં પણ તેવા મિશ્રણને આરોપ આપણે કર જોઈએ. શ્રેષ્ઠ સર્વોત્તમતાનું આપણું જ્ઞાન,
Page #82
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 35 અરે ! સૃષ્ટિ-કર્તાના અસ્તિત્વની શ્રેષ્ઠ સાબીતિ, જડ સૃષ્ટિમાંથી નહિ પણ આપણા નૈતિક સ્વભાવમાંથી આપણને હસ્તગત થાય છે. એ વાત યુક્તિની નથી, પણ આસ્થાની છે. આસ્થા અને યુક્તિ બને આપણા સ્વભાવના મૂળ અંશ છે; પણ આસ્થા જે વાત આપણને શીખવે છે, તે યુક્તિથી કદિ જાણી શકાય એમ નથી. યુક્તિથી અતીત, અતિ ઉન્નત અને શ્રેષ્ઠ, નીતિની ભાવના આપણા હૃદયમાં રહેલી છે. આ ભાવનાઓ જડ સૃષ્ટિમાં સંતુષ્ટ થઈ શકતી નથી. પણ તેમની મહદ્ અભિલાષા એવી તે સ્પષ્ટ અને પ્રબળ છે કે માત્ર અન્ય દુનિયાને માટે તેઓ લાયકની લાગે છે; અને તેથી કરીને આપણામાં રહેલા દૈવી એશની અને આ જીદગીમાં જ આપણું જીવનની સમાપ્તિ નથી એ વાતની, તેમાંથીજ આપણને સાબીતિ મળે છે. આ વાતો યુતિથી સમજાવી શકાય એવી નથી, પણ માત્ર આપણા અંતરના ઉદ્દગાર જ હોય છે. પરંતુ સઘળા જમાનાના શ્રેષ્ઠ અને મહાન પુરૂષોને અનુભવ એ જ છે એ વાત તેમની સત્યતાની સાબીતિ છે. આ દુનિયાની વસ્તુઓથી આપણે સ્વભાવનો તૃપ્તિ થતી નથી એ ચેકસ છે, અને પવિત્ર અને ઉન્નત જીવનથી આ મહદ્ અભિલાષાઓ પ્રદીપ્ત થાય છે અને સ્વાર્થી અને ભ્રષ્ટ જીવનથી અસ્પષ્ટ અને મંદ થઈ જાય છે એ વાત સાચી છે. અને આ ભાવનાઓનું સ્થાયી ખંડન તત્ત્વજ્ઞાનના કોઈ સિદ્ધાંત કે સંશયવાદથી અદ્યાપિ પર્યત થઈ શક્યું નથી. આપણું નૈતિક સ્વભાવનું વલણ ઉપર જવાનું છે. અને ધર્મ અને નીતિશાસ્ત્રનું મૂળ પણ તે સ્વભાવમાં જ છે, કારણકે આ તત્વ આપણા સ્વભાવના બંધારણમાં અતિ નિર્બળ છતાં સર્વોપરી અને શ્રેષ્ટ છે એ વાતનું ભાન અપણને જે વાતથી થાય છે તે જ વાતથી તે દૈવી અંશ છે એવો ઉપદેશ પણ આપણને મળે છે. તેથી જ દુનિયાના ઉત્તમ ધર્મોએ સ્વાર્થને નહિ-પણ હૃદયને આત્મભોગનું જે દૈવી તત્વ આપણામાં ગુપ્ત રહ્યું છે તેને આશ્રય લીધો છે. આમ આપણા વાસ્તવિક નૈતિક સ્વભાવને સ્વીકાર કરવાથી જ
Page #83
--------------------------------------------------------------------------
________________ યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કુદરતમાં ઈશ્વરને સ્વીકાર થઈ શકે છે, કારણ કે તેવા સ્વીકારમાં આપણું અને આપણાથી ઉત્તમ સ્વભાવ વચ્ચેનો સંબંધ અંતર્ગત રહેલ છે. અને એ સ્વીકાર ન કરીએ તે આદિ-કારણના અસ્તિત્વને પ્રશ્ન માત્ર પુરાણને વિષય બની જાય છે અને ધર્મ કલ્પનાને વ્યાપાર માત્ર બની જાય છે. પરંતુ મોટે ભાગે જનહિતાવાદીઓ કહે છે કે વ્યાવહારિક કાયદાથી જ તેમને સિદ્ધાંત સ્થાપિત થાય છે. અર્થાત બરાબર સમજાય તે આપણા કર્તવ્યને મેળ આપણું સ્વાર્થની સાથે એ તે મળતો આવે છે કે માત્ર વ્યવહારમાં દૃષ્ટિ રાખી માણસ વરતે તે સંપૂર્ણ સદાચારી તે અવશ્ય થાય છે. શારીરિક દુર્ગુણથી અંતે શરીરની ક્ષીણુતા અને દુઃખ આવે છે. ઉડાઊીપણથી અંતે ખરાબી થાય છે. નિરંકુશ રાગદ્વેષથી કૌટુંબિક શાંતિને ભગ થાય છે. બીજાના સ્વાર્થની બેદરકારીથી સમાજની અને કાયદાની શિક્ષા થાય છે. તેથી ઉલટું જેમ સદાચાર વધારે થાય તેમ શાંતિ વધારે રહે છે. પરોપકાર કરવાથી એક પ્રકારને ખરેખર આનંદ થાય છે; અને ટેવ પડતાં સદ્દવર્તનથી અવશ્ય સુખ થાય છે. ટેવ પડયા પછી જેમ દુકાનદારને દુકાને ગયા વિના ચેન પડતું નથી, તેમ નીતિમાં રણધીર પુરૂષ પણ, જે સદાચાર પ્રથમ પિતાના સુખનું સાધન માત્ર હતું તે સદાચારને પછી સર્વથી વિશેષ ગણતાં શીખે છે અને તે જારી રાખે છે. હવે આ મત પ્રમાણે વ્યવહારિક ડહાપણમાં સદાચાર ગણાય છે, અને સદાચાર અને સ્વાર્થ વચ્ચે સંપૂર્ણ મેળ છે એમ લેખાય છે. પરંતુ જો કે આવા મંતવ્યમાં કાંઈક સત્ય સમાયેલું છે, તથાપિ તેથી આપણે છેતરાઈ જવાનું નથી, કારણ કે વ્યવહારના બહુ જૂજ પ્રદેશમાં એ સત્યની સિદ્ધિ છે. પ્રથમ સમષ્ટરૂપે પ્રજાઓને એ વાત લાગુ પડતી નથી, કારણ કે જો કે મેજ અને વિલાસથી પ્રજાનું હૃદય-બળ ખવાઈ જઈ નિર્વીર્ય બની જાય છે, તથાપિ પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસથી સિદ્ધ થાય છે કે જૂલમ, લોભ, સ્વાર્થ અને કપટના સેવનથી પણ પ્રજાની આબાદી બહુ વધી શકે છે. વળી જ્યાં સામાજીક અભિપ્રાયન ડર લેકને હોતે નથી
Page #84
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 37 અને “બળીયાના બે ભાગ” વાળી નીતિ જ્યાં પ્રવર્તમાન હોય છે ત્યાં પણ એ સત્યની સિદ્ધિ થતી નથી. વળી સમાજની અત્યંત સુધરેલી દશામાં પણ અમુક અંશે જ એ સત્ય લાગુ પડે છે. સભ્ય અને સુધરેલા સમાજમાં સામાન્ય સદાચાર પાળવાથી સુખ થાય છે, નિરંકુશ રાગદ્વેષથી દુઃખ થાય છે, અને સમાજના કાયદાનો ભંગ કરવા કરતાં તેમને તાબે રહેવાથી ફાયદો થાય છે. મેટા ગુનાની શિક્ષા થાય છે, પરંતુ જે દુરાચારથી તંદુરસ્તી અથવા પ્રતિષ્ઠાને કાંઈ હાનિ પહોંચતી નથી એવા જરીક દુરાચારની મેજ જે માણે છે તે વ્યવહારમાં લહેર કરે છે. ખરું કહીએ તે સુધરેલા સમાન જમાં પણ દંભ, ડેળ અને ગુપ્ત દુરાચાર કાંઈ ઓછો ચાલતું નથી. તેથી ઉલટું, ઉત્સાહપૂર્વક અથવા દુ:ખ ખમીને પણ જે ઉંચી પ્રતિનું આચરણ રાખે છે તે લોકપ્રિય થતો નથી. પ્રમાણિકતામાં કુશળ વ્યવહાર–નીતિ છે, એ સૂત્રના નિરાકરણનો આધાર પિલિસ ખાતાના સામર્થ્ય ઉપર છે. ઉજળા લૂગડાં પહેરીને અને છાતી કાઢીને ચાલતા માણસનું જીવન બરાબર તપાસવામાં આવે, તે ઘણી વખત તે ગુપ્ત દુરાચારથી ખરડાએલું માલમ પડશે. પણ આત્મભોગ આપનારા સદાચારનો પાયો તે જૂદા જ હોય છે. કઈ પણ રૂપે સુખ જ જે અંદગીની મુખ્ય મતલબ હોય તો માફકસર મધ્યમતા જ આપણું જીવનને મુખ્ય મંત્ર બેશક થાય છે. પણ મધ્યમતા આત્મભાગ અને દુરાચાર બનેની વિરોધી છે. બુદ્ધિની કે નીતિની ખુબીને કોઈ પણ પ્રકાર એ નથી કે જેને મધ્યમ રીતે કેળવતાં તેમાં સામાન્ય રીતે સુખ ઉપજાવવાનું વળણુ ન હોય. પરંતુ મધ્યમતા ઓળંગી જતાં તેમાંથી દુઃખ થાય છે એ વાત પણ પ્રસિદ્ધ છે. વિદ્વાન માણસના આનંદને ભંડાર અખૂટ છે એ વાત ખરી, પણ એટલા માટે અત્યંત વિદ્વત્તાની દશા સુખને અનુકૂળ છે એમ માનવું ભૂલ ભરેલું છે. અતિ માનસિક પરિશ્રમથી જ્ઞાન તંતુએ રાગી અને ચીડીયા થઈ જાય છે, અજ્ઞાન અને મિથ્યાભિમાનનું કંટાળા ભરેલું અને શરીરને તાવી નાંખતું ભાન રહે છે, અને ગંભીર અને પણ પછી મે જાતે રહેતાં અને અપૂર્ણતા રહેતાં રાજર્ષિ ભર્તુહરિની માફક વિદ્વાનને બેલવાને અવકાશ રહે છે કે ઝાઝા ડહાપણમાં ઝાઝી ગમ
Page #85
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગીની છે અને જે જ્ઞાન વધારવા જાય છે તેને સંતાપ પણ વધે છે. આચરણના પ્રદેશમાં પણ એ જ વાત સ્પષ્ટ છે. બહુ કષ્ટ વિના જે સદાચાર પાળી શકાય છે અને બહુ પ્રયાસ વિના જે ટકી શકે છે તે સદાચાર સુખનો વધારેમાં વધારે સાધક થાય છે એ સ્પષ્ટ છે. કુદરતની અને કાયદાની શિક્ષા દુરાચારના મોટા અને હડહડતા પ્રસંગે જ થાય છે. સામાજીક શિક્ષા કદિ ઉંચી પ્રતિમા સદાચારને પણ થાય છે. સમાજના હાનિકારક રિવાજને માન નહિ આપનારા સારા માણસની ગેરઆબરૂ અને અવગણના થાય છે. જનહિતવાદીઓ કહે છે કે સમાજના વિચારની સાથે મનુષ્યની એકતા એક દિવસ એવી થશે કે તેને લીધે સમાજની વિરૂદ્ધ સઘળી લાગણીઓ દબાઈ જશે, પણ આ એકતાને લીધે જ માણસે અત્યંત સદાચારી કે અત્યંત દુરાચારી નહિ થઈ શકે, કારણ કે પિતાના સુખની ખાતર સમાજના સામાન્ય અભિપ્રાયની વિરૂદ્ધ વર્તન કરવાનું મન કોઈને નહિ થાય. આમ દુરાચારની સાથે સદાચારને પણ દબાઈ જવાને પ્રસંગ આવશે. તમે કહેશે કે સંપૂર્ણ સદાચારી માણસના મનની સ્વસ્થતા એ સુખને જે ઉંચામાં ઉંચો પ્રકાર છે, અને વ્યાવહારિક લાભ અને સમાજની શાબાસી મેળવવા કરતાં તેવી સ્વસ્થત મેળવવી વાસ્તવિક રીતે વધારે સારી લેખાય. પણ તેવી સંપૂર્ણ સ્વસ્થતા કઈ પ્રાપ્ત કરી શકતું નથી, અને તેની ઝાંખી પણ કઇકને જ થઈ શકે છે. જ્યારે કોઈ માણસની દુષ્ટ વૃત્તિઓ ઘણી પ્રબળ થાય છે ત્યારે તેને સ્વભાવ છે તેના કરતાં જો અસલથી જ ભિન્ન હોત તે તે વધારે સુખી થાત એમ તે દુઃખીઆને કહેવું નિરર્થક છે. જે સુખની પ્રાપ્તિ જ તેની મતલબ હોય, તે જેવો હોય તે પણ તેના સ્વભાવમાંથી જ તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યા વિના તેને બીજો ઉપાય નથી; તેથી તે દુષ્ટ વૃત્તિઓને કાંઈક તેડ કાઢયા વિના તેને શાંતિ થવાની નથી. અર્થાત આપણી પ્રકૃતિના ગુણ પરત્વે જ નીતિને આ સ્વાર્થ-સિદ્ધાંત લાગુ પડે છે, પણ પ્રતિની સામે થઈ જે ઉત્તમ પ્રતિને સદાચાર પળાય છે તેમાં એ નકામે છે. આપણી શુભ વૃત્તિઓને કેળવતાં એક જાતનો આનંદ આપણને થાય છે એ નિસંશય છે, પરંતુ દુષ્ટ વૃત્તિઓને દબાવી દેવામાં બેશક એવું સુખ
Page #86
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. પ્રાપ્ત થતું નથી. આખી જીંદગી પર્યત કરે કાંઈક અને ઈચછે તેથી વિરૂદ્ધ એવાં પણ માણસ હોય છે. આવાં માણસને સદાચારી થવા માટે સુખને ભોગ આવશ્યક છે, કારણ કે કુદરતી વિકારોની મધ્યમસર તૃપ્તિ કરતાં જે સહન કરવું પડે છે, તેના કરતાં તેમની સામે થતાં ઘણું વધારે સહન કરવું પડે છે. ખરી વાત એ છે કે અત્યંત સદાચારી જીવન આ દુનિયામાં માણસના સુખનું ઉપકારક થાય છે જ એ કથનના જેવું હડહડતું જૂઠું બીજું કોઈ નથી. સ્વભાવ અને સંજોગના બળે એક માણસ પિોતાની જાત ભાદએના સુખમાં પિતાનું મોટામાં મોટું સુખ માને અને બીજો માણસ તેમની દુર્દશામાં પિતાનું સુખ માને, અને આ બીજો માણસ જે પિતાના લાભને અનુસરી વરતે તે તેમાંથી ઉપજતા પરિણામ બાબત જનહિતવાદીને ગમે તેટલે અફસોસ થાય પણ તેને ઠપકો આપવાને કે તેના પ્રત્યે અણગમે બતાવવાને તે જનહિતવાદીને કશે હક નથી. કારણ કે જનહિત વાદીને મુખ્ય સિદ્ધાંત જ એ છે કે માણસની પ્રવૃત્તિ પિતાના મોટામાં મોટા સુખના આશયથી જ થાય છે. * વળી પાપ કરતાં હૃદયમાં બેચેની અને દુઃખ સામાન્ય રીતે બેશક થાય છે, પણ તે ગુનાની ગંભીરતાના પ્રમાણમાં હતાં નથી. મજા તંતુઓની અવ્યવસ્થાને લીધે ઘણું કરીને સ્વભાવમાં ચીડીઆપણું આવે છે; પણ આ ચીડીઆપણાને લીધે અગર ઢીલ કે ઢચુપણાને લીધે હૃદયને ભ્રષ્ટ કરી નાખે એવા કેટલાક અત્યંત ખરાબ દુરાચાર કરતાં પણ વિશેષ દુઃખ ઘણીવાર થાય છે. સદાચારી માણસને ખિન્ન સ્વભાવ છંદગીમાં ઝેરરૂપ કદિ થઈ પડે, અને સ્વાર્થી લુચ્ચો માણસ સ્વભાવની ચંચળતાને લીધે સંસારમાં લાભ પામી જાય અને સુખી થાય. પરંતુ અહીં હાર્ટલીના અનુયાયીઓ કહેશે કે સુખ દુઃખની ગણત્રી કરવામાં મનોદેવતાના ડંખની વાત તમે ધ્યાનમાં રાખતા નથી. આજુબાજુને વિચાર રાખીને પિતાના દુષ્ટ મને વિકારની મધ્યમ રીતે તૃપ્તિ કરતાં પિતાના ચિત્તની સ્વસ્થતા વધતી કોઈ માણસને લાગે, તે તેજ
Page #87
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વખતે પિતાની મને દેવતાના ડંખની વેદના એવી તે તીવ્ર એને થશે કે તેને લીધે એ દુરાચારમાં એ પ્રવૃત્ત થશે નહિ. હવે મને દેવતાની સત્યતાની અને તેથી થતા સુખ દુઃખની આંતરવાદીઓએ ના કદિ કહી નથી અને કહેતા નથી. પણ આ સુખ દુઃખની સત્તા એવી પ્રબળ છે અથવા આપણા આચાર પ્રત્યે એવું પ્રમાણ તેઓ જાળવી રાખે છે કે તેથી કરીને માણસની પ્રવૃત્તિ સદા સદાચારમાં જ થાય છે એ વાતની તેઓ ના કહે છે, અને આ બાબતની સત્યતા માટે તેઓ આંતર પ્રત્યક્ષની સાક્ષી આપે છે. મને દેવતાને આપણા સ્વભાવનું મૂળ તત્વ માનીએ અગર વિચાર-સંગતિનું કુળ માનીએ, પરંતુ તેનો અધિકાર બે પ્રકારને સ્પષ્ટ છે. પ્રથમ તો ખરા બોટાને ભેદ એ કહી આપે છે, અને બીજે અમુક અંશે દુઃખ અને બેચેની એ ઉપજાવે છે. પ્રથમ અધિકાર મનુષ્યની જીંદગીમાં એ સતત ભોગવે છે, બીજો અધિકાર ખાસ સંજોગોમાં જ એ ભોગવી શકે છે. દીવાને ન હોય તે પહેલા દુરાચારનું દુરાચારીને ભાન તે થાય છે, પણ તેથી તેનું હૃદય તેને ડંખી શકતું નથી. કારલાઈલ કહે છે તેમ, કલેજાની સત્તા કરતાં મનોદેવતાની સત્તા મનુષ્યના સુખ ઉપર ઓછો અધિકાર ભોગવે છે. મનદેવતાની વેદના અણગમાની વૃત્તિને બહુ મળતી છે. હલાલખોરને ધંધે બીજા કોઈને કરે ગમશે નહિ, પણ હલાલખોરને તેને અણગમે હોતો નથી. તે જ પ્રમાણે પેધેલા દુરાચારીમાં દુરાચારને ડંખ જતો રહ્યો હોય છે. સચેત હૃદયની અને હી લ્હીને ચાલનારી ગુણી બાળા આજ્ઞાભંગ કે છોકવાદીના પિતાના એકાદા કાર્ય પ્રત્યે પણ ના પસંદ નજરથી જોશે, પરંતુ ગુનામાં રચીપચી રહેતા દુષ્ટ હરામખોરની મનોદેવતા તે બાબતમાં ગામ જ ગએલી હોય છે. વિચાર-સાહચર્યના બળે ભલે મનુષ્યમાં એવી એક વૃત્તિ ઉભી થતી હોય કે જેથી કરીને સ્વાભાવિક રીતે દુ:ખદ વસ્તુ સુખદ લાગે અને સુખદ વસ્તુ દુઃખદ લાગે; પણ પ્રશ્ન એ થાય છે કે એ વૃત્તિને મનુષ્ય શા માટે માન આપવું ? બાહ્ય-અનુભવવાદીના મત પ્રમાણે તે સ્વાભાવિક કર્તવ્ય જેવી કોઈ વસ્તુ જ નથી. જીંદગીમાં માણસે પિતાનું સુખ શોધવા જ તત્પર
Page #88
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 41 હોય છે. આપણું સ્વભાવની રચનાને લીધે અને અરસપરસ આપણું સામાજીક સંબંધોની નિકટતાને લીધે, આપણું જ સુખને માટે કેટલાંક તાત્કાળિક સુખો આપણે તજી દેવાં પડે છે અને કેટલાક દુઃખદ આચાર પાળવા પડે છે એવા અવલોકનમાંથી સદાચારનું આખું મંદીર ઉપજી આવે છે. તેથી હાર્ટલીના નૈતિક રસાયનથી આપણે વૃત્તિઓનાં ગમે તેવા વેષાંતર કે રૂપાંતર થતાં હોય, પરંતુ તેમાં અંતે સ્વાર્થ જ સદાચારનું પ્રયોજન રહે છે. બીજાને સુખ થાઓ વા દુઃખ થાઓ; પણ આપણને અંતે સુખ થતું હોય છે તેવા વર્તનમાં નીતિ જ છે, એ આ મતનું અંતિમ રહસ્ય રહે છે, સમાજ અને સ્વભાવને થાબડી બની શકે તેટલું સુખ મેળવવું એ આમ મનુષ્યનું કર્તવ્ય થાય છે. અને તેથી દરેક માણસે પોતાના સ્વભાવની એવી વ્યવસ્થા કરી લેવી કે જેથી તેને વધારેમાં વધારે સુખ મળે. વિચાર–સાહચર્યના બળે એવી કોઈ ટેવ તેનામાં પડી ગઈ હોય કે જેથી એકંદરે તેને સુખ કરતાં દુઃખ વધારે થાય છે એવી ટેવને ત્યાગ કરવામાં તેને લાભ છે; અને તેનું કર્તવ્ય પણ એટલું જ છે. અને જનહિતવાદમાં કર્તવ્ય શબ્દનો અર્થ પણ એટલેજ થાય છે. આ કર્તવ્ય જે ન કરે તે મૂર્ખ કહેવાય. અને દુરાચાર એટલે મૂખ–એટલુંજ જનહિતવાદીથી બોલી શકાશે. આ પ્રમાણે કર્તવ્યની વાસ્તવિક વ્યાખ્યા આ મત આપી શકતા નથી. ખરું કર્તવ્ય તો મને દેવતાની આજ્ઞાનું યથાર્થ પાલન કરવામાં છે. તેના સુખ દુઃખને પ્રશ્ન કર્તવ્યના પ્રશ્નથી તદન નિરાળો છે. એકંદરે જોઈએ તે મને દેવતાથી સુખ કરતાં દુઃખ કદાચ વધારે થતું હોય છે. તેની શાબાશી કરતાં તેના ઠપકા વધારે તીવ્ર લાગે છે. અને કર્તવ્યનો નહિ, પણ કેવળ સુખને જ વિચાર કરવા બેસીએ, તે મને દેવતાને વારંવાર લપડાક મારી તેના ડંખની વેદનાને દબાવી દઈ દઢ દુરાચારી ઘણીવાર સંસારમાં સુખી થતો જોવામાં આવે છે. પોતાની ભારે લાયકાતનો આનંદથી વિચાર કરતાં સદાચારી માણસને આત્મા આપ શાબાસીથી * જનહિતવાદ પ્રમાણે આ૫–શાબાસી એ સદાચારનું મોટામાં મોટું પ્રયોજન છે. પણ વિવેક, નમ્રતા અને શરમાળપણાથી આપ-શાબાસીને આનંદ છે તે હેવાથી તેમનાથી વધારે નુકસાનકારક કે ગુનાહિત બીજું કાંઈ હોઈ શકે નહિ.
Page #89
--------------------------------------------------------------------------
________________ જર યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. . પ્રસન્ન રહે છે એ વાતનું ખાન નીતિશાસ્ત્રીઓ બહુ કરે છે, પણ વ્યવહારમાં એ અનુભવ ભાગ્યે જ થાય છે. વ્યવહારમાં અતિ સ્વસ્થ ચિત્તને માણસ સદાચારમાં અતિ સંપૂર્ણ સ્વભાવને કવચિત જ હોય છે. નીતિમાં માણસ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ નીતિ પરત્વે તેની લાગણું સૂક્ષ્મતર અને તીવ્રતર થતી જાય છે; અને આપ–શાબાસીની રેલછેલને અંકુશમાં રાખવા વિવેક અને નમ્રતાની વૃત્તિ સર્વોત્તમ સદાચારી માણસમાં હમેશાં હાજર હોય છે. અર્થાત આ આપશાબાસીનું સુખ કર્તવ્યના વિચારનું વિરોધી છે. આચરણના અને ધર્મના દરેક ખરા સિદ્ધાંતમાં, સદાચારના પ્રવર્તક હેતુઓ ઉપર ચિત્તની એકાગ્રતા જેમ જેમ વધારે થતી જાય છે તેમ તેમ તે હેતુઓ વધારે બળવાન થતા જાય છે. જ્યારે તેઓ નજરમાં રહેતા નથી, જ્યારે રાગદેષથી ઘેરાઇ તેઓ અસ્પષ્ટ થઈ જાય છે, જ્યારે તેઓનું ભાન રહેતું નથી અથવા તે ભૂલી જવાય છે, ત્યારે જ માત્ર તેમને વ્યાપાર બંધ પડે છે અને આચરણમાં પ્રતીત થતાં અટકી જાય છે. પરંતુ જનહિતવાદના સદાચારને વિચાર એ છે કે જેમ જેમ તેનાં મૂળ અને સ્વભાવ વિચારમાં સ્પષ્ટ થતાં જાય, તેમ તેમ ચારિત્ર્ય ઉપર તેની અસર ઓછી થતી જવી જોઈએ. ઈદ્રિયજન્ય આનંદો હમેશાં વિવેક કૈિવા પૃથ કરણના બળની અવગણના કરશે, કારણ કે આપણું જીવનમાં તેમનો વાસ્તવિક પાયો છે. અનાદિ કાળથી વસ્તુસ્થિતિ એવીજ છે. પરંતુ સદાચરણથી જે આનંદની પ્રાપ્તિ આપણને થાય છે તે આનંદનો પાયો આ જનહિતવાદ પ્રમાણે તદન જૂદાજ છે. પ્રાસંગિક અને કૃત્રિમ વિચાર-સંગતિનું તે પરિણામ છે; ટેવનું, સાધનને ઉદ્દેશ માનતી કલ્પનાની ગેરસમજનું, જે કાર્યો અને ગુણે સમાજને ઉપયોગી છે તેમને સમાજથી અપાતા ગૌરવનું, ફળ છે. જેમ જેમ આ વાત હૃદયમાં ઉતરતી જાય છે, જેમ જેમ સ્વાભાવિક સર્વોત્તમતા અને નૈતિક બંધનના વિચારથી સદાચારના વિચારને અંત:કરણ પૃથક્ કરતું જાય છે અને તેમને સંબધ કેવળ કૃત્રિમ છે એમ મનને સ્પષ્ટ થતું જાય છે, તેમ તેમ નૈતિક હેતુનું નિયામક બળ
Page #90
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. નષ્ટ થતું જશે. કાર્યોમાં અને બંધાઈ ગએલા સ્વભાવમાં રહેલાં સુખ વધારવા કે ઘટાડવાના વલણથી તેમની નીતિનું માપ કરવાને જનહિતવાદીને કાયદો, અથવા “માણસે એવું વર્તન રાખવું જોઈએ કે તેમાં સમાએલા કાનુનને સર્વ બુદ્ધિશાળી મનુષ્ય કાયદા તરીકે સ્વીકારે' એ કેન્ટનું સૂત્ર, જીદગીમાં એક માર્ગદર્શક તરીકે કદાચ ઘણું ઉપયોગી હશે; પણ તેમને નૈતિક વજન પ્રાપ્ત થાય એટલા માટે નૈતિક બંધનની લાગણી તેમનાથી પ્રથમ હેવાની જરૂર છે; અર્થાત કર્તવ્યની જાણ થાય ત્યારે તે પ્રમાણે જીદગીમાં વર્તવાની આપણી ફરજ છે એનું ભાન પ્રથમ સ્વીકારવું જોઈએ. અને વિવેકબુદ્ધિની નજરમાં, આ તાવ કેવળ કૃત્રિમ વિચાર–સાહચર્ય કદિ પૂરું પાડી શકતું નથી. આમ ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં, આ સિદ્ધાંત નીતિને ઉધો. વાળનારે જ નીવડે છે; અને વિશેષે કરીને સ્વાર્થ–ત્યાગ અને ઉંચી પ્રતિના હિંમતવાન સદાચારને તે બહુ પ્રતિકૂળ છે. આ સદાચારને તેમાં અવકાશ મળતો હોય તો પણ તેમનું વાજબીપણું તે મતમાં સિદ્ધ થતું જ નથી. મનેદેવતાને ઉત્પત્તિમાન વૃત્તિ માનવાથી તે મને દેવતા રહેતી નથી; અને કઈ આંતરવાદી એ વાત કબુલ કરશે નહિ. જે કેટલીક વૃત્તિઓ આપણામાં અત્યારે છે તેમની ઉત્પત્તિને ખુલાસો આપવો એટલું જ કામ નીતિવેત્તાનું છે એમ માનવું કેવળ ભૂલ ભરેલું છે. સઘળા આચરણના મૂળમાં એક એવી માનસિક બુદ્ધિ રહેલી છે કે જે સ્પષ્ટ રીતે પ્રિયતા કે અપ્રિયતાની આપણી લાગણીથી, સુખ કે દુઃખથી, તદન ભિન્ન છે. પિતાની કોઈ નિર્દોષ ઇથી જ્યારે માણસને કોઈ નુકસાન થાય છે અથવા સામાજીક કેઈ કાયદાને ભગ અજાણતાં તેનાથી થઈ જાય છે ત્યારે કદિ મનમાં ઘણે દિલગીર બની તે શરમાઈ જાય છે; છતાં તેણે કોઈ પાપ કર્યું નથી એમ એ સારી રીતે સમજે છે. કર્તવ્ય અને તેની સર્વોપરિ સત્તાનું ભાન મને દેવતાનું ખાસ લક્ષણ છે અને આ લક્ષણ વડેજ આપણા સ્વભાવના સધળા અંશથી તે ભિન્ન થાય છે; પણ એ ભાનની સ્પષ્ટતા વિચાસાહચર્યના નિયમથી બલકુલ થતી નથી. અમુક વર્તન સુખકારક છે અને જે વૃત્તિઓને લીધે
Page #91
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, માણસ તે વર્તનમાં પ્રેરાય છે તેમને નિર્બળ કરતાં અમુક અંશે દુખ થાય છે એમ કહેવું, અને તે વર્તન કરવાનું માણસનું કર્તવ્ય છે એમ કહેવું, એ બન્ને વાત ભિન્ન ભિન્ન છે એ સ્પષ્ટ છે. હાર્ટલીને સદાચાર અંતે કલ્પનાને રોગ જ છે. લેભ વૃત્તિ કરતાં સમાજને એ વધારે લાભકારક કદાચ થતો હશે, પણ બનેની રચનાનો પ્રકાર એક જ છે; અને બન્નેનું બંધન-બળ બરાબર સરખે જ અંશે છે. હોટલીના મત પ્રમાણે પોતાની મનેદેવતાની આજ્ઞા પ્રમાણે જે કાઈ ન ચાલે તો તેને દુરાચારી કહી શકાય નહિ. જનહિતવાદીઓ કહે છે કે સ્વાર્થથી સ્વતંત્ર કર્તવ્યને કાંઈ અર્થ જ થતું નથી, કારણ કે જે કાર્ય ન કરવાથી આપણને કાંઈ ખરાબ પરિણામ આવે નહિ તે કરવાની આપણને ફરજ છે એમ કહેવામાં મૂર્ખાઈ છે. પરંતુ આ લીલને જવાબ આપો હવે સહેલું છે. કર્તવ્યને કાયદો પળાવવામાં દાન અને દંડ સહાયભૂત થાય છે એ વાત ખરી, પણ કર્તવ્યના સ્વભાવનાં તે આવશ્યક તો નથી. અને આ વાત સામાન્ય લકેને સ્વતઃ સિદ્ધ જ લાગે છે. આંતરવાદીઓ એટલું જ કહે છે કે કેટલાંક આચરણે બીજા કરતાં વધારે સારાં, ઉત્તમ અને ઉચા પ્રકારનાં હોય છે એ જ્ઞાન આપણને આંતર પ્રત્યક્ષથી જ સિદ્ધ છે; આપણા જીવનના બંધારણને લઇને આ વાત સુખ કે દુઃખની અપેક્ષાથી અત્યંત ભિન્ન છે; અને આપણું પ્રવૃત્તિનું પ્રયોજન તે થઈ શકે, થવું જોઈએ અને વારંવાર થાય છે. ઉત્તમ રસ્તો મૂકીને માણસ કદાચ અધમ રસ્તો ગ્રહણ કરે એ વાત બને એવી છે. અને તેમ થાય તો તેને શિક્ષા થવી યોગ્ય છે એમ આપણે કહીએ છીએ, અને ન થાય તે તે વાતને આપણે ગેરવાજબી ગણીએ છીએ, પરંતુ તેને દાન કે દંડ દેવા કેઈ ઉપરી સત્તા ન હોય, તે પણ તેથી તેનાં ખાતટસ્થ થઈ જતાં નથી. તેનાં સારાં કામની સ્તુતિ કે નઠારાં કામની નિંદા બં થાય તે પણ તે અનુક્રમે સારાં અને નઠારાં છે જ અને રહેશે. સુખ સિવાય અન્ય હેતુ પસંદ કરવાની માણસની શક્તિ છે કે કેમ એ પ્રશને નિર્ણય અંતે આંતર-પ્રકાશના ભાગે રહેવા દેવો જોઈએ. સદાઅરની પછવાડે ગમે તેટલું સુખ આવતું હોય, પરંતુ કોઈપણ સ્વાથી
Page #92
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 45 ઉદ્દેશથી સ્વતંત્ર સદાચારની પસંદગી થાય છે એ વાત લેકના સામાન્ય અભિપ્રાયથી વિરૂદ્ધજ છે. અને કર્તવ્યની પ્રબળ લાગણીઓ અને પ્રબળ રાગ ઠેષ વચ્ચે જ્યાં વિરોધ હોતો નથી ત્યાં પણ સુખના ધોરણથી સદાચારના અંશનું માપ કરવું અશકય છે. સર્વોત્તમ સદાચારી માણસ અત્યંત સુખી કવચિત જ હોય છે. “દુ:ખી માણસ” રૂપે પિતાનું પરમ પ્રાપ્તવ્ય આજ અઢાર વર્ષથી ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યું છે. ઉપર બતાવેલી દલીલોને લીધે આંતરવાદીઓ જનહિતવાદનો ત્યાગ કરે છે. મનુષ્યને સુખ ઉપજાવતા કાર્યો નીતિમાન હવાની તેઓ ના નથી કહેતા. પણ તેઓ એમ કહે છે કે કાચની નીતિ પરત્વે થતી ઉપલબ્ધિ આપણને અંતરમાં પ્રત્યક્ષ અને સ્વભાવ-સિદ્ધ ન હોત તો આપણું સ્વાઈની સાથે મનુષ્યના સુખનો વિરોધ આવતો હોય ત્યારે પણ તેમનું સુખ શોધવાનું આપણું કર્તવ્ય છે એ વાત આપણને કદિ પણ સમજાત નહિ અને ઉપયોગિતાને લીધે જ માણસનો સદ્દગુણ ખીલી નીકળે છે અથવા તેના પ્રમાણમાં જ અવશ્ય કરીને સદાચારની કિંમત છે એ વાતની તેઓ ના પાડે છે. તેઓ કબુલ કરે છે કે સમાજની હાલની સ્થિતિમાં સદાચાર અને આબાદીના માર્ગ સામાન્ય રીતે એક હોય છે. પરંતુ તેમની દલીલ એવી છે કે એ બન્ને માર્ગ વાસ્તવિક રીતે ભિન્ન ભિન્ન છે, અને તેથી સમાજની વ્યવસ્થામાં ગમે તેવી ઉથલપાથલ થાય તે પણ આપણું કર્તવ્યનો વિચાર તો છે તેનો તે જ રહેવાને; સંતાનના અમલમાં પણ તે વિચારમાં કોઈ ફેરફાર થવો શકય નથી. ગણત્રી કે ટેવથો સદાચાર કાંઈક વિશેષ છે. નીતિના મૂળ નિયમોને છે તેનાથી ઉલટા પ્રકારને ખ્યાલ આવ પણ અશક્ય છે. સદશ વૃત્તિઓને એક માની લેવાની ભૂલ કરવાનું પ્રબળ વલણ માણસમાં હોવા છતાં, કર્તવ્યનું ભાન અને ઉપગિતાનું ભાન મનુષ્યની સમજણમાં તદન ભિન્ન રહે છે અને દરેક કાર્યમાં આ બે તને જુદા પાડવા આપણે સમર્થ છીએ જ. શુરવીર શત્રુ પ્રત્યે ઉપજતું માન, વિશ્વાસઘાતી માણસ ઉપયોગી હોય છતાં તેના પ્રત્યે થતો ધિક્કાર, મરતી વખતે પ્રિય પેશીઓના કલ્યાણ માટે રહેતી
Page #93
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કાળજી, જાણી જોઈને કરેલી અને અજાણતાં થએલી ઈજા વચ્ચે તેમજ શની આવશ્યક્તા, સ્વાર્થના અંશથી અવશ્ય ઓછી થતી નીતિની કિંમત, આબરૂ કે ઉપકારના પ્રસંગે જે માણસ પોતાના સ્વાર્થની ગણત્રી કરવા બેસે તેના પ્રત્યે ઉપજતે ધ, બીજા બધા મનોભાવથી કાંઈ જુદા જ પ્રકારને થતે પશ્ચાતાપને પ્રભાવ, ઇત્યાદિ એની મેળે ઉપજતા અને સાર્વત્રિકો અભિપ્રાયથી એમ જ સિદ્ધ થાય છે કે સ્વાર્થ વૃત્તિ અને સદાચારની વૃત્તિમાં ઘણે ફેર છે. સુખ શોધવું અને દુઃખ તજવું, એવું આપણું સ્વભાવનું બંધારણ છે; તે સિવાય જેમ તેને માટે બીજું કારણ આપી શકાતું નથી, તેવી જ રીતે “વાજબી’ અને ‘ગેરવાજબી " શબ્દ પણ આપણા જીવનના અંતિમ બુદ્ધિગ્રાહ્ય પ્રયોજનોનું આપણને ભાન કરાવે છે. આ પ્રજને બીજથી કેવળ ભિન્ન છે, ઉંચા પ્રકારના છે અને કર્તવ્યનું ભાન તેમની સાથે જોડાએલું છે, એવું ભાન આપણને થાય છે. નીતિના જે સિદ્ધાંતમાં આ હકીકત કહી ન હોય તે સિદ્ધાંત, જે વૃત્તિઓનું આપણને અંતરમાં ભાન થાય છે તેમનું બરાબર અને યથાસ્થિત ખ્યાન કરવામાં નિષ્ફળ થાય છે. વ્યાજે નાણું આપવામાં જેમ ઉદારતાં લેખાતી નથી, તેમ કોઈપણ સુખ મેળવવાની આશાએ આપેલા સુખના ભોગને સદાચાર કોઈ કહેતું નથી. શુદ્ધ નિઃસ્વાર્થ વિના સગુણ અંશ બનતા જ નથી. અને નીતિના જાજવલ્યમાન કાર્યો પ્રત્યે જે આવિર્ભાવ આપણને થાય છે, તે સઘળાનું મૂળ એ જ છે. દુઃખ અને સંકટ તથા માનસિક વેદના અને અકાળ મૃત્યુ ભોગવીને, અને મુઆ પછી મળવાના બદલાની આશા વિના જેને પિતે નીતિનો માર્ગ ગણે છે તે માર્ગનું ગ્રહણ માણસથી થઈ શકે એમ છે એમ આપણને લાગે છે. આપણા જીવનને એ મહાન ખાસ હક છે, અને માનુષી અને દૈવી પ્રકૃતિએને ત્યાં મિલાપ થાય છે. છતાં જનહિતવાદ પ્રત્યે લોક આકર્ષાય છે તેનું એક કારણ એ છે કે જે નૈતિક ગુણની ઉત્પત્તિ એ સિદ્ધાંતથી ઘણું કરીને થઈ શકે એમ આપણને લાગે છે તે ગુણેને આવિર્ભાવ સમાજની અમુક અવસ્થામાં એની
Page #94
--------------------------------------------------------------------------
________________ * આવરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. - ~ મેળે થાય છે, જેનાં મન આમ જનહિતવાદને માટે આગળથીજ તૈયાર થઈ રહેલાં હોય છે. બીજું કારણ બુદ્ધિનું આકર્ષણ છે, કારણ કે તેની મોહક સાદાઈ અને સરળતાથી ઘણાં માણસની બુદ્ધિ અજાઈ જાય છે. જન-સ્વભાવમાં રહેલી ભિન્ન ભિન્ન શકિતઓ અને મિશ્ર વ્યાપારે એજ સિદ્ધાંત અથવા પદ્ધતિને વશ છે એ દાવે તે કરે છે; અને એ વિચાર લોકોને ઘણે સરળ અને મોહક લાગે છે. તેથીજ છેલ્લા સૈકામાં ઇકિયવિજ્ઞાન વાદ ઘણે કપ્રિય થઈ પડ્યો હતો, અને તેથી જ આ શાળાના ઘણા ખરા તત્વચિંતક જન–સ્વભાવમાં રહેલા દ્વતની ના પાડવા પ્રેરાયા હતા. પરંતુ કેવળ સરળતા નીતિની બાબતમાં ખાસ કરીને જોખમકારક નીવડે છે; કારણ કે આપણી નૈતિક મનોવૃત્તિઓના વ્યાપાર એક બીજામાં ભળાઈ જતા હોવાથી અને દરેકનાં અનેક રૂપાંતર થઈ શકતાં હોવાથી, દરેકમાંથી બીજી બધીની ઉત્પત્તિને ખુલાસો કઈને કઈ રીતે આપી શકાય છે. આ પ્રમાણે જ્યારે હઝ, સ્વાર્થના સિદ્ધાંતના નામે કહે છે કે બીજાનીં આફતના ભાનથી ઉપજતી આપણા પિતાના ઉપર ભાવિ આફતની કલ્પનાનું નામ દયા છે; પપકારના સિદ્ધાંતના નામે જ્યારે હચીસન કહે છે કે બીજા ઉપર જુલમ કરવા આપણે ઉશ્કેરાઈએ છીએ અને તેથી પરોપકાર વૃત્તિ શિથિલ થઈ જાય છે; એ દુરાચારની દુરાચારતા છે; વળી આપણા સ્વભાવની સર્વોત્કૃષ્ટતાને બચાવ કરતાં કેટલાક જ્યારે એમ કહે છે કે દયાથી એતે ઉત્તમ પ્રકારને આનંદ થાય છે કે તે લાગ ને સંતોષવાની ખાતર આપણું ક્રર કૃત્યો થાય છે, ત્યારે આ દરેક સિદ્ધાંતમાં વિચિત્રતા છતાં, માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં બેશક તેમાં કાંઈક સત્ય છે ખરું. ભવિષ્યના દુઃખની જેને તીવ્ર ધારતી રહે છે તેના હૃદયને બીજાનું દુઃખ જોઈ આંચક લાગે છે. જે માણસને પરોપકારની તીવ્ર લાગણીઓ હોય છે તે બીજાનું બૂરું કરવામાં પ્રવૃત્ત થતું નથી, અને દયામાં આનંદનો અંશ રહે છે એ વાત પણ ખરી છે, અને કોઈ માણસમાં એ અશ વખતે એવો તીવ્ર બની જાય છે. તેની ખાતર ગુને પણ તે કરે. પણ આ બધું અપવાદ રૂપ હોય છે અને આ અપવાદને નિયમ
Page #95
--------------------------------------------------------------------------
________________ 48 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગણું લેવામાં અને જે રીતે એ પરિણામ ઉપજી આવે છે તે રીતનું ટું ખ્યાન કરવામાં એ સિદ્ધાંતની ભૂલ થાય છે. આપણામાં અત્યારે જે નૈતિક મનેભાવ રહેલા હોય તેમને સાબીત કરી આપવા અને પછી તે કેમ રચાયા હશે તેનું કેવળ તર્કના આધારે અનુમાન બાંધવું એટલુંજ કામ માત્ર નીતિના તત્વચિંતનમાં અવેલેકનનું નથી, પરંતુ તેમની રચનાની બધી અવસ્થાઓનું બારીક અવલોકન થવું જોઈએ. વળી પિતાનો મત અનુભવજન્ય છે એમ અનુભવવાદીઓ કહે છે, પરંતુ અનુભવ શબ્દનો અર્થ પણ સ્પષ્ટ થવાની જરૂર છે. ખરું બેટું જાણવાની કઈ સ્વભાવસિદ્ધ શક્તિ કે વૃત્તિ આપણામાં રહેતી નથી અને વર્તનના જૂદા જૂદા પ્રકારમાં ખરું સુખ વધારવાનું ઓછું કરવાનું જે વલણ રહેલું છે તે વલણના અનુભવ ઉપરથી જ ખરા ખોટાને ખ્યાલ આપણને આવે. છે એમ જે માનતો હોય તેને જ નીતિશાસ્ત્રમાં યથાર્થ અનુભવવાદી કહેવાય. છતાં કેટલાક એમ માનતા જણાય છે કે આપણું નૈતિક વિચારોના મૂળને નિર્ણય અનુભવ કિવા વ્યાપ્તિ-પ્રયોજક અનુમાનથી થવો જોઈએ એ વાત માત્ર અનુભવવાદીઓ જ સ્વીકારે છે. પરંતુ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે, કારણ કે એ અર્થમાં તે આંતરવાદીઓ પણ અનુભવવાદી જ છે. આચરણને પાયો અને તેના સિદ્ધાંતને પાયે એ ભિન્ન ભિન્ન વાત છે. જે વાદીઓ નૈતિક શક્તિનું અસ્તિત્વ માને છે તેઓ અનુભવથી સ્વતંત્ર પિતાના સિદ્ધાંતોના સૂત્ર તરીકે એ વાતને સ્વીકારી લેતા નથી, પરંતુ વ્યાપ્તિ-પ્રયોજક અનુમાનને સખ્ત પ્રયોગ કર્યા પછી જ તેનું સત્ય તેઓ માને છે. પિતાની વર્તમાન નૈતિક વૃત્તિઓને તપાસી તેમનું પૃથક્કરણ અને વર્ગીકરણ તેઓ કરે છે, બીજી વૃત્તિઓથી આ વૃત્તિઓ કેવી રીતે જૂદી છે તેનો નિર્ણય કરે છે, જૂદા જૂદા મનભાવને પગલે પગલે ચાલી તેમનું નિરીક્ષણ કરે છે, અને જ્યારે તેમને માલુમ પડે છે કે બીજી વૃત્તિઓથી તેઓ અત્યંત ભિન્ન છે અને આગળ તેમનું પૃથ્થકરણ થઈ શકતું નથી ત્યારે જ તેમને એક ખાસ શકિતના હવાલામાં તેઓ સેંપી દે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. - 49 છેવટના પૃથક્કરણમાં આપણું સઘળી વૃત્તિઓને એક બીજાથી ભિન્ન ભિન્ન કરી આપે છે એટલે જ અર્થ “નૈતિક શક્તિ”ને થાય છે. આપણામાં નૈતિક શક્તિ રહેલી છે એમ કહેવામાં આંતરવાદીઓને આશય એવો નથી કે શરીરના અવયવની પેઠે અંતઃકરણમાં તે પણ એક ભિન્ન અને સ્પષ્ટ અવયવ છે. આવી જડવાચક કપનાની આપણને કોઈ માહિતી નથી. “શક્તિ શબ્દ માત્ર વર્ગીકરણનેજ વાચક છે. આપણામાં રહેલા ચેતન પદાર્થની સત્તાને લીધે જાણવાની, અનુભવવાની અને નિશ્ચય કરવાની આપણામાં શક્તિઓ રહેલી છે એમ બોલવાનું તાત્પર્ય એવું નથી કે ઘરના ઓરડાઓની પેઠે તે શક્તિઓનાં પણ આપણા અંતઃકરણમાં જુદાં જુદાં ખાનાં છે. આપણું વ્યકિતત્વ તે આખું અને એકજ છે. તેના ભાગ પાડી શકાતા નથી. પરંતુ તે શક્તિઓનું ભાન એકંદરે આપણને જૂદું જુદું થાય છે. નૈતિક શક્તિ રસિક વૃત્તિથી ભિન્ન છે એમ કહેવામાં મતલબ એટલી જ છે કે નૈતિક ઉત્તમતા વિષે અતઃકરણ અમુક પ્રકારના અભિપ્રાય આપે છે અને ૌંદર્ય પરત્વે અન્ય પ્રકારના અભિપ્રાય એ આપે છે. નૈતિક પ્રત્યક્ષ આપણા સ્વભાવના કયા ભાગને થાય છે એ પ્રશ્નનું રહસ્ય એટલું જ છે કે માનસિક દર્શનેની ક્યી પરિપાટીને તેઓ ઘણાજ મળતા આવે છે ? આટલી વાત જે બરાબર ધ્યાનમાં રાખવામાં આવે તે આંતરવાદીઓનું દેખીતું મતભિનત્વ બહુ ઓછું લાગશે, કારણ કે નૈતિક મનભાવનું કોઈ એક લક્ષણ માત્ર સ્પષ્ટ કરવા દરેક શાખા મથે છે. દાખલા તરીકે બટલર કહે છે કે કર્તવ્યના ભાનને લીધે નૈતિક મનોભાવ બીજા બધા મનેભાવથી જૂદા તરી આવે છે. તેથી આપણું આચાર ઉપર તેમની સર્વોપરિ સત્તા છે. આ સર્વોપરિ સત્તા જે શક્તિના હવાલામાં છે તે શક્તિનું નામ મને દેવતા. એડમ મિથ ઈત્યાદિ લેખકને નૈતિક મને ભાવમાં રહેલી સહૃદયતા આકર્ષક લાગી. સ્વાભાવિક રીતે જ આપણને દયાનું આકર્ષણ થાય છે, અને ક્રૂરતાને અણગમો હોય છે. તેથી ખરા ખોટાને ભેદ કહેતી શક્તિમાં વિવેક બુદ્ધિનું તત્ત્વ નથી એમ તેણે કહ્યું. પરંતુ કડવર્થ, કેન્ટ ઈત્યાદિને આ પૃથક્કરણ યથારિત ન લાગ્યું. ન્યાય, દયા, સત્યતાદિ સદ્--
Page #97
--------------------------------------------------------------------------
________________ 50 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગુણમાં આપણને આકર્ષવાની શક્તિ છે એટલું જ નહિ, પણ તે ખસુસ કરીને અને અવિક રીતે સારાજ છે; તેમના તેવા હવાને આધાર આપણે બંધારણે ઉપર કે બંધારણને લઈને નથી; અને તે કદિ પણ દુરાચાર થાય અથવા તેથી ઉલટા ગુણે કદિ પણ સદાચાર થાય એ વાત અશક્ય છે એવું બુદ્ધિ-પ્રત્યક્ષ પણ આપણને થાય છે. તેથી તેઓ બુદ્ધિનાં સહજ જ્ઞાન છે. કલાર્ક કહે છે કે આપણા સ્વભાવની શક્તિઓમાં વધતા ઓછા ગૌરવનક્રમ છે અને વસ્તુઓની પ્રકૃતિ સાથે એકરાગ રહેવામાં સદાચાર છે. વોલેસ્ટન કહે છે કે સદાચાર માત્ર સત્યના પ્રકાર છે અને હચીસન કહે છે કે એ શુભેચ્છાના પ્રકાર છે; અને આ વાતમાં “નૈતિક ઈદ્રિય” સંમત થઈ તે સ્વીકારે છે. આ નૈતિક ઈદ્રિયને શેફટસબરી ઈત્યાદિ નૈતિક રસજ્ઞતા કહે છે. રીડના નીતિશાસ્ત્રમાં નૈતિક ઈદ્રિય કે શક્તિ પાયારૂપ છે. હયુમ જનહિત વાદી છે; છતાં એ કહે છે કે કાર્યની ઉપયોગિતાનું ભાન આપણને આ નૈતિક ઈદ્રિયેથી થાય છે. કેટલાક કહે છે કે આપણા નૈતિક ફેંસલામાં બુદ્ધિનો નિર્ણય અને હૃદયને આવિર્ભાવ બને હોય છે. આથી આગળ જઈ કેટલાક કહે છે કે આ બે તો જુદી જુદી જાતના સદાચારમાં જૂદે જૂદ અંશે લાગુ પડે છે. લૈર્ડ કઈમ્સ કહે છે કે ન્યાય અને સત્યાદિ કેટલોક સદાચારમાં ખરા ખોટાનું આપણું બુદ્ધિ-પ્રત્યક્ષ સંપૂર્ણ બંધનકારક છે. અને તેથી તેમના ભગમાં સ્પષ્ટ ગુને થાય છે. પરંતુ શુભેચ્છા કે સખાવત જેવા સદાચારમાં આકર્ષણ કે લાગણી વધારે પ્રબળ હોય છે અને તેમાં નૈતિક બંધન અપૂર્ણ પ્રકારનું હોય છે. કેટલાક કહે છે કે નીતિના અને સાંદર્યના અનુભવમાં ઘણું સામ્ય છે. આ બાબત વિચારવા જેવી છે. નીતિ અને સુંદરતાને નિકટ સંબંધ માણસને હમેશાં લાગે છે. પ્લેટે કહે છે કે નીતિની સુંદરતા એવા સર્વોપરી નમુનો છે કે બીજે બધાં દશ્ય સૌંદર્ય તેની છાયા માત્ર હોય છે. નીતિનું સૌંદર્ય એ શબ્દોમાં યથાર્થતા આપણને લાગે છે. આપણને લાગે છે કે સૈાંદર્યના જુદા જુદા પ્રકારમાં જુદા જુદા સદ્દગુણની વાસ્તવિક સદશતા રહેલી છે અને કાવ્ય અને વતૃત્વના ઘણાખરા મનહારિત્વને આધાર
Page #98
--------------------------------------------------------------------------
________________ સાદસ્થ ઉપર રહેલું હોય છે. વળી આપણને લાગે છે કે આકાશાદિની સુંદરતા માત્ર દર્શનથી જ આપણને આપોઆપ સિદ્ધ છે, અને ઉપયોગિતાના ભાનથી એ વાત તદન જૂદીજ છે તથા ઉપગિતાના વિચારથી પ્રાપ્ત થતી નથી; તેથી. નૈતિક ભાનની પેઠે સૌંદર્યનું ભાન પણ આપણને સહજ અને તાત્કાલિક થાય છે. વળી આપણું મનના વ્યાપારમાં ઉડા ઉતરી આપણે તપાસીએ તે આપણને લાગે છે કે નીતિની પેઠે સૌંદર્યના ભાનમાં પણ બુદ્ધિને અંશ અને હૃદયનો ભાવ રહેલાં છે. સુખના વિચારમાં તેની ઈચ્છાનો અને કર્તવ્યના વિચારમાં તે કરવાનો વિચાર જેમ અંતર્ગત છે તેમ સૌદર્યના વિચારમાં પણ સાનંદ પ્રેમને આવિર્ભાવ રહેલે જ છે. વળી સારા નરસાના ભેદની પેઠે સુંદરતા અને વિરૂપતાને ભેદ પણ સૌને સ્પષ્ટ છે. નરસા કરતાં સારું અને વિરૂપ કરતાં સુંદર વધારે ઉત્તમ છે એ વાત પણ સર્વને નિર્વિવાદ છે. વિગત પરત્વે કેટલીક બાબતમાં મતભેદ જોવામાં આવે છે એ વાત ખરી, તથાપિ વાસ્તવિક એકમતતા ઘણી વધારે જોવામાં આવે છે. ભિન્ન ભિન્ન દેશમાં પણ ઉત્તમ કાવ્ય પ્રતિ માણસોનાં મન આકર્ષાયાં છે. સંગીતની આલ્હાદક્તા, સુંદર સ્ત્રીના મુખનું મનેહારિત્વ, તારા વાળા આકાશની કે પર્વતની ભવ્યતા, ખળ ખળ વહેતા ઝરાની મૃદુ મુંદરતા, આ સર્વની મહાનિ દરેક જમાનામાં મનુષ્યોએ અનુભવી છે અને અનુભવશે. એ જ પ્રમાણે સાહસિક સદાચાર અને સદ્દગુણના નમુનાની સર્વ કાળમાં લેકેએ વાહ વાહ કહી છે અને કહેશેજ. નાની નાની બાબતમાં મતભેદ હોવા છતાં મેટી બાબતમાં તે સાર્વત્રિકતા સ્પષ્ટ જ છે. એકંદરે સિદ્ધાંત તે અવિકૃતજ છે. સત્યને દુરાચાર કે વ્યભિચારને સદાચાર કોઈ કહેતું નથી; તેમ ઉનાળાના રમણીય સૂર્યાસ્તને વિરૂપ કે ઘંટીગેબાવાળા મનુષ્યના મહેને સુંદર કઈ કહેતું નથી. બને બાબતમાં જે મતભેદ પડે છે તે મોટે ભાગે જમાનાની ભિન્ન ભિન્ન અંશે પ્રગતિને લઈને પડે છે. નૈતિક ધારણ અમુક હદમાં અને જનસમાજના વિકાસની સાથે સાથે અમુક નિયમેજ બદલાય છે. જંગલી દશામાં સર્વોત્તમ ગણાતા સદ્દગુણ સુધરેલી દશામાં દમ વગરના
Page #99
--------------------------------------------------------------------------
________________ પર ' યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગણાય છે અને તેથી ઉલટું, તે દશામાં ગૌણ ગણાતા સદ્દગુણ સુધરેલી દિશામાં મુખ્ય ગણાય છે. વળી કેટલાક સદાચાર એવા પણ હોય છે કે જે અત્યંત સુધરેલી દશા સિવાય માણસને સમજાવા અશક્ય છે. વળી કેટલીક વખત દયા અને નિર્દયતાદિ સદાચાર અને દુરાચારનો પ્રશ્ન માત્ર ઓછા વધતા સદાચારનો જ પ્રશ્ન હોય છે, અને સુધારાની કોઈ એક અવસ્થાનું રણ બીજી અવસ્થાના ધારણ કરતાં કદિ બહુ ઉચું પણ હોય. એજ પ્રમાણે વધતા જતા સુધારાને લીધે આપણી રસિક વૃતિમાં ફેરફાર થતો જાય છે. જંગલીની અને સુધરેલાની રસિક વૃત્તિમાં ફેર હોય છે. દેશ દેશના રીવાજને લીધે તેમના પહેરવેશમાં ફેર હોય છે; રંગની પસંદગી માં પણ ફેર હોય છે. રસિક વૃત્તિ કેળવાતાં તેના નિયમ પણ બદલાતા જાય છે. છતાં સંદર્યનાં સામાન્ય લક્ષણો તેના તેજ રહે છે. વળી આ બન્ને બાબતેમાં ઘણા મતભેદના કારણે પ્રાસંગિક પણ હોય છે. કોઈ વગવાળા મોટા માણસના દેખાવની કે પોશાકની વિચિત્રતાનું અનુકરણ ઘણી વખત લેકે કરવા માંડે છે અને કાળ જતાં તેમાં રસજ્ઞતા ગણવા લાગે છે. એવી જ રીતે કઈ પ્રાસંગિક સંજોગના બળે કે તટસ્થ કાર્યમાં મોટે સદાચાર ગણુંવા લાગે, તે લેકની મનોદેવતા પણ તેને ધીમે ધીમે તેવું ગણવા લાગે છે અને પછી વધારે વિશાળ ન્યાયબુદ્ધિને અપીલ કરવાથી જ આ ભૂલ સુધરી શકે છે. પિતાના સંજોગ અને સ્થિતિના પ્રભાવે દરેક પ્રજા સેંદર્ય અને નીતિ પરત્વે પિતા પોતાના જ નમુનાપ્રમાણે બેલે છે અને વરતે છે અને તેને બીજા કરતાં સ્વાભાવિક રીતે જ વિશેષ ગણે છે. ઉજડ પર્વતમાં વસનારી, ચારે તરફ દુશ્મનોથી વીંટાએલી, અને હિંમત જાગૃતિ અને અથાક બંદોબસ્તથીજ જે પિતાની સ્વતંત્રતા જાળવી રાખે છે, તે પ્રજા ક્રૂરતા અને છળકપટ પ્રત્યે કઠેર નજર નહિ રાખે; અને જે પ્રજા ધનવાન, વિદેશીય હુમલાની ધાસ્તી રહિત અને બહોળો વેપારવાળી હેય તે એજ દુરાચારને જોખમકારક ગણશે અને બીજાને સર્વોત્તમ ગણશે. એજ પ્રમાણે હબસીઓના અને રેરાઓના સંદર્યના વિચારમાં
Page #100
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ 53 ફેર હોય છે. પિતાના સંજોગના બળે પ્રજાનાં ધારણ બંધાય છે અને વિચારમાં ફેર પડે છે અને અમુક બાબતમાં રીત રીવાજે એવા દઢ બંધાઈ જાય છે કે નાની અને નજીવી બાબતોમાં પણ તેમની અસરમાંથી મુક્ત થવું મુશ્કેલ થઈ પડે છે. ગેરપૂજા કરીને આવતી કન્યાનું ચિત્રિત કપાળ જોઈને યુરોપવાસીને કદાચ હસવું આવશે. કેટલાક કહે છે કે સૌંદર્ય, ભવ્યતા કે રસિક વૃત્તિને નામે ઉપજતા કોઈ પણ મનોભાવથી માણસ માત્ર આનંદજનક વિચારમાં મસ્ત રહે છે પણ તેથી કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી, પરંતુ નૈતિક મનેભાવથી તે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે એ તે બેમાં મેટે ભેદ છે. પણ આ દલીલ બની છે; કારણ કે સેંદર્યના ભાનમાં પણ પસંદગી કરવાની શક્તિ રહેલી છે, અને અન્ય બળની ગેરહાજરીમાં એ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. નરસું કોઈને ગમતું નથી; અને ભાડું આપવાની શક્તિ હોય તે નઠારું ઘર કઈ ભાડે રાખતું નથી. નીતિ અને સૈદયના ભાનને અનુરૂપ વર્તન માણસો કરતાં ન હોય તો તેનાં અન્ય કારણ હોય છે. ખરી વાત છે કે ઉપયોગિતાના. વિચારથી દેરવાઈ વખતે સુંદરતાનો ભોગ આપણે આપીએ છીએ, પણ નીતિનો ભોગ તેવી સહેલાઇથી આપણે આપતા નથી; ઢંગધડા વિનાનું ઘર બાંધવાની માણસ કદાચ હા પાડશે, પણ ગેરઆબરૂનું કામ કરવાની તે ના પાડશે. છતાં દુઃખની લાગણી થયા વિના સુંદર વસ્તુ મૂકીને વિરૂપ વસ્તુ જાણું જોઈને કોઈ પસંદ કરતું નથી, અને હાર્ટલી આવા પ્રકારના દુઃખને જ મનદેવતાનું નામ આપે છે અને કોઈ માણસમાં સુંદરતાનું ભાન કદિ એવું પણ પ્રબળ હોય કે જીવ જાય તો પણ એ ભાનથી વિરૂદ્ધ એ નહિ વરતે. બન્ને વચ્ચે આવું સામ્ય હોવાથી નીતિને કેટલાક લેખકે સદને. ઉચામાં ઉંચો પ્રકાર માત્ર લેખે છે. અને રસજ્ઞતાની કેળવણીને નીતિની કેળવણું ગણે છે. હવે આ સિદ્ધાંત છે કે જનહિતવાદ કરતાં સારો છે. તથાપિ બે વાતને લીધે એ પણ યથાર્થ નથી. પ્રથમ તો દયા, શ્રદ્ધા, ભકિત ઈત્યાદિ સદાચાર પ્રત્યે “સુંદર શબ્દનો પ્રયોગ જેવો યથાર્થ લાગે
Page #101
--------------------------------------------------------------------------
________________ પ૪ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. છે તેવો યથાર્થ એ પ્રયોગ સત્ય, પ્રમાણિકતા ઇત્યાદિ સદાચાર પ્રત્યે લાગત નથી. ખરું કહીએ તે સૈદર્યનું ભાન અને તેમાંથી ઉપજતે આનંદને આ વિર્ભાવ, સાદું કર્તવ્ય કે જેથી માણસ સત્યનિષ્ઠ અને પ્રમાણિક રહે છે તેના કરતાં અતરના ઉત્સાહ અને લાગણીને વધારે વળગેલાં હોય છે. બીજી વાત એ છે કે આપણા સ્વભાવમાં મને દેવતાની પદવી અદ્વિતીય છે અને તેથી મેંદર્યના અભ્યાસથી નૈતિક આચરણ સ્પષ્ટ રીતે ભિન્ન છે. આપણી દરેક ઈદ્રિયના વ્યાપારને પ્રદેશ મર્યાદિત છે, પણ મને દેવતાનું કામ આ-- પણી પ્રકૃતિના આખા પ્રદેશનું નિરીક્ષણ કરવાનું છે; અને જૂદા જૂદા મને વિકાર અને લાલસાઓની તૃપ્તિની હદ તે બાંધી આપે છે. તેથી આપણું આખા જીવનનું નિયમન તેને અધીન છે. તેની સત્તા કદિ નામની હોય તોપણ તેથી તેના સર્વોપરીપણાને હકડુબી જતો નથી. જેટલું એનું વાજબીપણું છે તેટલું જે એનું સામર્થ્ય હોત તો આખી દુનિયા ઉપર એને અમલ જામત. સઘળા મનેવિકાર, લાલસા અને રસજ્ઞતાથી એ તદ્દન ભિન્ન અને શ્રેષ્ઠ છે. તેથી જ આપણું જીવન સર્વોપરી કાયદે સદાચાર થાય છે, અને તેથીજ નીતિમાં કર્તવ્યની લાગણી આપણને રહે છે. આંતરવાદીઓના સિદ્ધાંતમાં આપણે સ્વભાવના ઉચ્ચ અને નીચ વિભાગને ભેદ બહુ અગત્યનું સ્થાન ભોગવે છે. પરંતુ આ ભેદ દષ્ટાંતદ્વારાજ સમજાવી શકાય એવે છે; કારણકે એ અનુભવની વાત છે. મેજમાં પણ કેટલીક મેજ ઉચ્ચ હોય છે અને કેટલીક નીચ હોય છે, અને આ ભેદથી પણ જીવનમાં આપણે પ્રેરાઈએ છીએ એ વાત પણ દાંતથી સમજાશે. રસના અને કાન બને દ્વારા આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. રસનાને લીધે અમુક જાતના ભોજનમાં આપણને સ્વાદ લાગે છે; કાનને લીધે સંગીતમાં મેહ ઉપજે છે. આ બન્ને પ્રકારના આનંદ આપણને સ્વભાવિક છે; અને કેળવણીથી તે દરેક આનંદમાં ઘણું વધારે થઈ શકે છે; દરેકમાં તે આનંદ ઘણે ઉત્કટ પણ ક્ષણિક હોય છે, અને કોઈમાંથી ખરાબ પરિણામ આવવાની આવશ્યકતા નથી. છતાં તે બેમાં ફેર છે. તમે કહેશે. કે સંગીતમાંથી ઉપજતા આનંદની પ્રબળતા વધારે છે તેથી એ ફેર લાગે
Page #102
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 55. છે તે તે વાત ખોટી છે, કારણ કે ઘણા પ્રસંગે આ પ્રમાણતા હોતી નથી. આ બેની સરખામણીમાં કાંઈક એવું તત્ત્વ રહેલું છે કે જે તેમની પ્રબળતા, કાળમાન, અને પરિણામેની ગણત્રીથી તદન ભિન્ન છે એવું ભાન આપણને બધાને થાય છે. સ્વાભાવિક રીતે જ એકમાં આપણને કાંઈક શરમ અને બીજામાં શભા લાગે છે. સારું સારું ખાવાના શોખવાળા માણસને આપણે કાંઈક તુચ્છ ગણીએ છીએ. પિતાને ખાવાનો શોખ છે એમ બેલતાં માણસ લજવાશે, પણ સંગીતનો શોખ સ્વીકારતાં કશી આનાકાની તેને થતી નથી. અર્થાત ખાવાને શોખ નીચે છે, સંગીતને ઉંચો છે. વળી એક કેળવાએલા પણ ઝાઝી ચાપાચીપ વિનાના આનંદી માણસને નાટકના તખતા ઉપર ફારસ જોતાં વધારે અમિશ્રિત અને પ્રબળ આનંદ થાય છે. પરંતુ કેઈ સારું કરૂણ રસ પ્રધાન નાટક જોતાં આનંદની સાથે વૃત્તિઓની શિથિલતા અને એક પ્રકારનું દુઃખ તે અનુભવે છે. છતાં તે ફારસ કરતાં તે નાટકને આનંદ ઉચા પ્રકારનો છે એ વાત એ તુરત સ્વીકારશે. આ બેમાંથી કયે આનંદ લેવો એ બાબત કવચિત તેના મનમાં ભાંજગડ થાય છે. કેવળ આનંદ જોઈતા હશે તે ફારસ જેવા એ જશે; ઉંચી પ્રતિને આનંદ જોઈતો હશે તે નાટક જેવા એ જશે. સ્ત્રી પુરૂષના સંબંધની વાત એક કેરે રાખીએ તો સેંદર્યની સંપૂર્ણતા કરતાં હાસ્યજનકવિચિત્રતામાંથી સામાન્ય રીતે વધારે પ્રબળ આનંદની પ્રાપ્તિ થાય છે. સૌંદર્યનો આનંદ ઉગ્ર નથી હોતા અને ઘણા પ્રસંગે તો તેમાં ઉદાસીનો અંશ હોય છે. રમણીય પ્રદેશ જતાં માણસના મન ઉપર જે ઉડી અસર થાય છે તેથી અત્યંત પ્રફુલ્લ તે કવચિત જ બને છે. ઉદાસીની છાયા ગુપ્ત રીતે તેના મન ઉપર ચાલી આવે છે, આંબેમાં આંસુ તરી આવે છે અને કઈ નહિ સમજાતી અતૃપ્ત વાંછના તેના જીગરમાં ઉપજી આવે છે. છતાં હાસ્યજનક વિચિત્રતાના આનંદ કરતાં તે બેશક ઉંચો છે. જે આપણી પ્રવૃત્તિનું પ્રયોજન માત્ર આનંદની પ્રાપ્તિ જ હોય અને એ આનંદની ઉચ્ચતાનું માપ ઉત્કટતાના પ્રમાણુથી થતું હોય તો જે માણસ ઓછામાં ઓછી મહેનતે પિતાની મુરાદ હાંસલ કરે તેને ડાહ્યામાં ડાહ્યો
Page #103
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કહેવો જોઈએ. પણ આપણે અનુભવ તેથી ઉલ્ટેજ કહે છે. ઢીંગલા ઢીંગલીની રમતમાંથી બાળકને થતો આનંદ અતિ ઉત્કટ અને સંપૂર્ણ હોય છે. અશક્ષિત ગામડીઓ કેવળ અણઘડ વાર્તાથી કે હલકી મજાકથી ખુશ ખુશ થઈ જાય છે. કેળવાએલ માણસ આવા આનંદ પ્રત્યે ના પસંદ નજરથી જુએ છે, કારણ કે એને શ્રમ-સિદ્ધ વસ્તુઓમાંથી આનંદ મળે છે. મેટી ઉમરના માણસમાં છોકરવાદી જોઈ, આપણે તેની અવગણના કરીએ છીએ. કેટલીક રમુજમાંથી આનંદ મેળવવાની વાત જ આપણુમાં શરમની લાગણી ઉપજાવે છે, કારણ કે આપણા સ્વભાવની ઉત્તમતાને યોગ્ય એ નથી લાગતી. સમાજ પરત્વે પણ આ વાત સાચી છે. આનંદની પ્રબળતાથી તેની ઉચ્ચતાનું માપ થતું નથી. અધ-જંગલીઓને આનંદની પ્રાપ્તિ સુધરેલા માણસે કરતાં ઓછી થાય છે એમ ખાત્રી પૂર્વક કહી શકાતું નથી. અસં. સ્કારી જન ખસુસ કરીને દુઃખી હોવજ જોઈએ એવો કોઈ નિયમ નથી. અને જેકે સુખનું બરાબર માપ કરવાનું સાધન આપણી પાસે નથી, તો પણ આપણને એટલી તે ખાત્રી થાય છે કે આબાદીના પ્રમાણ સાથે સુખની રાશ મળતી આવતી નથી. પછાત જમાનામાં માણસોની ટેવ અને રૂચિ થડાક આનંદના ટુંકા ક્ષેત્રની અનુકૂળતા સ્વીકારી લે છે અને તેમાંથી કદાચ સુધરેલા જમાનાના બહોળા સાહિત્યના જેટલેજ આનંદ તેમને પણ મળતું હોય. અશિક્ષિત દશામાં આનંદના સાધનો ડાં હોવાથી માણસને તેમનો કંટાળે જરા વધારે આવશે એમ જે તમે કહેતા હે તે સુધરેલી દશામાં અસંતોષની ફિકર બહુ વધી જાય છે એ વાત પણ તમારે ધ્યાનમાં રાખવી. છતાં અત્યંત સુધરેલે માણસ વધારે ઉચ્ચ દશાને પ્રાપ્ત થયા છે એ વાતની ના કાઈ કહેતું નથી, કારણ કે પોતાના જીવનને વધારે સાર્થક એણે કર્યું છે અને પિતાની શક્તિઓના મોટા ભાગને જાગ્રત કરી એ વાપરવા લાગ્યો છે. અને મનુષ્યજીવનને ઉદ્દેશ એજ છે. માણસ કરતાં પશુદિ વધારે સુખી હેય, અને એ વાત અસંભવિત નથી, અને સુધરેલા કરતાં અર્ધજંગલી કદિ વધારે સુખીઓ હોય, તે પણ પશુ થવા કરત માણસ થવું વધારે છે : છે અને સાહસ અને જ્ઞાનના ઝરાથી કેવળ
Page #104
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 57 વેગળે એકલી પડેલી પ્રજામાં જન્મવા કરતાં સુધારાના તોફાની તરફડીઆ ની વચમાં જન્મવું વધારે ઉત્તમ છે. જનહિતવાદીઓ ભૌતિક સુધારાને મહિમા બહુ વર્ણવે છે; પરંતુ તે સુધારામાં એવું તત્વ રહેલું છે કે જેને ખુલાસો કેવળ સુખના સિદ્ધાંતથી થઈ શકતા નથી. વળી શારીરિક આનંદ કરતાં માનસિક આનંદને લોક-અભિપ્રાય બેશક બહુ ઉત્તમ લેખે છે. હવે આનંદનું મૂલ્ય તેમાંથી મળતા સુખના જથ્થાથી જે અંકાતું હોય તે આ વાતને ખુલાસે થઈ શકતું નથી. ખરું છે કે માનસિક આનંદ નાનાવિધ અને ચિરસ્થાયી હોય છે. પણ તેમની પ્રાપ્તિમાં પરિશ્રમ વધારે પડે છે અને તેના આનંદ ઘણાં થોડાં માણસ મેળવી શકે છે. એક પ્રકારનાં માણસો શિકારાદિ અંગકસરતમાં મોજ માણે છે, અને બીજા પ્રકારનાં માણસો ઉચા પ્રકારની માનસિક કેળવણીમાં આનંદ માને છે; કિશોરાવસ્થાની મોજમાં ઘણું કરીને પાશવ વૃત્ત હોય છે અને બેસતી પાકટ અવસ્થામાં તે ઘણું કરીને માનસિક હોય છે. પરંતુ સુખના આ જુદા જુદા ધોરણમાં કઇ શરણ તમને એવું નહિ દેખાય કે જેના વડે તે બે વચ્ચે મનુષ્યો જે મોટું અંતર રાખે છે તેને ખુલાસો થઈ જાય. કેઈ ચિતારા કે નવલકથાકારને સંપૂર્ણ સુખનો શ્રેષ્ઠ નમુનો ચિતરવાનું મન થાય તે ગંભીર વિચારકને દૃષ્ટિમાં રાખી એ કામ તે કરશે નહિ. માનસિક અવસ્થાઓ સાથે શરીર સંબંધ કેવો છે એ પ્રશ્નમાં ઉડતું ઉતરવાનું અત્ર પ્રયોજન નથી. તથાપિ માનસિક દશાઓ કરતાં શારીરિક દશાઓને આપણા સુખ ઉપર વધારે અમલ ચાલે છે એમ કહેવામાં અડચણ નથી. પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્તી હોય તે બધા સુખમાં સુખ લાગે છે. મંદવાડમાં સાકર પણ કડવી લાગે છે. પરંતુ તંદુરસ્તી એ શરીરની અવસ્થા માત્ર છે. માનસિક દુઃખ કરતાં શારીરિક દુઃખની તીવ્ર વેદનાથી આપણું સ્વભાવની શક્તિઓ વધારે બહેર મારી જાય છે. માનસિક કે નૈતિક કારણોની આવી અસર ઘણું કરીને મનુષ્યના મોટા ભાગ ઉપર થતી નથી. સેક્રેટિસથી માંડીને મિલ પર્યત મોટા મોટા નીતિશાસ્ત્રવેત્તાઓ કરતાં, બેભાન-ઉત્પાદક દવા પ્રથમ રોધી કાઢનાર અમે
Page #105
--------------------------------------------------------------------------
________________ 58 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ રિકને માણસ જાતના સુખને માટે વિશેષ કર્યું હોય એ સંભવિત છે. નૈતિક કારણે મનુષ્યોને ધીરજ અને સહનશીલતા શીખવે છે અથવા તેથી મનની વેદના કદાચ ઓછી થાય છે, પરંતુ શારીરિક કારણોથી વખતે માણસને સ્વભાવ એવો બદલાઈ જાય છે કે પછી ઘણાંખરાં દુઃખો તેને લગભગ સ્પર્શતાં નથી. એક પ્રાચીન પુરૂષે કહ્યું છે કે તત્વજ્ઞાન માણસને મરતાં શીખવે છે. પરંતુ અનેક રણસંગ્રામમાં, ફાંસીના અનેક લાકડાં ઉપર, અને ચીન અને હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા પર્વત, એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે ભાન વિનાને એદી અને પાશવ વૃત્તિવાળો માણસ તત્ત્વનાની કરતાં વિશેષ શાંતિથી તને બેદરકાર રહી શકે છે. ખરી વાત એમ છે કે આપણા સ્વભાવનો માનસિક વિભાગ શારીરિક કિંવા ઈદ્રિયવિભાગ કરતાં ઉત્તમ છે તે એટલા માટે નહિ કે આપણું સુખને એ અત્યંત ઉપકારક છે. તેની ઉત્તમતા જૂદા જ પ્રકારની છે. ઉચ્ચ હોવાથી તે ઉચ્ચ છે. અને આપણી નૈતિક વૃત્તિઓની તૃપ્તિથી જે આનંદ આપણને થાય છે તે આનંદને વાસ્તવિક રીતે જ આપણે પ્રથમ પદવી આપીએ છીએ લસબસતા લાડ ખાતાં જે આનંદ થાય તે આનંદને ગમે તેવડે ગુણાકાર કરે, પણ તે આનંદ એક ઉદાર કાર્યના આનંદની બરાબરી કદિ પણ કરી શકશે નહિ એ વાત મનુષ્યના મેટા ભાગને ઘણું કરીને સ્પષ્ટ જ છે. આનંદ આનંદમાં રહેલા આ વાસ્તવિક ભેદની ઘણું ખરા જનહિતવાદીઓ ના કહે છે, અને જે કે તેના કેટલાક અનુયાયીઓએ પિતાના મતની વ્યવસ્થા કરવામાં એ વાતને ઘુસાડી દેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમના સિદ્ધાંતમાં એ વાત અસંગત છે એ સ્પષ્ટ જ છે. આ ભેદ વાસ્તવિક છે એમ જે સ્વીકારવામાં આવે છે તેથી એમ જ સિદ્ધ થાય કે આપણી ઇચ્છાશક્તિને જે વસ્તુઓથી વધારેમાં વધારે સુખ મળે તેમના પ્રત્યે ખેચાવાની તેને આવશ્યકતા રહેતી નથી; એટલું જ નહિ પણ કોઈ આનંદની ઉગ્રતા કે નીચતા ઓળખવાની, અને સુખને લીધે નહિ પણ તે
Page #106
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. બેમાંથી એક જાતના આનંદમાં પરિણમે ઓછામાં ઓછી એજ છે એમ જે જાણે છે, છતાં તે ઉચ્ચ છે એમ સમજીને જે માણસ પરિણામની દરકાર રાખ્યા વિના જાણું બુજીને તે પસંદ કરે છે તે માણસ કાંતિ વિવેકહીન છે અને તે વિચારના એવા સિદ્ધાંત ઉપર તે ચાલે છે કે જેને ખુલાસો “વધારેમાં વધારે સુખ” વાળા જનહિતવાદથી થઈ શકતા નથી. જનહિતવાદ પ્રમાણે તે આપણા સ્વભાવના જે ભાગથી કે વિચારે અથવા લાગણીના જે પ્રદેશથી સુખ વધારે મળે તે ઉચ્ચ અને ઓઈ મળે તે નીચ. પણ સુખમાં જાતિ-ભેદને સ્વીકાર કરીએ તે “ઉચ્ચ શબ્દને અર્થ જ ફરી જાય છે, કારણ કે પછી તે એમ જ કહેવું પડે કે આપણું સ્વભાવને એક ભાગ ઉચ્ચ હોવાથી ઉચ્ચ છે અને બીજે નીચ હોવાથી નીચે છે. અને આપણું જીવનની આ ઉચ્ચતા અને નીચતા આપણને સ્વભાવસિદ્ધ અને અંતરમાં પ્રત્યક્ષ છે એ વાત આંતરવાદીના સિદ્ધાંતમાં મુખ્ય છે. તેથી જ આંતરવાદીઓ કહે છે કે આપણું નૈતિક અને માનસિક જીવન ક્રિય જીવન કરતાં ઉચ્ચ છે, સ્વાર્થ કરતાં પરોપકાર ઉત્તમ છે; અને આપણા જીવનના બીજા ભાગ ઉપર મને દેવતાનો અધિકાર છે એમ બોલવામાં અમે ભ્રમજનક, તુરગી કે અવનવી વાત કરતા નથી, કારણ કે એ વાત એવે રૂપે આપણને અંતરમાં પ્રત્યક્ષ થાય છે અને તે યથાસ્થિત છે એમ તેઓ કહે છે. આંતરવાદની સામે બે આક્ષેપ મૂકાય છે. એક તે, આપણી બધી નૈતિક મનોવૃત્તિઓ ઉપયોગિતાના વિચારમાં પર્યવસાન પામી શકે છે. આ આક્ષેપ પર આગળ આપણે બહુ કહ્યું છે. બીજો એ છે કે જમાને જમાને અને પ્રજા પ્રજામાં આ મનોવૃત્તિઓ ભિન્ન ભિન્ન માલમ પડેલી છે અને નૈતિક શકિતની કલ્પનાથી આ વિવિધતાને તદન ખુલાસો થઈ શકતો નથી. આ ભ્રમ ભાંગવો ઈએ તેથી, અને આચરણના ઇતિહાસમાં થવું જોઈએ.
Page #107
--------------------------------------------------------------------------
________________ યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ પ્રથમ તો ઘણી બાબતોમાં નૈતિક અભિપ્રાયની વિવિધતા કેવળ બુદ્ધિવિષયક કારણોને લીધે ઉપજેલી છે, નૈતિક કારણોને લીધે નહિ. દાખલા તરીકે, વ્યાજે નાણું ધીરવું એ કુદરતના કાયદાથી વિરૂદ્ધ અને સ્પષ્ટ રીતે જુલમકારક છે એમ જ્યારે ધર્માચાર્યો કહેતા હતા ત્યારે નાણાના ઉપયોગના ખોટા વિચારમાંથી એ વાત જન્મી હતી એ સ્પષ્ટ છે. નાણું વંધ્ય વસ્તુ છે, અને ઉછીતી લીધેલી રકમ પૂરેપૂરી પાછી આપી એટલે દેણદારે લીધે સઘળે લાભ ખતમ થઈ ગયો એમ તે માનતા હતા. વળી તે સમયમાં વ્યાજનો દર એટલે બધો આકરો હતો કે ગરીબ લેકેને તે જુલમરૂપ લાગતો હતો. પરંતુ અર્વાચીન અર્થશાસ્ત્ર આ ભૂલ અને ભ્રમઃ દૂર કર્યો છે. પૈસો ઉત્પાદક વસ્તુ છે અને વ્યાજે નાણું લઈ માણસ તેમાંથી એવા લાભ લઈ શકે છે કે દે ભર્યા પછી પણ તે લાભ જારી રહે છે એ વાત જેમ જેમ સમજાતી ગઈ તેમ તેમ વ્યાજ લેવામાં અન્યાય ગર્ભપાતના ગુના વિષે પણ અન્ય કારણને લીધે માણસેના વિચાર બદલાતા ગયા છે. માણસનું ખૂન કરવામાં બેશક પાપ છે. પરંતુ ગર્ભસ્થાનમાં પણ બાળક તે અવસ્થામાં સજીવ ક્યારે ગણાય તે બાબતમાં બહુ મતભેદ જણાય છે. પ્રાચીન કાળમાં એકંદરે એવો અભિપ્રાય પ્રચલિત હતો કે ગુમડાની પેઠે ગર્ભ પણ તેની માતાના શરીરનો એક ભાગ માત્ર છે અને તેથી બનેને અળગાં કરી નાખવા તેને હક છે. પ્લેટ અને એરિસ્ટટલ બની એ વિચારમાં સંમતિ હતી. અલ્પિયનના સમયપર્યત રેમના લોકોમાં પણ ગર્ભપાતની સામે કાયદો નહોતો. શ્વાસની ક્રિયા જ્યારથી થવા લાગે ત્યારથી જ બાળક જીવતું ગણુય એમ સ્ટેઈક મતવાળા માનતા હતા. ગર્ભાધાન પછી ચાળીશ દિવસે બાળકમાં પ્રાણ આબે ગણવે એમ જસ્ટિનિયનના ધારામાં નક્કી કર્યું હતું. અર્વાચીન કાયદામાં ગર્ભાધાનના સમયથી જ ગર્ભપાતમાં ગુને ગણાવા લાગે. આવી બાબતોને નિશ્ચય કરે એ નૈતિક વૃત્તિઓને વિષય નથી એ વાત પણ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 61 વળી ધર્મની આજ્ઞાને આધારે મનાયેલાં કર્તવ્ય અને મનોદેવતાનાં ફરમાનરૂપ કર્તવ્યમાં મોટો ફેર છે એ વાત પણ લક્ષમાં રાખવાની છે. જન્માષ્ટમી કે ભીમ અગીઆરસનો અપવાસ ન કરે, અથવા અમાસ બારસે બ્રાહ્મણને સીધું ન પૂરવું એમાં જે પાપ હોય તો તેને આધાર, જૂડ, ચેરી, ખૂન અને વ્યભિચારના પાપના આધાર કરતાં તદન ભિન્ન છે. પ્રથમ જાતનાં પાપ પ્રત્યે મને દેવતાના ઠપકા શરત-વાચક જ હોય છે, કારણકે, તે આજ્ઞાઓને તાબે રહેવાનું મન દેવતા ફરમાવે છે, પણ તે આજ્ઞાઓ કઈ ? એ પ્રશ્નનું નિરાકરણ વિવેકબુદ્ધિને તે સેંપી દે છે. આમ આ બન્ને જાતનાં કર્તવ્યમાં ફેર છે એ વાત જરીક વિભરવાથી સહેજે સમજાય છે, અને તેમની સાપેક્ષ અગત્યતા બાબત જે મતભિન્નત્વ જોવામાં આવે છે તેમનું ખ્યાન કરવું એ ધાર્મિક ઈતિહાસનું કામ છે.. વળી પરાપૂર્વથી ચાલ્યો આવતે રીવાજ વખત જતાં ધર્મનું રૂપ ધારણ કરે છે અને તેથી તેનું ખરું કારણ વીસરી જઇ કેવળ ધર્મને નામે લેકે તેને વ્યવહાર કરે છે. દાખલા તરીકે, રમવા પ્રજાસત્તાક રાજ્યમાં સ્ત્રીઓની વિશુદ્ધિ સાચવવાને અર્થે સ્ત્રીઓએ દારૂ ચાખ પણ નહિ એવો કાયદે કરવામાં આવ્યો હતો. આ કારણ સમજાય તેવું છે. પરંતુ કેળવણી, ટેવ અને પરંપરા ચાલી આવતી પૂજ્યબુદ્ધિને લીધે લેકની વૃત્તિમાં એવો તે ઓતપ્રેત એ થઈ ગયો કે પછી તેના ભંગમાં એક રાક્ષસી ગુને થતો ગણાવા લાગે. અને લજજા અને પતિવ્રત્યને માટે પ્રસિદ્ધ એવી એક સ્ત્રીને દારૂ પીવાના વાંક માટે તેના ધણીએ કેરડા મારી મારીને મારી નાખ્યાને દાખલા પણ તેમના ઈતિહાસમાંથી મળી આવે છે. આમ મૂળ સાદા વિચારમાં બીજા વિચારે ધીમે ધીમે ભળી જાય છે અને તેથી માણસેના નૈતિક વિચાર પણ રૂપાંતર પામે છે. મૂળ વિચાર પાછો જ્યારે ખરા સ્વરૂપે સમજાવા લાગે છે, ત્યારે નૈતિક વિચાર પણ પાછે યથાયોગ્ય થઈ જાય છે. પરાક્રમી વિજેતાઓ પ્રત્યે માણસોને જે ભાવ અને ભક્તિ ઉપજે છે તેમાં પણ વિચાર–સાહચર્યની જ આવી ગડબડ હોય છે. ભુખના દુઃખથી
Page #109
--------------------------------------------------------------------------
________________ કર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પ્રેરાઈ કે અન્યાય સહન ન થવાથી કંઈ ગરીબ કે ગામડીઓ એકાદી લટકે ખૂન કરે તે તેના ઉપર આપણને તિરસ્કાર ઉપજે છે. પરંતુ માત્ર આપવડાઈ કે કીર્તિની ખાતર, અથવા જમીનના લેભથી લેભાઈ, હજારેને મરાવી હજરોને રડાવતા અને અનેક વિધ દુ:ખ ઉપજાવતા વિજેતાઓ પ્રત્યે માણસો ભાવ અને ભક્તિ બતાવે એના જેવી નીતિની બાબતમાં બીજી એક વિચિત્રતા નથી. જે અગાધ બુદ્ધિ અને સત્તાનું માપ સામાન્ય લેકે લૈતિક ફળોથા જ કરે છે તે બુદ્ધિ અને સત્તાનું આકર્ષણ, પિતાની પ્રજાને જે લાભ વિજેતા મેળવી આપે છે તે, લડાઈને પરિણામમાં દેવની દરમ્યાનગીરી હોવાથી વિજય એ દૈવીકૃપાની સાબીતિ છે એવી માન્યતા, અને રાજસત્તાને અપાતી પવિત્રતા,–આ બધાં વિજેતાની કારકીર્દીની કુરતાને બેશક છાવરી રાખે છે; પરંતુ કદાચ આથી પણ વધારે ઉંડું કારણ તેમાં રહેલું છે. લડાઈની અનેક દુર્દશા છતાં નીતિનું એક પ્રૌટ તત્ત્વ તેમાં રહેલું છે. તેમાં ઉત્કટ આત્મ–ભોગ બહાર ખીલી નીકળે છે. અને નિઃસ્વાર્થી ઉત્સાહને તેમાં ઘણું જ અવકાશ રહે છે. હજારેએ પિતાના દેશ કે રાજાને માટે પિતાના લેહીનું બલિદાન આપ્યું છે અને આપણે પણ તેમજ કરવાનું છે એવો વિચાર લડાઈને વખતે શૂરવીર સીપાઈઓમાં બહાર તરી આવે છે. પણ જેમ સાકાર મૂર્તિ વિના કેટલાકની ઈશ્વર-ભાવના ટકી શકતી નથી તેમ આ ઉત્સાહની લાગણીને ટકાવી રાખવા માટે કઈ દષ્ટાંતભૂત પુરૂષની જરૂર રહે છે. અપ્રસિદ્ધ સામાન્ય સિપાઈઓનાં નામ કલ્પના. ઉપર અસર કરતાં નથી, અને તેથી બીજાની નજર તેમના ઉપર કરતી નથી. પરંતુ રાજા કે સેનાપતિ માટે અને આગેવાન હોવાથી આત્મભોગની પ્રત્યક્ષ મૂર્તિ લેખાય છે અને પૂજાય છે. અને પછી એ જ માણસ શોધી શોધીને પોતાને સ્વાર્થ સાધવા તત્પર રહે છે. આમ પ્રારબ્ધની ઘર વક્રોક્તિરૂપ વિચાર-સાહચર્યની ગુંચવણ તે જુઓ, કે હજારો માણુ સની આત્મ-ભોગની વૃત્તિથી બહાર નીકળેલે નૈતિક ઉત્સાહ, જે માણસની અપૂર્વ અહંતા મમતાને લીધે જ તે આત્મભોગ આવશ્યક થાય છે તે જ માણસની આસપાસ પવિત્ર પ્રકાશનું કુંડાળું કરી આપે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ, વળી કેટલીક વખત આપણી નૈતિક વૃત્તિને સ્પષ્ટ આંચકો લાગે એવી વાત પણ ધર્મની શ્રદ્ધાને લીધે માણસે માને છે. કેટલીક વખત બુદ્ધિને પણ આ આંયકે લાગે છે. ઘણુંખરા ખ્રિસ્તિઓ વિશ્વાસપૂર્વક માને છે કે અમુક રાત્રીએ વાળુ કરતાં ઈશુખ્રિસ્ત પિતાનું શરીર પિતાના હાથમાં લીધું, તેના કકડા કરી પિતાના અનુયાયીઓને એણે વહેંચી આપ્યા, અને ચેલાઓ તે ખાવા લાગ્યા; છતાં તે જ શરીર એ જ વખતે સાજું તાજું મેજ પાસે બેઠેલું હતું અને તુરત જ ગેથેલેમન નામના બગીચામાં ગયું. આવો વાતમાં અસંગતતા લાગવા છતાં ધર્મમાં શ્રદ્ધા રાખી માણસે એ માને છે. એ જ પ્રમાણે જે છોકરાઓને જળ-માજન (Baptism) ની ક્રિયા થઈ ન હોય તે નિરંતર નરકમાં સડ્યાં કરશે એ ઓગસ્ટાઈનને સિદ્ધાંત પણ એવો જ છે. તરતનું જન્મેલું બાળક કે જે જળ-માર્જન પાખ્યા વિના ગતપ્રાણ થાય તે બાળક, છ હજાર વર્ષો પૂર્વે પિતાના વડવાઓએ કરેલા આજ્ઞા-ભંગને માટે નરકમાં જાય એ વાતથી આપણે નીતિના વિચારને જબરે આંચકો લાગે છે, અને જે પ્રભુ એવાં બાળકોને દુખ દેવા જ ઉપજાવે છે તેની નીતિ અને દયાને માટે તેથી વિચિત્ર વિચાર આપણને ઉપજે તો તેમાં નવાઈ નથી. આવા પ્રભુની ક્રૂરતા કેટલી કહેવાય ? આવા સિદ્ધાંત ઉપર નીતિના સ્વભાવ–સિદ્ધ પ્રત્યક્ષને સિદ્ધાંત ટકી શકે જ નહિ; કારણ કે આ ક્રૂરતા આગળ માનુષી ક્રૂરતાને હિસાબ નથી. પરંતુ સુભાગ્યે ધર્મના જે ઝનુનીઓ ધર્મને આ સિદ્ધાંત માને છે, તે અન્ય બાબતોમાં તે નૈતિક પ્રત્યક્ષને સિદ્ધાંત સ્વીકારે છે અને નીરની ક્રૂરતાને ધિક્કારી વખોડે છે. આમ ધર્મ અને નીતિમાં કેટલીક વખત વિરોધ હોય છે. - આ વિધ ધાર્મિક જુલમમાં સ્પષ્ટ થાય છે. ધર્મ-ભ્રષ્ટતા અને પાખંડને નામે કેથલિક ધર્મના અનુયાયીઓએ હજારોને સંહાર કર્યો છે અને હજારેને જીવતા બાળી મૂક્યા છે. આ બાબતમાં તેમના દુરાગ્રહી સિદ્ધાંતની કેવળ અનીતિમાન પ્રતિજ્ઞાન જે સ્વીકાર કરવામાં આવે, તે તેમાંથી નીકળતા અનુમાનને નીતિમાન અને યુક્ત કહેવું જ પડે; જ્યાં
Page #111
--------------------------------------------------------------------------
________________ યૂરેપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગુનાની દુષ્ટતા અને તેનાથી થતું નુકસાન મોટામાં મેટું હોય ત્યાં ગુનેગારને મોટામાં મોટી શિક્ષા થવી વાજબી છે. ખુન એવી જાતને ગુને હોવાથી ખુનીને ફાંસીની સજા થાય તે ય જ છે; અને તેવી સજા કરનારમાં નૈતિક તત્વનું અસ્તિત્વ જ નથી એમ કાઈ કહેશે નહિ. આ ન્યાયે અમુક મત માનનારે પાપી છે અને પિતાનો મત ફેલાવવા એ જીવતા રહે તે માણસ જાતની મોટામાં મોટી ખરાબી થાય એમ જ્યારે કેથલિકે માનવા લાગ્યા ત્યારે પાખંડીઓને મારી નાંખવામાં પાપ નથી એ વાત સ્પષ્ટ થઈ. આમ પિતાને ધર્મ કદિ જૂઠો હોય જ નહિ એ દઢ વિશ્વાસ, અને ભૂલને ગુને ગણવાને તેમનો મત–આ બે વાતથી તેમના ધાર્મિક જુલમને ખુલાસો થઈ શકે છે. આમ જે ધર્મને પિતાના મતને આગ્રહ હોય અને ભાવિ દાન અને દંડ ઉપર જેનો નિભાવ હોય તે ધર્મ નીતિના એવા કાયદાને ઉપદેશ આપે કે જેથી મનદેવતાને માન્ય રહેવું પડે કે દબાઈ જાય, અને કદિ અવળે માર્ગ પણ દોરાય. જે ધર્મગુરૂઓ આપણને નિરંતર એમજ કહ્યા કરે કે ધર્મની વાતમાં કોઈ પ્રશ્ન કે શંકાજ ઉઠાવવી નહિ, પણ ધર્મ જે કહે તે મૂંગે મેંઢ માની જ લેવું, તે ધીમે ધીમે આપણી માનસિક ટેવો એવી પડશે કે પછી નિષ્પક્ષ અને પ્રમાણિક વિચાર સાંભળતાં પણ આપણને કંપારી છૂટશે. એવી જ રીતે જે કઈ માણસ પોતાના કર્તવ્યનો નિરતર ભંગ જ કર્યા કરે છે અને કર્તવ્યની લાગણી જ એનામાં રહેશે નહિ. પરંતુ નીતિની ઉહાપોહમાં આ એક મોટી મુશ્કેલી જો કે છે, તથાપિ તેથી કરીને નૈતિક પ્રત્યક્ષની વાસ્તવિકતા મટી જતી નથી, કારણ કે જેના સ્વાધીનમાં આપણા સ્વભાવની શક્તિઓ રહેલી છે એ તે કાયદો જ છે. બુદ્ધિની ખરાબ કેળવણીથી જ્ઞાન અપૂર્ણ અને ભ્રમજનક થશે એટલું જ નહિ પણ બુદ્ધિનું વલણ પણ ભ્રષ્ટ થઈ જાય છે. રસિકતાની ખરાબ કેળવણીથી બોટા નિયમ બંધાઈ જાય છે. હમેશના દુરૂપયોગથી કેટલાંક ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષ પણ દૂષિત અને ભ્રષ્ટ થઈ જાય છે. આ દરેક બાબતમાં ખરાખોટાનું ધોરણ જુદી જાદી અવસ્થાના અનેક માણસના અનુભવના આધારે
Page #112
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. નિશ્ચિત થવું જોઈએ, અને ભ્રષ્ટ અવયવને પિતાની મૂળ સ્થિતિએ પાછો લાવવા માટે લાંબો વખત પરિશ્રમ કરવાની જરૂર છે. અમુક અમુક પ્રશ્નોને નિર્ણય આપણે યુક્તિથી કરીએ તે ભલે, પણ યુક્તિને ઇન્સાફ આંતર-પ્રત્યક્ષથી જણાતા કેટલાક નીતિના નિયમોને આધારે જ થાય છે. લેકે ધારે છે કે આંતરવાદીઓના મત પ્રમાણે સેક્રેટિસનાં ભૂતની પિઠે આપણામાં પણ મનદેવતા' નામની કોઈ અનિચ્ચ વ્યક્તિ રહેલી છે અને પ્રસંગે પ્રસંગે આપણને ખાસ અને અચૂક માહીતિ તે આપે છે. પરંતુ આમ માનવામાં પણ ભૂલ છે. આંતરવાદિઓ તે એટલું જ કહે છે કે માત્ર સુખ દુઃખના કાયદાથી જ આપણી ઈચ્છા-શક્તિનું નિયમન થતું નથી, પણ કર્તવ્યના કાયદાથી પણ થાય છે. આ કર્તવ્યનો કાયદો સુખ દુઃખના કાયદાથી ભિન્ન છે અને નૈતિક બંધન પણ તેનું જ છે એમ આપણને અંતરમાં લાગે છે. બીજી વાત એ છે કે આપણા હૃદયમાં જે જે વિકાર કે વૃત્તિઓ ઉઠે તેમાંથી કેટલીક અવશ્ય કરીને સારી છે અને તેમને ઉત્તેજીત કરવી જોઈએ અને કેટલીક અવશ્ય કરીને દુષ્ટ છે અને તેમને દાબી દેવી જોઈએ એવું સહજ ભાન આપણને અંતરમાં જ થાય છે તે આપણા કર્તવ્યના વિચારને પાયો છે. તેઓ કહે છે કે દ્વેષથી શુભેચ્છા, અસત્યથી સત્ય, અન્યાયથી ન્યાય, અપકારથી ઉપકાર, ઈકિયજન્ય વિલાસથી પાતિવ્રત્ય, ચડીઆમાં છે એવું આપણને અંતરમાં થતું ભાન માનસ શાસ્ત્રની વાસ્તવિક હકીકત છે; અને સઘળા જમાનામાં અને સઘળા દેશમાં નીતિને માર્ગ ઉચ્ચ વૃત્તિઓના વર્તનમાં રહેલું હોય છે, નીચ વૃત્તિઓના વર્તનમાં નથી હોતો. કર્તવ્યનું ભાન એવું નિર્બળ હોય કે તે જણાય પણ નહિ, અને તેથી આપણે સ્વભાવને નીચ ભાગ ઉપરી થઈ બેસે એવું પણ કદિ બને. ગ્રીક લેકેએ બુદ્ધિવિષયક અને રાજદ્વારી સદાચાર ખીલવવાનો જ પ્રયાસ કર્યો હતો અને દાંપત્ય-ધર્મને લગભગ વિસારી * મૂકે હ; આમ કેટલાક જમાનામાં લેકે અમુક બાબતમાં જ પિતાની નીતિ ઉચ્ચ કરવાની કાળજી રાખે એમ પણ બને. કોઈ વખતે ન્યાયની તીવ્ર લાગણી શુભેચ્છાને અંકુશમાં રાખે છે તેમ, વખતે આપણું સ્વભાવ
Page #113
--------------------------------------------------------------------------
________________ * * * * * * * યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ના અંશે એક બીજાના વિરોધી પણ લાગે. નીતિના કાયદાને અનુકૂળ ન હોય એવાં કાર્યોથી અદશ્ય દેવદેવીઓની કૃપા મેળવવાનું કઈ મતમતાંતરમાં કદાચ કહ્યું પણ હેય. જુદાં જુદાં પ્રયોજનના મિશ્રણને લીધે કે ખાસ સંજોગોને લઈને નૈતિક ઉન્નતિને માર્ગ અસ્પષ્ટ અને ગુંચવણ ભરેલે પણ વખતે થઈ જાય. આ બધું બને તેવું છે; છતાં એક મહાન સત્યનો એ બધાની ઉપર અમલ છે એ વાત નિર્વિવાદ છે. જૂઠું બોલવાથી, બીજાનું બુરું ઈચ્છવાથી કે દાંપત્ય-તને ભંગ કરવાથી પિતાનું આચરણ ઉંચા પ્રકારનું થાય છે એમ કે માનતું નથી. જેને આચરણની પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તેણે તે સારી વૃત્તિઓનું સેવન કરવું જ પડે છે. આમ આંતર પ્રત્યક્ષથી નીતિના સામાન્ય નિયમ પ્રતીત થતા હોવાથી, જૂદા જૂદા જમાનામાં નૈતિક ધરણની કે કાર્યોની એકતા હોતી નથી; છતાં તેમનું વલણ એક જ દિશામાં હોય છે એ વાત સ્પષ્ટ છે. જન્મથીજ સારી વૃત્તિઓ કરતાં સ્વાર્થી વૃત્તિઓનું જે માણસમાં વધારે હોય છે. આ ક્રમને ઉલટાવી નાખવાનું કર્તવ્ય નીતિનું છે. જન-સ્વભાવમાંથી સ્વાર્થ તદન નાબુદ થવે તે અશક્ય છે, અને બધા નિઃસ્વાર્થી થાય તે સમાજ ટકે પણ નહિ. પરંતુ આ અંશોનું મિશ્રણ કેવું હોવું જોઈએ? એ જ પ્રશ્ન નીતિને હોય છે. એક સમયે શુભેચ્છાની વૃત્તિ કેવળ કુટુંબ પ્રત્યે જ રમતી હોય છે; પછી તે જ્ઞાતિ, પ્રજા અને મનુષ્ય જાત પ્રત્યે પણ વિસ્તરે છે; અને છેવટે મૂંગા અને અવાચક પ્રાણીઓ પર્યત પહોંચે છે. આ દરેક દશામાં નીતિનું જુદું જુદું ધોરણ રચાય છે, પરંતુ દરેકમાં એક જ વલણને સદાચાર તરીકે ઓળખવામાં આવે છે. આ એક સાદી હકીકતથી આંતરવાદ ઉપર થતા અનેક આક્ષેપને પરિહાર થઈ જાય છે. જંગલી લેકે પિતાના માબાપને મારી નાખે છે, સુધરેલી પ્રજાઓએ પણ બાળહત્યાને રીવાજ નિઃશક મને સ્વીકારે છે, ઉચ્ચ આચરણવાળા કઈ રોમનને પણ તરવારના પ્રાણઘાતક ખેલમાં કાંઈ દુચાર લાગે નહિ, રાજકીય કે કિનાર કતલમાં કાંઈ પાપ હોય એવું જમાનાને જમાના સુધી મનુષ્યને સમજાયું નહિ, કઈ જમાનામાં ગુલામ
Page #114
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ 17 ગીરીની પ્રશંસા થઈ છે અને કઈમાં તેને તિરસ્કાર થયો છે,આ બધાં દષ્ટાંતથી એટલું જ સિદ્ધ થાય છે કે જે વાતને એક જમાને નિર્દોષ ગણતા હતા તે વાતને બીજે જમાનો સદોષ ગણતો હતો. ખાસ સંજોગોને લીધે જ આવો મતભેદ પડે છે અને નીતિનું તેલન કરવામાં આ ખાસ સંજોગો લક્ષમાં લેવાના છે. ઘણીવાર સિદ્ધ કરવામાં આવ્યું છે કે તરવારના પ્રાણઘાતક ખેલે એ ધાર્મિક ઉદેશે સ્વીકારેલા નરમધને જ એક પ્રકાર છે; ઘરડાં બુટ્ટાને જાળવવાનું કામ અશક્ય લાગવાથી જંગલીઓ પિતાના માબાપનું ખુન કરવામાં દયા જ બતાવતા હતા, અને માબાપ તે પણ એ વાતને એવી રીતે સ્વીકારતા હતા; વેર એ ન્યાયને જ એક પ્રકાર છે અને ન્યાયની અદાલતે સ્થપાયા પૂર્વે ગુના ઉપર અંકુશ પણ એને જ લીધે રહેતા હત; રાજકીય ખુનોથી બેટા હકદારની ચિંતાથી રાજ્ય મુક્ત રહેતું: વસ્તુઓ ઉપર સૌને સમાન હક છે એવા વિચારથી જંગલીઓને ચેરીમાં પાપ લાગતું નહિ; લડાયક ગુણને કેળવવા અને વિશેષે કરીને ધન-સંચયની વૃત્તિને નિરૂત્સાહ કરવા સ્પાર્ટન લેકમાં ચોરી કરવાની પરવાનગી હતી; જ્યારે એક પ્રજા બીજી પ્રજાને જીતતી ત્યારે જીતાએલી પ્રજાનાં માણસને વિજયી પ્રજા મારી નાખતી, પરંતુ કાળ જતાં દયાની ખાતર તેમને ગુલામ કરવા લાગી; આમ દરેકને ખુલાસે થઈ શકે છે. પણ એક સામાન્ય ખુલાસે પણ આપી શકાય છે. વિગતો પરત્વે માણસોને એક મત એ સંભવિત નથી; અને આંતરવાદીઓ એમ કહેતા પણ નથી. પરંતુ બધી બાબતોમાં મૂળ સિદ્ધાંત તો તેને તે જ રહે છે. કેટલાંક કાર્યો આપણને અત્યારે રાક્ષસી અને ક્રૂર લાગે છે તે કાર્યો પણ મૂળે દયાની પ્રેરણાથી જ થએલાં હોય છે. દયાનું ધોરણ કદિ ઘણું હલકું ભલે હોય, પરંતુ યાને સદાચાર અને ક્રૂરતાને દુરાચાર હમેશાં લેખવામાં આવ્યો છે અને લેખાશે. જનહિતવાદીઓ કહે છે કે આંતરવાદ પ્રમાણે નીતિમાં ઉત્તરોત્તર ઉન્નતિ બનવી અશક્ય છે. પરંતુ આ વાત ખોટી છે એ બે વાતથી સ્પષ્ટ છે. એકત, આંતરવાદી કહે છે કે જો કે કેટલાક ગુણ અવશ્ય કરીને સદ્દગુણ હોય છે, પરંતુ જેટલે અંશે તેઓ આચારણમાં મેલાય તે અંશે
Page #115
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભિન્નભિન્ન હોવાને લીધે નીતિમાં ઉન્નતિનો ક્રમ બની શકે છે. અર્થાત, સિદ્ધાંતની એકતા છતાં ધોરણોની વિચિત્રતાને લીધે નીતિમાં ઉત્તરોત્તર ઉન્નતિ બની શકે છે. બીજી વાત એ છે કે જે કે સઘળા સદાચારનું ઉપયોગિતામાં પર્યવસાન આંતરવાદી કરતા નથી, તે પણ પરે પકારમાં સદીચાર છે એ વાત જનહિતવાદીની પેઠે તે પણ સ્વીકારે છે. અને તેથી કરીને જે જે શોધોથી મનુષ્ય જાતનું ખરેખરૂં કલ્યાણ થાય છે તે તે શોધોને લીધે આપણુ કરૂંવ્યના વિચાર ઉપર નવી જાતનું અજવાળું પડે છે. પતિવ્રત્યનો ઈતિહાસ તપાસતાં નૈતિક ઉન્નતિ કેવી રીતે થઈ શકે છે તેને ખ્યાલ આવશે. જ્યારે માણસના વિકારો તદ્દન નિરંકુશ હોય છે ત્યારે સ્ત્રીઓને સામાન્ય ભોગવટો અને કામાસક્તિના સઘળા વિલક્ષણ પ્રકાર . સ્વીકારી લેશે. આ બાબતમાં જ્યારે લોક પિતાની પ્રકૃતિ સુધારવાને પ્રયાસ આદરે છે, ત્યારે પ્રથમ તેઓ કામાસતિના રાજ્યને ટૂંકી કરી તેની હદ બાંધશે. પરંતુ સુધારાની આ ક્રિયા અમુક હદ સુધી જ વધી શકે એ સ્પષ્ટ છે. પ્રથમ તે મનુષ્ય જાતને નાબુદ ને કરવી હોય તો કામ-વૃત્તિ સંસારમાં રહેવી જોઈએ. વળી આ વિકારની પ્રબળતા અને મનુષ્યની નિર્બળતા એટલી બધી છે કે સઘળી પ્રજાઓમાં અને વિશેષે કરીને જ્યાં આ વિકારને નિરંકુશ સ્વતંત્રતા લાંબા વખત સુધી મળેલી હોય છે ત્યાં કામ–તૃપ્તિને મોટો ભાગ સંતતિ ઉપજાવવાના શુદ્ધ વિચારને લઈને થતો નથી એ વાત નીતિશાસ્ત્રવેત્તાએ લક્ષમાં લેવાની છે. તેથી જે ગેત્ર–ગમન બંધ થાય અને સ્ત્રીને સામાન્ય મિલકત ગણવાના રીવાજને બદલે ઝાઝી સ્ત્રી કરવાનો રીવાજ પડે, તો તેટલે અંશે નૈતિક ઉન્નતિ થઈ ગણાય અને નીતિનું અમૂક ધોરણ રચાયું કહેવાય. આમ એક વખત ધોરણ રચાયા પછી તે ધોરણ આગળ ઉંચું ઉંચું થતું જાય છે. યાહુદીના કાયદા જોઈએ તે તેમાં વ્યભિચારની મનાઈ છે અને લગ્નના રીવાજો નિયમિત થયા છે, પણ ઝાઝી સ્ત્રી કરવાની સ્વતંત્રતા તેમનામાં આપી જણાય છે. શ્રીક લેકેમાં એક જ સ્ત્રી કરવાને રીવાજ હત; પણ તેમાં અપવાદ ઘણા રહેતા અને કેટલાક પ્રતિકૂળ સંજેગિને લીધે અન્ય દુરાચાર વધી ગયો હતે. રેમમાં એ ધરણુ ઘણુ ઉંચી
Page #116
--------------------------------------------------------------------------
________________ wwwww આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 69 સ્થિતિએ પહોંચ્યું હતું. એક સ્ત્રીને રીવાજ દઢ સ્થાપિત થયે હતે. સ્ત્રીઓને સદાચાર ઘણો ઉચો થયો હતો. પરંતુ પુરૂષોમાં જે કે સૃષ્ટિ વ્યભિચાર ભૂલરૂપે પણ ગણતે નહિ. કેથલિક ધર્મમાં, પ્રજાની ઉત્પત્તિ અર્થ, અને મનુષ્યના સ્વભાવમાં રહેલી નિર્બળતાને કાંઈક છૂટ આપવી જોઈએ માટે, લગ્નને વાજબી ગયું છે. પણ તે સિવાય સવળી જાતની કામ-વૃત્તિની સખત અને સાફ મના કરી છે. આ પ્રમાણે કામ-વૃત્તિને દબાવી દેવાની ઉત્કંઠામાં અને યથેચ્છ. વિહારમાં તેને કેટલી છૂટ આપવી તે બાબતમાં જમાને જમાને ઘણે ફેર માલમ પડી આવે છે, પણ તે સંબંધી સદાચારની ઊર્મિમાં કશે ફેર પડતો નથી. વળી વ્યભિચારમાં અને પ્રજાની ઉત્પત્તિમાં સ્વાર્થ અને ઉપયોગિતાના પ્રશ્ન બેશક વચમાં આવે છે, પરંતુ સામાન્ય ઉન્નતિને આધાર તે કેવળ જૂદી જ જાતના વિચાર ઉપર રહેલો છે એવું ભાન આપણને થાય છે. કામ-વૃત્તિની તૃપ્તિ ગમે તેટલી હકદાર અને વાજબી હોય છતાં તે ગુપ્ત રાખવાની વસ્તુ છે એવી ભાવના ગમે તેટલી ઘસાઈ ગએલી છતાં કોઈમાં તદન નાબુદ થએલી કદિ હોતી નથી; એવી વાત જાહેરમાં કરતાં માણસને લાજ અને શરમ આવે છે; અને નિલ જજ શબ્દો બોલતાં માણસ શરમાય છે; ઇત્યાદિ હકીકતોથી એમ જ સિદ્ધ થાય છે કે આ કામ-વૃત્તિમાં કાંઇક નીચતા રહેલી છે એ વાત આપણને અંતરમાં પ્રત્યક્ષ અને સ્વભાવ સિદ્ધ છે. કાંઈક એમાં એવું છે કે જેની આપણને સ્વાભાવિક રીતે જ શરમ આવે છે; આપણી સંપૂર્ણ વિશુદ્ધિને આંચકો લાગે એવું તેમાં કાંઈક રહેલું છે, અને અતિ પવિત્ર જીવનમાં એ તત્ત્વ હેવું આપણને અનુચિત લાગે છે. આવી લાગણી કેાઈ પણ માણસમાં કામુકી ન હેવી સંભવિત નથી; અને દુરાગ્રહી જનહિતવાદી વિના બીજું કે એનું રૂપાંતર માત્ર સ્વાર્થ-- ની ગણત્રીમાં કરી નાખતું નથી. મનુષ્યની ઉન્નતિના ક્રમમાં આ લાગણી કિવા પ્રેરણું જ બીજરૂપ છે; અને તેને લીધે જ સંપૂર્ણ વિશુદ્ધિની પવિ
Page #117
--------------------------------------------------------------------------
________________ 70 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ત્રતાનું ભાન દરેક ધર્મમાં અને દરેક જમાનામાં ઉપજેલું છે. ચીન દેશના પુરાણમાં એક કથા એવી છે કે જ્યારે આદિકાળમાં આ પૃથ્વી ઉપર એક જ પુરૂષ અને એક જ સ્ત્રી હતાં ત્યારે વસ્તીની વૃદ્ધિ કરવા અર્થે પણ તે સ્ત્રીએ પિતાનું કુમારિકા ત્રત ખંડિત કરવાની ના પાડી, અને તેની વિશુદ્ધિથી ખુશી થઈ દેવોએ તેને વરદાન આપ્યું કે તેના આશકના માત્ર દૃષ્ટિપાતથી જ તે ગર્ભ ધારણ કરી શકશે અને આમ કુંવારી માતા મનુષ્ય જાતની જનેતા થઈ. વિલાસી ગ્રીક પ્રજામાં પણ એથીન આદિ દેવીઓની વિશુદ્ધિમાં ઉત્તમ સદાચાર ગણાતે હતો. કેટલાક ધર્મોમાં આચાર્યોને પરણવાની મનાઈ હોય છે અને કેટલીક સ્ત્રીઓને ધર્મ–સેવા અર્થ કુંવારા રહેવાનું હોય છે. પ્લેટો આપણું સ્વભાવના બે વિભાગ પાડે છે-વિવેકી અને કામાસક્ત. તેમાં પ્રથમ ઉચ્ચ છે અને બીજે નીચ છે; અને આ ભેદ ઉપર તેના નીતિશાસ્ત્રનું મંડાણ છે. પિથાગેરાસની શાળામાં બ્રહ્મચર્ય મુખ્ય સિદ્ધાંત છે અને તેના અનુયાયીઓએ માની સંસ્થા સ્થાપવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બ્રહ્મચર્ય સતત સાચવવા માણસે સખત જીવન જીવ્યાં છે. આપણું અને આ વાત સમજાવવી પડે તેમ નથી. ધર્મની ઘણી ક્રિયાઓમાં અમુક મુદત પર્યત બ્રહ્મચર્ય પાળવું પડે છે. જૈન લેકે એને ચોથું વ્રત કહે છે અને હાલ પણ ઘણું જેની એ અમુક મુદતને માટે તે વ્રત લે છે. આવાં વ્રતધારી પુરૂષોનાં વખાણ ખુટા બહુ કરે છે. લગ્નની પવિત્ર અંદગીને રોમન લેકે પૂજતા હતા. છતાં રેમમાં જ દેવી-પૂજારણ (Westal Virgins) ને એક ખાસ વર્ગ ઉભે થયે હતિ. આવી પૂજારણે કુંવારી રહેતી હતી અને તેઓ બહુ પ્રતિષ્ઠિત ગણાતી હતી. તેમની પ્રાર્થનાઓ ચમત્કારિક લેખાતી અને દેશની આબાદીને સંબધ પણ તેમની સાથે કપાતે હતે. શહેનશાહબાનુથી પણ વિશેષ હક તેને મળતા. પરંતુ પિતાના વતન જરીક ભંગ તેઓ કરે તો ભયંકર શિક્ષા તેને થતી. દરેક દેશના પુરાણ, કથા અને ઈતિહાસમાં સ્ત્રીની પવિત્રતાને પ્રભાવ વાવેલો છે. ઈશુ ખ્રિસ્તની મા કુંવારી હતી. કેથેલિક ધર્મના મહની સંસ્થાથી ઘણા પ્રકારનાં નુકસાન થયાં છે એ
Page #118
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ.. વાત ખરી, પરંતુ આપણા સ્વભાવના નીચ ભાગને ભ્રષ્ટ ગણવામાં આપણ સ્વભાવની યથાસ્થિત હકીકત જ તેઓ જાહેર કરે છે. વળી એક બીજી વાત પણ સમજવા જેવી છે. કેટલીક પ્રજાએ કુંવારી છદગીને જેટલી પવિત્રતા અપ છે તેટલી જ પવિત્રતા બીજી કેટલીક પ્રજાએ એક કરતાં વધારે સ્ત્રી કરવાના ચાલને અપી છે એ વાત પણ સાચી નથી. પવિત્રતાના પગથીઆ પગથીઆમાં પણ ફેર છે. મુસલમાન લેકે સારા માણસને સ્વર્ગમાં પરીઓ મળવાની વાત કરે છે તેને અર્થ એ નથી કે એવા સુખને તેઓ સદાચારનું શિબિંદુ ગણે છે. પરંતુ આ દુનિયામાં સદાચાર આચરવાનો છે અને સ્વર્ગમાં તેને બદલે મળવાનું છે એમ તેમનું તાત્પર્ય છે. જે કોઈ જંગલી પ્રજામાં કામાસકિત દેવતારૂપે પૂજાઈ હોય, તો તેનું કારણ એમ હતું કે કુદરત કે જેની ફળદ્રપ શકિત મનુષ્યના લક્ષમાં પ્રથમ આવે છે તે કુદરતનાં બળની પૂજા માણસમાં ધર્મનું પ્રથમ રૂપ ધારણ કરે છે; અને દેવ અને નીતિની એકતાનું ભાન મોડું મોડું થાય છે. કેટલીક પ્રજાએ કુમારિકાવ્રતને વખોડયું છે, પણ તે એટલા માટે નહિ કે બ્રહ્મચર્ય કરતાં કામ– સક્તિ વધારે પવિત્ર છે; પરંતુ લડાયક પ્રજાના અસ્તિત્વને આધાર લડવૈયાની સંખ્યા ઉપર હોવાથી કુંવારી કન્યાથી દેશને ફાયદો થતો નથી. આ પ્રમાણે યાહુદી લેકે વસ્તીની વૃદ્ધિમાં દેશની આબાદી ગણતા હતા. પરંતુ તે પ્રજામાં પણ અમુક પંથવાળા કુમારિકાવ્રતને પવિત્રતાનું શિરબિંદુ ગણતા હતા. આમ કેટલાંક કાર્યો અમુક વખતે સદાચારી ગણાયાં છે અને તે જ કાર્યો બીજા જમાનામાં દુરાચારી ગણાયાં છે માટે આંતરવાદ અસંગત છે એ આક્ષેપ ટકી શકતો નથી એ વાત હવે સ્પષ્ટ છે. જો કે પ્રાપ્ત સદાચારનાં ધોરણે જમાને જમાને બદલાયાં છે, તથાપિ તેની તે જ વૃત્તિઓને કેળવવામાં સદાચાર હમેશાં ગણાય છે. નીતિની બાબતમાં, વાજબી કે ગેરવાજબી અથવા સદાચાર કે દુરાચાર કરતાં વધારે ઉચ્ચ કે ઓછું ઉચ્ચ, વધારે ઉત્તમ કે. ઓછું ઉત્તમ એ શબ્દ વાપરવા વધારે યુક્ત છે. અમુક અર્થમાં નૈતિક
Page #119
--------------------------------------------------------------------------
________________ કર યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ભે નિરપેક્ષ અને અવિકારી છે, બીજા અર્થમાં તેઓ તદન સાપેક્ષ અને વિકારી છે. કેટલાંક કૃત્યોથી આપણી નૈતિક વૃત્તિને એ તે દેખીતે અને સ્પષ્ટ આંચક લાગે છે કે આપણું નૈતિક કેળવણીની છેક પ્રથમાવસ્થામાં પણ તે દુષ્ટ અને દુરાચારી ગણાયાં છે. સત્ય અસત્યાદિ જેવા કેટલાક ભેદો સ્વભાવે જ એવા સુસ્પષ્ટ અને બળવાન હોય છે કે કેવળ ક્રમિક સદાચારોથી એમની મેળે તે જૂદા તરી આવે છે, જો કે આ બાબતમાં પણ જૂદા જૂદા જમાનામાં જુદે જુદે અંશે વ્યવહારમાં તેમનું પાલન થયું છે. પરંતુ ધર્મની આજ્ઞાઓને આધી રાખી બોલીએ તે, કાર્યોને વધારે સારા કે “વધારે ખરાબ” નહિ, પણ નિશ્ચયાત્મક રીતે વાજબી” કે “ગેરવાજબી છે એમ કહેવા માણસે જે બાહ્ય નિયમને લીધે શક્તિમાન થાય છે તે તો માત્ર સમાજનું પ્રચલિત ધોરણ જ હોય છે. પરંતુ આ ધોરણ મૅડવિલે. કહેલા ધોરણ જેવું કેવળ મનમોજી અને આપખુદ નથી હોતું, પણ આપણી નૈતિક શક્તિ કે જેને આપણા સ્વભાવને ઉચ્ચ ભાગ કહે છે. તેની કેળવણીમાં સમાજે પ્રાપ્ત કરેલું પગથીયું તે હોય છે. આ ધારણથી જે માણસ નીચો રહે છે, જે વલણ સદાચારની ઉન્નતિમાં ખાસ તત્ત્વભૂત છે તેમાં અટકાવરૂપ છે. આ રણને માત્ર સાચવીને જે બેસી રહે તે માણસની નીતિ બાહ્ય નિયમને અનુસાર તે છે જ; છતાં મને દેવતાઓ આગળ સૂચવેલા પિતાના નૈતિક વિકાસના ધોરણને અનુરૂપ તેનું વર્તન ગણાય નહિ. સમાજના ધોરણથી આગળ વધી જે માણસ ખાસ સદાચારી રહે તે પુણ્યશાળી ગણાય, પણ તેમ વર્તવામાં કાળજી ન રાખે છે. તેમાં પાપ ગણાય નહિ. ગુલામગીરી, વિગ્રહમાં પકડાએલા કેદીઓની કતલ, તરવારના પ્રાણઘાતક ખેલ, કે એક કરતાં વધારે સ્ત્રી કરવાનો રીવાજ–એ બધાં જાતે જ, અવશ્ય કરીને પાપ છે કે કેમ? એ પ્રશ્ન નકામે છે. આપણે તેમને હમણાં પાપ ભલે ગણતા હોઈએ, પણ અમુક સમયે તેમાં પાપ નહોતું ગણાતું, અને તેથી તે જમાનામાં તે આચરનારે પાપી નહોતે. સારાંશ કે શુભેચ્છાની વૃત્તિ સદા સારી જ છે; કામવૃત્તિ સદા સર્વદા નીચી છે એ પ્રતિજ્ઞા વાક્યમાં ફેરફાર કદિ થતો નથી.
Page #120
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 73. પરંતુ અહીં એક મુશ્કેલ પ્રશ્ન ઉભો થાય છે. આપણા સ્વભાવને. નૈતિક વિભાગ શારીરિક અને માનસિક વિભાગ કરતાં ઉત્તમ છે એમ સ્વીકા રીએ; આપણી પ્રકૃતિની રચના જ એવી છે કે તેને સંપૂર્ણ વિસ્તૃત કરવાની આપણી ફરજ છે અને એટલા માટે નૈતિક ઉદ્દેશો સર્વથી શ્રેષ્ટ છે એ વાતને આપણે સિદ્ધ સમજીએ; છતાં પ્રશ્ન એમ ઉભો થાય છે કે આપણા સ્વભાવના જુદા જુદા વિભાગોની અસમાનતા શું એવી છે કે નીતિના ડાક ભોગે પણ કેઈમેટ માનસિક કે ભૌતિક લાભ વાજબીની રાહે આપણે ન ખરીદી શકીએ? સૂક્ષ્મ વિવેકને આ માટે પ્રશ્ન છે; અને ધર્મવાદીઓ પૂછે છે કે જે ઉદ્દેશ સારે હોય તે કદિ ઉપાયો ગમે તેવા હોય તે અડચણ ખરી કે કેમ ? કેટલાક ધર્મવાદીઓને એવો મત છે કે પૃથ્વી રસાતળ જતી હોય, ગમે તેવું દુઃખ ભોગવવું પડતું હોય, તો પણ નાનામાં નાનું પાપ પણ કદિ કરવું જ નહિ. હવે, આ મતને સાક્ષાત્કાર કઈને કદિ થતો નથી: વ્યવહારમાં તેને લાગુ કરવાનું કાઈને કદિ સ્વમમાં પણ આવતું નથી: અને ખરૂં કહીએ તે, જો કે અહીં ધર્મને ઇરાદે ઘણે ઉત્તમ છે, પણ તેને અનુસાર આચરણ સુધારાના મૂળતત્ત્વનું કેવળ વિરોધી છે. આ મત કહે છે કે નાનામાં નાનું સ્પષ્ટ પાપ જાતે અને પરિણામે એટલું બધું ભયંકર હોય છે કે ગમે તેવા મોટા માનસિક કે ભૌતિક લાભથી તેને ખગ વળી શકે નહિ. જે આ વાત સાચી હોય, તો પછી સ્પષ્ટ છે કે માણસને મુખ્ય ઉદેશ કેવળ પાપ રહિત થવાને હોવો જોઈએ, અને એ ઉદેશે બધી ઈચ્છાઓને કેવળ નિર્મળ જ કરી નાખવી જોઈએ. આપણી હાજતેને પ્રદેશ વિસ્તારતાં લાલચો પણ અવશ્ય વધે છે; અને તેથી પાપની સંખ્યા, પણ વધે છે. નીતિના ધોરણમાં કદિ તેથી ઉચ્ચતા પણ આવે ખરી, કારણ કે નિરૂત્સાહી અચેત પાપરહિતતા નીતિની ઉચ્ચ અવસ્થા નથી. પરંતુ આ ધર્મવાદીઓ કહે છે તેમ દરેક પાપ જે નિરંતર વેદનાને લાયકનું જ હોય અને એવું ભયંકર હોય કે તેની આગળ દુનિયાના નાશને પણ હિસાબ નથી, તે પછી નૈતિક લાભો પણ તેની બરાબરી બિલકુલ કરી શકે નહિ. નૈતિક વૃત્તિની ગમે તેટલી ઉચ્ચતા, ભક્તિને ગમે તે જુસ્સો કે ઉડાણ, .
Page #121
--------------------------------------------------------------------------
________________ 74 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક ક્ષણ પણ તેની સામે ત્રાજવામાં બેસી શકે નહિ. વ્યવહારમાં પણ આ મતનાં પરિણામ વિચિત્ર આવશે. પ્રજાના બધા વેપારનું સત્યાનાશ વળી જતું હોય, ફળદ્રુપ પ્રાંતે લૂટાઇ જતા હોય, અને પ્રજાના હક માત્ર ડૂબી જતા હોય, તો પણ તે પ્રજાના રાજાએ વિગ્રહમાં ઉતરતાં પહેલાં ખૂબ વિચાર કરે; કારણ કે નાની સરખી લુટ કે એકાદી સ્ત્રીના પતિવ્રત્યને લગ જ તે લડાઈમાં થઈ ગયા તે તે ઉપલા બધા લાભ કરતાં વધારે મોટું સંકટ થઈ પડશે. જે ભયંકર મરકી કે દુકાળથી એક ક્ષણ પર્યત પણ જે દુરચાર અટકો હોય છે તેથી એણે ખૂશી થવું. મોટાં મોટાં શહેરો વસાવવાથી પાપની સંખ્યામાં જે એકને પણ વધારો થતો હોય તે શહેર વિસાવવામાં ભયંકર પાપ છે. આ મત પ્રમાણે શ્રમ-સાધ્ય સુધરેલી જીંદગી, રમત ગમતના મેળાવડા, લગભગ દરેક હુન્નર, અને દ્રવ્યની દરેક પ્રાપ્તિ દુષ્ટ છે, કારણ કે તેમાંથી કોઈને કોઈ પાપના પ્રસંગ ઉપજે છે, અને તેમાં લાભ તો માત્ર હિક જ હોય છે. હવે, નીતિમાં કેટલીક ખરાબી થશે એ વાત આપણે જાણતા હોઈએ છીએ છતાં તે ભેગવીને પણ માનસિક અને ભૌતિક શકિતઓને ખીલવવી એ વાત સારી છે એ માન્યતા ઉપર સુધા રાની આખી રચનાનું મંડાણ છે. કારખાનું ઉઘાડતાં તેમાંથી આગળ જતાં માણસે દારૂ પીતાં અને વ્યભિચાર કરતાં શીખશે એમ ધારીને કારખાનું ઉઘાડનાં કઈ અટકી જતું નથી. કવચિત્ નીતિના નાના ભેગ આપીને પણ સુધારામાં આપણે આગળ વધીએ છીએ. . ધર્મના આ મતને જો કે ઘણાજણ સિદ્ધાંતરૂપે માને છે, પણ વ્યવહારમાં તે પ્રમાણે અક્ષરશઃ કેઈ વર્તતું નથી, પરંતુ બીજા બધા લાભ કરતાં નૈતિક લાભની ઉત્તમતા કેટલે અંશે વધારે છે તે બાબત માણસના વ્યવહારિક મતભેદને લીધે આંતરવાદીઓના મત ઉપર ગંભીર પ્રકારને દેષ મૂકાય છે. ધર્મ-મતમાં પાપનો જે વિચાર છે તેને અત્યંત સમીપ આવે એવું વ્યવહારમાં વર્તન તપસ્વીઓનું હોય છે. તપોવૃત્તિનું મુખ્ય મંતવ્ય જ એ છે કે પાપ એ એવી તે અત્યંત ભયંકર ચીજ છે કે તેની સાથે કેઈપણ ઐહિક લાભની સરખામણી થઈ શકે નહિ. તેથી કોઈ પણ
Page #122
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. ઉપ પ્રકારે પાપને પિતાના જીવનમાં પેસવા ન દેવું એ તપસ્વીઓના જીવનને ખાસ ઉદેશ થાય છે. એટલા માટે છંદગીની સઘળી ચંચળ પ્રવૃત્તિથી તપસ્વી અળગો રહે છે, સઘળા સાંસારિક ઉદ્દેશ અને ઉત્કર્ષને એ ત્યાગ કરે છે, સતત દેહ-દમનથી પિતાના કુદરતી વિકારોને મંદ પાડી દે છે, અને કેવળ ધાર્મિક વિધિમાં નિમગ્ન રહેવાનો પ્રયાસ એ કરે છે. અને આ સઘળી બાબતમાં એની વર્તણુંક વાજબી અને પિતાના સિદ્ધાંતને અનુસાર છે. જે માણસને પાપની ગંભીરતાને એવો વિચાર હોય છે તે સ્વાભાવિક રીતે જ લાલચોથી બચવા બાહ્ય સંજોગેથી ગમે તે ભોગે પણ અળગા રહેશે અને પોતાના વિકારો અને વાસનાઓને મંદ કરવા અને તેટલું કરશે. પરંતુ એ બાબતમાં વધારે પડતા આગ્રહથી આપણું નૈતિક જીવન બહેર મારી જાય છે એ વાત પણ જોવાની છે; કારણ કે પાપને ઘટાડે ઘણે અગત્યનું છે એ વાત ખરી, પણ તે નૈતિક ઉન્નતિને એક ભાગ માત્ર છે. જ્યારે જ્યારે તેના એક ભાગને વધારે પડતું વજન આપવામાં આવે છે ત્યારે ત્યારે માણસાઈ મંદ, નિરૂત્સાહી અને એકદેશી થઈ જાય છે અને ગરીબાઈ કિવા બકરીળવત નરમાશ સર્વોપરી સદગુણ ગણુંવા લાગે છે. પરંતુ તાપસી આચરણ હવે ઝડપથી નાબુદ થતું જાય છે. અને એ જ વાત બતાવી આપે છે કે તેમના સિદ્ધાંતમાં સમાએલા નૈતિક વિચાર અલ્પાયુષી હતા. છતાં હજી ઘણું વ્યવહારમાં મતભિન્નત્વની મુશ્કેલી ઉભી રહે છે. કેથલિક નિશાળોનો મુખ્ય ઉદેશ પાપ અટકાવવાને ઘણું કરીને હોય છે; પણ ઈગ્લાંડની બીજી સાર્વજનિક શાળાઓને ઉદ્દેશ આપણુ દરેક શકિતને યોગ્ય વિકાસ કરવાનો હોય છે અને પાપની સંભવિતતા અટકાવવાની ખાસ સંભાળ અહીં લેવામાં આવતી નથી. વળી, ધર્મના જે અભિપ્રાયોને પોતે ખોટા માનતા હોય તે પ્રત્યે સારા માણસોનું વ્યાવહારિક વળણ પણ જુદું જુદું જોવામાં આવે છે. સુધારકે જેવા કેટલાક લેકે વેહેમી ક્રિયાને અસત્ય ગણી તેમાં ભાગ લેતા નથી, એટલું જ નહિ પણ ગમે તેટલું નુક્સાન વેઠીને પણ પિતાને મત જાહેરમાં મુકવા ચૂક્તા નથી. કેટ
Page #123
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. લાંક માણસને પિતાને તેમાં બિલકુલ શ્રદ્ધા હોતી નથી; છતાં પોતે તે ક્રિયા કરે છે અને તેની વિરૂદ્ધ બોલનારાને સખત રીતે વખોડે છે. કારણ કે તેમના મત પ્રમાણે ભ્રમથી પણ માણસને જે દીલાસે મળતા હોય તો. તે ભ્રમ ભાંગ નહિ. કેટલાક વળી પિતે તે ક્રિયા કરતા નથી, પણ લેકેનાં અશિક્ષિત મનને સમજાવી તૈયાર કરી સુધારવાની વાતને પસંદ કરે છે, અને સજજન સંભળાવજોરે ધીરે ધીરે સુધારાને સાર’ એ સૂત્ર વ્યવહારમાં સ્વીકારે છે. બાળ-લગ્નની બાબતમાં પણ મતભિન્નત્વ જોવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે સુખના ધોરણની પાયરી ઉતારવાથી ભતિક આબાદી ઘટે છે; માટે બાળ લગ્ન ન કરવાં. કેથલિક ગુરૂઓ કહે છે કે માણસને મેટે ભાગ ડહાપણના ઉશે લગ્ન મેડાં કરે તો પાપ વધે, માટે બાળલગ્ન કરવાં. વળી કેટલાક પથમાં કેવળ નિર્દોષ આનંદમાં ભાગ લેવાની પણ બંધી છે, કારણ કે તેમાંથી પાપ અથવા પાપના પ્રસંગ ઉપજી આવે છે. કેટલાક વળી પ્રસંગે પ્રસંગે આનંદોત્સવ કરે છે. કેઈની વૃત્તિ જાણી જોઈને પાપમાં પ્રવૃત્ત થવાની હોતી નથી, તેથી આ મત ભિન્નત્વમાં સિદ્ધાંતને ભેદ નથી પણ વધતા ઓછા સદાચારને ભેદ હોય છે. એક કહે છે કે ગમે તે રીતે પણ પાપ અટકાવવું. બીજે કહે છે કે પાપની હદ ઓળંગ્યા સિવાય નિર્દોષ રમત ગમતે શા માટે ન કરવી ? પણ આ હદ બાંધવી કયાં? તેમાં પણ ઘણું કમવાર પગથી હોય છે. અને કાયદા, ધારા, અને નાતના રીવાજ પરત્વે માણસે તેમના ગુણ દોષ વિષે અનેક: પ્રશ્ન ઉભા કરે છે. પ્રશ્ન એ થાય છે કે એવી બાબતમાં સારા નરસાની ' સ્પષ્ટ લીટી કયાં દેરવી? અમુક હદ પયેત નિર્દોષ ગમતમાં પાપ નથી, અને પછી તેમાં પાપ થાય છે એ પ્રશ્નને નિર્ણય કયા નિયમને આધારે આપણે કરવો ? આ પ્રશ્નના જવાબમાં તરવાદીને કબુલ કરવું પડે છે કે એવી કાઈ લીટી દોરી શકાય એમ નથી; એવો નિયમ કઈ છે જ નહિ. આપણા નૈતિક સ્વભાવમાં રૂપિ ભાષાથી સ્પષ્ટ કરી ભાગ્યે જ સમજાવી શકાય છે. એવી અગમ્ય રીતે તેઓ એક બીજામાં ભળી જાય છે કે તેમાંથી કોઈ
Page #124
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતહાસ. એક મટી બીજું કયારે થઈ જાય છે તે સ્પષ્ટ કરવું અશક્ય છે. મનુષ્યનું જે જીવન કુદરતે નિર્મિત કર્યું છે તેને સર્વ પાસા સરખે વિકાસ કરે એ મનુષ્યના જીવનને ઉદ્દેશ છે અને આને અર્થ એટલે જ થાય છે કે તેના જીવનને મુખ્ય અને સર્વોત્તમ હેતુ નૈતિક હો જોઈએ. જે સમાજ કે માણસમાં આ નૈતિક હેતુની પ્રબળતા ન હોય, તે રોગી હાલતમાં છે નૈતિક અંશનું સર્વોપરીપણું છે કે બીનતકરારી છે, પણ સાથે સાથે તે મોઘમ કિંવા અનિશ્ચિત પણ છે અને દેશ કે કાળ પર અનંત નથી: અને તેથી કરીને પ્રચલિત ધોરણ સર્વકાળે સરખું હોતું નથી. નીતિશાસ્ત્રવેત્તા તે માત્ર સામાન્ય સિદ્ધાંતો જ આપી શકે છે. આ નિયમોને વ્યવહારમાં કેમ લગાડવા એ વાત તે વ્યક્તિગત વૃત્તિ કે સમાજની સામાન્ય ભાવનાથી જ બની શકે છે. આ પ્રમાણે આંતરવાદમાં એક પ્રકારની મઘમતા રહેલી છે. જનહિતવાદીઓ કહે છે કે અમારા વધારેમાં વધારે સુખના સિદ્ધાંતમાં એવી અનિશ્ચિતતા નથી, પણ “વાજબી " “ગેરવાજબી વચ્ચે હમેશાં સ્પષ્ટ લીટી દોરી શકાય છે અને તેથી નૈતિક મતભેદ લાગણના રાજમાંથી નીકળી સ્પષ્ટ ઉપપત્તિના વિષય થાય છે. પરંતુ એમ બેલવામાં જનહિતવાદીઓ લોકેને ઠગે જ છે. નાણાની મદદ વડે કાપડ, ઘોડા ઇત્યાદિ વિજાતીય વસ્તુઓની લેવડ દેવડ આપણે કરી શકીએ છીએ, કારણ કે નાણા વડે તેમના વિનિમયનું માપ થઈ શકે છે. પરંતુ સુખ કે ઉપગિતાના વિજાતીય પ્રકારનું એવું સામાન્ય માપ આપણને મળી શકે એમ નથી. એક દષ્ટાંત લઈએ. પાલીતાણે શેત્રુંજાની જાત્રા નિમિત્તે હજારે લેક વર્ષોવર્ષ ભેગા થાય છે. હવે આ મેળાથી એકંદરે લાભ વધારે છે કે હાનિ ? અને નીતિમાન માણસે તેને ઉત્તેજન આપવું કે કેમ ? એ પ્રશ્નનું નિરાકરણ જનહિતવાદ કેવી રીતે કરી આપશે ? હજારે લેકોને તેથી નિર્દોષ અને આરોગ્યવર્ધક આનંદ થાય છે. જૂદા જૂદા કેના સમાગમથી અનુભવ અને જ્ઞાન વધે છે. સ્થાનિક આર્થિક સંપત્તિને પ્રોત્સાહન મળે છે
Page #125
--------------------------------------------------------------------------
________________ 78. યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ અને રેલવે કમાય છે. ધંધા રોજગાર અને કારીગીરીને પણ ઉત્તેજન મળે છે. બીજી રીતે જોઈએ તો તેમાં હાનિ પણ ઘણી છે. ટાઢ તડકાથી માણસે હેરાન થાય છે. વખતે કોલેરા પણ ફાટી નીકળે છે. ચેરી અને વ્યભિચારની તક માણસોને મળે છે અને વખતે થતા પણ હશે. ઉપલે ધર્મવાદી કહેશે કે આ એક કારણને લીધે જ એવા મેળા બંધ કરવા જોઈએ; પણ એ વાત લેકેને રૂચશે નહિ. આમ આ મેળામાં લાભ અને ગેરલાભ બને સમાએલા છે; અને તે માનસિક, શારીરિક કે નૈતિક હોય છે. ઘણું કરીને બધા નીતિશાસ્ત્રીઓ કહેશે કે અનીતિના થોડાક દાખલાઓને લીધે એવા મેળાવડા બંધ પાડવા વાજબી નથી. આવડે મેટે માણસને સમૃદ્ધ ભેગા થાય ત્યારે એવા થોડાઘણા દાખલા તે બને જ, અને તેની સંભાળ પિલિસ રાખશે. એકંદરે તેમાં હાનિ કરતાં લાભ વિશેષ છે. પરંતુ આ લાભ હાનિને ત્રાજવામાં તળી એકંદરે તેમના નફા તટાનો સ્પષ્ટ હિસાબ બતાવી આપે એવો કોઈ કાંટો જનહિતવાદી બતાવી શકે એમ નથી. આ ઠેકાણે સૈતિક લાભ કરતાં નૈતિક ગેરલાભ વધી જાય છે એવી સ્પષ્ટ લીટી દોરવા પોતે અસમર્થ છે એ વાત આંતરવાદી કબુલ કરે છે. બેન્યામના સૂત્રોમાંથી પણ આ હદ કેમ બાંધી શકાય છે એ સમજાતું નથી. માત્ર સંખ્યાની ગણત્રીથી આ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે એમ બેલવામાં માત્ર સાહસ જ છે. પિતાના સદાચારના નાશથી થતી એક સ્ત્રીની પાયમાલી અને બીજી સ્ત્રીના આખા દિવસને આનંદ-આ બેને એક કાંટે તળવાને દુરાગ્રહ જનહિતવાદી નહિ જ કરે. તેથી આવી બાબતમાં તેમના ભેદની સ્પષ્ટ લીટી દોરવાની અશક્યતા જે દોષ હોય તે તે દેષ આંતરવાદ અને જનહિતવાદ બન્નેને સમાન છે. હવે સ્વાર્થ અને સદાચારને શું સંબંધ છે તે આપણે ટૂંકામાં જોઈએ. જનહિતવાદને બે જાતના લાભ સાથે સંબંધ છે. વ્યક્તિને લાભ અને સમાજને લાભ. પ્રથમ જાતને લાભ સઘળા સદાચારનો અંતિમ ઉદ્દેશ છે; બીજો લાભ સદાચારને છેવટ હેતુ છે. આંતરવાદી કહે છે કે સ્વાથી - સદાચારી કે શાબાશીવાળું છે શકે નહિ. એક માણસ ચોરી કરવા
Page #126
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવસિદ્ધ ઈતિહાસ. તે ગયો છે, પણ એકાએક પિલિસને જોઈ બહી જાય અને ચોરી કરતાં અટકે, તો એ કત્યને માણસો નીતિમાન કહેતાં નથી. જેટલે અંશે સજા પામવાના ભયથી તે કામ કરવું એ છોડી દે, તેટલે અંશે સદાચારની શાબાશી એને ઓછી મળે છે. કર્તવ્યની લાગણીથી જ માણસે પાપમાંથી મુક્ત રહેવાનું છે. આમ સ્વાર્થ અને સદાચાર એકબીજાના વિરોધી છે એ વાત ખરી, પરંતુ એટલા માટે સ્વાર્થના વિચાર કેઈ કાળે પણ સદાચારને સહાયભૂત થઈ શકે નહિ એમ માનવામાં પણ ભૂલ છે. પ્રથમ તે, ધમકી અને સજાના સુવ્યવસ્થિત ધોરણથી સદાચારની દિશા જેવી સ્પષ્ટ થાય છે તેવી બીજી કશાથી ભાગ્યે જ થઈ શકે છે. જ્યારે સદાચાર અને દુરાચારના પ્રજને વચ્ચે અંતરમાં વિગ્રહ ચાલે છે ત્યારે ઘણીવાર દાન અને દંડના વિચારથી એ ઝઘડાને અંત આવે છે અને આપણી પ્રવૃત્તિ સદાચારમાં થાય છે. અને વિજયના આવા દરેક પ્રસંગથી સદાચાર દઢ થતું જાય છે અને દુરાચાર નિર્બળ થતા જાય છે, અને છેવટે દાન અને દંડના વિચારની સહાય વિના પણ તે સદાચાર થવાને પ્રસંગ આવે છે. સામાજીક લાભના સંબંધમાં બે ભિન્ન ભિન્ન બાબતે લક્ષમાં રાખવાની છે. એક તો, બીજાનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થવું એ બેશક સદાચારને એક પ્રકાર છે, પણ તેમાં જ સર્વ સદાચાર સમાઈ જતો નથી. અથવા બીજી રીતે બોલીએ તે બીજી જાતના કેટલાક સદાચાર એવા છે, કે જે લેકને ઉપયોગી હોય વા ન હોય, પણ તે જાતે જ સદાચાર છે અને તેથી કર્તવ્ય તરીકે તે આચરવાના છે. બીજી વાત એ છે કે કેટલીક વખતે ઉપયોગિતાને પ્રસંગ એવે પ્રબળ અને મહત્વનો હોય છે કે તે વખતે એવા સદાચારને પણ ભોગ આપવો વાજબી ગણાય છે. એક મોટું કારખાનું કાઢતાં છેવટે દુરાચારને કાંઇક તક મળે છે એ વાતથી એક કારખાનું કાઢતાં અટકવું નહિ. અથવા જે વાતથી અત્યંત મોટો લાભ થતું હોય તે વાત પરત્વે મંગુ રહેતાં અસત્ય ગણાતું હોય તે પણ તે કરવામાં કાંઈ અડચણ નથી; અથવા કેઈ નિર્દોષ માણસની જીંદગી બચાવવા જૂહું પણ બોલવું પડે. પરંતુ આવા કેટલાક પ્રસંગે ઉપયોગિતાને
Page #127
--------------------------------------------------------------------------
________________ - યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ અગ્રસ્થાન અપાય છે તે ઉપરથી એમ સમજવાનું નથી કે તેના કરતાં નીતિના વિચાર ઉંચા પ્રકારના નથી. નીતિ અને ઉપયોગિતા બન્ને એક બીજાથી અત્યંત ભિન્ન છે અને તેમાં નીતિના વિચાર ઉપયોગિતાથી વધારે ઉત્તમ છે. અને વખતે બન્નેની વચ્ચે વિરોધ પણ હોય છે. તેનું અને રૂપે ભિન્ન ભિન્ન ધાતુઓ છે. રૂપા કરતાં સોનું વધારે કિંમતી છે, છતાં થડા સેનાને બદલે રૂપાને મેટે જ લેવાથી વખતે વધારે લાભ થાય છે. આંતરવાદની સામે મૂકાતા એક બીજા આક્ષેપની પણ અહીં સ્પષ્ટતા કરવાની જરૂર છે. આંતરવાદી કહે છે કે નૈતિક પ્રત્યેસે આપણને સ્વભાવસિદ્ધ છે. ત્યારે મનુષ્યને સ્વભાવ કયો ? એવો પ્રશ્ન ઉભો કરી કેટલાક કહે છે કે જંગલી અને છેક પ્રાથમિક દશામાં જે સ્વભાવની પ્રતીતિ થાય છે તે જ મનુષ્યનો કુદરતી સ્વભાવ ગણાય; અને કેટલાક કહે છે કે સુધરેલા મનુષ્યમાં કૃત્રિમ ટેવો અને બાહ્ય પ્રાપ્તિ બાદ કરતાં જે ભાગ સંસ્કારી અને વિકાસ પામેલે બાકી રહે છે તે મનુષ્યને કુદરતી સ્વભાવ ગણાય. આમ મનુષ્યના કુદરતી સ્વભાવના બે અર્થ થઈ શકે છે તેને લાભ લઈ બાહ્ય અનુભવવાદીઓ કહે છે કે જંગલી અને સુધ રેલામાં ભેદ માત્ર બાહ્ય પ્રાપ્તિને જ છે, આંતરવિકાસનો ભેદ બિલકુલ નથી. આ વિચારને અનુસરી, જંગલી લેકેનાં જે વર્ણને મુસાફર આપે છે તેમાંથી દાખલા લઈ તેમનામાં નૈતિક વિચારને અભાવ બતાવી, આપણા નૈતિક ભેદ સ્વભાવ સિદ્ધ હેવાની તેઓ ના કહે છે. હવે, આ વર્ણને ઘણું કરીને અત્યંત અવિશ્વસનીય હોય છે, કારણ કે જે મુસાફરોએ એવાં વર્ણન કર્યા છે તેમને તે તે દેશની ભાષા આવડતી નહોતી, જંગલી લેકેના જીવનના રહસ્યની તેમને માહિતી નહોતી, અને માત્ર પિતાના જ ધરણથી તેમની નીતિ અવેલેકતા હતા; એટલું જ નહિ, પણ પિતે એવી વિચિત્રતામાં અતિશક્તિ પણ ઉમેરતા. તેથી તેમના કહેવા ઉપર ભરોસે રાખવો એગ્ય નથી. તમે કહેશે કે અઢારમા સૈકામાં ટ્રાન્સના નીતિશાસ્ત્રવેત્તાઓ જંગલી દશામાં રહેલી નૈતિક અવસ્થાને સર્વોત્તમ ગણતા હતા, તેથી તમારે નૈતિક વિકાસને સિદ્ધાંત અસંગત કરે છે તે તે પણ ભૂલ
Page #128
--------------------------------------------------------------------------
________________ 81 આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. છે; કારણ કે તે સમયે તત્ત્વવેત્તાઓ યુક્તિવાદના પરિણામે સંશયવાદી થઈ ગયા હતા અને વાર ઇત્યાદિ લેખકે પ્રચલિત ધર્મ અને નીતિને કેવળ કૃત્રિમ અને વહેમી કડી તેમની હાંસી કરતા હતા, છતાં અર્ધ જંગલો ચીન અને ચીનાઓના વર્તનને યુતિસિદ્ધ અને પવિત્ર ગણતા હતા; તેથી આ લેખકેને લીધે તે લકે ભ્રમમાં પડયા હતા. પરંતુ જંગલી દશાનાં ચિત્રોને દલીલની ખાતર ખરાં માની લઈએ તે પણ પ્રતિપક્ષીને નૈતિક વિકાસની ના કહેવી છે તે વાત એમાંથી સિદ્ધ થતી નથી. આંતરવાદી ખરું કહે છે કે આપણા સ્વભાવના ઉચ્ચ અને નીચ વિભાગને તેવા રૂપે ઓળખવાની આપણામાં સ્વાભાવિક શકિત રહેલી છે. પરંતુ શારીરિક ચક્ષુની માફક આંતરિક આંખ પણ કવચિત બીડાએલી રહી શકે છે. ઇંદ્રિયજન્ય તૃપ્તિમાં માણસે નિમગ્ન રહે છે ત્યારે બેશક એમ જ થાય છે. રોપાની માફક માણસને પણ પિતાની સ્વાભાવિક શકિતઓના . સંપૂર્ણ વિકાસને માટે અનુકૂળ જમીનની જરૂર છે. તેથી અનુકૂળ સંજેગના અભાવે જંગલીઓને માનસિક કે નૈતિક વિકાસ થઈ શક ન હોય તો તેથી તે શક્તિઓ તેમનામાં મૂળે જ નથી એમ સિદ્ધ થતું નથી. તે શક્તિઓ તો ત્યાં છે જ; પણ સંજોગના અભાવે જાગ્રત થઈ શકી નથી. જંગલી દશામાં માણસો બરાબર વાંદરાની માફક જ આચરણ કરે છે એમ સિદ્ધ થાય તે પણ માણસ મટી માણસ વાંદરું થઈ શકતું નથી. તે બેમાં સ્વાભાવિક ભેદ છેઃ પિતાની શક્તિઓને વિકાસ કરવાની વાંદરામાં શક્તિ નથી, માણસમાં છે. સંજોગની અનુકૂળતાએ સુધરી જંગલી માણસ સુધરેલે અને સદાચારી થઈ શકશે, વાંદરો નહિ થઈ શકે. વડનાં પાંદડાં જેમ પથ્થરમાં દેખાતાં નથી તેમ તેના ઝીણું બીજમાં પણ દેખાતાં નથી; છતાં તે બીજમાંથી વડનું વૃક્ષ થઈ શકશે, પણ તે પથરે તે પથરો જ રહેશે. નીતિ-શાસ્ત્રના બે મુખ્ય સિદ્ધાંતને ભેદ હવે વાંચનારને સ્પષ્ટ સમજાયો હશે; અને આ બાહ્યનીતિવાદ અને આંતરનીતિવાદમાં નીતિના અનેક મતમતાંતર અંતે અંતર્ગત થઈ જાય છે. હવે, આ બે સિદ્ધાતિના પાયાભૂત તત્વજ્ઞાનમાં પણ ભેદ રહે છે. બાહ્યઅનુભવવાદીઓ કહે છે
Page #129
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ કે સઘળું જ્ઞાન આપણને ઈદિયજન્ય અનુભવમાંથી જ થાય છે. આંતર વાદીઓ કહે છે કે જ્ઞાન ઉપજાવવામાં અમુક અંશે ચિદશકિતની સ્વતંત્ર સહાય પણ આવશ્યક છે. આ બીજો મત પટેની પૂર્વ અસ્તિત્વના સિધ્રાંતમાં દશ્ય થાય છે. કેટલાક વિચારે આપણું અંતઃકરણમાં એવા હોય છે કે જેમને ખુલાસે જનમ્યા પછી થતા અનુભવથી થઈ શકતો નથી, માટે તેમનું અસ્તિત્વ માણસમાં તેના જન્મની પૂર્વે હોવું જોઈએ, અને એટલા માટે પૂર્વ-અસ્તિત્વને સિદ્ધાંત યથાસ્થિત છે. સત્તરમા સૈકામાં સ્વભાવ-સિદ્ધ વિચારોને જે મત પ્રચલિત હતો તે આ સિદ્ધાંતને અન્ય પ્રકાર માત્ર હતો. પરંતુ લૌકના સમયમાં એ સિદ્ધાંત પર જે સમજણ હતી તે હવે લેપ પામી ગઈ છે અને હવે ઘણુંખરા તત્ત્વવેત્તાઓ એમ માને છે કે જેમ અમુક જાતની કળીમાંથી અમુક જાતનું ફુલ અવશ્ય ખીલવું જોઈએ, તેમ આપણામાં પણ કેટલીક શક્તિઓ એવી છે કે જે બાહ્ય સૃષ્ટિની સહાય વિના કેટલાક વિચારોને માત્ર પિતાના વિકાસથી જ મેળવી શકે એમ છે અને કેટલાક વિચારે અવશ્ય કરીને એમ એને મળવા જ જોઈએ; અને અર્વાચીન સમયમાં આ વાતને પ્રાણીઓનાં અંગ જ્ઞાનની પ્રબળતા અને વિસ્તારના નિરીક્ષણથી ટેકે મળે છે. અને કેન્ટ તે સ્પષ્ટ કહે છે કે આપણે દરેક જ્ઞાનમાં બે અંશ હોય છે; એક અંશ પૂર્વસિદ્ધ નિયમરૂપ હોય છે અને બીજો અંશ પશ્ચાત-સિદ્ધ અને તેનો વિષય હોય છે–તે નિયમના દષ્ટાંતરૂપ હોય છે. પરંતુ બાહ્ય અનુભવવાદીઓ આ વાત સ્વીકારતા નથી. મનની શક્તિઓ ક્રિયાકારક હોવાની તેઓ બનતાં સુધી ના કહે છે, અને બને તેટલું મહત્વ તેઓ બાહ્ય અનુભવને આપે છે. આંતરવાદીઓ કહે છે કે આપણામાં કેટલીક સ્વભાવ સિદ્ધ શક્તિઓ. રહેલી છે, જેનું પહેલેથી જ આપણને જ્ઞાન થાય છે એ સ્વીકાર અવશ્ય આપણે કરવું જ જોઈએ; નહિ તે જ્ઞાનની સંભવિતા જ રહેતી નથી. હવે તત્ત્વજ્ઞાનમાં જે ચિંતક ઇંદ્રિય-વિજ્ઞાનવાદી હોય છે તે નીતિમાં સ્વાર્થવાદી કે જનહિતવાદી હોય છે. પરંતુ આંતરવાદી નૈતિક શક્તિના અને સ્તિત્વને સ્વીકાર હમેશાં કરે છે. અર્થાત જ્ઞાનની પ્રક્રિયા જોડે નીતિના
Page #130
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 83 સિદ્ધાંતને ગાઢ સંબંધ છે. જ્ઞાનની ઉત્પત્તિના સિદ્ધાંત પરત્વે જે કંઈ પણ વાતથી માન્યતામાં કોઈપણ ફેરફાર થાય તો તેટલે અંશે નીતિના સિદ્ધાંતમાં પણ ફેરફાર થયા વિના રહેતું નથી. પ્રાચીન અને અર્વાચીન સમયના મહાન વિચારના ક્રમમાં પણ સામ્ય છતાં ભેદ છે. પ્રાચીન સમયમાં, ઉપયોગિતાને નામે વિત્પત્તિના વિલક્ષણ વિચારમાંથી લોકોની બુદ્ધિને સોક્રેટિસે મનુષ્યના નૈતિક સ્વભાવના અભ્યાસ પ્રત્યે વાળી હતી. અર્વાચીન સમયમાં, એ જ ઉપયોગિતાને નામે મધ્ય સમયના નૈયાયિકના નિરર્થક તાત્ત્વિક વાદવિવાદમાંથી બેકને લોકોની પ્રવૃત્તિને સૃષ્ટિના પદાર્થોનું શાસ્ત્રીય શોધન કરવાની દિશામાં વાળી છે. અને બેકનની પિતાની ચોક્કસ પદ્ધતિ અને નવાં શોધેલાં યંત્રો અને સાહિત્યને લીધે, તેમજ બુદ્ધિમાન મનુષ્યોની બુદ્ધિને લીધે એ દિશામાં ઘણું પ્રોત્સાહન મળ્યું છે. અને અર્વાચીન પ્રજાઓમાં ઇકિય વિજ્ઞાન વાદને પ્રસાર આ ચળવચળને લીધે વધારે થાય છે અને એને લીધે જ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસની વચ્ચે કેટલાક અતિ અગત્યના ભેદ ઉપજી આવ્યા છે. પ્રાચીન સમયમાં તત્વજ્ઞાનના વિચાર અમુક મર્યાદામાં ફર્યા કર્યા છે; અર્વાચીન સમયમાં નવી નવી શાસ્ત્રીય શેધો કરવામાં માણસ પ્રવૃત્ત રહે છે. પ્રાચીન લેકે એમ માનતા કે પ્રજાની સત્તા અને ઘણે વખતે તે પ્રજાની સ્વતંત્રતા પણ જાળવી રાખવા માટે માનસિક અને નૈતિક ગુણોનું સતત, પ્રેત્સાહન રહેવું જોઈએ. તેથી જ્યારે કોઈ પ્રજાનું શૈર્ય અથવા બુદ્ધિ મંદ પડી જતાં, ત્યારે બીજા રાજ્યોને અમલ તેના ઉપર જામતે અને પાછા એને એ જ ઈતિહાસ દશ્ય થતો. બેશક, કોઈ મહાન પ્રજા કારીગરી અને સાહિત્યના અનુપમ નમુના પાછળ મૂકી જતી, ઉંચી પ્રતિનું તત્ત્વજ્ઞાન મૂકી જતી, શૈર્યને પ્રોત્સાહન આપે એવાં ચારિત્ર્યના દષ્ટાંત મુકી જતી, અને પ્રજાને વિનાશ અટકાવે એવી સૂચનાઓ પણ વખતે કરી જતી, પરંતુ એ બધાં મનની અમુક દશામાં જ ઉપયોગી થાય એવાં છે. પણ હાલના સમયની સુધરેલી પ્રજાની શ્રેષ્ઠતાને આધાર નવી નવી શોધખોળ ઉપર રહેલું છે, અને આ શોધખોળ એવી હોય છે કે જે એકવાર થઈ એટલે
Page #131
--------------------------------------------------------------------------
________________ 84 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કદિ જતી રહેતી નથી અને તેથી તેની અસર નૈતિક જીવનની અસ્થિરતા માંથી મેટે ભાગે મુક્ત રહે છે. પ્રાચીન સમયમાં કોઈ મહાન પુરૂષનું આગમન પ્રજાની પ્રગતિમાં ભ ઉત્પન્ન કરી શક્ત અથવા તેને ત્વરિત કરી મૂકતું. અર્વાચીન સમયમાં એ જ કામ કઈમેટી નવીન શેધથી થાય છે. છાપવાની કળાથી ભૂતકાળમાં થએલો બુદ્ધિનો પરિશ્રમ જળવાઈ રહ્યો છે અને તેથી કરીને ભવિષ્યમાં આગળ વધવાની ચેકસ ખાત્રી મળી છે દારૂગળા અને લડાયક હથિયારની શોધથી જંગલી પ્રજાને વિજયી થવાનો સંભવ હવે જ રહ્યો છે. વરાળીયંત્રને લીધે જૂદી જૂદી પ્રજાઓ નિકટ સંબંધમાં આવવા લાગી છે અને તેથી એકતા વધી છે. અને અસંખ્ય યાંત્રિક યુકિતઓને લીધે ઔદ્યોગિક તત્ત્વ એટલું બધું બહાર આવી ગયું છે કે તેથી આપણા સુધારાની દરેક શાખા રંગાઈ ગઈ છે. જરીક વિચારતાં દરેક જણને માલમ પડશે કે સૃષ્ટિ-વિજ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ, ધખોળ કરવાની કુશળતા અને ઔદ્યોગિક સાહસ-આ ત્રણે બાબતનો એ અરસપરસ સંબંધ છે કે કોઈ પણ પ્રજા તેમાંથી એકને લાંબા વખત સુધી પ્રયાસ કરે તો બીજી બે બાબતે તેની પછવાડે એમની મેળે ચાલી આવે છે. કુદરતના કાયદાનું જ્ઞાન હોય તે નવી નવી શો થઈ શકે છે, અને શેધનાં સાહિત્યથી જ્ઞાન વધતું જાય છે, અને ઉદ્યોગને આધાર એ બન્ને ઉપર છે, તેથી તેમને આ સંબંધ અમુક અંશે કાર્યકારણ સંબંધ છે. ઉપરાંત તેમનામાં એકરાગતા પણ રહેલી છે. વિચારનું એક જ જાતનું વલણ કે ટેવ આ ત્રણે રૂપે વિસ્તૃત થાય છે. વ્યાહારિક માણસનાં એ લક્ષણ છે, કેવળ વિચારકનાં નથી હોતાં. એવો માણસ સાવધ રહી અવલોકન કરે છે અને પ્રયોગ કરવામાં પ્રવૃત્ત રહે છે. ટૂંકામાં, તે કેવળ વિચારક નથી હોત, પણ સુધારક હોય છે. પ્રાચીન લેકે એમ માનતા કે કુદરત ઉપર કોઈ દેવ પિતાની મરજી પ્રમાણે અમલ કરે છે, તેથી સૃષ્ટિ વિજ્ઞાન શાસ્ત્ર પ્રત્યે તેમને અભાવ થયે; અને ઔદ્યોગિક સાહસો. તેમનામાં ગુલામ કરતા, તેથી તે સાહસ ઉપર પણ તેમને અભાવ હત; તેથી તેઓ વિચારશીલ વધારે રહ્યા; આ બન્ને બાબતે ઉપર અર્વાચીન
Page #132
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. * 85 સમયમાં ભાવ પ્રગટયો છે; તેથી તેને અનુકૂળ વ્યવહારિક ઉન્નતિ પણ થઈ છે. - જે માનસિક વલણોને લીધે અર્વાચીન સમયમાં ભૌતિક આબાદી થઈ છે અને સુધારે એક ધારાએ ચાલી રહ્યો છે તે વલણે પ્રાચીન સમયમાં વલણે કરતાં ઉત્તમ છે એ નિર્વિવાદ છે. પરંતુ આ લાભ ચારિત્ર્યની ઉચ્ચતા અને ગૌરવના કાંઈક ભોગે ખરીદાય છે એ પણ નિસંશય છે. જ્યારે માનસિક અને નૈતિક ગુણે માણસના મુખ્ય ઉદ્દેશ થાય છે, જ્યારે ઇંદ્રિયજન્ય ઉપભોગની વસ્તુઓથી માણસનાં મન અત્યંત વેગળા રહે છે, ત્યારે જ ઘણું મનુષ્યો ઉચ્ચ રીતે નીતિમાન હોય છે અને સદાચારનું ધરણ પણ અતિ ઉંચું રહે છે. બીજી બાબતની પેઠે અહીં પણ સાંગત્યના કાયદાનો અમલ સંપૂર્ણ ચાલે છે. જડ વસ્તુઓના ગુણે ઉપર જે મન ઘણું કરીને ચોંટી રહે છે તે મને ઘણું કરીને પિતાના સઘળા વિચાર ઈક્રિએ - ચિતન કરે છે તેનું વલણ ચૈતન્યવાદ તરફ હોય છે; અને નીતિના પ્રચલિત સિદ્ધાંતને આધાર આ ભેદ ઉપર બહુ રહેલો હોય છે. " પરંતુ તેમના સિદ્ધાંતમાં મતભેદ છતાં બન્ને મતના અનુયાયીઓના વ્યાવહારિક આચરણમાં ઝાઝો ફેર હોતા નથી. નીતિવેત્તાઓ કાંઈ સમાજની બહાર રહેતા નથી; અને તેથી સમાજની સામાન્ય લાગણીઓને અનુભવ તેમને પણ થાય છે, કારણ કે સમાજના વાતાવરણમાં તેઓ પણ ઉછરેલા હોય છે. નીતિના જનનને સિદ્ધાંત તેઓ ગમે તે આપે, પરંતુ સંસારમાં સદાચાર તરીકે લેખાતા આચરણને તેઓ પણ વાજબી ગણે છે, અને પિતાના સિદ્ધાંતમાંથી તે ફલિત થાય છે એમ સિદ્ધ કરવા તેઓ મથે છે. પરંતુ તેમને આ પ્રયાસ નિષ્ફળ છે એમ આગળ આપણે જોયું છે. આ બન્ને મતમાં સદાચાર તે તેને તે જ રહે છે. પરંતુ જુદા જુદા સદાચારને અપાતી અગત્યતા બને મતમાં જૂદી જૂદી છે અને નૈતિક ઉત્તમતાનાં" જુદાં જુદાં દૃષ્ટિ-બિંદુ બાંધી તેને ઉત્તેજીત કરવાનું તેઓ કહે છે. આ પ્રમાણે એંઈક મતવાળા આત્મ-સંયમને સર્વોત્તમ કહે છે અને તે મતમાં નીતિનો પ્રૌઢ ગુણો ઉપજાવવાની ખાસ અનુકૂળતા છે. હચીસની શુભેચ્છાને સર્વો
Page #133
--------------------------------------------------------------------------
________________ 86 ' યુરોપીય આચરણનો પ્રજાન ઇતિહાસ. ત્તમ માને છે અને તે મતથી કમળ ગુણો ખાસ ખીલી નીકળે છે, અને જનહિતવાદ ઔદ્યોગિક ગુણેને ખાસ કરીને અનુકૂળ છે. આ ત્રણમાંથી જે આચરણ સમાજમાં સર્વોત્તમ મનાતું હોય તેને અનુરૂપ નીતિને સિદ્ધાંત તે સમાજમાં ગ્રહણ થાય છે. અને સિદ્ધાંત બંધાયા પછી તે આચરણ, દૃઢતર થતું જાય છે. આમ આચરણ અને સિદ્ધાંત એક બીજાને દઢ કરે છે. આચરણનો ઈતિહાસ લખનારે આ વાત લક્ષમાં રાખવાની છે. એથેંન્સમાં અન્ય મત લગભગ અસ્ત પામી ગયા હતા, તે પણ એપિકધુરસને મત લાંબા વખત સુધી ટકી રહ્યો હતો. એથી ઉલટું રમના મહારાજ્યમાં લગભગ સઘળા મહાન પુરૂષો સ્ટઈક મતના અનુયાયીઓ હતા અને એપિક્યુરસને મત જુલમી અને ભ્રષ્ટ ગણાતિ હતો. આંતરવાદમાં સાદું અને સ્પષ્ટ બાહ્ય ધોરણ નહિ હોવાથી એ મત વહેમી, કાંઈક એમાં ગુહ્યન સમજાય તેવું હોય એવો, તરેહવાર, યુતિહીન, અને અવ્યવહાર લોકોને લાગે છે અને જનહિતવાદમાં સ્વાર્થની પ્રધાનતા હોવાથી અને -લાભની ગણત્રી તેમાં વારંવાર આવતી હોવાથી ઉચ્ચ નૈતિક દૃષ્ટિબિંદુને નીચે ઉતારી નાખવાનું તેમાં વલણ રહેલું છે. અને તેથી ચારિત્ર્ય સ્વાથ અને હલકું થઈ જવાને તેમાં સંભવ છે. આંતરવાદમાં નીતિનું પ્રાધાન્ય હોવાથી જીવનને ઝોક અને ધોરણ ઉંચા રહે છે. આસપાસના સંગની અસર મનુષ્યના વર્તન ઉપર કેવી થાય છે તે જનહિતવાદ જણાવતા હોવાથી, પણ અગત્યના વ્યાવહારિક સુધારાને તે જન્મ આપે છે. આમ દરેક મત એક બીજાની બેટ પૂરી પાડી એક બીજાને સુધારે છે. પણ તેમાંથી એકને જ વળગી તેમાંથી અંતે પરિણામ કાઢવા બેસીએ તો અનર્થ આવે છે, અને તે વખતે તેના હરીફ મતનો ઉપર હાથ થઈ જાય છે. આ પ્રમાણે માણસો પિતાની નૈતિક વૃત્તિઓની પરીક્ષા અને વગીકરણ કેવી રીતે કરે છે તે સંબંધી જૂદા જૂદા સિદ્ધાંત અને તેમનું વલણ આપણે જાણ્યું. હવે જે પદ્ધતિએ આ વૃત્તિઓને વિકાસ થતો જાય છે, અથવા બીજી રીતે બોલીએ તે, જે કારણોને લીધે સમાજનું નૈતિક ધરણ ઉચ્ચ થતું જાય છે અને જેને લીધે બીજા કરતાં અમુક સદાચાર પ્રત્યે
Page #134
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 87 તેમને પક્ષપાત વધારે બંધાય છે તે કારણે હવે આપણે તપાસીએ. અને તેમાંથી કેટલાક ઘણું ઉપયોગી સામાન્ય નિયમો આપણને મળી આવશે.. જેમ જેમ સમાજની વ્યવસ્થા બારીક થતી જાય છે તેમ તેમ સૈનિક સદાચાર અને વૈરાગ્ય-વૃત્તિના સદાચારના ભાગે મિલનસાર અને વ્યવહારિક સદ્ગુની જમાવટ વધારે વધારે થતી થાય છે એ વાત તે સ્પષ્ટ છે. વળી સદાચાર સમજીને સદાચાર થ જોઈએ. સ્વભાવમાંથી એની મેળે ઉપજી આવતું વર્તન સદાચારી ને કહેવાય. આવા સદાચારને પ્રથમ પ્રકાર માથે પડેલા દુઃખને હિંમતથી સહન કરવું તે ઘણું કરીને હોય છે; અને તે સદાચાર જંગલીઓમાં આગળ પડતો હોય છે. તે દિશામાં માણસે ચારે પાસ ભયથી વીંટાએલા હોય છે; સમાજની વ્યવસ્થા હોતી નથી; અને લેકે લડાયક હોય છે. તેથી મોટી હિંમત અને સહનશીલતાનાં કાર્યો વારેવાર થાય છે, અને ઉન્નતિને આધાર પણ તે સમયે તેવાં કાર્યો ઉપર હેય છે. પરંતુ જેમ જેમ સમાજની વ્યવસ્થા બંધાતી જાય છે તેમ તેમ તેવાં કાર્યોના પ્રસંગ ઓછી થઈ જાય છે, તેથી તેવાં કાર્યો બહુ નથી થતાં . અને થાય તેની બહુ અસર થતી નથી. વળી જેમ જેમ સુધારે વધતે જાય છે તેમ તેમ કેની રૂચિ અને ટેવ, તેમની શાંતિ અને સુખવધે અને દુઃખ ઓછું થાય એવી અનેક નવી નવી શોધ થએલી હોવાથી, સૈનિક સદાચારથી તદ્દન ભિન્ન દિશામાં સમાજની પ્રવૃત્તિને વાળે છે અને તેથી જે કે ચારિત્રય કોમળ અને રસિક થાય છે, પરંતુ સાથે કાંઈક નિબળ પણ થતું જાય છે. વૈરાગ્યવૃત્તિ કે જેને લીધે માણસો સંસારને ત્યાગ કરી અત્યંત પવિત્ર થવા જંગલમાં તપ કરવા જાય છે તે પણ સ્વાભાવિક રીતે જ કાંઈક અશિર દશામાં જ હોઈ શકે છે, કે જે દશામાં સંસારને ત્યાગ કર સેહેલે હોય છે અને તેથી વારંવાર તે થાય છે. પરંતુ જ્યારે સમાજની સમૃદ્ધિ આબાદ હોય છે, મોજશોખ અને તેનાં સાધને પુષ્કળ હોય છે, ઔદ્યોગિક સાહસ તીવ્ર હોય છે, અને એક બીજાને સહાય કરવામાં નીકટ બંધનથી બંધાએલા લેકે હોય છે, ત્યારે જે વાતથી સમાજને લાભ થાય તે મુખ્યત્વે કરીને સદાચાર ગણાય છે અને સદાચારની તે
Page #135
--------------------------------------------------------------------------
________________ 88 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વૃત્તિને રાજકાયદાથી મળતી કેળવણી વધારે દઢ કરે છે; કારણ કે કાયદો જો કે નૈતિક ભેદોની છાપ મન ઉપર ઉંડી પાડે છે, પરંતુ તેની સાથે તે ભેદોને બાહ્ય અને ઉપયોગિતાના ધોરણથી માપવાની ટેવ પણ લેકમાં પાડે છે. એવી સ્થિતિમાં આંતરવાદ જનહિતવાદને માર્ગ આપી દે છે, અને ઉદેશ મણી સદાચાર સાધન ગણવા લાગે છે. સામાન્ય રીતે લેકે દયાળુ અને મીલનસાર હોય છે, પરંતુ કર્તવ્યની ઉચ્ચ લાગણી અને આ દુનિયાયાના સુખ દુઃખની દરકાર ન રાખે એવી પવિત્રતા હમેશાં સુખની સ્પષ્ટ અને સીધી વૃદ્ધિ કરી શકતી નથી, અને તેથી કરીને તેમની ઉચ્ચ ગણના એવે સમયે થતી નથી. જંગલી જીવનમાં ઇદિય-લેલુપતા મુખ્ય હેવાથી આ ઉચ્ચ સદાચારને તેમાં અભાવ હોય છે. અને સૈતિક સુધારાની અત્યંત આબાદીના સમયમાં આ સદાચારને બહાર લાવી ખીલવે એવું અનુકુળ પ્રચલિત વાતાવરણ હેતું નથી અથવા તેની કિંમત તે વખત થતી નથી. તેથી આ બેની વચલી સ્થિતિમાં જ એ સદાચાર ઘણું કરીને ખીલી શકે છે. પરંતુ કેટલાક સદ્દગુણો ખાસ કરીને સુધરેલી દશાનાં જ પરિણામ હોય છે. સ્થાનિક કે કઈ ખાસ અગેની ગેરહાજરીમાં, જંગલી કે અર્ધ જંગલી દશામાંથી અત્યંત સુધરેલી દશામાં માણસને દશા–પાલ જ્યારે થાય છે ત્યારે તેની સાથે વિચાર અને રહેણી કરણીનો અમુક પાલટે પણ અવશ્ય કરીને આવે છે. પ્રથમ તો, વેરની વાજબી તૃપ્તિ પણ નાશ પામે છે અગર અંકુશમાં આવે છે. જંગલી કે અર્ધ-જંગલી દશામાં માણસે પિતાના વેરની તૃપ્તિ પિતાના જ હાથમાં રાખે છે. સુધરેલા સમાજમાં ન્યાયની અદાલતે સ્થપાય છે અને નિષ્પક્ષ ન્યાયાધીશે ગુનાને ન્યાય કરે છે. વળી સુધરેલા સમાજમાં લેકેની પ્રવૃત્તિ લડાયક મટી શાંત થાય છે, જંગલી રમત ગમતને બદલે રસિક અને બુદ્ધિને ખીલે એવા શોખની વૃદ્ધિ થાય છે, જુદાં જુદાં બંધનથી જ્ઞાતિઓ અને પ્રજાઓ ત્વરાથી સંકલિત થવા માંડે છે, અને બુદ્ધિની ખીલવણીને લીધે કલ્પના શક્તિ. દઢ અને મજબૂત થતી જાય છે. કોઈ વસ્તુને હૃદય સમ્મુખ તાદસ્ય ખડી કરી.
Page #136
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. આપવાની શક્તિ કલ્પનામાં રહેલી હોવાથી, આ કલ્પના શક્તિ આપણા સ્વભાવના નૈતિક અને માનસિક ભાગોને જોડનારી મુખ્ય કડી છે. દુઃખની આબેહુબ કલ્પના થાય ત્યારે જ તે દુઃખ ઉપર આપણને દયા ઉપજી શકે છે, અને આ તાદસ્યતાના પ્રમાણમાં ઘણું કરીને આપણું દયાની પ્રબળતા. હોય છે. આપણી નજર સમુખ બનતા મૃત્યુના પ્રસંગથી આપણને જેટલી દયા ઉપજશે તેટલી દયા અમેરિકામાં થએલા ધરતીકંપથી આપણને ઉપજશે નહિ. મુખ્યત્વે કરીને આ જ કારણને લઈને કોઈ પ્રસિદ્ધ ગુનેગારને મતની સજા થાય ત્યારે ઘણું કરીને આપણને અત્યંત દયા ઉપજે છે; આ જ કારણને લીધે રાજાઓની બાબતમાં આપણને પ્રેમ અને ઉત્સાહ રહે છે. અને ઐતિહાસિક ફેંસલા આપવામાં અનેક પ્રકારની સ્પષ્ટ અસંગતતા આપણે બતાવીએ છીએ. એલકઝાંડર કે સીઝર જે મોટા માણસ લાખોને ગુલામ બનાવે છે અને હજારેને રેસી મારે છે એ વાત ભૂલી જઈ ટા છવાયા તેના કોઈ ઉદાર કાર્ય ઉપર આપણી નજર કરે છે. ઈતિહાસના મોટામાં મોટા કરૂણાજનક બનાવે સાદી અને નિર્બળ ભાષામાં લખાયા હોય તો તેની અસર આપણને લગભગ થતી નથી. હજારો માણસોને નેપલિયને ખુવાર કર્યા હતા એ વાત ભૂલી જઈ સેંટ હેલિનામાં કેદી તરીકે પિતાના દારેગાની સામે કેવી કેવી કર્કશ ફરિયાદ તે કરતો હતો એ ઘણું ખરા માણસોની કલ્પનામાં ભમ્યા કરે છે. આપણા સ્વભાવની નિર્બળતા એવી છે કે જંગીઝખાને કે તૈમરે દુનિયામાં કરાવેલી રડારોળ કરતાં એક બંદીવાન રાજપુત્રીનાં આંસુથી કે કોઈ ખાનગી જીવનનાં એકાદા નિર્જીવ પ્રસંગથી આપણે વધારે ઉશ્કેરાઈ જઈએ છીએ. આપણુ શુભેચછાની વૃત્તિઓ ઉપર કલ્પનાની આવી સત્તા ચાલતી હેવાથી, સ્પષ્ટ છે કે વસ્તુને તાદસ્ય કરી આપતી આ શક્તિનાં સત્તા અને વિસ્તાર જે સંજોગોથી વધે તે સંજોગો મીલનસાર સદ્દગુણને અનુકૂળ આવે છે અને કેળવણીથી ઘણે મેટે અંશે એ વાત બની શકે છે એ પણ સ્પષ્ટ છે. અન્ય જ્ઞાતિઓ, પ્રજાઓ, બીજાના વિચાર અને બીજાનું જીવન બીન કેળવાયેલા માણસની કલ્પનામાં ઉતરતાં નથી, પરંતુ જેમ જેમ એના જ્ઞાનની વૃદ્ધિ થતી
Page #137
--------------------------------------------------------------------------
________________ 90 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જાય છે, તેમ તેમ એમનું રહસ્ય એને સમજાતું જાય છે, અને તેથી તેમના પ્રત્યે એની દલસોજી પણ વધતી જાય છે કારણકે જ્ઞાનની વૃદ્ધિ સાથે તેની કલ્પનાની શક્તિ પણ ખીલતી જાય છે. દરેક વાત જેટલે અંશે સમજાય છે તેટલે અંશે કલ્પનાને તાદૃશ્ય થઈ શકે છે, અને આપણામાં દયા ઉપજાવવા માટે આ તાદશ્યતા આવશ્યક છે એ વાત ઉપર કહી છે. તેથી જ કરીને સુધરેલા માણસની કલ્પના કેળવાએલી હોવાથી બીજાની લાગણીઓના બારીક ભેદ એ સમજી શકે છે અને તેમને અનુકૂળ થઈ વરતે છે; વળી તેથી જ કરીને સુધારાના પ્રમાણમાં દયાની તીવ્ર લાગણી થાય છે અને નિર્દયતાથી હૃદયને કમકમાટી આવે છે. આમ શુભેચ્છા અને કલ્પનાને આ સંબંધ છે. પણ નિર્દયતા બે પ્રકારની થાય છે અને દરેકનાં કારણ અને પરિણામ એકબીજાથી ભિન્ન હોય છે. એક પ્રકારની નિર્દયતામાં હદય કેવળ કોર અને જંગલી હોય છે; અર્થાત આવા પ્રકારના નિર્દય માણસને ક૯૫નાની કેળવણી મળી નથી હોતી; પણ જે મળી હોય તે નિર્દય એ નહિ થાય. બીજા પ્રકારની નિર્દયતામાં હૃદય ઝેરીલું અને કિન્નાખોર હોય છે. આ પ્રકારના માણસની કલ્પના કેળવાએલી હોય છે અને નિર્દયતામાં એને ખાસ મજા આવે છે. પ્રથમ પંક્તિને માણસ દીલને સખત, મૂર્ખ અને કાંઈક ગાફેલ સ્વભાવને હેય છે, અને તે પ્રકારની ક્રૂરતા બળવાન, વિજયી પ્રજા અને સમશીતોષ્ણ દેશમાં ઘણું કરીને વધારે દેખાય છે. આવી નિર્દયતાનું મોટે ભાગે કારણ એ હોય છે કે તેવા માણસને આગલાના દુઃખની તાદૃશ્ય કલ્પના થતી નથી. બીજી જાતની ક્રરતામાં કાંઈક બાયલાપણું રહેલું છે અને જુલમને ભેગા થઈ પડેલી પ્રજામાં, ગરમ દેશોમાં અને તામસી પ્રકૃતિનાં મનુષ્યોમાં સામાન્ય રીતે એ જોવામાં આવે છે. અતિશય ઝેર અને કિન્નાની સાથે ઘણીવાર અતિશય કમળતા પણ રહેલી હોય છે, અને અતિશય કઠોરતાની સાથે મનની અતિશય મોટાઈ પણ ઘણીવાર હોય છે; પરંતુ કિન્નાખોર સ્વભાવમાં મનની મેટાઈ અને કઠોર જિંગલી સ્વભાવમાં કમળતા, કવચિત જ હોય છે. પ્રાચીન રેમન લેકમાં
Page #138
--------------------------------------------------------------------------
________________ આચરણનો સ્વભાવ સિદ્ધ ઇતિહાસ, કઠોરતા અને મનની મોટાઈને અપૂર્વ સંગ થયું હતું; અને અર્વાચીન ઈટાલિયન ઘણું ઝેરીલા છતાં કેમળ હોય છે. અને જાતની ક્રૂરતા સુધારા વધતાં ઓછી થતી જાય છે, પણ જુદે જુદે અંશે અને જૂદા જૂદી કાર ને લઈને કેળવાએલી કલ્પનાની બારીક લાગણું આવતાં કઠોરતા અદશ્ય થાય છે; અને પિતપોતાનું ખાનગી વેર પિતે જ લેવાને બદલે ન્યાયની અદાલતદ્વારા તે મેળવવાના સુધારાથી ઝેરી કરતા ઓછી થઈ જાય છે. જે માનસિક કેળવણીથી બીજાનું દુઃખ દશ્ય થતાં કલ્પના દ્વારા દયા ઉપજે છે, તે જ કેળવણીથી લેકનાં ચારિત્ર્ય અને અભિપ્રાય પણ કપ નામાં તાદૃશ્ય થઈ શકે છે, અને તેથી તેમના પ્રત્યે ઉદાર બુદ્ધિ ઉપજે છે. આવી અનુદાર વૃત્તિ મોટે ભાગે કલ્પનાની અપૂર્ણ કેળવણીને લીધે જ થાય છે. દરેક મતમતાંતર તેના અનુયાયીઓને જેવી રીતે સમજાતા હોય છે તેવી રીતે અન્યને સમજાતા નથી, અને તેથી જ મતવાદીઓમાં વિશેષ કરીને પિતપોતાના મત માટે દુરાગ્રહ રહે છે. વિશાળ હૃદયના અને કેળ વાએલા માણસમાં વાદવિવાદની કડવાશ ઓછી હોય છે, કારણ કે તેવાં માણસે એક બીજાના મનમાં પ્રવેશી શકે છે અને એક બીજા પ્રત્યે સમાન–વૃત્તિ રાખી શકે છે. ઘણી વખત કોઈ ગુનેગાર વિષે આપણે સખત અભિપ્રાય બાંધીએ છીએ, કારણ કે મનની અવસ્થી કરતાં દસ્ય કાર્ય કલ્પ નાને વધારે સેટેલાઈથી તાદશ્ય થઈ શકે છે. સદાચારના સંપૂર્ણ વાતાવરણ માં ઉછરેલા માણસ દુરાચારીના દૃશ્ય સંજોગો જોઈ શકે છે, પણ તેના મનની અવસ્થાને ખ્યાલ એને ભાગ્યે જ આવી શકે છે. જે વિકારને અનુભવ આપણને કદિ થયો નથી તેના બળને તાદશ્ય ચિતાર ખડે કરવા માટે, આપણાથી કેવળ ભિન્ન પ્રકારના નૈતિક સ્વભાવને હત્યમાં ઉતારવા માટે, કે ખરાબ કેળવણુથી અવશ્ય કરીને ચારિત્ર્યમાં જે ભ્રષ્ટતા અને અધમતા આવે છે તેને યથાસ્થિત ખ્યાલ બાંધવા માટે, કલ્પનાની એવી શક્તિ જોઈએ છીએ કે જેની બક્ષીસ બધા માણસમાં હતી નથી. આપણું પિતાના વર્તનને અભિપ્રાય આપવામાં પણ કલ્પનાની આ નિબળતા કેટલીક વખત જણાઈ આવે છે; અને પિતાની યુવાની નીવૃત્તિઓને તાદ્રશ્ય
Page #139
--------------------------------------------------------------------------
________________ \ / * *** દર યુરોપીય પ્રજાના આચરણને પ્રજાન ઈતિહાસ, કરવાની શક્તિ જેની જતી રહી છે એવો કઈ વૃદ્ધ માણસ પોતાની જુવાનીના મૂર્ખતા સાંભળીને ગેરવાજબી રીતે તેને કદિ વડે છે. દુરાચારી માણસ પિતાના દુરાચાર છાતી ખોલીને સ્વાભાવિક સદાચારવાળા માણસ આગળ કહી શકતો નથી તે તેના સદાચારની બીકથી નહિ, પણ તેની અજ્ઞાનતાની બીકથી; કારણ કે તે જાણે છે કે અનુભવની ખામીને લીધે સદાચારી માણસ તેની વાત સમજી શકે એમ નથી. અહીં કોઈ કહેશે કે ઈશ્વરમાં દુરાચારને કાંઈ પણ અશ લેકે સ્વીકારતા નથી અને છતાં તે ન્યાયી કહેવાય છે. તે તેને જવાબ એ છે કે ઈશ્વરમાં સંપૂર્ણ નીતિની સાથે સર્વજ્ઞતા પણ રહેલી છે; તેથી મનની દરેક અવસ્થા તે સારી રીતે સમજી શકે છે, અને તેથી દરેક માણસની સાથે તે સમચિત્તતા રાખી શકે છે, માટે જ તે ન્યાયી કહેવાય છે. જેમ જેમ આપણી વિવેક શક્તિ વધતી જાય છે અને કલ્પના શક્તિ ખીલતી જાય છે તેમ તેમ આપણને લાગતું જાય છે કે ચારિત્ર્ય અને અભિપ્રાય ઉપર સંગેની અસર બહુ થાય છે, અને નૈતિક અસમાનતેના આપણુ આગલા અભિપ્રાય બહુ ભૂલભરેલા હતા એમ આપણને લાગતું જાય છે. આ પ્રમાણે જ્યાં પ્રથમ પ્રબળ અણગમા હોય છે ત્યાં ઘીમે ધીમે વૃત્તિઓ કમળ થતી જાય છે. ઉદાર અભિપ્રાય બાંધતાં માણસો શીખે છે, પણ નૈતિક ઉત્સાહ કાંઈક કમી થાય છે. વળી સુધારાની ભિન્ન ભિન્ન દશામાં કલ્પનાને વિકાસ પણ ભિન્ન ભિન્ન થાય છે. પ્રાથમિક સુધારાની નિર્બળ દશામાં સૂક્ષ્મ વિચારે ગ્રહણ કરવાની શક્તિ તેનામાં ડીજ હોય છે, અને તેથી એવા વિચારે સ્કૂલ અને રૂપક રૂપે જ એનાથી સમજી શકાય છે. લેખન કળાની શરૂઆત ચિત્રલીપી અથવા સાંકેતિક ચિત્રથી થાય છે. શરૂઆતની ઈશ્વર-ભક્તિમાં છવાર પણ કે મૂર્તિપૂજા હોય છે. વસ્તૃત્વ શક્તિ પ્રથમ ચિત્રાત્મક, ઇન્દ્રિયગ્રાહ્ય અને અલંકારિક હોય છે; અને તત્વ ચિંતનની શરૂઆત દેવ દેવીઓની કથાથી થાય છે. કલ્પના પ્રથમ પૃથક્ પ્રથફ દાખલાઓ ઉપર જ ચેટેિ છે; પછી સામાન્ય અંશ ઉપર લક્ષ રાખતાં શીખી ધીમે ધીમે જાતિ કે સુવ્યવસ્થિત સંસ્થા સમજી શકે છે; અને નૈતિક કે માનસિક સિદ્ધાંતનું ગ્રહણ
Page #140
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. સુધારાની અતિ ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી જ તે કરી શકે છે. આમ હોવાથી, સુધારાની દશાને યોગ્ય નૈતિક ઉત્સાહમાં પણ કામ હોય છે. તે આમ નૈતિક ઉન્નતિના ક્રમના સામાન્ય નિયમોનું જ્ઞાન આપણને થાય છે, પણ આ જ્ઞાન ગણિતના જ્ઞાન જેવું ચોક્સ અને અક્ષર નથી હોતું; છતાં તેઓ સત્યની આસપાસમાં જ હોય છે. નૈતિક ઉન્નતિના નિયમનું આપણું જ્ઞાન આબેહવાના નિયમોના જ્ઞાન જેવું છે. વિષુવવૃત્તની નજીક કે દૂર જેમ જેમ આપણે જઈએ તેમ તેમ તેની આબોહવા કેવી હોવી જોઈએ તે, ગરમીના સામાન્ય નિયમોને આધારે આપણે આગળથી કહી શકીએ છીએ, અને એકંદરે એ નિયમે સાચા પણ માલમ પડી આવે છે. તથાપિ, કે દેશની સપાટી ઉંચી હોય, અગર મોટા પર્વની હાર તેમાં હોય, અગર દરિયાની નજીક તે હેય, તે તે નિયમ કાંઈક ખોટા પણ પડે છે. નૈતિક પરિવર્તનના ઈતિહાસમાં પણ એમજ છે. ધાર્મિક કે રાજકીય સંસ્થાઓ, ભૂગોળ વિષયક હાલતે, રૂહ થએલા સંપ્રદાયે કે રીવાજો, તેથી ઉપજતા અમુક સહજ કંટાળા કે પ્રેમઆવાં આવાં અનેક કારણોને લીધે નૈતિક ઉન્નતિમાં અનેક પ્રકારે જુદાં જુદાં વિનિ કે લાભ હાંસલ થાય છે અને તેથી તેના કમને સામાન્ય પ્રવાહ કાંઈક બદલાઈ જાય છે. અત્ર આશય માત્ર એટલું જ છે કે આ રણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ સત્ય વસ્તુ છે, અર્થાત આપણું નૈતિક વૃત્તિઓ એક સ્પષ્ટ પ્રવાહમાં નિયમે કરીને ખીલેલી છે. બીજી રીતે બોલી. એ તે કેટલાક સદાચારના સમો એવા છે જે અસુધરેલા લોકેના બાહ્ય સંજોગ અને માનસિક દશાઓમાંથી એની મેળે પ્રગટી નીકળે છે, અને બીજા કેટલાક એવા છે કે જે નિયમે કરીને સુધારાના વાસ્તવિક ફળ તરીકે મનુષ્યને પ્રાપ્ત થાય છે. જંગલી લેકાના સદગુણોને સુધરેલા માણસો પણ સ્વીકારે છે; પરંતુ તેમના જેટલી અગત્યતા તેઓ તેમને આપતા નથી અને તેથી સંપૂર્ણ અંશે તેમને આચરણમાં તેઓ મુક્તા નથી. આમ નૈતિક અભિપ્રાય હરહમેશ બદલાતા જ જાય છે, અને આ પરિવર્તનમાં શોર્ય અને સહનશીલતાનું ધીરેધીરે અસ્ત થવું, દયા અને ઉદાર વૃત્તિનું
Page #141
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધવું, અને કેવળ ભક્તિને ઠેકાણે સ્વદેશાભિમાન અને સ્વતંત્રતાના ઉત્સાહનું આગમન-આ ફેરફાર કરતાં વધારે સ્પષ્ટ બીજા કોઈ દીસી આવતા નથી. વળી સુધારાની વૃદ્ધિ સાથે સત્ય બોલવાને સદાચાર પણ ઘણું કરીને વધતું જાય છે. કોઈ જૂઠુ ન ભલે એટલે તે સત્ય બોલ્યો એવો સત્ય રાબ્દને અર્થ અહીં ગણવાને નથી. જે માણસ જૂઠું તે ન જ બોલે; પણ સત્ય સમજવામાં જે જે હકીકત ઉપયોગી અને આવશ્યક હોય તે બધી હકીકત જે છૂપાવે નહિ અગર છૂપાવવાનો પ્રયત્ન ન કરે, અથવા પ્રમાણિકતાથી પૂરેપૂરી તપાસ કર્યા વગર જે માણસ નિશ્ચયપૂર્વક કઈ બાબતમાં બોલે નહિ, તે જ માણસ સત્યવાદી છે એમ સમજવું. આવી સત્યતા. દેને કરેલી માનહુકમાં ઘણું કરીને પ્રથમ પળાએલી જોવામાં આવે છે; અને કોઈ પણ ધર્મની કિશોર અવસ્થામાં માનતા ઈત્યાદિ બહુ થાય છે. પણ પછી સુધારે વધતાં આ સત્યતા બીજી ત્રણ રૂપે પળાતી જોવામાં આવે છે. ઔદ્યોગિક, સામાજીક અને તાત્વિક. આપેલું વચન કે કરેલ વાયદો જે બરાબર પાળે તેનું સત્ય ઔદ્યોગિક સમજવું. કેટલીક વખતે લડાયક પ્રજામાં આબરૂના વિચારને લીધે આ સત્યની પ્રબળ લાગણી હોય છે; તથાપિ વેપારી પ્રજાને ઘણું કરીને આ ખાસ સદ્દગુણ હોય છે; કારણ કે ઔદ્યોગિક સાહસમાં (જૂઠું બોલવું હોય તે) છળ કપટ માટે લાલચોના પ્રસંગે તે ઘણા મળી શકે છે તે પણ પરસ્પર વિશ્વાસની, અને તેથી કરીને યથાર્થ બોલવાની, એટલી બધી આવશ્યકતા રહે છે કે માણસના મનને તે ઘણાજ અગત્યના ગુણ લાગે છે. એવી સ્થિતિમાં, સારા નરસા માણસનું પારણું આ ગુણને લીધે વધારે થાય છે, અને જે માણસમાં એ ગુણ ન હોય તેની ગણના જ કાંઈ થતી નથી. તેથી કરીને વેપારમાં જ્યાં છળકપટ ઘણાં થતાં હોય છે ત્યાં પણ સિદ્ધાંતમાં તે આ ગુણની સર્વોત્તમતા સ્વીકારવામાં આવે છે, અને નીતિમાન રહેવા ઇચ્છતો. માણસ આ ગુણ પ્રથમ સેવે છે. જે પ્રજામાં ઔદ્યોગિક સાહસને પવન સખત વાત હોય છે તે પ્રજા ખંતથી આ ગુણને સેવે છે; અને
Page #142
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. જે પ્રજા એમ કરતી નથી તેના સ્વભાવમાં કાંઈક ઢંગધડા વગરનું અને અનિયમિત વલણ હોય છે. અતિશયોક્તિ કરવાની, નાની નાની બાબતમાં જૂઠું બોલવાની અને આપેલા વાયદા નહિ સાચવવાની તેમને ટેવ હોય છે. પરંતુ તે ઉપરથી તે પ્રજા (બીજી કઈપણ બાબતમાં ગુણવાન નથી એમ ધારવાની ભૂલ આપણે કરવી ન જોઈએ; કારણકે બીજી ઘણી બાબતમાં તે પ્રજા ઘણી સદાચારી હોય તે તે બનવા જેવું છે. જ્યાં લેકમાં ઔધોગિક સાહસનો પવન રગેરગમાં ફેલાઈ ગએલો નથી હતા, ત્યાં સત્ય બોલવાના ગુણને ઝાઝી અગત્યતા અપાતી નથી, છતાં તે લેકેમાં કેટલાક ગુણ એવા માલમ પડે છે કે જે ઉદ્યોગી પ્રજામાં ભાગ્યેજ માલમ પડે છે. કારણકે તે લેકે જેકે નાની નાની બાબતમાં જૂઠું બોલે છે, છતાં ધર્મની ઉડી લાગણીવાળા, ઈશ્વરમાં આસ્થા અને વિશ્વાસ વાળા, ગરીબાઈમાં સં. તોષ અને પ્રસન્ન મનથી દુઃખ સહન કરી લેવાની ટેવવાળા ઇત્યાદિ અનેક સારા ગુણે વાળા તેમને આપણે જોઈએ છીએ. પિતાના ધર્મનું એવું તે અભિમાન તેમને હોય છે કે ગમે તેવા જુલમથી પણ પિતાને ધર્મ તેઓ છોડતા નથી. ઉદ્યોગ હુન્નરની વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સત્યને ખાસ કરીને પ્રચાર વધે છે. પરંતુ આવા પ્રકારની સત્યતા માણસમાં બહુ હોય, છતાં સામાછક સત્યતા તેનામાં ન હોય એમ પણ બને છે. વિવાદના વિષયમાં સઘળી અભિપ્રાય, સઘળી દલીલે, અને સઘળી હકીકતો સાંભળી તેમાં નિષ્પક્ષપાતતા રાખવી તેનું નામ સામાજીક સત્યતા છે. સ્વતંત્ર પ્રજાની આ - ખાસ પ્રકૃતિ હોય છે, અને પ્રજાકીય જીવનમાં એ ખાસ કરીને ઉછરે છે. દરેક બાબતમાં સ્વતંત્ર અને નિરંકુશ સંવાદ થતો હોવાથી તેની કઈ બાજુ ગુપ્ત રહી શક્તી નથી, અને ગુપ્ત રહે તો તેમાં લેકેને અન્યાય થતો લાગે છે. અને અન્યાયની આ લાગણી ધીમે ધીમે બુદ્ધિના આખા જીવનમાં ફરી વળે છે અને અંતે પ્રજાકીય જીવનને એક મુખ્ય અંશ તે બની રહે છે. પરંતુ બુદ્ધિવિષયક સદાચારનો આથી પણ વધારે ઉંચ્ચ એક બીજો પ્રકાર છે. બુદ્ધિ જેમ જેમ ખીલતી જાય છે અને વિશેષે કરીને તત્વચિંતનને
Page #143
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ અભ્યાસ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ સત્યની ખાતર સત્ય શોધવામાં લેકે પ્રવૃત રહેતાં જાય છે, અને પિતાના એકતરફી અભિપ્રાય કે રાગદ્વેષને છોડી કેવળ સત્ય શોધવાનું કર્તવ્ય તેમને સમજાય છે, અને તવવેત્તા થવા તેઓ ઉમેદ રાખે છે. આ ત્રણ જાતની સત્યતામાંથી છેલ્લી બે સુધારાની અતિ ઉચ્ચ દશાએ જ સમાજને પ્રાપ્ત થઈ શકે છે. તેમાં તાત્વિક સત્યતા તો છેક છેવટે આવી શકે છે. સદાચારનું એ પુષ્પ મોડામાં મોડું ખીલે છે. પરંતુ આ બને જાતની સત્યતાની સ્વાભાવિક ખીલવણીમાં ધર્મગુરૂઓની અસ્વાભાવિક વિરૂદ્ધતાને લીધે અસ્વાભાવિક અંતરાય બહુ નડેલા છે; કારણ કે સેંકડો વર્ષ પર્યત કેથલિક ધર્મ ગુરૂઓએ પિતાના મતની વિરૂદ્ધ જે જે લેખ હોય તેને દબાવી દેવાનો આગ્રહ રાખ્યો હતો; અને જ્યારે તેને દબાવી ન શકતા, ત્યારે તે નિષ્પક્ષપાત વિચારને પાપ કહી વડતા: તેથી આ બે સત્યતાને ખીલવામાં જોઈએ તે કરતાં પણ વિશેષ વાર લાગી છે. - વળી ઔદ્યોગિક કાળમાં બે ગુણે ખાસ કરીને પ્રગટી નીકળે છે. કરકસર અને સટ્ટો અથવા જોખમ ખેડીને વેપાર કરવાની ટેવ. માણસને સુખનાં સાધને મેળવવાની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેમની જરૂર તેમને બહુ લાગે છે, અને આ બન્ને ગુણોનું પ્રયોજન તે તે મેળવવાનું જ હોય છે, છતાં બન્નેમાં ગંભીર પ્રકારની ભિન્નતા રહેલી છે. કરકસરનું મુખ્ય લક્ષણ સાવચેતી છે, સટ્ટાનું સાહસ છે. કરકસરથી માણસ નિયમિત, ગભીર મધ્ય સ્થિતિએ રહેનાર, મનોનિગ્રહવાળા અને ધીરજ અને ખંતથી ઉઘોગ કરવાવાળા થાય છે; ટૂંકામાં એક માણસ વ્યવહારમાં વકરવાળો ગણાય છે; પરંતુ વધારે પડતી કરકસરથી માણસ સાંકડા વિચારને, અનુદાર અને હૈયા દુબળો થઈ જાય છે, અને તેથી બીજા પ્રત્યે દીલસોજી અને દયા એ બતાવી શકતા નથી, પરંતુ સટેડિયાની પ્રકૃતિ એથી ઉલટા જ પ્રકારની હોય છે. તરલ, તામસી, આકળે અને અનિશ્ચિત મનને તે હોય છે, અને મેટા અને ઉધાડ દુરાચારમાં પડવાની તેનામાં સંભવિતતા હોય છે, પરંતુ પ્રસંગે પ્રબળ લાગણીઓ, બેટી ઉદારતા અને મનની દઢતા પણ તે બતાવી શકે છે. ઔદ્યોગિક વૃત્તિવાળ સમાજ આ બેમાંથી કયા ગુણવાળા
Page #144
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 99 -~ થશે એ પ્રશ્નના નિર્ણયને આધાર સ્થાનિક સંગે ઉપર રહેલું છે. વેપારના બહોળા પ્રવાહની બહાર રહેલા માણસમાં અને દ્રવ્યની પ્રાપ્તિ જ્યાં નિયમિત ઉદ્યોગથી માત્ર ધીમે ધીમે થઈ શકે છે ત્યાં ઘણું કરીને કરકસર આવે છે, અને જ્યાં દ્રવ્ય અને સાહસ બહોળા વિસ્તારમાં હોય છે ત્યાં સદ્દો ઘણે સાધારણ થઈ પડે છે. વળી ઔદ્યોગિક કાળમાં દીર્ધદષ્ટિ એક મેટે સદ્દગુણ ગણવા લાગે છે. ધાર્મિક આસ્થાની પ્રાથમિક દશામાં દરેક બનાવને માણસે ઈશ્વર કૃત્ય સમજતાં હોવાથી ભવિષ્યની કાંઈ પણ સંભાળ કે ચિંતા ન રાખવી એ વાતને તેઓ કર્તવ્ય અને આસ્થાનું પારખુ ગણે છે અને તેથી પિતાના ખેરાક અને વિશ્વની બાબત તેઓ ઈશ્વર ઉપર મૂકી દે છે. પરંતુ ઔદ્યોગિક સમયમાં ભવિષ્યને માટે કુશળ સાવચેતીના ઉપાય લેવા એ વાત વાજબી લેખાય છે અને તેમાં ઉંચા પ્રકારનું કર્તવ્ય મનાય છે. તેથી કરીને કુટુંબને નિર્વાહ પિતે કરી શકે એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી સારે માણસ પરણતો નથી; કુટુંબના વિસ્તારના પ્રમાણમાં તે પિતાને ખરચ રાખે છે; પિતાના દીકરાને કેળવણું આપવા અને દીકરીઓને દાયજો કરવા અને કુટુંબના દરેક માણસની જરૂરીઆત પૂરી પાડવા નાણાની જોગવાઈ એ કરી રાખે છે. આમ દીધદષ્ટિ તેના જીવનનું સૂત્ર થઈ પડે છે. અને આ એક વાતથી પણ કોઈ પ્રજાને સુધારે સારી રીતે જાણી શકાય છે. બને તેટલી સંભાળ અને અગમચેતી રાખવી અને પછી ઈશ્વર જે કરે તે સ્વીકારી લેવું એ સૂત્ર ઔદ્યોગિક કાળનું ચિહ્ન છે. આ પરિવર્તનની એક અસર એ થાય છે કે જેમ જેમ સુધારે વધતે. જાય છે તેમ તેમ મનુષ્ય જાતમાં પૂજ્ય બુદ્ધિનો વેગ કમી થતી જાય છે. જનહિતવાદમાં આ પૂજ્યબુદ્ધિનું સ્થાન બહુ તે ઘણું શંકાસ્પદ હેય છે, કારણ કે જનહિતવાદની નજર સુખના સરવાળા ઉપર હોય છે, અને ધાર્મિક વેહેમ અને રાજકીય ગુલામગીરી રૂપે આ પૂજ્યબુદ્ધિની વૃત્તિમાંથી જે મહાન અનર્થ ઉત્પન્ન થયા છે તેમને લીધે સુખ કરતાં દુઃખનું મૂળ એ વૃત્તિ કદાચ વધારે થઈ હશે. પરંતુ આ દૃષ્ટિએ
Page #145
--------------------------------------------------------------------------
________________ 98 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જતાં એ વૃત્તિનું સ્થાન ગમે તેટલું શંકાસ્પદ હેય, તથાપિ જે માણસમાં પૂજ્યબુદ્ધિને ગુણ ન હોય તેને સર્વોત્તમતાનું ઉચ્ચ શિખર પ્રાપ્ત થઈ શકતું નથી એવું ભાન થેડા જ માણસને થયા વિના રહેશે. બીજા બધા સદ્દગુણ કરતાં સુંદર’ શબ્દની યથાર્થતા આ વૃત્તિ પ્રત્યે વધારે વાસ્તવિક અને ઉચિત છે. તથાપિ સુધારા વધતાં જે ટેવ માણસેમાં પડતી જાય છે તે ટેવ આ વૃત્તિની વૃદ્ધિને એકંદરે પ્રતિકૂળ હોય એમ જણાય છે. કારણ કે નિરંતર આશ્રિતતાના ભાનથી શ્રદ્ધા જામે છે. વિચારની ધાર્મિક દશામાં માણસો એમ માનતાં હોય છે કે તેમના સંબંધમાં બનતા બધા બના ખાસ રીતે વ્યવસ્થિત થએલા હોય છે અને તેથી તેમાં કોઈને કોઈ નૈતિક મુદો સમાએલે હોય છે. આવી ધાર્મિક દશામાં આ વૃત્તિ પિષિત થાય છે. વળી જ્યાં વૈજ્ઞાનિક જ્ઞાનની દશા એવી હોય કે જેને લીધે માણસો એમ માનતા હોય કે કુદરતને દરેક અવનવે બનાવ દેવની સીધી દરમ્યાનગીરીનું પરિણામ છે અને તેથી કરીને તેમનામાં દીનતા અને ધાસ્તીના આવિર્ભાવ જાગ્રત થાય છે, ત્યાં પણ આ પૂજ્ય મુદ્ધિનું જોર હોય છે. વળી જ્યારે રાજા પ્રત્યે ભક્તિ કિવા પૂજ્યબુદ્ધિ હોય છે, જ્યારે રાજગાદીથી કંટાએલા ભાયાતે ગામેગામમાં લેકેને તાબેદાર રહેવાની અને પિતાને માન આપવાની ટેવ પાડે છે, અને જ્યારે રાજ્યમાં ઉથલપાથલ કરે એવી, સામાજીક કે સંશયાત્મક વૃત્તિનો અભાવ હોય છે. ત્યારે રાજકીય જીવનની આવી અવસ્થામાં પણ આ વૃત્તિનું રાજ પ્રવર્તતું હોય છે, સંજોગોમાં કે માન્યતામાં જયારે કોઈ મેટો ફેરફાર થાય છે, ત્યારે વૃત્તિઓમાં પણ મોટો ફેરફાર થાય છે. પિતાના વિચારમાં માણસ સ્વતંત્ર છે એવી માન્યતાથી દરેક બાબતમાં થતું નિશ્ચયપૂર્વક કથન, પ્રજાસત્તાક રાજ્યની સર્વ-સમાનતા, વિવેચનાની તીણ છરી, પ્રજાના જુદા જુદા વર્ગોને કેવળ કરારની દશાએ લાવી મુકતા આર્થિક ફેરફાર, વસ્તીની સેળભેળ અને આગગાડી ઈત્યાદિની સગવડોને લીધે પ્રાચીન વિચારોના બંધનું તૂટી જવું—આ બધી બાબતે શુદ્ધ, ભક્તિમાન, અને એકમાગ પૂજ્ય બુદ્ધિ કિંવા શ્રદ્ધાની વિરોધી છે. શુભેચ્છા, પ્રમાણિકતા, સાહસ, બુદ્ધિ
Page #146
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 99 વિષયક નિર્મળતા, સ્વતંત્રતાનો પ્રેમ અને વહેમને તિરસ્કાર–આ બધાં ચારે તરફ ઉછરી આવતાં આપણને દેખાય છે. પરંતુ પિતાની શક્તિની અવિશ્વાસી અને બીજાના આધારે જ જીવતી, નિર્મળ, નમ્ર અને ભક્તિમાન આસ્થા કે જેની માત્ર જાદુઈ અસરથી જ કેટલીક બાબતોમાં લોકોના આચરણ અતિ પવિત્ર રહેતાં હતાં. તે આસ્થા હવે શોધી પણ જડતી નથી. કુદરતની ભવ્ય રચનાથી કોઈ કોઈના મનમાં આસ્થાની લાગણી ઉપજે છે; પરંતુ જન સમૂહના મોટા ભાગને એ વાત સિદ્ધ છે કે કુદરતના બનાવો કાયદાને જ આધીન છે, તેથી તે બનાવમાં કાંઈ પણ નૈતિક તાત્પર્ય છે જ નહિ; અને તેથી આસ્થાને અસ્ત પણ લગભગ થઈ ગયો છે. સુધારાની અસર થી મુક્ત રહેલી કોઈ એકાંતવાસી પ્રજામાં જ આસ્થાનું સૌદર્ય નજરે પડે છે. આ સ્થાને લીધે ઉપજેલા કારીગીરીના સુંદર નમુના હાલના નહિ પણ મધ્ય સમયના દેવળોમાં જ દશ્ય થાય છે. મનુષ્યના ઇતિહાસની દરેક દશામાં કેદઈને કોઈ સદાચાર સ્વાભાવિક હોય છે, અને વહેમને કાળ આ નિયમમાંથી મુક્ત નથી; અને તેથી તેના ખાસ સદાચાર સુધારાની દશામાં રહેતા નથી. સ્ત્રી-પુરૂષના સંબંધમાંથી ઉપજતા સદાચાર કે દુરાચાર વિષે બેલતાં બહુ વિચાર રાખે પડે છે; અને વળી ખાસ કારણને લીધે એ ઈતિહાસ અત્યંત અસ્પષ્ટ પણ રહે છે. અત્યાર સુધી જે જે આચરણે આપણે તપાસ્યાં તેમની નૈતિક ઉન્નતિને ક્રમ સ્વાભાવિક નિયમને અનુસાર બહુધા થયે જાય છે અને તેમાં અપવાદ રૂપ સંજોગોની અસર બહુ ઘેડી જોવામાં આવે છે. મીલનસાર ગુણોને વિકાસ, શૌર્ય અને ભક્તિને અસ્ત, અને ઔદ્યોગિક ટેની અભિવૃદ્ધિ-આ ગુણે ઘણું કરીને બધા પ્રકારના સુધારાની સાથે અવશ્ય રહેલા હોય છે અને તેથી દરેક પ્રજમાં તેમની ઉન્નતિના પ્રકાર મુખ્યાંશે મળતા જ હોય છે. પરંતુ લંપટતાના ઈતિહાસમાં ગુલામગીરી, ધર્મ મતે, લગ્નના કાયદા ઈત્યાદિ ખાસ કારણોની અસર થએલી જણાય છે. ખ્રિસ્તિ ધર્મને લીધે આ ક્ષેત્રમાં મેટા ફેરફાર થયા છે તે આપણે પણ જોઈશું. અત્ર તે એ દુરાચાર સંબંધી બે ત્રણે મોટી મોટી હકીકત જ કહેશું.
Page #147
--------------------------------------------------------------------------
________________ 100 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - પ્રથમ તે અનૌરસ બાળકના જન્મના આંકડાથી કે પ્રજાની અનીતિને મત બાંધવે એ ભ્રમજનક છે. તેથી કરીને વિધ્ય વ્યભિચાર ગણત્રીમાંથી રહી જાય છે. વળી કામ વિકારની પ્રબળતા સિવાય કેવળ અન્ય કારણોને લીધે પણ અનરસ બાળકે જન્મે છે અને તેઓ પણ આ ગણત્રિીમાં આવી શકતા નથી. દાખલા તરીકે, ઈગ્લાંડના કેટલાક પરગણુમાં એ અભિપ્રાય પ્રચલિત છે કે લગ્નક્રિયામાં પશ્ચાતદર્શ સદાચાર રહેલે છે, કારણ કે તેથી લગ્નની પૂર્વે કરેલી અનીતિનું આચ્છાદન થઈ જાય છે. વળી કેટલેક ઠેકાણે લગ્નની કાયદેસર કે ધાર્મિક ક્રિયા કર્યા વગર રખાતને રિવાજ હોય છે. આવી વાતોને માટે આપણને ગમે તેટલે શોચ થાય, પરંતુ તેટલા ઉપરથી એમ તે ન જ કહી શકાય કે તે પ્રજામાં કામને વિકાર કેવળ નિરંકુશપણે વરતે છે. સ્વીડનમાં અનૌરસ બાળકે ઘણાં જન્મે છે, પણ તેનું કારણ એ છે કે ત્યાં લગ્ન કરવામાં કાયદાની મુશ્કેલીઓ પણી આવે છે. વળી માણસ માણસની કામ વૃત્તિમાં પણ ભેદ હોય છે, કેન્ચ પ્રજાની પેઠે કેટલીક ગમાર, હાંસીખોર અને દેખાવ કરવાની શેખીલી હોય છે; પેન કે ઈટલીની પ્રજાની પેઠે કેટલીક ચૂર્ણયમાન, શિથિલ અને રસિક હોય છે; અને ઉત્તર તરફના કેટલાક દેશોમાં તે વૃત્તિ લજજાળ અને ગુપ્ત હોય છે. આ સઘળા વ્યભિચારના પ્રકાર છે, છતાં આંકડાના હિસાબમાં આવી શકે એવા નથી; અને તેમ છતાં સમાજના આચરણ અને રીતભાત ઉપર દરેકની ભિન્ન ભિન્ન અસર થાય છે. વળી જૂદા જૂદા દેશની આબોહવાની જૂદી જૂદી અસર કામ-વૃત્તિ ઉપર થાય છે એ વાત તે નિઃસંશય છે, પણ ઉપરાંત તેથી સ્ત્રીઓની પદવી, ચારિત્ર્ય અને રૂચિઓ ઉપર આડકતરી રીતે જબરી અસર થાય છે; કારણ કે સ્ત્રીઓએ ઘરમાં જ રહેવું કે બહાર હરવું ફરવું એ બાબતને આકાર દેશની હવા ઉપર બહુ રહેલું છે, અને તેથી કરીને જે વર્ગમાં શરીર સૈોંદર્યની ખાસ બક્ષીસ હોય છે તેના વર્તનમાં પણ ઘણા ફેર પડી જાય છે. આ પ્રમાણે ઉત્તર તરફના દેશોમાં સૈદર્યની જે છઠ્ઠા વખણાય છે તેને આધાર આકૃતિ ઉપર નહિ પણ રંગ ઉપર રહે છે. ચેહેરાની તેજી
Page #148
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ તિહાસ: 1999, અને નાજુકતામાં ત્યાં સેંદર્ય લેખાય છે, અને સખત મજુરી અને બહાર રખડવાથી તે નષ્ટ થતું હોવાથી ગરીબ સ્ત્રીઓ કવચિત્ જ બહુ સુંદર હોય છે, પરંતુ દક્ષિણ તરફના દેશોમાં સૂર્યના પ્રચંડ કિરણોથી સૈદર્યની માહીનિઓ વધારે મીઠી અને પરિપકવ થાય છે, તેથી ત્યાં સેંદર્યની પ્રાપ્તિ સર્વને સમાન હોય છે. તેથી ત્યાં ઝુંપડામાં રહેનારી અને મહેલમાં રહેનારી બંને સુંદર હેઈ શકે છે, અને લેકેની નીતિ અને રીતભાત ઉપર તેની અસર બહુ થાય છે. કેવળ જંગલી કરતાં અણઘડ અને અર્ધ સુધરેલી પ્રજામાં સ્વાભાવિક રીતે જ આ સદાચારનું રણ ઘણું કરીને અતિ સખત હોય છે. અતિ સુક્ષ્મ સુધારે ઘણું કરીને આ સદાચારની વૃદ્ધિ માટે અનુકૂળ નથી હોત. વ્યભિચાર એ યુવાન માણસ અને વૃદ્ધ પ્રજાને દુરાચાર છે. વિચારાત્મક કે સામાજીક સુધારાની ઉચ્ચ દશાને પ્રજા પ્રાપ્ત થએલી હોય છે, પણ રાજકીય કારણેને લઇને જેની શક્તિઓના વ્યાપાર માટે યોગ્ય પ્રદેશ મળતો નથી તે પ્રજાની સામાન્ય સ્થિતિ મંદ મેજવિલાસની હોય છે શહેરમાં કેટલીક વખત પૈસાની લાલચથી, અને કેટલીક વખત રસિક આનંદ અને મોજશેખની અતિ ચંચળ આતુરતાને લીધે સ્ત્રીઓને સદાચાર ખાસ કરીને જોખમ કારક સ્થિતિમાં આવી પડે છે અને સાર્વજ-. નિક રમત ગમતનું બધું વલણ પણ એજ દિશામાં હોય છે. જંગલી પ્રજ લડાયક ઝપાઝપીમાં આનંદ માને છે અને તેમાંથી તેઓ ઘાતકી થતાં શીખે છે. પણ સુધરેલા માણસની મળતાવડી ટેવ અને નાટકીય તથા ચતુર રસિકતામાંથી વ્યભિચાર પરીણમે છે. ઘણુ ગરીબ સ્ત્રીઓ કેળવણી લઈ સુધરે છે અને પિતાથી ઉચ્ચ સ્થિતિના પુરૂષેના સેબતીઓ થવા માટે યોગ્ય થાય છે અને તેથી પિતાની પાયરીના પુરૂષો માટે યોગ્ય બને છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આત્મ-સંયમની વૃદ્ધિને અનુકૂળ છે ખરી, અને લડાયક જીદગીને સ્વેચ્છાચાર તે ખાસ કરીને તેથી ઓછો થતું જાય છે, પરંતુ સાથે સાથે જેમ બને તેમ લગ્ન મેડાં કરવાની અગમચેતીને લીધે લાલ પણ વધે છે, અને આત્મ-સંયમથી અનાચાર અટકે છે તેના કરતાં લાલ
Page #149
--------------------------------------------------------------------------
________________ 102 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. ચથી વધે છે વધારે અર્થાત આત્મ-સંયમના ભેદ કરતાં લાલચેના ભેદથી નીતિમાં વિષમતા ઘણી આવે છે એ વાત વ્યકિતઓના કરતાં સમાજના સંબધમાં વળી વધારે સાચી છે. લાલચે વધતાં જન સમુદાય જ્યાં મોટે હોય ત્યાં ભેડા ઘણું પ્રમાણમાં પણ દુરાચાર વધે જ છે. વસ્તીની અતિવૃદ્ધિ અટકાવવા માટે જાણું બુજીને કવચિત જ કોઈ પવિત્ર રહેતું હશે. શારીરિક અને નૈતિક સંકટોથી જ એ દુરાચાર અટકેલે છે; અને આ બન્ને એક બીજાનાં વિરોધી હોવાથી ઘણું કરીને એવું બને છે કે એકને ઘટાડે થતાં બીજાની વૃદ્ધિ થાય છે. આયલોડના ગામડાઓમાં બાળલગ્નને ચાલી છે પરંતુ તેથીજ કરીને તેમની સ્ત્રીઓના સદાચારનું ઉચું ધોરણ સચવાઈ રહ્યું છે, પણ તે જ વાતથી એ પ્રજામાં દીર્ધ-દષ્ટિની ખામી છે એ વાત પણ સિદ્ધ થાય છે, કારણ કે તેમની ઔદ્યોગિક આબાદી તે કારણને લીધે વધી નથી. જો એ બાબતમાં એ લોકો ઓછા પવિત્ર હોત. તે તેમની આબાદી વધારે થાત. મરીને પણ તે સદાચાર સાચવવાને તેમને આગ્રહ ન હોત તે ઓગણસમા સૈકામાં દુકાળને લીધે તેમનાં એટલાં બધાં સાણસ મરી જાત નહિ. - વળી એક બાબતમાં લેકમાન્ય સદાચારનું રણબીજી બાબતમાં પણ કેવી અસર કરે છે તે પણ આયડના દાખલામાંથી જોવા જેવું છે. ધર્મગુરૂઓને માથે કુંવારા રહેવાનું બંધન કવચિત જોખમકારક નીવડે છે એ વાત સુરેપના બીજા દેશોમાં તેમના દુરાચારના દાખલાથી સિદ્ધ થાય છે. આયર્લંડમાં કાયદાનું એવું બંધન નહિ છતાં ધર્મગુરૂઓ નિષ્કલંક રહે છે. કારણ કે તે બાબતમાં લેકેની લાગણી સખત છે. તેથી ધર્મગુરુઓ પિતાનું આચરણ શુદ્ધ ન રાખે તે તેમને જામેલે વગ લેકે ઉપર રહે નહિ. આ વાત દેશના આબોહવાથી સ્પષ્ટ થતી નથી, પણ બાળલગ્નના રિવાજથી સ્પષ્ટ થાય છે. વાંચનારને હવે વિદિત થયું હશે કે જે કે સદાચાર અને દુરાચારને તત્તવભૂત સ્વભાવ તે તેને તે જ રહે છે, પરંતુ જેમ જેમ સુધારે વધતા જાય છે તેમ તેમ, સિદ્ધાંતમાં તેની ગણના અને આચરણમાં તેની પ્રતીતિ
Page #150
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. નિરંતર, અને કેટલીક બાબતમાં તે નિયમિત અને આવશ્યક ફેરફાર પામતી જાય છે. વળી અમુક અમુક સમાજમાં નૈતિક સુધારાની વાત આપણે કરીએ તે ભલે, પરંતુ મેટા પાયા ઉપર કેવળ શુદ્ધ નૈતિક સુધારે કદિ - બનતે નથી, અગર કવચિત જ બને છે. નુકસાન કરતાં કદિ લાભ વધારે હૈય, પણ દરેક પ્રાપ્તિમાં કાંઈક ખોવાનું તે હોય જ છે. સુધારાની દરેક દશાના ખાસ સદાચાર હોય છે, અને જેમ જેમ સુધારે આગળ વધતું જાય છે તેમ તેમ આગલા સદાચાર નષ્ટ થતા જાય છે. જુલમગારની ધુંસરી નીચે કચડાતી પ્રજાને જોઈ સારા માણસને દુઃખ થયા વિના રહેતું નથી, પરંતુ તે દિશામાં શુદ્ધ ઉત્સાહ પૂર્વક જેટલાં આત્મ-ભોગ, ધૈર્ય અને ભાતૃભાવનાં આચરણ થાય છે તેટલાં બીજી કઇ દશામાં દશ્ય થતાં નથી; અને સંભવિત છે કે સ્વતંત્રતાના વિજયથી આવાં આચરણ ઓછાં થઈ જશે એટલું જ નહિ પણ તે કરવાની માણસોની શક્તિ પણ નિર્બળ થઈ જશે. લડાઈ એ બેશક ભયંકર સંકટ છે, પરંતુ તેમાં મનની મેટાઈને સદાચાર બહાર ખીલી આવે છે, જે શાંતિના સમયમાં ચીમળાઈ અસ્ત પામશે. જુગારથી પણ માણસે ધીરજથી નુકસાન ખમતાં અને રાગદેષને અંકુશમાં રાખતાં શીખે છે. વળી હાલની પ્રજાઓમાં સુધારાની વિવિધતા એટલી બધી છે કે જૂદા જુદા દેશમાં મુસાફરી કરવાથી જૂદા જૂદા કાળને અનુભવ થઈ જાય છે અને સુધારાને દરેક પ્રકાર આપણી નજર સમ્મુખ બનતે જણાય છે. પરંતુ વિદ્યાની સરળતા અને અનૂપ વૃદ્ધિ, મુસાફરીના સાધનોની ચકિત કરે એવી સાનુકૂળતા અને રાજકીય અને સૈનિક કારણોને લીધે યુરોપના પ્રબળ અને પ્રજાકીય રાજ્યોની એક-સંપી–આ બધાં કારણોને લીધે આ ભેદ હવે ત્વરાથી ભૂંસાતે જાય છે. મુખ્ય ફેરફાર એકંદરે લાભકારક હોય છે એમ જે માને છે તેને પણ આ ઉથલપાથલમાં ખેદકારક અંશ ઘણો છે એમ લાગે છે. યુરેપનાં ઘણુંખરાં મોટાં રાજ્યો કરતાં કેટલાંક નાનાં નાનાં રાજ્યની આર્થિક સંપત્તિ વધારે છે, વધારે સુખી છે, કેટલાકમાં તે સામાજીક સ્વતંત્રતા, શાંતિ અને માનસિક ઉન્નતિ પણ વિશેષ છે અને સતિષ, શાંતિ અને પશ્ચાદર્શ પૂજ્ય-બુદ્ધિ કે જે અર્વાચીન સુધા
Page #151
--------------------------------------------------------------------------
________________ 104 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, રામાં મુખ્યત્વે કરીને નથી હોતાં તે ગુણોનાં આ નાનાં રાજ્ય ઘર હોય છે. આ રાજ્યોની સહીસલામતી સચવાઈ રહી છે એ વાત યુરોપીય પ્રજાએના પરસ્પર નૈતિક વ્યવહારનું શુભ ચિહ્ન છે. મની સંસ્થાના અત્યાચારથી ખરાબી થઈ છે એ વાત ખરી, તથાપિ અમુક પ્રકારનાં માણસોને ખાસ કરીને મઠમાં આશ્રમ મળતું હતું, અને તે રીતે દુનિયાને બેશક એ સંસ્થાથી સુખ હતું; તેથી તે સંસ્થાને યુરોપમાંથી જડમૂળથી કાઢી નાખવાના પ્રયાસમાં કેવળ વૈર અને ટૂંકી દૃષ્ટિ છે, કારણ કે તે સંસ્થા નાશ પામવાથી ઉદ્યોગ-વૃત્તિના અત્યાચારને અટકાવનારું કોઈ સાધન રહેતું નથી. ચાલતા સુધારાનું શિખર પોતે પ્રાપ્ત કરે એ વાત એક પ્રજાને લાભકારક છે. પણ આખી આલમ તે ઉચ્ચ દશાએ પહોંચે તેમાં એકંદરે એને લાભ છે કે કેમ? એ અતિ શંકા પડતી વાત છે. નીતિના સંપૂર્ણ વિકાસને માટે અતિ ભિન્ન ભિન્ન સંજોગે અત્યંત આવશ્યક છે. એટલા માટે રાજ્ય-વ્યવસ્થામાં જાત જાતના પ્રતિનિધિઓ અને દુનિયામાં જાત જાતનાં રાજ્યો હોવાની આવશ્યકતા છે, કારણ કે તેથી કરીને નીતિ અને સુધારાની ભિન્ન ભિન્ન દશાઓ આઘાત અને પ્રત્યાઘાતના નિયમથી અંકુશમાં રહે છે અને તેથી એકંદરે તેમનું સંપૂર્ણ સ્વરૂપ ઉપજે છે. બુદ્ધિના અને નીતિના વિકાસને એક બીજા સાથે કે સબંધ છે તેની સમજણ હવે વાંચનારને કાંઈક પડી હશે. તે સંબંધી હાલ મેટા પ્રશ્નો ઉભા થાય છે. કેટલાક કહે છે કે મનુષ્યની ઉન્નતિને ઇતિહાસ લખનારે કેવળ બુદ્ધિ વિષયક તને જ લક્ષમાં રાખવા જોઈએ, કારણ કે નીતિનું તત્વ તે સર્વત્ર સરખું અને સ્થાયી જ હોય છે, તેથી તેનો વિકાસ શ્રેષ્ઠ શકે જ નહિ, અને તેથી નીતિને ઈતિહાસ લખો બને નહિ. જ્યાં નિરંતર ફેરફાર થતા હોય ત્યાં જ ઈતિહાસ સંભવે છે. હવે નૈતિક આચરણના મુખ્ય તો અવિકૃત છે એ વાત ખરી, તથાપિ તેના ધોરણમાં નિરંતર ફેરફાર થયાં કરે છે અને અમુક અમુક સદાચારની કિંમત જાદે જા સમયે લેકેએ જૂદી જાદી આંકી છે, અને તેથી આચરણને સામાન્ય ઈતિહાસ લખે સંભવિત બને છે. કેટલાક કહે છે કે આવા ફેર
Page #152
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. 105 ફાર બને છે અને સંસારમાં એ ઘણા અગત્યના છે એ વાત ખરી, તથાપિ તેનાં કારણે તે બુદ્ધિવિષયક જ હોય છે, કારણ કે જ્ઞાનમાં ફેરફાર થયે જ આચરણમાં ફેરફાર પડે છે. આ વિચારમાં કાંઈક સત્ય છે, તથાપિ નિયમ તરીકે તે સ્વીકારી શકાતું નથી. બુદ્ધિમાં અત્યંત તેજસ્વી વ્યક્તિઓ કે જમાના નીતિમાં સર્વોત્તમ થયા નથી એ જાણીતી વાત છે; અને માનસિક કે ભૌતિક ઉચ્ચ સુધારાના સમયમાં નીતિની ભ્રષ્ટતા ઘણું કરીને બહુ હોય છે. કેટલીક બાબતમાં તે માનસિક આબાદીના સંજોગે નીતિની વૃદ્ધિને પ્રતિફળ હોય છે. મોટાં શહેરમાં જ્ઞાન અને ભૌતિક આબાદી ઘણી હોય છે, પણ ત્યાં જ દુરાચાર વધારે થતો હોય છે. ઘરેબે અને મળતાવડાપણું પણ ગામડાના લેકમાં હોય છે તેવું શહેરીઓમાં નથી હોતું. શહેરીઓ, સ્વાથી હોય છે, ગામડીઆ પરગજુ હોય છે. કેળવાએલા માણસના ચિત્તમાં સ્થળે સ્થળે શંકાઓ અને દલીલો સુરે છે અને તેથી દઢ આસ્થામાંથી ઉપજ નીતિને પ્રબળ ઉત્સાહ એનામાં હેત નથી. દુરાચાર કરતાં ગુનાને દબાવી દેવામાં સુધારે એકંદરે વધારે સમર્થ નીવડે છે. સભ્યતા, ઉદારતા અને સામાજીક સદાચારને સુધારે બહુ માફક આવે છે, અને જ્યાં ગુલામગીરીની પ્રથા નીકળી ગઈ હોય છે ત્યાં ઔદ્યોગિક ગુણ તેનાથી કેળવાય છે; પણ આત્મ-ભોગ, ઉત્સાહ, ભક્તિ અને પાતિવત્યના સદાચાર પ્રત્યે તેની અનુકૂળતા એટલી બધી હોતી નથી. પરંતુ બુદ્ધિ-વિષયક કારણે સુધરેલી જીંદગીના પાયાભૂત હોવાથી સુધારાએ ઉપજાવત્રાં નૈતિક પરિવર્તનનાં પણ તે છેવટનાં કારણે લેખી શકાય. કેટલીક વખત બુદ્ધિ-વિષયક કારણોની પાધરી અસર થાય છે, પરંતુ ઘણું ખરું તે તેમની આડકતરી અસર જ થાય છે; અર્થાત જીદગીમાં એવી ટેવ તેમનાથી પડે છે કે તેમને લીધે કર્તવ્યના નવા વિચાર આપણમાં ઉપજે છે. માણસનાં આચરણનું નિયમન અભિપ્રાય કરતાં તેમની પ્રવૃત્તિઓથી વધારે થાય છે. સદ્દગુણનો નમુને પ્રથમ સંજોગોમાંથી રચાય છે અને પછી તે નમુના ઉપરથી માણસે પિતાને સિદ્ધાંત બનાવી કાઢે છે. પિતાની ભૂગોળ કે બીજા ખાસ સંજોગોને લીધે એક પ્રજાને લડાયક થવું
Page #153
--------------------------------------------------------------------------
________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પડે છે અને બીજીને ઔદ્યોગિક થવું પડે છે, અને તેથી અમુક અમુક જતના સદાચાર તેમનામાં સર્વોત્તમ ગણાય છે, જો કે જ્ઞાનની બાબતમાં વળી કોઈની નીતિનું તેલન કરવામાં કેટલીક ભૂલે આપણાથી થઈ ન જાય તેની આપણે ખાસ સંભાળ રાખવી ઘટે છે. જ્યાં પિતાને ખાનગી સ્વાર્થ સધાએ હોય એવી ખાનગી બાબતે કરતાં રાજકીય બાબતોમાં ઘણાખરાં માણસોની નીતિનું ધોરણ ઘણું નીચું હોય એ સંભવિત છે. ખાનગી જીવનમાં જે માણસે ખુદ નીતિના નમુના રૂપ હોય છે તે જ મા સે રાજકીય અન્યાય અને જુલમનાં મોટાં કાર્યોનાં કારણો આપી તેમની તરફ દારી કરે છે એ વાત ઘણી સામાન્ય છે; પરંતુ તેટલા ઉપરથી તે માણસે બીજી બધી બાબતમાં અન્યાયી છે એમ અનુમાન કરવું કેવળ ભૂલ ભરેલું નિકટ સંબંધ હોય છે એ વાત કરંગી છતાં ઘણીવાર સત્ય માલમ પડી આવે છે. જે પ્રજા તાબેદાર, ગરીબ અને વફાદાર હોય છે તે પ્રજાએજ કારણોને લીધે જુલમગારની ધુંસરી નીચે ચગદાયે જાય છે, અને તે પ્રજાને સમજી ગએલે હાકેમ વર્ગ ઘણે જુલમી થતા જાય છે, પણ તેટલા ઉપરથી એ હાકેમ-વર્ગ વાળી આખી પ્રજા અન્યાયી છે એમ કહેવું ભૂલ ભરેલું ગણાય. વળી કેટલાક સદાચાર કે દુરાચાર લેકેની આંખમાં તુરતજ આવી જાય એવા હોય છે, અને કેટલાક એવા હોય છેજો કે તેમની અસર તે તેટલી જ થાય છે, પણ લેકેની નજરે એકદમ ચડી જતા નથી. દાખલા તરીકે, કામ કામની વચ્ચે રહેતી કડવી લાગણી, ધર્મની ભયંકર સતાવણ, સુધારો પ્રત્યે વગર સમજ્યો ધિક્કાર, તીવ્ર ઝેર જેવી નાલાયકી અને અંકુશને અપાતે અનુદાર ટકે, પિતાના વર્ગ માટે રહેતી પ્રબળ સ્વાર્થવૃત્તિ, માનસિક અને રાજકીય વહેમોની હઠપૂર્વક થતી તરફદારી, નાનાં નાનાં કારણોને લઈને થતા છોકરવાદી પણ તરંગી ક્રૂર કજીઆ, આ બધું ધર્મની સંસ્થામાં એવું મૂકવાનું મન સ્વાભાવિક રીતે જ થાય છે; પણ તે ભુલ છે, કારણ કે તે
Page #154
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 107 ધર્મની સારી બાજુ પણ હોય છે. એક પાદરી પિતાના નાના પ્રદેશમાં સારું પણ ઘણું કરી શકે છે. કેને નીતિ અને સુધારાના માર્ગમાં એ કેળવે છે; સાદા, સરળ અને બીનસ્વાથી ઉત્સાહથી અજ્ઞાનીને એ જ્ઞાન આપે છે; નીતિમાં ભૂલેલાને એ રસ્તા બતાવે છે; દુઃખીને દીલાસે આપે છે, ભયંકર મરકીની દરકાર રાખ્યા વિના મરતાનું મોત એ સુધારે છે, અને અનેક રીતે દુષ્ટ મનોવિકારનું સાંત્વન કરી લેકની રીતભાતને કોમળ અને વિવેકી એ કરે છે અને તેમને ઉન્નત બનાવી શાંત કરે છે. પરંતુ આવી બાબતો ઉપલક દૃષ્ટિએ બહાર તુરત દેખાઈ આવતી નથી, અને તેથી ઈતિહાસકારને લક્ષમાંથી તે સરી જાય છે. કેઈ મંડળની એકંદર વર્તણુક ઉપરથી તેના અંગભૂતની ચાલચલગતનું અનુમાન બાંધવું હમેશાં જોખમ ભરેલું છે. પણ ધર્મ-સંસ્થાની બાબતમાં તો એ ખાસ જોખમ ભરેલું છે, કારણ કે સંસ્થાની અપૂર્ણતા લેકેની નજરે તુરત ચડી આવે છે, પણ તેના અંગભૂતની ખુબીઓ એકદમ નજરે નથી ચડતી. વળી જૂદી જૂદી પ્રજામાં સદાચારનાં પ્રયોજન પણ ઘણું ભિન્ન ભિન્ન હોય છે, અને તેથી એક પ્રજાને માપથી બીજીને માપતાં ગંભીર ગેરસમજણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સહૃદયતાની પ્રબળ શક્તિમાંથી ફેંચ પ્રજાના મુખ્ય સદ્દગુણ પરિણમે છે. અને તેમના કેટલાક અત્યંત સુંદર માનસિક ગુણનું, કેટલાકે સાંસારિક રિવાજેને, અને યુરેપમાં તેમની એટલી બધી અસર થાય છે તેનું કારણ પણ તે જ છે. જે કાઈ પરદેશી પ્રજા સ્વતંત્રતાને પ્રયાસ કરે છે તે પ્રજા પ્રત્યે સંપૂર્ણ દીલસેઝ બતાવનારા ફ્રેંચ લેકે જેવા બીજા કેદ હતા નથી. વિદેશીય વિચારેને સમજવામાં અને તે વિચાર પ્રત્યે દીલસે બતાવવામાં તે પ્રજા જેવી બીજી કોઈ મશહુર નથી. તે પ્રજાના ગુના ગેબી અને ઘણા છે, પણ તેના ગુણ પણ મેટા છે. પરંતુ એંગ્લ સેક્ષન પ્રજામાં છે કે કોઈ કઈ વખત પ્રબળ પણ ક્ષણજીવી ઉત્સાહ દેખા દે છે, પણ ઘણું કરીને તે પ્રજા સાંકડા મનની, અબુજ, અને લાગણી વિનાની હોય છે તેના સદ્દગુણનું મોટું મૂળ કર્તવ્યની લાગણી હોય છે, અને બીજા કશાની દરકાર રાખ્યા વિના પિતાને જે વાત વાજબી લાગે તે કરવામાં માહેર છે. તેમને
Page #155
--------------------------------------------------------------------------
________________ 108 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કીર્તિની નહિ પણ આબરૂની દરકાર હોય છે. તીવ્ર રાગદ્વેષના કાનમાં તેઓ ઘસડાઈ જતા નથી, અને લેભ કે લાલચને લીધે નીતિના માર્ગમાંથી જરી પણ ચલિત થયા વિના સંપૂર્ણ કર્તવ્યપરાયણ તેઓ રહે છે. મન પ્રજાની પણ એજ ખાસીઅત હતી. આ ખાસીઅતને લીધે ઈંગ્લાંડે ગુલામગીરીની સામે મજબુત લડાઈ ચલાવ્યે રાખી હતી. વળી એક સદ્દગુણ હોય ત્યાં બીજો ન જ હોય એમ જે કે કહી શકાય નહિ, તે પણ આટલી વાત તે બેશક સાચી છે કે કોઈ નૈતિક નમુનાની એકતા જાળવવા જે સદગુણે આવશ્યક હોય છે તેમને સમુદાયમાં રહેવું સ્વાભાવિક રીતે જ બહુ અનુકૂળ આવે છે. આ રીતે જોતાં, સૈનિકસમુદાય, કેમ-સમુદાય, ઔદ્યોગિક-સમુદાય, બુદ્ધિ-વિષયક સમુદાય, એવા ભિન્ન ભિન્ન વિભાગ સદાચારના પડે છે, અને કેટલાક પ્રસંગે આ સમુદયો એક બીજાના વિરોધી હોય છે, એટલે એક જાતને સદાચાર જ્યાં હેય ત્યાં બીજી જાતને ન જ હોઈ શકે એમ તે નથી બનતું, પણ એક જ્યાં આગળ પડતું હોય છે ત્યાં બીજા દબાએલા રહે છે. ઔદ્યોગિક કાળમાં સંતોષ મુખ્ય સદાચાર થઈ શકતો નથી. લડાયક જમાનામાં તાબેન દારી અને અત્યાચાર પ્રત્યે શાંતિ રહી શક્તી નથી; તેમ જે જમાનામાં લોકે આસ્તિક વધારે હોય છે તે જમાનામાં બુદ્ધિ-વિષયક સદ્દગુણો કેળવી શકાતા નથી; છતાં આ દરેક સંજોગો પિતાના કોઈને કોઈ ખાસ સદ્દગુણોને લાવી શકે છે, નીતિના ભિન્ન ભિન્ન નમુનામાં વિવિધ જાતની સુંદરતા રહેલી હોય છે, અને આ વિવિધતાને આધાર, જે સગુણ તે નમુનામાં તત્તભૂત હોય છે તેમના કરતાં તેમના મિશ્રણના પ્રમાણ ઉપર વધારે રહેલ છે. સોક્રેટિસ, કેટે, અને સંક્રાન્સિસ-એ બધાના આચરણ સુંદર છે, પણ દરેકના આચરણની સુંદરતા એક બીજાથી અત્યંત ભિન્ન છે. અહી ઓછી વધતી સુંદરતાને પ્રશ્ન નથી, પણ તેમાં જતિ-ભેદ જ રહેલ હોય છે. એકમાં નીતિની જે સુંદરતા છે તે બીજામાં નથી, અને બીજામાં છે તે પહેલામાં નથી હોતી. પ્રાચીન સ્ટેઈક અને અર્વાચીન એજમાં મગરૂરીનું તત્તવ મુખ્ય છે, સાધુમાં દીનતાનું તત્ત્વ મુખ્ય હોય છે અને આ મૂળીઆ
Page #156
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 109 માંથી સદાચારના ભિન્ન ભિન્ન પુષ્પ ખીલી નીકળે છે. સ્ત્રીમાં સદગુણ ગણાય અને પુરૂષમાં દુર્ગણ ગણાય એ ગુણ કેઈ નથી; પરંતુ સંપૂર્ણ સ્ત્રીમાં સગુણોની જે વ્યવસ્થા હોય છે તે સંપૂર્ણ પુરૂષને માટે કેવળ અનુચિત થાય છે. મતલબ કે સ્ત્રી અને પુરૂષના સદ્દગુણ સમાન હોવા છતાં કેટલાકમાં સ્ત્રીઓ ખાસ કરીને દીપી નીકળે છે, અને કેટલાકમાં પુરૂષો ખાસ કરીને દીપી નીકળે છે. શારીરિક સુંદરતાની બાબતમાં પણ એમજ છે. પુરૂષની સુંદરતામાં સ્ત્રીની સુંદરતા હોતી નથી; બાળકની સુંદરતા પાકટ મનુષ્યના કરતાં જુદા જ પ્રકારની હોય છે; દક્ષિણી સ્ત્રીઓની સુંદરતા અને ગુજરાતની સ્ત્રીઓની સુંદરતામાં ભેદ હોય છે. ચહેરાના સઘળા નમુના જેમ સુંદર નથી હોતા, તેમ આચરણના બધા નમુના સારા નથી હોતા; પરંતુ જેમ સુંદરતાના ભિન્ન ભિન્ન મરેડ હોય છે, તેમ સદાચારના નમુના પણ ભિન્ન ભિન્ન હોય છે. આ અતિ અગત્યના સત્ય વિષે બીજી રીતે બોલીએ, તે હકીકત એમ છે કે જે કોઈ માણસમાં કોઈ એક સદાચારની ખામી જણાય તો તે ઉપરથી એમ સિદ્ધ થતું નથી કે બીજી બાબતમાં પણ તે નીતિમાન અને સદાચારી નથી હોતું. છતાં દરેક જમાનાના આચરણના મૂળમાં કોઈ એક સદાચાર એવો રહેલે હોય છે કે જેના ઉપર લેકોની દષ્ટિ ચાલી રહે છે, અને જે માણસ તે સદાચાર ઉપર બીલકુલ લક્ષ આપતું નથી તે માણસ પિતાની નૈતિક કેળવણીને કેવળ બેદરકાર રહે છે એમ કહેવામાં કાંઈ અને ડચણ નથી. અર્થાત આ મૂળભૂત સદાચાર તે દરેક માણસમાં હેજ જો ઈએ. દરેક જમાના, દરેક પ્રજા અને મનુષ્યના દરેક વર્ગમાં આ મૂળભૂત સદાચાર ભિન્ન ભિન્ન હોય છે. પ્રાચીનકાળનાં મોટા પ્રજાસત્તાક રાજ્યોમાં તે સદાચાર સ્વદેશાભિમાન હતા, કારણ કે તેમની નજરમાં રાજ્યના હિતમાં સર્વ કર્તવ્ય સમાઈ જતાં હતાં. આપણામાં પ્રજાકીય કલ્યાણની કેવળ બેદરકારીની સાથે બીજા ખાનગી સદાચાર કદાચ બહુ રહેતા હશે. મઠના કાળમાં, અને કાંઈક જૂદે રૂપે શૈયૉન્વિત નારી-પૂજાના સમયમાં ભક્તિપૂર્વક આતાધિનતા મૂળભૂત સદાચાર ગણુતે હતો. પરંતુ હાલના સમયમાં એ ગુણ
Page #157
--------------------------------------------------------------------------
________________ 110 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, સદાચારી માણસમાં ઘણી વખત નથી તે. ઔદ્યોગિક સમયના સદાચાર સત્ય અને પ્રમાણિકતા છે. સ્ત્રીઓને મૂળભૂત સદાચાર પતિવ્રત્ય છે, પણ પુરૂષોને તે ભાગ્યે જ ગણાય છે અને સ્ત્રીઓમાં પણ તે સઘળા જમાનામાં તેવો ગણાય નથી, અને કેટલાક દેશમાં હાલ પણ તે તે ગણતો નથી. દરેક જમાનાને આ મૂળભૂત સદાચાર શોધી કાઢ એ ઈતિહાસવત્તાનું અતિ અગત્યનું કામ છે, કારણ કે તેથી બીજા બધા સદાચારની પદવી નક્કી થઈ જાય છે. ઉપર જે સઘળું કહ્યું તે ઉપરથી સહજ સમજાશે કે કઈ એક ચારેયને નમુના રૂપે આગળ કરી તે પ્રમાણે ખાસ વર્તવા લેકેને કહેવું એ ઘણું જોખમ ભરેલું છે. કોઈ પાત્ર કિંવા ચારિત્ર્ય પિતાની જાતમાં ગમે તેટલું ચઢીઆનું હોય પરંતુ કોઇ એક પાત્રમાં સંપૂતાના સઘળા નમુનાને સમાવી લેવાની શક્તિ હોતી નથી; કારણકે હવે આપણે જાણીએ છીએ કે કોઈ નમુનાની સંપૂર્ણતાને આધાર જે સગુણામાંથી તે રચાય છે તેમના ઉપર હોય છે એટલું જ નહિ, પણ તે સદગુણોની ક્રમિક અગત્યતા અને વ્યવસ્થા ઉપર રહેલું છે. તેથી કરીને પિતાના જમાનાને જે નૈતિક નમુને અત્યંત જરૂર છે અને જે નમુને માણસની મોટામાં મોટી સંખ્યાને ઉપયોગી થાય છે તે નમુના પ્રમાણે બરાબર જેનું આચરણ રહે છે તે માણસ તે સમયમાં સંપૂર્ણ નીતિમાન ગણાય છે. સ્ટાઈક નીતિના નમુનામાં શૌર્યયુક્ત ગુણોની પૂજા થતી હતી, તે ખ્રિસ્તિ નમુને મિલનસાર પ્રેમી ગુણોને પૂજનીય લેખતે હ; અને ઈક મત કરતાં ખ્રિસ્તિ ધર્મ સુધારાને અધિષ્ઠાતા થવા વધારે યોગ્ય હતો તેનું આ પણ એક કારણ છે; કારણકે સમાજ જેમ જેમ વ્યવસ્થિત અને સુધરલે થતું જાય છે, તેમ તેમ આ નિડરતાને ઓછે ઓછો અને મિલનસાર ગુણોને વધારે વધારે અવકાશ મળી જાય છે. - જે નૈતિક અસહિષ્ણુતાને લીધે સઘળાં ચારિત્ર્યને એક નમુનાનાં બનાવવા માણસેએ પ્રયાસ કર્યો છે તે અસહિષ્ણુતાના ઈતિહાસની ઘટતી.
Page #158
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 111 તપાસ પણ હજી સુધી થઈ નથી. પિતાની રૂચિ કે ખુબી માણસને સર્વોત્તમ લાગે એ સ્વાભાવિક છે. અને તેથી પોતાના માપથી બીજાને એ માપવા લાગે છે અને જે તેનાથી ભિન્ન હોય તેને અપૂર્ણ, હલકું, કે થોડી કિંમતનું ગણે છે. સામાન્ય રીતે આ બાબતને ખુલાસે લેકે મિથ્યાભિમાનથી કરે છે, પણ ઘણાખરા પ્રસંગે તે તેનું કારણું કલ્પનાની નિર્બળતા જ હોય છે, કારણકે ઘણાખરાં માણસોને પિતાથી કેવળ ભિન્ન ચારિત્ર્ય સમજતાં ઘણી જ મુશ્કેલી લાગે છે. સારો માણસ સામાન્ય રીતે પિતાની જાતિના પણ અપૂર્ણ માણસ પ્રત્યે ઘણી દીલજી બતાવી શકે છે; પરંતુ એ જ માણસ પ્રમાણમાં વધારે સંપૂર્ણ પરજાતિના માણસ પ્રત્યે એટલી દલસોજી બતાવી શકતો નથી. તિહાસિક કારણ કે સ્વાર્થની પ્રાસંગિક ભિન્નતાની સાથે, આ પણ પ્રજા પ્રજાની વચ્ચે ગાઢમૈત્રી જામતી નથી તેનું એક કારણ છે; વિશેષે કરીને જ્યાં જાતિ-ભેદ અને પ્રજા–ભેદ સાથે હોવાને યોગ બને છે ત્યાં આ કારણ બહુ પ્રબળ માલમ પડે છે. - દરેક પ્રજામાં સદાચારને ભિન્ન ભિન્ન નમુને પ્રચલિત હોય છે અને દરેક પિતાના સદ્દગુણને વખાણી પોતાના પાડોશીના દુર્ગુણને વખોડે છે, આમ “ભેળું રહેવું અને ભાંડણાં કરવાં” એ પ્રકાર થઈ જાય છે અને તેથી પ્રજા પ્રજામાં ઘણી કડવાશ વધે છે. સમજુ માણસો એ સ્થિતિમાંથી તરત મુક્ત થઈ જાય છે એ વાત ખરી છે, પરંતુ સામાન્ય લેકે તે એવી જ સ્થિતિમાં રહે છે. દરેક માણસની વર્તણુકને આધાર કાંઈક તેના પિતાના સ્વભાવ ઉપર અને કાંઈક બાહ્ય સંજોગો ઉપર રહે છે. સમાજના પ્રચલિત વિચારને કાંઈક પણ માન આપ્યા વિના માણસને ચાલતું નથી. લડાયક સમયમાં નરમાશ અને ગરીબાઈની હાંસી થાય છે, અને તેથી તે ગુણેને તે સમયમાં ખીલ વાને અવકાશ રહેતો નથી. તેથી બાહ્ય સંજોગોની અનુકૂળતા થયા વિના નવા સદાચારને પ્રવેશ સમાજમાં એકદમ કરાવી શકતો નથી. તેથી કરીને કઈ રીતરિવાજને ન સુધારે દાખલ કર્યા પહેલાં માણસોને પ્રથમ તે
Page #159
--------------------------------------------------------------------------
________________ 112 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. વિચારમાં કેળવવાં જોઈએ, તેમને તેથી પરિચિત કરવાં જોઈએ, લેકેના અભિપ્રાય ફેરવી તેમ કરવાની તેમની ફરજ છે એવું તેમને ગળે ઉતારવું જોઈએ. આમ કર્યા સિવાય સુધારે કરવામાં કોઈ માણસને સફળતા પ્રાપ્ત ચશે નહિ. સમાજ અનુકૂળ હોય તે માણસની પ્રકૃતિ ખીલી નીકળે છે અને તેનું ઉચ્ચ શિખર એ પ્રાપ્ત કરી શકે છે. તેથી કરીને સંગેના ફેરફારની સાથે સદાચારનાં દૃષ્ટિબિંદુ પણ બદલાતાં જાય છે. અને તેથીજ કરીને નીતિને ઈતિહાસ લખે સંભવિત બને છે અને સામાન્ય ઇતિહાસમાં એને સંકલિત કરી દેવું જોઈએ. જે ધર્મના નીતિવિચાર જમાનાને અનુકૂળ હોય તે જ ધર્મ નીતિને ઉપદેશક થઈ શકે છેઅને જે તો તેમાં અનુકૂળ નથી હોતાં તેમના પ્રત્યે લેકે બેદરકાર રહે છે. - આમ મનુષ્યના નૈતિક આચરણનાં આવશ્યક તત્વે બે છે. પ્રકૃતિ અને સંજોગ. તેમાંથી સંજોગોના નિયમો વિષે આપણે ઘણું જાણીએ છીએ. રાજકીય, સામાજીક અને બુદ્ધિ વિષયક કારણોની ચારિત્ર્ય ઉપર કેવી અસર થાય છે તે સંબંધી આપણને ઘણું જ્ઞાન થયું છે. પરંતુ આપણી પ્રકૃતિનું નિયમન ક્યા કાયદાથી થાય છે, અને વ્યક્તિઓની અને મનુષ્યની જાતિઓની સ્વાભાવિક નૈતિક વિધવિધતા કેટલે દરજજે અને કયા કારણથી થાય છે તે સંબધી આપણે ભાગ્યે જ કોઈ જાણીએ છીએ. તથાપિ વૈદક શાસ્ત્રના અભ્યાસથી જેમ જેમ જાદાં જુદાં નૈતિક પૂર્વ-વલણનાં શારીરિક કારણે જતાં જશે, તેમ તેમ આ બાબતમાં આપણને વધારે વધારે જ્ઞાન હસ્તગત થતું જશે. તેથી વૈદકશાસ્ત્રને અભ્યાસ વધારવાની બહુ જરૂર છે. હજી સુધી આ શાસ્ત્ર કેવળ અજમાયશ અને પ્રયોગની દશામાં રહેલું છે. પરંતુ વરાળમંત્રાદિમાં માણસો માં રહ્યાં છે એમ જે આ શાસ્ત્રમાં તે મથ્યાં રહે છે તેમાંથી ઘણું જાણવાનું મળી આવશે. કેટલાક અસાધ્ય રોગોના કારણની હજી આપણને કોઈ માહિતી નથી; અને વૈદક સારવાર નિશ્ચયાત્મક નથી એ વાત સૌ સ્વીકારે છે. શ્વસન ક્રિયાનું વૈદું હજી બાલ્યાવસ્થામાં છે અને છતાં તે ક્રિયાથી ઘણું રેગે આપણને થાય છે અને ઘણું મટે છે. વીજળીમાં રહેલી વૈદક શક્તિને શોધ હજી લગભગ
Page #160
--------------------------------------------------------------------------
________________ * આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 113 જરાએ થયે નથી. હાલના સમયમાં બેભાન કરનારી દવાની શોધથી અતિ અગત્યનો પ્રદેશ ખુલ્લે થયે છે અને શરીરની અમુક અવસ્થામાં બાહ. સૂચનથી લાગણીઓ અને મને ભાવના આખા પ્રવાહને મરછ માફક ગમે તે દિશામાં વાળી શકાય છે એ વાત હવે સિદ્ધ થવાથી માણસ જાતનું દુઃખ ઘણું ઓછું થઈ શકશે. પરંતુ મનુષ્યના ખરા સુખને આધાર આપણ સ્વભાવના શારીરિક અને નૈતિક વિભાગને અરસપરસ સંબંધ કેવો છે તેના જ્ઞાન ઉપર રહેલે છે અને તેથી નૈતિક રેગન શાસ્ત્રીય અભ્યાસ થે જોઈએ છીએ. મધ્ય સમયના સાધુઓના અપવાસ અને રકતસ્ત્રાવ, કામ ક્રોધાદિ વિકારેને શાંત કરે કે ઉત્તેજીત કરે એવાં ઔષધ, જ્ઞાનતંતુઓના રેગના ઉપચાર, ગાંડપણ અને અંડ છેદનથી થતી નૈતિક અસર, મસ્તકવિધાની છે, શરીરના વિકાસની સાથે આવતા નૈતિક ફેરફાર અને વિકાર, કયા ક્યા રેગથી માણસનું ચારિત્ર્ય બદલાઈ જાય છે અને પછી માનસિક શકિતઓ પણ રૂપાંતર પામી જાય છે તે આ બધી બાબતો તે શાસ્ત્રના વિષય છે. શરીર અને મનની એક બીજા ઉપર અસર થાય છે એ વાત તે જડવાદની વિરૂદ્ધ બોલનારાઓને પણ સ્વીકારવી પડે છે. મનના ત્વરિત ખળભળાટથી નાડી ઝડપથી ધબકવા માંડે છે અને ગાલમાં ફિકાશ કે લાલી આવે છે; અને ધાસ્તીને લીધે માણસને મરકી કે કેલેરા ન થતાં હોય તે પણ થાય છે. આમ મનની અસર શરીર ઉપર થાય છે. અને શરીરની અસર મન ઉપર થાય છે તેના તો અનેક દાખલા મળી આવે છે. આ અસર આપણા નૈતિક બંધારણના બધા ભાગ પર્યત પહોંચતી હોય છે તે પણ સંભવિત છે; અને દરેક શારીરિક કારણને અનુરૂપ કેઈને કે મને વિકાર કે મનનું ખાસ વલણ હોય તે તે બને એવી વાત છે, અને આ કારણેનું જે આપણને જ્ઞાન હોય તે શરીરના રેગની પેઠે નૈતિક રંગોની પણ ચિકિત્સા કરી તેમના ઉપચાર આપણે કરી શકીએ. આમ વ્યાવહારિક લાભ તે તેથી થાય જ; પણ ઉપરાંત શાસ્ત્રની દૃષ્ટિએ પણ તેથી લાભ જ થાય; કારણ કે આપણું નૈતિક ગુણના કારણ સંબંધ ઉપર તેથી નવું અજવાળું પડશે, આબોહવાની નૈતિક અસર
Page #161
--------------------------------------------------------------------------
________________ 114 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ... કેવી થાય તેનું વધારે સંપૂર્ણ વર્ણન કરવા આપણે શકિતમાન થઈશું. અને જાતિની અસરને મહાન પ્રશા છૂટાછવાયા નિરીક્ષણના ખ્યાલને વિષય નહિ રહે, પણ પ્રયોગના પાકા પાયા ઉપર પછી તેને આધાર રહેશે. આ પ્રમાણે ઇતિહાસકારના પરિશ્રમમાં તે પૂરવણી રૂપ થશે. પરંતુ આ બધું બને ત્યારે ખરું; અને તેમનું વિવેચન આ ગ્રંથમાં આવતું પણ નથી. આચરણ ઉપર બાહ્ય સંગેની અસરની રેખા દોરવી, જાદા જાદા જમાનામાં પરમ પ્રાપ્તવ્ય તરીકે આગળ ધરાએલા નૈતિક નમુનાને | તપાસી જેવા, વ્યવહારમાં કેટલે અંશે તેમનું પાલન થયું હતું તે બતાવવું, અને કેવાં કેવાં કારણોથી તે નમુના મર્યાદિત થયા, નિર્બળ થયા કે નાશ પામ્યા, ઇત્યાદિ બાબતે આ ગ્રંથના ઉદેશ છે. પ્રકરણ 2 જું. વિધમી મહારાજ્ય. , ગ્રીસ અને રોમને પ્રાચીન સુધારે યુરોપની અવાચીન પ્રગતિનું મુખ્ય મૂળ છે. પરંતુ પ્રાચીન ગ્રીસના પૌરાણિક ધર્મ નૈતિક આચરણને કોઈ પણ પ્રોત્સાહન આપ્યું નથી. હોમર ઇત્યાદિ કવિઓના ગ્રંથમાં દેવ દેવીઓની અનેક વાત કહી છે એ વાત ખરી, પરંતુ તત્વવેત્તાઓના તર્ક અને કટાક્ષ આગળ અનેક-દેવ-વાદ ટકી શક્યો નહિ, અને પરિણામે પ્રીસમાં સંશયાત્મવાદ ઉભો થયે; અને પીરોના અનુયાયીઓ કહેવા લાગ્યા કે માનુષી કે દેવી--કેઈ પણ જાતનું જ્ઞાન આપણને થઈ શકે એમ જ નથી. બુદ્ધિના વિકાસનું પ્રથમ ફળ વિચારકોને સંશયાત્મવાદી બનાવવાનું હોય છે, અને રોમના પ્રજાસત્તાક રાજ્ય અને મહારાજ્યને સમય એ અસરમાંથી મુક્ત રહ્યો નથી, ગ્રીસના સંસર્ગથી રેમમાં બે મત પડા હતા.
Page #162
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 11 એપિક્યુરસને મત અને સ્ટોક મત તેથી. તે સમયના કેટલાક વિચાર એપિક્યુરસના અનુયાયીઓની પેઠે જડવાદી અને નાસ્તિક હતા, અને કેટલાક આઈક મત વાળાની પેઠે અને પ્લેટોના અનુયાયીઓની પેઠે શુદ્ર ચૈતન્યવાદી અને આસ્તિક હતા. જડવાદીઓ કહેતા કે ધાસ્તીને લીધે લોકે દેવેનું અસ્તિત્વ માને છે; સૃષ્ટિના ક્રમમાં ચતુર યોજના કે દુરદેશી જેવું કશું નથી. પરમાણુના સંમેલનથી સૃષ્ટિ એની મેળે ઉપજી છે, અને ક્રમે કરીને જીવ સૃષ્ટિ એની મેળે થાય છે; માટે ધર્મ ભાવનાને કોઈ પણ પ્રકાર માત્ર કલ્પનાને ભ્રમ જ છે. ચૈતન્ય વાદીઓ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા, પણ સર્વાત્મવાદની પેઠે જગત અને ઈશ્વરને અભેદ માનતા; જગતમાં દુરઅદેશી તેઓ માનતા, પણ પૈરાણિક દેવને તુચ્છ ગણી તેમની કથાઓ સમજાવી દેવાનો પ્રયાસ કરતા. લિનિ કહે કે સૃષ્ટિ અને આકાશમાં બધી વસ્તુઓ સમાઈ જાય છે, માટે તેમને જ અનાદિ, અનંત, વિષ્ણુ અને અવિનાશી ઈશ્વર ગણુ જોઈએ; અને તેથી વિશેષ માણસથી જાણી શકાય એમ નથી. અને તેથી વિશેષ શોધવામાં લાભ પણ નથી. સિસેરેએ આ ઈશ્વરને જડ નહિ પણ અવિકારી ચૈતન્ય માન્યો. સેનિકાએ તેને ઇંદ્ર કહી જગતને સ્વામી અને આદિ કારણ માન્યો. કેટલાક સ્ટઈક લેકે કહેતા કે જ્યારે દેવ, માનવ અને આખું જગત આદિ ચેતનમાં વિલય પામશે ત્યારે તે પ્રભુ જ માત્ર સર્વ શક્તિમાન રહેશે. અર્થાત દેવદેવીઓની ધાસ્તી રાખવાની કોઈ જરૂર નથી. આ વિચાર પ્રસરતાં દેવ-વાણ ઉપરથી પણ આસ્થા ઉઠી ગઈ, અને ભવિષ્ય-કથનને પ્રચાર ઓછો થઈ ગયેવ્યવહારમાં સફળ થાઓ વા ન થાઓ, પણ મનુષ્ય-જંદગીનું સાર્થક તો પિતાનું કર્તવ્ય કરવામાં જ છે; પિતાના સદાચારથી જ માણસને અંતરમાં સતિષ રહે જોઈએ; તેથી પિતાના નસીબમાં ભાગ્યની બક્ષીસ છે કે કેમ? તે જાણવા દેવ-વાણીને આશ્રય માણસે શા માટે લેવો? અનીતિમાન દેવો નીતિમાન માણસને શું કહેવાના કે આપવાના હતા ? પરંતુ આ ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે કે તત્વચિંતકાના વિચાર સામાન્ય જનમંડળના વિચારથી ઘણા જૂદા હતા. તે વખતે છાપવાની.
Page #163
--------------------------------------------------------------------------
________________ 116 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ ળા અસ્તિત્વમાં આવી નહોતી, અને ખ્રિસ્તિ ધર્મને ઉદય હજી થયે નહતા. તેથી તત્વ અને જન-સમૂહના વિચારે વચ્ચે અંતર ઘણું રહ્યું હતું. એટલા માટે રેમન લેકોનું નૈતિક જીવન કયા મૂળમાંથી વહ્યું છે તેની શૈધ આપણે અન્ય સ્થળે કરવાની રહે છે. વળી તત્વના વિચાર મિના રાજ-ધર્મ સાથે પણ મળતા આવતા નહતા. રેમને ધર્મ રાજકીય હતે. અને આ ધર્મને પિતાના અંતરમાં અનાદર છતાં પણ તત્વચિંતકે જાહેરમાં તે ધર્મ પાળતા અને તેના બચાવમાં દલીલ પણ કરતા. કે ઈશ્વર તે એકજ છે, પણ તેને ઓળખવાના રસ્તા જાદા જુદા હોય છે. વર્તુળના મધ્યબિંદુએ બધી ત્રિજ્યાએથી જઈ શકાય છે, અને જે ધર્મથી સદાચારમાંથી પ્રવૃત્તિ થતી હોય તે ગમે તે ભૂલ ભરેલું હોય પણ તે સારે જ છે. સ્વધર્મ શ્રેષ્ટ જ છે. ઇક લેકે પણ કહેતા કે દરેક માPસે પિતાના દેશની ધર્મ-ક્રિયાઓ બરાબર કરવી જોઈએ. પરંતુ રેમના રાજકીય ધર્મથી સાર્વજનિક આચરણનું નિયમન સુવ્યવસ્થિત થતું હતું એ ખરું, છતાં તે ધર્મ નૈતિક ઉત્સાહનું સ્વતંત્ર મૂળ કદિ થયે નહોતે. એ ધર્મની ઉત્પત્તિ રાજ્યથી હતી અને રાજકીય વૃત્તિને લીધે તેનું પાલન થતું હતું. રેમના દેવે ઘણું કરીને જુદા જુદા સદાચારનાં સાદાં રૂપક માત્ર હતા; અથવા વેપાર ઉદ્યોગના જૂદા જૂદા ખાતાની સંભાળ રાખવા કપેલા ફિરસ્તા હતા. આ ધર્મ પ્રમાણે પ્રતિજ્ઞાઓ પવિત્ર ગણાતી, કેટલાક સદાચારે કાયદાએ ખાસ પવિત્ર માન્યા હતા અને તેમનાં દૃષ્ટતિની નોંધ રાજ્ય તરફથી ખાસ લેવાતી; તેના સ્થાનિક મહા મને લીધે સ્વદેશાભિમાન દૃઢ થતું હતું; મુએલાંની પૂજા થતી હોવાથી આત્માના અમરત્વની ઝાંખી ઝાંખી માન્યતા આવી હતી; કુટુંબમાં તેને લીધે પિતાની સર્વોપરી સત્તા રહી હતી; અને લોકોનાં વર્તન એકંદરે સાદ, ભક્તિમાન અને સર્વોપરિ સત્તાને અધીન રહેનારાં થયાં હતાં. છતાં એ ધમ સાવ સ્વાર્થી હતો. તેની મતલબ આબાદી પ્રાપ્ત કરવી, સંકટ દૂર કરવાં અને ભવિષ્ય જાણવું-એટલી જ હતી. પ્રાચીન રેમે પરાક્રમી પુરૂષો ઘણા ઉપજાવ્યા છે, પણ કોઈ સંત પેદા કર્યો નથી. એને આત્મભાગ સ્વદેશા
Page #164
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. 117 ભિમાની હતો, ધાર્મિક નહોત; અને જે કે તેની ધર્મ ક્રિયામાં મિશ્રિત થઈ કેટલાક ઉંચા સદાચાર લોકમાં દૃઢ થયા હતા, અને તેથી લોકોનાં જીવન એકંદરે સાદાં અને ગંભીર બન્યાં હતાં, પણ એ ધર્મથી ઈશ્વરીક પ્રેરણા કદિ કાઈને થઈ નહોતી. પરંતુ આ સાદું અને ગંભીર જીવન પણ, પ્રજાતંત્રના અસ્તિકાળમાં અને સાર્વભૌમ રાજ્યના ઉદયકાળમાં, તેમનામાં રહ્યું નહિ; કારણ કે રેમન લેકે જેમ જેમ વિજય કરતા ગયા, તેમ તેમ તેમનામાં મજશેખ અને વિલાસની વૃત્તિ વધતી ગઈ. પ્રજાતંત્રની સામાજીક અને રાજકીય વ્યવસ્થા તદન ઉંધી વળી ગઈ, મહેમાંહે વિગ્રહ થવા લાગ્યા, નવા નવા પરદેશીઓના આગમનની સાથે તત્ત્વજ્ઞાનના નવા નવા સિદ્ધાંત, રીતરિવાજ અને દેવોના વિચાર દાખલ થવા લાગ્યા, અને તેથી કરીને સદાચારનાં જૂનાં બંધને અદશ્ય થઈ ગયાં ધર્મને લીધે નીતિ ઉપર જે છાપ પડી હતી તે લગભગ ભુંસાઈ ગઈ: પૂજ્ય બુદ્ધિને નાશ થયો અને લોકે દેવને પથરા મારવા લાગ્યા. અધુરામાં પૂરું, દેવને બદલે પાદશાહ પોતે જ પૂજાવા લાગ્યા. આથી વિશેષ ધર્મની ભ્રષ્ટ દશા પછી શી હેય ! મંદીરમાં જે દેવની પૂજા થતી તે જ દેવની નાટકશાળામાં હાંસી થતી. લેકે વેહેમી મટયા નહતા, પણ નવા નવા ધર્મ તેઓ માનવા લાગ્યા હતા અને મંતર જંતરને વેહેમ વધી પડ્યો હતો. દેવેનું અસ્તિત્વ લેકે સ્વીકારતા નહિ, છતાં ભવિષ્યકથન, શુકન, સ્વમ અને દૈવી ચમત્કારમાં તેમની સેપૂર્ણ શ્રદ્ધા હતી. ધૂમકેતુ, ખરતા તારા, ધરતીકંપ કે વિલક્ષણ જન્મની કેક ગુપ્ત અને જાદુઈ અસર ધારવામાં આવતી અને તેથી તેનું કાઈક પ્રકારે અનિષ્ટ સૂચન થતું મનાતું; અને ગ્રહવિદ્યાનું વજન વધી પડયું. આવા ધર્મમાં નીતિના ઉપદેશક થવાનું સામર્થ્ય હેતું નથી. તેથી કરીને હવે તત્ત્વોના સિદ્ધાંત પ્રતિ જ દૃષ્ટિ કરવાની રહે છે. અને ગ્રીસના સંસર્ગથી બે મત રોમમાં દાખલ થયા હતા એ વાત આપણે ઉપર કહી છે.. - હવે પિતાના સ્વભાવ ઉપરથી માણસ પિતાને સિદ્ધાંત રચે છે. કોઈ માણસ આકરે, કડક અને સીધો, મનોનિગ્રહ વાળા, હિમ્મતવાન, માત્ર
Page #165
--------------------------------------------------------------------------
________________ 118 સૂરપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કર્તવ્યની જ બુદ્ધિવાળો, મોટે આત્મભોગ આપવાને ઉત્સુકબીજાની નિર્બળતા સહન કરી ન શકે એવે, સાધારણ વ્યવહારમાં પણ સખત અને ઝીણવટ વાળ, પ્રસંગ આવ્યે આચરણમાં દિવ્ય ભવ્યતા આચરનાર, અને પિતાના સિદ્ધાંતને તજવા કરતાં મરવું સારું એવા દઢ નિશ્ચયવાળો, હોય છે. આવા માણસને સ્ટઈક સમજવો. વળી બીજે કઈ શાંત સ્વભાવને, ચાલે છે તેમ ચાલવા દે એ, મિલનસાર, નમ્ર, ભલે, વાળાએ તેમ વળે એવો, મિત્રતાની લાગણી વાળો અને દુશ્મનને ક્ષમા કરે એવો, અંતરમાં સ્વાર્થી પણ બની શકે ત્યાં પિતાની વૃત્તિઓની તૃપ્તિ સાથે બીજાની તૃપ્તિ પણ ઈચ્છવાવાળો, ઉત્સાહમાં મંદ અને તેમને પ્રતિકૂળ, ગુહ્ય અને ગુઢ વાતોથી અલગ રહેનારેચારિત્ર્યના ઉડાણ અને આત્મભોગની શનિ રહિત, છતાં આનંદ કરવા કરાવવામાં કુશળ અને અંદગીમાં આ નદી અને ખુશમિજાજી રહે એ હેય છે. આ માણસને એપિક્યુરિયન સમજ. સ્ટેઇક આંતરવાદીને મળતો આવે છે. એપિક્યુરિયન જનહિતવાદીને મળતું આવે છે. પ્રથમ પ્રકારને માણસ સ્વાભાવિક રીતે જ આત્મસંયમને સૌથી મટે સદાચાર ગણશે, અને બીજા પ્રકારને માણસ આત્મભોગ કરતાં કમળ અને મીલનસાર ગુણેને વધારે પસંદ કરશે. આમ ચારિત્ર્ય ઉપરથી માણસના અભિપ્રાય બંધાય છે એ વાત ખરી, પણ ચરિત્ર પિતે જ દેશના સામાન્ય સંજોગોથી બંધાય છે. જે દેશના સંજોગ રસિક, ચતુર અને ઇંદ્રિયજન્ય વિલાસને વધારે અનુકૂળ હશે, તે દેશની પ્રજા સહેજે એપિક્યરસને મત ગ્રહણ કરશે. પરંતુ રોમન પ્રજાના સંગે એવા હતા કે જેને લીધે મૂળથી જ તે પ્રજા આચરણમાં ઈક નમનાને સેવનારી થઈ હતી. શરૂઆતથી જ તે પ્રજાને લડાયક થવું પડયું હતું. અને રહેવું પડયું હતું. તેથી એ પ્રજામાં લડાઈને ઉત્સાહ અને સ્વદશાભિમાન પ્રથમથી જ આવ્યાં હતાં. અને આ આચરણને અનુકૂળ આવે એવે સ્ટઈક સિદ્ધાંત તે તેમને પછી મળી ગયો. : -હવે રણસંગ્રામમાં હમેશાં આત્મ-ભાગની વૃત્તિ બહુ કેળવાય છે. લડાઈ માણસને મરતાં શીખવે છે, આબરૂ અને ઉત્સાહનાં કાર્યોથી પરિચિત રાખે
Page #166
--------------------------------------------------------------------------
________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ છે; અને સ્વાર્થ ત્યાગ કરી એક બીજાની સાથે રહી કામ કરતાં, બીકને મારતાં અને રાગદ્વેષ ઉપર દઢ કાબુ રાખતાં, શીખવે છે. સ્વદેશાભિમાનથી પણ જીવનની દૃષ્ટિમર્યાદા વિસ્તૃત થાય છે; સમાજને માટે માણસે પિતાના સ્વાર્થને ભોગ આપે છે અને આબરૂને અર્થે જીવન જીવાય છે. પિતાના દેશમાં થઈ ગએલા વીરનરેના ગુણગાનથી માણસેનાં મન ઉત્સાહી રહે છે અને દેશને માટે જાન આપવા તૈયાર થાય છે. આ બધા પ્રકારે રેમનપ્રજા કેળવાઈ ગઈ હતી, અને સ્વદેશાભિમાન તેમનામાં બહુ આગળ પડતે સદાચાર ગણાતું હતું. અને સાર્વભૌમ રાજ્યના લાંબા સમયમાં મુલ્કી અને લશ્કરી વ્યવસ્થા તેમના હાથમાં રહી હતી, જેથી રમન પ્રજા ચારિત્ર્યમાં ઉચ્ચગ્રાહી અને મગરૂર થઈ હતી. આ પ્રમાણે રેમને સદાચાર ઓંક નમુનાનું સ્વરૂપ ધારણ કરે એવા તો તે સમયના સંગમાં હતાં. અને આ તોથી ઉપજી આવતા પૂર્વવલણને દઢ કરે એવું એક બીજું તત્વ પણ તેમનામાં પ્રચલિત હતું. અને આ તત્ત્વ નીતિના ઉપદેશમાં જીવન ચરિતને જે ઉપયોગ તેઓ કરતા હતા તે છે. ખ્રિસ્તિઓ તિક આચરણમાં યહુદીઓ કે સંત જેવા અલૌકિક પુરૂષનાં દષ્ટાંતો નજરમાં રાખતા, અને તેથી તેમના સાર્વજનિક જીવનને નમુને જેમ બને તેમ નષ્ટ થઈ જતો, કારણ કે એવા પુરૂષનાં જીવને સામાન્ય મનુષ્યનાં જીવનેથી બહુ જુદા પ્રકારનાં હતાં. પરંતુ ગ્રીક અને રોમન લેકે પિતાનાજ દષ્ટાતિક સ્વદેશીઓના લૌકિક ચારિત્ર્યને દાખલે લેતા. અને તેમનું અને આ દષ્ટાંતિક સ્વદેશીઓનું નૈતિક વાતાવરણ, જીવનના ઉદેશ, આબરૂનો પ્રદેશ અને કાર્યનું ક્ષેત્ર-એ બધાં તેનાં તે જ હેવાથી, ઈતિહાસની ઉપદેશાત્મક અસર તેમના ઉપર કંઈ અલૌકિક પ્રકારની થતી. નીતિના વિષય ઉપર દરેક લખનાર, જુદા જુદા સંગમાં જાદા જાદા ઉત્તમ પુરૂષો કેવી રીતે વત્યા હતા તેનું વર્ણન કરવું એ પ. તાનું પ્રથમ કર્તવ્ય ગણતા હ; અને પિતાની મુશ્કેલીના પ્રસંગે લેકે એ ચરિત્રનો ઉપયોગ કરતા હતા અને ફલાણે ફલાણે, ફલાણું ફલાણું
Page #167
--------------------------------------------------------------------------
________________ 20 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સંજોગમાં આમ વર હતો માટે મારે પણ તેમ કરવું એવો ઉપદેશ લે તેમાંથી ગ્રહણ કરતા હતા. * ઈતિહાસની અસર ઉત્તમ મનુષ્યનાં મન ઉપર બદલાઈ ગએલા સમયમાં પણ કેવી થાય છે એ આવી વાતે ઉપરથી સ્પષ્ટ થાય છે. એટલા માટે, રેમના સાર્વ ભૌમ રાજ્યના સમયમાં, જો કે પ્રજાના જીવનના સંજોગો છેક બદલાઈ ગયા હતા તો પણ. સ્ટઈક મત સિદ્ધાંતમાં રમના ધર્મ રૂપે રહે અને નૈતિક ઉત્સાહનું મોટું મૂળ અને નિયામક ગણાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું થોડું જ છે. એપિક્યુરસનો મત પણ વખતે બહુ પ્રસરેલું હતું, પણ તે રાજ્યને વીખી નાખનારો સિદ્ધાંત જ નીવો છે; બહુ તે, શાંત અને નિફિકર માણસોને એ ધર્મ હતે. એપિકપુરસને મત મુદ્દે નિર્દોષ હતો; અને સિનેઈક મતના જે કેવળ મેજવાદી કે ખરાબ નહ; પણ જે મતમાં સુખ, ચેન અને એશઆરામની એવડી મોટી કિંમત આંકવામાં આવતી હતી તે મત લડાયક સમયમાં ઉછરેલા અને ચારે તરફ સંકટોથી વીંટાએલા લશ્કરી લેકેને માટે કેવળ પ્રતિકૂળ અને અયોગ્ય હતે. એપિક્યુરસને મત શાંત, પહોંચેલે અને ભાવના રહિત જનહિતવાદ હતા. રામના મહાન દષ્ટિબિંદુઓ તેથી જૂદા જ પ્રકારના હતા. વળી પિતાના સુખને ભેગ આપવા રેમન લોકે સદા તત્પર હતા, પરંતુ જ્યારે સુખની તેમને વૃત્તિ થતી, ત્યારે ઘણું કરીને હલકા પ્રકારની મેજમાં તેઓ આનંદ માનતા, અને એ વાત એપિપુરસના મતથી વિરૂદ્ધ હતી. તે પણ રેમના ઈતિહાસમાં એપિયરસના મતને પણ કાંઈક કર્તવ્ય બજાવવાનું હતું, પણ તે કેવળ નિષેધક હતું. તે મતના ઉપદેશનું વલણ સ્વદેશાભિમાનની વિરૂદ્ધ હેવાથી પ્રજાકીય લામણું નાબુદ કરાવવામાં તેમને બહુ સહાયભૂત થશે, અને આ વાત સાર્વત્રિક ભેલસેલ (Cosmopolitanism) ના ઉદય માટે આવશ્યક હતી; અને વળી ધાર્મિક આસ્થા પ્રત્યે તેની સખત વિરૂદ્ધતા હોવાથી તેમના નષ્ટ થતા પૌરાણિક ધર્મ ઉપર એની પ્રબળ અસર થઈ.
Page #168
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. - આમ હોવાથી, નીતિના ઉપદેશમાં રચનાત્મક કિંવા નિશ્ચિત અસર ઉપજાવવાનું કામ એંઈક મતને માથે આવી પડયું. આ મતમાં બે વાત મુખ્ય છે-ખસુસ કરીને ઈચ્છવાની અને મેળવવાની વાજબી વસ્તુ માત્ર સદાચાર છે, બીજું કશું નહિ; અને વિવેકબુદ્ધિની શ્રેષ્ઠતા એટલી બધી છે કે કામ ક્રોધાદિ ષડ વિકારોને કેવળ દાબી જ દેવાના છે. અર્થાત વિવેકબુદ્ધિને વશ રહી સદાચાર પાળવા સિવાય માણસનું બીજું કઈ કર્તવ્ય નથી, અને ડાહ્યા માણસમાં કામ ક્રોધાદિ વિકાનું નામ પણ હોવું જોઈએ નહિ. કેટલાક તત્તવો કહેવા લાગ્યા કે આમાં અતિશયોક્તિ છે, કારણ કે સ્વાર્થેથી સ્વતંત્ર સદાચાર મનુષ્યની અંદગીને મુખ્ય ઉદ્દેશ હવે જોઈએ એ ખરું, તથાપિ સુખ પણ સારી વસ્તુ છે અને તેને માટે કાંઈક દરકાર રાખવી વાજબી છે. અતિશયોક્તિનું બીજું કારણ એ છે કે કામ ક્રોધાદિ વિકારોને વિવેકબુદ્ધિના કબજામાં રાખવા તેનું નામ સદાચાર છે એ વાત ખરી, પણ અમુક હદમાં તે વિકારની તૃપ્તિ પણ વાજબી છે. છતાં નીતિમાં નિઃસ્વાર્થતાનું દૃષ્ટિબિંદુ અને વિકારે ઉપર શક્તિને અંકુશ—આ બે સ્ટઈક મતનાં મુખ્ય લક્ષણે તેઓ સ્વીકારે છે. હવે રોમન લોકોને આ મત કેમ અનુકૂળ થયો તે આપણે તપાસીએ. પ્રથમ લક્ષણ સ્વદેશાભિમાનની વૃત્તિને કેવળ અનુકૂળ હોય છે. સ્વદેશાભિમાની રેમન નો જબરા આત્મ-ભોગ આપી મહાન પરાક્રમો કરવામાં મશહુર હતા અને તેમાં કીર્તિ મેળવવાની કે અમર થવાની આશા પણ તેમણે રાખી નથી. માત્ર દેશની દાઝે પિનાના પ્રિય પ્રાણનો ત્યાગ તેમણે ઘણી ખુશીથી કર્યો છે. આવા પરાક્રમી નરેના દૃષ્ટાન્તભૂત જીવનથી સ્વાર્થ અને કર્તવ્યના ભેદની સ્પષ્ટ અને ચોખ્ખી લાગણી રોમન લેકમાં ઉત્પન્ન થઈ હતી; અને સ્ટીઈક મતમાં પણ એ વાત મુખ્ય હતી. - માણસોની પ્રવૃત્તિ સદાચારમાં કરાવવા ઉપદેશકે નીતિનાં ચાર પ્રયોજનો બતાવે છે. પ્રથમ-કાર્યો કિંવા બનાવોની વ્યવસ્થા એવી છે કે સદાચારી સુખી થશે અને દુરાચારી દુઃખી થશે, કારણ કે સમાજને અનુસરીને જે ન ચાલે તેને સમાજ અનુકૂળ થાય જ નહિ; અથવા અહીં ગમે તેમ
Page #169
--------------------------------------------------------------------------
________________ 122 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હોય, પણ પરલોકમાં પિપાંબાઈનું રાજ્ય નથી; તેથી ત્યાં તે ઘટે તે બદલે જરૂર મળશે. અને ત્યાં જે બદલે આપશે તે અહીં પણ સારા માણસની કાળજી રાખશે. હવે ધર્મની અમુક ભાવનાઓ જ્યાં દઢ રીતે મનાતી ન હોય ત્યાં આ છેલી દલીલ કામમાં આવતી નથી, અને પહેલી દલીલને આધાર સમાજની વ્યવસ્થા ઉપર છે, કારણ કે કેટલાક સમાજની એવી દશા હોય છે કે તેમાં સંપૂર્ણ સદાચારીને સુખની આશા સ્વપ્ન પણ હોતી નથી. વળી આ ઉપદેશના ગ્રહણને આધાર મોટે ભાગે ખાસ સંજોગ અને વ્યક્તિઓની પ્રકૃતિ ઉપર રહેશે, અને સિસેરેએ કહ્યું છે તેમ “એક ઉપગિતા જેને સરજાવે છે તેને નાશ બીજી ઉપયોગિતા ઘણી વાર કરે છે.” બીજું-શરીરના રેગની પેઠે દુરાચાર પણ મનને રેગ છે. તેથી મનને પણ સદાચારથી તંદુરસ્ત રાખવું જોઈએ. શરીરની તંદુરસ્તી સ ઈચ્છે છે; તે મનની તંદુરસ્તી એટલે સદાચાર સો શા માટે ન ઇચ્છે એવું ન ઈચ્છનાર જે કઈ હોય તે તેમાં તેની અજ્ઞાનતા છે માટે બાહ્ય લાભની દરકાર રાખ્યા વિના સીએ સદાચારી રહેવું જોઈએ, કારણ કે દુરાચાર જાતે જ દુઃખદ અને માનસિક વિક્ષેપ ઉપજાવે એવો છે. અર્થાત દુરાચાર મનને મંદવાડ છે; સદાચાર મનની તંદુરસ્તી છે. તંદુરસ્તી હોય તે બીજા સુખ ભોગવી શકાય છે એ વાત ખરી, પણ તંદુરસ્તી જાતે જ સુખ છે; તેમ સદાચાર જાતે જ સુખરૂપ છે અને દુરાચાર દુઃખરૂપ છે; માટે સદાચાર કરે અને દુરાચાર પરહરે. આ સિદ્ધાંત પ્લેટને હતે. ઈક લેકે એને પિતાના સિદ્ધાંતમાં ગૌણ સ્થાન આપે છે. ત્રી-સમજીને સદાચાર આચરતાં એક પ્રકારના આનંદને આવિર્ભાવ પ્રગટે છે. અને આ આવિર્ભાવમાં અને દુરાચારથી દૂર રહેતાં મનને વિક્ષેપ રહિત જે શાંતિ થાય છે તેમાં ફેર છે અર્થાત્ એ બને એક નથી, પણ ભિન્ન ભિન્ન છે. માટે માણસે સદાચારી જ થવું જોઈએ. આ ત્રણે પ્રયજનોમાં અંતે કર્તાના સુખને ઉદ્દેશ છે. પ્રથમ પ્રોજનનું સુખ બાહ્ય સંગમાં છે; બીજા અને ત્રીજાનું સુખ માનસિક દશામાં રહેલું છે.
Page #170
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. 123 ચોથું–આપણું સ્વભાવનું બંધારણ જ એવું જ છે કે તેથી અમુક - પ્રકારનું વર્ણન આપણું જીવનને ઉંચામાં ઉંચે ઉદ્દેશ થાય છે, અને સુખને ભોગ આપીને પણ તે કર્તવ્ય આપણે કરવાનું છે. કેટલાંક કાર્યો જાતે જ સારાં અને ઉત્તમ છે અને કેટલાંક નીચ અને હલકાં છે એવું પ્રત્યક્ષ જ્ઞાન આપણને આપોઆપ થાય છે અને તે પ્રમાણે વર્તવાનું આપણું પરમ કર્તવ્ય છે. આ ઉપદેશ આંતર વાદીઓને છે; અને તેમાં સુખ કે દુઃખ, દાન કે દંડ, જાત કે ભાત, કે મતમતાંતરને સવાલ જ નથી. સૈને માટે સર્વત્ર નીતના નિયમો સરખા જ છે. આ છેલ્લું પ્રયજન એંઈક મતને માન્ય હતું. સ્વાર્થના હલકા પ્રકાર પ્રત્યે તે સ્ટઈક મતને સ્પષ્ટ અને સંપૂર્ણ તિરસ્કાર હતા. તેને મુખ્ય સિદ્ધાંત જ એ હતો કે જે વસ્તુઓ ઉપર આપણું સ્વામિત્વ ચાલી શકતું નથી તેમના પ્રત્યે આપણે નિસ્પૃહ જ રહેવું જોઈએ. ભાગ્યની કે બક્ષીસ પ્રત્યે મનને આકર્ષાવા ન દેવું એ જ ઉદેશ માનસિક કેળવણીને છે; અને તેથી સદાચારના પ્રયજન તરીકે ડહાપણ કે દુરદેશીને બિલકુલ સ્થાન જ નથી. માટે સાંસારિક વસ્તુઓ મિથ્યા છે; ડાહ્યા માણસના મનને તેવી વસ્તુઓ કાંઈ વિસાતમાં નથી; અને ગમે તેવા દુઃખમાં પણ ડાહ્યા માણસ શાંત અને ગંભીર રહી શકે છે. રોમન રાજ્યમાં જે સમયે આઈક મત પ્રવર્તતે હતા તે સમયે લેકે સાંસારિક લાભ મેળવવા અત્યંત ઉત્કંઠિત રહેતા હતા અને દુરાચારની સાથે દંભ અને ડાળ પણ બહુ વધી પડ્યાં હતાં. ટેસિસના શબ્દોમાં બોલીએ તે, સદાચાર અને મોત સરખાં ગણાતાં હતા છતાં સ્ટઈક મતવાળાઓ લેકેને બિલકુલ થાબડયા વિના પિતાના મતની સં પવિત્રતાને ઉપદેશ આપતા. કીર્તિની આશાએ તેઓ એ કામ કરતા હતા એમ પણ નહોતું, કારણકે આત્માને અમર કરવા માણસની કઈ કામમાં પ્રવૃત્તિ થાય છે એ વાત તેઓ માનતા જ નહતા. આત્માના અમરત્વ બાબત સ્ટેઇક તત્ત્વચિંતકને અભિપ્રાય સંદિગ્ધ અને અનિશ્ચિત હતો. માનુષી આત્મા ઈશ્વરને એશ હેવાથી મુઆ પછી તે એશ પિતાના મૂળ ચૈતન્ય સાથે ભળી જાય છે એવી માન્યતા પ્રચલિત હતી. સદાચાર
Page #171
--------------------------------------------------------------------------
________________ 124 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, સિવાય અન્ય કક્ષામાં શ્રેય નથી એવો નિશ્ચય ક મતને હોવાથી, પરલેકનું અસ્તિત્વ સ્વીકારવાની આવશ્યકતા એ મતમાં રહી નહિ. સદાચારને માટે જ સદાચાર કરવાનો છે, પરલોકના સુખને માટે નહિ; તેથી સુખને માટે પરલોક સ્વીકારવાની જરૂર પણ રહી નહિ. રમમાં સ્ટઈક મતને સ્થાપનાર પેનેશિયસ કહે કે શરીરની સાથે આત્માને પણ નાશ થાય છે, અને એપિકટેટસ એ મતને અનુમોદન આપે છે. આત્માનું અમરત્વ જે લેકે માનતા તેઓ પણ તેને લીધે કાર્યમાં પ્રવૃતિ થાય છે એ વાતની ના કહેતા. તેથી કરીને થાળી વગાડીને આત્મ-ભોગને ઉપદેશ આપતા આઈક મત તે વિચારની સહાયતા વિના જ વિકાસ પામ્યો છે. તથાપિ એક અન્ય પ્રકારની અમરતાએ રોમના નીતિવેત્તાઓ ઉપર બહુ અસર કરી હતી. આબરૂની, અને વિશેષ કરીને મુઆ પછી મળતી કીર્તિની, ખેવના તેમને બહુ હતી. આથી કરીને તેમના જીવન પરાક્રમી થતાં, અને વાણીમાં પણ તેથી કરીને કાંઈક કૃત્રિમ અને નાટકીય અસર આવી જતી. પરંતુ લેક-અભિપ્રાયની તેમને આવી દરકાર હતી તે ઉપરથી એમ ધારી લેવાનું નથી કે ગ્રીસ અને રેમના લેકમાં દંભ અને ડળ કર્યા વિના ગુપચુપ રીતે સદાચાર આચરવાનો વિચાર પ્રચલિત નહોતે, અથવા પિતાના વિષે લેકેની હલકી ગણનાની અવગણના કરવા જેટલું તેમનામાં નૈતિક સામર્થ્ય નહોતું. ઉલટું લેક-પ્રિયતાના ભોગે પણ માણસે સદાચાર આચરતા અને અત્યંત માન પામતા. સિસેરે કહે કે દેવો અને માણસો ન જાણે તો પણ દુરાચાર કદિ આચરવાને નથી; અને ડોળ અને દેખાવ કર્યા વિના ગુપચુપ આચરેલા સદાચારના જે બીજે કઈ સદા, ચાર પ્રશંસનીય નથી. કીર્તિને માટે નહિ, પણ કર્તવ્યની ખાતર સદાચાર કરવાનું છે. લોકોને રાજી રાખવા કરેલા સદાચારથી તો ઉલટું નીતિ–ભ્રષ્ટ થવાય છે. અપ્રસિદ્ધ માણસ પણ પવિત્ર અને દિવ્ય પુરૂષ હોઈ શકે છે એ વાત કદિ વિસરી જવાની નથી. સુંદર વસ્તુ જાતે જ સુંદર હોય છે; લેકની પ્રશંસાથી તેની સુંદરતા વધી જતી નથી. આવા વિચારે તે વખતે પ્રચલિત હતા. માર્કસ ઓરેલિયસ મુઆ પછીની કર્તિને મિથ્યા ગણતે.
Page #172
--------------------------------------------------------------------------
________________ વિધર્મ મહારાજ્ય. 125 " , " - વળી સદાચારની મોહિની અને કર્તવ્યની લાગણીમાં સ્પષ્ટ ભેદ છે એમ પણ ઈક મતવાળા કહેતા. આનંદ કે મોજ ગમે તેવા ઉંચા પ્રકારનાં હોય તે પણ તેને કર્તવ્ય માનવાની તેઓ સ્પષ્ટ ના કહેતા. તેઓ કહેતા કે આનંદ તે આપણું જીવન સાથી છે, માર્ગદર્શક ભોમિઓ નથી. દેવે અને માના પાપની દરગુજર કરે તે પણ ડાહ્યા માણસ તે પાપ કદિ કરશે નહિ; કારણકે સજા અને શરમની ધાસ્તીને માર્યો ડાહ્યો માણસ સદાચારી નથી રહેતું, પણ સદાચાર પિતાનું કર્તવ્ય છે એમ એ સમજે છે. ચાલવાને માટે પગ કાંઈ નજરાણું માગતા નથી; તે પછી સદાચારને પણ શામાટે કાંઈ માગવું પડે? આ પ્રમાણે સ્ટઈક મતથી માણસે કીર્તિ અને લોકઅભિપ્રાયને ભોગ આપતાં શીખ્યાં અને કર્તવ્યને કોઈપણ જાતના આનંદ સાથે ખાસ નિસબત નથી એ વાત સમજ્યાં. મને વિકારને તદન નિર્મૂળ કરી નાખવા કે જેથી કરીને વિવેકબુદ્ધિનું રાજ્ય નિષ્કટક ચાલે એ આઈક મતનું બીજું મુખ્ય લક્ષણ હતું. માણસેનાં ચારિત્ર્ય મોટે ભાગે બે પ્રકારનાં હોય છે એ આપણે આગળ કહ્યું છે. એકમાં ઈચ્છાશક્તિ પ્રબળ હોય છે, બીજામાં વાસનાઓ પ્રબળ હોય છે. પ્રથમ પ્રકારના સારા માણસમાં ઇચ્છાશક્તિ સુવ્યવસ્થિત થએલી હોય છે, તેથી તે માણસ પિતાના વિકાર કે સંજોગોમાંથી ઉપજતી પ્રબળ લાલચોની સામે થઈને પણ પિતાને જે કર્તવ્ય સમજાય છે તે કર્યો જાય છે. બીજા પ્રકારના સારા માણસને સ્વભાવ સુભાએ એવો બંધાઈ ગયો હોય છે કે તેના વિકાર અને લાગણીઓ કુદરતી રીતે તેને સદાચારમાં પ્રેરે છે. આમાંથી પ્રથમ પ્રકારને માણસ જ એ છે કે જેની નીતિનાં વખાણ આપણે કરી શકીએ, અને વારંવાર આત્માને ભેગ પણ એ જ માણસ આપી શકે છે. બીજી પાસ જોતાં, કુદરતી રીતે આપોઆપ થ સદાચાર રમ્ય અને મોહક લાગે છે, અને તેવા માણસ ઉપર આપણને વાહાલ ઉપજે છે. આ બે પ્રકારના ચારિત્ર્યને અનુરૂપ કેળવણીના પણ બે પ્રકાર છે; પ્રથમ પ્રકારમાં ઈચ્છાશક્તિને દઢ કરવાને ઉદ્દેશ હોય છે અને તેનાં દષ્ટાંત પ્રાચીનકાળમાં સ્પાર્ટીની વ્યવસ્થા અને સ્ટેઈક મત છે; અને કાંઈક ફેરફાર સાથે, મધ્ય
Page #173
--------------------------------------------------------------------------
________________ ર૬ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કાળની સન્યાસવૃત્તિ છે. દુ:ખ સહન કરવા માણસો શક્તિમાન થાય, દેખીતા અને પ્રસિદ્ધ વિકારોને દબાવતાં શીખે, વિલાસ માત્રને તજી દે, અને વિકારોને તદ્દન કાબુમાં રાખે-એ તેમની મતલબ હતી. બીજા પ્રકારની કેળવણીને ઉદ્દેશ વાસનાઓને માર્ગ બતાવવાનું હોય છે અને તે હાલના સમયમાં બહુ પ્રચલિત છે. આ પદ્ધતિ સદાચારને આકર્ષક બનાવવાને, કલ્પના અને આબાદીની સઘળી મોહિનીઓ સાથે સારા ગુણને જોડવાને, અને આમ ખબર ના પડે તેવી રીતે વાસનાઓને ધારેલા માર્ગે વાળી લેવાનો, પિતાથી બનતા પ્રયાસ કરે છે. પ્રથમ પ્રકાર લડાયક પ્રજાને અનુકૂળ આવે છે અને તેથી આત્મ-ભોગ અને પરાક્રમનાં કાર્યો થાય છે. બીજો પ્રકાર શાંત અને ઘણું સુધરેલા જમાનાને અનુકૂળ છે અને તેથી કેમળ સદાચારોને સગવડ મળે છે. અને સંભવિત છે કે સુધારાની વૃદ્ધિ સાથે નીતિને પરાક્રમી નમુને ઓછો થઈ જશે. સંજોગના બળે પ્રાચીન પ્રજાઓને પ્રથમ પ્રકારને નીતિને નમુનો ગ્રહણ કરવો પડ્યો હતો, અને તેથી જ ઈક મતવાળા કહેતા કે વિકારે એક જાતને રેગ છે; પરંતુ વિવેક બુદ્ધિનું સ્થાન સર્વોત્તમ છે અને તેને અનુસાર જ મનુષ્યનું વર્તન થવું જોઈએ. હૃદયના વિકાર કદિ સારા હોય જ નહિ એવા વિચારથી પ્રેરાઈ સેનિકા કહે છે કે રહેમ નજરમાં સર્વોત્તમ સદાચાર છે, પણ દયામાં તે દુરાચાર જ છે, ધર્મ અને તેમને જેવો સંબંધ છે તે રહેમ નજર અને દયાને સંબંધ છે. રહેમ નજરમાં ન્યાય હોય છે, દયામાં ન્યાયને ભંગ થાય છે. રહેમ નજર ગુને અને નસીયતના પ્રમાણની તુલ્યના કરે છે; દયા ગુનાને ભૂલી જઈ માત્ર નસીયતના દુઃખને જ નજરમાં રાખે છે. રહેમ નજરમાં વિકારને ગંધ પણ હેતે નથી, દયા વિકારનું જ સ્વરૂપ હોય છે. ડાહ્યા માણસ રહેમ નજર રાખે છે, રોગી માણસો અને નિબળ સ્ત્રીઓ દયા દેખાડે છે. ડાહ્યો માણસ પોતાના જાતભાઈઓને સહાય કરવા જ જનો હોય છે, પણ વિકારથી દોરાઈ ગયા વિના શાંત ચિત્તથી પિતાનું કર્તવ્ય એ કર્યો જાય છે. બીજાની આંખમાં આંસુ જે પિતાની આંખમાં પણ આંસુ આવે એ મનની નિર્બળતા જ છે. અર્થાત હદયગત વિકારે વિવેક
Page #174
--------------------------------------------------------------------------
________________ વિધમાં મહારાજ્ય. 127 બુદ્ધિના વિરોધી હોવાથી તેમને જડમૂળથી નાશ જ કરે જઈએ. ખ્રિસ્તિના અને વિધર્મીઓના સદાચાર સરખાવતાં આપણને માલમ પડે છે કે જે સદાચારમાં ઈચ્છાશક્તિની દઢતા અને વિવેક વધારે હોય તે વિધર્મીઓમાં વધારે ઉત્તમ ગણાતા; જેમાં હદયને ભાવ વધારે હોય તે ખ્રિસ્તિઓમાં વધારે ઉત્તમ ગણતા. પ્રેમ નહિ પણ મૈત્રી, ઉદાર બુદ્ધિ નહિ પણ આતિથ્ય, કોમળતા નહિ પણ મેટું મન, અને દયા નહિ પણ રહેમીયતએ પ્રાચીન સદ્દવર્તનનાં ચિહ્ન હતાં. મનેવિકારને કેવળ કચરી નાંખવાનો સ્ટઇકને સિદ્ધાંત આપણુ પરોપકાર વૃત્તિને અન્યાય આપે છે, કારણ કે તેથી દયા જેવા સદ્દગુણેને સદાચાર રહેતું નથી, પરંતુ વિવેકી અને વિકારરહિત લેકે પકારની જબરી તરફેણ કરી તેને અંગે એ વાળી આપે છે. ૩ાર રસ્તાનામ્ તુ વસુધૈવ કુટુંમ્' એ તેનું પ્રબળ સૂત્ર હતું. તેથી તે મતને ખાસ ઉપદેશ હતો કે દરેક માણસે દઢરીતે એમ સમજવું જોઈએ કે બીજાના ભલા માટે જ તેને મનુષ્ય જીવન મળ્યું છે. ગુના ઉપર પણ દયા રાખવાનું તે મતવાળા કહેતા, કારણકે લેટની પેઠે તેઓ પણ એમ માનતા કે ગુને માત્ર અજ્ઞાનતાનું જ પરિણામ છે. માટે ગુને અટકાવવા પૂરતી જ સજા થવી જોઈએ. પરંતુ આ બધી વાત તેમના સિદ્ધાંતમાં જ રહેતી. આપણું સ્વભાવમાં રહેલી હૃદય-ભાવનાઓની સામે વિગ્રહ માંડી બેઠેલો મત તેમાંથી નીપજતા ખરાબ પરિણામને અટકાવી શક્યો નહિ; તેથી વ્યાવહારિક વર્તનમાં તે એ મત એક જાતનું ભવ્ય આત્માભિમાન જ રહ્યો હતો. ‘તમારે દીકરો મરી ગયો’ એમ જ્યારે એને લાગોરાસને કોઈએ કહ્યું, ત્યારે " અમર પુરૂષના જન્મમાં હું કારણભૂત હતું એમ મેં કદિ માન્યું નહોતું એટલે જ ઉત્તર એણે આપ્યો હતો. આમ સિદ્ધાંતમાં રહેલા પરોપકારને વર્તનમાં મૂકાવે એવું કોઈ તત્વ તે મતમાં નહોતું. દુઃખ અને રોગને સંકટ માનવાની જે માણસો ના પાડે તે બીજાનાં દુઃખ અને રેગ મટાડવાનાં ઉત્સાહી કવચિત જ હોઈ શકે છે. સંસારના રાગદ્વેષ કે સુખ દુઃખથી ડાહ્યા માણસના ચિત્તમાં જરીએ ક્ષોભ થ ન જોઈએ એ તેઓને પરમ દષ્ટિબિંદુ હતું. આથી કરીને તેમના ચારિત્ર્યમાં સંગ-દિલતા અને
Page #175
--------------------------------------------------------------------------
________________ 128 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. w annnnnn maMAANAAAAA સમાઈ આવ્યાં. વળી સ્ટ્રાઈક મતમાં કુદરતને અનુરૂપ જીવન જ સદ્દવર્તન છે. હવે આપણી કુદરત કિવા સ્વભાવ મિશ્ર વસ્તુ છે અને તેમાં વિકાર અને વિવેક બન્નેનાં અસ્તિત્વ છે; અને તેમના ભિન્ન ભિન્ન ક્રમાગત સદાચાર આપણમાં હોઈ શકે છે એ વાત વિવેકબુદ્ધિ જ આપણને સ્પષ્ટ કહે છે. તેથી વિકારના તત્વની અવગણના કરવામાં સ્ટઈક નીતિવેત્તાઓ પિતાને જ મત તજી દે છે. એકદેશી સિદ્ધાંતથી ક્યાંઈ સારું પરિણામ આવ્યું નથી. સ્ટીક સિદ્ધાંતમાં પરોપકાર છતાં આચરણમાં તે આવી શકે નહિ, કારણ કે હૃદયના જે ભાવમાંથી એ નીપજી આવે છે તેને તે કેવળ દાબી દેવાનું એ કહે છે; સઘળા સદાચાર સરખા છે અને સઘળા દુરાચાર પણ સરખા છે ઇત્યાદિ લેકમતથી વિરૂદ્ધ અનેક વાતે તેને કહેવી પડી; અને આચરણમાં કૃત્રિમતા અને દંભ આવવા લાગ્યાં. વહાલું સગું ગુજરી જતાં માણચને શોચ થે સ્વાભાવિક છે, પણ એંઈક મત તેની પરવાનગી આપતો નથી. માત્ર એક જ વાત ધ્યાનમાં રાખતાં અને જન–સ્વભાવની એક જ બાજુ કેળવતાં, તેમનાં મન અને વિચાર સાંકડાં થઈ ગયાં. માત્ર સદાચારને શોધી તેની જ પાછળ ભમ્યા કરવું એ તેમને સિદ્ધાંત હોવાથી ઘણું ખરા ઓંઈકોએ સૃષ્ટિ-વિજ્ઞાન શાસ્ત્ર તરફ દુર્લક્ષ દાખવ્યું છે. - ઈક મત અવશ્ય કરીને પશ્ચાદશ હતો અને વિતેલા યુગની સાદાઈ પુનઃ પ્રાપ્ત કરાવવાને મિથ્યા પ્રયાસ કરતા હતા. વળી તે મતમાં છે કે શ્રેષ્ઠ અને મહાન પુરૂષે ઘણા થયા છે, તથાપિ મેટે ભાગે સ્ટેઈકે સામાન્ય લેકે કરતાં પણ નીતિમાં એકંદરે ઉતરતા હતા, કારણ કે તે મતમાં જેટલું કહેવાતું તેટલું આચરણમાં આવી શકતું નહિ; મેટે કે પિતાના ગુલામ ઉપર જુલમ બહુ ગુજાર. બ્રુટસ વ્યાજખાઉ અને પરાણે પૈસા કઢાવનાર હતા. પૈસા કઢાવવા સેલેમિસના કેટલાએક રહેવાસીઓને એણે ભુખે મારી નાખ્યા હતા. સેનિક ખુશામતી અને લોભી હત; ઈત્યાદિ અનેક દાખલા મળી આવે છે. વળી સઘળાને “ડાહ્યા” ફિલસુફ બનાવવા એ સ્ટઈક મતને ઉત્કટ
Page #176
--------------------------------------------------------------------------
________________ 10 વિધર્મી મહારાજ્ય. અભિલાષ હતા. પરંતુ આત્મ-સંયમનું ધરણું એણે એવું તે ઉચું રાખ્યું કે તેથી તે મત લોઢના મોટા ભાગને અને છંદગીના સાધારણ પ્રસંગને માટે કેવળ અગ્ય નીવડે. મનુષ્યનું જીવન ઇતિહાસરૂપ હોય છે, કવિતારૂપ નથી હોતું. મોટાં પરાક્રમ કરવાને કે મોટાં સંકટો વેઠવાને પ્રસંગ જીદગીમાં ક્વચિત જ આવે છે; પણ નાના નાના પ્રસંગે તે રોજ બને છે. તેથી સમાજની નીતિના નિમાયક થવાને લેભ રાખનારી સંસ્થાએ સામાન્ય માણસ અને મિશ્રિત પ્રયોજનોને ધ્યાનમાં રાખી કામ લેવું જોઈએ. અર્થાત પ્રચલિત આચરણથી નીતિનું દૃષ્ટિબિંદુ સહેજ જ ઉંચું જોઈએ. નહિતો અતિ શ્રમના ભયે લેકે તેની તરફ નજર જ કરશે નહિ. પરંતુ ઈક મત માત્ર વિરલાઓની જ શાળા હતી. સદાચાર અને દુરાચારમાં ક્રમવાર પગથી એણે સ્વીકાર્યો નહિ; સામાન્ય માણસની નીતિનાં પ્રયોજન અને વૃત્તિઓની ગણના એણે કરી નહિ; અને તેથી સ્વભાવિક રીતે જ જન–સમૂહે એ મતનો ત્યાગ કર્યો. - આત્મસંયમના આ નીતિ–શાસ્ત્રમાં મુખ્ય વાત મનુષ્યના ગૌરવની છે. ડાહ્યા માણસે પિતાના અંતરને પૂછી વાત કરવાની છે; બીજા માણસના અભિપ્રાયની દરકાર રાખવાની તેને કશી જરૂર નથી. આમ મગરૂરીને આ મતમાં પરવાનગી મળે છે, એટલું જ નહિ પણ તે નીતિનું એક મુખ્ય પ્રવર્તક તત્ત્વ બને છે. ખ્રિસ્તિ ધર્મમાં પાપનું ભાન જે અગત્યતા ભેગવે છે તે અગત્યતા આ મતમાં સદાચારનું ભાન ભોગવે છે. પાપ એટલે એક રેગ; અને ડાહ્યા માણસનું કામ તે મટાડવાનું છે, પણ તેના સંજોગે ઉપર સ્થિત એણે થવું નહિ. મરતી વખતે કરેલા પાપને માટે થતા પશ્ચાતાપને એ મતમાં સ્થાન જ નથી, અને એવા પ્રશ્ચાતાપથી ચારિત્ર્ય ઉપર વિશુદ્ધ અને ઉન્નત અસર થાય છે એ વાત પ્રાચીનકાળના લોકોને સમજાણી લાગતી જ નથી. અને નૈતિક રોગની વાસ્તવિકતા સ્વીકારવા છતાં તેમનું દૃષ્ટિ-બિન્દુ અતિ ઉચ્ચ અને ખરું કહીએ તે અપ્રાપ્ય હતું છતાં, મનુષ્યસ્વભાવમાં મુદે સર્વોત્તમતા રહેલી છે અને મનુષ્ય પિતાની ઇચ્છાથી જ સદાચારનું અતિ ઉચ્ચ શિખર પ્રાપ્ત કરી શકે જ, એ બાબતની શંકા
Page #177
--------------------------------------------------------------------------
________________ 130 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. તે સમયે ઘણું થડાને થતી. હેમર ઇત્યાદિ કવિઓ કેવળ પ્રારબ્ધવાદી હતા; બધું ઇદની ઈચ્છાથી બને છે એમ તેઓ માનતા. પરંતુ રેમન ટેંઈકે પુરૂષાર્થવાદી હતા. ભાગ્યની વિભુતિઓ ઈશ્વર ગમે તેમ વેરે, અથવા કોઈ કાર્યની સફળતા કે નિષ્ફળતાની વાત ભલે એ પિતાના હાથમાં રાખે, પણ આપણુ વિચાર અને વૃત્તિઓના ધણી તે આપણે જ છીએ, એવા વિચાર તેમને માન્ય હતા. નીતિની બાબતમાં માણસ દેવોની સાથે પણ હરીફાઈમાં ઉતરી શકે એમ છે. નીતિ બધાની છે, શું દેવોની એકલાની છે? તેથી જ સિસે કહે કે આપણે સદાચાર આપણે જ મેળવેલ હોવાથી તેની ખુમારી આપણને રહે તે વાજબી છે. જે વસ્તુ આપણે જ મેળવી શકીએ એવી છે તેને માટે વળી પ્રભુની પ્રાર્થના શી ? સદાચારની પ્રાપ્તિ આપણને ઈશ્વર કરાવી શકે એમ નથી. તે તે આપણે પોતે જ કરવાની છે. “ઈશ્વર જંદગી આપે છે, દ્રવ્ય આપે છે, પણ મારા મનની શાંતિ તે હું જ કરે છું.” જે વાત આપણાથી બની શકે એવી નથી તેને જ માટે પ્રભુની પ્રાર્થના કરવી ઘટે છે. લક્રિશીઅસ કહેતા કે ખરો દેવ તે એપિક્યુરસ છે, કે જેણે નીતિના નિયમે જગતને આપ્યા. સેનિકા કહે છે કે એક બાબતમાં માણસ ઈશ્વરથી પણ ચડી આવે છે. ઈશ્વરની નિડરતા એને સ્વભાવથી પ્રાપ્ત છે, પણ ડાહ્યા માણસને એ પિતાથી પ્રાપ્ત છે. ઈશ્વર અમર છે. એટલી જ એનામાં વિશેષતા છે. એપિકટેટસ કહે કે બુરું કે સારું પિતાને પિતાથી જ પ્રાપ્ત છે એમ ડાહ્યા માણસ સમજે છે. આમ મનુષ્ય અને ઈશ્વર લગભગ સરખા ગણાતા હતા. પરંતુ સ્ટઈક મતમાં ઈશ્વર સંબંધી વિચાર અસ્પષ્ટ, અયુક્ત અને કેટલેક ઠેકાણે અસંગત પણ છે. તત્ત્વજ્ઞાનમાં તે મત સર્વાત્મવાદ કિવા સર્વેશ્વરવાદ સ્વીકારે છે. આ વાદમાં ઈશ્વર અને કુદરતના પ્રદેશ અભિન્ન હોય છે. પરંતુ કુદરતમાં દીર્ધ દૃષ્ટિથી કામ થતું જોવામાં આવે છે. આ દીર્ધ દૃષ્ટિ અને નૈતિક શ્રેષ્ઠતા આ બે રૂપે સ્ટઈક મતમાં ઈશ્વર પૂજાતા હતો; અને માણસને આત્મા એ ઈશ્વરથી છૂટો પડેલો તેને અંશ માત્ર છે, અથવા ઈશ્વર ચેતનથી વ્યાપ્ત વસ્તુ છે. તેથી ઈશ્વરની પ્રેરણા વિના
Page #178
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. 131 કે માણસ મહાન થઈ શકતો નથી. ઈશ્વર બધે છે, આપણુ અંતરમાં પણ છે. અંતર્યામિ દેવતા એટલે જ ઈશ્વર. આ ઈશ્વરને પૂજવા જોઈએ. જે બધું તારામાં છે તે ઈશ્વરનું છે. ઈક લેખકોના લેખમાં આવાં વચને ઓછાં નથી. પરંતુ ઘણું કરીને તેઓ સદ્દગુણને ઈશ્વરની નકલ કરતું માનુષી કાર્ય જ લેખે છે. “ઈશ્વરની પછવાડે ચાલે " એવું જે પ્લેટનું સૂત્ર હતું તેને આવો અર્થ હતો અને આઇક લકે તેનું વારંવાર કથન કરતા. એમાંથી હૃદયને સ્પર્શ કરે એવા અને સુંદર ભક્તિભાવને ઉપદેશ તેઓ ખીલવતા; અને તેની સાથે ઈશ્વરની દીર્ધ દૃષ્ટિથી જે કાંઈ થાય તેને સંપૂર્ણ શ્રદ્ધાથી અને નિઃશંક મને તાબે થવાની ફરજ તેઓ ઉમેરતા. આપણું જીવનમાં રહેલા વિકાર તત્ત્વને જે અત્યંત અણગમો તેમને હતા તેમને આ ઉમેરાથી બહુ પુષ્ટિ મળતી. પિતાને નિર્મિત પાઠ જ માણસે ભજવવાને હોવાથી, રોવું, કળવું કે બડબડાટ કરે એ પ્રભુની સામે થવા જેવું છે. " એ પાઠ ટ્રકે હોય કે લાંબો હોય, " પણ તે ભજવવાને જ છે. " જે પ્રભુની ઈચ્છા એવી હે કે તારે ગરીબને પાઠ ભજવે, તે આનંદથી તારે તેમ કરવું. લૂલા લંગડાને, રાજ હાકેમ કે ખાનગી માણસને કદિ તારે પાઠ ભજવવાને હોય; પણું પ્રમાણિક્તાથી તે તારે ભજવે. " " કઈ પણ તારી વસ્તુ ગઈ છે– ગુમાવી છે એવું કદિ બેલીશ નહિ; પણ તે વસ્તુઓ તે પાછી સેંપી દીધી છે એમ જ કહેજે. તારી સ્ત્રી અને છોકરું મરી જાય, તે મૂળ ધણને તેં પાછાં એમને સોંપી દીધાં છે. તારું ખેતર તારી પાસેથી ગયું તે તે પણ પાછું સોંપી દીધું; દુષ્ટ માણસે તારી પાસેથી તે ખેંચી લીધું. તે જે પ્રભુએ તને એ આપ્યું હતું તે ગમે તે રસ્તે પાછું લઈ લે તેની તારે શી પીડા? " " પ્રભુ કોઈ સારા માણસને આબાદીમાં રાખતા નથી; તે પ્રભુ તેની પરીક્ષા કરે છે, તેને તાવી દઢ કરે છે, અને પિતાને જ માટે એને તૈયાર કરે છે. " " જેના ઉપર પ્રભુને પ્રેમ છે, તેને જ દુઃખી કરી એ નાણે છે; પણ જેને લડાવે છે તેને ભવિષ્યમાં દુઃખ દેવા માટે એ બચાવે છે.” અર્થાત સારા માણસને દુઃખ દેવામાં પ્રભુ તેની પરીક્ષા જે
Page #179
--------------------------------------------------------------------------
________________ 132 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કરે છે. ખરાબ માણસની આબાદી અંતે તેમની અધોગતિ જ સૂચવે છે. નીતિને જે ગર્વ એક રીતે તેમના મતમાં ઉપસ્થિત થતો હતો તે, પ્રભુની દીર્ધ દૃષ્ટિને ઉદ્દેશીને બોલાએલાં આવાં વચનોથી બેશક ઓછો થઈ જાય છે. આઈક ઉપદેશકને આશય પણ તેજ હતા અને તેમાં તેઓને પ્રયાસ સફળ થયો હતો. પરંતુ એ જ પ્રયાસમાં એક બીજું જોખમ સમાએલું હતું, અને સઘળા જમાનાનાં ઘણાં નીતિ-દર્શનનાં વહાણ એ જેખમના ખરાબે અથડાઈ ભાંગી ગયાં છે; કારણ કે તેથી કેવળ પ્રારબ્ધવાદી થઈ જતાં માણસો કદાચ વ્યાવહારિક સદાચારમાં પ્રવૃત્ત જ થાય નહિ, અને જે થાય તે મૂરો માંહે સહન કરી જેમાં કરે; અને સમાજની ઘણું ખરી દશાઓમાં એમ જ બને છે. પરંતુ સુભાગ્યે, પ્રાચીન સંસ્કૃતિમાં સદાચારને વિચાર રાજકીય ચંચળતાની સાથે એટલે બધો જોડાએલે રહ્યો હતો કે લાંબા કાળ સુધી આ જોખમ કેવળ દૂર રહ્યું હતું. પ્રાચીન કાળમાં મનુષ્યના વિચારમાં જે પ્રાધાન્ય રાજ્ય-સંસ્થા ભોગવતી હતી તેવું પ્રાધાન્ય અર્વાચીન સમયમાં એને કદિ પ્રાપ્ત થયું નથી. તે કાળે નૈતિક અને બુદ્ધિ મય જીવનની રગેરગમાં સ્વદેશાભિમાનની અસરનો ધમધમાટ ચાલી રહ્યો હતો. અતિ ગંભીર તત્વો, અતિ વિશુદ્ધ નીતિ-વેત્તાઓ, ઉંચી પ્રતિમા કવિઓ, લડવૈયા અને રાજદ્વારી પુરૂષ તે વખતે હતા. તેથી કરીને નીતિના પ્રાચીન સિદ્ધાંતમાં શહેરી સદાચારને પ્રસંગોપાત વધારે પડતું પ્રાધાન્ય અપાતું હતું એટલું જ નહિ પણ રાજ્યના હિતની ખાતર આપણને કંટાળા ઉપજાવે એવા રિવાજ પણ રાજ્યમાં દાખલ કરવાની હિમાયત તત્વચિંતકે એ કરી છે. આ ઉદેશે સ્ત્રીઓના સામાન્ય ભોગવટાની હિમાયત પ્લેટોએ કરી છે. પિતાના નૈતિક ધારાને પાયે એરિસ્ટોટલે ગ્રીક લેક અને જંગલીઓના ભેદને લગભગ બનાવ્યું હતું. સ્પાટર્ડના કાયદા બહુ વખણતા હતા. બુદ્ધિ અને રાજકીય ચંચળતાના આ સંયોગથી નીતિના સિદ્ધાતિમાં પણ સ્વદેશાભિમાન મનુષ્યનું મુખ્ય કર્તવ્ય ગણવા લાગ્યું હતું. અર્વાચીન ઉપદેશકના સિદ્ધાંતમાં સ્વદેશાભિમાન એવું અગ્રસ્થાન ભગવતું નથી. એનેક્ષાગોરસ જેવું કંઈ ઉચે આકાશ તરફ આંગળી બતાવી
Page #180
--------------------------------------------------------------------------
________________ વિધમ મહારાજ્ય. 133 કહેતું કે અમારે ખરે દેશ તો ત્યાં જ છે અને તેથી દેશનિકાલમાં કાંઈ દુઃખ એ માનતું નહિ. પણ આવા વિચાર સમયના પ્રચલિત પવનથી તદ્દન વિરૂદ્ધ જ હતા. સ્વદેશાભિમાન ઉંચી પ્રતિનું નૈતિક કર્તવ્ય ગણાતું, અને વહાલામાં વહાલા સગા કરતાં પણ પિતાને દેશ માણસને વધારે વહાલે હતા; અને જે માણસ પિતાના દેશને માટે મરવાની જરીક પણ આનાકાની કરે તેને સારે માણસ કઈ ગણતું નહિ. કવચિત કવચિત શાંત, એકાંતવાસી જીદગી ગુજારવાના રણકારા આપણે સાંભળીએ છીએ, પરંતુ સામાન્ય રીતે રાજકીય જીવનમાં ભાગ લેવાનું કર્તવ્ય ગણાતું. સિસેરે કહેતા કે પ્રવૃત્તિમાં જ સઘળા સદાચાર સમાએલે છે. જનસમાજ એવું મંડળ છે કે તેના દરેક અવયવે આખા સમાજનું ભલું થાય એવી રીતે વર્તવું જ જોઈએ એ ઈક મતનું મુખ્ય સૂત્ર હતું. આમ સ્વદેશાભિમાનને લીધે જ પ્રાચીન લેકેની નીતિ વ્યવહારપ્રિય રહી હતી અને સ્ટઈક મતના ઉપદેશને અનુસાર જુલમના અતિ વિષાદમય સમયમાં પિતાના દેશને સ્વતંત્ર કરવા અર્થે અનેક વીરેએ પોતાના પ્રાણ પણ આપ્યા હતા. કર્તવ્યની આવી સમજવાળા, કામ ક્રોધાદિ વિકારેને કબજામાં રાખવા સમર્થ, અને શાંત ગૌરવ યુક્ત ચિત્તવાળાં રેમન ન મરવાને તૈયાર જ રહેતા; અને તત્ત્વચિંતનને મુખ્ય ઉદ્દેશ પણ માણસોને મોત માટે તૈયાર કરવાને ગણતે. ભાગની વિભુતિઓ મુઆ પછી કાંઈ કામની નથી, તેથી તેમની દરકાર જ મનને શા માટે રહેવી જોઈએ ? અને વહેમી ધાસ્તીઓ નાબુદ થવાથી તેમનું ચારિત્ર્ય આત્માશ્રયી અને ભવ્ય થતું. સ્ટેઈકમતનું પરમ દૃષ્ટિબિંદુ પણ એ જ હતું. પરંતુ મૃત્યુ પરત્વે ભવ્ય ઉપદેશ તેમના જેવો જો કે કઈ તત્ત્વવેત્તાઓએ આપ્યો નથી, અથવા તો તેમના જેટલા શાંત વૈર્યથી મૃત્યુની સન્મુખ કઈ થયા નથી, તે પણ તેમના નિરંતર ઉપદેશથી મૃત્યુને રોગી અગત્યતાનું સ્થાન તેમનામાં પ્રાપ્ત થયું અને જીવનનો તેમને આખો વિચાર તેથી વિરૂપ થઈ ગયો હતો એ વાતની ભાગ્યે જ ના પડાશે. બેકન કહે છે તેમ સ્ટઈક મતવાળાઓએ મૃત્યુની કિંમત અતિ મોટી આંકી હતી, અને મૃત્યુની તૈયારીઓથી મૃત્યુને વધારે બીહામણું તેઓ
Page #181
--------------------------------------------------------------------------
________________ યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. બનાવતા હતા. “કેમ મરવું એ નહિ, પણ કેમ જીવવું એ ડાહ્યા માણસના મનનો વિષય હોય છે, અને એ કોઈ વિષય નથી કે જેના ઉપર ડાહ્યા માણસ મૃત્યુ કરતાં ઓછો વિચાર કરશે” એ સ્પિનેઝાના વચનમાં ગંભીર સત્ય સમાએલું છે. ચંચળ કર્તવ્યપરાયણતાનું જીવન એ મૃત્યુની સૌથી ઉત્તમ તૈયારી છે. અને તેને વિચાર નિરંતર નજર સમુખ રાખવાથી તેનું દુ:ખ ઓછું કરવાને ઉદ્દેશ ઘણું કરીને પાર પડતું જ નથી અને ઉલટું ચારિત્ર્ય વિકળ, ઉશ્કેરાએલું અને ગમગીન તેથી બની જાય છે; માનુષી પ્રગતિને આવશ્યક ઉત્સાહ અને ઉન્નતિને લેભ નષ્ટ થાય છે, અને ઘણીવાર લાગણીઓમાં મંદતા અને જડતા આવી જાય છે. એવી દંતકથા છે કે આયરલાંડમાં જીવન અને મૃત્યુના બે ટાપુ હતા. આ બે ટાપુઓ મન્સટરના એક સરોવરમાં હતા. એક ટાપુમાં મૃત્યુનો પ્રવેશ બિલકુલ નહોત, પણ વૃદ્ધાવસ્થા, મંદવાડ, જદગીને કંટાળે, અને ભયાનક દુઃખના ઉફાળાથી લેકે બહુ પરિચિત થતા. અંતે લેકે પિતાની અમરતાના કાયર કાયર થઈ ગયા અને પેલા બીજા ટાપુને શાંતિનું સ્થાન ગણવા લાગ્યા. તેથી તેઓ ત્યાં ગયા ત્યારે જ તેઓને શાંતિ મળી. મૃત્યુ પ્રત્યે સ્ટઈક તત્વવેત્તાઓની દૃષ્ટિ કેવી હતી તે આ દંતકથા ઉપરથી બરાબર જણાઈ આવશે. મુઆ પછી આત્માની શી ગતિ થાય છે તે સંબધી પ્રાચીન તત્વવેત્તાઓમાં મતભિન્નત્વ ઘણું હતું. પરંતુ મેત એ માત્ર કુદરતી વિસામો છે અને મતની બીક માત્ર રેગી કલ્પનાનું જ પરિણામ છે એ વિચારમાં સૌ એકમત હતા. મેત જ માત્ર એવું સંકટ છે કે જે આપણી હયાતીમાં આપણને કાંઈ કરી શકતું નથી. આપણે હોઈએ ત્યારે મેત હેતું નથી, અને મોત આવે ત્યારે આપણે હેતા નથી. હદગીના અંતે જ મોત હોય છે એ વાત ખોટી છે; આગળ પણ હોય છે. મએલાં અને નહિ જન્મેલાં સરખાં જ છે. મરવું એટલે જનમ્યા પહેલા જેવા હતા તેવા થવાનું છે. ઓલવાઈ ગએલા દીવાની અવસ્થા, પ્રગટયા પૂર્વે તેની જે અવસ્થા હોય તેના જેવી જ સમજવી. સધળા દુ:ખને અંત તે મત. મતથી સુખની પ્રાપ્તિ થાય છે અથવા તે દુ:ખનો
Page #182
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. 135 અંત આવે છે. મત ગુલામને દુર શેઠના પંજામાંથી મુક્ત કરે છે, બંધીખાનાનાં બારણું ઉઘાડી નાખે છે, દુઃખના દાહને શાંત કરે છે, અને ગરીબાઈના તરફડીઆને અંત આણે છે. કુદરતની એ છેલી અને સર્વેત્તમ બક્ષીસ છે, કારણ કે સધળી ચિંતાથી માણસને એ મુક્ત કરે છે. ઘણામાં ઘણું તો તેથી આપણે માણેલી ઉજાણીને અંત આવે છે; સિવાય બીજું કાંઈએ નથી. મત માગો કે તેથી ભાગે, પણ તેમાં સંકટ કે દુ:ખ નથી; માત્ર આપણું અસ્તિત્વ તેના મૂળતરોમાં પાછું લય પામી જાય છે; જેને આનંદથી તાબે થવાની આપણી ફરજ છે એ આપણી પ્રકૃtતના તે કાયદો છે. સિસેરે, લૂટાર્ટ અને સ્ટોઈમિતવાળાઓના લેખ આવી દલીલથી ભરેલા છે. ઉપરાંત, પ્લેટોના અનુયાયીઓની પેઠે સિસેરે પણ આત્માના અમરત્વનું સૂચન વારંવાર કરે છે. લૂટાર્ક પણ આત્માનું અમરત્વ માને છે, પરંતુ તેના મતમાં તેનાં કારણે તાત્વિક નથી; પણ તેની આ માન્યતાને આધાર દેવ-વાણીઓની સાક્ષી ઉપર એણે રાખે છે. સ્ટઈકમતમાં આ સિદ્ધાંત મંદ અને અનિશ્ચિત પ્રકાશથી પ્રકાશે છે, અને કાર્યોત્તેજક પ્રયોજન તરીકે તેને ઉપયોગ કવચિત્ જ થયો છે અથવા થયો જ નથી. પરંતુ ખ્રિસ્તિએના ધાર્મિક સાહિત્યને છેડી વિધર્મીઓના તત્ત્વદર્શનમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે જે વાત આપણા ખાસ લક્ષમાં આવે છે તે એ છે કે કોઈ પણ રૂપે મેત શિક્ષાને પ્રકાર છે એવી માન્યતાની ગેરહાજરી ' પ્રાચીન તત્વચિંતકના લેખમાં હતી. સોક્રેટિસના મત પ્રમાણે મૃત્યુથી છવ ચેતન ઓલવાઈ જાય છે અગર તે તત્વ શરીરની ગુલામગીરીમાંથી મુક્ત થાય છેઅને બન્ને પ્રકારે તેમાં લાભ જ છે. એપિક્યુરસ કહેતા કે સારું નરસું મનની લાગણીઓને છે અને મેત થયે લાગણીઓ રહેતી નથી; માટે મૃત્યુ નિસ્પૃહ છે એમ સમજે. સિસેરેની દલીલ આવી હતી –મુઆ પછી આત્મા કાંત રહે છે અને કાંતે મૃત્યુથી નાશ પામે છે; રહેતા હોય તે તે સુખી થાય છે; નાશ પામતા હોય તે તે દુ:ખી થતો નથી. પોતાનો ભાઈ ગુજરી જતાં પિલિબિયસને સેનિકાએ આ પ્રમાણે દિલાસો આપ્યો
Page #183
--------------------------------------------------------------------------
________________ 136 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, હતો. “મુએલામાં જે કંઈ લાગણીઓ રહેતી હોય તે જીદગી પતિના લાંબા કેદખાનામાંથી હવે છૂટો થઈને સ્વતંત્રતાને આનંદ એ માણે છે; અને વધારે ઉચ્ચ સ્થાનેથી કુદરતની અજાએબીઓ અને મનુષ્યોનાં સપનાં કૃત્યોને એ નીહાળે છે, અને જે દિવ્ય વસ્તુઓને સમજવાને અદ્યાપિ પર્યત વ્યર્થ યત્ન એણે કર્યો હતે તે વસ્તુઓને વધારે સ્પષ્ટતાથી હવે એ જુએ છે. કાંતે તે સુખી છે અને તે તે કાંઈ નથી; તે પછી તેને માટે ગેચ મારે શા માટે કરે ? સુખીઆને શેચ કરવામાં ઈષ્ય છે; જે કાંઈ નથી તેને શોચ કરવામાં ગાંડપણ છે.” આ પ્રમાણે તત્ત્વચિંતકે કહેતા કે મુએલાંને માટે શોક કરવાનું કોઈ કારણ નથી. પરંતુ તત્વચિંતકોના અભિપ્રાયમાં આવી એકમતતા છતાં. સામાન્ય લેકને મૃત્યુની ધાસ્તી બહુ રહેતી હતી એમ ગ્રીક પુરાણોની કેટલીક કથા ઉપરથી જણાય છે. દેવની કે અસુરની તેમને મુઆ પછીની બીક બહુ લાગતી હતી તે વાતની સાબીતિ લુઝિશિયસ, સિસે અને લૂટાર્ક ના લેખમાંથી પણ મળે છે. તેથી આ ધાસ્તીને નષ્ટ કરવી એ તત્ત્વચિંતનનું કર્તવ્ય ગણાવા લાગ્યું. સ્કૂટાર્ક કહેતો કે એવી ધાસ્તી રાખવી એ દેવની ખરાબમાં ખરાબ નિંદા કરવા જેવું છે. સારા નીતિમાન માણસને પિતાની જીંદગીથી અસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી; અને પરાક્રમી પુરૂ ના મૃત્યુથી લેકેને જે પૂજ્યબુદ્ધિ તેમના પ્રત્યે થાય છે તેથી એમ જ સાબીત થાય છે કે એવા પુરૂષો ઈશ્વરને પણ વહાલા હોય છે. કારણ કે કે મૃત્યુ જે આશિરવાદરૂપ ન હોય તે એવા માણસનું મૃત્યુ ઈશ્વર શા માટે થવા દે ? ઉંઘમાં જ માણસનું મૃત્યુ થાય એવું વરદાન કેઈ સારા કામને માટે દેવે તે માણસને આપતા; અને તેવી ઘણી કથાઓ કહેવામાં આવતી. તેથી શામાટે કેઈએ મૃત્યુથી ડરવું જોઈએ ? આવા દઢ વિશ્વાસથી ડાહ્યા માણસે મૃત્યકાળે શાંત, ધીરજવાન અને પશ્ચાતાપ રહિત રહેતા હતા. સેક્રેટિસને મૃત્યુકાળ કે શાંત અને ગંભીર હતો તે પ્રસિદ્ધ છે. આથી કરીને ભકિતના પ્રકારમાં મોટો ફેરફાર થઈ ગયે, અને લેકેનું લક્ષ નીતિ ઉપર ખાસ ચેટવા લાગ્યું. ગ્રીસના સાત ડાહ્યા પુરૂષોમાં,
Page #184
--------------------------------------------------------------------------
________________ . ' વિધર્મી મહારાજ્ય. * * 37 એક ચિલન હતા. મૃત્યકાળે પિતાના શિષ્યોને ભેગા કરી એણે કહ્યું કે તેની આખી જીંદગીમાં એક જ કૃત્ય એવું થયું હતું કે જેને લીધે તેને તે વખતે દિલગીરી થતી હતી, અને તે એ હતું કે મિત્રના પ્રેમની ખાતર તેનું ન્યાયનું ભાન કાંઈક આચ્છાદિત એક વખત થયું હતું. અને રામના સદાચારી પુરૂષો પણ નીતિમાં નિષ્કલંક જીવન ગાળી પરમ સંતોષથી મૃત્યુકાળે મગરૂર થઈ મરતા હતા. કેટલાક કહે છે કે આ બાબતમાં વિધમ તત્વચિંતકેની નીતિ પ્રિસ્તિ ધર્મની નીતિના જેવી જ હતી; એવી કે કેમ જાણે ખ્રિસ્તિ ધર્મની નીતિ તે નીતિના વિકાસરૂપજ હોય ! પરંતુ આ વાત જે ક ઘણું છે. સ્ટટોના ઉપદેશને લાગુ પાડીએ તે માટે અંશે સાચી છે; પણ શરૂઆતના કે મધ્યકાળના કેથલિક મત પરત્વે તે કેવળ બોટી કરે છે; કારણ કે એ બનેમાં મોટો ભેદ છે. તત્વચિંતકે મૃત્યુને કુદરતને કાયદો માનતા, સજા રૂપ માનતા નહિ. બ્રિતિ ગુરૂઓ કહેતા કે આદમના પાપને લીધે મૃત્યુ સજારૂપે દુનિયામાં આવેલું છે; અને સઘળી ઝેરી વનસ્પતિ, જડ સૃષ્ટિમાં થતા ઉત્પાત, અને સૂર્યના પ્રકાશની ઓછપનું કારણ પણ એ પાપ જ છે. તત્ત્વચિંતકે માનતા કે મોતથી સઘળા દુઃખને અંત આવે છે; શરીર ખાખ થઈ ગયા પછી શારીરિક દુઃખોની વાત કરવી એમાં મેરી મૂર્ખાઈ નહિ તે બીજું શું છે ? ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા કે માણસના બહુ મોટા ભાગને મૃત્યુ પછી તરત જ ભયંકર દુઃખ અને વેદનાની શરૂઆત જ થાય છે; અને તે વેદનાની આગળ આ દુનિયાનાં દુઃખ કાંઈ ગણત્રીમાં નથી; ગમે તેવી હિંમતથી પણ તેમને તિરસ્કાર થઈ શકે એમ નથી, અને અમર પ્રાણીઓ સિવાય અન્ય કોઇ તે ખમી શકે એમ નથી. તત્ત્વચિંતકે કહેતા કે માણસે પાય ન કરે ત્યાં સુધી પવિત્ર અને નિર્દોષ હોય છે; ખ્રિસ્તિ વૃદ્ધો માનતા કે જન્મે ત્યારથી જ માણસ પાપી અને અપરાધી છે. વિધર્મીઓ કહેતા કે નાનાં બાળકે મરી જાય તેમની પછવાડે કોઈ પણ જાતની ધાર્મિક ક્રિયા કરવાની નથી, કારણ કે તેઓ સંસારના રાગ પથી રહિત હોય છે. એવા પવિત્ર આત્માઓને માટે શેચ કરવામાં પાપ
Page #185
--------------------------------------------------------------------------
________________ 138 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. છે. ખ્રિસ્તિ વૃદ્ધ કહેતા કે પ્રભુ-ભોજનમાં ભાગ લીધા વિના જે બાળક મરી જાય તે ઈશુખ્રિસ્તમાં સજીવતા પામ્યું નથી, અને તેથી તે પાપી જ રહે છે. તરવચિંતકે માનતા કે મનુષ્યના નૈતિક સ્વભાવમાં ધર્મનાં બીજ રહેલાં છે અને નીતિમાન મનુષ્ય જ પરમેશ્વરને પ્રિય થાય છે. ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા કે મનુષ્યની નીતિ ગમે તેવા ઉંચા પ્રકારની હોય પણ તેને કાંઈ કામમાં તે આવતી નથી. ધર્મ ઉપર અડગ શ્રદ્ધાથી અને તેમાં કહેલી ક્રિયાઓના યથાર્થ પાલનથી જ તેની મુકિત થાય છે. મૃત્યુ પરત્વે જે ધાસ્તીઓ કલ્પનાને લીધે ઉભી થઈ હતી તેમને દૂર કરી માણસને સ્વતંત્ર કરવાને ઉદેશ વિધમી તત્વચિંતકને હતો. કે. લિક ધર્મગુરૂઓ તે વિષે બને તેટલી ધાસ્તીઓ બતાવી પિતાની સત્તા સર્વોપરિ સ્થાપવાના હેતુ તરીકે મૃત્યુને ઉપયોગ કરતા હતા. આ ઉશે તેઓ બાળવાને બદલે શબને દાટવાનું કહેતા, અને ભૂત પિશાચ અને ચમત્કારની વાત કરતા. ઘણું ખર વેહેમે બે બાબતે વિષે જ હોય છે. મૃત્યુની ધાસ્તી અને જીંદગીને દરેક બનાવ ઈશ્વરીક ચમત્કારનું પરિણામ છે એવી માન્યતા. મધ્ય કાળમાં પ્રથમ જાતના વેહેમે ઘણું પ્રબળ હતા. પ્રાચીન કાળમાં બીજી જાતના વહેમે પ્રચલિત હતા. અંધારામાં હાઉ ઉભો છે એમ કહી માતા જેમ બાળકને આજ્ઞાંકિત રાખે છે તેમ મધ્ય કાળના ધર્મગુરુઓ પણ મૃત્યુની ધાસ્તી બતાવી માણસેને વશ રાખતા; અને કેળવણી, સાહિત્ય અને કળા લાંબા વખત સુધી તેમના હાથમાં રહેલાં હોવાથી સૈકાઓ પર્યત તેમણે ઉપજાવેલી મૃત્યુની ધાસ્તીઓને બે લેકેની કલ્પના ઉપર રહ્યો હતો. આમ મૃત્યુ પરત્વે તત્વચિંતકે અને ખ્રિસ્તિ ગુરૂઓના મત જુદા જુદા હતા. મનુષ્ય અપૂર્ણ પ્રાણી છે એટલું જ નહિ પણ ભ્રષ્ટ છે, અને તેના પાપના પરિણામે મૃત્યુની શિક્ષા તેને માથે ચડી છે એ સિદ્ધાંત આદમ જાતને કેવળ ન જ હતો અને દુનિયાને નૈતિક ઈતિહાસ ઉપર એ સિદ્ધાંતની અસર. ઘણી ગંભીર થઈ છે. તેમનું આ મત-ભિન્નત્વ આત્મ-હત્યાની વિચારણાથી વળી વધારે સ્પષ્ટ થાય છે. કેટલાક પ્રાચીન તત્વચિંતકે આત્મહત્યાની વિરૂદ્ધ હતા એ
Page #186
--------------------------------------------------------------------------
________________ વિધમાં મહારા. 128 વાત ખરી, તથાપિ એકંદરે તે કાળે આત્મહત્યામાં પાપ ગણાતું નહોતું. કર્તવ્ય કરતાં માણસે ડરવાનું નથી; છતાં પિતાની જીદગીને ચાહે તેવા ઉપયોગ કરવાને દરેક માણસને હક છે એમ સ્ટઈક લેકે માનતા. પ્રાચીનકાળના લેકે મૃત્યુ તરફ જે દૃષ્ટિથી જોતા હતા તેનું આ પરિણામ છે. અને વળી જ્યાં લેકે આત્મહત્યા પ્રત્યે નાખુશીની નજરથી જોતા નથી ત્યાં તે કાર્યની શરમ જતાં તેને ઘણે ખરે ગુને જતો રહે છે, કારણ કે આત્મ-હત્યામાં જે ગુને જ થતું હોય તે તે ગુનો બધે મરનારનાં કુટું અને ઉપજતા કલંક અને દુઃખને લીધે થઈ જતો નથી એમ જે દૃઢ રીતે માનતા હોય છે તેઓ તુરત કબુલ કરશે કે તે દુ:ખ અને કલંકને લીધે તે ગુને વધારે મે ગુનો બને છે. પરંતુ પ્રાચીનકાળમાં તે ગુનો જ ગણતો ન હોવાથી તેને વધારે મોટા થવાપણું રહેતું નહોતું. એપિક્યુરસ પૂછતા કે તમારી પાસે મોત આવે તેના કરતાં તમે મોત પાસે જાઓ તે સારું કે નહિ? અને તેના કેટલાક અનુયાયીઓએ આત્મહત્યા કરેલી છે. લિની ક હેતે કે માણસ પિતાની મેળે મરી શકે છે એટલી ઈશ્વર કરતાં એનામાં વિશેષતા છે. ઈશ્વરને ઉપકાર માનવો જોઈએ કે દુનિયામાં ઝેરી વનસ્પતિ એણે બનાવી છે. સીરેનેક મતવાળા મોજવાદી હતા, પણ તેને એક મોટો અનુયાયી કહેતે કે અંદગી ચિંતાથી એટલી બધી ભરપૂર છે કે મૃત્યુમાં જ માણસોએ મોટામાં મોટું ભાગ્ય માનવું જોઈએ; અને આ ઉપદેશથી અનેક માણસો આત્મ-હત્યા કરવા લાગ્યાં હતાં. પરંતુ રોમન રાજ્યમાં અને રોમન સ્ટઈકમાં આપઘાત કરવાનું ઘેલું લેકેને ઘણું લાગ્યું હતું. મૂળથીજ અમુક પ્રસંગે થતે આત્મઘાત નરમેઘ જેવી ધાર્મિક ક્રિયાને એક પ્રકાર ગણાતો હતો. અને પાછળથી તેમાં બીન ઘણું કારણ ભળતાં ગયાં. તરવારના પ્રાણઘાતક બેલેને લીધે મૃત્યુથી ઉપજતી કમકમાટી ઓછી થઈ ગઈ. લડાઈમાં પકડાએલા કેદીઓ ગુલામગીરીના દુ:ખમાંથી મુક્ત થવા આત્મહત્યા કરતા. રાજકીય કેદીઓને પિતાને હાથે મરવાની ફરજ પાડવામાં આવતી. અને સીઝર વંશના રાજએના તુંગી અને ઘાતકી જુલમથી આત્મઘાતના અનેક દાખલા બનવા
Page #187
--------------------------------------------------------------------------
________________ 140 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ લાગ્યા હતા. અને તેથી લેક-વિચારને અમુક પ્રવાહ વહેવા લાગે. શારીરિક જુલમ ગુજારવાનાં સાહિત્ય ગમે તેવાં ક્રૂર હૈય, પણ તે બધાં મૃત્યુ આગળ નકામાં છે. મૃત્યુથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. તેય મરવું અને કમોતે મરવું. ત્યારે આપણે હાથે જ આપણે અંત આણ શું ખોટ ? ઝેર ખાઓ, ફાંસો ખાઓ, તલવારથી મરે, પણ મર; અને ગુલામગીરીના બંધનમાંથી છૂટે. જન્મવાને રસ્તો એક જ છે, પણ મરવાના અનેક છે. તેમાંથી ફાવે તે પસંદ કરી લો. કેવી કુદરતની કૃપા ! માણસે કહે છે કે જંદગી દુઃખની ભરેલી છે, પણ તેમને મરવાને હક ક્યાં જતો રહ્યો છે ? અને તેથી દુઃખ પણ ક્યાં રહ્યું? જીદગીમાં આનંદ હોય તો જીવજે. નહિ તો જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાની તમારી સ્વતંત્રતા કેઈ છીનવી લે એમ નથી જ. જીવવાનું કેઈને બંધન નથી. રોમના ટોઈક ઉપદેશક આ બોધ કરતા. કાયદામાં પણ એ હકને સ્વીકાર હતો. પણ સમય જતાં બે અંકુશ તેના ઉપર મૂકાયા હતા. રાજકીય ગુનેગારોના મૃત દેહને અપમાન આપવામાં આવતું અને તેમની મીકત જપ્ત થતી. એમાંથી બચી જેવા તેઓ આપઘાત કરતા. તેથી એ કાયદો થયો કે એ ગુનેગાર આપઘાત કરે તો પણ તેને કાયદા પ્રમાણે ઘળી શિક્ષા કરવી. વળી હેડિયનના સમયમાં રોમન સીપાઈને આપઘાત વગર રજાએ કરીને ત્યાગની બરાબર ગણાત. આ બે અપવાદ સિવાય આત્મહત્યાની છૂટ હતી. તેથી ભિન્ન ભિન્ન બહાને અનેક માણસે આત્મહત્યા કરતા. પિતાના શેડ કે સ્વામીના મડદાની સાથે લેકે સમક્ષ તેઓ બળી મરત. રોગને છેવટનો વૈદ્ય મૃત્યુ ગણાતું અને આત્મઘાત કરતાં ડરે તે બાયો લેબ. ઈદગી છોકરાંની રમત જેવી છે; ને ગમે ત્યારે ચાલ્યા જવું. મૃત્યુનું દ્વાર હમેશાં ઉઘાડું જ છે. રોગ મટે તેમ હોય અથવા વૃદ્ધાવસ્થા માં હાથ પગ અને દિ સાન તો જ હોય તે જીવવામાં અડચણનથી: નહિ તે જીવીને શામાટે દુઃખી થવું? આવા વિચાર લેના તે સમયે હતા; અને તે પ્રમાણે આચરણ પણ તેઓ કરતા. અસાધ્ય રોગની પીડામાંથી મુક્ત થવા સ્ત્રીઓ પોતાના સ્વામીને પણ આપઘાત કરવા વખતે
Page #188
--------------------------------------------------------------------------
________________ 141 વિધર્મ મહારાજ્ય. સમજાવતી અને સાથે પોતે પણ મરતી. રેમના સ્ટઈક મતનું શિરોબિંદુ આપઘાતને સિદ્ધાંત છે. તે લેકેના મગરૂર, સ્વાશ્રયી, અને કડક સ્વભાવને અત્યંત દુઃખ અને નિરાશાના વખતે તેમને અંત આણવા આવી. ચોક્કસ બારીની જરૂર હતી. સ્ટઈક મત આશાનું કોઈ દ્વાર ખુલ્લું કરી આપતો નથી, પણ કશાથી નહિ ડરવાને ઉપદેશ એ બેશક આપે છે. મૃત્યુથી સઘળાં દુઃખનો અંત આવે છે એવા વિચારથી છદગીની ઘણી કડવાશ ઓછી થઈ જાય છે. ઈક મતમાં સદ્ગુણ અને મગરૂરી સાથે રહેલાં છે અને ઉચ્ચ ઉદેશે તેમના સંમેલનથી નીતિની કેવી સંસ્થા ઉપજી આવે તેનું દષ્ટાંત એ મત છે. “મેં તુમારી ગૌ હું” એવી સ્વભાવની કંગાળીઅત કે સ્વમાનભંગની તે મતમાં વાત જ નથી. જીવતાં કે મરતાં સદાચારી સ્ટઇક સીધે અને અક્કડ જ રહેતો હતો. પરંતુ અહીં જરીક પાછળ દષ્ટિ કરી સિંહાવલેકને આપણે કરી લઈએ કે જેથી આગળ ચાલવું વધારે સુગમ થાય. વ્યવહારમાં આચરણને નમુને ઉપસ્થિત થયા પછી જ નીતિમાં તેને અનુરૂપ સિદ્ધાંતનું બુદ્ધિપૂવિક સ્થાપન થાય છે એ નિયમ રેમને પણ લાગુ પડે છે. રેમનું પ્રજાસત્તાક રાજ્ય સૈનિક વિજયના ઉદેશે જ યોજિત થયું હતું; તેથી સૈનિક સમાજના સદાચાર અને દુરાચાર તેનામાં આવ્યા હતા. સૈનિક જીવન કમળ સદાચારને પ્રતિકૂળ અને આત્મભોગને અનુકૂળ હોય છે. જેમના કે બળની કિંમત બહુ ગણતા. લડાઈને લીધે નિરંતર કૂરતાના પરિચિત થવાથી સ્વાભાવિક દયાને એશ તેમનામાં બહુ ડે હતો. તેમની નૈતિક ભાવનાઓ લગભગ રાજકીય હતી, અને અડગ મગરૂરી તેમના સ્વભાવનું મુખ્ય તરવ હતું. તેથી તેમનામાં ખરી કમળતા કે દીનતા નહોતી, અને સૈનિક જીવનમાં એ હોવી સંભવિત પણ નથી. સાદી, ઉગ્ર, ભારેખમ, પરંતુ અશિષ્ટ નૈતિક સર્વોત્તમતા તેમનામાં પંકાતી. ઉદ્દેશની સૂક્ષ્મતા, વૃત્તિઓની રસિકતા, અને લાગણીઓની સુઘડતાની કિસ્મત તેઓ ભાગ્યે જ સમજી શકતા. પરંતુ તેઓ નિઃસ્વાર્થી અને આત્મ-ભોગ આપનારા હતા. પૈર્યથી મૃત્યુની સામે થવાને ગુણ તેમનામાં હતા. તેમની રહેણી સાદી, કરકસરવાળા,
Page #189
--------------------------------------------------------------------------
________________ 142 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આબરૂદાર અને મહેનતુ હતી. ઉપરાંત તેઓ જીતેદ્રિય, રાગદ્વેષને મારી શકે એવા, કપ્રિયતાના ભોગે પણ પિતાને ઉદ્દેશ જાળવવામાં દઢ અને કર્તવ્યપરાયણ હતા. સ્વદેશાભિમાનને લીધે તેમનામાં ઘણુ સદાચાર આવ્યા હતા. આવા સંજોગોમાં તેમને ગ્રીક તત્ત્વવેત્તાઓને સંસર્ગ થયે; આઇક અને એપિક્યુરિયન મતની તેમનામાં ચર્ચા થવા લાગી; અને જે કે એપિક્યુરસના મતને પ્રસાર તેમનામાં ઘણો થયો હતો, પરંતુ એંઈક મત તેમના ખમીરને અનુકુળ હોવાથી સુધરેલા વર્ગને તે મત ધર્મરૂપ થઈ પડે. - આઈક મત પ્રમાણે આપણી વિવેક બુદ્ધિ જીવનને એક અમુક કાયદે આપણને પ્રત્યક્ષ બતાવે છે અને સુખ દુઃખ કે સ્વાર્થની કઈ પણ ગણત્રી રાખ્યા વિના તે કાયદાને અનુસરી આપણે ચાલવાનું છે. આપણી ઈચ્છા શક્તિનું નિયમન વિવેક બુદ્ધિથી જ થવું જોઈએ. કામક્રોધાદિ વિકારે એક જાતને રોગ જ છે. આપણી ઈચ્છાશક્તિને ઉન્નત કરી દઢ કરવી, અને વિકારને મોળા પાડી છેક હેઠે બેસારી દેવા એ વાત સ્ટઈક મતમાં મુખ્ય છે, અને માણસથી એ વાત બની શકે એવી છે. વર્તમાન જીંદગી સિવાય બીજા કશાની દરકાર રાખવાની એને જરૂર નથી; તેથી મૃત્યુ જોઈ દિલગીર થવાની કે ગભરાવાની તેને કોઈ જરૂર નથી; અને તેની મરજી હોય તે આપઘાત કરવાને તેને હક છે. આ એ મતને ઉપદે હતે. રોમન લેકેને આ બધી વાતો બહુ ભાવતી આવી, અને તેથી ઐક મત તેમનામાં પ્રબળ થયો; અને તે એટલે સુધી કે સંજોગ બદલાતાં લોકેના આચરણમાં ફેર પડવા લાગે ત્યારે પણ તે મત દઢતાથી તેની સામે થયો. લેક-વિચારને માન આપી પિતાના સિદ્ધાંતમાં કાંઈપણ ફેરફાર કરી લેકેને રાજી રાખવાની ઈક મતે સાફ ન કહી છે. સુધારા તે દુનિયામાં ઘણા થયા છે અને થશે, પણ આ વાતને લીધે બીજા બધા સુધારકેથી સ્ટઈક મતવાળા જૂદા તરી આવે છે. પિતાના સિદ્ધાંતની વિશુદ્ધિ એંઈક મતે કદિ છેડી દીધી હતી. અત્યંત અંધાધુની અને ભ્રષ્ટતાના સમયમાં પણ સારાનરસાનો ભેદ રોમન લોકોના વિચામાંથી ભૂંસાઈ
Page #190
--------------------------------------------------------------------------
________________ વિધમ મહારાજ્ય. 143 -~-1 - ગયો નહોતે. પિતાની આસપાસ ભ્રષ્ટતા પ્રસરેલી જેઈને પણ ઈક લેકેએ પિતાનું ધોરણ કદિ નીચું કર્યું નહોતું. આમ એક તરફથી ઈક મતની સખ્તાઈ અને બીજી તરફથી લેકની વિલાસ-વૃત્તિ એવાં બે તરવ રોમના સામ્રાજ્ય સમયમાં સામસામાં ઉભાં થયાં. સુધારા વધતાં માણસોના નૈતિક અને માનસિક વિચારની દૃષ્ટિ મર્યાદા વિસ્તૃત થાય છે એ સત્યને સ્વીકાર સ્ટઈક મતે કર્યો નહિ. રોમમાં એંઈક મતને પ્રવેશ થયા પછી અને ખ્રિસ્તિ ધર્મનું સ્થાપન થયા પૂર્વે, રાજકીય પરિવર્તનના અંગે લેકેના નીતિના વિચાર પણ બદલાઈ ગયા હતા. આ ફેરફાર બે પ્રકારના હતાઃ એક તો, આત્મ-ભોગના ઉગ્ર સદાચારની જગા શુભેચ્છાના કોમળ સદાચારે લેવા માંડી; અને બીજે, નૈતિક સહૃદયતા ધીમે ધીમે વધીને સઘળા વર્ગ અને સઘળી પ્રજાઓમાં ફેલાઈ ગઈ. આ બદલાએલા સમયને સ્ટઈક મત અનુકૂળ આવ્યો નહિ, પણું ખ્રિસ્તિ ધર્મને તે બહુ અનુકૂળ થઈ પડે; અને તેથી જ એ ધર્મની ફતેહ થઈ. આ વાત કેમ બની તે હવે આપણે જોઈએ. ગ્રીસ છતાયાથી રેમ ગ્રીસના સંસર્ગમાં આવ્યું. ગ્રીસમાં કળા અને સાહિત્યને વિકાસ થયો હતે. ગ્રીક લેકે તરવારના પ્રાણઘાતક બેલેથી અજાણ્યા હતા; અને દિવિજય કરી દેશે છતવાને તેમને શેખ નહોતે. તેથી તેમના જીવનમાં એક જાતની કોમળતા અને નરમાશ રહી હતી. વેરના હવસને જેમ બને તેમ દાબી દેવાનું પિતાનું કર્તવ્ય તેઓ સમજતા, અને દયા તેમનામાં પવિત્ર દેવી તરીકે પૂજાતી. રેમના શૂરવીર નરેમાં આ કમળતા અને નરમાશ નહતાં. પરંતુ ગ્રીક લેકમાં જ કે દયાને ગુણ ઘણે હતા, પણ સર્વને સરખા ગણવાન સદાચાર તેમનામાં પ્રથમ નહે. અન્ય પ્રજાને ગ્રીક લેકે જંગલી કહેતા એ વાત પ્રસિદ્ધ છે. પરંતુ આ બાબતમાં તેમના વિચાર ધીમે ધીમે વિસ્તૃત થવા લાગ્યા. સોક્રેટિસના મરણ પછી દરેક બાબતમાં સ્વતંત્ર ટીકા થવા લાગી. સન્યાસવાદ (cynicism) અને એપિકયુરતના મતને પ્રસાર થતાં લેકે રાજકીય જીવનમાં નિસ્પૃહ થવા લાગ્યા. લેક
Page #191
--------------------------------------------------------------------------
________________ 144 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ >> જીત માન્ય ધર્મોને નાશ થયો અને પરિપકવ સુધારા અને વિશાળ જ્ઞાનની સામે એકદેશી સાંકડા વિચાર ટકી શક્યા નહિ. આ બુદ્ધિવિષયક કારણની સાથે રાજકીય કારણે પણ ભળ્યાં. સાર્વભૌમ રાજ્ય સ્થાપવાની અલેકઝાંડરની આકાંક્ષાએ સ્પાર્ટી અને એથેન્સની કીર્તિને ઝાંખી કરી નાખી; ભેદ-દષ્ટિને દૂર રાખી છતાએલી પ્રજાને મોટા મોટા હક એણે આપ્યા; અને અલેક્ઝાંડિયા શહેરને વેપાર અને મિત્રતત્ત્વજ્ઞાનનું કેદ્ર સ્થાપ્યું. આ બને જાતનાં કારણોથી ગ્રીક પ્રજા સર્વ પ્રત્યે સમાનદષ્ટિથી જોતાં શીખી. - આવા ગ્રીક લેકે ઉપર રેમન લેકેએ વિજય તે મેળવ્યો, પણ ભાષા, વિચાર અને તત્વજ્ઞાનમાં ગ્રીક લોકે તેમનાથી ચઢીઆતા હતા; તેથી રમના લેકે ઉપર તેમની જબરી છાપ પડવા લાગી. રેમને સર્વેતમ સદાચાર એંઈક મતદ્વારા પ્રતીત થવા લાગ્યો, અને દુરાચાર એપિ. કયુરેસને મતથી આચ્છાદિત થવા લાગ્યો. સારાં પુસ્તકે ગ્રીક ભાષામાં લખાવા લાગ્યાં; અને ગ્રીક કારીગરે રેમમાં ઉભરાવા લાગ્યા. નાટકશાળાઓ શરૂ થઈ અને ગ્રીક ગુલામો મટી મેરી કિંમતે ખરીદવા લાગ્યા. એથેન્સની હરકોઈ સુંદર વસ્તુ રેમમાં આવવા લાગી. રેમની મૂળ સાદાઈ આમ નષ્ટ થવા લાગી, પણ સહૃદયતા વધવા લાગી. એ જ સમયે એક બીજો મોટો ફેરફાર પણ રેમમાં થતો હતો. અમીર વર્ગ અને સામાન્ય લેકે વચ્ચે કુસંપ વધતાં માંહોમાંહે લડાઈઓ થવા લાગી અને પરિણામે સીઝરનું જોર વધતાં રમમાં શહેનશાહતની સ્થાપના થઈ. વર્ગ-ભેદ શહેનશાહતને પ્રતિકૂળ જણાયે અને તેથી શહેનશાહ અમીરવર્ગને કચરવા લાગ્યા અને લોકોને ખુશી કરી તેમને પ્રિય થવાનો પ્રયાસ કરવા લાગ્યા. આથી ઘણું અમીરોને ઘાણ વળી ગયો અને બાકીના સાર્વજનિક રમતગમત અને મેજવિલાસના ખરચમાં ડૂબી ગયા. બીજી તરફથી નવીન વર્ગમાં પૈસે વધવા લાગે અને સામાન્ય વર્ગના લોકો શહેનશાહના માનીતા થઈ રાજ્યમાં મોટા મોટા અધિકાર ભોગવવા લાગ્યા અને કંઈ કંઈ ઉથલપાથલ કરવા લાગ્યા. - આમ વર્ગભેદ ભૂંસાવા લાગે અને રેમની રાજસભામાં પ્રથમ રોમ
Page #192
--------------------------------------------------------------------------
________________ વિધમ મહારાજ્ય. 145 ને જ બેસતા ત્યાં હવે વિદેશીઓ પણ બેસવા લાગ્યા. વળી રાજ્યના વિસ્તારને લીધે ઘણા સિપાઈઓને લાંબા વખત સુધી પ્રતિમાં દૂર રહેવું પડતું અને તેથી વિદેશીય રીતરિવાજે રેમમાં દાખલ થવા લાગ્યા. વિશાળ રાજ્યની રાજધાની હેવાથી, અનેક પ્રસંગોને લઈને રેમમાં અનેક જાતનાં માણસોને મેળે થવા લાગ્યો. અને અનેક જાતની ભાષા અને વિચાર, અનેક જાતના ધર્મ-પો અને મત મતાંતર, તરેહવાર સદાચાર અને દુરાચાર, રોમમાં પ્રચાર પામવા લાગ્યાં. મુસાફરીની સગવડ વધી હતી અને અનેક મીષે રોમના લેકે મુસાફરી કરતા, અને તેમની વિલાસ-વૃત્તિને સંતોષવા અનેક માણસો વસ્તુઓ લઈ રેમમાં આવતા, કેઇના ધર્મમાં રાજ્ય વચ્ચે પડતું નહિ; તેથી દરેક ધર્મ પિતાને મત ફેલાવવાનો આગ્રહ રાખતો. મીસરના ધર્મ અને તત્ત્વદર્શનથી લેકે ઘેલા ઘેલા થઈ જવા લાગ્યા, અને ઓગસ્ટસના સમચમાં પણ હજારે યહુદીઓ રેમમાં રહેતા હતા, અને તેમની રીતભાત અને ધર્મ લેકામાં બહુ પ્રસરવા લાગ્યાં હતાં. ગુલામોના સંબંધમાં પણ મોટો ફેરફાર થતો હતો. ઘણું ગુલામ જાતે વૈદ્ય અને કારીગર હતા. કેટલાક ઉત્તમ ગ્રંથકાર પણ હતા. અણીને સમયે આ ગુલામે વૈર્ય અને નિમકહલાલી બતાવતા. આવાં કારણોને લીધે ગુલામ અને શેઠ વચ્ચે ભેદ પણ ત્વરાથી ભૂસાવા લાગ્યો. વળી વારંવાર થતી લડાઈને લીધે જોઈએ તેટલા ગુલામ મેળવવાની અડચણ આવતી નહિ, તેથી નિમકહલાલ નેકરીના બદલામાં ગુલામે ઝટ સ્વતંત્ર થઈ જતા. અનેક કારણોને લીધે શેઠ પણ પિતાના ગુલામને સ્વતંત્ર કરતા; અને છૂટા થએલા ગુલામે ઉપર અને તેમનાં છોકરાંઓ ઉપર પણ શેડને મુરબ્બીવટને હક રહેત; તેથી એકંદરે ગુલામને છૂટા કરવામાં શેઠને સ્વાર્થ પણ રહે. આવા સ્વતંત્ર થએલા ગુલામેની સંખ્યા રોમમાં ઘણી જ વધી પડી હતી. - આમ સંજોગના બળે રેમને સમય છેક બદલાઈ ગયું અને ચારેપાસ નાના મોટાને અને ઉંચ નીચનો ભેદ ભુંસાઈ જતું હતું અને સૌ સરખા છે એવી લાગણી લોકમાં ઉભી થવા લાગી હતી. પરંતુ રેમની
Page #193
--------------------------------------------------------------------------
________________ 146 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. રાજ્ય પદ્ધતિથી ફેરફારના આ ચક્રમાં ત્વરિત ગતિ આવી એ વાત પણ નિઃસંશય છે. રેમના પ્રજાસત્તાક સમયમાં જીતાએલા અનેક દેશને કેમ સાચવી રાખવા એ પ્રશ્નને નિર્ણય સાર્વભૌમ રાજ્યના સમયમાં રમવાસીએને કરવાને હતે. જુદા જુદા સ્વભાવ, ધર્મ, ભાષા, રીતરિવાજ અને રસમવાળી ભિન્ન ભિન્ન જાતેને એક રાજસત્તા નીચે સલાહ સંપથી કેમ રાખવી એ દુર્ધટ પ્રશ્નનું નિરાકરણ અર્વાચીન સમયે બ્રિટિશ સલ્તનતમાં સ્થાનિક કાયદાથી થાય છે, જે વાત હાલમાં “સ્વરાજ્યના નામથી પ્રસિદ્ધ છે. પરંતુ છતાએલા દેશનું સાંત્વન રેમન લોકે બીજી રીતે કરતા. પ્રથમ તે તેમના રીતરિવાજ અને ધર્મમાં તેઓ બિલકુલ વચ્ચે પડતા નહિ. અને ધીમે ધીમે તેમને પિતાને જેવા જ હકે તેઓ આપતા. તેમના ઉપર વિશ્વાસ રાખી દેશના સંરક્ષણનું કામ પણ તેઓ તેમને સેપતા. રાજ્યની મોટી મોટી નોકરીઓમાં તેમને દાખલ કરતા અને રમવાસીને હક પણ તેમને આપતા. આથી કરીને લેકે શહેનશાહને વફાદાર રહેતા. આ પ્રમાણે સર્વત્ર સેળભેળને પ્રકાર ચાલુ રહેતાં રેમન લેકેનું આખું જીવન ફરી ગયું; અને તેથી તેમના નૈતિક વિચારમાં પણ મોટે ફેરફાર થઈ ગયો. પ્રાચીન સમયમાં જે રોમ સાંકડા, સૈનિક અને સ્વદેશાભિમાની સગુણોનું સ્થળ હતું, તે જ રોમ હવે વિસ્તૃત માનુષી પ્રેમ અને સહૃદયતાનું ધામ થઈ પડયું. આ સ્થિતિ એંઈકમતને અનુકૂળ હતી. પ્રથમથી જ તે મતમાં સાર્વત્રિક ભ્રાતૃભાવને સ્વીકાર હતા. એંઇકમતવાળાને શ્રેયની ચીજ માત્ર સકાચાર જ હોવાથી અન્ય કશાની અપેક્ષા તેને નહોતી. તેથી ઉંચા કુળમાં જન્મ, પદવી, દેશ કે દ્રવ્ય એ બધાં જીદગીમાં અકસ્માતરૂપે તેને લાગતી; માટે તેમને લીધે માણસ માણસમાં ભેદ પડે નહિ. માત્ર સદાચારમાં જ એક માણસ બીજાથી ચઢીઆતે હોઈ શકે છે. બધાં માણસો એક જ ઈશ્વરના અંશ છે; તેથી એક કુટુંબી આપણે, એક પિતા પરિવાર–એ સૂત્ર એ મતનું મુખ્ય હતું; અને જેમના લેકને સંજોગેના બળે એ વાત પ્રાપ્ત જ હતી. સિસે કહે કે માણસને જન્મ બીજાં મનુષ્યોને સહાય કરવા માટે છે. માણસે માણસનું ભલું ચાહવું જ
Page #194
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. 147 જોઈએ. મોટે કણ અને નાને કોણ? અમીર, ગુલામ અને સ્વતંત્ર થએલે પરિજન-એ સૈ સરખા જ છે. “દુનિયા અમારે દેશ છે અને દેવે અમારા રક્ષક છે.' ડાહ્યા માણસ તે સમજે જ કે બીજાના ભલામાં જ પિતાનું ભલું છે, કારણ કે કુદરતને કાયદો જ એવો છે. માણસને જન્મ તેને પિતાને માટે નથી, પણ આખી દુનિયાને માટે છે. સ્ટઈક મતને આ બધા વિચાર અનુકૂળ હતા. ' પરંતુ સુધારે વધતાં કમળ લાગણીઓને જે વિકાસ થવા માંડે છે તે વિકાસને અનુકૂળ સ્ટઈક મત નહોતો. સમાજના સંજોગ બદલાતાં રામન કેમાં નરમાશ અને વિલાસની જે વૃત્તિઓ ઉપજતી હતી તેમને અનુમોદન આપે એવા તત્ત્વની કમતમાં ગેરહાજરી હતી. એંઈકમત નીતિમાં ભવ્ય પણ સખ્ત હતા અને રહ્યા. તેથી કરીને મિશ્ર-મતવાદી ને વર્ગ ઉભો થયો, અને કમળ સદાચાર આગળ આવવા લાગ્યા. સગા સ્નેહીઓના મૃત્યુથી સ્ટીઈક તત્ત્વજ્ઞનું હૃદય અસ્પૃશ્ય રહેતું તે વાત વડાવા લાગી અને નિર્બળતા અને શોકના પ્રસંગોમાંથી પણ કેટલાંક સફવર્તન પ્રાપ્ત થાય છે એ વાતને આદર થવા લાગ્યો. આ ભેદ સૈનિકા અને પ્લટાર્કની સરખામણી કરતાં સ્પષ્ટ થશે. સેનિક સશે પુરૂષ હતો, લુટાર્કમાં કાંઈક સ્ત્રીને અંશ હતા. પ્રારબ્ધવશાત જે બને છે તેને માટે શોકનું કાંઈ પણ ચિન્હ બતાવ્યા વિના તેને તાબે થવું એ ઉપદેશ સેનિક આપે છે; પિતાના મરી ગએલા બાળકને માટે વિલાપ કરતી માતાને આશ્વાસન આપવા લુટાર્ટ તૈયાર છે. સ્ત્રીને સદાચાર અને તેના પ્રેમની પવિત્રતા લુટાર્ક સમજતો હતો. જે જે વાતથી દિલાસે મળે તેને સંગ્રહ કરવામાં લુટાર્ક ચતુર હતો. સેનિકાને એવાં ચારિત્રય જોઈતાં હતાં કે જેને દિલાસાની જરૂર જ ન પડે. પ્રવૃત્તિશીલ અને વ્યવહારપ્રિય રેમન પ્રજાને કેવળ વિચારની વાત મોહક લાગે એમ નહોતું. તેથી સ્ટઈક મતમાં પિતાને અનુકૂળ હતું તેટલું મન લેકે સ્વીકારી લીધું. બાકીની બાબતમાં સ્ટેઇક મત પણ તેમનામાં રૂપાંતર પામતો ગયો. સ્ટઈક મતમાં ખ્રિસ્તિ ધર્મના જેવી ધર્મ
Page #195
--------------------------------------------------------------------------
________________ 148 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ભાવના નહોતી. પરંતુ સદાચાર ઈશ્વરને અંશ લેખાતે, અને તેથી સદાચારી માણસ ઈશ્વર તુલ્ય પૂજાત. રૂપાંતર પામેલા સ્ટઈક મતમાં આ વાત ધીમે ધીમે બદલાઈ ગઈ; અને મનુષ્યથી સ્વતંત્ર સગુણ ઈશ્વરની ઉપાસના થવા લાગી. એપિકટેટસ કહેત કે ઈશ્વર છે અને તે સર્વજ્ઞ છે એ વાત પ્રથમ શીખવાની છે. ઓરડાનાં બારણાં બંધ કરી અંધારામાં તમે ગુપચુપ બેઠા તે ઉપરથી એમ ન સમજશે કે ત્યાં તમે એકલા જ છે; કારણ કે ઓરડામાં ઈશ્વર પણ છે. આવા પ્રભુનાં યશોગાન ગાઓ ! આવી ધર્મભાવના “માર્કસ ઓરેલિયસનાં મનન’ નામના પુસ્તકમાં પણ દેખાય છે. છતાં બન્નેના વિચારમાં એક ભેદ છે. એપિકટેટસના મત પ્રમાણે મનુષ્ય ઇશ્વરનું સંતાન હોવાથી ભવ્ય સદાચારના બળે ઈશ્વરની તુલ્ય થવાની તેનામાં શક્તિ છે. તેથી મનુષ્ય ગવિષ્ટ ન થવું, છતાં પિતાની આ શક્તિને શાંત અને ગંભીર વિશ્વાસ તે એને હવે જ જોઈએ. માર્કસ ઓરેલિયસ કહે કે મનુષ્ય સબળ નહિ, પણ બહુ નિબળ પ્રાણું છે. ગમે તેવો સદાચારી માણસ પણ અંતે નિર્બળ છે. માણસ તે માણસ અને પ્રભુ તે પ્રભુ, ખ્રિસ્તિ ધર્મ “દીનતા” ને જે પાઠ શીખવે છે તેને આ વાત સાનુકૂળ છે. બીજું રૂપાંતર એ થયું કે સ્ટઈક મત પાછળથી વધારે વધારે અંતરાભિમુખ થતું ગયો. અને તેથી આત્મ-નિરીક્ષણ અને વિચારની વિશુદ્ધિ અગ્રસ્થાને આવ્યાં. તેથી રાત્રીએ સૂતી વખતે પિતાનાં કાર્યો અને વિચા. રોને તપાસી જેવાને પ્રચાર વધતો ગયો. કાર્યો ઉપર જ માણસના વિચારે પ્રથમ સ્થિત થતા તે હવે ભાવનાઓ અને અંતરના વિચાર ઉપર સ્થિત થવા લાગ્યા; અને ભાવનાઓને કેળપવાનું કર્તવ્ય સમજાવા લાગ્યું. દેવની આરાધના ધર્મ ક્રિયાથી નહિ, પણ શુદ્ધ ભાવનાથી થવી જોઈએ એ વિચાર પ્રબળ થે. હૃદયની ભાવનાઓ એવી રીતે કેળવાવી જોઈએ કે કોઈ સુંદર સ્ત્રીને જોઈ “તેના સ્વામીના અહો ભાગ્ય!” એટલે પણ ઉદ્દગાર અંતરમાં ન ઉઠે. અત્યંત જાગ્રતિથી માણસે પિતાના અંતરના વિચારોનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. : આવા સિદ્ધાંતનું સર્વોતમ દષ્ટાંત માર્કસ ઓરેલિયસ પતે જ હો.
Page #196
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય 149 તે સ્વભાવે સરલ, બાળકવત્ નિર્દોષ. અને અત્યંત સ્નેહાળ હતો. બુદ્ધિની પ્રબળતા રહિત, ચંચળ અને સાર્વજનિક પ્રવૃત્તિ કરતાં મનન, વિચાર, એકાંત અને મૈત્રીની વધારે ઈચ્છાવાળે, રાજાની જાહોજલાલી અને વૈભવનો તદન નિસ્પૃહી, વિદ્વત્તાના ડોળને કાંઈક શોખીન એ આ રેમને શેહેનશાહ મનને મજબુત કરે એવા ઝીનના તત્વજ્ઞાનને શિષ્ય થયો; અને એ તત્ત્વજ્ઞાને એને સંપૂર્ણ સદાચારી બનાવ્યું. તેના સમયમાં રેમને જનસમાજ તદન સડી ગયો હતો અને દુરાચારને માટે રોમ મશ હુર હતું. છતાં લેકે એને ઇશ્વરરૂપ માનતા. એના “મનન'માં એના આંત રિક વિચારો અને ભાવનાઓ સુસ્પષ્ટ રીતે આલેખાયાં છે. એના હૃદય ની વિશુદ્ધિ સ્થિર તારાના ચકચકિત પ્રકાશ જેવી હતી. વિશાળ રાજ્યને શહેનશાહ છતાં સઘળાં માણસોને સરખાં ગણવાને તેના હૃદયને ઉત્તમ લભ હતો અને પ્રજાગણની સ્વતંત્રતાને માન આપવાનું પિતાનું કર્તવ્ય એ ગણતો. રાજકીય કુશળતાની ખામી છતાં સતત ઉદ્યોગ અને ખંતથી પિતાને પ્રાપ્ત થએલ મહાન પદવીનાં કર્તવ્ય એ કરતો. છતાં નાની નાની બાબતમાં પણ સભ્યતા અને સદાચાર સાચવવાને તેને આગ્રહ હતો. કોઈ વિલાસ વૃત્તિને પિતાની કલ્પનામાં પણ એ પેસવા દે નહિ. સ્વભાવ કે વિચારમાં જરીક પણ ભૂલ થતી તે ખંતથી તેને એ સુધારી લેતો. અને આ બધું એક શહેનશાહ કરેતે ! પરંતુ તેની ખરી ખુબી તે એ છે કે લેક–પ્રેમથી દોરાઈ પિતાના ઉત્તમ વિચારેને અમલમાં મૂકવા કાંઈ પણ ધમાંધતા કે જુલમ એણે કયો નથી. સાધારણ માણસે પણ પિતાના વિચાર મનાવી સંસાર-સુધારો કરવાના ખતી હોય છે. અને આ કે માણસ જે રાજા હોય તે કાયદાથી લેકેને અંકુશમાં મેલી સુધારાને નામે જરૂર એ જુલમ કરશે. પણ માર્કસ ઓરેલિયસ આવી લાલચને વશ કદિ થયે નહે. તે કહેતો કે પ્લેટનું પ્રજાસત્તાક રાજ્ય આ દુનિયામાં અશકય છે. શયદાથી બળાત્કારે કરેલે સુધારે લોકોને કૃત્રિમ અને દાંભિક બનાવે છે. માણસોના વિચાર બદલાય, તે સુધારે એની મેળે થાય; અને માણસના વિચાર બદલાવવા કેણ સમર્થ છે ? તેથી કરીને બને
Page #197
--------------------------------------------------------------------------
________________ 150 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ, તેટલું કર્તવ્ય કરી પરમ સંતોષ માને એ જ ઉચિત છે. આ ઉદ્દેશ તરવારના પ્રાણઘાતક બેલે એણે ઓછા કર્યા; રેમની રાજસભાને તે માન આપતિ; અને જ્ઞાનને પ્રચાર કરવા અને નીતિને ઉપદેશ આપવા અધ્યાપકેની એણે વ્યવસ્થા કરી. પિતાના દરબારને તમામ વિલાસી ખર્ચ ઓછો કરી પિતે દષ્ટાંતરૂપ થયે; પરંતુ કાયદાના બંધનથી કૃત્રિમ સુધારે કરવાનો આગ્રહ એણે બિલકુલ રાખ્યો નહોતે. અજ્ઞાનતાને લીધે જ માણસે પાપમાં પ્રવૃત્ત થાય છે, તેથી તેમના ઉપર દયા રાખી બની શકે તે તેમને સુધારવાં. ઈશ્વર પણ એવાં માણસોને નીભાવી લે છે, તે તેમનાથી કંટાળી જનાર ટૂંકી જીંદગીવાળે અને પાપી તું તે કેણ માત્ર જાણી જોઈને પાપ કઈ કરતું જ નથી; તેથી પિતાના દુશ્મને ઉપર પણ પ્રેમ રાખતાં માણસે શીખવું જોઈએ. આ અ-ર તેના ઉપર ગ્રીક ઉપદેશ કેની થઈ હતી. છતાં માર્કસ ઓરેલિયસ સદાચાર સ્વરૂપે રેમન જ હતો. હિબ્રુ સદાચારની પાયાભૂત પ્રબળ દીનતા તથા ઉંડી અને ગહન ધર્મભાવના તેમાં નહોતી, તેમ સદાચારના સેંદર્યની ગ્રીક રસજ્ઞતાનું ભાન પણ તેમાં નહોતું. કુદરતના કાયદાને અનુરૂપ જીવન જીવવું એ માણસનું કર્તવ્ય છે એવું ભાન તેના સદાચારને સિદ્ધાંત હતે. ઈશ્વર સર્વની સંભાળ રાખે છે એટલી જ તેની ધર્મભાવના હતી. આત્માના અમરત્વ બાબત પણ તેને શંકા હતી. નિરૂત્સાહની સાથે તેનામાં સદાચાર સંપૂર્ણ હતો એ આશ્ચર્યજનક વાત તેના સંબંધમાં સાચી હતી. જૂઠા અને અન્યાયી માણસની વચમાં રહીને ગુસ્સે થયા વિના સત્યવાદી અને ન્યાયી રહેવાનું પરમ કર્તવ્ય એણે માન્યું હતું. પરંતુ એના અંત સમયે ઘણા કાર. ને લીધે મનમાં એને દુઃખ થયું હતું એ વાત ઈતિહાસથી જાણીતી છે. આમ જમાનાને આદર્શરૂપ ઓરેલિયસના જીવનમાં નીતિના બે પ્રવાહનું સમીલન આપણે જોઈએ છીએ. કેવળ વિચારશીલ અને સહદયકમળ સદાચારોને છુંદી નાખવા એ એંઇક મત હ; પણ જમાનાએ પિતાના જીવનમાં તેમને અવકાશ આપવા માંડે હ; છતાં સાર્વજનિક પ્રવૃત્તિ
Page #198
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. 151 શીલ સદાચારને અસ્ત હજી સુધી થયે નહોતે. ટૂંકામાં, આત્મ-ભાગ અને શૈર્યને હજી બહુ માન આપવામાં આવતું હતું, પરંતુ નરમાશ અને કમળતા હવે આગળ પડવાં લાગ્યાં હતાં. - આ સમયના સંજોગને લીધે આચરણને નવી દીશા પ્રાપ્ત થતી હતી એ વાત ખરી, પરંતુ મને જનસમહ એ વખતે એવો ભ્રષ્ટ થઈ ગયો હતું કે તેને કોઈ પણ જાતને ઉપદેશ સુધારી શકે એમ નહોતું. અને તેનાં કારણ શોધવા મુશ્કેલ નથી. વૃદ્ધિ પામતા સુધારાની સાથે મજશેખ અને વિલાસ પણ રેમન લેકેમાં આવવા લાગ્યા, અને તેથી કરીને રેમનું પ્રાથમિક સાદું જીવન અને તેના સદાચાર નાશ પામવા લાગ્યાં. પરંતુ વિલાસ-વૃત્તિની સાથે આવવા જોઈતા અન્ય સદાચાર તેમનામાં આવ્યા નહિ. સુધારે વધતાં રીતભાત વધારે સભ્ય થાય છે અને પરોપકાર બુદ્ધિ સતેજ થાય છે; બુદ્ધિની ચંચળતા અનઔદ્યોગિક સાહસ વધે છે; રાજકીય લાભનું ક્ષેત્ર વિસ્તાર પામે છે, અને “મોટાઈને ખાસ સદાચાર” ઓછા થઈ જાય છે. તે તેને બદલે “સમાનતા ના સદાચાર વૃદ્ધિ પામે છે. દરેક પરિવર્તનમાં લાભ અને હાનિ બને હોય છે; પણ રોમને આ સમયે લાભ વિના હાનિજ પ્રાપ્ત થઇ. આમ થવાનાં ત્રણ કારણે છેઃ સાર્વભોમ રાજ્ય પદ્ધતિ, ગુલામગીરીની સંસ્થા અન તવારના પ્રાણઘાતક બેલ-રેમન લેકેના આચરણ ઉપર આ ત્રણેની કેવી ગંભીર અસર થઈ છે તે હવે ટૂંકામાં આપણે જોઈએ. સિદ્ધાંતમાં રેમને શહેનશાહ પ્રજાને પ્રતિનિધિ હતાપરંતુ ધીમે ધીમેબધી સત્તા એણે પિતાના હાથમાં કરી લીધી તેથી રાજ-સભાના મંત્રીઓ રાજાનાં રમકડાં થઈ વર્તવા લાગ્યાં. ગુપ્ત ચરો અને ખાનગી જાસુસેની સંખ્યા વધી પડી અને સભાની વિરૂદ્ધ થતા કાઈ કાવત્રાની તેઓ ખબર રાખતા અને ચાડી ચુગલી કરતા. રાજદ્વારી પુરૂષોને અને તાલેવન ગૃહસ્થને આ વર્ગ પીડારૂપ થવા લાગ્યોઅમીર વર્ગની દુર્દશા થતાં તે ગરીબ થઈ ગયે અથવા મેજશખમાં જ તેમની પ્રભુની પ્રવૃતિ રહેવા લાગી. અનાજથી કે રમતગમતોથી ગરીબ લેકેનું સાંત્વન થવા લાગ્યું
Page #199
--------------------------------------------------------------------------
________________ ૧૫ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. અને લેકે પિતાને પવિત્ર ગણે એવા ઉદેશથી શહેનશાહે પિતાની ધાર્મિક પૂજા કરાવવા લાગ્યા આ વહેમ કે જેને અંશ હાલ પણ રાજાને અપાતા ઉપનામમાં જણાઈ આવે છે તે, કેવળ રાજકુશળ પુરૂષનું સૂચન મહેતું. દિવ્ય પુરૂષોને લાંબા કાળ સુધી પ્રાચીન લેકેએ શ્રદ્ધાપૂર્વક માન આપ્યું છે, અને ઘણીવાર શહેરના સ્થાપનારની પૂજા થએલી છે. રાજાને ઈશ્વર કહેવામાં. જો કે વધારે સંસ્કારી મનના માણસોને માત્ર અર્થ રહિત ખુશામત લાગતી, અને તેમ કહેવાથી જે કે તેની જીંદગી વિરૂદ્ધ અનેક કાવત્રા થતાં અટકતાં નહિ કે તેની પછવાડે સખત ટીકા થતાં અટકતી નહિ, તથાપિ કઈ ખાસ પ્રકારે શહેનશાહ ઈશ્વરના રક્ષણમાં હોય છે એવી સામાન્ય રીતે લેકેની માન્યતા હતી. ઑગસ્ટ માસના સંબંધમાં અનેક ચમત્કારિક વાત કહેવામાં આવતી. દેવવાણીએ કહ્યું હતું કે જે શહેરમાં એ જ હતો. તે શેહેર આખી દુનિયા ઉપર રાજ કરે એવા પુરૂષને જન્મ આપવાને નિર્મિત થયું હતું. એના પિતામહના ઘરની આસપાસ દેડકાં કરાંઉં ડરાંઉ. કરતાં હતાં તેમને એણે ઠપકે આપો એટલે તે ચૂપ થઈ ગયાં. એક ગરૂડ પક્ષી તેના હાથમાંથી રોટલીને કટકે ઝડપી આકાશમાં ઉડી ગયું, અને પાછું આવી તે કટકે એને પી ગયું, ઇત્યાદિ અનેક કથાઓ કહેવામાં આવતી. દરેક શહેનશાહની આવી વાતે ચાલતી અને શહેનશાહના મૃત્યુ સમયે પૃથ્વી ઉપર અને આકાશમાં ઉત્પાત થતા. ઘણા ખરા શહેનશાહો તે આ દેવતાઈ માન અકરામ માત્ર દેખાવની ખાતર જ કબુલ કરતા, અને એકાદ બે શહેનશાહે તે ચારિત્ર્ય અને રસતાની અત્યંત સાદાઈ પણ બતાવતા. એલેક્ઝાંડર સેરસ અને ન્યુલિયન આ સાધારણ ખુશામતની ભાષા સ્વીકારની ના પાડતા. નીરે પિતે પણ ગાયક અને નટ તરીકે વિજય મેળવવા પ્રયાસ કરો, અને તેની પુલની વૃત્તિ આવી ચતુરાઈથી જ સંતુષ્ટ થતી. પરંતુ કેલિગ્યુલા પિતાની દિવ્યતાને સાચી માન, અને ઘણું મૂર્તિઓ ઉપર જ્યુપિટરને બદલે પિતાના મસ્તકની પ્રતિકૃતિ મુકાવો. તરવારના પ્રાણઘાતક ખેલમાં એક વખત ગાજવીજનું તેફાન થતાં રમત અટકી પડી. ત્યારે આ શહેનશાહ ગુસ્સે થઈ પિતાની જગાએથી
Page #200
--------------------------------------------------------------------------
________________ વિધમાં મહારાજ્ય. 15 ઉડી કહેવા લાગ્યો કે એના સમયમાં બે રાજાઓનું રાજ્ય સહન થઈ શકશે. નહિ. તેથી કાં તે એ નહિ અને કાં તો જ્યુપિટર નહિ. પરિણામ એ આવ્યું કે દેવની મૂર્તિઓની માફક શહેનશાહની મૂર્તિઓ . પણ પવિત્ર ગણાવા લાગી અને તે મૂર્તિઓને જરી પણ અપમાન આપવું એ મોટો ગુને ગણુંવા લાગ્યો. તેથી ગુલામ અને ગુનેગારે હાથમાં શેહેનશાહની મૂર્તિ રાખી શેઠને કે ન્યાયાધીશને નિઃશંક બની ગાળ દેતા અને અનેક રીતે લેકેને મુસીબત પડવા લાગી. ગુપ્ત ચરે શહેનશાહની મૂર્તિને અપમાન થયાની ચાડી ચૂગલી કરતા અને લોકોને હેરાન કરતા. એવું કહેવાય છે કે શહેનશાહ ડેમિશિયનની મૂર્તિ આગળ એક સ્ત્રીએ પિતાનાં કપડાં ઉતાર્યા તેથી તેને મતની સજા કરવામાં આવી હતી. જોકે આમ કેવળ ગુલામ જેવા બની ગયા, અને શહેનશાહે નિર્ભય બની અત્યંત જૂલમ કરવા લાગ્યા. કમકમાટી ઉપજાવે એવી ક્રૂરતા, દુષ્ટ અનાચાર અને ભ્રષ્ટમેજ વિલાસમાં તેઓ પ્રવૃત્ત થવા લાગ્યા; અને તેની ઘણી માઠી અસર સમાજમાં થવા લાગી. કેટલાક શહેનશાહ બેશક ઘણું સારા હતા; પણ રાજદરબારની ભ્રષ્ટતા, ગુપ્ત દૂતાની યોજના, મેજવિલાસને અપાતું ઉત્તેજન, અનાજની મફત દેણગી અને અનેક રમતગમતને લીધે મને સાદે પણ ભવ્ય પ્રાચીન સદાચાર કદિ પાછા અસ્તિત્વમાં આવ્યો જ નહિ. સ્વતંત્રતાથી ધર્મને ઘણીવાર હાનિ થાય છે, પણ નીતિને તે ઘણું કરીને તેથી લાભ જ થાય છે; કારણ કે ઉત આમાં માણસ મશગુલ રહેવાથી દુરાચાર કરતાં તે અટકે છે. પરંતુ રોમના સાર્વભૌમ રાજ્યના કાળમાં સ્વતંત્રતાને અવકાશજ નહોતો, અને તેથી સમાજની નીતિને આધાર શહેનશાહની વર્તબુક ઉપરજ રહેતા. ગુલામગીરીની સંસ્થાનાં પરિણામ તો કદાચ તેથી પણ વધારે ગંભીર આવ્યાં હતાં. શેઠના જુલમી અને વિક્રાળ સ્વભાવને તેથી ઉત્તેજન મળતું એ તે સ્પષ્ટ વાત છે; ઉપરાંત, તેને લીધે સઘળી મહેનત કલંકિત ગણવા લાગી, અને સ્વતંત્ર ગરીબ વર્ગને હલકી પાયરીએ આણું તેમને વધારે ગરીબ એણે કર્યા. અર્વાચીન સમાજેમાં વગવાળો અને મોટો મધ્ય-વગે
Page #201
--------------------------------------------------------------------------
________________ 154 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ બંધાઈ ગએલે હોવાથી, અને તે વર્ગ ઔદ્યોગિક જીવનની ઠાવકી અને નિયમિત ટેવમાં કેળવાએલ હોવાથી, તે વર્ગમાં પ્રજાની નીતિ ખાસ કરીને જળવાઈ રહે છે, તેથી જ્યાં એ વર્ગ અસ્તિત્વમાં હોય છે ત્યાં ઉપલા વર્ગને દુરાચારથી નુકસાન તે થાય છે, પણ તે દુરાચાર આખા સમાજ વિઘાતક નથી થતું. પરંતુ રેમને સમાજ નસેનસે સડી ગયે હતો કારણ કે મેહેનત મજુરી અને કારીગરીના લગભગ બધા ધંધા ગુલામોના હાથમાં હોવાથી કોઈ આબરૂદાર ધંધે રોમના ગરીબ વર્ગ માટે રહ્યા છે નહિ અને વેપાર ઉપર રેમન લેકેને તિરસ્કાર હતા. તેથી તેઓ નાટકના ખેલ, તરવારના પ્રાણઘાતક ખેલ, જોશ અને દાંભિક ધર્મના ધતીંગ જેવા હલકા ધંધા કરવા લાગ્યા. સ્વતંત્ર વર્ગનું તેથી માંડ માંડ અને પ્રસંગોપાત પિષણ થતું, અને તેથી અમીર વર્ગના આશ્રિતોની સંખ્યા પણ બહુ વધી પડી. આ આશ્રિત તાલેવંતની ખુશામત કરી તેમના દુરાચારને ઉત્તેજતા. ઉપરાંત લાયકી ગેરલાયકી જોયા વિના ગરીબોને મફત અનાજ અને વખતે પૈસા પણ રાજ્ય આપતું; તેથી લેકે કેવળ આળસુ બની ગયા. અને વગર પૈસે મળતી સાર્વજનિક રમતગમતને લીધે લેકેને મહેનત કરી પિતાનું ગૂજરાન ચલાવવાનું મન પણ થતું નહિ. આવા સંજોગોમાં વસ્તી ત્વરાથી ઘટવા લાગી. ઉત્પાદક ઐર્ષિક સાહસે ઇટાલિમાં લગભગ નાશ પામ્યા, અને દુરાચારી કુંવારી જીંદગી લેકેમાં સાધારણ થઈ પડી. જાહેર જીંદગીના જોખમને લીધે અમીર વર્ગ તેથી અલગ રહેવા લાગેઅને સ્વચ્છેદ વિલાસમાં પ્રવૃત્ત થવા લાગ્યો પિતાની સ્વતંત્રતા ગુમાવ્યા પછી ગ્રીસમાં ભ્રષ્ટતા વધી ગઈ હતી. એશિયા માઈનેર અને મિસરના મુખ્ય મુખ્ય શહેરોમાં પણ દુરાચાર વધી પડ્યો હતે. અને વિકાસની વૃત્તિને ઉશ્કેરવામાં ચતુર અને રૂપવાન ગુલામે ગ્રીસમાંથી અને પૂર્વના દેશોમાંથી સંખ્યાબંધ આવવા લાગ્યા, અને અમીર વગ તેમને પિતાને ત્યાં રાખો. તેથી લગ્ન કરવાની લેકેને મરજી થતી નહિ અને કુંવારા રહી છદગી દુરાચારમાં ગાળવાને પ્રચાર વધી પડે. ખુદ ગુલામમાં પણ અનાચાર વધી પડ્યો હતો. ઈલી દેશની કુદરતી રમણી
Page #202
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. . 155 - યતા, જાહેર હિમામખાના, સાર્વજનિક રમત, ઇત્યાદિ કારણોને લીધે ગરીબ લેકે બહાર ભટક્યા કરતા. સામાન્ય રીતે લેકને આળસ, રમત ગમત અને પેટ પૂરતું ખાવાનું માત્ર જોઈતું હતું. તવંગર લેકમાં ગર્ભપાતની રસમ ચાલુ થઈ; અને બાળ હત્યા અને છોકરાને રઝળતાં મૂકવાને ચાલ વધી પડ્યો. તેથી વસ્તી ઘણી ઘટી ગઈ. આ સઘળાનું પરિણામ એ આવ્યું કે રોમન લેકમાં સ્વદેશાભિમાનનું નામ પણ ન રહ્યું, અને સાર્વજનિક જુસ્સો અને નીતિ નાશ પામ્યાં. પ્રજાનું ચારિત્ર્ય ઉતરી ગયું તે ઉતરી જ. ગયું; કદિ પાછું ઠેકાણે આવ્યું નહિ. રામન લેકેએ જ રેમ લુટયાની સાક્ષી ઇતિહાસ પૂરે છે. અને તેમની આ અધમતા કાયમ રહી. અર્વાચીન સમયના રેમન લેકે પણ માત્ર પેટ પૂરતું ખાવાનું અને રમતગમત માગે છે, સિવાય બીજી કોઈ અભિલાષા તેમને હાલ પણ હોતી નથી. વળી રેમનું રાજ્ય સાર્વભૌમ અને નિષ્ઠટક હોવાથી બીજું કઈ સ્વતંત્ર રાજ્ય પણ રહ્યું નહિ કે જેના દષ્ટાંતથી રેમ પાછું નીતિમાં ટટ્ટાર થઈ જાય. હાલના સમયમાં સ્વતંત્ર રાજ્ય જોડાજોડ હોવાથી યુરોપમાં સ્વદેશાભિમાન અને સ્વતંત્રતા એક પ્રજામાં નષ્ટ થાય તે બીજીમાં રહે છે. પરંતુ પરસ્પર થતી આ અસરનો લાભ પણ રોમને મળી શક્યો નહિ. વળી ખેતી અને સીપાઈગીરીના ધંધા પ્રથમથી જ રેમન લેકમાં આબરૂદાર ગણાતા હતા. ખેતીને લીધે લેકે મેહેનતુ, સદાચારી અને સાદા રહે છે, અને એક જાતની ધર્મભાવના તેમનામાં આવે છે. તેથી પ્રાંતના ખેડૂતોને ઉંચી સ્થિતિએ લાવવા વેસ્પેશિયને ઘણું સુધારા કર્યા હતા. દૂરના પ્રાતમાં રાજ્યની પદ્ધતિ સારી હતી એમ જણાય છે. શહેનશાહની દેખ-- રેખથી પ્રાંતના હાકેમે લૂંટણઆ થતા મટી ગયા હતા. તેથી તે પ્રાંતમાં ખેતીવાડી આબાદ સ્થિતિમાં હતી. પણ ખુદ ઈટાલીમાં લોકોની રહેણીકરણ અને રીતભાતથી ખેતીને પણ અસ્ત થઈ ગયો. ખેડૂતો દેણદાર થઈ ગયા, અને દેણુમાંથી નીકળવાની શક્તિ તેમનામાં રહી નહિ. ગુલામેને લીધે તાલેવંતને ખેતી કરવાનું સુગમ પડતું અને તેથી ઈટલીની ઘણીખરી ખેડવાઈ જમીન તેમના હાથમાં ગઈ. આમ ખેડૂતની જમીન તે ગઈ, પણ ગુલામ
Page #203
--------------------------------------------------------------------------
________________ 156 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જોઈએ તેટલા મળતા હોવાથી તે ખેડૂતને કોઈ સાથી પણ રાખતું નહિ. બીજી તરફથી રાજધાનીમાં અનાજ મફત મળતું હોવાથી તે ત્યાં જતો. વળી અનાજની આ મોટી દેણગીને લીધે રાજકર્તાઓ દૂર દેશો પાસેથી ખંડણીને બદલે અનાજ લેતા; અને મુખ્યત્વે કરીને સિસિલી અને આદિકાથી અનાજને માટે જ આવતો. તેથી ઇટાલીમાં ધાન્યની નીપજ લગભગ બંધ થઈ ગઈ. તેથી ખેડૂતવર્ગ નાશ પામે અને જમીન પડતર રહેવા લાગી, અથવા ગૌચરમાં જતી, અથવા ગુલામો તે ખેડતા. ઈટાલિની નૈતિક સ્થિતિ ઉપર આ બધાની બહુ ગંભીર અસર થઈ. જે રોમ પ્રથમ અન્ય દેશોને અનાજ પૂરું પાડતું તે જ મને હવે અનાજને. માટે અન્ય દેશ ઉપર આધાર રાખવો પડત. ટેસિટસ કહે છે તેમ, ઈદગીની ખાસ જરૂરી વસ્તુ માટે રોમનો આધાર પવન અને પાણી ઉપરજ રહેત; અને પરદેશથી આવતાં અનાજનાં વહાણ ડૂબી જાય, અથવા જે દેશમાંથી અનાજ આવતું તે દેશ જે રાજ્યથી સ્વતંત્ર થાય, તે રેમની કેવી લાચાર દશા થઈ જાય એ વિચારથી રાજદ્વારી પુરૂ પી જતા. છતાં ગુલામ રાખવાનો રિવાજ અને મફત અનાજ દેવાની રસમને લીધે ઇટાલીની ખેતીને સજીવન કરવાના દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા. ગુલામગીરીની સંસ્થાનાં મૂળ એટલાં ઉડાં હતાં કે તેને નાબુદ કરવી અશક્ય હતી અને અનાજની દેણગી બંધ કરવાની હિંમત કે શહેનશાહની ચાલતી નહિ. કેટલાક કુશળ શહેનશાહને આ ભયનું ભાન હતું, પણ રોમની ખેતીને ઉત્તેજીત કરવાના તેમના બધા પ્રયાસ વ્યર્થ ગયા; અને ખેતીને નાશ કરનારાં આર્થિક અને નૈતિક કારણો પ્રબળ થયાં. અને મહારાજ્યના પાછલા સમયમાં ખેતીને અસ્ત થયો અને તેની સાથે રહેતા સદાચારે પણ તેના અસ્તની સાથે તણાઈ ગયા. મને સૈનિક જીવનને પણ ધીમે ધીમે અસ્ત થઇ ગયા. રામના લશ્કરમાં ભરતી પ્રથમ ઉપલા વર્ગમાંથીજ કરવામાં આવતી; અને લડાઈના સમયે જ તેમની પાસેથી નોકરી લેવાતી, જેથી તેમને કાંઈ આપવું પડતું નહિ. પરંતુ પ્રજાસત્તાક રાજ્યના અસ્ત પહેલાં સિપાઈઓને પગાર આપવાને
Page #204
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. 157 રીવાજ ચાલુ થયો અને પછી ભાડુતી સિપાઈઓની ભરતી લશ્કરમાં થવા લાગી. રાજ્યને વિસ્તાર વધતાં લશ્કરને દૂરના પ્રાંતમાં રહેવું પડતું. તેથી લશ્કરી સખ્તાઈ અને બંદોબસ્ત ધીમે ધીમે ઓછાં થઈ ગયાં; અને સિપાઈઓમાં મેજશેખ વધવા લાગે. સિપાઈઓ તોફાની બની વખતે શેહનશાહનું પણ ખૂન કરતા; તેથી શહેનશાહે તેમને લાંચ આપી પોતાની સલામતી શેધવા લાગ્યા. લશ્કરનું જોર વધી પડતાં શહેનશાહની પસંદગી પણ લશ્કર કરવા લાગ્યું. અને પછી રોમન હોય તે જ શહેનશાહ થઈ શકે એ નિયમ પણ રહ્યો નહિ. લાંબા વખત સુધી રેમથી દૂર રહેવાને લીધે અને મેજ શેખ વધી પડવાથી સિપાઈઓમાંથી દેશાભિમાન જતું રહ્યું; અને શહેનશાહને નહિ, પણ પિતાના સરદારને સિપાઈઓ વફાદાર રહેવા લાગ્યા. નિર્બળ શહેનશાહના વખતમાં પિતાના સરદારને બળા કરવા તેઓ ઉશ્કેરતા. અને અંતે આખા રાજ્યમાં લશ્કરી ગેરવ્યવસ્થા પ્રસરી રહી. આના ઉપાયમાં શહેનશાહ પિતે લશ્કરનું અધિપતિપણું પિતાના હાથમાં રાખતા, પણ તેથી લશ્કરની સ્થિતિ સુધરી નહિ; કારણ કે લેક-પ્રિય થવાની લાલચે સિપાઈઓના સુસ્ત વર્તનને શહેનશાહ ઘણું કરીને ઉત્તેજન આપતા, અને તેથી સૈનિક જીવનનાં કષ્ટો અને સંકટ સહન કરવાની શક્તિ અને વૃત્તિ સિપાઈઓમાં રહી નહિ. પરિણામ એ આવ્યું કે લશ્કરમાં વિદેશીઓ દાખલ થવા લાગ્યા અને તેનાં રાજકીય અને લશ્કરી પરિણામ બહુ બુરાં આવ્યાં. તે વખતે દારૂ ગોળાની શોધ થઈ નહોતી. અર્વાચીન સમયમાં સુધરેલી પ્રજા તોપખાનું પિતાના હાથમાં રાખી બીજી પ્રજા ઉપર સરસાઈ ભોગવી શકે છે. પણ તે લાભ રામન લેકને મળી શકે એમ ન હોવાથી ઈટાલીના લેકે લડાયક ધંધાના કેવળ બીનઅનુભવી થઈ ગયા; અને જે વિદેશી સિપાઈઓ અંતે રેમનું રાજ્ય ઉથાપવાને સમર્થ થયા તે સિપાઈઓ લડાઈને હુન્નર રેમન સરદારે પાસેથીજ શીખ્યા. ઉપરાંત રેમને નીતિનું નુકસાન પણ થયું, કારણ કે લડાઈના શેખના અસ્તની સાથે તેમાં રહેલા સદાચારે પણ અસ્ત પામ્યા.
Page #205
--------------------------------------------------------------------------
________________ 158 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. આ પ્રમાણે તેમને તાત વર્ગ વિલાસને લીધે ભ્રષ્ટ અને પતિત થઈ ગયો; અને ગરીબ વર્ગ સુસ્ત અને નિરૂદ્યમી બની રહ્યો. પણ બને વર્ગ તરવારના પ્રાણઘાતક બેલેની જંગલી કૂરતામાં આનંદ અને ગમત માનતા એ વાતથી આપણું હૈયું ફાટી જાય છે. આ ખેલને બનાવ રેમના નીતિના ઈતિહાસમાં ઘણે વિસ્મયકારક અને ખેદનીય છે. તથાપિ તે વાત નીતિના સ્વાભાવિક વિકાસક્રમ પ્રમાણે સમજી શકાય એવી છે. કે મોટા માણસની કબર ઉપર મરેલાની શાંતિ અર્થ માણસોને અરસપરસ લડાવી તેમનું લેહી ત્યાં રેડવું એ પ્રથમ ધાર્મિક ક્રિયા ગણાતી હતી. પછી એનું કારણ અપાતું કે લડાઈમાં ગયા પૂર્વે સિપાઈઓને હિમતથી મરતાં શીખવવા માટે એવી રમતની જરૂર છે. સિવાય લેકેને બીજા લાભ પણ તેથી થતા. શહેશાહને અરજીઓ આપવાને અને અમલદારે વિરુદ્ધ ફરિયાદ કરવાને લેકોને તેથી પ્રસંગ મળત. એવું કહેવાય છે કે ઈ. સ. પૂર્વે 264 માં એ રમત રમમાં પ્રથમ દાખલ થઈ હતી. પણ પ્રજાસત્તાક રાજ્યના અંત સમયમાં પછી એ રમત સાધારણથઈ પડી હતી અને અમરેની મીજમાનીમાં પણ એ રમત રમાવા લાગી હતી. વખત જતાં એ રમત કપ્રિય થવાનું એક સાધન ગણાવા લાગી; અને સીઝર અને પમ્પીની હરીફાઈને લીધે એ રમતને પ્રચાર બહુ વધી પડે. પિમ્પીએ માણસ અને જનાવરની સાઠમારી શરૂ કરી. સીઝરે એ રમતને માટે ખાસ નાટકશાળા બંધાવી અને તેમાં રેશમી ચંદર બંધાવ્યું. મોટાં માણસે પિતાનાં મુએલાં સગાંના માનમાં, અમલદારોને અમલદારી મળતાં, વિજેતાઓ લોકપ્રિય થવા, અને તાલેવંત વેપારીઓ મોટા, ગણવા, એ રમત મોટા પાયા ઉપર કરાવતા; અર્થાત દરેક ખુશાલીના પ્રસગે એ રમત રમાવા લાગી. પ્રથમ તો એમાં ગુલામે અને ગુનેગાર જ ભાગ લેતા, પરંતુ પાછળથી તેમાં બધા ભાગ લેવા લાગ્યા. પૈસાનો લેભ, લેકેની શાબાસી, અમરેની અને વખતે શહેનશાહની પણ તેથી કરીને થતી મેહેરબાની, ઇત્યાદિ કારણેને લીધે તે રમતમાં સમાએલું મેતનું જોખમ પણ તુચ્છ ગણાવા લાગ્યું. અને ખેલાડી અને પ્રેક્ષક વર્ગ
Page #206
--------------------------------------------------------------------------
________________ આ વિધમી મહારાજ્ય. 15 બને છંદગીની બેપરવાઈ બતાવવા લાગ્યા. છેવટે એ રમત એક ધંધારૂપ થઈ પડી; અને ખેલાડીના ટોળેટોળાં આખા ઇટાલીમાં ફરવા લાગ્યાં. છેકરએ પણ એ રમત રમતા અને ધાર્મિક પવિત્ર સાધ્વીઓને પણ એ રમતના સ્થળે માનવંતી બેઠકે મળવા લાગી. - પ્રાંતોમાં પણ એ રમતને એ જ શેખ વધી પડ્યો; અને તેને માટે નાટકશાળાઓ બંધાઈ હતી. ટાઈબિરિયસના રાજ્યમાં એક વખત એવી એક નાટકશાળા પડી જવાથી વીશ હજાર માણસે મરી ગયાં હતાં; એગ્રીપાએ એક વખત એ રમતમાં ચૈદસે માણસને ઉતાર્યા હતાં. માત્ર ગ્રીસ જ આ ઘેલામાંથી મુક્ત રહ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે લેકે શાંત અને સુધારેલી રમત ગમતને માટે લાયક રહ્યા નહિ. આ રમતની બરાબરી કેટલીક કેવળ બિભત્સ રમતે જ માત્ર કરી શકતી. રેમન લેકે હવે એવા થઈ ગયા કે કલ્પનાને અત્યંત ઉશ્કેરે એવા પ્રસંગો વિના તે રાજી થતા નહિ. તેથી ભ્રષ્ટ કારસ અને હાસ્ય-રસ પ્રાધાન નાટકે વધી પડયાં; અને કરૂણરસપ્રધાન નાટક કે જેથી વૃત્તિઓ ઉચ્ચ, ઉન્નત અને રસિક થાય છે તેમને અસ્ત થયો. દયાની લાગણું આપણામાં સ્વભાવ સિદ્ધ હોય છે અને જેવી મનુબો પ્રત્યે એ ઉપજે છે તેવી જ પ્રાણીઓ પ્રત્યે પણ તે ઉપજે છે. પરંતુ પરિચિતતાને લીધે તેમાં બહુ ફેર પડી જાય છે. હિંદુઓને એવીછી મારતાં પણ જીવ ચાલતું નથી. માંસાહારી પ્રજાને જનાવર મારતાં કમકમાટી ઉપજતી નથી. આમ પરિચિતતાને લીધે માણસ મારવું એ વાતને રોમનલે કે એક જંગલી જાનવર મારવા જેવું ગણતા હતા. ટેવાઈ જવાથી ઘાતકી વર્તણકમાં માણસને ઘાતકીપણું લાગતું નથી. રેમના આ જંગલીપણું ઉપર અત્યારે આપણને તિરસ્કાર ઉપજે છે. પરંતુ સારામાં. સારા માણસો ઉપર પણ સમયની અસર થયા વિના રહેતી નથી, અને તરવારના આ ખેલ રેમના રાજ્યમાં સર્વત્ર નિર્દોષ ગણતા હતા, એ વાત
Page #207
--------------------------------------------------------------------------
________________ 160 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ વિસરી જવી ગ્ય નથી. છતાં એક આખી પ્રજા મનુષ્ય જીંદગી પ્રત્યે કેવળ બેદરકારી બતાવે એ એક મોટું નૈતિક સંકટ સમજવું. ' પરંતુ આ બેલેથી ઉપજતી નૈતિક દુર્દશાને આ સંકટે છેડો નહોતે. કઈ પણ જાતના સ્વાર્થ વિના કેવળ બીજાના દુઃખથી આનંદની તીવ્ર લાગણી અનુભવે એવાં પણ જે માણસે થતાં હોય તે બેશક તે બહુ જ થોડાં અને ક્વચિત જ હોય છે. તથાપિ છોકરાઓની વૃત્તિઓનું બારીક અવલોકન કરતાં અને અમુક રમત ગમતમાં મેટાની વૃત્તિઓ તપાસતાં જણાય છે કે માણસના સ્વભાવમાં કાંઈક એવું તત્વ રહેલું છે કે જે નાની નાની બાબતમાં બીજાના થોડા થોડા દુખથી રાજી થાય છે. તરવારના ' પ્રાણઘાતક ખેલોથી આ તત્વ ખીલી નીકળી બહાર આવ્યું. શેહેનશાહ કર્લોડિયસને માટે એમ કહેવાય છે કે તે બેલેમાં મરી જતા માણસેના ચહેરાને નિરીક્ષણ કરવામાં આનંદ માનતે, કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારની તેમની વેદનાના નિરીક્ષણથી આનંદ મેળવવાની કળા એ શીખ્યો હતે. ઉપરાંત નવીનતાની ખાતર તે રમતોના જંગલીપણામાં કંઈ કંઈ જાતની બંધાઈ અને સીતમ ઉમેરાવા લાગ્યાં. નીરના સમયમાં ચારસે વાઘને સાંઢ અને હાથીઓ સાથે વઢાડવામાં આવ્યા હતા. એક વખતે એક દિવસમાં પાંચ હજાર જાનવરે એમ મુઆ હતાં. દ્રાજનના સમયમાં તે રમત એકને ત્રેવીસ દિવસ ચાલુ રહી હતી. સિંહ, વાઘ, હાથી, ગેંડા, ગ્રાહ, જરખ, સાબર, મગર અને સને પણ મેદાનમાં ઉતારવામાં આવતાં હતાં. માણસની સંખ્યા તે અસંખ્ય હતી. ડામરના ખમીશ પહેરાવી ખ્રિસ્તિીઓને બાળી મૂકી નીરેએ પિતાના બગીચામાં રેશની કરાવી હતી. એક વખત વામનરૂપ માણસને એમ લડી મરવાની ફરજ પાડવામાં આવી હતી. એકાદ બે વખત સ્ત્રીઓ પણ એ રમતમાં ઉતરી હતી. ટૂંકામાં હસાહસ ઉપજાવે એવા કઈ પણ પ્રકારનું વિસ્મરણ થતું નહિ. કેટલાક શહેનશાહને તે ખાણ વખતે જંગલી જાનવર પાસે માણસોને ચરાવી નાખ્યા વિના ખાધેલું પચતું નહિ. ' ,
Page #208
--------------------------------------------------------------------------
________________ 161 વિધર્મી મહારાજ્ય આવી અધમ દિશાએ રેમના લેકે પહોંચ્યા હતા. અને જે ખ્રિસ્તિ ધર્મ એ રમતને અંત આણવા સમર્થ થ નહેત તે દુનિયાની નીતિ સંબંધી વલે શી થાત એ કહેવું અત્યારે નિરર્થક છે. પરંતુ તે સમયે જાણે કે મોહનમંત્રથી વશ થઈ ગયા હોય તેમ લેકને રમતો મોહિનીરૂપ થઈ પડી હતી; અને કલ્પનાને આકર્ષ અને ઉશ્કેરે એવાં તો પણ તેમાં ઘણાં હતાં. ઉપરાંત હિંમત અને શૈર્યને પૂર પાઠ ભજવાતે લેકે નજરે જોતા અને વિજેતા અત્યંત આબરૂ અને માન પામત. રેમની કુલીન સ્ત્રીઓ અને વખતે શહેનશાહ બાનું પણ તેના ઉપર આશક થતી. તેથી કઈ પુરૂષને તે ખેલમાં ઉતરવાની જે ના પાડવામાં આવતી, તે તે બહુ દિલગીર ચ. અમીર વર્ગ પણ તેમાં ઉતરતા. વળી ખેલમાં ઉતયાં પહેલાં સખત ઈદ્રિયનિગ્રહ ખેલાડીઓને પાળ આવશ્યક હોવાથી વિધાતાની ગહન ગતિને લીધે રેમમાં સદાચારી પુરૂષો આ ખેલાડીઓ જ રહેતા. - પિતાની નૈતિક લાગણીઓને આશ્વાસન આપવા રેમન લેકે બહાનાં બતાવવા પણ ચૂક્યા નથી. તેઓ કહેતા કે ધાર્મિક ક્રિયામાં નરમેઘ થતો તેના કરતાં આ રમત સારી. વળી ખાસ કરીને તે ધંધો કરનારા, ગુલામ ગુનેગાર કે લડાઈમાં પકડાએલા કેદીઓજ ખેલમાં ઉતરતાં અને આમાંથી કેઇના મોતને માટે દિલગીર થવાનું કારણ નહોતું. તે સમયના નીતિવેત્તાએ પણ એમ માનતા કે તે રમત જાતે ખરાબ નથી, પણ તેના ઉપર કાંઈક અંકુશ મેલવાની જરૂર છે. મૃત્યુના ખેલથી માણસનો સ્વભાવ જ ભ્રષ્ટ થઈ જાય છે એ વાત છૂટી છવાઈ કે કોઈ વ્યક્તિઓ જ સમજતી. સેનિક અને સ્કૂટાર્ક એ રમતની કેવળ વિરૂદ્ધ હતા. માર્કસ ઓરેલિયસ ખેલાડીઓને બુટ્ટી તરવારથી રમવાની ફરજ પાડતો. પરંતુ તે સમયના મહાન ઇતિહાસવેત્તાઓને પણ તેમાં નૈતિક ભ્રષ્ટતા લાગી નથી. રેમના લોકોને માણસો કોમળ અને દયાળુ જોઇતાં નહોતાં, પણ તેમને શુરવીર અને હિંમત વાન બનાવવાં હતાં, તેથી આ રમતને તેઓ વખાણતા. અને જે શહેનશાહ આ રમતને ખૂબ ચાહતે તે બહુ લોકપ્રિય યતે.
Page #209
--------------------------------------------------------------------------
________________ ૧૬ર યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આ રમત કર અને જંગલી હતી એમાં તે કાંઈ શક નથી. પરંતુ તેટલા ઉપરથી રોમન લેકે બધી બાબતમાં ક્રૂર અને નિર્દય હતા એમ માનવું ભૂલ ભરેલું છે. નીતિનું ધોરણ સમયને અનુસરીને સાપેક્ષ જ હોય છે. એક જીવડાને મારતે જૈન તરવારના ખેલમાં આનંદ માનતા રેમન કરતાં વધારે નિર્દય છે. આપણું આવા સુધરેલા જમાનામાં પણ મનુષ્યના સ્વભાવની કઈ કંઈ વિલક્ષણતા દૃષ્ટિગોચર થાય છે. કેટલાંક માણસે અમુક વર્ગ પ્રત્યે બહુ માયાળુ હોય છે, પણ બીજા બધા પ્રત્યે બહુ બેદરકાર રહે છે. કેટલાંક માણસો રીવાજને અનુસરી કેાઈ ઘાતકી કામમાં અનુમોદન આપશે, પણ રૂઢી વિરૂદ્ધ જે તે કામ હશે તે તે કદિ પણ એ કરી શકશે નહિ. રૂઢી રાક્ષસ બહુ જબરે છે. દીકરીનાં નાણું થાય, પણ તેને ત્યાં રોટલે ખવાય નહિ. આપણી લાગણીઓ સ્વભાવે એવી તુરંગી હોય છે કે એક વાત ઉપરથી દેખીતું અનુમાન બાંધી દીધા પૂર્વે ખરી હકીકતથી તે અનુમાનને સુધારવાની બહુ જરૂર રહે છે. યુપની માંસાહારી પ્રજા મૂંગા પ્રાણીઓ પ્રત્યે ક્રૂર હોય છે, પણ મનુષ્ય પ્રત્યે ક્રૂર હોતી નથી. તુર્ક લેકે ઘણા ર હોય છે, પણ પ્રાણીઓ પ્રત્યે માયાળું હોય છે. એમ કહેવાય છે કે ઈજીપ્તમાં વૃદ્ધ બીલાડીઓ માટે ઇસ્પીતાલ( પાંજરા પોળ) હોય છે, પરંતુ મનુષ્ય જીદગીને માટે દરકાર નથી. કોળીઆની જાળમાં માખીઓને મૂકી તેમનાં તરફડીઆ અને મોતથી સ્પિને ઝા ગમત કરતા, છતાં તે અત્યંત કોમળ, દયાળુ અને ભલે માણસ હતે. કીર્તિલભની ખાતર કોઈ મોટે સરદાર લાખો જાનની ખુવારી કરે છે, પણ ખાનગી વર્તનમાં નરમ અને કેમળ હોય છે. મનુષ્યસ્વભાવની આ વિલક્ષણતા રેમન લેકમાં પણ દશ્ય થાય છે. મેદાનની રેતીનાં કણેકણ લેહીથી ખરડાએલાં જોવામાં જે માણસો આનંદ માનતાં, તે જ માણસે મનુષ્યના સાર્વત્રિક ભ્રાતૃભાવની વાત સાંભળી ખુશીના પિકાર કરી દિશાઓ ગજાવી મૂકતા. એક અમીરે પિતાના દીકરાને ચાબુકો એ માર માર્યો કે તે મરી ગયો; પણ લેકે તેથી એવા તે ગુસ્સે થઈ ગયા છે તે અમીરને તેઓએ લગભગ વીખી નાખે. ખુદ તરવારના
Page #210
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. . 16 ખેલમાં પણ લેકેની લાગણી સાવ બુઠ્ઠી થઈ ગઈ નહોતી. મૃત્યુનું અવલેકન કરવાને કેલિગ્યુલા ખુબ ખંતીલે હવે એ વાત લેકેને રૂચિકરે નહોતી. ચારે પાસ મનુષ્યનું લેહી પાણીની માફક વહેતું હતું; પણ તે જ સમયે એ કાયદો પણ થયું હતું કે દેર ઉપર રમતા નટે નીચે જાળી રાખ્યા વિના રમવું નહિ. આમ દયાનું ધોરણ કે નીચું હતું, તથાપિ દયાની ભાવના તદ્દન નિર્મળ થઈ ગઈ હતી. અલબત્ત, તે તુરંગી અને વિચિત્ર તે હતી. વાંચનારને હવે વિદિત થયું હશે કે રોમમાં નીતિ–શાસ્ત્રવેત્તાઓ અને જનસમૂહ વચ્ચે વિશાળ અંતર હતું. એક તરફથી સિદ્ધાંતીઓ ભવ્ય નીતિને ઉપદેશ કરતા હતા; બીજી તરફથી લેકે ભ્રષ્ટ અને લગભગ જંગલી બની ગયા હતા. સિદ્ધાંતમાં નીતિને વિકાસ થયો હતો, પણ વર્તનમાં તે સંકોચાઈ ગયો હતો. તેથી કરીને જનસમૂહ ઉપર પોતાના સિદ્ધાંતની અસર કેમ થાય? એ સવાલનું નિરાકરણ તે સમયે તત્ત્વવેત્તાઓને કરવાનું હતું. માત્ર સદાચારને અર્થ કહેવાથી અને તેની સુંદરતાના વખાણુથી લેકે સદ્દવર્તનમાં પ્રવૃત્ત થઈ જતાં નથી. રામના સ્ટઈક તત્વવેત્તાઓ આ સવાલનું નિરાકરણ કરી શકયા નહિ; છતાં તેમનાથી બન્યું તેટલું તેમણે કર્યું છે, અને રેમના ભ્રષ્ટ સમાજમાં પણ તેમના ઉપદેશની અસર થઈ છે. પ્રથમ, રેમમાં કેટલાક શહેનશાહ બહુ સારા થયા તે ઈક મતના પ્રતાપે. આ શહેનશાહના વખતમાં લેકે સુખી થતા અને નીતિને પ્રોત્સાહન મળતું અને તેમાંથી કાંઈક કાયમ પણ ટકતું. વળી ડાહ્યા માણસે સાર્વજનિક પ્રવૃત્તિમાં ભાગ લેવો જ જોઈએ એ એક મતનો આગ્રહ હોવાથી સ્વદેશાભિમાનને સજીવન કર્યા વિના એંઈક મત આબાદ થઇ શકે નહિ. તેથી રેમના ભ્રષ્ટ સમયમાં પણ સ્ટઈક મતને અનુયાયી દઢ અને હિંમતવાન જ રહે છે. તેથી કરીને ભ્રષ્ટ શહેનશાહના રાજ્યમાં પણ એમ લાગતું કે હજી બધું જતું રહ્યું નથી–સ્વતંત્રતા અને સદાચારનાં બીજ છેક નષ્ટ નથી થઈ ગયો. '
Page #211
--------------------------------------------------------------------------
________________ 164 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ | સ્ટઈક મતની ત્રીજી અસર રેમના ધારાશાસ્ત્ર ઉપર થઈ છે. ભિન્ન ભિન્ન પ્રજાઓ ઉપર રાજ્ય ચલાવવાની પિતાની શક્તિ માટે રેમ મગરૂર હતું અને આ બાબતમાં ગ્રીસ કરતાં જેમ બેશક ચડે છે. જેમના કાયદા અત્યારે પણ પકાય છે. કાયદાને માટે રેમનલોને માન પ્રથમથી જ હતું. પરંતુ તેના પ્રજાસત્તાક રાજ્યના કાયદા, સંકુચિત, સ્થાનિક, સૈનિક અને ધાર્મિક હતા અને સાર્વભૌમ રાજ્યના રાજકીય અને માનસિક વિકાસના સમયને માટે અયોગ્ય નીવડ્યા. તેથી આગસ્ટસના સમયમાં કાયદાનું નવું બંધારણ શરૂ થયું અને છેવટે થિસિયસ અને જસ્ટિનિયનના કાયદા-સંગ્રહ બહાર આવ્યા. આ બંધારણમાં બે મુખ્ય ભાગ છે, કાયદા અને ઇનસાફ (equity)નાં સૂત્રો. અમુક અમુક બાબતેને માટે ખાસ સ્પષ્ટ કાયદા થઈ શકે છે, પરંતુ કેટલીક બાબતે કાયદામાં આવી શકતી નથી ત્યાં, અગર કાયદાને અર્થ જ્યાં સ્પષ્ટ હેત નથી ત્યાં, ન્યાયાધીશને ઇનસાફ આપવો પડે છે. તેથી કાયદાનો ઉદેશ ફળીભૂત કરે એવાં કેટલાંક સામાન્ય સૂત્રો ન્યાયાધીશને તૈયાર આપવાં જોઈએ. આ સૂત્રો એંઈક મતવાળાઓએ જ આપ્યાં છે. નાત, જાત, કે ધર્મને તફાવત રાખ્યા વિના સાર્વત્રિક ભ્રાતૃભાવથી વર્તવું એ સ્ટેઈક મતને સિદ્ધાંત હત; અને તે કુદરતને કાયદે છે એમ તે મત કહે છે. તેથી કુદરતના કાયદા પ્રમાણે સઘળાં માણસે સ્વતંત્ર અને સરખા છે. કુદરતથી કેઈ કાઈને ગુલામ નથી, અને કઈ કઈને શેઠ નથી. તેથી ગુલામગીરી કુદરતના કાયદાથી વિરૂદ્ધ છે; છતાં એ સ્થાનિક કાયદો છે, દેશનો રિવાજ છે, તેથી જ્યાં કોઈ માણસ ગુલામ છે એવી ખાત્રી ન થાય ત્યાં તેને સ્વતંત્ર ગણ એ ઈનસાફનું એક સૂત્ર ગણાવા લાગ્યું. અર્થાત અનુભવથી દેરાઈ માણસે ગમે તેવા કાયદા સારા યા નરસા બાંધે, પરંતુ તેથી આગળ કુદરતના કાયદાનું અસ્તિત્વ છે એ ઉત્તમ વિચારની સ્પષ્ટતા માટે દુનિયાએ રેમના ધારાશાસ્ત્રીઓ અને સ્ટેઈક મતવાળાને જ ઉપકાર માનવાને છે. આ પરોપકારી અને દયાળુ સૂત્રોના પરિણામે ઘણું વ્યવહાર પગી કાયદા અસ્તિત્વમાં આવ્યા. રાજકીય સૃષ્ટિમાં, રેમના શહેરી થવાને હક
Page #212
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. ધીમે ધીમે બધા પ્રાતિને આપવામાં આવ્યો હત; અને કુટુંબમાં પિતાની સત્તા છે કે નષ્ટ તે ન થઈ, પણ ઓછી ઘણી થઈ ગઈ. પ્રાચીન કાયદા પ્રમાણે પિતાની આજ્ઞાને કુટુંબના દરેક માણસે મુંગે મેં તાબે જ થવું પડતું. સ્ત્રીની પદવીમાં જે ફેરફાર થયે તે આપણે પછી શું. પરંતુ પિતાની સત્તા પુત્ર ઉપર સંપૂર્ણ હતી; તે ધારે તે પુત્રને મારી પણ નાખે અને તેમાં કેઈથી વચ્ચે પડાય કે બોલાય પણ નહિ. પુત્ર પચાસ વરસનો હોય, અમલદાર કે હાકેમ હોય, કે ગમે તે માટે હોય, પણ પિતાની પાસે તે બાળક જ ગણાતો અને પિતાને ગુલામ ગણાત. આવા કાયદાથી કુટું. બમાં કલહ વધે તે તે સ્વાભાવિક છે. અને વાસ્તવિક રીતે કાયદામાં કહી હતી તેવી પિતા પ્રત્યે પુત્રની ભક્તિ રામના ઈતિહાસમાં થેડી જ જોવામાં આવે છે. પરંતુ સુધારે વધતાં, કર્તવ્ય અને જવાબદારી અરસપરસ હોય છે એ વાતનો સ્વીકાર થવા લાગ્યો. તેથી રમના સાર્વભૌમ રાજ્યમાં પિતાની સત્તા ઘણી ઓછી થઈ ગઈ, અને પુત્રના જાનમાલનું રક્ષણ થવા લાગ્યું. ગુલામગીરીની બાબતમાં પણ સુધારાના કાયદા થયા હતા. રામના જીવનમાં આ તત્ત્વ ઘણું અગત્યનું થઈ પડ્યું હતું. એનાથી લેકમાં સમભાવની લાગણીઓ વિસ્તૃત થઈ હતી, પણ સ્વતંત્ર વર્ગ નીતિમાં ઘણે ભ્રષ્ટ થઈ ગયો હતો. ગુલામના ઇતિહાસ તરફ જતાં તેમની ત્રણ અવસ્થા આપણને સમજાય છે. પ્રજાસત્તાક રાજ્યના પ્રાથમિક અને સાદી સમયમાં કુટુંબનો વડે ગુલામો ઉપર સ્વતંત્ર અને નિરંકુશ સત્તા ભોગવતે હતા. પણ તે વખતે ગુલામની સંખ્યા બહુ થડી હતી. દરેક કુટુંબમાં માત્ર એકાદ બે જ ગુલામ હતા અને તે ખેતીમાં મદદ કરતા. શેઠ અને ગુલામ ખેતરમાં સાથે કામ કરતા અને સાથે ખાતા. ગૂજરાત કાઠિયાવાડમાં કણબીઓના સાથીઓ જેવી તેમની હાલત લગભગ હતી. આ અવસ્થામાં ગુલામને ત્રાસ થતો નહિ. કેટલાક ધાર્મિક તહેવારોની તેમને છૂટી મળતી અને તે વખતે શેઠ અને ગુલામ એક જ જાતને ખોરાક ભેગા બેસીને જમતા. છતાં કઈ વખત તેમના પર જુલમ પણ થતો હશે; કારણ કે દ્રવ્ય
Page #213
--------------------------------------------------------------------------
________________ 166 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ મેળવવાના સાધનરૂપ ગુલામ ગણુતા અને ઘરડા અને નિર્મળ ગુલામને લેકે વેચી દેતા. બીજી અવસ્થામાં ગુલામની સ્થિતિ બહુ બગડી ગઈ હતી. ચારે તરફ રોમને વિજય થવાથી અસંખ્ય ગુલામે રોમમાં આવવા લાગ્યા, અને મોજ શેખ અને વિલાસ વધી ગયે. રેમનું સાદું જીવન હવે જતું રહ્યું હતું અને ધર્મની ધાસ્તી પણ મટી ગઈ હતી. વળી તરવારના પ્રાણઘાતક ખેલ શરૂ થયા હતા અને તેથી બીજાના દુઃખની લાગણી લેકામાં રહી નહિ. અધુરામાં પૂરું સિસિલીમાં ગુલામોએ બળવો કર્યો અને હજારે ગુલામને રસી નાખવામાં આવ્યા અને તેમના ઉપર જૂલેમ થવા લાગ્યો. મેહેમાનની ગમતને માટે ગુલામને મારી નાંખવામાં આવતું. પિલિઓ નામને રોમન ગુલામનું માંસ પિતાનાં માછલાને ખવરાવતે. રેમની સ્ત્રીઓ તેમના માંસલ ભાગમાં લાંબી ટાંકણીઓ ઘેચી ગમત મેળવતી. ગુલામેનાં લગ્ન કાયદાસર ગણુતાં નહિ. તેથી દુરાચાર પણ તેમનામાં વધી પડો. બીજી તરફથી જોતાં તેમને સારી રીતે રાખ્યાના પણ દાખલા મળી આવે છે. ગુલામનાં લગ્ન છે કે કાયદા પૂર્વક ગણાતાં નહિ, તથાપિ લગ્નને રીવાજ તેમનામાં હતું. વળી તેમની ખાનગી મિલક્ત તેમની પાસે રહેવા દેવામાં આવતી. વળી ઉદ્યોગ અને સારી વર્તણૂકવાળે ગુલામ છવર્ષમાં ઘણું કરી છૂટ થઈ જતા. વળી ગુલામે ઉપર જે જુલમ કરતો તેને લેકે ધિકારતા અને તેનું અપમાન કરતા. કેટલાક ગુલામ વૈદ્ય હતા અને પ્રેમથી પિતાના શેઠની મંદવાડમાં માવજત કરતા. કેટલાક ગુલામ શેઠના છોકરાને ભણુવતા. ઘણુંખરા ગુલામ કારીગર હતા. શેઠના કુટુંબમાં તેઓ ભળી જતા; અને શેઠ અને ગુલામ વચ્ચે મૈત્રી જામ્યાના દાખલા પણ મળી આવે છે. એપિકટેટસ પિતે ગુલામ મટી શહેનશાહને મિત્ર થયો હતો. વળી તેમની સંખ્યા વધી પડવાથી તેમને માથે પડતે બોજો વહેંચાઈ ગયો હા જોઈએ. ગુલામની સાક્ષી લેતાં જે કે એને રીબાવવામાં આવે છે, પણ એવા બનાવ કવચિત બનતા; અને ઘણી વખત પિતાના શેઠને તેઓ નિમકહલાલ રહેતા; અને ભયમાંથી તેમને બચાવી લેતા. કેટલીક વખતે તે
Page #214
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય 167 પિતાના ભેગે શેઠની જીદગી તેઓ બચાવતા. તેથી કરીને કહેવાય છે તે જુલમ તેમના પર થતો હોય એ વાત સંભવિત લાગતી નથી; તેમ, તેમની સ્થિતિ એટલી બધી ભ્રષ્ટ પણ નહિ હોય. વળી બઘા તત્વો ગુલામ ઉપર દયા રાખવાને ઉપદેશ આપતા. સ્ટઈક મતવાળા પણ એવો જ ઉપદેશ આપતા. માણસ સ્વતંત્ર માત્ર સદાચારથી જ બની શકે છે. સેનિકા કહેતે કે વાસ્તવિક રીતે સદાચારી ગુલામ શેડ છે અને દુરાચારી છે. ગુલામ છે. માટે સારા માણસે ગુલામ પ્રત્યે ખરાબ વર્તણુક રાખતાં બહુ વિચાર કરે ઘટે છે. આવા આવા ઉપદેશથી ગુલામ પ્રત્યે દયાની લાગણી રહેવા લાગી હતી. છે તેથી કરીને કાયદા થવા લાગ્યા અને ગુલામની સ્થિતિ સુધરવા લાગી. આ તેમની ત્રીજી અવસ્થા. ન્યાયાધીશે સજા કરી હોય તો જ તે ગુલામને જંગલી પ્રાણીઓ સાથે લડાઇમાં ઉતારવે, નહિ તે નહિ; એ કાયદે થયો. વૃદ્ધ કે માંદા ગુલામને શેઠ રખડત મૂકી દે અને તે સાજે થાય તો તે સ્વતંત્ર થતા. શેઠની સામે ગુલામેની ફરિયાદ સાંભળવા નીરના સમયમાં એક ન્યાયાધીશ ખાસ નીમાણે હતો; અને શેઠ ગુનેગાર માલમ પડે તે શેઠને સજા કરવાની તેને સૂચના હતી. પ્રસંગે પ્રસંગે ગુલામના રક્ષણ માટે કાયદા થતા ગયા અને ગુલામની સ્થિતિ આમ સુધરવા લાગી હતી. આ પ્રમાણે સ્ટોક મતનાં ઘણાં સૂત્રો કાયદામાં રૂપાંતર પામી ગયાં. પરંતુ રેમના તત્ત્વવેત્તાઓ બીજી કેટલીક સીધી રીતે પણ લેકે ના આચરણને કબજામાં રાખતા હતા. મરતી વખતે માણસે ચિત્તના સાંત્વન અને હિંમત માટે તત્ત્વવેત્તાઓને પાસે રાખતા; અને તેમના મુઆ પછી આ તત્ત્વવેત્તાઓ તેમના કુટુંબને દિલાસો દેતા. વ્યવહારમાં માણસોની ગુંચવણ અને મુશ્કેલીને તડ પણ તેઓ કરી આપતા; અને માણસ જોઈને તે પ્રમાણે ખરો ઉપદેશ તેઓ આપતા. વળી લોકોને કેળવણું આપવાનું કામ મોટે ભાગે તેમના હાથમાં રહ્યું હતું, અને મોટાં મોટાં કુટુંબોમાં ઘણું કરીને અકેકે તત્ત્વવેત્તા રાખવામાં આવતો. વળી સામાન્ય લેકોને ઉપદેશ આપવા ઉપદેશની સંસ્થા ઉભી થઈ અને તે ઘણી વિસ્તાર પામી.
Page #215
--------------------------------------------------------------------------
________________ 168 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - આ ઉપદેશકેના બે વર્ગ હતા. એક વર્ગ સન્યાસી હતા અને તે ઈક મતના સાધુ કહેવાતા. આ સાધુઓ સિનિક હતા. આ વર્ગ કુંવારે. રહે અને તેમને ઉદ્દેશ માત્ર લેકેને ઉપદેશ આપવાનો હતો. આ સાધુઓ રહેણી કરણીમાં સાવ સાદા, દુનિયાની દરેક મોજમજાથી દૂર રહેનારા અને છતાં સ્વભાવે આનંદી અને સંતોષી રહેનારા હતા. દરેક માણસને રસ્તામાં હિંમતથી રોકીને પણ ઉપદેશ આપવાને તે પિતાને હક ગણુતા; અને તેમાં મૃત્યુ કે દુઃખને વિચાર પણ તેઓ કરતા નહિ. બીજે વર્ગ તાત્વિક વક્તાને હતા. આ વર્ગનું વતન સન્યાસી વર્ગથી સાવ ઉલટું જ હતું. અંગ ચેષ્ટામાં કુશળ અને પિશાકની દરેક નાની બાબતમાં પણ સંભાળ અને શોખથી લેકેનું મન હરવામાં ચતુર એવા આ. વક્તાઓના ભાષણમાં લેકેને રસ પડત. મોટે ભાગે તેઓ બુદ્ધિમાન કે નીતિમાન નહોતા; તેથી તેમની સફળતા બતાવી આપે છે કે એ વખતે લોકે બુદ્ધિમાં અને નીતિમાં કેવા ઉતરી ગયા હતા. ઘણીવાર તે તેઓ નાટકીય ભાષણ આપતા અને નિર્જીવ વાતો વિષે પણ લાંબુ લાંબુ બેલી લેકેને મેહ ઉપજાવતા. ગામેગામ મુસાફરી કરી તેઓ વાદવિવાદમાં ઉ. તરતા અને આડાતડા પ્રશ્ન પૂછી આગલાને મુંઝવી દેતા. ઘણાખરાએ પૈસે પુષ્કળ મેળવ્યો હતો અને મુસાફરીમાં ભપક અને મેટે રસાલે તે રાખતા. તેમને જોઈને લોકો ખુશ થઈ જતા, અને તેથી જ તેના વિચાર ઉપર ભારે અસર કરવા તેઓ શક્તિમાન થતા હતા. કેટલાક તત્ત્વવેત્તા પિતાના સિદ્ધાંતને બંધ કરવા વક્તાને ધંધે કરતા હતા અને તેથી આ વર્ગને સ ધ ઇક મતની સાથે જોડાયો. આવા ઔઈક વક્તાઓમાંથી બે ચાર તે બહુ સારા નીકળ્યા હતા અને લેકેની દાઝ જાણું ઉત્તમ બોધ તેઓ આપતા. પરંતુ બુદ્ધિબળને જમાનો હવે અસ્ત થયો હતો, અને એકંદરે તે વર્ગ બુદ્ધિમાં નિર્માલ્ય હો; અને વિદ્વત્તાના દંભ અને ડળમાં કાળક્ષેપ કરતે. તેમના બધા વિચારનું વલણ પશ્ચાતદેશ અને પ્રાચીન હતું. વાતચિતમાં રૂઢિ-બ્રણ અને અપરિચિત
Page #216
--------------------------------------------------------------------------
________________ ' ' વિધમી મહારા. . 169 શબ્દો વાપરવામાં તેઓ ભૂષણ માનતા; શબ્દના મૂળ ધાતુ શોધવાની ચીવટ રાખતા; અને વ્યાકરણ અને ઉચ્ચારના નિરર્થક અને ઉભા કરી વાદવિવાદમાં પડતા. વિચારમાં સાહસ કે સ્વતંત્રતાને તેમનામાં લગભગ લેપ થઈ ગયા હતા, અને શુષ્ક તર્કના અભ્યાસને શેખ વધી ગયો હતો. સદાચાર ઉપર તેમને ખરે પ્રેમ હતો, પણ તે પ્રેમ પણ ડોળી અને પશ્ચાતદર્શ હતો. ટૂંકામાં મધ્યકાળના સૂક્ષ્મ તાકિ જેવા લગભગ તેઓ હતા. ઈક મતમાં જે સાર્વત્રિક અને સાર્વજનિક તત્વ હતું તેને ફેલાવે કરવામાં આ વર્ગ બહુ સહાયભૂત થયું હતું, પરંતુ આ વર્ગને લીધે આઈક મતની પતી પણ વહેલી આવી; કારણકે ઈકમતમાં નિરર્થક અનુમાને, વિચારોની સૂક્ષ્મતા અને લેકમત વિરૂદ્ધ અભિપ્રાય ગુમ રહ્યા હતા તે વર્ગ બહાર લાવ્યો. વળી તવોને રાજ્ય તરફથી આશ્રય મળતું હોવાથી ઘણું નીતિભ્રષ્ટ લેકે દાઢી રાખી તત્વવેત્તાને પોશાક પહેરી લેકેને છેતરવા લાગ્યા; તેથી કરીને તે વર્ગની અવગણના થવા લાગી; ઇત્યાદિ અનેક કારણોને લીધે સ્ટઈકમત ઉપર લેકેને કંટાળો આવવા લાગે. આટલું છતાં પણ કદાપિ એંઈક મત સજીવન રહેત. પરંતુ લોકોનાં મન એક નવિન દિશામાં પૂર્વ તરફના ધર્મો પ્રત્યે, વળવા લાગ્યાં હતાં અને પોંટિનસ ઈત્યાદિ તત્વવેત્તાઓની દૃષ્ટિ તળે એક અલખવાદ (Mysticism) ઉમે થવા લાગ્યો હતો, જેમાં ઈજીપ્તના અને પ્લેટના તત્વજ્ઞાનનું મિશ્રણ હતું. આથી કરીને રોમન લેના આચરણનું રૂપાંતર કેવું થયું તે હવે આપણે જોઈશું. સ્ટકમત હવે કેવળ શુષ્ક તર્કવાદી થઈ ગયો હો; અને માત્ર તકરારી, અતિથી, અને માનસિક ગુંચવણ ઉભી કરવામાં જ કુશળ હોય એવા મતની સામે હમેશાં અલખવાદ ઉભો થએલે છે. વળી હદયગત આવિર્ભાવને સદાચારમાં આગળ પડતું સ્થાન લાંબા સમયથી અપાવા લાગ્યું હતું અને એ વાત અલખવાદને અનુકૂળ હતી અને સ્ટઈકમતને પ્રતિકૂળ હતી. વળી રાજકીય અને વેપારી કારણને લીધે પૈત્ય વિચારોને રેમમાં
Page #217
--------------------------------------------------------------------------
________________ 170 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સિવું અને ફેલાવું અનુકૂળ થઈ પડયું હતું. વેપારને લીધે મિસર અને ઈટાલી નિરંતર સંબંધમાં આવતાં હતાં. પિતાના ધર્મને ચુસ્તપણે વળગી રહેનારા પૂર્વ તરફના ગુલામ રોમમાં સંખ્યાબંધ હતા. વેપારને માટે આ લેક્ઝાંડિયામાં અનેક જાતના લેકે આવતા, અને તેમના સંસર્ગથી ત્યાં એક એવો મિશ્રવાદ ઉભો થયો કે જેની અસર આખી દુનિયા ઉપર થઈ છે. આ મિશ્રવાદ તે નવીનપ્લેટો મત છે. પરંતુ આ પરિવર્તનનું પ્રબળ કારણ તે રેમના રાજ્યમાં હવે કોને ધર્મભાવનાની જરૂર હતી તે છે. ઇશુખ્રિસ્તના જન્મ પૂર્વના શતકમાં અને પછીના પચાસ વરસમાં રેમની અનાસ્થા છેક છેલ્લા શિખરે પહોંચી હતી, રાજકીય કારણોને લીધે રેમના પ્રજાસત્તાક રાજ્યની જૂની રહેણીકરણ એકદમ બદલાઈ ગઈ તેથી, અને સાર્વભૌમ રાજયમાં અનેક ધર્મોની સરખામણી થવા લાગી તેથી, રોમન લેકમાં સંપૂર્ણ અનાસ્થા ઉપજી આવી હતી. છતાં સાથે સાથે જાદુ અને જ્યોતિષના વેહે પણ તેમનામાં પ્રચલિત હતા એ હકીકત આગળ કહેવામાં આવી છે. વળી સૃષ્ટિ-વિજ્ઞાનશાસ્ત્રનું અજ્ઞાન પણ તેમનામાં મોટું હતું. તેથી તેમને દાખલ થવાને અવકાશ હજુ ઘણું હતું. પરંતુ પ્રથમ સૈકાના અધવચમાં આસ્થા અને પૂજ્યબુદ્ધિ તેમનામાં આવવા લાગ્યાં, દેવપૂજા પાછી દાખલ થવા માંડી, અને ધર્મ-ક્રિયાઓની સાથે નીતિને સંયુક્ત કરવાને ઉપદેશ થવા લાગે. દેવ-વાણી પ્રત્યે આસ્થા પાછી સજીવન થઈ. વળી આફત ઉપર આફત આવવાથી રાજ્યને અસ્ત નજરે દેખાવા લાગે તેથી સ્વદેશાભિમાનની જે લાગણી ધર્મની ગરજ સારતી હતી તે નષ્ટ થઈ અને ભયંકર મરકીને લીધે વહેમનું રાજ્ય પ્રબળ થયું. વળી આત્મા સંબંધી વિચાર કર્યા વિના માણસે લાંબા કાળ રહી શકતાં નથી; અને ધર્મ-ભાવના આપણું સ્વભાવનું એક તત્વ હોવાથી તેની અવગણના પણ લાંબે કાળ થઈ શકતી નથી. શરૂઆતના રેમન એંઈક મતમાં ધર્મથી સ્વતંત્ર નીતિની હિમાયત હતી. તે મત કહેતે કે વર્તમાન જન-સ્વભાવમાંથી આખું નીતિશાસ્ત્ર નીપજી આવે છે, માટે તેના પાલન માટે કોઈ ચમત્કારિક બાહ્ય સાધનની
Page #218
--------------------------------------------------------------------------
________________ વિધર્મ મહારાજ્ય. 171 અપેક્ષા નથી. પરંતુ નવીન પ્લેટમતમાં ધર્મભાવના મુખ્ય હતી, અને એ વાત સમયને રૂચતી હતી. | નવીન પ્લેટે મતમાં પ્લેટની ફિલસુફી અને મિસરની ધર્મ ભાવનાનું સંમિશ્રણ છે. પ્લેટની ફિલસુફીમાં સદાચારનું મૂળ અને નમુને ઈશ્વર છે એમ માન્યું છે, મનુષ્ય ઉપર અસર કરતા ગણદેવ ( Daemons ) ને સ્વીકાર છે, અને લક-માન્ય ધર્મને યુક્તિ પૂર્વક અને સંતોષકારક ખુલાસો છે. મિસરના ધર્મમાં ચિત્તની શાંતિ અથવા સમાધિને પરમ સુખની દશા માની છે, અને ખાસ ધાર્મિક ક્રિયાઓથી ચિત્તને વિશુદ્ધ કરવાને તેમાં પ્રયાસ છે. પ્લેટોની ફિલસુફી યુક્તિપ્રધાન છે; મિસરને ધર્મ ભાવના-પ્રધાન છે. આ બંનેના મિશ્રણથી એક મોટી ધાર્મિક સુધારણાને જન્મ થયો છે. પ્લેટોની ફિલસુફીના શ્રીક-વલણનું મુખ્ય દષ્ટાંત સ્ફટાર્ક છે. લૂટાર્કના મતમાં વિવેક બુદ્ધિની શ્રેષ્ઠતાને સ્વીકાર છે, અને તેના ઉપદેશમાં મુખ્યત્વે કરીને એકેશ્વરવાદ છે. ઈશ્વર એક જ છે, પણ તેના ભિન્ન ભિન્ન દૈવી ગુણોને ભિન્ન ભિન્ન દેવ માની લેકે પૂજે છે; તેથી અનેકદેવવાદ અને એકેશ્વરવાદમાં કાંઈ વિરોધ નથી. ઈશ્વર કે દેવ ક્રૂર કે અનીતિમાન કદિ હોય જ નહિ. જે લેકે એમ માનતા હોય તે વહેમી અને બ્રાંત છે. સારા નીતિમાન માણસે ઈશ્વર કે દેવથી ડરવાની કોઈ જરૂર નથી. મૂર્તિપૂજકે અજ્ઞાની છે; તેઓ મૂર્તિના કારીગરોને માને છે, પણ તત્ત્વવેત્તાને માનતા નથી. ઇશ્વર સિંદર્યની મૂર્તિ છે એ વાત ખરી, પણ તે સુંદરતા શારીરિક નથી હોતી. જ્ઞાનીને તે ઇશ્વર દિવ્ય ભવ્યતા, કમળતા, દયા અને નીતિનું સ્વરૂપ જ સમજાય છે. પરંતુ લૂટાર્ક હજી બરાબર એકેશ્વરવાદી નહોતે. દેવ-વાણીમાં હજી તેને આસ્થા હતી; વંશપરંપરા સજાની વાત એ માનત; અને ખાસ દૈવી ચમત્કારને સિદ્ધાંત પણ તે સ્વીકારતે; ઈત્યાદિ કારણોને લીધે તેને એકેશ્વરવાદ હજી શુદ્ધ નહતો. ટાયરને મેક્ષિસ પણ તેની પછી એકવાદને જ ઉપદેશ આપ. હતે. દેવ સંબંધી બધી વાતે તે રૂપક રૂપે સમજાવવા લાગે. વળી તે
Page #219
--------------------------------------------------------------------------
________________ 172 . યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. wwwwww કહેત કે દેવને પિતાને તે પિતાની મૂર્તિઓની આવશ્યકતા કશી નથી, પણ જન–સ્વભાવની નિર્બળતાને લીધે પિતાની ભાવનાઓને સ્થિર કરવા માટે માણસને દશ્ય ચિહ્નોની જરૂર રહે છે. તેથી દઢ ચિત્તવાળાં માણસને મૂર્તિ-પૂજા નકામી છે. આમ હોવાથી મૂર્તિઓ મનુષ્યની ઈશ્વરભાવનાનાં નિર્દોષ ચિને માત્ર છે, અને પિતાની ભાવના પ્રમાણે જુદી જુદી પ્રજામાં જુદી જુદી જાતની મૂર્તિઓ હોય છે. મિસરના લકે પ્રાણીઓને પૂજે છે, અને પારસીઓ અગ્નિને પવિત્ર માને છે. પરંતુ ગમે તે રૂપે પૂજે, પણ ઈશ્વર છે અને એકજ છે એટલું લેકે સમજે તે બસ છે. વળી ગણદેવની માન્યતા એ વખતે બહુ પ્રચલિત હતી. તત્ત્વવેત્તાઓ પણ તેમનું એ અસ્તિત્વ સ્વીકારી ખુલાસે આપવાનો પ્રયત્ન કરતા. આ મતની સ્પષ્ટતા એ યુલિયસ બહુ કરી છે. તેના મત પ્રમાણે આ દેવે કિંવાડિમને અંતરિક્ષમાં રહેતી જીવસૃષ્ટિ છે, અને આપણી પ્રાર્થનાઓ ઉપર પહોંચાડી આપણને તેઓ મદદ મેળવી આપે છે. અર્થાત્ તેઓ રાજાના મુખ્ય નેકર જેવા છે, અને દરેકને જુદાં જુદાં કામ અને ખાતાં સેપેલાં હોય છે. ઉપરાંત આ ડીમનો વળી આપણા સદાચારના સંરક્ષક અને આપણે કાયનાં નોંધનારા હોય છે, અને દરેક માણસના રક્ષક રૂપે આ એક ડિમન હોય છે અને આખી જીદગીમાં તેના સાક્ષી રૂપે એ હાજર જ રહે છે. તેથી મુઆ પછી એની સાલી ઉપર આપણ કાર્યને ઈનસાફ ત્યાં થાય છે. ધર્મ-સુધારણાના આવા આવા પ્રયાસથી ખ્રિસ્તિધર્મના એકેશ્વરવાદને માર્ગ બહુ સરળ થઈ પડ્યો. અનેકદેવવાદમાં અનેક દે પિતતાનું કામ કર્યા જતા,અને વખતે માંડ માંહે વઢતા અને મારામારી કરતા. અંતે સૈ ઈદની આજ્ઞા પાળતા થયા. એકેશ્વરવાદ પ્રમાણે એક જ ઈશ્વર આ ડીમો દ્વારા વિશ્વનું રાજ કરવા લાગે. આમ લેકેની બુદ્ધિ ઈશ્વર પ્રતિ વળતી થઈ અને ખ્રિસ્તિ ધર્મને પણ એટલું જ જોઈતું હતું. વળી તેથી એમ પણ સિદ્ધ થાય છે કે નૈતિક અને માનસિક વિકાસના પ્રાપ્ત રણને અનુરૂપ પિતાની ધર્મ
Page #220
--------------------------------------------------------------------------
________________ વિધર્મી મહારાજ્ય. 173 ભાવના ઉચ્ચ કરવા અને ધર્મના કાનુનને અમુક અંશે નૈતિક સુધારણના ઉપાય બનાવવા માટે માણસે ઇંતેજાર હોય છે. વળી ધર્મ-ભાવનાના બે મુખ્ય પ્રકારત્વજ્ઞાન અને ભકિત-જે આપણને હવે સર્વત્ર નજરે પડે છે તે બે પ્રકાર પણ આ પ્રયાસમાં સ્પષ્ટ દીસી આવે છે. ગ્રીક તત્વચિંતન યુક્તિપ્રધાન અને મિશ્રવાદી છે. મિસરનું તત્ત્વચિંતન ભકિત-પ્રધાન અને ગૂઢ છે. ગ્રીસ તત્ત્વચિંતક પિતાના ધર્મ ઉપર પણ ટીકા કરવા મંડી જતો. મિસરને ધાર્મિક પુરૂષ દૈવી હાજરી આગળ વિચારશકિતને કંગાલ ગણે ગરીબાઇથી નમી જતે, તેથી યુરેપના નૈતિક જીવનમાં એક નવીન એશને પ્રવેશ થયો; અને તે અંશ ધાર્મિક પૂજ્ય બુદ્ધિ અને ધર્મને માટે ધાસ્તી યુક્ત માન હતા. આ બન્ને પ્રજાના જીવનમાં પડત. ભેદ પણ આ ભેદને લઈને સ્પષ્ટ થાય છે. ગ્રીસના ધર્મમાંથી ઘણી રમત અને ઉત્સવ ઉપજ્યાં છે; અને ધર્મની ધાસ્તી તે લેકમાં બહુ ઓછી હતી. મિસરમાં ધાર્મિક ક્રિયાઓમાં ગુહ્ય ભેદ અને રૂપક રહેતાં, અને બ્રહ્મચર્ય, માંસાહારને ત્યાગ, પવિત્રતા ઇત્યાદિ ક્રિયાઓના લાંબાકાળ પર્યત સેવનથીજ ઈશ્વર-પૂજાને માટે યોગ્ય થવાતું. કુદરતના મહાન બળોની ગણત્રી દેવ તરીકે થતી હોવાથી અને ગુહ્ય ચિનેથી તે બળે ઢંકાએલા હોવાથી એક ગંભીર પ્રકારની ધાસ્તી તેમના ધર્મમાંથી ઉપજતી હતી. આ પર્વાત્ય ધર્મના પ્રવાહની જોડે આચરણના વિચાર અને તત્ત્વદર્શનના સિદ્ધાંતે જે ધસડાઈ આવ્યા તે પણ તેવા જ પ્રકારના હતા. વિચારપરંપરાથી પ્રાપ્ત થતા નિગમને કરતાં સમાધિથી થતું અતજ્ઞાન વધારે કિંમતી છે એ વલણ પત્ય ધર્મનું મુખ્ય હતું. નવીન પ્લેટ મત અને ઈક મત બનેમાં સર્વાત્મવાદ છે, પણ તેમાં ભેદ બહુ છે. અને મતમાં મનુવ્યની એકતા ઇશ્વર સાથે કરી છે; પરંતુ સ્ટઈક મતમાં મનુષ્યનું ગૌરવ વધારવા તે કરી છે અને નવીન પ્લેટે મતમાં ઈશ્વરને મહિમા બતાવવા તે કહી છે. સ્ટેઈક મતમાં સદાચારી મનુષ્યથી શ્રેષ્ઠ સૃષ્ટિમાં કશું નથી; નવીન બેલેટ મતમાં માણસમાં ઈશ્વરીક અંશ છે પણ તે એશ શરીરની
Page #221
--------------------------------------------------------------------------
________________ 174 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ સત્તાથી દબાઈ ગએલું ઝાંખુ, સુરત અને ગુપ્ત પડ્યું રહે છે. તેથી આ શરીરને વશ કરવું અર્થાત દુષ્ટ મનેવિકારને નિગ્રહ કરે એ જીદગીનું પરમ કર્તવ્ય છે. મૃત્યુથી આત્મા અને શરીર તદ્દન ભિન્ન થઈ જાય છે; માટે જ મૃત્યુ અત્યંત ઈચ્છણીય છે. આમાંથી તવૃત્તિને પ્રચાર શરૂ થયે; અને અધ્યાત્મિક તવદર્શન ઉચ્ચ ગણાવા લાગ્યું. ઈશ્વરની ઝાંખી કરવી હોય તે માણસે ઈદિયજન્ય વિલાસથી તદન અળગા રહેવું જોઈએ. ઈડ્યિો સત્યની વિધી હોવાથી તેમની સત્તાને કેવળ નિમૂળ કરી નાંખવી જોઈએ. સત્યનું ઓળખાણ કરાવવા માત્ર બુદ્ધિજ સમર્થ છે. પરંતુ આ બુદ્ધિ એટલે તર્કશક્તિ એમ સમજવાની ભૂલ કરવી નહિ. વસ્તુના સામિપ્ય માત્રથી વસ્તુનું જે ભાન થાય છે તે ભાનનું નામ આ બુદ્ધિ; અને તે વિવેચના, પૃથક્કરણ, સરખામણી કે તર્કથી કાઢેલા અનુમાનથી તદન ભિન્ન છે. આ સહજ જ્ઞાનશક્તિ લાંબા અભ્યાસથી જ આવે છે. શરીરરૂપી દીવાલથી આપણુમાં ઢંકાઈ રહે તે દૈવી અંશ લાંબી અને દઢ અંતર્મુખતાથી જ જેવાઈ શકાય છે. માટે અભ્યાસથી વૃત્તિને દઢ કરી સાર્વત્રિક ચેતન (બ્રહ્મ) ની સાથે એક રસ થઈ જાઓ. આ શાંતિ, આ મેક્ષ કિવા નિર્વાણુ સદાચારની અંતિમ અવસ્થા છે. નિર્ગુણ, નિરાકાર આ એક જેને અલેકઝાંડિયાની ત્રિમૂર્તિમાં “પ્રથમ પુરૂષ” કહે છે તે જ સત્ય છે એવો આધ્યાત્મિક વિવેક મનુષ્યના વિચારની પરિસીમા છે, અને તે પ્રાપ્ત કરવા સમાધિની દશાએ પહોંચવું એ સદાચારનું શિરોબિંદુ છે. આ દિશાએ લૈટિનસ ઘણું વાર પહોંચ્યો હતો અને રિફાઇરી એક જ વખત પહોંચી શકયો હતે. તપદ્ધતિ અહીં નિરૂપયોગી છે એટલું જ નહિ પણ તે બ્રમાત્મક છે. દૈવી વસ્તુઓ પર માણસનું કામ નવુ ઉપજાવવાનું કે મેળવવાનું નથી, પણ જે છે તેને બહાર ખેંચી કાઢવાનું છે. અને શાંતિ અને દઢ નિદિધ્યાસનથી એ વાત બની શકે છે. માટે સાંસારિક દરેક બાબતમાંથી મનને વાળી લેતાં પ્રથમ શીખવાનું છે. આ વાત નવી નથી. ઘણા જમાનામાં જુદે જુદે નામે આની આ વાત કહેવામાં આવેલી છે. ગૂઢાર્થવાદ, અલખવાદ, અધ્યાત્મવાદ, પ્રેરણા
Page #222
--------------------------------------------------------------------------
________________ વિધમી મહારાજ્ય. 175 ** * કે ઈશ્વર કૃપા ગમે તે નામ તેને આપે, પણ તે બધાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ઇંદ્રિયથી પર જ્ઞાનનાં કેટલાંક દ્વારા આપણને પ્રાપ્ત છે એવી માન્યતા આપણા અંતરના અંતરપડમાં રહેલી છે; અને મનની કેટલીક અવસ્થા એવી હોય છેનૈતિક અને માનસિક પ્રકાશના કેટલાક ઝબકારા એવા હોય છે કે આપણી સામાન્ય શકિતઓ વડે તે સમજાવી શકાય એમ નથી. આપણી તર્ક શકિતની વિચારશીલતા, ભીરતા અને ચંચળતાને બદલે નવીન પ્લેટ મતમાં કલ્પનાના હર્ષોન્માદને સ્વીકાર છે, અને તેને માટે બીજી બધી માનસિક શકિતઓને ભોગ આપવાનું કહ્યું છે. તેથી થયું એમ કે લેકે ભેળા અને વહેમી થઈ ગયા, કારણ કે વિવેચના શક્તિનો અંકુશ જતાં કલ્પના નિરંકુશ બની ગઈ અને તેથી તેમાં ભ્રષ્ટતા અને ભ્રાંતિને અવકાશ રહેવા લાગે. આગલા કઈ પણ મત કરતાં આ મતમાં ચિત્તની વિશુદ્ધિ ઉપર વિશેષ લક્ષ છે એ વાત ખરી, પરંતુ વિચાર અને કૃતિને છૂટાં પાડવાની ગંભીર ભૂલ પણ આ મતે કરી છે. : જે સદાચાર કૃતિમાં પ્રતીત થતું ન હોય તેને સદાચાર તરીકે સ્વીકારવાની રેમના તત્વચિંતકે સાફ ને કહેતા. પરમેશ્વરની પ્રાર્થના કરીને ખેડૂત ને બેસી રહે અને હળ ફેરવે નહિ, તે તેથી ધાન્ય નીપજી જતું નથી. કેવળ જ્ઞાનથી ફાયદો ? વૈદ્યની કુશળતા ક્યારે ગણાય કે રેગીને રોગ મટાડે ત્યારે. અર્થાત પિતાની શકિતને ઉપયોગ માણસે બીજાના ભલા માટે કરવાનું છે. આપણી માફક પરમેશ્વર આળસુ થઈ જાય તે પછી દુનિયા ચાલશે કેમ ? પરંતુ નવીન પ્લેટ મતને સદાચાર સામાજીક રહેતો નથી, કારણ કે તે મતમાં સમાધિ જ સદાચારની સર્વોત્તમ દશા મનાએલી છે, અને વૈરાગ્ય વૃત્તિ તે દશા પ્રાપ્ત કરવાનું સાધન છે. પણ વૈરાગ્ય-વૃત્તિ અને સાંસારિક પ્રવૃત્તિ એક બીજના વિધી છે. તેથી રમના તત્વચિંતનને છેલ્લે ફટકે મારવાની ખાસ યોગ્યતા નવીન પ્લેટ મતમાં હતી. આ પ્રમાણે નવીન પ્લેટ મતને લીધે સામાજીક જીવનની પ્રવૃત્તિ બંધ પડી અને વિવેચના-શક્તિ મંદ થઈ. વળી આગળ જતાં દૈવી ચમત્કા રની વાત બહુ મનાવા લાગી તેથી અને ગૌણદેવના સિદ્ધાંતથી સ્ટઈક
Page #223
--------------------------------------------------------------------------
________________ - 176 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કુદરત વાદ સૂઈ ગયો. આત્મહત્યામાં દોષ ગણાવા લાગે, કારણ કે કર્તવ્યનું જે સ્થાન આપણે માટે ઈશ્વરે નિર્મિત કર્યું હોય તે તજવામાં પાપ છે, એટલું જ નહિ પણ આત્મહત્યા કરતી વખતે માનસિક ગભરાટને લીધે આત્મા દૂષિત થાય છે એવી માન્યતા થવા લાગી હતી. વળી પરલેકનું અસ્તિત્વ પણ સૌ માનવા લાગ્યા હતા, કારણ કે રેમની મોટાઈ નષ્ટ થતાં “ઈશ્વરના દરબાર'ની વાત લેકનાં મન ઉપર ધીમે ધીમે સ્થિત થવા લાગી; અને ગુલામોની સંખ્યા જે રેમમાં અસંખ્ય હતી તેમને આ વાત બહુ રૂચિકર થઈ પડી. ઉપરાંત નીતિ અને ધર્મનું સંમિશ્રણ થતું અને મંદિરમાં થતી ધર્મક્રિયાઓથી નૈતિક વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે એ. વિચાર પ્રસર્યો. આ બધાં પરિણામ નવીન પ્લેટે મતમાંથી ઉપજી આવ્યાં. ' ટૂંકમાં, આખા પ્રકરણને સાર આમ છે; રેમમાં તત્વજ્ઞાનનો ઉદય થયો ત્યારથી તે ખ્રિસ્તિ ધર્મની સ્થાપના થઈ તે દરમ્યાન નીતિનાં એકદર વલણ રેમન પ્રજામાં કેવાં હતાં તે આપણે જોયું અને સંજોગોને લઈને નૌતિનું ધારણ કેવી રીતે બદલાતું ગયું તે પણ આપણે તપાસ્યું. વ્યક્તિઓની નૈતિક કે માનસિક શક્તિઓમાં ગમે તેવી વિવિધતા હોય, પરંતુ જનસમૂહના એકંદર સ્વાભાવિક કે નૈતિક ધોરણમાં ઝાઝે ફેર હો સંભવિત નથી; તેથી કરીને કોઈ પ્રજામાં કઈ સદાચાર વા દુરાચાર અગ્રસ્થાને ગણાતો હોય છે તેનું કારણ તે પ્રજાના અમુક સંજોગોમાંથી જ શોધવાનું હોય છે. તે પ્રમાણે રેમના આચરણના ઇતિહાસની ત્રણ અવસ્થા આપણને પ્રતીત થાય છે. ' કેટે અને સિસેરેના સમયમાં રેમના સદાચારનું સ્વરૂપ શુદ્ધ રમાય હતું. સ્ટઈક મતના સિદ્ધાંત પ્રમાણે આ સ્વરૂપ સમજાવી શકાતું હતું એ વાત ખરી, પણ તે સ્વરૂપ રેમમાં અસલથી જ ચાલ્યું આવતું હતું. તે વખતનો રોમન નર દઢ, સહનશીલ, વ્યાવહારિક અને ઉન્નત હતો. કાળે કરીને આ સ્વરૂપમાં ગ્રીક વળણ દાખલ થયું; અને તે કેમળ અને દયાળુ હતું. કેવા કેવા સંજોગોથી આ તવ રેમના સદાચારમાં દાખલ થઈ ગયું
Page #224
--------------------------------------------------------------------------
________________ વિધમાં મહારાજ્ય, 177 તે આપણે ઉપર જોયું છે. પરંતુ આ તત્વ દાખલ થવાથી સ્ટીઈક મત નિર્બળ થતા ગયે, અને છેવટે લેકમાન્ય ધર્મ સુધારવાની પ્રબળ ઈચ્છા રોમન પ્રજામાં ઉદ્દભવ પામી. આ બીજી અવસ્થાના નૈતિક નમુનામાં રેમ અને ગ્રીસના સદાચારનું સંમિશ્રણ હતું. ત્રીજી અવસ્થામાં રાજાનું રાજ્ય લબે વખત ચાલુ રહેવાને લીધે રોમન પ્રજામાં સામાજીક ચંચળતાને ધીમે ધીમે અસ્ત થઈ ગયો. વક્તાઓનું પરિબળ વધી પડવાથી માનસિક શક્તિમાં માત્ર વિતંડા અને શુષ્ક તર્ક રહ્યાં. લાગણીઓને કેળવવાની પ્રથા વધતી ચાલી, અને છેવટે લેકને ધર્મ ભાવનાની ઈચ્છા પ્રબળ થઈ. અનેક નાનાં નાનાં કારણોને લીધે સંશયાત્મવાદને નાશ થશે અને ધીમે ધીમે અલેક્ઝાંડ્રિયા નીતિ શાસ્ત્રનું મુખ્ય મથક થઈ પડયું. તેથી રમીય નૈતિક સ્વરૂપ નષ્ટ થયું, અને છેવટે નવીન પ્લેટ મત લેકની સમક્ષ આવીને ઉભો રહ્યો. આ મતની અસરથી માણ સેનાં મન અંતરાભિમુખ, ભોળાં અને વહેમી થઈ ગયાં; અને સમાધિના બ્રમમાં પિતાની ઇચ્છિત અવસ્થા પામ્યાં છે એમ માની માણસો એકાંતવાસી થવા લાગ્યાં. શહેનશાહત, ગુલામગીરી અને ક્રૂર રમતના પરિણામે રોમ કેવળ ભ્રષ્ટ થઈ ગયું હતું. આ ભ્રષ્ટતા મટાડવાને પ્રયાસ દરેક પથે કર્યો હતો. સ્ટઈક મતે સારા નરસાને માટે મેટો ભેદ સ્પષ્ટ સ્થાપો, સાર્વત્રિક બ્રાતૃભાવની વહાર કરી, ઉત્તમ સાહિત્ય અને ધારા-શાસ્ત્ર ઉપજાવ્યાં અને પિતાની નૈતિક વ્યવસ્થાને સ્વદેશાભિમાનમાં લગાડી દીધી. ગ્રીક તત્ત્વજ્ઞાનની અસરથી લેકમાં કમળ ગુણે દાખલ થયા અને સામાન્ય વ્યવહારમાં પણ સારા નરસાને ભેદ સ્પષ્ટ થશે. અને નવીન પ્લેટ મતથી ધાર્મિક પૂજ્યબુદ્ધિની ભાવના જાગ્રત થઈ, નમ્રતા, ભકિત અને વિચારની વિશુદ્ધિને બંધ થયો, અને નૈતિક દૃષ્ટિબિંદુને માણસ સાથે નહિ પણ ઈશ્વર સાથે સંબંધ છે એ વાતથી લેકે પરિચિત થયા. પરંતુ એ જ સમયે ખ્રિસ્તિધર્મ ધીમે ધીમે બહાર આવતા હો;
Page #225
--------------------------------------------------------------------------
________________ 178 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને છેવટે એ ધર્મ નીતિની બાબતમાં આખી દુનિયાને ગુરૂ થઈ પડે. ઈક મતને સાર્વત્રિક ભ્રાતૃભાવ, કમળ ગુણને માટે ગ્રીક તત્વવેત્તાએને પક્ષપાત, અને મિસરના ધર્મમાં પૂજ્ય-બુદ્ધિ અને ધાર્મિક સંભ્રમને જે અંશ હતા તે, આ બધાનું પિતાના મતમાં સંમેલન કરી તે સર્વોપરી બની ગયે. તેથી રેમમાં આ ધર્મને ઉદય કેવી રીતે થય, સદાચારનું કયું સ્વરૂપ એણે લેકેની આગળ રજુ કર્યું, તેના ઉપર તેની શી અસર થઈ અને તેથી કેવા કેવા ફેરફાર થયા તે જોવાનું હવે આપણને રહે છે. પ્રકરણ ત્રીજું. રોમ ખ્રિસ્તિ થયું. જે ખ્રિસ્તિધર્મ આખી દુનિયામાં મેટા વિસ્મયકારક ફેરફાર કરવાને સર્જિત થયો હતો તેની અગત્યતાનું ભાન, કેન્સ્ટન્ટાઈન રેમને પાદશાહ થયો તે પૂર્વે રોમીય લેખકેમાં બીલકુલ નહોતું. તેથી પ્રાથમિક ખ્રિસ્તિસંસ્થાને ઇતિહાસ તેમના લેખોમાંથી લખવે એ કામ કેવળ અશક્ય થઈ પડે છે. લૂટાર્ક, પ્લિનિ અને સેનિકા પિતાના લેખમાં ખ્રિસ્તિધર્મનું નામ પણ આપતા નથી. ટેસિટસ એ ધર્મને “ધિક્કારપાત્ર વહેમની સંજ્ઞા આપે છે. ટેનિયસ પણ એમ જ કહે છે. તે સમયના રોમીય લેખકેએ શહેનશાહનાં જીવનચરિત લખ્યાં છે અને તેમાં દરબારના પિશાક, રમતો, દુરાચાર અને મૂખઈઓની અનેક વિગત તેઓ આપે છે, પરંતુ પ્રિસ્તિ ધર્મના તે છ સાત ઈસારા માત્ર કરે છે. - આ ચૂપકીનું કારણ સત્તાને અંકુશ હતા એમ પણ નહતું. કારણકે આ વિષયમાં લખવાની છુટ તે વખતે અત્યંત હતી. ઇતિહાસ કેમ લખવો એ વાત તેઓ જાણતા હતા. અને રેમન મહારાજ્યના સામાજીક પરિવ
Page #226
--------------------------------------------------------------------------
________________ રામ ખ્રિસ્તિ થયું. 179 નેનું ઘણું જ્ઞાન તેમના લેખમાંથી આપણને મળે છે. પરંતુ ખ્રિસ્તિધર્મની નૈતિક અગત્યતાની જ માત્ર તેઓએ ઉપેક્ષા કરી છે, અને તેથી ઈતિહાસમાં એક મેટે ખાડે પડી રહે છે. પ્રતિભાશાળી લેખકે તે વખતે નહોતા એમ પણ નહોતું; પિતાની આસપાસ સમાજની છિન્નભિન્ન અવસ્થા તેઓ જોતા હતા; અને જે સત્તા આવી અવસ્થામાંથી તરી આવી વખત જતાં લોકોની નીતિને દોરનારું પ્રબળ બળ થવાની હતી તેની આગાહી તેઓ કેવળ કરી શક્યા નહિ એ વાત પણ વિચારવા જેવી છે. ધર્મ અને નીતિના પ્રદેશ એકબીજાથી ભિન્ન છે અને ધર્મથી સ્વતંત્ર નીતિની સિદ્ધિ થઈ શકે છે એવી માન્યતા તે સમયમાં પ્રચલિત હોવાથી ખ્રિસ્તિધર્મની ઉપેક્ષા તેમણે કરી છે. રેમન મહારાજ્યના સ્ટઈક સમયમાં ધર્મ વ્યાવહારિક જીવનમાં દૈવી સહાય મેળવવાની કળા માત્ર ગણતે હતો; અને મનુષ્ય જાતની નૈતિક સુધારણું તેના પ્રદેશની કેવળ બહાર ગણાતી હતી. શિક્ષિત વર્ગ તત્ત્વજ્ઞાનને જ ધર્મ માનતે. અને પત્ય હેમે જે રેમમાં પેસી ગયા હતા તે ઘણું અનિષ્ટકારક મનાતા અને તુચ્છ ગણાતા. તેમાંય યહુદી લેકેના વહેમ અતિ તુચ્છ ગણુતા; પણ તેમના ધર્મના નિયમથી લેકે કેવળ અજ્ઞાન હતા. આ યાહુદી ધર્મના પંથ તરીકે બ્રિતિધર્મ લેખાતે હતો. રેમના રાજ્ય ઉપર ખ્રિસ્તિધર્મની ફતેહ કેટલે અંશે નૈતિક કારણોને લઈને થઈ હતી અને પ્રચલિત તત્વજ્ઞાન સાથે તેને સંબંધ કેવો હતો તે બરાબર જાણવા માટે તે ફતેહ કેવી રીતે થઈ તે બાબત કાંઈક કહેવું ઉચિત જણાય છે. કેટલાક કહે છે કે રેશમીય તત્વજ્ઞાન ઉપર એ ધર્મની પ્રબળ અસર થઈ હતી, અને તેમના કેટલાક આગેવાન પુરૂષો એ તત્ત્વ જ્ઞાનના અનુયાયીઓ હતા; તેથી ખ્રિસ્તિધર્મની ફતેહ થઈ છે. કેટલાક વળી કહે છે કે પોતાના ધર્મ-પુસ્તકમાં આપેલી કથાઓ સાચી છે તેના પ્રબળ પૂરાવા ખ્રિસ્તિ ઉપદેશકએ આપ્યા તેથી તે ધર્મની ફતેહ થઈ છે. અન્ય કેટલાક વળી ખ્રિસ્તિધર્મની ફતેહને કેવળ ચમત્કાર રૂપ જ ગણે છે. તેઓ કહે છે કે પવન અને પાણી કેવળ પ્રતિકૂળ હોવા છતાં જેમ કે વહાણ પિતાને ધારેલે સ્થળે ત્વરાથી પહોંચી જાય એવી ખ્રિસ્તિધર્મની ફતેહ પણ
Page #227
--------------------------------------------------------------------------
________________ *************** 18 યુરોપીય પ્રજાના આચરણનેઈતિહાસ. હતી, તેથી મુએલું માણસ જીવતું થાય તેમાં જે ચમત્કાર છે, તેમ ખ્રિસ્તિ ધર્મની આ ફતેહમાં પણ ચમત્કાર છે. ઉપલા ત્રણ મતમાંથી પ્રથમ મત વિષે ઝાઝું બેલવાની જરૂર નથી, છેલ્લાં પ્રકરણમાં તે સંબંધી બહુ કહેવાયું છે. રોમન રાજ્યના મહાન નીતિવેત્તાઓએ ખ્રિસ્તિધર્મનું નામ પણ આપ્યું નથી, અને આપ્યું છે ત્યાં તેને તિરસ્કાર જ કર્યો છે; અજ્ઞાન લેકમાં ઘણું ધી ઉભા થતા, પણ તેઓ તેમની ઉપેક્ષા કરતા; અને ખ્રિસ્તિઓના સંબંધમાં તેઓ આવ્યા હોય અગર ખ્રિસ્તિઓ ઉપર તેમણે મેહેરબાની બતાવી હોય એ કઈ કિંમતી પૂરાવો આપણને મળતું નથી. ખ્રિસ્તિધર્મની અસર તેમના ઉપર થઈ હતી એમ ધારવાનું કારણ માત્ર એટલું જ છે કે ખ્રિસ્તિઓની પેઠે તેઓ પણ આત્મનિરીક્ષણ, સાર્વત્રિક ભ્રાતૃભાવ, અને દયાને ઉપદેશ આપતા. તથાપિ આ સામનો ખુલાસે દરેક મતમાં સ્વતંત્ર રીતે થઈ શકે છે. આત્મ-નિરીક્ષણ કર્તવ્ય છે એ વાત સ્ટેઈક મતે પિયાગોરિયના ઉપદેશમાંથી ગ્રહણ કરી છે. સાર્વત્રિક ભ્રાતૃભાવને સિદ્ધાંત સમયના રાજકીય અને સામાજીક પરિ. વર્તનનું પરિણામ છે, કારણ કે તે સમયે આખી સુધરેલી આલમ રેમના રાજ્ય-છત્ર નીચે આવી હતી. વળી એંઈકમતના સર્વાત્મવાદને તે વાત અનુકૂળ હતી. પાછલા સ્ટઈકમતમાં દયાને ઉપદેશ મુખ્ય હતા એ વાત ખરી છે, પણ તેનું કારણ રમના જીવનમાં શ્રીકાન્ત પેઠું હતું તે છે. આ પ્રમાણે આ સામ્યને ખુલાસે આપી શકાય છે. સેનિકાને સંતપેલની સાથે પત્રવ્યવહાર ચાલ્યો હતો એ કારણ બતાવી મધ્યકાળના લેખકે એને ખ્રિસ્તિ માનતા. પરંતુ આ પત્રવ્યવહારને હવે બનાવટી માનવામાં આવે છે. પરંતુ સેનિકાએ ખ્રિસ્તિધર્મની ભાષા કાંઈક સાંભળી હોય એમ માનીએ તો પણ તે ધર્મથી પ્રેરાઈને પિતાને નીતિને સિદ્ધાંત એણે ર છે એ વાત ખોટી છે, કારણ કે ખ્રિસ્તિધર્મમાં ભક્તિ, દીનતા, માણસની પાપ બુદ્ધિનું અને ઈશ્વરની સર્વોત્કૃષ્ટ ભવ્યતાનું ભાન અને પારલૈકિક સૃષ્ટિને વારંવાર ઇસારે-એ વાતે મુખ્ય છે. પરંતુ સેનિકાના ઉપદેશમાં એથી ઉલટું જ છે. પારલૈકિક સૃષ્ટિને બેદરકાર રહીને અને
Page #228
--------------------------------------------------------------------------
________________ રોમ ખ્રિસ્તિ થયું, 181 મનુષ્યની સર્વોત્કૃષ્ટ ભવ્યતાને ગંભીર નિશ્ચય એને હેવાથી, પોતાના શિષ્યોને ઈશ્વર અને માણસની દરેક બીકથી સ્વતંત્ર કરવાને ખાસ પરિશ્રમ સેનિકાએ કર્યો હતે. ડાહ્યા માણસ દેવોની તુલ્ય છે એવી મગરૂર ભાષા એની હતી. વળી યાહુદીની આખી જાત શાપિત છે એમ સેનિકા સ્પષ્ટ કહેતા, અને યહુદી અને ખ્રિસ્તિને એ વખતે મેં એક ગણતું. રેમન એંઈકોમાં જે કોઈનું પણ આચરણ ખ્રિસ્તિના જેવું હોય તે તે મારકસ ઓરેલિયસનું હતું, પણ એણે તે ખ્રિસ્તી ધર્મને સતાવ્યું હતું. વળી ખ્રિસ્તિ ધર્મના સિદ્ધતિનું સામ્ય ગ્રીક તત્ત્વવેત્તાઓના લખાણમાં જોવામાં આવતું હતું, અને તેનાં અનેક દૃષ્ટાંત અપાતાં હતાં. પરંતુ સેનિકા ઇત્યાદિ રમના સમકાલીન નીતિવેત્તાઓ ઉપર એ ધર્મની અસર થઈ હતી એમ કોઈ ખ્રિસ્તિ વૃદ્ધ કહેતું નથી. તેથી કરીને સ્ટઈક મતની પ્રબળતાના સમયે ખ્રિસ્તિ ધર્મ રમના તત્ત્વચિંતક વર્ગ ઉપર કાંઈ પણ સત્તા સ્થાપિત કરી હોય એ વાત તદન બીનપાયાદાર છે. ત્યારે હવે, લેકીને દૈવી ચમત્કારને પૂરાવે આપી ખ્રિસ્તિ ધર્મ પોતાની સત્તા સ્થાપી છે કે કેમ? તે બાબતને આપણે વિચાર કરીએ. અહીં બે બાબતે આપણે લક્ષમાં રાખવાની છે. એક તે, ચમત્કારની તુલ્યના કરવાની એ જમાનાની શક્તિ કેવી હતી અને બીજી કેટલે અંશે તેમના મન ઉપર એ ચમત્કારોની અસર થાય એમ હતું ? આ વિષય બરાબર સમજવાને માટે ચમત્કારના પૂરાવાની વાત કાંઈક છણવાની અત્ર જરૂર છે. - કેથલિક સંસ્થાના થોડાક ધર્મગુરૂઓ સિવાય, હાલના સુધરેલા, જમાનામાં ચમત્કારની વાત સામાન્ય રીતે કોઈ માનતું નથી. લગભગ દરેક માણસ કોઈ એક અમુક પ્રકારના ચમત્કાર અંતઃકરણપૂર્વક કદિ માનતે હોય છતાં સામાન્ય નિયમ તરીકે ચમત્કારને તે જૂઠા અને નહિ માનવા લાયક ગણે છે. ચમત્કાર બનવા અશક્ય છે અથવા કુદરતમાં તે બનવા અત્યંત અસંભવિત છે એવા કારણને લીધે ચમત્કારમાં તેને અશ્રદ્ધા હોય છે એમ પણ નથી, કારણ કે અન્ય ચમત્કારેના સંબંધમાં
Page #229
--------------------------------------------------------------------------
________________ 182 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગમે તેમ હોય, પરંતુ તેમને એક વર્ગ એવે છે અથવા તેમને વિચારમાં ઉતારવાને એક પ્રકાર એ છે કે જેમાં તર્કમૂલક મુશ્કેલી કાંઈ આવતી નથી. વિજળીને તાર જે કે ગ્રહણની આગાહી સાંભળી જંગલીલું મન આચાર્ય પામે છે, તેમ આપણાથી અત્યંત ચડીઆમાં જ્ઞાન કે શક્તિવાળી જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય તે તે વાત અસંભવિત નથી; અને પછી એવી સૃષ્ટિને સામાન્ય લાગતાં કાર્યો આપણામાંથી બુદ્ધિમાનમાં બુદ્ધિ માન માણસને પણ ન સમજાય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. વળી બીજી બાબતમાં જે પૂરાવાને આપણે પૂર માનીએ છીએ તે પૂરત પૂરાવો ચમત્કારની બાબતમાં આપણને મળતું નથી માટે આપણે ચમત્કાર નથી માનતા એમ પણ નથી; કારણ કે ઈતિહાસના ઘણા બનાવે આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઈએ છીએ, પણ એજ ઈતિહાસકાર જે દૈવી ચમત્કારની વાત કરે છે તે તે વાતને આપણું મન અનાયાસે જ એક ગપ ગણે છે. આપણને ખાત્રી છે કે પ્રાચીન શિષ્ટ સમયમાં કે મધ્યકાળમાં ચમત્કાર સામાન્ય બનાવ ન હોવા છતાં તે કાળના લગભગ બધા લેખકેને ખાત્રી હતી કે તે બનતા. સહજ પ્રશ્ન થાય છે કે તે કાળમાં ચમત્કારની માન્યતા ઘણી હતી અને હાલ કેમ નથી? તો તેને જવાબ માત્ર એટલું જ છે કે વધતા જતા સુધારાના પરિણામે મનુષ્યના મનની દશા એવી થઈ કે ચમત્કાર પરત્વે રહેલી હસ્યજનક અંધ-શ્રદ્ધા એની મેળે સરી ગઈ. ચમત્કારની માન્યતા વાદવિવાદ કે યુકિતપૂર્વક દલીલથી નષ્ટ થતી નથી, પરંતુ સુધારો અને કેળવણી વધતાં અવશ્ય એ માન્યતા અદશ્ય થઈ જાય છે, કારણ કે તે માન્યતા મનની એક દશા માત્ર હોય છે. તેથી જ ગામડીઆ અજ્ઞાન કો ભૂત પલીત અને ડાકણોને માને છે. ચમત્કારની માન્યતા એ કલ્પનાની જ એક અવસ્થા છે, અને કલ્પના સુવ્યવસ્થિત થતાં એવી માન્યતા એની મેળે રહેતી નથી. એક જંગલી અજ્ઞાન માણસ પોતાની આસપાસ જોઈ સૃષ્ટિને પ્રથમ વિચાર કરવા માંડે છે ત્યારે એને એમ છુરી આવે છે કે પોતાનો આસપાસ બનતું બધું, કોઈક પિતાની મરજી માફક કયી કરે છે. પિતાની પાસે
Page #230
--------------------------------------------------------------------------
________________ 183 , ,,,,,,,,,,, ,,++++, + - 1. રામ ખ્રિસ્તિ થયું. પથરે આવીને પડે છે તે એમ જાણે છે કે કેઈએ એ ફેંકો. અને ધૂમકેતુ, મરકી, વાવાઝોડું ઇત્યાદિ બનાવને કાઈ અદશ્ય શક્તિના સીધા અને છૂટક છૂટક કાર્યો માનીને તે કાર્યો શા ઈરાદાથી પ્રેરિત થતાં હશે તેને વિચાર કરવા એ બેસે છે, અને તે કરનારાને ક્રોધ શમાવવા ઉપાયો તે શોધે છે. આમ સૃષ્ટિમાં બનતાં બનાવોને નોખા નોખા ગણીને, તે દરેકની વ્યવસ્થા કરતી અધિષ્ઠાત્રી શક્તિની નવી નવી યોજના તે કરે છે. આમ ચમત્કાર તેને મને કોઈ વિચિત્ર બનાવ લાગતા નથી, તેમ કુદરતી કાયદાના ભેગરૂપે તેને સમજાતા નથી, પરંતુ દુનિયાને સામાન્ય ક્રમ જ એવો છે એમ એને લાગે છે. બુદ્ધિની આ અવસ્થાની સાથે કેટલાંક નાનાં નાનાં પરિણામે પણ રહેલાં હોય છે. છવાપણુવાદકે જે માનુષી લાગણીઓનું આરોપણ જડ વસ્તુઓમાં કરે છે, જે સઘળાં કાવ્ય અને વકતૃત્વમાં મોટે અંશે દેખાય છે, અને સમાજની પ્રાથમિક દશામાં જે ખાસ કરીને દશ્ય થાય છે તે આપણુ અભિપ્રાયોના મોટા ભાગનું મૂળ છે. થાંભલા સાથે માથું ભટકાતાં આપણે પણ થાંભલા ઉપર ઘડીક ગુસ્સે થઈ જઈએ છીએ, પરંતુ તેમાં આ જીવારોપણુ જ હોય છે. પરંતુ વિવેક વાપરી સુધરેલો માણસ ક્રોધના આ આવિર્ભાવને રોકી શકે છે; બાળક અને જંગલી તે રોકી શકતાં નથી. અને આ ન્યાયે અન્ય કારણોની સાથે કપના શકિતની નિર્બળતાને લીધે પિતાની પ્રથમ ભાવાઓને અનુરૂપ ઈશ્વરનું સ્વરૂપ આદિકાળનાં અશિક્ષિત માણસો બાંધે છે અને આ ઈશ્વરનાં તુરંગી અને અસંબદ્ધ કાને તેઓ ચમત્કાર લેખે છે. કલ્પનાની એ જ નિબળતા પછી તેમનાં માનસિક વલણે, મનેભાવ, વિકારના ખળભળાટ કે વિરોધ કે કેવળ તુરંગને પણ કાંઈક દશ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે; અને આમ ધીમે ધીમે દેવ દેવીઓ અને તેમની કથાઓ ઉપજી આવે છે. આવી કથાઓને ઉદેશ નીતિને કોઈ મુદ્દો રૂપક રૂપે-બુદ્ધિમાં ઝટ ઉતરે એવા કેઈ સાકાર સ્વરૂપે, સમજાવવાનું હોય છે અર્થાત વારેપણમાં આશ્ચર્ય ઉપર પ્રેમ અને વિવેચનાશકિતની ખામી એ બે વાત મુખ્ય હોય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________ 184 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ -~- ~ * આ પ્રમાણે વર્ષાકાળમાં વરસાદ જેમ સ્વાભાવિક છે, તેમ સમાજની અમુક દશામાં ચમત્કારિક કથાઓની માન્યતા પણ સ્વાભાવિક છે. પરંતુ માણસમાં જેમ જેમ સમીક્ષણ વધતું જાય છે, કુદરતનું રાજ્ય નિયમે વરતે છે એ અભિપ્રાય જેમ જેમ બંધાતે જાય છે, અને વસ્તુએને વિચારથી નિરાળા કરવાની તેમની શકિત જેમ જેમ કેળવાતી જાય છે, તેમ તેમ તેમનામાં ચમત્કારની અપેક્ષા અને આસ્થા ઓછી થતી જાય છે, અને તેથી ચમત્કાર બનવા પણ બંધ પડી જાય છે. ભોળા અને વેર હેમી કાળમાં પણ ચમત્કારની સંખ્યાને આધાર ધાર્મિક બાબતોમાં કલ્પનાની પ્રબળતાના પ્રમાણ ઉપર રહેલું હોય છે અને દરેક પ્રજામાં એમ બનેલું છે. તેથી કરીને જ્ઞાનની અમુક દશામાં ચમત્કારની માન્યતા સ્વા. ભાવિક હોય છે એટલા ખુલાસાથી તે માન્યતાનું ખંડન થાય છે. ચમત્કાર બનવા અશકય છે અથવા તેમની સત્યતા સાબીત કરે તે પૂરતે પૂરા નથી; માટે ચમત્કાર આપણે માનતા નથી એમ અમે કહેતા નથી, કવિઓ પિરિઓની વાત કરે છે. પુરાણુઓ વિદૂત કે મહાદેવના ગણેની વાત કરે છે. આવી વાત માનતાં વિચારમાં કઈ વિરેાધ આવતું નથી. તેમ દરેક બાબતમાં આપણે પૂર્ણ પૂરા પણ માગતા નથી. પૂરા જ જોઈતું હોય તે ચમત્કારની બાબતમાં તે તે ઘણે છે; છતાં આપણે ચમત્કાર માનતા નથી. અમે તે એટલું જ કહીએ છીએ કે સમાજની અમુક અવસ્થામાં તે અવશ્ય મનાય છે. ભૂતપલીતનું અસ્તિત્વ જ નથી એમ કોઈ માણસ સિદ્ધ કરી શકે એમ નથી; પણ તાવની ગરમીથી ઉશ્કેરાએ માણસ ભૂત જુએ તે તેનું કારણ સમજવું આપણને મુશ્કેલ લાગતું નથી. સુધારે વધતાં ચમત્કારે બનવા બંધ થતા જાય છે તેનાં ત્રણ કારણે છે. પ્રથમ તે, કેળવણી વધતાં વસ્તુઓને અવેલેકવાની અને તેમને યથાર્થ કહી બતાવવાની ટેવ માણસમાં આવતી જાય છે અને તેથી અશિક્ષિત ક પના અંકુશમાં આવતી જાય છે. અર્થાત કેળવણી વધતાં સત્યની જીજ્ઞાસા. વધે છે અને તેથી માણસનું મન વધારે સખત સાબીતીની માગણી કરતું જાય છે. બીજું કેળવણીની વૃદ્ધિ સાથે પૃથક્કરણ કિવા વર્ગીકરણની શકિત
Page #232
--------------------------------------------------------------------------
________________ રામ ખ્રિસ્તિ થયું. 185 વધે છે અને તેને લીધે સૃષ્ટિના જડ બનાવમાં ચેતનને આરોપ કરવાની ટેવ સુધરે છે અને તેથી દેવદેવીઓની ચમત્કારીક કથા ઉપજાવવાનું મેટું મૂળ બંધ થઈ જાય છે અને આમ પુરાણ કથાઓને અંત આવે છે. ત્રીજું, સૃષ્ટિ-વિજ્ઞાન–શાસ્ત્રને અભ્યાસ વધતાં કુદરતનું રાજ્ય નિયમે ચાલે છે એવું જ્ઞાન થાય છે અને તેથી ચમત્કારની માન્યતાને અસ્ત થાય છે. પુરાણ કાળમાં મનાતા અનેક ચમત્કાર રૂપ બનાવે તે કુદરતી જડ કારણોનાં નિયમિત પરિણામ માત્ર છે એમ વિજ્ઞાન–શાસે હવે સિદ્ધ કર્યું છે. વળગાડના દરદોની સારવાર હવે ડાકટરો કરે છે અને કાલેરા, મરકી વગેરે મોકલી ઈશ્વર પિતાની નાખુશી જણાવે છે એવી માન્યતા હવે લેપ પામી ગઈ છે. ધૂમકેતુના આગમનની આગાહી થાય છે અને વિજળી તે હવે આપણી દાસી થઈ રહી છે. વળી જ્યાં કેટલીક પુરાણકથાઓનો ખુલાસો આપી શકાતો નથી ત્યાં પણ ચમત્કાર બનવો બહુ અસંભવિત છે. કારણ કે વિજ્ઞાન-શાસ્ત્રને મુખ્ય ઉપદેશ એ છે કે જગતના બનાવે એક બીજામાં ઓતપ્રેત અને સંકલિત હોય છે, અને તેથી એક બાબતમાં વ્યુત્કમ થતાં આખા જગતમાં ઉત્પાત થાય. આમ ચમત્કારની માન્યતા નિર્મૂળ કરવામાં સૃષ્ટિ-વિજ્ઞાન શાએ ઘણું કર્યું છે. સૃષ્ટિમાં કુદરતનું નિયમિત રાજ્ય જ પ્રવર્તે છે; કશું અણધાર્યું કે અકસ્માતથી બનતું નથી; એ વિજ્ઞાન-શાસ્ત્રને મુખ્ય અને જબરો ઉપદેશ છે. પરંતુ હજી પણ વિજ્ઞાન–શાસ્ત્રને વિજય સંપૂર્ણ થયે જણાતું નથી. હાલના સમયમાં પણ ઘણાખરાં માણસે કુદરતના કેટલાક બનાવોને ચમકારનો પ્રદેશ માને છે; કારણ કે વિજ્ઞાન-શાસ્ત્ર એ બનાવની બરાબર આગાહી કરી શકતું નથી. દાખલા તરીકે વરસાદ ન થાય તે લોકોની નીતિ ઉપર આક્ષેપ મૂકાય છે. “ભાઈ ! આવા પાપના જમાનામાં વરસાદ, પણ સુકાઈ ગયો !" એમ કે માહમાંહે કહે છે. વળી કેટલાક નહિ સમજતા રોગમાં પણ તેઓ ઈશ્વરને ન્યાય જુએ છે; અને જે રોગ વૈદિક શાસ્ત્રથી ન મટે અથવા મટતાં વાર લાગે તે લોકે દેરા ચીઠ્ઠી કરાવવા દોડે છે, ઈગ્લાંડમાં એક સમયે જ્યારે તેમાં મરકી પડી ત્યારે કેટલાક ધર્મગુરૂઓ
Page #233
--------------------------------------------------------------------------
________________ 186 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કહેવા લાગ્યા કે કેટલાક પાપી લેખકેએ ધર્મ-વિરૂદ્ધ લેખ લખ્યા હતા તેનું એ પરિણામ હતું. લેખકેએ લેખ લખ્યા પણ તેમને ઘેર ઠેર નહેતાં; ખેડૂતોને હેર હતાં, પણ તેમણે એ લેખ લખ્યા નહોતા; એટલું જ નહિ પણ તે લેખની તેમને ખબર પણ નહતી; અને ખબર હતી કે તે લેખકેની સામે પગલાં ભરત; વળી કેટલાંક પરગણું ઘણું આસ્તિક હતાં, છતાં તે રોગનું જોર ત્યાં જ ઘણું હતું અને બીજા દેશમાં એવી જતના લેખ લખાતા હતા, છતાં ત્યાં એ રોગનું નામ નહોતું; આ બધી વાત ખરી, પણ લેકેને વેહેમ ગયો નહિ, અને તે રોગનું કારણ તે નાસ્તિક લે છે હતા એમ તે કહેતા હતા. હવે બાહ્ય અનુભવના બળે કુદરતી કારણે ખેળવાં અને તે ઉપરથી બનાવેની આગાહી કરી આપવી એ વિજ્ઞાન–શાસ્ત્રની પદ્ધતિ છે. આ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરી શકાય એમ છે ત્યાં પણ કરાતો નથી, એ વાત લેકોના લક્ષમાં રહેતી નથી. દાખલા તરીકે અનાસ્થા અને દુરાચારના સમયમાં મરકી કે મહારોગ શિક્ષારૂપે આવે છે એમ લેકે કહે છે, તે આ વાતનું બારીક અવલેકન થવું જોઈએ અને શાસ્ત્રીય પ્રયોગની પદ્ધતિએ તેને બરાબર તપાસવી જોઈએ. તેથી એક તરફથી મરકી કે મહારેગના ઈતિહાસનું સૂક્ષ્મ અવલોકન થવું જોઈએ, અને બીજી તરફથી દુરાચાર અને અનાસ્થાના કાળને બરાબર તપાસવા જોઈએ; તેથી એ બેની વચ્ચે જે કાંઈ કાર્ય કારણભાવ હશે તે તે જણાઈ આવ્યા વિના રહેશે નહિ. સનાતન ધર્મની સનાતનતા પણ તેવી જ રીતે તે ધર્મના ખરા ઈતિહાસ ઉપરથી તપાસી લેવી જોઈએ. વળી જ્યાં ઘણા સંજોગોની અસર ભેળી થઈ કાર્ય ઉપજાવે છે ત્યાં ઘણી વખત આપણુ આગાહી બેટી પડે છે એ વાત પણ લક્ષમાં રાખવાની છે. બૂચ બડે પણ ટિટેનિક આગબોટ ન બે એમ સૈના માનવામાં હતું. પરંતુ બરફના ડુંગરથી તેનું પેટ ચીરાઈ ગયું અને અનેક નાનાં નાનાં કારણે તેમાં ભળી ગયાં અને આપણને કમકમાટી ઉપજાવે એવી જાનની બેટી ખુવારી તેથી થઈ ગઈ. પિતાના પગતળે આગબેટમાં ધબંધ પાણી ભરાઈ જતું હતું છતાં “આ આગોટમાં આપણે
Page #234
--------------------------------------------------------------------------
________________ રેમ ખ્રિસ્તિ થયું. 187 નિર્ભય છીએ” એવી માન્યતા ઉતારૂઓની નહેત તે તેથી પણ જાનની ખુવારી ઓછી થાત. આ પણ એક ગજ-કહે કે દૈવયોગ. પરંતુ હવે એવે વેગ ફરીને નહિ બને, કારણ કે કારણ વિના કાર્ય બનતું નથી એ નિયમ સાચે જ રહે છે. છાપરા ઉપરથી નળીયું પડયું અને તે ઉભું પડયું અને તેથી નીચે ચાલ્યા જતા માણસનું મરણ થયું એ પણ એક દૈવેગ; અને આવા દૈવયોગ કવચિત કવચિત બને છે પણ ખરા. પરંતુ આવા યેગને પણ હદ હોય છે. અને આ હદ ઉપર તેવા યોગની સંખ્યા જવા માંડે કે તુરત જ તેમાં કોઈ કાયદે પ્રવર્તે છે એવું ભાન આપણને થાય છે. તે કાયદે આપણને જડી ન આવે તે જાદી વાત છે, પણ કઈક કાયદો ત્યાં છે જ. પાસાની રમતમાં પિબાર વારંવાર પડે તે જાણવું કે તેમાં કાંઈક દળે છે. ઈતિહાસમાં પણ અણીને સમયે એક બાજુની હાર કે છત થવાથી અનેક પરિણામ જુદાં જુદાં આવી શકે છે. આપણે તો તેની એક જ બાજુ જોઈએ છીએ. કેનીની લડાઈમાં વિજ્ય મેળવ્યા પછી જે હૈનીબાલે રેમને સર કરી બાળી મૂકયું હતું, તે પછી રોમના રાજ્યની સરસાઈથી જે જે બન્યું છે તે બનવા પામત નહિ, અને જૂદી જ જાતના રાજયની સરસાઈથી જૂદાં જ પરિણામ આવત; અને દુનિયાને ઇતિહાસ કદાચ ફરી જાત, અને તેથી કરીને ધર્મશાસ્ત્રીઓ કદાચ તેનીબાલની કારકીદીને ચમત્કારરૂપ માનત. ટૂંકામાં, ઉંડી અને નિષ્પક્ષ તપાસ કર્યા વિના જે વાત આપણને સમજાતી નથી તેને આપણે દૈવયોગ કે ચમત્કાર કહીએ છીએ. વિજ્ઞાન-શાસ્ત્રની દૃષ્ટિએ બરાબર તપાસ કરવી હોય તે પ્રતિજ્ઞાના વિષયમાં ભાવ સૂચક અને અભાવસૂચક બને જાતના દૃષ્ટાંતિનું નિરીક્ષણ થવું જોઈએ. પરંતુ ચમત્કારને માનનારા ઘણું કરીને સફળ પ્રસંગેની વાત કરે છે, પણ નિષ્ફળ પ્રસંગને ધ્યાનમાં લેતા નથી. તેઓ કહે છે; " જુઓ સાર્વજનિક પ્રાર્થના પછી વરસાદ કેવો આવ્યો !" ખરી વાત, પણ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં વરસાદ નથી આવ્યો તેનું કેમ ? આવી અસંગતતાને વિચાર તેઓ કરતા નથી, એટલું જ નહિ પણ ટલાક એવા ધર્મ-ભીર, હોય છે કે ધર્મની બાબતમાં શંકા કરવામાં પણ તેઓ પાપ સમજે છે એ શોચનીય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________ 188 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. - ~~ ~~-~ ઈશ્વરની વ્યવસ્થા એવી છે કે તેથી કરીને મનુષ્યનાં સુખ અને આબાદીનું કુદરતી અને ઘણીવાર અતિ પ્રબળ કારણ નીતિ થાય છે એ વાતની, અથવા આપણું નૈતિક સ્વભાવને લીધે કેઈ ઉચ્ચતર શક્તિના અતિ વાસ્તવિક, નિકટ અને સ્થાયી સમાગમમાં આપણે આવીએ છીએ એવી માન્યતાની, વિરૂદ્ધ અમારું આ બધું કહેવું જાય છે એમ સમજવાનું નથી. જગત ઉપર ઈશ્વરનું સ્વામિત્વ અમે સ્વીકારીએ છીએ, અને તેથી સૃષ્ટિ નિયમોમાં પણ વચ્ચે પડી તેમને ઉલટાવવા હોય તે તે ઉલટાવી શકે એમ ધારવામાં કે વિરોધ આવતું નથી. તેથી દૈવી ચમત્કાર બનવા અશક્ય નથી, પણ તે આપણી આ પૃથ્વી ઉપર તે બનતા નથી એમ સમજા માણસને સહેજે ખાત્રી થશે. તેથી જ્યાં પૂરા પૂરત હોય ત્યાં ચમત્કાર બનવા જ અશક્ય છે એમ કહી તે વાતને તિરસ્કારી દેવી ન જોઈએ. પરંતુ લક્ષમાં રાખવાની વાત અત્ર એટલી છે કે કેટલીક વખતે ચમત્કાર માનવાનું માણસોના મનમાં પૂર્વ વલણ હોય છે, અને તેથી તેવી વાત પ્રસરે છે અને મનાય છે, અને પછી એ જ વાતે તેમના પૂરાવામાં આગળ મૂકાય છે. આમ તે વાતે માત્ર કલ્પનાને જ ખેલ બની રહે છે. આ વાત ઘણુંખરા લેખકના ધ્યાનમાં રહેતી નથી. હકિકતની શક્યતા, અને પૂરા કેવી જાતને છે તે આ બે બાબતે ઉપર જ તેઓ ઘણે ભાગે ધ્યાન આપે છે. અમે જે અત્ર સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ તે એટલું જ છે કે કુદરતી બનાવના પ્રવાહમાં ઈશ્વર નિરંતર વચ્ચે પડયા કરે છે એ ચમત્કારને પ્રાથમિક અને સાદામાં સાદો વિચાર હોય છે, આ વિચારની ઉત્પત્તિ કાંઈક કુદરતના કાયદાની અજ્ઞાનતાને લીધે, અને કાંઈક શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરવાની અસમર્થતાને લીધે થાય છે; અને આ વિચારની પ્રબળતાને લીધે પિતે આગળથી બાંધી બેઠેલા અભિપ્રાયને બંધ બેસતી વાતે એકઠી કરવા માણસે મંડી જાય છે. અને એ અભિપ્રાયને જે વાતે અસંગત હોય તે ધ્યાનમાં લેતા નથી. પરંતુ આ રીતે તે હરકઈ વાતને ચમત્કાર કરાવી શકાય. અને જે માણસનાં મન વહેમી કલ્પનાને પ્રથમથી જ આમ અધીન થઈ ગયાં હોય છે તેમની ભ્રાંતિ કેવળ
Page #236
--------------------------------------------------------------------------
________________ - રોમ ખ્રિસ્તિ થયું. 189 m an જ્ઞાનથી ભાંગી શકતી નથી. દાખલા તરીકે, સ્વપ્નામાં કાંઈક દેવતાઈ અંશ હોય છે એવી પ્રાચીન લેકની દૃઢ માન્યતા હતી. સ્વપ્ન જે સાચું પડે પડે છે તેથી સ્પષ્ટ ભવિષ્યકથન થયું હતું એમ ગણાતું. તેથી ઉલટું જ જે બને તે ખુલાસે એવો થતો કે કઈ વખતે સ્વપ્નમાં ઉલટી વાતનું પણ સૂચન હોય છે. જે રૂપકથી તેને ખુલાસે થઈ શકતે તે કહેતા કે રૂપક પણ દિવ્ય પ્રકાશનને એક પ્રકાર છે. જે કોઈ પણ પ્રકારે તેને ખુલાસો થઈ જ ન શકતો તો કહેતા કે આપણને ખાસ ભ્રમિત કરવાને એ રસ્તા હતે. આમ જે વાત માનવાનું માણસોને મન હોય છે, તે ગમે તે પ્રકારે પણ તેઓ માને છે, આ પૂર્વ-વલણની પ્રબળતાને લીધે ઘણી પ્રજાઓએ કેવળ બ્રાંતિને પણ ચમત્કાર રૂપે માનેલી છે. ખ્રિસ્તિ ધર્મની પૂર્વ રેમમાં સતત એવી દઢ માન્યતા હતી કે કઈ મેટ માઠે બનાવ બનવાન હોય તે આગળથી કુદરતમાં કોઈ ઉત્પાત અવશ્ય થતા, અને બળીદાન આપવાથી તે સંકટનું નિવારણ થતું. આ પ્રમાણે રાજાના મૃત્યુ સમયે અથવા કોઈ સાર્વજનિક અનર્થ થવાનું હોય ત્યારે કેઈને કોઈ ઉત્પાત થતે. તેથી દેવવાણીનાં મંદીરો અને ભવિષ્ય જાણવાની કળા ત્યાં ઉભાં થયાં હતાં. આખા યુરોપમાં એક સમયે ડાકણનો વહેમ પ્રબળ હતે. ઈંગ્લાંડના ઇતિહાસના અતિ ઉજવળ કાળમાં પણ એ વેહેમ હતું કે કંઠમાળના રોગીને રોગ રાજાના સ્પર્શથી જતો રહે છે. અને અનેક છોકરાંઓને તેટલા માટે રાજા પાસે લઈ જવામાં આવતાં હતાં. એ વહેમને સ્વીકાર ક્ષફેર્ડના વિશ્વવિદ્યાલયે પણ કર્યો હતો. પરંતુ હાલના સમયમાં આવા વેહેમ કોઈ ભાગ્યે જ માનતું હશે. સિદ્ધાંતમાં ચમત્કારની અશક્યતા નથી, છતાં કોઈ ચમત્કાર બને એ વાત આપણે માનતા નથી, કારણ કે હવે આપણે સારી રીતે સમજીએ છીએ કે મનની અમુક અવસ્થામાં ચમત્કારની માન્યતા સ્વાભાવિક છે, અને એ અવસ્થા જતાં આ માન્યતા પણ ચૂપ બની ચાલી જાય છે. - રોમના ઇતિહાસમાં સૈકાએ પર્યત વહેમની આવી પ્રબળતા જોવામાં
Page #237
--------------------------------------------------------------------------
________________ 190 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. આવે છે એ વાતથી કદાચ કોઈને આશ્ચર્ય લાગશે. પણ રોમના લેકે ભોળા અને વહેમી હતા એ બીના ઘણી વાતોથી સમજી શકાય છે. પ્રથમ તો તેમનાં મન તત્વદર્શન પ્રત્યે વધારે વળેલા હતા તેથી અન્ય બાબતમાં બેદરકાર રહેતાં. વળી ભૂલ ઉપર છાપવાની કળાને લઈને અંકુશ રહે છે, પણ તે કળા હજી અસ્તિત્વમાં આવી નહતી; વળી વિજ્ઞાનશાસ્ત્રની પદ્ધતિએ શોધખોળ કરવાની રીતથી તેઓ અજાણ હતા; વળી ધર્મની બાબતમાં આસ્થા રાખવી તે સારું ગણાતું, અને સંશય કે શંકા કરવામાં પાપ ગણાતું. વળી કુદરતના કાયદાની અજ્ઞાનતાને લીધે સૃષ્ટિના ઘણું બનાવી તેમને સમજાતા નહિ અને તેથી ચમત્કાર રૂપે તે સમજાય તો તેમાં નવાઈ નથી. જ્યારે લુક્રિશિયસે ચમત્કારની વાતને દુનિયામાંથી દેશનિકાલ કરવાનો પ્રયાસ કરવા માંડે, ત્યારે કે તેને પૂછવા લાગ્યા કે કુવાનું પાણી ઉનાળા કરતાં શિયાળામાં શા માટે વધારે ગરમ હોય છે? ગ્રહણ અને ધૂમકેતુ આગામી અનિષ્ટનાં ચિહને ગણુતાં. સ્વપ્નાની અસરને અધીન થઈ મહાન ઓગસ્ટસ બાદશાહે રોમની શેરીઓમાં ભીખ માગી હતી. મરકી, ધરતીકંપ ત્યાદિ દેવનાં કૃત્ય મનાતાં, અને તેથી દેવોને બળીદાન અપાતાં. આવા બનાવોને કુદરતી ખુલાસે આપવા કવચિત કઈ કઈ પ્રયાસ પણ કરતા, પણ ઘણા ખરા ખુલાસા તે તેમનું અજ્ઞાન જ સૂચવે છે. દાખલા તરીકે, ગ્રીક લેકે કહેતા કે જમીનની નીચે રહેલા પાણીના જોરથી ધરતીકંપ થાય છે; તેથી તેઓ વરૂણને બળીદાન આપતા. પ્તિની કહેતા કે પૃથ્વીના પેટમાંથી હવા બહાર નીકળવા જાય ત્યારે ધરતીકંપ થાય; ઇત્યાદિ. વળી જાદુ અને જ્યોતિષના વિચારોને લેકાએ ધાર્મિક આસ્થાઓથી જુદા પાડયા હતા, અને તેથી કેવળ નાસ્તિક પણ એવા વેહેમ માનતા હતા. * જેમના અતિ બુદ્ધિશાળી અને ઉજવળ સમય પછી પણ રેમની આવી દશા હતી. ભૂતપલીત ઇત્યાદિના વહેમે પ્રચલિત હતા, એટલે જ નહિ પરંતુ સૃષ્ટિ વિજ્ઞાનશાસ્ત્રમાં તેમનું અજ્ઞાન એટલું બધું હતું કે જે બનાવો અધ્યાત્મિક ન મનાતા હોય તેવામાં પણ તેઓ ઘણું વહેમી હતા. તેમનામાં પ્તિની મેટે વિજ્ઞાન-શાસ્ત્રી થઈ ગયું છે. પણ તે જ કહેતો કે
Page #238
--------------------------------------------------------------------------
________________ રેમ ખ્રિસ્તિ થયું. 19 કુકડે બેલે તે વિક્રાળમાં વિકાળ સિંહ પણ થરથરી જાય છે; હાથીઓ પણ ધાર્મિક ક્રિયાઓ ઉજવે છે; સાબર પિતાના શ્વાસથી સાપને તેના દરમાંથી બહાર કાઢી તેને છુંદી મારે છે; ઇત્યાદિ ઇત્યાદિ. જેને તુરત તપાસ થઈ શકે અને નિર્ણય થઈ શકે એવી બાબતમાં પણ તે એ જ બેધડક બની બેલતો હતો. દાખલા તરીકે, નયણે કેઠે જે માણસ સાપના મહેમાં શું તો સાપ તુરત મરી જાય; આંખ ઉપર થુંક ચેપડવાથી કેળાને સોજો મટી જાય; મા પિતાના પ્રતિપક્ષીને મૂકકે મારીને જે પિતાની હથેળીમાં ચુંકે તે તેનું દુઃખ મટી જાય; અને માર્યા પહેલાં તેમ કરે તો તેને વેદના ઘણુ વાય. એરિસ્ટોટલ કહે કે દરિયા કિનારે દરેક પ્રાણીઓ ઓટ વખતે જ મરે છે એ નવાઇની વાત છે. લિનીએ તપાસ કરી કહ્યું કે એ વાત માત્ર માણસના સંબંધમાં જ સાચી છે. ઈ. સ. 1727 માં બ્રેિસ્ટ અને રેશફર્ટમાં આ બાબત વિષે શાસ્ત્રીય તપાસ થઈ અને તે વાત પણ ખોટી ફરી. આમ રેમના અત્યંત બુદ્ધિશાળી સમયમાં પણ લેકે કઇ વિચિત્ર કે ચમત્કારીક વાત આંખ મીચીને માનવા કેટલા ઉત્સુક હતા તેના દાખલા જે ભેગા કરવા માંડીએ તે માટે ગ્રંથ ભરાય. પરંતુ આધ્યાત્મિક બાબતમાં કેસ્ટનટાઈને થયો તે પૂર્વે દેઢ વરસથી મીસરના મીશ્ર તત્ત્વજ્ઞાનથી લોને વહેમમાં ઘણો વધારે થવા લાગે હતો એ વાત પણ લક્ષમાં રાખવાની છે. સિસેરે અને સેનિકાનાં લખાણમાં સમયની માન્યતાનું યથાસ્થિત પ્રતિબિંબ નથી. એપિક્યુરસ અને સ્ટેઈક ઈત્યાદિ મતે જે વહેમની વિરૂદ્ધ વલણવાળા હતા તે હવે રેમમાંથી અદશ્ય થઈ ગયા હતા. સિસેરેના તત્ત્વદર્શનને ઉદ્દેશ સ્વતંત્ર વિવેચનાથી સત્યને નિશ્ચય કરવાનું હતું. પિયાગો રાસની ફિલસુફીને ઉદેશ ધાર્મિક ક્રિયાઓથી ચિત્તને વિશુદ્ધ કરી તન્મય અવસ્થા પ્રાપ્ત કરવાનો હતો. તેથી થયું એમ કે દરેક તત્ત્વદર્શી જાદુઈ ક્રિયાઓમાં ગરક થવા લાગ્યા અને તેમના શિષ્ય ગુરૂએ કરેલા ચમત્કારની વાતો પ્રસરાવવા લાગ્યા. આ પ્રમાણે ટયાનાને એપેલેનિયસ જે ઈસુ ખ્રિસ્તને પ્રતિપક્ષી ગણાતે હતો તે ભૂત કાઢો, માંદાને સાજ
Page #239
--------------------------------------------------------------------------
________________ 192 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. * કરતો, એક યુવાન પુરૂષ કે જે ડાકણના પ્રેમના પજામાં ફસાથે હતા તેને એણે તેમાંથી મુક્ત કર્યો ઈત્યાદિ એના અનેક ચમત્કારની વાતે થવા લાગી, અને દરેક તત્ત્વદર્શીના સંબંધમાં આવી વાતે ચાલતી અને મનાતી. ટાંગ અને ધતીંગ પણ થતાં હતાં. ' આ પૂર્વ-દેશી પવનની તેહેનાતમાં અનેક વેહેમ અને ચમત્કારની કથાઓ ચાલી આવી, અને આ પવનની પાંખ ઉપર ચડી ખ્રિસ્તિ ધર્મ રોમના સાર્વભૌમ રાજયમાં પ્રવિષ્ટ થશે. આ ખ્રિસ્તિધર્મ નીતિની બાબતમાં બીજાથી બહુ જાદ પડતો હતો. પરંતુ બીજા ધર્મ જેમ ચમતકારની વાતે કરતા તેમ ખ્રિસ્તિધર્મ પણ તેની વાત કરતે, અને તેમાં કોઈને નવાઈ લાગતી નહિ. ખ્રિસ્તિ ધર્મના ચમત્કાર બધા સ્વીકારતા અને ખ્રિસ્તિ વૃદ્ધો પણ વિધર્મીઓના ચમત્કાર સ્વીકારતા. દાખલા તરીકે, ઘણા વિધર્મી ફિલસુફે દેવ-વાણી નહોતા માનતા, પણ બધા ખ્રિસ્તિ-વૃદ્ધો તેની સત્યતા સ્વીકારતા, અને તેમાં પિતાના ધર્મની આગાહી કરી છે એમ કહેતા. દેવવાણી ધતીંગ છે એમ કહીને છેક ઇ. સ. 1696 માં વાનડેઈલ નામના એક વલંદા ધર્મગુરૂએ પ્રથમ તેને ઈનકાર કર્યો હતે; ત્યાં સુધી ખ્રિસ્તિ ધર્મમાં તેની સત્યતા સ્વીકારવામાં આવતી હતી. પરંતુ જ્યુડિયામાં પ્રથમ સૈકામાં બનેલા ચમત્કારોના સત્યાસત્યને નિર્ણય કરવાની શક્તિ ત્રીજા સૈકાના આ માણસમાં હતી એમ ધારવામાં ભૂલ છે. વળી જે સમયે ચમત્કારોની માન્યતા ચારે બાજુએ પ્રસરેલી હતી તે વખતે એ ચમકારોની ખાસ અસર લેકના મન ઉપર થઈ હતી એમ માનવું પણ ભૂલ ભરેલું જ ગણાય. . ખરું કહીએ તે યહુદી સમયના પ્રાથમિક ચમત્કારેની સત્યતા અને રોમ ખ્રિસ્તિ કેમ થયું એ બે પ્ર ભિન્ન ભિન્ન છે અને તેમને એક બીજાથી અલગ રાખવા જાઈએ. અર્વાચીન સમાજના અને અમુક પ્રકારે વિચાર કરવાની આપણી ટેવો વડે આપણે તે સમયના લેખકેની તુલના કરીએ છીએ; પણ અર્વાચીન કાળના ઘણાખરા વધારે સમજુ વ્યપદેશાઓ
Page #240
--------------------------------------------------------------------------
________________ ~: - V * - * રોમ ખ્રિસ્તિ થયું. " 193 (Apologists), યાહુદી લેકેનું અત્યંત ભોળપણ ધ્યાનમાં રાખીને, આ પ્રશ્નને માત્ર પૂરાવા ઉપરથી જ સિદ્ધ થતે વિષય ગણવાની ના પાડે છે, અને મુખ્યત્વે કરીને એમ બતાવવાનો પ્રયત્ન કરે છે કે ચમત્કાર બનવા શકય છે, બાઈબલમાં કરેલાં વર્ણને એવાં સાદાં અને સરળ છે કે તેમની સત્યતા માનવી જ પડે છે, ઈત્યાદિ. પરંતુ જ્યારે રેમ ખ્રિસ્તિ થયું તે સમયે તે ચમત્કારોની વિવેજ્યુક્ત એસઆરીક તપાસમાં લેકે ઉતરી શકે એવા નહોતા; અને ખ્રિસ્તિ ધર્મની સ્થાપનાને માટે એ ચમત્કારને ઝાઝે ઉપગ પણ કરવામાં આવ્યો નથી. પરંતુ ભવિષ્યકથનને પુરાવા તરીકે વખતે આગળ ધરવામાં આવતાં હતાં, પણ આ બાબતમાં પણ તે સમયના અભિપ્રાયને નિર્જીવજ કહેવો પડે છે, કારણ કે એ બાબતની પણ ઝીણું તપાસમાં ઉતરવા જેવી યોગ્યતા તેમનામાં નહતી. વળી ભવિષ્યકથનમાં રૂપક અને બનાવટની સેળભેળ એટલી બધી હતી કે તેમના સત્યાસત્યને નિર્ણય થવો અગત્યનો છતાં મુશ્કેલ થઈ પડે એ હતે. અર્થાત આ કારણને લીધે રેમ ખ્રિસ્તિ થયું હોય એ વાત માનતાં પણ સતેષ ઉપજતું નથી. પરંતુ યાહુદી ધર્મમાંથી ખ્રિસ્તિ ધર્મમાં ઉતરી આવેલી ચમત્કારની વાતથી લેકનાં મન ઉપર ભલે અસર ન થઈ હોય, પણ તે સમયના ખ્રિસ્તિ વૃદ્ધો પિતે જ ચમત્કારી હતા તેથી રેમ ખ્રિસ્તિ થયું હોય છે ? અને આ બાબતમાં તે સમયના ખ્રિસ્તિ વૃદ્ધો ઘણું ચેકસતાથી બેલે છે. આ પ્રમાણે સંત ઇરેનિયસ. આપણને ખાત્રી આપે છે કે બધા ખ્રિસ્તિએમાં ચમત્કાર કરી બતાવવાની શક્તિ હતી; તેઓ ભવિષ્ય ભાખતા, ભૂત કાઢતા; માંદાને સાજા કરતા, અને કઈ કઈ વખત તે મુએલાને પણ બેઠા કરતા; આ પ્રમાણે બેઠા થએલામાંથી કેટલાક તે ઘણા વર્ષ જીવતા, અને હમેશાં અનેક ચમત્કારે એવા એવા બનતા. સંત એપિકે. નિયસ કહે છે કે નાના ચમત્કારની સાક્ષીમાં કેટલીક નદીઓ અને ઝરાઓનાં પાણી વર્ષોવર્ષ મદ્ય બની જતાં, અને એણે પિતે એક ઝરામાંથી એવું પાણી પીધું હતું. સંત એનસ્ટાઇન કહે છે કે અગાઉના કરતાં ચમત્કાર
Page #241
--------------------------------------------------------------------------
________________ 194 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ઓછા બનતા અને લેકેની જાણમાં ઓછા આવતા, તથાપિ હજી ઘણા બનતા અને કેટલાક તે એણે પિતે નજરે જોયા હતા એમ એ કહે છે. જ્યારે કોઈ ચમત્કાર બન્યાનું એને કહેવામાં આવતું, ત્યારે તેની ખાસ તપાસ એ કરાવત; અને સાક્ષીઓની જુબાનીએ જાહેરમાં વંચાવતે. વળી મુએલા ધર્મવીરોનાં હાડકાં કયાં છે તેની માહિતી સ્વપ્નદ્વારા મળતી; અને તે હાડકાં જ્યારે લાવવામાં આવતાં ત્યારે તેમના સ્પર્શથી મુએલાં માણસે સજીવન થતાં, આંધળીને આંખો આવતી, અને દીવાના માણસે ડાહ્યા થઈ જતા. આવા ચમત્કારની નોંધ સંત ઑગસ્ટાઈને પિતાના લખાણમાં લીધી હતી અને આફ્રિકામાં તેની પૂજા ફેલાવી હતી; ઈત્યાદિ અનેક વાતે ખ્રિસ્તિ વૃદ્ધાએ કહી છે એ વાત ખરી; પરંતુ આપણું પ્રોજન અત્ર એટલું જ છે કે સાચી હોય યા બેટી હેય, પણ એવી અદ્દભૂત વાતે ખ્રિસ્તિ થએલાની દઢતા વધારે દઢ કરવામાં જ કામ આવતી હતી; તેથી વિશેષ પ્રયોજન તેમનાથી સરતું નહિ. પરંતુ ભૂત કાઢવાને ચમત્કાર પ્રાથમિક ખ્રિસ્તિ સંસ્થામાં બહુ અગત્યનું સ્થાન ભગવતે હતે. કેટલાક રોગ ઈશ્વરના મેકલ્યા આવે છે એવી માન્યતાથી પ્રાચીન કાળના લેકે પરિચિત હતા, પરંતુ ગ્રીસના પ્રાથમિક કાળમાં ભૂતના વળગાડથી લેકે અજાણ્યા હતા એમ જણાય છે. પ્લેટના તત્વજ્ઞાનમાં, ગણ દેવો કિંવા ડીમો જે કે દેવથી ઉતરતા ગણાતા હતા, તથાપિ દુષ્ટ ગણતા નહતા, અને ઈશુખ્રિસ્તના અવતાર પહેલાં ગ્રીક કે રોમન લેકમાં દુષ્ટ ડીમાને સ્વીકાર થયો હોય એ વાત ઘણી સંશય પડતી છે. પરંતુ ડીમને દૈત્ય હોય છે એવી માન્યતા પૂર્વ દેશી વેહેની, સાથે રોમમાં પડી અને તેની આંગળીએ વળગાડ અને ભૂવાને ધંધે પણ રોમમાં દાખલ થઈ ગયાં. યાહુદી લેકે કે જે પિતાના દેશમાં ભૂતના વળગાડવાળાં માણસો હરતાં ફરતાં ઘણા જોતા તેઓ કહેતા કે સોલેમના કનેથી તેઓ ભૂત કાઢવાની વિદ્યા શીખ્યા હતા અને તેથી તેઓ તેમના ભુવા થયા, અને આણ દઈને અથવા બારાસ નામના એક જાતના ચમકારીક મળીઓ વડે તેઓ ભૂત કાઢતા. એક યહુદીએ એક માણસના
Page #242
--------------------------------------------------------------------------
________________ રામ ખ્રિસ્તિ થયું. નસકોરામાંથી આ પ્રમાણે ભૂતને કાઢી મૂકયું હતું અને તેની ખાત્રી કરી આપવા તે ભૂવાના હુકમથી આઘે પડેલા પાણીને હાલ તે ભૂતે ઢળી નાખ્યો હતે. આ ચમત્કાર પિતે નજરે જોયાની સેકસ વાત કરે છે. નવીન ઑટેમત અને તેના જેવી બીજી ફિલસુફીઓને પ્રચાર રોમમાં વધી પડતાં આ માન્યતાને ટકે મળવા લાગ્યા, અને ભુવાઓ વધી પડયા, પરંતુ બીજા બધા કરતાં ખ્રિસ્તીઓ આ ધંધામાં પ્રખ્યાત થઈ પડયા હતા. જસ્ટિન મારટિરના સમયથી બસે વર્ષ પર્યત દરેક ખ્રિસ્તિ લેખક ગંભીરતાથી અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તેમની આ શક્તિ સાચી હતી અને તેને વારંવાર ઉપયોગ થતો હતો. ખ્રિસ્તિઓ પણ કહેતા હતા કે બીજા બધા કરતાં તેઓ આ બાબતમાં શ્રેષ્ટ હતા. તેઓ કહેતા હતા કે વિધમી ભુવાઓના અનેક જાદુમંત્રથી પણ જે હઠીલું ભૂત નીકળતું ન હોય તેને પણ કાઢવા, દેવ વાણીને ચૂપ કરવા, અને ભૂતને મેહે જ ખ્રિસ્તી ધર્મ સાચે છે એ વાત કબુલ કરાવતા, તેઓ સમર્થ હતા; અને તેમ કરવામાં તેઓ માત્ર કંસ (સ્વસ્તિક)ની નિશાની કરતા અથવા ઈશુખ્રિસ્તનું નામ દેતા. વખતે જાનવમાં ભૂત ભરાતું તે તે પણ તેઓ કાઢતા. સંત હિલેરિયને એક ઉંટમાંથી એ પ્રમાણે ભૂત કાઢયું હતું. યુલિયનના રાજ્યમાં ધર્મવીર બેબલસનાં હાડકાં જ માત્ર ડેફની દેવવાણુને ચૂપ કરવા પૂરતાં હતાં, અને જ્યારે ખ્રિસ્તિઓએ તે પવિત્ર હાડકાને ત્યાંથી દૂર કર્યો એટલે તે મંદીર ઉપર વીજળી પડી અને તે બળી ગયું. સંત ગ્રેગરીમેટરગસે એક મૂર્તિવાળા મંદીરમાંથી પિશાચોને હાંકી કાઢયાં, ત્યારે પિતાની આજીવિકાનું સાધન જતું રહેવાથી તેને પૂજારી સંતની પાસે આવ્યો અને સંતને વિનવવા લાગ્યું કે તે મંદીરની દેવ–વાણી પાછી ચાલુ થવા દેવી. તેથી કરીને સેતાન પાછા આવ” એવી સંતે ચીઠ્ઠી લખી, અને સેતાન પાછો મંદીરમાં તુરતજ દાખલ થયા. આ ચમત્કારથી દિગમૂઢ બની તે પૂજારી ખ્રિસ્તિ થઈ ગયે. ધર્મને નામે જ્યારે બ્રિસ્તિઓ ઉપર જુલમ અને ત્રાસ ગુજારવામાં આવતું હતું, ત્યારે વિધર્મીઓને ઉદેશીને લખતાં ટરશુલિયન છાતી ઠોકીને કહે છે કે “વળગાડવાળા ગમે તે માણસને અથવા તે પિતાને
Page #243
--------------------------------------------------------------------------
________________ 196 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, દેવી પ્રેરણા થાય છે એમ જે કુમારિકાઓ કે પેગંબરે માનતા હોય તેમને કઈ ખ્રિસ્તિની આગળ લાવે, અને તે ખ્રિસ્તિના પ્રશ્નના જવાબમાં પિતાની ખરેખરી જાત કબુલ કરવાની તે પિશાચને જરૂર જ પડશે. અને તેમ ન બને તે તે ખ્રિસ્તિને મારી નાખવા તમે મુખત્યાર છે, અને એટલાથી જ એમ સિદ્ધ થાય છે કે બ્રિતિધર્મ પવિત્ર અને દિવ્ય છે.” જસ્ટિન મારટિર ઇત્યાદિ લેખક કહે છે કે ભૂતના વળગાડવાળા મનુષ્યની સમક્ષ અથવા પિતાને દૈવી પ્રેરણા થાય છે એમ માનતા મનુષ્યની હાજરીમાં જ્યારે કોઈ ખ્રિસ્તિ પ્રાર્થના કરવા લાગતે, અથવા ફુસની નિશાની કરતે, અથવા ઇશુખ્રિસ્તનું નામ દે ત્યારે તે મનુષ્ય બુમબરાડા પાડતું અને હાથ પગ પછાડી ભયંકર રીતે પિતાનું શરીર મરડતું અને પછી તેમાં રહેલે પિશાચ પિતે કાણુ છે તે કહે. આ બધું વિધર્મીઓની જાણમાં હતું એમ કેટલાક ખ્રિસ્તિ લેખકે કહે છે. એક બાબતમાં ભૂત કાઢવાને ચમત્કાર પૂરાવા તરીકે બહુ કામમાં આવત; કારણ કે એક ડીમન કિંવા ભૂત બીજાને કાઢે નહિ, તેથી ખસુસ કરીને દિવ્ય ચમત્કાર તે એ જ હતો, એમ તેઓ કહેતા. આ કથનની અસર લેકે ઉપર કેવી થઈ હતી તે જાણવાનાં સાધન આપણી પાસે લગભગ નથી, કારણ કે ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ લખાણોને નાશ ખ્રિસ્તિ શેહેનશાહએ કરાવી નાખ્યો હતે. પરંતુ જે ડી ઘણી માહિતી આપણને મળે છે, તેટલા ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે કળવાએલા વર્ગ ઉપર એની ઝાઝી અસર થઈ નહોતી. આગળના તત્ત્વવેત્તાઓના લખાણમાં જીવની પ્રકૃતિ અને આધ્યાત્મિક સૃષ્ટિની ઘણી ઉકાપેહ છતાં વળગાડની વાતનું તેમાં સૂચન પણ નથી; તેથી જણાય છે કે તેમના સમયમાં તે વાત અગત્યની ગણાતી નહોતી અથવા લેકે તે વાત બહુ માનતા નહોતા. લૂટાર્ક દુષ્ટ પિશાચેનું અસ્તિત્વ સ્વીકારતે અને દેવવાણીઓની બહુ તરફેણ કરતે, પણ વળગાડની વાતને વહેમ કહી તિર સ્કાર. માર્કસ ઓરેલિયસ કહે કે જાદુગરે, ધૂતારા અને ભૂત કાઢનાર ભવાને માનવા નહિ એવું અને શીખવવા માટે તત્વવેત્તા ડાયેગનેટસને
Page #244
--------------------------------------------------------------------------
________________ રામ ખ્રિસ્તિ થયું. 197 ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ તેના ઉપર બહુ ઉપકાર હતા. લ્યુશિયન કહે છે કે લુચ્ચા જાદુગરને ખ્રિસ્તિઓના ભોળપણને લાભ લઈ ખ્રિસ્તિ થઈ જવાનું અને પિતાની સ્થિતિ આબાદ કરી લેવાનું તેથી બહુ ફાવતું. યુવાન અને ભોળા વર્ગમાં ખ્રિસ્તિઓ પિતાની ચાલાકી બતાવતા એમ સેન્સસ કહેતે. અલ્પિયનના કાયદામાં એવા ખ્રિસ્તિઓને ગુનેગાર ગણ્યા હતા એમ ધારવામાં આવે છે. અર્વાચીન સમયમાં થતી વિવેચનાથી પણ આ બાબતમાં કાંઈક અજવાળું પડે છે. અવલોકન કરતાં એવું જણાયું છે કે વળગાડનાં ચિહ્ન દીવાનાપણું અને વાઈનાં ચિહને ઘણાં મળતાં આવે છે; દબદબા ભરેલી ધાર્મિક ક્રિયાઓથી એ દરદ મટે કે થાય એ વાત બને તેવી છે; એવા વ્યાધિમાં સૂચક સવાલ પૂછવામાં આવે તે ધારેલા જવાબ મળી શકે છે; અને ખ્રિસ્તિ વૃદ્ધોનાં લખાણે તપાસતાં માલમ પડે છે કે બધા દરદીઓ સારા થઈ શક્યા નથી, તેમ એકવાર મટયા પછી તે દરદ પાછું દરદીને ન થાય એવું પણ હમેશાં બન્યું નથી. વળી એમ પણ જણાયું છે કે ભૂત કાઢવાને પરવાને ખ્રિસ્તિઓમાંથી જેને જોઈએ તેને પ્રથમ મળતો; ધાર્મિક ધુતારાઓના એ જમાનામાં અને વળી ખ્રિસ્તિ ગુરૂએ ઘણું ભેળા હોવાથી, આવા પરવાનાથી ઠગારાઓને ઘણી સગવડતા મળતી; ચોથા સૈકામાં જ્યારે લેડેશિયનની સભામાં એવું ઠરાવવામાં આવ્યું કે મુખ્ય ધર્મગુરૂ જેને કહે તેને જ તે સત્તા આપવી, ત્યારે એવા ચમત્કાર ત્વરાથી ઓછી થઈ ગયા અને પાંચમા સૈકાની શરૂઆતમાં જ પિસિડેનિયસ નામના વૈષે વળગાડના અસ્તિત્વને ઇનકાર કર્યો હતો. સારાંશ કે રેમ ખ્રિતિ કેમ થયું? એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં પૂરાવાની વ્યવસ્થાને અગત્યનું સ્થાન પ્રાપ્ત થતું નથી. આ પૂરાવામાં ચાર પ્રકારના ચમત્કારેને સમાવેશ થાય છે; યહુદી ધર્મમાંથી ઉતરી આવેલા ઐતિહાસિક ચમત્કાર; સમકાલીન ખ્રિસ્તિ કોના ચમત્કાર; ભવિષ્ય કથનો અને આગાહીઓ; અને ભૂત કાઢવાને પ્રચાર. ઐતિહાસિક વિવેચનાની અપૂર્ણતાને લીધે પ્રથમ પ્રકારના ચમહ્મરને અપીલ કરવી નકામી હતી.
Page #245
--------------------------------------------------------------------------
________________ 198 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ, ચમત્કારીક અને જાદુઈ શક્તિઓને અતિ વિસ્તૃત પ્રચાર હોવાને લીધે બીજા પ્રકારના ચમત્કારને અપીલ કરવી તે પણ નકામું હતું; કારણ કે એવા ચમત્કારોની ખાસ અસર થતી નહિ. ત્રીજા અને ચોથા પ્રકારના ચમકારેને સંબંધ ધર્મની માનનીયતા સાથે રહે છે અને તેમને માટે રેમમાં લાંબા કાળથી માન અને શ્રદ્ધા હતાં. અને કેટલાંક કારણોને લીધે ચોથા પ્રકારના ચમત્કાર એ વખતે ઘણું અગત્યના થઈ પડ્યા હતા. પરંતુ છેલ્લા બે પ્રકારની અસર પણ કેવળ ગણુ જ હતી એમ નિઃશંકપણે કહી શકાય છે. ત્યારે રામ ખ્રિસ્તિ કેમ થયું? એ પ્રશ્ન તે ઉભો જ રહે છે. આ પક્ષને જવાબ જમાનાના સામાન્ય વલણેમાંથી આપણને મળી આવે છે. રામને સમય છેક બદલાઈ ગયું હત; સંશય અને શ્રદ્ધાની મિશ્રણયુક્ત એક મેટી ચળવળ ચાલુ થઈ હતી, અને લેકેની રીતભાત, વૃત્તિ અને વિચારમાં ગંભીર ફેરફાર થઈ ગયા હતા, આ વાત પાછલા પ્રક થી વાંચનારને વિદિત છે. વિનાશાત્મક વિવેચનાથી જૂના ધર્મ બધા નષ્ટ થઈ ગયા હતા, અને કઈ નવીન ધર્મ આવે તે તેને આશ્રય લેવા લેકે ઉસુક બની રહ્યા હતા. આમ કઈ પણ ધર્મને માટે તત્પર બનેલા રમમાં અનેક ધર્મ અને તત્વજ્ઞાનના અનેક સિદ્ધાંતો ઉપરિ પદને માટે સરસાઈ કરવા લાગ્યા હતા. કેળવાએલા વર્ગમાં, પ્રૌઢ પણ અપ્રાપ્ય ભવ્યતાને ઉપદેશ આપતો અને લાગણીઓના ટેકાને, અન્ય દુનિયાની આશાને અને ભક્તિના દિલાસાને તિરસ્કાર કરતે, સખત ઈક મત કેટલેક સમયે માન્ય રહ્યા હતા; પણ જમાનાની ધર્મભાવનાને પિષવાનું સામર્થ્ય તેમાં જ્યારે ન જણાયું ત્યારે સદ્ય તેનો લેપ થઈ ગયે. અન્ય વર્ગોમાં એક પછી એક ધર્મો આવીને જવા લાગ્યા. યહુદીઓ ઉપર જે કે ઘણું કારહને લીધે રેમન લેકેને અંટસ હો, તથાપિ તેમને ધર્મ બહુ પ્રસરવા લાગે; કારણ કે તેમાં એકેશ્વરવાદ, દયા અને ભૂત કાઢવાની વિદ્યા હતી. એમ કહેવાય છે કે શહેનશાહ બાનુ પિપીઆએ તે ધર્મ સ્વીકાર્યો હતે. મિની બીઓને તે ધર્મની ક્રિયાઓ અત્યંત વહાલી હતી, અને તેના તેહેવાથી તે બહુ પરિચિત થયા હતા. બીજા પૂર્વ-દેશી ધર્મો, અને તેમાં
Page #246
--------------------------------------------------------------------------
________________ " રોમ ખ્રિસ્તિ થયું. 198 પણ મિસરને ધર્મ તે ઘણે વિજયી થયો હતો, અને હજાર તે પ્રતિ આકર્ષાતા હતા. તેથી મિસરના દેવોની પૂજા રોમમાં થવા લાગી અને લેકે મિસરમાં જાત્રાએ જવા લાગ્યાં. જોકે કેવળ વેહેમી અને ભોળા થઈ ગયા. દેવવાણુઓ જે ચૂપ થઈ ગઈ હતી તે પાછી સંભળાવા લાગી દરેક શહેરમાં જેશીઓ ઉભરાવા લાગ્યા; ચમત્કારીક કથાઓનું વાતાવરણ તત્ત્વદર્શીઓની આસપાસ બંધાવા લાગ્યું; અને ચારે તરફ ધાર્મિક વહેમોની જાળ પથરાઈ જવા લાગી. આમ દરેક સ્થળે માણસો પિતાના સ્થાનિક ધર્મથી અસંતુષ્ટ થઈ ધર્મભાવનાની તૃષાથી પીડાવા લાગ્યા અને કે નવીન ધર્મ ઉલટભેર શોધવા લાગ્યા. આ સમય આવતાં ખ્રિસ્તિ ધર્મ પિતાની સર્વોપરિ સત્તા સ્થાપી દીધી, કારણ કે એ ધર્મમાં સત્તા અને આકર્ષણનાં ભિન્ન ભિન્ન તો ઘણું હતાં. યાહુદીના ધર્મની પડે તેમાં સ્થાનિક બંધનો નહોતાં, અને તેથી દરેક પ્રજા અને તેમને તે અનુકૂળ થઈ પડ્યું. ઈક મતની પેઠે તેમાં લાગણીઓની અવગણના નહતી, તેથી સહૃદય ભકિતની પ્રબળ મોહીનિ તેમાં રહી હતી. મિસરના ધર્મમાં વ્યાવહારીક નીતિને અભાવ હતું, પણ આ ધર્મમાં વ્યવહારોપયોગી શુદ્ધ અને નિર્મળ નીતિને ઉપદેશ હતો. ચારે તરફથી સામાજીક અને પ્રજાકીય સેળભેળ થતી હતી તે વખતે સાર્વત્રિક ભ્રાતૃભાવની બાંગ એણે લલકારી. લેકમાં કમળ લાગણીઓ આવવા લાગી હતી, તે એણે પણ પ્રેમની અત્યંત પવિત્રતાને બંધ કર્યો. ઈશુખ્રિસ્તના જીવનમાંથી મળતા ઉપદેશને લીધે ગુલામોને તો એ ધર્મ એક મેટ આશિર્વાદ અને દલાસારૂપ થઈ પડે, અને ગુલામેનું જેર એ સમયે ઘણું હતું. સ્ટઈક મત અને પ્લેટોના મતનું તેમાં સંમિશ્રણ હોવાથી તત્ત્વદર્દીઓને પણ તે રૂ. ચમત્કારની વાતને લીધે સામાન્ય લેકને પણ તે ભાવતે થશે. કેની સમક્ષ પ્રેમ અને દયાનાં દ્રષ્ટિબિંદુ એણે આગળ ધ. ધર્મની મારામારી અને મતમતાંતરના ઝઘડા જ્યારે થતા હતા ત્યારે એણે એ ધર્મ આગળ કર્યો કે જેનું પ્રતિપાદન તર્કથી નહિ પણ આસ્થાચીજ થઈ શકે. " હૃદયવડે માણસ ધાર્મિકતા માને છે.” “જે મારાં
Page #247
--------------------------------------------------------------------------
________________ 200 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પિતાની ઈચ્છા આચરે છે તે જાણશે કે તે સિદ્ધાંત પ્રભુને છે;” “આસ્થા વિના તમે સમજી શકશે નહિ;” ઈત્યાદિ વાક્યોથી, દુનિયા ઉપર ખ્રિસ્તિ ધર્મે પ્રથમ અસર કેવી ઉપજાવેલી હોવી જોઈએ તે જણાય છે. સઘળા મહાન ધર્મોની પેઠે, તે ધર્મ પણ મગજ કરતાં હૃદયની સાથે વધારે સંબદ્ધ હતે. મનુષ્ય જાતના આધ્યાત્મિક સ્વભાવ સાથે તેના ઉપદેશનું સાંગત્ય હતું એ જ તેની ફતેહનું મુખ્ય કારણ હતું. મનુષ્યોના હૃદયમાં તેનાં મૂળ ઉંડા સ્થાપિત થયાં તેનું કારણ એ છે કે જમાનાની નૈતિક ભાવનાનું યથાસ્થિત પ્રતિબિંબ તેમાં હતું, જમાનાને જેવા ઉપદેશની જરૂર હતી તેમજ ઉપદેશ એણે આવે; લેકેની ધાર્મિક તષા તેનાથી છીપે એમ હતું. આકર્ષણનાં આ બધાં તેની સાથે બીજા પ્રકારનાં આકર્ષણ પણ તેમાં હતાં. એ ધર્મને આધાર માત્ર નૈતિક ભાવના કે વિચારની વ્યવસ્થા કે ચમત્કારીક મનુષ્યોના સમુદાય ઉપર જ નહ; એ બધું તેમાં હતું, અને ઉપરાંત તેમાં વિશેષ પણ હતું; કારણ કે અપૂર્વ કુશળતા અને ચતુરાઈથી ઉપજાવેલી સંસ્થારૂપ એ ધર્મ હતો. તેથી એ ધર્મના અનુયાયીઓ ઉત્સાહી રહેતા, એવા કે પિતાની જીંદગીને ભેગ આપીને પણ પિતાને ધર્મ તે પાળતા. વિધર્મીઓની દેવપૂજામાં ધર્મ-શાંતિ ઘણું રહેતી, અને સે દેવ સરખા” એ સૂત્ર ઉપર લેકેને નિર્વાહ થતું. પણ ખ્રિસ્તિ ધર્મમાં આવી ધર્મ-શાંતિ બિલકુલ નહતી. પિતાનો જ ધર્મ ખરે છે, બીજા બધા ધર્મો પિશાચી છે અને તેમને નાશ કરવા પિતે જનમ્યો છે એમ દરેક ખ્રિસ્તિએ અવશ્ય માનવું જ જોઈએ એવો તે ધર્મને મુખ્ય ઉપદેશ હતો. આથી કરીને તે ધર્મને ઉત્સાહ આકરે, છીંડાં શોધ અને છતાં ઉત્તમ રીતે વ્યવસ્થિત હતા. અને અનેક પ્રકારની ધાર્મિક ક્રિયા અને વ્યવસ્થાથી આ આસ્થાનું દઢીકરણ થતું. ધર્મની બાબતમાં કેવળ આસ્થા જ ફળે છે એ સૂત્ર આગળ આવ્યું, અને તેથી ખ્રિસ્તિઓ એમ માનતા કે મુક્તિ તે માત્ર ખ્રિસ્તિ ધર્મથી જ મળે છે, તેથી ખ્રિસ્તિઓ બધા સ્વર્ગમાં જશે; બાકી બધા નરકમાં જશે. આ વાતથી લેકનાં મન ઉપર બહુ અસર થતી. ડહાપણુ, દયા, પ્રેમ અને સખ્તાઈ એ બધાં તો એક સાથે એ ધર્મમાં
Page #248
--------------------------------------------------------------------------
________________ હતાં. તેથી જૂદા જૂદા ઉદ્દેશથી જુદાં જુદાં માણસે તેમાં ભળતાં. ઉપરાંત બીજી લાલચે પણ તેમાં ઘણી હતી. તેના જૂદા જૂદા અધિકારીઓને મોટી મોટી સત્તા આપવામાં આવતી. એ ધર્મને માટે જે કઈ પિતાને જીવ આપે તે આ દુનિયામાં એને કીર્તિ મળતી અને પરલોકમાં સ્વર્ગ મળતું. વળી તેના મૃતદેહને ભપકાથી દાટવામાં આવતું; તેના સ્મારક ચિહનોની લગભગ પૂજા થતી; તેની સંવત્સરી વર્ષો વર્ષ ઉજવાતી; અને તેના પર કમેનું મટી મોટી સભાઓમાં ગાન થતું. તેથી કરીને અસંખ્ય ખ્રિસ્તિઓએ પોતાના ધર્મને માટે જાન આપવામાં પાછી પાની કરી નથી; અને મૃત્યુને માશુક માની માણસે પ્રેમથી એને ભેટયાં છે. એક જ દાખલે બસ થશે. સંત પરપેઠુઆ તેના માબાપને એકની એક દીકરી હતી; તે બાવીશ વર્ષની યુવાન હતી અને માતા હતી; એણે ખ્રિસ્તિ ધર્મને સ્વીકાર કર્યો હતો અને ન્યાયાધીશ આગળ તેને એકરાર કરી પિતાનું મૃત્યુ એણે માગ્યું. તેના બાપે તેને ઘણું ઘણું વિનવી; તેને પગે પડે, રોયે, કકળ્યો અને એના ઉપર દયા કરી પિતાની હઠ છોડી દેવા એને કાલાવાલા કર્યો. જો કે તેનું હૃદય અંદરથી ચીરાઈ જતું હતું, છતાં એક મટી તે બે થઈ નહિ. અને જે ધર્મ તેને એમ કહેતા હતા કે તેને બાપ નરકમાં જશે તે ધર્મને પિતાના બાપ કરતાં પણ વધારે પ્રિય ગણી, તે મરવાને તૈયાર થઈ અને મરી ગઇ. આવા અનેક દાખલા ઈતિહાસમાંથી મળે છે, એટલું જ નહિ પણ એક વખત તે એક નાના ગામડાની આખી વસ્તી એ પ્રમાણે મરવાને તૈયાર થઈ હતી. આ પ્રમાણે ખ્રિસ્તિ ધર્મમાં અડગ આસ્થા, નૈતિક ઉત્સાહ અને સંપૂર્ણ વ્યવસ્થા મુખ્ય હતાં. આવા ધર્મની ફતેહ થાય તે તે વાસ્તવિક છે, અને તેમાં ચમત્કારની વાત કાંઈ નથી. - જે લેખકે આ ખુલાસાને વાસ્તવિક ગણતા નથી તેઓ એમ કહે છે કે ખ્રિસ્તિ ધર્મને માથે જુલમ થવામાં બાકી રહી નથી; અને છતાં તે ધર્મ રોમમાં પ્રવર્તે કેમ? એ વાત સમજી શકાય એવી નથી; અર્થાત તે વાત એક ચમત્કારરૂપ છે. તેથી આ જલમ બાબત અત્ર કાંઈક વિચારવું ઉચિત છે.
Page #249
--------------------------------------------------------------------------
________________ 202 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, - જ્યારે કોઈ રાજકર્તા કોઈ ધર્મ અથવા મતને બળથી દાબી દેવાનું કરે છે ત્યારે તેનાં કારણે ઘણાં ભિન્ન ભિન્ન હોય છે એ વાત સ્પષ્ટ છે. કવચિત તે કારણે નૈતિક હોય છે, કારણ કે તે ધર્મથી સીધી કે આડકતરી રીતે અનીતિ ઉપજતી હોય છે; કવચિત્ તેં કારણે ધાર્મિક હોય છે, કારણ કે એ ધર્મ ઈશ્વરને રચતો નથી એમ તે માનતા હોય છે; કવચિત તે કારણે રાજકીય હેય છે, કારણ કે તેથી રાજ્યને કે રાજ્યના અમલને નુકસાન થતું હોય છે; અથવા કવચિત તે કારણે ભ્રષ્ટ કે દુષ્ટ હોય છે, કારણ કે કોઈ લેભ કે વેરની વૃત્તિને સંતોષવાની તેને શ થાય છે. તેથી જ્યારે ધર્મ સંબંધી જુલમની વાત આપણે સાંભળીએ, ત્યારે આમાંથી કયા કારણ અથવા કારણોને લીધે તે જુલમ થયે છે તેને આપણે બરાબર વિચાર કરે ઘટે છે. હવે ખ્રિસ્તિ ગુરૂઓની ઉશ્કેરણીથી થએલે ધાર્મિક જુલમ બીજા જુલમ કરતાં વધારે લાંબા વખત સુધી ટકેલે છે, અને વધારે ચેકસ તથા સખત હતે. અમુક પ્રકારને ધર્મ જે પાળતા તેમના ઉપર એ જુલમને ત્રાસ થયે છે, એટલું જ નહિ પણ અમુક વિચાર જેમના હોય તેમના ઉપર પણ એ ત્રાસ વરતાલે છે. આ ધર્મ ગુરૂઓ એમ માનતા કે ખરા ધાર્મિક મતથી જ માણસની સદ્ગતિ થાય છે, તેથી ધર્મની બાબતમાં જે ભ્રાંતિ હોય તે તે પાપ છે. આથી તેઓ બ્રાંત ખ્રિસ્તિઓને સતાવવા લાગ્યા અને આ સતાવણીને લીધે મનુષ્ય-જાતને આગળ વધવામાં ઘણી અડચણ અને અટકાયત થએલી છે; અને તેમના જુલમથી લોકોને ત્રાસ પણ ઘણે થએલે છે. પિતાના ધર્મમાં અડગ આસ્થા હેવી તે ઉત્તમ પ્રતિને ધાર્મિક સદાચાર ગણતા હોવાથી, પિતાની જ ભૂલ વખતે થતી હશે તો? એવી શંકા પણ તેમને ઉપજતી નહિ; તેથી આ જુલમ તેમણે સતત્ જારી રાખ્યો. અને તેથી ધર્મની સત્તા જ્યારે ઓછી થઈ ત્યારે જ લકોને સુખ ઉપજ્યું. . વળી તેમના ધાર્મિક ગ્રંથમાંથી નીતિને એ સિદ્ધાંત ઉપસ્થિત થત હતો કે ધર્મને માટે માણસની કતલ કરવામાં પાપ નથી; અને જાસ્તી
Page #250
--------------------------------------------------------------------------
________________ રેમ ખ્રિસ્તિ થયું. ~~ ~-~~-~~~-~~-~- ~~ગુજારીને પણ મૂર્તિપૂજાને ઉછેદ કરે એ કર્તવ્ય છે અને તે દ્વારા બીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા તેમનામાં આવી ગઈ. ઉપરાંત તેઓ એમ પણ માનતા કે પરલોકમાં નાસ્તિકની અધોગતિ એવી તે ભુંડી થાય છે કે તેની આગળ આ દુનિયાનું દુઃખ કાંઈ હિસાબમાં જ નથી. તેથી ગમે તે ઉપાયે પણ તેમની ભ્રાંતિ મટાડવી જ જોઈએ. જો કે પ્રસંગોપાત કેાઈ વ્યકિતના ખાનગી કારણોને લીધે આ જાતને જુલમ થયો હશે, તથાપિ એક દરે ધાર્મિક જુલમનાં આ કારણો સ્વાભાવિક છે, અને તેમનાથી તે જુલમનો ખુલાસો થઈ શકે છે. કેસ્ટન્ટાઇનના વખતમાં ખ્રિસ્તિ ધર્મ રાજ્યધર્મ થયો, અને આ જુલમની શરૂઆત પણ ત્યારથી જ થઈ. પછી જ્યારે બુદ્ધિ-સ્વાતંત્ર્યને પવન યુરોપમાં વાયો ત્યારે જ લેહીથી રક્ત બનેલી તલવાર ધર્મગુરૂઓના હાથમાંથી હેડી પડી. ધાર્મિક જુલમને સંપૂર્ણ ઈતિહાસ “યુરોપમાં બુદ્ધિ-સ્વાતંત્ર્યને ઉદય” એ નામના અન્ય પુસ્તકમાં અપાએલો છે. “અમારા ધર્મમાં જ સદ્ગતિ છે, અન્ય કોઈમાં નથી જ' એવી દઢ માન્યતાને લીધે જ આ ધાર્મિક જુલમ થયો છે એ નિઃસંશય છે. કેટલાક અર્વાચીન લેખકે અહીં પ્રશ્ન કરે છે કે વિધર્મીઓમાં એવી માન્યતા નહોતી છતાં તેમનામાં એ જુલમ કેમ થયો છે? તેનો જવાબ એટલે જ કે ધાર્મિક જુલમનાં ભિન્ન ભિન્ન કારણ હોય છે એ વાત પ્રથમ થી જ અમે કહી છે. ખ્રિસ્તિ ગુઓના સંબંધમાં ઉપરનાં કારણે સાચાં જ છે; પરંતુ વિધર્મીઓમાં તેનાં કારણે કાંઈક રાજકીય અને કાંઈક ધાર્મિક હતાં. પિતાનાં રાજ્ય અને સામાજીક સંસ્થાઓને સાચવી દઢ કરવાં એ ઉદ્દેશ ગ્રીક લેને મુખ્ય હતા; અને આ ઉદેશે નાની નાની બાબતમાં પણ લેકેના રીતરીવાજનું નિયમન રાજ્યના કાયદાથી થતું. વિદેશીય રીતરીવાજ પ્રત્યે તેમને અવિશ્વાસ અને અગમે હતા. વળી સુભાગ્ય કે દુર્ભાયુના દાતા દેવ હોવાથી, ધાર્મિક ક્રિયાઓ બરાબર ન થાય તે પિતાના શહેર ઉપર સંકટ આવે એવી તેમની માન્યતા હતી; અને ઉપરની વાતને ટેકારૂપ તે થતી. આવાં કારણોને લીધે ગ્રીક રાજ્યની અસહિષ્ણુતા વધી
Page #251
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પડી હતી અને તેથી ત્યાં તત્વચિંતકોને સતાવવામાં આવ્યા હતા. પરંતુ છેવટે વિચારની સ્વતંત્રતા ગ્રીસમાં લેકોને પ્રાપ્ત થઈ હતી. . રેમના પ્રાથમિક સમયમાં ધર્મ રાજકીય હતો અને તેની મુખ્ય મુખ્ય ક્રિયાઓ રાજસભાના જ હુકમથી થતી. “પિતાના ધર્મમાં જ શ્રેય છે, પારકા ધમમાં ભય છે” એ તેમનું સૂત્ર હતું, અને પિતાની રાજનીતિને આબાદ કરવા તેઓ ને આરાધતા. છતાં છતાએલી પ્રજાના ધર્મ પ્રત્યે તેમની સહિષ્ણુતા પુષ્કળ હતી, અને તેથી દરેક ધર્મના દેવને રામના સિપાઈઓ માન આપતા. પણ ધર્મને રાજ્ય તરફથી સતાવણી થતી નહિ. ડ્રઈડ નામના ધર્મ ગુરૂઓ નરમેધ કરતા તેજ માત્ર તેમણે અટકાવ્યો હતો. પરદેશમાં આવી રાજનીતિ રેમન લેકએ ગ્રહણ કરી હતી. પરંતુ ઈટાલીમાં પરદેશીઓનાં અનેક ટોળે ટોળાં આવવા લાગ્યાં હતાં. તેમને તેવી સ્વતંત્રતા આપવી કે કેમ તે જુદે જ પ્રશ્ન હતા. આ બાબત બરાબર સમજવા માટે વિચારની સ્વતંત્રતા અને ધર્મની સ્વતંત્રતા આ બે વાતોને એક બીજાથી અલગ રાખી તે સંબંધી રેમમાં તે વખતે શી સ્થિતિ હતી તે જોવાની જરૂર છે. રોમના રાજ્યમાં લોકોને વિચાર–સ્વાતંત્રય પુષ્કળ હતું, અને તત્વચિંતકે પોતાના સિદ્ધાંતને લક્ષીને ગમે તે બેલે અને ગમે તે લખે, તો પણ રાજ્ય તરફથી કોઈ તેને સતાવતું નહિ. જે રાજ્ય વિરૂદ્ધ તેઓ કાંઈ બોલતા કે લખતા તે અલબત તેમની ખબર લેવાતી. પરંતુ ધાર્મિક ક્રિયાઓની બાબતમાં રેમના રાજ્યકર્તાઓએ ઉલટી જ નીતિ ગ્રહણ કરી હતી. ઇટાલીમાં રોમના દે જ પૂજાય એ તેમનો આગ્રહ હતે. એક વખતે સખત દુકાળ પડતાં લેકે નવા દેવને પૂજવા લાગ્યા ત્યારે રાજ્ય તરફથી તેની બધી થઈ હતી. વિદેશીય દેવનાં મંદીરે તેડી પાડવાના કાયદા અને દાખલા રેમના ઈતિહાસમાંથી મળી આવે છે. એ ઉપરથી એમ જણાય છે કે ધર્મની બાબતમાં રેમમાં દબાણ હતું ખરું. પણ . આ નીતિનું ગ્રહણ પ્રજાનું ઐક્ય અને લશ્કરી બંદોબસ્ત જાળવવાની ખાતર જ થયું હતું. કવચિત કે ધર્મમાં સમાએલાં નૈતિક દુષણોની ખાતર પણ
Page #252
--------------------------------------------------------------------------
________________ રેમ ખ્રિસ્તિ થયું. 205 તેના ઉપર અંકુશ મેલવામાં આવતા. પરંતુ પ્રજાકીય રાજ-તંત્રની આંતરિક વ્યવસ્થા શહેનશાહતના સમયમાં ચાલી શકશે નહિ એ વાત જ્યારે સ્પષ્ટ થઈ, ત્યારે બદલાઈ ગએલા સમયને રાજકર્તાઓએ ખુલ્લા દિલથી સ્વીકારી લીધે અને રેમમાં સઘળા ધર્મોને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. માત્ર ખ્રિસ્તિ ધર્મ જ તેમાંથી બહિષ્કાર પામે. તે પણ હજી એક બાબતમાં રેમ મક્કમ રહ્યું હતું. રેમવાસીઓ ગમે તે ધર્મ માને અને પાળે તેમાં રાજયને કાંઈ અડચણ નહોતી, પરંતુ પિતાના દેશમાં અપાતા બળીદાનમાં ભાગ લેવાનું અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયા કરવાનું તેમને બંધન હતું. અને જે કાંઈ સતાવણી થઈ હોય તે આ બાબતને લઈને જ થઈ છે. એક લેખકના કહેવા પ્રમાણે રેમન લેકે પિતાના ધર્મના ત્રણ વિભાગ પાડતાઃ પુરાણ અથવા કથા-ભાગ; આ કથાએને તત્વચિંતકે જે ખુલાસે આપતા તે અથવા તેમના ઉપરથી જે સિદ્ધાંત બંધાતો તે; અને ક્રિયમાણ ભાગ અથવા રાજ્ય તરફથી જે ધાર્મિક ક્રિયાઓ થતી તે. પ્રથમ બેમાં લેકેના ઉપર કોઈ અંકુશ નહતા. પરંતુ ત્રીજો ભાગ સરકારે પિતાના હાથમાં રાખ્યો હતો અને તેમાં લેકેને બિલકુલ સ્વતંત્રતા નહોતી; કારણ કે જનસમૂહને એવો દઢ વિશ્વાસ હતો કે જે દેને સંતુષ્ટ કરવામાં ન આવે તે જરૂર રાજ્ય ઉપર સંકટ આવે જ, * અને આ બાબતમાં તત્ત્વચિંતકે પણ અનુમોદન આપતા હતા. વિધર્મીતત્વચિંતકે સત્ય-પ્રેમી હતા એ નિર્વિવાદ છે, પરંતુ જેને પોતે એક જાતને વેહેમ ગણતા હોય ત્યાં પિતાની હાજરીથી તેમાં સંમતિ આપવી એ એક પ્રકારનું ધાર્મિક જૂઠાણું છે એવા નીતિના સિદ્ધાંતથી તેઓ કેવળ અજ્ઞાત હતા. આ ધાર્મિક ક્રિયાઓ વખતે હાજર રહેવાની પોતાની ફરજ છે એમ સંશયાત્મવાદીઓ પણ સમજતા; અને સૈ કહેતા કે પિતાના દેશના રીતરીવાજને માન આપવાની દરેકની ફરજ છે. પરંતુ યાહુદી અને ખ્રિસ્તિઓને ત્યાં હાજરી આપવામાં એક જાતની છેતરપીંડી લાગતી, અને તેથી તેઓ જ માત્ર તે ક્રિયાઓમાં ભાગ લેતા નહિ. છતાં યાહુદીઓને આ બાબતમાં ઘણું કરીને સતાવવામાં આવ્યા નથી. વળી રેમના શહેનશાહ પણ દેવ
Page #253
--------------------------------------------------------------------------
________________ 206 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, તરીકે પૂજાવા લાગ્યા હતા અને તેમની મૂર્તિઓ આગળ ધૂપ કરવામાં રાજભક્તિ ગણાતી હતી. આ વાત પણ ખ્રિસ્તિઓને પસંદ આવતી નહિ, કારણ કે તેમાં તેમને અસંગતતા લાગતી. સારાંશ કે રમના પ્રાચીન પ્રજાતંત્રની અસહિષ્ણુતા સાર્વભૌમ રાજ્યના સમયમાં લગભગ નષ્ટ થઈ ગઈ હતી. વિચારમાં અને દલીલમાં સંપૂર્ણ છૂટ હતી. વિદેશી મેં પાળવાની પણ આખરે છૂટ થઈ હતી. રાજ્યની ધાર્મિક ક્રિઓથી પણ અલગ રહેવાની રટ યાહુદીઓને ઘણું કરીને મળતી હતી. ત્યારે ખ્રિસ્તિઓને જ શા માટે સતાવવામાં આવ્યા હતા ? એ પ્રશ્ન હટ ઉભો રહે છે. દેશ ઉપર જે કોઈ પણ સંકટ આવતું તો તે સજા રૂપે કે ચેતવણી રૂપે દેવનું મોકલેલું આવ્યું છે એવી દર શ્રદ્ધા પ્રાચીનકાળના ધર્મને પાયો હતે એ વાત આગળ કહેવાઈ ગઈ છે. તે વખતની આવી માન્યતાને લીધે ખ્રિસ્તિઓને સતાવવામાં આવતા હતા. દુકાળ પડતો કે મરકી આવતી તે ધાર્મિક ક્રિયાઓ બરાબર થાય છે કે કેમ? તેની ઝીણી તપાસ થતી. અને જેને દેશ માલમ પડતા તેને સખત શિક્ષા થતી. આ ધર્મ-ક્રિયાઓમાં * યાહુદીઓ અને ખ્રિસ્તિઓ બને ભાગ લેતા નહિ. પણ યહુદી ધર્મ પિતાની મૂળ સ્થિતિને જ વળગી રહેનારો હતા અને ચારે તરફ ફેલાઈ જવાનાં તો તેમાં નહોતાં. તેથી પર છે તે ધરતી ધાસ્તી નહોતી, પરંતુ ખ્રિસ્તિઓ તે મૂળથી જ પોતાના ધર્મને ફેલાવો કરવાના સંત ઉત્સાહી હતા. ખ્રિસ્તિ પાદરીઓ ઘણું કરીને વટલેલા મને જ હતા; અને તેઓ એટલા બધા તે ઉત્સાહી રહેતા કે કેટલાક પરગણામાં રેમનાં દેવ-મંદીર સાવ ખાલી થઈ ગયાં હતાં, વળી ખ્રિસ્તિઓ બીજા બધા ધર્મોને સેતાનના ધર્મ કહી જ્યારે બને ત્યારે તેમનું અપમાન કરવા ચૂકતા નહિ. યહુદીઓ તેમ કરતા નહિ. તેથી કરીને રાજ્યમાં ખરેખરા પાખંડીઓ ખ્રિસ્તિઓ જ ગણાવા લાગ્યા, અને તેથી વેડેમી લેકના ઝનુની ક્રોધને ભેગ પણ તેઓ જ થવા લાગ્યા. રસાદ ન આવે તે બિસ્તિઓના પાપડને લીધે. ધરતી
Page #254
--------------------------------------------------------------------------
________________ રોમ પ્રિસ્તિ થયું. 207 કંપ થાય છે તેમાં પણ ખ્રિસ્તિઓને જ દેષ. આવી માન્યતાથી લેકે તેમને હેરાન કરવા લાગ્યા. ખ્રિસ્તિઓ રમના દેના દુશ્મન ગણતાં. - સંકટ અને આફત ઇશ્વરનાં મોકલ્યાં આવે છે એ સિદ્ધાંત તે ખ્રિસ્તિઓ પોતે પણ સ્વીકારતા; પણ તેઓ સામા એમ કહેતા કે તમે અમને હેરાન કરો છો માટે ઈશ્વર તમને હેરાન કરે છે અથવા તમે મૂર્તિપૂજકે છે તેથી ઈશ્વર તમારા ઉપર કાપે છે. અર્થાત આ સિદ્ધાંતને ઉપગ પિતાના ધર્મના ફેલાવા માટે તેઓ કરતા. તેઓ કહેતા કે પ્રથમ ખ્રિસ્તિ પાદશાહ કેન્સ્ટન્ટાઈનની છત થઈ અને તેથી તેની સત્તા જામી એ ખ્રિસ્તિ ધર્મના પ્રતાપે. એરિયસનું અકાળ મૃત્યુ થયું એ જ બતાવી આપે છે કે એને મત ખાટો હતે. આથી કરીને રેમના દેવ પ્રત્યે મનની અશ્રદ્ધા થવા લાગી. પરંતુ તેમનું રાજ્ય વખાવાનાં સ્પષ્ટ ચિહુને જ્યારે જણવા માંડયાં ત્યારે રોમના દેવો પ્રત્યે પાછી રોમન લોકોની આસ્થા તાજી થઈ અને ખ્રિસ્તિ ધર્મને ગભરામણ થઈ અને રેમની સાથે પિતાના નસીબ સંકળાએલાં ધારી ભિન્ન ભિન્ન ખુલાસા ખ્રિસ્તિઓ આપવા લાગ્યા. પરંતુ જયારે જંગલીઓનાં લશ્કરોથી રેમની સત્તા નાબુદ થઈ ત્યારે નાશ પામેલા રોમના સામ્રાજ્યના સંબંધથી મોકળો થઈ ખ્રિસ્તિધર્મ કહેવા લાગ્યો કે એ નાશની આગાહી પ્રથમથી જ એ ધર્મમાં થઈ હતી અને એ નાશમાં ઈશ્વરને ન્યાય હતે. આથી કરીને જંગલીઓ ઉપર એ ધર્મની ભવ્યતાની અસર થઈ અને તેઓ દબાઈ ગયા. ખ્રિસ્તિ ધર્મમાં આવે તેને ઈશ્વર ખાસ સહાય કરે છે એ સિદ્ધાંત અસુધરેલા વર્ગોને ખ્રિસ્તિ બનાવવામાં બહુ કામ લાગે છે. જ્યારે બરગંડીના લોકેને હુણ લેકાએ હરાવ્યા, ત્યારે છેવટના ઉપાય તરીકે આખી બરગંડી પ્રજા ખ્રિસ્તિ થઈ ગઈ. ક્રેક લેકે પણ એવી જ રીતે ખ્રિસ્તિ થયા; અને યુરોપમાં એ ધર્મ પ્રસરવા લાગે. મધ્યકાળમાં અને તે પછી સૈકાઓ સુધી, દરેક મેટા બનાવને યુતિપૂર્વક સમજાવી ખ્રિસ્તિ ગુરૂઓ પિતાના ધર્મનું મહામ્ય વધારતા હતા. કોઈ રાજા મરી જતા તે ખ્રિસ્તિઓ કહેતા કે ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ ફલાણું ફલાણું કામ
Page #255
--------------------------------------------------------------------------
________________ 208 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. એણે કર્યું હતું તેથી તે મુ. પરંતુ ધીમે ધીમે આવી માન્યતાને અસ્ત થયે, અને લેકનાં મન ઉપર હવે એવી વાતની અસર થતી નથી. પિતાના દેવેની અવગણના થવાથી દેશ ઉપર આફત આવે છે એ એક ધાર્મિક કારણ ખ્રિસ્તિઓને સતાવવાનું હતું. ઉપરાંત તેમાં રાજકીય કારણ પણ હતું. બ્રિસ્તિ ધર્મ એક મેટું, સંપૂર્ણ વ્યવસ્થિત અને ઘણી બાબતમાં ગુપ્ત, મંડળ હતું, અને તેથી રાજ્યને એની ધાસ્તી રહેતી. કોઈ મંડળી કે મેળા બાબત રોમના સામ્રાજ્યમાં બહુ ચીવટ રહેતી, કારણ કે તેમાંથી બળવો જાગે. ખ્રિસ્તિ ધર્મના અનુયાયીઓની પિતાના ધર્મ પ્રત્યે ભકિત રાજ્ય-ભકિત કરતાં પણ વિશેષ હતી એ વાત પ્રસિદ્ધ હતી અને આખા રાજ્યમાં એ ધર્મની સત્તા વચ્ચે જતી હતી. તેથી સ્વાભાવિક રીતે જ વિધર્મીઓ આ નવીન મંડળને રાજ્યમાં ધાસ્તીકારક ધારે તે તેમાં તેમને દેષ ગણાય નહિ. વળી ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે મને લડાયક જુસ્સે નષ્ટ થઈ જતું હતું, અને એ જુસ્સા વિના રાજ્ય નભી શકે તેમ નહોતું. રાજ્યવિરૂદ્ધ કાવત્રામાં કોઈ ખ્રિસ્તિએ કદિ ભાગ લીધે નથી, તેમ તેમને બેવફા બતાવી આપે એવું કોઈ બાહ્ય ચિન પણ તેમના આચરણમાં જણાતું નહોતું એ વાત ખરી, તથાપિ આ મંડલના સિદ્ધાંત અને ઉદ્દેશની સમજણ એ વખતે ઘણી અપૂર્ણ હતી, અને રેમન લેકે પિતાની માંહોમાંહે વાતચિતમાં તેમને દુશ્મન કહી સંબોધતા, અને કેટલીક બાબતમાં બ્રિસ્તિઓની વર્તણુક પણ મિલનસાર અને મળતાવડી નહતી. વળી ખ્રિસ્તિઓ કહેતા કે બધા વિધમએ કાયમને માટે નરકમાં જશે અને રેમન રાજ્યના અસ્ત થવાને છે. ઉપરાંત એ વખતે એમ પણ મનાતું કે ખ્રિસ્તિઓ એકાંતમાં ભેગાં થઈ દીવા એલવી અત્યંત અનાચાર આચરતા હતા. આ વાત હાલ કઈ માનતું નથી. પરંતુ ખ્રિસ્તિઓ કેટલીક ધાર્મિક ક્રિયાઓ. ગુપ્ત રીતે કરતા તેથી, તેમનાં પ્રીતિ-ભેજનથી, અને બધા ખ્રિસ્તિઓ ઈશુનું એક શરીર અને સહભાગી અવયવ છે એવું તેઓ કહેતા તેથી, એવાં આળ તેમનાં ઉપર ચડવા પામ્યાં હતાં. વળી ખ્રિસ્તિઓ એ વખતે યાહુદી લોકેની એક
Page #256
--------------------------------------------------------------------------
________________ wwwww રેમ ખ્રિસ્તિ થયું. 209 જાત મનાતી હતી, અને યહુદી લેકે બધા મૂર્તિપૂજકોને ધિકારતા અને વખતે વખત રાજ્ય સામે બળવો કરતા હતા. બીજી રીતે જોઈએ તે ચાહુદીઓ ખ્રિસ્તિઓને ધર્મભ્રષ્ટ અને દેશદ્રોહી ગણાતા હતા, કારણ કે જેરૂસેલમના ઘેરામાં બ્રિતિ યાહુદીઓએ તેમને બિલકુલ સહાય આપી નહતી; ઇત્યાદિ અનેક કારણોને લીધે યાહુદીઓ અને ખ્રિસ્તિઓ એક બીજાને અંતઃકરણથી ધિક્કારતા હતા અને એક બીજા ઉપર લાગ આવ્યું આળ ચડાવવા ચૂકતા નહિ. વળી તે સમયમાં એક પ્રકારને અદ્વૈત મત માનનારા પાખંડીએ આવા અધમ અનાચારમાં પ્રવૃત્ત થતા હતા એવું તે સમયના કેટલાક લેખ ઉપરથી જણાય છે. પરંતુ રોમન ન્યાયાધીશોની નજરમાં આ બધા મત અને પાખંડી જ હતા, અને તેથી ખ્રિસ્તિ વિરૂદ્ધ મૂકાત તેહમતો પણ તેઓ માનતા. તેમની સતાવણીનું બીજું કારણ એ છે કે ખ્રિસ્તિ ઉપદેશકે રેમની ઘણી સ્ત્રીઓને વટલાવી પોતાના ધર્મમાં લાવવા શકિતમાન થયા હતા; તેથી રેમના કૈટુંબિક જીવનમાં ગેરવિશ્વાસ આવવાથી તે જીવન તેમને અતિ અકારું થઈ પડયું. સ્ત્રીના મનને પિતાને પતિ પરમેશ્વરરૂપ હો જોઈએ. પણ ધર્મને નામે જ્યાં સ્ત્રી પિતાના પતિની અવગણના કરે ત્યાં કૌટુંબિક પ્રેમ અને સુખના તે સાંસાં જ સમજવાં. વળી ખ્રિસ્તિ લેકે તે સમયે ભૂત કાઢવામાં ઘણું કુશલ ગણાતા હતા. સુધરેલો વર્ગ આ વાતને વહેમ ગણી તેના ઉપર નાપસંદ નજરથી જેતે હતા, પણ સાધારણ વર્ગમાં એ શકિતને લીધે કપ્રિય બહુ થવાનું એ વાત આપણે આગળ કહી છે. પરંતુ આ કારણને લીધે ખ્રિસ્તિઓને ઘણું કરીને સતાવવામાં આવતા નહોતા. જાદુ અને ધન્તર મંતરને વેહેમ એ સમયે લેકેમાં બહુ પ્રચલિત હતું, પણ રાજ્ય એ બાબત ઉપર દૃષ્ટિ રાખતું નહિ. હવે પછી રાજ્યગાદી કોને મળશે ? ઇત્યાદિ રાજકીય બાબતો જાણવા પ્રયાસ જ્યારે જાદુથી થતું ત્યારે તેવા જાદુની પૂરેપૂરી ખબર રાય લેતું હતું, પરંતુ ખ્રિસ્તિઓએ એવો પ્રયાસ કદિ કર્યાને દાખલ મળતું નથી. પરંતુ કલ્પનાને ભડકાવી બુદ્ધિને પરતંત્ર કરવાને
Page #257
--------------------------------------------------------------------------
________________ 210 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધાર્મિક ધાસ્તીઓ ઉપજાવી લેકનાં મન ઉશ્કેરવાને, જે કઈ પ્રયાસ કરે તે તેની ચીડ વિધર્મીઓને ઘણી હતી; અને ઘણું જ ગંભીર પ્રકારને ગુને તેઓ તેને ગણતા હતા. હવે ખ્રિસ્તિ એમ કહેતા કે ખ્રિસ્તિઓ સિવાય આખી દુનિયા નરકમાં પડવાની છે અને નરકનું બહુ બીહામણું ચિત્ર તેઓ આપતા; અને અજ્ઞાની અને નિર્બળ મનના માણસ ઉપર એની બહુ અસર થતી. તેથી જ મારકસ ઓરેલિયસે કાયદે કર્યો હતો કે આવી વર્તણુક જે ચલ તેને એક બેટમાં દેશ-નિકાલ કરે. પરંતુ તેમની સતાવણીનું મુખ્ય કારણ તે એ છે કે બીજાના ધર્મ પ્રત્યે તેમની અસહિષ્ણુતા અને અંટસ ઘણાં હતાં. જે ધર્મ બીજા ધર્મની ઈર્ષ્યા ન કરે તે ધર્મ પછી ગમે તે હોય તે પણ તે ચાલવા દેવાને રોમન લેકે લગભગ તૈયાર હતા. પણ ખ્રિસ્તિ ઉપદેશકે તે કહેતા કે બીજા બધા ધર્મો સેતાનના છે અને તે બધા ધર્મોના અનુયાયીઓની અધેગતિ જ ચોક્કસ છે. તેથી બધાને ખ્રિસ્તિ કરવાને તેમને આગ્રહ હતો. તેથી કરીને બધા મૂર્તિપૂજકાનું તેઓ અપમાન કરતા અને તેમની મૂર્તિ ઓને પણ અપમાન આપતા. આથી કરીને રાજનીતિને જાણવાવાળા પુરૂષો ઉશ્કેરાઈ જતા અને કહેતા કે આવા ધર્મને ચાલવા દેવાથી અન્ય ધર્મોની સ્વતંત્રતા રહેશે નહિ; અને પાછળથી સર્વોપરી સત્તા મળતાં કેથેલિક ધર્મ ધમને નામે ત્રાસ પણ ઘણે વરતાવ્યું છે. ધર્મની બાબતમાં તીવ્ર અસહિષ્ણુતા પ્રિસ્તિ ધમાં ન હતી. બીજા સૈકામાં પણ તેઓએ નિયમ કર્યો હતો કે નાસ્તિક કે અહિ કાર પામેલા કોઈ માણસ સાથે કોઈ ખ્રિસ્તિએ કોઈ પણ જાતને વહેવાર રાખે નહિ. આથી કરીને ઘણું લકોની અંદગી ઝેર સમાન થઈ પડતી; અને તેઓએ વર્તાવેલા કેરના અનેક દાખલા તિહાસમાંથી મળી આવે છે. આ પ્રમાણે બ્રિતિ ધર્મના ધસારાથી અન્ય ધર્મોની સ્વતંત્રતાને ભય ઉપન્યો હતોએટલું જ નહિ પણ વિચાર અને વાણીની સ્વતંત્રતા કે જે રેમની સંસ્કૃતિનાં ઉત્તમ ફળ હતાં તેમને પણ જોખમ હતું. ખ્રિસ્તિ ધર્મ માણસના વિચાર અને વર્તન ઉપર પણ અમલ ચલાવવાની પિતાની સત્તા
Page #258
--------------------------------------------------------------------------
________________ રેમ ખ્રિસ્તિ થયું. 211 છે એમ માનતો, તેથી તેના ઉપદેશકે ધર્મની બાબતમાં પિતાથી ભિન્ન પડતા અભિપ્રાયને ઘાતકી ગુન ગણતા અને તેમ બેલતા. હવે વિચાર અર્ને વાણુની સ્વતંત્રતા રેમન લેકેને ઘણી પ્રિય હતી. પરંતુ આ સ્વતંત્રતાને અંત અંતે ખ્રિસ્તિ ધર્મ આપ્યો અને તે પુનઃ પ્રાપ્ત કરતાં સૈકાના સૈકા વહી ગયા. ખ્રિસ્તિઓમાં સારા ગુણો પણ ઘણુ હતા. સીતમને સમયે ખ્રિસ્તિ ધર્મવીરની અનુપમ હિંમત, અને તેમના શુદ્ધ, કમળ અને પવિત્ર સદાચારોની પ્રશંસા આપણે જેટલી કરીએ તેટલી ઓછી છે; છતાં ઉપરના કારણેને લીધે તેમને સતાવવામાં આવ્યા હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. તેમના સીતમગારેની વર્તણુક કેવળ ગેરવાજબી હતી એમ આપણાથી કહી શકાતું નથી. વળી તરવારના પ્રાણઘાતક બેલેને લીધે વિધર્મીઓમાં માણસ જાતના શારીરિક દુઃખની બેદરકારી અને લેહીની તૃષા આવી હતી એ વાતથી વળી એ સીતમ વધારે સહેલાઈથી સમજી શકાય છે. ખ્રિસ્તિઓ તો એમ માનતા હતા કે માણસની સદ્દગતિ તે અમારા મતથી જ છે, તેથી તેઓ ધર્મને નામે સીતમ કરે તે તે જાણે ઠીક; પણ રેમના વિધમીઓને એ સિદ્ધાંત માન્ય નહોત; છતાં તેમણે સીતમ કેમ કર્યો ? એ પ્રશ્નની જરાએ મુંઝવણ હવે ઉપલા વિચા ને લીધે રહી નહિ. વળી એથી એમ પણ સિદ્ધ થાય છે કે રેમના, શહેનશાહને સીતમ ગમે તે સખત અને કરે તે છતાં તે એ જાથક અને ચાલુ નથી રહ્યો કે જેથી કરીને સમયના સંજોગમાં રહેલી વિશાળ નૈતિક, સામાજીક અને માનસિક શકિતઓ દબાઈ જાય, અને આ શક્તિઓ જ ખ્રિસ્તિ ધર્મને પ્રસરાવવામાં સહાયક થઈ છે. માટે આવા કઠીન સમયમાં પણ ખ્રિસ્તિ ધર્મ તરી આવે તે ઈશ્વરને ચમત્કાર છે એ વાત ખેતી છે. આ સીતમની ડીક તવારીખ તપાસતાં આ વાત સ્પષ્ટ થશે. એવું જણાય છે કે રેમમાં ખ્રિસ્તિ ધર્મ પ્રથમ દાખલ થયો ત્યારે તેની સામે વિરૂદ્ધતા બિલકુલ બતાવવામાં આવી નહોતી.
Page #259
--------------------------------------------------------------------------
________________ 212 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ઈ. સ. 64 ના આખર ભાગમાં નીરએ એ સીતમની પ્રથમ શરૂઆત કરી; કારણ કે રામને આગ લગાડવાનું આળ ખ્રિસ્તિ ને માથે મૂકાયું હતું. રોમમાં બ્રિસ્તિઓની સંખ્યા તે વખતે વધી ગઈ હતી અને તેઓ લોકપ્રિય બિલકુલ નહેતાં. કેટલાકને જંગલી જાનવરની ખાલ પહેરાવી કુતરાઓ પાસે ફાડી નખાવ્યા હતા. કેટલાકને ડામરનાં કપડાં પહેરાવી નીરના બગીચામાં જીવતા બાળી મૂક્યા હતા. કેટલાકને ફસ ઉપર ચોડી દીધા હતા. આમ અનેક મુઆ હતા. ઇ. સ. 68 માં નીરે મરી ગ. પછી ર૭ વર્ષ સુધી ખ્રિસ્તિઓને સંપૂર્ણ શાંતિ રહી હતી. પરંતુ ડેમિશિયનના સમયમાં ઈ. સ. 95 માં પાડે છેડે સમય તેમના ઉપર જુલમ થયો હતો. આ જુલમનું કારણ બરાબર જણાયું નથી. પરંતુ ખ્રિસ્તિ ધર્મ જેવી મજબુત સંસ્થા ઉપર અસર કરી શકે એવા પ્રકારને આ જુલમ નહતા. ઈ. સ. 96 માં નરવા ગાદીએ આવ્યું ત્યારથી તે ઈ. સ. 180 માં મારકસ ઓરેલિયસ ગત પ્રાણ થશે ત્યાંસુધીને સમય લેકને શાંતિ અને સુખને હતે. અને તે સમય ખ્રિસ્તિઓને પણ અગત્યને નીવડે, કારણ કે આ સમયમાં ખ્રિસ્તિઓની સંખ્યા ઘણી વધી અને એવી સત્તા એ ધર્મ જમાવી દીધી કે રાજ્યમાં એક અગત્યની સંસ્થા એ ધર્મ ગણવા લાગે; અને ગમે તેવા ભયંકર હુમલા તેના ઉપર થાય તે પણ તે ટકી શકે એવી તેનામાં શક્તિ આવી. આ ચોરાશી વર્ષમાં છૂટા છવાયા જુલમ ખ્રિસ્તિઓ ઉપર પ્રાંતમાં થયા છે, પણ તેથી ધર્મને ધકકો લાગે એવું કઈ વિન આવ્યું નથી; અને રેમમાં બ્રિસ્તિઓ જાહેરમાં પિતાને ધર્મ નિર્ભયતાથી પાળતા. કવચિત ખ્રિસ્તિઓને અનુકૂળ કાયદાઓ પણ થતા; અને બની શકે તેટલું તેમનું સંરક્ષણ થતું. અત્યાર સુધી યહુદી ધર્મની શાખા રૂપ તે ધર્મ ગણાત હતા, પણ હવે તે સ્વતંત્ર જૂદો ધર્મ ગણાવા લાગે; અને યાહુદીઓ વિરૂદ્ધ કાયદાઓ થતા તેમાંથી ખ્રિસ્તિઓને મુક્તિ મળવા લાગી. પરંતુ મારકસ ઓરેલિયસના રાજ્યના છેક આખર સમયમાં ખ્રિસ્તિઓ વિરૂદ્ધ ફરમાન નીકળવા લાગ્યાં. આવા કમળ અને સારા માણસે સાતમનું કામ કેમ હાથમાં લીધું હશે તેનું આપણને અનુમાન જ કરવાનું
Page #260
--------------------------------------------------------------------------
________________ એમ ખ્રિસ્તિ થયું. 213 રહે છે. ખ્રિસ્તિ ધર્મનાં બંધારણ અને વ્યવસ્થા હવે એક રાજ્યના જેવાં થઈ પડ્યાં હતાં અને તેનાં દૃષ્ટિબિંદુ રોમના રાજ્યથી તદન ભિન્ન હતાં. તો પછી તેમનું રાજ્ય આવી સંસ્થાને પિતાના રાજ્યમાં કેમ ચાલવા દે? વળી મનુષ્ય-ભક્ષણ અને અનીતિના આરોપ ખ્રિસ્તિઓ ઉપર આ વખતે પૂર્ણ જેસથી મૂકાવા લાગ્યા હતા; ઇત્યાદિ કારણેને લીધે તે જુલમ કરવા પ્રવૃત્ત થયો હશે. અને તેના ઝનુન અને હાકેમની નબળાઈને લીધે એના વખતને જુલમ ત્રાસદાયક થઈ પડ્યો હતો. પરંતુ આ સીતમ ત્રણ કે ચાર પ્રાતમાં જ થયો હતો. આખા રાજ્યમાંથી ખ્રિસ્તિ ધર્મને નિર્મૂળ કરવાનો એ પ્રયાસ હતા. ઈ. સ. 180 માં મારકસ ઓરેલિયસ ગુજરી ગયો ત્યારથી તે ઇ. સ. 249 માં ડેસિયસ તપ્તનશીન થયો ત્યાં સુધી 68 વર્ષને એક કાલ આપણે ગણીએ તે તે કાળમાં ખ્રિસ્તિ ધર્મ ઘણો વગવાળો અને સત્તાવાન થઈ પડ્યો હત; અને રાજ્યમાં અને લશ્કરમાં ઘણે ભાગે તે અરસામાં મોટા મોટા અધિકાર ઉપર ખ્રિસ્તિ હતા. તેથી હવેથી તેમના ઉપર થતા સીતમનું સ્વરૂપ વધારે વધારે રાજકીય થતું ગયું. બ્રિસ્તિઓની સંસ્થા હવે રાજ્યમાં એક જોખમકારક તત્વ ગણાવા લાગ્યું અને તેથી તેને દાબી દેવાને પ્રયત્ન થવા લાગે. છતાં આ 69 વર્ષમાં માત્ર એ જ વખત ખ્રિસ્તિઓની શાંતિનો ભંગ થયો હતો. તે સિવાય તેમને હેરાનગતિ થઈ નહોતી. અલેક્ઝાંડર સેવેરસ તે તેમને અંતઃકરણપૂર્વક સહાય આપતો. ફિલિપ પણ તેમને બહુ અનુકૂળ હતો, એટલે બધા કે જળ-સંસ્કાર નામની બ્રિસ્તિ ધર્મની ક્રિયા પણ એણે ક્યનું કહેવાય છે. પણ તે વાત વિશ્વસનીય નથી. આ પ્રમાણે ખ્રિસ્તિ ધર્મને ડો રમમાં રોપવામાં આવ્યો ત્યારથી લગભગ બસે વર્ષને ઈતિહાસ આપણે જે. આ અરસામાં જે કે ખ્રિસ્તિઓ ઉપર પ્રસંગોપાત જુલમ થયું છે અને તેમણે હિંમતથી સહન કર્યો છે, પરંતુ કદાચ નીના સીતમ સિવાય બીજે કઈ જુલમ એ નહી તે કે જેથી કરીને તે ધર્મ રાજ્યમાંથી નિર્મલ થઈ જાય. મારકસ
Page #261
--------------------------------------------------------------------------
________________ ર૧૪ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ઓરેલિયસના સમયમાં સ્મિન અને લાયન્સમાં સ્થાનિક જુલમ ઘણે થયે હત; સેરસના સમયમાં આફ્રિકા અને એશિયાઈ પ્રતિમાં જુલમ થયે હતો; વળી સાર્વજનિક રમતગમતના ગભરાટમાં અથવા તે રેલ અને ધરતીકંપને લીધે દંગાફસાદ પણ થતા; પરંતુ પિતાના ધર્મની વિરૂદ્ધ જે જે હોય તેને કચેરી મારવાને ખ્રિસ્તિ ધર્મ પતે પાછળથી જેવો સતત, જના પૂર્વક ઘડી કાઢેલે અને સાર્વત્રિક જુલમ કર્યો છે તેવો આ જૂલમ નહે. રોમના રાજ્યમાં દરેક ભાગમાં વખતોવખત આખા જમાના પર્યત ખ્રિસ્તિઓને શાંતિ રહી છે. એશિયા માઈનોર અને ગૌલમાં - લિસના સમય પૂર્વ કે ખ્રિસ્તિને પ્રાણ સમર્પણ કરવાનો વખત આવ્યો નહે. નીરના સમય પછી ઇટાલીમાં પણ મોટે ભાગે શાંતિ રહી હતી. ખ્રિસ્તિઓને રાજ્યમાં અને લશ્કરમાં અધિકાર મળતા હતા. ખ્રિસ્તિઓ ઉપર જુલમ થયો છે એ વાત ખરી, પણ ખ્રિસ્તિઓએ પિતે કરેલા જૂલમ જેવો એ નહોતે. રેમના વિશાળ રાજ્યમાં લશ્કર રાજ્યની સરહદ ઉપર રહેતું હતું; પિોલિસની વ્યવસ્થા જાહેર રસ્તામાં થતા રંટ ક્રિસાદ અટકાવવા પૂરતી જ હતી; સરકાર તરફથી કેળવણીને કાંઈક ઉત્તેજન મળવા લાગ્યું હતું, પણ કેળવણી ઉપર પિતાને જ કાબુ રાખવાને સરકારને પ્રયાસ બિલકુલ હતો નહિ; અને માબાપે કે ધર્મગુરુઓ પિતાને ફાવે તેવી બાળકને કેળવણી આપવા સ્વતંત્ર હતા. ગુલામોને લીધે લહીઆની સંખ્યા વધવાથી ગ્રંથને બહુ ફેલાવો થઈ શકત; માત્ર રાજકીય ગ્રંથ ઉપર સખત દેખરેખ રખાતી. પરંતુ અન્ય પ્રકારના ગ્રંથો ઉપર કોઈ પણ જાતને અંકુશ નહોતો. ટૂંકામાં, જે વખતે લોકેમાં ઉદારબુદ્ધિ અને ધર્મ-ક્ષાંતિ વિશેષ હતાં, જે વખતે રાજ્યમાં સર્વને પુષ્કળ છૂટ અને સ્વતંત્રતા પ્રાપ્ત હતી, જે વખતે રાજાઓ ઘણું કરીને ધર્મની બાબતમાં સંપૂર્ણ બેદરકાર હતા, અને જે વખતે ચારે પાસ સંગેની અનુકુળતા હતી, તે વખતે જ ખ્રિસ્તિઓ પિતાના ધર્મનો ફેલાવો કરવાને પ્રયાસ કરવા મંડી ગયા હતા. છે પરંતુ ઈ. સ. ર૪૮ માં ડેસિયસન કર જુલમ શરૂ થયો. આ જૂ
Page #262
--------------------------------------------------------------------------
________________ રામ ખ્રિસ્તિ થયું. 215 લમને ઉદ્દેશ ખરેખર ભયંકર હતો, અને ખ્રિસ્તિ ધર્મને દુનિયામાંથી નાબુદ કરવાના વિચારે આખા રાજ્યમાં એ કરવામાં આવ્યો હતો. આ સીતમમાં જે ક્રૂરતા વપરાણું છે તેને ખ્યાલ આપવા શબ્દો પણ સમર્થ નથી. ધીમી ધીમી અનેક જાતની રીબામણીથી અને અનેક જાતના ઉપદ્રવથી ખ્રિસ્તિઓ થરથરી ગયા. લાંબે વખત શાંતિનું સુખ ભોગવેલું હોવાથી અને વળી સમયના દુરાચારથી દૂષિત થવાને લીધે તેઓ હવે નિર્વીર્ય થઈ ગયા હતા; અને વિલાસમાં વિધર્મીઓની હરીફાઈ કરતા હતા. ખ્રિસ્તિ ધર્મગુરૂઓ પણ રાજયમાં અધિકાર મેળવવાના ઈંતેજાર હતા. આ સમયે આ સાતમનું પરિણામ એ આવ્યું કે હજારે ખ્રિસ્તિઓ પાછા મૂર્તિપૂજક થવા લાગ્યા, અને આમ ખ્રિસ્તિ ધર્મની અવનતિ થવા લાગી. પરંતુ ખ્રિસ્તિ ધર્મના સુભાગે આ સીતમ માત્ર બે વર્ષ જ ચાલુ રહ્યો; અને તેમાં પણ ખ્રિસ્તિઓને જાનથી મારી નાખવાનો તેમનો ઉદેશ નહોતે, પણ રીબાવી રીબાવીને તેમને ખ્રિસ્તિ ધર્મ તજાવવાનો આશય હતો. અને અત્યંત રીબાવવા છતાં જ્યારે ખ્રિસ્તિઓ પિતાનો ધર્મ છોડતા નહિ, ત્યારે ઘણું ખરોને છેડી મૂકવામાં આવતા. અત્યાર સુધી રેમમાં કબ્રસ્તાનનાં ભોંયરાં ( CataCombs) પવિત્ર ગણાતાં હતાં; પણ આ સીમમાં તે જગાની પવિત્રતાને પણુ જાલમગારે ગણકારી નહોતી. બે વર્ષ પછી ડેસિયસ ગૂજરી ગયો અને આ સીતમ ઘેડે વખત બંધ પડયો. પણ ઈ. સ. 260 સુધી તે અવાર નવાર ચાલુ જ રહ્યા હતા. આ અગીઆર વર્ષ ખ્રિસ્તિ સંસ્થાને ભારે અને બહુ હાનિકારક નીવડ્યાં છે. તેમાં રેમના ચાર તે મેટા ધર્માધ્યક્ષે મુઆ હતા. બીજા જૂલની પેઠે આ સાતમનું કારણ પણ રાજકીય હતું, અને તેમાં લેકેનું ઝનુન ભળ્યું હતું; કારણ કે લેક-માન્યતા એવી હતી કે સ્થાનિક દેવેની ઉપેક્ષા થવાને લીધે દેશ ઉપર આફત પડતી હતી. રાજકીય આફતને લીધે રેમન રાજ્યને અસ્ત નજીક લાગતા હતા, અને તેમાં મ. * રકી અને દુકાળની આફતો ઉમેરાઈ હતી. આ બધી આફત ખ્રિસ્તિઓને લીધે આવે છે એવી માન્યતાને લીધે તેમને હેરાન કરવામાં આવતા હતા. આ આફતને ખ્રિસ્તિઓ પણ કેવે રૂપે સમજતા હતા તે સંત સાઈપ્રિયનના
Page #263
--------------------------------------------------------------------------
________________ 216 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. આ સંતને ખાત્રી હતી કે દુનિયાને હવે પ્રશ્ય થવા બેઠો છે. તે કહે કે દુનિયા હવે અતિ વૃદ્ધ થઈ ગઈ છે, કુદરતની શકિતઓમાંથી સત્વ લગભગ જતું રહ્યું છે, પૃથ્વીમાં રસ રહ્યો નથી અને સઘળી વસ્તુઓને નાશ સમીપ છે. ઈશ્વરની વિરૂદ્ધ બળવો કરતી પ્રજાને ચેતવણી આપવા મરકી અને દુકાળ આવે છે, મૂર્તિપૂજે કે વિશ્વાસીઓને કનડે છે, એજ દુનિયાને નાશ સૂચવે છે, કારણ કે તે વિપરીત ક્રમ છે; ઈત્યાદિ. પરંતુ પછી ચાલીશ વર્ષ દરમ્યાન પાછો ખ્રિસ્તિઓને લગભગ શાંતિને સમય હતો. એ અરસામાં ખ્રિસ્તિઓ પ્રાંતના હાકેમ નીમાતા અને તેમને બળીદાનની ક્રિયામાંથી ખાસ મુક્ત કરવામાં આવતા. બ્રિસ્તિ ધર્માધ્યક્ષોને ઘણું માન આપવામાં આવતું. રાજમહેલમાં ચાકરે પણ ખ્રિસ્તિઓ હતા અને તેમની રાજ-ભકિન વખણાતી. શહેરના દરેક ભાગમાં ખ્રિસ્તિનાં દેવળે બંધાયાં, અને માત્ર રેમમાં જ એવાં દેવળો ચાલીશ હતાં. પરંતુ ઈ. સ. 303 માં ડાકલેશિયનને અત્યંત ક્રૂર જુલમ શરૂ થયો. આ જૂથમનાં કારણે પણ આગળના જેવાં જ હતાં; તેથી તેમની પુનરૂક્તિ કરવાની જરૂર નથી. સેહેનશાહે પ્રયમ ફરમાન કાવ્યું કે ખ્રિસ્તિઓનાં દેવળો અને બાઈબલને નાશ કરે; ખ્રિસ્તિઓને કેદ કરવા, અને તેમને મારી મારીને પણ બળીદાનની ક્રિયા તેમની પાસે કરાવવી. પ્રથમ તે તેમની જીંદગીને જોખમ નહોતું. પણ પછી તે તેમને જીવતા બાળી નાખવામાં આવતા. અને શારીરિક વ્યથા અને જુલમ એ તે ત્રાસદાયક લાગતાં કે તેમની આગળ મૃત્યુ પણ દયા રૂપ ગણાતું. આ જુલમ લગભગ દશ વર્ષ ચાલુ રહ્યો. પરંતુ ઇ. સ. 313 માં કોન્સ્ટનટાઈને ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યો અને તેથી તે રાજ-ધર્મ થશે અને ખ્રિસ્તિઓની દુર્દશાનો અંત આવ્યો. આ પ્રમાણે ઇતિહાસ તપાસતાં ખ્રિસ્તિઓ ઉપર થએલે જુલમ ખ્રિસ્તિઓને નિર્મલ કરે તેવો નહોતે એમ જણાય છે. તે પણ એક વાત લાક્ષમાં
Page #264
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 217 રાખવા જેવી છે અને તે એ છે કે વિધર્મીઓને જુલમ સ્વરૂપે ઘણા જ ઘાતકી હતી અને તે ભૂલમમાં માણસને ઘણી જ ક્રૂર રીતે રીબાવવામાં આવ્યાં હતાં. કેટલાકને તપાવેલા લેઢાની ખુરશી ઉપર બેસારવામાં આવતો; કેટલાકનું માંસ ચીપીઆવતી તેડવામાં આવતું; કેટલીક કુમારિકાએને તરવારના પ્રાણઘાતક ખેલે કરનારાને સોંપી દેવામાં આવતી; કેટલાકની આંખો ખોતરી કાઢવામાં આવતી; કેટલાકના હાથ કે પગની નસો ખેંચી લેવામાં આવતી; ઈત્યાદિ. આ ત્રાસ અને જુલમ પિતાના ધર્મની ખાતર જેમણે સહન કર્યો છે તેમના પ્રત્યે તે આપણી પૂજ્ય-બુદ્ધિ રહેવી જોઇએ. પ્રકરણ 4 થું. કેસ્ટનટાઇનથી શાલમેન સુધી. - ખ્રિસ્તિધર્મની ફતેહ રેમમાં ક્યાં કારણોને લીધે થઈ? તથા કેવા પ્રકારના જુલમની સામે તેને ટકી રહેવાનું હતું ? તે આપણે જોયું. પરંતુ આ નવા ધર્મ જે નૈતિક દૃષ્ટિબિંદુ રેમમાં દાખલ કર્યું તેનું સ્વરૂપ કેવું હતું? તથા કેવી રીતે આ દૃષ્ટિબિંદુ મનુષ્યના વ્યાવહારિક જીવનમાં ઉતરી શક્યું? તે જોવાનું હવે આપણને રહે છે. કેટલાક કહે છે કે મારકસ ઓરેલિયસ કે સેનિકાના ગ્રંથમાં સમાએલાં ઉપદેશ વાકયોની સાથે ખ્રિસ્તિ ધર્મનાં નીતિ–વા સરખાવતાં ખ્રિસ્તિ ધર્મના ઉપદેશની શ્રેષ્ઠતા સ્પષ્ટ સાબીત થાય છે અને તેથી જ ખ્રિસ્તિ ધર્મને લીધે યુરેપમાં નૈતિક ઉન્નતિ થઈ છે. પરંતુ આ કથન યોગ્ય નથી એ સહેજ વિચારતાં સમજાય તેવું છે. વિધર્મીઓનું નીતિશાસ્ત્ર તત્ત્વજ્ઞાનને ભાગ હતું. ખ્રિસ્તિઓનું નીતિશાસ્ત્ર ધર્મને ભાગ હતું. અને તત્ત્વજ્ઞાની બધા થઈ શકતા ન હોવાથી,
Page #265
--------------------------------------------------------------------------
________________ ર૧૮ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જન–સમૂહ ઉપર તેની ઝાઝી અસર થતી નથી. પરંતુ ખ્રિસ્તિઓનું નીતશાસ્ત્ર વિશાળ ધર્મ-સંસ્થાનાં ભક્તિ, આશા અને ધાસ્તીઓમાં ઓતપ્રેત હોવાથી, કેળવાએલા અને બીન કેળવાએલા બધા ઉપર તેની પ્રબળ અસર થઈ શકી છે. ભવિષ્ય કહેવું, વિશ્વની ઉત્પત્તિ સમજાવવી, આરતને દૂર કરવી, અને દેવેની સહાય મેળવવી એટલાજ ઉદેશ વિધમ ધર્મના મુખ્ય કરીને હતા. પરંતુ જાહેર ઉપદેશ અને પ્રાર્થના, પાદરીઓ પાસે પાપની કબુલત, બાઈબલનું વાંચન, ધાર્મિક કેળવણ, અમુક ધાર્મિક ક્રિયામાં ભાગ લેવા માટે આચરણની આવશ્યક પવિત્રતા–આમાંનું કઇ તે ધર્મોમાં નહોતું. અર્થાત નીતિને ઉપદેશ કરે એ સ્વતંત્ર વર્ગ વિધર્મીઓમાં નહોતો. વળી તવંદષ્ટિએ કર્તવ્યને જે ખુલાસે તેઓ આપતા તે દેવમંદિરમાં થતી ધાર્મિક ક્રિયાઓ જોડે કાઈ પણ રીતે સંબંધિત થતે નહિ. આ બન્ને પ્રદેશોને એકત્ર કરવાથી અર્થાત ધર્મમાં નૈતિક કેળવણીને ઓતપ્રત કરવાથી કેમાં એવી માન્યતા આવે છે કે ધાર્મિક ક્રિયાઓ બરાબર કરવાથી નૈતિક વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેથી ઈશ્વરના સાક્ષાત્ સંબંધમાં આવી શકાય છે, અને આવી ઈચ્છા લેકમાં પ્રબળ હોય છે એ પ્રસિદ્ધ વાત છે. આ રસ્તે ખ્રિસ્તિ ધર્મ લીધે છે. પિથાગેરિયને પણ કહેતા કે ધાર્મિક ક્રિયાઓ કરવાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે, અને પૂર્વદેશી ધમાં ઘા કરીને પ્રાયશ્ચિતની વાત સામાન્ય હોય છે એ વાત ખરી, તથાપિ ધર્મના સ્વરૂપમાંજ નીતિને વણી દેવાનું મુખ્ય કાર્ય ખ્રિસ્તિ ધર્મ જ કર્યું છે. અને જે રીતે બને તે રીતે લેકેને નીતિને ઉપદેશ આપીને તેમને ઉચ્ચ માર્ગમાં વાળવા એ પરમ કર્તવ્ય ખ્રિસ્તિ ધર્મ પિતાનું ગમ્યું છે અને ખ્રિસ્તિ ધર્મના પ્રતાપેજ ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું અમરત્વ, અને માણસનાં કર્તવ્ય કે જેવા કે પ્રાચીન બુદ્ધિમાન પુરૂષે ભાગ્યે જ સમજી શકતા તે હવે ઘરગતુ અને અતિ સામાન્ય થઈ પડી છે. પરંતુ તે ધર્મના ગ્રંથોમાં સમાએલા ઉપદેશનાં સૌંદર્ય અને ધાર્મિક ક્રિયાઓની સંપૂર્ણતા ઉપરાંત સદાચારનાં નવાં પ્રયોજન પણ એ ધર્મ સ્વીકાર્યા ન હેત તો આટલી સફળતે તેને પ્રાપ્ત થાત નહિ, આ નવા પ્રો.
Page #266
--------------------------------------------------------------------------
________________ કેલ્ટટાઇનથી શાર્લમેન સુધી. 219 જને કાં તે સ્વાર્થી હોય અને કાં તે નિઃસ્વાથી હોય. આ બન્ને જાતનાં પ્રજનને ઉપયોગ એણે કર્યો છે. પ્રથમ તે પલક વિષે અને પાપના સ્વરૂપ વિષે એવા વિચાર એ ધર્મ ફેલાવ્યા કે તેથી લોકોના જીવનમાં જબરે ફેરફાર થઈ ગયે. વિધર્મીઓમાં પરલેક સબંધી ભાવના અસ્પષ્ટ અને અનિશ્ચિત હતી; તેથી આ દુનિયાના પાપમાં અટકાયત રૂપ એ સિદ્ધાંત તે નહિ. ખ્રિસ્તિ ધર્મમાં પરલેકનું તીવ્ર ચિત્ર છે. મુઆ પછી પાપીઓ. સતત દુઃખ ભોગવે છે, માણસ જન્મથી જ પાપી છે, અને જીંદગીનાં દરેક નાનાં મોટાં કાર્યોને બદલે પરલોકમાં જરૂર મળે છે, આવા આવા સિદ્ધાં. તિથી મરતી વખતે ખ્રિસ્તિઓ જે પશ્ચાતાપ કરતા હતા તે વિધર્મઓમાં કદિ થતા નહિ. નાનામાં નાને દોષ કે જેના પ્રત્યે આ દુનિયામાં કેવળ દુર્લક્ષ જ દાખવવામાં આવે અને જેનાથી કોઈને કશું નુકસાન થતું ન હોય તે પણ તેવા કાર્યને હિસાબ મુઆ પછી આપ પડે છે અને તેથી પરલેકમાં સતત દુઃખ સહન કરવું પડે છે એવા સિદ્ધાંતની અસર એ સમયે લેકે ઉપર ગંભીર પ્રકારની થઈ હતી. વિધર્મીઓની દષ્ટિ સદાચાર ઉપરજ હતી, ખ્રિસ્તિઓની દષ્ટિ પાપ ઉપર હતી. પવિત્રતાનાં સૈદચેનાં વખાણ કરીને માણસને સુધારવા પ્રયાસ વિધર્મીઓ કરતા ખ્રિસ્તિઓ પશ્ચાતાપની લાગણીને જાગ્રત કરી સુધારવાનો પ્રયાસ કરતા. દરેક પદ્ધતિમાં ગુણ દેષ રહેલા છે. તત્વજ્ઞાનમાં માણસને ઐઢ બનાવી ઉન્નત કરવાની યોગ્યતા હતી, પણ માણસને પુન:ઉદ્ધાર એ કરી શકતું નહિ. સદાચારને તેથી પ્રોત્સાહન મળતું, પણ તેથી દુરાચાર અટક નહિ. તેથી સદાચારનો શોખ છે અને વધતા અને ઘણાં માણસે તેથી સદાચાર પ્રત્યે આકર્ષાતાં; પણ એકવાર માણસ પૂરેપૂરે પતિત થતો તે તેને ઉદ્ધાર તત્ત્વજ્ઞાન કરી શકતું નહિ; બ્રિતિધર્મ એવાને પણ ઉદ્ધાર કરી શકતો. જે માણસને સદાચારનાં સેંદર્ય કે ભવ્યતાનું ભાન થતું નથી તે માણસ પણ પરલેકની બીકથી સુધરી સદાચારી થાય છે એ અનુભવે સિદ્ધ વાત છે.
Page #267
--------------------------------------------------------------------------
________________ 220 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, પરંતુ આ પદ્ધતિમાં એક ગેરફાયદો પણ છે. પાપનું ભાન નિરંતર નજર સમુખ રાખતાં જન સ્વભાવમાં સદાચારનું તત્વ જ નથી એમ કહેવાનું અને મન થઈ જાય છે અને તેથી જન-સ્વભાવને મેટ અન્યાય અપાય છે. ડાઈ માણસ કેવળ દુરાચારી હોતા નથી. મોટામાં મેટા દુરાચારીમાં કોઈક માટે સગુણ પણ હોય છે. અને ખ્રિસ્તિ ધર્મનું વલણ પણ શરૂઆતમાં એવું જ હતું. ડેવિના કિર્તનમાં કહ્યું છે કે વ્યભિચારી અને ખુની માણસમાં પણ કાંઇક કુલીનતા, કોમળતા અને નૈતિક ઉત્સાહને અશ રહેલું હોય છે. પરંતુ આગળ જતાં ખ્રિસ્તિ ધર્મ ઉપરોક્ત દોષમાંથી મુક્ત રહ્યો નહિ, અને જનસ્વભાવને એ તે ભ્રષ્ટ એણે ચિતર્યો કે કેવળ ઈશ્વરના અનુગ્રહ વિના માણસની મુક્તિ નથી એ સિદ્ધાંત તેમાં મુખ્ય થઈ પડ્યો. હવે આ વાત ખોટી છે એ એટલાથી જ સિદ્ધ છે કે દુરાચાર નહિ, પણ સદાચાર જ મનુષ્ય-સ્વભાવને વ્યાવર્તક ધર્મ છે, કારણ કે સમજીને સદાચાર માત્ર મનુષ્ય જ આચરી શકે છે. કામાસક્તિ, કરતા, સ્વાર્થ કે રાગદ્વેષ તે જૂદા જૂદા પ્રાણીઓમાં પણ હોય છે. અર્થાત્ આહાર, ભય, ઈછા અને મૈથુન માણસની પેઠે ઇતર પ્રાણીઓમાં પણ હોય છે, પરંતુ પિતાના હૃદયની ભાવનાઓનું વર્ગીકરણ કરીને, પિતાની વાસનાઓના પ્રબળ પ્રવાહની સામા થઈને પણ, જે સારી હોય તેને અનુસરવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ રહેલી છે. વળી સંસ્કારને લીધે જેનામાં નૈતિક વિકાસ થયો છે એવા માણસના વર્તનમાં નાસા કરતાં સારું વધારે હોય છે. કુરતા કરતાં પરોપકાર–વૃત્તિ માણસોમાં વિશેષ જોવામાં આવે છે: પારકાનું દુઃખ જોઈને રાજી થનારા બહુ જ થોડા હોય છે, પણ દયાળુ ઘણા હોય છે, અને પોતાને લાભ કરનારને ઉપકાર જ માણસે ઘણું કરીને માને છે, પણ ઉપકાર ઉપર અપકાર કરનારા તે કોઇક જ હોય છે. વળી આત્મ-ભાગ અને સુજનતા પ્રતિ માણસની અનુત્તિ સ્વાભાવિક રીતે જ વળે છે, અને દુરાચાર તે આપણા મનમાં જે વલણે જાતે નિર્દોષ જ છે તેમની અતિશયતા કે વિકૃતિરૂપ જ હોય છે. ટૂંકમાં, સદાચાર આપણી પ્રકૃતિ છે, દુરાચાર માત્ર વિકૃતિ છે,
Page #268
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 21 vvvvvvvvvvvvvv પરંતુ મનુષ્ય સ્વભાવ છેક જ ભ્રષ્ટ છે એવી જે અતિશયોક્તિ કેટલાક પ્રેટેસ્ટંટ માં જોવામાં આવે છે તેવી અતિશયોક્તિ પ્રથમ ત્રણ સૈકામાં ખ્રિસ્તિ ધર્મમાં નહતી. પાપનું ભાન તે પ્રથમથી જ ખ્રિસ્તિધર્મમાં હતું. પરંતુ જન-સ્વભાવમાં રહેલા સૈ ન્યને તે સમયે ઈનકાર થતું નહોતે. ખ્રિસ્તિધર્મ પાપ કરતાં ભ્રાંતિમાંથી મુક્ત વધારે કરે છે એમ તે સમયે મનાતું હતું. જન્મથી જ માણસ પાપી છે કે કેમ? તે સંબંધી પેલેજીયસે ઉભી કરેલી ચર્ચા, સંત ઓગસ્ટાઈનને ઉપદેશ, અને તપવૃત્તિની વૃદ્ધિ આ કારણોને લીધે માણસ કેવળ ભ્રષ્ટ છે એ સિદ્ધાંત ધીમે ધીમે આગળ આવ્યો, અને તેથી ઘણું અધમ વેહે તેમાં પાછળથી પેસી ગયા. પરંતુ આ પાપના વિચારને ઉપયોગ નૈતિક કેળવણીમાં ખ્રિસ્તિ ધર્મ કેવી રીતે કર્યો છે તે હવે આપણે જોઈએ. પ્રભુ-ભોજન નામની ક્રિયા ખ્રિસ્તિ ધર્મમાં ઘણી અગત્યની ગણાય છે. એ ભોજનમાં ભાગ લેવાથી માણસ અમર થાય છે એવી માન્યતા ખ્રિસ્તિઓની હતી. કેટલાક ખ્રિસ્તિ વૃદ્ધો એમ પણ કહેતા કે સામાન્ય રીતે એ ભજનમાં ભાગ લીધા વિના કેઈનો મોક્ષ થઇ જ શકે નહિ. બાળકને પણ એ ભોજનની પ્રસાદી આપવામાં આવતી અને પુણ ઉમરનાં માણસો તો એ પ્રસાદી રોજ લેતાં. કેટલેક ઠેકાણે એ પ્રસાદી અઠવાડીઆમાં ચાર વખત લેવાતી. આ ક્રિયામાં કોઈને ભાગ લેવા દે કે કેમ? એ પાદરીઓના હાથની વાત હતી; અને આ ક્રિયા પ્રત્યે લેકમાં એટલી બધી પૂજ્ય બુદ્ધિ હતી કે તેને માટે પાદ. રીઓ જે કહેતા તે કરવા લેકે તૈયાર થતા. પાદરીઓ કહેતા કે જે માણસ નીતિમાન હોય તે જ એ ક્રિયામાં ભાગ લઈ શકે. તેથી કઈ માણસે કાંઈ પાપ કર્યું હોય તે તેનું પ્રાયશ્ચિત કર્યા પછી જ તે એમાં ભાગ લઈ શકત. અને ધાર્મિક ક્રિયામાંથી લાંબો કાળ અલગતા, પરણ્યા પૂર્વેને બ્રહ્મચર્યને ભંગ, વેશ્યાવૃત્તિ, વ્યભિચાર, તરવારના પ્રાણઘાતક ખેલને ધંધે કે નાટકની રંગભૂમિ ઉપર ખેલાડીને બંધ, મૂર્તિપૂજા, ખિસ્તિઓ ઉપર જુલમ કરનારની સાથે ભળી ખ્રિસ્તિઓ પ્રત્યે દગાફટકા, અને સૃષ્ટિ-વિરૂદ્ધ મૈથુન
Page #269
--------------------------------------------------------------------------
________________ AMAA રરર યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ઇત્યાદિ કૃત્યને ગુના ઠરાવી તેમનાં જુદાં જુદાં પાપને માટે શિક્ષાના ક્રમ પણ તેમણે કરાવ્યા હતા. નાના નાના ગુનાને માટે થોડાં અઠવાડીઆં સુધી આ ક્રિયામાં ભાગ લેવાની બંધી થતી. વધારે મોટા ગુનાને માટે એક વરસ, દશ વરસ કે વખતે જીંદગી પર્યત પણ બંધી થતી. કવચિત્ જન્મજન્મ પણ એમાં ભાગ લઈ ન શં, એવી શિક્ષા થતી. અને આ શિક્ષાને કાળ પ્રાયશ્ચિતકાળ ગણાતો અને તેમાં ગુનેગારે કેટલાંક ત્રત પાળવા પડતાં; દાખલા તરીકે તેનાથી તે કાળમાં સ્ત્રી-સંગ ન થાય, કેદ પણ જાતની મેજ મજામાં તેનાથી પડાય નહિ, અને સતત પ્રભુભકિતમાં જ મગ્ન એણે રહેવું જોઈએ; અને આ પ્રાયશ્ચિતકાળ પૂરો થઈ રહ્યા પછી પણ તેણે માથું મુંડાવી ઉપર રાખ ભભરાવી કેથળામાં પેસી પાદરી પાસે ઉભા રહેવું જોઈએ અને જાહેરમાં પોતાના પાપનો ઇકરાર કરવો જોઈએ. અને ત્યારે જ પાછી તેને તે ક્રિયામાં ભાગ લેવાની છૂટ મળતી. કેટલીકવાર પાદરીઓ, ગુનેગારને ધર્મ બહાર કરતા, અને તેની સખ્તાઈ આપણામાં નાત બહાર કર્યાની સખ્તાઈ કરતાં પણ વિશેષ હતી. પાપ અને પ્રાયશ્ચિતની આ પદ્ધતિની બહુ બારીક વ્યવસ્થા પાછળથી ધર્માધિકારીઓએ કરી હતી, અને તેથી કરીને તે ધર્મની સત્તા રાજ-સત્તા કરતાં પણ વિશેષ થઈ પડી હતી. આ પ્રમાણે જે વાતને લેકે પિતાની મેલની આવશ્યક વસ્તુ માનતા હતા તેની કુલ સત્તા ધર્માધિકારીઓએ પોતાના હાથમાં રાખવાથી ધમને નામે અનેક ધા હતીઓ ઉપજાવવા તેઓ શક્તિમાન થયા હતા અને તેથી આગળ જતાં રેમ અતિ અનિષ્ટકારક વહેમોને અખાડો થઈ પડ્યું હતું. પરંતુ નીતિ પર તે તેથી લાભ જ થયે છે, કારણ કે પાપ અને પ્રાયશ્ચિતની આવી સંસ્થાને સખત અમલ થતું હોવાથી અમુક બાબતોમાં નીતિ પરત્વે લેકેના ભેદ-ગ્રાહી વિચાર દઢ થાય છે અને નીતિના ક્રમમાં માણસો ટેવાય છે. અને એ જ પરિણામ ખ્રિસ્તિ ધર્મ પણ આપ્યું છે. જન-સ્વભાવમાં રહેલા સ્વાર્થના તત્ત્વને ઉપયોગ આ પ્રમાણે
Page #270
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 223 ખ્રિસ્તિ ધર્મ કર્યો છે. પરંતુ નીતિમાં નિસ્વાર્થ પ્રોત્સાહનને તે એ ધર્મ એથી પણ વિશેષ જાગ્રત કર્યું છે. લેટેના અનુયાયીઓ ઈશ્વરનું અનુકરણ કરવાને ઉપદેશ આપતા; ઈક મતવાળા વિવેકબુદ્ધિને પગલે ચાલવાનું કહેતા, ખ્રિસ્તિઓ ઈશુખ્રિસ્ત ઉપર પ્રેમ કરવાનું કહેતા; અને ઈશુખ્રિસ્તધારા એવા સુંદરચારિત્ર્યની ઉત્તમ રેખા તેમણે અંકિત કરી છે કે આજ એગણીસસે વર્ષો પછી પણ મનુષ્યના હૃદયને મહારી અને પ્રોત્સાહક થતું તે મટયું નથી. અને પ્રોત્સાહિત જીવનના ત્રણ ટૂંકા વર્ષના ઉલ્લેખથી મનુધ્ય-જીવનને આટલે બધે પુનરૂદ્ધાર થઈ શકે છે એ વાત ખરેખર વિસ્મયકારક છે. ખ્રિસ્તિ જીવનમાં જે કાંઈ સર્વોત્તમ અને અત્યંત વિશુદ્ધ છે તેનું મૂળ કારણ એ જ વાત છે. સંપૂર્ણ અને વિશુદ્ધ પ્રેમ સ્વાર્થની કોઈ ગણત્રીને પીછાણતો નથી, અને પોતાના હકની માગણી કર્યા સિવાય આત્મભોગ આપવા સદા તૈયાર હોય છે, અને ઈશુ ખ્રિસ્તના પ્રેમની ખાતર ખ્રિસ્તિઓએ પિતાના પ્રાણનું સમર્પણ કરી ઉત્તમ પ્રતિને સદાચાર પાળે છે; અને મૃત્યુને પ્રિયા ગણું તેને ભેટી ધર્મવીરે થઈ ગયા છે. ખરું કહીએ તો ખ્રિતિ સદાચારનું દૃષ્ટિબિંદુ પ્રેમ–જીવનમાં જ છે અને ખ્રિસ્તના આચરણમાં ઉંચી પ્રતિને સદાચાર અને કોમળતા પણ તેથી જ આવે છે. ઘણું માણસમાં કર્તવ્યને કેવળ સાદે વિચાર વાસનાઓના બળ સામે ટકી શકતો નથી. હઝરત મહમદ પેગંબરના ધર્મમાં પણ વિશુદ્ધ એકેશ્વરવાદ અને કર્તવ્યને ભવ્ય વિચાર છે, પરંતુ હઝરત મહમદ પેગંબરનું પોતાનું જીવન આદર્શરૂપ નહોતું. ઈશુ ખ્રિસ્તના પવિત્ર અને ઉચ્ચ જીવનથી ખ્રિસ્તિઓનું જીવન જ બદલાઈ ગયું છે. એક અન્ય કારણને લીધે પણ ઈશુ ખ્રિસ્તના જીવનની અસર પ્રથમ સૈકાઓના ખ્રિસ્તિઓ ઉપર બહુ થએલી હોવી જોઈએ. કુદરતમાં કાયદાનું રાજ્ય અવિચળ છે એવા આપણે વિચાર હાલ બંધાઈ ગએલા હોવાથી કઈ બરાબર કેળવાએલે માણસ મનુષ્યના લાભની ખાતર ઈશ્વરી ચમત્કાર થાય છે એ વાત અત્યારે માન નથી. પરંતુ તે સમયે બ્રિસ્તિઓ તે કાન, ધરતીકંપ, દુષ્કાળ ઈત્યાદિ ભયંકર બના માણસોનાં કાર્યોને લક્ષીને ઈશ્વર મલે છે એમ માનતા.
Page #271
--------------------------------------------------------------------------
________________ 224 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને ઈશુખ્રિસ્ત પ્રભુને પુત્ર હોવાથી તેને માટે ઈશ્વર ગમે તે ચમત્કાર બતાવે છે તેમાં આશ્ચર્ય શું? તેથી કરીને તેમના ચિત્તમાં જે એક પ્રકારની ધાર્મિક ભાવના ઉપજતી તે આપણને કદાચ અત્યારે સમજાય પણ નહિ, પરંતુ ઈશુ ખ્રિસ્તના પ્રેમને લીધે આખા જગતનું રૂપાંતર થએલું જ તેમને લાગતું; અને આખા જગતમાં તેના જીવનના ભણકારા તેમને ભાસતા. તેથી કરીને કુદરતી બનાવો અને આફતને ઉકેલ તેઓ આ નવીન પ્રકાશથી કરતા અને તેથી તેમાં કાંઈ નવીન રહસ્ય જ તેઓ જેતા. સ્વર્ગના અનંત અથવા હજારો વર્ષો સુધી પહોંચે એવા સુખથી પણ અન્ય કાંઈક જૂદીજ જાતનું ગહન આશ્વાસન ખ્રિસ્તિ ધર્મથી ખ્રિસ્તિઓને મળતું. દુઃખી, કંટાળેલા અને તદન નિરાધાર થઈ પડેલાને પણ એ ધર્મ આકાશ તરફ જોઈ એમ કહેતાં શીખવો કે “હે પ્રભુ! મારી કાળજી તારે છે; આમ ઈશુના પ્રેમની ખાતર સર્વ કરવાને અત્યંત ઉત્સાહ તે સમયે બ્રિતિ એમાં હતા. આ પ્રમાણે જે ધમને મુખ્ય ઉદ્દેશ નૈતિક પ્રેત્સાહન આપવાને હતું, અને જે ધર્મ ભવિષ્યના બદલાના સિદ્ધાંતથી, પિતાની સુવ્યવસ્થિત સંસ્થાથી અને નિઃસ્વાર્થ નૈતિક ઉત્સાહ ઉપજાવવાની પિતાની શક્તિથી મનુષ્યના હૃદય ઉપર અનુપમ સત્તા સ્થાપવા સમર્થ થયો હતો તે ધર્મના મુખ્ય અનુયાથીઓ અતિ પવિત્ર સ્થિતિએ પહોંચે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. અને યુરોપમાં એ ધર્મ સ્થાપિત થયા પછી લગભગ બસ વર્ષ પર્યંત ખ્રિસ્તિ વર્ગ જે નૈતિક વિશુદ્ધિ દર્શાવી છે તેથી વિશેષ વિશુદ્ધિ લાંબા કાળ પત કાઈ પ્રજાએ કદિ દર્શાવી નથી એ નિસંશય છે. પિતાની આસપાસ પ્રસરેલી જમાનાની બ્રતાથી તેઓ વિમુક્ત રહ્યા, કારણ કે રામના રાજકીય, સામાજીક અને લડાયક જીવનથી તેઓ અલગ રહેતા, અને તે રાજ્યને અંત ચેસ છે એમ તેઓ માનતા હોવાથી તે અંત ક્યારે આવે છે તેની નિરંતર રાહ તેઓ જેતા, આ ધર્મ રેમનો રાજ-ધર્મ . પરંતુ હજાર બાર વર્ષ પર્યત તેની સર્વોપરી સત્તાકાળમાં પણ સમાજની દશા અતિ અધમ હતી એ વાતની પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________ કેટનટાઈનથી શાર્લમેન સુધી. 225 એ સમયની સ્થિતિ ટૂંકામાં આવી હતી; મારકસ ઓરેલિયસનું મૃત્યુ થયું એ અરસામાં રેમની સૃષ્ટિમાં બ્રિસ્તિધર્મ અગત્યની વગ ધરાવેતે થે હતો. રોમન રાજ્યની પડતી ત્વરિત અને લગભગ ચાલુ થવા લાગી હતી. પછી કેન્સ્ટનટાઈન પાદશાહ પ્રથમ ખ્રિસ્તિ થયો અને નવું શહેર વસાવી ત્યાં એણે પિતાની રાજધાની સ્થાપી; અને પૂર્વમાં પિતાના રાજ્યની જમાવટ કરી. આ રાજ્ય લગભગ અગીઆરસે વર્ષ ચાલ્યું, અને તે સમયે ખ્રિસ્તિ ધર્મનું નીતિશાસ્ત્ર માન્ય ગણાતું. આ બાઇકેંટાઈન રાજ્ય કેવળ અધમ અને નીચે પ્રકારનું હતું એ વાતમાં સર્વ ઇતિહાસકારો સંમત છે. એ રાજ્ય ઘણું વિલાસી, સ્વછંદી અને નિર્દય હતું; અને ઉચ્ચ ભાવનાને કાંઈપણ એશ તેનામાં નહોતે. લેકે છળકપટી અને દુરાચારી હતા, અને સદાચારી અને શૈર્યવાન રહ્યા નહોતા. તેમનામાં સ્વદેશાભિમાન અને સ્વતંત્રતાની ઈચ્છા નષ્ટ થઈ ગઈ હતી, બુદ્ધિ-વિશાળતા જતી રહી હતી અને કેવળ સ્વછંદી વિલાસના શોખીન તેઓ થઈ ગયા હતા. પ્રાચીન ગ્રીક સાહિત્યના ઉત્તમ ગ્રંથે તેમની સન્મુખ હતા, તેથી તેમનામાં જ્ઞાન તો હતું: પરંતુ તે જ્ઞાનથી તેમનામાં શૌર્ય કે સ્વદેશાભિમાનને એક તણખે પણ પ્રદીપ્ત થતો નહિ. એ રાજાને ઇતિહાસ જોઈએ છીએ તો ધર્મ-ગુરૂઓ, હીજડાઓ અને સ્ત્રીઓના કાવાદાવા, ઝેર, અપકાર અને બંધુ-વધના બનાવે નિરંતર બનતા આપણે વાંચીએ છીએ. નીરે જે નિર્લજજ અને અધમ પાદશાહ ત્યાં કેઈથયો નથી એ વાત ખરી, પણ મારકસ ઓરે. લિયસ જેવો પણ ત્યાં કઈ થયું નથી, એ વાત પણ સાચી છે. જુલિયન કાંઈક સારો હતો, પણ તેણે તે બ્રિતિ ધર્મને તિરસ્કારપૂર્વક ત્યાગ કર્યો હતો. પૂર્વના આ રાજ્યને અંત છેવટે મુસલમાનોએ આયે; અને મુસલમાનના અર્ધચંદ્રાકાર વાવટા તળે કોસ્ટાન્ટિનોપલ શહેર ચગદાઈ ગયું; અને તે પડયું ત્યાં સુધી પણ તેના નગરવાસીઓ ધાર્મિક મતભેદને વિવાદ કરવામાં ગુંચવાઈ રહ્યા હતા. એશિયાના અન્ય શહેરોમાં પણ એવી જ સ્થિતિ હતી. બ્રિસ્તિધર્મના કઈ કઈ નામાંકિત ધર્મગુરુઓ અને ઘણા ધર્મધ તપસ્વીઓ ત્યાં થયા
Page #273
--------------------------------------------------------------------------
________________ ~~ ~ ~ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હતા, પણ અધમ અને વિલાસી લેકેની નીતિ ઉપર તેઓ કાંઈ અસર કરી શક્યા નહિ. ઉલટું ધર્મના અતિ હેપી અને ઝનુની વાદવિવાદ તેમણે ઉભા કર્યા, અને આ ઝઘડાનાં કડવાં ફળ પાછળથી કાયમ ભોગવવાના રહ્યાં. કાળે કરીને રેમના રાજ્યના જે બે ભાગ પડી ગયા હતા તેમાંથી પૂર્વ તરફના વિભાગની આવી સ્થિતિ હતી. પશ્ચિમ તરફના વિભાગની સ્થિતિ તેથી કાંઈક જુદી હતી. કેસ્ટનટાઈન ખ્રિસ્તિ થયા પછી એક શતક નહિ વીત્યો એટલામાં તે ઍલેરિ રેમ સર કર્યું અને પછી જંગલીઓની ચડાઈઓથી રેમને સમાજ અંતે છિન્ન ભિન્ન થઈ ગયો. પરંતુ આ જંગલીઓએજ ખ્રિસ્તિ ધર્મને સ્વીકાર કર્યો, તેથી ખ્રિસ્તિ ગુરૂઓ કે જે પ્રાચીન ખજાનાના સંરક્ષક હતા તે તેમના પણ ગુરુ થયા; અને જનસુધારણાને જે ઉચ્ચ અભિલાષ તેમને હતો તે અમલમાં મૂકાવાનો આમ તેમને પ્રસંગ મળે. અને તેમને પ્રયાસ સાવ નિષ્ફળ પણ નથી ગયે. મનુષ્યોના વિચાર અને કૃતિઓ ઉપર સૈકાઓ સુધી આ ધર્મ લગભગ સંપૂર્ણ સત્તા ભેગવી છે અને એવી સંસ્કૃતિ એણે ઉપજાવી કે તેથી કરીને તેના દરેક ભાગમાં એ ધર્મની અસર સ્પષ્ટ જણાઈ આવે છે. કાર્યમાં પ્રદર્શિત થતી શુભ-વૃત્તિમાં, પૂજ્ય-બુદ્ધિના પવનમાં, ભક્તિમાં અને સાથે રહી એકબીજાને સહાય થવાની ટેવમાં, વિધર્મીઓના પ્રાચીનકાળના જમાના કરતાં તે સમય બહુ આગળ વધી ગયે હ; અને દયામાં રોમન લેકે કરતાં, અને પતિવ્રત્યમાં ગ્રીક લેકે કરતાં એ જમાને બેશક ચડીઆતે હતો. બીજી રીતે જોઈએ તે સ્વદેશાભિમાનમાં અને નાગરિક સદાચારોમાં, સ્વતંત્રતાના પ્રેમમાં, જે મહાન નરે તેમણે ઉપજાવ્યા તેની સંખ્યા અને ઓજસમાં, અને ચારિત્ર્યને જે નમુને એણે બાંધી આપે તેને ગરવ અને સંદર્યમાં, વિધર્મીઓના સર્વોત્તમ જમાના કરતાં તે જમાનો ઘણો જ ઉતરતે હતે. કલહ, ગેરવ્યવસ્થા, અન્યાય અને વિગ્રહ ખ્રિસ્તિઓમાં પણ પુષ્કળ હતાં, અને બુદ્ધિવિષયક સદાચારોમાં કોઈ પણ જમાના કરતાં તે સમય ઘણું કરીને ઉતરત જ ગણાશે. પિતાના મતના એટલા તે આગ્રહી તેઓ હતા કે પરમત તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ; અને
Page #274
--------------------------------------------------------------------------
________________ કાસ્ટનટાઈનથી શાર્લમેન સુધી.. પિતાના મતને અનુકૂળ જૂઠ અને જાણી બુજીને કરેલું પાખંડ પણ તેઓ પુષ્કળ ચલાવી લેતા. શ્રદ્ધામાં જ સદાચાર છે; સત્તાધારીઓ જે નિગમને બતાવે તે જ ખરાં; આ તેમને નિરંતર ઉપદેશ હોવાથી મનુષ્યની બુદ્ધિમાં એવી જડતા આવી ગઈ કે તેની બેડી, ઘણું સૈકાઓ પછી જ્યારે ઇટાલીમાં ઔદ્યોગિક સંસ્થાઓના ઉદયથી શેધક, નવું નવું કહેનારી અને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ લેકોમાં આવી ત્યારે જ તૂટી. કેથલિક સંપ્રદાયઅને આ સત્તા-કાળ ઇતિહાસમાં અંધકારમય યુગના નામે પ્રસિદ્ધ છે, પણ તેમાં ઉપર કહ્યું તેમ કેટલાંક સારાં તો પણ હતાં. કેન્સ્ટનટાઈન ખ્રિસ્તિ થયા પછી બારમેં વર્ષના ઈતિહાસથી આટલું તે સિદ્ધ થાય છે કે જે કે ખ્રિસ્તિ ધર્મ સદાચારનાં કેટલાંક તત્ત્વો અને સિદ્ધતિ દુનિયાને આપ્યાં છે અને તેમની છાંટ અને મિશ્રણથી સમાજના આચરણનો રંગ બદલાઈ ગયો છે, તથાપિ ગ્રીક અને કેથલિક જેવી ખ્રિસ્તિ ધર્મની શાખાઓ પિતાને રૂચે તેવા સુધારાની સ્વતંત્ર પ્રેરક થાય એ વાત જન-સમાજના કલ્યાણની ખાતર કેઈપણ રીતે ઈષ્ટ નથી. અહીં કેટલાક એમ કહે છે કે કેન્સ્ટનટાઈનના સમય પૂર્વે જ મને સંસાર ત્વરાથી ભ્રષ્ટ થવા માંડે હત; વિધર્મીઓની અધકચરાએલી રૂઢિઓ અને ચંચળતા હજી પૂરેપૂરાં નાબુદ થયાં નહોતાં; અને પાછળના જમાનાની માઠી દશાનું કારણ ઘણું ખરું તે જ હતું; વળી ખ્રિસ્તિ ધર્મને વગ ઘણુ વખત માત્ર નામનો જ અને દેખીતો જ હતો; અને જંગલીઓ સમાજને છિન્ન ભિન્ન કરી નાખતા હતા; આ બધાં કારણોને લીધે ખ્રિસ્તિ ધર્મ એ અંધકારમય યુગના નામથી પ્રસિદ્ધ જમાનામાં (અર્થાત ઈ. સ. 500 થી ઈ. સ, 1500 સુધીના કાળમાં) બહુ અસર કરી શક્યો નથી. આ દલીલમાં કાંઈક સત્ય છે એ વાત ખરી, પરંતુ બાઈકેંટાઈન રાજ્ય વિધર્મીઓની રૂઢિઓથી અને વિચારોથી મુક્ત હતું, અને હજાર વર્ષથી વધારે સમય પર્યત જંગલીઓથી છતાયું નહોતું; પશ્ચિમ રાજયમાં પણ ચડાઈઓના, સંભ શાંત પડી ગયા પછી ઓછામાં ઓછા સાતમેં વર્ષ પર્યત ખ્રિસ્તિ
Page #275
--------------------------------------------------------------------------
________________ 228 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધર્મને અમલ એક લાકડીએ રહ્યા હતાઆ બધી હકીકતો આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ઉપલી દલીલ વજનરહિત થઈ જાય છે. પ્રાચીન કાળના હડહડતા દૂરાચારને હાર આપી ખ્રિસ્તિ ધર્મમાં કહેલી વિશુદ્ધ નીતિની સાથે તેમની સરખામણી કરવાની વાત સેહેલી છે. પરંતુ વાસ્તવિક સુધારાની યથાર્થ તુલ્યના કરવાની આપણને ઈચ્છા હોય તે ગ્રીક અને રેમના લેકેને સુધારે અને ખ્રિસ્તિઓને સુધારે એ બન્નેને એકંદરે આપણે સરખાવવા જોઈએ અને એ બન્નેમાં કયા કયા દુરાચાર દબાઈ ગયા હતા અને ક્યા ક્યા સદાચાર આગળ આવ્યા હતા તે આપણે જેવું જોઈએ. ખિરિત ધર્મના પ્રથમ બે સૈકામાં નૈતિક ઉન્નતિ ઘણી થઈ હતી, અને એ જ એ ધર્મની પવિત્રતાની સાબીતિ છે એવી દલીલ વારંવાર તે સમયે થતી હતી. કેન્સ્ટનટાઈન ખ્રિસ્તિ થયે તેના આગલા સૈકામાં નૈતિક પતન ક્યારનું સ્પષ્ટ થવા માંડયું હતું. તે પછી બે સૈકામાં બધા ખ્રિસ્તિ વૃદ્ધો કહે છે તે પ્રમાણે સામાન્ય રીતે લોકોમાં ભ્રષ્ટ દુરાચાર પ્રચલિત હતું. તે પછી ધાર્મિક સુધારાને જે કાળ આવ્યું તેમાં કેટલાક ખાસ ગુણે હતા એ વાત ખરી; પણ ખ્રિસ્તિધર્મની સંસ્થાથી જનસ માજને પુનરૂદ્ધાર થયો છે એવી બડાઈનું કાંઈ પ્રમાણ તેમાંથી નથી મને ળતું એ વાત પણ ચોક્કસ છે. છેલ્લા ત્રણ સૈકામાં ઘણી ખરી બાબતમાં અદ્યાપિ પર્યત નહિ પહોંચેલી ઉચ્ચ દશાએ સુધારે પહોંચે છે એ વાત તદન ખરી છે, પરંતુ તેનાં કારણે અનેક અને એક બીજામાં મિશ્ર છે, અને ધાર્મિક નીતિ માત્ર તે મહેલું એક કારણ છે. યાંત્રિક શોધો, ઔદ્યોગિક જીવનની , વિજ્ઞાનશાસ્ત્રીની શોધખોળ, રાજકીય બંધારણના સુધારા, સાહિત્યની વૃદ્ધિ અને વિસ્તાર, વિધમાં પ્રાચીન કાળના રૂઢ વિચાર, આ બધાને એ સંસ્કૃતિમાં ભાગ છે; અને ઈતિહાસમાં ઉંડા ઉતરતાં બે સત્યે સ્પષ્ટ રીતે ઉપર તરી આવે છે. એક તે એ કે ધર્મશાસ્ત્રની અસરને લીધે સૈકાઓ પર્યત યુરોપની બુદ્ધિ બહેર મારી જઈ અચેત પડી રહી હતી. પરંતુ પ્રાચીનકાળનું વિધમાં સાહિત્ય અને વિજ્ઞાન–શાસ્ત્રીની મુસલમાની સંસ્થાઓ-આ બે પ્રદેશ કેથેલિક મતની હકુમતથી હજી સ્વતંત્ર રહ્યા
Page #276
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 228 હતા અને તે દ્વારા સાહિત્યનું પુનરજીવન કે જ્યાંથી અર્વાચીન સુધારાનો કાળ શરૂ થાય છે તે યુરોપમાં પેઠું. બીજી સત્ય વાત એ છે કે છેલ્લા ત્રણ સૈકાઓથી વધારે કાળનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ધર્મની પ્રબળતા જેમ જેમ ઓછી થતી ગઈ તેમ તેમ આપણી ઉન્નતિ વઘતી ગઈ છે. વૈદક વિદ્યામાં, વિજ્ઞાન-શાસ્ત્રમાં, વેપારી લાભમાં, રાજનીતિમાં અને નીતિશાસ્ત્રમાં પણ ધર્મના દઢ ઈકરાર, સુધારકની આડે આવીને ઉભા રહેતા હતા, અને આ બધા ઈકરારને બહુ અગત્યના માનીને તેમને બચાવ કરવામાં આવતું હતું, પણ સુધારાના ઐહિક જોર આગળ એ બધાને અંતે નમી જવું પડયું છે. ઉપરની હકીકતથી સહજ પ્રશ્ન થાય છે કે જે ધર્મમાં નૈતિક ઉપદેશનું અનુપમ સૌંદર્ય હતું અને જે ધર્મ મનુષ્યના હૃદય ઉપર અસર કરવાને સમર્થ હતા, અને જે ધર્મ છેલ્લા થોડા સૈકાઓથી લોકોને અનેક બાબતમાં આશિરવાદરૂપ થઈ પડે છે, તે જ ધર્મ લાંબા કાળ સુધી અને જૂદી જૂદી અવસ્થામાં, યુરોપને પુનરૂદ્ધાર કરવામાં કેવળ અશક્ત કેમ નીવો હશે? કાર્ય કરવામાં ખ્રિસ્તિઓ નિરૂત્સાહી અને અકુશળ હતા એમ પણ નહોતું. પરંતુ તે સમયે સમાજમાં વિરોધી બળો વહેતાં હતાં તેને એ પરિણામ છે એ આ પ્રશ્નનું ટૂંકામાં ઉત્તર છે. કેથલિક ધર્મના વિશાળ અને અનેકદેશી તંત્રમાં કેટલાક ભાગ એવા હતા કે જે મનુષ્યજાતને સુધારવામાં અને ઉન્નત બનાવવામાં બહુ સારી રીતે કામ આવ્યા, અને બીજા કેટલાક ભાગ એવા હતા કે જેની અસર એથી કેવળ ઉલટીજ થઈ. આ વાત સ્પષ્ટ કરવાનું કામ આ પ્રકરણનું છે. ખ્રિસ્તિ ધર્મનું પ્રથમ પરિણામ એ આવ્યું કે તેથી મનુષ્યની અંદગી પવિત્ર ગણાવા લાગી. એ ધર્મને પ્રથમ ઉપદેશ એ હતો કે સઘળાં માણસે ભાઈઓ છે. અમર પ્રાણીઓ તરીકે, અત્યંત સુખ કે અત્યંત દુઃખને માટે અંતે સર્જિત હોવાથી, અને એકજ જાતની યુક્તિમાં સર્વ સહભાગી હોવાથી, પિતાના જાતભાઈઓને પવિત્ર પ્રાણીઓ ગણવાની ખ્રિસ્તિની પ્રથમ ફરજ
Page #277
--------------------------------------------------------------------------
________________ 30 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સ્પષ્ટ છે; અને તેમાંથી સઘળાં મનુષ્યની જીદગી પવિત્ર છે એ ખાસ બ્રિસ્તિ વિચાર પ્રકટ થશે. કેપના કારણવિના પિતાના જાતભાઈઓને કાપી નાખવા એ ખોટું છે એમ મનુષ્યને કુદરતી સ્વભાવ માણસને કહે નથી એ વાત સમજવાનો પ્રયાસ આપણે આગળ કર્યો છે અને નૈતિક પ્રત્યક્ષ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે એ સિદ્ધાંતની વિરૂદ્ધ દલીલ કરનારાને પ્રત્યુત્તર આપવા આ વાત લક્ષમાં રાખવાની છે. જંગલીઓની પ્રાથમિક દશા કે જ્યારે મનુષ્ય-સ્વભાવની ઉચ્ચ શક્તિઓ ખીલેલી હોતી નથી અને લગભગ ગર્ભદશામાં જ હોય છે એ દશાની વાત એક કેરે રાખતાં, સુધરેલી અને નીતિમાન પ્રજાઓએ પણ અમુક અમુક બાબતમાં કે અમુક અમુક વખતે મનુષ્યની કતલને જાનવરના શિકારતુલ્ય ગણેલી છે એ વાત ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. અસલના ગ્રીક લેકે વિદેશીઓને જંગલી ગણી તેમના પ્રત્યે નિર્દય વર્તક રાખતા; રેમન લેકે તરવારના પ્રાણઘાતક બેલેમાં, અને તેમના ઈતિહાસના અમુક કાળે ગુલામે પ્રત્યે, બહુ ક્રૂરતા વાપરતા, સ્પેનના લેકે અમેરિકાના વતનીઓ પ્રત્યે નિષ્ફર હદયના હતા: સંસ્થા સ્થાપવા જતી ઘણું કરીને સઘળી યુરોપીય પ્રજ, જે તેના ઉપર યુરોપની દેખરેખ ન રહે તે, ત્યાં નિર્દય વર્તણુક રાખતી આવી છે. પ્રાચીન પ્રજાઓ મોટેભાગે તરતનાં જન્મેલાં બાળકને રખડતાં મૂકી દેતી હતી. આ સઘળી બાબતમાં હૃદયની કેવળ કઠિનતા આપણને જણાઈ આવે છે, અને આપણા પિતાના સમયમાં પણ છેલ્લાં ત્રણ સૈકાની અંદર ગ્રેટ બ્રિટનમાં પણ તે કઠિનતાનાં ચિહ્ન કદાચ મળી આવે તેમ છે. કેની કતલ ઈગલાંડના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. અને મનુની સઘળી જાતની સ્વછંદી કતલની ક્રૂરતા આપણી નૈતિક વૃત્તિઓને એક આવશ્યક ભાગ થએલી છે એ વાત હૃદયમાં ઉતારવી આપણને અત્યારે ગમેતેવી મુશ્કેલ લાગતી હોય, તથાપિ સારા સારા માણસે તે નિરંતર આચરતાં આવ્યાં છે એ વાત નિર્વિવાદ છે, અને તે પણ એવાં સારા માણસે કે જે બીજી બધી બાબતમાં કોઈપણ જમાનામાં અવશ્ય દયાળુ ગણાય એવાં હતાં. જે રમતોને અત્યારે આપણે જંગલી ગણીએ છીએ તે રમતોથી ટયુડર રાજા
Page #278
--------------------------------------------------------------------------
________________ કેસ્ટન્ટાઈનથી શાર્લમેન સુધી. 2 31 એના સમયમાં સારામાં સારા અંગ્રેજોને ઘણો આનંદ મળતો હતો; અને પ્રાચીન કાળમાં ખરેખરી દયાવાળાં માણસો કે જે સંબંધીઓ પ્રત્યે કોમળ, મિત્રો જો પ્રેમી, પાડોશીઓ પ્રત્યે ઉદાર, અને જેમની નજરમાં પિતાના શેહેરીનું ખૂન આપણને લાગે છે તેવું જ ઘાતકી લાગતું તે જ માણસા તરવારના પ્રાણઘાતક ખેલે જેવા જતાં અને ત્યાં તાળીઓ પાડી શાબાસી આપતાં; અને તે જ માણસે નિઃશંક મને બાળકને રખડતા મુકવાની સલાહ આપતાં. પરંતુ તે ઉપરથી આપણું કુદરતી નૈતિક પ્રત્યક્ષની વાતવિકતા શકિત બની જાય છે એમ ધારવું કેવળ ભૂલભરેલું જ છે. આંતર નીતિવાદીઓનું કહેવું માત્ર એટલું જ છે કે દયા અને નિર્દયતાના ભેદનું ભાન આપણને સ્વભાવથી સિદ્ધ છે, અને દયા આપણું ઉચ્ચતર કિંવા વધારે સારા સ્વભાવને અંશ છે, અને તેથી તે ગુણ કેળવવાની આપણી ફરજ છે. જમાનાનું ધોરણ કે જે સમાજના સામાન્ય સંજોગથી નિર્ણિત થાય છે તે ધોરણ આ કર્તવ્યની વાસ્તવિક હદ તે સમયને માટે બાંધી આપે છે; કારણકે જે આ ધરણથી નીચે રહે તે એ ધરણને નીચે ઉતારવામાં સહાયભૂત થાય છે. હવે, જે કે જુદી જુદી પ્રજાઓમાં અને જૂદા જૂદા જમાનામાં દયાનાં ધોરણ બહુ જુદાં જુદાં માલમ પડેલાં છે, પણ દયા એ સારે ગુણ છે એ બાબતમાં સૌની સંપૂર્ણ એકમતિ છે, એ વાતથી વધારે ચેકસ વાત બીજી કોઈ નથી. પ્લેટોએ બાળહત્યાની ભલામણ કરી હતી કેટેએ ઘરડા ગુલામને વેચી દેવાની હિમાયત કરી હતી; પ્લિનીએ મેદાનની રમ તેનાં મ ફાટતે વખાણ કર્યા હતાં; જૂના જમાનાના સરદાર લશ્કરી કેદીઓને ગુલામ બનાવતા કે તરવારના પ્રાણઘાતક ખેલેમાં ઉતારતા; નવા જમાનાના સરદારે તેમના મોભાને હલકે પાડે એવી કોઈ પણ જાતની મહેનત તેમને સોંપવાની ના પાડે છે; જૂના જમાનાના ધારાશાસ્ત્રીઓ પિતાના કાયદામાં અનેક પ્રકારની ક્રૂર શિક્ષાઓ ફરમાવતા; નવા જમાનાના ધારાશાસ્ત્રીઓ મોટામાં મોટા ગુનેગારની સજા પણ ટૂંકી કરી નાખવાના પ્રયાસ કરે છે; જૂના જમાનાના શિક્ષકે ત્રાસથી અંકુશમાં રાખતા; નવા જમાનાને શિક્ષક સહૃદયતાથી વશ કરે છે; સ્પેનની બાલિકા
Page #279
--------------------------------------------------------------------------
________________ 3 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગોધાની પૂર લડાઈમાં આનંદ માનતી; અવૉચીન સુધારક શિકારની બધી રમતને નિંદે છે અથવા ખોરાકને માટે પણ પ્રાણીઓની હિંસાને વખોડે છે, અથવા તે મોટાં પ્રાણીઓને જ મારવાની હિમાયત કરે છે કે જેથી ઓછા જીવની હિંસા થાય; અથવા તે પ્રાણીઓની નિર્વિલબ કતલ કરવાનું કહે છે; આ બધાં માણસ પિતાના કાર્યોમાં અને કઈ બાબતોને દૂર કહેવી અને કઈ બાબતને સ્વચ્છેદી કહેવી એ બાબત પિતાના અભિપ્રાયોમાં એક બીજાથી બહુ જૂદા પડે છે, છતાં ક્રરતા કરતાં દયા સારી છે એ બાબતમાં સે સંમત હોય છે. અર્થાત જમાનાના ધોરણે તે તે સમયના સામાન્ય સંજોગથી નિર્ણિત થતાં હોવાથી તે ભિન્ન ભિન્ન હોય છે, પણ મૂળ સિદ્ધાંતમાં ભિન્નતા ક્યાંઈ હેતી નથી. તેથી કરીને જુદા જુદા જમા નામાં વિગતે પરત્વે પ્રજાઓનું કે મનુષ્યનું મતભિન્નત્વ ગમે તેટલું હોય પણ નિર્દયતા કરતાં દયા સારી છે કે કેમ ? એ બાબતો સંશય પણ કાઈને આવ્યો નથી. જમાનાના ધોરણ પ્રમાણે ચાલવાનું માણસનું કર્તવ્ય છે, અને તે ધોરણથી ઉતરતું જેનું વર્ણન હોય તેને તે સમયનાં માણસે નિદે છે. હવે ખ્રિસ્તિ ધર્મની ખાસ ખૂબી એ છે કે દયાના પ્રચલિત ધરણને અતિ ઉચ્ચ એણે બનાવ્યું અને ભાર દઈને જગતને સ્પષ્ટ કહી દીધું કે ગમત કે સગવડતાની ખાતર કોઈ પણ માણસની જીંદગી લેવામાં મેટું પાપ છે, અને તેથી આપણી પરોપકાર વૃત્તિઓને ખૂબ સચેત એણે કરી દીધી. - આ બાબતમાં ખ્રિસ્તિ ધર્મની અસર મનુષ્ય જીદગીની છેક પ્રાથમિક અવસ્થા અર્થાત ગર્ભાવસ્થાથી શરૂ થાય છે. પ્રાચીનકાળમાં ગર્ભપાતન. રિવાજ બહુ નિંદ્ય ગણાતું નહોતું, કારણ કે જનમ્યા પહેલાં બાળક જીવનું ગણાય છે એવી માન્યતા તે સમયે પ્રચલિત હતી. વળી મનુષ્ય જંદગીની પવિત્રતાનું પ્રબળ ભાને જ્યાં હોતું નથી, ત્યાં હજી નહિ જન્મેલા બાળકના ઘાતથી દયાની લાગણી બહુ ઉપજતી નથી; અને વખતે સામાજીક હિતના વિચારથી રાઈબાળકને જન્મવા નહિ દેવામાં દયાનું જ કામ થાય છે, એમ માણસ સમજવા લાગે છે તેમાં નવાઈ નથી. એરિસ્ટોટલ કહે કે જ્યારે વસ્તીની સંખ્યા અમુક હદ ઓળંગી જાય, ત્યારે રાજ્ય તરફથી ગર્ભપાત
Page #280
--------------------------------------------------------------------------
________________ 233 કોન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. કરાવવાને કાયદે થવો જોઈએ. પ્રાચીન ગ્રીસમાં અને રેમના સામ્રાજ્ય સમય પર્યત ગર્ભપાતની વિરૂદ્ધ કઈ કાયદે નહોતે, અને હોય તો તે અમલમાં મુકાતે નહિ. તે સમયના અનેક લેખકે કહે છે કે એ રિવાજ પ્રસિદ્ધ અને લગભગ સાર્વત્રિક હતે. અને વ્યભિચાર અને ગરીબીનું એ પરિણામ હતું એટલું જ નહિ પરંતુ પ્રસૂતિથી શરીર–સેંદર્ય બગડી જાય છે એમ ધારી વખતે માતાઓ પણ ગર્ભપાત કરતી હતી. અને એટલા બધા ગર્ભપાત થતા હતા કે તેથી તેને માટે ખાસ ધંધો પણ જાગ્યો હતો. સેનિકા, લુટાર્ક ઇત્યાદિ લેખકે એને ગુને ગણતા હતા, પણ તે ચલાવી લેવા જેવો છે એવી એકંદરે સામાન્ય માન્યતા હતી. હવે ખ્રિસ્તિઓ છાતી ઠોકીને કહેવા લાગ્યા કે એ રિવાજ નિર્દય છે, એટલું જ નહિ પણ ગર્ભપાત એટલે ખૂન–બાળહત્યા જ. અને તેના પ્રાયશ્ચિત તરીકે એવી તે સખત સજા એ સંસ્થામાં થતી કે તેથી તે એક મેટો ગુને છે એવી અસર ખ્રિસ્તિઓના મન ઉપર સચોટ થવા લાગી. એક ગુનેગાર માતાને મૃત્યુ પર્યત પ્રભુ-ભોજનમાંથી બહિષ્કાર થયો હતે. આ સજા ધીમે ધીમે પાછળથી ઓછી થવા લાગી હતી, તથાપિ ગર્ભપાતને એક અતિ ગંભીર પ્રકારનો ગુનો સંસ્થાના શાસનમાં લેખવામાં આવતો હતો. વળી જળમાર્જનની ક્રિયા કે જે ખ્રિસ્તિઓના ધર્મ-શાસ્ત્રમાં આપણી બુદ્ધિને અત્યંત કમકમાટી ઉપજાવે એવી છે તે સિદ્ધાંતથી પણ સુધારાની બાબતને તે બહુ ટેકે મળે છે. વિધમાં કિંવા મૂર્તિપૂજકની દૃષ્ટિમાં જ્યારે ગર્ભપાત અને હત્યા ગુનારૂપ લાગતા ત્યારે પણ તેઓ તેમને નિર્જીવ ગુના ગણતા; કારણ કે પુત્ર ઉમરના મનુષ્યની હત્યા થતાં તેની કેટલી બધી આશાઓ અને ઉત્સાહ ભાંગી પડે છે તે વાત ખાસ નજરમાં રહેતી. વળી તેને શારીરિક દુઃખ પણ ઘણું થાય છે, અને તેનાં સગાં સંબંધો, મિત્રો, અને જગતને પણ વખતે ઘણું વસમું લાગે છે. આમાંથી કશું ગર્ભપાત કે બાળહત્યામાં બનતું નથી. બાળજીવન તેમને મન કઈ અગત્યનું જ નહોતું. પરંતુ ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓને બાળજીવનમાં પણ ભયંકર અગત્યતા સમજાતી. તેઓ કહેતા કે ગર્ભમાં જીવ આવ્યો કે તરત જ તે અમર પ્રાણી થાય છે અને જનખ્યા પહેલાં તે મરી જાય તે પણ આદમના પાપને માટે તે જવાબદાર
Page #281
--------------------------------------------------------------------------
________________ 234 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હેવાથી કયામતને દિવસે તેને ઉભુ થવું પડે છે અને જળ-માર્જનની ક્રિયા તેને કરવામાં નહિ આવી હોય તે નિરંતર તેને નરકમાં રહેવું પડે છે. બાળજીવનની કિંમત અને પવિત્રતાના આપણુ નિર્મળ ભાનની શરૂઆતના સિદ્ધાંતને લીધે ઘણું કરીને મોટે ભાગે થએલી છે, અને હવે આપણા તાનિ વનમાં એ ભાન એવું તે ઓતપ્રોત થઈ ગયું છે કે એવા કોઈ. પણ સિદ્ધાન્તની ગેરહાજરીમાં પણ તે ટકી રહેવા સમર્થ છે. શરૂઆતમાં ખ્રિસ્તિઓ કહેતા કે બાળક મરે તે તે ઠીક; પણ જળ માજનના સંસ્કાર પામ્યા વિના જે એ જાય તો તેની નિરંતર અધોગતિ રહે છે. તેથી જ તેઓ ગર્ભપાતને મહા પાપ ગણતા હતા. “સંતોના જીવન ચરિત’ નામના પુસ્તકમાં લખ્યું છે કે એક માણસને ગર્ભાશયમાં બાળકની અવસ્થા કેવી હોય છે તે જાણવાની વિચિત્ર જીજ્ઞાસા થઈ, અને તેથી એક ગર્ભવતી સ્ત્રીને તેણે મારી નાખી અને આ પ્રમાણે તેણે સ્ત્રી-હત્યા અને બાળહત્યા અને કરી. પણ પાછળથી તેને તેનો પસ્તાવો થતાં જંગલમાં જઈ પ્રાયશ્ચિત અને પ્રાર્થના તે કરવા લાગે. પશ્ચાતાપના ઘણાં વર્ષો એમ ગાળ્યા પછી ઇશ્વરી અવાજથી તેના જાણવામાં આવ્યું કે તેને સ્ત્રીહત્યાનો ગુને માફ થયો પણ બાળહત્યાનો ગુને માફ થયો નહિ. પ્રાચીન સંસ્કૃતિમાં બાળહત્યાને રિવાજ પણ એક મોટા કલંકરૂપ હતે. આ ગુનાને સ્વાભાવિક ઈતિહાસ કાંઈક વિચિત્ર છે. જંગલીઓમાં દયાની લાગણી બહુ નિબળ હોય છે; અને તેમની લડાયક અને ભરવાડશાઇ દગી બાળ-જીવનના સંરક્ષણને પ્રનિકુળ હોય છે. તેથી જન્મેલા બાળકને જીવતું રાખવાને તેના બાપનો વિચાર ન થાય તે તેને મારી નાખવાનું કે રખડતું મૂકી દેવાને રિવાજ સામાન્ય રીતે પ્રચલિત થાય છે જે પ્રજા જંગલી દશામાંથી બહાર આવેલી છતાં હજી પિતાની રહેણી કરણીમાં અણઘડ અને સાદી હોય છે તે પ્રજામાં બાળ હત્યાનો રિવાજ ઘણું કરીને કવચિત્ જ જોવામાં આવે છે. પરંતુ સુધારા વધતાં બીજા ક્રૂર ગુનાઓ સ્વાભાવિક રીતે જ ઓછા થતા જાય છે તેમ આ ગુન એ છે કે નથી, કારણ કે જંગલી દશા છોડયા પછી લેકેની કૂરતા કરતાં તેમના વ્ય
Page #282
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 235 ભિચારથી આવા ગુના વિશેષ બને છે. વળી ઘણા દેશોમાં અને જમાનામાં એવો વિચાર પ્રચલિત હોય છે કે જે વસ્તુ પિતાને અત્યંત પ્રિય હોય તેનું બળીદાન દેને બહુ રૂચિકર થાય છે, અને સંતાને માબાપને અત્યંત પ્રિય ખજાનારૂપ હોવાથી તેમનું બળીદાન દેને બહુ ગમે છે. વળી જેને અત્યારે આપણે જનહિતવાદને સિદ્ધાંત કહીએ છીએ તેને અનુસાર ગ્રીક લેકે એ રિવાજને અનુમોદન આપતા હતા; અને અમુક પ્રસંગે તે તે બાબતમાં કાયદાની ફરજ પણ માણસને માથે નાખવામાં આવતી હતી, કારણકે તેમને સિદ્ધાંત એકંદરે એ હતો કે વસ્તીને વધારે અમુક હદ પર્યત જ થવો જોઈએ અને લાચાર અને નિરૂપયોગી જનોથી જેમ બને તેમ રાજ્ય મુક્ત રહેવું જોઈએ. માટે રોગી અને બદસકલ બાળકોની હત્યાથી સમાજને લાભ જ થાય છે એમ તેઓ માનતા હતા. એવાં બાળકે જે છે તે તેમનું જીવન તેમને પિતાને પણ બોજારૂપ લાગ્યા વિના રહે નહિં; તેથી તેમાં દયા પણ છે. ગ્રીક-જીવનના વિલાસી વલણને લીધે લાંબાકાળ પર્યત દિયનિગ્રહ સાચવી રાખવાનો વિચાર ગ્રીક લેકેને આવતો જ નહિં અને પિતા કરતાં બાળકે પ્રત્યે માતાની વૃત્તિઓ વધારે કોમળ હોય છે, પરંતુ ગ્રીક માતાની સામાજીક અને માનસિક દશા ઘણી અધમ હોવાને લીધે પ્રજાના વિચારમાં આગેવાન થવાને તેઓ અસમર્થ નીવડી હતી. પરંતુ ગ્રીસમાં પણ આ ગુનાની છૂટ સર્વત્ર નહોતી, અને થીમ્સમાં તે તે ગુનાને માટે દેહાંતદંડ થતો. રેમમાં પિતાનાં સંતાન ઉપર પિતાની સત્તા પ્રથમથી જ સંપૂર્ણ હતી, પરંતુ તે સત્તા ઉપર કાયદાના અંકુશ પણ પ્રથમથી જ હતા. રોમને પ્રજા-વૃદ્ધિની આવશ્યકતા હતી, અને તેથી રોમન સામ્રાજ્યના વિલાસી અને ભ્રષ્ટ કાળ સુધી રેપન લોકોમાં બાળહત્યાને રિવાજ કદિ પણ સાધારણ થો હોય એમ જણાતું નથી. અને જ્યારે બાળહત્યાના બનાવી બહુ બનવા લાગ્યા ત્યારે જે પિતાને ઘણાં છોકરાં હોય તેને ખાસ કે આપીને, ગરીબ માબાપોને કેટલાક કરના બોજામાંથી મુક્ત કરીને, અને રખડતાં મુકેલા છોકરાઓ માટે સંરક્ષણના કેટલાંક સાધન સ્થાપીને, આડ
Page #283
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કતરી રીતે ધારાશાસ્ત્રીઓએ એ વાતને નિંદ્ય ગણી હતી. અર્થાત બાળ ત્યારે તેઓ ગુને તે ગણતા, પણ આપણી પેઠે તેને મોટો ગુને તેઓ નહોતા ગણતા. તેપણ રેમના સામ્રાજ્ય સમયમાં બાળહત્યાઓ બહુ થતી અને ગુનેગારો બહુ સહેલાઈથી અને વારંવાર છટકી જતા. બાળહત્યા અને બાળકને રખડતું મૂકી દેવું એ બે વાતોમાં ભેદ પાડવામાં આવતે; અને પાછલા ગુનાને માટે કાયદામાં કાંઈ સજા નહોતી. તેથી કોઈ પણ જાતની ભીતિ વિના તે ગુને લેકે બેધડક કર્યો જતા. જન્મેલું બાળક છોકરી હોય તે તેની તે ઘણું કરીને હત્યા જ કરવામાં આવતી, અને ગરીબ માબાપ બાળકને રખડતું મૂકી દે છે કે તેમના પ્રત્યે બહુ ક્ષમા દષ્ટિ રાખતા. રખડતાં મૂકેલાં બાળકે અલબત્ત ઘણું કરીને મરી જતાં. પરંતુ અમુક સ્થળે તે બાળકે મૂકાતાં હોવાથી લેકે તેમને વારંવાર બચાવી લેતા અને ગુલામ કે વસ્યા તરીકે તેમને ઉછેરતા. આ પ્રમાણે બાળહત્યા નિંદ્ય છે એવી લેકમાં લાગણી તે હતી જ, આ લાગણીને વધારે મજબૂત કરી તેને અમલ કરાવે અને રખડતાં મૂકેલાં છોકરાંઓને માટે સરક્ષણનાં સાધને વધારવાં એટલું જ બ્રિતિ ધર્મને આ બાબતમાં કરવાનું હતું. અને ગર્ભપાતની બાબતમાં ગ્રહણ કરેલી પદ્ધતિ અહીં પણ તેમણે ગ્રહણ કરી. ઉપરાંત ખ્રિસ્તિઓ ઉપદેશ કરવા લાગ્યા કે અજાણ્યાની દયા ઉપર આધાર રાખીને બાળકને રખડતું મૂકી દેવું એ તેની હત્યા કર્યા બરાબર છે. અને તેથી કેન્સ્ટાઈનના સમયથી જ તે સંબંધી કાયદા થવા લાગ્યા; અને ગરીબ માબાપનાં છેકરોને રાજ્યના ખર્ચે ઉછેરવાં એમ પ્રસિદ્ધ થયું. વળી રખડતા મૂકેલાં બાળકને બચવાના યોગ વધે એવા ઉદ્દેશથી એ કાયદો કરવામાં આવ્યું કે તેવાં બાળકે ઉપર તેમને બચાવનારની સંપૂર્ણ સત્તા રહેશે. પરંતુ તેથી કરીને સેંકડો વર્ષ પયેત આવાં બાળકે ગુલામગીરીમાંથી મુક્ત થઈ શક્યાં નહિ. યુરોપમાં જ્યારે ગુલામગીરીનો અંત આવ્યું ત્યારે જ તેમને ઉદ્ધાર થયો. વળી ગરીબ માબાપ છોકોને વેચી દેતાં. આવાં છોકરાને માબાપ
Page #284
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 237 કાયદાપૂર્વક લીધેલાં નાણું પાછાં આપીને અને વખતે પાછાં આપ્યા વિના પણ તેમને પાછાં મેળવી શકતાં. પરંતુ છોકરાને વેચવાને પ્રચાર પણ લાંબા વખત સુધી ચાલેલે જણાય છે. વિધર્મીઓના કાયદા પ્રમાણે બાળહત્યાને ઘણું કરીને મનુષ્યવધ ગણવામાં આવતો; પરંતુ બીજી જાતના મનુષ્યવધ જેટલે દૂર તે લેખાતો નહિ, અને તેથી તેને માટે મોતની સજા થતી નહિ પણ દેશનિકાલની થતી. પરંતુ ધીમે ધીમે એ ગંભીર પ્રકારને ગુને ગણાવા લાગે અને શાર્લમેનના સમયમાં એ ગુને ખૂન ગણાવા લાગે; અને બાળક ખડતું મુકનારને પણ સજા થવા લાગી. - આ બધા કાયદા ખ્રિસ્તિ ધર્મની સત્તાકાળમાં થયા હતા. પરંતુ તેથી બાળહત્યા કેટલે દરજજે ઓછી થઈ તેને ચેસ નિર્ણય થે શક્ય નથી. પણ આવા કાયદાથી બાળકને રખડતું મૂકવાને ઉધાડે ધંધે અશકય થઈ પડે, અને તે ગંભીર પ્રકારને ગુને છે એવું ઉત્કટ ભાન લેકેને થવા લાગ્યું એટલી ખ્રિસ્તિ ધર્મની અસર થઈ એમ કહેવામાં કાંઈ અડચણ નથી. અત્યંત ગરીબીને લીધે માબાપ છોકરાંને રખડતાં મૂકી દેતાં, તે બાળકને ખ્રિસ્તિઓ મદદ કરતા, અને એવાં ઘણું છોકરાઓને ખ્રિસ્તિ ગૃહસ્થ ઉછેરતા. પણ મધ્યકાળની શરૂઆતમાં બાળ-સંરક્ષક સંસ્થાઓ ઉભી થવા લાગી. પરંતુ તેમાં ઉછેરેલાં બાળકે ખ્રિસ્તિ સંસ્થાના ગુલામ ગણાતાં. ગુલામગીરી નષ્ટ થઈ ત્યારે આવાં બાળકે મદની સંસ્થામાં ભળી ગયાં. ખ્રિસ્તિ ધર્મ દયા અને સખાવતને માટે મશહુર છે; છતાં બાળ-સંરક્ષક સંસ્થાઓ સ્થાપવામાં એ ધર્મ ઢલે રહ્યો હતો, તેનું કારણ ઘણું કરીને એ છે કે વ્યભિચારના ગુનાને તેઓ ઘણે જ ગંભીર લેખતા. ઘણી ઉદાર સંસ્થાઓની માતૃભૂમિ રોમમાં પણ તેરમા સૈકાની શરૂઆત સુધી એવી કોઈ સંસ્થા નહોતી. બારમા સૈકાના મધ્યભાગમાં મિલાનમાં એવાં મંડળો સ્થપાયાં હતાં. એ જ સૈકાના અંતમાં એક ખ્રિસ્તિ સાધુએ બાળકોના સંરક્ષણ અને તેમની કેળવણી માટે એવું એક મંડળ પારીસમાં સ્થાપ્યું હતું. અને તેમા અને દમા સૈકામાં યુરેપના મોટા ભાગમાં આ મંડળની શાખાઓ થઈ
Page #285
--------------------------------------------------------------------------
________________ 238 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હતી. આ સંસ્થા પણ તજી દીધેલાં બાળકોને લેવાની ના પાડતી. અંતે જ્યારે બાળહત્યાઓ ઘણી થવાથી તેને માટે પિકાર થવા લાગે ત્યારે સંત વિ-- ન્સડી પિલે લેકને એવા જાગ્રત કર્યા કે તેની અસર ખાનગી ધર્માદામાં અને કાયદાના બંધારણમાં પણ થઈ અને તેથી બાળસંરક્ષક સંસ્થાઓ ઉભી થવા લાગી. આથી કરીને વ્યભિચારને ઉત્તેજન મળે છે કે કેમ ? દયા કરવા જતાં પતિવત્યને હાનિ થાય છે તેનું કેમ? ઇત્યાદિ પ્રશ્નો અને તે સંબંધી થએલા વાદવિવાદમાં ઉતરવાનું અત્ર પ્રયોજન નથી. મુદ્દાની વાત અત્ર એટલી જ છે કે લકે એ તજી દીધેલાં બાળકની જીંદગી બચાવવી એટલું જ નહિ પણ તેમને કેળવી નીતિમાન બનાવવાં એ વાતને માટે ખ્રિસ્તિ ધમ ઇંતેજાર હતો, અને મનુષ્યની જીંદગી અને તેના સદાચારની આવી બારીક અને પ્રમાણિક ચીવટથી વિધર્મીઓ કેવળ અજ્ઞાત હતા. દરેક જીવ અમર છે એવા પ્રિતિ સિદ્ધાંતનું જ આ પરિણામ છે. અને બ્રિરિત ધર્મની જ્યાં જ્યાં બરાબર અસર થઇ છે ત્યાં ત્યાં તેનું આ મુખ્ય અનુપમ લક્ષણ દશ્ય થએલું છે. આ બાળજીવનના સંરક્ષણમાં બ્રિતિ ધર્મ ઘણું કર્યું છે એ ખરું, પણ ઘણી વખત તેની અતિશયોક્તિ કરવામાં આવે છે. પરંતુ તરવારના પ્રાણઘાતક મેલે નાબુદ થયા તે તો ખ્રિસ્તિ ધર્મના પ્રતાપે જ; અને મનુષ્ય જાતના નૈતિક ઈતિહાસમાં આ સુધારે છે તેવો નથી. ખ્રિસ્તિઓ કહેતા કે આ ખેલમાં પાપ છે અને તેમાં ખૂન જ થાય છે, અને તેને માટે ખેલાડીઓ અને પ્રેક્ષક બનેને ઈશ્વર આગળ જવાબ દેવો પડશે જ. રેમના લોકમાં આ બેલેનું આકર્ષણ બહુ હતું અને કેળવાએલે અને બુદ્ધિમાન વર્ગ પણ એ ખેલેને ચેડા જ નિંદ્ય ગણતા એ આપણે આગળ કહ્યું છે. ખુદ કેન્ટનટાઈન પણ અસંખ્ય વિદેશી કેદીઓને જંગલી પ્રાણીઓ સાથે વઢાડતે હતો. ઈ. સ. ૩૨૫માં પ્રથમ ખ્રિસ્તિ પાદશાહે કાયદે કર્યો કે એ બેલેને ગુનારૂપ ગણવા; પણ એ કાયદે ઝાઝો અમલમાં આવ્યો હોય એમ જણાતું નથી. પશ્ચિમ-રાજ્યમાં તો તે ચાલુ જ હતા. ઈ. સ. 357 માં કેન્સ્ટનટાદને કાયદો કર્યો હતો કે રાજમહેલના નેકરને લાંચ આપી કાઇએ એવા ખેલમાં ઉતારવા નહિ. ઈ. સ. 365 માં વેલેનટિનિયને કાયદે
Page #286
--------------------------------------------------------------------------
________________ તે 30 કેસ્ટનટાઈનથી શાલમેન સુધી કર્યો હતો કે ખ્રિસ્તી ગુનેગારોને તેમાં ઉતારવા નહિ. ઓનેરિયસે કાયદે કર્યો હતો કે જે ગુલામ એ ખેલાડી હોય તેને કોઈ મિત્રીની નોકરીમાં રહેવા દે નહિ; પણ ઘણું કરીને આ કાયદાની મતલબ અમીરને હથી આરબંધ માણસોથી બળવાન નહિ થવા દેવાની હતી. પણ અગત્યની વાત એ છે કે નવી રાજધાની કેન્સાન્ટિને પલમાં એવા ખેલ કદિ દાખલ કરવામાં આવ્યા નહોતા. જો કે રોમમાં એ ખેલ મોળા પડ્યા હતા, તે પણ ચાલુ તે રહ્યા હતા. આ ખેલને શોખ પ્રાચીન વિધમાં લેકેનું ખરાબમાં ખરાબ લક્ષણ હતું. તેમનું સારામાં સારું લક્ષણ કદાચ ધાર્મિક સ્વાતંત્ર્ય હતું. અને ખ્રિસ્તિ રાજ્યમાં સારા લક્ષણને પ્રથમ ઉચ્છેદ થયો હતો એ અફસસની વાત છે. મહાન થિયોડોશિયસે ધર્મની વિવિધતા આખા રાજ્યમાં બંધ કરી હતી, પણ આ ખેલ કરાવતા હતે. પરંતુ જો કે ખ્રિસ્તિ ધર્મ રાજ્ય-ધર્મ થયા પછી નેવું વર્ષ આ ખેલ રાજની રાજધાનીમાં બંધ પડયા હતા, તથાપિ તેની વિરૂદ્ધ ખ્રિસ્તિઓનું વલણ પ્રથમથી જ હતું એ ચોક્કસ છે.એ કઈ ખેલાડી જ્યાં સુધી પિતાને ધંધે છેડી ન દે ત્યાં સુધી ખ્રિસ્તિ ગુરૂએ તેને જલમાર્જન ક્રિયાની સ્પષ્ટ ના કહેતા અને જે કે ખ્રિસ્તિ એવા ખેલ જેવા જતો તો તેને પ્રભુ-ભોજનમાંથી બાતલ કરતા. પૂર્વમાં આશરે થિયેશિયસના સમયથી એ ખેલ બંધ પડ્યા હતા, અને તેને બદલે રથની શરતન શેખ વધ્યો હતો. પશ્ચિમમાં ઈ. સ. 404 માં નોરિયસના સમયમાં જ્યારે એ ખેલ થશે ત્યારે મનુષ્ય-પ્રેમના ઉત્તમ ઉમળકાથી ઉત્સાહિત બની ટેલીમેકસ નામને સાધુ અખાડામાં દેડી ગયો અને લડનારાઓને છૂટા પાડવા લાગ્યો. આથી કરીને પ્રેક્ષકે ગુસ્સે થઈ ગયા અને પથરા મારી તેને મારી નાખ્યો. પરંતુ તેના મૃત્યુથી એ ખેલને. છેવટે અંત આવ્યો. તથાપિ જંગલી જાનવરે અને માણસની સાઠમારી ચાલુ રહી; અને આ રમતે પૂર્વમાં ખાસ કરીને કપ્રિય થઈ પડી હતી. પરંતુ તેની સામાન્ય નિર્ધનતાને લીધે જાનવરો મળી શકતાં નહિ અને તેથી તે રમત પણ ઓછી થઈ ગઈ. ધીમે ધીમે આ રમતો એવી રીતે થવા લાગી કે તેથી માણસને કંઈ જોખમ રહેતું નહિ, પણ પ્રાણીઓ
Page #287
--------------------------------------------------------------------------
________________ 240 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પ્રત્યે ક્રૂરતા વપરાતી. આ રમત પણ છેવટે સાતમા સૈકામાં કુલેની સભાએ બંધ કરી. પરંતુ મધ્યકાળ સુધી ઈટાલીમાં મલ કુસ્તીઓ થતી રહી હતી અને તેમાં કોઈ કોઈ વખત રમનારાને બહુ ઈજા થતી હતી. તે તરવારના આ પ્રાણઘાતક બેલેને નાબુદ કરવામાં ખ્રિસ્તિ ધર્મ લે ઉપર જે તે ઉપકાર કર્યો નથી. એ ખેલે જાતે તે દૂર જ હતા, પરંતુ તેની મોટામાં મેટી ખરાબી તે એ હતી કે તેથી કરીને બધા વર્ગોના લોકેમાં દયાની લાગણી બુટ્ટી થઈ જતી હતી અને એ વાત દયાના ધરણને ઉચ્ચ બનાવવામાં નડતર રૂપ થતી હતી. વિધર્મીઓની સામાજીક સંસ્કૃતિ અને તેમનું તત્વજ્ઞાન આ બાબતમાં સુધારે કરવા અસમર્થ નીવડયાં હતાં; અને કદાચ લાંબા સમય પર્યત એવીને એવી સ્થિતિ ચાલ્યા કરત. અને જ્યારે ઉત્તર તરફના અનાડી વીરોએ ઇટાલીનું રાજ્ય જીતી લીધું તે વખતે જે એ ખેલે નિરંકુશપણે પ્રચલિત હેત તો તેઓ પણ ઉત્સાહપૂર્વક તેમને વધાવી લેત, અને મધ્યકાળના જીવનમાં તેમનાં મૂળ સિત; અને પછી મનુષ્ય જાતની ઉન્નતિમાં કેટલે વિલબ થાત તે અત્યારે કહી શકાતું નથી. પરંતુ રોમની ભૂમિમાંથી આ દુષ્ટ છોડને નિર્મળ કરવા ખ્રિસ્તિ ધર્મ સમર્થ થયો; અને તેથી યુરોપની સંસ્કૃતિ ઉપર ખ્રિસ્તિ ધર્મને મોટામાં મોટો ઉપકાર છે. એ બેલેમાં જે મરી જતા તેમના માનની ખાતર એવા ખેલે કરાવવા વિધર્મીઓમાં પૈસાની રકમે વારસામાં મૂકી જવાને રિવાજ હો; તેને બદલે ગરીબ અને દુઃખીને મદદ કરવા વારસો મૂકી જવાની પ્રથા ખ્રિસ્તિ ધર્મ પાડી, અને ડિસેમ્બરમાં એવા ખેલ થતા હોવાથી તે મહીને રેમના આખા રાજ્યમાં ઉત્સવ તરીકે પળાતો; તેને બદલે ઈશુખ્રિસ્તના આગમનની યાદગીરી જાળવવા ખ્રિસ્તિઓ તે મહીને ઉત્સવમાં ગાળવા લાગ્યા. પરંતુ મનુષ્યની જીંદગી પવિત્ર છે એ સિદ્ધાંતને ખ્રિસ્તિ ધર્મના કેટલાક આચાર્યોએ એવું રૂપ આપવા માંડયું કે તેથી કરીને પ્રજાની સ્વતત્રતા અને રાજ્યની શાસન-પદ્ધતિ જેડે તેને મેળ મળે નહિ. તેઓમાંથી ઘણું એમ કહેતા કે સિપાઈ તરીકે અથવા કેઈના ઉપર ખૂનનું તહોમત
Page #288
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઇનથી શાલમેન સુધી. 241 મૂકીને કે ચાંડાળ તરીકે વર્તનથી કે કોઈપણ પ્રકારે કઈ ખ્રિસ્તિથી કોઇની જંદગી લઈ જ શકાય નહિ. પ્રથમ બાબતનો વિચાર આપણે હવે પછી કરશું; અને બીજી બે બાબતોનો નિકાલ કરવા થોડા જ શબ્દો પૂરતા છે. મતની સજા વાજબી હેય તે પણ ચાંડાળના ધંધામાં કાંઈક ભ્રષ્ટતા છે, કાંઈક અનુચિતતા છે એવી માન્યતા અસલથી જ ચાલી આવેલી છે, અને તેથી તે ધંધો મૂળથી જ અપવિત્ર લેખવામાં આવે છે. ગ્રીસ અને રેમમાં ચાંડાળાને શેહેર બહાર રહેવું પડતું અને રહડસમાં તો તેમને શહેરમાં પિસવાની પણ રજા નહોતી. ખ્રિસ્તિ ધર્મમાં પણ શરૂઆતમાં આવા વિચાર ઘણું પ્રબળ હતા. અને જેના હાથ વાજબી વિગ્રહમાં પણ કોઈપણ રીતે લોહીથી ખરડાએલા હોય તેને પ્રાયશ્ચિત કર્યા વિના દેવળમાં આવવાની મનાઈ હતી. અને આવા મનાઈહુકમને અમલ પાદશાહ કે સેનાપતિઓના સંબંધમાં પણ થતા. સામાજીક અને રાજકીય જરૂરીઆતને ધ્યાનમાં રાખ્યા વિના આ પ્રમાણે પ્રથમ ત્રણ સૈકામાં ખ્રિસ્તિ ગુરૂઓ પિતાના અભિપ્રાય મનાવવાને યત્ન કરતા હતા, પણ જ્યારે ખ્રિસ્તિ ધર્મની સત્તા જામી ગઈ ત્યારે આવા વિચારો ફેરવવાની તેમને જરૂર પડી. અને તેથી ઐથા સૈકામાં તેમને સામાન્ય અભિપ્રાય એટલે જ રહ્યા કે કોઈ ધર્મગુરૂએ ખૂનના તોહામતમાં ભાગ લેવો નહિ. આવી ખાસ સ્થિતિ પાદરીઓને પ્રાપ્ત થતાં પછી ગુનેગારને સજામાંથી બચાવવા તેઓ વચ્ચે પડવા લાગ્યા. અથવા રાજદ્રોહ કે કોઈ બીજા કારણથી કોઈ શહેર કે તેની આસપાસ ખૂનરેજી થવાને ભય આવી પડતો ત્યારે સલાહના જાસુસ તરીકે તેઓ કામ કરવા લાગ્યા. પાદશાહની મૂર્તિઓ અને વિધર્મીઓનાં દેવ–મંદીરે પ્રથમ પવિત્ર ગણતાં હતાં તેને બદલે હવે ખ્રિસ્તિ દેવળો પવિત્ર ગણાવા લાગ્યાં. વળી લેન્ટ અને ઇસ્ટરના પવિત્ર તહેવારમાં કોઈ ગુનેગારની તપાસ થઈ શકતી નહિ અથવા તેને વ્યથા કે મોતની સજા થઈ શકતી નહિ. વળી તહોમતદારની નિર્દોષતા જાહેર કરવા ચમત્કારો પણ બનતા, પણ કાયદાપૂર્વક તેને મતની સજા થવી જોઈએ એવું સૂચવતા ચમત્કાર કદિ બનતા નહિ. આ બધાને લીધે કાયદા પ્રમાણે પણ સજાની બજાવણી બરાબર
Page #289
--------------------------------------------------------------------------
________________ 242 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. થઈ શકતી નહિ. વળી તેથી કરીને લેકેની કલ્પનામાં દયા અને પવિત્રતાનું વિચાર–સાહચર્ય થવા લાગ્યું અને મનુષ્ય-છદગીને માટે પૂજ્ય ભાવ વધવા લાગ્યો. વળી કઈ ધર્મગુરૂથી મનુષ્યનું લેહી રેડાય નહિ એ સિધાંતની એક બીજી વિલક્ષણ અસર પણ થઈ છે. મતની સજા થાય એવા કોઈ પણ તહોમતમાં કોઈ ધર્મ-ગુરૂથી ભાગ લઈ શકાય નહિ એવા સિદાંતથી નાસ્તિકાને સતાવતાં છતાં પણ તેમના મૃત્યુથી મુખ્ય ધર્મ-ગુરૂઓ હવા લાગ્યા. જ્યારે ધર્મ-ગુરૂઓ સર્વત્ર સ્વીકારતા હતા કે નાસ્તિકતા મોટામાં મોટો ગુને છે, અને તેથી નાસ્તિકને શિક્ષા થવી જોઈએ; અને જ્યારે ધર્મગુરૂઓની ઉશ્કેરણીથી નાસ્તિકને દેશનિકાલ કરવાના, તેમને દંડ કરવાના અને તેમને કેદની સજા કરવાના કાયદા થતા હતા અને ધાર્મિક સ્વતંત્રાનું કયાંઈ નામ નિશાન પણ રહ્યું નહિ; ત્યારે પણ તે જ ધર્મગુરૂઓ તેમનું લેહી રેડવાથી ડરવા લાગ્યા. વખત જતાં નાસ્તિકને સજા કરવાની સત્તા જ્યારે રાજ્યને સોંપાતી ત્યારે પવિત્ર પ્રાર્થના કરીને ધર્મગુરૂએ ધિક્કારવા યોગ્ય દંભથી ભલામણ કરવા લાગ્યા કે લેહી રેડ્યા વિના તેમને જેમ બને તેમ નરમ સજા કરજે, અર્થાત્ તેમને જીવતા બાળી મૂકવા કે જેથી કરીને તેમનું લેહી રેડાયા વિના તેઓ મૃત્યુ પામે. રેમમાં જ્યારે વ્યભિચારી દેવા-પૂજારણોને જીવતી દાટવામાં આવતી હતી ત્યારે તેમાં પણ આ જ સિદ્ધાંત અંતર્ગત હતો. વખત જતાં બ્રિતિ ધર્મગુરૂઓએ મનુષ્યનું લેહી રેડવામાં મણ મૂકી નથી. પરંતુ શરૂઆતમાં લેહી રેડવાની જે અત્યંક બીક તેમને એતરમાં રહેતી તે બીક દયાને ફેલાવો કરવામાં ઘણી કામ લાગી છે. છતાં કાયદાથી ગુનેગારોને જે સજા થતી તેની સખ્તાઈને ઘટાડે કરવામાં તેમના ઉપદેશની અસર થેડી જ થઈ છે એ વાત લક્ષમાં લેવા જેવી છે. ઈહાસનું બારીક અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે કાયદાના બંધારણમાં સત્યયુગને સમય વિધર્મીઓના રાજ્યમાં આવ્યું હતું; બ્રિતિ ધર્મના અમલમાં નથી આવ્યો. અન્યાય થતું હોય તો તે સાંભળી ન્યાય આપ, જુલમથી દબાઈ ગએલા વર્ગોને ઉચ્ચ પાયરીએ લાવવા, અને
Page #290
--------------------------------------------------------------------------
________________ | કોન્સ્ટટાઈનથી શાર્લમેન સુધી. 243 ભ્રાતૃભાવના સિદ્ધાંતને લક્ષી કાયદા બાંધવા, ઈત્યાદિ અનેક અગત્યનાં બંધારણ રોમના પાદશાહના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યાં હતાં; અને તેમાં ખ્રિસ્તિ ધર્મના ઉપદેશથી થોડો જ વધારે થયો છે. કેસ્ટનટાઈને બે ત્રણ બાબતેમાં સજાની કરતા ઘટાડવાના કાયદા કર્યા હતા એ વાત ખરી, પણ બાળહત્યા, વ્યભિચાર, બળાત્કાર સંગ ઇત્યાદિ બીજ ગુનાઓ માટે બ્રેિરિત પાદશાહ અત્યંત સખત સજા કરતા, અને તેવી સજાથી થતા મોતની સંખ્યા વધી પડી હતી. ખ્રિસ્તિ પાદરીઓને આસમાનમાં ચડાવી તેમને સ્વતંત્ર અને પવિત્ર વર્ગ સ્થાપવામાં અને અન્ય ધર્મીઓ ઉપર ગમે તે રીતે અને ગમે તે જુલમ કરવાના કાયદાને ઢગલો કરવામાં જ ખ્રિસ્તિ, પાદશાહને સમય વ્યતીત થયું છે એ શોચની વાત છે. મનુષ્યની જીંદગી પવિત્ર છે એ બ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતથી છેલ્લે પરિણામ એ આવ્યું કે આત્મ હત્યામાં કેવળ પાપ ગણાવા લાગ્યું. આત્મહત્યાની વિરુદ્ધ વિધમાં નીતિવેત્તાઓની દલીલ ચાર પ્રકારની હતી. પિથા ગરાસ અને પ્લેટોની ધાર્મિક દલીલ એવી હતી કે કર્તવ્યની અમુક જગાએ નિયત થએલા આપણે બધા ઈશ્વરના સિપાઈઓ છીએ, અને તે જગા છોડી દેવી એ આપણું સરજનહાર ઈશ્વરની સામે બળવો કર્યા જેવું છે. એરિસ્ટોટલ અને ગ્રીક ધારા-શાસ્ત્રીઓની સામાજીક દલીલ એવી હતી કે રાજ્યની તહેનાતમાં રહેવું એ આપણી ફરજ છે અને તેથી જાણું જોઈને ઈદગી તજી દેવી એ રાજ્ય પ્રત્યે આપણું ફરજનો પરિત્યાગ કરવા જેવું છે. મનુષ્યનું ગૌરવ નજરમાં રાખી લૂટાર્ક ઇત્યાદિ એવી દલીલ કરતા કે હિંમતથી માથે પડતું દુઃખ સહન કરવામાં ખરેખરૂં હૈયે સમાએલું છે; અને તેથી આત્મહત્યા કરવામાં બાયલાપણું છે. નવીન પ્લેટ-મતના અલખવાદ કિવા ગુહ્યાર્થિવાદની એવી દલીલ હતી કે ચિત્તની સઘળી જાતની વ્યગ્રતામાં આ ત્માની ભ્રષ્ટતા સમાએલી છે અને ચિત્તની વ્યગ્રતાને લીધે આત્મહત્યા થતી હોવાથી તેમાં ગુને બને છે. આ ચેથી દલીલને ખ્રિસ્તિઓના ઉપદેશમાં કાંઈ સ્થાન પ્રાપ્ત થતું નથી. અને બીજી દલીલની અસર પણ તેમાં નહિ
Page #291
--------------------------------------------------------------------------
________________ 244 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વત્ છે. સ્વદેશાભિમાન કર્તવ્ય છે એ વિચારને શરૂઆતની ખ્રિસ્તિ સંસ્થા, બિલકુલ ઉતેજન આપતી નહિ. વળી ત્રીજા સૈકામાં એ સંસ્થાનું દષ્ટિબિંદુ સન્યાસ જીવન હતું. અને આ દષ્ટિબિંદુને ધકકે પહોંચાડયા વિના આત્મ-હત્યા વિરૂદ્ધ સામાજીક દલીલની તરફેણ કરવી અશક્ય હતી. પિતાના કુટુંબ પ્રત્યે પણ માણસની ફરજ હોય છે એ દલીલ આત્મહત્યા વિરૂદ્ધ સામાજીક દલીલ કરતાં વધારે બળવાન છે અને અવાચીન સમયમાં એજ દલીલ નિશ્ચયાત્મક ગણાય છે; પણ તે દલીલ ખ્રિસ્તિઓએ અને વિધર્મીઓએ ભાગ્યે જ કરી છે. પિતાની સત્તા સંપૂર્ણ અને નિરંકુશ છે એવા વિચારથી વિધર્મીઓ પરિચિત હતા અને બ્રિસ્તિઓ નીતિને પરલેક સાથે સંબદ્ધ કરવાના અત્યંત ઉત્સુક હતા; તેથી પિતાની પિતાના કુટુંબ પ્રત્યેની જવાબદારી તરફ તેમનું લક્ષ ખેંચાયું નહોતું. મનુષ્ય-ગૌરવની ત્રીજી દલીલ પણ ખ્રિતિધર્મને બહુ અનુકૂળ આવે એવી નહોતી; કારણ કે મનુષ્ય કેવળ અધમ છે અને તેથી દીનતામાં જ તેનું કર્તવ્ય રહેલું છે એવો એ સંસ્થાને અભિપ્રાય હતે. છતાં ધીરજથી દુ:ખ સહન કરી ખરી હિંમત બતાવવાનો આગ્રહ બ્રિહિત લેખકે વારંવાર કરતા. પરંતુ આપણે બધા ઇશ્વરના સેવકો છીએ, અને આ દુનિયામાં આપણે માટે પ્રભુએ નિયત કરેલી ફરજ એની જ ઈચ્છાથી આપણે બજાબે જવી એજ આપણું પરમ કર્તવ્ય છે એવી દલીલ ખ્રિસ્તિઓ આત્મહત્યા વિરૂદ્ધ વારંવાર આપતા અને આ સિદ્ધાંત ઘણે ખરે પ્રસંગે આત્મહત્યા અટકાવવા સમર્થ થ; કારણ કે ઈશ્વર રક્ષણ કરવા સમર્થ છે એ વાતનો ઇનકાર સૂચવે એ આત્મહત્યા જેવો બીજો એકે ગુને નથી. આ બાબત પરત્વે આવા સામાન્ય ઉપદેશની સાથે સમજુતી અને ધાસ્તીનાં બીજે તો પણ બિસ્તિ ગુરૂઓ ઉમેરતા. તેઓ કહેતા કે મનુષ્ય જંદગી અતિ પવિત્ર છે. અને તેથી કરીને આત્મહત્યા કરનારે ખરું જોતાં ખૂનને જ ગુને કરે છે અને તેથી પરકમાં ખૂનીના જેવી જ ભયંકર સજા તેને થવાની છે. ઉપરાંત ઈશ્વરની ઈચ્છાને તાબે થઈ આનંદથી રહેવાના સદાચારને નીતિના કામમાં તેઓ ઉચ સ્થાન આપતા. તેથી ભવિષ્યના
Page #292
--------------------------------------------------------------------------
________________ . કેસ્ટનટાઈથી શાર્લમેન સુધી. 245 સુખની આશા બંધાતાં જીદગીમાં દારૂણ દુઃખના સમયે પણ એક જાતને આનંદજનક દિલાસે મળે છે, અને આસ્થાની વૃત્તિથી અને પ્રાર્થનાથી હૃદય ખાલી થતાં જિંદગીના અંધકારમાં કોઈ ગહન અને અવર્ય પ્રકાશ પડે છે. વળી દુઃખમાં પણ આશાજનક અને આરામ સૂચક ચિહને હોય છે અને તેથી ઈશ્વરનું ડહાપણ જણાય છે. આવી આવી દલીલથી કેવળ નિરાશાના સમયે પણ શાંતિ મળી શકતી. આ પ્રમાણે દુઃખમાં પણ શ્રેય છે એ ખ્રિસ્તિ સિદ્ધાંતથી આ બાબતમાં જે અસર થઈ તે અસર દુઃખમાં અનિષ્ટ નથી એ વિધર્મીઓના સિદ્ધાંતથી કદિ પણ નહતી થઈ. પણ બે પ્રકારની આત્મહત્યા પ્રત્યે ખ્રિસ્તિઓ કઈક ક્ષમા-દષ્ટિ રાખતા અને તેમના ઉપર ઢાંક પીછો કરતા. ધર્મવીરો શોધી શોધીને મૃત્યુ હેરતા તે અને ખ્રિસ્તિ સ્ત્રીઓ ધાર્મિક જુલમ સમયે પોતાનું પાતિવય સાચવવા આપઘાત કરતી તે ધાર્મિક સતાવણીથી પ્રગટી નીકળેલા જુસ્સાને સમયે, અને આખી જીંદગીનાં પાપ એક ક્ષણમાં ધર્મ વીરતાથી ભુસાઈ જાય છે અને તે દુ:ખ સહન કરનારને એકદમ સ્વર્ગીય સુખ અને મજાઓને ભેટ થઈ જાય કે એની માન્યતાની અસરને લીધે, ઉત્સાહના ઉભરામાં માણસે વિધર્મને ન્યાયાધીશોની પાસે દેડી જઈ ધર્મવીરતાની માગણી કરે અને તેમને મૃત્યુની સજા કરવા ઉ-- કેરે એ વાત અસાધારણ નથી. અને જે કે ખ્રિસ્તિ વૃદ્ધોના લેખોને અને સંસ્થાની ધર્મસભાઓને અવાજ એવા શેધી શોધીને વહોરેલા મૃત્યુને એકંદરે ગુનારૂપ ગણતો. તથાપિ સંસ્થાના ધર્મલેખકે એવાં મનુષ્યની બહુ પ્રશંસા કરતા. પરંતુ જ્યારે ધાર્મિક સતાવણી કરનારાઓ પિતાને કલંક લાગે એવી શિક્ષા કરશે એવો ભય રહે ત્યારે પિતાની આબરૂ જાળવવા, અગર વિષયાંધ શહેનશાહો કે જંગલી હુમલો કરનારાઓના જૂલમથી બચી જવા, જે ખ્રિસ્તિ સ્ત્રીઓ આત્મહત્યા કરતી તેમના સંબંધમાં વધારે ગંભીર મુશ્કેલી ઉભી થઈ હતી. સંત પેલેજીયા કે જે માત્ર પંદર જ વર્ષની છોકરી હતી, જેને સંસ્થાએ સંતની પદવી આપી છે અને જેનાં
Page #293
--------------------------------------------------------------------------
________________ 246 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મિ ફાટતે વખાણ સંત અંબ્રોઝ અને સંત ક્રિસસ્તમે ક્યાં છે તે સંત પેલે. છયાને સિપાઈઓએ કેદ પકડી હતી. પરંતુ કપડાં પહેરવાની રજા મેળવી પિતાની ઓરડીમાં જવાને ન્હાને ઘરના છાપરાં ઉપર તે ચડી ગઈ અને ત્યાંથી નીચે પડી મરી ગઈ. એન્ટીઓક શહેરની દ્મિના નામની એક ખ્રિસ્તિ સ્ત્રીને બે દીકરીઓ હતી અને એ બન્ને દીકરીઓ સોંદર્ય અને ભક્તિને માટે પંકાતી હતી. ડાયોકલેશિયનની સતાવણીમાં આ ત્રણે પકડાયાં, અને પિતાની ઈજ્જત લૂટાવાને ભય લાગતાં મા અને દીકરીઓ ત્રણે નદીમાં પડી મૃત્યુને શરણ થયાં અને વિશદ્ધ રહ્યાં. રેમના હાકેમની ખ્રિસ્તિ સ્ત્રીના સૌંદર્યથી મેસેન્ટિમસ રજા મેહિત થયો. રાજાના સઘળા અનુનય વ્યર્થ ગયા ત્યારે પિતાના નેકરે પાસે તે સ્ત્રીને તેના ઘરમાંથી ઘસડી મગાવી. ત્યારે તે વફાદાર પત્નીએ રાજાની ઈચ્છાને આધીન થવા પહેલાં એક ક્ષણ પિતાના ઓરડામાં જવાની રજા માગી અને રેમના સ્ત્રીને છાજતી હિંમતથી પિતાની છાતીમાં છરી ભૂકી મરી ગઈ. આવા દાખલાની પ્રાથમિક ખ્રિસ્તિ ગુરૂઓએ બહુ પ્રશંસા કરી છે તેથી કેટલાક ટેટ વિવાદકેની નૈતિક લાગણી બહુ દુઃખાય છે, અને કેટલાક કેલિક વિવાદકે પણ ગુચવાય છે. પરંતુ ધાર્મિક મતમતાંતરને લીધે જેમણે સદાચારની સ્વાભાવિક લાગણી છેક નટ થવા દીધી નથી તેમને તેમના બચાવની કોઈ જરૂર રહેશે નહિ. શરૂઆતની બ્રિતિ સંસ્થામાં આવા પ્રકારની આત્મહત્યાને જ કાંઈક પરવાનગી હતી. સંત અબ્રોઝ વ્હીમાં ન્હાતાં, અને સંત જેરોમ વધારે હિંમતથી, તેની હિમાયત કરતા. પરંતુ એલેરિકના સિપાઈઓએ રેમ સર કરવાથી જ્યારે આ પ્રશ્ન બહુ આગળ આવ્યો ત્યારે, એમાં ઉડાં ઉતરી સિત ગાઈને નિણય આપ્યો કે એવા આપઘાત જેગોને લીધે ગમે તેટલા પ્રસંશનીય થતા હોય છતાં તેમાં પાપ જ છે. કેથલિક ધર્મગુરૂઓએ આ અભિપ્રાય હવે એકંદરે માન્ય રાખ્યો છે અને પેલેગ્યા ડેન્નિતાની આત્મહત્યાને ખુલાસો તેઓ એમ કહી કરે છે કે તેઓ એ તે ખાસ પ્રેરી ણાથી પ્રેરાઈ એ કાર્ય કર્યું હતું. છતાં જે સાધુઓ અંદગીને આવશ્યક
Page #294
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાલમેન સુધી. 247 રાક તજીને તપ કરતા અને તેથી સ્પષ્ટ રીતે પિતાની જીદગીને ટૂંકી કરી નાખતા તેમની અત્યંત પ્રશંસા તેઓ કરતા હતા. ધીમે ધીમે થતી આ આત્મહત્યા પ્રત્યે લેકે કેવી દૃષ્ટિથી જોતા હતા તેનું એક વિલક્ષણ દૃષ્ટાંત સંત જેરેમે બ્લેસિલા નામની એક યુવાન સાબીના જીવન વૃત્તાંતમાં સાચવી રાખ્યું છે. ચોથા સૈકાના ધાર્મિક અભિપ્રાય પ્રમાણે આ બાઈએ પરણવાને ગુને કર્યો હતો, પણ પરણ્યા પછી સાત મહિનામાં એ બાઈને વૈધવ્ય પ્રાપ્ત થયું હતું, અને આમ આ બાઈનું સાધુપણું અને બ્રહ્મચર્ય બને જતાં રહ્યાં. પછી એ બાઈને માંદગીને પ્રસંગ પ્રાપ્ત થતાં તેમાંથી ધર્મની પ્રબળ વૃત્તિ તેને ખુરી આવી. તેથી વીસ વર્ષની ઉંમરે એ બાઈ મઠમાં ગઈ. ત્યાં એની ભકિત એવા તે ઉંચા પ્રકારની થતી ગઈ કે વખત જતાં પિતાના પતિના મૃત્યુ કરતાં પિતાના બ્રહ્મચર્યના ભંગને માટે તેને વધારે શોચ થવા લાગે અને તેથી તે સખત દેહદમન અને તપ કરવા લાગી. અપવાસથી જ તેનું મૃત્યુ નીપજ્યું હતું એવી ખાત્રીને લીધે અને તેની જનેતાનું છાતી ફાટ રૂદન જોઈ લેકે ગુસ્સે થઈ ગયા અને તેની દફન ક્રિયા વખતે લેકે ઉશ્કેરાઈ પિકારવા લાગ્યા કે સાધુઓની શાપિત જાતને દેશનિકાલ દેવે જોઈએ, તેમને પથરા મારી મારી નાખવા જોઈએ અથવા તે તેમને જળમાં ડૂબાડી દેવા જોઈએ. પરંતુ અપવાસ અથવા કષ્ટદાયક દેહદમનના રિવાજને ખ્રિસ્તિ સંસ્થાએ નિઘા હોય એમ કયાંઈ જણાતું નથી, અને સાધુઓની મોટી સંખ્યાએ આકરા તપથી અંતે દિહપતન કર્યું હોય એમ જણાઈ આવે છે. પરંતુ જાણી જોઈને કરેલા સ્પષ્ટ આપઘાત જે પ્રાચીન સમયની નીતિમાં અગ્રસ્થાન ભાગવતા હતા તેવા આપઘાત ખ્રિસ્તિઓમાં લગભગ બંધ થઈ ગયા હતા. પરંતુ તે વાડાની બહાર સરકમસેલિયન નામની શાખાના અનુયાયીઓ જે ચોથા સૈકાથાં પારકાનું દુ:ખ ભાંગવા ગામે ગામ ભટકતા અને નીતિમાં ખરા ખેટાના પરીક્ષકે પોતેજ છે એમ કહેતા તેઓ વિધર્મઓનું અપમાન કરી ધર્મ–વીર થવા માટે જાણી જોઈને મુત્યુ શોધ, અને સેંકડો જણા ભેગા થઇ ઉંચી ટેકરી ઉપરથી ઉત્સાહ
Page #295
--------------------------------------------------------------------------
________________ 248 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પૂર્વક નીચે ખીણમાં કૂદી પડી મૃત્યુને શરણ થતા, કારણ કે ધર્મ વિરતાને એ પણ એક પ્રકાર છે એમ તેઓ માનતા. વળી ધર્મ-સુધારણ પહેલાં પાડી ગણાતા આહિબજેસે પણ ભયંકર મંદવાડની વેળાએ અપવાસ કરી અથવા નસ ખોલી મૃત્યુની ગતિને ત્વરિત કરતા હતા. મધ્યકાળમાં કેથલિકાના જુલમથી ગાંડા બની અસંખ્ય યાહુદીએ આપઘાત કરતા હતા. પરંતુ ખ્રિસ્તિ સમયમાં આત્મહત્યાની વિરુદ્ધ ધીમે ધીમે સખત કાયદા થવા લાગ્યા, અને આત્મહત્યારે પાપી ગણવા લાગ્યો. તેની મરણોત્તર ક્રિયા થતી નહિ, અને તેના આત્માના ભલાને માટે પ્રાર્થના કરવામાં આવતી નહિ. વળી મુએલાની મિલ્કત જપ્ત થવા. લાગી અને તેના શબને પણ તરેહતરેહનાં હડહડતાં અપમાન અપાવા લાગ્યાં, કારણકે સંતાનની પ્રેરણાથી આત્મહત્યા થાય છે એવું મનાતું હતું, આમાંથી કેટલાક કાયદાઓ અર્વાચીન સમયમાં ગેરવાજબી ગણાય છે. દૃષ્ટાંત તરીકે આત્મહત્યા કરનારની મિલ્કત જપ્ત કરી તેના વારસોને ભીખારી બનાવી મૂકવામાં અન્યાય સ્પષ્ટ થાય છે. તથાપિ આ કાયદાઓથી એટલી વાત તે સ્પષ્ટ થાય છે કે આત્મહત્યાથી એ વખતે કેને કમકમાટી ઉપજતી હતી અને વિચાર–સાહચર્યના બળે એ લાગણી આવા કાયદાઓથી અને રિવાજેથી દઢ થતી હતી. ઉપરાંતઆત્મહત્યા કરતી વખતે કપના રેગીષ્ટ, ઉશ્કેરાએલી અને અતિ તીવ્ર હોય છે. તે કલ્પનાને ભયગ્રસ્ત કરવાની ખાસ યોગ્યતા આવા કાયદામાં રહેલી હોય છે. આજુબાજુને વિચાર કરી કઈ માણસ ડે પેટે આત્મહત્યા કરવાની વિચિત યોજના કરે તે ધાર્મિક, સામાજીક અને કાયદાનાં પરિણામેથી તેની પાછળ રહેતા સગાંઓના દુઃખમાં બહુ વધારે થશે એ વિચારની ઘણી અસર તેના ઉપર થતી હોવી જોઈએ. આત્મહત્યા વિરુદ્ધ નિરંતર કાયદા થતા હતા તેથી એમ જણાય છે કે તે સમયે આત્મહત્યા તે ઘણીહ થશે, પરંતુ કેથોલિક ધર્મના વાડામાં ઘણા સૈકાઓ સુધી તે કવચિત જ થતી. સ્ત્રીઓએ આત્મહત્યા કર્યાના દાખલા બહુ મળી આવતા નથી, તેથી સ્ત્રીઓ આત્મ
Page #296
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી.. 249 - - -~-~ ~-~ હત્યા જવલ્લે જ કરતી હશે. પરંતુ નારી-પૂજાની શૌર્યવાન સમયની કથા ઓમાં એવી આત્મહત્યાને અણગમે જોવામાં આવતું નથી. એબિલા અને સંત થોમસ એકવીના એને ગુને ગણતા; અને આત્મહત્યા કરનારા નરકનું તીવ્ર દુઃખ ભોગવે છે એવું વર્ણન કવિ ડાન્ટ કરે છે. મધ્યમ કાળના સાધુઓ ગમગીનીને લીધે આત્મહત્યા કરતા. વળી કઈધર્મના ઝનુનથી ગાંડા બની અને કોઈ પ્રેમમાં નાસીપાસ થવાથી આત્મઘાત કરતા. પરંતુ તેવા દાખલા થડા બનતા, અને એવા માણસને મઠમાં આશ્રય મળતો હોવાથી મઠની સંસ્થા ઘણાને આત્મઘાત કરતાં બચાવતી હોય એ સંભવિત છે. કાઈ પણ કાળ કરતાં કેથલિક ધર્મના સર્વોપરિ કાળમાં આત્મહત્યા ઓછી થતી હતી એ નિર્વિવાદ છે. કુરાનમાં આત્મહત્યાની મનાઈ હોવાથી મુસલમાની ધર્મને પણ એ બાબતમાં કે હ. ઈશ્વરની ઈરછાને તાબે રહેવાને ખ્રિસ્તિ સિદ્ધાંત મુસલમાની ધર્મમાં પ્રારબ્ધવાદનું રૂપ પામ્યો, અને આ બન્ને ધર્મોની અસરથી સુધરેલા મનુષ્યોમાં આત્મહત્યા લગભગ બંધ થઈ ગઈ. આટલું ખ્રિસ્તિ ધર્મનું જ પરિણામ છે. ત્યારે હવે આત્મહત્યાને પૂરેપૂરે ઈતિહાસ પણ ટૂંકામાં જોઈ લઈએ. ધર્મ-સુધારણાથી પણ આત્મહત્યાના દાખલા વધ્યા હોય એમ જણાતું નથી. કારણ કે કેથોલિક મતની પેઠે પ્રોટેસ્ટંટ મત પણ એ બાબતમાં સપ્ત હતો. પરંતુ અમેરિકાના મૂળ વતનીઓ દાસત્વ અને ક્રૂર જુલમથી ગભરાઈ આપઘાત કરતા, પણ પેનવાસીઓ તેમને કહેવા લાગ્યા કે તમારી વાંસે અમે પણ આપઘાત કરી પરલેકમાં પણ તમને કનડશું, ત્યારે તે બંધ પડી ગયા. યુરોપમાં ડાકણે ઉપર ઘણે જુલમ થતું અને તેના ત્રાસથી ઘણી ડોશીઓ આપઘાત કરતી. કેવળ ગાંડપણને લીધે પણ ઘણીવાર માણસે આપઘાત કરતા. નેપલ્સના પરગણામાં પંદરમા સૈકાની આ ખરથી તે સત્તરમા સૈકાની આખર સુધી એક વિચિત્ર પ્રકારને ઉન્માદ જોવામાં આવ્યો હતો. આ ઉન્માદ એક જાતના ઝેરી કળીઆ કરડવાથી થતો હતો. આ ઉન્માદમાં લેકેનાં ટોળાં દરિયા કિનારે ભેગાં થતાં અને દરિયાનાં આસમાની જ નજરે પડતાં એટલે જુસ્સાથી ઈશ્વરનું યશો
Page #297
--------------------------------------------------------------------------
________________ 250 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગાન કરતાં કરતાં તેઓ તેમાં ઝંપલાતાં. આવા ઘણા પ્રકારના ઉન્માદથી લેકે આપઘાત કરતા હતા. પણ તે વૈદકશા અને વિષય છે, નીતિશાસ્ત્રને નથી. પરંતુ ગ્રીસ અને રમના સાહિત્યને પુનર્જીવન પ્રાપ્ત થતાં, વાજબી અને ગેરવાજબી આત્મહત્યાનો ભેદ લેકમતમાં પડવા લાગ્યો. તેથી જ્યારે કોઈ રાજદ્રોહી શારીરિક યાતનાના ભયથી ત્રાસ પામી મિત્રોને બચાવવા આત્મઘાત કરતા ત્યારે તેમાં પિતે પાપ કરે છે એમ તે માનતે નહિ. સત્તરમા અને અઢારમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં યુરોપના બીજા દેશે કરતાં ઇંગ્લડમાં આત્મહત્યાના દાખલા વધારે બનતા. સર ટૅમસ મુર પિતાના યુટોપિયા નામના ગ્રંથમાં અસાધ્ય રોગથી પીડાતા દરદીઓને જ આત્મહત્યાની છૂટ આપે છે. આત્મહત્યાના બચાવમાં આ સમયે ઘણું લેખ પણ લખાયા છે. પરંતુ તેમાં ફેંચ-ઉત્ક્રાંતિ સમયના ફેંચ ફિલસુફના લેખ બીજા કરતાં વધારે અસરકારક છે. મોન્ટેન પ્રાચીન કાળના દાખલા ટાંકી આત્મહત્યાને વખાણે છે. મેંટેઝકયું પણ તેની તરફેણ કરે છે. રૂસે એક પત્રમાં આત્મહત્યાના બચાવની દલીલ આપે છે અને બીજા પત્રમાં તેમને દાંભિક કહી તેડી પાડે છે અને કહે છે કે ઘણીખરી આત્મહત્યાએમાં અંતે સ્વાર્થ જ હોય છે. તેથી આત્મહત્યા કરવાની જેને જરૂર લાગે તેણે બીજાનું ભલું કરવામાં પ્રવૃત્ત થવું અને તેથી જરૂર તેના દિલને આરામ મળશે જ. વર કહે છે કે અત્યંત જરૂરના પ્રસંગે આત્મહત્યા કરવી વાજબી છે. નિરીશ્વરવાદી હલબેંક પણ તેની તરફેણમાં હતું. ધર્મ ભાવનામાં સંડે પિસવાથી આત્મહત્યામાં ગંભીર પ્રકારનું પાપ છે એવું ભાન લેકેને રહ્યું નહિ તેથી, અને જમાનાની દયા અને કાયદાની હદની વધારે સ્પષ્ટ સમજણને લીધે, તે બાબતમાં ક્રૂર કાયદા વિરૂદ્ધ લોક લાગણી ઉભી થઈ. બેકેરિઆ કહેતા કે એવા સખત કાયદાથી મરનારના વારસને અન્યાય થાય છે, અને જેણે આપઘાત કરવાને નિશ્ચય જ કર્યો હશે તે એવા કાયદાથી પણ તેમ કરતાં અટકવાનું નથી. તાત્વિક ચળવળના અત્યંત સુધરેલા સમયમાં એટલે ઈ. સ. ૧૭૯ના અરસામાં પણ પિર
Page #298
--------------------------------------------------------------------------
________________ - કોન્સ્ટનટાઈનથી શાર્લમેન રીઅર નામના આત્મહત્યારાના શબને પારીસની શેરીઓમાં ઉધે માથે ઘસડવામાં આવ્યું હતું, પછી તેને ઉધે માથે ફાંસીએ લટકાવવામાં આવ્યું હતું અને પછી તેને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આવા કાયદાને અંત કૅચ ઉત્ક્રાંતિના વખતે આવ્યા, અને ત્યારે બધા પ્રકારની સ્વતંત્રતાની સાથે મોતની સ્વતંત્રતા પણ લોકોને મળી. અને પછી તુરત જ આત્મહત્યાની સંખ્યા વધી પડી. કેમ જાણે કે મૂર્તિપૂજકને કાળ પાછો આવ્યો હેય તેમ ખ્રિસ્તિ ધર્મની અસર થોડેક વખત તે અસ્ત થઈ ગઈ. પરંતુ ઉત્ક્રાંતિને પવન જતાં આત્મહત્યાનો પવન પણ ઓછો થયો અને જૂના વિચાર પાછા પગભર થયા. પરંતુ આત્મહત્યા વિરુદ્ધ ઘણાખરા કાયદા રદ થઈ ગયા હતા તે રદ થએલા જ રહ્યા. તથાપિ જાણી બુજીને જે આપઘાત કરે તેની મિલ્કત રાજ્યમાં જપ્ત થાય એ ક્રૂર ધારે હજી ઈંગ્લાંડના કાયદામાં હયાત હતા, જો કે તેને અમલ થતો નહિ. સને 1870 માં એ કાયદાનો અંત આવ્યો. . ખ્રિસ્તિ ગુરૂઓની કેટલીક દલીલ છે કે અત્યારે સ્વીકારવામાં આવતી નથી, તે પણ આ બાબતમાં એકંદરે તેમને અભિપ્રાય માન્ય છે. એક નાનકડા સુંદર ગ્રંથમાં મેડમ સ્ટાએલે આ બાબતમાં શાંત, નિષ્પક્ષ અને વિચારશીલ ભક્તિભાવથી નિર્ણય કર્યો છે. તે કહે છે કે આત્મહત્યા એટલે ખૂન જ, અથવા હમેશાં કે ઘણું કરીને તે ભીરતાનું પરિણામ છે એ પ્રાચીન ધાર્મિક દલીલ સ્વીકારવાની અગત્યતા નથી. વળી આત્મહત્યારે પરલોકમાં અતિ દુઃખી થાય એવી ધાર્મિક ધાસ્તીથી પણ માણસને ગભરાવવાની જરૂર નથી. પરંતુ જે માણસની જીંદગી સુંદર રીતે સદાચારી અને પવિત્ર હોય છે તેને આત્મહત્યા કરવાની ઇચ્છા કદિ ઉદ્દભવતી જ નથી, અને કદિ ઉદ્દભવે તો પણ તેને કાબુમાં રાખવા એ સમર્થ હોય છે. દુઃખને લીધે માણસમાં કમળતા, વિશુદ્ધિ અને ચારિત્ર્યમાં ગાંભીર્ય આવે છે; અને ઈશ્વરની ઈચ્છાને તાબે રહી વર્તવું એ આપણું ઉંચા પ્રકારનું કર્તવ્ય છે: એટલું જ નહિ પરંતુ એવી ટેવથી અત્યંત પવિત્ર પ્રકારના દીલાસો આપણને મળે છે અને આપણા ચારિત્ર્યને ઉચ્ચ કરવા માટે એવી સ્થિતિ
Page #299
--------------------------------------------------------------------------
________________ પર યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ આવશ્યક છે. મનુષ્યના ગૌરવનું ખરું માપ તેની નિતાથી થાય છે. સારા માણસની નજર હમેશાં બીજાના શ્રેય ઉપર જ હોય છે. જરૂર પડે તે બીજાને માટે પિતાની જીંદગી ગમે તેવી સુખી હેય તો પણ તેને ભોગ આપ; અને જરૂર પડે છે તે જીંદગી ગમે તેવી કષ્ટદાયક હોય પણ તે જારી રાખવી. તેથી કર્તવ્યની ખાતર જે પિતાની જીંદગીને ભાગ આપે તે ધર્મ-વીર, અને પિતાનું દુ:ખ મટાડવા જે પોતાના સંજોગની સામે થઈ મરે તે આત્મહત્યારે. ખ્રિસ્તિ ધર્મની અસરધારા આવા વિચારો હાલમાં યુરેપમાં પ્રચલિત છે. તેથી ગાંડપણ કે એવી જાતના રેગ અથવા પારાવાર દુઃખને લીધે જ હાલ આપઘાત થતા આપણે સાંભળીએ છીએ. તથાપિ ગણનાત્મક કઠા ( Statistics)થી જણાય છે કે આત્મહત્યાનો પ્રચાર ત્વરાથી વધત જાય છે અને જે પ્રજાનાં માનસિક વિકાસ અને સામાન્ય સંસ્કૃતિ ઘણી ઉચા પ્રકારની હોય છે તેનું તે એ ખાસ લક્ષણ હોય છે. આ વાતને ખુલાસે કરવા ઘણાં કારણે આપી શકાય તેમ છે. માનસિક પ્રવૃત્તિઓમાં દીવાનાપણું ઉપજાવવાની ખાસ યોગ્યતા રહેલી છે. વળી કઈ આપઘાત કરે છે તે વાત છાપાદ્વારા હાલ ઠેકાણે ઠેકાણે પ્રસિદ્ધ થઈ જતી હોવાથી નબળાં માણસે તેની નકલ કરવા આકર્ષાય છે. વળી કેવળ જંગલી દશાને વિચાર અલગ રાખીને વાત કરીએ તે અત્યંત સુધારાના સમયમાં એકદરે આબાદી વધે છે એ વાત ખરી, પણ સાથે સાથે અત્યંત કલેશ અને તીવ્ર સંતાપ પણ આવે એ પણ સંભવિત છે. લાખો જે કમાય કદિ લાખ ખુએ પણ ખરા. સુધારાને લીધે માત્ર વિલાસની વસ્તુઓ છંદગીની જરૂરીઆતે ગણવા લાગે છે, અને તેથી કરીને તેમની માલીકીને આનંદ મટી ગયા પછી લાંબા કાળ સુધી તેમના જવાથી તીવ્ર દુઃખ થાય છે. વળી સુધારાને લીધે ચારિત્ર્યમાં કોમળતા આવતાં દુઃખની લાગણું ખાસ કરીને તીવ્રતર થાય છે. વળી ધાર્મિક સંશયતાને લીધે આત્મહત્યા પ્રત્યે ઉપજતી કમકમાટી ઓછી થાય છે, અને વખતે ઠામુકી પણ જતી રહે છે. વળી પિતાના મતમાં આગ્રહ રાખવાની ટેવ, રાજકીય સ્વતંત્રતા, માન
Page #300
--------------------------------------------------------------------------
________________ કોસ્ટનટાઈનથી શામેન સુધી. 253 સિક ચંચળતા, અને ઔદ્યોગિક સાહસને લીધે ઉપજતી આતુર અને અશાંત તૃષ્ણાઓ-આ બધાં હાલના જમાનાની પ્રગતિના આવશ્યક સિદ્ધાંત છે, પરંતુ તેથી સતિષને સદાચાર કેવળ દુર્લભ થતો જાય છે, અને ઈશ્વરની ઇચ્છાને આધીન રહેવાની ટેવ કે જે ખરેખરા દુઃખને વખતે દીલાસરૂપ થાય છે તે ટેવ તેથી નિર્મળ થતી જાય છે. મનુષ્યની જીંદગીની પવિત્રતા પર ખ્રિસ્તિ ધર્મ શું કર્યું છે તે આપણે જોયું. હવે ભ્રાતૃભાવ અને જનહિતેષણ બાબત તેણે શું કર્યું છે તે આપણે જોઈએ; અને પ્રથમ ગુલામગીરીની બાબત તપાસીએ. ગુલામગીરીની પ્રથા વાજબી છે એ સંપૂર્ણ સ્વીકાર વિધર્મીઓમાં હતો. પરંતુ એંઈક મતને ઉપદેશ એવો હતો કે સર્વ મનુષ્યો સરખાં છે. તેથી સેનિકા ઇત્યાદિ કહેતા કે ગુલામે પ્રત્યે માયાળુપણે વર્તવાની શેઠની ફરજ છે. છતાં ગુલામ પ્રત્યે ઘણી વખત નિર્દય ક્રૂરતા વપરાતી હતી. આ ક્રૂરતા બંધ કરવા ઘણું કાયદા થયા હતા, અને છેવટે ગુલામને મારી નાખવાની સત્તા શેઠને રહી નહોતી. છતાં ગુલામ ઉપર જુલમ ઘણે તે અને થોડીક યોગ્ય સજા કરતાં ગુલામ મરી જાય તો શેઠ જવાબદાર ગણાતે નહિ. ગુલામને મારી નાખવાનો જ ઇરાદે શેઠને હતે એવી વાત પૂરવાર થાય તો જ શેઠને જવાબદાર ગણવાને કાયદો હતો. વિધર્મી અને ખ્રિસ્તિ રાજ્યોના સંક્રાતિ કાળે ગુલામોને બે જાતનાં સંકટ મુખ્ય હતાં; કાયદામાં તેમનાં લગ્નને કેવળ અસ્વીકાર હતો અને શેઠ તેને દૂર રીતે રીબાવી દુઃખ દઈ શકતે. જસ્ટિનિયનના સમય પહેલાં ખ્રિસ્તિ પાદશાહે પણ ગુલામની જાતને હલકી ગણી તેમને કાયદાના સંરક્ષણની બહાર રાખવાનું ગ્ય ગણતા હતા. પરંતુ ધીમે ધીમે કાયદાને લાભ ગુલામને મળવા લાગે અને તેમને તેમનાં કુટુંબથી વિખુટા પાડવા નહિ એ ઘણે દયાળુ કાયદો કેન્સ્ટનટાઈને કર્યો હતો. વળી ગુલામોને છૂટા કરવાની ક્રિયા રવિવારે દેવળમાં થવા લાગી. સિવાય ઘણું કાયદા થવા લાગ્યા. ગુલામ વર્ગ અને સ્વતંત્ર વર્ગ વચ્ચે લગ્નની સખત મનાઈ
Page #301
--------------------------------------------------------------------------
________________ 254 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. થઈ અને વ્યભિચારની બાબતમાં આગળના કરતાં પણ વધારે સખત કાયદા થયા. આ બધા કાયદામાં એકંદરે પ્રગતિ દેખાય છે, પણ ખ્રિસ્તિઓ. બડાઈ મારે છે તેવી તે નહતી. બસ વર્ષ પર્યત ગુલામના સંબંધમાં કાયદાની સ્થિતિ લગભગ એવી ને એવી જ રહી હતી. પરંતુ જસ્ટિનિયનના સમયમાં ઘણું જ અગત્યના કાયદા થયા હતા. પ્રથમ તે ગુલામેની સ્વત ત્રતા ઉપર જે જે અંકુશ વિધમાં કાયદાએ મૂક્યા હતા તે બધા એણે રદ કર્યા. અને તેથી ખ્રિસ્તિ ધર્મની સંપૂર્ણ અસર થવાને અવકાશ પ્રાપ્ત થયો. બીજું, ગુલામ, સ્વતંત્ર થએલે ગુલામ, અને સ્વતંત્ર નાગરિકએ વર્ગોને મદ એણે ભૂસી નાખે; અને સ્વતંત્ર થએલા ગુલામને નાગરિકના લગભગ બધા હક પ્રાપ્ત થયા. ત્રીજું, પિતાના શેડની રજા લઈ ગુલામને સ્વતંત્ર સ્ત્રી સાથે પરણવાની એણે ટ આપી. અને ગુલામ સ્ત્રીનું રક્ષણ કરવાને પણ એણે કાયદો કર્યો હતો. પરંતુ આ બાબતમાં ખ્રિસ્તિ ધર્મની અસર અન્ય રીતે બહુ થઈ છે. સિદ્ધાંતમાં ગુલામગીરીને સ્વીકાર ખ્રિસ્તિ ધર્મના જેવું બીજું કઈ કરતું નથી, કારણ કે આણાધિનતા અને મૂંગે મેંહે તાબે રહેવાની ફરજ એ તે ધર્મમાં મૂખ્ય ગણી છે. કુદરતી રીતે સૈ માણસે સરખાં જ છે, ગુલામને ભાઈ અને સેબતી તરીકે ગણવાની દરેકની ફરજ છે, અને તેમના તરફ કૂર વર્તણુક રાખવામાં પાપ છે, એવું એવું ખ્રિસ્તિ ગુરૂઓ બહુ બેલતા. પરંતુ સેનિક, એપિકટેટસ ઈત્યાદિ વિધર્મીઓ પણ એમ જ બોલતા. હતા; છતાં ખ્રિસ્તિ ધર્મ ગુલામગીરીને નાશ કરવા સમર્થ કેમ થયે એ વાત જાણવા જેવી છે. આ સેવા ખ્રિસ્તિ ધર્મ ત્રણ પ્રકારે કરી શક્યો છે. પ્રથમ તે, દેવળમાં થતી પ્રાર્થના અને પ્રાયશ્ચિતમાં આ ધર્મ સૌને સરખા ગણતે અને તેમાં શેઠ અને ગુલામને ભેદ બિલકુલ રાખવામાં આવતા નહિ. વળી પ્રભુ ભોજન પછી થતા પ્રેમેસ્સવમાં અને જાહેર પ્રાર્થના ઇત્યાદિમાં સી જેડા જેડ બેસતા, અને ગુલામનું મેત નીપજાવવા માટે શેઠને રાજ્ય તરફથી કાંઈ શિક્ષા થતી નહિ તે સમયે આ ખ્રિસ્તિ ધર્મ એવા શેઠને
Page #302
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાલમેન સુધી. 255 પ્રભુ-ભોજનમાંથી બાતલ કરતો. વળી સ્ત્રી ગુલામેની આબરૂ સાચવવા માટે પણ સંસ્થાએ ચીવટ રાખી કાયદા કર્યા હતા. વળી છૂટો થએલે ગુલામ પાદરી પણ થઈ શકતો અને એવા ગુલામ આગળ મેટા તાલે. વંત શેઠીઆઓ પણ ઘણીવાર ઘૂંટણીએ પડી તેમને આશિરવાદ યાચતા. બીજો પ્રકાર એ હતો કે સેવકવર્ગને ખ્રિસ્તિ ધર્મ નૈતિક ગૌરવ અપ્યું માની જીદગી કે જેના પ્રત્યે લોકોને ગંભીર પ્રકારનું માન ઉપર્યું હતું તે જંદગીની સાથે એ ધર્મ નિર્ધનતા અને મહેનતને જોડી દીધી, એટલું જ નહિ પણ જમાનાના નૈતિક દૃષ્ટિબિંદુમાં એણે નવા ફેરફાર કર્યા; તેથી આ બાબતમાં એ સફળતા પ્રાપ્ત કરી શકે. ગુલામની પોતાની સ્થિતિને માટે નહિ, પણ એ સ્થિતિને લીધે તેમનું જે ચારિત્ર્ય બંધાઈ ગયું હતું તેને લઈને, ગુલામો પ્રત્યે વિધર્મી લેખકે બહુ તિરસ્કારની દૃષ્ટિથી જોતા. સેવક વર્ગનું ચારિત્રય તેમને મન દુરાચારનું બીજું નામ માત્ર હતું. સિસે કહે કે ગુલામના ચારિત્ર્યમાં કઈ મહાન કે ઉત્તમ હોઈ જ શકે નહિ, અને પ્લેટસના નાટકના દરેક પ્રવેશમાં ગુલામની એવી જ ગણના કરેલી છે. આમાં કેટલાક અપવાદ પણ હતા એ વાત ખરી છે. એપિકટેટસનું ચારિત્ર્ય ઉમદામાં ઉમધું હતું અને રેમમાં તેવું ગણાતું હતું. પોતાના સ્વામી પ્રત્યે ગુલામોની નિમકહલાલીનાં વારંવાર વખાણ થતાં. અને બીજી બાબતની પિઠે આમાં પણ સેનિકા ગરીબોને બેલી હતે. તથાપિ ગુલામે પ્રત્યે તિર સ્કારની દૃષ્ટિ સામાન્ય હતી એમાં કોઈ શંકા નથી, અને ઘણે અંશે વિધર્મી સંસારમાં તે વાજબી પણ હતી. દરેક જમાનામાં પિતાપિતાનું નૈતિક દૃષ્ટિબિંદુ હોય છે અને એ દષ્ટિબિંદુને લક્ષી બધા સદાચારી મનુષ્યનું વર્તન થાય છે. વળી જીવનના દરેક ભિન્ન ભિન્ન પ્રદેશમાં પણ અમુક અમુક જાતને નમુને ઉપજાવવાનું ખાસ વલણ હોય છે, અને તે પ્રદેશ અમુક જાતના સદાચારને ખાસ કરીને અનુકૂળ હોય છે અને અન્ય પ્રકારના સદાચારને ખાસ કરીને પ્રતિકૂળ હોય છે. જેટલે અંશે જમાનાના નૈતિક નમુનાની સાથે દરેક વર્ગને આ નમુને એકાકાર થાય છે, તેટલે અંશે લેકે તેની ઉચ્ચ ગણના કરે છે અને ખરેખરી નીતિ પણ તેમાં તેટલી જ
Page #303
--------------------------------------------------------------------------
________________ 256 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હોય છે. હવે, આપણે જે એટલી વાત લક્ષમાં રાખીએ કે મહાશયતા, આત્માશ્રય, ગૌરવ, સ્વતંત્રતા, અર્થાત ચારિત્ર્યની ઉંચી નજર જ રેમન લમાં સદાચારનું શિખર ગણાતું હતું, તે સ્પષ્ટ છે કે આ નમુને ખાસ કરીને સ્વતંત્ર મનુષ્યોને માટે જ ગ્યા હોય છે અને ગુલામની દશા તેના વિકાસને માટે ઘણા મોટા અંશે પ્રતિકૂળ હોય છે. પરંતુ સેવક વર્ગના સદાચારને નીતિના નમુનામાં અગ્રસ્થાન ખ્રિસ્તિ ધર્મ જ પ્રથમ આપ્યું. દીનતા, આજ્ઞાધીનતા, નરમાશ, સહનશીલતા, ઈશ્વરની ચ્છિાને આધીન રહેવાની ટેવ, ઇત્યાદિ ગુણે ખ્રિસ્ત ચારિત્ર્યમાં મુખ્ય અથવા મુદાના સદાચાર છે. વિધર્મીઓ આ સદાચારના બેદરકાર રહ્યા હતા અથવા તેમની હલકી ગણના તેમણે કરી હતી, પરંતુ આ સઘળા સદાચાર સેવક વર્ગની સ્થિતિમાં વિકાસ પામી આબાદ થઈ શકે એવા હતો. તેથી નૈતિક નમુનાની દૃષ્ટિ સેવક વર્ગ પ્રત્યે ખ્રિસ્તી ધર્મ ફેરવી નાખી એ વાત ઘણી અગત્યની અને લક્ષમાં રાખવા જેવી છે. કોઈ અમુક વર્ગના ખાસ સદાચારને જે કોઈ ધર્મ પિતાના જ ખાસ સદાચાર ગણી શકે તે તે ધર્મના સામાજીક અને રાજકીય સંબંધો ઉપર તેની ઘણી જ ગંભીર અસર ઉત્પન્ન થાય છે; અર્થાત સદાચારની અમુક જાતને અથવા સમૂહને જે કઈ ધર્મ પ્રાધાન્ય આવે તે સમાજમાં અને રાજ્યમાં તે ધર્મને સંબંધ ઘણો ગંભીર થઈ જાય છે. સેવક વર્ગની સ્થિતિને જે ખાસ સદાચાર અનુકૂળ છે તે સદાચાર પ્રાચીન કાળમાં એટલું તે ઓછું માન પામતા કે પિતાને બંધબેસતા પ્રદેશમાં પણ તે કેળવાતા નહોતા. સારાં માણસોની મહદ્ ઈચ્છાઓ તદન જુદી જ દિશામાં પ્રવૃત્ત રહેતી હતી. ઈકને સદાચાર સંકટને સમયે ખીલી નીકળતે તે હલકી સ્થિતિમાં ઘણું કરીને હમેશાં કરમાઈ જ. ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે નીતિની મહાન ચળવચળ સેવક-વર્ગમાં ઉત્પન્ન થઈ. તેથી કરીને સેવક-વર્ગમાં મહાન નીતિના સંસ્કાર જન્મ પામ્યા, અને જથાબંધ ગુલામે ખ્રિસ્તિઓ થવા લાગ્યા. અને ઘણુ ગુલામ ધર્મવીર બની સંતની પદવીને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ધિક્કારની જે નજરથી શેઠ ગુલામ પ્રત્યે જોતા હતા તેને ખ્રિસ્તિ
Page #304
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 257 ધર્મ નાશ કર્યો અને ગુલામોના હૃદયમાં નીતિને સિદ્ધાંત સ્થાપીને તેમને એણે ઉદ્ધાર કર્યો. ત્રીજો પ્રકાર એ હતો કે ગુલામેને મુક્ત કરાવવાને ખ્રિસ્તિ ધર્મને પ્રયાસ સતત ચાલુ રહ્યા હતા. કેન્સ્ટનટાઈનના કાયદાથી તેમને મુક્ત કરવાની ક્રિયા પાદરી વર્ગની દેખરેખ તળે મૂકાણી; અને જેને મઠમાં જવું હોય અથવા પાદરી થવું હોય તેને ગુલામગીરીમાંથી છૂટા થવા માટે ખાસ સગવડતા કરી આપે એવા ઘણા કાયદા થયા. આથી કરીને ગુલામને ટા કરવાનું કામ પવિત્ર મનાવા લાગ્યું. અને જે કે તે કરવાનું કર્તવ્ય છે અગર આવશ્યકતા છે એવું જાહેરમાં કથન થતું નહિ, તથાપિ કરેલાં પાપ માટે પ્રાયશ્ચિત કરવાનો સૌથી સરસ રસ્તો એ છે કે ગુલામોને છૂટા કરવા અગર કરાવવા એવી માન્યતા ખ્રિસ્તિ ધર્મ ઉભી કરી, અને તે તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે સંત મેલેનિયાએ આઠ હજાર ગુલામોને છૂટા કર્યા હતા; ત્યાદિ-ઘણું ગૃહસ્થ પણ પિતાના ગુલામોને છૂટા કરવા લાગ્યા હતા. આમ ગુલામને ટા કરવા એ ધર્મનું કાર્ય મનાવા લાગ્યું. અને દરેક શુભ પ્રસંગે અને અનેક નિમિત્તે આ કાર્ય થવા લાગ્યું. મંદવાડમાંથી ઉઠતાં મનુષ્યો પિતાના ગુલામોને છૂટા કરતા; બાળકને જન્મ થાય તેની ખુશાલીમાં ગુલામે મુક્ત થતા; મરતી વખતે ધર્મનું કામ જાણી માણસે ગુલામોને છૂટા કરતા; પિતાની પાછળ ગુલામોને છૂટા કરવા એવાં વસિઅતનામાં પણ થવા લાગ્યાં. પિતાના આત્માની શાંતિ અર્થે ગુલામોને સ્વતંત્રતાની બક્ષીસ કરવી એ વાત મધ્યકાળના જમાનામાં મોટે ધર્માદે ગણાતા હતા. તેરમા સૈકામાં જ્યારે ધાર્મિક ઉત્સવોને પ્રસંગે ટા કરવાને ગુલામ કાન્સમાં નહોતા, ત્યારે જૂના કાળમાં એ પ્રસંગે આવી ખેરાત થતી હતી એ બતાવવાની ખાતર પાંજરામાં કેદ પડેલા કબુતરને ઉડાડી મૂકવામાં આવ્યા હતા. અને ઈશુ ખ્રિસ્તને નામે કેદીઓ હજી પણ કદિ છૂટે છે. * - તથાપિ કોન્સ્ટનટાઈનના સમય પછી લગભગ આઠસ વર્ષ પર્યત ગુલામગીરીને રિવાજ યુરોપમાં ચાલુ રહ્યો હતો, અને જે સમયની આપણે
Page #305
--------------------------------------------------------------------------
________________ 258 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. -~- ~ -~ આ ગ્રંથમાં વાત કરવાની છે તેમાં પણ જોકે તેનું સ્વરૂપ ફરી ગયું હતું અને તેનાં દુઃખ ઓછાં થઈ ગયાં હતાં, તે પણ તેમાં ગુલામેની સંખ્યા વિધર્મી સામ્રાજ્યના સમય કરતાં ઘણું કરીને વધારે હતી. પશ્ચિમ રાજ્યમાં ગુલામેની આ સ્થિતિમાં ફેરફાર જંગલીઓની છતને લીધે એ દિશામાં થયે છે. જંગલી કેદીઓની આવક બંધ થઈ, મેટાં કુટુંબ કે જે ગુલામને મોટે રસાલે રાખતા હતા તે કુટુંબ હવે નિર્ધન થઈ જવાથી ગુલામ રાખી શકતા નહિ; શહેરી જીવન એકંદરે ઘટી ગયું; અને જંગલીઓમાં જાતની સ્વતંત્રતા સાચવવાની ટેવ હતી, આ બધાં કારણેને લીધે ગુલામગીરીને જૂને પ્રકાર અટકી ગયો. પરંતુ દુર્દશા અને અનિશ્ચિત અવસ્થા ને લીધે ખેડૂત વર્ગની મોટી સંખ્યા સંરક્ષણની ખાતર પિતાની સ્વતંત્રતા પાડેશી અમીરને વેચી દેવા લાગી. પૂર્વ રાજ્યમાં કરના બેજાથી લેકોની સમૃદ્ધિ ઓછી થતાં વધારે પડતા ગુલામે કઈ રાખતું નહિ. વળી ખેતીને ઉત્તેજન આપવાની ખાતર ગુલામ-ખેડૂતોને પિતે ખેડતા હોય તે જમીન ઉપર કાયમ રાખવાના કાયદા થયા. વખત જતાં આવા ગુલામેનો મેટે ભાગ અને લગભગ બધા સ્વતંત્ર ખેડૂતો દાસ-ખેડુ (Serfs) ના નામથી પ્રસિદ્ધ એક પ્રકારની ગુલામગીરીની દશાને પ્રાપ્ત થયા. અને પછી આ પાયા ઉપર જાગીર-સંસ્થા (Feudalism) નામની વ્યવસ્થાની ઈમારત ચણાઈ. આઠમા સૈકાની આખરમાં કઈ ગુલામને તેના દેશની બહાર વેચવાની મના થઈ. ઈટાલીમાં સ્વતંત્ર શહેરની ઉત્પત્તિ, જે ગુલામ લશ્કરમાં સેંધા હોય તેને છૂટા કરવાનો રિવાજ, આર્થિક પરિવર્તનને લીધે ગુલામની મજુરી કરતાં સ્વતંત્ર મજુરીથી થતા ફાયદે, અને આ બધાં કારણેની સાથે ધાર્મિક ઉદેશ ભળતાં છેવટે મજુર વર્ગ સ્વતંત્ર થયે. ધર્માદાના કામ તરીકે ગુલામોને છૂટા કરવાને ચાલ છેવટ પર્યત ચાલુ રહ્યા હતા. પરંતુ પોપાંડિત્યમ્ બતાવનારા ધર્મગુરૂઓ, સંસ્થાના લાભની ખાતર, બીજાને જે ઉપદેશ તેઓ આપતા તે પ્રમાણે પોતે જ ચાલતા નહિ. છતાં બારમા સૈકામાં યુરોપમાં ગુલામે જવલ્લેજ જોવામાં આવતા; અને તેમાં સૈકામાં તે ગુલામગીરી લગભગ લેપ પામી ગઈ હતી,
Page #306
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈથી શાલમેન સુધી. 259 વળી વારસામાં ઉતરી આવતી ગુલામગીરીને અંત આણવા ખ્રિસ્તિ ધર્મ પિતાની જે વગ વાપરી છે તે વગ ગુલામગીરીને મળતી એક બીજી બાબત પર પણ તેણે બહુ વાપરી છે; અને તે બાબત લડાઈમાં પકડાએલા કેદીઓને દાસત્વમાંથી મુક્ત કરાવવાની હતી. ખ્રિસ્તિ સંસ્થાને પ્રયાસ આ બાબતમાં સતત અને બહુ ઉત્તમ પ્રકારનો હતો. જંગલીઓના હુમલાના ત્રાસદાયક સમયે જ્યારે આખા દેશ પાયમાલ થઈ ગયો હતે. અને મોટાં મોટાં શહેર છેડા મહીનામાં ઉજડ થઈ ગયાં હતાં, જ્યારે સમાજનું આખું બંધારણ છિન્નભિન્ન થઈ ગયું હતું, અને જ્યારે ઇટાલિના શણગારરૂપ યુવાન પુરૂષે દુશ્મનોની તીખી તરવારના ભોગ થઈ . પડયા હતા અથવા કેદી થઈ રહ્યા હતા, ત્યારે કેદીઓનું દુઃખ ઓછું કરવાને સતત પ્રયત્ન ખ્રિસ્તિ ગુરૂઓએ કર્યો છે. ગૂથ લેકના હાથમાં સપડાએલા કેટલાક કેદીઓને છોડવવા સંત અંબ્રોઝે મિલાનના દેવળના કેટલાંક ઘરેણું પણ વેચ્યાં હતાં, અને એરિયન મતવાળાએ તેના આ કાર્યને ધર્મ-ભ્રષ્ટતા કહી ઘણું નિવું હતું પણ તેની દરકાર એણે કરી નહોતી. આ રિવાજ ત્વરાથી સર્વત્ર પ્રસરી ગયે. જ્યારે રેમના લશ્કરે સાત હજાર ઈરાની કેદીઓને પકડયા પણ તેમને નીભાવવાની ના પાડી, ત્યારે એમડાના ધર્માધ્યક્ષે કહ્યું કે ઈશ્વરને સોનારૂપાના થાળ અને વાસણ ની જરૂર નથી; અને પિતાને હસ્તક સંસ્થાના જે કિંમતી દાગીના હતા તે એણે વેચી નાખ્યા, અને ખ્રિસ્તિ ધર્મના વિરોધી હોવા છતાં ઈરાનીએને છોડાવી તેમને વતન તેમના રાજાને મોકલી દીધા. કાર્બેજના બિશપે પણ રોમન કેદીઓને એવી જ રીતે છોડાવ્યા હતા અને ઘણા સંતે એમ કરતા હતા. આ કામને માટે સતે એક બીજાને નાણું પણ મોકલતા. હજારે કેદીઓને આ પ્રમાણે છૂટકે થતું. સંત એલિજીયસે તે પિતાની આખી મિલ્કત એ કામમાં રોકી હતી. સંત સિરેપિયન ઈત્યાદિએ તો પિતાની પાસે જ્યારે કાંઈ ન રહ્યું ત્યારે પિતાની જાતને વેચીને પણ એવી સહાય કરી હતી. લાંબા સમય પછી મુસલમાન લોકોના હુમલાથી યુરોપની પાછી એવી દશા થવા લાગી હતી ત્યારે પણ એવી જ દયા ખ્રિસ્તિઓએ
Page #307
--------------------------------------------------------------------------
________________ ~-~~-~-- 260 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. -~~ કરી હતી અને ખ્રિસ્તિ કેદીઓને છોડાવ્યા હતા. અને બારમા અને તેરમા સૈકામાં ખ્રિસ્તિ કદીઓને છોડાવવા ખાસ સંસ્થાઓ પણ ઉભી થઈ હતી. જે વિષયની આપણે વાત કરીએ છીએ તેની જૂદી જૂદી શાખાઓ એક બીજામાં એવી ઓતપાત થએલી છે કે તેમાંથી એકને અલગ પાડી તેનું નિરિક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. બાળ-સંરક્ષણમાં, મનુષ્ય-દગીની ઉચ્ચ ગણના કરાવવામાં, અને ગુલામગીરીનાં દુઃખ ઓછાં કરાવવામાં, ખ્રિસ્તિ ધર્મ જે જે કર્યું છે તેનું વિવેચન કરતાં, ખ્રિસ્તિ સંસ્થાએ સ્થાપેલી સખાવતોની વ્યવસ્થા પરત્વે પણ આપણે ઘણું કહેવું પડયું છે. સખાવત પરત્વે ખ્રિસ્તિ અને વિધર્મ સમાજોને ભેદ ઘણે ગંભીર છે; પણ ઘણે ભાગે આ ભેદનાં કારણું ધાર્મિક નથી, પણ અન્ય છે. જ્યાં મનુષ્યો મોટે ભાગે સ્વતંત્ર છતાં નિધન ય છે ત્યાં જ સખાવત કરવાને ઘણો અવકાશ રહે છે. પ્રાચીન સમાજમાં ગરીબાઈને સ્થાને ઘણે ભાગે ગુલામગીરી રહેતી, અને ઘણા મોટા પ્રમાણમાં ગરીબનું ગુજરાન ચોક્કસ રીતે થતું હોવાથી, ધર્માદાનું ક્ષેત્ર ઘણું સંકુચિત રહેતું. અને અત્યંત ગરીબ લેકે રમમાં ગુલામ થઈ રહેતા, તે તેથી કાંઈક ઉંચી પંક્તિનાં માણસો અમીર ઉમરાવના આશ્રિત થઈ રહેતા. વળી પ્રાચીન સમાજમાં કંગાળને દુ:ખમુક્ત કરવા એ રાજ્યનું ઘણું અગત્યનું કર્તવ્ય લેખાતું. તેથી કરીને ધર્માદાની સંસ્થાઓ ઉપરથી જ ખ્રિસ્તિ અને વિધમ સમાજેની તુલના કરવામાં તેમને અન્યાય થાય એ સ્પષ્ટ છે. પરંતુ વિધર્મીઓએ સખાવતની બાબતમાં શું શું કર્યું હતું તે આપણે જોઈએ. પ્રાચીન ગ્રીસમાં ગરીબેને નીભાવવાના ઉદ્દેશે ઘણું ઉપાય જાયા હતા, પણ એ વાત એક કારે રાખીને રેમના ગરીબોને જ વિચાર જે આપણે કરીએ તે આપણને માલમ પડે છે કે સૈકાઓ પર્યત રોમમાં ગરીબના ઘણું મોટા ભાગને નીભાવ અનાજની મફત વહેંચણી ઉપર થત હતો. તેમના એક પ્રાચીન કાળમાં પણ કોઈકોઈ પ્રસંગે આમ અનાજ મફત વહેચાતું હતું. પરંતુ રોમીય વર્ષ 630 માં કાયદો થયો કે માત્ર
Page #308
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 261 નામની જ કિંમતે ગરીબને અનાજ પૂરું પાડવું. પરંતુ આ કાયદાને સતત અમલ થતો નહિ અને વારંવાર તેને સજીવન કરે પડત. સીઝરના લાભમાં અનેક ગરીબ રહેતા હતા તે જઈ તેની જોકપ્રિયતા અટકાવવા આ કાયદાને બહુ બહેળો અમલ રોમીય વર્ષ 691 માં કરવામાં આવ્યો. હતો. ચાર વર્ષ કેડે આ નામની જૂજ કિંમત લેવાતી હતી તે પણ કાઢી નાખવામાં આવી અને તેથી ગરીબોને સાવ મફત અનાજ મળવા લાગ્યું. આ વહેંચણ મહીનામાં એકવાર થતી અને માથાદીઠ આશરે દોઢેક મણ અનાજ અપાતું. જૂલિયસ સીઝરના વખતમાં ત્રણ લાખ અને વીશ હજાર માણસોને એવી રીતે અનાજ મળતું હતું. આ સંખ્યા જૂલિયસ સીઝરે અરધી કરી નાખી હતી. પણ ઓગસ્ટસના સમયમાં પાછી એ સંખ્યા બે લાખની થઈ ગઈ હતી. વરસમાં ત્રણ ચાર વખત વહેંચણી કરી નાખવાની આ શેહેનશાહની ઈચ્છા થઈ હતી, પણ લેકની ઈચ્છાને તાબે થઈ મહીને મહીને વહેંચણી કરવાનો રિવાજ એણે ચાલુ રાખે. પછી થોડા જ સમયમાં એ વાત રેમના જીવનમાં અગત્યની થઈ પડી; અને અનાજ પૂરું પાડવા ખાસ અમલદારોની નિમણુંક થવા લાગી. રેમને અનાજ પૂરું પાડવાની વાત પ્રાંતના હાકેમોને હવે મુખ્ય થઈ પડી. અનાજ લેનારાની સંખ્યા પણ વધી પડી, અને વખતે તે સંખ્યા પાંચ લાખ ઉપર પણ થઈ જતી. સેપ્ટિમસ સેવેરસ અનાજની સાથે થોડું થોડું તેલ પણ આપતે. રેલિયન મહીને મહીને કાચું અનાજ આપવાને બદલે રોજ રોટલા આપતે. અને કાન્ટિનોપલ, એલેક્ઝાંડિયા ઈત્યાદિ શહેરોમાં પણ અનાજ આપવાને રિવાજ દાખલ થઈ ગયે. રોમની નીતિને ભ્રષ્ટ કરનારું આ પણ એક કારણ હતું એ આપણે. આગળ કહ્યું છે. અવિવેકી સખાવતથી લેનારનું ચારિત્ર્ય ભ્રષ્ટ થાય છે, પણ દેનારને તેની લાભપ્રદ અને કોમળ અસર થાય છે, અને તે દ્વારા એકંદરે સમાજને પણ તેની અસર થાય છે. પરંતુ રોમની આ અનાજની વહેંચણીમાં માત્ર રાજકીય મુદો જ હોવાથી લેકેની નીતિઉપર તેની અસર બીલકુલ થઈ નહિ; અને શારીરિક નિર્બળતા કે ચારિત્ર્યના સિદ્ધાંત ઉપર નહિ
Page #309
--------------------------------------------------------------------------
________________ કર પૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પણ ગરીબાઈના સિદ્ધાંત ઉપર જ તે અનાજ અપાતું હોવાથી લેકે આ -ળસુ થઈ ગયા. લેકીને ખાવાનું મફત મળતું અને રમત ગમત પુષ્કળ મળતી; તેથી મફતનું ખાવું અને મસીદે સૂવું એ પ્રકાર થતાં ધંધા હુન્નર નાશ પામ્યાં; અનાજ ન મળતું ત્યારે લેકે બહુ દુઃખી થતા; જમીન મફત આપવા છતાં પણ પ્રમાણિક મહેનત કઈ કરતું નહિ અને કરવા આવતું નહિ; છોકરાઓ વધી પડતાં રાજ્યની આ મદદ અપૂર્ણ લાગવા માંડી; તેથી ગર્ભપાત અને બાળહત્યા થવા લાગ્યાં અને છોકરાં રખડતાં મૂકાવા લાગ્યાં. રેમની વસ્તી ઘણું કરીને પંદર લાખથી વધુ કદિ થઈ નહોતી. તેમાંથી ગરીબને મોટે ભાગ ગુલામ હતું, તેથી તેમને ગુજરાનનાં સાંમાં નહેતાં; અને બે લાખથી વધારે માણસોને મફત અનાજ આપવાનો રિવાજ હતે આ બધું જોતાં ગરીબને મદદ કરવામાં રોમ કંજુસ હતું એમ આપણાથી કહી શકાય નહિ. છતાં બીજા ઉપાયો પણ તેમણે જ્યા હતા. મી વેચવાને રાજ્યને હક હતો; પણ તે માત્ર નામની કિંમતે વેચાતું જુલિયસ સીઝર, ઓગસ્ટસ ઈત્યાદિ મોટા મોટા પુરૂષો લેકોને વારસામાં મેટી મોટી મિલકત મૂકી જતા, અને આનંદના મેટા મેટા પ્રસંગે ઘણું સખાવત થતી. જાહેર મામખાનાં પણ ઘણાં હતાં, અને ગરીબો તેને ઉપયોગ નિર્જીવ લવાજમે કરી શકતા. વેસપેસિયને લેકેને કેળવણી આપવાની સંસ્થા સ્થાપી હતી; અને ગરીબ માબાપનાં છોકરાઓને ભણાવવાના ઉપાય પણ જાયા હતા. એવાં છોકરાંના નિભાવ માટે ઓગસ્ટસ પૈસા અને અનાજ આપતો હતો. પરંતુ નરવાએ આખા ઈટલીનાં છોકરાને એ પ્રમાણે નીભાવવાની ચેજના કરી હતી. ટ્રાજનના સમયમાં ફક્ત રેમમાં જ એ પ્રમાણે પાંચ હજાર છોકરાં નભતાં હતાં. આ ઉદેશે ખાનગી સખાવતે પણ થતી હતી. પિતાનાં ગામનાં છોકરાંને એવી રીતે નીભાવવા નાના પ્લિનિએ પિતાની મિલ્કતને એક ભાગ જુદો કાઢયો હતો. સિલિયા મેકીના નામની સ્ત્રીએ 100 છોકરાની એવી ધમદા શાળા કાઢી હતી. આવી
Page #310
--------------------------------------------------------------------------
________________ 263 કેસ્ટનટાઈનથી શામેન સુધી સહાય કરવા ઉપરાંત હેડીઅન બાદશાહ ગરીબ સ્ત્રીઓને બક્ષીસ આપતે હતો. એન્ટોનાઈનસ અને મારકસ ઓરિશિયસે કન્યાઓના નિભાવ માટે સંસ્થાઓ સ્થાપી હતી. ખ્રિસ્તિ ધર્મ પહેલાં ઘણું કરીને ઈસ્પિતાલે નહોતી, પણ ગરીબ માંદાઓને દવા મફત વહેંચાતી હોય એમ જણાય છે. ગુલામેને માટે ખાનગી અનાથગૃહ હતાં. અને ઘણું કરીને લશ્કરી ઇસ્પિતાલો પણ હતી. અને બીજી અનેક રીતે રાજ્ય તરફથી મદદ મળતી. દુકાળ ઇત્યાદિ સંકટના સમયે પ્રાંતના શહેરને સરકાર તરફથી મદદ મળતી: આ સખાવત ઓછી નથી. છતાં ખ્રિસ્તિ ધર્મ એ બાબતમાં સ્થાપિલા સિદ્ધાંતોની સાથે અને તેમણે કરેલી સખાવતની સાથે પ્રાચીન કાળની સખાવતે કોઈ પણ રીતે સરખાવી શકાય એમ નથી. વિધર્મીઓની બધી સખાવતે લગભગ રાજ્ય તરફથી થતી અને તેમાં જન-હિતેષણા કરતાં રાજકીય દક્ષતા વિશેષ હતી. અને નાનાં બાળકોને વેચવાને અને રખડતા મૂકવાનો રિવાજ, પ્રાણઘાતક ખેલમાં નામ નોંધાવવાની ગરીબોની તત્પરતા, અને વારંવાર પડતા દુકાળ-એ બધાં જણાવી આપે છે કે હજી સહાય કર્યા વિનાનું લેકેનું દુઃખ બહુ બાકી રહેતું હતું. ગરીબ અને દુઃખી લેને ગ્રીસમાં પણ સહાય થતી હતી, પણ તે બહુ જાજ હતી. ગ્રીસ અને રેમમાં અરસપરસ સહાય કરનારી વીમા કંપનીઓ પણ ગરીબ વર્ગમાં થઈ હતી. ગરીબો ઘણા હતા અને તેમનું દુઃખ ભાંગનારા પણ ઘણા હતા એમ જણાય છે. આતિથ્યમાં કર્તવ્ય ગણાતું હતું. પરંતુ નાની નાની બાબતમાં ગૃહસ્થની ખાનગી, ચંચળ અને નિયમસર સખાવત કે જે ખ્રિસ્તિ સમાજનું ખાસ લક્ષણ છે તે નહોતી. આવી રીતે સખાવત કરવાનું પ્રાચીન કાળમાં કોઈ જાણતું જ નહતું. બે ત્રણ નીતિવેત્તાઓ તેનું સૂચન કરે છે અને સિસેરે બે પ્રકરણમાં તેનું વર્ણન કરે છે, પણ તે વર્ણન વ્યવહાર-દક્ષ અને નિરૂત્સાહી છે. તે કહે છે કે મનુષ્યના સ્વભાવને ઉદારતા બહુ અનુકૂળ છે એ વાત ખરી, પણ તેમાં બહુ સંભાળ રાખવાની જરૂર છે. સખાવત લેનારને તે ખરા આશિર્વાદરૂપ થવી જોઈએ; આપણી શક્તિ ઉપરાંત તે
Page #311
--------------------------------------------------------------------------
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. થવી ન જોઈએ; સીઝર અને સલાની પડે બીજાને તૂટીને સખાવત કરવી ન જોઇએ; દંભની ખાતર તે ન થવી જોઈએ; દયા કરતાં ઉપકાર-વૃત્તિથી વિશેષ પ્રેરિત એ થવી જોઈએ અને તેમાં લેનારની જરૂર અને તેના ચારિત્ર્યને વિચાર રહેવું જોઈએ. નીતિના ક્રમમાં અને ઉપદેશમાં સખાવતને અગ્રસ્થાન ખ્રિસ્તિ ધર્મ જ પ્રથમ આપ્યું છે. ઈશુખ્રિસ્તને ગરીબો ખાસ વહાલા હતા, તેથી તેના પ્રેમની ખાતર ગરીબોને મદદ કરવાની છે એ સિદ્ધાંત તેમણે સ્થાપે. અને સતાવણીના સમયે પણ દરેક રવિવારે તેમને મદદ કરવાનાં નાણું એકઠાં થતાં. અપવાસ કરી બચાવેલો ખોરાક ગરીબોને અપાત; અને પ્રીતિભોજને મુખ્યત્વે કરીને ગરીબોને ઉદ્દેશીને થતાં. અને સખાવત વ્યવસ્થા એવી તે સરસ રીતે ધર્મગુરૂઓ કરવા લાગ્યા કે દયાની આપ લે કરવામાં આખા ખ્રિસ્તિ પ્રદેશની એકતા થવા લાગી. અને જ્યારે બ્રિસ્તિ ધર્મને વિજય થયો ત્યારે સખાવતની અનેક સંસ્થાઓ લેકે સ્થાપવ. લાગ્યા કે જેને ખ્યાલ પણ વિધર્મીઓને નહોતે. ચોથા સૈકામાં એક રોમન સ્ત્રીએ સાર્વજનિક ઇસ્પિતાલ પ્રથમ જ બાંધી અને પછી ધીમે ધીમે ઇસ્પિતાલે વધવા લાગી. સંત બેસીલે ઘણું કરીને રગતપીતીએ માટે પ્રથમ આશ્રમ બાંધ્યું. ધર્મશાળાઓ પણ બંધાવા લાગી. ગરીબ માટે વારસા મૂકી જવાનો રિવાજ સાધારણ થઈ પડે, અને તેથી કેદપણ સ્ત્રી કે પુરૂષને પાત્ર જીદગી ગુજારવી હોય તે સગવડતા મળવા લાગી. પૂર્વ દેશી સાધુઓ પણ એકાન્તવાસી જીંદગીમાંથી બહાર આવી લેકેને સહાય કરવા લાગ્યા; અને મરકી કે દુષ્કાળના સમયમાં જાતમહેનત કરી મદદ આપતા.બ્રિતિ આલમના વિચારના પ્રથમ સ્વરૂપમાં વિશુદ્ધ સામાજીક મઆરવાદનાં બીજ પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે કેટલાક ખ્રિસ્તિ વૃદ્ધો ભાર મૂકીને કહેતા કે સખાવત કરવી એ દયાન નહિ પણ ન્યાયનું કામ છે, કારણ કે પૃથ્વી ઉપર સર્વને સમાન હક છે; અને બીજાનું ભલું કરવા માટે જ સમૃદ્ધિ સંચવાની છે; અને આ સિવાય બીજા કોઈ ઉદેશથી જે સમૃદ્ધિ રાખે તે બીજાના હક ઉપર તડાપ જા
Page #312
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 265 મારે છે. અર્થાત ગરીબને દુ:ખમાંથી છોડાવવા માટે જ ધનને ઉપગ કરવાનો છે. પ્રેમ અને ન્યાયના આવા સિદ્ધાંતથી પ્રેરાઈ અનેક રીતે ખ્રિસ્તિઓ લેકના દુઃખમાં ભાગ લઈ તે ઓછું કરતા હતા. ઇ. સ. 326 માં કારથેજમાં, અને ગેલેનિયસ અને મેક્ષિમિયનના સમયમાં એલેકઝાડિયામાં, જ્યારે મરકી ચાલી ત્યારે વિધર્મીઓ ગભરાઈને નાસી ગયા. પણ ખ્રિસ્તિઓ તેમના ધર્મગુરૂની આસપાસ ભેગા થઈ હિંમતથી ત્યાં રહ્યા; અને અવસાન કાળે લેકેને ધીરજ આપી તજી દીધેલાં મડદાં દાટવા લાગ્યા. વળી અસંખ્ય ગુલામે ટા થતાં ગરીબ વધી પડ્યા ત્યારે મોકળે મને તેઓ તેમને મદદ કરતા હતા. વળી જંગલીઓના ભયંકર હુમલાથી લેકોને ત્રાસ થવા લાગે; જેનસેરીકે આફ્રિકા જીતી લીધું તેથી રેમમાં અનાજ આવતું બંધ થયું અને લેકે ભુખના દુઃખથી અત્યંત પીડાવા લાગ્યા; ઈટાલીમાં ભયંકર મરકી ચાલી અને દુકાળ પડવા લાગ્યા; આ સર્વ સમયે ખ્રિસ્તિ ગુરૂની ભવ્ય આકૃતિ વચમાં આવીને ઉભી રહેતી, અને ચારે તરફ પ્રસરાએલા દુઃખને બેજે ઓછા કરવાની તન તેડીને મહેનત કરતી. એલેરિકના વિક્રાળ સિપાઈઓએ જ્યારે રોમને સર કરી લુટવા માંડયું ત્યારે ખ્રિસ્તિ દેવળમાં લોકોએ આશ્રય લીધો હતો. જ્યારે હુણ લેકે રોમ ઉપર તલપી રહ્યા હતા ત્યારે ધર્માધ્યક્ષ સંત લીઓ ધર્મનો ઝભો પહેરી પિતાના સ્વદેશીઓના એલચી તરીકે તેમની સમક્ષ આવીને ઉભો રહ્યો હતો અને દુશ્મનોને સમજાવી ન પાછી વાળ્યા હતા. બે વર્ષ પછી જ્યારે વેન્ડલ વિજેતા રેમની દુર્દશા કરવા લાગ્યો ત્યારે એ જ ધર્માધ્યક્ષે વચમાં પડી કતલ કાંઈક અટકાવી હતી. આવા ઘણું દાખલા ઈતિહાસમાં મોજુદ છે. વળી એવી રીતે વચમાં પડીને ધર્મગુરૂએ રાજાઓ અને ન્યાયાધીશોને હાથે પણ દયાનાં કામ કરાવતા. થેસેલેનિકાની કતલ માટે સંત ઍબ્રાઝે થિઓડેશિયસ પાદશાહને પણ જાહેરમાં પ્રાયશ્ચિત કરવાની સજા કરી હતી, વગર ગુને મોટાં માણસો ગરીબને કાઢી મૂકે તે તેમને બહિષ્કાર કરવાની સજા છઠ્ઠા સૈકામાં થતી. કેટલાક પાદરીઓ અને સાધુઓ ઉદ્ધત બની ન્યાયના કામમાં વચ્ચે આ
Page #313
--------------------------------------------------------------------------
________________ 266 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, * વતા, અને વખતે ગુનેગારોને ગેરવાજબી રીતે બચાવતા; અને તેમને માટે ખાસ કાયદા કરવાની જરૂર પણ જણાઈ હતી. ધર્મગુરૂઓ જુલમી કરો માફ કરાવતા કે ઓછા કરાવતા. વિધવા અને માબાપ વિનાનાં છોકરાંને પાળવામાં આવતાં. પાદરી, સાધુ કે ગરીબને જે લૂટે અથવા તેમની દાદ સાંભળવાની જે ના પાડે તેને બહિષ્કારની ધમકી અપાતી. ધર્મ ગુરૂઓના હાથમાં છેવટે બહુ બળવાન સત્તા આવી તેનું એક કારણ તેમની આ વચ્ચે પડવાની પદ્ધતિ હતી; અને ગરીબના વાલી તરીકે તેમને મોટા મોટા વારસા મળતા તે તેમની મેટી સમૃદ્ધિનું મોટે ભાગે કારણ હતું. વખત જતાં અનેક પ્રકારે સખાવત થવા લાગી અને દરેક મઠમાંથી તેનાં કિરણે ચેતરફ પ્રસરવા લાગ્યાં. સાધુઓ અમીને દબાવતા, ગરીબોનું રક્ષણ કરતા, માંદાની માવજત કરતા, મુસાફરોને આશ્રય આપતા, કેદીઓને છોડવતા, અને જોધી શોધીને દુઃખની હરકોઈ બાબતમાં સહાય આપતા. આ પ્રમાણે આસના બરફમાં પણ મુસાફરોને આશરે મળતો. જ્યાં પૂલ ન હોય એવી નદીમાં મછો રાખી કેાઈ સાધુ મુસાફરેને પર ઉતારતે. જ્યારે રક્તપીતને રોગ યુરોપમાં ફેલાઈ લેકામાં ત્રાસ વરતાવતો હતો અને લેકેનાં મન ધાસ્તીથી ગભરાઈ ગયાં હતાં, ત્યારે તેને માટે નવી ઈસ્પીતાલે અને નવાં આશ્રમો યુરોપમાં પથરાઈ ગયાં હતાં અને રોગીની સારવાર કરવા માટે જથાબંધ સાધુઓ ત્યાં ભેગા થઈ ગયા હતા. દંતકથા કહે છે કે કેટલાક સાધુઓને રક્તપીતીઆ દ્વારા સાક્ષાત ઈશ્વરનાં દર્શન થયાં હતાં. ખ્રિસ્તિ ધર્મની આવી ભવ્ય અસર સખાવતની બાબતમાં થઈ છે. પરંતુ મોટા મેટા બનાવે કલ્પનાને જેવા આકર્ષક થાય છે તેવી આ વિશાળ પણ દંભ રહિત પ્રવૃત્તિ મેહક લાગતી નથી અને તેથી ઈતિહાસકારે તેની યથાર્થ અગત્યતા સમજી શકશે નથી એ શોચની વાત છે. મનુષ્ય જાતનું દુઃખ ઓછું કરવા માણસે આખી જીંદગી પર્યત નિસ્વાર્થતાથી સતત પ્રયત્ન કરે એ વાત જેવી તેવી નથી. ખ્રિસ્તિ ધર્મ દયાની અનેક સંસ્થાઓ આખી પૃથ્વી ઉપર પધરાવી દીધી છે; અને પારકાનું ભલું કરવામાં જ સર્વોત્તમ સદાચાર સમાએલો છે એ ઉત્તમ વિચાર કેના
Page #314
--------------------------------------------------------------------------
________________ કેન્ટનટાઈનથી શાર્લમેન સુધી. 267 મનમાં ઠસાવ્યો છે. સખાવતના દરેક કાર્યમાં સહાય કરવાનું દરેક પાદરીનું કર્તવ્ય ગણાય છે; અને અનેક સ્ત્રી પુરૂષોએ પિતાની આખી જીંદગી મનુષ્યનું કલ્યાણ કરવામાં ગાળેલી છે. પરંતુ ખ્રિસ્તિ સખાવતને માટે જે માનની લાગણી આપણને થાય છે તેમાં બે બાબતને લીધે ઘટાડો થાય છે. તેમાં એક બાબત સામાન્ય છે, અને બીજી વિશેષ છે અને તે દીવાનાપણું વિષે છે. દીવાનાપણુમાં કાંઈક દેવતાઈ અંશ રહેલો છે એવો પ્રબળ પણ અસ્પષ્ટ વિચાર અસલથી જ ચાલ્યો આવતો હતો. પરંતુ કેટલાક ખાસ સંજોગો એવા હતા કે જેથી કરીને ખ્રિસ્તિ ગુરૂઓની પ્રવૃત્તિ દીવાના અથવા દીવાના થઈ જવાનું જેનામાં વલણ હોય તેમના પ્રત્યે પ્રતિકૂળ થાય. ડાકણ અને ભૂતના વળગાડની સત્યતા યહુદી લેકે સ્પષ્ટ સ્વીકારતા. ખ્રિસ્તિ ધર્મની કેટલીક આસ્તિક માન્યતાઓ પણ એવી હતી કે તેથી ઉત્કટ ધાર્મિક ભાવનાવાળાં માણસો ગાંડા જ બની જાય. નાનામાં નાના પાપને માટે પણ પરલોકમાં થતી સતત રીબામણી, અદશ્ય પિશાચ આપણી આસપાસ હમેશાં હાજર હોય છે એવો વિચાર; ઇત્યાદિ કલ્પના ઉપર બળવાન અસર કરે એવી અનેક વાત ખ્રિસ્તિ ધર્મમાં કહેલી હોવાથી ઘણું સૈકાઓ પર્યત દીવાનાપણુએ ધાર્મિક રૂપ ધારણ કર્યું હતું, અને સંતના જીવનનો એ પણ એક પ્રકાર હતે. કેવળ અજ્ઞાન અને સતેજ કલ્પનાવાળાં માણસ વસ્તીથી દૂર ભયાનક જંગલમાં રહીને શરીરને એવાં સખત કષ્ટ આપતા કે તેથી તેમની શારીરિક સ્થિતિ કેવળ અવ્યવસ્થિત થઈ જતી; અને અસંખ્ય પિશાચે તેમની ગુફાની આસપાસ નિરંતર ભમ્યા કરે છે અને તેમની ભક્તિમાં વિશ્વ નાખ્યાં કરે છે એવી દઢ માન્યતા હોવાથી થોડા જ વખતમાં તેમને ચિત્તભ્રમ થઈ જતે; અને આ માણસે સંત ગણાતાં. અને તેમને ઈશ્વરના દર્શન થયાની અથવા તેમણે પિશાચને પરાજય કર્યાની અનેક વાતે ચાલતી. પરંતુ તે દીવાનાપણું આવા આસ્તિકરૂપે જ હમેશાં પ્રગટ થવું જોઈએ એવો કાંઈ નિયમ નથી. અને તેથી કેટલીક વખત દીવાનાને એવો ચિત્તભ્રમ થત કે તેથી તેને શિક્ષા કરવાની ખ્રિસ્તિ સંસ્થાને જરૂર પડતી. આ પ્રમાણે એક
Page #315
--------------------------------------------------------------------------
________________ 268 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, છોકરી એમ કહેતી કે સ્ત્રીઓની મુકિત અર્થે પિતે ઈશ્વરને અવતાર છે; અને જ્યારે ઈ. સ. 1300 માં તે મરી ગઈ ત્યારે તેનું દાટેલું મડદું બહાર કાઢી બાળી મેલવામાં આવ્યું હતું. બીજી બે સ્ત્રીઓ જે તેનું કહેવું માનતી હતી તેમને પણ ફાંસીએ ચડાવવામાં આવી હતી. જેન એફ આર્ક નામની બાળાને ડાકણ માની જીવતી બાળી મૂકી હતી એ વાત ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. છતાં ડાકણ પરત્વે ધર્મશાસ્ત્રના અમુક વિચારોને લીધે જ ઘણું કરીને દીવાનાપણું ઉત્પન્ન થતું અથવા તેનું સ્વરૂપ બંધાતું; અને ધર્મગુરૂઓની સહાયને લીધે હજારો દુર્ભાગી સ્ત્રીઓ કે જે ખરું જોતાં દયાને પાત્ર જ હતી તેમને ક્રૂર રીબામણીને ત્રાસ આપી છેવટે જીવતી બાળી મૂકવામાં આવતી હતી. તેમ છતાં કેટલાક પ્રકારનાં ગાંડપણ સ્વાભાવિક હોય છે એ સ્વીકાર તે સમયે કરવામાં આવતો હતો, પરંતુ તેવા ગાંડાના આરામ અને સુખને માટે બહુ જ થેડા ઉપાય જાય છે, અને યોજાતા તે ઉલટા વધારે દુઃખદાયક થતા હતા. પ્રાચીન પ્રજાઓમાં તેમને દેવ-મંદીરમાં લાવી દમામ ભરેલી ધર્મ ક્રિયાઓ તેમના ઉપર થતી અને કલ્પનાદ્વારા ઘણું કરીને તેમની સારી અસર થતી હતી. પરંતુ તે સમયે દીવાનાશાળાનું અસ્તિત્વ હોય એમ જણાતું નથી. એમ કહેવાય છે કે જેરૂસેલમમાં દીવાના સાધુઓને માટે આશ્રમ હતું. પરંતુ પંદરમા સૈકા પહેલાં ખ્રિસ્ત યુરોપમાં કઈ દીવાનાશાળા નહોતી, દયાના આ કામમાં મુસલમાને એ જ પહેલ કરી છે. બારમા સૈકામાં બગદાદમાં એક ભવ્ય મહેલમાં આખા દેશના દીવાનાઓને રાખવામાં આવતા અને સાંકળથી તેમને બાંધી રાખતા. મહીને મહીને તેમની બારીક તપાસ થતી અને સાજા થતા તેમને છોડી મુકવામાં આવતા. મુસલમાને ગાંડાની ખાસ સંભાળ લેતા હોય એમ જણાય છે. ખ્રિસ્ત પ્રદેશમાં એવી શાળા ઉઘાડવાની પહેલ પેન દેશે કરી હતી. વેલેશિયા શહેરની શેરીઓમાં લોકોના ટોળાં ગાંડાઓને પજવતાં હતાં તે એક સાધુને દયા આવી, અને તેથી તેણે ત્યાં એક દીવાનાશાળા સ્થાપી અને તુરત જ એનના બીજા પ્રાંતમાં પણ એવી
Page #316
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. શાળાઓ ઉભી થઇ. યુરોપમાં બીજે કઈ પણ એ વખતે એવી સંસ્થા નહતી. તેથી આ દિશામાં પ્રથમ પ્રવૃત્તિ કરવાનું માન સ્પેન વાસીઓને જ ધટે છે, એટલું જ નહિ પણ ગાંડાની માવજત પણ તેઓ ડહાપણ અને દયાથી કરતા. પરંતુ ઘણુ ખરા દેશમાં ગાંડાની સ્થિતિ ખરેખર દયાજનક હતી. હજારો ગાંડી સ્ત્રીઓને ડાકણે ગણી બાળી મૂકવામાં આવતી અને સ્વાભાવિક ગાંડા તરીકે જેને સ્વીકાર થતે તેને પણ સખત કેદખાનાનું દુઃખ ભોગવવું પડતું. તેમને મારવામાં આવતા; તેમને બેડીઓ ઘાલવામાં આવતી; અને તે બીચારા લેહલેહાણ થઈ જતા. વખતે અંધારી ઓરડીમાં પણ તેમને પૂરવામાં આવતા તેથી ઉલટા તેઓ વધારે ગાંડા બનતા. અઢારમાં સૈકા સુધી તેમની આ દશા સુધરી નહોતી. ધામિક સંશયતા અને શાસ્ત્રીય જ્ઞાન જ્યારે વધ્યાં ત્યારે જ ડાકણોની વાત ખોટી મનાવા લાગી અને ગાંડાની દશા સુધરવા લાગી. બીજી હકીકત એ છે કે ખ્રિસ્તિ સખાવતની સંસ્થાઓથી ગરીબની ગરીબાઈ ઘટવાને બદલે વધી. સખાવતના સ્વરૂપ અને તેની ઉપયોગિતા પરત્વે અર્થશાસ્ત્રના નિયમોને અનુસરીને હાલમાં ઘણી ઉહાપોહ થાય છે, પરંતુ ઘણી વખત તે તેમાં પણ અતિશયોકિત જ થાય છે. સખાવતના સંબંધમાં અર્થશાસ્ત્ર જે કર્યું છે તે બધું બે બાબતમાં સમાઈ જાય છે. દીર્ધદર્શી સ્વાર્થથી સમાજનું કલ્યાણ કેવી રીતે થાય છે એ વાત વધારે સ્પષ્ટ અને વિગતબંધ તે શાસ્ત્ર કહે છે; અને ઉત્પાદક અને અનુત્પાદક ખર્ચ વચ્ચે સામાન્ય ભેદ એણે સ્થાપિત કર્યો છે. એ શાસ્ત્ર એમ સિદ્ધ કરી આપ્યું છે કે જ્યાં આળસને ઉત્તેજન આપવામાં આવે છે ત્યાં આળસ વધે છે; જ્યાં વૃદ્ધાવસ્થાના નિભાવ માટે નિયમિત સાર્વજનિક વ્યવસ્થા થાય છે, ત્યાં કરકસરની દુરઅંદેશી કઈ વાપરશે નહિ; અને એટલા માટે આવા પ્રકારની સખાવતોથી જેની દશા તમારે સુધારવી છે તેની દશા સુધરવાને બદલે ઉલટી વધારે બગડે છે. વળી એ શાસ્ત્ર એમ પણ બતાવી આપે
Page #317
--------------------------------------------------------------------------
________________ 270 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, છે કે ગમત અને વિલાસમાં ખરચેલે પૈસે અનુત્પાદક છે, કારણ કે જે કે તેથી તે વસ્તુઓ પૂરી પાડનારને ફાયદો બેશક થાય છે, પણ તેનું ફળ તેના ઉપયોગમાં જ નાશ પામે છે. પરંતુ યંત્રોની બનાવટ, જમીનની સુધારણું, અને ઔદ્યોગિક સાહસની વૃદ્ધિ-આ બધા ઉત્પાદક ખર્ચ છે અને દ્રવ્ય ઉપજાવવામાં નવીન ઉત્સાહ એ અપે છે. એટલા માટે મૂડીનું ડાળ ત્વરાથી એકઠું કરવું હોય તે પૈસાને અનુત્પાદક રસ્તે ન વાપરતાં ઉત્પાદક રસ્તે વાપરો, અને મજુર વર્ગના મહેનતાણાનું નિયમન કરનારા બે કારણોમાંનું એક કારણ એકઠી થએલી મુડીની રકમ છે. આ પ્રતિજ્ઞાઓ ઉપરથી કેટલાક એવું નિગમન કાઢે છે કે જે સખાવતથી અનુત્પાદક ખર્ચ થત હોય તે દોષિત છે. પરંતુ પ્રથમ તે જે જે સખાવતેથી ગરીબ વર્ગમાં દુરઅંદેશી અને ડહાપણની ટેવ પડે અને નવીન શક્તિઓને તેમનામાં વિકાસ થાય તે બધી ઉત્પાદક હોય છે; જેવી કે સામાજીક કેળવણી, સેવિંગ બેંકની સ્થાપના, વીમા કંપનીઓ, કેટલીક વખત નાની નાની રકમ ઉછીતી આપવી તે, અથવા દુરાચાર કે ઉડાઉપણાને દાબી દેવા જે જે ઉપાય યોજાય તે તે વળી દુષ્કાળ ઈત્યાદિ સંકટને પ્રસંગે માણસને રોજી આપી સખાવત કરવી તે પણ ઉત્પાદક છે. ઉપરાંત આટલું પણ મ્યાનમાં રાખવું આવશ્યક છે કે સખાવતનો ખરે ઉદ્દેશ મનુષ્યજાતનું સુખ હોય છે અને દ્રવ્યના સંગ્રહને તે સુખના માત્ર સાધન તરીકે જ ગણુ જોઈએ; અને સખાવતના ઘણા પ્રકાર વેપારી અર્થમાં ઉત્પાદક ન હોવા છતાં તેને ઘણું સુખ જનક હોય છે અને તેમાં ગંભીર પ્રકારનું કેઈ નુકસાન હેતું નથી. જે સંકટોનું કારણ બેવકુફી કે દુરાચારહોતું નથી તેવા દુઃખમાં સહાય કરવાને ઉદાર અને વિચારશીલ બને જાતની સખાવતને ઘણે અવકાશ છે. લૂલાં, લંગડાં અને આંધળાં, દુકાળ, મકી કે લડાઈને લીધે પીડાતાં; અથવા કેઈનવીન શોધ કે કઈ ઉદ્યોગની પદ્ધતિમાં ફેરફાર થવાથી કોઈ વેપાર એકાએક પડી ભાંગવાને લીધે દુઃખી થતાં-આવાં આવાં માણસોને મદદ કરવામાં; તેમ જ ઇસ્પિતાલે કે જ્યાં દરદીઓને જૂદા રાખી તેમની સારવાર થાય છે અને તેથી રોગ ફેલાતાં
Page #318
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 271 અટકે છે, અને વળી વૈદક શાસ્ત્રની જે મેટામાં મેટી શાળાઓ હોય છે તે બાંધવામાં, ઈત્યાદિ અનેક બાબતમાં ધનવાને સહાય કરે છે અને કરશે. વળી જે વાતમાં સખાવત પ્રત્યે અર્થશાસ્ત્રીને અત્યંત અણગમો હોય છે ત્યાં પણ ખાસ પ્રસંગને લીધે ખાસ મદદ કરવી વાજબી છે. ધનવાન માણસ કેને આપે છે અને શા માટે આપે છે તેનો વિચાર કર્યા વગર પૈસે ઉડાળે જાય છે તેથી ઘણું કરીને સમાજને નુકસાન થાય છે. પરંતુ જ્યાં અનાચારને અખાડો જામી પડે હોય ત્યાં જઈ દુઃખીઆની પરિસ્થિતિથી વાકેફ થઈ તેમનું જે સાંત્વન કરે છે અને પિતાની આખી જંદગી તેમના ઉદ્ધાર અર્થે ગાળે છે એવી આ ઉત્તમ પ્રકારની સખાવતથી એવું પરિણામ કવચિત જ આવે છે. સખાવતની ઉપગિતાને પ્રશ્ન એ તેના છેવટના પરિણામને જ માત્ર પ્રેમ છે. આ બાબતમાં અર્થશાસે કેટલાક ઘણું કિંમતી સામાન્ય નિયમો સ્થાપ્યા છે એ વાત ખરી; પરંતુ લગભગ એક હજાર વર્ષ પહેલાં સિસેરોએ પણ એ જ કહ્યું હતું. અને જે માણસ સામાન્ય સમજણના બળથી કાળજીપૂર્વક વિવેક વાપરી સખાવત કરી માણસોને દુઃખમુક્ત કરે છે તે, માલ્થસે ઉપદેશેલી સખાવતનું યથાર્થ અનુસરણ અજાણતાં કરે જ છે. અર્થાત દુઃખનું તાત્કાલિક નિવારણ કરવું એટલે જ ઉદ્દેશ સખાવતને ન હૈ જોઈએ. દેનારને ખરે ઉદ્દેશ લેનારનું ભલું કરવાનો હેય તે જ સખાવત ઉપયોગી થઈ શકે છે. પણ કેથલિક ગુરૂઓની સખાવતોમાં આ તત્ત્વની ગેરહાજરી હોવાથી તેમાંથી ઘણું દુર્દશાઓ ઉપજી આવેલી છે. પરે પકારનું પ્રયોજન મનુષ્ય જાતના પ્રેમને બદલે તેમણે ઈશ્વર-ભક્તિ સ્થાપ્યું. અને જોકે તેને લીધે અન્ય ધર્મીઓના દુઃખ પ્રત્યે ઘણીવાર તેઓ બેદરકારી બતાવતા, તથાપિ તેથી કરીને હૃદયના ભાવોને એવું પ્રોત્સાહન મળ્યું કે એકંદરે તેથી લાભ જ થયો છે એમ ગણવામાં અડચણ નથી. પરંતુ પછી તરત જ આ નવીન સિદ્ધાંત ભ્રષ્ટતા પાપે અને પ્રાયશ્ચિત રૂપે જ સખાવતો થવી જોઈએ એવી માન્યતા ઉભી થઈ. તેથી સ્વાર્થી સખાવતને પ્રકાર ઉભું થયું અને તેની ઘણું
Page #319
--------------------------------------------------------------------------
________________ 272 ચૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હાનિકારક અસર થવા લાગી; કારણકે ગરીબના ભલાની ખાતર નહિ, પણ પિતાના આત્માનું શ્રેય કરવા માટે માણસે ખેરાત કરવા લાગ્યાં. પ્રથમ તે આવી સખાવતથી ફાયદે જણવા લાગે; પણ કેટલાક સૈકાઓ પછી તેનાં બુરાં પરિણામ બહાર આવવા લાગ્યાં. અર્થશાસ્ત્રીઓની નજરમાં રેમમાં અનાજની મફત વહેંચણીથી વધારે બુરે રિવાજ કઈ હોઈ શકે નહિ; પરંતુ ખ્રિસ્તિ-ખેરાતમાં થોડે ઘણે વિવેક પણ દેખાતે. વળી મહેનત મજુરી કરવામાં લાજ મેણું નથી એમ ઘણી વાર ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા અને પછીના સમયમાં બેનેડિટાઈન પંથના સાધુઓ જાતે મજુરી કરતા, અને તેથી મહેનત મજુરી તે ગુલામે જ કરે એવું તેમાં કલંક ગણાતું તે ભુંસાઈ ગયું. તેમ છતાં ખ્રિસ્તિ - સ્થાની પુષ્કળ ખેરાતનું પ્રથમ પરિણામ એ આવ્યું કે તેથી ધુતારા અને ભિખારીઓ વધી પડયા અને સાધુઓ આળસુ થવા માંડયા. તેથી વેલેન્ટિનિયને સખત કાયદે કર્યો કે મહેનત કરી શકે એવા માણસો જે નીખ માગે તે તેમને કાયમ ગુલામગીરીની સજા કરવી. પરંતુ મઠની સંસ્થાઓ વધતાં ભિખારીની સંખ્યા ઘણી વધી પડી. અને દરેક દેશમાં હજારે રૂછપુષ્ટ માણસે ઉત્પાદક મહેનતથી અલગ રહેવા લાગ્યા. ભીખનો ધંધો નીચામાં નીચ છે એવી માન્યતાથી સમાજને લાભ થાય છે, પણ તે માન્યતાને દૂર કરવી એ હવે ધર્મગુરૂઓને મુખ્ય ઉદ્દેશ થઈ પડે; અને કેદ પણ જાતની સામી મેહેનત માગ્યા વિના ભિખારીને દાન કરવામાં પુણ્ય ગણવા લાગ્યું. સંતે માગી ભીખીને પણ ભિખારીને આપતા અને વસ્ત્ર વિનાનાને પિતાનાં વસ્ત્રા આપી દેતા. આવા ઉપદેશનું પરિણામ સ્પષ્ટ જ છે. બધા કેથલિક દેશમાં માની સંસ્થાઓ દેશની આબાદીને ફેલી ખાતે ઝેરી જીવડે જ નીવડ્યો છે. દેશમાં મજુર વર્ગની સંખ્યા ઓછી થઈ, અવિચારી દાનથી લેક ટુંકી નજરના થવા લાગ્યા, સંત જેવી ગરીબાઈને વગર સમક્યું માન અપાતું, અને ઔદ્યોગિક પ્રગતિના ઉદ્દેશ અને ટે પ્રત્યે લેકે દુર્લક્ષ દાખવવા લાગ્યા. આવી સ્થિતિમાં ભૌતિક આબાદી ક્યાંથી થાય? તેથી એવી સંસ્થાઓથી લાભ કરતાં હાનિ વધારે થઈ છે. તેથી
Page #320
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 273 ઈગ્લાંડમાં જ્યારે હેત્રી રાજાએ મઠની મિલ્કત લુટી પિતાના દરબારીઓને આપી દીધી ત્યારે તેથી ગરીબ વર્ગને અંતે લાભ જ થયું છે. દુઃખ અને માંદગીની પીડા ઓછી કરવામાં અને ખાસ સંકટના સમયમાં કેથલિકાએ કરેલી જનસેવા જેવી તેવી નથી એ વાત કબુલ છે; પરંતુ એકંદરે ગરીબાઈની બાબતમાં જે દુઃખ તેમણે મટાડયું છે તેના કરતાં વધાર્યું છે ઘણું એ નિસંશય છે. છતાં આપણે અત્ર એટલું પણ ભૂલી જવું જોઈતું નથી કે બક્ષીસ ગમે તેવી અવિચારી અને વિવેકહીન હોય, અથવા તેની શરૂઆત વાર્થથી થઈ હોય કે લેનારને તે નુકસાનકારક થતી હોય તે સમયે પણ દેનારના ચારિત્ર્ય ઉપર એક પ્રકારની કોમળ અને વિશુદ્ધ અસર ઉપજાવ્યા વિના તે રહેતી નથી. મધ્યકાળના અતિ અંધકારમય સમયમાં જ્યારે ચારે તરફ ક્રૂરતા, ધાર્મિક ઝનુન અને ગલીપણને ત્રાસ વરતાઈ રહ્યો હતો, ત્યારે કેથલિક સમયની કમળતા પણ સાથે સાથે દષ્ટ થતી હતી. તે કાળના સમાજની છિન્નભિન્ન અવસ્થામાં પણ રાજાઓ, રાણીઓ અને પાદરીઓએ ગરીબની વહારે ધાવામાં પિતાની જીંદગીને મુખ્ય ઉદ્દેશ ગણ્યો છે. ક્રુસેડ નામના ધર્મવિગ્રહોમાં ક્રૂરતા, સ્વછંદ અને ઝનુનને પાર નહોતો, પરંતુ સાથે સાથે દયાની વિશાળ પ્રવૃત્તિ પણ હતી અને આખા યુરોપમાં રક્તપીતીઆઓ માટે ઈસ્પિતાલે થઈ હતી અને અનેક રીતે લેકેનું દુઃખ ઓછું કરવાના ઉત્સાહી પ્રયત્ન થયા હતા. અને કૂરમાં ક્રૂર માણસો પણ ઈશુખ્રિસ્તની સેવા કરવા અર્થે ગરીબેને નિભાવવાનું પિતાનું પરમ કર્તવ્ય ગણતા હતા. જ્યાં જ્યાં કેથલિક ધર્મગુરૂઓની સત્તા નિરંકુશ હતી ત્યાં ત્યાં તેમની અવિવેકી સખાવતોનાં ઉપર કહેલાં બૂરાં પરિણામ આવ્યાં છે. તેરમા સૈકાથી જ આવી સખાવત સામે વિરૂદ્ધ મત જાહેર કરવામાં આવતું હતું, અને ધર્મ-સુધારણું પહેલાં પણ તેને માટે ઉપાયો યોજવામાં આવ્યા હતા. ભીખના ધંધાને નિમ્ન કરવાની આશાએ ઈગ્લાંડમાં ઘણા
Page #321
--------------------------------------------------------------------------
________________ 2174 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સખત કાયદા થયા હતા. આઠમા હેત્રીના સમયમાં કાયદો થયો હતો કે ભિખારીને જે કઈ કાંદ બક્ષીસ આપે તેને તેથી દશગણે દંડ કરે. તંદુરસ્ત ભીખારીને પ્રથમ ગુના માટે ફટકા મારવા, બીજા ગુના માટે તેના કાનનું ટેરવું કાપવું, અને ત્રીજાને માટે તેને મૃત્યુની સજા કરવી. છઠ્ઠા એડવર્ડના સમયમા ક્રર કાયદે કરવામાં આવ્યો હતો કે જે તંદુરસ્ત ભીખારી કામ કરવાની ના પાડે તેને ડામ દેવો, અને જેણે તે ગુનાની ખબર આપી હોય તેનો ગુલામ બે વર્ષ સુધી એ રહે. ત્યાંથી જે એ નાસી જાય તે પ્રથમ ગુનાને માટે એ કાયમનો ગુલામ થઈ રહે અને બીજા ગુનાને માટે તેનું મોત થાય. પિતાના ગુલામની ડોકે લેઢાની હાંસડી પેહેરાવવાની, તેને બેડી ઘાલવાની અને ફટકા મારવાની સત્તા શેઠને હતી. રાણી એલીઝાબેથના સમયમાં પણ કાયદા થયા હતા, અને ગરીબને માટે કાયદાની વિસ્તારપૂર્વક વ્યવસ્થા બાંધી હતી. પરંતુ હવે માલ્થ સિદ્ધ કરી આપ્યું છે કે એવી વ્યવસ્થાથી પણ કરકસરની ટેવને ઉત્તેજન મળી શકતું નથી. ઘણું કેથલિક દેશોમાં પણ ભીખની સામે સખત પગલાં લેવાયાં હતાં. કાર્યદક્ષ અને ચતુર ધર્માધ્યક્ષ પાંચમા સિકસટસે તે ધંધો રમમાં અટકાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. નેધરલાંડ અને કાન્સમાં પણ કાયદા થયા હતા. પરંતુ જે કે ભીખને ધંધો સૌને સંકટરૂપ લાગતો હતું, તથાપિ અઢારમા સૈકા પહેલાં તેનાં કારણેની તાત્વિક તપાસ કેઈએ કરી નહોતી. તે સૈકામાં લો કબાલી, ડિફે, માલ્યુસ ઈત્યાદિ પુરૂષોએ આ બાબતમાં લખી નવીન પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ અત્યાર સુધી આ ગ્રંથમાં જે કહેવાયું છે તેનાથી વિશેષ જાણવા જેવું કાંઈ નવું નથી. મનુષ્યના હૃદયને કોમળ બનાવવાનો પ્રયત્ન એક બીજી રીતે પણ ખ્રિસ્તિ ધર્મ કર્યો છે; કારણ કે કોમળ અને કાણિક ચિત્રોથી કલ્પનાને નિરંતર પરિચિત રાખવાના ઉપાય એ ધર્મે બહુ જ્યા છે. આપણું નૈ. તિક ચારિત્ર્ય ઉપર બુદ્ધિ કરતાં કલ્પનાની અસર ઘણું કરીને વધારે ઉંડી થાય છે; અને કલ્પનાની કેળવણી ગરીબોના સંબંધમાં ખાસ કરીને ઘણી અગત્યની અને અમૂલ્ય હોય છે. આખી જીંદગી પર્યત એક જગાએ તેઓ
Page #322
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 275 બધાએલા રહે છે, અજ્ઞાનતા અને પિતાની સ્થિતિને લીધે મનને પ્રફુલ કરે એવા જીવનના અન્ય પ્રકારથી તેઓ બહિષ્કૃત હોય છે, નિરંતર મજુરી કરવાની જ તેમને હોય છે, ઇત્યાદિ કારણોને લીધે તેમનું જીવન કેવળ સંકુચિત અને નિરસ થઈ જાત, પણ કલ્પનાને લીધે તે વિશાળ અને ઉન્નત બને છે. ગરીબનું પરમ દૈવત ધર્મ છે. તેમના વિચારની સાંકડી દષ્ટિ-મર્યાદાને તે વિસ્તૃત કરે છે. તેમની અસ્પષ્ટ ભાવનાઓની માનસિક મૂર્તિઓ તે પૂરી પાડે છે, અને ઇંદ્રિયાતીત અને અગોચર પ્રતિ તેમને ખેંચી જાય છે. વિધર્મીઓની કલ્પના જગતમાં લલિત પ્રાણીઓની સૃષ્ટિ ઉપજાવતી અને તેથી ખેડૂતોને પિતાની મહેનતમાં કલ્પનાજનક મનહર આનંદ આવતો હતો. ખેતીની દરેક અવસ્થામાં કોઈને કોઈ દેવ અધિષ્ઠાતા મનાત હતા અને તેથી દેના સહચારથી તેમને સંસાર રમણીય અને આનંદદાયી થતું હતું. પરંતુ ખ્રિસ્તિ ધર્મની કલ્પનાઓમાં ખાસ ગુણ એ હતો કે તેથી કલ્પનાને મેહ ઉપજને, એટલું જ નહિ પણ સાથે હૃદય પણ વિશુદ્ધ થતું હતું. ઈશુખ્રિસ્ત, કુંવારી માતા મેરી, અને દુઃખ અને દયાના ઘણા પ્રસંગોના ચિત્રોનું સૌદર્ય ખ્રિસ્તિ ધર્મના પવિત્ર ગ્રંથમાં એવું કમળ અને હદયહારી આપેલું છે કે સેંકડો વર્ષોથી માણસ જાતની અત્યંત અણઘડ અને અજ્ઞાન કલ્પનાઓનું તેણે નિયમન કરેલું છે. દેવળમાં કે કબ્રસ્તાનમાં, ઠેકાણે ઠેકાણે અને જ્યાં જ્યાં તેની દષ્ટિ ખેંચાઈ શકે ત્યાં ત્યાં કોમળ હૈદર્ય અને કારૂણિક મૃદુલ ભાવેનાં ચિત્રો ગરીબની કલ્પનાને ગ્રસ્ત કરે છે અને ચૂપકીથી તેના અંતરના ઉંડા ભાગમાં ઉતરી તેનું આખું જીવન બદલાવી નાખે છે; અને નિબળતા અને દુઃખની પવિત્રતા, દયા અને મૃદુતાની શ્રેષ્ટ ભવ્યતા સમજતાં તે શીખે છે. સારાંશ કે ખ્રિસ્તિઓની જન–સેવાનાં કાર્યોની અસર મોટી અને પણ થઈ છે. તેની ખામી ખેડ પણ આપણે છાની રાખી નથી. પરંતુ એકંદરે તેના પ્રત્યે આપણું ગંભીર માન થવું યોગ્ય છે. મનુષ્ય-જંદગીની પવિત્રતાને તેમણે બાંધેલે અતિ ઉચ્ચ વિચાર, બાળકનું સંરક્ષણ, ગુલામવર્ગની છેવટ મુક્તિ અને ઉત્કર્ષ, જંગલી રમતને નિરોધ, અનેક
Page #323
--------------------------------------------------------------------------
________________ ર૭૬ યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પ્રકારની સખાવતેની વ્યવસ્થાપૂર્વક ઉત્પત્તિ, અને કલ્પનાની કેળવણી-આ બધામાં વિધર્મીઓ કરતાં ઘણું વિશેષ જન સેવા ખ્રિસ્તિઓએ કરી છે; અને આ પ્રગતિથી મનુષ્યનું સુખ ઘણું વધ્યું છે. નૈતિક અસર તો ઘણું કરીને તેથી પણ વિશેષ થઈ છે. ખ્રિસ્તિ ધર્મને લીધે જ મનુષ્યના ચારિવ્યમાં વધારે કોમળ અને પરોપકારી સદાચાર અગ્ર સ્થાને આવ્યા છે. પ્રથમની વિશુદ્ધ અવસ્થામાં તે ખાસ કરીને શ્રેષ્ટ હતા. પરંતુ ત્રીજા સૈકામાં તપની પ્રવૃત્તિ શરૂ થઈ અને તેથી કરીને ચારિત્ર્યને નવો નમુનો ધીમે ધીમે ઉત્પન્ન થયો, અને તેથી નવીન પ્રવાહમાં ખ્રિસ્તિ ધર્મને ઉત્સાહ હવે વહેવા લાગ્યો. આ તપત્તિનો ઈતિહાસ હવે આપણે તપાસીએ. બીજા સૈકાને લેખક ટરશુલિયન તેના સમયને ખ્રિસ્તિઓને હિંદુસ્તાનના દિગંબરે કે અબધુતેની સાથે સરખાવે છે અને કહે છે કે અબધુનો સંસાર ત્યાગ કરી જંગલમાં રહેતા. પણ ખ્રિસ્તિઓ વસ્તીમાં રહી કેની પ્રવૃત્તિમાં ભળી જતા. બિસ્તિ ધર્મ સ્થપાયા પછી બે વર્ષ સુધી જો કે તેમાં તપવૃત્તિ પેઠી નહતી, તથાપિ તેનાં બીજ તેમાં મૂળથી જ હતાં. સંસાર અને સ્ત્રીને સંપૂર્ણ ત્યાગ–આ બે વાત મઠની સંસ્થામાં મુખ્ય છે. ખ્રિસ્તિધર્મમાં કુંવારા રહેવાની ફરજ ખ્રિસ્તિધર્મ-ગુરૂઓને માથે લાંબા વખત સુધી નહોતી, પણ જે કુંવારા રહેતા તે બહુ માન પામતા અને કુંવારાપણું પવિત્ર ગણાતું. અને જે જનસમાજમાં ખ્રિસ્તિ વર્ગ અસ્તિત્વ ભોગવતા હતા તે સમાજથી જેમ બને તેમ તેને અલગ રાખવાના અનેક પ્રયત્નમાં સન્યાસનું બીજ પણ પ્રતીત થાય છે. ખ્રિસ્તિધર્મની વૃદ્ધિ અને ફતેહ થતાં જ્યારે ખ્રિસ્તિઓ રાજકીય અને લશ્કરી પ્રવૃત્તિમાં પડવા લાગ્યા, ત્યારે જે સ્થિતિ એક વખત આખા ખ્રિસ્તિ વર્ષની હતી તેનું અનુસરણ કરવા સ્વાભાવિક રીતે જ સંસારથી અલગ રહેવાને કેટલાક પ્રયત્ન કરવા લાગ્યા. વળી આ તપોવૃત્તિની ચળવચળ માનસિક રોગની પેઠે લાંબા વખતથી આખી દુનિયામાં પ્રચલિત હતી. યહુદીઓમાં પણ એ એક ખાસ સન્યાસી વર્ગ હતો. સિનિક મતવાળા પાછલા રૂમી રાજ્યમાં સંસાર ત્યાગ
Page #324
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 277 અને તત્વચિંતનને જ ઉપદેશ કરતા હતા. મિસરની ફિલસુફીમાં તે એ વલણ એથી પણ વધારે પ્રબળ હતું. ખ્રિસ્તિ સંસ્થાની આસપાસ ચારે તરફ એવો વિચાર પ્રચલિત હતું કે જડ પ્રકૃતિ જાતે જ દુઃખદ છે. આ પ્રમાણે તપોવૃત્તિના એકાએક ઉદભેદને માટે જમીન તૈયાર હતી; અને તેમાં બીજા પડવાની જ જરૂર હતી. આ બીજ ડેશિયસના જુલમ દરમ્યાન પડયું, એ ત્રાસના સમયમાં પોલ નામને સાધુ જંગલમાં નાસી ગયો અને સન્યાસી વર્ગને પ્રથમ પ્રવર્તક થયો. પછી એન્ટની થશે. પછી થોડા વર્ષોમાં તે સન્યાસીઓની એક મોટી જમાત થઈ પડી, જુલમના ત્રાસથી માણસે પ્રથમ જંગલમાં જવા લાગ્યાં. પરંતુ પછી દેહને કષ્ટ દેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવી માન્યતાથી ધર્મને જુસ્સો ઉભરાવા લાગે અને શરીરકષ્ટની પ્રબળ ઈચ્છા થવા લાગી. પછી શાંતિના સમયમાં પણ જંગલમાં જઈ માણસો દેહને કષ્ટવા લાગ્યાં. આ જીવનનું ચિત્ર સંત જેરેમે કલ્પનાને સુંદર લાગે એવું આપ્યું અને તેથી માણસને તેને મોહ થવા લાગ્યો. એ વર્ગની ભરતી કરાવવામાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ મુખ્ય હતી. પુત્રને કોઈ ઉત્તમ ધંધામાં લગાડવા પિતા જ્યારે મથતો, ત્યારે ઘણી વખત માતા તેને સન્યાસી કરવા પિતાથી બને તેટલું કરતી. ચેલા મુંડવાને સાધુઓ પણુ યુક્તિ પ્રયુક્તિ કરતા. ધર્માસન ઉપરથી ધર્મગુરૂઓ પણ તેને ઉપદેશ કરતા, અને મોટાં શહેરોની અત્યંત વિલાસ-વૃત્તિના પ્રત્યાઘાત રૂપે પણ તપવૃત્તિ આકર્ષક થવા લાગી. વળી ગમે તેવો ગામડીઓ પણ સન્યાસી હોય તે શેહેનશાહને પણ સમાગમ કરી શકો, ગુલામ કે ગુનેગાર નાસી જઈ સાધુ થાય તે નિર્ભય થતું, અને વળી સાધુઓને “નહિ વેરે નહિ વેઠ અને સુખે ભારે પેટ” જેવી સગવડતા મળતી; જંગલીઓના હુમલાથી લેકેને ત્રાસ પણ ઘણે થતો; ઇત્યાદિ અનેક કારણોને લીધે તે વૃત્તિ વધવા લાગી. વળી તપોવૃત્તિમાં ધર્મના વિચાર પણ તુરત મેળવવામાં આવ્યા અને એલિજા ઇત્યાદિના દાખલા અપાવા લાગ્યા. લગ્નોત્સવના પ્રસંગે જ ઈશુ ખ્રિસ્ત પિતાની દૈવી પ્રેરણાનો ઉપદેશ આપવો શરૂ કર્યો હતો, રાસારિક કાર્યોમાં ભળવાને હમેશાં તે તત્પર રહેતો હતો, તેથી જ તેના દુશ્મન
Page #325
--------------------------------------------------------------------------
________________ 278 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. તેને વખોડતા હતા, અને અત્યંત પવિત્ર અને વિશુદ્ધ સ્ત્રીઓ તેની અનન્ય ભક્ત હતી; ઈત્યાદિ વાતે સામાન્ય રીતે માણસને તપવૃત્તિની વિરૂદ્ધ લાગે એવી છે; પરંતુ સાધુ ધર્મગુરૂઓ આવી વાત છેડતા નહિ, પણ ઈશું ખ્રિસ્તને નિષ્કલંક જન્મ, તેની કુંવારી માતા, તેની પિતાની કુંવારી છેદગી, અને તાલેવંત યુવાન માણસને તેને ઉપદેશ—એવી એવી વાતનું ખૂબ વિવેચન તેઓ કરતા. સંત પીટર અને બીજા સાધુઓ પરણેલા હતા એમ જે કઈ કહેતું કે તેઓ જવાબ દેતા કે સન્યાસી થયા પછી તેમની સ્ત્રીઓ જોડે તેમને વહેવાર નહોતે. પણ સંત પલ ઘણું કરીને કુંવારો જ હતે. ગમે તેમ હોય, પણ સાધુ ધર્મગુરૂઓની નજરમાં કુંવારે પુરૂષ પવિત્ર ગણત અને પરણેલે અપવિત્ર ગણાતું હતું. આ માની સસ્થાને પ્રચાર એકદમ ચારે તરફ પ્રસરી ગયો. એવું કહેવાય છે કે સંત જેરેમના સમયમાં ઈસ્ટરના ઉત્સવમાં પચાસ હજાર સાધુઓ ભેગા થતા. ચોથા સૈકામાં નિટ્રિયાના જંગલમાં એક જ મઠાધિ પતિની નીચે પાંચ હજાર સાધુ રહેતા હતા. ઈજીપ્તનું એક આખું શહેર તપવત પાળતું અને તેમાં વિશ હજાર કુમારિકા અને દશ હજાર સાધુ હતા. ઈજીપ્તમાં લગભગ અરધો અધ વસ્તી આ વ્રતધારી હતી, અને તેઓ અત્યંત સખત તપ કરતા. બ્રિતિ દેશમાં પણ આ પ્રવૃત્તિને અત્યંત ઉત્સાહથી વધાવી લેવામાં આવી અને લગભગ આખા દેશમાં મઠ સ્થાપાણી. પરંતુ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે જેનો સ્વભાવ કે શિક્ષણ આ પ્રવૃત્તિની સામે જાય એવાં હતાં તે પણ એને ઉપદેશ આપતા. પરાણે કુંવારા રહેવામાં કેવું જોખમ રહેલું છે એ વાત સંત ઓગસ્ટાઈનના જેવું કોઈ પણ માણસ જાણતું નહોતું, છતાં તેણે જ એને પ્રચાર કરવાને ભારે પ્રયાસ કર્યો હતો. આવા અનેક સંતે તેનો ઉપદેશ કરતા એટલું જ નહિ પણ તે પ્રમાણે આચરણે પણ રાખતા. જાત્રાળુઓ જંગલમાં ભટકવા અને સંતના ચમત્કાર અને સખત તપની અનેક વાતો ભેગી કરી ફેલાવતા, તેથી સંતોના સામાન્ય લક્ષણવાળું એક નવીન દૃષ્ટિ બિંદુ ખ્રિસ્તિ સંસારમાં ઉભું થયું. તેથી આ તપધારીઓનાં સામાન્ય લક્ષણ અને વિગતે હવે
Page #326
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 279 આપણે જોઈએ. ન ઉડે વિચાર કરીએ છીએ તે આ તપોવૃત્તિના ચેપ જેવું મનુષ્ય જાતના નૈતિક ઈતિહાણમાં અન્ય કશું સંતાજનક નથી લાગતું. ભયાનક, ગદે તે શરીરમાં ક્ષીણ થઈ ગએલે ગાંડીઓ, જ્ઞાન રહિત, સ્વદેશાભિમાન રહિત, કુદરતી લાગણી રહિત, નિરૂપયોગી અને ક્રૂર દેહ-દમનમાં પિતાની આખી જીદગી ગાળતો, અને પિતાના સન્નિપાતવાળા મગજની બીહામણું કલ્પનાઓથી થરથર ધ્રુજતો એવો આ માણસ, પ્લેટ અને સિસેરેના લેખથી જ્ઞાત અને સોક્રેટિસ અને કેટના જીવનચરિતથી વાકેફ એવી પ્રજાઓમાં સદાચારને સર્વોત્તમ નમુને ગણવા લાગ્યો હતો. લગભગ બસે વર્ષ પર્યત શરીરને ભયંકર કષ્ટ દેવું તે સર્વોત્તમતાની ઉંચામાં ઉંચી સાબીતિ ગણાતી હતી. એક સાધુએ જુવારના રોટલાના ટુકડા અને ગંદા પાણી ઉપર ત્રીશ વિર્ષ કાઢયાં હતાં, અને તેના ઉપર સંત જેમ ફિદા ફિદા થઈ ગયો હતો. એક બીજે સાધુ નાના ખાડામાં રહેતો હતો અને રોજ પાંચ અંજીર ખાઈ જીવતો હતો. કેઈ સાધુ વળી વાળ વધારતો હતો અને પિતાનાં કપડાં ફાટી જાય ત્યાં સુધી દેતો નહિ. કઈ વળી ગંદા ખાબોચીઆમાં પડયો રહેતો હતો અને પિતાનું માંસ કીડાઓને ખાવા દેતો હતો. કોઈ બે મણું અને કોઈ પણું ચાર મણ લેઢું રાખી ફરતો હતો. ખાલી કૂવામાં કઈ વર્ષો સુધી પડ રહેતો હતો. કોઈ અનાજને એક મહીને પાણીમાં નાખી તે સડી જાય ત્યારે જ તે ખાતે હતો, કઈ દિવસના દિવસો કાંટામાં પડયો રહેતો હતો અને નિરાંતે ઉંઘતે નહિ. કઈ વળી દિવસમાં એક વાર થોડુંક ખાઈ નિરંતર ભુખનું દુઃખ વેઠતા હતા. કોઈ બબે દિવસે ખાતા હતા અને કેાઈ અઠવાડીએ અઠવાડીએ પણ ખાતો, કઈ આખું અઠવાડીયું ઉંઘતો નહિ. કોઈ વર્ષોના વર્ષે નિરંતર ઉભા રહી પ્રાર્થના કર્યા કરતો. કોઈ વળી જંગલી પ્રાણીઓની ગુફામાં રહેતો અને કોઈ તો વળી કબરોમાં પણ રહે તે હો. કોઈ વળી ક્યૂડાંજ પહેરતો નહિ અને વાળ વધારી જંગલી પ્રાણીઓની પેઠે ચોપગો થઈ ચાલતો અને ઘાસ ખ ઈ છે. શરીર સ્વરછ રહેવામાં તેઓ ઘોર પાપ માનત્તા
Page #327
--------------------------------------------------------------------------
________________ -80 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને સારામાં સારા સતિ સુગ ચડે એવી ગંદકીના ઢગલા જેવા થઈ રહેતા હતા. મઠની પરિપાટીના કુળ-પિતા ગણાતા સિત એન્ટનીએ પિતાની વૃદ્ધાવસ્થા પયંત પગ ધોવાનું પાપ કદિ કર્યું નહોતું. સંત એબ્રાહમ મોટું અને પગ પણ કદિ ધોતો નહિ. છતાં તેનું જીવનચરિત લખનાર કહે છે કે તેના આત્માની સ્વચ્છતા તેના મુખ ઉપર પ્રતિબિંબિત થતી હતી એ વાત જરા વિચિત્ર લાગે છે. કોઈ સાધુને સ્વચ્છ રહેવાની ટેવ હોય તે તેની ઘણી નિંદા થતી હતી, ઇત્યાદિ અનેક દાખલાઓ છે, પણ સંત સિમિયન સ્ટાઈલાઈટસને દાખલો ઘણો ઉઝ છે. જે તપ એણે આ દયું હતું તેનું ચિત્ર ઘણું ભયાનક અને કંટાળે ઉપજાવે એવું છે. પિતાને શરીરે એવું તે સખત એ દોરડું બાંધતો કે તે માંસમાં ખુંચી જતું અને તેની આસપાસ માંસ કેહી જતું. તેમાંથી ઘણી દુર્ગત છૂટતી હતી અને તે ચાલતો ત્યારે તેમાંથી કીડા ખરતા અને તેની પથારી કીડાથી, ખદબદી જતી. મઠ છેડીને કેટલીક વખત એ ખાલી કૂવામાં રહેત, બે હાથેક વ્યાસવાળે અને સાઠ ફુટ ઉચે એ એક સ્તંભ એણે કર્યો હતો; અને ત્રીશ વર્ષ સુધી ટાઢ, તડકે અને વરસાદ વેઠીને તે એના ઉપર રહેતા અને પગ સુધી વાંકા વળી વળીને એટલી તો ઝડપથી એ નિરતર પ્રાર્થના કરતો કે એક પ્રેક્ષકે એવા 1244 ફેરા ગણ્યા, પણ પછી થાકીને તે ગણવા એણે મૂકી દીધા હતા. એક આખું વર્ષ તે એક પગે ઉભા રહ્યા હતા અને તેનો બીજો પગ ગુમડાથી ભરાઈ જઈ કહી ગયો હતે, તેનું જીવનચરિત્ર લખનાર તેમાંથી ખરી જતા કીડાને પાછો તેમાં મૂકો અને સંત કીડીને કહે કે પરમેશ્વરે તને આપ્યું છે તે ખા. અનેક માણસો તેની જાત્રાએ જતા હતા. એના મૃત્યુ સમયે તેને સ્તંભ ઉપર એક પ્રકાશિત તારો દેખાયો હતો. જોકે તેને સંતોના નમુનારૂપ લેખતા હતા અને બીજા સંતે તેનું અનુકરણ કરતા હતા. સાહિત્યના ક્ષેત્રમાં સંતોની જીવન કથાઓની અગત્યતા હજી સુધી બહુ થોડી સમજાએલી છે. ઐતિહાસિક કિંમત તેમની ન હોય તે પણ તેમની નંતિક કિંમત ઘણજ ઉંચા પ્રકારની છે. અમુક કાળે માણસોનું આચરણ કેવું
Page #328
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 281 હતું તે કદાચ બરાબર આપણને તે ન કહે; તથાપિ માણસોના વિચાર અને લાગણીઓ, સંભવિતતાનું માપ અને સર્વોત્તમતાનું તેમનું દૃષ્ટિબિંદુ તે કાળે કેવાં હતાં તેને સ્પષ્ટ ખ્યાન તેઓ આપે છે. ધર્મ સભાઓના ઠરાવ, ધર્મશાસ્ત્રીઓના ગુંથીગુંથીને કરેલા ગ્રંથે, મતમતાંતર અને માન્યતાઓ અને ધર્મના કાનુને એ બધાં ધાર્મિક ઈતિહાસનાં માત્ર છેડાં છે. દુનિયાની સમક્ષ જેનું કથન થાય છે અથવા જેની દલીલ થાય છે તે જ માત્ર એનાથી જણાય છે, પરંતુ કલ્પનામાં જેને સાક્ષાત્કાર થયો હોય છે અથવા હૃદયમાં જે પવિત્ર મનાય છે તે એનાથી જણાઈ આવતાં નથી. કળાને ઈતિહાસ કે જે પિતાના અણઘડ કાળમાં માનુષિ ધોરણથી મપાતા જમાનાનું ચિત્ર બારીક પ્રમાણિકતાથી આપે છે તે આ બાબતમાં અમૂલ્ય છે; પણ ખ્રિસ્તિઓનું વિશાળ કથાપુરાણ કે જે સમયની બુદ્ધિવિષયક અવસ્થામાંથી આપઆપ ઉગી નીકળ્યું હતું, સઘળી વહાલામાં વહાલી આશાઓ, ઈચ્છાઓ, દષ્ટિાબદુઓ અને કરેલી કલ્પનાઓને સમાવેશ જે પોતામાં કરતું હતું, અને ઘણા સૈકાઓ પર્યત ખ્રિસ્તિ દુનિયાનું લેકપ્રિય સાહિત્ય જે રહ્યું હતું, તે એના કરતાં પણ વધારે અગત્યનું છે. જંગલના સતની બાબતમાં, તેમના જીવનની કેટલીક વિગતો ગમે તેવી વિચિત્ર લાગે તે પણ તે ચિત્ર કે જે નજરે જોનારાએ આલેખેલું છે તે મુખ્યાંશે ઇતિહાસસિદ્ધ છે, એમાં કશો સંશય નથી. પિતાની જાતને અનેક પ્રકારનું કષ્ટ આપવું એ સૈકાઓ પર્યત માનુષિ સર્વોત્તમતાનું મુખ્ય માપ ગણાતું હતું. હજારો ભક્તિમાન માણસે જંગલમાં જઈ પિતાની જાતને દૂર કષ્ટ આપતા અને લગભગ જંગલી જનાવરની દશામાં રહેતા, અને આ ધિક્કારવા લાયક વહેમ જમાનાની નીતિમાં સર્વોપરિ સ્થાન ભગવતે હતા, અને આ તપવૃત્તિનું ઘેલું કેટલાક સૈકાઓ સુધી ચાલી રહ્યું હતું. આ વાત સત્ય છે. તપોવૃત્તિનાં જે દષ્ટાંત આપણે ઉપર આપ્યાં છે તે તે હજારો પૈકી માત્ર થડાક જ આપેલા છે, અને તે એટલા બધા છે કે તેના ગ્રંથના ગ્રંથ લખી શકાય, અને લખાયા પણ છે. આ તપવૃત્તિમાં સંત બેનેડિકટે સુધારે કર્યો ત્યાં સુધી તેને આ નમુને એકંદરે અવિકૃત રહ્યો હતો. પશ્ચિમ તરફ
Page #329
--------------------------------------------------------------------------
________________ 282 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ના સાધુઓ દેરાની હવાના કારણને લઈને મિસરના સાધુઓ જેવું સુખ તપ કરી શકતા નહિ, પરંતુ શ્રેષ્ઠ સર્વોત્તમતાનો તેમને વિચાર લગભગ તેમના જેવું જ હતું, અને તપમાં તેઓ ઉતરતા હતા તે સાટે ચમત્કારમાં ચડી જવાને દાવે તેઓ કરતા હતા. સંત પૈકામિયસના સમયથી ઘણાખરા સાધુઓ મઠનું જીવન ગ્રહણ કરતા હતાં, પરંતુ પૂર્વ તરફના મઠે, આજ્ઞાધિનતાની પ્રતિજ્ઞાના અગત્યના અપવાદ સિવાય, બધી બાબતો માં આશ્રમના સમૂહ જેવા જ હતા. આ આશ્રમ જંગલમાં હતા; સાધુઓ સામાન્ય રીતે જૂદી જૂદી ઓરડી કે ભયરામાં રહેતા, જમતી વખતે મૂંગા રહેતા, અને દેહને કષ્ટ આપવામાં એકબીજાથી હરીફાઈ કરતા. આ સખત દેહકો કે જેમને લીધે ઘણી વાર સાધુઓ ગાંડા બની જતા અને આપઘાત કરતા તે સખ્તાઈને વાજબી હકમાં મૂકવાના, કેટલાક ભટકતા સાધુઓ કે જેમને ધર્મગુરૂઓની સામે શીંગડીઓ માંડવાની ટેવ પડી ગઈ હતી તેમના તોફાનીપણાને અંકુશમાં લાવવાના, અને વિશેષે કરીને કેટલાક પાખંડી પંથમાં મઠની ભિક્ષાવૃત્તિ બહુ આગળ પડતી થઈ ગઈ હતી તે દાબી દેવાના, ડાક નિર્બળ યને સંત જેરોમ અને બીજાઓએ બેશક કર્યા હતા. આસ્તિક સાધુઓ ઘણું કરીને ખજુરીનાં પાત્રોની સાદડીઓ વણતા; પણ જંગલમાં રહેવું અને જરૂરીઆત થેડી, એટલે તેઓ પણ ત્વરાથી આળસુ બનવા લાગ્યા; અને સીમીઅન સ્ટાઈલાઈટસની પેઠે પિતાના વહેમને જ વળગી રહી છંદગી ગાળતા અને તેમની અત્યંત પ્રશંસા થતી. પરંતુ જન–સ્વભાવની વિવિધતા જંગલમાં ગયે મટી જતી નથી; અને તે વિવિધતા અહીં જંગલમાં પણ દેખાઈ આવતી, જ્ઞાન રહિત, વિકાર રહિત અને કલ્પના રહિત એવા ઘણાં માણસે દાસત્વની મજુરી છેડી જંગલની શાંતિ ભોગવવા નાસી જઈ સાધુ થતા, અને લાંબો કંટાળા ભરેલે વખત ઉંઘમાં કે હદય વિનાની નિત્ય-ભક્તિમાં ગાળતા, અને તેમનું લાંબુ પણ એદી અને મંદ આયુષ્ય છેવટે શાંત પણ પશુના જેવા મતમાં પૂરું થતું. કેટલાક સાધુઓ વળી જંગલમાં નિર્મળ પાણીથી વહેતા વહેળાથી નજીક ઝાડના ઝુંડમાં પિતાની ઝુંપડી બનાવતા અને મહેનત કરી ખીલતો બગીચો બનાવતા. સંત શિરોપિયનના અસંખ્ય અનુયાયી સાધુઓ જમીન ખેડતા
Page #330
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 283 અને ગરીબેને માટે અનાજના વહાણ ભરી એકલતા. એક વૃદ્ધ સાધુનું એવું વર્ણન અપાએલું છે કે તેને સ્વભાવ એ તે આનંદી અને હસમુખ હતો કે તેની હાજરી અને તેનાં વચનથી દુઃખીઆનું દુઃખ એ છું થઇ જતું હતું. પરંતુ સામાન્ય રીતે સાધુઓની ઝુંપડીઓ નિરંતર શોકનાં સ્થળો જ બની રહેતાં. તેમની જીદગી આંસુ અને ડુસકાંથી અને ગાંડીતુર બની કલ્પનાએ ઉપજાવેલા પિશાચોની સાથે ધમપછાડાથી, ભરેલી રહેતી. અને આત્માનું અકલ્યાણ કરે એવા શત્રુઓની બીકને લીધે અને તેમના વેહેમે અત્યંત ભયંકર બનાવી મૂકેલા મેતના વિચારને લીધે તેમની જીંદગીને દરેક કલાક ખારે ઝેર જે થઈ પડતો. બુદ્ધિવિષયક પ્રવૃત્તિથી જે દિલાસે મળે છે તેને આશ્રય કવચિત જ લેવા. સંત જેરામ કહે કે સાધુનું કર્તવ્ય ઉપદેશ કરવાનું નથી, પણ રેવાનું છે, જે ભ્રમણાઓ ઈશ્વરના અનુગ્રહનાં મોટામાં મોટાં ચિહને ગણતાં હતાં તેમને વશ કેળવાએલું અને શિક્ષિત મન ઘણું થોડું હતું; અને તપોવૃત્તિના આ પ્રવૃત્તિકાળમાં ઘણા વિદ્વાને છે કે સાધુ થયા હતા, પણ શરૂઆતના સાધુઓને ઘણું મોટે ભાગ અજ્ઞાન હતું અને રહેતો, એટલું જ નહિ પણ જ્ઞાન કે વિદ્વત્તાને સારી વાત તેઓ ગણતા જ નહિ. સંત એન્ટની કે જે મઠ સંસ્થાને અરે સ્થાપનાર છે તેણે જ્યારે પિતે નાનો હતો ત્યારે ભણવાની ના પાડી હતી, કારણ કે તેથી બીજા છોકરાંઓના બહુ સમાગમમાં આવવાની તેને ધાસ્તી લાગી હતી. એક સાધુ ભાષા-શાસ્ત્રી તરીકે ઘણા પ્રસિદ્ધ હતો; પણ આ પાપના પ્રાયશ્ચિતની ખાતર ત્રીશ વર્ષ પર્યત એણે મન-વ્રત લીધું હતું. આ અણગમે તેમને વિદ્યા પ્રત્યે હતો. આવા માણસની આવી રહેણમાં ચિત્તભ્રમનાં સઘળાં તો હતાં, અને ચમત્કાર અને દિવ્ય દર્શને આવશ્યક રીતે તેમને વારંવાર થતાં, મળે જ તેઓ અજ્ઞાની અને વહેમી હતા; અને તેમાં વળી એવી ધાર્મિક 68 શ્રદ્ધા તેમને હતી કે તેમના આત્માને ભ્રષ્ટ કરવા આસપાસ હવામાં પિશાચે સદા તૈયાર જ હોય છે. વળી તેઓ એમ પણ માનતા કે તેમની પ્રકૃતિથી દરેક વિકૃતિ અને કુદરતનો દરેક અવનો બનાવ ભૂત પિશાચાદિ
Page #331
--------------------------------------------------------------------------
________________ 284 યુરોપીય પ્રજાના આચરણના ઇતિહાસ. કઈ અદશ્ય શક્તિના બળે જ થાય છે; અને એકાંતવાસમાં રહી લાંબો વખત દેહને સબ કષ્ટ આપવાથી તેઓ ગાંડીતુર બની જતા. આવાં કારણોને લીધે તેમની જીંદગીમાં દૈવી ચમત્કાર અને પડચા અવશ્ય કરીને વારંવાર બનતા, અને પિતાના મગજની ભ્રાંતિ કલ્પનાઓને પ્રત્યક્ષ વાસ્તવિકતા તેઓ માનતા. કબરના ભયંકર અંધારામાં, માટીની સાથે માટીરૂપે મળી જતાં મડદાંની વચ્ચે, આ માણસ પિતાનું રહેઠાણ રાખો, અને દેહ-કચ્છની રાત્રિના શાંત સમયે, જ્યારે જંગલનો પવન આ એકાંતવાસી કેટડીની આસપાસ જાણે ડુસકાં ભરતો હોય એવો લાગત અને જંગલી જનાવરેની કીકીઆરીએ તેના કાન ઉપર પડતી હતી, ત્યારે ધાસ્તી અને પશુવૃત્તિના અંકુર દસ્ય તેની સમક્ષ ભમવા લાગતા અને તેના આત્માને ભરખી જવા માટે વઢી મરતા પેલા પિશાચે વિચિત્ર નાટકે અને ચેષ્ટા કરતા તેને જણા તા. કષ્ટ દેવાથી ક્ષીણ અને રોગ થએલા શરીરને લીધે અત્યંત ઉશકેરાએલી કપનના બળે તેના મનમાં અનેક ભ્રાંતિઓ ઉપજવે લાગતી અને દિયોએ પૂર્વ અનુભવેલી વાતોની સ્મૃતિથી એવા અનેક પ્રસંગે તેને પ્રાપ્ત થતા, તેથી કરીને આ વ્રતધારીઓમાંથી કેઈક જ્યારે ધખધખતી રેતીમાં એકલે ઘૂંટણીએ પડ હોય ત્યારે પિતાની જન્મ ભૂનનાં ઝાડના શીતળ કુંડ અને વિલાસજનક અને કામદીપક બગીચા તેની દૃષ્ટિમાં આવી ખડા બાં અને પિતાના યુવાનીકાળે જેએલી સુંદર અને મનહર નાયિકા છે તેની સમીપ નૃત્ય કરતી તેને જણાતી. આગળ ગાએલાં મધુર અને વિલાસી ગાયને કવચિત તેને સાંભરી આવતાં અને ભૂતકાળના વિકારથી તેનું હૃદય ખળભળી ઉઠતું. કવચિત પ્રાણઘાતક ખેલે. ને આખો અખાડે જ એવી રીતે તેની સન્મુખ આવીને ઉભો રહે. આમ તેની ભકિતમાં ખલેલ પહોંચતી અને સાધારણમાં સાધારણ બનાવ બનતે તે તેમાં પણ સેતાનો હાથ છે. એમ મનાતું. એક સાધુ મુસાફરી કરતાં કરતાં છેક થાકી ગયો હતો. એવે વખતે તેને વિચાર આવ્યો કે મધપૂડાનું તાજું મધ અત્યારે મળે તે કેવું મીઠું લાગે! તે જ વખતે તેની આંખે એક ટેકરા ઉપર પડી જ એક મધપુડે બાઝેલે હ. કલ્પના
Page #332
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 285 અને કુદરતના આ આકસ્મિક સંયોગમાં પિશાચે આપેલી લાલચ એને લાગી; તેથી તેને કંપારી આવી અને સ્વસ્તિકનું ચિહન કરી ત્યાંથી તે નાસી છૂટ. પરંતુ યુવાન પુરૂષોમાં લોહી ઉન્મત્ત હોવાથી સ્વાભાવિક રીતે જ તેમની દશા બહુ કંગાળ થતી. જે તેઓ પરણીને ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા તે તેમને સુખ અને શાંતિ મળત, પરંતુ જંગલની એકાંતવાસી અંદગીમાં તેમના જીવને શાંતિ વળી શકતી નહિ. સંતોની જીવનકથાઓમાં તેમના દુઃખ અને વેદનાનું તીવ્ર ચિત્ર આપેલું છે. પ્રેમના ચટકાનું ઝેર પ્રિય બાળાના મિલાપથી જ ઉતરે છે. પરંતુ આ યુવાન પુરૂષે જંગલમાં જઈ પિતાના દેહને વધારેને વવારે ત્રાસ આપે જતા; વેદનાને લીધે પિતાની છાતી ફૂટતા; તેમની આંખમાં આંસુને પ્રવાહ તે કદિ મૂકાત જ નહિ, જે સુંદર સ્ત્રીના સમાગમને હળાહળ ઝેર જેવો તે માનતા તેના પળે પળે બદલાતા અનેક આકાર નિરંતર તેમની કલ્પનામાં ખડા થતા; અને તેને વિસ્મૃત કરવાના પ્રબળ પ્રયાસ કરવા જતાં તેની સ્મૃતિ અત્યંત સતેજ થઈ અસહ્ય થઈ પડતી. તેથી ઘણીવાર આ યુવાને દીવાના બની જતા. અને આપઘાત કરતા હતા. સંતોની જીવનકથામાં એક ઠેકાણે એવું વર્ણન આપેલું છે કે એક વખતે સંત પેકેમિયસ અને સંત પિલીમોન જંગલમાં વાત કરતા હતા ત્યાં ગાંડપણથી વ્યાકુળ બનેલા ચેહેરાવાળો એક યુવાન સાધુ તેમની રૂબરૂ ધસી આવ્યો અને કુસકાં ખાતે ખાતે ભાંગેલા સાદે પિતાના દુઃખની વાત કહેવા લાગ્યો. તેણે કહ્યું કે એક સ્ત્રી એ તેના ભોંયરામાં આવી પોતાના હાવભાવથી એને ફસાવ્યો હતો, અને પછી જમીન ઉપર તેને અધમુઓ પો મૂકીને ચમત્કારિક રીતે હવામાં તે અદશ્ય થઈ ગઈ; અને પછી આ સંત શ્રેતાઓ પાસેથી એક કારમી ચીસ પાડીને તે સાધુ જતો રહ્યો. તેમની માન્યતા પ્રમાણે દુષ્ટ પિશાચથી પ્રેરાઈ તે સાધુ જંગલમાં દેડી ગયે, અને એક પાસેના ગામડામાં ગયો. અને ત્યાં જાહેર હિમામખાનાની ઉઘાડી ભઠ્ઠીમાં કૂદકો મારી પડ્યો અને તેના અગ્નિમાં સાફ થઈ ગયો. તપોવૃત્તિમાં ઘણા આગળ વધેલા બંધુઓમાં પણ મોહને ઉથલ થયાની વિચિત્ર વાત પણ કહેવામાં આવતી હતી.
Page #333
--------------------------------------------------------------------------
________________ 286 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક સંત આ બાબતમાં ખાસ નમુનારૂપ ગણાતું હતું અને સાધુઓમાં અતિ સામાન્ય લક્ષણે જે જોવામાં આવે છે તે એણે પિતાનામાં પણ આવવા દીધાં હતાં. અર્થાત પિતાની બ્રહ્મચર્ય વૃત્તિને તેને ગર્વ પણ થતા. હતો. હવે એવું બન્યું કે એક દિવસ સાયંકાળે થાકથી લેથ જેવી બની ગએલી એક સ્ત્રી તેના ભયરાના બારણે આવી અને જંગલી જનાવરે એને ફાડી ન ખાય એટલા માટે સંતની મઢીમાં એને આશરો આપવાની તે વિનંતિ કરવા લાગી. દુર્ભાગ્યે તેની વિનંતિ સંત સાહેબે સ્વીકારી. પછી પૂજ્ય બુદ્ધિને દેખાવ કરી સંતની સેવા તે કરવા લાગી, અને છેવટે તે સંતના ઉપર પિતાને હાથ મેલવાની એણે હિંમત કરી. આ સ્પર્શથી સંતનું શરીર કંપિત થઈ ગયું, અને લાંબાકાળથી વિસ્મૃત થએલો અને સૂઈ રહેલે કામવિકાર જેસથી જાગ્રત થયે. પ્રબળ પ્રેમના ઉભરામાં છાતી સરસી તે સ્ત્રીને ચાંપવાનો એણે યત્ન કર્યો, પણ તે સ્ત્રી તેની દૃષ્ટિથી લોપ થઇ ગઈ, અને તેના પતનથી પિશાચો સમૂહ એકસામટ હસવા લાગ્યો. પરંતુ આ જાતનું છેવટ પરિણામ એ આવ્યું તે પણ જાણવા જેવું છે. આપણે ધારીએ તે પ્રમાણે પછી આ સાધુ પ્રાયશ્ચિતની સજા અને પ્રાર્થના ઓથી પિતાની વિશુદ્ધિ પુનઃ પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થયો નહિ. તાપજીવનની આશાઓ અને વૃત્તિઓને મોહ હવે તેને બિલકુલ રહ્યો નહિ. તેના સ્વપ્નવત અનુભવમાં માયારૂપ જે સુંદર સ્ત્રી માત્ર તેને ફસાવવા તેની આગળ આવી હતી તેથી તેને હૃદય ઉપર એક નવી જ જાતને પ્રકાશ પડશે, તેથી જંગલમાંથી એ નાસી ગયો, પા છે. સંસારમાં પડ્યો; સાધુઓનો સંબંધ માત્ર એણે અળગો કર્યો અને એ નવીન પ્રકાશને પગલે ચાલી નરકના મોંમાં એ જાણી જોઈને ગયે. આમ ભ્રમણામાં પણ પ્રેમનો અનુભવ થતાં સાધુ સંસારી બન્યાના દાખલા પણ અપાતા હતા. સ્ત્રીઓના સંસર્ગને ત્રાસ આ પ્રમાણે તપધારીઓને અત્યંત હતો, અને આવી કથાઓથી તે વધતે હતે. કોઈ પણ જાતને સંબંધ સ્ત્રીઓની સાથે રાખવો જ નહિ એ તેમને આગ્રહ હતો. પરંતુ આ આગ્રહ કેટલીક વખત પાળવામાં કઠણ થઈ પડત. અત્યંત સખત પધારીએ
Page #334
--------------------------------------------------------------------------
________________ 287 કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. પ્રત્યે સ્ત્રીઓ અતિ ગંભીર માનની નજરથી જોતી, અને પરાણે પણ પિતા પ્રત્યે તેમનું લક્ષ ખેંચવાને અવિરમ યત્ન તેઓ કરતી. કેટલીક તે આ બાબતમાં ખાસ રીતે ભાગ્યશાળી થઈ હતી. સંત મેલેનિયા કે જેણે પિતાની મિલ્કતને ભેટે ભાગે સાધુઓમાં વાપરી નાખ્યો હતો તેણે ચોથા સૈકાના આખર ભાગની લગભગ, ઈતિહાસકાર ફિનસીની સાથે સીરિઆ અને મીસરના આશ્રમમાં લાંબી જાત્રા કરી હતી. પણ ઘણું સાધુઓને એ નિયમ હતો કે કઈ પણ સ્ત્રીનું મોં કદિ જોવું નહિ, અને જે સાધુ આ વ્રત વધારે વર્ષ પાળી શકતો તે વધારે પવિત્ર ગણતે. સંત બેસિલ અત્યંત જરૂરીઆતના પ્રસંગે જ સ્ત્રીઓની સાથે ભાષણ કરત. સંત જેને અડતાળીસ વર્ષ પર્યત સ્ત્રીનું મોં જોયું નહોતું. એક મોટી પદવીના માણસની સ્ત્રીએ પિતાના ધણીને આ સંત જૈન પાસે મોકલી કહેવરાવ્યું કે મેહેરબાની કરી તેના દર્શને તેને આવવા દેવી, નહિ તે તેનું મૃત્યુ થશે. છેવટે સંતે કહ્યું કે તે જ્યારે પિતાની પથારીમાં સૂતી હશે ત્યારે પોતે જ તેની મુલાકાતે તેને ઘેર આવશે. આ વિચિત્ર સંદેશે તે ધણીએ પિતાની સ્ત્રીને કહ્યા, અને તે રાત્રીએ સ્વમામાં તે સ્ત્રી તે સંતને મળી. સંત આર સેનિયાનાં દર્શન કરવા અને પિતાને માટે તેની પાસે પ્રાર્થના કરાવવા રેમની એક યુવાન બાળાએ ઈટાલીથી અલેક્ઝાંડિયાની જાત્રા કરી. જ્યારે સંતે તેને ઠપકો આપવા માંડે ત્યારે ધ્રુજતી ધ્રુજતી તે બાળાએ આંખમાં આંસુ લાવી પિતાને યાદ કરવાની અને પિતાને માટે પ્રાર્થના કરવાની”આટલી તેની વિનંતિ સ્વીકારવાની તેને અરજ કરી આ સાંભળીને છેડાઈ ગએલા સંતે કહ્યું: “તને યાદ કરવી ! મારી જીંદગીની પ્રાર્થના જ એ થશે કે તને ભૂલી જવી !" એલેકઝાંડયાના મુખ્ય ધર્મગુરૂએ તેને આશ્વાસન આપી કહ્યું, કે જે પિશાચો સ્ત્રીઓ દ્વારા સામાન્ય રીતે સંતને ફસાવે છે, પણ તે સાધુ જે કે તેનું મુખ વિસરી જવાનો પ્રયત્ન કરશે તથાપિ તેના આત્માને માટે પ્રાર્થના તે કરશે એ બાબતને એને સશય નથી. કેટલીક વખત સ્ત્રીઓને આ ઉત્સાહ અન્ય અને વધારે વિચિક્ષણ રૂપ ધારણ કરતો, અને પુરૂષને પિશાક પહેરી પિતે જ તપધારીની
Page #335
--------------------------------------------------------------------------
________________ 288 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, જંદગી ગુજારતી. સંત પેલેજીયા પ્રથમ એન્ટીઓક શહેરમાં નાટકમાં સ્ત્રીખેલાડી હતી; તે રૂપમાં ઘણી સુંદર હતી, અને પુરૂષને મુગ્ધ કરે એવા હાવભાવ કરવામાં બહુ કુશળ હતી. તે જ્યારે વટલી ખ્રિસ્તિ થઈ, ત્યારે ધર્મગુરૂઓએ તેને માટે પ્રાયશ્ચિત કરાવી એક મોટી ઉમરની પવિત્ર અને ભક્તિમાન કુમારિકાની સબતમાં એને રાખી. પરંતુ તેથી વધારે સખત જીવન જીવવાની ઈચ્છાથી ત્યાંથી એ નાશી ગઈ; અને પુરૂષનો પિશાક પહેરી અન્ય સાધુઓમાં ભળી ગઈ; અને એવી કુશળતાથી પિતાને આ વેશ એણે જાળવી રાખ્યો કે તેની કીર્તિ ઘણી ફેલાઈ અને મુઆ પછી જ તેને ખબર પડી કે તે સ્ત્રી હતી. આ સાધુઓ કેવી જીંદગી ગુજારતા હતા તે આપણે જોયું. હવે આ જંદગી અને તેણે ઉપજાવેલા સાહિત્યથી ખ્રિસ્તિઓના નૈતિક દૃષ્ટિબિંદુ અને આચરણ ઉપર શી અસર થઈ તે આપણે જોઈએ. પ્રથમ પ્રેમ, દયા અને પરે પકારને બ્રિતિ ધર્મગુરૂઓના લેખોમાં અગ્રસ્થાન આપેલું જોવામાં આવે છે તે વાત હવે બદલાઈ ગઈ; અને ચેથા અને પાંચમા સૈકામાં ધાર્મિક સદાચારનું શિરસ્થાન બ્રહ્મચર્યને અપાવા લાગ્યું. અને આ બ્રહ્મચર્ય એટલે પરણેતર છંદગીનું નિષ્કલંક જીવન અથવા દાંપત્ય-ધર્મનું યથાર્થ પાલન-એમ નહિ, પરંતુ મનુષ્યના સ્વભાવમાં વિષયેચ્છાનું જે તવ વાસ્તવિક છે, તેને કેવળ ઉચ્છેદ કરે તે-લગ્ન કરવાની વાત તે એક કરે રહી, પણ સ્ત્રીના સામું પણ જેવું નહિ, અને વિલાસની વૃત્તિ અંતરમાં ઉઠે તે તેને ગમે તેમ કરીને દબાવી દેવી અને તે અર્થે દેહ-દમન કરવું એ નૈતિક દૃષ્ટિબિંદુ સંત જીવનનું હતું. આમાંથી કેટલાંક અગત્યનાં પરિણામ આવ્યાં છે. પ્રથમ પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે ઘણું વિષાદમય રૂપ ધર્મ ધારણ કરવા માંડયું. વિષય-વૃત્તિને પ્રવેશ આપણું સ્વભાવના સ્વરૂપમાં જ છે, તેથી તેને કેવળ નિર્મળ કરી નાખવી એ આપણું સ્વભાવના નિયમની ખાસ વિરૂદ્ધ છે; છતાં એ સ્થિતિએ પહોંચવાને સંત-જીવનને
Page #336
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 288 ઉદેશ હ. જન–સ્વભાવની ભ્રષ્ટતા, અને ખાસ કરીને કામાસક્તિની શારીરિક ભ્રષ્ટતાની સામે એટલી બધી પ્રબળ લાગણી થઈ હતી કે લાગ ની તેવી પ્રબળતા, અસૂયા, ક્રોધ કે પૂરતા જેવા ક્ષણિક અને કવચિત દશ્ય થતા દુરાચારમાં રોકાઈ રહેલા નીતિવેત્તાએ કદિ પ્રાપ્ત કરી શક્યા હોત નહિ. તપ-વૃત્તિની નજરમાં પ્રબળ કામાસક્તિઓ ભ્રષ્ટ ગણાતી જ હતી; પરંતુ કાંઈક વિલાસી અને લાડઘેલું જીવન કે જેમાં સ્પષ્ટ અનિષ્ટતા કાંઈ હોતી નથી, જેમાં ચારિત્ર્યને નમ્ર કરવાનું વલણ હોય છે તે પણ તવૃત્તિના દષ્ટિબિંદુથી કેવળ વિરૂદ્ધ જ હતું, કારણકે તેવું જીવન પણ પરિણામે પશુવૃત્તિને જ દઢ કરે છે. તેથી થયું એમ કે જન–સ્વભાવ જાતે જ ભ્રષ્ટ છે અને દરેક જાતના સુખ ચેનમાં દુરાચાર છે એવું તીવ્ર ભાન લેકેને થવા લાગ્યું. કુંવારી જીંદગીમાં જ સર્વોત્તમ સદાચાર છે એવી માન્યતામાંથી આ પરિણામ આવ્યું. તેથી ગ્રીક-જીવનમાં જે શાંતિ, આનંદ અને ખુશમીજાજ આપણે જોઈએ છીએ તે સંત જીવનમાં રહ્યાં નહિ. બીજું પરિણામ એ આવ્યું કે કામ ક્રોધાદિ ષડ વિકારોની સામે નિરંતર થવાનું હોવાથી પુરૂષાર્થવાદ અશ્રુ આગળ આવ્યો, અને માણસ ધારે તે કરી શકે એવી માન્યતા લેકમાં દઢ થતી ગઈ. કેથલિક સંપ્રદાયે મનુષ્યની ઈચ્છી-વૃત્તિ (will) સ્વતંત્ર છે એ વાતની હમેશાં જેસભેર તરફેણ કરી છે, પરંતુ તપોવૃત્તિમાં આપણે ઈચ્છી વૃત્તિ અને આપણી ઈચ્છાઓ (desires) વચ્ચેના નૈતિક વિરોધનું તીવ્ર અને સ્પષ્ટ ભાન જેવું થાય છે તેવું અન્ય પ્રકારે ઘણું કરીને થતું નથી, અને એ ભાનની સત્યતા ઉપર નૈતિક સ્વતંત્રતાને બધે આધાર અંતે રહે છે. વળી તપવૃત્તિનું એક બીજું પરિણામ પણ આવેલું જણાય છે, જેનું બરાબર ચોક્કસ ખ્યાન કરવું મુશ્કેલ છે. જેને આપણે બળવાન પશુની પ્રકૃતિ કહીએ છીએ, અર્થાત જે પ્રકૃતિમાં વિકારની કૃતિ બળવાન છતાં તંદુરસ્ત હોય છે, તે પ્રકૃતિની સાથે કેટલાક સદ્દગુણે સ્વભાવિક રીતે જોડાએલા આપણને લાગે છે. જેવા કે ખુશમિજાજ, નિષ્કપટતા, ઔદાર્ય, ઉત્સાહ,
Page #337
--------------------------------------------------------------------------
________________ 290 યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ આનંદ અને વૈર્ય, અત્યંત દેહ કષ્ટને લીધે જેમનાં શરીર અત્યંત જીર્ણ થઈ ગયાં હોય છે તેમનામાં આ ગુણ કવચિત જ માલમ પડે છે. કેથેલિક ધર્મ કુંવારી જીંદગીને સર્વોત્તમ માનતા હોવાથી આ સદ્દગુણને તે સંપ્રદાય નીતિના ક્રમમાં ઘણું નીચું સ્થાન આપે છે. પરંતુ ટેસ્ટંટ પંથ અને ઔદ્યોગિક પ્રગતિના દઢ વલણને લીધે તે ગુણે હવે ઉંચા ગણાવા લાગ્યા છે. - શરીર-સંપત્તિ ઉપર નીતિને કેવો અને કેટલે આધાર છે તે વિષે નિશ્ચયપૂર્વક આપણે કાંઈ કહી શકીએ તેમ નથી. જુદા જુદા નૈતિક ગુણોને માટે શરીરની પૂર્વવર્તી દશા કેવી કેવી જોઈએ તે સંબંધી આપણું જ્ઞાન એટલું બધું ઓછું છે કે તેમાં વિશ્વાસપૂર્વક કથન કરવું મુશ્કેલ છે; તથાપિ અમુક સદાચાર કે અમુક દુરાચાર શરીરની અમુક દશામાં આપણે જોઈએ છીએ તે ખરા. પરંતુ તેમની વચ્ચે કાર્યકારણ ભાવને સબંધ છે કે કેમ ? અને છે તે કેવા પ્રકારને ! એ વાત આપણે સમજી શકતા નથી. પરંતુ તપવૃત્તિઓ ઉપજાવેલી અમુક પ્રકારની શારીરિક પ્રવૃતિમાંથી નીપજતા પરિણામે વિષે આપણે ગમે તે મત બાંધીએ, તથાપિ જીવનની જે દશાને ઉપદેશ તવૃત્તિ આપતી તે દશામાંથી ઉપસ્થિત થતાં પરિણામે વિષે તે વિવાદ હોઈ જ શકે નહિ. સંતના જીવનને મુખ્ય ઉદેશ જ સન્યાસ હ; અને સન્યાસીને કુટુંબની જંજાળ માત્ર છોડી દેવાની હોવાથી, કૌટુંબિક સદાચાર ઉપર તવૃત્તિ બેશક દુષણ ચડાવે છે. કુટુંબ અને સંસાર પ્રત્યે સંતને કેટલે તિરસ્કાર હતો, અને તેથી પિતાના નિકટ સંબંધીઓની સાથે હૃદયની કેટલી બધી કઠિનતા અને કેટલા બધા અનુપકારથી તેઓ વર્તતા હતા તે તેમની જીવનકથામાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. ભૂતકાળના આ વેરાગીઓને વખાણનારાઓ આવી બાબતોને સામાન્ય રીતે અંધારામાં રાખે છે. જે માતાએ એને જન્મ આ હોય છે તેનું હૃદય પિતાના અનુપકારથી ભક્સ કરી તેને રેતી કરવી, જે પત્ની તેને પૂજતી હોય છે તેને ભેળવીને કાયમને માટે કેરે કરવી, છોકરાંને નિરાધાર અને ભિખારી બનાવી સંસારમાં રઝળતા કરી
Page #338
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 291 મૂકવાં, આ બધું એના ઈશ્વરને પ્રિય છે એમ એ સંન્યાસી તપધારી ધારત, અને પોતાના આત્માનું શ્રેય કરવાની તેની ફરજ છે એમ એ " માનતે. કુટુંબમાં રહીને કૌટુંબિક વિશુદ્ધ કર્તવ્યો કરતાં એની ભક્તિમાં ખલેલ પહોંચી જતી. ઈઝિયસ સન્યાસી થશે અને લાંબા સમય પછી જ્યારે એના બાપના અને માનપત્રો આવવા લાગ્યા ત્યારે વહાલાંની સ્મૃતિથી તેના ચિત્તની શાંતિમાં કદાચ વિક્ષેપ આવે એવી ધાસ્તીથી વગર વાંચે જ એ પત્રો તે બાળી દેતો. પિતાને એકને એક છોકરો જે આઠ વર્ષને નાનો બાળક હતું તેને સાથે લઈને અને પિતાની સઘળી માલમિલ્કતને ત્યાગ કરીને એક માણસ મઠમાં સન્યાસ ગ્રહણ કરવા ગયે. સાધુઓએ એને મઠમાં દાખલ કર્યો, અને તેના હદયને કેળવવામાં પ્રવૃત્ત થયા. " પતે ધનવાન હતો એ વાત તો એ કયારને ભૂલી ગયો હતો. પણ પિતે પિતા હતો એ વાત ભૂલી જતાં હવે તેને શીખવવી જોઈએ.” તેના નાના બાળકને તેનાથી વિખુટા પાડવામાં આવ્યો; ગંદા ચીંથરાં તેને પહેરવા આપ્યાં તેને મારતા, કૂટતા, અને અનેક પ્રકારે જાણી જોઈને તેને બહુ દુઃખ દેતા. પિતાની સમક્ષ પુત્રને આ બધું કષ્ટ આપવામાં આવતું હતું અને દુઃખથી તવાઈ જતા, એક વખત જે ચેહેરે આનંદ થી હસમુખ લાગતો હતો તે હવે નિરંતર આંસુથી છવાઈ રહે અને દુઃખથી ડૂસકાં ભરતા. એ પિતાના પુત્રને જ્ઞાન ચહેરો દિવસે દિવસે જોયા કરવાની પિતાને ફરજ પડતી. તથાપિ ઈસુ ખ્રિસ્તના પ્રેમની ખાતર અને આજ્ઞાધીનતાના સદાચારને લઈને પિતાનું હૃદય કઠિન રહેતું હતું અને તેને પિતાના પુત્રની પણ દયા આવતી નહિ. પિતાની દીનતા અને સદાચારની સંપૂર્ણતાને માટે જ તેને કાળજી હતી. છેવટે મઠાધિપતિએ એ છોકરાને લઈ નદીમાં ફેંકી દેવાનું એને કહ્યું. કાંઈ પણ દુઃખ કે દિલને કળભળાવ્યા વિના આ આજ્ઞાનું પાલન કરવા તે ચાલ્યો, અને છેવટની ઘડીએ જ સાધુઓ વચમાં પડયા અને નદીને કાંઠે તે બાળકને બચાવ્યું. આ માણસ અંતે મેટ સંત ગણાયો હતો. થીઝને એક રહેવાસી એક માધિપતિ પાસે ગયો અને પિતાને સાધુ કરવાની એણે માગણી કરી.
Page #339
--------------------------------------------------------------------------
________________ 292 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મઠાધિપતિએ પૂછ્યું. “તારે કેઈ સગું છે ?" “એક દીકરો છે - એ જવાબ તે માણસે આપે. વૃદ્ધ મઠાધિપતિએ ઉત્તર વાળ્યાઃ “તે છોકરાને લઈ નદીમાં નાખી આવ; પછી તારાથી સાધુ થવાય.” આ આજ્ઞાનું પાલન કરવા પિતા ત્વરાથી ચાલે, પણ તે માણસ મોકલી મઠાધિપતિએ તે છોકરાને બચાવ્યો. એને એ જ પાઠ કેટલીક વખત ચમત્કાર દ્વારા શીખવા. એક માણસ પિતાનાં ત્રણ છોકરાંને ત્યાગ કરી સાધુ થઈ ગયે. ત્રણ વર્ષ પછી આ છોકરાને પણ મઠમાં લાવવાને એણે નિશ્ચય કર્યો, પણ ઘેર જઈને જોતાં તેને માલુમ પડયું કે બે મેટાં તે કયારનાં મરી ગયાં હતાં. તેથી ત્રીજું જે છેક નાનું બાળક હતું તેને પિતાના હાથમાં લઈ એ પિતાના માધિપતિ પાસે આવ્યો. મઠાધિપતિએ તેના ભણી જોઈ પૂછ્યું. આ બાળક ઉપર તારો પ્રેમ છે?” પિતાએ જવાબ આપેઃ “હા.” માધિપતિએ ફરીને પૂછયું: “તેના ઉપર તારે ઘણે પ્રેમ છે ?" પિતાએ તેજ પ્રત્યુત્તર વાળે. મઠાધિપતિએ કહ્યું. ત્યારે એ બાળકને લઈ પેલા બળતા અગ્નિમાં નાખ.” ગુરૂની આજ્ઞા માથે ચડાવી બાપે તે બાળકને અગ્નિમાં નાખ્યું. પરંતુ બાળકને કાંઈ ઈજા થઈ નહિ. પણ વિશેષે કરીને સ્ત્રી-સંબંધીઓની સાથે તેમની વર્તણુકમાં સંતોના દિલની કઠોરતા ખાસ જણાઈ આવતી હતી. ત્રિીઓ પરત્વે આ સાધુ કિંવા સન્યાસીને ઉદ્દેશ કૌટુંબિક લાગણીઓને નષ્ટપ્રાય કરવાનો હતો. એટલું જ નહિ પરંતુ સ્ત્રીએની હાજરીથી ઉપજતા જોખમમાંથી પિતાનું રક્ષણ કરવાને ઉદ્દેશ પણ હતો. સંત-વિશુદ્ધિનું સુંદર પુષ્પ માતા કે બહેનના મુખને જેવાથી પણ વખતે વણસી જાય તે એની ભીતિ તેમને રહેતી. જ્યારે મઠાધિપતિ સિસેઝ ઘણે વૃદ્ધ, નબળો અને અપંગ થયો ત્યારે જંગલ છોડી કઈ - વસ્તીવાળા ભાગમાં જઈ રહેવા માટે એના શિવે એને સમજાવવા લાગ્યા. સીસે કહ્યું: “હું જાઉં તે ખરે, પણ ત્યાં સ્ત્રીનું મુખ જોવાનું જોખમ અને અશાંતિ મને પ્રાપ્ત ન થાય તેની ખાત્રી આપે.” અલબત્ત આવી જાતના માણસને માટે તે જંગલ જ લાયક હતું, અને તેથી તે ત્યાં જ
Page #340
--------------------------------------------------------------------------
________________ કેન્ટનટાઈનથી શાર્લમેન સુધી. 283 શાંતિમાં મુઓ. આમ વૃદ્ધાવસ્થામાં પણ સ્ત્રીઓની ધાસ્તી સાધુઓને લાગતી. પિતાની જનેતાને અડકતાં પણ તેઓ બીતા. એક સાધુ પિતાની માતા સાથે મુસાફરી કરતા હતા. ચાલતાં ચાલતાં એક નદી આવી, અને આ નદીને પૂલ નહોતે. તેથી માતાને હાથે પકડી તેને નદી ઉતારવાની સાધુને જરૂર જણાઈ. હવે સાધુ પોતાના હાથે ચીપી ચીપીને કપડાં વીંટવા લાગ્યો. માતા ચકિત થઈ અને તેમ કરવાનું એણે એને કારણ પૂછયું, સાધુ દીકરાએ જવાબ આપે. " દુર્ભાગ્યે જે એને સ્પર્શ એને થઈ જાય તો એની પ્રકૃતિની સ્વસ્થતામાં ભંગ પડે. માટે તે એમ કરતો હતે. કેલેમાના સંત જેનની બહેનનું હેત ભાઈ ઉપર ઘણું હતું; અને પિતાના મૃત્યુ પહેલાં એક વાર ફરીને તેનું મહ જેવા તે બહુ ઉત્કંઠિત થઈ, પણ સંત સાહેબ તેના કાલાવાલા ધ્યાનમાં લેતા નહિ. ત્યારે બહેને લખ્યું કે પોતે જ જંગલમાં ભાઈની જાત્રાએ આવશે. ત્યારે મુંઝાઈને આ સંતે તેને લખ્યું કે એ પિતે જ તેની પાસે આવશે. પછી વેશ પાલટીને બહેનને તે મ; અને બહેને તેને પાણીનું પ્યાલું પાયું પણ ભાઈને ઓળખે નહિ. ભાઈએ પણ પિતાની જાણ કરી નહિ, અને પાછો જંગલમાં એ ચાલ્યો આવ્યો. આણી તરફ બહેને ભાઈને ઠપકાના પત્રો લખવા માંડયા કે હજી સુધી એણે પિતાનું વચન પાળ્યું નહોતું. ભાઈએ લખ્યું: હું જરૂર તમને મુલાકાત આપી ગયો છું, પણ ઈસુ ખ્રિસ્તની કૃપા કરીને તમે મને ઓળખે નહિ. અને હવે હું કદિ મળવાનું નથી. સંત થિયેડેરસની માતા ધર્મગુરૂઓના ભલામણ પત્રો લઈ પિતાના દીકરાને મળવા આવી. પણ દીકરાએ પિતાના મઠાધિપતિ સંત પેકેમિયસને વિનવી વિનવીને પોતાની માતાને નહિ મળવાની રજા માગી. ગરીબ માતા પિતાની દીકરી કે જેણે એવા જ ઉદ્દેશથી એવી મુસાફરી કરી ત્યાં આવી હતી. તેની સાથે મઠના અન્ય ભાગમાં જઈને રહી અને આ સંત સાહેબ મા બહેનને પણ મળ્યો નહિ. સંત મારસની માતાએ મઠાધિપતિને કાલાવાલા કરી સમજાવતાં મઠાધિપતિએ સંતને હુકમ કર્યો કે તેણે માતાને મળવા બહાર જવું. ન જાય તે આજ્ઞાધીનતાને ભંગ થાય, અને જાય તે માતાનું
Page #341
--------------------------------------------------------------------------
________________ 294 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મહ જેવાનું પાપ વહોરવું પડે. આ ધર્મ સંકટ માથે આવી પડતાં તે તેમાંથી છૂટવાની ચતુરયુક્તિ રચી. વેશ પાલટીને અને પિતાની આંખો બંધ રાખીને માતાની પાસે એ ગયો. માતાએ પિતાના દીકરાને ઓળખો નહિ; અને દીકરાએ પિતાની માતાને જોઈ નહિ. એવી જ રીતે સંત પાઅરની બહેને પોતાના ભાઈને રૂબરૂ થવાની આજ્ઞા મેળવી. આજ્ઞાનો અમલ થયો, પણ સંત સાહેબે નિશ્ચયપૂર્વક મુલાકાત દરમ્યાન પોતાની આંખો ઉધાડી નહિ. સંત પીમેન અને તેના છ ભાઈઓએ તપજીવનની પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પિતાની માતાને તજી દીધી હતી. પરંતુ દીકરાના અનુપકારથી માતાને પ્રેમ કવચિત્ જ મટી જાય છે, અને તેથી વૃદ્ધાવસ્થાની નબળાઈથી વાંકી વળી ગએલી આ બુદ્રી સ્ત્રી પિતાનાં વહાલાં છોકરાઓ ના મુખનું એકવાર ફરીથી દર્શન કરવા મીસરના જંગલમાં ગઈ. પિતાની મઢીમાંથી દેવળમાં જવા માટે બહાર નીકળી આવતા પિતાના દીકરાઓને એણે દૂરથી જોયા, પણ તુરત જ આ દીકરાઓ પાછા પિતાની મઢીમાં ભરાઈ ગયા, અને લથડી ખાતી માતા મઢીએ પહોંચે તે પહેલાં તે એક જણે આવી મઢીનાં બારણું વાસી દીધાં. તેથી રેતી કળકળતી તે બહાર જ પડી રહી. પછી સંત પીમેન બારણુ પાસે આવે, પણ બારણું ઉઘાડયા વિના કહેવા લાગે - વૃદ્ધ છતાં તું આવી બુમ પાડી શા માટે વિલાપ કરે છે ? માતાએ દીકરાને સાદ ઓળખ્યો અને કહ્યું “દીકરાઓ, હું તમારું મોં જેવા આવી છું. હું તમારું મોં જોઉં તેથી તમને શું નુકસાન થવાનું છે? હું તમારી મા નથી ? મેં તમને ધવરાવ્યા નથી? હવે હું ઘરડી થઈ છું અને મારા શરીર ઉપર કરચલીઓ વધી ગઈ છે. તમારો સાદ સાંભળીને મારા હૃદયને દુઃખ થાય છે.” છતાં સંત ભાઈઓએ બારણું ખોલવાની ના કહી. અમારું મોત થયા પછી અમને જે જે એવું કઠોર વચન તેમણે પિતાની જનેતાને કહ્યું. આ ચરિત લખનાર કહે છે કે માતા અંતે આવી આશાથી સંતોષ પામી ત્યાંથી જતી રહી. આવા અનેક હૃદયદ્રાવક પ્રસંગે બનતા, પરંતુ સાધુઓ નિષ્ફર જ રહેતા. બીજી બાબતોની પેઠે આ બાબત
Page #342
--------------------------------------------------------------------------
________________ 295 કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. માં પણ સંત સિમિયન સ્ટાઈલાઈટસનું ચરિત ચડી જાય છે. તેના માબાપનો પ્રેમ તેના ઉપર ઘણો જ હતો, અને તેનું જીવન ચરિત લખનાર કહે છે કે સંત થવા માટે ઘેરથી તે નાસી ગયો તેના શોકથી તેને બાપ મૃત્યુ પામ્યો. પરંતુ તેની દુખણ મા જીવતી રહી હતી. સત્તાવીસ વર્ષ પછી તપથી આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ પડેલા પિતાના પુત્રના રહેઠાણની તેની માને ખબર પડી, અને તેને મળવા આતુર બની તે ત્યાં ગઈ. પરંતુ તેને સઘળો પરિશ્રમ વ્યર્થ ગયો. કોઈ સ્ત્રીને એના રહેઠાણમાં પેસવા દેવામાં આવતી નહિ અને પિતાનું મહ જોવાની પણ એણે એને ના પાડી. રેઈ કકળીને તેણે મેણું માર્યા; પણ વ્યર્થ, તેણે કહ્યું “મારા દીકરા, શા માટે મેં આમ કર્યું છે? ગર્ભમાં મેં તારે ભાર વેઠયો, અને તેં મારા જીવને શોકથી છિન્ન ભિન્ન કરી નાખે, મેં તને ધવરાવી મેટે કર્યો, તેં આંસુથી મારી આંખો ભરી દીધી છે. મેં તને વહાલનાં ચુંબન આપ્યાં હતાં, તે ભગ્ન હદયની વેદના મને આપી છે. તારે માટે મેં જે જે કર્યું અને ભગવ્યું છે, તે બધાને બદલે અત્યંત ક્રુર તે મને આપ્યો છે.” છેવટે સંતે કહેવરાવ્યું કે તેનું મુખ જેવા પ્રસંગ હમણાંજ એને આવશે. ત્રણ દિવસ સુધી તે રોઈ, કળી અને કંઈ કંઈ કાલાવાલા કર્યા, પણ વ્યર્થ, છેવટે વૃદ્ધાવસ્થા, શોક, અને ભૂખથી તે જમીન ઉપર ઢળી પડી અને દીકરાની મઢીને બારણે છેવટને નિશ્વાસ નાખીને મૃત્યુ પામી. ત્યારે સંત સાહેબ પિતાના અનુયાયીઓને લઈ બહાર આવ્યા. પિતે મારી નાખેલી માતાના શબ ઉપર અંતે ભક્તિના કાંઇક આંસુ પાડી તેના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. કદાચ માત્ર કલ્પનાને ખેલ હશે, કદાચ માતાના ખોળીઆમાંથી પ્રાણ પૂરે જ પૂરે ગયો નહિ હોય, કદાચ એ વાત જેડી કાઢેલી હશે; પરંતુ ઢળી પડેલા શરીરમાં કાંઈક સંચાર થયો, જેને ચમત્કાર માનવામાં આવ્યું છે. સંત સાહેબે ફરીને પ્રાર્થના કરી, અને પછી વખાણ કરતા પિતાના સેવકની સાથે માને વધ કરનાર આ સંતગુફામાં જઈ ભકિત કરવા લાગ્યો. તપોવૃત્તિના સમયમાં નીતિના કેવા વિચાર ઉભા થયા હતા તે આવી
Page #343
--------------------------------------------------------------------------
________________ 296 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કથાઓથી જણાઈ આવે છે. આવી વિરક્ત દશાને મુખ્ય મુખ્ય ધર્મગુરૂઓ અને લેખકે તે સમયમાં ઉત્તેજન આપતા, અને સંસારનો ત્યાગ અને કૌટુંબિક લાગણીઓના મારણને ઉંચામાં ઉંચું કર્તવ્ય ગણવાનું તેઓ કહેતા. થોડા ઘણું અંકુશ પણ તેમણે બેશક મૂક્યા હતા, પણ તે નિર્જીવ હતા. પતિ પત્ની એકબીજાને ત્યાગ કરવા સ્વતંત્ર છે કે કેમ ? એ વાતને વિચાર આપણે પછી કરશું. પરંતુ માબાપ જે પિતાનાં બાળકને તેમની મરજી વિના મઠમાં મૂકી આવે તે મોટા થતાં તેમને સંસારમાં પાછા આવવાની રજા મળતી. પરંતુ ઈ. સ. 633 માં ટોલેડાની ચોથી ધર્મસભાએ તેમની આ સ્વતંત્રતા પ્રથમ જ લઈ લીધી. અને સન્યાસી થવા દીકરે બાપની સામે થાય તે ખ્રિસ્તિવૃદ્ધો એ વાતની પ્રશંસા કરતા. જસ્ટિનિયને કાયદો કર્યો કે દીકરાને ભઠમાં રહેવું હોય તે માબાપથી અટકાયત થાય નહિ અને તેમની પરવાનગી વિના સાધુ થયો હોય તે તેને વારસામાંથી બાતલ કરવાની તેમને સત્તા નથી. તેથી સાધુઓ ઉપદેશ કરી દીકરાને દોરી જતાં હતા. એક પિતાએ પિતાના યુવાન પુત્રને લશ્કરી નોકરીમાં ગોઠવવાને ઇરાદો કર્યો હતો, પણ તેને લલચાવીને મઠમાં લઈ જવામાં આવ્યો હતો એ વાતનું વર્ણન સંત ક્રિસેસ્તમ ઘણા ઉત્સાહથી કરે છે, સંત અંબેઝનું વકતૃત્વ એવું તે મેહક ગણાતું હતું કે તેના આકર્ષણથી રક્ષણ કરવા માતાઓ પોતાની દીકરીઓને ઘરમાં પૂરી રાખતી. પ્રેમાળ માબાપની સ્થિતિ તે સમયે અત્યંત દુઃખદ હતી. સંત ક્રિસસ્તમની માતા કે જેણે દીકરાને ખ્રિસ્તિ બનાવવામાં મુખ્ય ભાગ લીધો હતો તે માતા જ્યારે દીકરે સાધુ થવા તૈયાર થશે ત્યારે દીન બની તેને વિનવવા લાગી કે જંગલમાં નાસી જવાનું અને કર્તવ્ય લાગતું હોય તે પણ એના મૃત્યુ પર્યત એ વાત એણે મુલતવી રાખવી. સંત અંબ્રોઝનો ઉપદેશ હતું કે માબાપની રજા લઈ જે સન્યાસી થાય તે ઉત્તમ; પણ તેમની રજા લીધા વિના જે સન્યાસી થાય તે વળી વધારે ઉત્તમ અને માબાપે જે શિક્ષા કરી શકે તેના કરતાં તવૃત્તિનાં સુખ ઘણું વધારે હતાં એની દલીલ તે કરતે હતા. જે માબાપે પિતાનાં છોકરાંને જંગલમાં જતાં અટકાવે તેની નિંદા પાદરી
Page #344
--------------------------------------------------------------------------
________________ ma કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી. 297 વર્ગ જસ્ટિનિયનના કાયદા પહેલાં પણ બહુ કરતા. સંત કિસેસ્તમ કહે કે એવાં માબાપ અવશ્ય નરકના અધિકારી જ થતાં. સંત અંબેઝ કહે કે કદાચ આ દુનિયામાં પણ તેમને સજા થયા વિના રહેતી નહિ. એ કહે છે કે એક છોકરીએ મઠમાં જઈ સાધ્વી થવાને નિશ્ચય કર્યો ત્યારે તેનાં સગાં સબંધીઓ તેને સમજાવવા લાગ્યાં. તેમાંથી એક જણે એને કહ્યું કે જે એને બાપ અત્યારે જીવતે રહ્યા હતા તે તેને આમ કુંવારીએ રાખત કે કેમ ? તે બાબતને એણે વિચાર કરવો ઘટે છે. છોકરીએ થડે પેટે જવાબ આપ્યો કે આ વખતે મને એ અટકાયત ન કરે એટલા માટે જ કદાચ તેનું મૃત્યુ થયું હશે. તેનું આ વચન દેવ વાણીરૂપ થઈ પડયું, કારણ કે તુરતજ ચેડા વખતમાં એ અવિચારી પ્રશ્ન પૂછનાર મરી ગયે; અને તેનાં અન્ય સગાં ઉલટાં તેને સાધ્વી થવાનું સમજાવવા લાગ્યા. એ સેલા નામની છોકરી બાર વર્ષની હતી ત્યારથી સાધ્વી થઈ હતી; કઈ પણ પુરૂષનું મોં જોવાની તે ના પાડતી હતી, અને નિરંતર પ્રાર્થના કરવાથી તેના ઘૂંટણ ઉપર ઉટના જેવાં આળાં પડી ગયાં હતાં. પિલા નામની વિધવા પિતાને ઘણું મરી ગયો ત્યારે છોકરાઓને રેતાં રઝળતાં મૂકી જેરૂસેલમના સાધુઓ પાસે વહી ગઈ હતી. અને પિતાની આખી મિલ્કત ધમાદામાં ઉડાવી દઈ પછવાડે મેટું દેવું મૂકી ગઈ હતી. સગા સંબંધીઓને વારસો મૂકી જવામાં પુણ્ય નથી, પણ ગરીબને કે સાધુઓને જ ધન આપી દેવાથી આત્માનું કલ્યાણ થાય છે એવા વિચારને ખાસ કરીને ઉત્તેજન આપવામાં આવતું હતું. મરતી વખતે કેટલાંક માબાપ પોતાના છોકરાને બોલાવીને કહેતાં કે તેમની સઘળી મિલ્કત તેમની પાછળ ગરીબોને આપી દેવી. આ વારસ કે બક્ષીસ સંત ઓગસ્ટાઈન લે નહિ એ તેને માટે ઘણું માનપ્રદ છે. પરંતુ સામાન્ય રીતે એવી રીતે પાસેનાં અને વહાલાં સગાને રઝળાવવામાં કાંઈ પાપ ગણતું નહિ એટલું જ નહિ પણ તેમાં મોટું પુણ્ય ગણાતું હતું. “જે યુવાન પુરૂષ પિતાના માતાના શોકની અવગણના કરતાં શીખ્યો છે, તેને માથે પછી ગમે તેવી મહેનતને બોજો મૂકાશે તે એ ખમી શકશે.” એમ તે વખતે બોલાતું. સંત જેરોમ એક
Page #345
--------------------------------------------------------------------------
________________ 298 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જણને ઉપદેશ આપતાં આ પ્રમાણે બેલ્યો હતો. “તારે નાનો ભત્રીજો પિતાના નાના હાથ નાખી તારી કોટે વળગી પડે, તારી મા માથાના વાળ પીંખીને આક્રંદ કરે અને તેને ધવરાવી મોટો કર્યો છે એમ કહે, તારે બાપ તારી આગળ મડદું થઈને પડે તો પણ તેના મૃત દેહ ઉપર પગ મૂકીને અને બીજાની દરકાર નહિ કરીને તું ચાલ્યો જજે. આ બાબતમાં ક્રૂરતામાં જ ભક્તિ છે. તારી વિધવા બહેન તને ભેટી પડી વિનવશે; તારે બાપ તને છેડે વખત ભવાનું કહેશે; તારી મા કરગરશે; તારી આસ પાસ વીંટાઈ વળી સૈ કહેશે કે ઘરને આધાર તારા ઉપર છે. પણ પ્રભુનો પ્રેમ અને નરકની ધાસ્તી આ બધી બેડીઓને સહેલાઈથી તેડી નાખવા સમર્થ છે. તારે એમ કહેવું કે માબાપની આજ્ઞા પાળવી એમ શાસ્ત્ર કહે છે; પણ ઈસુ ખ્રિસ્ત કરતાં જેને પિતાનાં માબાપ વધારે વહાલાં છે તેના આત્માની અધોગતિ જ થાય છે. તારે કહેવું કે દુશ્મન માથે તરવાર લઈને ઉભે છે એવે સમયે માતાના આંસુઓને શું હું વિચાર કરીશ?” આવા વિચાર પછીના જમાનામાં પણ ચાલુ રહ્યા હતા. મહાન સંત ગ્રેગરી કહે છે કે એક છોકરે સાધુ થયો હતો, પણ તેના માબાપ ઉપરથી તેને પ્રેમ છૂટી શકે નહેતો; અને તેથી એક વખત ગુપ્ત રીતે તેમને મળવા એ ગયો; પરંતુ પાછો જ્યારે એ મઠમાં આવ્યો કે તુરત તે મરી ગયો; અને એને દાટવા માંડે ત્યારે જમીન એના મડદાને પાછું ઉલાળી દેવા લાગી. અર્થાત જમીને પણ એને સંઘરવાની ના પાડી. પછી જ્યારે સંત બેનેડિકટે એની છાતી ઉપર પવિત્ર ભોજનને ટૂકડે મૂકો ત્યારે જ તેને દાટી શકાય. એવું કહેવાય છે કે એક સાધ્વીએ તેની મા ઉપર જરા વિશેષ પડતો પ્રેમ રાખ્યો હતો તેથી વિશુદ્ધિને માટે ત્રણદિવસ સુધી મુઆ પછી પાપ નિવારક અગ્નિની જવાળામાં એને રહેવું પડયું હતું. એક સંતને માટે એવું કહેવાય છે કે તે એવા તે ભલા સ્વભાવને હતું કે પોતાના સગાં સિવાય અન્ય કેઈની સાથે સખ્તાઈ કે કઠોરતાથી વરતતાં એ જણાવ્યો નહોતો. એક સંતે પોતાના બાપને ફટકાની સજા કરી હતી, કારણ કે સંત તરીકે સૌને પિતે પિતા છે એમ એ ગણાતે હતો. સંતો
Page #346
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 299 છોકરીઓને ગુપ્ત રીતે સલાહ આપી તેમને સાધ્વીઓ કરવામાં સહાય આપતા. તપવૃત્તિને પ્રથમ ઉભરો શમી જતાં, પિતાએ ખોલી સત્તા પાદરીવર્ગના હાથમાં આવતી ગઈ. કૌટુંબિક જીવનના પિતાના છૂપામાં છુપા વિચાર અને ગુના માણસે પાદરીઓ પાસે જઈ કબુલ કરતા. સત્તાની, સહદયતાની અને કેટલીક વખત તે પ્રેમની શ્રેષ્ટતા પણ કૌટુંબિક જીવનમાં રહ્યા નહિ, અને બીકણ અને ભોળી સ્ત્રીઓના અત્યંત ગુપ્ત વિચારે અને વૃત્તિઓ ઉપર પિતાની સંપૂર્ણ સત્તા સ્થાપીને પાદરીઓએ દુનિયાના રાજ્યને પાયો નાખ્યો. તપોવૃત્તિના પ્રથમ કાળમાં કૌટુંબિક લાગણીઓની કેવી દશા થઈ હતી તેનું ચિત્ર આપણે આલેખ્યું; અને એ ચિત્ર એવું સ્પષ્ટ છે કે હવે વધારે કહેવાની જરૂર રહેતી નથી. પિતાના કાર્યમાં કે વિચારમાં વિશ્વરૂપ થાય એવી પિતાની આસપાસની જાળમાંથી મુક્ત થઈ સદાચારી પુરૂષને કવચિત મોટો અને દુઃખદ આત્મ–ભેગ આપવો પડે છે એ વાત તદ્દન સાચી છે. પરંતુ એવા બના પ્રાસંગિક અને અપવાદરૂપ હોય છે, અને તેને ઉદેશ કોઈ મેટ પરોપકાર હોય છે. પરંતુ તપોવૃત્તિમાં કૈટુંબિક પ્રેમના ત્યાગને ખાસ સિદ્ધાંત જ હતો અને તે ત્યાગ સર્વોત્તમ સદાચાર ગણાતો હત; વળી તેને ઉદેશ પણ મોટે ભાગે અથવા કેવળ સ્વાર્થ જ હતો. તેથી ઉપર કહેલા આત્મભોગની સરખામણી તપધારીઓના વર્તન સાથે કરી શકાય નહિ. તપધારીઓને વહાલાંના વિરહની વેદના બેશક ઘણીવાર બહુ થતી; અને ઘણું સાધુઓ ઉપરથી શાંત દેખાતા, પણ અંતરમાં ઘણું પ્રેમાળ અને હેતાળ હતા તેના ઘણા દાખલા છે. પિતાના એક પત્રમાં સંત જેરોમ સંતોષ અને મગરૂબીથી કહે છે કે અનિવાર્ય વિરહની આ વેદના રાજી ખુશીથી સહન કરવામાં માણસો પિતાનું મહદ ભાગ્ય સમજતા હતા અને સાધુ થતા હતા એવી એના ઉપદેશની ખૂબી હતી, પરંતુ કૌટુંબિક લાગણીઓને કેવળ છંદી મારવામાં જ સર્વોત્તમ સદા. ચાર છે કે કેમ? એ પ્રશ્ન બાજુએ રાખીને કર્તાના કાર્યને સદાચાર જાણ હોય તો તેણે આપેલા આત્મ-ભોગ ઉપરાંત તેને ઉદેશ પણ
Page #347
--------------------------------------------------------------------------
________________ 300 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તપાસ જોઈએ. અને આ દષ્ટિએ તપાસતાં તપધારીના આત્મભોગને ગ્રીસ અને રોમના મહાન નરેના આત્મભોગની હારમાં મૂકી શકાતો નથી. આ લેક કે પલેક-ગમે ત્યાં લાભ થતું હોય, પણ તે લાભ જ છે, સ્વાર્થ છે. પાકિક દુઃખને તીવ્ર ભય કે ભવિષ્યમાં થવાના સુખની પ્રબળ દર છ જ્યાં કાર્યનું પ્રયોજન હોય ત્યાં આસ્થાની ધાર્મિક ઉત્તમતા ભલે હોય, પણ હૃદયને ઉન્નત બનાવતે નિઃસ્વાર્થને ગુણ તે ત્યાં નથી જ. હાલના સમયમાં પલેકના સુખ દુઃખની વાત આપણી કલ્પના ઉપર ઘણી નિબળ અસર કરી શકે છે, તેથી આપણું ધાર્મિક પ્રયજન સામાન્ય રીતે બને સ્વાર્થી હોય છે. પરંતુ એ પ્રયોજન હમેશાં એવું બીન સ્વાર્થી રહ્યું નથી, અને તપોવૃત્તિના પ્રથમ કાળમાં તે એ બેશક બીન સ્વાર્થી નહોતું જ, ભવિષ્યને વિચારની ધાસ્તીઓથી સાધુ જંગલમાં દેડી જતા હતા, અને તપોવનની આખી પ્રવૃત્તિમાં ધાર્મિક પણ પ્રબળ સ્વાર્થની વૃત્તિ સિવાય અન્ય કશું નહોતું. કટુંબિક લાગણીઓના ઉચ્છેદની અસર લેકેના સામાન્ય ચારિત્ર્ય.” ઉપર ઘણું કરીને ઘણું માડી થઈ હતી. કેટલાંક સ્પષ્ટ કર્તવ્ય કરવાનું ક્ષેત્ર કુટુંબ છે એટલું જ નહિ પણ લાગણીઓને કેળવવાનું પણ તે સ્થળ છે; અને એ તપસ્વીઓના તપને પ્રકાર એ હતો કે પરિણામે તેમના આચરણમાં અત્યંત વિક્રાળતા આવી. સઘળા સાંસારિક સંબંધ અને સ્નેહથી વિરક્ત બનેલા આ સાધુઓ પિતાની ધર્મ સંસ્થાને અને પિતાના અભિપ્રાયોને ચૂસ્તપણે સજજડ વળગી રહેતા; અને તેમના આખા જીવનનું જેર એક જ વિષય ઉપર એકત્ર થએલું હોવાથી, તેમની અજ્ઞાનતા અને ધમધતાને લીધે તેમની વિરૂદ્ધ કોઈ સારી વસ્તુ હોવાનો સંભવ જ તેમને લાગતો ન હોવાને લીધે, અને સઘળી વાસ્તવિક સહૃદયતા અને લાગણઓને સમૂળ ઉછેદ કરવાને તેમને મુખ્ય ઉદેશ હોવાથી, જે માણસે તેમના મતથી જૂદા પડે તેમને અંતઃકરણથી તેઓ અત્યંત ધિક્કારતા હતા. આ ધિકારની બળતરા તે વખતે બહુ સામાન્ય થઈ પડી હતી. રામના રાજ્ય-બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાને સંપૂર્ણ તે નહિ, પણ બહોળા
Page #348
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈથી શાલમેન સુધી. 301 અને સામાન્ય સ્વીકાર હતો; તે સ્વીકાર મુખ્યત્વે કરીને ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓના પ્રતાપે કરીને જતો રહ્યો અને તેને બદલે બહુ બારીક અને સખ્ત ધાર્મિક અક્ષમાના કાયદા થયા. આ કાયદાને અક્ષરશઃ અમલ કરનારા અને કરાવનારા આ તપસ્વી સાધુઓ થઈ પડયા. રેમન મહારાજ્યમાં ભક્તિના કેઈ પ્રકારની કાયદામાં મનાઈ હોય તો પણ તે કરતાં લોકોને બહુ ભીતિ રહેલી નહિ, કારણકે રાજ્ય મોટું મન રાખી એવી તુચ્છ વાતને ગણકારતું નહિ, અને પોલિસની દેખરેખ પણ બહુ બારીક રહેતી નહિ. આ પદ્ધતિ ખ્રિસ્તિ ધર્મના ઉદયને માટે બહુ અગત્યની હતી અને અનુકૂળ થઈ પડી હતી. પરંતુ ખ્રિસ્તિ ધર્મ એ પદ્ધતિને નાશ જ કરી નાખે. સાધુઓનાં ટોળાં આખા દેશમાં ભટકતા, મંદીરે બાળી મૂકતા, મૂર્તિઓ ભાંગી નાખતા, અને ગામડીઆઓ સાથે વિખવાદ કરી ખુનખાર ટંટા કરતા અને આ કામને માટે તેમનાથી વધારે લાયક બીજા માણસે હોઈ પણ શકે નહિ. તેમની વિક્રાળ ધર્માધતાને લીધે, દરેક મૂર્તિ ની અંદર પિશાચ જ હોય છે એવી તેમની માન્યતાને લીધે, અને મૂર્તિ પૂજાની સામે થતું યુદ્ધ ધર્મયુદ્ધ હોવાને લીધે તેમાં મૃત્યુ થાય તે ધર્મ વિર ગણાઈએ એવી તેમની માન્યતાને લીધે, પિતાનું શું થશે તેના તેઓ બેદરકાર રહેતા અને સાધુઓ હોવાને લીધે તેઓ પવિત્ર મનાતા હોવાથી રાજ્યના અમલદારે તેમને કબજે રાખવા ભાગ્યે જ શક્તિમાન થતા. જે માણસ પિતાની માતા કે બહેનના હૃદય-ફાટ રૂદનની મિલકુલ દરકાર ન રાખ અને કઈ પણ રીતે દેહને કષ્ટ આપવાને જ ઇંતેજાર રહે, તેને અન્યની, ઈશ્વર-ભક્તિની કે અન્યનું અંતર દુઃખાશે એ વાતની દરકાર ક્યાંથી રહે ? અને કળાના સેંદર્યનું ભાન પણ તેનામાં શી રીતે આવે ? તેથી ભવ્ય મંદીરો તેઓ તેડી પાડતા; અને તેમણે તેડી પાડેલાં મંદીરે ફરી બાંધવાને હુકમ જે કઈ રમી શહેનશાહ કર તો ધર્મ ગુરૂ અને તપસ્વીઓ તેના હુકમને વખોડી કહેતા કે તે મોટામાં મોટું પાપ કરે છે. તેડેલાં દેવોને ફરી બાંધવામાં કે બંધાવવામાં પાપ છે એ સિદ્ધાંત ખ્રિસ્તિ ગુરૂએ કહેતા અને મનાવતા.
Page #349
--------------------------------------------------------------------------
________________ 302 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ------- - - તપોવૃત્તિ નું એક બીજું અગત્યનું પરિણામ એ હતું કે જેથી નાગરિક સદાચાર દબાઈ ગયા અને કેટલીક વખત તે લગભગ નાશ પામ્યા. નિષ્પક્ષવિચારકને સહજ જણાશે કે વિધર્મીઓના સમય કરતાં ખ્રિસ્તિ સમયમાં દયા અને બ્રહ્મચર વધારે કેળવાયાં હતાં. પણ નાગરિક અને બુદ્ધિ વિષયક સદાચારે ઓછા માનનીય ગણવા લાગ્યા હતા. ખ્રિસ્તિધર્મ સ્થાપિત થયો તેની પહેલાં બુદ્ધિવિષયક જે ચળવળ ચાલતી હતી તેનું મુખ્ય લક્ષણ એ હતું કે તેથી સ્વદેશાભિમાન ધીમે ધીમે નષ્ટ થયું એ વાત આપણે કયારની કહી છે. ગ્રીસ અને રોમ બન્નેના પ્રાથમિક સમયમાં પિતાના દેશ પ્રત્યેનું કર્તવ્ય માણસનું પ્રથમ કર્તવ્ય ગણાતું હતું. તેમના નૈતિક નમુનામાં આ સદાચાર પાયાભૂત હતો. તેમના નીતિશાસ્ત્રની આખી વ્યવસ્થામાં આ વાત મુખ્ય હતી, અને જૂદા જૂદા નૈતિક ગુણમાં જેટલે અંશે વિખ્યાત શહેરીઓ નીપજાવવાનું વલણ હોય તેટલે અંશે તેમની સારી કિંમત અંકાતી. આપણે કહ્યું છે તે પ્રમાણે રોમન મહારાજ્યમાં આ વૃતિને નાશ બે કારણને લઈને થયો છે. એક કારણ રાજ્યકિય હતું, અને બીજું બુદ્ધિવિષયક હતું. રાજકિય કારણ એ હતું કે રોમન રાજ્યમાં જૂદી જૂદી પ્રજાએ એક રાજ્ય-છત્ર નીચે આવવાથી વ્યક્તિગત અને બુદ્ધિવિષયક સ્વતંત્રતાનું ક્ષેત્ર વધ્યું. પરંતુ પ્રજાને એક ભાવના નાશ પામી, અને રાજ્યકિય ચંચળતાનું લગભગ દરેક ક્ષે બંધ થયું, બુદ્ધિવિષયક કારણ કે જે રાજ્યકીય કારણથી સાવ અસંબદ્ધ તે નહોતું તે એ હતું કે પૂર્વદેશી ફિલસુફીઓનું જોર ધીમે ધીમે વધી પડયું હતું. આ ફિલસુફીઓએ પ્રાથમિક રોમન મહારાજ્યના પ્રવૃત્તિમય સ્ટઈક મતને પદભ્રષ્ટ કર્યો અને તત્વચિંતનમાં અને પરિશ્રમ પૂર્વક વિશુદ્ધિ કરવામાં સદાચારની શ્રેષ્ઠતા મનાતી, અને તેમાં જ જીવનનું સાફલ્ય મનાતું, તેમની અસરથી રાજ્યકિય ચંચળતા ઓછી થઈ. આ બન્ને કારણોને લીધે રેમન સ્વદેશાભિમાન ધીમે ધીમે નષ્ટ થયું. આ નષ્ટતા ખ્રિસ્તિ ધર્મની સ્થાપનામાં બહુ સહાયભૂત થઈ છે. ધર્મની સઘળી બાબતમાં માણસના અભિપ્રાયોનું નિયમન વિચારપૂર્વક તેમની દલીલ કરતાં તેમની અનુવૃત્તિઓથી વધારે થાય છે, અને જે ધર્મ પ્રજાની પ્રબળ ભાવનાની.
Page #350
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 303 વિરૂદ્ધ હોય છે તે ધર્મ તે પ્રજામાં સ્થાપી શકાયો નથી અથવા કવચિત જ સ્થાપી શકાય છે. દુર્ભાગ્યે ખ્રિસ્તિ ધર્મને સ્વદેશાભિમાનની સાથે પ્રથમથી જ બનતું નહિ, સ્પષ્ટ કારણોને લીધે જ્યુડિયાના પ્રજાકીય જુસ્સાથી ખ્રિસ્તિઓ સાવ નિરાળા પડ્યા હતા. અને ઓલવાઈ ગએલા અગ્નિમાં રહી રહીને પ્રજળતા તણખાની માફક દષ્ટ થતું તેમનું સ્વદેશાભિમાન પણ તેમને તેટલું જ વિરોધી અને પ્રતિકૂળ લાગતું હતું. રેમની સત્તા ખ્રિસ્તિઓને પોતાના ધર્મની વિધી લાગતી, અને તે ધર્મનું હજાર વર્ષનું રાજ્ય જામે તે પહેલાં તે સત્તાને ઉથાપી નાંખવાનું કામ આવશ્યક હતું. તેની સત્તાને સત્વર નાશ થવાને છે એવો પૂર્વ-નિશ્ચય કરીને ભૂતકાળના તેના ભૂષણરૂપ શરીરની માઠી ગતિ બાબત વાત કરીને, અને સ્વદેશાભિમાનની દઢતાથી ના કહીને રાજ્યની પ્રકૃતિને કેવળ વિરૂદ્ધ એવી એક ગેરકાયદેસર સંસ્થા તેમણે સ્થાપી. જો કે રાજ્યની સામે ઉઘાડે બળ કરવાથી તેઓ અંતઃકરણપૂર્વક વેગળા રહ્યા છે, તથાપિ પિતાના વિચાર તેઓ ગુપ્ત રાખતા નહિ; અને તેમના ઉપદેશનું આખું વલણ સાર્વજનિક જીવનનાં ઉત્સાહ અને કર્તવ્યોમાંથી માણસને જેમ બને તેમ પાછા વાળી લેવાનું હતું. પિતાના દેશના લાભની બાબતમાં તેઓ તદન નિસ્પૃહ રહેતા એ વાત તેઓ બડાઈ મારીને કબુલ કરતા. હથીઆર ગ્રહી લડવા જવું એ વાત વાજબી છે કે નહિ? એ બાબત તેમને ઘણે સંશય હતું. અને સિપાઈના ચારિત્ર્યમાં રહેલી મગરૂબી, ઉચ્ચાશયતાને તેઓ ખ્રિસ્તિ ગુણ ગણવાની ના કહેતા. તેમનું ખરું ઘર અને લાભ તે અન્ય દુનિયામાં હતાં, અને પિતાને ધર્મ પાળવામાં તેમને જે કાંઈ અડચણ થતી ન હોય તે રાજ્ય કેવું છે? એ બાબતની તેમને બિલકુલ દર કાર રહેતી નહિ. અને આ વાત તેમની સત્તા જામ્યા પછી તેઓ સ્પષ્ટ રીતે કબુલ કરતા હતા. તવૃત્તિએ આ બેદરકારીને છેક છેલ્લે પગથીએ લાવી મુકી ખ્રિસ્તિ ધર્મના ઉત્સાહી અનુયાયીઓને એણે જંગલમાં ભેગા કર્યા. અને રેમના સ્વદેશાભિમાનને છેવટને ફટકે મારી તેને સંપૂર્ણ નાશ કર્યો. રોમના રાજ્યના અસ્તનું એક કારણ આ પણ હતું. નૈતિક ઉત્સાહ અને નિવિષ્ટ (Psitive) ધર્મોના સંબંધ કે છે
Page #351
--------------------------------------------------------------------------
________________ 304 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. તે બાબત સામાન્ય લોકેની સમજણ ઘણું કરીને બહુ ભૂલભરેલી હોય છે. ધર્મોની હયાતિ વિના જે ગુપ્ત ઉત્સાહ કદી પણ બહાર કદાચ આવી શકત નહિ તે ઉત્સાહને બહાર આણવાની ખરેખરી શક્તિ ધર્મોમાં રહેલી છે એ વાત ખરી; પણ તેમની અસર એકંદરે નવું ઉપજાવવા કરતાં આકર્ષક કિંવા હક ઘણું કરીને વધારે હોય છે. નૈતિક ઉત્સાહના પ્રવાહને વહેવા માટે ધર્મ નીક બાંધી આપે છે, તે ઉત્સાહને બુઝવાનો ડે આપે છે અને તેને દૃષ્ટિબિંદુ પુરું પાડે છે. પ્રાથમિક અને નૈતિક ઉત્સાહ સ્વદેશાભિમાનની નીકમાં વહેતે હ; અને દરેક રમવાસી પિતાની નૈતિક ઉચ્ચતાના પ્રમાણમાં ઉત્સાહપૂર્વક પિતાના દેશના ભલામાં અને કાર્યમાં ભાગ લેતો હતો. ખ્રિસ્તિ તપિત્તિએ નીતિના ઉત્સાહને આ પ્રવાહ અન્ય દિશામાં ફેરવી નાખો અને તેના પરિણામે નાગરિક સદાચાર અવશ્ય કરીને અસ્ત પામ્યા. પાર્વજનિક કામમાં ઉત્સાહપૂર્વક ભાગ કઈ લેતું નહિ અને નીચ દ્રોહ અને ભ્રષ્ટતા રાજ્યના દરેક ખાતામાં પિડાં; લશ્કર બાયલું બની ગયું. અને લેકેના આચરણમાં તિરસ્કરણીય લઘુતા આવી, દુશ્મને પિતાનું શેહેર લટીને કે બાળીને ચાલ્યા જાય કે તુરત જ નગરવાસીઓ રમત ગમતમાં પ્રવૃત્ત થતા હતા. એક તરફથી સખત તપશ્ચર્યા થતી હતી અને ધર્મને ઉપદેશ અપાતે હતા, તે બીજી તરફથી દેશની આવી સ્થિતિ થતી અને લેકે તેના બેદરકાર રહેતા હતા. જે ઉત્સાહ અને શૈર્ય સ્વદેશના સંરક્ષણમાં વપરાવા જોઈએ, તે માણસ જન્મથી જ પાપી છે કે કેમ ? એવા ધર્મના પ્રશ્નોમાં ખરચાવા લાગ્યાં અને તે પણ વળી એવે સમયે કે જે વખતે એરિક પિતાના લશ્કરથી રેમને વીંટી રહ્યો હતે; જે રામવાસીઓ એક વખતે અજીત ગણાતા હતા તે પિતાના દેશ અને ઘરબાર છોડી અરણ્યમાં જવા લાગ્યા અને ત્યાં ભયંકર પણ નિરર્થક કષ્ટ દેહને દેવા લાગ્યા. જ્યારે ગોથ લેકએ રેમને સર કરી લૂટયું હતું, ત્યારે બ્રિતિ દેવળ લૂટના ભયંકર ત્રાસમાંથી મુક્ત રહ્યું હતું અને તેથી નવીન પ્રકારની પવિત્રતા અને પૂજય બુદ્ધિનું ભાન લેકેને થવા લાગ્યું હતું તેની સાબીતિમાં ખ્રિસ્તિ દેવળ બતાવી સંત ઑગસ્ટાઇન વાજબી મગરૂબી લેતા હતા. તે
Page #352
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 305 આના જવાબમાં વિધર્મી પણ કહેતો કે વિજેતાને નાણુની રકમ આપવા માટે પરાક્રમ અને ભાગ્યદેવીના સોનાના પૂતળાંઓ પણ ગાળી નાંખવામાં આવ્યાં છે એ વાત પણ સમજવા જેવી છે. અર્થાત એક તરફ નવીન પ્રકારની પવિત્રતા અને પૂજ્ય બુદ્ધિનું ભાન લેકેને થવા લાગ્યું હતું, તે બીજી તરફથી શૌર્ય અને પરાક્રમ પણ દેશમાંથી ગયાં હતાં. રોમની પડતીમાં ખ્રિસ્તિઓ કેમ જાણે રાજી હોય તેમ બેદરકાર રહેતા હતા. ધર્મને નામે દેશદ્રોહ પણ થવા લાગ્યા હતા. આસ્તિક ખ્રિસ્તિઓના જુલમથી ત્રાસ પામી ડેનેટિસ્ટ નામના પંથવાળાઓએ જ્યારે ડાલ લેકેએ આફ્રિકા ઉપર ચડાઈ કરી ત્યારે દેશને પાયમાલ કરવામાં ઉઘાડે છોગે મદદ કરી હતી. ઇતિહાસમાં આવા અનેક દાખલા બન્યા છે, ધર્મને નામે થતી લડાઈએમાં એમ જ બને છે; અને ધર્મને નામે દેશદ્રોહ કરવામાં ધર્મના ઝનુનીને પાપ સમજાતું નથી. આ પ્રમાણે રેમના રાજ્યને છિન્ન ભિન્ન કરવામાં ખ્રિસ્તિ ધર્મ મુખ્ય ભાગ લીધે છે. જંગલી હુમલા કરનારાઓ પ્રત્યે ખ્રિસ્તિ ધર્મ રાખેલું વર્તન મનુષ્ય જાતને એકંદરે કેટલું ફાયદાકારક નીવડ્યું છે તે બરાબર કહેવું જરા મુશ્કેલ છે. નૈતિક અને રાજકીય ભ્રષ્ટતાની સહાયને લીધે રોમના રાજ્યને અસ્ત વેહેલે મોડો પણ અંતે ચોક્કસ હતો; અને નવા ધર્મ નૈતિક ઉત્સાહને પ્રવાહ એક દિશામાં અટકાવ્યો તો બીજી દિશામાં તેને ખુબ સતેજ કર્યો હતે. રેમનું રાજ્ય ખેદાનમેદાન થઈ જતાં લોકોને માથે જ્યારે સંકટ પડવા લાગ્યાં ત્યારે તે સંકટ સખાવતથી અને લવાદીથી ખ્રિસ્તિ ધર્મ ઘણું ઓછાં કર્યાં હતાં તેની ના કહેવાય એમ નથી; અને રાજકીય બાબતમાં તેઓ તટસ્થ રહેતા હતા તેથી જ લેકેનું હિત તેઓ ઘણું કરી શક્યા હતા એ પણ નિર્વિવાદ છે. પરંતુ તેમના આ તટસ્થપણાથી સદાચારના ક્રમમાં સવદેશાભિમાનને જે સ્થાન અપાતું હતું તેમાં મેટ અને કાયમનો ફેરફાર થઈ ગયો. પાછળના સમયમાં પ્રસંગે પાત એવું બનેલું છે કે જ્યારે વિરોધી સંપ્રદાયો સાથે ઝઘડામાં ઉતરવું પડે ત્યારે ખ્રિસ્તિપંથે એ આ સ્વદેશાભિમાનની વૃત્તિને અપીલ કરવામાં પિતાનો લાભ જોયો છે;
Page #353
--------------------------------------------------------------------------
________________ 306 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અથવા તે દેશભક્ત પુરૂષના ઉદ્દેશોની અને સંપ્રદાયના આચાર્યોને ઉદેશોની એકતા થતી હોય એવા પ્રસંગે પણ માલમ પડેલા છે; અને આવે પ્રસંગે ધાર્મિક વૃત્તિ અને સ્વદેશાભિમાન બનેએ એક બીજામાં ભળી જઈ એક બીજાને પ્રબળ અને દઢ કરેલાં છે. સ્પેનના લેકે અને મુર લેકે વચ્ચે, પિલાંડના લેકે અને રૂશિયાના લેકે વચ્ચે, આઈરિશ કેથલિક અને ઇગ્લિશ પ્રેટેસ્ટંટ લેકે વચ્ચે, જ્યારે વિરોધ થયા હતા ત્યારે તેની અસર આવી થએલી છે. પણ કર્તવ્ય તરીકે સ્વદેશાભિમાનને ખ્રિસ્તિઓની નીતિમાં કોઈ સ્થાન કાદ પ્રાપ્ત થયું નથી અને પ્રબળ ધાર્મિકવૃત્તિ તેના વિકાસને હમેશાં વિરોધી જ માલમ પડેલી છે. ધર્મગુરૂઓએ રાજકીય વિષયમાં ઘણે ભાગ લીધે છે એ વાત ખરી, પણ તે પિતાના ધર્મ સંબંધી ઉદ્દેશો પાર પાડવા માટે જ; અને પિતાના વર્ગના ભલા માટે પિતાના દેશના હિતને ભોગ નિયમપૂર્વક તેમના જેટલે અન્ય કોઈ સંસ્થાએ આપ્યું નથી. ધર્મ ભાવના અને સ્વદેશાભિમાનની લાગણી વચ્ચે વિરોધ હેવાનાં ત્રણ કારણ જણાય છે. (1) પ્રબળ ધર્મભાવનાનું વલણ માણસને સંસારથી વિરક્ત કરાવવાનું હોય છે, અને તેનું છેવટ પરિણામ તવૃત્તિ કિવ સન્યાસ છે. આ તપવૃત્તિ જુદે જુદે રૂપે હમેશાં ખ્રિસ્તિ ધર્મમાં દેખાઈ છે. (2) ધર્મ ભાવનાના દરેક પ્રકારમાં પિત પિતાની વ્યવસ્થા, નિયમ અને લાભ સહિત પિત પિતાની સંસ્થા યા પંથ સ્થાપવાનું વલણ હોય છે, અને તે ઘણું કરીને પ્રજાકીય વ્યવસ્થા અને બંધારણની વચ્ચે આવે છે, અને જે ભક્તિ અને પ્રેમ સ્વાભાવિક રીતે દેશને અને રાજકર્તાઓ પ્રત્યે વપરાત તે આ સંસ્થાએ પિતા પ્રત્યે ખેંચી લે છે. (3) ધર્મનું લક્ષ્ય પવિત્ર યા ઉચ્ચ હોય છે અને સ્વદેશાભિમાનનું લક્ષ્ય સૈનિક ચારિત્ર્ય હોય છે, અને આ બે વિજાતીય વસ્તુઓ છે, કારણ કે જે કે બન્નેમાં સદાચારનાં ઘણું સામાન્ય તો હોય છે, પણ ગુણનાં પ્રમાણ કિવા મિશ્રણ બનેમાં ભિન્ન ભિન્ન હોય છે. નીતિના ઈતિહાસમાં આ અગત્યની ઉથલપાથલથી બે વાત સ્પષ્ટ થાય છે. પ્રથમ તો નીતિશાસ્ત્રના બે મુખ્ય સિદ્ધાતોમાં તેથી વ્યાવહારિક
Page #354
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 307 અને રાજકીય જીવનનું સ્વરૂપ ફરી ગયું છે. પ્રાચીન લેકમાં સ્ટોક મતવાળાઓ કે જે સદાચાર અને દુરાચારને સર્વ વસ્તુઓથી અત્યંત ભિન્ન ગણતા તે પ્રજાકીય જીવનમાં ચંચળતાથી ભાગ લેતા હતા અને એવી રીતે ભાગ લેવાનું તેઓ પિતાનું પ્રથમ કર્તવ્ય લેખતા હતા, પરંતુ એપિકયુરતના અનુયાયીઓ ઉપયોગિતાને જ સદાચાર લેખતા હતા અને સુખને તેનું અંતિમ પ્રયોજન ગણતા હતા; છતાં પ્રજાકીય જીવનથી તેઓ અલગ રહેતા હતા, અને પિતાના શિષ્યોને તેની ઉપેક્ષા કરવાને ઉપદેશ આપતા હતા. સદાચાર અને સુખ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એ ઉપદેશ આપવામાં તપોવૃત્તિએ સ્ટઈક મતનું અનુસરણ કર્યું છે, પણ સાથે સાથે નાગરિક સદાચારને તે અત્યંત પ્રતિકૂળ પણ હતી. પરંતુ ગુલામગીરી જ્યારથી નાબુદ થઈ ત્યારથી જે મહાન ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ થઈ છે અને સ્વરૂપે જે જનહિતવાદને જ અનુસરનારી છે તે રાજકીય પ્રગતિમાં ઘણું જ ચંચળ અને બળવાન તત્વ થઈ પડી છે. આ પરિવર્તન નીતિના ઈતિહાસમાં બહુ મોટા ફેરફાર સૂચવે છે; અને તે ખાસ લક્ષમાં રાખવા જેવા છે. બીજી વાત લક્ષમાં રાખવાની છે તે આપણે સ્વદેશાભિમાની કાર્યોની જે કિંમત આંકીએ છીએ તે બાબત વિષે છે. કઈ પ્રજાના ખાનગી અને કૈટુંબિક સદાચાર વિષે ઘણી બેજ કરવાની ઇતિહાસકારની ઈચ્છા હોય, તથાપિ નાગરિક સદાચારે જ તેમના ગ્રંથમાં બહુ આગળ પડતા દેખાઈ આવે છે. ઈતિહાસનો સબંધ મનુષ્યના મોટા સમુદાય સાથે જ હોય છે. તત્વજ્ઞાનનાં દર્શને અને ધર્મો સાર્વજનિક જીવનની વિશાળ રંગભૂમિ ઉપર ભવ્ય પરિણામે નીપજાવે છે તેની કિંમત સહેલાઈથી અને સંપૂર્ણ રીતે આંકવામાં આવે છે, અને નાગરિક સદાચારને જે દર્શને અનુકૂળ નથી હોતાં તેમનાથી આ દર્શનેને વધારે કિંમતી ગણવાનું વલણ વાચકવર્ગ અને લેખકે બન્નેમાં હોય છે; તથાપિ તે દર્શને વ્યક્તિએની આત્મ-કેળવણી, કૌટુંબિક સૈજન્ય અને સખાવતના ક્ષેત્રમાં અપ્રસિદ્ધ રીતે બહુ સારાં પરિણામ ઉપજાવે છે. આ પાછલ સદાચારમાં આત્મ-ભોગ ઘણે રહેલું હોય છે અને મનુષ્ય જાતને તેથી સુખ પણ
Page #355
--------------------------------------------------------------------------
________________ 308 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બહુ થાય છે અને આ દૃષ્ટિએ જોતાં તેમની કિંમત બહુ અંકાવી જોઈએ, પણ ઇતિહાસના મોટા બને તે ન હોવાથી ઇતિહાસકારોની દષ્ટિ તેમના તરફ બહુ ખેંચાતી નથી. આ કારણને લીધે ખ્રિસ્તિ ધર્મને બહુ અન્યાય થયો હોય એમ જણાય છે. તેની નીતિની અસર સમાજ કરતાં વ્યક્તિ ઉપર હમેશાં ઘણી વધારે થઈ છે; અને જે ક્ષેત્રોને સ્પષ્ટ સાક્ષાકાર ઈતિહાસને થઈ શકતો નથી તે જ ક્ષેત્રોમાં બીજા ધર્મ કરતાં તે ધર્મની શ્રેષ્ઠતા સ્પષ્ટ જણાઈ આવે છે. જંગલીઓ અને મુસલમાનોના હુમલાથી પ્રાચીન સંસ્કૃતિને નાશ થયે તે પહેલાં ખ્રિસ્તિ સત્તાના સમયમાં રેમન રાજ્યની અને બાઈઝેન્ટાઈન રાજ્યની નીતિ એકંદરે કેવી હતી તેને બરાબર તેલ ન કરવું હેય તે આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. વળી આપણે એટલું પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે પ્રજાઓ ઉપર ખ્રિસ્તિ ધર્મની સત્તા જામી હતી તે પ્રજાઓમાં ભ્રષ્ટ અને અસ્ત થતી પ્રાચીન સંસ્કૃતિની કટે ઘર ઘાલીને બેઠી હતી, અને કેટલાક અતિ ડાહ્યા ટીકાકારે કે જેમના લેખ ઉપરથી જ તે જમાનાની નીતિનું તોલન આપણે કરવું પડે છે તે ટીકાકારે નાની નાની બાબતમાં પણ બહુ બારીક ચોળાચોળ કરતા હતા. એવી ઘણી નાની બાબતે કે જે સામાન્ય દષ્ટિને ઉપેક્ષણીય લાગે તે સંત કે ધર્મ ગુરૂની નજરમાં બહુ મેટી લાગે છે. પિતાના સમયના વિલાસી સમાજના સાધારણ પિોશાક અને રીતરીવાજ બ્રિતિઓ પાછા ગ્રહણ કરવા માંડે, પિતાના પંથની પ્રાથમિક સખ્તાઈને હજી પણ ચીવટથી વળગી રહે તેની ખ્રિસ્તિઓ હાંસી કરે, અથવા તે જે માણસે એક વખત માત્ર નામના જ વિધમાં હતા તે હવે માત્ર નામના જ ખ્રિસ્તિઓ થાય; આવી આવી બાબતો ઉપર અર્વાચીન ટીકાકારો ઘણું કરીને બહુ લક્ષ આપશે નહિ. વળી ઘણી વખત નીતિશાસ્ત્રકાર મોજશોખના કેઈ નવા પ્રકાર કે નજીવી રહી કે જેને તે ગેરવાજબી ગણતા હોય છે ને ખાસ લક્ષમાં રાખી તેની અતિશયોક્તિ યુક્ત નિંદા કરે છે અને એટલી બધી વધારે પડતી અગત્યતા એને આપે છે કે જે પાછલા જમાનામાં સમજી શકાતી નથી.
Page #356
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઈનથી શાલમેન સુધી 309 વિધર્મીઓ અને ખ્રિસ્તિઓ બન્નેના લખાણોમાં આવાં દષ્ટાંતિ મળી આવે છે અને નીતિના ઈતિહાસમાં એ પૃષ્ઠ ઘણું વિચિત્ર છે. આ પ્રમાણે એક અમીરે પિતાને રથ પિતાને હાથે હાંક હતો માટે જુવેનલ તેને ભાંડવામાં બાકી રાખતા નથી. તે કહે છે કે જે વર્ષ પિતે શહેરને હાકેમ નીમાયો તેજ વધે, દિવસે તે નહિ પણ ચંદ્ર અને તારાઓની દષ્ટિ સમક્ષ, અને તે પણ જાહેર રસ્તા ઉપર, પિતાનો રથ પિતાને હાથે હાંકતાં તે અમીરને જરા પણ શરમ આવી નહિ ! કેટલાંક માણસો જુદી જુદી જાતના પીણામાં બરફ નાંખી તે પીતા એ શેખીન રીવાજને ઘણે ઘાતકી અને અસ્વાભાવિક ગણ સેનિકા તેને ઘણે ભ્રષ્ટ કહેતે. બ્લિનિ કહે કે કે સેનાની વીંટી પહેરવાનો શોખીન રિવાજ જેણે પ્રથમ શોધી કાઢયે હોય તેને મેટામાં મેટા રાક્ષસી ગુનેગાર કહે જોઈએ. દંત–મંજનની પ્રશંસા કરવા માટે એપ્પલીઅસને પોતાને બચાવ કરવાની જરૂર પડી હતી, અને બચાવમાં તેણે કહ્યું હતું કે નાઈલ નદીના પાણીમાંથી મગરો પણ અમુક અમુક વખતે બહાર આવી કિનારા ઉપર જડબા ઉઘાડાં રાખી પડયા રહેતા, અને પક્ષીઓ આવી પિતાની ચાંચથી તેમનાં દાંત સાફ કરી નાખતા; તેથી એમ સિદ્ધ થાય છે કે દાંત સાફ કરવાનું કામ કુદરતી રીતે વાજબી છે. પ્રાચીની સખત નિંદાના પ્રમાણમાં જ જે જૂદી જૂદી રૂઢીએના ગુનાનું માપ કરવા આપણે બેસીએ તે માથે ખોટા વાળ પહેરવાને કે તેમને કૃત્રિમ રીતે રંગવાને રિવાજ તેમના સમયમાં ઘાતકીમાં ઘાતકી ગુનો હતો એમ કહેવું પડે. એલેક્ઝાંડિયાને કેલેમેન્ટ પૂછતો કે ખોટા વાળને લીધે કેટલીક ધાર્મિક ક્રિયાઓ બરાબર થઈ ગણાય કે નહિ ? કારણ કે, ધારે કે કોઈ માણસે માથે ખોટા વાળ પહેરીને પાદરીને આશિર્વાદ ઘૂંટણીએ પડી માગ્યો, અને તે પાદરીએ તેના મસ્તકે હાથ મૂકી આશિર્વાદ આપે; તે એ આશિર્વાદ ખરું જોતાં એણે કેને આપે? માથે પહેરેલા ખોટા વાળ કદાચ જે મનુષ્ય નરકમાં પડયું હશે તેના હોય તે ! એ વિચારથી ટરયુલિયનને કંપારી છૂટતી ઇત્યાદિ. સૈકાઓ વહી ગયા રોમનું રાજ્ય પાયામાંથી ખળભળી પડી ગયું અને દુરાચાર અને
Page #357
--------------------------------------------------------------------------
________________ 310 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. દુઃખનાં પૂર દુનિયામાં પથરાઈ ગયાં; પણ છતાં આવી આવી બાબતમાં ખ્રિસ્તિ વૃદ્ધોની સખત ટીકા ઓછી થાય નહિ. સંત અંબ્રોઝ, સંત જે રેમ ઇત્યાદિ અનેક સંતોએ ખોટા વાળની વિરૂદ્ધ વિગ્રહ જેસભેર ચાલુ રાખ્યો હતો. પરંતુ ખ્રિસ્તિ વૃદ્ધો આવી નજીવી બાબતોની સર ટીકા કરતા હતા તે ઉપરથી એમ જણાય છે કે તે સમયના સમાજમાં ગંભીર પ્રકારના દુરાચાર થતા નહિ–એવું અનુમાન જે કોઈ બાંધે તે તે અનુમાન પણ કેવળ ખોટું જ છે. ખરું કહીએ તે એ સમયના જેવો ભ્રષ્ટ બીજે કઈ સમાજ ભાગ્યે જ હશે એ વાત અનેક લેખોથી સિદ્ધ થાય છે. અતિ પવિત્ર જણાતી સંસ્થાઓ અને વર્ગોમાં પણ ભ્રષ્ટતા પેસી ગઈ હતી. ખ્રિસ્તિઓના પવિત્ર ગણાતા પ્રેમોત્સવમાં પુષ્કળ દારૂ પીવાત અને તોફાન થતાં. ખ્રિસ્તિ વૃદ્ધો એવા પ્રેત્સવને વખોડતા; ચોથા સૈકામાં લેડિશીયાની ધર્મસભાએ તેમને ગુનાહિત ગણ્યા હતા; પાછળથી કાજની ધર્મસભાએ પણ તેમ જ કર્યું હતું; છતાં કલંકરૂપે અને ગુનારૂપે પણ તે ચાલુ રહ્યા હતા. અને સાતમા સૈકાની આખરે ટુલેની ધર્મ સભાએ તેમને અંતે દાબી દીધા હતા. ધર્મ વીરોના માનમાં થતા મેળામાં પણ અનાચાર વધી પડે હો. સ્ત્રીઓ ખુલ્લી રીતે પિતાના પતિને ભંગ કરતી, અને તેમાં થતા દુરાચારને લીધે વાર્ષિક મેળે બંધ કરે પડતે હતે. લગ્નના સંબંધમાં પાદરીઓની અસ્પષ્ટ સ્થિતિને લીધે પણ ગંભીર પ્રકારની ગેરવ્યવસ્થા થઈ પડી હતી. સંત સાઈપ્રિયનના સમયમાં પાદરીઓ પરણતા નહિ, પણ અનેક બહાને પિતાની રખાતને ઘરમાં રાખવાનો રિવાજ સામાન્ય થઈ પડ્યું હતું, પરંતુ કેન્સ્ટનટાઈનના સમય પછી આ બાબતને પિકાર વધી પડયો હતો. કુમારિકા અને સાધુ ઘણી વખત સાથે એ ઘરમાં રહેતાં, અને કેટલીક વખત તે એક પથારીમાં સાથે સૂઈ બ્રહ્મચર્ય પાળ્યાનું કહેતા. તાલેવંત વિધવાઓના વારસ થવા માટે ખુશામતી આ પાદરીઓ ધર્મને બહાને તેમની અનેક પ્રકારે ખુશામત કરતા હતા. અને આબાદી એટલી બધી વધી ગઈ હતી કે પાદરીઓને અને સાધુઓને એવી
Page #358
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 311 રીતે વારસે મળી શકે નહિ એ વેલેનટિનિયનના સમયમાં કાયદો પણ કરવો પડ્યો હતો, અને આવા અંકુશની જરૂર હતી એમ સંત જેરોમ શોચપૂર્વક કબુલ કરે છે. શેહેરીને ફરજોથી અળગા રહેવાની ખાતર સંખ્યાબંધ માણસે ખ્રિસ્તિ થઈ જતાં; લેકે આળસુ બની ગયા અને માત્ર પ્રમાણિક મહેનત નહિ કરવાની ખાતર તેમનાં ટોળેટોળાં જંગલમાં જવા લાગ્યાં, મઠમાં જઈ સાધુ થવા સિપાઈઓ પણ લશ્કરમાંથી ભાગી જતા હતા. અમીર વર્ગની સ્ત્રીઓ ઉંચા પ્રકારનું જીવન જીવવાનો ડોળ કરી પિતાના સ્વામીને છેડી હલકા વર્ગના પિતાના યારો સાથે રહેવા લાગી. ન્યાસાના સંત ગ્રેગરીના સમયમાં પેલેસ્ટાઈનમાં પણ જાત્રાળુઓ ઉભરાવા લાગ્યા હતા અને અધમ અનાચારમાં પ્રવૃત્ત થતા હતા. જાત્રાળુઓની અપકીર્તિ લાંબા સમય ચાલુ રહી હતી. અને જાત્રાને બહાને બહાર નીકળી સ્ત્રીઓ છ ચોક વેશ્યાને ધંધો કરતી હતી. ઉંચી પદવીના પાદરીઓ વિલાસી અને વ્યાવહારિક દૃષ્ટિના થઈ ગયા હતા, અને નીચેની પદવીના પાદરીઓ રમતગમતના અત્યંત શોખીન થયા હતા. આમ આખો પાદરી વર્ગ સડી ગયો હતો. સંત જેરેમની ફરિયાદ એ હતી કે ઘણું ધર્માધ્યક્ષોના ખાણામાં પ્રાંતના હાકેમના ખાણા કરતાં વધારે દમામ રહેત; અમલદારી મેળવવા ધર્મગુરૂઓ બહુ ખટપટ કરતા, અને તેમાં પક્ષે બંધાઈ એક બીજા વચ્ચે દારૂણ હરીફાઈ ચાલતી. અન્ય વર્ગોના આચરણનું મુખ્ય સામાન્ય લક્ષણ અત્યંત બાલીશતા થઈ પડયું હતું. વિધમી સમયના ઘણાખરા કાળ કરતાં નીતિને ઉત્સાહ તે વધારે હતો, પણ એ બધે ઉત્સાહ જંગલમાં ખેંચાઈ જવાથી સમાજ ઉપર તેની અસર પડી જ થતી. રથની શરતોમાં સામસામા પક્ષની વઢવાડમાં રાજકીય, બુદ્ધિ વિષયક અને ધાર્મિક મતભેદ પણ ઢંકાઈ જતા: અને એવી વઢડથી શેરીઓમાં મારામારી થઈ પુનઃ પુનઃ લેહી રેડાતું હતું અને રાજ્યના મોટા ફેરફારે ઉપર પણ એની અસર વખતે થતી; અને એવા કજીઆ, કંકાસ અને તેફાનમાં તેમને બધે વખત જ હતું,
Page #359
--------------------------------------------------------------------------
________________ 312 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એ સાદી હકીક્ત તે જમાનાની પતિત અવસ્થા જણાવવાને પૂરતી છે. સ્વદેશાભિમાન અને શૌર્ય લગભગ નષ્ટ થઈ ગયાં હતાં અને લોકોના આગેવાની નીતિ ઘણી નીચી હતી. દરબાર વિલાસી થઈ ગયો હતો, હજુ રીઆ અમીર ખુશામતી અને હાજીહા કહેનારા થઈ ગયા હતા, અને કપડાં અને ઘરેણુને શેખ બહુ વધી ગયો હતો. અત્યંત અનાચાર અને સખત તપ કૃત્તિના જોખમકારક વાર ફેરાથી લોકે પરિચિત થવા લાગ્યા, અને કઈ કઈ વખત એન્ટિયોક જેવાં અત્યંત દુરાચારી અને વિલાસી શહેરે સાધુઓની મોટી સંખ્યા પૂરી પાડતાં હતાં. દુરાચાર અને તેમને સોગ કે જે મનુષ્યના સુખને જે કે એટલે બધે હાનિકારક નથી પણ અમીર વર્ગના લાભમાં ખાસ કરીને આડે આવનારે હોય છે તે એ વખતે અસ્તિત્વમાં આવ્યું હતું. લેકમત એ તે ભ્રષ્ટ થઈ ગયા હતા કે ઘણા ખરા દુરાચારને શિક્ષા તે થતી નહિ પણ તેમની નિંદા પણ થતી નહિ, અને ધાર્મિક ક્રિયા કરવાથી પાપ નષ્ટ થાય એવા નિઃશંક વેહેમથી કહ૫નાને શાંતિ મળતી અને મને દેવતાના ડંખ અને ધાસ્તીઓ ઓછાં થઈ જતાં. સીઝર રાજાઓના સમય કરતાં જૂઠ અને દોહ વધ્યાં હતાં, પણ કુરતા, શિરજોરી અને નિલજતા ઓછાં થયા હતાં. સાર્વજનિક કામમાં ઉત્સાહ, નીતિમાં નિષ્પક્ષ સ્વાધીનતા અને બુદ્ધિવિષયક સ્વતંત્રતા પણ ઓછાં થયાં હતાં. તેમ છતાં, કેટલીક બાબતે ખ્રિસ્તિ ધર્મ સુધારો કર્યો હતો. તરવાનાં પ્રાણઘાતક ખેલે પશ્ચિમમાંથી લેપ પામ્યા, અને ઇસ્તંબુલમાં તો દાખલ પણ થયા હતા. વિનસના મંદીરમાં થતે સ્ત્રીઓને અનાચાર બંધ પડયો હતો. દુરાચારની નકટતા કંઈક ઓછી થઈ હતી. ચિત્રોની બિભત્સતા, અમીરો ખાણું ઉપર નિર્લજતામાં આનંદ માનતા હતા તે, સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુનની ભયંકર બદી, આ બધાં હવે એમને એમ ચાલવા દેવામાં આવતાં નહિ; અને તેમની શરમ લેકેને કંઈક હવે લાગતી હતી. વ્યભિચાર હજી ઘણો હતો, પણ તેના અસ્વાભાવિક અને અમાનુષી પ્રકાર કી ચિત જ બનતા. ખ્રિસ્તિ ધર્મમાં જે કે વેહેમ અને ધર્મધતા હતા, પણ
Page #360
--------------------------------------------------------------------------
________________ " કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 313 શુદ્ધ નીતિને તે ઉપદેશ કરતા અને પ્રબળ પ્રયોજનવડે તે નીતિ અમલમાં મૂકતાં તેથી ચોતરફ એની અસર થયા વિના રહેતી નહિ. ધર્મગુરૂઓ દઢ મનના અને રાજ્યમાં વગવાળા હતા. તેમણે નીતિની પ્રબળ વ્યવસ્થા બાંધી; સારાં સારાં માણસે આ વ્યવસ્થા તરફ ખેંચાણાં, નબળા મનના પણ સાલસ સ્વભાવનાં માણસોનાં જીવન તેથી નિશ્ચિત થયાં, અને દુરાચાર ઉપર તેથી કાંઈક અંકુશ મૂકાઈ. દુરાચારી માણસને ધર્મ નીતિના સૌંદર્યનું ભાન કદિ ન પણ થતું, પરંતુ તેની ધમકીઓની અસર તે તેના મગજમાં ભમ્યા કરતી. તંદુરસ્તી અને આબાદીમાં જો તેની અસરથી એ મુક્ત રહેતો તે મંદવાડ અને ભયના સમયે તેની સત્તા પાછી સ્થપાતી, અથવા તો કોઈ મોટો ગુને કરવાની તૈયારીમાં એ હોય ત્યારે તેની નજર સન્મુખ આવીને એ ઉભી રહેતી. જો આ સઘળી ધાસ્તીઓને એ પત કરે નહિ. તે છેવટે જે લેકમત એણે ઉભો કર્યો હતો તે એને નડતો અને એને વશ કરતો. કેટલાક વિધર્મી શહેનશાહ નિલજ બનીને નિરંકુશપણે કોઈ પણ જાતની ધાસ્તી અને પશ્ચાતાપ વિનાના થઈને દુરાચારમાં પ્રવૃત્ત થતા હતા તે વાત હવે શક્ય રહી નહોતી. ધર્મસન ઉપરથી પ્રબળ બોધ અપાતે હતો અને ઘણા પ્રકારની સખાવતે થતી હતી. - તવૃત્તિના પ્રથમ મહાન ઉભરાનાં જે નૈતિક પરિણામ અદ્યાપિ પર્યત આપણે બતાવ્યા છે તે કેવળ ખરાબ જ જણાય છે. તપોવૃત્તિઓ નૈતિક સંપૂર્ણતાનું કેવળ ભ્રાંતિજનક દષ્ટિબિંદુ ઉપજાવ્યું હતું; ઉપરાંત જે નૈતિક ઉત્સાહ સમાજનું રૂપાંતર કરી નાખે છે તેને વ્યાવહારિક ચંચળ પ્રવૃત્તિમાંથી છેક એણે વાળી લીધો એ વાત અત્યંત અનિષ્ટકારક હતી, અને યુરોપની નૈતિક અવસ્થામાં કેટલાક સૈકાઓ પર્યત ખ્રિસ્તિ સંસ્થા વધારે મોટો સુધારો કરી શકી નહિ તેનું મુખ્ય કારણ એ જ છે એમાં ડી જ શંકા છે. પરંતુ જો કે તપત્તિથી ઘણું અનિષ્ટ પરિણામ આવ્યાં છે, છતાં તેમાંથી પણ કાંઈક સારાં પરિણામ પ્રાપ્ત થયાં છે; તેથી તેની છેક અવગણના કર્યા પહેલાં કાંઈક વિચાર કરે ઘટિત છે.
Page #361
--------------------------------------------------------------------------
________________ 314 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, શુદ્ધ સુવર્ણ જેવી નૈતિક શ્રેષ્ઠતાને માટે ખરેખર આત્મભોગ અને આત્મ-ત્યાગ આવશ્યક છે. માંડવાળ, મધ્યમતા, કાંઈક હું મૂકું અને કાંઈક તું મૂક એ આમનેસામન સ્વાર્થત્યાગ, નમ્રતા, વિનય, અને સુધરલી ટેવો કે જે વિલાસજનક અને જનહિતકારી સુધારાઓને બંધબેસતી આવે છે તે ઘણુ ગણ ગુણોને વિકાસ કરવામાં બહુ અનુકૂળ આવે છે. પરંતુ મનુષ્યના સ્વભાવમાં તેથી પણ ઉચ્ચતર અને વધારે ઉન્નત આકાંક્ષાઓ રહેલી હોય છે અને તેમની તૃપ્તિને માટે જુદી જ જાતને પ્રદેશ જોઇએ છીએ. વળી માણસોને અતિ ઉત્તમ ઉદેશોથી તે પરિચિત કરે છે અને મનુષ્ય જાત ઉપર ઘણી જ મેહક અસર તે ઉપજાવે છે. સન્યાસી સાધુઓનું દષ્ટિબિંદુ અવળું અને અપૂણ હતું, અધ્યાત્મિક સ્વાર્થના અંશથી તે ભ્રષ્ટ હતું. તથાપિ તેમાં અડગ આસ્થા રાખીને હજારો જણાએ જે વસ્તુઓને માણસો વહાલામાં વહાલી ગણે છે તેમને રાજીખુશીથી તજી દીધી છે, બેગ વૈભવને તરછોડી નાખ્યા છે અને કેવળ આત્મ-ત્યાગને જ પિતાના જીવનનું કાવ્ય ગયું છે. આવા દાખલાઓની અસર દુનિયા ઉપર થયા વિના કેમ રહે ? જે વખતે વધતી જતી દોલતની ખ્રિસ્તિ સંસ્થાને ગંભીર પ્રકારને ચેપ લાગ્યું હતું તે વખતે તેઓ એશઆરામ કરતાં મહેનત અને કીર્તિ કરતાં અપકીર્તિને વધારે ચાહવાનો, અને લેવા કરતાં દેવામાં વધારે આનંદ માનવા, ઉપદેશ કરતા હતા. જે વખતે ધર્મ-સંસ્થામાં ઉંચી અમલદારી મેળવવા કંઈ કંદ કાવાદાવા થતા હતા, ત્યારે તે અમલદારી તેઓ ખાસ કરીને લેતા નહિ અને પિતાની વિચિત્ર પણ સખત ભાષામાં ઉપદેશ આપતા કે સાધુએ ખાસ કરીને બે વર્ગોથી દૂર રહેવાનું છે- ધર્માધ્યક્ષ અને સ્ત્રીઓ, તેમની વિચિત્ર આકૃતિ અને ભયંકર દેહ-દમન વિગેરે વિલક્ષણતાને લીધે જ તેમના તરફ અણઘડ હૃદયો પ્રથમ આકષોતાં હતાં, અને પછી દયા અને આત્મ-ત્યાગ જે તેમના જીવનના ઉંચા પ્રકારના સગુણ હતા તેમના ઉપર એ આકર્ષણ ધીમેધીમે ચોંટતું હતું. સંત મિમિયન સ્ટાઇલાઇટસને જોઈને હજારો જંગલીઓ ખ્રિસ્તિ થઈ ગયા હતા. સાધુનું સ્વરૂપ પણ લોકોની કલ્પનાએ તુરત સુંદર બાંધી લીધું. તેની જીંદગીનાં
Page #362
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 315 અને આકૃતિનાં અરૂચિકર લક્ષણે વિસ્મત થવા લાગ્યાં. લાંબી સફેદ દાઢીવાળે અને માયાળુ દેખાવવાળો, ખજૂરીના ઝાડ નીચે બેઠે બેઠે સાદડીઓ વણતે, જેને છળવાને પિશાચે તરેહ તરેહની વ્યર્થ યુક્તિઓ કરતા હતા એ, જેની હાજરીમાં જંગલી કૂર પ્રાણીઓ ગરીબ બની જતાં હતાં એ, અને જેના શબ્દ માત્રથી દરેક રોગ અને દરેક શોક નાશ પામતાં હતાં, એવો તે માણસ હતો એવી ગણના તેના વિષે લેકે કરવા લાગ્યા. આવા સ્વરૂપથી મેહિત થએલી ખ્રિસ્તિ દુનિયાની કલ્પનાએ તેના સંબંધમાં અનેક કથાઓ ઉપજાવી; અને તે કથાઓ બાલિશતાવાળી છતાં જન–સ્વભાવના સુંદર લક્ષણોથી ભરપૂર હતી, અને ઘણીવાર તેમાંથી ઉત્તમ પ્રતિને નૈતિક બેધ મળતો હત; અને તેથી મનુષ્યના આચરણનું સ્વરૂપ બહુ સારી રીતે બંધાતું હતું. એવી કથા છે કે સંત એન્ટનીને એક રીતે વિચાર આવ્યો કે જંગલમાં સૌથી ઉત્તમ માણસ તે પોતે હતે. તેવામાં એને પ્રેરણા થઈ કે તેના કરતાં પણ વધારે પવિત્ર સાધુ તે જંગલમાં રહેતો હતો. આ અજાણ્યા સંતને મળવા સવારના પહોરમાં જંગલમાં એ નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં એક અર્ધ-ઘડે અને અર્ધ-માણસ એવા પ્રાણીને તે મળ્યો અને પછી તેને એક નાનો માણસ મળે, જેને શીંગડાં હતાં અને બકરાના પગ હતા. આ માણસે એને કહ્યું કે તે જંગલી પ્રાણીઓને અધિષ્ઠાતા વન–દેવ હતા. આ બન્નેએ સંતને રસ્તો બતાવ્યો અને તેથી પિતે આવવાની જગાએ પહોંચ્યો. સંત પોલ કે જેની મઢીના બારણે આવીને તે ઉભો રહ્યો હતે તે એકસે અને તેર વર્ષની ઉમરનો હતે; અને લાંબા વખતથી કેવળ એકાંતમાં જ રહેતો હોવાથી પ્રથમ તે સંત એન્ટનીને મને થવાની એણે ના પાડી, પણ છેવટે મળવાનું કબુલ કર્યું અને બન્ને ભેટયા, અને પછી જે દુનિયા સંત એન્ટની છોડીને આવ્યો હતો તે બાબત જીજ્ઞાસાપૂર્વક ઝીણા ઝીણા પ્રશ્ન તે એને પૂછવા લાગ્યો. “શેહેરેમાં નવાં મકાને બહુ બંધાતાં હતાં કે કેમ? કયા રાજ્યની સત્તા ચાલતી હતી ? મૂર્તિપૂજકે હવે રહ્યા હતા કે કેમ ?" આવી વાતો બને જાણ કરતા હતા, દરમ્યાન એક કાગડો એક આખો ટલે ત્યાં લઈ આવ્યું. સંત પાલેકે
Page #363
--------------------------------------------------------------------------
________________ 316 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કહ્યું કે છેલ્લાં સાઠ વર્ષથી તેને એ પ્રમાણે અરધે રોટલો મળસે હતો; પણ આજે આખો આવ્યો તેથી સંત એન્ટનીને મળવામાં એણે વાજબી કર્યું છે એમ એ ઉપરથી સાબીત થાય છે. બન્નેએ ઈશ્વરનો ઉપકાર માન્ય અને નિર્મળ ઝરાની પાસે બન્ને જમવા બેઠા. પણ પ્રથમ શરૂઆત કોણે કરવી એ બાબત હવે મુશ્કેલી ઉભી થઈ સંત એન્ટની મહેમાન હોવાથી એણે શરૂઆત કરવી જોઈએ એમ સંત પલે કહ્યું. પણ સંત એન્ટનીને નેવું વર્ષ થયાં હતાં, તેથી સંત પલ વયોવૃદ્ધ હોવાથી શરૂઆત એણે કરવી જોઈએ એમ સંત એન્ટનીએ કહ્યું. અને વિનયના ખેતી અને જણ એવા તો હતા કે આ અગત્યના પ્રશ્નનો તેડ કાઢતાં સાંજ પડી અને છેવટે એમ ઠર્યું કે બન્ને જણાએ તે રેટલ સાથે પકડી સામસામે ખેંચો એટલે એની મેળે તેના કટકા થઈ જશે. લાંબી વાતને ટૂંકી કરી નાંખતાં, પછી જ્યારે સંત પલ પંચત્વ પામે ત્યારે તેને સોબતી સંત એન્ટની વૃદ્ધ હોવાથી તેને દાટવાની મહેનત એ કરી શકો નહિ. એટલે જંગલમાંથી બે સિંહ આવ્યા, તેમણે પિતાના પંજાથી કબર બેદી દીધી, તેમાં શબને પધરાવી દીધું; શેચની બુમો પાડવા માંડી, અને ઘૂંટણીએ પડીને સંત એન્ટનીને આશિર્વાદ યાચવા લાગ્યા. આ કથા સંત જેરામ પિતે વર્ણવે છે અને અક્ષરશ: સાચી છે એમ તે કહે છે, કેટલીક વિચિત્ર વાતો પણ કહેવામાં આવતી હતી. પિશાચો જેમાં રહેતા હતા એવા જાદુઈ બગીચા જોવાની જીજ્ઞાસા એક વખત સંત મેકેરિયસને થઈ. પિશાએ તેનાથી ડરી જઈ તેને બગીચા જેવા દીધા. ઇતિહાસકાર પેલેડિયસ કહે છે કે આ વાત સંત મેકેરિયસના પિતાને મોંએથી એણે સાંભળી હતી. બીજી કેટલીક કથાઓમાં તેમને ઉત્કટ વિનય ભાગ તરી આવે છે, અને કેટલીક કથાઓમાં તે સમયે જે વહેમે અત્યંત પ્રચલિત હતા તેમને સ્પષ્ટ નિષેધ કરેલું જોવામાં આવે છે. સંત મેકેરિયસ માંદો પડે ત્યારે દ્રાક્ષને એક લુમખો તેને કેઈએ આપે. ઉદાર ભાવથી પ્રેરાઈ એણે બીજા સન્યાસીને તે આપો; બીજાએ ત્રીજાને અને ત્રીજાએ ચેથાને આપે. એમ ફરતાં ફરતાં તે
Page #364
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શામેન સુધી. 317 લુમખાએ આખા જંગલમાં મુસાફરી કરી અને પાછા સંત મેકરિયસના હાથમાં આવીને ઉભો રહ્યો. એજ સંત પિતે તે ગંધાતું પાણી પીતે; પણ બીજા સંતને મળવા જતો ત્યારે જે તે દારૂનું પ્યાલું આગળ ધરે તો વિનયની ખાતર એ પીવાની તે કદિ ના કહેતે નહિ, પરંતુ પછી તેનું પ્રાયશ્ચિત કરતા અને દારૂના જેટલા પ્યાલા પીધા હોય તેટલા દિવસ પાણી બિલકૂલ પીતે નહિ. તેના એક શિષ્યને એક વખત હાથમાં મેટી લાકડી લઈને ઉતાવળથી જંગલમાં દે જ એક મૂર્તિપૂજક પૂજારી મળે તેને મોટે અવાજે એણે કહ્યું “સેતાન, કયાં જાય છે ?" સ્વાભાવિક રીતે જ તે પૂજારીને ગુસ્સો ચડયો અને શિષ્યને ખૂબ ઠે. અને પછી પિતાને રસ્તે પડતા હતા ત્યાં સંત મેકેરિયસ એને મળ્યો. સંતે એવા તો વિનય અને કોમળતાથી એની સાથે વાત કરી કે વિધર્મીનું હૃદય પીગળી ગયું અને તે ખ્રિસ્તિ થયો. અને માયાળપણાનું પ્રથમ કાર્ય એણે એ કર્યું; તે જેને પોતે માર્યો હતો તેની પિતે સારવાર કરવા લાગ્યો. સંત એવિટસ સંત મારસિયનની મુલાકાતે ગયે ત્યારે સંત મારસિયને તેની આગળ ખાવાનું મૂક્યું. સંત એવિટસે કહ્યું કે દિવસ આથમ્યા પછીજ જમવાને તેને રિવાજ હતો. ત્યારે પિતાનું જમવાનું મોડું ઠેલી શકતા નથી તેને માટે સંત મારસિયને દિલગીરી જણાવી અને એક વાર પિતાને રિવાજ તેડવાની મીજમાનને વિનતિ કરી, પણ મીજમાને ના કહી. એટલે સંત મારસિયન બેલ્યો. “અફસોસ” તમે અહીં સંત અને ડાહ્યા માણસને મળવા આવ્યા, પણ હવે તમારી નજરે એક પેટ ભરોજ પડે છે એ જોઈ મારું હદય શોકથી ભરાઈ જાય છે.” આવું સાંભળીને સંત એવિટસને પણ ઘણું લાગી આવ્યું અને જમવા બેસી ગયો. પછી સંત મારસિયને કહ્યું: “મારે રિવાજ પણ તમારા જેવો જ છે. પણ આપણે જાણીએ છીએ કે અપવાસ કરતાં ઉદાર બુદ્ધિ વધારે સારી છે; કારણ કે ઉદાર બુદ્ધિ રાખવાનું ઈશ્વરના કાયદામાં કહ્યું છે, પણ અપવાસ કરે એ આપણું શક્તિ અને ઈચછાની જ વાત છે.” સંત એપિફેનિયસે સંત હિલેરિયસને પિતાની મઢીએ નેત; અને તેની આગળ માંસને ખોરાક મૂક્યો. સંત હિલેરિયસે
Page #365
--------------------------------------------------------------------------
________________ 318 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ કહ્યું: “મહારાજ, મને ક્ષમા કરો; સાધુ થયા પછી મેં માંસ કદિ ખાધું નથી.” સંત એપિફેનિયસે કહ્યું. “અને જ્યારથી હું સાધુ થયો છું ત્યારથી આખો દિવસ ગુસ્સામાં મેં કદિ કાઢયો નથી.” સંત હિલેરિયસે પ્રત્યુત્તર વાઃ “તમારે નિયમ મારા કરતાં વધારે ઉત્તમ છે.” એક ધનવાન સ્ત્રી એક સાધુની આગતાસ્વાગતા કરતી હતી, તેવામાં તેનું બાળક કૂવામાં પડી ગયું; પણ તે બાળકને કાંઈ ઇજા થઈ નહિ અને પાણીની સપાટી ઉપર પડી રહ્યું. પાછળથી તે બાળક એની માને કહેવા લાગ્યું કે સંતના હાથથી તે ઝીલાઈ રહ્યું હતું. જે સમયે પરણેતર જીદગીની પવિત્રતા બિલ . કુલ સ્વીકારવામાં આવતી હતી તે અરસામાં ઈજીપ્તના સંત મેકેરિયસને પ્રેરણું થઈ કે પાડોશના શહેરમાં બે પરણેલી સ્ત્રીઓ તેના કરતાં પણ વધારે પવિત્ર હતી. તુરત જ સંત તેમની મુલાકાતે ગયો અને તેમની રહેણું કરણ વિષે તેમને પૂછવા લાગે. સ્ત્રીઓએ કહ્યું કે તેઓ પવિત્ર નહોતી અને વાત બની પણ શકે નહિ, કારણ કે રોજ તેમના ધણીઓની સાથે જ તેઓ રહેતી હતી. સંતના આગ્રહથી છેવટે પિતાનું વૃત્તાંત તેમણે આ પ્રમાણે આપ્યું. “અમે બે જણીઓ સગી નથી, પણ બે ભાઈઓને અમે પરણેલી છીએ. અમે પંદર વર્ષથી સાથે રહીએ છીએ; પણ અમારા મોઢા. માંથી એક પણ અપશબ્દ કે, ક્રોધને અવાજ નીકળ્યો નથી, અમારે કુંવારા રહેવાની અને સાધ્વી થવાની ઘણી ઈચ્છા હતી અને અમારા ધણીઓને અમે ઘણી વિનવણી કરી, પણ અમને સાધ્વી થવાની પરવાનગી એમણે આપી નહિ. અને પછી ઈશ્વરને સમક્ષ રાખી અમે વચન આપ્યાં કે કઈ પણ સાંસારિક અપશબ્દથી અમારાં મુખ અને ભ્રષ્ટ કરશું નહિ.” સંત બોલી ઉઠશેઃ “હવે મને સત્ય સમજાણું. માણસે પરણેલાં હોય કે કુંવારાં હોય, મડમાં હોય કે સંસારમાં હોય, પણ તે કશાની ઈશ્વરને દર કાર નથી. ઈશ્વર તે માત્ર હૃદયના ભાવને જ ભૂખ્યો છે; અને ગમે તે સ્થિતિમાં હોય, પણ એની સેવા કરવાની જે ઈચ્છા રાખે છે તેને ઇશ્વર પ્રાપ્ત થાય છે.” આવી દંતકથાઓ લાંબા વખત સુધી લેકેને નીતિમાં આદર્શરૂપ
Page #366
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 319 હતી અને તેમાં ખ્રિસ્તિ સંસારની નીતિ ભાવનાનું પ્રતિબિંબ પડતું હતું, તેથી આ દંતકથાઓ અત્ર આપેલી છે. વળી કેટલીક કથાઓમાં સંતે અને પ્રાણીઓની સૃષ્ટિ વચ્ચે કે સબંધ હતો તે વર્ણવવામાં આવ્યો છે; અને પ્રાણીઓ પ્રત્યે દયા અને માયાળુપણું કેળવવાનો પ્રયાસ તે કથાઓમાં હેવાથી નીતિના ઈતિહાસમાં તેમની નેંધ લેવી ખાસ ઘટે છે. પ્રાચીન વિધર્મી કાળમાં દયાના આ પ્રકારને નીતિના ક્રમમાં ગણવાના ઘણા ઈલાજ લેવાયા હતા. તે સમયમાં પ્રાણી વિજ્ઞાનશાસ્ત્રની કેવળ અજ્ઞાનતાને લીધે લેકે માનતા કે પ્રાણીઓમાં પણ બુદ્ધિ અને નીતિની ઉચ્ચ ભાવનાઓ હોય છે, અને તેથી મનુષ્યો અને પ્રાણીઓમાં બહુ થોડો ફેર છે. આ બાબતમાં અનેક વાર્તાઓ કહેવામાં આવતી હતી, અને તેથી પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાના સિદ્ધાંતને રસ્તે બહુ મેકળો થયો હતો. દાખલા તરીકે તેઓ માનતા કે હાથીઓમાં બુદ્ધિ અને શુભેચ્છા હોવા ઉપરાંત ધર્મભાવના પણ હોય છે. સૂર્ય અને ચંદ્રની તેઓ પૂજા કરતા, અને મોટેનિયાના જંગલમાં ધાર્મિક ક્રિયાઓ કરવા સુદ બીજને દિવસે નદીને કિનારે તેઓ ભેગા થતા. ગ્રાહ (જળ હાથી ) નામના પ્રાણીના શરીરમાં લેહી વધી જતું ત્યારે કોઈ કાંટા વડે પિતાની નસ ખેલી વધારાનું લેહી તે કાઢી નાખતું ને ચીકણી માટીથી પાછી તે નસ બંધ કરી દેતું. આમ નસ ખેલવાથી શું ફાયદો થાય છે તે એ બતાવી આપતું. લક્કડખોદાં પક્ષીઓ પિતાનાં બચ્ચાંનું પેષણ કરવા આત્મઘાત કરતાં; અને પોતાના રાજાના કાયદાનો ભંગ કરતી ત્યારે મધમાખીઓ પણ તેમ કરતી. એક ગરૂડપક્ષીને પ્રેમ એક યુવાન છોકરી પર હતો અને એ છોકરી મરી ગઈ ત્યારે એ પક્ષી નિરાશાથી અગ્નિમાં પડી બળી ગયું; અને તેની યાદગીરીમાં એસટોસમાં એક મંદીર બાંધવામાં આવ્યું હતું. પિતાના ધણીની પાછળ અનેક નિમકહલાલ કૂતરાંઓ મરી ગયાની વાત કહેવામાં આવતી, અને એવું કહેવાતું કે એ એક કુતરો તે નામને તારે થઈ આકાશમાં ફરે છે. ઘણું તત્ત્વવેતાએ પણ કહેતા હતા કે માણસના જેવો જ પ્રાણીએમાં પણ બુદ્ધિમાન છવ હોય છે. મુઆ પછી મનુષ્યોને આત્મા પ્રાણ
Page #367
--------------------------------------------------------------------------
________________ 320 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એમાં અવતરે છે એમ પિથાગોરિયને માનતા હતા. સ્ટોઈક વિગેરે મતવાળા કહેતા હતા કે મનુષ્ય અને પ્રાણીઓના આત્મા જગતમાં સર્વત્ર પ્રસરી રહેલા એક જ દિવ્ય ચેતનના અંશ છે. વળી પ્રાથમિક સમયથી જ પ્રાણીઓનું રક્ષણ કાયદાથી કાંઈક થતું હતું. ખેતીવાડીના સાધનમાં બળદ મુખ્ય છે, તેથી ઘણું દેશમાં એ પ્રાણી ખાસ પવિત્ર ગણાતું હતું. મિસરમાં એ પ્રાણી કેવું પવિત્ર ગણાતું હતું તે જાણીતી વાત છે. રેમના એક પ્રાચીન સમયમાં પણ કલાગણી એવા જ પ્રકારની હતી, અને બળદને વધ મોટામાં મોટો ગુનો ગણુત હતો. ગ્રીસમાં પણ એવી જ જાતને કાયદો અસ્તિત્વમાં હતો. જ્યારે બાજ એક પક્ષીની પછવાડે પડયું ત્યારે તે પક્ષી ઝીને ક્રેટિસની છાતીમાં ભરાઈ ગયું ત્યારે પિતાને આશ્રય લીધેલા પક્ષીને આશ્વાસન આપી પછી તેને એણે છોડી મૂક્યું, અને પોતાના શિષ્યોને એણે કહ્યું કે જે પિતાને આશ્રય માગે તેને સારા માણસે તે આશ્ચયની કદિ ના પાડવી ન જોઈએ; અને લેકે માનતા કે એવો વિચાર દેવોને પ્રિય હતો, અને મંદીરના દરવાજામાં પક્ષીઓ માળા બાંધે તે હરકત કરવામાં અધર્મનું કામ ગણાતું હતું. તેથી ઘરમાં કે મંદીરમાં ચકલી માળો બાંધતી તો તેને હરકત કઈ કરતું નહિ. એક છોકરાએ પક્ષીઓ પ્રત્યે જરા વધારે ક્રૂરતા વાપરી; તેથી ખીજવાઈ લેકેએ તેને મારી નાખ્યો હતે. પ્રજાઓનું સામાન્ય વલણ, જેમ જેમ તે પ્રજાએ અણઘડ અને લડાથક અવસ્થામાંથી સુધારાની અને શાંતિની અવસ્થામાં આવતી જાય છે તેમ તેમ, વધારે વધારે માયાળુ અને દયાળુ થવાનું હોય છે એ નિઃસંશય છે; પરંતુ અનેક ખાસ સંજોગોને લીધે, બીજાં સઘળાં સામાન્ય વલણોની પેઠે આ વલણ કદાચ દબાઈ પણ જાય છે અથવા પૂરેપૂરું બહાર આવી ખીલી શકતું નથી. બળદો પર જે કાયદાની આપણે ઉપર વાત કરી છે તે, ઉન્નતિની છેક પ્રાથમિક અવસ્થાને છે એ વાત સ્પષ્ટ છે, કારણ કે તે સમયે લડાયક અને ભટકતી પ્રજામાં ખેતીવાડીની ટેવ કેળવવાનો પ્રયાસ ધારા શાસ્ત્રીઓ કરતા હોય છે. પરંતુ બળદને સારી નખાય નહિ એવા વિચારમાંથી
Page #368
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 321 ઉપસ્થિત થતી દયાની કમળ લાગણ, રેમના પ્રજા તંત્રના અસ્તની પૂર્વ છેડા વખત અગાઉ ગમત રમતના અખાડામાં પ્રાણીઓને વધ થવા માં તેને લીધે મેંટે ભાગે દબાઈ ગઈ, અને દયાના સ્વાભાવિક વિકાસને પ્રવાહ આગળ જતાં અટકી પડે અથવા મંદ પડી ગયો. થેસેલીમાં થતી આખલાની સાઠમારીઓ ઉપરાંત, મરઘાં અને કુકડાની લડાઈમાં અસલી ગ્રીક લેકો ગમત માનતા હતા; અને તે લડાઈઓ સિપાઈઓને શૌર્યનાં દષ્ટાંત પૂરાં પાડે છે એમ કહીને ધારાશાસ્ત્રીઓ તેમને બહુ ઉત્તેજન આપતા હતા. કેવા જબરા પાયા ઉપર રેમની રમત થતી હતી, કેવા સંજોગોની તેમને અનુકૂળતા મળી હતી, અને લેકે તેમાં કે રસ લેવા લાગ્યા હતા, એ બધી હકીકત આગળ આપણે કહી છે. તથાપિ રોમના સામ્રાજ્ય સમયમાં મનુષ્યો પ્રત્યે દયાને ધોરણ બહુ ઉંચું થયું હતું તે પણ આપણે જાણીએ છીએ. વળી એ વાત પણ લક્ષમાં લેવા જેવી છે કે જે કે જંગલી જનાવરેની લડાઈ જેવાને શેખ લેકમાં ઘણે પ્રબળ હતું, તો પણ સમયના સાહિત્યમાં પ્રાણીઓ પ્રત્યે પણ કમળ લાગણીના અનેક સુંદર ઈસારા આપણી નજરે પડે છે. વરછલની કવિતાનું એ મુખ્ય લક્ષણ છે. પિતાના વાછરડાનું બળીદાન આપતાં ગાયની લાગણીઓનું હૃદયદ્રાવક ચિત્ર લુઝિશિયસે આપ્યું છે. પિતાની સેવામાં ઘરડા થઈ ગએલા. બળદને વેચી દેવાની ખુટા ના પાડી હતી. ઓવિડે પણ એજ વિચાર પ્રદર્શિત કર્યો છે. એક ચકલીના મૃત્યુથી એક રોમીય સ્ત્રીની આંખમાં આંસુ ભરાઈ આવ્યાનું દષ્ટાંત જુવેનલ આપે છે. પ્રાણીઓ ઉપર દયાની ખાતર એપલેનિયસે શિકારમાં ભેગા જવાની પણ રાજાને ના પાડી હતી. રમત ગમતના અખાડામાં જે વખતે હજારે પ્રાણીઓની કતલ થતી હતી તે વખતે કઈ કઈ પણ આવા ઉદ્દગાર કાઢે એ થડા સંતોષની વાત નથી. પરંતુ આ પ્રગતિ માત્ર વિચાર કિવા ભાવનામાં જ હતી એમ નહતું તેને સ્પષ્ટ અને ચેખે ઉપદેશ પણ થતો હતે. નીતિની આ શાખાના સ્થાપક પિયાગો રાસ અને એમ્પીડેકલીસ ગણુતા હતા. પ્રથમ તો, મનુષ્યના આત્માને દેહાંતર પ્રવેશ થતો હોવાથી પ્રાણીઓ પ્રત્યે માણસોએ
Page #369
--------------------------------------------------------------------------
________________ 322 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. માયાળુપણે વર્તવું જોઈએ; અને માનુષી કર્તવ્યના ક્ષેત્રમાં પ્રાણીઓને પણ સમાવેશ છે એ સિદ્ધાંત આમ ઉપસ્થિત થતાં, તે સિદ્ધાંતને ઉપકારક બીજી દલીલે પણ અપાતી. રમના મહારાજ્યના પાછલા સમયમાં પિથા ગેરિયન મતનું જેર જ્યારે વધી પડયું, ત્યારે આવા વિચારોથી લેકે બહુ પરિચિત થયા હતા. રિફાઈરીએ માંસાહાર વિરુદ્ધ સબળ લેખ લખ્યા હતા અને સેનિકાએ થડે સમય તેને ત્યાગ પણ કર્યો હતો. પરંતુ લૂટાર્કને ઉપદેશ આ બાબતમાં અત્યંત સ્પષ્ટ હતા. દેહાંતર પ્રવેશતા અવિવેકી સિદ્ધાંતને છોડી દઈને અથવા એ સિદ્ધાંત સાચા હોય અને ટોય હેય એવી શકી તેમાં લાવીને, લાગણીઓના વિશાળ પાયા ઉપર પ્રાણીઓ પ્રત્યે માયાળુપણાનું કર્તવ્ય એ મૂકે છે. એ સ્પષ્ટ કહેતા કે અખાડામાં થતા પ્રાણીઓને વધ કેવળ ગુનાહિત છે; એવા તમાશાની અસરથી ચારિત્રયમાં પરૂષતા આવે છે; ખાવાના રસને લીધે પ્રાણીઓને મારવામાં એક પ્રકારની કરતા જ છે; અને માણસ પ્રત્યે દયા રાખવાની જેમ માણસની ફરજ છે તેમ પ્રાણીઓ પ્રત્યે પણ દયા રાખવાની તેની ફરજ જ છે. હવે ખ્રિસ્તિ સંસ્થા તરફ આપણે વળીએ તે આપણને માલમ પડશે કે પ્રથમ તે આ બાબતમાં લગભગ કોઈ પણ પ્રગતિ થએલી જોવામાં આવતી નથી. મેનીફીસના મતમાં, માંસાહારને કેવળ વજર્ય ગણવામાં પિત્ય વિચારોનું મિશ્રણ જણાઈ આવે છે, અને આસ્તિક પ્રિસ્તિઓ પણ તે આહાર કરતા નહિ, પણ તેનાં જૂદાંજ કારણે તેઓ આપતા હતા. એક બે ખ્રિસ્તિ વૃદ્ધોએ પિથાગોરિયનના દયાળુ ઉપદેશ પ્રત્યે પસંદગી બતાવી છે. પરંતુ દેહાંતર પ્રવેશના સિદ્ધાંતને કેથોલિક ગુરૂઓ તદન વયે ગણુતા હતા તેમના પાપ-મુક્તિના સિદ્ધાંતને લીધે મનુષ્યજાત બીજી બધી સૃષ્ટિથી કેવળ નિરાળી પડી જતી હતી અને કર્તવ્યના જે પ્રદેશને પ્રાથમિક ખ્રિસ્તિ વૃદ્ધો ઉપદેશ આપતા હતા તેમાં પ્રાણીઓ પ્રત્યે દયાને સ્થાન બિલકુલ અપાતું નહિ. મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખો એ વાતને તેઓ જીવનનું લય ગણતા, અને પિતાના સરજનહાર પ્રત્યે મનુષ્યનું કર્તવ્ય શું છે તે પ્રશ્નને જ તેઓ વિચાર કરતા, અને પ્રાણીઓ પ્રત્યે કર્તવ્યના વિચારને
Page #370
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 323 નિરર્થક ગણું કાંઈક ઉપહાસપૂર્વક એવા વિચારોને એક કારે તેઓ મૂકી દેતા હતા. જે માણસો વ્યાવહારિક જીવનમાં ઘણા પ્રવૃત્ત રહે છે તેમનામાં પ્રાણીઓની લાગણીઓ પ્રત્યે સુઘડ અને સૂક્ષ્મદર્શી સમચિતતા કવચિત જ જેવામાં આવે છે; અને રોગીષ્ટ અને નિરંતર અફસ કરતા જેકસના મુખમાં ઘાયલ થએલા હરણના દુઃખને ચિતાર શેકસપીચર મૂકે છે તે પણ અર્થ રહિત કે કારણ રહિત નથી. પરંતુ જે કે “પ્રાણીઓના હક " ને ખ્રિસ્તિ નીતિમાં સ્થાન નહોતું મળ્યું, તથાપિ સંતજીવનના કેટલાક પ્રસંગેથી આ બાબતમાં કાંઈક આડકતરી રીતે ઉત્તેજન મળતું હતું પૂર્વના ઉજડ જંગલમાં અથવા યુરેપનાં વિશાળ વનમાં રહેતા સંતો પ્રાણીઓના નિકટ સમાગમમાં આવે એ સ્વાભાવિક છે; અને સંતનું જીવન આલેખવામાં લેકેની કલ્પના તે સંબંધી આકર્ષક અને હદયદ્રાવક ઘણી કથાઓ કહે તે પણ વાસ્તવિક છે. એવું કહેવા તું કે સંતના સાદથી ઉડતાં પક્ષીઓ નીચે આવતાં; સિંહાદિ વિક્રાળ પ્રાણીઓ તેના પગ આગળ બેસી તેને અધીન વર્તતા; અને આ પ્રાણીઓ કે જે તેમના એકાંતવાસના સેબતીઓ અને તેમના ચમત્કારના વિધેય હતાં તેમનામાં તેમની પવિત્રતાને કાંઈક અંશ પણ ઉતરી આવો. સંત થિયોન જ્યારે બહાર જતા ત્યારે જંગલી પ્રાણીઓ તેને વળાવું કરતાં હતાં અને સંત પિતાના કુવામાંથી તેમને પાણી પાઈને તેમની નેકરીની કદર કરતો હતે. મિસરના એક સંતે જંગલમાં સુંદર બગીચે બનાવ્યો હતો અને ત્યાં એક ખજુરીના ઝાડ તળે બેસી સિંહને પિતાને હાથે એ ફળ ખવરાવતે હતો. જ્યારે સંત પીત્રન શિયાળાની ઠંડી રાતે ટાઢથી થરથરતો હતો ત્યારે એક સિંહે તેની પાસે ભરાઈ તેનું આચ્છાદન કર્યું હતું. સંત પલ અને મિસરની સંત મેરીના શબને સિંહે દાટયાં હતાં. સંત જેરોમ ઇત્યાદિ ઘણા સંતની કથાઓમાં સિંહની વાત આવે છે. એક વૃદ્ધ અને નિર્બળ સાધુ મુસાફરી કરતા હતા અને એક ગધેડે તેને જે ઉચકી જતો હતો તેવામાં એક સિંહે આવી તે ગધેડાને મારી ખાધો; પણ સંતના હુકમથી તે સિંહ જ સંતને બોજે શહેરના દરવાજા સુધી ઉચકી લાવ્યા. ટોળામાંથી
Page #371
--------------------------------------------------------------------------
________________ 324 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, એક જંગલી ગધેડાને બોલાવી સંત હેલેનસે જંગલમાં પિતાને બોજે તેની પાસે ઉચકાવ્યો હતો, એજ સંત અને સંત પેકેનિયસ મગરની પીઠ ઉપર બેસી નાઈલ નદી ઓળંગ્યા હતા. સંતોની મુસાફરીમાં સાબરે ઘણીવાર સાથે જતા, તેમને બોજો ઉચકતા, તેમનાં ખેતર ખેડી આપતાં, અને તેમનાં સ્મારક-ચિને જાહેરમાં આણતાં. શિકારના ત્રાસથી ત્રસ્ત થઈ હરણે સંતના આશ્રમમાં ભરાઈ જતાં અને ત્યાં તેમનું રક્ષણ થતું. એક વિધમ શિકારી હરણની પછવાડે દેડતાં દોડતાં એક સાધુની ગુફામાં ગયે, અને સાધુએ તેને ખ્રિસ્તિ ધર્મને ઉપદેશ આપી ખ્રિસ્તિ કર્યો. ઈશુ ખ્રિસ્ત ૫ણ વખતે હરણનું રૂપ લઈ શિકારીઓને ખ્રિસ્તિ બનાવતે એવી પણ કેટલીક કથાઓ કહેવામાં આવતી. શિકારના ત્રાસ અને ગભરાટમાં પણ સાબરે અને શિકારી કૂતરા સંતના મારક ચિહને આગળ આવતાં ઉભાં રહીને નમતાં. જંગલી સાબર અને કાગડાએ સંતની કબર આગળ અમુક દિવસે મેળો કરતાં. સંત એરેસમસ બળને ખાસ રક્ષક ગણાતા અને તેના પવિત્ર સ્થાનક આગળ બળદ પિતાની રાજીખુશીથી ઘૂંટણીએ પડતા. સંત એન્ટની કુકરને પાલક હતા અને તેની છબીઓમાં કરોને પણ દાખલ કરવામાં આવતાં. સંત બ્રિજેટ ભુંડ પાળતી અને તેની સત્તાને આધીન રહેવા જંગલમાંથી એક રાની ભુંડ પણ આવ્યું હતું. એક ઘેડાએ આગળથી વિલાપ કરીને સંત કાલબાના મૃત્યુની આગાહી કરી હતી. સંત કેટલમેનના સોબતીઓ ત્રણ હતા; કુકડે, ઉંદર અને માખી. કુકડે પ્રાધનાના સમયની ખબર આપતે; અને સંત ઉડવાની વાર લગાડતે તે ઉંદર તેને કાન કરડી જાગ્રત કરે; અને વાંચતા વાંચતાં વખતે સંતના વિચાર જે ભમવા લાગતા તે જે લીટીથી વાંચવાનું રહી ગયું હોય ત્યાં માખી આવીને બેસી રહેતી. પ્રાણીઓમાં નૈતિક ગુણ પણ રહેતા હતા એવું ખાન પણ કેટલીક કથાઓ કરતી, અને મનુષ્યના સઘળા સંસર્ગથી પ્રતિબદ્ધ થએલું સંતનું હૃદય પ્રાણીઓનું દુઃખ જોઈ બહુ આદ્ર બનતું. એક સંત હમેશાં વરૂની સાથે વાળુ કરો. એક વખતે વરૂ વેહેલું આવ્યું અને ટલે ચોરી ગયું. પણ પછી એને એટલે પસ્તાવો થયો કે આઠ દિવસ સુધી
Page #372
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 325 એણે પાછું મેહ બતાવ્યું નહિ; અને બતાવ્યું ત્યારે શરમનું માર્યું નીચું જોઈ રહ્યું. તે તેને માથે કોમળતાથી હાથ ફેરવી તેને સાંત્વન કર્યું અને ગુનાની માફી આપી; અને તે માફી આપી છે એ બતાવવા એને બમણો ભાગ આપે. એક બીજા સંતની આગળ એક સિંહણ આવી તેને પગે પડી અને રેવા લાગીઅને પછી પોતાના બચ્ચા કને એને લઈ ગઈ. એ બચ્ચું આંધળું હતું પણ સંતની પ્રાર્થનાથી દેખતું થયું. વળતે દિવસે તે સિંહણ ઉપકારની નિશાની દાખલ જંગલી જનાવરનું એક ચામડું સંતને આ પી ગઈ. અલેક્ઝાંઝિયાના સંત મેકેરિયસને પણ એવું બન્યું હતું. હીના નામનું પ્રાણ પિતાના આંધળા બચ્ચાને લઈ એક વખત તેને બારણે આવ્યું, અને સંતે તેને દેખતું કર્યું. આ ઉપકારના બદલામાં તે પ્રાણીઓ સંતને ઉન આપ્યું. સંતે કહ્યું. “અરે કર પ્રાણી ! આ ઉન તું ક્યાંથી લાવ્યું ? ખચીત, કઈ ઘેટાને ચોરી મારી ખાધું હશે.” પ્રાણી શરમાઈ ગયું અને નીચું જોઈ રહ્યું, પણ તે ઉન સંતને આપવાનો આગ્રહ કરવા લાગ્યું. પરંતુ ફરીને કેાઈને નહિ લૂટવાના એણે સોગન લીધા ત્યારે જ સંતે તેની ભેટ સ્વીકારી. પિતાના માથાના નમનથી એ સોગન લીધા એમ એણે બતાવ્યું હતું. સંત મેકેરિયસે એ ઉન પછી સંત મેલેનિયાને આપી દીધું હતું. વળી કેટલીક કથાઓમાં, પક્ષીઓ અને સંતો વચ્ચે કેવો માયાળુ વ્યવહાર ચાલતો હતો તે કહ્યું હતું. સંત કથબર્ટના સાદથી પક્ષીઓ આવતાં, અને તેની પ્રાર્થનાથી મુએલું પક્ષી જીવતું થતું. કોઈ સંતને દુઃખ પડતું તે. પક્ષીઓ શેક કરતાં. સંતોના જીવનચરિતોમાં આવી સેંકડે કથાઓ છે. આવી વાતો. કદાચ આપણને અત્યંત બાલિશતાવાળી લાગશે, પણ ઘણું સૈકાઓ પર્યત લેકે એ વાતે માનતા હતા, અને તેથી તેમનાં હૃદય ઉપર અસર થતી હતી; અને વળી તે સમયના લેકેના અંતરની લાગણીઓ કેવી હતી તે પણ તેથી જણાય છે. પ્રાણીઓ પ્રત્યે અમુક પ્રકારની અનુકંપા ઉપજાવવાનું તેમાં વલણ હતું, અને એટલું જ તે દિશામાં કેથલિક ધર્મ કર્યું છે, પ્રાણીઓ પ્રત્યે સંતોએ સ્વભાવની કુદરતી કમળતા બતાવી હોય એવા
Page #373
--------------------------------------------------------------------------
________________ 326 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વિશ્વાસપાત્ર દાખલા ઘણા છેડા બતાવી શકાય એમ છે. છોકરાંઓ પક્ષીએને પગે દેરે બાંધી તેમને કનડતાં હતાં તે જોઈ વેનિસને સંત જેમ્સ પૈસા આપી તેમને છોડાવતા હતા. આમ તેમના માયાળુપણુનાં દૃષ્ટાંત પણ કવચિત મળી આવે છે. પરંતુ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની બાબત એકંદર ખ્રિસ્તિ ધર્મો બહુ ઓછો પ્રયાસ કર્યો છે. મુક્તિની યોજનામાંથી પ્રાણી સૃષ્ટિને ધર્મગુરૂઓએ કેવળ બહિષ્કૃત કરેલી હોવાથી પ્રાણીઓ પ્રત્યે તેમનું કાંઈપણ કર્તવ્ય છે એવી બુદ્ધિ ખ્રિસ્તિઓને રહી નહિ. પરંતુ જાણવા જેવી વાત તે એ છે કે જ્યારે પ્રાણીઓ પ્રત્યે માયાળુપણે કોઈ વ્યક્તિ વર્તતી અથવા દંતકથામાં તેનાં દૃષ્ટાંત અપાતાં ત્યારે જેમ બને તેમ ધર્મની સાથે એ વાતે જોડી દેવાનો પ્રયત્ન થતો હતે અર્થાત ધર્મની સહાય વિના કેઈપણ બાબતમાં કાંઈ પણ થઈ શકે એમ આ ખ્રિસ્તિ સમયમાં નહોતું. ઉપલી કથાઓમાં સંતના સેબતીઓ તરીકે પ્રાણીઓની પ્રશંસા કરવામાં આવી છે. સંતનાં મારક ચિહને જાહેરમાં લાવવાનું કામ સાબરને ખાસ કરીને પેલું હોવાથી અને તે પ્રાણી સર્વને કટ્ટો વેરી ગણાતું હોવાથી, તેને માન આપવામાં આવતું હતું. ગધેડા ઉપર બેસીને ઇશુખ્રિસ્ત મિસરમાં નાસી ગયો હતો અને જેરૂસેલમમાં પ્રવેશ કર્યો હતો તેથી ગધેડાને પવિત્ર ગણી તેના માનમાં ઉત્સવ થતું. બકરાંનાં બચ્ચાં ઈશુ ખ્રિસ્તનાં ચિહને ગણી સંત ફ્રાન્સિસ તેમના પ્રત્યે બહુ કોમળ રહે. સસલાના શિકારમાં લ્યુથરને પિશાચ આત્માને શિકાર કરે છે એમ સમજાતું; તેથી તે શિકાર જોઈ એ ખિન્ન અને ઉદાસ બનત. આવી રીતે કેટલાંક પશુઓ અને પક્ષીઓ ધર્મના ઇતિહાસમાં સંબદ્ધ થવાથી તેમને કોઈ પીડા કરતું નહિ. પણ આવી અસર ઝાઝા વિસ્તારમાં કદિ ફેલાઈ નથી. નીતિવેત્તાઓએ અહીં બે તદ્દન ભિન્ન ઉદ્દેશન વિચાર કરવાનું છે. કાતિ મનુષ્યોના ચારિત્ર્યને વિચાર તેઓ કરે અને કાંતો પ્રાણીઓને થતા દુઃખને વિચાર તેઓ કરે. રમત ગમતમાં કે ધંધાને અંગે પ્રાણીઓને થતા દુઃખની તીવ્રતાના પ્રમાણમાં મનુષ્યનું હૃદય કર્કશ, કદિન કે દૂર થાય છે; એ વાતને કોઈ નિયમ નથી. રમતમાં વાગવાથી ઘાએલ
Page #374
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી.. 327 થએલા પક્ષીનાં તરફડીઆં કે બીકણ સસલાને નાસભાગમાં થતું દુઃખ જે આપણી કલ્પનામાં બરાબર ઉતરે તે સાઠમારીમાં સાંઢને થતા દુઃખથી ઓછું આપણને કદાચ એ નહિ લાગે. પરંતુ શિકારના ઉત્સાહથી આપણી કલ્પનામાં વક્રીભવન થાય છે, અને સસલાના નાના કદને લીધે અને તેના દુઃખનું સ્પષ્ટ ઉદ્દબોધન આપણે થતું નહિ હોવાને લીધે આપણું ચારિત્ર્ય ઉપર તેની માઠી અસર થતી નથી. પરંતુ પ્રાણીનું દુઃખ જો આપણા હૃદયમાં આરપાર ઉતરી જતું હોય અને આનંદના તવ તરીકે તેને સ્પષ્ટ સ્વીકાર થતા હોય તો ત્યાં ચારિત્રય ઉપર તેની માઠી અસર થાય છે. જંગલી પ્રાણીઓની કુસ્તીની પ્રાચીન રમતો હવે ખ્રિસ્તિ દેશોમાંથી લગભગ અદશ્ય થઈ ગઈ છે, અને મનુષ્યના હૃદયને કોમળ બનાવે એવી ખ્રિસ્તિ ધર્મના ઉપદેશમાં રહેલી શક્તિ, એ રમતને નાબુદ કરાવવામાં આડકતરી રીતે કાંઈક સાધનભૂત કદાચ થઈ પણ હશે, પરંતુ નિષ્પક્ષ માણસ તે કબુલ કરશે કે એવી અસર બહુ ડી થઈ છે. જે સમયે અને જે દેશમાં ખ્રિસ્તિ ધર્મની પ્રબળ સત્તા હતી, તે સમયે અને તે દેશમાં એવી રમતો વિરૂદ્ધ પિકાર ઉઠયો નહતો. સુખાભિલાથી અને ઔદ્યોગિક સંસ્કૃતિને લીધે જયારે માણસોની રીતભાતમાં કમળ નરમાશ આવી, અને એવી જંગલી રમતોમાંથી મળતા આનંદ પ્રત્યે જ્યારે અણગમાને ઉછાળે તેમને આવ્યો, અને જ્યારે તેમને બદલે નાટકદિ બીજા નવીન આનંદે તેમને મળવા લાગ્યા, અને તેથી સમાજના નીચલા ભાગમાં જ એ રમત ચાલુ રહેવાથી તેમની નિંદા થવા લાગી, ત્યારે જ તેમનો અંત આવ્યો. આ સંસ્કૃતિને છેટેસ્ટંટ પાદરીઓએ એકંદરે નીભાવી રાખી છે. પરંતુ વિચિક્ષણ નીતિવેત્તાએ વિચાર કરવો ઘટે છે કે ઉપલી જંગલી રમતમાં વધારે દુઃખ પ્રાણીઓને થતું હતું કે હાલ દૂર કતલખાનામાં જાનવરેને મારી નાખવામાં આવે છે અથવા ધીમે ધીમે તેમનું મોત આણવામાં આવે છે તેમાં તેમને વધારે દુઃખ થાય છે? અને અહીં પ્રાણીઓને થતા દુઃખને વિચાર તે ઓછો કરશે, પણ એવા તમાશાથી " જોનારના ચારિત્ર્ય ઉપર જે માઠી અસર કઈ વખત થાય છે તેને વિચાર
Page #375
--------------------------------------------------------------------------
________________ 328 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તે વધારે કરશે. પરંતુ ક્રૂરતાના કેટલાક પ્રકાર એવા હોય છે કે તેમને જુદી જ દૃષ્ટિથી જેવા પડે છે. જીવતા પ્રાણીઓ ઉપર થતી વાઢકુપ ઘણી વખત સ્વછંદી અને નિરર્થક હોય છે; કેટલીક વખત ખાણાની મોજની ખાતર પ્રાણીઓ ઉપર લાંબી અને ઘાતકી ક્રૂરતા વાપરવામાં આવે છે; અને આ ક્રરતા જાહેર દૃષ્ટિથી દૂર એકાંત ભાગમાં કરવામાં આવતી હોવાથી ચારિત્ર્ય ઉપર તેની અસર ઘણું થોડી થાય છે. તથાપિ તેના વિચાર માત્રથી પણ કેઈપણ દયાળુ માણસના હૃદયમાં કંપારી છૂટયા વિના રહેતી નથી. આવી આવી બાબતેની નીતિ પરત્વે ખ્રિસ્તિ દેશમાં છેલ્લા સૈકાથી જ લેકેનું લક્ષ બચાવા લાગ્યું છે, અને તે કાર્ય પણ ઘણું કરીને ગ્રેટેસ્ટંટ પ્રજાએ જ બજાવ્યું છે. જંગલમાં વસતા સંતના જીવનમાંથી ઉપસ્થિત થતી કથાઓ રૂપે દયાભાવ દુનિયાને પ્રાપ્ત થયો છે એ વાત આપણે સ્વીકારીએ તે પણ આપણે એટલું વિસરી જવું જોઈએ નહિ કે મોટા પાયા ઉપર પ્રાણીઓ પ્રત્યે દયાને પ્રચાર અર્વાચીન અને વ્યાવહારિક જમાનાને હાથે જ થયો છે; મુસલમાને અને બ્રાહ્મણ આ બાબતમાં ખ્રિસ્તિઓ કરતાં ઘણું ચડી જાય છે, અને સ્પેન અને દક્ષિણ ઇટાલી કે જ્યાં કેથેલિક ધર્મનાં મૂળ ઘણું જ ઉંડાં છે ત્યાં હજીપણ પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા ઘણી જ થાય છે. મા–સંસ્થાના પ્રથમ સ્વરૂપથી લેકને લાભ થયો તે એટલે જ હતા કે સંતનાં જીવનની મહારી અને સુંદર કથાઓથી લેકેનાં હૃદય આકર્ષાતાં. ધર્મના મોટા વાદવિવાદના કાળમાં આ પર્વાત્ય સાધુઓમાંથી કેટલાક મોટા ધર્મશાસ્ત્રીઓ થયા હતા એ વાત ખરી. પરંતુ એકંદરે પૂર્વ પ્રદેશમાં સાધુઓ જંગલમાં રહેતા અને અત્યંત દેહદમન કરવામાં જ કાળક્ષેપ કરતા હતા. પરંતુ પશ્ચિમમાં સંતજીવને જૂદું જ રૂપ ધીમે ધીમે ધારણ કર્યું હતું, અને ઘણા ઉંચા પ્રકારની ફરજો બજાવી હતી. ઈટાલીની મઠસંસ્થાને સ્થાપક પૂર્વ દેશી સંત એથેનેસિયસ થયો હતો. ટુર્સના સંત મારટિને પિતાના સાધુઓને મહેનત કરવાની બંધી કરી હતી, અને તે અને તેના સાધુઓ, પૂર્વ દેશી સંતોની પેઠે બહાર ફર્યા કરતા, અને મંદીરેની
Page #376
--------------------------------------------------------------------------
________________ ફન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 329 મૂર્તિઓ ભાંગી નાખતા. પરંતુ ત્રણ મોટાં કારણોની ભેગી અસરથી આ મઠ-સંસ્થાનું જેસ વ્યાવહારિક પ્રવાહમાં વળી ગયું: (1) પાશ્ચાત્ય દેશનાં હવા પાણી જ એવાં હતાં કે ત્યાં લેકેને નિરૂઘમી અને આળસુ બેસી રહેવું પાલવે નહિ અને છતાં તેમની જાત સખત દેહદમન કરી શકે નહિ અથવા બેઠાડુ પૂર્વ-વાસીની ભ્રાંતિઓને આનંદ લઈ શકે નહિ. તેથી ચંચળ જીવનમાં પ્રવૃત્ત થવાની તેમને જરૂર પડતી; (2) છઠ્ઠા સૈકામાં, સંત કોલબિયા વિગેરેના વર્ગ સાથે ભળીને સંત બેનેડિટને વર્ગ ઉભો થયો, અને તેમણે નિરર્થક પ્રાયશ્ચિતની જંગલી સખતાઈ ઓછી કરીને મઠની સંસ્થામાં મહેનતને આવશ્યક તત્વ બનાવ્યું અને આમ તે સંસ્થાને સામાન્ય સંસ્કૃતિના પ્રવાહમાં વાળી લીધી; (3) અને જંગલીઓના હુમલાથી પશ્ચિમ મહારાજ્ય નષ્ટ પામ્યું, રાજ્ય-વ્યવસ્થા અને સામાજીક સંસ્થાઓ છિન્નભિન્ન થઈ ગઈ, અને લગભગ મૂળ સ્થિતિએ સમાજ આવી ગયો. તેથી અતિ અગત્યના સામાજીક, રાજકીય, અને બુદ્ધિ વિષયક કર્તવ્યો બજાવવાનું કામ મઠન મંડળ ઉપર સ્વાભાવિક રીતે જ આવી પડયું. એવું કહેવાય છે કે એલેરિકે જ્યારે રોમ સર કર્યું ત્યારે તેના વમળમાં વિધર્મીઓના ધર્મનાં નામ નિશાન પણ ચાલ્યાં ગયાં; તેથી રેમમાં ખ્રિસ્તિ ધર્મ સર્વોપરિ થઈ પડયો. પાશ્ચાત્ય સંસ્કૃતિના સામાન્ય પતન પરત્વે પણ એવું જ કથન કહી શકાય એમ છે. અર્થાત , જંગલીઓના હુમલા પહેલાં જે કે ખ્રિસ્તિ ધર્મ રેમમાં પ્રવર્યો હતો, તથાપિ વિધર્મીઓના તાત્વિક મતમતાંતર અને રૂઢ સંપ્રદાય તેમજ પ્રાચીન પણ જીર્ણ થઈ ગએલા સમાજમાં ઘર કરી બેઠેલા રૂઢિ, રિવાજોને લીધે ખ્રિસ્તિઓને ઉત્સાહ વારંવાર ભાંગી પડતો હતો. પરંતુ જંગલીઓને વિજય થવાથી પ્રાચીન રૂઢિઓ અને સંપ્રદાય અસ્તવ્યસ્ત થઈ ગયા અને તેથી ખ્રિસ્તિ ધર્મને કુંવારી ભૂમિ પ્રાપ્ત થઈ, અને તેથી કરીને લાંબા વખત સુધી તે સંસ્થા એલી જ સુધારાનું કેન્દ્ર રહી હતી. - આ અણીને સમયે ખ્રિસ્તિ ધર્મગુરૂઓએ પણ હિંમત અને ચતુ
Page #377
--------------------------------------------------------------------------
________________ 330 યુરોપીય પ્રજાના આચણુને ઇતિહાસ. ધારી તાને વરાળ તે એ વાત રઈ વાપરવામાં કચાશ રાખી નથી. ઉત્તમ પ્રકારની નિસ્વાર્થતાથી હિંમત પૂર્વક તેઓ વિજેતા અને હારેલાની લવાદી કરતા, અને જ્યારે પ્રાંતિમાંથી આવતી અનાજની આવક બંધ થઈ જતી, અને જયારે જંગલીઓએ સુંદર ખેતરને ઉજડ વેરાન કરી દીધાં હતાં, ત્યારે અવિરમ સખાવતથી ઈટાલીનાં અપ્રતિમ દુઃખો એછાં કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતે એ વાત આપણે આગળ કહી છે. પરંતુ જંગલી જાતેને ત્વરાથી એમણે ખ્રિતિ કર્યા એ વાત એનાથી પણ વધારે વિસ્મયકારક છે. દુર્ભાગ્યે આ અતિ અગત્યની બાબત ઇતિહાસમાં અતિ અસ્પષ્ટ રહેલી છે, અને જે કારણથી આખી જા અને પ્રજાએ ખ્રિસ્તિ થઈ ગઈ તે કારણથી આપણે તદ્દન અજ્ઞાત છીએ. રામના રાજ્યને અસ્ત થયો તે પહેલાં ગોથ લેકને તે અલફિલાએ બ્રિરિત કર્યા હતા; અને જર્મને અને ઉત્તર તરફની કેટલીક જાત. લાંબા વખત પછી બ્રિતિ થઈ હતી, પરંતુ જંગલીઓ તે વિજેતા થયા તેજ સમયે ખ્રિસ્તિ થયા હતા. પોતાના દેશમાં પિતાના ધર્મગુરએની આનાની મુગે મેહે તાબે થવાની આ જંગલીઓને પ્રથમથી જ ટેવ હતી. પરંતુ પરદેશમાં હવે એવા ધર્મ-ગુરૂઓની સમક્ષ ઉભા રહેવાને તેમને વખત આવ્યો કે જે તેમના દેશના ધર્મગુરૂઓ કરતાં ઘણા સુધરેલા અને દબદબાવાળા હતાં, જેમની દમામવાળી ધર્મ-કયાથી તેઓ અંજાઈ જતા અને પલકની જેમની ધમકીથી તેઓ થરથરી જતા. પિતાના દેશના સઘળા સંસથી અસંબદ્ધ થએલા એવા આ જંગલીઓ નવીન સંસ્કૃતિની ભવ્યતા આગળ નમી ગયા, અને લાટીન ભાષાની માફક ઘણી સેળભેળ સહીત લાઈન ધમ પણ આ નવીન સમાજ ઉપર રાજ કરવા લાગે વળી નિરાસક ક્ષને સિદ્ધાંત અને સંતાનને સિદ્ધાંત આ જંગલીઓને ખ્રિસ્તિ બનાવવામાં ધમ ગુરૂઓને બહુ કામ લાગ્યા. ખ્રિસ્તિ ગુરૂઓ કહેતા કે માત્ર ખ્રિસ્તિ ધમમાં જ સત્ય છે, અને તેથી જ મોક્ષ મળે છે, બીજા બધા ધર્મો સેતાનની જ રચના છે. આ એકેશ્વરવાદની સામે અનેકેશ્વર વાદ ટકી શકતો નહિ; અને તેથી અનેક વિધર્મીઓ ખ્રિસ્તિ થતા અને એક વાર ખ્રિસ્તિ થયા પછી જે કઈ વિધમ પિતાના આગલા દેને
Page #378
--------------------------------------------------------------------------
________________ મસ્ટનટાઈનથી શાલેમન સુધી. છોડી દે નહિ, તે ખ્રિસ્તિ ગુરૂઓ એને નરકના નિરંતર અગ્નિની ધમકી આપતા હતા. પરંતુ જૂના સંસ્કારે હૃદયમાંથી એકદમ ખસતા નથી, તેથી આગલા ધર્મમાં જે જે ચમત્કારરૂપ મનાતું હતું તેને પિશાનું કામ ખ્રિસ્તિ ગુરૂઓ કહેતા. તેથી પણ વિધર્મીઓની નજરમાં પિતાને આગલે ધર્મ ભ્રષ્ટ જ લાગતે. ઉત્તમ પ્રકારની આવી ધર્મ-ભક્તિ ઉપરાંત, ખ્રિસ્તિ ધર્મ ફેલાવવામાં ખ્રિસિત ધર્મગુરૂઓ સમયને સમજીને પિતાની બુદ્ધિનો ઉપયોગ કરવામાં પણ બહુ કુશળ હતા. જંગલી જાતે ઘણું કરીને પિતાના રાજાને ધર્મ વગર તપાસે સ્વીકારી લેતી, અને રાજાએ ઘણું કરીને તેમની રાણીઓથી પ્રેરિત થતા હતા; તેથી ખ્રિસ્તિ ગુરૂઓ પ્રથમ રાજા રાણીને, અને તેમાંય રાણીને, ખ્રિસ્તિ કરવાનો પ્રયાસ કરતા, અને તે પ્રયાસમાં તેઓ સફળ થતા હતા. અને આ પ્રમાણે કેટલીક રાણીઓની સહાયથી જ તેમના રાજાઓને ખ્રિસ્તિ ધર્મમાં લાવી શકાયા હતા. કલ્પનાને ઉશ્કેરે એવી કોઈ પણ વાતનું વિસ્મરણ તેઓ કરતા નહિ, એવું કહેવાય છે કે રાણી કટિલ્ડાએ ધાર્મિક ક્રિયાઓ થતી વખતે આવેલા મૂલ્યવાન પડદા તરફ પિતાના સ્વામીનું લક્ષ ખેંચવાની ખાસ સંભાળ રાખી હતી. નરકના ભયાનક બનાવોનું ચિત્ર ચીત્રાવી તેઓ વિધર્મીઓને બતાવતા હતા, અને વિધર્મએ તેથી થરથરી જતા હતા. વળી ખ્રિસ્તિ ધર્મની પછવાડે પછવાડે આ દુનિયામાં વિજય ચા આવે છે અને મૂર્તિપૂજ, પાખંડ, ધર્મભ્રષ્ટતા, કે દુરાચારની શિક્ષારૂપે મરકી, દુકાળ કે દુશ્મનોથી પરાજ્ય ઈત્યાદિ આવે છે એવી માન્યતાને ખાસ કરીને યુક્તિપૂર્વક ઉપદેશ તેઓ આપતા હતા; તેથી તેમને ધમ બહુ પ્રસર્યો હતો. ભોળા જંગલીઓ તે શુદ્ધ બુદ્ધિથી માનતા; અને આશા, ધાસ્તી, ઉપકાર અને પશ્ચાતાપને લીધે તેમનાં ટોળેટોળાં ખ્રિસ્તિઓ થતાં વિધર્મીઓના દેવાની અને ઉત્સવોની જગા બિસ્તિ ધર્મના સંતોથી અને ક્રિયાઓથી પૂરાવા લાગી, તેથી આ ફેરફાર ઓછો વસમો લાગતું હતું અને અન્ય ધર્મમાં જવાનું દુઃખ કમી થતું હતું. વળી ખ્રિસ્તિ ગુલામે પણ પિતાના ધર્મના વખાણ પિતાના શેઠને કરતા હતા. અને જ્યારે રાજા અને તેનું લશ્કર પ્રિસ્તિ થઈ રહ્યું, ત્યારે
Page #379
--------------------------------------------------------------------------
________________ 332 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તેમના વિજયને દઢ કરવા ઠાઠની અને ધર્મની વ્યવસ્થા થવા લાગી અને ધર્મ વિરૂદ્ધ દરેક હીલચાલને કાયદાથી દાબી દેવામાં આવી. જંગલી જાત ઉપર ખ્રિસ્તિ ધર્મને વિજય આ પ્રમાણે થશે હો. પરંતુ જે કે બ્રિતિધર્મને વિજય આવે અને સમયે થશે તે ખરે, પણ તેના મૂળ, વિશુદ્ધ સ્વરૂપમાં ગંભીર પ્રકારને ફેરફાર થઈ થઈ ગયે; અને જે કે ખ્રિસ્તિધર્મનાં ઘણાં મૂળતત્વે તેમાં હતા, તથાપિ એકંદરે એક નવીન પ્રકારે ધર્મ આ હીલચાલમાંથી બહાર તરી આવ્યો. ધર્મ અને તેને માનનારા બન્નેનાં રૂપાંતર થઈ ગયાં. ઉત્સ, પ્રતિકૃતિઓ અને નામો, મૂર્તિઓને બદલે હવે તેનાં થયાં, અને પ્રાચીન ધર્મના વિચાર અને લાગણીઓની ટેવે નવા રૂપે અને નવીન ભાષામાં પાછાં પ્રાપ્ત થયાં. જડવાદ, મૂર્તિપૂજા અને અનેક દેવવાદ કે જેને સતે લાંબા વખતથી ઉત્તેજન આપતા હતા તે બધાનું વલણ, ખ્રિસ્તિધર્મમાં જંગલી તવ પ્રવેશ પામવાથી, યુરોપમાં સામાન્ય રીતે બુદ્ધિ તેજહીન થવાથી, ધર્મની વૃદ્ધિ માટે અનેક જાતની છૂટ મૂકાવા લાગી તેથી, અનિવાર્ય રીતે દઢ થયું. અને નવા ધર્મને નામે જૂના દેવે પાછા પૃથ્વી ઉપર અમલ કરવા લાગ્યા. કે અન્ય પ્રકારે પ્રાચીન દેવેની સજીવ ચંચળતાનું અતિ ઉત્કટ ભાન તેમને થતું હતું, તથાપિ આ વલણની સામે ખ્રિસ્તિ ધર્મના આગેવાને અટકાયત રૂ ઘણું કરીને કાંઈ કરતા નહિ. રોમના અને જંગલીઓના દે વિજયવંત નીવડેલા ધર્મની સામે અસુર તરીકે હજી પણ વેર ભાવે વર્તતા હતા એવી માન્યતા તે સમયે લેકમાં પ્રચલિત હતી તેના પુરાવામાં ઘણી વાત કહેવાય છે. છઠ્ઠા સૈકાને એક મહાન પિપ (ધર્માધ્યક્ષ) વાત કરે છે કે એક યાદી મુસાફરી કરતિ ચાલ્યો આવતે હતા તેવામાં રહે રાત પડી. અને બીજે કઈ આશરે ન મળવાથી એપલના એક તજી દેવાઅલા મંદીરમાં રત રહ્યા. મંદીરમાં એક જ હોગથી દૂજતા, ત્યાં ભૂત રહે છે એવું સાંભળેલું હોવાથી હીતા એવા તે યહુદીએ પિત ખ્રિસ્તિ નહતો છતાં સ્વસ્તિક (cross) ના ચિહ્નથી પિતાનું રક્ષણ કરવાનો નિશ્ચય કર્યો. કારણ કે તેણે ઘણી વાર સાંભળ્યું હતું કે એવા
Page #380
--------------------------------------------------------------------------
________________ કન્સનટાઈથી શાર્લમેન સુધી. 333 ચિહ્નથી ભૂત ભાગી જાય છે. અને તેમ કરવાથી જ તે સહીસલામત રહ્યા હત; કારણ કે મધ્ય રીતે તે મદીર કાળા અને બીહામણુ આકારેથી ભરાઈ ગયું. પિતાના ત્યાગ કરેલા મંદીરમાં દેવ એપલએ દરબાર ભર્યો હતું, અને પિતાના અનુચર પિશાચેની સાથે ખ્રિસ્તિઓને કેવી રીતે ફસાવવા, તેને વિચાર એ કરતો હતો. એક તરતને પરણેલે રેમવાસી દડાની રમત રમતે હતે. અને રમતાં ન ફાવવાથી એણે પોતાની વીંટી કાઢી પાસે દેવી વિનસનું પૂતળું ઉભું હતું તેની આંગળીમાં પહેરાવી પાછે રમવા લાગ્યો. રમી રહ્યો ત્યારે પાછી વીંટી લેવા આવ્યા તે દેવીની આંગળી એવી રીતે વળી ગઈ હતી કે વીંટી કાઢી શકાઈ નહિ. અને તે રાતે દેવી તેના સ્વપ્નમાં આવ્યાં અને કહેવા લાગ્યાં કે હવે તે તેની પત્ની થયાં છે અને તેથી તેની સાથે જ રોજ તેના ઘરમાં રહેશે. આવી અનેક વાત ચાલતી. તપિત્તિના પ્રથમ વિસ્તારનાં કેટલાક કારણે અમે ઉપર બતાવ્યાં છે અને તે કારણોને વ્યાપાર ચાલુ હતી દરમ્યાન અન્ય પ્રબળ કારણે પણ ઉપજી આવ્યાં હતાં. જંગલીઓના નિરંતર હુમલાથી રેમનું રાજ્ય ત્વરાથી પડી ભાગ્યું. તેથી પિતે હેરાન ન થાય એ સ્થળે જઈ શાંત રીતે મેહનત કરી ગુજરાન કરે એવા આશ્રમની લેકને જરૂર હતી. તેથી સંત બેનેડિકટે વ્યવસ્થિત કરેલી મડ-સંસ્થામાં લોકોને આકર્ષણ કરે એવાં વિધવિધ જાતનાં તત્વે દાખલ થયાં. આ સંસ્થામાં અમીરી અને પ્રજાસત્તા તો એક સાથે હતાં, મઠાધિપતિને દરજજો અને સત્તા રાજાનાં જેવાં હતાં, અને તેથી મઠાધિપતિ થવાની અમીરી કુટુંબનાં માણસો આકાંક્ષા કરતા અને ઘણું કરીને થતા. અને મુક્ત અથએલા ગુલામે, અથવા પોતાનું સર્વસ્વ ખોઈ બેઠેલા ખેડૂતો, અથવા અમીરના જુલમથી ત્રાસ પામેલા માણસો અથવા લશ્કરમાંથી નાસી આવેલા સિપાઈઓ, અથવા જેને નિર્ભય અને શાંત અંદગી ગૂજારવાની ઈચ્છા હોય તે આ બધાને બેલાશક મઠમાં આશ્રય મળતો હતો. મઠાધિપતિ જાતે ગરી
Page #381
--------------------------------------------------------------------------
________________ 334 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બઈમાં રહેતા અને પવિત્ર ગણાત હત; પણ સંસ્થાની મેટી સમૃદ્ધિની વગ વપરાતી, અને મેટે ભાગે ઘણી સખાવતમાં તેને પૈસે વપરાતે. જે માણસો ઉત્સાહી અને જનસેવા કરવાની ઈચ્છાવાળા હોય તેમણે સાધુને ધિંધો બહોળો અવકાશ આપતિ, કારણ કે મઠમાં દાખલ થઈ તેવા માણસે ધર્મને ફેલાવે કરતાં, લેકેનું દુ:ખ ઓછું કરતાં અને સમાજની સુધારણામાં ચંચળ ભાગ લેતા. ભાંત માણસને આ સંસ્થા સ્વર્ગને સપષ્ટ રસ્તે થતી હતી. સત્તાના લેભવાળાને તેમાં ધર્મ-ગુરૂ કે ધર્માધિકારી થવાને પ્રસંગ મળતો હતો. ઘણે અંશે માત્ર મઠોમાં જ એ વખતે હવાથી, અભ્યાસની ઈચ્છાવાળાને તે લાભ મળતો અને અભ્યાસની અંદગી તે ગુજારી શકતો. બીકણ અને એકાંતવાસી સ્વભાવના માણસને ત્યાં નિર્ભયતા અને ઓછામાં ઓછી મહેનત મળતી હતી. સંખ્યાબંધ માણસ મઠમાં સાધુ થવા આવતાં હતાં, છતાં કેટલાને ટેટ કેદ' દિવસ ત્યાં આવતા નહિ. મકની સંસ્થાને બક્ષીસ આપવાથી અથવા વારસા મુકી જવાથી સ્વર્ગમાં જવાય છે એવી તે બ્રાંત સમયની માન્યતા હવાને લીધે તે સંસ્થાને અઢળક દેલતની પ્રાપ્તિ થતી હતી અને વળી સાધુઓ પડતર જમીન ખંત અને કુશળતાથી ખેડતા; તેથી આ સંસ્થાને પૈસે ઘણે વધી પડવા લાગે. સિવાય, સંસ્થાને કેાઈ કર ભરવો પડે નહિ, પણ તે તોફાની સમયમાં પણ મમાં શાંતિ રહેતી હતી. ઝાડના મેટાં જંગલેને સફા કરી સાધુઓ ત્યાં ખેતી કરતા હતા અને મહેનત કરી ખારાપાટની જમીનને પણ ખેતીને લાયકની બનાવતા હતા. આ પ્રમાણે જંગલમાં પણ મઠ શહેર બની જતું, સુધારા અને ઉદ્યોગનું કેન્દ્રસ્થાન થતું, અને અંધાધુની અને લડાઈના સમયમાં પણ નૈતિક સત્તાનું ચિહ્ન ગણાતું હતું. પરંતુ આ બધા લાભ અલ્પાયુષી હતા, અને સંસ્થાના બંધારણના સ્વાભાવિક અને અનિવાર્યું પરિણામરૂપે પાછળથી તેમાં ભ્રષ્ટતા પડી. સસ્થાને શરૂઆતને ઉત્સાહ જ રહેતાં, પરાણે પળાવતી કુંવારી જદગીનાં, મેટી વગ અને અઢળક દેલતનાં, પરિણામ બહુ બુરાં આવ્યાં. આ સંસ્થાઓ ઘણા પ્રકારની સેવાઓ કરતી હતી, ત્યાં ખેતી વાડીને
Page #382
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. બહુ ઉત્તેજન મળતું; મુસાફરોને ત્યાં વિશ્રામસ્થાન મળતું; લડાઈમાં તે પવિત્ર સ્થાન ગણાતાં; અને અમીરેની સત્તા તેથી અંકુશમાં રહેતી હતી. પણ જ્યારે જંગલીઓના હુમલા બંધ થયા અને સમાજની સુઘટ યવસ્થા ધેરણસર થવા લાગી ત્યારે આવી સેવાઓની જરૂર રહી નહિ, આ વાત તેમના નૈતિક નમુનાને પણ લાગુ પડે છે. બેનેડિકટ મતના સાધુએ પિતાની સંસ્થાની વ્યવસ્થામાં મહેનતને આવશ્યક તત્વ ગણતા હતા, તેથી ગુલામગીરીએ મહેનત ઉપર કલંકની જે છાપ મારી હતી તે ભુંસાઈ ગઇ આ સેવા મઠની સંસ્થા એકઠી કરી છે એ વાત બેશક ખરી છે; પરંતુ આ વાત પણ સત્ય છે કે જ્યારે ઉદ્યોગ-વૃત્તિ પ્રાથમિક દશામાંથી નીકળી આગળ વધી, ત્યારે ગરીબાઈ પવિત્ર છે અને સમૃદ્ધિથી બુરાં પરિણામ આવે છે એ બે સિદ્ધાંત જે આ સંસ્થાના સુત્રરૂપ હતા તે એના કટ્ટા વેરી થઈ પડ્યા. નાણું વ્યાજે આપવાની વાતને મઠની સંસ્થા પાપરૂપ ગણતી હતી. પરંતુ તે વાત પણ ઔદ્યોગિક સાહસના કાળમાં ચાલે એવી નહોતી. પરંતુ સન્યાસી જીવનનું સ્થિત્યંતર મઠના જીવનમાં થતાં ચારિત્ર્યના પરિવર્તનમાં એક અગત્યને લાભ થયો છે. કારણ કે તેથી આજ્ઞાધીનતાની ટેવ અને દીનતાના સદાચારને આગળ કદિ નહિ મળેલું સ્થાન સમાજમાં મળવા લાગ્યું. સન્યાસી જીવનથી સ્વતંત્રતાને પવન અને આધ્યાત્મિક મગરૂરી અત્યંત વિકાસ પામી બહાર આવતાં, અને દરેક પ્રખ્યાત સંતને કે અમુક સદગુણને ખાસ નમુને ગણીને તેના ચારિત્ર્યના તે ભાગને ખાસ અભ્યાસ કરવા તે સંતની જાત્રાએ જવાનો રિવાજ ખ્રિસ્તિ સંસ્થાએ પાડયો હતો એ વાતથી ઉપરની હાકકતને વધારે ઉત્તેજન મળતું. તેથી સ્વાભાવિક રીતેજ સતે અત્યંત માની અને અહંકારી બનતા કારણકે તેમને ખાવાની પણ તમા રહેતી નહિ, પરંતુ પાશ્ચાત્ય મઠેમાં આજ્ઞાધીનતા અને દીનતાને ખાસ ઉપદેશ થ; અને મઠમાં તેને અમલ થતો, અને તેથી સાધુઓમાં તે ગુણે ખાસ કેળવાતા અને મઠના સાધુઓ નીતિમાં આદર્શરૂપ ગણાતા હોવાથી તેમના જીવનમાં એ સદાચાર જોઈ લેકે પણ તે સદ્દગુણોને ઉચ્ચ સ્થાન આપવા લાગ્યા. અને તેથી નીતિના ક્રમમાં તેમને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત
Page #383
--------------------------------------------------------------------------
________________ 336 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. થયું. આમાંથી આગળ જતાં જાગીર સંસ્થા (Feudal System) અને બીજી પણ વ્યવસ્થાઓ જન્મ પામી. આજ્ઞાધીનતા તે વખતે નવીન સદાચાર નહતો, પણ દીનતાને સ્વભાવ તે લગભગખ્રિસ્તિ ધર્મનું જ ખાસ લક્ષણ હતું, અને તેને પ્રચાર મઠમાં ઘણો હતે. અહંકારની દરેક ભાવનાને ભગ્ન કરવાની વ્યવસ્થા તે સંસ્થામાં હતી. આ મોટા સાધન દ્વારા કેથલિક સંપ્રદાયે મનુષ્યનાં હૃદય ઘણાં કમળ કર્યા છે. માણસમાં ખરેખરી દીનતાને ગુણ નહાય તથાપિ તેનામાં પરોપકાર વૃત્તિ અને મળતાવડાપણું કવચિત હોય છે અને સુધારાની ઉચ્ચ સંસ્કૃત દશામાં એવું ઘણીવાર જોવામાં આવે છે. પરંતુ ખરેખરી દીનતા જે માણસમાં હોય તે તેની કોમળ અસર તેના આખા જીવનમાં થયા વિના રહેતી નથી એ નિઃસંશય છે. લડાયક જાતને નમ્ર બનાવવા માટે પ્રથમ તેમનામાં દીનતાને જાગ્રત કરવી આવશ્યક છે. સામાછક અને કૌટુંબિક લાગણીને નાશ, સંસ્થાને અંગે ઉપજતા સાંકડા વિચાર, અને વિશેષ કરીને પાપડના ગુના સંબંધી ક્રૂર અભિપ્રાયેની પ્રચલિતતાને લીધે એ સંસ્થાના કેટલાક માણસોનું આચરણ અત્યંત ક્રૂર થતું; તથાપિ સખાવતના રિવાજથી અને દીનતાના દૃષ્ટિબિંદુથી ખ્રિસ્તિ રાજ્યમાં કઈક કોમળ અસર થયા વિના રહી નથી. પરંતુ આ દષ્ટિબિંદુ થોડા સમય માટે ગમે તેવું લાભદાયી હોય, પણ પાછળના સુધરેલા જમાનાને અનુકૂળ આવે એવું નહોતું. માની સંસ્થા જ્યાં સર્વોપરી સત્તા ભોગવતી હોય છે ત્યાં રાજકીય સ્વતંત્રતા લગભગ અશક્ય થઈ પડે છે, કારણ કે એ સંસ્થા પ્રજાની શકિતઓને સામાજીક અને રાજકીય પ્રવાહમાંથી ધર્મના પ્રવાહમાં વાળે છે એટલું જ નહિ પણ તે ગુલામગીરીને જ ઉપદેશ આપે છે. રાજ-સત્તાને ઓછી કરે પણ તે સત્તા પિતે જ ધારણ કરે એવી ખાસ યોગ્યતા કેથલિક સંપ્રદાયમાં રહેલી છે. જ્યાં વિચાર કર્યા વગર મૂંગે મેંહે તાબે રહેવું એ જીવનને ઉચામાં ઉચે પ્રકાર ગણાય છે અને પૂજાય છે ત્યાં સ્વતંત્રતાને ઉત્સાહ અને જુસ્સો
Page #384
--------------------------------------------------------------------------
________________ ---~-~ ~ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 337 ~ ~ ~~... - અવશ્ય કરીને અસ્ત પામે છે. લશ્કરી વ્યવસ્થામાં પણ વગર પ્રેમને હુકમને તાબે થવાને રિવાજ હોય છે, તેથી તે ટેવ પણ રાજાની સ્વતંત્ર સત્તાને તાબે રહેવા માણસનાં મન તૈયાર કરે છે. પરંતુ એકંદરે લશ્કરી વ્યવસ્થા કરતાં મઠની સંસ્થા સ્વતંત્રતાની વધારે વિરેાધી છે, કારણ કે સાધુઓની આજ્ઞાધીનતાને પાયો દીનતા હોય છે, પરંતુ સિપાઈની આજ્ઞાધીનતા સાથે અભિમાન પણ રહેલું હોય છે. અને અભિમાનના મેટા અંશની સાથે સ્વતંત્રતાને જુસ્સો હમેશાં રહેલો હોય છે. દીનતાને જે અગ્રસ્થાન મઠની સંસ્થાએ આપ્યું હતું તે પણ કાયમ ટકર્યું નથી. દીનતા એ સંતના સંપૂર્ણ ચારિત્ર્યનું ખરેખરું ભૂષણ અને સૈદર્ય છે; પરંતુ અનુભવ એ છે કે સામાન્ય માણસમાં મગરૂરી આપ વડાઈનું રૂપ લે છે તેના કરતાં દીનના ગુલામગીરીનું રૂ૫ વધારે લે છે; અને હાલના જમાનામાં દીનતામાં નહિ, પણ આત્મ-ગરવમાં સદાચારની શભા ગણાય છે. પાછળને નૈતિક ઈતિહાસમાં બે પગલાં એવાં ભરાણ છે કે જેને લીધે મગરૂરીની ભાવના ઉપજી આવી છે અને તે ઘણાં સદ્દગુણોનું મૂળ અને સંરક્ષક ગણાય છે. પ્રથમ તે શૈર્યભાવના (Chivalry) એમની આ દીનતા ઉપર તડાપ મારી છે, કારણ કે એ ભાવનામાં મગરૂરી અને ગમે તેમ કરીને પણ પિતાની લડાયક પ્રતિષ્ઠાને સાચવી રાખવાનું ભાન રહેલું છે, અને આ ભાન તે સમયે ઉપજ્યા પછી કદિ મટી ગયું નથી. વળી દીનતા કષ્ટ પાડવા સ્વમાનકિંવા આત્મગૌરવની લાગણની ઉત્પત્તિ બીજું પગલું નીવડયું છે. પ્રટેટ પ્રજાઓનું ખાસ લક્ષણ આ આત્મ-ગૌરવ છે, અને તેને લીધે કેથેલિક પ્રજાથી પ્રોટેસ્ટંટ પ્રજાનો ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. અને નીતિપર આ આત્મગૌરવ તે પ્રજામાં એક પ્રબળકારક શક્તિ નીવડી છે, કારણ કે તેથી માણસે સ્પષ્ટવક્તા અને સ્વતંત્ર સ્વભાવના થવા લાગ્યાં છે, અને હાજી હા કહેવાની ટેવ જેવા હલકા, નીચ અને ચારિત્ર્યને ભ્રષ્ટ કરતા દુરાચાર ઉપર અંકુશ રહેવા લાગે છે. પ્રોટેસ્ટંટ પ્રદેશમાં આ
Page #385
--------------------------------------------------------------------------
________________ 338 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ગુણ ખાસ કેળવાઈ વિકાસ પામે છે તેનાં કારણે નીચે પ્રમાણે આપી શકાય છે; મઠની સંસ્થાઓ અને ટેને નિર્મૂળ કરવામાં આવી; ભિક્ષાવૃત્તિ કે જેને સારી કહી કેથલિક સંપ્રદાય ઉત્તેજતે હો તેને પ્રોટેસ્ટંટ મત નામશી ભરેલી ગણવા લાગે; દરેક માણસને પોતાના વિચારની, છૂટ છે અને દરેક માણસ પિતાના કૃત્યોને માટે જવાબદાર છે એવી માન્યતાને ટેસ્ટંટ મત ઉચ્ચ સ્થાન આપવા લાગે; અને ધર્મ સુધારણાના સિદ્ધાંતને અનુસરી ઉત્પન્ન થએલી અને દઢ બનેલી રાજકીય આત્મગૌરવની પ્રતિષ્ઠા ઘણું વધી પડી છે. હે મા-સંસ્થાઓને બુદ્ધિ વિષયક સદાચાર સાથે શો સંબંધ છે તે આપણે જોઈએ અને આ વાત બરાબર સમજવા માટે પ્રિસ્તિ સંસ્થાની પ્રાથમિક દશાનું કાંઈક દિગ્દર્શન કરી જવું આવશ્યક છે. પ્રથમ તે અત્ર એટલું કહેવું જોઈએ કે “બુદ્ધિ વિષયક સદાચાર' એ પદ ઘણીવાર લાક્ષ ણિક અર્થમાં વપરાય છે પણ કેવળ શક્યાર્થથી પણ તે પદ સમજી શકાય છે. જે સત્યની પ્રમાણિક અને ચંચળ ઈચ્છાને નૈતિક કર્તવ્ય માનવામાં આવે તે સત્યની દરેક પ્રમાણિક શૈધને માટે વ્યવસ્થાપૂર્વક જે કેળવણી અને સ્વભાવનાં વલણની આવશ્યકતા છે તે બધાને નીતિના વર્તુળમાં સમાવેશ થઈ જાય છે. અંતઃકરણથી સત્યને ચાહવું એટલે એને અર્થ એમ કે શુદ્ધ બુદ્ધિથી, ઉત્સાહપૂર્વક, કાયર થયા વિના તેને માટે પ્રવૃત્તિ ર્યા કરવી. અર્થાત્ પૂરાવાના પ્રકાશથી ગમે તેવા અપ્રિય અનુમાને નીકળતાં હોય તે તે પણ કાઢવાં; રાગદ્વેષ અને વ્યક્તિ ગત ઈચ્છાની વાતને વચમાં આવવા દેવી નહિ, અને પૂરાવા ઉપરથી જ જે સિદ્ધ થાય તે માનવું; અને ચિત્તમાં કોઈપણ જાતને વિક્ષોભ કે સંભ્રમ ન થાય અને સુસ્થિત બની ચિત્ત શાંતિ અનુભવે એમ કરવું. આમ કરવું ઘણું મુશ્કેલ અને દુખ એ વાત ખરી, પરંતુ સત્યના ખરેખર પ્રેમમાં એ બધું અંતર્ગત છે એ વાત સ્પષ્ટ છે તેથી કરીને જે સંસ્થા શંકાની કોઈ પણ અવસ્થાને ગુનારૂપ ગણી દેષિત ઠરાવે, અમુક જાતની દલીલ કે હકીકતની તપાસને ખરાબ કહી
Page #386
--------------------------------------------------------------------------
________________ - કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 338 નિંદે, અથવા તે વિશુદ્ધ શેધકના પ્રમાણિક નિગમનને પાપી કહે, તે તે સંસ્થા બુદ્ધિવિષયક પ્રમાણિકતાની ઉધી વાળનારી થાય છે. પ્રાચીન કાળમાં જે કે શેધની પદ્ધતિઓ ઘણીવાર બહુ ભૂલ ભરેલી હતી. અને તેમનાં અનુમાને ઉતાવળી થતાં; પરંતુ સત્ય શોધક વૃત્તિને તે કાળના લોકો ડહાપણું ભરેલી રીતે માન આપતા હતા. કેટલીક ધાર્મિક ક્રિયાઓ રાજ ભક્તિનાં ચિ ગણાતી હતી અથવા રાજ્યના હિતમાં દેવને અનુકૂળ કરવા આવશ્યક મનાતી હતી; આ ધર્મક્રિયાઓ કાયદાથી પળાવવામાં આવતી હતી. વળી તત્ત્વજ્ઞાનના થોડાક સિદ્ધાંત કે જેને લીધે અનીતિનું આચરણ થઈ શકતું હતું અથવા સમાજમાં જે #ભ ઉપજાવે એવાં હતાં તેમને રાજ્યસત્તાથી દાબી દેવામાં આવતા હતા. પરંતુ સામાન્ય નિયમ તરીકે, સ્વતંત્ર વિચાર ઉપર કેઈપણ જતનો અંકુશ નહોત; બ્રાંતિજનક અભિપ્રાયોમાં અવશ્ય પાપ રહેલું છે એવા વિચારથી લેકે અજ્ઞાન હતા, અને હિંમતથી પ્રશ્ન ઉઠાવનારાઓને લેકે વખાણુતા અને માન આપતા હતા. તેમને ધાર્મિક મત પણ આ બાબતમાં અનુકૂળ હતા. તેમના અનેક દેવવાદમાં દૂષણો ઘણા છતાં ત્રણ મટા ગુણે તેમાં હતા. દેવોનાં કલ્પનામય, સુંદર ચિત્ર, સ્વદેશાભિમાન અને એક બીજાની મત-ભિન્નતા પ્રત્યે ક્ષમા વૃત્તિ, આ ત્રણ વાતેથી તે ભરપૂર હતિ. રેમના રાજ્યમાં અનેક પ્રજાઓ એકઠી થઈ હતી; છતાં ગ્રીસના કરતાં પણ તેમાં બુદ્ધિ-સ્વાતંત્ર્ય વધારે હતું; જુદી જુદી જાતનાં તત્વજ્ઞાન અને માન્યતાઓ કઈ પણ જાતની હરક્ત પામ્યા વિના પિતાને ઉપદેશ આપતાં; સત્યની શેધ સદાચારનું એક અતિ અગત્યનું તત્વ ગણાતું અને લેક-માન્યતાઓની દરેક વાત ઉપર છણી છણીને ટીકા કરવામાં આવતી હતી. પરંતુ ખ્રિસ્તિધર્મમાં વિચાર-સ્વાતંત્ર્યની બિલકૂલ છૂટ નહોતી. ખ્રિસ્તિ ધર્મગુરૂઓ કહેતા કે જે અમારા ધર્મમાં કેવળ શ્રદ્ધા રાખે તેને જ મેક્ષ થાય છે. વિધર્મીઓના ધર્મમાં પ્રશ્ન પૂછવાની અને શંકા કરવાની છૂટ
Page #387
--------------------------------------------------------------------------
________________ 340 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ' હતી. તેથી ખ્રિસ્તિઓને અન્ય ધર્મો ઉપર પ્રહાર કરવાની તક મળતી. ખ્રિસ્તિ ધર્મ ત્વરાથી ફેલાય તેનું આ પણ એક મુખ્ય કારણ થયું છે. વળી મેટા અને વધતા જતા ભોળપણના તે સમયમાં ખ્રિસ્તિ ગુરૂઓ ખાત્રી પૂર્વક કહેતા કે વગર અને માનવામાં, વગર શરતે અને સંપૂર્ણ શ્રદ્ધામાં જ મનુષ્યનું કર્તવ્ય છે તેથી કરીને ભ્રાંતિ અને શંકા બને ગુનારૂપ છે એ વિચાર ત્વરાથી ઉપસ્થિત થયો, ધર્મના સિદ્ધાંત તરીકે તુરત જ તે મનાવા લાગે, અને પછી એ સિદ્ધાંત ઉપર જ એ ધર્મને આખો વ્યવવહાર અને પ્રવાહ ચાલવા લાગ્યો. હવે આ સિદ્ધાંતના મૂળમાં જ કેવી જાતની ભૂલ રહેલી છે તેને વિચાર આપણે અત્રે કરીએ તે તે અપ્રાસંગિક નહિ જ ગણાય. હવે, બુદ્ધિના કેવળ સ્વતંત્ર અને નિરાળા નિશ્ચયમાં નીતિ અનીતિને પ્રશ્ન આવી શકતો નથી. તેથી કેવળ બુદ્ધિની ભૂલને પાપ કહેવું એ અવાજને અમુક રંગનો છે એમ કહ્યા જેવું છે. જે કોઈ માણસ શુદ્ધ બુદ્ધિથી એમ માનતા હોય કે બે સમાંતર સીધી લીટીઓ આગળ જતાં મળી શકે છે, અથવા બે લીટીઓને ત્રિકોણ બની શકે છે, તે આપણે તેને ગાંડે કે બેવકુફ જ કહેશું પણ કોઈપણ રીતે તે દુરાચારી છે એમ આપણાથી કહી શકાશે નહિ. ઈતિહાસની તકરારી બાબતમાં પણ જો કોઈ માણસ સામસામા પક્ષની દલીલની યથાર્થ તુલ્યના કરી શકતા ન હોય તો તે માત્ર બુદ્ધિ વિષયક જ ભૂલ છે અને તેથી તેમાં પાપ નથી; એટલું જ કે તે માણસે તેમાં પ્રમાણિકપણે તપાસ કરેલી હેવી જોઈએ. એણે બાંધેલા મતને લીધે દુષ્ટતાને અટકાયતરૂપ થતે પ્રતિબંધ કવચિત નિર્બળ થતાં તેમાંથી દુષ્ટ પરિણામ આવે એવું પણ બને, પણ પ્રમાણિકપણે અને શુદ્ધ બુદ્ધિથી કેવળ બુદ્ધિના પ્રદેશમાં જે કાંઈ ભૂલચૂક થાય તેમાં પાપ નથી. પિલિસને કોઈ ઉપરી શુદ્ધ બુદ્ધિથી એમ માને કે દશ માણસ લૂટારાને પરાજ્ય કરવા પૂરતાં છે; પરંતુ પાછળથી તેને માલમ પડયું કે વીશ માણસ હોત તે ઠીક; અને દરમ્યાન લૂટારા લૂંટ કરી છટકી ગયા. અહીં પરીણામ બુરું આવ્યું, પણ તે ઉપરી નીતિભ્રષ્ટ થયું છે એમ કહી શકાય નહિ. જૂદા જૂદા દેશના કે પ્રજાના
Page #388
--------------------------------------------------------------------------
________________ * કન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. ઈતિહાસ સમજવા માટે બુદ્ધિની જૂદી જૂદી તૈયારીઓ જોઈએ છીએ અને તેથી એક જ જાતની તૈયારીથી જૂદા જૂદા ઈતિહાસ સમજતાં ભૂલો. થશે; પણ તે ભૂલમાં પાપ છે એમ કહેવું વાજબી નથી. પરંતુ બે બાબતમાં બુદ્ધિની ભૂલને ગુનારૂપ ગણી શકાય છે. પ્રથમ તે સત્યના ખરેખરા પ્રેમમાં મનની જે નિખાલસ અને નિસ્પૃહ અવસ્થા જોઈએ છીએ તેની કાંઈક કે કેવળ ગેરહાજરીને લીધે એવી ભૂલ ઘણું વાર થાય છે. પિતાના સ્વાર્થી ઉદેશની ખાતર મનમાં કાંઈક અને મેહે કાંઈક એવું બોલનારા માણસે તે લેકે ધારે છે તેના કરતાં બહુ ઓછા ઘણું કરીને દુનિયામાં હોય છે. પરંતુ ગમે તે કારણને લીધે જે માનવાની પિતાને ઈચ્છા હોય છે તેમાં ખરું ખોટું શું છે તે જાણવાને કાંઈપણુ. પરિશ્રમ કર્યા વગર શુદ્ધ બુદ્ધિથી મક્કમપણે તે માની બેસનારાની સંખ્યા ગણી શકાય એવી નથી. પિતાના ભૌતિક શ્રેય ઉપરાંત બુદ્ધિના વિલાસ કે વિચારના પ્રવાહ એવા ઘણા હોય છે કે જેમાં ચાલવું માણસને સહેલું અને આનંદજનક લાગે છે, અને જેનો ત્યાગ કરે તેને મુશ્કેલ અને દુઃખદાયક લાગે છે, પરિશ્રમને અણગમ, નિશ્ચિતતાને પ્રેમ, નિયમિત વ્યવસ્થાને મેહ, વિકારનું વલણ, કલ્પનાની સંગતિઓ; તેમજ સામાજીક સ્થિતિની હલકી અસરે, કૌટુંબિક સુખ, ધંધાનું હિત, પિતાના પક્ષની લાગણી અથવા વ્યાવહારિક પદ્ધીને લેભ -આ બધાં એવી જાતનાં છે. ઘણા ખરા માણસમાં સત્યને પ્રેમ એટલે બધે નિર્બળ હોય છે અને માનસિક વેદના સામી મળતાં એટલા બધા નાખુશ થાય છે કે કોઈ પણ જાતનો યત્ન કર્યા વગર પિતાના અંતના પ્રવાહને અનુકૂળ પિતાને અભિપ્રાય બાંધી બેસે છે, પિતાના અભિપ્રાયને વિરૂદ્ધ જે દલીલ કે અભિપ્રાય હોય તેમાંથી પિતાના મનને પાછું ખેંચી લે છે, અને આમ પિતાને જે માનવાની ઈચ્છા હોય છે તેની સત્યતાને નિશ્રય તુરત તેઓ કરી બેસે છે. સત્યના માર્ગમાંથી અવળે રતે દોરનાર આવાં કારણોને સત્યના શોધકે સંભાળથી દૂર રાખવાં જોઈએ. અને કોઈ માણસ જે તેમ ન કરે અને પછી બુદ્ધિની ભૂલ થાય તે તેમાં ગુનો છે, અર્થાત આળસ કે રાત પક્ષપાતથી થતી ભૂલમાં પાપ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________ ૩૪ર. યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બીજી વાત એ છે કે ભ્રષ્ટ સ્વભાવના અજ્ઞાત વલણથી પણ બુદ્ધિની ભૂલ થાય છે. અમુક પ્રકારનું નૈતિક વલણ માણસનું જ્યારે બંધાઈ જાય છે, ત્યારે તેની સાથે અમુક જાતનાં બુદ્ધિના વલણે પણ તેનામાં આવે છે. અને પછી સત્ય શોધવાની તેની ઈચ્છા ગમે તેવી પ્રબળ હોય તે પણ પિતાના માનસિક વલણથી દોરાઈ ગયા વિના તે રહેતું નથી. અમુક માણસને સ્વભાવ કે વલણ જે આપણે જાણીએ, તે તેના ઘણુંખરા અભિપ્રાયોની આગાહી આપણે કરી શકીએ છીએ. રાજકીય બાબતમાં, રસજ્ઞતાના નિયમમાં, નીતિના સિદ્ધાંતમાં, તે માણસનું સ્વાભાવિક વલણ કેવું હશે ને આપણે કહી શકીએ છીએ. જે તે માણસ સખત, બહાદુર અને મગ રૂર સ્વભાવને હશે તે રવાભાવિક રીતે જ નીતિના જે નમુનામાં આ ગુણેને પ્રધાન પદ મળતું હશે તેના તરફ એ વળી જશે અને જે તે ગરમ સ્વભાવને હશે તો જ્યાં કોમળ સદાચારને અગ્રસ્થાન મળતું હશે ત્યાં કુદરતી રીતે જ એ ઢળી પડશે. અમુક પ્રકારના ગુરૂત્વાકર્ષણથી રાતે તે માણસ પોતાના સ્વભાવને અનુકૂળ વ્યવસ્થામાં અજાણતાં પણ વ જશે અને બુદ્ધિ વિષયક મુશ્કેલીઓથી એમ કરતાં તે કવચિત્ જ અટકશે. તેથી કરીને ધર્મ, નીતિ કે રાજકીય બાબતમાં માણસના નિશ્ચિત અભિપ્રાય જ્યારે બંધાઈ જાય છે ત્યારે તેને સ્વભાવ બદલાયા વિના ને વિચારો કવચિત જ બદલાય છે. એ જ પ્રમાણે દુરાચારી અને ભ્રષ્ટ સ્વભાવને માણસ, અથવા સખત, સાંકડા વિચારને અને બીજાના દુઃખે દુઃખી નહિ થનારે માણસ સ્વાભાવિક રીતે જ જનસ્વભાવને અભિપ્રાય પણ એ જ બાંધશે. જેણે ઉંચી પ્રતિની ભાવનાઓ કદિ અનુભવી નથી તેને બીજાની તેવી જ ભાવનાઓ ભાગ્યે જ સમજાશે. જે સાહિત્યથી બુદ્ધિ ચણતર ચણે છે. તે ઘણીવાર હૃદયમાંથી મળેલાં હોય છે. અને તેથી કરીને બુદ્ધિના ભૂલભરેલા નિશ્રયના મૂળમાં ઘણીવાર નૈતિક રોગ રહેલે હોય છે. - હવે આ બે સમાંથી ભૂલને પાપ ગણવાના ધાર્મિક વિચારની રચનામાં પ્રથમ સત્ય કારણભૂત થયું હોય એમ કહી શકાતું નથી. મનની વિવેચક શકિતઓને દઢ કરવાના ઉદ્દેશે મનને સૂક્ષ્મ રીતે કેળવવું એ વાતમાં
Page #390
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી સામેન સુધી. 343 ધર્મનું તાત્પર્ય હોતું નથી; અને અનુભવમૂલક વૈજ્ઞાનિક શોધક-વૃત્તિ ધર્મના લાભને હમેશાં પ્રતિકૂળ હોવાનું આ પણ એક મોટું કારણ છે. અંધ શ્રદ્ધાથી જ હમેશાં ધર્મને લાભ થાય છે. વિજ્ઞાનશાસ્ત્રની પદ્ધતિ સંદેહાત્મક અને નિષ્પક્ષ હોય છે. વિજ્ઞાનશાસ્ત્રી બુદ્ધિપૂર્વક નિર્ણય બાંધવામાં બહુ વિચાર કરે છે, થેલે છે, અને કોઈ પણ વાત માનતા પહેલાં તેને સખત પૂરાવો માગે છે; અને ઉતાવળથી સિદ્ધાત સ્થાપી દેવાના મનુષ્યના વલણને તે દુર્ગણ લેખે છે. વળી ન પૂરા મળતો પિતાના વિચાર ફેરવવા એ હમેશાં તત્પર રહે છે. ડગલે ડગલે વિચાર કરીને ચાલતી આ સંદેહાત્મક પદ્ધતિથી મહાન બુદ્ધિ વિષયક કાર્યો છેલ્લા ત્રણ સૈકામાં થયાં છે. વિજ્ઞાનશાસ્ત્રમાં ભારે ભારે શે આમ દરેક દિશામાં સંશયાત્મવાદથી લાભ થયો છે. તેથી કરીને જેટલે અંશે માણસો આ અનુભવ સૂચક (inductive) શાળામાં કેળવાયેલાં હોય છે તેટલે અંશે તે માણસે, જે ધર્મ સંદેહની દશાને પાપ ગણે છે, લાભ અને લાગણીઓથી વિવેક બુદ્ધિનું નિયમન કરવાનો પ્રયાસ કરે છે અને બુદ્ધિના નિષ્પક્ષ નિર્ણયને નષ્ટ કરવાને મુખ્ય ઉદેશ રાખે છે તે ધર્મથી વિમુખ થાય છે. પરંતુ જો કે વૈજ્ઞાનિક વલણને કટ્ટો શત્રુ જ કેથલિક સંપ્રદાય હતો એમ કહ્યા વિના ચાલતું નથી; પણ બંધાઈ ગએલા ચારિત્ર્યથી મનુષ્યના અભિપ્રાય મેટે ભાગે નિશ્ચિત થાય છે એ અતિ અગત્યનું સત્ય કેથેલિક ધર્મ હમેશાં સ્વીકાર્યું છે. તેથી જે અભિપ્રાય ફેલાવવાની તે સંપ્રદાયની ઈચ્છા હતી તેને જે નૈતિક નમુને અનુકૂળ આવ્યો તેને જ કેળવવાનો એણે સતત પ્રયાસ કર્યો છે, અને આ નમુનામાંથી થતા વિમાર્ગગમનમાં માનસિક પાખંડનું પૂર્વ વલણ ઘણીવાર રહેલું હોય છે. એવા દઢ નિશ્ચયને લીધે જ બ્રાંતિમાં ગુનો છે એમ પ્રથમ તેઓ ઘણું ખરું માનવા લાગ્યા. પછી તેમાં પાદરીઓની અને બીજી વગે ભળતાં તે સિદ્ધાંત વિસ્તાર પામ્યો. પછી તે વિચારશીલ, ઐતિહાસિક અને નિયામક અનેક પ્રતિજ્ઞા વાક્યો મોક્ષને માટે આવશ્યક મનાવા લાગ્યાં; અને જે માણસ તે ન સ્વીકારે તે માણસ ખ્રિસ્તિની દયાના બંધનની કેવળ બહાર ગણાવા લાગ્યો.
Page #391
--------------------------------------------------------------------------
________________ 344 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. *** * * * * * સામાન્ય અભિપ્રાય એ છે કે ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે સ્વદેશાભિમાનની સંકુચિત પ્રવૃત્તિ વિસ્તૃત અને સર્વ દેશી જનપ્રેમ અને જનસેવામાં ધીમે ધીમે વિલય પામી ગઈ. પરંતુ કેન્સ્ટનટાઇનના સમય પછી સંસ્થાને ઇતિહાસ તપાસતાં આવી માન્યતાનું કારણ મળતું નથી. સાર્વત્રિક ભ્રાતૃભાવની ખરેખરી પણ કાંઈક મંદ લાગણું રેમના સાર્વભૌમ રાજ્યમાં કયારની ઉપજી ગઈ હતી. ખ્રિસ્તિઓ તે પિતાના ધર્મવાળાને જ ખરેખર ચાહતા હતા; અન્ય ધર્મના બધા માણસો ઇશ્વરના ધિક્કારપાત્ર હતાં, અને મુઆ પછી દેખના દુઃખમાં તેઓ નિરંતર સડ્યા કરવાના હતાં. તેથી કરીને સ્વાભાવિક રીતે જ બીજા કેઈને ખ્રિસ્તિઓ સાથે બનતું નહિ, કારણકે ખ્રિસ્તિઓના મત પ્રમાણે તેઓ બ્રાંત હતાં અને તેથી નીતિમાં કે બુદ્ધિમાં તેઓ ગમે તેવા ગુણવાન હોય પણ તે નકામું હતું. કેસ્ટનટાઈનના સમયમાં ખુદ બ્રિસ્તિ ધર્મમાં પણ એંશી કે નેવું શાખાઓ થઈ પડી હતી, અને તેઓ એક બીજાને એવી ધિક્કારતી હતી કે માંહોમાંહે. કજીઆ, કાન અને ટંટા પુષ્કળ થતા અને ઘાતકી જુલમ કરતાં પાછું વાળી તેઓ જતા નહિ. નાની નાની બાબતોના મતભેદને લઈને તેમનામાં વિવાદ ઉઠતા અને શાખાઓ પડતી; અને અલેક્ઝાંડિયાના વિધર્મીઓ તેમની છોકરવાદનું ઉપહાસ કરતા. હજારો માણસના પ્રાણ આ ટંટામાં જતા હતા. અલેક્ઝાંડિયામાં સંત સિરિલના અનુયાયીઓ વિશુદ્ધ અને બુદ્ધિમાન હિપેશીઓને પિતાના એક દેવળમાં ઘસડી ગયા અને કમકમાટી ભરેલી રીતે તેનું ખૂન કર્યું, એ આ અરસાની વાત અતિ પ્રસિદ્ધ છે. કોસ્ટાન્ટિને પલમાં પણ કેવળ અવ્યવસ્થા હતી, અને ઘણું કરીને પૂર્વના દરેક શહેરમાં જુલમ અને ત્રાસ વરતાતે હતે. ત્રીજા સૈકામાં એ જ જાલમ અને ત્રાસ વિધમીઓ ઉપર પણ થયો હતો. તે સમયના લેખાણમાં પણ ઓછી ક્રૂરતા નહોતી. પિતાથી જૂદો મત ધરાવનારાઓને આસ્તિક લેકે અસુરો કહેતા હતા. આ દુનિયામાં તેમના ઉપર પડતાં દુઃખ અને ત્રાસ જોઈ ખુશ થતા હતા, અને મુઆ પછી તે તેમને તેથી પણ વિશેષ દુઃખ પડવાનું છે એમ કહીને ઘણી વિદ થતા તેઓ
Page #392
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 345 બતાવતા હતા. આમ અનેક રીતે તેઓ બીજાની તીવ્ર ઈર્ષ્યા કરતા હતા. આવા ખ્રિસ્તિઓમાં સાર્વત્રિક ભ્રાતૃભાવની વાત જ ક્યાં રહી ? પરંતુ પશ્ચિમના મઠો જ્યારે બુદ્ધિવિષયક કર્તવ્યો બજાવવા લાગ્યા, ત્યારે કેથેલિક ધર્મની સર્વોપરી સત્તા લગભગ સ્થાપિત થઈ ગઈ હતી અને વિવાદાત્મક ઉત્સાહ કમી થવા લાગ્યું હતું. તેથી સાહિત્યમાં એ સંસ્થાએ અન્ય રૂપ ધારણ કરવા માંડયું, પણ તેમના બધા ગ્રંથમાં મઠ સંસ્થાના જુસ્સાની પ્રબળ છાંટ હતી. તોપણ સાહિત્યના ક્ષેત્રમાં એ સંસ્થાએ પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવ્યાં તે આપણે જોઇએ. પ્રથમ તે વિધર્મી લેખકોના ગ્રંથે મઠની સંસ્થાએ જાળવી રાખ્યા એ કામ તેમણે અગત્યનું કર્યું છે. આ ગ્રંથ પરત્વે શરૂઆતના ધર્મગુરૂઓમાં મતભેદ હતો એ વાત આગળ અમે જણાવી છે. કેટલાક કહેતા કે એ ગ્રંથમાં કાંઈ સારૂજ નથી. અને તેમના પ્રત્યે તિરસ્કારની દષ્ટિ રાખતા હતા. કેટલાક કહેતા કે એ થે એવા સારા છે કે તેમણે યહુદી ગ્રંથેમાંથી ચોરી કરી હોય એમ જણાય છે અને કેટલાક ગ્રંથોમાં દૈવી પ્રેરણા પણ જણાય છે. પરંતુ આ બને છેક વિરોધી અભિપ્રાયને તજી દઈને, પાશ્ચાત્ય ખ્રિસ્તિ સંસ્થાની વ્યવસ્થા કરનાર સંત ઓગસ્ટાઈને તેમની યોગ્ય કિંમત આંકવા માંડી હતી. તેથી તે ગ્રંથને માન અપાવા લાગ્યું અને તેમને અભ્યાસ થવા લાગ્યો; અને અનેક કારણોને લીધે આ દિશામાં પ્રવૃત્તિ વધવા લાગી. તેથી કરીને ધર્મગુરૂઓનાં ધાર્મિક વલણ પણ ફરવા લાગ્યાં. એક ધર્મગુરૂએ તે જાહેરમાં કહ્યું કે “દેહના પુનરૂત્થાન’ને ખ્રિસ્તિ સિદ્ધાંત તે માનતો જ નહોતે, પણ જીવના પૂર્વ અસ્તિત્વના પ્લેટને સિદ્ધાંત તે દઢ રીતે માનતા હતા. ખ્રિસ્તિ ધર્મને જે સિદ્ધાંત સંસ્થાના આગેવાનોને પણ આવી સ્વતંત્રતા આપતા હતા, તે જો ચાલુ રહ્યો હોત તો ખ્રિસ્તિ ધર્મને ઈતિહાસ ઘણો બદલાઈ જાત. પરંતુ રોમમાં પ્રત્યાઘાતને પવન ઉત્પન્ન થયું. નિરાસક મેલને સિદ્ધાંત પાછો મનાવા લાગે; ધર્મનું અડગ અને સજજડ સ્વરૂપ બાંધવાને પ્રયત્ન થયો; બુદ્ધિમાન સંત ગ્રેગરી આ હીલચાલને નેતા થયે; અને રાજ્યવ્યવસ્થા અને ધર્મમાં પાશ્ચાત્ય
Page #393
--------------------------------------------------------------------------
________________ 346 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. મહારાજ્ય જુદું પડયું; જંગલીઓએ ચડાઈ કરી અને પછી તે ખ્રિસ્તી થયા. ઇત્યાદિ ઐતિહાસિક બનાવોને લીધે કેથલિક નમુને પાછે સપરિ થયો. જંગલીઓની ચડાઈઓ પછી લાગવા માંડેલા આંચકાના સમયમાં, ધર્મ સિવાય સાહિત્યના ક્ષેત્રમાં અન્ય પ્રવૃત્તિને લગભગ લેપ થયો, અને મઠમાં માત્ર સંતનાં જીવને અને ઉપદેશાત્મક ભાષણે જ લખાવા લાગ્યાં. યુરેપમાં વિધર્મ ગ્રંથને અભ્યાસ લગભગ બંધ થઈ ગયો, અને એબીલાર્ડના યુક્તિવાદ અને ધર્મ-યુદ્ધોની પછી બનેલા બનાવથી જ્યાં સુધી સાહિત્યનું પુનરૂજજીવન થયું નહિ ત્યાં સુધી એવી જ સ્થિતિ ચાલુ રહી. આ અરસામાં લાટીન ભાષા પવિત્ર ગણાવા લાગી એટલીજ સેવા વિધમાં સાહિત્યની કેથલિક સંપ્રદાયે ઘણું કરીને કરી છે. સાહિત્ય પરત્વે જીજ્ઞાસાની કેવળ ગેરહાજરી હતી એ એટલાથીજ સિદ્ધ થાય છે કે ગ્રીક ભાષા સામે પણ લગભગ કોઈ જોતું નહિ. લાટીન ભાષામાં પણ ઉત્તમ ગ્રંથને અભ્યાસ થતો નહિ; તેના લેખકે તે નરકની ઉગ્ર જવાળામાં પ્રજવલિત થતા હતા. મઠના સાધુઓ પિતાને પંડિત–મન્ય માનતા, અને વિધર્મી લેખકે પ્રત્યે માનની દૃષ્ટિ તેમને રહેતી નહિ. વળી પૃથ્વીને કાળે કાળે પ્રલય થવાની માન્યતાને લીધે વ્યાવહારિક જ્ઞાનની કાંઈપણ અપેક્ષા તેઓ રાખતા નહિ. કેટલાક સાધુઓને એવો રિવાજ હતો કે જ્યારે તેઓ મુનિવ્રત લેતા ત્યારે તેમને વરછલ, હેરેસ અથવા એવું બીજું કઈ વિધમાં પુસ્તક જોવાની ઈચ્છા થતી ત્યારે કૂતરાની પેઠે પિતાને કાન ખંજવાળતા, કારણ કે તેમના વિચાર પ્રમાણે વિધર્મીઓને કૂતરાની ઉપમા જ યોગ્ય હતી. એવું કહેવાય છે કે કેટલીક વખત યુરોપમાં પુસ્તકશાળાઓ માત્ર મઠમાં જ હતી. અને તેથી કરીને વિધમ પુસ્તકની હસ્તલિખિત પ્રતે ત્યાં જ જતી હતી, પરંતુ એ ઉપરથી એમ સિદ્ધ થતું નથી કે જે મડે નહોત તે એવી પુસ્તકશાળાઓ અસ્તિત્વમાં જ આવત નહિ. સાધુઓ કવચિત્ કવચિત હસ્તલિખિત પ્રતોની નકલ કરવાની મેહેનત કરતા, પરંતુ પ્રાચીન ચર્મપિત્રો ઉપરથી કેટલાક લખેલે ભાગ ભુસી નાખવાની પણ મેહેનત તેઓ કરતા કે જેથી કરીને પિતાની કથાઓ ત્યાં દાખલ કરી શકાય; વિશે કરીને પાછલા સમયમાં એવું બનતું હતું.
Page #394
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 347 છતાં તે કાળના સાહિત્ય જીવનમાં કેટલાંક સૌંદર્ય પણ હતાં. અને ચીન સમયના લેખકના જીવનમાં જે ચીડીઆપણું, ઉતાવળ, અતિપરિશ્રમ, ઘણુંખરાં ઉચ્ચ જીવનને નિરાશ કરતી ઘણી જાતની ચિંતાઓ અને તેમના જીવનને ભ્રષ્ટ કરતી કીર્તિની ઉશ્કેરાએલી લાલસા, જોવામાં આવે છે, તેમાંથી કાંઈ તે સમયે લેખકોના જીવનમાં નહતું. વ્યાકરણના પ્રવૃત્તિમય જીવનની ચિંતાઓથી રહિત થઈ મઠમાં શાંતિથી સાધુઓ અભ્યાસ કરતા અને લખતા હતા, નિશંક મને ધર્મને અર્થ જ પિતાનું જીવન તેઓ ગાળતા હતા. વિશ્વના પ્રશ્નનું નિરાકરણ તેમના મનને થએલું લાગતું હતું, કીર્તિની ઈચ્છા તેમને બિલકુલ નહોતી; માત્ર પાપ-મોચનના તેઓ ઈતિજાર હતા, અને અન્ય દુનિયામાં સારા બદલાની આશા રાખતા હતા. સાહિત્ય અને ધર્મ વચ્ચે કે સંપ હતો તે દર્શાવનારી અનેક દંતકથાઓ છે. એંગ્લ સેક્ષન પ્રજાનો પ્રથમ મેટામાં મોટો કવિ સીડમન થઈ ગયું છે. તેને માલમ પડયું કે વ્યાવહારિક જીવનનું ગાન કરવા તેની શકિત કામમાં આવતી નહોતી. પણ સ્વપ્નમાં કોઈ આકતિએ એને “સૃષ્ટિની ઉત્પત્તિ’ ગાવાનું કહ્યું ત્યારે તેની કવિત્વ શક્તિ ખીલી નીકળી અને પછી તે મોટો કવિ થઈ પડ્યો. એક પાદરી ઘણોજ દુરાચારી હતી અને તેણે અસંખ્ય પાપ કર્યા હતાં, પણ ધર્મનું એક મોટું પુસ્તક તેણે લખ્યું હતું અને તેના અક્ષરો તેના પાપ કરતાં સંખ્યામાં સહેજ વધી જવાથી નરકમાં જતો એ બચી ગયો. સ્પેનમાં એક છોકરે ભણવાથી કંટાળી બાપને ઘેરથી નાસી ગયે, અને રખડતાં રખડતાં એક યુવાને કાંઠે જઈને બેઠે, કુવા ઉપર પાણીમાં તેણે ઉંડા લીસોટા જોયા. એક છે કરી પાણી ભરતી હતી તેને એણે એ બાબતને ખુલાસે પૂ. છોકરીએ કહ્યું કે વારંવાર દોર ઘસાવાથી એ છેદ પડ્યા છે. છોકરે વિચાર કર્યો કે જ્યારે નરમ દોરડાથી કઠણ પાણે પણ ઘસાઈ જાય છે, ત્યારે લાંબી ખંતથી તેની બુદ્ધિની જડતા પણ બેશક જતી રહે જ. આ વિચારથી એને પસ્તાવો થયો, પાછો ઘેર ગયો અને ભણવામાં પ્રવૃત્ત થયો. અને મોટો સંત એ થઈ પડે. એક સંતના મુઆ પછી વશ વર્ષે તેની કબર ખોલી તે તેનું આખું શરીર ખવાઈ ગયું હતું
Page #395
--------------------------------------------------------------------------
________________ 348 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પણ જે હાથે કલમ ઝાલી હતી તે તે તેને તેવો જ રહ્યો હતો, ઈત્યાદિ અનેક કથાઓ સાહિત્યમાં હિંમતથી અને વિશુદ્ધિથી જીવન ગાળતા મનુષ્યની ગણના ધર્મ-વીરમાં થતી. પરંતુ આવી વાતોથી આપણે ભૂલાવામાં પડવાનું નથી, કેમકે કેથલિક સંપ્રદાયને સર્વોપરી કાળ મનુષ્યની બુદ્ધિના ઈતિહાસમાં એકંદરે ઘણો જ ખેદનીય નીવડે છે. ઉપયોગી અને ઉન્નતિપ્રેરક અભ્યાસ કઈ કરતું નહિ, અને ખ્રિસ્તિ આલમની સઘળી શક્તિ ધાર્મિક વિષયની ઉહાપોહમાં જ ખચાતી હતી. કેથોલિક સંસ્થા જે કહે તે સચોટ ગણતું હતું, તેથી વહેમનાં ઝુંડ ઉભાં થયાં અને તે મુંડ જ્ઞાનના માર્ગમાં અંતરાય રૂપ થયાં. કોઈ હિંમતથી તપાસમાં પ્રવૃત્ત થતું તે તેના ઉપર જાદુ અને પાખંડના તોહોમત આવતાં હતાં. કેવળ અંધશ્રદ્ધામાં જ સર્વોત્તમ સદાચાર ગણત હતો; અને શંકા કે પ્રશ્ન કરવાની ટેવ, નિષ્પક્ષ અભિપ્રાય બાંધવા માટે વિચાર કે વિલંબ કરવાની પ્રકૃતિ, વિવાદના વિષયમાં બન્ને પક્ષનું સાંભળવાની ઈચ્છા અને અવિવેકી પૂર્વ-વલણમાંથી બુદ્ધિને મુક્ત રાખવાની વાત, પાપ રૂપ ગણતાં હતાં. શંકા અને ભૂલને પાપ ગણવાની માન્યતા સાર્વત્રિક થઈ ગઈ, અને આ વેહેમ ઘણોજ અનિષ્ટકારક નીવડ્યો છે એમાં કોઈ શક નથી. હકીકતની ભૂલ તપાસથી સુધરે છે; શોધખોળની પદ્ધતિ ઓની ભૂલ પણ ધીમે ધીમે ફેરવી શકાય છે; પણ મનની જે વૃત્તિ તપાસ ને પાપ રૂપ ગણી તેનાથી હીને નાસતા ફરે અને શંકાની અવસ્થાને ગુનાની અવસ્થા ગણે તે માણસના મનને જબરો રોગ છે અને લાંબા કાળ પર્યત ખસે નહિ એ હોય છે. આ પ્રમાણે યુરેપની બુદ્ધિમાં એક મોટો રોગ પેઠો; અને જ્યારે કેળવણીની વાત માના હાથમાંથી વિશ્વવિદ્યાલયના હાથમાં ગઈ, જ્યારે મુસલમાની વિજ્ઞાન શાસ્ત્રોને પ્રચાર થયો, અને જ્યારે બુદ્ધિ-સ્વાતંત્ર્ય અને ઔદ્યોગિક કાળની સ્વતંત્રતા આવી, ત્યારે જ ધર્મની ધજા હેઠે પડી અને યુરોપની બુદ્ધિ નિરોગી થઈ પાછી સજીવનતા પામી.
Page #396
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 348 મધ્યકાળના બુદ્ધિવિષયક અંધકારનું જે ચિત્ર અમે ઉપર આપ્યું છે તે અલબત્ત વિષાદમય છે. પરંતુ કેટલાક લેખકે આ મધ્યકાળના યુગનાં વખાણ ભારેભાર કરે છે. આ વિષયની લાંબી તપાસમાં ઉતર્યા સિવાય તે લેખકેની બે ત્રણ બાબતમાં ભૂલ થાય છે તે બતાવવાની અમે રજા લઈએ છીએ. યુરોપનું સઘળું જ્ઞાન લાંબા વખત સુધી મઠોમાં પ્રવિષ્ટ રહ્યું હતું એ વાત બેશક સાચી છે. અને આ હકીકત ઉપરથી એવું અનુમાન કાઢવામાં આવે છે કે જે આ સંસ્થાઓનું અસ્તિત્વ ન હોત તે આ જ્ઞાનને તદ્દન નાશ જ થઈ જાત. પણ આ અનુમાન સાવ સાચું નથી. વિધર્મી મહારાજ્યના સમયમાં દુનિયાના મોટા ભાગ ઉપર બુદ્ધિમય જીવન પ્રસરી ગએલું હતું. મિસર અને એશિયામાઈનોર સુધારાનાં મોટાં કેન્દ્રસ્થાન થઈ પડયાં હતાં. ગ્રીસમાં હજી પણ વિદ્વત્તા રહી હતી. પેન, ગાલ અને બ્રિટન પણ પુસ્તકશાળાઓ અને શિક્ષકેથી ભરેલા હતા. ઘણાં શહેરોની શાળાઓ પણ પ્રસિદ્ધ હતી. આમ બુદ્ધિની પ્રવૃત્તિ ચંચળ હતી અને ઠેકાણે ઠેકાણે શાળાઓ અને શિક્ષકે હતા. લાટીન સાહિત્યની આવી વિસ્તૃત પ્રવૃત્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ એકદમ બંધ થઈ જાત એમ માનવું કેવળ હાસ્યજનક છે. તેથી ધારે કે કેથલિક સંપ્રદાય ઠામુકે અસ્તિત્વમાં જ આવ્યો ન હેત, તે મનુષ્યના મન અન્ય પ્રદેશમાં સંચરી વિકાસ પામત; અને વધારે નહિ તે છેવટે પ્રાચીન ખજાનાને થોડેક ભાગ પણ અન્ય રીતે જળવાઈ રહેત. તેથી કરીને પ્રાચીન કાળના જ્ઞાન-ભંડારથી કેવળ અજ્ઞાન તે આપણે ન જ રહેત. બહુ તે મડ-સંસ્થા સાહિત્ય-ગ્રંથની સંરક્ષક થતી હતી, પણ ઉત્પાદક નહતી. પવિત્ર સ્થળ ગણાતાં હોવાથી તે અંધાધુનીના સમયમાં ગ્રંથનું સંરક્ષણ મઠામાં થતું હતું, અને ધર્મની એકતાને લીધે ખ્રિસ્તિ પ્રદેશમાં વિચારોની આપ લે છૂટથી થતી હતી. એ બધું ખરું; પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં ધર્મ સિવાય અન્ય પ્રવૃત્તિમાંથી મનુષ્યના મનને એણે કેવળ વાળી લીધું અને કેને કેવળ હાજી હા કહેનારા શ્રદ્ધાવાન બનાવી મૂકયા એ નુકસાન મઠની સંસ્થાએ મોટાં કર્યો છે.
Page #397
--------------------------------------------------------------------------
________________ 350 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વળી કેટલાક એવી દલીલ કરે છે કે કેટલાક સૈકાઓ પર્યત મહા બુદ્ધિમાન પુરૂજ મહાન ધર્મ-શાસ્ત્રવેત્તા હતા; તેથી કેથલિક ધર્મ કે જેણે એવા સમર્થ પુરૂષોને ઉપજાવ્યા હતા તે જે ન થયું હોત તે જગત ગાઢ અંધકારમાં વ્યાપ્ત થઈ જાત. આ દલીલ પણ હાસ્યજનક છે. એક કેદીએ પિતાની આખી જીંદગી અંધારી ઓરડીમાં ગાળી હતી, અને દીવાલની એક તડમાંથી જ માત્ર પ્રકાશનું ભાન એને થતું હતું. તેથી તે એમ ધારવા લાગે કે જે આખી દીવાલ જતી રહેશે તે એ તડ પણ એની સાથે જતી રહેશે. અને તેથી એટલે પ્રકાશ પણ આવે બંધ થઈ જશે. ઉપલી દલીલ પણ આના જેવી જ છે. મધ્યકાળને કેથલિક સંપ્રદાય ધર્મ સિવાય અન્ય અભ્યાસની અવગણના કરી તેને દાબી દેતે હતા, અને બુદ્ધિમાન ધર્મ ગુરૂને દ્રવ્ય, આબરૂ અને સત્તા આપતે હતે. એટલા માટે, સ્વાભાવિક રીતે જ બુદ્ધિમાન પુરૂષો એને સાંપડતા ગયા; પરંતુ કેથોલિક ધર્મ આવ્યો નહોત તો પણ એ પુરૂષ તે હયાત જ રહેત અને અન્ય દિશામાં પ્રવૃત્તિ કરત. બુદ્ધિના ક્ષેત્રમાં મધ્યકાળના કેથલિક સંપ્રદાયે સ્વતંત્ર પ્રવૃત્તિ કાંઈ જ કરી નથી એમ અમારું કહેવું નથી. મહાન નૈતિક કે ધાર્મિક ઉત્સાહ હમેશાં બુદ્ધિમાનની બુદ્ધિને કાંઈક જાગ્રત કરે છે, અને મઠની સંસ્થાઓમાં અમુક પ્રકારની બુદ્ધિને ખીલવવાની ખાસ યોગ્યતા હતી. સંત ટોમસ એકિવનાસ અને તેના અનુયાયીઓના ગ્રંથે અને બેનેડિટાઇન સંસ્થાના સાધુઓની વિશાળ અને પવિત્ર વિદ્વતા તેમને માન અપાવે એવાં છે. પરંતુ નવાઈની વાત એટલી જ છે કે સાહિત્યને દીપાવે એવા અસંખ્ય માણસની હાજરી એ સંસ્થામાં હતી છતાં, અને સંજોગ અને સ્થિતિની સંપૂર્ણ અનુકૂલતા હતી છતાં, પ્રાચીન મની ભાષા કે સાહિત્યના સામું તેણે જોયું નહિ અને મનુષ્ય જાતના સંગીન જ્ઞાનમાં કાંઈ વધારો કર્યો નહિ. વળી આ વાત પણ ખરેખર લક્ષમાં રાખવા જેવી છે કે જે કાળે કેથલિક સંપ્રદાયની સત્તા અત્યંત સંપૂર્ણ હતી ત્યારે પણ, કેટલાક મહાન કાર્યો જે થયાં
Page #398
--------------------------------------------------------------------------
________________ કન્સ્ટનટાઇનથી શાર્લમેન હતાં તે કાં તે ધાર્મિક વગરનાં વિધી થયાં હતાં અને કાં તો તેની બહારનાં હતાં. રેજર બેકન કેથોલિક ધર્મનું જ પ્રાણુ ગણતું હતું, પણ જમાનાના વલણની વિરૂદ્ધ થઈને કુદરતના અભ્યાસમાં એ પ્રવૃત્ત થયો; તેથી ચૈદ વર્ષ એને કેદમાં રહેવું પડયું હતું, અને મુઆ પછી એને જાદુગર ઠરાવવામાં આવ્યો હતો. કિમિયાની પ્રવૃત્તિને લીધે અથવા મુસલમાનના ઉત્તેજનને લીધે મધ્યકાળની રસાયન શાળાઓ ઉભી થવા પામી હતી. હોકાયંત્ર, ફેડવાને દારૂ, અને ચીંથરામાંથી કાગળ બનાવવાની શોધ થઈ હતી, પણ તે કઈ સાધુએ કરી નથી. દારૂગોળાની માહીતિ પ્રથમ મુસલમાનેને હતી. ઈ. સ. 1338 પહેલાં યુરોપને તેની ખબર નહોતી. મઠની સંસ્થાઓ તે તર્કશાસ્ત્રનું સ્વરૂપ ખીલવવામાં જ કુશળ હતી. શાંત અને મેહેનતુ પણ ઘણું કરીને પરીક્ષા કરવામાં કેવળ કાચા એવા ઘણું વિદ્વાનો તેમણે ઉપજાવ્યા છે. પરંતુ વ્યાવહારિક જ્ઞાનને ભોગ આપ એ ઉત્તમ વાત છે એ ઉપદેશ તેઓ આપતા હતા; સૃષ્ટિ તંત્રને કેવળ ખોટ વિચાર તેઓ લેકેના મન ઉપર ઠસાવતા હતા; અને અંધશ્રદ્ધા અને અક્ષમા કે જે મનુષ્યની બુદ્ધિને વિષરૂપ છે તેમની ટેવ લેકમાં પાડવાનો પ્રયાસ કરતા હતા. વળી કેટલાક ઘણીવાર એમ કહે છે કે કેથલિક સંપ્રદાય સુધારામાં વિન રૂપ થયે છે એ વાત ખરી; એણે જુલમ અને ત્રાસ પણ ઘણે કર્યો છે એ વાત પણ ખરી, છતાં એક કાળે જમાનાથી ઘણે આગળ તે હતું અને તેથી મનુષ્ય જાતને ઘણો બુદ્ધિ વિષયક લાભ થયો છે. હવે આ વાતમાં સત્યાંશ છે એ અમે પોતે ઘણીવાર બુલ કર્યું છે. પણ મધ્યકાળમાં જે સિદ્ધાંત તેમણે પ્રચલિત કર્યા હતા તેમના આવશ્યક પરિણામ જ આ ત્રાસ અને જુલમ હતાં. તેથી એ સિદ્ધાંતના એકંદર પરિણામે ધ્યાનમાં લેવાં જોઈએ. કેટલાંક ઝેર એવાં હોય છે કે જેમની અસર મુઆ પહેલાં દુઃખને એ છું કરી શરીરમાં શાંતિ પ્રસરાવે છે. પણ ઝેર અંતે ઝેર જ નીવડે છે. આ શાંતિને સ્વીકાર કરવામાં અડચણ નથી, પણ તેની કિંમત કેટલી આપવી પડી છે તે વાત પણ વિચારમાં લેવાની છે. સારી અને
Page #399
--------------------------------------------------------------------------
________________ ૩૫ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. નરસી એમ જ્યાં બે વાતે સાથે જ જોડાએલી હોય છે, ત્યાં નરસીને પડી મૂકી સારીને જ વખાણવી એ ભૂલ છે. એ બે વાતને છૂટી જ પાડી શકાય નહિ. બુદ્ધિના વિકાસને કેથલિક સંપ્રદાય પ્રતિકૂળ હતું એ વાત આમ સિદ્ધ થાય છે. તેથી કરીને અગત્યનાં નૈતિક પરિણામ પણ આવ્યાં છે. મધ્યકાળની ભોળી અંધશ્રદ્ધાને લીધે સત્ય પ્રતિ બેદરકારીને જન્મ થયો. ધર્મગુરૂઓ અસંખ્ય બનાવટી દંતકથાઓ લેકે સમક્ષ મૂકવા લાગ્યા અને લેકે તે માનવા લાગ્યા. આમ ધર્મગુરૂઓમાં જ સત્યનો પ્રેમ રહ્યો નહિ, અને તેથી સત્યની કિંમત લેકમાં પણ રહી નહિ. જે જમાનાને નિષ્પક્ષ વિચારની કિંમત નથી, તેને થોડા જ કાળમાં કથનની યથાર્થતાની કિમત રહેતી નથી; અને જ્યાં અંધ-શ્રદ્ધાને ખાસ સદાચાર ગણવામાં આવે ત્યાં જૂડ ઉપર દુરાચારનું કલંક લાંબો વખત રહેતું નથી. વળી જ્યાં લેકની દત માન્યતા એવી હોય કે પિતાના ધર્મમાં જ મોક્ષ છે અને સઘળાં પાપમાંથી એ ધર્મ તેમને મુક્ત કરી શકે એમ છે ત્યાં પોતાના ધર્મની ખાતર જે કાંઈ કરવામાં આવે તેમાં પાપ હોય જ નહિ એવો અભિપ્રાય તરત જ બંધાઈ જાય છે. આમ પિતે માનેલા સત્યની ખાતર સત્યનો પ્રેમ તેઓ ખોઈ બેસે છે. નીતિ ધર્મની દાસી બની જાય છે અને ધર્મની ખાતર જૂ હું બેલવાનો ભય રહેતો નથી. બીજું પરિણામ એ આવ્યું કે ગુના પેટે દ્રવ્ય આપી પાપમાંથી મુક્ત થવાને પ્રચાર પણ મઠ-સંસ્થાઓમાં અગ્રસ્થાને આવ્યો. હૃદયની વિશુદ્ધિને લીધે પ્રથમ વિધમીઓના ધર્મમાં અને ખ્રિસ્તિ ધર્મમાં મુખ્ય ભેદ પડતે હતો. સામાન્ય રીતે વિધમીઓમાં ધર્મ-સેવા અને નીતિને કાંઈ સંબંધ નહોતે. અતિ દુષ્ટ માણસ પણ ધાર્મિક ક્રિયા કરી શકો અને બક્ષીસ કે બળીદાનથી દેવને રીઝવવાનો પ્રયત્ન કરતે. પણ ખ્રિસ્તિ ધર્મ કહેતો કે હાથમાં દેવને માટે સેનાનું છત્ર હોય પણ પેટમાં પાપ હોય તે તેથી શું ફળ થવાનું હતું પરંતુ પૈસા આપીને પાપથી મુક્ત થવાની વિધમની ભાવના ધીમે ધીમે પાછી સજીવન થઈ અને મઠની સંસ્થાઓમાં
Page #400
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 353 બહુ બળવાન થઈ પડી. સખાવતમાં ખ્રિસ્તિઓ મશહુર હતા. અને તેથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” જેવા સિદ્ધાંતને સબળ ઉપદેશ ગુરૂઓ આપવા લાગે તો તેમાં નવાઈ નથી; અને લેભી અને અજ્ઞાની માણસે ઉપર આવી સ્વાર્થ ગણત્રીની અસર પ્રબળ થાય છે તેમાં પણ આશ્ચર્ય નથી. એવું કહેવાય છે કે ઈઝિયસ નામને એક માણસ ખ્રિસ્તિ તે થયે, પણ અહીં ધર્માદામાં ખરચેલાં નાણું ત્યાં મળતાં હશે કે કેમ? તેને એને બહુ શક રહેતો. તેથી સિનેશ્યસ નામના ધર્મગુરૂને ત્રણસેં સેના મહા ધર્માદા કરવા એણે આપી પણ તેની પહોંચ એણે લીધી, અને મુઆ પછી એ પહોંચ પોતાના હાથમાં મૂકવાની ભલામણ કરી તે મરી ગયો. ત્રણ દિવસ પછી સિનેસ્થસને સ્વપ્નમાં આવી એણે કહ્યું કે ઈશું ખ્રિસ્તે તેનું દેણું પતાવી દીધું છે, અને તેની પહોંચ એના મડદાના હાથમાં કબરમાં છે. કબરને ખોલી જોતાં પહોંચ મળી આવી અને ફારગતી પણ ભેગી હતી. લેકેની આવી લાગણથી મઠની સંસ્થાઓને પુષ્કળ વારસા મળવા લાગ્યા. વળી મઠની મિલ્કત ઉપર કર વિગેરેને બોજો નહોતો. તેથી મઠની મિક્ત વધી પડી. પણ તેની એક બીજી અસર પણ થઈ. કરના ભારે બજામાંથી મુક્ત રહેવા સાધુઓની સાથે ગોઠવણ કરી માણસે પિતાની મિલ્કત મને નામે ચડાવવાનું કપટ કરવા લાગ્યા. વળી સાધુઓ ગરીબોના સંરક્ષક ગણાતા હોવાથી ગરીબને આપવાને બદલે મઠમાં જ લેકે આપવા લાગ્યા. સંતનાં સ્મારક ચિહને કે ચમત્કારિક શકિતવાળી પવિત્ર પ્રતિકૃતિએ મઠમાં જ રહેતાં હોવાથી કેનાં ટોળે ટોળાં આવી ત્યાં સંતના આશ્રમમાં રહેતાં. માંદગી, ભય, શચ કે પશ્ચાતાપના સમયે મઠમાં નાણાં અપાતાં હતા અને બદલામાં સંતની કૃપાની વિરગત થતી હતી. અને મોટા મેટા ગુનાની માફી ભરતી વખતે મોટું દાન કે વારસો આપીને મરનાર ખરીદી લેતા હતા. આ વેહેમ એ વખતે પ્રચલિત હતે. એક મહાન ઇતિહાસકાર કહે છે કે ખ્રિસ્તિ ધર્મના પ્રાથમિક ઈતિહાસની ત્રણ સ્વતંત્ર અવસ્થા જોઈ શકાય છે. પ્રથમ અવસ્થામાં એ ધર્મ
Page #401
--------------------------------------------------------------------------
________________ 354 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. --~~~~~-~~- માં નીતિને પ્રટન હતા; બીજી અવસ્થા કે જે પાંચમા સૈકામાં શિરે, બિંદુએ પહોંચી હતી તેમાં આસ્તિકતાને પ્રશ્ન હત; અને ત્રીજી અવસ્થા કે જે સાતમા સૈકાથી શરૂ થાય છે તેમાં મને બક્ષીસ આપવાને પ્ર”ન હત. ખ્રિસ્તિધર્મના ભેર આગળ અને જંગલીઓના હુમલા પછી લેકેની અજ્ઞાનતાના લીધે પાખંડના પછાડ અને તરફડીઓ હવે અદશ્ય થઈ ગયાં હતાં; અને છઠ્ઠાથી બારમા સૈકાના લગભગ સંપૂર્ણ અંધકારમય સમય સુધી પશ્ચિમમાં કેથલિક સંપ્રદાય સર્વોપરિ પદે રહ્યો હતો, અને તેની સામે ચુંકેચા થઈ શકે એમ નહોતું. પાખંડને પરાસ્ત કરવામાં આગળ વપરાતે ઉત્સાહ હવે દ્રવ્ય એકઠું કરવામાં વપરાવા લાગે; અને ઉપર કહેલા પ્રકારે સંસ્થાની સમૃદ્ધિ ઘણી વધી ગઈ. ધર્મને ઝુડે જમાવવાનું કામ હવે સાધુ, સન્યાસીઓને રહ્યું નહોતું; અને પૈસો તે પુષ્કળ હતું, તેથી તેઓ વિલાસી અને દુરાચારી થવા લાગ્યા. મૂળથી જ આ સાધુઓને મોટો ભાગ ધમની તીવ્ર લાગણી કે પ્રબળ વૈરાગ્યવૃત્તિને લીધે સન્યાસી થયે નહોતે, તેથી લાગ મળતાં તેઓ પિતાનું બ્રહ્મચર્ય-ત્રત ખંડિત કરવા લાગ્યા; અને પૈસા લઈ લે ને પાપથી મુકત કરવાને બંધ તેઓ લઈ બેઠા; અને તેથી સંસ્થામાં સમૃદ્ધિની રેલછેલ થઈ રહી. આ શોચનીય ચિત્રમાં કવચિત સારી રેખાઓ પણ દેખાય છે. આઈરીશ. સાધુઓ લેકેનું ખરાબ રીતે મેળવેલું નાણું લેવાની ના કહેતા હતા; અને ઉંચા પ્રકારની કેટલીક મઠ સંસ્થાઓ યુરોપમાં કઈ કઈ સ્થળે હતી; અને પૈસા આપીને ગુનામાંથી બચી જવાની વાતને નિંદનારી કેટલીક દંત કથાઓ પણ ઉપજી હતી. પરંતુ એકંદરે ધર્મગુરૂ લૂંટણયા હતા અને લેકે વેહેમી અને ભોળા હતા. ઈંગ્લાંડમાં પેપની વારંવાર પૈસાની માગણીથી ઘણો જુસ્સો ફેલાયો હતો, અને તેને લીધે જ પિપથી સ્વતંત્ર થવાની પ્રબળ ઈચ્છી ઈગ્લાંડને થઈ હતી. પીટરનો પેન્સ " એ નામનો કર લઈને બે પિપિએ ઈગ્લાંડને આયરલોડ ઉપર ચડાઈ કરવાને પરવાનો આપ્યો હતે. ધર્મ સુધારણાના આગલા સૈકામાં મઠની સમૃદ્ધિને લીધે તેમાં અનાચારને ત્રાસ અત્યંત વધી પડે હતે. અનાચાર વધવાથી
Page #402
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 355 પાપ મુક્તિને અર્થે સંસ્થાને નાણું વધારે મળતું ગયું અને પાપ–ક્ષમાની ચિઠ્ઠીઓને ગેર ઉપયોગ લ્યુથરના બળવાનું પ્રથમ કારણ હતું. પરંતુ તે પહેલાં ઘણું સૈકાઓ સુધી મઠની સંસ્થાઓનાં સફળ છળકપટ ચાલુ રહ્યાં હતાં. ધર્મની ધાસ્તી બતાવી એ સંસ્થા પૈસો ભેગે કરતી અને આમ ખ્રિસ્તિ પ્રજાઓની સમૃદ્ધિને મેટે ભાગે સંસ્થાના ખજાનામાં ચાલ્યો ગયો. ધર્મની ધાસ્તી પરત્વે કેથોલિક સિદ્ધાંતનાં મુખ્ય લક્ષણે સ્પષ્ટ હતાં. તેઓ કહેતા કે તે સંસ્થાની બહારના બધાં માણસ નરકની નિરંતર જવાળાના ભોગ બની અસહ્ય દુઃખ ભોગવશે, અને પરલોકનાં તીવ્રતમ દુઃખની પાસે આ દુનિયાનાં અત્યંત તીવ્ર દુઃખ પણ કાંઈ હિસાબમાં નથી. માની સંસ્થાએ આ નિષ્ફર વાત ઉપાડી લીધી અને કથાઓ દ્વારા તેનાં તીવ્ર ચિત્ર આપવા લાગી. જંગલમાં ફરતાં ફરતાં સંત મેકેરિયસે એક ખોપરી જોઈ. એણે પિતાને દંડ એને માર્યો એટલે ખોપરી બોલવા લાગી. “ખ્રિસ્તિ ધર્મ આવ્યા પહેલાં હું વિધર્મીઓને ધર્મ ગુરૂ હતું. હવે અમે બધા આકાશ જેટલી ઉંચી અગ્નિની જવાળાનું અસહ્ય દુઃખ નરકમાં ભોગવીએ છીએ. અમારી પીઠપીઠ બાંધી અમને દુઃખ દેવામાં આવે છે, તેથી એક બીજાનું મહ પણ અમે જોઈ શકતા નથી. બીજું તે રહ્યું, પણ અમે એક બીજાનું અહીં માત્ર જોઈ શકીએ એવી પ્રાર્થના તમે કરે તે ઘણું સારું, કે અમને એટલે દીલાસે તે મળે.” ઈત્યાદિ, પછી તે સાધુઓના ઉદ્યોગથી પ્રત્યક્ષ દર્શનનું આખું સાહિત્ય ઉભું થયું; અને મરેલા માણસે નરકનાં દુઃખ જોઈ પાછાં આવી તેમનું વર્ણન કરવા લાગ્યાં. એક સ્ટીવન નામના માણસનું મૃત્યુ ભૂલથી થઈ ગયું; અને નરકને બારણે જતાં ભૂલની ખબર પડી, પણ નરક જેવાની એને રજા મળી. તેથી એણે નરક જોયું અને તે પાછો આવ્યો ત્યારે બીજે દિવસે બીજે સ્ટીવન મરી ગયો. નરકને દરવાજે જવાલામુખી પર્વત હતા, અને એક સાધુએ નરકમાં રોમના એક પાદશાહને જે હતો. પરંતુ આથી પણ વિશેષ ભયાનક અને અત્યંત કમકમાટી ઉપજાવે એવું નરકનું ચિત્ર તેઓ આપતા હતા. નરકની મધ્યમાં લાલચોળ સાંકળથી જકડીને સેતાનને
Page #403
--------------------------------------------------------------------------
________________ 356 યુપીય પ્રજાના આચરણનો ઈતિહાસ બાંધ્યો હતો. તેની ચીસોથી આખું નરક થરથરી જતું હતું, પણ તેના હાથ છૂટા હતા અને તેથી શાપિત છેને પિતાના દાંતથી દ્રાક્ષની પેઠે છુંદી નાંખી એ ખાઈ જતો હતો અને પિતાના ધગધગતા ગળા વાટે તેમને પાછા બહાર કાઢો હતો. કેટલાક જીવને પિશાચે વારાફરતી અગ્નિમાં અને બરફમાં બોળતા હતા, કેટલાકને તેમની જીભથી લટકાવી રાખતા હતા; કેટલાકને બહેરી નાખતા હતા, ઇત્યાદિ ઇત્યાદિ. આ બધાં ચિત્રોમાં હડહડતું જૂઠાણું અને ઈશ્વરની નિંદા છે એ કહેવાની જરૂર નથી. ત્યારે પરલોક પણ આપણી સૃષ્ટિના જે જડ ર્યો દયાળુ ઈશ્વર શું એવાં દુઃખ દેતા હશે !! પરંતુ આવાં ચિત્રોથી સૈકાઓ પર્યત મનુષ્યનાં મન દુઃખિત અને વ્યથિત થયાં હતાં. પાખંડી પેલેજીયસ વિના સઘળા ખ્રિસ્તિઓ એમ માનતા હતા કે આદમના કામથી પૃથ્વીમાં દુઃખ અને મોત સજા રૂપે પેદા થયાં છે. પૃથ્વીને નાશ પાસે જ છે એમ સામાન્ય રીતે સૈ માનતા હતા; અને માથે પડવાનાં દુ:ખની કંઈ કંઈ કલ્પના કરતાં હતાં. કેથેલિક ગુરૂઓ નરકનાં ભયાનક ચિત્રો આપી એ કલ્પનાને સચેત રાખતા, અને નબળાઈ કે માંદગીના પ્રસંગે માણસે સેતાન કે પિશાચને સાક્ષાત જતાં હતાં. ખ્રિસ્તિઓની કમળાવાળી આંખને આખી દુનિયા શાપિત અને ઈશ્વરે તરછોડેલી લાગતી. એક ગામડીઆ છોકરાએ સંધ્યાકાળના શાંત સમયે પ્રશ્ન ર્યો કે દૃષ્ટિ-મર્યાદાની નીચે જતો સૂર્ય રાત કેમ દેખાતું હતું ? તેને જવાબ મળ્યો કે એ સમયે સૂર્ય નરકમાં નજર નાખતો હતો માટે. ટુંડેલના પ્રત્યક્ષદર્શનમાં એમ વર્ણવ્યું છે કે બીજાઓને નરકમાં દુઃખ પામતાં જોઈને તે બોલી ઉઠઃ “અફસોસ, સ્વામી ! મેં જે વારંવાર સાંભળ્યું હતું કે દુનિયા પ્રભુની દયાથી ભરપૂર છે તેમાં ત્યારે શું સત્ય ?" જે લેકે વિધર્મીઓના દેને ઈર્ષ્યાખોર અને કામાસક્ત કહી તેમની એક સમયે નિંદા કરતા હતા તે જ લોકે પિતાના ઈશ્વરને મનુષ્યની અત્યંત ક્રુરતા કરતાં પણ વધારે ક્રૂર કહે અને ચિતરે એ પણ એક નીતિના ઈતિહાસમાં
Page #404
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી, 357 અતિ અજાયબીની વાત છે. અસંખ્ય માણસ નરકની જવાળાનું દુઃખ નિરતર ભોગવે, અને તે પણ વળી ઘણુંખરા તે પિતાના ગુના માટે નહિ પણ પિતાના બાપદાદાએ કરેલી ભૂલને માટે, અથવા અધ્યાત્મ-શાસ્ત્ર કે ઈતિહાસના ગુંચવાડા ભરેલા પ્રશ્નમાં પિતાના ભૂલ ભરેલા વિચાર માટે તે વાત ખરેખર ઘણી ક્રૂર અને ગેરવાજબી છે. એવા ધર્મમાં નીતિને પાયો ઉધે વળી જાય છે. ધર્મને એ સિદ્ધાંત કાઈ સમજુ માણસ સ્વીકારે જ નહિ, કારણ કે એવા સિદ્ધાંતમાં આનંદ માણતો માણસ પિશાચી હેવાનજ થાય છે. છતાં પીટર લંબાઈ કહે છે કે ઈશ્વરના પ્રિય માણસેને જ અન્ય ધર્મનુયાયીઓ નરકમાં કેવાં દુઃખ ભોગવે છે તે નજરે જેવાને પ્રસંગ મળે છે; અને તેમને થતા દુઃખમાં ઈશ્વરનું વેર હોવાથી ન્યાયી માણસ તે જોવામાં આનંદ જ માણશે. પિતાના ધર્મને અનુસરીને દરેક બાબત સ્પષ્ટ કરી આપવાનું જે ઘેલું પાંચમા સૈકાઓમાં ધર્મ ગુરૂઓને લાગ્યું હતું તેના પરિણામે સ્વર્ગ અને નરકનાં આ પ્રત્યક્ષ દર્શને અસ્તિત્વમાં આવ્યાં છે. વળી તપિમય અને એકાંતિક જીવનની ભ્રમણને લીધે પણ સાધુ સન્યાસીઓને એવાં દર્શને થતાં; અને વળી જાણી જોઈને લોકોને છેતરવા ગપો પણ બહુ હંકાતી. પરંતુ ધર્મ ઉપજાવેલી આ તીવ્ર ધાસ્તીમાંથી છૂટવાને ઉપાય પણ વેહેમે બતાવી દીધો હતો. એક તરફથી દુષ્ટ પિશાચે હયાત હતા, તે બીજી તરફથી ફિરસ્તાઓ પણ હયાત હતા. તે વિષે મઠ કે દેવળમાં જઈ છૂટે હાથે બક્ષીસ આપો અને તમારું રક્ષણ કરવા ગુરૂ સાહેબ સમર્થ છે, એવી અનેક વાત કહેવામાં આવતી હતી. આમ એક તરફથી ધર્મ ગુરૂઓ ધર્મને નામે લેકના મનમાં તીવ્ર ધાસ્તી ઉપજાવતા હતા, અને બીજી તરફથી તે ધાસ્તીઓનું નિવારણ કરવા પિતે સમર્થ છે એમ સમજાવતા હતા. ખ્રિસ્તિ ધર્મને આવી રીતે જડ બનાવી દેવાને પ્રચાર કેટલે બધે વધી ગયો હતે તે જેમણે મધ્યકાળનું સાહિત્ય તપાસ્યું છે તેમને માલમ છે. સારાંશ કે અનેક રેહેમ વધી ગયા હતા અને તરેહવાર ચમત્કારો ગુરૂઓ બતાવવા લાગ્યા હતા, અને લેકે તે માનવા લાગ્યા હતા. વિધર્મીઓના ધર્મ જે
Page #405
--------------------------------------------------------------------------
________________ 358 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જ ખ્રિસ્તિધર્મ પતે જ અનેક દેવવાદી અને મૂર્તિપૂજક હવે બની ર હતો. ઉપર કહેલાં અનેક કારણોને લીધે પાદરી વર્ગની સત્તા અને સમૃદ્ધિ વધી પડયાં, અને તેઓ સર્વોપરિ સત્તા ભોગવવા લાગ્યા હતા. તેમની સામે થાય એવું કાઈ રહ્યું નહિ, અને બધી જાતની કેળવણી તેમના હાથમાં આવી ગઈ. યુરેપનાં જ્ઞાન અને કળા આ ધર્મમાં ગરક થઈ ગયાં, અને દિવ્ય, પદવી અને લશ્કરી સત્તા પણ તેના કબજામાં આવી; અને યુકિત અને વ્યવસ્થાથી આખા યુરોપ ઉપર એણે પોતાની સત્તાની જાળ પાથરી દીધી. ઉપરાંત અપૂર્વ ચતુરાઈથી પિતાની સંસ્થાનું તે ધર્મ રક્ષણ કરતો હતે. દરેક શંકાને તે પાપ ગણત, અને જે કઈ સહેજ પણ શંકા કે પ્રશ્ન કરે તે નરકનું અતિ બહામણું ચિત્ર તેની સમક્ષ તે રજુ કરતે; તેથી શંકા કરનારની કલ્પના થરથરી જતી હતી. અજ્ઞાનતા અને વહેમના આવા જમાનામાં જે શુરવીર પુરૂષોએ આવી જાળમાંથી મુક્ત થવા હિમત કરી હતી અને આપણું જ્ઞાન અને સ્વતંત્રતાને પાયે રખે તે તેમને માથે અનેક દુઃખ પડ્યાં હતાં અને તે આપણે સમજી શકીએ છીએ. પણ તેમના અંતરમાં આ સંસ્થાએ સ્ત્રી વેદના ઉપજાવી હશે તેને ખ્યાલ આવે પણ આપણને મુશ્કેલ છે. પરંપરાથી ચાલ્યા આવતા વિચારેને તજી દેવામાં પાપ છે, તેમના સ્વતંત્ર વિચાર તો છળ કરતા પિશાચની ઉશ્કેરણીના પરિણામ છે, અને એવી શંકાસ્પદ દશામાં જે એનું મૃત્યુ થયું તે નરકનાં તીવ્રતમ દુઃખો તેમને માટે તૈયાર જ છે; આવા આવા ઉપદેશથી પિતાને કેવળ એકલા પડી ગએલા તે માનતા.કઈ વિરૂદ્ધ સંસ્થા પણ નહોતી કે તેને આશ્રય લઈ તે પુરૂષ પિતાના મનનું સાંત્વન કરે. માનુષી પાપને લીધે મૃત્યુ થાય છે, ઈશ્વરના વેરને લીધે દુઃખ થાય છે અને સઘળા કુદરતી બનાવે ઈશ્વરના છૂટક છૂટક ચમત્કારે છે; આવા આવા ધાર્મિક વિચારોનું ખંડન કરતું વિજ્ઞાનશાસ્ત્ર અને ઐતિહાસિક વિવેચન પણ તે વખતે અસ્તિત્વમાં આવ્યાં નહોતાં. જ્યાં જુઓ ત્યાં એને અંધશ્રદ્ધા જ પ્રસરેલી લાગતી હતી અને ધર્મ ગુરૂની ધમકી તેમની સમક્ષ સતત્ રહેતી. આવા વખતમાં બુદ્ધિની સ્વતંત્રતા જાળવી રાખવાનું કામ કેટલું
Page #406
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 359 વિકટ અને વેદનાકારક થઈ પડતું હશે તેને અત્યારે ખ્યાલ આવે પણ આપણને કઠિન છે. અગીઆરમા, બારમા અને તેરમા સૈકામાં કુબેર નામના ફ્રેંચ લેકે કિંવા કવિઓએ આ નરક દર્શનેનું ઉપહાસ કરી જન-સેવા સારી હતી. તથાપિ વિધર્મીઓના સાહિત્ય અને મુસલમાની ધર્મના આવા ઉછરી આવેલા સ્વતંત્ર વિચારની સહાય વિના કેથલિક ધર્મ ગ્રસ્ત કરેલા યુરોપની બુદ્ધિનાં આ બંધન તૂટત કે નહિ એ શંકા પડતી વાત છે. શેખ, આબાદી, સાહિત્યનું પુનરૂજજીવન, સેડ નામની લડાઈઓ પછી ધર્મ ગુરૂઓ વર્ગની પડતી, અને ધર્મ-સુધારણાથી કેથોલિક સંપ્રદાયની અસ્તવ્ય સ્તતા, ઈત્યાદિ કારણોને લીધે નરક-દર્શનની માન્યતા ધીમે ધીમે નિર્બળ થઈ નષ્ટ થઈ ગઈ. પરંતુ એક બીજા સિદ્ધાંતથી પાદરી વર્ગનો પૈસો વધવા પામ્યો હતો, અને તેમાં પરલોકમાં પાપ-નિવારક સ્થળની જના હતી. કેટલાંક માણસે સ્વર્ગમાં જાય એવાં સદાચારી નથી હોતાં, અને નરકનું નિરંતર દુઃખ ભોગવે એવાં દુરાચારી પણ તે નથી હોતાં તેમને માટે પરલોકમાં એવું એક સ્થળ હોય છે કે જ્યાં તેમના પાપનું નિવારણ થતાં તેઓ શુદ્ધ થાય છે; આ સિદ્ધાંત હાલમાં પણ કેટલાક માને છે. કેથોલિક મતમાં આ પાપનિવારક સ્થળની યોજના હતી. પણ તે ખ્રિસ્તિઓને માટે જ હતી. અન્ય ધર્મઓ તે બધા નરકમાં જ જવાના હતા. પરંતુ આ પાપ-નિવારક સ્થળની યોજનાથી ખ્રિસ્તિઓને પણ કોઈ જાતને દીલાસો મળવાને સંભવ નહોતે, કારણ કે ધર્મગુરૂઓ કહેતા કે ગમે તેવા પાપને માટે પણ નરકમાંથી કોઈને મુકત કરાવવા તેઓ સમર્થ હતા. માત્ર બક્ષીસ જોઈએ. પૈસો ત્યાં પ્રભુ. વળી આ પાપ-નિવારક સ્થળમાં પડતા દુઃખનું એવું તે ચિત્ર તેઓ આપતા હતા કે તે દુઃખ કલ્પનાને નરકના દુઃખ કરતાં પણ વિશેષ લાગતું હતું. આ સ્થળનાં પણ પ્રત્યક્ષ દર્શનની વાતો સાધુઓ કહેતા હતા અને તેની કલ્પનાને ત્રાસ ઉપજાવતા હતા. બીજું બેસવું હોય તે બેલે, પણ આટલું તે તમારે
Page #407
--------------------------------------------------------------------------
________________ 360 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સ્વીકારવું જ પડશે કે ખ્રિસ્તિઓ પિતાનું કાર્ય કરવામાં બહુ કુશળ હતા. પોતાના પ્રિયતમને ગુમાવી બેઠેલી વિધવા હજી તે રેવા કકળવામાંથી માથું પણ ઉંચું કરી શકતી નથી તેવામાં આ ગુરૂ જઈ કહે કે એ રડે છે દરમ્યાન તેને ધણું નરકની જવાળામાં બહુ દુઃખી થાય છે અને. અને ગુરૂને પૈસાની બક્ષીસ આપતાં તે છુટી શકે એમ છે; તે તેમાં કેવી કુશળતા છે તે વાંચનારે પોતે જ વિચારી લેવું. આ બધા ધાર્મિક રૂપાંતર રેમના રાજ્યની પડતીથી તે શાર્લમેનના સમય દરમ્યાન થયા હતા; અને એ સમય દરમ્યાન લેકેની નીતિ કેવી હતી તેને વિચાર કરવા બેસીએ છીએ તે પ્રથમ મુશ્કેલી એ આવે છે કે તે સમયને વિશ્વાસપાત્ર ઈતિહાસ મળતું નથી, તથાપિ લેખકેના લેખ ઉપરથી જણાય છે કે સાતમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં અને તેની આગળના બે સૈકામાં રાજ્યમાં ગેરવ્યવસ્થા અને જુલમ ઘણે થતો હતો. ઇટાલીમાં વિધર્મીઓની રૂઢીઓ અને ટેવો પાછી કાંઈક દાખલ થઈ હતી, પણ ગેલના જંગલી લકે કાંઈ સુધર્યા નહોતા. ધર્મગુરૂઓ પણ દુરાચારી થઈ ગયા હતા. તેઓ અકરાંતીઆ બની ખૂબ ખાતા અને ઉપર દારૂ ડોસી ધાર્મિક ક્રિયાઓ કરતા. એક ધર્મગુરૂએ પિતાના તાબાના પાદરીની ખાનગી મિલ્કત માગી; અને ના પાડતાં એને જીવતાં દાટી દેવાને એણે હુકમ કર્યો. પ્રારબ્ધના યોગે કબરમાંથી તે છટકી શક્યો હતો, પણ તેની રાડબરાડનું પરિણામ માત્ર એટલું જ આવ્યું કે પેલા ધર્મગુરૂને સહેજ કપકે મળ્યો. - ધર્મગુરૂઓ અધમ રાજાઓની ખુશામત કરતા હતા અને રાજાઓ જુલમ કરતા હતા. બ્રુનેહ નામની રાણીની ખુશામત મહાન ગ્રેગરી ધર્મગુરૂ પણ કરે; અને તે રાણુને જુલમ પણ ત્રાસદાયક હતે. હથીઆર પણ ધર્મગુરૂઓ વાપરતા અને રાખતા. ઓછામાં ઓછું એક ખૂન પણ ન કર્યું હોય એ કઈ રાજા નહોતો. અને ખૂન પણ રીબાવી રીબાવીને ત્રાસદાયક રીતે થતું. એક ધર્મગુરૂને કાંટાની પથારી ઉપર સુવાડીને દૂર દેશનિકાલ કરવામાં આવ્યો હતો. એક રાજાએ બળવો કરવા માટે
Page #408
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 361 પિતાના દીકરાને, તેની વહુને અને તેની દીકરીઓને સાથે જીવતાં બાળી મૂક્યાં હતાં. રખેને તેના રૂપથી રાજા મોહિત થઈ જાય એવી ધાસ્તીથી તેની રાણુએ પિતાની સાવકી દીકરીને ડુબાડી મારી નાંખી હતી. એક ધર્મગુરૂએ એક ગરીબ માણસને તેની સ્ત્રી સાથે વ્યભિચાર કરવા માટે પરણે ઘરમાંથી કાઢી મૂક્ય, પણ તે માણસે એ બન્નેને મારી નાંખ્યા. એક રાજકુમાર પિતાના ગુલામને અગ્નિથી રીબાવી ગમત કરતે. એક ધર્મગુરૂની સ્ત્રીને અનેક સ્ત્રીઓને અને પુરૂષોને તપાવેલા લાલચોળ લેઢાથી શરમ ભરેલી રીતે રીબાવવાની ટેવ હતી. બુનેહ રાણુને ત્રાસ આપે એવી રીતે મારી નાંખવામાં આવી હતી. છતાં એજ જમાને અમુક અર્થમાં ઘણે ધાર્મિક હતિ. સાહિત્યની પ્રવૃત્તિ માત્ર ધર્મમાં હતી. દરેક જાતના પાખંડને ત્વરાથી નાશ થતો હતો. ગુરૂઓ અને પાદરીઓ તાલેવંત થયા હતા. કેટલાક રાજાઓ પણ સાધુ થયા હતા, અને ઘણા માણસે સંન્યાસી થતા. એ વખતે ઇતિહાસકારે પણ નીતિની તુલ્યના કેવી કરતા હતા તે એક દષ્ટાંતથી સ્પષ્ટ થશે. કલવિસ નામને રાજા આસ્તિક ખ્રિસ્તિ થયો. ગલના એક ભાગમાં એક બીજો રાજા એરિયસ મતને અનુયાયી હતા. તેના ઉપર ધર્મને ન્હાને ચડાઈ કરી એનું રાજ્ય એણે જીતી લીધું. કલ વિસ રાજ્ય લેભી હતો. તેને એક સગે સિધબર્ટ તેને મિત્ર હતો અને સ્વતંત્ર રાજા હતા. તેના છોકરાને ચડાવી સિધબર્ટને એણે મારી નંખાવ્યો પછી આ છોકરાને પણ ગુપ્ત રીતે મરાવી નાખી એના રાજ્યને કલવિસ ધણી થયો. ધીમે ધીમે પિતાનાં બધાં સગાને મારી નખાવી આખા ગેલને એ ધણી થયો. માત્ર પિતાનાં બાઈડી છોકરાંને એણે જીવતા રાખ્યાં. છતાં સંત ગ્રેગરી નામને લેખક આ રાજાનાં ભારોભાર વખાણ કરી કહે છે; “આસ્તિકાની સહાયમાં ઈશ્વર હમેશાં રહે છે; અને પાખંડીઓને તે સખત અને ક્રૂર શિક્ષા કરે છે. કલવિસ આસ્તિક હોવાથી આબાદ થયો હતે; અને એલેરિક પાખંડી હતું, તેથી પિતાનું રાજપાટ એ ખોઈ બેઠે;
Page #409
--------------------------------------------------------------------------
________________ 362 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને મુઆ પછી નરકમાં ગયે.” વહેમનું આવું રાજ્ય તે સમયમાં ચાલતું હતું. શાલેમેને કાયદો કર્યો હતો કે લેન્ટ (માર્ચમાં) ના અપવાના દિવસમાં જે માંસાહાર કરે તેને દેહાંત દંડ દે. સેક્ષમાં પણ એ કાયદે હોતે, પોલ લેકમાં એવા ગુનેગારના દાંત પાડી નાખતા હતા. છતાં આવા વહેમના સમયમાં પણ મઠની સંસ્થાઓથી કેટલાક લાભ થયા હતા. જુલમગારના ત્રાસથી ત્રસ્ત થએલાને ત્યાં નિર્ભય આશ્રય મળતો હતે; જંગલી લશ્કરીઓના બળ સામે સાધુઓનું વજન પડતું હતું; લેકના હૃદય ઉપર એક પ્રકારની ધાર્મિક છાયા પડતી અને તેથી આચરણમાં કાંઈક કામળતા આવતી હતી; અને પિતાના દાખલાથી ઘણા પ્રકારની શાંત મહેનત કરવાના સાધુઓ રસ્તા બતાવતા હતા. તેમની કીર્તિ સાંભળી લેકે સંતની જાત્રાએ જતા હતા, પણ જ્યારે તે સંતનું સાદુ જીવન તેઓ જેતા અને અનેક પ્રકારે તેમને મહેનત કરતાં તેઓ જેતા, ત્યારે મહેનત મજુરી કરવામાં શરમ નથી એવો વિચાર તેમને ઉપજ્યા વિના રહેતા નહિ. વળી કેટલાક દિવસોને સાધુઓ પવિત્ર ગણતા અને તે દિવસે મેહેનત કરતા નહિ. આ વાત મજુર વર્ગને ઘણી કિંમતી થઈ પડી. રવિવારે અમુક વખતે પ્રભુની પ્રાર્થના થતી. અમુક અમુક દિવસે કેઈએ કાંઈ કામ કરવું નહિ એ કેન્સ્ટનટાઈને કાયદે કર્યો હતો. થિયોડેશિયસે તે દિવસે સાર્વજનિક તમાસા બંધ કર્યા હતા. આમ રવિવારે અને તહેવારોએ રજા પળાતી થઈ. તે દિવસે કામ કરે તેના ઉપર દૈવીકાપ થવાની અને તેને રોગ થયાની કે તેનું મૃત્યુ થયાની ચમત્કારિક આખ્યાયિકાઓ પણ કહે વાતી. અત્યંત અંધકારમય સમયમાં પણ સખાવત તે વચ્ચે જ જતી હતી. કેટલાક સાધુઓ દુઃખીની દાઝ જાણ તેમને બહુ સહાય કરતા હતા. પારિસના ધર્મગુરૂ સંત જરમેનસે બંદીવાને છોડાવવામાં બહુ પ્રખ્યાતિ મેળવી હતી. આમ એ જમાનામાં જે કે નઠારું ઘણું હતું; પણ થોડું ઘણું સારું પણ સાથે હતું. પરંતુ બ્રિરિત ધર્મને ફેલાવો કરીને જે જનસેવા તેમણે કરી છે તે ઘણી કિંમતી છે. ધર્મને ફેલાવો કરનારા આ સાધુઓને પ્રવાહ પ્રથમ
Page #410
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 363 પેલેસ્ટાઈન અને ઇટાલીમાંથી નીકળ્યો. આ કામમાં આવેલડના સાધુઓએ આગળ પડતો ભાગ લીધો છે. યુરોપમાં જ્યારે કેવળ અંધાધુની ચાલતી હતી ત્યારે આ સાધુઓએ દેશ દેશમાં ફરી ખ્રિસ્તિ ધર્મની જમાવટ કરી દીધી. પરંતુ તે સમયમાં અર્થાત રેમનું રાજ્ય અસ્ત પામ્યું ત્યારથી તે શાર્લમેનના સમય પર્યત યુરોપમાં એકંદરે વેહેમ અને દુરાચાર ઘણું જ વધી પડયાં હતાં. છતાં આ અંધાધુનીમાંથી પણ નવીન સમાજનાં બીજ આપણને મળી આવે છે; અને તેમાંથી ધર્મયુદ્ધો, જાગીર-સંસ્થા અને શૌર્ય-સંસ્થા જન્મ પામ્યાં. આ વાત કેમ બની તે હવે આપણે જોઈએ. આ હીલચાલમાં બે વાત સમાએલી હતી, ખ્રિતિ ધર્મ અને લડાયક જુસાનું સંમિશ્રણ; અને વ્યાવહારિક પદવીને માટે વધતી જતી પૂજ્ય બુદ્ધિ. ખ્રિસ્તિ ધર્મ પ્રથમ લડાયક ધંધાની કેવળ વિરૂદ્ધ હતો અને અત્યંત વાજબી લડાઈમાંથી પણ પાછા ફરેલા સિપાઈઓને કેટલેક સભ્ય વિશુદ્ધિ અને પ્રાયશ્ચિત કર્યા વિના પ્રભુ ભોજનમાં એ સંસ્થા ભાગ લેવા દેતી નહિ, ખ્રિસ્તિ ધર્મના મોટા મોટા આગેવાને આ વાતના હિમાયતી હતા. ડાયો કિલશિયનના એક સિપાઇએ બ્રિતિ હેવાના સબબે લડવાની ના પાડતાં તેને દેહાંત દંડની સજા થઈ હતી, અને કેટલાક કહે છે કે ખ્રિસ્તિ ધર્મને આ સિદ્ધાંત તેના ઉપર થએલા જુલમનું એક કારણ હતું. છતાં ખ્રિસ્તિઓ ધીમે ધીમે લશ્કરમાં દાખલ થવા લાગ્યા હતા અને કોન્સ્ટનટાઈનના સમયમાં મોટે ભાગે લશ્કર ખ્રિસ્તિ હતું. તે પણ ધર્મગુરૂઓ તે ધંધાને ઉત્તેજન આપતા નહિ. સ્વદેશાભિમાની શુરવીરને વિધર્મીએ નમુનારૂપ નર ગણતા હતા પરંતુ કેથલિક કથાઓને સઘળા સદાચાર તપવૃત્તિમાં સમાઈ જતે હતો, તેથી સંન્યાસીને તેઓ ઉત્તમ ગણતા હતા અને તેથી સિપાઈઓ સાધુ થઈ જતા હતા. ધાર્મિક અને સદાચારી થવાથી વ્યાવહારિક પ્રસંગોમાં પણ ઈશ્વર વચ્ચે પડી આપણને ફતેહ અપાવે છે. એવી માન્યતાને લીધે લડાયક ધંધાના નિકટ સંબંધમાં ધર્મ પ્રથમ આવ્યો. તેથી કરીને કોઈ અગતયની લડાઈમાં
Page #411
--------------------------------------------------------------------------
________________ 314 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ફતેહ મેળવવા રાજાએ ખ્રિસ્તિ થતા હતા. કેન્સ્ટનટાઈન અને કલવિસને દઢ શ્રદ્ધા હતી કે લડાઈમાં અણીને સમયે તેમને દૈવી સહાય મળી હતી અને તેથી જ તેઓ ખ્રિસ્તિ થયા હતા. આવી માન્યતાને લીધે ખ્રિસ્તિ ધર્મ જંગલીઓમાં પ્રસરી ગયો હતો તે આપણે જાણીએ છીએ. તેથી લડાયક ધિંધાની વિરૂદ્ધ બોલવું હવે ખ્રિસ્તિ ધર્મને પાલવે તેમ નહોતું. વળી ઉત્તર તરફની લડાયક જાતે ખ્રિસ્તિ થઈ, પરંતુ નવા ધર્મમાં પોતાના જૂના વિચાર તેઓ લેતી આવી હતી. વળી રેમના રાજ્યની પડતી પછી રાજ્ય વ્યવસ્થામાં અંધાધુની ચાલતી હતી. દેટા ફ્રિસાદ અને ઝપાઝપી ઘણી થતી હતી, અને બળીયાના બે ભાગ એ ન્યાયે ન્યાય થતો હતો. વળી રાજાઓ પિતાના મોટા મોટા સરદારોને જમીન આપતા હતા; અને બદલામાં લડાઈને વખતે લશ્કરી સહાય માગતા હતા. જાગીરની આવી વ્યવસ્થાને અનુસરીને પાછલા જમાનામાં ઘણા ધર્મગુરૂઓ અને મઠાધિપતિઓ પણ પિતાનાં માણસોને લઈ લડવા જતા હતા. આ પ્રમાણે લડાઈને ધંધે આબરૂદાર ગણવા લાગ્યો; અને ખ્રિસ્તિઓ તેને માથે જે કલંક મૂકતા હતા તે ધીમે ધીમે ધેવાઈ ગયું. તથાપિ એકંદરે ખ્રિસ્તિ ધર્મ સલાહ શાંતિને ચાહનારો જ રહ્યો હતો, અને તેથી લડાઈને ઉત્તેજન આપી વધારો નહિ. છતાં એજ ધર્મ ક્રસેડ નામનાં ધર્મયુદ્ધો કરવા કેમ તૈયાર થયે તેનું બીજું કારણ છે. આ ધર્મ યુદ્ધોનું મુખ્ય કારણ મુસલમાની ધર્મને દાખલો અને તેણે ઉપજાવેલી બીક હતી. કલ્પના ઉપર અસર કરતા ચિત્રો કે પ્રતિકૃતિઓની સહાય વિના, ધર્મગુરૂઓની વિશાળ અને બારીક વ્યવસ્થા વિના, અજ્ઞાનીઓ અને જંગલીઓને કેવળ વિશુદ્ધ એકેશ્વરવાદને ઉપદેશ કરતે, અને એકદરે બહુ ઉંચા પ્રકારની નીતિનું શિક્ષણ આપતો, આ ઈસ્લામી ધર્મ ત્વરાથી ફેલાઈ ગયો; અને પિતાના અનુયાયીઓનાં મન એવાં તે એણે વશ કરી લીધાં કે બીજા કોઈ ધર્મ એવાં વશ કર્યો નહિ હોય. કેવળ આસ્થાથી મોક્ષ મળે છે એ સિદ્ધાંત એણે ખ્રિસ્તિ ધર્મમાંથી લીધે. અને સ્વર્ગનાં
Page #412
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈથી શાર્લમેન સુધી. 365 ઈદ્રિયજન્ય સુખ અને મેહિનીઓ તથા નરકનાં તીવ્ર દુઃખોનું એવું તે સચોટ ચિત્ર તે આપતો કે તેથી લેકનાં મન ઉપર બહુ અસર થતી હતી. તેનું કુરાન બીજા ધર્મના પુસ્તક કરતાં ઉતરતું હોવા છતાં લાખો માણસને તેમાંથી દીલાસે અને આધાર મળ્યા છે. તેના પ્રારબ્ધવાદથી તેના અનુયાયીઓ ઘણું બહાદુર થતા અને અનિવાર્ય દુઃખના બોજાથી દબાઈ જવા છતાં ધીરજથી તે સહન કરતાં શીખતા. વળી ધર્મ ભાવના અને શૈર્ય ભાવનાને અતિ નિકટ સંબધ તે ધર્મ યે હતો. તેથી કરીને મારીને પણ આખી દુનિયાને મુસલમાન કરવી એ પ્રવૃત્તિ શરૂ થઈ. ધર્મને માટે લડતાં મરણ થાય તે સ્વર્ગ મળે એવી દૃઢ માન્યતાથી આરબ લડવૈયા દુનિયાને વિજય કરવા નીકળી પડ્યા, અને મહમદ પગબરના મૃત્યુ પછી એક સૈકામાં તે પૂર્વનાં રાજ્યને એણે મહાત કર્યા. ખ્રિસ્તિ ધર્મને પિતાના મૂળ વતનમાંથી લગભગ હાંકી કાઢયે; એશિયા અને આફ્રિકામાં મોટાં મોટાં રાજ્ય સ્થાપ્યાં. સ્પેનમાં અલ્પજીવી અને વિદેશીય પણ ઉત્તમ સુધારે રે, રોમના પૂર્વ તરફના રાજ્યની રાજધાનીને ભય ભરેલી સ્થિતિમાં લાવી મૂકી, અને એક જ લડાઈમાં તેઓ હારી ગયા નહોત તો મધ્ય યુરોપમાં પણ તેમની સત્તા જામી જાત. પરંતુ પિઈટીઅર્સની લડાઈમાં ચાર્લ્સ માટેલે તેમના વિજયના પ્રવાહને તેડી પાડે, અને ટયુટોનિક જાતો કે જેમણે વારંવાર પિતાને ધર્મ બદલાવ્યો હતું અને જેમના ઉપર વધારાના પ્રવાહને બહુ આધાર હતો તે જાતો જે ઇસ્લામ ધર્મના વિજય વાવટા નીચે આવી ગઈ હતી તે યુરોપનું શું થાત તેને વિચાર કરવો હવે નકામે હતા, પરંતુ આ પરિસ્થિતિથી ખ્રિસ્તિ ધર્મમાં પણ એક મેટ ફેરફાર થઈ ગયો. ખ્રિસ્તિઓની લડાયક અને વહેમી જાતને જુએ પાછો તાજે થયે, અને મુસલમાની ધર્મને પવન ખ્રિસ્તિ ધર્મમાં પેઠે, અને ધર્મ અને અભિમાન આમ ખ્રિસ્તિ ધર્મમાં ભેગાં થઈ ગયાં. તેથી જે ઈસ્લામ ધર્મ તેમના ધર્મને આટલું અપમાન આપ્યું હતું, જે ધર્મ તેમના દેશને પાયમાલ કર્યો હતો અને તેમના પવિત્ર શહેરને ભ્રષ્ટ કર્યું હતું તેની સામે લડવા તેઓ તૈયાર થઈ ગયા. મહમદ
Page #413
--------------------------------------------------------------------------
________________ યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પગબર શરીરને સ્વર્ગનું વચન આપો, તો ખ્રિસ્તિ ધમાધ્યક્ષો અનુગ્રહ ચિઠ્ઠીઓ આપતા. મુસલમાન સામે લડાઈ કરવી એ કર્તવ્ય છે એમ લગભગ બસે વરસ સુધી ખ્રિસિત પ્રદેશમાં મનાયું હતું, અને તેના પરિણામે શૌર્ય અને સંન્યાસને એકત્ર કરી ખાસ વર્ગો ઉત્પન્ન થયા. પરંતુ ખ્રિસ્તિ ધર્મ અત્યાર સુધી જે પિતાની કોમળતા અને સલાહ શાંતિના વલણને વખણાત હતા તે વાત હવે જતી રહી. * ખાનગી લડાઈએ અને તેરમા સૈકાની આખરમાં ઠંદ યુદ્ધનો પ્રચાર થયે તેને અટકાવવામાં ખ્રિસ્તિ ગુરૂઓ કાંઈક સફળ થયા હતા એ વાત ખરી, પણ ધર્મના ઝનુનને ઉશ્કેરી ધર્મને નામે જે ખુનખાર લડાઈઓ અને ત્રાસ ખ્રિસ્તિ ધર્મ ઉપજાવ્યો છે તે માત્ર ઈસ્લામ ધર્મથી જ ઉતરતો. છે. હાલમાં જે સલાહ શાંતિના વિચારો પ્રસરેલા છે તેનું કારણ ઔદ્યોગિક પવનને ઉદય છે અને તેમને ધાર્મિક લાભો સાથે કોઈ સંબંધ નથી, અને કેટલીક બાબતમાં તે તેમની વચ્ચે વિરોધ પણ છે. પરંતુ જે કે ખ્રિસ્તિ ધર્મ ધમધ બની ઘણી લડાઈએ કરાવી છે અને તેથી શય, અંટસ અને વેરની વૃત્તિઓને ઘણી ઉત્તેજીત કરી છે એ વાત ખરી, તથાપિ લડાઈઓમાં થતી ક્રૂરતા ઘણી ઓછી કરાવવાનું ખરે. ખરું લાભપ્રદ કામ એણે કર્યું છે. છતાએલી પ્રજાને જૂદા જૂદા જમાનામાં જુદાં જુદાં ધોરણોથી સજા કરવામાં આવેલી છે, અને આ મત ભિન્નત્વ નીતિનાં સ્વાભાવિક પ્રત્યક્ષના સિદ્ધાંતની વિરૂદ્ધ જાય છે એમ કેટલાક દલીલ કરે છે. આ દલીલ યથાર્થ નથી એમ પ્રથમ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. મનુષ્યમાં બુદ્ધિને પ્રથમ ઉદય થાય છે ત્યારે સ્વાર્થ અને ક્રૂરતા કરતાં નિઃસ્વાર્થ અને પરોપકારને તે વધારે ઉત્તમ ગણે છે. પરંતુ આ પરેપકાર વૃત્તિને ઉપગ કયાં અને તેની સાથે કરે તેને નિર્ણય સમાજના સામાન્ય સંજોગે કરી આપે છે. અર્થાત પરોપકાર વૃત્તિ તે મનુષ્યમાં છે જ, પણ તેનું ધોરણ જમાનાના વિચારથી બંધાય છે. આ ધોરણ સુધારે વધતાં ધીમે ધીમે સુધરતું જાય છે. આ પ્રમાણે ગ્રીક લેકે ગ્રીકને ગુલામ કરતા નહિ, પણ જંગલીઓને જ ગુલામ બના
Page #414
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 367 જરા વિગેરે તાબે ખરાથી શાંતિ હોવું વતા હતા. છતાએલા લેકોને મારી નાખવાને વિજેતાને હક્ક ગણો હતો. ગ્રીક લેકેએ અને રેમન લેકાએ આખાં શહેરનાં શહેર બાળી મૂકી તેના બધા રહેવાસીઓની નિર્દય કતલ કર્યાના દાખલા પણ મળી આવે છે. લડાઈમાં પકડાએલા કેદીઓને જંગલીઓ મારી નાખતા હતા; પ્રાચીન કાળને સુધરેલે જમાને તેમને ગુલામ બનાવતા હતા, પણ તેમાંથી ઘણું ખરા તરવારના પ્રાણઘાતક ખેલમાં મૃત્યુ પામતા હતા. તે સમયમાં પણ કવચિત દયાનાં કિરણે નજરે પડે છે. પ્લેટ કહે તો કે ગ્રીક કેદીઓને અમુક રકમ લઈ છોડી મૂકવા જોઈએ. રેમમાં કઈ પણ વિગ્રહનું વાજબીપણું બહુ બારીકીથી તપાસાતું હતું. સિસેરો વિગેરે કહેતા કે લડાઈનું પ્રયોજન અંતે સલાહ શાંતિ હોવું જોઈએ. જે પ્રજા કે લશ્કર રેમની સત્તાને તાબે ખુશીથી થતાં તેમના ઉપર રેમના લેકે દયા રાખતા હતા. કેઈ શહેરમાં પિતાના એલચીનું અપમાન થતું, અથવા વિશ્વાસ ભંગ કે ક્રૂરતાનું કાંઈ ખાસ કામ કે શહેર કરતું, તે રેમના લેકે તે શહેરને જમીનદોસ્ત કરી શહેરીઓને કાપી નાખતા; સિવાય લડાઈને ત્રાસ તેઓ વરતાવતા નહિ. ખ્રિસ્તિ ધર્મની અસરથી આ બાબતમાં ઘણું અગત્યના ફેરફાર થયા છે. પ્રથમ તે તરવારના પ્રાણઘાતક ખેલે બંધ થયા અને તેથી હજારો કેદીઓના પ્રાણ બચવા લાગ્યા. વળી કેદીઓને ગુલામ બનાવવાના રિવાજને નિરંતર તે ધર્મ વડત, તેથી ધીમે ધીમે સઘળાં રાજ્યમાં માંહેમાહે એ નિયમ બંધાઈ ગયે કે કઈ ખ્રિસ્તિને ગુલામ કર નહિ, પરંતુ લડાયક સદાચારનું નવીન દષ્ટિબિંદુ ઉપજાવીને એ ધર્મ આડકતરી રીતે પણ અસર કરી છે. શરીર પુરૂષમાં બળ અને ઉત્સાહ જોઈએ અને સાથે સંતની દીનતા અને કમળતા પણ જોઈએ, એ તે ધર્મનો ઉપદેશ હતો. આમ ધર્મ ભાવના અને લડાયક વૃત્તિનો સંગ થતાં સદાચારનું એક નવું જ દષ્ટિબિંદુ ઉભું થયું, અને તેની અસર અર્વાચીન સમયના સભ્ય ગૃહસ્થમાં પણ જોવામાં આવે છે.
Page #415
--------------------------------------------------------------------------
________________ 318 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વળી જે સમયની આપણે વાત કરીએ છીએ તેમાં વ્યાવહારિક પદવિની પ્રતિષ્ઠાનાં બીજ પણ આપણે જોઈ શકીએ છીએ. આ પ્રતિષ્ઠા પાછળથી શોર્ય સંસ્થા રૂપે, રાજાઓના દૈવી હક રૂપે, અને અમીર વર્ગની પૂજનીયતા રૂપે, ઈતિહાસમાં દેખાવ દે છે; અને તેનાં બીજ પણ શાલમેનની પહેલાંના સમયમાં આપણને પ્રતીત થાય છે. સ્ટઈક મતના અંતની સાથે રોમની સ્વતંત્રતા તદન નષ્ટ થઈ અને બાદશાહી અમલ જામ્યો એ વાત આપણે જાણીએ છીએ. આ ફેરફારનાં કારણે જનસ્વભાવના સામાન્ય નિયમોમાં જ રહેલાં છે. જ્યાં લેકેની શકિતઓ જ્ઞાનથી વિકસિત થએલી હોતી નથી એવા સમાજની પ્રાથમિક અવસ્થામાં રાજાનું રાજ્ય સ્વભાવિક રીતે જ થાય છે; પણ સુધરેલા સમાજમાં રાજાનું રાજ્ય રેગ રૂપ છે અને તેના ઉપર અંકુશ ન હોય તે એ રેગ ફેલાઈ જવાનું તેમાં વલણ રહેલું છે. જ્યારે સ્વતંત્ર પ્રજા રાજકીય કર્તવ્ય કરવાં છેડી દે, ત્યારે તે પ્રજામાંથી સ્વતંત્રતાની ઈચ્છા અને શક્તિ અને ધીમે ધીમે જતાં રહે છે, અને તે પ્રજા નિર્બળ અને ભ્રષ્ટ થતી જાય છે, કારણ કે પ્રજા જીવતા પ્રાણીના જેવી હોય છે તે આગળ ન વધે તે તેને પાછળ હઠવું જ પડે છે. " ખ્રિસ્તિ ધર્મ મૂંગે મેંહે રાજસત્તાને તાબે રહેવાનું કહેતા હતા, પણ રાજકીય બાબતોમાં ચંચળ ભાગ લે નહિ. તેથી રાજકીય સ્વતંત્રતાની નષ્ટતા એણે ત્વરિત કરી. પરંતુ ધર્મની બાબતમાં પિતાની સ્વતંત્રતા એણે સાચવી રાખી હતી. રાજા ઈશ્વર છે એ વાતની તે ધર્મ ના પાડતા. તથાપિ, જે રાજા પિતાના ધર્મને અનુકૂળ હોય તેને ફિરસ્ત કહી ગુરૂઓ વખાસુતા હતા અને પ્રતિકૂળ હોય તેને પિશાચ કહી નિંદતા હતા. કલવિસ રાજ લેભી અને પાપી હતી, અને કેન્સ્ટનટાઈને ખ્રિસ્તિ થયા પછી પિતાના દીકરાને, સ્ત્રીને અને ભત્રિજાને મારી નાખ્યાં હતાં, છતાં તેમના વખાણું ખ્રિસ્તિઓ કરતા; અને જ્યુલિયન સદાચારી અને ઉદાર હતા, પણ બ્રિસ્તિ નહોતું તેથી તેઓ તેની ભારે નિંદા કરતા, અને તેના મૃત્યુને ઉત્સવ તરીકે ગણી જાહેર રીતે પિતાને આનંદ જણાવવાની નાલાયકી પણ
Page #416
--------------------------------------------------------------------------
________________ કેસ્ટનટાઈનથી શામેન સુધી. 369 -~-~~-~ તેમણે દેખાડી હતી, અને સંત ગ્રેગરી તે ત્યાં સુધી પણ બોલ્યો હતો કે એના મૃત દેહને ગટરમાં ફેંકી નથી દેવા એ જોઈ એને દિલગીરી થાય છે. વિધર્મીઓ તે એમ પણ કહેતા હતા કે જુલિયન લડાઈમાં શત્રુના હાથથી મુઓ નહોતે, પણ પિતાના જ બ્રિતિ સિપાઈઓના ભાલાથી મૂઓ હતો. આ પ્રમાણે એ સમયે બ્રિસ્તિ ધર્મમાં પોતાના લાભાલાભનું જ ધરણ પ્રચલિત હતું, અને ઘણું સૈકાઓ સુધી એ ચાલુ રહ્યું હતું. ઇસ્તબુલની ગાદીએ કાસથી વધારે ક્રર અને ધિક્કારપાત્ર કે શહેનશાહ થયો નથી. તેની આગળને શહેનશાહ મૌરિસ નિર્બળ મનને અને લેભી હતો, પણ દુરાચારી નહોતે. પરંતુ વડા ધર્માધ્યક્ષની સત્તાની તેને અદેખાઈ આવી અને પિતે બ્રિતિ હોવા છતાં દેશના બચાવની ખાતર ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ તેણે વલણ બતાવ્યું હતું. આ મારિસને પદભ્રષ્ટ કરી શકાસ રાજા થયે. મારિસનાં પાંચ બાળકને તેની સમક્ષ કેકારો મારી નખાવ્યાં, અને પછી મેરિસને પણ એણે મારી નાખ્યો. છતાં ખ્રિસ્તિઓની નજરમાં ફકાસ ઘણે સારે અને મારિસ ઘણે નઠારે હતો. રાજાઓના સંબંધમાં વસ્તુ–પરિસ્થિતિ પૂર્વમાં અને પશ્ચિમમાં કેટલોક સમય ભિન્ન ભિન્ન હતી. પૂર્વમાં બાદશાહી સત્તા ધીમે ધીમે સર્વોપરી થઈ પડી અને પાદરીઓ અંતે તે સત્તાને આધીન રહેવા લાગ્યા હતા. પરંતુ પશ્ચિમમાં ધર્મ ગુરૂની સત્તા રાજાથી સ્વતંત્ર થઈ હતી અને વખતે ધર્મગુરૂઓ રાજાના લાભની વિરૂદ્ધ પણ વરતતા હતા. રોમની મૂળ બાદશાહી સત્તા ઈસ્તંબુલમાં જઈને રહી; અને તેથી તેમના ધર્મગુરૂઓ રોમમાં આગેવાન થયા, અને પિપની સત્તા જામવાનું આ પણ એક મેટું કારણ હતું. વળી રોમના ઘણા શહેનશાહે એરિયસ મતના હતા; બીજા કેટલાકને ધર્મની વધી પડેલી સત્તા રચતી નહિ; કેટલાક પાખંડીઓને સતાવવામાં ઉત્સાહ બતાવતા નહિ, ઇત્યાદિ કારણોને લીધે કલહ થવા લાગ્યા હતા. તેથી ખ્રિસ્તિ સંસ્થાની લાગણી શહેનશાહ પ્રત્યે રહેતી નહિ. ગેલમાં પણ
Page #417
--------------------------------------------------------------------------
________________ 370 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. રાજાઓ હાકેમના હાથમાં પૂતળા સમાન થઈ રહ્યા. આવી નિરાશાસૂચક સ્થિતિમાંથી રાજાઓના દિવ્ય હકનો સિદ્ધાંત અને શૌર્ય-સંસ્થાની સારભૂત સામાન્ય પદવી પૂજા ધીમે ધીમે કેમ વિકસિત થયાં તે હવે આપણે જોઈએ. જ્યારે આઠમા સૈકામાં શહેનશાહ લિએ પ્રતિમાઓની પૂજા બધા કરવાને યત્ન કર્યો ત્યારે ઇસ્તંબુલમાં તેની સામે વિરોધ તે થયો પણ તે તરત જ બંધ પડી ગયો. પરંતુ રેમના વડા ધર્માધ્યક્ષે હિંમતથી તે શેહેનશાહને બહિષ્કત કર્યો, અને બળવામાં આગેવાન થઈ પરિણામે ઈટાલીને સ્વતંત્ર કર્યું. અને પિતાના બુદ્ધિ કૌશલ્ય અને કામ કરવાની કુનેહથી ધર્મની બાબતમાં આખા યુરોપમાં તેનું ઉપરીપણું જામી ગયું. પરંતુ હજી પિપને અને રેમ તેમના હુમલાથી જોખમમાં આવતું. તેથી પિપે શરા ફેંક કોની મદદ માગી. રાજમહેલને વડો હાકેમ તે વખતે ચાર્સ માટેલ હતા. તેણે મુસલમાનોને હરાવી યુરોપને બચાવ્યું હતું. પણ તેણે પિપની માગણી ઉપર ધ્યાન આપ્યું નહિ. પરંતુ એના મૃત્યુ પછી એના દીકરા પેપિને પિપની સાથે કરાર કરી મદદ આપવાનું વચન આપ્યું. તેમાં એવું ઠરાવ્યું કે પિપને ધાસ્તીમાંથી પેપિને મુક્ત કરે અને પિપે પેપિનને ટ્રેકના રાજા તરીકે કબુલ રાખી તેમાં ધર્મની બહાલી આપવી.ગલની ગાદીએ તે વખતે મેરેવિંગીયન વંશને રાજા હતો. તેને પદભ્રષ્ટ કરી પોતે જ રાજ્ય બાવી પાડવાની પેપિનની ઈચ્છા હતી. પરિણામ એ આવ્યું કે લેબા લેકેની સત્તા પિપિને તેડી રેવેન્નાની સમૃદ્ધિવાન હાકેમી એણે પપને આપી. આથી કરીને પપની સત્તા બાઈકેંટાઈન રાજ્યથી જાહેર રીતે સ્વતંત્ર થઈ. બીજી તરફથી મેરેવિંગીયન વંશના છેલ્લા રાજાને પદભ્રષ્ટ કરી મઠમાં રાખ્યો અને પિપિનના મસ્તક ઉપર પિતાના હાથે પપે રાજ-મુગટ પહેરાવ્યો અને તેની સામે અગર તેના વંશજો સામે જે બંડ ઉઠાવે તે સઘળાને એણે શાપ આપે. હવે ઉપલા કરારમાં એક અતિ અગત્યને સિદ્ધાંત અંતર્ગત રહેલ હતો; કારણકે રાજાની સત્તા તેથી હમેશને માટે પવિત્ર ગણાવા લાગી. વળી
Page #418
--------------------------------------------------------------------------
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 371 રાજાને પદભ્રષ્ટ કરવાની કે તેને ઉંચે દરજજે ચઢાવવાની પિપની સત્તાને સ્વીકાર થયો અને તેથી પોપને એવી સત્તા પ્રાપ્ત થઈ કે જેની અસર યુરોપના ઈતિહાસ ઉપર ઘણી થઈ છે. ધર્મગુરૂને તાબે કાંઈક રહી જો રાજા વરતે તે ઘણે અંશે લેકેથી સ્વતંત્ર રીતે તે વરતી શકતો હતો. રાજા ફક્ત ઈશ્વરનો જ તાબેદાર છે એ હવે ધર્મને સ્થાપિત સિદ્ધાંત થઈ પડે; અને પવિત્ર ગણાવાથી રાજાની સત્તા વધી પડી, અને આ વેહેમ હજી પણ પૂરેપૂરે નાશ પામ્યો નથી. પરંતુ ઉપલા કરારનું આ રહસ્ય જે હજી બીજરૂપે તેમાં રહેલું હતું તે સમયના સંજોગથી વિકસિત થયું; કારણ કે મઠની સંસ્થા આ બીજના વિકાસને અનુકૂળ થઈ પડી. મઠની સંસ્થા દીનતા અને આજ્ઞાધીનતાના સદાચારને સર્વોત્તમ ગણતી હતી; અને અનેક કારણોને લીધે એ સંસ્થાનું જેર યુરોપમાં વધી પડયું હતું, અને તેથી તેનું દૃષ્ટિબિંદુ સર્વમાન્ય હતું. તેથી દીનતા અને આજ્ઞાધીનતાને પૂજવાનું વલણ લોકોમાં પેદા થયું હતું. આ બધું ધર્મ-સંસ્થાને અનુકૂળ હતું, અને તેથી તેણે પણ એ વાત ઉપાડી લીધી. પરિણામ એ આવ્યું કે રાજા અને અમીરે પૂજાવા લાગ્યા અને જાગીર–વ્યવસ્થાને વિકાસ થયો. વળી બીજી તરફથી સામાજીક અને રાજકીય કારણોને લીધે વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી થઈ ગઈ હતી. રાજા જે પ્રથમ માત્ર પોતાની જમાતને જ ઉપરી હતી તે હવે દેશને ધણી થયો; અને પોતાના મુખ્ય સરદારને છવાઈમાં જમીન આપો અને બદલામાં લશ્કરી નોકરી માગત, ધીમે ધીમે આ નેકરી અફર થઈ અને વંશપરંપરા ઉતરવા લાગી. સમાજની અંધાધુનીના સમયમાં નાના જમીનદારે ધર્મ-સંસ્થાને આશ્રય લેતા; અને ગણોત કે લશ્કરી કરીના બદલામાં પિતાની જમીન તે સંસ્થા પાસેથી પાછી લઈ સંસ્થાના ખેડૂ બનતા. બીજા કેટલાક એ પ્રમાણે કરતા નહિ, પણ પાડોશના આંતરના તાબેદાર થતા અથવા લશ્કરી નોકરી આપવાની શરતે તેમના રક્ષણમાં રહેતા. તે જ સમયે, આપણે આગળ કહ્યું છે તેમ, સ્વતંત્ર ખેડૂઓ ખેડૂ-ગુલામની દશામાં રહેતા. આમ ક્રમવાર દરજજા ધીમે
Page #419
--------------------------------------------------------------------------
________________ ૩૭ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ધીમે ઉત્પન્ન થયા. આ ક્રમની કાયદાપૂર્વક સંપૂર્ણ વ્યવસ્થા જાગીર-સંસ્થાના કાળમાં થઈ. એ કાળની સાથે આ પુસ્તકને સંબંધ નથી, પણ તેનાં બીજ શાર્લમેનના સમય પહેલાંના કાળમાં હતાં. રાજા સિવાય દરેકને એકબીજાના સંબંધમાં અવશ્ય આવવું પડતું; અને તેથી દરજજાવાળા માણસ મેટો ગણવા લાગ્યો. - પરંતુ સમયના સંજોગમાં અંતહિંત રહેલાં આ બીજને આચરણમાં મૂકી પ્રત્યક્ષ કરી બતાવે અને પિતાના આચરણની ભવ્યતા અને સેંદર્યથી લેકેનાં મન હરી લે એવા દષ્ટાંતભૂત પુરૂષની હવે જરૂર હતી અને તે ખોટ સાલમેને પૂરી પાડી. શાર્લમેન ઈતિહાસ અને દંતકથા બનેમાં પ્રસિદ્ધ છે. તે સર્વદેશી હતા અને જીવનના બધા પ્રદેશમાં એણે સુધારો કર્યો છે. યુરોપના ઈતિહાસના અત્યંત અંધકારમય યુગમાં એનો જન્મ થયો હતો, પણ આ મહાન પાદશાહે પશ્ચિમના રાજ્યની નષ્ટ કીર્તિને શેડો વખત પુનઃ સજીવન કરી, પિતાની આસપાસના જંગલીઓ ઉપર અનેક ચડાઈઓ એણે કરી, અનેક કાયદા બાંધ્યા, ધર્મ-સંસ્થાના દરેક વિભાગમાં સુધારો કર્યો અને ધર્મગુરૂઓને પિતાની આજ્ઞાને આધીન રાખ્યા, પણ દશાંશના કાયદાથી તેમને વધારે પૈસાદાર બનાવ્યા. વળી એણે નિશાળો અને પુસ્તકશાળાઓ સ્થાપી હતી અને સાહિત્યને એ ઉત્તેજન આપતો હતો. એણે ટંકશાળે સુધારી, વેપારને ઉત્તેજન આપ્યું, અને અનેક જાતના મેળાવડા કરતો. આમ અનેક દિશામાં એની બુદ્ધિની પ્રવૃત્તિ હતી. આગલા જમાનામાં તમય જીવન સર્વોત્તમ ગણાતું. હવે રાજા, યોદ્ધો અને શરીરનું જીવન સર્વોત્તમ ગણવા લાગ્યાં, તપધારીને જમાને હવે અદશ્ય થવા લાગે અને ધર્મ યુદ્ધો અને શૌર્યને જમાને આવ્યું. શાલમેને ધર્મયુદ્ધોમાં ભાગ લીધે નહોતે. મુસલમાન સામે સ્પેનમાં લડવા તે એકજવાર ગયો હતો અને તેમાં એને ફતેહ મળી નહોતી. છતાં શાલમેને પિતાની આખી જીંદગી ધર્મયુદ્ધોમાં ગાળી હતી એવી અનેક કથાઓ
Page #420
--------------------------------------------------------------------------
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 373 લેકમાં પ્રવૃત્ત થઈ હતી. અને તે બતાવી આપે છે કે હવે ધર્મયુદ્ધોને જમાને આવતો હતો. ઈતિહાસ અને કલ્પિતકથા બનેમાં શાર્લમેનનું રાજ્ય મધ્યકાળના પ્રથમ સમય અને લડાયક ખ્રિસ્તિકાળના સંક્રાંતિકાળે આવેલું હતું. અહીં આપણે આ ઈતિહાસ પૂરે થાય છે. ઓગસ્ટસ અને શાર્લમેનની વચ્ચેના કાળમાં આચરણના અનેક નમુનાનાં ઉદય-અસ્ત આપણે જોયાં. યુરોપની વૃત્તિઓ રેમના સામ રાજ્યમાં વિસ્તૃત થઈ અને ગ્રીસના સુધારાથી બળવાન બની તે આપણે જાણ્યું. સ્ટોઈકમત, પ્લેટો-મત, અને મિસરના તત્ત્વજ્ઞાનની અસરથી સમાજની નીતિના વલણમાં કેવા કેવા ફેરફાર થયા તે પણ આપણે જાણ્યા. સામાજીક અને રાજકીય જીવનમાં, કાયદાના બંધારણમાં ઉન્નતિ કે અવનતિ કેવી થઈ હતી, યુરોપમાં ખ્રિસ્તિ ધર્મની બાલ્યાવસ્થા કેવી હતી, તેની ફતેહનાં કારણે કયાં હતાં, કેવી કેવી મુશ્કેલીઓમાં એણે પોતાનું કામ કર્યું હતું, અને તેમાં પરે પકાર અને દયાનું વલણ ઉપજાવી કેવી અમૂલ્ય જન સેવા એણે બજાવી હતી. આ બધું આપણે જોયું. પછી તેની ભ્રષ્ટતા, તેની તવૃત્તિ, અને તેની અક્ષમા, અને જંગલીઓના સંબંધમાં આવતાં તેનાં કેવાં રૂપાંતર થયાં, એ પણ આપણે જોયું. હવે આ બધાંની સ્ત્રીના ચારિત્ર્ય અને પદવી ઉપર કેવી અસર થઈ હતી, અને સ્ત્રી-પુરૂષને સંબંધ કે હવે જોઈએ એટલું જાણવાનું રહે છે. - પ્રકરણ 5 મું. સ્ત્રીઓની પદવી. - આગલાં પ્રકરણોમાં નીતિનાં પરિવર્તનને જે લાંબે ક્રમ અમે દર્શાવ્યો છે તેમાં અમુક અમુક લેકેમાં સ્ત્રીઓને કેવી કેવી પદવી અપાતી હતી અને સ્ત્રી અને પુરૂષના પાધરા સંબંધમાંથી જ કેવા કેવા સદાચાર અને
Page #421
--------------------------------------------------------------------------
________________ 374 યૂરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ દુરાચાર ઉપજી આવ્યા હતા તે વિષે ઇસારા એકથી અધિક પ્રસંગે અમે કર્યા છે. પરંતુ આ પ્રશ્નોમાં જે ઐતિહાસિક અગત્યતા સમાએલી છે તે ઐતિહાસિક અગત્યતાની દૃષ્ટિથી આ પ્રશ્નોના વિવેચનમાં અદ્યાપિપયેત અમે ઉતર્યા નથી. તેથી કરીને આ ગ્રંથ સમાપ્ત કર્યા પૂર્વે એ પ્રશ્નોની તપાસમાં ડાંક પૃષ્ટો રોકવાને અમારો વિચાર થાય છે. જે જે અનેક પ્રશ્નો હજી સુધી આ ગ્રંથમાં છેડાયા છે તે સર્વના કરતાં આ પ્રકરણમાં છેડવાના પ્રશ્નોનું સ્પષ્ટ અને નિષ્પક્ષપાત ખ્યાન કરવું ઘણું મુશ્કેલી ભરેલું કામ છે, અને વળી આવા પ્રશ્નોનું બારીક ખ્યાન કરવામાં નિર્લજજતાનો આરોપ માથે આવે અને ઉપરાંત કોઈને માઠું લાગે તે વળી જૂદું, તેથી આ પ્રશ્નોમાં ઉંડા ઉતરવાની આનાકાની તો મનમાં ઘણી થાય છે. કોઈ ખાસ સંસ્થાઓ અને સંજોગેની પ્રબળતાએ કરીને, અને અમે આગળ સૂચવ્યું છે તે પ્રમાણે વિશેષે કરીને દેશદેશની આબોહવા અને જાતજાતની ખાસ ખાસીઅોને લઈને, પ્રજાઓના બ્રહ્મચર્યને પ્રશ્ન ઘણે ગુંચવાડા ભરેલે થઈ પડે છે એ સ્પષ્ટ છે; અને નીતિની આ શાખા પરત્વે બેલવામાં બારીક સુઘડતાનો કે પ્રશ્ન સમાએલે છે તે પણ કોઈને સમજાવવું પડે તેમ નથી. તથાપિ ઇતિહાસકારની પ્રથમ ફરજ સત્ય પ્રતિ છે; અને નીતિની જે શાખા અત્યંત રૂપાંતર પામેલી આપણે જોઈએ છીએ અને મનુષ્યના નૈતિક વર્તન ઉપર જેની અસર ઘણું કરીને અત્યંત થએલી છે તે શાખાને ખાસ લક્ષીને બોલ્યા સિવાય જૂદા જૂદા જમાનાની નૈતિક દશાનું ખરું ચિત્ર રજુ કરવું અને જૂદા જૂદા ધર્મોની નૈતિક અસરનો ખરેખરો ખ્યાલ બાંધવો એ વાત અશકય છે. કેવળ જંગલી દશાના સમયમાં જ્યારે જીંદગીની સામાન્ય અવસ્થા રખડતી દશાની હોય છે અને જ્યારે લડાઈ અને શિકાર છંદગીના મુખ્ય ધંધા હોય છે ત્યારે આવી પ્રવૃત્તિને અંગે જે જે ગુણે આવશ્યક હોય છે તે તે ગુણોની કિંમત સ્વભાવિક રીતે જ તે સમાજમાં વધારે અંકાય છે. અને આવા ગુણેમાં સ્ત્રીઓ બેશક ઉતરતી હોય છે, તેથી કરીને એવા સમયમાં સ્ત્રીઓની પદવી સ્વાભાવિક રીતે જ ઘણી ઉતરતી અને હલકી
Page #422
--------------------------------------------------------------------------
________________ . કેસ્ટનટાઈનથી શાર્લમેન-સુધી. ડાઉ૫ ગણાય છે. ખાસ કરીને કોમળ અને મિલનસાર ગુણેમાં ચડી જવાની પુરૂષો કરતાં સ્ત્રીઓમાં યોગ્યતા વધારે હોય છે, પણ જંગલી દશામાં સ્ત્રીઓના આ ગુણોને બહાર પડવાને અવકાશ જ હેતું નથી. વળી એવે સમયે સૈદયની સત્તા ઘણુ મંદ અને નિર્બળ હોય છે, અને તેમ ન હોય તેપણુ જંગલી જીંદગીની રખડપટ્ટી અને સસ્તાદને લીધે સ્ત્રીઓમાં સુંદરતા પણ થોડી જ રહે છે. તેથી કરીને એવા જંગલી સમયમાં સ્ત્રીઓને ગુલામ તરીકે જ ગણવામાં આવે છે અને તેમનું કર્તવ્ય પુરૂષના પશુ-વિકારને સતેવામાં જ સમાઈ જાય છે. આવી દશામાં, મુંગે મેં–કાંઈ પણ સામો પ્રત્યુત્તર વાળ્યા સિવાય, કોમળતા કે પ્રેમના કોઈ પણ શબ્દો સામા ન મળે તે પણ પુરૂષની નિરંતર સેવા ઉઠાવવાની ફરજ જ સ્ત્રીઓને ભાગે રહે છે, અને પશુ વૃત્તિ સંતુષ્ટ થયા પછી વૃત્તિઓમાં જે એકાએક ફેરફાર જંગલીઓમાં થઈ આવે છે તે ફેરફાર સહન કરી લેવાનું જોખમ વારંવાર તેમને રહે છે. તેથી કરીને જંગલી દશામાં સ્ત્રીઓની દશા અધમ હોય છે. તથાપિ કાળ જતાં સ્ત્રીઓની જે નીતિભાવનાઓ વિકસિત થવાને સર્જિત થઈ હોય છે તેનાં કેટલાંક બીજેની ઝાંખી આ પ્રાથમિક દશામાં પણ આપણને થાય છે. લગ્ન સંસ્થાનું અસ્તિત્વ હોય છે. સામાન્ય રીતે પાતિવયની કિંમત કાંઈક અંશે અંકાય છે, અને જે વ્યભિચાર કરે તેની સામે ગુસ્સે પ્રદર્શિત થાય છે. જો કે પુરૂષને માથે માત્ર વ્યભિચારની મનાઈને જ અંકુશ હોય છે, પણ સ્ત્રીઓમાં ઇદ્રિયનિગ્રહ ઘણે જોઈએ એવી સામાન્ય માન્યતા હોય છે. બે વાતથી સ્ત્રીઓની દશા ઘણું કરીને ઉચ્ચ સ્થિતિએ પહોંચી છે. સ્ત્રીઓની ખરીદી કરીને તેમને પત્ની બનાવવાના રિવાજનો ત્યાગ અને એક સ્ત્રી કરવાના ધોરણ ઉપર કુટુંબની રચના. સુધારાની અત્યંત પ્રાથમિક દશામાં કન્યાના બાપને પૈસા આપી પુરૂષ પોતાની સ્ત્રી મેળવત, અને તેથી સ્ત્રી પોતાના પતિની ખરીદાએલી ગુલામ થઈ રહેતી, કન્યા વિક્રયના આ રિવાજને પ્રથમથી જ આર્ય શાસ્ત્રોએ નિંદ્ય ગણ્યો છે; તથાપિ
Page #423
--------------------------------------------------------------------------
________________ 376 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કન્યાવિક્રય થતો આવ્યો છે અને થાય છે એ અફસની વાત છે. યાહુદી ના ગ્રંથમાંથી પણ કન્યાવિક્રયના દાખલા મળી આવે છે. લીહ અને રશેલને પિતાની અમુક પ્રકારની સેવા ઉઠાવીને તે બન્ને સ્ત્રીઓને જેકબે ખરીદ કરી હતી, અને સ્ત્રીઓને ખરીદ કરવાની આ રસમ જે અમુક કાળે જ્યુડીઆમાં સામાન્ય રીતે પ્રચલિત હતી તે હોમરના જમાનામાં ગ્રીસ દેશમાં પણ સામાન્ય હતી. પરંતુ વખત જતાં આ ખરીદીને બદલે દાયજાને રિવાજ તેમનામાં દાખલ થયે, અર્થાત વાપરવા માટે પિતા પિતાની પુત્રીને પૈસાની રકમ સાથે આપવા લાગ્યો, અને આ રકમ જે કે પતિના હાથમાં જ જતી, પરંતુ તેથી કરીને કુટુંબમાં સ્ત્રીની પ્રતિષ્ઠા અને માન વધતાં, અને ધણીધણીઆણીને જે ન બને અને છૂટા પડે તે એ રકમ સ્ત્રીને મળે એવું રોમ અને ગ્રીસના કાયદામાં ખાસ ઠરાવ્યું હતું. આ પ્રમાણે પતિ પિતાની પત્ની સાથે ગેરવર્તણુક ન ચલાવે તેની જામીનગીરી આ દાયજાના રિવાજમાં રહેતી હતી. પ્રથમ સ્ત્રી પોતાના પતિની ગુલામ જ ગણાતી તે વાત હવે બંધ થઈ ગઈ અને કાંઈક અંશે લગ્ન, કરારમાં જ એ ભાગીદાર ગણાવા લાગી. અસલના જર્મન લેકમાં એક જૂદીજ જાતને અને ઘણે વિલક્ષ રિવાજ પ્રચલિત હતું. વધુ પિતાના પતિને દાયજામાં કાંઈ પણ લાવી આપતી નહિ, તેમ વર પણ કન્યાના બાપને કાંઈ આપત નહિ; પરંતુ પરણેતરને બીજે દિવસે સવારે તે પોતે જ પિતાની પત્નીને બક્ષીસ આપતો હતો, જે બક્ષીસ “પ્રાતઃકાળની બક્ષીસ” ના નામથી ઓળખાતી હતી. સ્ત્રીધન કિવા પલ્લાનું આ મૂળ હતું. પરંતુ સ્ત્રીઓની ઉન્નતિના ઈતિહાસમાં ઉપર કહી તે કરતાં પણ વધારે અગત્યની બાબત એક સ્ત્રી કરવાના રિવાજની છે. આ બાબતમાં એશિયાના સુધારા કરતાં ગ્રીસને સુધારો પ્રથમથી જ ચડી જાય છે, કારણ કે ગ્રીસના સુધારાએ એક સ્ત્રી કરવાના રિવાજને પ્રથમથી જ વખાણ્યો હતે. વિશુદ્ધિની વાત પરત્વે આ રિવાજની બાબતમાં બે દષ્ટિએ વિચાર આપણે કરી શકીએ છીએ; એક તે નીતિની આપણી સહજ ભાવનાની દૃષ્ટિથી અને બીજી, સમાજના શ્રેયની દૃષ્ટિથી. નીતિની સહજ
Page #424
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 377 ભાવનાની દષ્ટિએ જોતાં બહુ સ્ત્રી કરવાના રિવાજ કરતાં એક સ્ત્રી કરવાને રિવાજ ઉત્તમ છે, કારણ કે તેથી કરીને મનુષ્યના સ્વભાવમાં રહેલું ભ્રષ્ટ તવ અંકુશમાં રહી મર્યાદિત થાય છે અને વળી તેથી કૌટુંબિક લાગણીઓ કેળવાઈ જીવન ઉચ્ચતર બનતું જાય છે. સમાજના શ્રેયની દૃષ્ટિએ જોતાં પણ તે રિવાજ ઉત્તમ છે, કારણ કે સ્ત્રી પુરૂષની સંખ્યા કુદરતમાં સરખી હોય છે, તેથી એક પુરૂષે એક સ્ત્રી પરણવી વાજબી છે. વળી તેથી કુટુંબની વ્યવસ્થા પણ સારી રહે છે, અને એ સ્થિતિમાં સ્ત્રીની પદવી પુરૂષની સમાન ગણવાનો સંભવ વધારે રહે છે. પરંતુ હેમર ઇત્યાદિ કવિઓના કાવ્યમાં પ્રતીત થતા અને પ્રશંસાને પામેલા કાવ્ય કાળ અથવા પુરાણ કાળ અને પાછળના ઐતિહાસિક કાળ વચ્ચે એકંદરે ફેર છે એ વાત પણ આપણે લક્ષમાં રાખવાની છે. પ્રાથમિક અને અણઘડ દશામાં સ્ત્રીઓનું સ્થાન બેશક ધણું ઉંચું હતું અને તેમના નમુનામાં ઘણું ઉંચા પ્રકારની સંપૂર્ણતા પ્રદર્શિત થતી હતી એ વાત ઘણું વિસ્મયકારક છે અને ઘણા લેખકે તેથી ગુંચવણમાં પણ પડી જાય છે. સુધારો વધતાં, નૈતિક વિચારે વિસ્તૃત બની ઉચ્ચ દશામાં રૂપાંતર પામ્યા છે; પરંતુ ગ્રીક કાવ્યોમાં સ્ત્રીઓની ઉત્તમતાના જે નમુનાઓ સમાએલા છે તે પ્રાથમિક હોવા છતાં જગતના સાહિત્યમાં અત્યંત સુંદર અને સંપૂર્ણ છે એમ કહેવામાં અડચણ નથી. હેકટર અને એંમેકીને દાંપત્ય સ્નેહ, દરિયાઈ તેફાનમાં સપડાવાથી લાંબા કાળ પર્યત ટકતા પિતાના સ્વામીની કંટાળ્યા વગર રાહ જેતી પેનલેપની વફાદારી અને તે સ્વામી પણ પેનીલપને પિતાની જીવન દેરી ગણતા હતા તે પિતાને સ્વામી જીવતે રહે એટલા માટે પિતાની અંદગીને પણ રાજી ખુશીથી ભેગ આપતી એસેસટિસનો અતુલ્ય પ્રેમ; પિલીક્ષિના મૃત્યુની ભવ્યતા; ઈત્યાદિ અનેક ચિત્રો દ્વારા સ્ત્રીઓના ચારિત્રમાં જે ભવ્ય સેંદર્ય ચિત્રિત થએલું જોવામાં આવે છે તે રેમ કે ખ્રિસ્તિ સમયમાં જે સ્ત્રી પૂજા કે અર્વાચીન સુધારાના સમયમાં પણ ભવ્ય ગણાય એવું છે. કુમારિકાઓની મર્યાદશીલતા અને પરણેલીની વફાદારી, સંપૂર્ણ સ્ત્રીત્વનાં સદાચાર અને લાવણ્ય તે સમયનાં જેવાં
Page #425
--------------------------------------------------------------------------
________________ 378 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મને હારી અને આકર્ષક કેઈ પણ અન્ય સમયે ચિત્રાયાં નથી. પુરૂષના જેટલી જ સ્ત્રીઓ પણ પૂજનીય ગણાતી હતી. ટ્રેયના ઘેરાને આખો ઇતિહાસ લગ્નગ્રંથિના મંગથી ઉપજતી આફતોને ઈતિહાસ માત્ર છે. છતાં, કેટલીક બાબતોમાં સ્ત્રીઓની પદવી હલકી ગણાતી હતી. કન્યાના બાપને ખરીદીની રકમ આપવાને રિવાજ સામાન્ય હતે. મોટે ભાગે પુરૂષો રખાત રાખતા હોય એમ જણાય છે અને તેમની નિંદા પણ થતી નહિ. ઉચી પદવીની ગુલામ સ્ત્રીઓ પ્રત્યે ઘણું સખ્ત વર્તણુંક રખાતી હતી. અને પ્રજાની ઉત્પત્તિમાં સ્ત્રીને ભાગ ઘણે નૈણ છે એવી શારીરિક શાસ્ત્ર સબધી ઘણી વિચિત્ર માન્યતા તે વખતે હોવાથી સ્ત્રી જાતને ઘણી ઉતરતી લેખવામાં આવતી હતી. ઐતિહાસિક કાળમાં સ્ત્રીઓની પદવી કાયદામાં કાંઈક કેટલીક બાબતેમાં સુધરી હતી, પરંતુ તેમની નૈતિક દશામાં સ્પષ્ટ ભ્રષ્ટતા આવી ગઈ હતી. સદ્દગુણ સ્ત્રીઓ સખ્ત જનાને પાળતી હતી. વારાંગનાઓ સ્ત્રીત્વને મોહક નમુનારૂપ ગણાતી હતી અને લેકમતમાં પુરૂષની છૂટ લગભગ નિરંકુશ હતી. નીતિના ઈતિહાસમાં લાગણની હકીકતો ઘણી જ અગત્યની હોય છે છતાં સમજવામાં તે બહુ જ મુશ્કેલ હોય છે. માણસોએ શું કર્યું હતું અથવા કે ઉપદેશ તેમણે આપ્યો હતો તે બતાવવું સહેલું છે, પણ ચિત્તની જે વૃત્તિથી તે આચરણ અને ઉપદેશ પ્રેરિત થયાં હોય છે તે બરાબર સમજવાં બહુ કઠિન હોય છે. બુદ્ધિમાં તેજસ્વી પ્રજા કવચિત નીતિમાં ઘણું ભ્રષ્ટ હોવાને બનાવ ઇતિહાસમાં અપરિચિત નથી; અને આવા ઘણું દાખલ કાન્સ અને ઇટાલીના ઈતિહાસમાંથી મળી આવે છે. પરંતુ ગ્રીક કેની નીતિ-ભ્રષ્ટતામાં આશ્ચર્યકારક તત્વ એ હતું કે લોક-અભિપ્રાય અને તત્વચિંતકે બન્ને ઘણું કરીને એ ભ્રષ્ટતાને નિંદ્ય લેખતા નહિ, એટલું જ નહિ પણ તેને ઉત્તેજન પણ તેઓ આપતા હતા. સેક્રેટિસ અને થિયડોટાનો સમાગમ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. ગ્રીક તત્ત્વવેત્તાઓની
Page #426
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. આ નૈતિક વૃત્તિ સમજવાને માટે આપણે લજજાળ પણ અગત્યની બાબતમાં ઉતરવું પડશે. મનુષ્યના સ્વભાવનું મૂળ પાપ વિષયવાસના છે, એમ ખ્રિસ્તિ વૃદ્ધો ભાર દઈને વારંવાર કહેતા હતા. જ્ઞાનની પ્રગતિ પમય જીવનની ઘણું કરીને વિરેધી હોય છે, છતાં તે પણ આ ધાર્મિક અભિપ્રાય સાથે એક મત થાય છે કે આ વિકારનું કુદરતી બળ મનુષ્યના કલ્યાણને અર્થે જેટલું જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય છે. માથુસના લેખોથી સિદ્ધ થયું છે-જે વાતની ગ્રીક નીતિવેત્તાઓને ઘણું મટે અંશે માહિતી હોય એમ જણાય છે કે ધોરણસર લગ્નના અને સંયમવતી સંચારથી પણ, જે બધા લગ્ન કરવા માંડે તે, વસ્તી ઘણું વધી પડે છે અને તે વૃદ્ધિ મનુષ્યની આબાદીમાં આડે આવી અનેક આફતનું કારણ થઈ પડે છે. અને જ્યારે જેમ બને તેમ લગ્ન વહેલાં કરવાનો આગ્રહ સ્પષ્ટ રીતે કુદરત મનુષ્ય જાત કરતી જણાય છે, ત્યારે જ્યાં વસ્તી વધી ગઈ હોય છે, ત્યાં આગળ વધતા સુધારાનું પ્રથમ ચિહન લો ઉપર અંકુશ મેલવાનું કે તેમની સંખ્યા ઓછી કરવાનું જ હોય છે. અત્યંત સુધારાવાળા સમાજમાં, વિષય-વાસનાના પ્રથમ વિકાસ સમયે જ પરણવાનો રિવાજ સામાન્ય રીતે હેત નથી; અને વધતા જતા જ્ઞાનમાં પણ એવાં લગ્નોની સંખ્યા વધારે અને વધારે ઓછી કરવાનું વલણ હોય છે. વળી લગ્ન સિવાય આ વિકારની અન્ય તૃપ્તિની વિરૂદ્ધ નીતિવેત્તાઓ ગમે તે બોધ આપે, પણ આ વિકારના બળને લીધે માણસો અનીતિમાં પડ્યાં વિના રહેતાં નથી એ પણ નિઃસંશય છે; અને દરેક પ્રજામાં, જમાનામાં અને ધર્મમાં આ ગેરવર્તણુંકની બહુ 2 નજરે પડે છે, અને તેથી કરીને જ મનુષ્યની દુર્દશા અને ભ્રષ્ટતા પણ બહું થએલી છે. આ પ્રશ્નને નિકાલ કરવામાં નીતિ શાસ્ત્રકારના લક્ષ્યમાં ખાસ કરીને વાત હોય છે; જે સંતાનને તે અસ્તિત્વમાં આવ્યું હોય તેના નિભાવને માટે કાંઈક કરવાની દરેક પુરુષની સ્વાભાવિક ફરજ, અને બ્રિટન અને કુદષ્ટિથી કુટુંબનું સંરક્ષણ-કુટુંબ અને રાજ્યનું મધ્યબિંદુ અને મુખ્ય
Page #427
--------------------------------------------------------------------------
________________ 380 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. નમુને છે, અને કૌટુંબિક જીવનની વિશુદ્ધિ ઉપર સમાજનાં સુખ અને નીતિને ઘણે આધાર હમેશાં હોય છે, તેથી કુટુંબ-જીવન બગડતાં આ સમાજ સડવા લાગે છે. વળી પતિ પત્નીના સંબંધ અને સ્નેહને સ્વભાવ જ ખાસ કરીને એવો છે કે તેમાં જે કોઈ અન્ય વચ્ચે પડે છે તેમાંથી ઘણું અનર્થ ઉપજે છે. વળી સંતતિનું પિષણ કરવામાં દરેક માણસને ખાત્રી હેવી જોઈએ કે પોતે જ તેને પિતા છે. છતાં કામવિકારની અત્યંત પ્રબળતાએ કરીને એવા ઘણુ અનર્થ બનવાને સંભવ રહે છે. આવા સંજોગોમાં એક ઘણું જ શોચનીય ચિત્ર સંસારમાં ઉભું થએલું છે. જે અભાગણી સ્ત્રીનું નામ પાડવું પણ શરમ ભરેલું છે, જે દંડ પેટે પ્રેમનાં ખાટા ઉભરા બતાવે છે અને વિષય-વાસનાના માત્ર ભેજ્ય સાધન તરીકે જ પિતાની જાતને સમપી દે છે; સ્ત્રી જાતિના અધમમાં અધમ અંગ તરીકે જેને તિરસ્કાર અને અપમાન થાય છે અને ઘણું કરીને રેગ, દુર્દશા અને અકાળ મૃત્યુને માટે જે નિર્મિત થઈ હોય છે, એ સ્ત્રીને વર્ગ દરેક જમાનામાં પુરૂષની પાપ-વૃત્તિ અને અધમતાને કાયમી ચિહન તરીકે દૃશ્ય થાય છે. પરંતુ આવી સ્ત્રી પોતે પાપથી ખરડાએલી છતાં સદાચારનું સંરક્ષણ કરવામાં અત્યંત પ્રબળ સાધન નીવડે છે. આવી સ્ત્રીના અભાવે ઘણું સુખી કુટુંબની બીન તકરારી વિશુદ્ધિમાં વિક્ષેપ થાત, અને લાલચના પ્રસંગ અભાવે ટકી રહેલા પિતાના પતિવ્રત્યના ગર્વમાં જે સ્ત્રીઓ આવી સ્ત્રીઓ પ્રત્યે કમકમાટી દાખવે એવી ઘણી સ્ત્રીઓને પ્રશ્ચાત્તાપ અને નિરાશાની વેદના ભોગવવાનો વખત આવત; કારણ કે એવા અવકાશની ગેરહાજરીમાં અધમ પુરૂષના આગ્રહ અને પ્રપંચની સામે છેડી જ સ્ત્રીઓ વિશદ્ધ રહી શકે. આમ જે સ્ત્રીઓ ભ્રષ્ટ અને અધમ ગણાય છે તેમના ઉપર જ અધમ કામ-વાસનાનું જોર ખાલી થાય છે. ધર્મ પળે અને સુધારા અનેક ઉદય પામે છે અને અસ્ત થાય છે, પરંતુ લોકેના પાપને લીધે આશા ભંગ બનેલી આ સ્ત્રી મનુષ્ય જાતની કાયમને માટે પૂજારણ રહે છે. પતિત્રત્યને ભંગ કરનારી આ અભાગણી સ્ત્રી કે સ્ત્રીઓ પ્રત્યે ઘણા
Page #428
--------------------------------------------------------------------------
________________ - સ્ત્રીઓની પદવી. , 381 ખરા ખ્રિસ્તિ દેશમાં ઘણે સખત અભિપ્રાય પ્રચલિત છે. અંગ્સ સેશન પ્રજાઓના ઉત્તમ અને મધ્યમ વર્ગોમાં તે આ એક દોષ થયો કે તે સ્ત્રીને માથે કાયમનું કલંક લાગી બેસે છે, અને પછી તે સ્ત્રી ગમે તેવી સદાચારી રહે અને પશ્ચાતાપ કરે પણ કોઈ કાળે એ કલંક તદન ભુંસાઈ જતું નથી. પથમ તે આવું સખત ઘેરણું ઘણું કરીને ધાર્મિક લાગણીને લીધે રહેતું હોય છે, પણ તેમાં સમાજના લાભ સમાએલા છે એમ કહી પ્રબળ દલીલે પણ ઘણીવાર તેના બચાવમાં અપાયેલી છે. કેટલાક કહે છે કે કૌટુંબિક વિશુદ્ધિનું સંરક્ષણ એ એવી અતિ અગત્યની બાબત છે કે તેને અર્થે જે કાર્યનું સ્વરૂપ કપનામાં ઘણી સહેલાઈથી ઉતરી શકે છે અને જે કાર્ય કાયદાના સ્વાધીનમાં કદિ પણ બરાબર આવી શકે તેમ નથી અને વિકારની અત્યંત પ્રબળતાએ કરીને જેમાં મનુષ્યની પ્રવૃત્તિ કદી થઈ જાય, તેવા કાર્યને અત્યંત સખત શિક્ષા થવી વાજબી છે. વળી આવા સખત દંડને લીધે વિષયી વિકારના સઘળા પુરાવાને અપ્રસિદ્ધિમાં રહેવું પડે છે; તેથી તેમના વ્યાપારને ઓછા કરવાની ખાસ યોગ્યતા તેમાં રહેલી હોય છે, કારણ કે બીજા વિકારો કરતાં આ વિકારોને આધાર કલ્પના ઉપર વધારે હોય છે, અને કલ્પના પાપના દર્શનથી વધારે વહેલી સચેત થાય છે. વળી દુરાચાર ઉપર કલંકની તીવ્ર દૃષ્ટિથી જોતાં પ્રમાણમાં તેની સામેના સદાચાર પ્રત્યે લેકેનું લક્ષ વધારે ખેંચાય છે, અને સ્ત્રી-વર્ગમાં અત્યંત સુઘડ અને શિકમંદ આબરૂની લા ગણી બંધાઈ જાય છે, જેથી કરીને પાપમાં પ્રવૃત્ત થતાં તેઓ અટકે છે એટલું જ નહિ પણ તેમનું ચારિત્ર્ય પણ તેથી ઉન્નત બને છે. આ દલીલેની વિરૂદ્ધ કેટલાક વજનદાર વિચારેની દલીલ પણ અપાય છે. તેથી કેટલાક એમ કહે છે કે દુરાચારના આ પ્રકાર ઉપર ગમે તે ઢાંકપીછોડે સમાજ કરે, તથાપિ તેનું અસ્તિત્વ તે રહે છે અને તે પણ બહુ મોટા પાયા ઉપર; અને જ્યારે આ પાપ અપ્રસિદ્ધિમાં વીંટાએલું અને અજ્ઞાનતાના દાંભિક દેખાવથી ઢંકાએલું રહે છે ત્યારે જેવું જડમૂળ ઘાલી બેઠેલું અને ભ્રષ્ટ એ હોય છે તેવું એ કવચિત્ જ હોય છે. ઈંગ્લાંડમાં
Page #429
--------------------------------------------------------------------------
________________ 382 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આવી પચાસ હજાર સ્ત્રીઓ છે અને તે બતાવી આપે છે કે સુઘડ સમાજ ને દેખીતી સુંદર સપાટીની તળે આ પાપ કેવા ભયંકર સ્વરૂપમાં રહેલું હોય છે. તેથી અનેક પ્રકારના રોગ લેકામાં પ્રસરે છે અને વારસામાં પણુ ઉતરે છે, અને તેથી લેકેની દુર્દશા થાય છે. પતિવ્રત્ય-ભંગના દોષ ઉપર ઈગ્લાંડને સાર્વજનિક અભિપ્રાય જે સખ્ત દૃષ્ટિ દાખવે છે તેથી વેશ્યાની સંખ્યા વધતી અટકતી નથી અને તેથી દુર્દશા ઘટવાને બદલે વધે છે. જે કાર્યને માટે યુરોપના અન્ય પ્રદેશમાં સહેજસાજ હાહાની લાગણું ઉપજે છે તે જ કાર્ય ઈંગ્લાંડમાં મોટા ભાગ ઉપર અત્યંત ઝેરી લાગણી ઉપજાવે છે. જે કાર્યો સ્વભાવિક રીતે નૈતિક વૃત્તિઓની છેક નષ્ટતા સૂચવતાં કે ઉપજાવતાં નથી અને અન્ય દેશોમાં જે કાર્યોની પાછળ ઘણી વખત સુખી, સદાચારી અને પ્રેમી જીંદગી માણસો પસાર કરે છે તે કાર્યોથી ઈગ્લાંડમાં ઘણે ભાગે ઘેર સત્યાનાશ જ વળી જાય છે. બાળહત્યા બહુ વધી પડી છે અને એક વખતના દોષથી જેની આબરૂ અને છંદગી બરબાદ થઈ જાય છે એવી સ્ત્રીઓને માટે ભાગ વેશ્યાના ધંધામાં પડે છે. સાર્વજનિક અભિપ્રાય અને ધારાશાસ્ત્રીઓની નિષ્કાળજીનું આ પરિણામ છે. વળી દુર્દશાના ખાડામાં અંદગીપર્યત ગરકાવ થએલી સ્ત્રીઓના આ સમૂહને મોટા ભાગ સ્વભાવે કદી સુધરી જ શકે નહિ. એવો પણ નથી હતો. સ્ત્રીઓનું પતન જેમ દુષ્ટ વાસનાને લીધે થાય છે તેમ ઘણીવાર તે પતિની લાગણીઓની પ્રબળતાને લીધે કે બુદ્ધિની ચંચળતાને લીધે પણ થાય છે. તેમની અત્યંત ભ્રષ્ટ દશામાં પણ નિષ્પક્ષ અલેકન કરનારને ઉંચા પ્રકારની લાગણીઓના અવશેષ માલમ પડયા છે, અને જે તેમને અન્ય નૈતિક સંજોગ અને કેળવણી મળ્યાં હેત તો અવશ્ય આ અવશેષ ખીલી નીકળ્યા વિના રહેતી નહિ. વેશ્યાવૃત્તિના ગણનાત્મક કષ્ટ કેથી જણાય છે કે પતિત થએલી સ્ત્રીઓના મોટા ભાગના પતનનું કારણ તેમની ગરીબ અવસ્થા હતી, અને ઘણું દાખલામાં તે ભૂખમરાની અવસ્થામાં તેઓ હતી. આ પ્રમાણે કુટુંબ જીવનમાં સ્ત્રીની પવિત્રતા જાળવવા કામવિકારને
Page #430
--------------------------------------------------------------------------
________________ 383 સ્ત્રીઓની પદવી. કેવી અને કેટલી છૂટ આપવી એ પ્રશ્નનું નિરાકરણ કરવાનું કામ નીતિશાસ્ત્રવેત્તાને કરવું પડે છે, અને તેથી વેશ્યાવૃત્તિના વિષયને એમ ગણો પડે છે. પરંતુ તે સંબંધમાં મતભેદ છે. ખરાબ તે એને સૌ ગણે છે જ; પરંતુ સમાજના અંગો તરીકે તેવી સ્ત્રીઓ પ્રત્યે સમાજે કેવું આચરણ રાખવું જોઈએ તે સંબંધી મતભેદ આપણે ઉપર કાંઈક જોયો. આ મતભેદનું વિવેચન કે નિરાકરણ કરવાનું આપણું અત્ર પ્રોજન નથી. પણ તેમાં ગંભીર પ્રશ્ન સમાએલે છે એટલું સ્પષ્ટ થાય તો તે બસ છે. ઉપલા પ્રશ્નનું નિરાકરણ કરવા ગ્રીક નીતિવેત્તાઓ અને ધારા શાસ્ત્રીએ સ્ત્રીઓના બે વર્ગ ઘણી ખુશીથી સ્વીકારી લીધા હતા-પત્ની અને ખાત-પત્નીનું ભૂષણ પાતિવ્રત્ય ગણાતું અને રખાતનું ભ્રમર વૃત્તિમાં દોષ ગણતે નહિ. ગ્રીક-પત્નીઓ કેવળ એકાંત વાસમાં જ લગભગ રહેતી હતી, ઘણી નાની ઉમરે ઘણું કરીને તેમને પરણાવવામાં આવતી હતી. વણવું કાંતવું, ભરત ભરવું, ઘર કામકાજની દેખરેખ રાખવી, કે તેમના માંદા ગુલામોની સંભાળ લેવી, એ તેમની પ્રવૃત્તિ રહેતી. ઘરના ખાસ અને ઈલાયદા ભાગમાં તેઓ રહેતી હતી. વધારે તાલેવત સ્ત્રીઓ ક્વચિત જ બહાર નીકળતી હતી, અને નીકળતી તે સ્ત્રી ગુલામને સાથે રાખ્યા વિના નીકળતી નહિ. સાર્વજનિક તમાશા જેવા તે કદિ જતી નહિ; પોતાના સ્વામીની હાજરી સિવાય કોઈ પુરૂષની મુલાકાત લેતી નહિ, અને પુરૂષો મહેમાન હોય ત્યારે ઘરના ખાણામાં પણ તેમની સાથે ભાગ લેતી નહિ. તેમને મેટામાં મોટો સદાચાર પિતાના પતિ પ્રત્યે વફાદાર રહેવાને હતા, અને તે બરાબર અને મોટે ભાગે પળાતે હોય એ સંભવિત છે. અન્ય સ્થળે મેજ મેળવવાની પુરૂષને અપાતી સ્ટ, ગૃહસ્થની સ્ત્રીને કઈ છળવાને યત્ન કરે તે તેની વિરૂદ્ધ પ્રદર્શિત થતા સખત લેક અભિપ્રાય, અને લાભ લાલચને વશ નહિ થવાની સ્ત્રીઓની ટેવ, ઈત્યાદિ કારણોને લીધે તેમને સદાચાર બહુ સારી રીતે જળવાઈ રહેતું હતું. બીજી રીતે જોતાં, પિતાની સ્ત્રી ગુલામની જ સબતમાં લગભગ નિરંતર રહેવાને લીધે, પુરૂષોના સમાગમમાં આવવાથી જે કેળવણી મળે છે તે કેળવણીની તેઓ નિભાંગી રહે
Page #431
--------------------------------------------------------------------------
________________ 384 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. mo વાથી, અને એથેન્સમાં કેળવાએલા થવાનાં મુખ્ય સ્થાન સાર્વજનિક તમાશાનાં સ્થળા હતાં ત્યાં તેમને સ્થાન મળતું નહિ તેથી, અવશ્ય કરીને તેમનાં મન અત્યંત સંકુચિત સ્થિતિમાં રહેલાં હોવાં જોઈએ. થકીડાઈડીઝ કહે છે તે પ્રમાણે જે સ્ત્રીની સારી કે નરસી કાંઈ વાત જ થાય નહિ તે જ સ્ત્રી સ્ત્રીત્વના ઉત્તમ નમુના રૂપે તે વખતે ગણતી હતી. - તથાપિ પિતાના સંકુચિત પ્રદેશમાં તેમની જીંદગી ઘણું કરીને દુઃખી નહતી. કેળવણી અને મહાવરાને લીધે ગૃહકાર્ય કે જે તેમને જ ભાગે રહેતું હતું તેમાં તે ગુંથાઈ રહેતી અને આનંદ માનતી હતી; અને તેથી પિતાના પતિની બહારની વર્તણુંક તેના ધ્યાનમાં રહેતી નહિ. તે વખતની પ્રચલિત રીતભાત ઘણી સભ્ય અને વિવેકી હતી. કુટુંબ ક્લેશ કે જુલમની વાત કઈ લખતું નથી. પતિ ઘણું કરીને સાર્વજનિક કાર્યોમાં ગુંથાએલે રહે; વેહેમ કે કંકાસનાં કારણે કવચિત જ બનતાં; અને જે કે સ્ત્રી અને પુરૂષ બરાબરીઆ ગણાતા નહિ તથાપ ઘણા દંપતીઓ વચ્ચે પ્રેમ બેશક એની મેળે જામતે હતે. સંસાર અને તેના રીત રિવાજથી કેવળ અજ્ઞાન એવી એક પંદર વર્ષની મુગ્ધ બાળાને ભૂજમાં ભીડી પતિ તેને સત્કાર કેવા પ્રેમથી કરે છે અને ગૃહ રાજ્યની અધિષ્ઠાત્રી દેવી તરીકે તેણે શું શું કરવું તે બાબત કેવી શીખામણ પતિ એને આપે છે તેનું એક મનેહરી ચિત્ર ઝીફન એક સ્થળે આપે છે. અત્યંત કોમળતાથી પતિ એને શીખામણ આપે છે, પણ એક નાના બાળક પ્રત્યે જેવી ભાષા વપરાય તેવી ભાષા એ વાપરે છે. પતિ કહે છે કે તેનું કામ મધપુડાની રાશીની માફક નિરંતર ઘરમાં જ રહેવાનું અને તેના ગુલામેના કામ ઉપર દેખરેખ રાખવાનું છે. દરેકને પોતાપિતાનું કામ એણે વહેંચી આપવું જોઈએ, કુટુંબની પેદાશ કરકસરથી વાપરવી જોઈએ, જેડા, વાસણે અને કપડાં ઇત્યાદિ ઘરની વસ્તુઓ હમેશાં બરાબર એગ્ય વ્યવસ્થાસર ઘરમાં પિતાની જગાએ પડયાં છે કે કેમ? તેની બરાબર તપાસ એણે રાખવી જોઈએ; વળી તેના માંદા ગુલામની માવજત રાખવી એ પણ તેના કર્તવ્યને એક ભાગ છે. પણ અહીંઆ પત્ની વચમાં બોલી ઉઠે છે. “અરે,
Page #432
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓના પદવી. 385 જેની સાથે હું માયાળુપણે વરતું તે જે મને અહેસાનમંદ થાય એમ હોય અને પ્રથમના કરતાં મારા ઉપર વધારે સ્નેહ રાખે, તો તે વાત તે મને ખરેખર બહુજ ગમશે.” ઠપકાનો કોઈ પણ રીતે દેખાવ ન થઈ જાય તેની કેમળ અને રસભરી સંભાળ રાખીને પતિ પત્નીને સમજાવે છે કે ઉચા દેખાવાની ખાતર ઉંચી એડીના બુટ પહેરવાની ટેવ એણે છોડી દેવી જોઈએ અને ચહેરાને એણે રંગ લગાડે ન જોઈએ, અને એને વચન આપે છે કે જે પિતાની ફરજ એ પ્રમાણિકતાથી બજાવશે તે એ પિતે જ એને પ્રથમ અને નિમકહલાલ ગુલામ થઈ રહેશે. સેક્રેટિસને એ ખાત્રી આપી કહે છે કે જ્યારે કોઈ મતભેદ એ બેની વચ્ચે પડતો ત્યારે જે તે વાજબી હોય તે ઘણું સહેલાઈથી પિતાની પત્નીને એ સમજાવી શકતા હત; પણ જ્યાં પોતાની ભૂલ હોય ત્યાં પિતાની પત્નીને ખાત્રી કરી આપવાનું કામ અશક્ય થઈ પડતું હતું. આ ઉપરથી તે સમયમાં ગ્રીક સ્ત્રીઓનું જીવન કેવું હતું તેની આપણને ખબર પડે છે. પ્લટાર્ક સ્ત્રીની પરણેતર અંદગીનું એક બીજું ચિત્ર આપે છે, પણ તે પાછળના કાળનું છે. સ્કૂટાર્કના ચિત્રમાં સ્ત્રીને માત્ર ગૃહિણી અથવા પતિના એક મુખ્ય ગુલામ તરીકે નહિ, પણ તેના સોંક્ષી અને સેબતી તરીકે વર્ણવવામાં આવી છે. સ્ત્રી અને પુરૂષનાં કર્તવ્ય અને બંધન અરસપરસ છે એ વાત અતિ સ્પષ્ટ શબ્દોમાં ભાર મુકીને એ કહે છે અને સ્ત્રીઓનાં અંતઃકરણ ઉંચામાં ઉંચી સ્થિતિ પર્યત કેળવવાં જોઈએ એમ એ ઈચ્છે છે. લગ્નના એના ઉપદેશ અવૉચીન જમાનાના ઉપદેશ કરતાં ભાગ્યે જ કમ છે. પિતાના બાળક્ના મૃત્યુ સમયે દિલાસાને જે પત્ર એણે પિતાની પત્નીને લખ્યું છે તે અક્ષરે અક્ષરે અત્યંત કમળ પ્રેમથી ભરેલું છે. એવું કહેવાય છે કે એક સમયે પિતાની પત્નીના સંબંધીઓ સાથે એને કાંઈક વાંધો પડશે. તેની પત્નીને ચિંતા પેઠી કે તેથી કરીને તેમનું કુટુંબ સુખ ઓછું થઈ જશે. તેથી પિતાની સાથે હેલીકન પર્વત જાત્રાએ જવાને પત્નીએ પતિને સમજાવ્યો, અને ત્યાં જઈ
Page #433
--------------------------------------------------------------------------
________________ 386 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બને એ પ્રેમ–દેવને બલિદાન આપી એક બીજાને પ્રેમ કદિ પણ ઘટે નહિ એવી પ્રાર્થના કરી હતી. પરંતુ એકંદરે ગ્રીક લોકમાં સદાચારી સ્ત્રીનું સ્થાન ઘણું નીચું હતું. તેની પદવી હમેશાં પરતંત્ર જ રહેતી; બાલ્યાવસ્થામાં માબાપની, ગૃહસ્થાશ્રમમાં પતિની, અને વિધવાવસ્થામાં પુત્રની, દેખરેખ અને સંભાળ મળે તે રહેતી હતી. તેને હમણું બાળક જ ગણવામાં આવતી હતી. અને પુરૂષ સગાં મળી આવતાં હોય તે તેને તે વારસે પણ મળતું નહિ. છૂટાછેડાને હક, બીજે નહિ તે એથેન્સમાં તે, સ્ત્રી પુરૂષ બન્નેને હતું, પરંતુ તે હક વાસ્તવિક રીતે, કેળવણી અને લેક મતથી ટેવાઈ ગએલા લેકમાં, કાયદાની કચેરીમાં જઈ જાહેર પ્રકટીકરણ કરવાથી ઉપજતી અરેરાટીને લીધે, લગભગ નિરર્થક થતો હોય એમ જણાય છે. અર્થાત લેક-લાજને ઉલંઘી સ્ત્રી દરબાર ચડતી નહિ. તથાપિ સ્ત્રીઓ પોતાની સાથે દાયજો લાવતી, અને દીકરીઓને પલ્લું આપવાને રિવાજ-એ એક કારણ એવું મળતું હતું કે જેને લીધે ગેરવર્તણુંક વારંવાર બહાર આવતી; અને આમ બહાર આવનારને નિંદાપાત્ર કઈ ગણતું નહિ. વળી નિરાધાર સ્ત્રી–બાળકના લાભમાં એથેન્સને કાયદો ખાસ કરીને કાળજીવાળા અને કોમળ હતા. પ્લેટોના મત પ્રમાણે સ્ત્રી અને પુરૂષ સરખા હતા; પણ લેક-ટીઓ તેથી કેવળ ઉલટી જ હતી. રાજ્યને અર્થે લગ્ન છે; શેહેરીઓ ઉપજાવવાનું માત્ર સાધન એ છે એવો વિચાર મુખ્યત્વે કરીને તે સમયે પ્રચલિત હત; અને સ્પાટોમાં તે એવો હુકમ હતા કે વૃદ્ધ અને નિર્મળ પુરૂષોએ પિતાની યુવાન સ્ત્રીઓ વધારે જોરાવર પુરૂષોને સેંપી દેવી કે જેથી કરીને રાજ્યને મજબુત બાંધાના લડવૈયા મળે. સ્પાર્ટીમાં સ્ત્રીઓની સાથે જે રીતનું વર્તન રાખવામાં આવતું હતું તે વર્તન ગ્રીસના અન્ય સંસ્થાનમાં ચાલતા વર્તનથી ઘણી બાબતમાં જૂદું હતું, અને તેથી લાગણી કે કાર્યમાં શરમને છાંટો. સરખો પણ દેખાતે નહિ, પરંતુ તેથી પ્રબળ અને વીર્યવાન સ્વદેશાભિમાન લેકેમાં ઉપજતું; અને માતાએ દેશના ખાતર પિતાના પુત્રને ભોગ આપ્યાના અને તેમના કીર્તિવંત મૃત્યુથી ખુશી થયાના અને પિતાના શૌર્યમય જુસ્સો
Page #434
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 387 પ્રજાના લશ્કરમાં રેડયાના અનેક દાખલા સ્પાર્ટીમાંના ઈતિહાસથી મળી આવે છે. તથાપિ સદ્દગુણી સ્ત્રીઓનાં નામ ગ્રીસના ઈતિહાસમાં કવચિત જ દેખાડે છે. એથેન્સના સમાજમાં ફેશિયન જ્યારે અગ્રસ્થાન ભેગવતે હતે. ત્યારે તેની સ્ત્રીએ જે નિર્મળ મરજાદા બતાવી હતી તે અને લગ્ન સ્નેહ અને માબાપ પ્રત્યે ભક્તિના થોડાક દાખલા વર્ણવાએલા છે, પણ સામાન્ય રીતે લેકેનું લક્ષ ખેંચનારી સ્ત્રીઓ વારાંગના જ હતી. ગ્રીક જીવનમાં આ વારાંગનાઓ જે સ્થાન ભગવતી હતી તે સમજવા માટે આપણું સમયમાં નીતિ પર જે છૂટ અપાય છે, તેનાથી તદન જૂદીજ જાતની ટને તે સમય હતો એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ જન સ્વભાવની દરેક શકિત અને અંશને સંપૂર્ણ વિકાસ સર્વ પાસ કરે એ ગ્રીક મતે સર્વોત્તમતા લેખાતી હતી. ત્યાગકે તપવૃત્તિની વાત તો તેમની સમજણમાં પણ ઉતરતી નહોતી. મનુષ્ય સ્વભાવના સારા નરસા ભાગને ભેદ તેઓ સ્વીકારતા હતા અને નરસા ભાગથી તદ્દન ઘેરાઈ ગએલા જીવનને તેઓ અધમ ગણતા ન હતા પરંતુ કુદરતી વિકારનું સતત દમન તેમની વિચાર શ્રેણીને તદ્દન અજ્ઞાત હતું. તેમના કાયદામાં, નીતિના તેમના ધોરણમાં અને લેક વિચારમાં આજ સિદ્ધાંતનું સમર્થન હતું અને તેથી અત્યંત સદાચારી માણસને પણ વારાંગના સાથે ઉઘાડો સંબંધ રાખવામાં શરમ લાગતી નહિ. પરંતુ ઘણું સમાજેના અનુભવ ઉપરથી જણાય છે કે જાહેર મતને લીધે પુરૂષ વર્ગને કુલ સ્વતંત્રતા ભલે મળતી હોય, પણ સ્ત્રી વર્ગને તેવી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. પરંતુ ગ્રીક સમાજમાં ઘણાં કારણોને લીધે વારગનાના વર્ગને એક ખાસ સ્થાન પ્રાપ્ત થયું હતું. રતિ દેવીની વિલાસી પૂજાથી તેમના ધંધાને એક જાતની ધાર્મિક પરવાનગી મળતી હતી. રતિ દેવીના મંદિરમાં પૂજારણે આ વારાંગનાઓ થતી હતી, અને કેરીથની પૂજારણેએ પિતાના શહેરનું સંકટ પ્રાર્થનાઓથી ટાળ્યું હતું એમ મનાતું હતું. આમ મંદિરની છાયામાં આ દુરાચાર પ્રવર્તિત થતો હતો. આ સ્થિતિ ઘણું શેહેરેની હતી.
Page #435
--------------------------------------------------------------------------
________________ 388 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વળી, રસજ્ઞતાને જે પ્રબળ જુસે તે વખતે પ્રચલિત હતા તેને લીધે પણ જે અત્યંત સુંદર હોય તે માન પામતાં. જે દેશમાં અને જે હવામાં કુદરતનું સૈદર્ય આપે આપ અત્યંત ખીલી નીકળતું હતું, ત્યાં ચિત્ર-વિદ્યા અને શિલ્પ-વિદ્યા બનેમાં અનુપમ કારીગરની શાળા ઉપજી આવી અને સાર્વજનિક રમત અને હરિફાઈઓ થતી. ત્યાં શારીરિક સૈદયની અનુપમ સંપૂર્ણતાની ભેગા થએલા લેકે વાહ વાહ બોલતા હતા. દુનિયાના ઈતિહાસમાં કોઈ પણ સર્વે સુંદરતાની માનયુક્ત પ્રશંસા આટલી ઉત્સાહી અને આવી સાર્વજનિક નહોતી. જમાનાના નૈતિક ઉપદેશ કિવા દષ્ટિબિંદુ ઉપર પણ તેની બહુ અસર થઈ હતી, અને મુખ્ય નીતિ શાસ્ત્રવેત્તાઓ તે ઇન્દ્રિયાતીત સંદર્યને જ ઉંચામાં ઉંચે સદ્દગુણ ગણતા હતા. સાહિત્યના ક્ષેત્રમાં પણ શૈલી અને રચનાને અભ્યાસ ઉત્તમ ગણાતું હતું. કળાના પ્રદેશમાં પ્રેરણું સૈન્દર્યથી થતી હતી અને નિયમરૂપ પણ સોંદર્ય જ ગણાતું હતું. પિતાનાં છોકરાઓ રૂપવાન થાય એવી સૌથી પ્રથમ પ્રાર્થના ગ્રીક માતાઓ કરતી. અને શરીર ની સુંદરતામાં અત્યંત રૂપવાન હોય તેની વાહવાહ કરી સૈ તેને પૂજતા હતા. તેની મૂર્તિઓને તે નમુનો હતી. સુંદરતાને જોઈ ન્યાયાધીશે તોહેમતદારને પણ છોડી મૂકતા. એલેક્ઝાંડરની એક પ્રિય ખાતનું ચિત્ર ચીતરતાં ચીતરતાં ચિતારે તેના ઉપર મોહિત થઈ પ્રેમ-બદ્ધ થઈ ગયે; એલેફઝાંડરે તે ચિતારાને એ રખાતા પિતાના તરફથી એક અમૂલ્ય ભેટ તરીકે આપી દીધી. તેથી સંદર્યની મૂર્તિઓ રૂપ વારાંગનાઓ પૂજાતી, કવિઓ તેમની સુંદરતાનું ગાન કરતા અને ગંભીર તત્વચિંતકે તેમની મુલાકાતને અર્થ જાત્રાઓ કરતા; અને આખા દેશમાં તેમનાં નામ પ્રસિદ્ધ થતાં હતાં. વિચાર અને વૃત્તિઓની પરિસ્થિતિ જ્યાં આવી હોય, ત્યાં કુશળ અને ઉદયની લાલસાવાળી સ્ત્રીઓ ધંધામાં પ્રવૃત્ત થાય, અને ગૃહસ્થ સ્ત્રીઓની કેવળ એકાંતવાસી જીદગી અને સ્વાભાવિક રીતે જ તેથી ઉપજતી તેમની અજ્ઞાન અવસ્થાને લીધે સમાજમાં જે સ્થાન ખાલી પડે છે તે પૂરવા આવી સ્ત્રીઓ બહાર પડી પ્રસિદ્ધિ મેળવે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. એથેન્સની સ્ત્રીઓમાં સ્વાતંત્ર્ય માત્ર વારાંગનાઓને જ હતું;
Page #436
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 389 અને ઘણીવાર આ સ્વતંત્રતાને ઉપયોગ જ્ઞાન સંપાદન કરવામાં તે કરતી અને આમ પિતાની અન્ય મોહિનીઓમાં તીવ્ર બુદ્ધિનું આકર્ષણ પણ તે ઉમેરી શકતી હતી. તેની આસપાસ કવિઓ, ચિતારાઓ, ઇતિહાસકારે અને તવેત્તાઓ એકઠા થઈ જતા, અને જમાનાના બુદ્ધિ-વિષયક અને કળા-વિષયક ઉભરાઓમાં કાંઈ પણ સંકેચ રાખ્યા વિના તે ઝંપલાવી દેતી, અને આમ અનુપમ સાહિત્ય-સમાજનું કેંદ્ર તે થઈ પડતી હતી. એ સપેશિયા કે જે પિતાના સૈન્દર્ય અને બુદ્ધિ-બનેને માટે પ્રખ્યાત હતી તેણે પેરિકલીઝને પ્રબળ પ્રેમ સંપાદન કર્યો હતે. પેરિકલીઝને વક્તત્વનું શિક્ષણ એણે આપ્યું કહેવાય છે અને તેના પ્રખ્યાત ભાષણમાંથી કેટલાક એણે લખી આપ્યાનું બેલાય છે. રાજકાજની બાબતમાં એની સલાહ વારંવાર લેવામાં આવતી, અને બીજા તત્વચિંતકની પેઠે સેક્રેટિસ પણ તેની મિજલસમાં જતા હતા. સોક્રેટિસે પતે પણ કબુલ કર્યું છે કે ડાયાટિમા નામની વારાંગના પાસેથી એ ઘણું શીખ્યો હતે. એપિક્યુરસની એક અતિ ઉત્સાહવાળી શિષ્યા લિયેનટિયમ નામની વારાંગના હતી. વળી નહિ કહેવા જેવી એક બીજી વાતની નોંધ પણ અહીં ઈતિહાસકારને લેવી પડે છે. ગ્રીક સુધારામાં એક વિચિત્ર પ્રકારની પણ ઘર કરી બેઠેલી ભ્રષ્ટતાની બદી સાથે સરખાવતાં, સ્ત્રીઓની સાથે ઉપર કહેલ અણઘટતે વ્યવહાર સારા માણસની જીદગીમાં સામાન્ય રીતે ચાલ્યો આવતે દેષ ગણાતે અને તેમાં નામોશી લેખાતી નહિ. આ બદી ગ્રીક લેકમાં કેવી રીતે પેકી તેના કારણમાં ઉતરવાની જરૂર નથી, પણ તેની અસર લૌકિક ધર્મ અને કળામાં પણ પેસી ગઈ હતી. એકંદરે આ બદી ગ્રીક કેમાં બેશક દુરાચાર તરીકે ગણાતી હતી, પરંતુ તે પ્રતિ ગ્રીક લોકેના અણગમાની લાગણી અર્વાચીન સમયના જેવી પ્રબળ નહોતી. તેથી કરીને, વારાંગના-વર્ગને ઉંચી સ્થિતિએ પહોંચવાનું આ બદી પણ એક આડકતરું કારણ થઈ પડયું હતું. આવાં કારણોને લીધે વેશ્યાઓના ધંધામાં શરમ લેખાતી નહિ, અને તેમના ધંધાને લેકે ભ્રષ્ટ કહેતા નહિ. તથાપિ સઘળા જમાનામાં બનતું
Page #437
--------------------------------------------------------------------------
________________ 390 યુરોપીય પ્રજાની આચરણને ઈતિહાસ. આવ્યું છે તેમ તે જમાનામાં પણ આ વર્ગને મોટો ભાગ અધમ ભ્રષ્ટતામાં પિતાનું જીવન ગાળતા. તેમનામાંથી ઘણી ડી એકંદરે વારાંગનાની ઉંચી સ્થિતિએ પહોંચી શકતી અને આબાદ થતી, અને તેમાંથી પણ ઘણી ખરીમાં, સામાન્ય રીતે જે લક્ષણે તે વર્ગમાં સઘળા જમાનામાં જોવામાં આવે છે તે લક્ષણે ઘણું કરીને દેખાઈ આવતા. બેવફાઈ, ધન હરણની અત્યંત લાલસા અને અતિ ખરચાળ મજશેખ, તેમનામાં સાધારણ હતાં. છતાં સારા દાખલા પણ એ વર્ગમાંથી મળી આવે છે, એ વાત પણ નિઃસંશય છે. સમાજને બહિષ્કાર તેમને નડતો નહિ અથવા તેથી તેઓ હલકી ગણાતી નાહ. અને જે કે વિવાહિત સ્ત્રીઓના જેટલું માન તેમને કદિ મળતું નહિ, તથાપિ સામાન્ય રીતે લેકમાં એવી માન્યતા પ્રચલિત હતી કે ગૃહ–પત્ની અને વારાંગનાના પ્રદેશ અને કર્તવ્ય સંસારમાં ભિન્નભિન્ન છે અને દરેકમાં પિતાપિતાના ખાસ ગુણો રહેલા હોય છે. લીના નામની વારાંગના હારમોડિયસની મિત્ર હતી અને પોતાના મિત્રનું કાવત્રુ પ્રકટ કરવા કરતાં જુલમને ભોગ બની મરવાનું તેણે પસંદ કર્યું હતું, અને એથેન્સના લેકેએ તેના નામના અર્થથી દરાઇ, તેની દઢતા જાળવવા જીભ વિનાની સિંહણનું એક બાવલું ઉભું કર્યું હતું. બેંકિસ નામની વારાંગનાનાં નિસ્વાર્થ પ્રેમ અને સભ્ય રીતભાતની ખાસ નેંધ લેવામાં આવી છે અને એક અતિ કોમળ પત્ર-લેખનમાં તેનું ચારિત્ર્ય વર્ણવાયું છે અને તેના મૃત્યુથી થએલ શોચ બતાવેલ છે. ગ્રીક જીવનનું એક યથાસ્થિત ચિત્ર આપતાં ઝીનો ફન વર્ણવે છે કે થીઓડોટા નામની વારાંગનાની સૈન્દર્ય ખ્યાતિ સાંભળીને તે વાત સાચી છે કે કેમ ? તેની ખાત્રી કરવા સોક્રેટિસ પોતાના શિષ્યને લઈ તેને ઘેર ગયો અને તેના ઘરને વૈભવ જોઈ તે શી રીતે એને પ્રાપ્ત થશે તે બાબત શાંત, ઠાવકા પ્રશ્ન પૂછવા લાગે અને પછી પિતાના આશકેને પિતામાં આસક્ત રાખવા કયા કયા ગુણોને એણે કેળવવા જોઈએ તેનું ખ્યાન કરવા એ લાગ્યો. સેક્રિટિસ એને કહે છે કે ઉદ્ધત માણો આવે તે ઘરનાં બારણાં એણે બંધ કરવાં; તેના આશકે માંદા પડે તે તેમની સેવા એણે કરવી; કોઈ
Page #438
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 391 My vv માનવંતા કાર્યમાં તેમની સફળતાથી એણે ખુશી થવું, અને તેના ઉપર જે પ્રેમ રાખે તેના ઉપર એણે પ્રેમ રાખે. આમ ખુલ્લા દિલથી અને મોકળે મને આનંદથી તેની સાથે વાતચિત કરીને, સ્પષ્ટ કે ગર્ભિત કઈ પણ જાતને ઠપકો આપ્યા સિવાય અને જ્ઞાન દોષથી ઉપજતી ભીતિ કે નફટતા કોઈ પણ જાત નિશાની એ બાઈમાં ઉપજ્યા સિવાય, ગ્રીક લેકમાં સર્વોત્તમ અને ડાહ્યામાં ડાહ્યો ગણાતો માણસ, તેના સૈન્દર્યની રમણીય પ્રશંસા કરતા કરતા તેને ઘેરથી ગયો. આ સઘળી વાત આચરણના ઈતિહાસમાં કહ્યા વિના છૂટકે નહે. માટે અમે કહી છે. ગ્રીસમાં મહાન પુરૂષો ઘણું થયા છે પણ મહાન સ્ત્રી થઈ નથી તેનું કારણ હવે વાંચનારને સમજાશે. આપણું સ્વભાવના ઉચ્ચ અને નીચ ભાગોની વચ્ચે ભેદ છે એ વાત આપણું પડે ગ્રીક લેકે પણ સ્વીકારતા હતા, તથાપિ આચરણનું જે ધોરણ તેઓ અમલમાં મૂકતા હતા તે હાલના અર્વાચીન લેકમતથી ઘણું ભિન્ન હતું એ વાત પણ હવે સમજાશે, અર્થાત નીતિને સિદ્ધાંત સાર્વત્રિક છતાં દેશ, કાળ અને સંજોગ ભિન્નતાએ કરીને તેના ધોરણમાં ભેદ પડે છે, એ વાત પણ ઉપરના ટુંકા ઈતિહાસથી સ્પષ્ટ થશે. પ્રબળ અને ક્ષણિક કામ વિકારની તૃપ્તિ વિવાહિત પત્ની દ્વારા જ થવી જોઈએ એ ખ્રિસ્તિઓના ધોરણથી ગ્રીક લેક અજ્ઞાત હતા. ગ્રીક પત્નિઓ ઉપર સપ્ત ફરજો નાખવામાં આવી હતી. પાછળના સમયમાં પતિને માથે પણ ફરજે નાંખવામાં આવી હતી. જો કે તે ફરજો કાંઈક ઓછી સખત હતી. ઉપર કહેલી બદીમાં કલંક ગણાતું હતું, પરંતુ ગ્રીક લેકેની લાગણીને તેને અણગમે એટલે ઓછો હતો કે તે જોઈ અત્યારે આપણું હૃદયને આંચકે લાગે છે. વારાંગનાના આખા વર્ગને કાયદાએ થોડીક બાબતોમાં કાંઈક નાલાયક ઠરાવી હતી, અને જોકે તેમનાં વખાણ વધારે થતાં પરંતુ કૌટુંબિક જીવન જે સ્ત્રીઓ સ્વીકારતી તેમના કરતાં તેમને એવું માન મળતું; પરંતુ સંજોગે એવા એકઠા થઈ ગયા હતા કે તેમને લીધે તેમની ખરી લાયકી અને લેકામાં તેમનો મરતબો વધી ગયે; અને લગ્ન પ્રત્યે અણગમે ઘણે સાધારણ થઈ પડે, અને જાહેર રીતે,
Page #439
--------------------------------------------------------------------------
________________ 392 યુરોપિય પ્રજાના આચરણને ઇતિહાસ. ઉઘાડે છોગે લેકે તેમની સાથે સંબંધ રાખવા લાગ્યા. આમ વારાંગનાને વર્ગ સમાજમાં ખાસ સ્થાન ભોગવવા લાગ્યો હતે. હવે રોમના સુધારા પ્રત્યે જે આપણે દૃષ્ટિ કરીએ તે છીએ તે આપણને માલમ પડે છે કે સ્ત્રીઓની સ્થિતિમાં કેટલાંક અગત્યનાં પગલાં આગળ ભરાયાં હતાં. પતિવ્રત્યના સદાચાર પ્રત્યે બે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જોઈ શકાય છે એ આગળ અમે કહ્યું છે. જ્યાં ધર્મભાવના કરતાં રાજકીય જુસ્સો વધારે પ્રબળ હોય છે એવા દેશમાં ઘણું કરીને જનહિતવાદ જોર પકડે છે, અને ત્યાં ગૃહસ્થામમ ઘણું માનનીય અવસ્થા ગણાય છે. તેથી કરીને ગૃહસ્થાશ્રમમાં સુખ, પવિત્રતા અને નિર્ભયતા વધારવાં એજ તેમના સઘળા આદેશને મુખ્ય ઉદેશ હોય છે. પરંતુ અલખ (mystical) મત કે જેનો આધાર શરમની સ્વાભાવિક લાગણી ઉપર હોય છે અને ઈતિહાસ સાબીત કરી આપે છે તેમ જે મત જ્યાં રાજકીય ભાવના ઘણી ઓછી હોય છે અને ધાર્મિક ભાવના ઘણી પ્રબળ હોય છે ત્યાં વિશેષ કરીને ખાસ પ્રબળતા પામે છે, તે મત કુંવારાપણામાં સદાચારની સર્વોત્તમતા લેખે છે અને પરણેતર જીદગીને ઉચ્ચ પવિત્રતામાંથી થએલું ક્ષમ્ય પતન ગણે છે. અને રેમની ધર્મસંસ્થામાં એક ઘણુ લક્ષ ખેંચનારી વાત આપણને માલમ પડે છે તે એ છે કે આ બંને વિચારને સૂચવતા તેમનામાં દેવના બે પૂજારી વર્ગો હતા. જ્યાપટરના પૂજારીઓ અને વેસ્ટા નામની દેવીની પૂજારણે. આ બન્ને વર્ગોની સેવા રાજ્યને ઘણી અગત્યની અને ઉપયોગી ગણાતી હતી. દરેકને અમલ રોમ શહેરમાં ઉજવાત. દરેકની નિમણુંક અત્યંત દબદબા ભરેલી ક્રિયાથી થતી હતી. દરેકને ઘણું ગંભીર માન અપાતું હતું. પણ એક અગત્યને ભેદ તે બેમાં હતું. પૂજારણ કુંવારી રહેતી હતી, સખત બ્રહ્મચર્ય પાળતી, અને તેમાં ચૂક કરતી તે અત્યંત ભયંકર સજા તેને થતી. પૂજારીને પરણવું ફરજીઆત હતું અને પિતાની પરણેત છંદગીમાં અત્યંત વિશુદ્ધ અને પવિત્ર એને રહેવું પડતું હતું. તેનું લગ્ન અત્યંત ગંભીર ક્રિયાઓથી ઉજવવામાં આવતું. અને માત્ર મૃત્યુથી જ એ લગ્ન કેક થતું ગણતું હતું. જે એની સ્ત્રી મરી જતી,
Page #440
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 393 તે એની ચાકરી જતી રહેતી હતી. આ પૂજારીનું દષ્ટિબિંદુ સખત અને પવિત્ર લગ્નના દૃષ્ટિબિંદુ તરીકે લેકમાં વધારે માન્ય હતું. રોમને ધર્મ ખાસ કરીને કૈટુંબિક હતો, અને લગ્નની બાબતમાં દરેક જાતનાં ગૌરવ અને ગાંભીર્ય ઉમેરવાનો કાયદો મુખ્ય ઉદેશ રાખતા હતા. એક પત્નિ કરવાના રિવાજને આગ્રહ તેમનામાં મૂળથી જ હતી. રોમની સત્તા જાળવવાથી એક મેટે ફાયદે એ થયો કે એ રિવાજ યુરોપમાં પ્રસરી ગયો. સ્ત્રીઓની નૈતિક ગણુના ઘણી ઉચી થતી હતી અને રેમના જીવનમાં તેઓ આગળ પડતે ભાગ લેતી હતી. તેના ઘણું પૂરાવા પ્રાથમિક રેમની કથાઓમાંથી મળી આવે છે. લુઝિશિયા અને વરછનિયાના કરૂણ રસ પ્રધાન નાટકે આબરૂની અને વિ. શુદ્ધ પવિત્રતાની ઉત્તમતાની લાગણીથી ભરેલા છે. સેબાઈન સ્ત્રીઓ પોતાના સ્વામીઓ અને પિતાના પિતાઓના કલહમાં વચ્ચે પડી સલાહ કરાવતી હતી અને બાળ પ્રજા તંત્રને બચાવી લીધી હતી. અને કેરીઓલેન્સની માતા પિતાની પ્રાર્થનાઓથી દેશ ઉપર ઝઝુમી રહેલી આફત દૂર કરાવે એવી હતી ઈત્યાદિ દાખલાથી જણાય છે કે રેમની સ્ત્રીઓએ દેશની, સ્વદેશની સ્વદેશાભિમાની કીર્તિમાં ભાગ લેતી હતી. રેમની સ્ત્રીઓએ દેવીના મંદિર માં જઈ, સંકટના સમયે શુરવીર સિપાઈઓને પિતાના ધનુષ્યની દેરી કરવા પિતાના લાંબા વાળ કાપી આપ્યાની પણ કથા છે. એક રમની સ્ત્રીને ભૂખમરાથી મારી નાંખવાની સજા થઈ ત્યારે તેની પુત્રીએ એને કારગૃહમાં મળવાની પરવાનગી મેળવી પિતાના ધાવણથી પિતાની માતાનું પિષણું કરતી જણાઈ હતી. આ માતૃભક્તિના સ્મરણાર્થે એક મંદિર ઉભું કરવામાં આવ્યું હતું. તથાપિ કાયદામાં રેમન સ્ત્રીની પદવી લાંબા કાળ પર્યત ઘણી નીચી રહી હતી. પિતાની સ્ત્રી અને છોકરાંઓ ઉપર કુટુંબના વડાની સત્તા નિરકુશ છે અને ધારે તે પિતાની સ્ત્રીને એ તજી શકે છે એ સિદ્ધાંત ઉપર જ રેમીય કુટુંબનું બંધારણ હતું. રેમના ઈતિહાસના છેક પ્રાથમિક સમયમાં કન્યાના બાપને બક્ષિસ આપવાને કે દાયજાને રિવાજ પ્રચલિત હોય એમ જણાતું નથી, પરંતુ દીકરીને વિવાહ કરવાની કુલ સ્વતંત્રતા બાપને
Page #441
--------------------------------------------------------------------------
________________ 394 પૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ---- -------- હતી, અને કેટલીક વખતે તે થઈ ગએલા લગ્નને ફોક કરવાની પણ તેને સત્તા હતી. પરંતુ લગ્નના જે પ્રકાર રેમના પ્રાથમિક સમયમાં સામાન્ય રીતે પ્રચલિત હતા તેને અનુસાર સ્ત્રીના ઉપરની કુલ સત્તા તેના ધણીના હાથમાં જતી, અને કેટલાક પ્રસંગે પિતાની સ્ત્રીને મારી નાંખવાને પણ તેને હક ગણો હતો. સ્ત્રીઓને પિતાની વિશુદ્ધિ સખ્ત રીતે જાળવતી બનાવવામાં કાયદા અને લેકમત બન્નેની અસર એકત્ર થતી હતી. એવું કહેવાય છે કે પાંચસે અને વીશ વર્ષ પર્યત રેમમાં છૂટાછેડાને એક પણ દખલે બન્યો નહતો. લેકેને આચાર એવો તે સભ્ય હતા કે એક રાજ સભાસદે પોતાની દીકરીની હાજરીમાં પિતાની પત્નીને આલિંગન આપ્યું તેને માટે તેને બહુ નિંદવામાં આવ્યો હતો. પિતાનાં બાળકેને માતાએ જ ધવરાવવાની રીય સ્ત્રીઓની ફરજ ગણાતી હતી, તેથી જે કેઈ સ્ત્રી પોતાનાં બાળકને ધવરાવવા ધાવ રાખે તે તે બહુ નામથી ભરેલું ગણાતું હતું. કૌટુંબિક કરકસરની નાની નાની બાબતોનું પણ નિયમન સખત કાયદાથી થતું હતું. વારાંગનાની સંખ્યા જો કે ઘણું કરીને ઘણી હતી અને તે વર્ગ નિરંકુશ હતાતથાપિ તે વર્ગ પ્રત્યે લોકોને ધિક્કાર ઘણે હતે. પોતે તે વર્ગની છે એવા જાહેર સ્વીકારમાં જ તેને પૂરતી શિક્ષા થાય છે એવી માન્યતા હતી; અને જ્યને કે જે લગ્નની અધિષ્ઠાત્રી દેવી ગણાતી તેની યજ્ઞવેદીને સ્પર્શ કરવાની તેમને પરવાનગી નહતી. એક રેમને હાકેમ ઉપર કોઈએ હુમલો કર્યો, પણ તેની ફરિયાદ થતાં તેને દાદ કાંઈ મળી નહિ, કારણ કે જે ઘરમાં હુમલે થયો હતો તે બદનામવાળું હતું અને એવા ઘરમાં રોમના હાકેમે જવું નામશી ભરેલું ગણાતું હતું. સ્ત્રીની પવિત્રતાની સાક્ષી આખી કુદરત પૂરે છે એમ મનાતું. ક્રૂર જંગલી પ્રાણીઓ પણ કુમારિકા સમક્ષ શાંત થઈ જતાં. એવું કહેવાતું કે ડૂબી ગએલા પુરૂષની પીઠ તરતી રહે છે અને ડૂબી ગએલી સ્ત્રીનું મુખ તરતું રહે છે; કારણ કે પુરૂષો કરતાં સ્ત્રીઓની વિશુદ્ધિ વધારે ઉંચી હોય છે; એ ખુલાશે રેમના વિજ્ઞાનશાસ્ત્રીઓ આપતા હતા. એરિસ્ટોટલે કહેતો કે બીજી પ્રજાઓની માફક ગ્રીક લેકે પોતાની
Page #442
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 395 સ્ત્રીઓને ગુલામ ગણતા નહિ, પણ જીદગીના સાથી અને સેબતીઓ તેમને ગણું તેમની સાથે તે પ્રમાણે વરતતા; અને તેથી બીજી ઘણી બાબતની પિડે આમાં પણ ગ્રીક લેકે જંગલી પ્રજાઓથી ચડી જતા હતા. પરંતુ ગ્રીક લેકે કરતા પણ રોમન લેકે સુધારામાં ચડી જાય છે એ વાત સ્ત્રીઓ પ્રત્યે જે વર્તણુક રેમના લેકે રાખતા હતા તેથી જણાઈ આવે છે. મને એક લેખક કહે છે કે ગ્રીક લેકે પિતાની સ્ત્રીઓને ઘરની અંદર એક ઇલાયદા ભાગમાં રાખતા હતા, અને પિતાનાં સગાં સિવાય અન્યની સાથે ખાણા ઉપર તેમને બેસવા દેવામાં આવતી નહોતી અથવા કેઈ સગાંની ગેરહાજરી સિવાય અન્ય પુરૂષને મળવાની છૂટ તેમને મળતી નહોતી, પણ રમવાસી જમણવારમાં પિતાની સાથે પિતાની સ્ત્રીને લઈ જવાની, અથવા તે કુટુંબની માતાને ખાણામાં અગ્રસ્થાન આપવાની આનાકાની કદિ કરતો નહિ. અગાઉના વખતમાં જ્યારે સ્ત્રીઓ પતિની સત્તાને કેવળ આધીન હતી ત્યારે ઘરમાં તેમના ઉપર ઘણે જુલમ થત હત કે કેમ ? એ સંબધી ચેકસ રીતે અત્યારે આપણે કહી શકીએ એમ નથી. વિરિપ્લેકા નામની દેવી કે જેનું કામ પતિઓને શાંત કરવાનું હતું તે દેવીને રેમની સ્ત્રીઓ પેલેટાઇનના એક મંદિરમાં પૂજતી હતી, અને પ્રજાતંત્રના સમયમાં પિતાના ધણીઓને ઝેર દઈ મારી નાખવાનું એક જબરું કાવત્રુ રચાયું હતું અને તે છતું થયાની વાત લિવિ વર્ણવે છે પણ એ વાત અસંભવિત લાગે છે; અને એકંદરે રોમન માતાની પદવી માનવંતી ગણતી હોય એ સંભવિત લાગે છે, અને માનુષી કર્તવ્ય કરવા માટે પરણેતર જીદગી અંદગી પયેતની એક બીજાની સોબતી છે એવી લગ્નની જે વ્યાખ્યા કાયદામાં અપાઈ હતી તે વ્યાખ્યા આ બાબતમાં તે વખતના લેકોના વિચારને યથાસ્થિત આલેખે છે; અને દરેક જમાનામાં સ્ત્રીઓના સદાચારને રેમના જીવન ચરિતોમાં બહુ ઉંચું સ્થાન અપાતું હતું. - રોમની જે નીતિભ્રષ્ટતાથી તેના પ્રજાતંત્રની પડતીનું મોટે ભાગે કારણ થયું હતું અને સીઝરના સમયમાં શિરોબિંદુએ પહોંચી હતી તે છેક અધમ નીતિભ્રષ્ટતા મની પ્રજામાં મ્યુનિક વિગ્રહો પછી તુરત જ આવી હતી
Page #443
--------------------------------------------------------------------------
________________ યૂરોપીય પ્રજાની આચરણને ઇતિહાસ, અને તેનાં કારણે અમે આગળ કહ્યાં છે. તેથી કરીને રેમનું ધાર્મિક કૌટુંબિક, સામાજીક અને રાજકીય જીવન એકજ ફરી ગયું હતું. તત્વજ્ઞાનમાં સંશયાત્યવાદ પ્રાચીન ધર્મોને ફેલી ખાઈ ગયો. સખ્ત સાદાઈની પ્રાચીન કે પર્વાત્ય મોજશોખ અને પૌત્ય આચરણમાં ડુબી ગરકાવ થઈ ગઈ. પ્રજા વિગ્રહ અને મહારાજ્યને લીધે લેકનાં ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ ગયાં; અને પ્રજાકીય સમયની રીતભાતના અતિશયોક્તિ ભરેલા વિનય વિવેકથી લેકે દુરાચાર પ્રતિ વધારે જેસથી ખેંચાવા લાગ્યા. આ ભ્રષ્ટતાના નિરંકુશ અને લગભગ ઉન્મત્ત સમયમાં સ્ત્રીઓની ભ્રષ્ટતા પણ વધી ગઈ હતી. ગુલામોની સંખ્યા ઘણું મેટી થઈ પડી હતી, અને આ વાત દરેક જમાનામાં નૈતિક વિશુદ્ધિની ખાસ ઘાતક નીવડેલી છે. વળી આ ગુલામો મહારાજ્યના અત્યંત વિલાસી પ્રાંતમાંથી પસંદ કરવામાં આવતા હતા. કલ્પનાને ઉશ્કેરી મૂકે એવી રમત ગમતમાં સ્ત્રીઓ નિર્લજ બની ભાગ લેતી હતી. ગ્રીસ અને એશિયાની વારાંગનાઓ રોમમાં આવવા લાગી હતી. બિભત્સ ચિત્રો ઘરેઘરમાં જોવામાં આવતાં અને વિલાસવૃત્તિ નિરંકુશ બની નિર્લજતાથી બધે ઘુમતી હતી. મેટા ઘરની સ્ત્રીઓ વેશ્યાઓ થતી હતી, અને આ ભ્રષ્ટતા અટકાવવા ટાઇબિરિયસના સમયમાં કાયદો કરવાની પણ જરૂર પડી હતી, જેથી મોટા ઘરની સ્ત્રીઓ વેશ્યા તરીકે પિતાનું નામ નેંધાવવાને અશક્ત ગણાતી હતી. વળી રોમન સ્વભાવની અત્યંત જાડયતાને લીધે આવી વિલાસવૃત્તિઓ રસજ્ઞતાનું સ્વરૂપ ગ્રીસમાં પકડયું હતું તે રેમમાં પકડી શકયું નહિ; તેથી એ વૃત્તિ જ્યારે ગ્રીસમાં કળાની ઉત્પાદક બની હતી ત્યારે રોમમાં તેની અસરમાં ઘણુ ગંભીર ફેરફાર થઈ ગયા; ઉલટું, તરવારના પ્રાણઘાતક ખેલના શેખને લઈને ઘણી વખત તે કાંઈક કૂરતાની સાથે જોડાવા લાગી. ઈતિહાસમાં એવા ઘણું કાળ આવ્યા છે કે જે વખતે સીઝરના સમય કરતાં સદાચાર ઘણો ઓછો હોય; પરંતુ તે સમયના જે અમર્યાદ અને નિરંકુશ દુરાચાર ઘણું કરીને કોઈ કાળે દેખાયો નથી. વિશેષ કરીને યુવાન મહારાજાઓ કે જેમની આસપાસ ખુશામતીઆ અને ભડવાનાં ટોળેટોળાં વીંટળાઇ વળતાં અને જેમને ઘણું કરીને પિતાનું ખુન થઈ જવાની નિર
Page #444
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. . 397 તર ધાસ્તી રહેતી તેઓ અનેક જાતના અનિયમિત મોજ વિલાસમાં આંખે મીચીને ઓરાવા લાગ્યા. અર્વાચીન સમાજ અને અર્વાચીન લેખકે બીભત્સ વાત આવતાં જે ચૂપકી પકડી જાય છે તે એ વખતે કેવળ અજાણ હતી, અને તેથી તે સમયના લેખકોના લેખમાં પણ જમાનાને પવન સ્પષ્ટ જણાઈ આવે છે. અર્થાત આચાર, વિચાર અને વાણીમાં મર્યાદાને છાંટ પણ રહ્યો ન હતે. - વળી, કાંઈક દુરાચારી કારણને લીધે અને કાંઈક સાર્વજનિક સંસ્થા એ જે પ્રતિકુળ અસર કુટુંબ જીવન ઉપર ઉપજાવતી હતી તેને લીધે, લોકેની રૂચિ લગ્ન ઉપરથી ઉઠી જવા લાગી હતી અને તેથી પુરૂષ કુંવારા રહેવા લાગ્યા હતા. આ અરૂચિની સામે કાયદા કરી કુંવારાપણું અટકાવવા એંગસ્ટર્સ વ્યર્થ યત્ન કર્યો હતે. ભ્રષ્ટતાના આ ઘધની વચ્ચે રોમન સ્ત્રીઓની કાયદેસર સ્થિતિમાં મોટે ફેરફાર થતું આવતું હતું. પ્રથમ તેઓ પિતાના સગાંના કેવળ કબજામાં કે તાબેદારીની સ્થિતિમાં રહેતી હતી, તેથી તેઓ કેવળ પરતંત્ર બની જતી હતી. સામ્રાજ્ય સમયમાં સ્વતંત્રતા અને ગૌરવની કાંઈક પદવી તેમને પ્રાપ્ત થઈ; પણ પાછળથી આ પદવી તેઓ ખોઈ બેઠી અને પછી એ પદવી સાવ પુનઃ પ્રાપ્ત તેમને થઈ નહિ. રોમન લેકે લગ્નના બે વર્ગ સ્વીકારતા હતા. એક પ્રકાર સખત હતું, પણ કાયદાની નજરમાં તે વધારે માનવ ગણાતે હતો. આ પ્રકારમાં, સ્ત્રી સ્વામીના હાથમાં સંપાતી, અને તેને લીધે સ્ત્રીના પંડ અને મિલ્કત ઉપર સંપૂર્ણ સ્વામીત્વ પતિને પ્રાપ્ત થતું. બીજો પ્રકાર છે સખત હતા અને તેને લીધે સ્ત્રીની પિતાની પદવીમાં કાયદા પ્રમાણે કાંઈ તફાવત થતો નહિ. પ્રથમ પ્રકારનાં લગ્ન ઘણું કરીને પ્રજાતંત્રના સમયમાં થતાં હતાં અને તે ત્રણ જાતનાં હતાં. પ્રથમ જાતનાં લગ્નમાં, લગ્ન થતી વખતે તેમજ તે કેક કરતી વખતે દબદબા ભરેલી ધાર્મિક ક્રિયાઓ કરવી પડતી હતી. આ પ્રકાર ખાસ કરીને અમીર વર્ગમાં જ પ્રચલિત હતું. બીજે
Page #445
--------------------------------------------------------------------------
________________ 39. . યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, પ્રકાર કેવળ સામાજીક હતો અને તેનું લાક્ષણિક ચિહ્ન વિક્રય હતું. ત્રીજા પ્રકારમાં પુરૂષની સાથે એક વર્ષ જે કોઈ સ્ત્રી નિરંતર રહે તે તેમનું લગ્ન થયું ગણાતું હતું. પરંતુ સામ્રાજ્ય સમયમાં આ લગ્નને રિવાજ લગભગ સાવ બંધ થઈ ગયો હતો; અને ધાર્મિક કે સામાજીક કેઈ પણ જાતની ક્રિયા કર્યા વિના, માત્ર એક બીજાની કબુલાત ઉપર આધાર રાખતે વધારે શિથિલ પ્રકાર એ વખતે સામાન્ય રીતે પ્રચલિત હતું અને તેનું એક અગત્યનું પરિણામ એ હતું કે કાયદાની નજરમાં એવી રીતે પરણેલી સ્ત્રી પિતાના બાપના જ કુટુંબમાં રહેતી અને તેના જ વાલીપણામાં રહેતી, એના ધણીના વાલીપણામાં નહોતી. આ પ્રકારના લગ્નથી વ્યાવહારિક પરિ ણામ એ આવ્યું કે સ્ત્રી કાયદા પ્રમાણે કેવળ સ્વતંત્ર થઈ. દાયજાની રકમ કે જે તેના ધણીના હાથમાં જતી તે સિવાય તેની બધી મિલ્કત ઉપર તેનો જ હક ગણાતો હતો. તેના બાપના વારસામાંથી તેને ભાગ મળતું અને તે પોતાના ધણથી કેવળ સ્વતંત્ર રીતે એ પિતાની પાસે રાખતી હતી. આમ રેમના દ્રવ્યને ઘણે મોટે ભાગ માત્ર સ્ત્રીઓના જ કબજામાં આવ્યા; અને સ્ત્રીઓ ધનવાન થવા લાગી. અને આ પૈસાદાર સ્ત્રીઓનું નાણાં સંબધી કામકાજ ગુમાસ્તાની પેઠે તેમના ધણીઓ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે વ્યાજનો માટે દર લઈને સ્ત્રીઓ વખતે પિતાના ધણીને પણ નાણું ધીરતી હતી. આ પ્રમાણે સ્ત્રીઓની પદવીમાં મોટે ફેરફાર થઈ ગયે. સ્ત્રી કરતાં પુરૂષનું ગૈરવ વધારે છે એ વાત પડતી મૂકાઈ, અને બન્ને સમાન ભાગી 1739ء ہند 63 Casia د ن 13 40 .د ع% 41 કાયદા પ્રમાણે સ્ત્રી હવે સંપૂર્ણ સ્વતંત્ર થઈ, અને સમાજમાં તેની પદવી ગૌરવવાળી ગણવા લાગી. આ ફેરફારથી જૂના વિચારવાળા સ્વાભાવિક રીતે જ ધાસ્તીમાં પડી ગયા અને તે અટકાવવા બે ઉપાય પણ લેવાયા હતા. એપીઅન કાયદાની મતલબ સ્ત્રીઓને વૈભવ અંકુશમાં રાખવાની હતી, પરંતુ કેટના ઉત્સાહિત યત્ન છતાં આ કાયદે તુરતજ રદ કરવામાં આવ્યું. વેકેનીઅન કાયદો વધારે અગત્યને હતો અને તે કાયદા પ્રમાણે
Page #446
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 399 ઘણીજ છેડી હદમાં સ્ત્રીઓને વારસે મળી શકત. પણ લેકમતે એ કાયદામાં સંપૂર્ણ સંમતિ કદિ આપી નહિ, અને યુક્તિ પ્રયુક્તિથી લેકે એ કાયદાને છેતરતા હતા. લગ્નના ફેરવાઈ ગએલા આ પ્રકારનું એક બીજું અને વધારે ગંભીર પરિણામ પણ આવ્યું. લગ્ન એટલે એક જાતને સામાજીક કરાર–આવી માન્યતા પ્રચલિત થવાથી, પરસ્પર સુખને માટે જ લગ્ન થતાં, અને તેથી બેમાંથી એકને અનુકૂળ આવતાં લગ્ન કેક થઈ શકતું, અને પછી બને જણ ફરીથી મરજીરૂપ લગ્ન કરી શકતાં. તેથી લગ્નમાંથી ગંભીર તત્વ કેવળ જતું રહ્યું અને નજીવા કારણોને લીધે સ્ત્રી પુરૂષ જૂદાં થતાં. આ પ્રમાણે સિસેરેની પત્ની ટેરેન્શિયાને ને દાયજો જેતે હતા તેથી સિસેરેએ એને તજી દીધી. લિવિયા ગર્ભવતી છતાં ઓગસ્ટસે એના ધણીને એને તજી દેવાની ફરજ પાડી હતી, કારણકે પિતાને એની સાથે પરણવું હતું. કેટોએ પિતાની સ્ત્રીને એના બાપની પરવાનગી લઈ પિતાના મિત્ર હેરટેનશિયસ ને આપી દીધી હતી, અને એના મૃત્યુ પછી પાછી પતે એને રાખી હતી. મીસેનાસ વારંવાર પિતાની સ્ત્રી બદલાવતો હતો. સેઝેનિયસ સેફસની સ્ત્રી એને જાણ કર્યા વિના સાર્વજનિક રમત જોવા ગઈ હતી તેથી એણે એને તજી દીધી હતી. પલસ ઈમિલિયસે જ્યારે કાંઈ પણ કારણ જણાવ્યા સિવાય પિતાની સ્ત્રીને તજી દીધી, ત્યારે કેઈએ તેનું કારણ એને પૂછતાં એણે જવાબ આપ્યોઃ મારા જોડા નવા અને સારા બનાવેલા છે, પણ મને તે ક્યાં કઠે છે તેની કોઈને ખબર નથી. પુરૂષો સ્ત્રીઓને તજી દેતા તો સ્ત્રીઓ પણ તેટલી જ ત્વરાથી પુરૂષોને તજી દેતી હતી. સેનિકા આ આફતને જેસથી વખોડી કહેતા કે રેમમાં હવે લ શ્કેદની શરમ રહી નહોતી અને પ્રજાના પ્રતિનિધિઓથી નહિ, પણ ધણીની સંખ્યાથી પિતાની ઉમરની ગણત્રી કરનારી સ્ત્રીઓ પણ થઈ હતી. ખ્રિસ્તિઓ અને વિધર્મીઓ પણ એવી જ ફરિયાદ કરતા હતા. એક સ્ત્રીને ધણી દશમે . હોવાની માર્શિયલ વાત કરે છે. જુવેનલ કહે છે કે એક સ્ત્રીએ પાંચ વરસમાં આઠ ધણી કર્યા હતા. પણ સંત જેરોમને દાખલે સૈથી વિચિત્ર
Page #447
--------------------------------------------------------------------------
________________ 400 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. છે. તે ખાત્રી આપે છે કે રેમમાં તે વખતે એક સ્ત્રી એવી હતી કે તેને તે વખતને ધણી ત્રેવીસમે હતું અને તેના એ ધણુની તે એકવીસમી સ્ત્રી હતી. આવા બનાવે તે બેશક બહુ જ થેડા બનતા હશે. તથાપિ પરણે તર અંદગીનું સ્થાયીપણું બહુ ગંભીર પ્રકારે ઓછું થઈ ગયું હતું એ વાત તે ચોક્કસ છે. પરંતુ કાયદામાં કરેલા ફેરફારથી રેમનું કૌટુંબિક જીવન આવી ભ્રષ્ટ દશાએ પહોંચ્યું હતું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ગણાશે. લેકમત જ્યાં વિશુદ્ધ હોય, ત્યાં લગ્ન કેદની ઘણી છૂટ હોવા છતાં તેનું ગંભીર પરિણામ કદિ ન પણ આવે. સ્ત્રીને ત્યાગ કરવાને ધણીને હક છતાં પ્રજાતંત્રના સમયમાં લોછેદ કવચિત જ કઈ કરતું હતું. લગ્નચોદની છૂટી હોવાને વારંવાર પરણતા કેઈ સારા માણસની નિંદા કરનારા માંથી ઘણુંખરા, જે લ શ્કેદની સખત મનાઈ હેત તે પરણત જ નહિ અને વ્યભિચાર કે અયોગ્ય સંબંધમાં પ્રવૃત્ત થાત. રેમમાં એ વખતે ભ્રષ્ટતાનું જબરું પૂર આવ્યું હતું અને કાયદાની વ્યવસ્થા ગમે તેવી હેત છતાં કૌટુંબિક જીવનમાં એ ભ્રષ્ટતા પેઠા વિના રહેતી નહિ. અતિ ભ્રષ્ટતાના જમાનામાં લશ્કેદની મનાઈથી પરણેતર જીંદગીની વિશુદ્ધિ કયાંઈ નિર્ભય થઈ નથી, અને રેમમાં છેદની ઘણી છૂટ હોવા છતાં સ્ત્રીઓને સદાચાર ત્યાં ઓછો નહતો. અમે આગળના પ્રકરણમાં બતાવ્યું છે તે પ્રમાણે પ્રાચીન જીવનમાં દશ્ય થતા નીતિના મુકાબલા અર્વાચીન સમાજોના મુકાબલા કરતાં ચડી જાય છે અને અર્વાચીન સમયમાં જે પ્રજાઓ ઘણું અજ્ઞાન અને ભ્રષ્ટ હોય છે તેમાં તેજસ્વી અને વીર્યવાન માણસેના સમૂહ આપણે બહુ જ છેડા જોઈએ છીએ. આ વાતને ખુલાસો એમ કહી અમે કર્યો છે કે પ્રાચીન કાળનાં નૈતિક બળમાં દુરાચારને દાબી દેવા કરતા સદાચારને ખીલવવાની વધારે ગ્યતા હતી, તેથી નીતિના અધિકારી જનેને અતિ ઉન્નત બનાવી તેમનું જીવન ઉત્તમ નમુના રૂપ તેઓ બનાવી શકતાં, પરંતુ ભ્રષ્ટની ભ્રષ્ટતા નાબુદ કરવા કે ઓછી કરવા તેઓ અસમર્થ નીવડતાં. બાદશાહી
Page #448
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 401 રેમના સ્ત્રી જીવનમાં આ મુકાબલા આપણને અત્યંત સ્પષ્ટ દેખાય છે. રેમમાં તે વખતે સ્ત્રીઓની નીતિનું એકંદર વલણ અત્યંત હલકું હતું એ નિસંશય છે, અને બેશરમ અનાચાર અનેક પ્રકારે ઉઘાડે છોગ થતો હતો. પરંતુ આવા જમાના કે જેમાં લગ્નની એટલી બધી છૂટ હતી અને ભ્રષ્ટતા એટલી બધી પ્રસરેલી હતી તે જમાનામાં પણ પતિવ્રત્યમાં જવાં મર્દ અને વફાદારીના દાખલા જેટલી વાર બન્યા છે તેટલીવાર કદાચ કઈ પણ જમાનામાં નહિ બન્યા હેય. અર્થાત્ આવા સમયમાં પણ નમુનારૂપ સ્ત્રીઓના અનેક દાખલા મળી આવે છે. એક તરફ લગભગ નિરકુશ વિહારની સાતિશયતા ઘુમતી હતી, તે બીજી તરફ આચરણની અત્યંત સાદાઈ પણ જોવામાં આવતી હતી. ઓગસ્ટસ પિતાની પુત્રીઓ અને પૈત્રીઓની પાસે કંતાવ અને વર્ણવતું હતું, અને તેની સ્ત્રી અને તેની બહેનનાં વણેલાં કપડાં તે પહેરતે હતે. ઘર કામમાં ચતુર અને કુશળ કૌટુંબિક ખરચ ખુટણમાં કરકસરવાળી, બુદ્ધિમાં કેળવાએલી, સ્ત્રી–સંદર્યના મનેહારિત્વથી ભૂષિત, અને પિતાના સ્વામીનું દરેક રીતે તનમનથી શુભ વાંછતી અને શુદ્ધ પ્રેમથી સંપૂર્ણ વફાદાર, એવી અનેક સ્ત્રીઓના દાખલા તે વખતના ઇતિહાસમાંથી મળી આવે છે. પિંપીની ચતુર અને ભક્તિમાન પત્ની કેરનેલિયા, સેનિકાની મિત્ર માસના અને માતા હેલવિયા, એવી જ સ્ત્રીઓ હતી. વળી ઉત્તર ઈટાલીનાં શહેરો જમાનાની ભ્રષ્ટતામાંથી ઘણે અશે મુક્ત રહ્યાં હતાં, અને પાપુઆ અને એશિયા તે ખાસ કરીને પિતાની સ્ત્રીઓના સદાચારને માટે મશહુર હતાં. વિષયાસક્તિના આવા હડહડતા સમયમાં પણ, મેલેનિયા નામની એક કુલીન સ્ત્રીએ ટાઈબિરિયસની દુષ્ટ વાસનાને અધીન થવા કરતાં પિતાની છાતીમાં ખંજર ઘેચી ઘાલવાનું વધારે વાજબી ગયું હતું. જે સમયમાં લગ્નને ગમે ત્યારે કેક કરવાની પરવાનગી કાયદો આપતા હતા તે જ સમયમાં રામની સ્ત્રીઓની દઢતા અને વફાદારીના ઉંચા દાખલા ઈતિહાસમાં પ્રસિદ્ધ થયા છે, અને તે દાખલાઓ આટલા બધા જમાનાથી આખી આલમમાં ઘરગતુ થઇ પડયા છે. રિશીઆની કમળતા અને શૈર્યને દાખલ વાંચી કેના
Page #449
--------------------------------------------------------------------------
________________ 402 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ હૃદયમાં ઉચ્ચ આવિર્ભાવ ઉપજ્યા નથી ? જ્યારે પિતાના સ્વામીનું મુખ ચિંતાના વાદળાથી છવાઈ ગએલું એણે જોયું ત્યારે તેમાં ભાગ લેવાને પિતાને હક એણે માગ્યો. પરંતુ પિતાના સ્વામીનું ગુપ્ત સાહસ જાળવી રાખવાની પિતાનામાં શક્તિ અને હિંમત છે કે નહિ ? તે જાણવા પ્રથમ પિતાની જગમાં ખંજરને જખમ એણે કર્યો; અને જ્યારે પિતાની ખાત્રી થઈ ત્યારે જ સ્વામીને એ ગુપ્ત સાહસ પિતાને કહેવાની એણે માગણી કરી. અને જ્યારે પિતાના સ્વામીથી છેવટને માટે વિખુટી પડતાં હેકટર અને એંડ્રોમાકીના છેવટના મેળાપના ચિત્ર ઉપર તેની નજર પડી. ત્યારે તેનું કુલીન હૃદય ભરાઈ આવ્યું. પણ પિતાના સ્વામીની હાજરીમાં એણે આ એક જ વખત નિર્બળતા બતાવી હતી. આ બધી વાતથી હવે કોણ અજાણ્યું છે ? સૈનિકાની પત્ની પોલિનાએ પિતાની નસ ખોલી નાખીને પિતાના પતિની પછવાડે મરી જવાને આગ્રહ આદર્યો હતો, પણ તેનાં માણસોએ ઘણું લેહી વહી ગયા પછી નસ બંધ કરી લીધી અને તેને જીવવાની ફરજ પાડી હતી. પીટસની સ્ત્રી એરિયાને દાખલે તે હૃદયવેધક છે. તે પોતાની જંદગીને અંત આણવો એવી પીટસને સજા થઈ હતી. તેથી એરિયા તેની પહેલાં મરવા તૈયાર થઈ. તેના જમાઈએ તેને સમજાવવા માંડી અને પૂછયું કે તેની દીકરી પિતાના પતિની પછવાડે એમ મરે એ વાત એને ગમશે? એરિયાએ જવાબ વાળ્યો કે પીટસની સાથે જેવા સુખથી લાંબે વખત એ રહી હતી તેવું સુખ એની દીકરીને જે મળ્યું હોય તે તેણે એમ મરવું જ જોઈએ. બીજા મિત્રોએ એને બહુ સમજાવવા માંડી, અને તેની સહી. સલામતીની બાબતમાં બારીક દેખરેખ તેઓ રાખવા લાગ્યા, ત્યારે દીવાલની સાથે પોતાનું માથું એવા છે જેથી એણે અફાળ્યું કે તેથી એ બેશુદ્ધ થઈ ગઈ. શુદ્ધિમાં આવતાં એણે કહ્યું: “સારી રીતે મને મરવા નહિ ઘો તે આવી રીતે હું મરીશ.પછી પિતાને મારી નાખવાનું એણે પિતાના સ્વામી પીટસને કહ્યું, અને પતિના હાથમાં ખંજર આપ્યું. પણ પત્નીને મારતાં પતિના હૃદયમાં ભાંજગડ થવા લાગી, પરંતુ એરિયાએ તેના હાથમાંથી ખંજર લઈ પિતાની છાતીમાં ચી ઘાલ્યું અને પાછું ખેચી પિતાના
Page #450
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 403 સ્વામીને પાછું આપતાં મરતાં મરતાં તે બોલીઃ “મારા વહાલા, એનાથી દુ:ખ નથી થતું.” શરૂઆતના સીઝર રાજાઓ અને ડોમિશિયનના સમયમાં રોમની ઘણી સ્ત્રીઓ આવી વફાદારી બતાવતી. દેશનિકાલના વિચારથી રમવાસીઓની કલ્પના થરથરી જતી, પરંતુ દેશનિકાલમાં પણ રોમની ઘણું કુલીન સ્ત્રીઓ પિતાની રાજીખુશીથી સ્વામીની સાથે જતી; અને કેટલીક તે. એના મૃત્યુ પછી જીવવાની પણ ના પાડતી. ઉપર કહેલી એરિયાની દીકરી કે જેનું નામ પણ એરિયા હતું તે તેના સ્વામી શીઆની પરાક્રમી જીંદગીની વફાદાર સાથી રહી હતી અને જ્યારે એનો સ્વામી મૃત્યુ પામે ત્યારે પિતાની દીકરીઓને ઉછેરવાની ખાતર જીવવા માંડ માંડ એને સમજાવી હતી. એની દીકરી પણ પિતાના સ્વામી હેલૂિડિયસની સાથે બે વાર દેશનિકાલમાં સાથે ગઈ હતી, અને સ્વામીના મૃત્યુ પછી તેનો બચાવ કરવા માટે ફરી પાછી પિતે દેશનિકાલ પામી હતી. આમ સ્વામી દેશનિકાલ થતે તે સ્ત્રીઓ તેની સાથે જતી, અને તેના દુઃખમાં ભાગ લઈ તેને દીલાશે દેતી. અને આવા દાખલા અનેક બનતા. સામ્રાજ્ય સમયના આખર ભાગમાં સ્ત્રીઓની ભ્રષ્ટતા દાબી દેવા માટે કાયદા થવા લાગ્યા હતા. ડોમિશિયને સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુન સામે આગળ થએલો કાયદે અમલમાં મૂકવા માંડ્યો હતો. વેસ્પેશિયને પિતાના દરબારનો ખરચ કમી કર્યો હતો. જે માણસે વ્યભિચાર કરે તેમને સાથે બાંધી મેક્રીનસ બાળી મુકાવતે. સ્ત્રી અને પુરૂષો સાથે હતાં તે રિવાજને હેફિયને ગુનારૂપ ઠરાવ્યું હતું, પણ કેન્સેન્ટાઈનના સમયમાં જ તે નાબુદ થયો હતો. આ અને એવા બીજા દુરાચારની અત્યંત ભ્રષ્ટતા એન્ટોનાઇન રાજાઓ ગાદીએ આવ્યા પછી ઘણું કરીને બહુ ઓછી થઈ ગઈ હતી: પરંતુ જ્યારે ખ્રિસ્તિ ધર્મ બળવાન થયો, રાજધાની ઇસ્તંબુલમાં ગઈ, અને જંગલીઓની છતથી લેકે નિર્ધન થઈ ગયા, ત્યારે જ આ ભ્રષ્ટતાની દુર્દશાને કાંઈક અંત આવ્યો.
Page #451
--------------------------------------------------------------------------
________________ 404 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પરંતુ નીતિશાસ્ત્રવેત્તાઓએ કેટલાંક અગત્યનાં પગલાં આગળ ભયો હતાં. પ્રાથમિક સમયમાં એમ મનાતું હતું કે પિતાના સ્વામીને વફાદાર રહેવાની સ્ત્રીની ફરજ છે, પણ પુરૂષને તે બંધન નથી અથત વ્યભિચારનો ગુને સ્ત્રીઓને જ શક્ય છે, પુરૂષને નહિ. પરંતુ હવે, વિશેષ નહિ તે સિદ્ધાંતમાં તે એમ મનાવા લાગ્યું હતું કે પિતા પ્રત્યે પતિની વફાદારી માગવાને સ્ત્રીને પણ હક છે. પુરૂષને અત્યંત છૂટ હોવાથી ગ્રીક લેકેમાં વખતે સ્ત્રીઓની લાગણીઓ અત્યંત ઉશ્કેરાઈ જતી હતી એ વાત મીડીઆ વિગેરેની કથાથી જણાય છે. પરંતુ એન્ડમાકીને માટે એમ કહેવાય છે કે પિતાના સ્વામી પ્રત્યે પોતાને પ્રેમ ઘણે ઉચે છે એમ દર્શાવવા હેકટરના અનૌરસ બાળકની સંભાળ કેમ જાણે એ પિતાનાં સંતાન હોય તેમ એ લેતી હતી. રેમના પ્રાથમિક સમયમાં પણ પતિઓને માથે એ બધા સાવ ન હોય એમ નથી જણાતું, પણ એ બંધન કવચિત જ અમલમાં આવતું અને સ્ત્રીઓને માથે મૂકેલા બંધન જેવું તો એ નહોતું જ. સ્ત્રીઓના દેવ પ્રત્યે જ વ્યભિચાર શબ્દનો અર્થ અને તેની સજા લાગુ પાડવામાં આવતાં. રેમની ત્રિીઓ પતિની આ બાબતમાં ગેરવર્તણુક પ્રત્યે બહુ ઉદાર બુદ્ધિથી વરતતી હતી. સિપિઓની વફાદાર પત્ની રશિયા ઈમિલિયાને દાખલ હૃદય-ભેદક છે. પિતાને પતિ સિપિયો પિતાની એક ગુલામડીથી મોહિત થયો છે એ વાતની એને ખબર પડી, પણ આ દુ:ખ પોતાના મનમાં જ સમજી એણે સહન કરી લીધું પરંતુ જ્યારે સિપિ મરી ગયો ત્યારે એ ગુલામડીને એણે સ્વતંત્ર કરી, કારણ કે જે સ્ત્રી ઉપર પિતાના સ્વામીનો પ્રેમ હતો તે ગુલામગીરીમાં રહે એ વાત તેનાંથી સહન થઈ શકી નહિ. પિતા પ્રત્યે પત્નીની વફાદારીની જેવી આશા પતિએ રાખે છે તેવી જ વફાદારી પિતે પણ પત્નીઓ પ્રત્યે રાખવાની પતિઓની ફરજ છે એમ એરિસ્ટોટલ સ્પષ્ટ કહેતે, અને પાછળથી લુટાર્ડ અને સેનિકા બને પ્રબલ અને સ્પષ્ટ શબ્દોમાં એ ફરજ પાળવાનું કહેતા હતા. તેમના જીવનમાં આ સિદ્ધાંતને સ્વીકાર કેટલે અંશે થયો હતો તે અસ્પિયનના કાયદામાં એક સુત્ર તરીકે તેના સ્વીકારથી જણાઈ આવે છે. જે પતિ વફાદાર ન ય .
Page #452
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 405 પત્નીની બેવફાઈ બાબત એ ફરિયાદ કરે છે તે ગેરવાજબી છે એ એક વખત ન્યાયની કચેરીએ પણું ઠરાવ કર્યો હતે. વળી એક બીજો ફેરફાર સામ્રાજ્યના પાછલા સમયમાં ઝાંખો ઝાંખો પણું દૃષ્ટિગોચર થતા હતા. લેકેની માન્યતાનું એવું વલણ થવા લાગ્યું હતું કે કોઈ પણ જાતના લાભ ગેરલાભ ઉપર દષ્ટિ રાખ્યા વિના પવિત્રતાની ખાતર શરીરની પવિત્રતા સાચવવી એ દરેક માણસની ફરજ છે. નવિન પ્લેટ મતના અને પિથાગોરીયન તત્ત્વજ્ઞાનના પ્રચારને લીધે આ પરિણામ આવવા લાગ્યું હતું. આ મતમાં શરીર અને તેના સઘળા વિકારો જાતે જ ખરાબ મનાતા હતા અને તેથી તેમની ભ્રષ્ટતાથી દૂર રહી વિશુદ્ધ રહેવું એ સદાચાર છે એમ તે મત કહેતા હતા. આનું અતિ અગત્યનું એક પરિણામ એ આવ્યું કે પરણ્યા પહેલાંની સ્ત્રી કે પુરૂષની અનીતિ પણ નિંદ્ય ગણવા લાગી. પ્રથમ એ વાતને, અને વિશેષ કરીને પુરૂષની એવી અનીતિને લેક મત નિઘ ગણાતે નહિ, અને કદિ નિંદ્ય ગણતા તે એટલે થોડે કે તેની વાસ્તવિક અસર કાંઈ થતી નહિ. મોટે કે તે એવી અનીતિનું વાજબી પણું પણ સ્પષ્ટ રીતે કહે. સિસેરે કહેતા કે " જે કઈ એમ ધારતું હોય કે યુવાન પુરૂષે વેશ્યાના ફંદથી કેવળ અલગ રહેવું જોઈએ તે તેને તે વિચાર ઘણે સખત છે. તેના મુદ્દાની ના પાડવા હું તૈયાર નથી, પણ આપણું જમાનામાં જેવી છૂટ છે તેનાથી તેનું કહેવું જૂદું થાય છે એટલું જ નહિ પણ આપણા બાપદાદાના રિવાજ અને છૂટથી પણ તે જુદો પડે છે. ખરેખર આ વાત ક્યારે નહોતી બનતી? અને ક્યારે એ વાત નિંદ્ય ગણાતી હતી ? જ્યારે તેની છૂટ નહતી ? જે અત્યારે કાયદેસર છે તે ક્યારે કાયદેસર નહોતું ?" અર્થાત, લેકની વૃત્તિઓ તે કાળે કેવી હતી અને ખ્રિસ્તિ ધર્મ, વિશેષ નહિ તે છેવટે લોકેના વિચારમાં જ કેવા મોટા ફેરફાર કરી નાંખ્યા હતા તે આ ઉપરથી સહજ જણાઈ આવશે. એપિકટેટસ કે જે બીજી ઘણી ખરી બાબતે વિષે અત્યંત સખ્ત આઈક મતને હતો તે પણ પિતાના વિષયોને પરણ્યા પહેલાં એવા સંબંધ બાંધવાથી અલગ રહેવાની અથવા છેવટે જે એવા સંબંધ વ્યભિચારી કે ગેરકાયદેસર ગણાય
Page #453
--------------------------------------------------------------------------
________________ 401 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. એવા હોય તેથી દૂર રહેવાની શિખામણ આપે છે, પણ તે સિવાય એવી અનીતિ કરવાવાળાને તે ઠપકે આપતા નથી. દુરાચારની સામે કાયદા કરવા એલેકઝાંડર સેવેરસ ઘણે ઉત્સાહી હતા. તથાપિ જ્યારે પ્રાંતના હાકેમની નિમણુંક એ કરતો ત્યારે સાથે ઘોડા અને નેકરે આપતો અને સાથે એક રખાત પણ મોકલતે કે જેથી કરીને વ્યભિચારને ગુને એ ન કરે. રેમન લોકેાની આ બાબતમાં કેવી લાગણી હતી તે આ વાતથી પણ જણાઈ આવે છે. આ લેક લાગણીની વિરૂદ્ધ વિધર્મીઓના લેખમાં ઝાઝું લખેલું જોવામાં આવતું નથી, તથાપિ તેની સામે વલણ થતું આવતું હતું એ વાત પણ લક્ષમાં લેવા જેવી છે. મ્યુસનિયસરૂફસ સ્પષ્ટ રીતે અને ભાર દઈને કહે કે લગ્ન સિવાય એવા અન્ય સંબંધ આદરણીય નથી. ડાયન ક્રિઓસટમ કહે કે વેશ્યાના ધંધાને કાયદાથી દાબી દેવો જોઈએ. ખુદ લગ્નમાં પણ કાંઈક પાપ છે એવા તપોવૃત્તિના વિચારની પણ સહેજસાજ ઝાંખી થતી હતી. તેથી ટયાનાને એપલેનિયસ કુંવારી જીંદગી ગુજારતો હતો. વારસ ઉપજાવવાની આવશ્યકતા ઉપરાંત પિતાના સ્વામીની સાથે રહેવાની ઝેનેબિયા ના પાડતી. ઘણા ખ્રિસ્તિ સતેની માફક હિશિયા પણ પરણેલી છતાં પિતાનું બ્રહ્મચર્ય સાચવી રહી હતી એમ કહેવાય છે. દેહના વિકારને વશ નહિ થતાં શરીરની વિશુદ્ધ સાચવી રાખવાની ફરજ છે એવી માન્યતા ત્રીજા સૈકામાં ઘણી પ્રબળતા પામી હતી. મારકસ ઓરેલિયસ અને લિયન બને આ બાબતના ઉત્તમ દષ્ટાંત હતાં. દરેકની સ્ત્રી ગુજરી જતાં દરેકે પિતાનો આ સદાચાર બહુ સરસ રીતે સાચવી રાખ્યો હતો. પરંતુ દરેકના આ સદાચારના સ્વરૂપમાં મેટ ફેર હતે. ઘરમાં છોકરાઓને સાવકી મા ન લાવવી એવા ઇરાદાથી મારકસ ઓરેલિયસ ફરી પર નહિ પણ એણે રખાત રાખી. જ્યુલિયને સંપૂર્ણ વિશુદ્ધિ સાચવી રાખી હતી. ઉપરની હકીકતથી રોમન લેકાના નીતિ-વિચાર અને તેમનું વલણ જણાઈ આવે છે. નૈતિક ભાવનાને બરાબર તારીખવાર ઈતિહાસ આપવો અશક્ય છે. પરંતુ રોમન સામ્રાજ્યના પાછલા સમયમાં નૈતિક પત્ય અગાઉ
Page #454
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી.. 407 ના કરતાં વધારે બારીક અને સુઘડ થતા જતા હતા એ બાબતમાં કાંઈ સંશયથી, અને ઈક મતને અંત જે પિય ફિલસુફીએ આપ્યો હતો તે ફિલસુફીથી આ પરિવર્તન ઉત્તેજીત થયું હતું એ પણ નિર્વિવાદ છે. આ નવા લેક વલણને ખ્રિસ્તિ ધર્મ એકદમ ઝડપી લીધું; અને આ વિશુદ્ધિને સદાચારમાં અગત્યનું સ્થાન આપી તે ફેલાવવાને બને તેટલે પ્રયાસ પિતાનાં વિશાળ સાધન વડે તે કરવા લાગે. કાયદાના બંધારણમાં પ્રથમના ખ્રિસ્તિ શહેનશાહોને અતિ ઉત્કટ ઉત્સાહ ઘણે દેખાઈ આવે છે. ભડવાઓના ગળામાં ઉકાળેલું સીસું રેડવું એવી સજાને કાયદો થયો. બળાત્કાર સંભોગમાં પુરૂષને મૃત્યુની સજા થતી, અને સ્ત્રીની કબુલતથી થતાં સ્ત્રીને પણ વધ થતું. રંગભૂમિ ઉપરની ખેલાડી સ્ત્રીઓને ખ્રિસ્તિ ધર્મની જળ માર્જન ક્રિયા કર્યા પછી તે ધંધે કે જેમાં ગુલામગીરી અને ભ્રષ્ટતા જ હતાં તે ધંધે છોડી દેવાની પરવાનગી મળતી; ઇત્યાદિ ઘણું કાયદા થયા. સાથે સાથે ધાર્મિક સજાના બંધારણની રચના પણ થતી આવતી હતી. ધર્મ સંસ્થાના બંધારણમાં પતિવ્રત્ય-ભંગના પાપ બહુ મોટી જગા રેકે છે. સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુન કરનારને અને જે માતા પિતાની દીકરીને વારાંગના બનાવે તેને પ્રભુ ભોજનમાંથી કાયમને માટે બાહિષ્કાર થ; અને નાના નાના અનેક દેશોને સખત સજા થતી. વળી તપવૃત્તિ પ્રત્યે લેકને ઉત્કટ ભાવ ઉપજતાં નીતિની આ શાખાને ઘણું પ્રોત્સાહન મળ્યું, અને ઘણી સંત સ્ત્રીઓની કુંવારી જીંદગીનું ધર્મ વીરત્વ લેકેની કલ્પનાને ઘણું મેહક થવા લાગ્યું. ખ્રિસ્તિ ધર્મ ધર્મ વીરત્વ બતાવનારી અનેક સ્ત્રીઓ ઉપજાવી છે. બ્લેન્ડિના નામની એક ગરીબ ચાકરડીએ બ્રિાસ્ત ધર્મને માટે અનેક શારીરિક દુઃખ સહન કરી અંત લાયન્સમાં પિતાની જાતને પણ ભેગ આપ્યો હતો. અને આવી સ્થિતિમાં પણ તેઓ પિતાના આચરણમાં લજજા અને મર્યાદશીલતા સાચવવાનો આગ્રહ રાખતી. પરપેચુઆ નામની સંત સ્ત્રીને જંગલી સાંઢથી ફડાવી મારી નાંખવાની સજા થઈ. જ્યારે સાંઢના શીંગડાથી ચીરાઈ મેદાનની રેતી ઉપર અધમુઈ અવસ્થામાં એ પડી ગઈ ત્યારે મૃત્યુના મની એવી ભયંકર દશામાં પણ તેની કૌમાર મર્યાદ શીલતા
Page #455
--------------------------------------------------------------------------
________________ 408 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બહાર તરી આવી અને પિતાને ચીરાઈ ગએલે પિશાક તે સમો કરવા લાગી. આમ મરતી વખતે પણ સ્ત્રીઓ મર્યાદશીલ રહેવાનો પ્રયાસ કરતી. અનેક આકર્ષક સંતકથાઓ પણ ઉભી થવા લાગી હતી, અને તેમાંથી ઘણીખરીમાં છે કે ખરેખરી ઉત્તમતા બહુ જોવામાં આવતી નથી, તથાપિ લેકની લાગણી કેવા જેસથી તે વખતે એ દિશામાં વહેતી હતી તેનું ભાન એથી થઈ આવે છે. વળી ખ્રિસ્તિ ધર્મ મેહના વિકારને કટ્ટો વેરી હતે એ વાત પણ એમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. સંત જેરેમ એક નહિ મનાય એવી વાતનું વર્ણન કરે છે. ડાયોકલશયનના ધર્મ ત્રાસના સમયમાં એક યુવાન ખ્રિસ્તિને રેશમની ફીતથી બાંધી સુંદર બગીચાની વચમાં રાખે. આંખ અને કાનને મેહ ઉપજાવે એવી દરેક વસ્તુ તેની સામે હાવભાવ કરતી ઉભી હતી, પણ તે યુવાને પિતાની જીભ કરડી તે વારાંગના ઉપર એ થુંકવા લાગ્યો અને પિતાનું રક્ષણ કર્યું. ન્યાસાના સંત ગ્રેગરીની બેનનું સ્તન પાક્યું, પણ સરજન તે જુએ એ વિચાર તે સહન કરી શકી નહિ પરંતુ તેની લજજા શીલતાને બદલે તેને મળે, કારણ કે તેને ચમત્કારીક આરામ થઈ ગયે. વાર્તામાં કહેલા સેંદર્યના કટિબંધની સામે ખ્રિસ્તિ સંતો બ્રહ્મચર્યના પિતાના કટિબંધે આગળ ધરતા, અને આ કટિબંધો પહેરતા. પહેરનારને વિકાર શાંત થઈ જતે અથવા શુદ્ધ હોય તે જ પહેરી શકતા. વળી દુરાચારીના ખોળીઆમાં પિશાચ પેઠે હોય છે એમ પણ મનાતું. એક છોકરીને ભૂત આવતું હતું, તેને પિશાક એક સંત પાસે લઈ જતાં તેમાંથી સંતે શેધી કાઢયું કે એ છોકરીને એક પ્રેમી હતે. એક વારાંગનાએ કઈ એક સંત ઉપર એવું તેમત મૂક્યું હતું કે તે એને પ્રેમી હતા અને વચન આપેલા પૈસા એને આપતિ નહે. તેથી તે સતે એણે માગેલા પૈસા એને આપ્યા, પણ તુરત જ તેના શરીરમાં ભૂત પેસી ગયું. વારાંગનાઓને તેમના દુરાચારના માર્ગમાંથી વાળવા સંત પ્રયાસ કરતા અને તેની પણ અનેક કથા કહેવાય છે. સંત મેરી માડેલેન, ઈજીપ્તની સંત મેરી, સંતકા, સંત પેલેજીયા, સંત થેસ, સંત થિયોડેટા ઈત્યાદિ ઘણી સંત સ્ત્રીઓ પ્રથમ વારાંગનાઓ જ હતી. એવું કહેવાય છે કે સંત વિટલિયમ
Page #456
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. , - 40 પાડોશના દુરાચારના અખાડામાં રોજ રાત્રીએ જતે; તે રાત્રીએ દુરાચારમાંથી મુક્ત રહેવા તેમને એ પૈસા આપતે, અને તેઓ સુધરે એવી પ્રભુને પ્રાર્થના કરતે. એવું કહેવાય છે કે સંત સિરેવિયન એક વખત મિસરના ગામડામાંથી જતો હતો તેવામાં એક વારાંગનાએ તેને ઈસાર કરી બોલાવ્યો. સંત ત્યાં અમુક વખતે ગમે, પણ જતાં વેંત ઘૂંટણીએ પડી તે તે પ્રાર્થના કરવા લાગ્યો અને “ઈશ્વર તે વારાંગનાને એવા દુરાચારમાંથી બચાવે” એવા ઉદ્દગાર અંતઃકરણમાંથી કાઢવા લાગે. પેલી તે એ બધું જોઈ જ રહી અને ઉભી જ થઈ રહી. એમ કરતાં સવાર પડવા આવી. પણ વેશ્યા અંતે બદલાઈ સાધ્વી થઈ ગઈ; અને ડુસકાં ખાતી ખાતી પિતાના પાપનું પ્રાયશ્ચિત કરે એવા કોઈ પણ સ્થળે એને લઈ જવાનું સંતને એ કહેવા લાગી. બ્રહ્મચર્યનું પાલન ઘણું અગત્યનું છે એ વાત મનુષ્યનાં મન ઉપર કસાવવાના સંતોના આગ્રહથી સમાજની સેવા ઘણી થઈ છે, પણ સાથે એક બીજું મોટું નુકસાન પણ એમણે સમાજને કર્યું છે. જન્મવું અને મરવું એ માણસને માથે કુદરતી કાયદો છે અને તે અનિવાર્ય છે. વનસ્પતિસૃષ્ટિમાં પણ એ કાયદો પ્રવર્તમાન છે. અને લગ્નમાં ભ્રષ્ટાચાર સમજી કોઈ લગ્ન ન કરે તે દુનિયાને અંત થડા જ કાળમાં આવી જાય. તપવૃત્તિ લગ્નને આદમના પતનનું પરિણામ જ લેખે છે, અને તેથી લગ્ન સંસ્થાની તે હલકામાં હલકી ગણના કરે છે, કામળ પ્રેમ તેમાંથી ઉપજ આવે છે, પવિત્ર અને સુંદર કૌટુંબિક ગુણે તેને પગલે પગલે ચાલ્યા આવે છે, આ બધી વાતોની ગણના લગભગ તે કરતી જ નથી. તપધારીને ઉદ્દેશ લોકેને કુંવારી જીદગી પ્રત્યે આકર્ષવાને હતા, અને તેનું આવશ્યક પરિણામ એ આવ્યું કે લગ્નાવસ્થાને લેકે હલકી ગણવા લાગ્યા. પ્રજાની ઉત્પત્તિ માટે તેની જરૂર છે અને તેથી તે આવશ્યક છે અને વળી તેથી માણસો મોટા દોષ કરતાં અટકે છે એ બધી વાતને સ્વીકાર હ; છતાં તે અવસ્થા આખરે હલકી તે ખરી જે એવી માન્યતા હતી. તેથી ગૃહસ્થાશ્રમ પ્રત્યે નો અભાવ ઉપજાવવાનું તેમાં વલણ છે. જેણે ખરેખરી
Page #457
--------------------------------------------------------------------------
________________ 410 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તેણે તે કુંવારા રહેવું એ એનો ઉપદેશ છે. તેથી સ્ત્રી કે પુરૂષમાં તપવૃત્તિની ઈચ્છા પ્રબળ થઈ એટલે તેમના ગૃહ સ્થાશ્રમને તે રામરામ. લગ્નના લાકડાને કુંવારાપણાના મુવાડાથી કાપી નાખવું " એ સંત જેરોમની જીંદગીને ઉદ્દેશ જ હતું, અને લગ્નથી કુમારિકાઓ નીપજી શકે છે એટલું જ તેમાં સારું છે, એમ તે કહેતો હતો. પરણ્યા પછી પણ તપવૃત્તિની પ્રબળતાનું વિષ ચાલુ રહેતું. કૌટુંબિક જીવનના બીજા સંબંધોમાં આથી કેટલી કડવાશ આવતી તે આપણે આગળ જોયું છે. પરંતુ સ્ત્રી પુરૂષના સંબંધમાં તે તેથી દશગણું કડવાશ વધી પડતી. બેમાંથી એક તપેવૃત્તિ તરફ વળતાં તેઓ છૂટા પડતાં, અગર એક છાપરા નીચે રહેવા છતાં એક બીજાથી અલગ રહી અકુદરતી જીવન ગાળતાં. ખ્રિસ્તિ વૃદ્ધોનાં લખાણમાં અનેક સંત જીવનની કથામાં આવા દાખલા અનેક છે. સંત નાઈલસ પર, બે છોકરાં થયાં, અને પછી રોતી કળકળતી પિતાની બાઈડીને સમજાવી તેની કબુલત મેળવી એ તપધારી થઈ ગયો. સંત એમેન પરણ્યાની પહેલી રાત્રીએ જ બાઈડીને ઉપદેશવા લાગ્યો કે લગ્નમાં તે પાપ છે. અને તુરત જ બને છૂટા પડી ગયાં. સંત મેલેનિયાએ ઘણે લાંબે વખત પિતાના ધણીને આજીજી કરી પિતાને અલગ રાખવાની કબુલત મેળવી હતી. લગ્નની રાત્રીએ જ સંત એબ્રાહમ પિતાની સ્ત્રીને છોડીને નાસી ગયો હતે. સંત એલેક્ષિસે પણ એમ જ કર્યું હતું એમ કહેવાય છે. પણ ઘણું વર્ષ પછી જેરૂસેલેમથી પિતાના પિતાને ઘેર એ આવ્યો; અહીં એની સ્ત્રી હજી એના ત્યાગને શોચ કરતી હતી: પણ આ સંતે અજાણ્યા માણસ તરીકે ઘરમાં રહેવાની ભીખ માગી જીવતાં સુધી અજાણે તે ઘરમાં એ રહ્યો હતો. પિતાનાં લગ્ન થઈ ગયાને લીધે પિતાને અભાગીઓ માનતા ન્યાસાના સંત ગ્રેગરીએ કુંવારાપણની ખુબ પ્રશંસા કરી છે અને તે અમૂલ્ય લાભ તેને મળી શકે નહિ તેને માટે ઘણે શોચ એણે કર્યો છે. એ કહેતા કે પિતાની મહેનતનું ફળ પિતે જ કદિ પણ નહિ જોગવવાને સર્જિત થએલા જેવી અથવા ખેતરમાં હળમાં જુતેલા બળદ જેવી, અથવા તળાવને કાંઠે ઉભેલે છતાં તેનું પાણી નહિ પીવાને સરજાએલા
Page #458
--------------------------------------------------------------------------
________________ - - - - - ' સ્ત્રીઓની પદવી. 411 તરસ્યા જેવી; અથવા પિતાના પાડોશીની દોલતને વિચાર કરતા ગરીબ માણસ જેવી, તેની દશા હતી; અને પરણેતર છદગીના દુખ અને કંટાળાનું તીવ્ર ચિત્ર એ આપે છે. જેમાં સ્ત્રી પુરૂષો પરણ્યા છતાં એક બીજાથી અલગ રહેવાનું કબુલ કરતાં એવાં માત્ર નામનાં જ લગ્ન પણ થોડાં થતાં નહિ. શહેનશાહ હેત્રી બીજે, ઈગ્લાંડને એડવર્ડ ધી કનફેસર, સ્પેનને આલફેન્સો બીજે, ઇત્યાદિ એ વાતનાં દૃષ્ટાંત છે. ઈનચુરિઓસિસ નામને ગલને એક તાલેવંત યુવાન એક યુવાન કુમારિકા ઉપર અત્યંત પ્રેમબદ્ધ હતો અને તેને પરણી ઘેર લાવ્યું. તે જ રાત્રીએ આંખમાં આંસુ લાવી નવલ વધુએ કબુલ કરી દીધું કે એણે તે કુમારિકા-ત્રત ગ્રહણ કર્યું હતું અને તેના પ્રેમની ખાતર આ લગ્ન કરવામાં એ દોરવાઈ હતી તે બાબત હવે એને ઘણો પસ્તાવો થતો હતો. પતિએ કહ્યું કે પરણ્યા છતાં એ વ્રત એણે પાળવું; અને તેઓ ભેગાં રહ્યાં, પણ પત્નિએ પિતાનું વ્રત છેવટ પર્યત અભંગ રાખ્યું. ઘણા વર્ષ ઘછી જ્યારે એ બાઈ ગુજરી ગઈ ત્યારે પતિએ તેને દાટતાં દાટતાં કહ્યું કે જે પવિત્ર સ્થિતિમાં એ એને મળી હતી તેની તે જ પવિત્ર સ્થિતિમાં ઈશ્વરને એ પાછી સોંપી દે છે. આ સાંભળી મૃત પત્નીના મોં ઉપર સ્મિત ફરક્યું અને તેણે કહ્યું: “જે બાબત વિષે તમને કઈ પૂછતું નથી એ વાત તમે શા માટે બોલે છે ? " થેડા જ વખત પછી તે પતિ પણ મરણ પામે અને જ્યારે એના મૃતદેહને તે જ કબરમાં પણ જૂદો દાટવામાં આવ્યું ત્યારે ફિરસ્તાએ આવી બન્નેને સાથે મૂકી દીધાં. આવા ઉપદેશનું પરિણામ એ આવ્યું કે કૌટુંબિક જીવનમાં ઘણું ગેરવ્યવસ્થા પેઠી અને નાસ્તિક વર્ગ ઘણે સ્વછંદી થવા લાગે. તેથી સ્વાભાવિક રીતે જ ધર્મ-સંસ્થાના વધારે ડાહ્યા આગેવાને ભયભીત થવા લાગ્યા; એટલે એ આદેશ થયો કે પરણેલાં મનુષ્યોએ એક બીજાની પરવાનગી લીધા વિના તપધારી જીવનમાં પ્રવેશ કરે નહિ, તેમ છતાં તપોવૃત્તિના દાષ્ટબિંદુમાં કાંઈ ફેર પડ્યો નહિ. પરણવું જ નહિ, અને પરણવું તે એક બીજાથી કેવળ અલગ રહેવું એ વાત પવિત્રતાની સાબીતિ ગણવા લાગી, અને લગ્નમાં પણ હલકાઈ અને ભ્રષ્ટતા ગણાવા લાગી.
Page #459
--------------------------------------------------------------------------
________________ ૪૧ર યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસઆ અપવિત્રતાએ ઘણું રૂપ લીધાં અને કેટલાક સૈકાઓ પર્યત ધર્મસંસ્થા ઉપર એની ઘણું અસર થઈ. આ પ્રમાણે મધ્ય કાળમાં, પ્રભુભોજનના માનમાં ક્રિયા થયા પછીની રાત્રીએ સ્ત્રી પુરૂષે અલગ રહેવાને રિવાજ હતે. જે આગલી રાત્રીએ સ્ત્રી પુરૂષ અલગ રહ્યાં ન હોય તો ધર્મના કેઈ મહાન મહોત્સવમાં તેમણે ભાગ ન લે એ સ્પષ્ટ આદેશ હતો. મહાન સંત ગ્રેગરી કહે છે કે એક યુવાન સ્ત્રીએ આ શરત પરિપૂર્ણ કરી નહોતી છતાં સંત સેબાસ્ટિયનના વરઘોડામાં ભાગ લીધો હતો તેથી તેને પિશાચ વળગે હતેઆવી ભૂલનું જે પાપ કરે તેને માટે નરકમાં પણ ખાસ દુઃખની જગા નિર્માણ કરી હોય છે એમ આલબેરિકની દિવ્ય-દષ્ટિમાં પણ વર્ણવ્યું છે. અર્થાત એ વખતે આ બાબતમાં વિચાર કે હતો તે આ સઘળાથી જણાઈ આવે છે. લગ્ન પ્રત્યે આવી દષ્ટિ થવાથી બે પરિણામ બીજ પણ આવ્યાં. બીજી વાર પરણવાને અત્યંત અણગમે લોકોમાં ઉપજ્યો અને પાદરી વર્ગને કુંવારા રાખવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ. રેમન લેકમાં બીજી વારનાં લગ્ન પ્રત્યે અણગમે અને કંટાળો પ્રાથમિક સમયમાં હતું, પણ તેનું સ્વરૂપ ભિન્ન હતું અને તેનાં આંતરિક કારણે જૂદાં હતાં, તે લેકમાં જે એક લગ્નથી સંતુષ્ટ રહે તેને મર્યાદશીલતાન મુગટ પહેરાવવામાં આવતો હતો અને એકથી વધારે લો ગેરવાજબી અનિયમિતપણાનું ચિહ્ન ગણાતું હતું. પિતાના પતિ પ્રત્યે જે પ્રેમ રાખવાની સ્ત્રીની ફરજ છે તે એવો વિશુદ્ધ અને ગંભીર છે કે પતિના મૃત્યુ પછી પણ તે ટકી રહેવો જોઈએ અને એ પ્રેમ પછી કોઈ અન્ય ઉપર ચોંટી જ શકે નહિ એવી અત્યંત સુઘડ અને લાગણીવાળી વૃત્તિમાંથી મુખ્યત્વે કરીને આ વિચાર ઉછરી આવ્યો હોય એમ જણાય છે. આ વિચાર, ડાઈડોના મુખમાં વર્જલ બહુ સુંદર શબ્દોમાં મુકે છે, અને પિતાને પતિ ગુજરી ગયા પછી એકાંત વાસમાં રહી પતિસ્મરણમાં જ આખી જીંદગી ગાળવાના ઘણી સ્ત્રીઓના દાખલા રોમના ઈતિહાસમાંથી મળી આવે છે. તેમાંથી કેટલીક તે ભરયુવાનીમાં હતી. કેમિલસના કુટુંબમાં બીજી વારનાં લગ્ન કઈ કરતું નહિ;
Page #460
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 413 તેથી તે કુટુંબને ખાસ માન આપવામાં આવતું હતું. એક મન કવિ કહે કે સ્ત્રી જીવતી હોય ત્યારે તેના ઉપર પ્રેમ રાખવામાં આનંદ છે; પણ તેના ગત થયા પછી તેના ઉપર પ્રેમ રાખવામાં ધર્મનું કામ છે. પરંતુ બીજા લગ્નની અઘટિતતા સ્ત્રીઓના સંબંધમાં જેટલી લાગતી તેટલી પુરૂષના સંબંધમાં ઘણું કરીને લાગતી નહિ, અને જેટલી લાગતી હતી તેનું કારણ અન્ય હતું. છોકરાને સાવકી માનું દુઃખ ન થાય એટલા માટે ઘણું કરીને પુરૂષો ફરીને પરણતા નહિ. ફરી લગ્નથી જે નૈતિક વૃત્તિને આ પ્રમાણે આંચકો લાગતો હતો તે વૃત્તિ ખ્રિસ્તિઓની તપોવૃત્તિમાં ભળી ગઈ, પણ તેને માટે કારણો જુદાં અપાવા લાગ્યાં. પ્રથમ તે, આપણને માલમ પડે છે કે પતિના પ્રેમાળ સ્મરણને લીધે ક્રિય રહેવું જોઈએ એ વાત તદ્દન જતી રહી. બીજી વાત એ છે કે સ્ત્રી પુરૂષના સંબંધમાં અત્યંત ભ્રષ્ટતા રહેલી છે એ વાત લક્ષમાં રાખી ખ્રિસ્તિ ધર્મના લેખકે લગભગ હમેશાં કહેતા કે બીજી કે ત્રીજીવારનાં લગ્નો માત્ર પશુવૃત્તિને તૃપ્ત કરવાની ખાતરજ થાય છે. ખ્રિસ્તિ ધર્મના કેટ: લાક પંથવાળાઓ તે બીજીવારના લગ્નને કેવળ ગેરવાજબી જ ગણતા હતા, આસ્તિક મત એવાં લગ્નને જનસ્વભાવમાં રહેલી નિર્બળતાને લીધે વાજબી તો ગણતા હતા છતાં તે પ્રત્યે ના પસંદગી પૂરેપૂરી જણાવતા હતા. મનુષ્યના સ્વભાવમાં રહેલા ભ્રષ્ટ તત્વને અનુસરી એકવાર લગ્ન કર્યું તો ભલે કર્યું; એટલી જ ભ્રષ્ટતા; પણ બીજીવાર લગ્ન કરીને વધારે ભ્રષ્ટ શામાટે થવું ? અર્થાત આ બીજા લગ્નથી એટલું જ સિદ્ધ થાય છે કે એ ભ્રષ્ટતા વધારે ભ્રષ્ટ થઈ છે, કારણ કે લગ્ન જાતે જ ભ્રષ્ટ છે એમ તેઓ માનતા હતા. આ વિષય પરત્વે ખ્રિસ્તિ વૃદ્ધોની ભાષા અત્યારે આપણને બહુ વિચિત્ર લાગે છે, અને પ્રથમ લગ્નની પરવાનગી આપષ્ટ શબ્દોમાં અને પુનઃ પુનઃ કથનથી જે તેમણે આપી છે તે આપી ન હતી તે એમજ લાગત કે લગ્નને તેઓ કેવળ ભ્રષ્ટ જ ગણે છે. દાખલા તરીકે, એક્ષના ગરાસ બીજી વારના લગ્નને “સભ્ય વ્યભિચાર” જ કહેતે હતે. એલેક્ઝાંડિયાના કલેમેટના મત પ્રમાણે, વ્યાભિચાર એટલે એક લગ્ન પછી ઘણાં લગ્ન કરવાં તેજ. સંત જેરામ કહે
Page #461
--------------------------------------------------------------------------
________________ 414 યૂરોપીય પ્રજાના આચરણ ઈતિહાસ. તો કે પ્રથમના આદમને એક જ સ્ત્રી હતી; બીજા આદમને એકે નહતી. જે લેકે બીજીવારના લગ્નને વાજબી ગણે છે તે ત્રીજા આદમને માને છે અને તે બે વાર પરણ્યો હતો.” તે પુનઃ કહે છે “વિચાર કરે કે જે સ્ત્રી બીજીવાર પરણેલી હોય તે જે કે વૃદ્ધ અને અપંગ હોય અને ગરીબ હોય તોપણ ધર્મની સખાવત લેવાને લાયક તે ગણાતી નથી. પણ જે સખાવતને રોટલે તેની કનેથી લઈ લેવામાં આવે છે, તે સ્વર્ગને રોટલે કેટલે બધે ભારે છે!” અર્થાત તે સ્ત્રી નરકમાં જશે. ઓરિજનના મત પ્રમાણે “બીજીવારના લગ્ન કરનારા ઈશુ ખ્રિસ્તના નામે બચી જાય છે, પણ ઈશુ ખ્રિસ્ત પણ તેમને વિજય તે અપાવી શકતો જ નથી.” “તેથીજ,” ઈશુખ્રિસ્ત અને ધર્મ સંસ્થાના જોડાણની જે સરખામણી સંતપેલ લગ્નની સાથે કરે છે તેને ઉદ્દેશીને સંગ્રેગરી નેઝીઅન એમ કહેઃ “બીજીવારનાં લગ્ન મને ગેરવાજબી જણાય છે. જો ઈશુખ્રિસ્ત બે હોય તે બે પતિ કે બે પત્ની હય. ઈશુખ્રિસ્ત જે એક જ હોય, તે લોહી પણ એક જ છે; તે પછી બીજું લગ્ન નિંદ્ય છે. પણ જે બીજાની જ એ મનાઈ કરે છે, તે પછી ત્રીજા લગ્નનું તે શું કહેવું?” ખરું જોતાં સ્ત્રી પુરૂષોએ ધર્મને જ વરવું જોઈએ, સંસારને પ્રથમ પતિ જ બીજે છે, અને તેની પણ માંડમાંડ છૂટ અને ક્ષમા મળે છે, ત્યાં ત્રીજની તો વાત કરવાની પણ કયાં રહી ? ત્રીજામાં તે પાપ જ છે; અને તેથી પણ આગળ જાય તેને તે પશુ જ સમજવો જોઈએ તેથી બે વાર પરણેલે માણસ પાદરી થઈ શકતો નહિ, ધર્મ-સંસ્થાની સખાવત તેને મળતી નહિ અને અમુક કાળ પ્રાયશ્ચિત કર્યા વિના પ્રભુભોજનમાં તેને ભાગ મળતો નહિ. જે કદી બે વાર પરણ્યો હોય તેને ઈંગ્લાંડમાં મધ્યકાળમાં પાદરીને લાભ મૃત્યુ સમયે મળતે નહિ; ઈત્યાદિ ધર્મની અનેક સખ્તાઈ આ બાબતમાં હતી. ' પાદરીઓને કુંવારા રાખવાની બાબતમાં પણ ધર્મની વૃત્તિ જણાઈ આવે છે, પણ આ બાબત ઘણી વિશાળ છે, અને તેથી તેને ઇસારે. માત્ર અત્ર આપણે કરશું. આ વિષય પરત્વે બે વાત સર્વમાન્ય છે. ધર્મ સંસ્થાના બંધારણની છેક શરૂઆતમાં પાદરીઓને પરણવાની છૂટ હતી,
Page #462
--------------------------------------------------------------------------
________________ - સ્ત્રીઓની પદવી. . 415 બીજી વાત એ છે કે લગ્નની અપવિત્રતાને વિચાર અસ્તિત્વમાં હતા અને એમ લાગતું કે પાદરી વર્ગ પવિત્રતાના શિખરરૂપ હોવાથી બીજા કરતાં તે વર્ગને લગ્નની બાબતમાં ઓછી છૂટ હોવી જોઈએ. આ વૃત્તિનું પ્રથમરૂપ એ થયું કે પાદરીના બીજા લગ્નમાં કે વિધવા સાથે તેના લગ્નમાં ગેરવાજબીપણું અને પાપ છે એવી દઢ માન્યતા ઉત્પન્ન થઈ. ધર્મ-સંસ્થાના છેક પ્રાથમિક કાળથી આ માન્યતા અસ્તિત્વમાં આવી હોય એમ જણાય છે, અને ઘણું સૈકાઓ પર્યત એ માન્યતાને એક અવાજે સૌ વળગી રહ્યા હતા. પછી એમ સમજાવા લાગ્યું કે પરણેલા પાદરીએ પાદરી થયા પછી પિતાની સ્ત્રીના સમાગમમાં વિશુદ્ધ રહેવું એ સદાચાર છે; પછી એમ સમજાયું કે તેમ કરવું એ કર્તવ્ય જ છે. પ્રથમ તે આ નિયમ પરત્વે સખ્તાઈ બહુ થતી નહિ; પરંતુ ચોથા સૈકામાં એ સિદ્ધાંત સ્પષ્ટ થયો કે પાદરીઓએ પરણવામાં પાપ છે; છતાં પાદરીઓ પરણતા હતા, અને સામાન્ય રીતે તેમનાં લગ્ન ઉઘાડે છોગે થતાં હતાં. ધર્મ સંસ્થાના અધિકારીઓએ આ બાબતમાં સમય જતાં જે જે જુદા જુદા અભિપ્રાય બાંધ્યા હતાં તે વાત નીતિના ઈતિહાસમાં એક અતિ વિલક્ષણ પૃષ્ટ છે, અને નિયમે કરીને કુંવારાપણાની વ્યવસ્થા બાંધવા જતાં કેવાં માઠાં પરિણામ આવે તેને પ્રબળ પૂરા આ પૃષ્ટ છે. જે લેખકને મધ્યકાળના ઈતિહાસની પૂરી પાધરી ખબર નથી તેઓ સામાન્ય રીતે એમ માને છે કે જે જમાનામાં લેકની આસ્થા કંપિત થઈ નહતી તે જમાનામાં નીતિની વિશુદ્ધિ ઘણું મોટી હતી અને તેથી ધર્મ-સુધારણાના આગળના એક સૈકામાં મઠોમાં જે ઘોર અનીતિ ચાલતી હતી તે નવી જ દાખલ થઈ હતી. પણ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે. ધર્મ સંબંધી લેખકે બધા એક સરખી રીતે સાક્ષી પૂરે છે કે આઠમા અને તેની પછીના ત્રણ સૈકામાં ધર્મ-સંસ્થામાં પિસી ગએલી અનીતિ બીજા કોઈ કાળ કરતાં ઓછી નહતી. અર્થાત ધર્મની આવી દ્રષ્ટિને લીધે પાદરી વર્ગમાં અનાચાર ઘણો વધી ગયો હતો અને લગભગ આખા દશમા સૈકામાં તે પિપ પોતે પણ ઘણી દુરાચારી જીદગી ગાળતા હતા. જંગલી રાજાઓ નાની ઉમરે પરણતા, કેવળ સ્વછંદી
Page #463
--------------------------------------------------------------------------
________________ 416 યુરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. રીતે વર્તતા હતા, અને ધર્મસંસ્થામાં આગળ પડતા મોભા ભોગવતા; અને ઘર અનાચાર ત્વરાથી બધે પ્રસરી ગયા હતા. દશમા સૈકાને ઇટાલીને એક ધર્મગુરૂ પિતાના સમયમાં ચાલતા દુરાચારનું ચિત્ર આપતાં ટૂંકામાં કહે છે કે જો ધર્મના કાનુન બરાબર અમલમાં મૂકવા માંડીએ તે ધર્મસંસ્થામાં કોઈ રહે નહિ, કારણ કે એ સંસ્થામાં નાના છોકરાં સિવાય કોઈ ચેપ્યું નહોતું, અને તે પણ અનૌરસ હતાં. આ અનાચાર એટલે બધે તે વધી પડ્યો હતો કે ધર્મગુરૂઓને પોતાની જગા વારસામાં મૂકી જવાને ભય એથી વિશેષ વખત ઉપજ્ય હતે. ધર્મગુરૂઓ રખાત રાખે તે તેના ઉપર એક કર લેવા અને સૈકાઓ પર્યત રાજાઓએ તે લીધો હતો. આવે અનાચાર સહન કરવા કરતાં પાદરીઓ પરણે તો તેમાં કાંઈ ખોટું નથી એમ પણ મનાવા લાગ્યું હતું. અને ચમત્કાર કરી બતાવવાની શક્તિમાં લગ્ન નડતર રૂપ થતું નથી એમ બતાવવા અગીઆરમા સૈકામાં કેટલાંક દષ્ટાતિ પણ વર્ણવવામાં આવ્યાં હતાં. છતાં ધર્મ-સભાઓ “લગ્નમાં પાપ છે” એ ઠરાવ કરતી અને મોટા મોટા સંતે પણ તેમાં અનુમોદન આપતા. આમ પાદરીઓ જે જીંદગી ગુજારતા હતા તે સિદ્ધાંતમાં તે સામાન્ય રીતે પાપરૂપ ગણતી હતી. આ પ્રમાણે એક વખત પિતાના વ્રત્તને ભંગ કર્યા પછી જાણી જોઈને પાપ આચરતા પાદરીઓ સામાન્ય માણસ કરતાં પણ વધારે અધમ થઈ જાય છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ત્રેવીસમાપ જૈનને ગેત્રગમન અને વ્યભિચારને માટે સજા થઈ હતી; ઈંગ્લાંડના એક પાદરીને એક ગામડામાં સત્તર અનૈરસ છોકરાં હતાં; સ્પેનના એક પાદરીએ સીતેર રખાતો રાખી હતી; અને લીજના બિશપ હેત્રી ત્રીજાને 65 અનૌરસ બાળકે હતાં. આવા છૂટા છવાયા દાખલાનો વિચાર આપણે ન કરીએ, તે પણ માત્ર રખાતના દેષથી પણ વધારે મોટા દુરાચારનું ચિત્ર ધર્મસભાઓ અને લેખકેના લખાણમાં આપણી દૃષ્ટિએ પડયા વિના રહેતું નથી. એવું કહેવાય છે કે જ્યારે પાદરીઓ પરણતા ત્યારે તેમની સ્ત્રીઓને જ્યારે ખબર પડતી કે એવાં લગ્ન ધર્મની દૃષ્ટિમાં કાયદેસર ગણાતાં નથી
Page #464
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 417 ત્યારે તેઓ વફાદાર રહેતી નહિ. લેખકે કહે છે કે મઠની સાધ્વી સ્ત્રીઓમાં અત્યંત અનાચાર પ્રવાર્યો હતો અને બાળહત્યાઓ અસંખ્ય થવા લાગી હતી. પાદરીઓ ગેત્રગમન કરવા લાગ્યા હતા, અને આ અનાચાર એટલે બધો વધી પડવો હતો કે પાદરીઓએ મા બહેન સાથે પણ ન રહેવું એવા અનેક વાર કાયદા કરવા પડ્યા હતા. ખ્રિસ્તિ ધર્મની એક મોટી સેવા સૃષ્ટિ. વિરૂદ્ધ મૈથુનને જડમૂળથી નાશ કરવાની હતી. તે દુરાચાર પણ હવે મઠમાં કવચિત થતો આપણે સાંભળીએ છીએ. વળી ધર્મને નામે થતી કબુલતેને ઉપગ દુરાચારમાં થવા લાગ્યો અને તેની સામે પિકાર ઉઠવા લાગ્યો. દરમ્યાન ધર્મમાં તે અનેક સખત બંધન થતાં રહ્યાં હતાં. પાદરીઓએ ગુપ્ત લગ્ન કરવાં નહિ; પ્રથમ પરણેલા પાદરીઓએ પિતાની સ્ત્રીઓ જોડે વ્યવહાર કરે નહિ ઇત્યાદિ અનેક કાયદાઓ થયા હતા. તથાપિ લેક-અભિપ્રાય પણ તેમાં ભળે, અને પરણેલા પાદરીઓની દુર્દશા થવા લાગી; અને અંતે પાદરીઓ કુંવારા રહેવા લાગ્યા. છતાં હજી એ બાબતમાં અનિયમિતતા કેટલી બધી હતી તે મઠની સંસ્થાને જ્યારે નાબુદ કરવામાં આવી ત્યારે મઠોમાં માલમ પડી આવેલા ઘેર દુરાચારેથી, અને લેકે પિતાના પાદરીઓને ખાત રાખવાની ફરજ પાડતા, ઇત્યાદિ વાતથી સ્પષ્ટ દીસી આવે છે. ધર્મગુરૂઓના આવા જીવનની ઘણી જ માઠી અસર લોકોની રહેણીકરણી ઉપર થયા વિના રહેતી નથી. કેટેસ્ટંટ દેશે કે જ્યાં પાદરીને પર ણવાની છૂટ હોય છે ત્યાં લેકેની નીતિ અને સ્થિતિ ઉપર બહુ મોટી અને સારી અસર થએલી છે એ વાત ઈતિહાસથી સિદ્ધ થાય છે. એ દેશમાં સર્વત્ર સુખ, શાંતિ, સંતોષ અને અનાયાસે થ સદાચાર જોવામાં આવે છે; અને માંદાની મુલાકાતમાં, ગરીબોને થતી સહાયમાં, ઉછરતા યુવકને અપાતા ઉપદેશમાં; પાદરીઓની સ્ત્રીઓને પુષ્કળ અવકાશ અને પરિશ્રમનાં સ્થળ મળે છે, અને આવી બાબતમાં સ્ત્રીઓનું કાર્ય-કૈશલ્ય ખાસ કરીને બહુ ઉપયોગી થાય છે.
Page #465
--------------------------------------------------------------------------
________________ પૂરીપલ ને 418 યૂરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. પરંતુ કેથલિક પાદરી જે પ્રમાણિકતાથી કુંવારી જીદગી ગાળે તે એવી જાતના નમુનાને માણસ એ બની જાય છે કે જેમાં ગંભીર અને ભયંકર દોષોની સાથે માણસજાત મહા પ્રયાસે મેળવી શકે એવા કેટલાક ઉત્તમ ગુણે પણ ભળેલા હોય છે. સંસારના પ્રેમ અને ઘણું ખરાં બંધનથી મુક્ત, કેથલિક સંપ્રદાયની સંકુચિત દૃષ્ટિએ જીવનને ઘણું કરીને જેવાવાળા અને મનુષ્ય સ્વભાવને કમળ અને વિસ્તૃત કરે એવા સંબંધોથી રહિત થએલા એવા આ કેથલિક ગુરૂઓ અત્યંત પ્રબળ અને ક્રર ધર્મ-ઝનુન માટે ઘણું કરીને મશહુર થએલા છે અને પોતાની ધર્મ-સંસ્થા સિવાય બીજી બધી બાબતના બેદરકાર માલમ પડેલા છે. તેમની સહૃદયતાને પ્રદેશ સંકૂચિત હોવાને લીધે, અને બુદ્ધિગત તાબેદારી તેમણે વહોરેલી હોવાથી યુવકોને શિક્ષણ આપવાના કામમાં ખાસ કરીને તેઓ અયોગ્ય હોય છે, અને દુનિયાના દુર્ભાગ્યે એ શિક્ષણ લાંબો કાળ તેમના હાથમાં રહ્યું હતું. બીજી રીતે જોઈએ તે ધર્મમાં એક ચિત્તવાળા, દઢ, બીન સ્વાથ, દુનિયાની વહાલામાં વહાલી વસ્તુઓને કર્તવ્યની ખાતર ભોગ આપનારા, અને દુઃખ, સંકટ અને મૃત્યુ વખતે અડગ મનવાળા તે હોય છે. આવા સારા નમુનાના કેથલિક પાદરીઓ મધ્યકાળના અતિ અંધકારમય સમયમાં પણ ઘણા થયા હતા એ વાત ખરી; પરંતુ એકંદરે પદરીઓના દુરાચારથી જન-સમાજની રહેણીકરણીઉપર બહુ માઠી અસરથઈ હતી એ વાત પણ નિર્વિવાદ છે; અને વિશુદ્ધિની બાબતમાં બ્રિસ્તિ ધર્મના ઉપદેશે જે મેટી જન-સેવાઓ બેશક બજાવી છે તેમની કિંમત એથી ઓછી થઈ જાય છે. પાદરીની સ્ત્રીઓ અત્યારે સમાજમાં જે મોભો ભોગવે છે તે મોભો રખાતો ભગવે એટલે દરજજે પાદરીઓના તે સંબંધને સંપૂર્ણ સ્વીકાર કદિ થયો નહોતે, અને નીતિના મુખ્ય ઉપદેશકે અને દષ્ટાંતભૂત પુરૂષો સામાન્ય રીતે એવા સંબંધમાં પિતાનું જીવન ગાળે કે જે સંબંધને લેકે સંશય પડતો કે બેટો માને તેની અસર દેશના દરેક વર્ગ ઉપર ઘણી ખરાબ થએલી હોવી જોઈએ, તેથી કરીને નીતિમાં તેમને દાખલો બેશક બહુ ખરાબ બેઠેલે છે જોઈએ. જન–સ્વભાવમાં રહેલા કુદરતી તત્વની સાથે જ વિરોધ
Page #466
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 419 માંડી બેઠેલી તપોવૃત્તિએ ધારેલા પરિણામથી કેવળ જૂદું જ પરિણામ ઉપજાવ્યું અને ધર્મને સિદ્ધાંત જાણવા છતાં પાદરીઓ અનાચારમાં જત. અટક્યા નહિ. લગ્ન પ્રત્યે નિરંતર હલકી દૃષ્ટિએ જોવાની ટેવથી અને લગ્નમાં જો કે વાજબી ઉદેશ હોય તો તે માત્ર વસ્તીની વૃદ્ધિ છે એવી ગણનાથી, કલ્પના ઉપર ખાસ કરીને ભ્રષ્ટ અસર થવા લાગી. મોટી ભકતાણું બની બાઈડીઓ પોતાના પતિથી અલગ રહેવા ઈચ્છતી; તેથી પતિઓને ગંભીર પ્રકારની ભ્રષ્ટતામાં પ્રવૃત્ત થવાની જરૂર પડતી હતી. વહાલામાં વહાલા સંબંધમાં પાપને વિચાર પ્રવેશ પામે અને લગ્નને આ વિષય છતા. અને સંકુચિત દૃષ્ટિથી જેવાવા લાગે. પ્રેટેસ્ટંટ મતથી એક મોટો લાભ એ શો કે વિચાર અને વૃત્તિની આ પદ્ધતિ એણે સંસારમાંથી હાંકી કાઢી, અને લગ્નને પવિત્રતા અને મોભો પુનઃ પ્રાપ્ત કરી આપ્યાં. આમ કુદરતના કાયદા સામે વર્તવાથી પરિણામ સારું ન આવ્યું. લગ્નને મનુષ્યના વ્યવહારમાં યોગ્ય સ્થાન આપવાથી જ સમાજનું શ્રેય થાય છે. તપત્તિનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓની પ્રતિષ્ઠા અને પદવીને અત્યંત હલકી ગણવાનું વલણ પેદા થયું. આ વલણમાં યાહુદી લેકનાં લખાણોની અસર આપણને સ્પષ્ટ માલમ પડી આવે છે. કન્યાના બાપને ખરીદીના પૈસા આપવાના રીવાજને સ્વીકાર તેમનામાં હત; એકથી વધારે સ્ત્રી કરવાની પરવાનગી હતી, અને સારામાં સારા માણસો પણ ઘણી બાઈડીઓ કરતા હતા. મનુષ્યના દુઃખનું મૂળ સ્ત્રી ગણાતી હતી. દરેક બાળકના જન્મ પછી સ્ત્રીને વિશુદ્ધ થવાને અમુક કાળ ઠરાવ્યો હતો, અને પુત્ર કરતાં પુત્રીની બાબતમાં તે બમણો હતો. એક યહુદી લેખકે ભાર દઈને કહ્યું કે સ્ત્રીની મોહક સારપ કરતાં પુરૂષની ભંડપ સારી હોય છે. યાહુદીના ઇતિહાસના પ્રાથમિક સમયમાં સ્ત્રીની સર્વોત્તમત્તાના જે નમુના ચિતરવામાં આવ્યા છે તે ઘણું કરીને બહુ હલકા પ્રકારના છે, અને રેમના ઇતિહાસમાં, કે ગ્રીક-કવિતામાં જે નમુના આપણે જોઈએ છીએ તેમનાથી બેશક ઉતરતા છે. ' યાહુદી લેકેના લખાણોમાંથી ચાલી આવેલી આ અસરમાં તપ
Page #467
--------------------------------------------------------------------------
________________ 420 યુરોપિય પ્રજાના આચરણને ઇતિહાસ. વૃત્તિએ ઉમેરે કર્યો. પુરૂષને ફસાવનારું મુખ્ય સાધન સ્ત્રી છે એમ તપવૃત્તિ ગણતી હતી, અને તેથી ખ્રિસ્તિ વૃદ્ધોના લખાણમાં સ્ત્રીઓની ભારે નિંદા જેવામાં આવે છે. વિચિત્ર વાત એ છે કે એજ ખ્રિસ્તિ વૃદ્ધો અમુક અમુક સ્ત્રીઓનાં ભારે વખાણ પણ કરતા હતા. સ્ત્રી નરકનું દ્વાર છે, માણસને જે જે દુઃખ પડે છે તે સઘળાની જનેતા સ્ત્રી છે એમ તેઓ કહેતા હતા. પોતે સ્ત્રી છે એટલી જ વાતથી સ્ત્રીઓએ શરમાવું જોઈએ, અને દુનિયા ઉપર જે સંકટો એણે આપ્યા છે તેમને માટે નિરંતર પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત એણે કરવાં જોઈએ; ઈત્યાદિ હરેક પ્રકારે તેને નીચ અને હલકી ગણવામાં આવતી હતી, અને તેના શરીર-સોંદર્યની ખાસ કરીને નિંદા કરવામાં આવતી હતી. પિતાને ઉઘાડે હાથે પ્રભુ-ભોજનની પ્રસાદી પણ કેટલેક ઠેકાણે લેવાની " સ્ત્રીઓને મનાઈ હતી. અર્થાત તેમની પદવી પુરૂષ કરતાં ઉતરતી છે એ વાત ખાસ કરીને નિરંતર લક્ષમાં રાખવામાં આવતી હતી. - પરિણામ એ થયું કે વિધર્મી રાજ્યમાં સ્ત્રીની પદવી કાયદામાં ઉચ્ચ લેખવામાં આવતી હતી તે વિચાર નષ્ટ થયો; અને એવા કાયદા ખ્રિસ્તિ સમયમાં થવા લાગ્યા કે જેથી કરીને સ્ત્રીને કાંતે પરણવું પડે અને કાં તો મઠમાં જઈ સાધી થવું પડે. અર્થાત્ સ્ત્રીની પદવી કાયદામાં પણ પરતંત્ર થઈ પડી. સ્ત્રીના લાભમાં વારસાના જે ઉદાર કાયદા થયા હતા તે બધા અદૃશ્ય થઈ ગયા, અને સ્ત્રીના ગેરલાભમાં જતા આ કાયદાને રદ કરવાને ગંભીર પ્રયાસ છેલ્લા એટલે અઢારમા સૈકા પર્યત થયો નહોતે. વિશુદ્ધિનું રણ ઉચ્ચ કરવાના પ્રયાસમાં ખ્રિસ્તિ વૃદ્ધોને જંગલીઓના હુમલા અને વિજ્યથી બહુ સહાય મળી હતી. સંખ્યાબંધ ગુલામ મુક્ત થયા. સાર્વજનિક રમત બંધ પડી, દેશની દુર્દશા થઈ જતાં લેકે નિર્ધન થઈ ગયા; આ બધા ફેરફાર સ્ત્રીના સદાચારની વૃદ્ધિને અનુકૂળ હતા. વળી સુધરેલા કરતાં જંગલીઓમાં સ્ત્રીઓને સદાચાર ઘણે વિશેષ હતે. વ્યભિચાર તેમનામાં કવચિત જ દેખાતે. વ્યભિચારી સ્ત્રીનું માથે બેડાવી ઘરમાંથી હાંકી કાઢી મારતાં મારતાં આખા શહેરમાં તેની ફજેતી કરવામાં આવતી; અને તેવી સ્ત્રી યુવાન, સુંદર કે પૈસાદાર હોય તો પણ તેને કોઈ
Page #468
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. - 421 પરણતું નહિ. રાજાઓ જ માત્ર ઘણું સ્ત્રીઓ કરતા, પણ તે શોખની ખાતર નહિ પણ શેભાની ખાતર. પિતાનાં બાળકેને માતાઓ જ ધવરાવતી હતી. બાળ હત્યાની મનાઈ હતી. વિધવાઓને ફરી પરણવાની રજા નહતી. પુરૂષોને બંધીખાનાની બીક પિતા કરતાં પિતાની સ્ત્રીઓને માટે વધારે , રહેતી. સ્ત્રીઓમાં ભવિષ્ય જાણવાની પવિત્ર શક્તિ રહેલી છે એમ તેઓ માનતા હતા, અને ઘણી વાર તેઓ તેમની આગાહી પ્રમાણે ચાલતા હતા. આવું વર્ણન ટેસીટસે પિતાના એક ગ્રંથમાં જર્મન લેકેની વિશુદ્ધિનું આપ્યું છે. સામાન્ય રીતે એમ મનાય છે કે આ ગ્રંથમાં ટેસીટસને ઉદ્દેશ પિતાના સ્વદેશી બંધુઓની સ્વછંદી રીતભાગ પ્રત્યે ના પસંદગી બતાવવાનું હતું અને તેથી જંગલીઓના સદાચારનું ચિત્ર આપવામાં એણે બહુ અતિશયોક્તિ વાપરી હતી. તથાપિ એકંદરે એ ચિત્રની સત્યતામાં શંકા લાવવાનું કાંઈ કારણ નથી. સ્ત્રીઓને ફસાવનારને મુઆ પછી અન્ય દુનિયામાં ભયંકર સજા થાય છે એવી પુષ્કળ વાતે કેન્ડિનેવિયાના પુરાણમાં કહેલી છે. જંગલીની સ્ત્રીઓ વૈદું કરતી અને સ્વપ્નના ખુલાસા આપતી, અને ઘણી વાર લડાઈમાં પિતાના પતિઓની સાથે જતી, વેરાઈ ગયેલા લશ્કરને પાછું એકઠું કરી આપતી, અને ખુદ લડાઈમાં પણ પિતે ભાગ લેતી. ઓગસ્ટસને માલમ પડ્યું હતું કે જંગલી રાજાઓને બાન તરીકે રાખવા એ નિરર્થક હતું, પરંતુ તેમની સ્ત્રીઓને પકડવાથી તેઓ અવશ્ય વફાદાર રહેતા હતા. સ્ત્રીઓએ શૈર્ય બતાવ્યાના દાખલા પણ મળી આવે છે. મેરિયસે જ્યારે ટયુટન લેકેના એક લશ્કર ઉપર વિજય મેળવ્યું ત્યારે ટયુટન સ્ત્રીઓ તેની પાસે ગઈ અને દેવ-કુમારિકાઓની તેમને યાકરડી થવા દેવાની રજા માગી કે જેથી કરીને ગુલામગીરીમાં પણ તેમની આબરૂ સચવાઈ રહે. પણ જ્યારે તેમની આ અરજની ના પાડવામાં આવી ત્યારે તેજ રાત્રે તે બધી પિતાને હાથે આપઘાત કરી મરી છૂટી. એક વાર એક સત્તાવાન અમીરે કામા નામની એક ગેલેશિયન સ્ત્રીના હાથની માગણી કરી. પરંતુ આ સ્ત્રી પિતાના પતિને વફાદાર હતી, અને તેથી તે અમીરના કેઈ કાલા
Page #469
--------------------------------------------------------------------------
________________ 4 યુરોપિય પ્રજાના આચરણને ઇતિહાસ, વાલા એણે ધ્યાનમાં લીધા નહિ. ગમે તે પ્રકારે પણ તે સ્ત્રીને મેળવવાના ઇરાદાથી તેના ધણીને તે અમારે મારી નંખાવ્યો, એટલે તે સ્ત્રી ડાયેનાના દેવળમાં પૂજારણ થઈ ગઈ. પછી તે અમીરે માણસે ઉપર માણસે મોકલી તે બાઈને બહુ સમજાવી; અને થોડોક કાળ વીત્યા બાદ તેની રૂબરૂ થવાની એણે હામ ભીડી ત્યારે તે બાઈએ ખુશી હોવાને દેખાવ કર્યો પણ કહ્યું કે દેવીને પ્રથમ અર્થ આપવાની જરૂર છે. પછી ઝેર ભેળવેલે દારૂને હાલે હાથમાં લઈ દેવીની પૂજા કરવા તે મદીરમાં આવી, અને અરધો પિતે પી બાકીનો અરધે તેના પાપી આશકને આખો. જ્યારે તે પી રહ્યા ત્યારે વેર લેવાની અને પિતાના સ્વામીને જઈ મળવાની પિતાને મળેલી તકને માટે તે ઘણી ખુશી થઈ અને મરી ગઈ. એપનિના નામની એક ગોલ સ્ત્રીને દાખલે તે એથી પણ વધારે વિલક્ષણ છે. તેના પતિ જ્યુલિયસ સેબિનસે વેસપેશિયનની સામે બળવો કર્યો હતો, પણ તે હારી ગયો. હવે તે સહેલાઈથી જર્મનીમાં ભાગી જઈ શકે એમ હતું, પણ પિતાની યુવાન પત્નીના વિયોગને વિચાર તેનાથી સહન થઈ શકયો નહિ. તેથી પિતાની એક સુંદર એકાંતવાસી મિલ્કતમાં તે ભાગી ગયે અને નીચે ભયરામાં તે રહ્યા. પછી પિતે આપઘાત કરીને મરી ગયો એવી વાત ફેલાવવાનું પિતાના એક છોડી મૂકેલા ગુલામને કહી મૃત શરીરને ખુલાસે આપવા તે મિલ્કતને આગ લગાડી. આણી તરફ એપેનિનાએ આત્મઘાતના સમાચાર સાંભળી ત્રણ દિવસ સુધી અન્ન લીધું નહિ અને જમીન ઉપર પડી રહી. છેવટે પેલા માણસે આવી બધી હકીકત કહી, ત્યારે દિવસે પિતાના ધણીને શોચ કરે જારી રાખી રાત્રીએ તે એને મળવા લાગી. એમ કરતાં તે સગભાં થઈ પણ સ્નેહીઓથી એ વાત તે ગુપ્ત રાખી શકી. છેવટે આખર દહાડામાં તે એકલી ભોંયરામાં ગઈ અને કોઈ પણ જાતર્તી મદદ વિના જોડકાંને એણે જન્મ આપ્યો અને એમને તે ઉછેરવા લાગી. આમ નવ વર્ષ વીતી ગયાં; પણ સેબિનસને અંતે ત્યાં પતિ મળે. તેને પકડયો અને તે બાઈના અનેક કાલાવાલા છતાં તેને દેહાંત કરવામાં આવ્યો અને વેપેશિયનની કીર્તિને
Page #470
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓનો પદવી. 42 3 કાયમનું કલંક ચોંટયું. પરંતુ જંગલીઓની નૈતિક વિશુદ્ધિ તપવૃત્તિના દષ્ટિબિંદુથી તદ્દન ભિન્ન પ્રકારની હતી. તેનું બધું જે માત્ર લગ્નની બાબત ઉપર જ એકત્ર થયું હતું. લગ્ન સંબંધમાં ઉત્તમ પ્રકારની વફાદારી બતાવવામાં તે બહાર પડી આવતી, પરંતુ કુંવારી જીંદગીના જે અનિષ્ટ પરિણામ પાદરી વર્ગમાં આવ્યાં તે અટકાવવાની યોગ્યતા એનામાં થોડી જ હતી. વળી જંગલી રાજાઓમાં બહુ સ્ત્રી કરવાને રિવાજ હતો અને સૈકાઓ સુધી ખ્રિસ્તિ ધર્મ તેમાં કાંઈ પણ અટકાયત કરી શક્યો નહોતો. કેરીબર્ટ અને શિલપરીક બને રાજાઓને એકી વખતે ઘણું રાણીઓ હતી. કોટેર રાજા પિતાની સ્ત્રીની હયાતીમાં તેની બેનને પરણ્યો હતો, અને રાજાના આ ઈરાદાની ખબર પડતાં તે સ્ત્રીએ નીચે પ્રમાણે કહ્યું કહેવાય છે. “મારા પ્રભુની નજરમાં જે સારું લાગે તે બેલાશક કરે; માત્ર તમારી આ દાસી ઉપર કૃપા રાખો એટલે થયું.” ડેગોબર્ટને ત્રણ સ્ત્રીઓ અને રખાતને ટેળું હતું. શાર્લમેનને પિતાને પણ એક વખતે બે સ્ત્રીઓ હતી અને રખાતે પણ ઘણી હતી. પરંતુ શાર્લમેનના વખત પછી આવા દાખલા બહુ જુજ બનતા હતા. કૌટુંબિક નીતિ ઉપર પિપ અને બિશપ ચીવટથી દેખરેખ રાખવા લાગ્યા, અને ઘણીવાર તેઓ તેમાં ફતેહમંદ પણ નીવડતા, અને રાજાઓ અને અમીરે પિતાની સ્ત્રીને ત્યાગ કરવાનો પ્રયત્ન કરતા તે તેઓ તેમની સામે મજબુત વાંધો લેતા. તથાપિ પાછળના સમયના રેમન લેકેની નીતિ કરતાં જંગલીઓની વિશુદ્ધિ વધારે ચડીઆતી હતી એ નિઃસંશય છે, અને એ વાત એમના કાયદાથી પણ સિદ્ધ થાય છે. પુરૂષની સામે બાયલાપણુને ખોટો આપ લાવે તેને જે સજા કાયદા પ્રમાણે થતી હતી તેના કરતાં વધારે મોટી સજા સ્ત્રીની સામે બેવફાઈને જે ખોટે આરોપ લાવે તેને માટે કાયદામાં કહી હતી. વ્યભિચાર અને બળાત્કાર સંભોગની સામે સખત કાયદા હતા. અને તે ગુના અટકાવવા બહુ નાની નાની બાબતની પણ સંભાળ લેવાતી હતી. પોતાના ધણ કે પાસેના સગા કે છેવટ રીતસર નિયત થએલા
Page #471
--------------------------------------------------------------------------
________________ 424 યૂરોપિય પ્રજાના આચરણને ઈતિહાસ. સાક્ષીની હાજરી સિવાય કોઈ સ્વતંત્ર સ્ત્રીની નસ બોલવાની સરજનને મનાઈ હતી. અને કઈ પુરૂષ સ્ત્રીને હાથ વધારે પડતે ગેરવાજબી રીતે દબાવે તે પંદર મોહરે તેને દંડ થ. ખ્રિસ્તિ ધર્મની અસરથી લેકેની નીતિમાં જે મોટો ફેરફાર ધીમે ધીમે થઈ ગયો તેમાં આ બધી હકીકત બેશક સહાયભૂત થઈ છે. જે દુરાચારની આપણે વાત કરીએ છીએ તે ઘણું કરીને બહુ ઓછો થતો. એનું અધમ સ્વરૂપ તે બેશક ઓછું થઈ ગયું હતું, અને તેમાં નવીન પ્રકારની લાજની લાગણી ઉપજવાથી એ બહાર આવતે અટકતે. નીતિને સિદ્ધાંત વધારે સ્પષ્ટ થયું અને વર્તનમાં કાંઈક વિશેષ વિશુદ્ધિ આવી. ગ્રંથોમાં અત્યંત અશ્લીલતા લખાતી તે બંધ થઈ; અને લગ્નના પવિત્ર કાયદાને સ્પષ્ટ ભંગ થતે તે તેની નિદા થતી હતી અને ઘણીવાર તેની સજા પણ થતી હતી. ધાર્મિક સજા અને પશ્ચાતાપના નિયમોથી પણ વિશુદ્ધિના વિચારને અગત્યનું સ્થાન મળ્યું. કેટલાક વિધર્મી તત્ત્વચિંતકેના પગલે ચાલી, પિતાના બાળકને માતાએ જ ધવરાવવું જોઈએ એવો આગ્રહ મહાન સંત ગ્રેગરીને હતા, અને છાલકા પિશાક અને રીતભાતની બાબતમાં પણ બારીક ઉપદેશ થતો હતો. વેશ્યાને ધંધો તદ્દન નાબુદ થયો અને વારાંગનાને વર્ગ હલકે ગણાવા લાગ્યો હતો.' ઉપરાંત, એક બીજા પ્રત્યે વફાદાર રહેવાની સ્ત્રી પુરૂષ બનેની અરપરસ ફરજ છે એ વિચાર ખ્રિસ્તિ વૃદ્ધોએ લેકની સમક્ષ ખાસ રજુ કર્યો. ઘણા ખરા જમાનામાં જ્યારે પુરૂષોની અનીતિ પ્રત્યે લગભગ આંખઆડા કાન કરવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓની નીતિ ઉપર બહુ સખત અને કરડી નજર રાખવામાં આવે છે, અને આ ભેદ નીતિના ઇતિહાસમાં બહુ વિસ્મયકારક લાગે છે. વળી સ્ત્રીઓને ફસાવવા પ્રયત્ન પુરૂષ ઘણું કરીને કરે છે, સામાન્ય રીતે સ્ત્રીઓને અબળા લેખવામાં આવે છે અને સ્ત્રીઓના સંબંધમાં તેમની ભ્રષ્ટતાનું કારણ ઘણું કરીને તેમની અત્યંત દુર્દશા અને નિર્ધનતા હોય છે; આ બધી બાબતનો વિચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પુરૂષોને દુરાચાર ક્ષમાયોગ્ય ગણાય અને સ્ત્રીઓના
Page #472
--------------------------------------------------------------------------
________________ nnnnnnnnnnnnnnnnnnnnnnn સ્ત્રીઓની પદવી. 425 દુરાચાર પ્રત્યે અત્યંત સખ્તાઈ રખાય એ વાત ન સમજાય એવી લાગે છે. આ વિષમતાનાં કેટલાંક કારણે પણ અપાયાં છે. આ સજાપાત્ર ગુને પુરૂષોના કરતાં સ્ત્રીઓના સંબંધમાં વધારે ચોકસતાથી અને સહેલાઈથી જાણી શકાય એવો છે; વળી છોકરાંના ગુજરાતને આધાર પિતા ઉપર હોવાથી, સ્ત્રીઓના અનાચારથી પુરૂષને નુકસાન અને અન્યાય થાય છે; વળી વ્યભિચારથી પેદા થયાં ન હોય એવાં અન્ય અનૌરસ બાળ ઘણું કરીને અંતે ગુનેગાર કે ગરીબ નીવડી આવે છે અને તેથી તેમને બજે સમાજને ભેગવ પડે છે, કારણ કે તેમને નિભાવવાને કઈ કરાર તેમના પિતાએ કરેલું હેત નથી. ઉપરાંત, અન્ય કેટલાંક કારણને લીધે આ સદાચારનું પાલન એક જાતિ કરતાં બીજી જાતિને વધારે કઠિન હોય છે, અને પ્રચલિત સામાજીક અભિપ્રાયને લીધે ઉપજતી નૈતિક ભ્રષ્ટતાના દરેક વિચારને અળગો રાખીએ તે પણ એ સદાચારનો ભંગ સ્ત્રીની પ્રતિકામાં સ્વાભાવિક રીતે જ વધારે હીણપદવાળે લાગે છે, અને વળી. આ બાબતમાં આપણું ઘણુંખરી લાગણીઓ પુરૂષોએ બાંધી આપેલા નીતિના નિયમોને અને વ્યવસ્થાને આભારી છે અને તેથી પુરૂષોને તે વધારે લાભકારી છે; અને તેથી પુરૂષોને બચાવ વધારે થાય છે. કે ગમે તેમ છે, પણ સ્ત્રી અને પુરૂષના આ બાબતમાં સમાન હક છે એ બાબતમાં ખ્રિસ્તિ વૃદ્ધોને સિદ્ધાંત અને ઉપદેશ તદન સ્પષ્ટ હતા; અને જો કે સેનિકોએ અને સ્કૂટાર્કે અગાઉ આવો જ ઉપદેશ કર્યો હતો, તથાપિ પ્રાથમિક ખ્રિસ્ત સમયમાં આ સિદ્ધાંતનો જેવો સાક્ષાત્કાર થયો હતો તે સાક્ષાત્કાર અગાઉ કે પછી કદિ પણ ઘણું કરીને થયો નથી. પરંતુ આ વિજય અદ્યાપિ પર્યત ટકી રહ્યો છે એમ કહી શકાય એમ નથી. વિધર્મ રોમ કરતાં હાલના વખતમાં જે કે નીતિનું ધોરણ બહુ ઉચ્ચતર થયું છે, તથાપિ આ દોષના સંબંધમાં ઠપકાની અસમાનતા વિધર્મીઓના સમય કરતાં અત્યારે ઓછી હોય એ સંશયની વાત છે, અને ઘણું જ શરમ ભરેલા અને ઘણીજ નિર્દય અન્યાયનું કારણ આ અસમાનતા થાય છે. સ્ત્રી-પૂજા અને શૌર્યના સમયમાં સાહસિક પણ ભ્રષ્ટ વીર પૂજનીય
Page #473
--------------------------------------------------------------------------
________________ ૪ર૬. યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગણાતું હતું એ વાત પણ આ બાબતમાં પાછા હઠવાનું એક કારણ છે. પિતાની આપવા કે સાહસની વૃત્તિને સંતોષવાની ખાતર ઠંડે પેટે નિર્દોષ સ્ત્રીઓને પિતામાં પ્રેમમુગ્ધ કરીને અથવા તેમને વિશ્વાસ ઉપજાવીને એક પુરૂષ તેમને ફસાથે જાય અને લેકે તેની પ્રશંસા કર્યું જાય એ વાત ઇતિહાસના પૃષ્ટમાં અતિ ખેદજનક છે; અને છતાં સૈકાઓ પર્યત એ પુરૂષ સમાજના સાહિત્યમાં વખણાતો હતો. પ્રાચીન ગ્રીસમાં વારાંગનાને જે પદ પ્રાપ્ત થયું હતું તેવું નૈતિક દષ્ટિબિંદુ તે સમયનું જણાઈ આવે છે. હકીકત એમ છે કે એક જ કાર્યમાં સ્ત્રી પતીત ગણાય અને પુરૂષ નિષ્પા૫ રહે એ વાત બને જ નહિ એ અગત્યનું સત્ય પ્રાથમિક ખ્રિસ્તિઓએ ઉમદા રીતે અમલમાં મૂકયું હતું, તથાપિ ખ્રિસ્તિ દુનિયાના લેકઅભિપ્રાયમાં તે સત્યને પ્રવેશ હજી થયો નહોતે. તેમ છતાં ખ્રિસ્તિ સંસ્થાએ લગ્નમાં ધર્મનું જે ગુહ્યતત્ત્વ મૂકયું હતું તેની અસર અત્યંત થએલી છે. એક પુરૂષે એક જ સ્ત્રી કરવી જોઈએ એ સિદ્ધાંત સ્થાપવામાં ખ્રિસ્તિ ધર્મ સફળ પરિશ્રમ કર્યો છે. લગ્નમાં ધર્મ પ્રતિજ્ઞા છે, અને લગ્ન એ ઈશુ ખ્રિસ્ત અને તેની સંસ્થાના સંયોગની એક પ્રતિકૃતિ રૂપ છે એમ કાંઈક ગુહ્ય અને ઘણું સ્પષ્ટ નહિ એવા અર્થમાં કહીને, લગ્ન એ જીવતાં સુધી સ્ત્રી પુરૂષનું પવિત્ર બંધન છે એવી ભાવના તે ધર્મ ઉપજાવી છે. આ ભાવનામાં હવે કોને પ્રાથમિક નીતિનું સહજ દર્શન સમજાય છે. - સામાન્ય રીતે લગ્નની પવિત્રતાનું જે સખ્ત બંધન કહેવામાં આવે છે, તેને આધાર કુદરતના કાયદા ઉપર નહિ પણ ધર્મના કાનુન ઉપર રહેલો હોય છે. તથાપિ સ્ત્રી પુરૂષ જીદગી પતના સાથી જોઈએ એ વિચારનું સમર્થન કેવળ બુદ્ધિથી વિચારતાં પણ ઘણે અંશે થઈ શકે છે. ધર્મના આદેશની વાત એક કેરે રાખતાં પણ પુરૂષનું આખું કર્તવ્ય માત્ર બે નિયમમાં સમાઈ જાય છે. માત્ર બુદ્ધિને જ ઉપયોગ આપણે કરીએ તે પણ પિતાના સુખને જે વાતથી નુકસાન થાય અથવા ધારિ ચમાં ભ્રષ્ટતા આવે તે વાત કોઈપણ માણસે કરતાં અલગ રહેવું જોઈએ એ સ્પષ્ટ છે. પ્રથમની બાબતમાં પિતાના કાર્યથી ઉપજ દૂરસ્થ અને
Page #474
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી.' ૪ર૭ સમીપ બંને પરિણામે એણે ધ્યાનમાં લેવા જોઈએ. લગ્નથી પિતાના સાથીની અવસ્થા શી થશે, સમાજ એ સંબંધને કઈ દૃષ્ટિથી જોશે, છોકરાં જન્મે તે તેમની સંભવિત સ્થિતિ કેવી લાગે છે, તેમના જન્મની કેવી અસર થશે અને એકંદરે સમાજના શ્રેય ઉપર પિતાના દાખલાની અસર કેવી બેસશે; આ બધા વિચાર એણે કરવા જોઈએ. આ ગણત્રીમાં કેટલાંક ત સમાજની જૂદી જૂદી દશામાં જુદાં જુદાં હોય છે. આ પ્રમાણે જે સંબંધેની એક જમાને પરવાનગી આપતો હોય તેમને બીજો જમાનો કદિ નિંદે અને તેથી તેમને માટે શિક્ષા પણ કરે; અને છોકરાની સંભવિત સ્થિતિ અને સમાજ ઉપર તેમના જન્મની અસરને આધાર તેના પિતાના ખાસ સંજોગે અને પ્રજાના સંગે ઉપર હોય છે. બીજી બાબતમાં વિચાર કરવાના છે તે આ પ્રમાણે આ વ્યવહારની અસરથી નૈતિક વૃત્તિઓ બહેર મારી જશે કે વિકાસ પામશે ? ચારિત્ર્યને ક તેથી ઉચે થશે કે નીચે થશે ? પનાના ફાંટા તેથી ઉશ્કેરાશે કે શાંત પડશે, કે જેથી કરીને વિશુદ્ધ પ્રેમને માટે માણસે નાલાયક થાય છે અથવા તેમના પ્રેમનું ક્ષેત્ર વિસ્તાર પામે છે અને આપણું સ્વભાવને પશુભાગ ઓછો વધતે આગળ પડે છે? આપણું નૈતિક સ્વભાવના સહજ પ્રત્યક્ષથી આપણે જાણીએ છીએ કે આ પશુભાગની વિશેષતા ભ્રષ્ટ છતાં હમેશાં અસુખકારક નથી હોતી. વળી આપણે એમ પણ જાણીએ છીએ કે આપણું જીવનનો કાયદો એ છે કે અમુક પ્રકારના લગ્નથી આપણી પ્રબળ અને સુંદર ભાવનાઓ જે પ્રથમ આપણામાં ગુપ્ત રહેલી હોય છે તે વિકસિત થઈ ખુલ્લી થાય છે; અને અમુક પ્રકારનાં લગ્ન તે ભાવનાઓને બુટ્ટી કરી નાખે છે અને ચારિત્ર્યને ભ્રષ્ટ કરે છે. આવા વિચાર કરતાં આપણને એમ કહેવાનાં પુષ્કળ કારણો મળે છે કે એક જ સ્ત્રી અને એક જ પુરૂષ જીંદગી પતના સાથી રહે એ સ્ત્રી પુરૂષના સંબંધને વાસ્તવિક અને સામાન્ય પ્રકાર છે અને એવા સિદ્ધાં. તથી લેકેનું સુખ અને નૈતિક શ્રેય એકંદરે વધી ઉત્તેજીત થાય છે. તેથી
Page #475
--------------------------------------------------------------------------
________________ 428 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સામાન્ય રીતે એ સિદ્ધાંતને અનુસરી લેકેનાં લગ્ન થવાં જોઈએ. પરંતુ આ સ્થિતિથી આગળ ધર્મની સહાય વિના જવું અશક્ય છે. આવા પ્રકારનાં લગ્ન મોટે ભાગે થવાં જોઈએ એ ઉપરથી એમ ફલિત થતું નથી કે એજ પ્રકારનાં લગ્નો વાજબી છે અને અન્ય પ્રકારનાં ગેરવાજબી છે. સમાજના લાભ બીજી જાતના સંબંધોથી સચવાતા હોય તે તે સંબંધ શા માટે તોડી નાખવા જોઈએ ? કાયમી લગ્નની સાથે સાથે અલ્પ જીવી લગ્નો પણ હમેશાં સમાજમાં થએલાં છે. અને જ્યારે આ અપાયુષી લગ્ન કરનારામાંથી કેઈને નાત બહાર કરવામાં આવતું નથી, ગુનાના ભાનની સાથે આવતું નીતિને ભ્રષ્ટ કરે એવું જીવન સ્ત્રી પુરૂષમાંથી કઈ જ્યારે જીવતું નથી હોતું, અને પિતાની સંતતિના ભરણ પોષણની યોગ્ય વ્યવસ્થા જે તેઓ કરતાં હોય તો કેવળ બુદ્ધિના ધોરણ ઉપર એ લગ્ન પ્રત્યે આપણે નાપસંદગી શી રીતે બતાવવી તે સમજી શકાતું નથી. માત્ર અંધ કામ-વિકારની જહાંગીરી ઉશ્કેરણીથી પ્રેરાઈ અંદગી પતનાં લગ્નો માણસો ન કરે એ વાત તેમનાં સુખ અને નૈતિક શ્રેય બનેની ખાતર અત્યંત અગત્યની છે. હમેશાં એવાં ઘણાં માણસો હોય છે કે જે પ્રબળ વૃત્તિથી દોરાઈ લગ્ન કરે છે, પણ પિતાની સ્થિતિએ પિતાના છોકરાને નિભાવવાને અશક્ત હોય છે, અને તેથી એવાં લગ્ન કરીને સમાજને નુકસાન તેઓ કરે છે. તથાપિ તે છોકરાં પિતાના કરતાં ઉતરતી પણ આબરૂદાર જીંદગી ભોગવે એવી સગવડ તેઓ કરી શકે છે. આવા સંજોગોમાં બેમાંથી જેની નબળી સ્થિતિ હોય છે તેને આવા સંબંધથી નુકશાન થતું નથી પણ ફાયદો થાય છે દરજજાના ફેર તેથી ઓછા થાય છે; મિલનસાર પ્રકૃતિને તેથી ઉત્તેજન મળે છે અને સેળભેળ વ્યવહારથી ચારિત્ર્ય ઉપર જે ભ્રષ્ટ અસર થાય છે તે, અથવા વિચારહીન લગ્નોથી સમાજ ઉપર જે માઠી અસર થાય છે તે, એનાથ ઉપજતી નથીપરંતુ ઉપર કહેલા સંબંધેની ગેરહાજરીમાં બેમાંથી એક અવશ્ય મોટા પ્રમાણમાં થયા વિના રહેતું નથી. સંજોગે અને ચારિત્રયોની ભિન્નતા એટલી બધી મોટી છે કે જનહિતવાદના સિદ્ધાંત પ્રમાણે કેટલી વાર એવાં અપાયુવી લગ્ન કરવાં એ ડહાપણ ભરેલું પણ ગણાય.
Page #476
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 429 વિધમી મહારાજ્યના કાયદાનું બંધારણ અને ખ્રિસ્તિ ધર્મ ઉપજાવેલાં પરિવર્તને આપણે બરાબર સમજવાં હોય તે ઉપર કહેલા વિચારો લક્ષમાં રાખવાની જરૂર છે. જેમના મહારાજ્યના કાયદા બાંધનારાઓ આવા સંબંધો સ્પષ્ટ સ્વીકાર કરતા અને તેમનું નિયમન કરી તેમાં ખાસ ભે મૂક્વાને મુખ્ય ઉદેશ રાખતા. લ ચ્છેદની બેહદ ટને લીધે એવા સંબંધોને લગ્નની સંજ્ઞા પ્રાપ્ત થતી, અને આ સંજ્ઞાને લીધે તેઓ કઈ પણ પ્રકારે કલંકિત ગણાતાં ન હોવાથી, લેકએ માન્ય નહિ કરેલા સંબંધમાંથી જે ગંભીર માઠા પરિણામ આવે તે એથી અટકતાં. વળી રખાત શબ્દમાં પણ ચોક્કસ કાયદા પુર:સર સંબંધને અર્થ સમજાતો, અને આ નવીન યોજનાને મુદો કુંવારાપણું અટકાવવાને બેશક હતા, અને સ્વછંદી વર્તણુક તે વખતે બહુ સામાન્ય થઈ પડી હતી તેને સુધારવાને પણ કદાચ હોય. ખરું જોતાં આ રખાતનો સંબંધ એક પ્રકારનું લગ્ન જ ગણાતું હતું, કારણ કે જેને રખાત હોય તે પરણે અગર બીજી રખાત રાખે તે કાયદામાં તે વ્યભિચારને ગુને ગણતા હતા. લગ્નના અતિ સામાન્ય પ્રકારની પેઠે તે સંબંધ પણ કોઈ પણ જાતની ક્રિયા વિના શરૂ થતો, અને મરછમાં આવે ત્યારે તેને અંત અણાને. એ સંબંધની ખાસ વિલક્ષણતા એ હતી કે અમીર વર્ગ ગુલામગીરીમાંથી મુક્ત કરેલી સ્ત્રીઓ સાથે કાયદા પ્રમાણે પરણી શકતા નહિ તે તેમને રખાત તરીકે રાખતા. રખાતના દરજજાને જેકે સંપૂર્ણ સ્વીકાર થતો હતો અને આબરૂસર ગણતો હતો, તથાપિ પિતાનાં સાથીના દરજજાની તે ભાગીદાર થઈ શકતી નહિ; કશે દાયજો લાવતી નહિ; તેનાં કરાં રખાતને પિતાને દરજજો અને મોભો ભોગવતાં, અને પિતાની અમીરાઈ કે વારસામાંથી તેમને બાતલ કરવામાં આવતાં. આવા વિચારે તે સમયે પ્રચલિત હતા, અને તેમની સાથે ખ્રિસ્તિ ધર્મ પાધરી અને કદી દુશ્મનાઈ જાહેર કરી. આ વિરોધનું પ્રતિબિંબ રાજ્યના કાયદામાં બરાબર પડયું નહિ, પરંતુ ખ્રિસ્તિ વૃદ્ધોના લખાણમાં અને ધર્મ સભાના ઘણાખરા ઠરાવમાં બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. અફર, અચૂક
Page #477
--------------------------------------------------------------------------
________________ 430 * * * * * * * યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને ઉપયોગિતાની સઘળી ગણત્રીથી સ્વતંત્ર, ધર્મને કાયદો એ છે કે જીંદગી પર્વતના લગ્ન સિવાય સ્ત્રી પુરૂષના અન્ય સંબંધે ગુનાહિત છે એ ખ્રિસ્તિ ધર્મને ઉપદેશ હતો. આ સિદ્ધાંતને નિર્વિવાદ સૂત્ર તરીકે ગણવાને ઉપદેશ આપીને અને તેથી અલ્પાયુષી સંબંધની અત્યંત અપકીર્તિ કરીને અને સામાજીક સખત સજા કરીને, એવા સંબંધોમાં રહેલી જનહિતવાદ દૃષ્ટિનું પણ એણે ગંભીર રીતે રૂપાંતર કરી નાંખ્યું છે, અને ઘણાખરા, દેશમાં એવા સંબંધને ગુપ્ત કરી નાખ્યા છે અને તેમને વેશપાલ કરી દીધું છે. ઘણું કરીને નીતિની કઈ અન્ય શાખા એવી નથી કે જેના. સ્વરૂપને નિશ્ચય ખાસ નિશ્ચિત ધર્મશાસ્ત્રથી આટલે બધે થતો હોય, અને ધર્મની પડતીથી આ શાખા ઉપર જેટલી ગંભીર અસર થાય છે તેટલી. અન્ય કોઈ શાખા ઉપર થતી નથી. આ ચળવળને અંગે રેમના મહારાજ્યના પાછલા સમયમાં કેવળ સામાજીક લગ્ન જે થતાં હતાં તેને બદલે ધીમે ધીમે ધાર્મિક લગ્ન થવા લાગ્યાં. જે કાર્ય જીદગીમાં અતિ અગત્યનું પગલું છે તે કાર્યને ધર્મના દિવ્ય આશિર્વાદથી અંક્તિ કરવામાં ખાસ યોગ્યતા રહેલી છે; અને ધાર્મિક ક્રિયાને લીધે તે કરારમાં ગંભીરતાનું બહુ ઉડું ભાન આવે છે. આમ લગ્ન પરત્વે ખ્રિસ્તિ ધર્મની ખાસ ધાર્મિક દૃષ્ટિને લીધે ખાસ પવિત્ર ધાર્મિક ક્રિયાઓ સહિત તે થવું જોઈએ એવી માન્યતા ઉત્પન્ન થઈ. પણ તે રિવાજ ધીમે ધીમે દાખલ થયો હતો. લાંબા કાળ પર્યત ગુલામેનાં લગ્ન ધાર્મિક ક્રિયા પૂર્વક થતાં નહોતાં; અને સ્વતંત્ર થએલા ગુલામેના સંબંધમાં જો કે તે સામાન્ય રીતે કરવામાં આવતી હતી, પણ ખાસ કરીને આવશ્યક ગણાતી નહિ. દશમા સૈકામાં તે આવશ્યક ગણુંવા લાગી. લગ્નને પવિત્ર કરવાને ખ્રિસ્તિ. ધર્મને જે મુખ્ય ઉદ્દેશ હતા તે આમ ફળીભૂત થયે; ઉપરાંત, પાદરી વર્ગની સત્તા જમાવવામાં આગળ જતાં તે પ્રબળ સાધન થઈ પડયું. અને આ પાદરીઓ જીદગીના આ અતિ અગત્યના કરાર પરત્વે જે જે બંધને. મૂકતા તે તે બધાને આધીન થતા માણસને ફરજ પડાવવા તેઓ શક્તિમાન હતા. અર્વાચીન સમયમાં સામાજીક લગ્નના સ્વીકારથી કેથલિક
Page #478
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 431 પાદરીઓની આ સત્તા કૌટુંબિક જીવનમાં ઘણી ઓછી થઈ ગઈ છે એ. વાત એ ધર્મને એક જબરા ઘા રૂપ નીવડી છે. ' વળી બીજી બાબતની પેઠે આ બાબતમાં પણ રાજ-કાયદાથી જુદા પડીને ધર્મ સભાઓ દઢતાથી પોતાના વિચારને વળગી રહેતી કે લગ્ન છેદમાં પણ કેવળ પાપ છે. કોન્સ્ટનટાઈને કાયદો કર્યો હતો કે જે પતિ ત્રણ ગુના કરે અને પત્ની ત્રણ ગુના કરે છે તે વખતે લગ્ન છેદ વાજબી છે. પણ લોકોની પ્રકૃતિને એ અંકુશ રૂઓ નહિ, અને કાયદામાં એક બે ફેરફાર કર્યા પછી જસ્ટીનિયનના કાયદા સંગ્રહમાં લગ્નોછેદની કુલ પરવાનગી પાછી મળી. પણ જ્યાં સ્ત્રીના વ્યભિચારના પરિણામે ઉપસ્થિત થતા લગ્નોદને પ્રસંગ આવે ત્યાં ખ્રિસ્તિ વૃદ્ધો કાંઈક ઢચુપચુપણું બતાવતા, પણ બાકીના બીજા બધા પ્રસંગે તે તેઓ સ્પષ્ટ કહેતા કે લ ચ્છેદ ગુનાહિત છે, અને જે ખ્રિસ્તિઓ રાજ કાયદાની છૂટ લાભ લેતા તેમને માથે અમુક કાળ પ્રાયશ્ચિત કરવાનો બોજો તેઓ મૂકતા. ઘણું સૈકાઓ સુધી કાયદાની આ કિવિધતા ચાલુ રહી હતી. જે પિતાની સ્ત્રીને ત્યાગ કરે તેને સખત દંડ કરીને જંગલીઓના કાયદા લગ્નો છેદ ઉપર અંકુશ રાખતા હતા. શાલમેન લગ્નેચછેદને ગુનાહિત કહેતો, પણ તેને સજાપાત્ર ઠરાવવાની તેની હિંમત ચાલી નહતી, અને પોતે જ તે કરતો હતો. પણ ખ્રિસ્તિ ધર્મસંસ્થા તે તે ગુનો કરનારને બહિષ્કારને ભય બતાવતી, અને કેટલીક વખત તે તે ભય તે બરાબર અમલમાં પણ મૂકતી. અંતે બારમા સૈકામાં ખ્રિસ્તિ ધર્મને સંપૂર્ણ વિજય થશે અને ધાર્મિક કાનુનના સિદ્ધાંતને સ્વીકારી રાજ્યે પણ કાયદો કર્યો કે લગ્ન છેદ ગેર કાયદેસર છે; અને તેની મના કરી. - આ સંપૂર્ણ પ્રતિબંધથી માણસનું સુખ કે નૈતિક શ્રેય કેટલે અંશે વધ્યું છે તે બાબતની તપાસમાં ઉતરવાનું અન્ન આપણું પ્રયોજન નથી. અત્યારે તે એટલું જ કહેવું બસ છે કે અત્યારે જેમ આ પ્રતિબંધની તરફદારી જનહિતવાદની દૃષ્ટિથી ઘણીવાર થાય છે તેમ જ્યારે ખ્રિસ્તિ પ્રજાએમાં એ પ્રતિબંધ પ્રથમ મૂકાયો હતો ત્યારે નહોતું થતું, પણ ધર્મને નામે જ
Page #479
--------------------------------------------------------------------------
________________ 432 યુપીય પ્રજાની આચરણને ઈતિહાસ તેની તરફદારી થતી હતી. ધાર્મિક ક્રિયા યુક્ત લગ્ન એજ લગ્ન; ઈશુના પિતાની સંસ્થા સાથેના કાયમી મેળાપના ખાસ ચિહ્નરૂપ લગ્ન છે; એવી માન્યતાનું જ તે પરિણામ હતું. વ્યભિચારના પ્રસંગે પણ લગ્નની પવિત્ર ગ્રંથી તેડી નખાય નહિ એવું કેથલીક મતનું સખત બંધન અર્વાચીન ધારાશાસ્ત્રમાં ઘણું શિથિલ થઈ ગયું છે અને આ દિશામાં હજી પણ આગલાં પગલાં ભરાશે એ પણ નિસંશય છે. તથાપિ આ બાબતમાં વિધમી મહારાજ્યની બેહદ છૂટ પછી સિદ્ધાંત અને વ્યવહારમાં જે મોટો ફેરફાર થયો છે તે હવે સર્વને સ્પષ્ટ થયો હવે જોઈએ. જે લગ્ન આવાં ગંભીર અને અફર હોય તે લગ્ન એક બીજાની રાજીખુશીથી અને સ્વતંત્રતાથી થવાં જોઈએ એ વાત આવશ્યક નહિ તો છેવટે અતિ અગત્યની તો થઈ પડી. પ્રજાતત્રના અસ્ત સમયમાં રેમના સ્વદેશાભિમાની પુરૂષોને અભિપ્રાય એવો હતો કે રાજ્યને છોકરાં પૂરાં પાડવાના સાધન તરીકે લગ્નની ગણના થવી જોઈએ અને એવા ઈરાદાથી ફરજ તરીકે લગ્ન થવાં જોઈએ. અને ઓગસ્ટસના કાયદામાં જે લગ્ન ન કરે તેમને ઘણું લાભમાંથી બાતલ કર્યા હતા. લગ્ન કરવાની આ બને લાલચે ખ્રિસ્તિ ધર્મની અસરમાં તણાઈ ગઈ. પ્રજાકીય સદાચારના અસ્તની સાથે લેકઅભિપ્રાય અદ્રશ્ય થઈ ગયે. તપોવૃત્તિના ઉત્સાહ કાળમાં કુંવારી જીંદગી પવિત્રતાનું શિખર ગણવા લાગી, અને તેની અસરને લીધે ઉપલા કાયદાઓ રદ થઈ ગયા. લગ્નના પિતાના સત્કૃષ્ટ નમુનાને સાક્ષાત્કાર કરાવવા માટે હજી એક બીજી અગત્યની વાત પણ ખ્રિસ્તિ ધર્મગુરૂઓએ હાથમાં લેવાની હતી. આ વાત, પિતાના ધર્મથી જેમના વિચાર જુદા પડતા હોય તેમની સાથે ખ્રિસ્તિ-સંસ્થાના અંગભૂતોને લગ્ન કરતાં અટકાવવાની હતી. ધર્મપંથને માંહમહેને વિખવાદ અને અંટસ બીજા કોઈપણ સાધન કરતાં મિત્ર-લથી ઘણે વધારે ઓછો થઈ જાય છે એ વાત ખરી, પરંતુ એટલું પણ અત્ર લક્ષમાં રાખવાનું છે કે એ વાત બને તે પહેલાં ધર્મની બાબતમાં ક્ષમા-વૃત્તિ બહુ કેળવાઈ ગએલી હોવી જોઈએ. જ્યાં દંપતિમાંથી દરેક જણ
Page #480
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 433 અંતઃકરણપૂર્વક એમ માનતું હોય કે પિતાને પતિ યા પિતાની પત્ની કાયમની દુર્દશા ભોગવવાને નિર્મિત થએલ છે, ત્યાં એક બીજા વચ્ચે ખરું સુખ, સહદયતા કે વિશ્વાસ ઉપજી શકે નહિ; અને અમુક ધર્મમાં કેળવાતાં છોકરું નરકનું નિરંતર વાસી થશે એવી જ્યાં દઢ માન્યતા હોય ત્યાં અમુક છોકરાંને એક ધર્મમાં કેળવવાં અને બીજાને બીજા ધર્મમાં કેળવવાં એવી કૌટુંબિક સમજણ અશક્ય થઈ પડે છે. ધર્મ-શ્રદ્ધાની ભિન્નતાને લઈને કુટુંબમાં ઉપજતે વિખવાદ, ખ્રિસ્તિ ધર્મના પ્રવેશ પૂર્વે દુનિયામાં ઘણું કરીને લગભગ કે તદન અજ્ઞાત હતો; કારણકે મત-ભિન્નત્વ તે કદાચ અગાઉ પણ હશે, પરંતુ એટલા બધાં અગત્યનાં પરિણામ તેને આરોપિત કરવામાં આવતાં નહિ. રેમનું રાજ્ય ખ્રિસ્તિ થયું ત્યારે, અથવા ધર્મસુધારણના સમયે, અથવા આપણું પિતાના જમાનામાં, જ્યારે જ્યારે નવીન ધર્મની કે પંથની સ્થાપના થતી હોય છે ત્યારે લોકોમાં ધર્મની લાગણી બહુ પ્રબળ હોય છે અને તેમાંથી મેટા અનર્થ ઉપજે છે. અને ધર્મની બાબતમાં કેળવાએલી ક્ષમાવૃત્તિની ખામીને લીધે જ્યાં એક જ ઘરમાં સ્ત્રી અને પુરૂષના ધર્મ જુદા જુદા હોય છે ત્યાં તે ઘરમાં અત્યંત દુર્દશા ઉપસ્થિત થયા વિના રહેતી નથી, કારણકે બન્ને વચ્ચે જે શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ હોવાં જોઈએ તે રહેતાં નથી અને તેથી અનેક વિખવાદ બન્ને વચ્ચે ઉભા થાય છે. તેમાં પણ જ્યારે સ્ત્રીઓને અશિક્ષિત અને અજ્ઞાન રાખવામાં આવે છે ત્યારે આ વિખવાદની હદ રહેતી નથી. અનેક શાસ્ત્રીય શોધખોળને લીધે, સમીક્ષણયુક્ત અને ઐતિહાસિક પરિચનાને લીધે અને કેળવણીના સુધારાને લીધે, જ્યારે વિચારશીલ પુરૂષો અત્યંત અગત્યના ધાર્મિક પ્રશ્નોનું મંથન કરતા હોય છે, ત્યારે સ્ત્રીઓને એ સાધનોથી લગભગ કેવળ બહિર્મુખ રાખવામાં આવે છે. નિષ્પક્ષતા અને વિલંબને માટે પુરૂષો કરતાં સ્ત્રીઓનાં મન સામાન્ય રીતે કુદરતથી જ ઓછાં લાયક હોય છે; અને બુદ્ધિને કેળવી દઢ કરે એવી બાબતેના અભ્યાસને સ્ત્રી કેળવણીમાંથી કેવળ અલગ રાખતાં, આ મત ભિન્નત્વ બહુ વધી જાય છે, અને તેની સાથે પરંપરાથી ચાલ્યા આવતા વિચારમાં
Page #481
--------------------------------------------------------------------------
________________ 434 યૂરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ. તેમની પ્રબળ શ્રદ્ધા રહે અને વિરૂદ્ધ વિચારેના સમાગમમાં ન આવે એ મુખ્ય ઉદ્દેશ સામાન્ય રીતે રાખવામાં આવેલું હોય છે. પરંતુ સંકચિત જ્ઞાન અને અપૂર્ણ સહદયતા–એટલા જ દોષે આ કેળવણીના છે એમ નથી. એક અમુક પ્રકારના ધાર્મિક ઉપદેશનું ખાસ લક્ષણ હમેશાં એ માલમ પડેલું છે કે વિચારના સઘળા સિદ્ધાંતોને એ એક જ દિશામાં વાળે છે અને બુદ્ધિ વિષયક તટસ્થતાને તદ્દન નાશ કરે છે. બીજી બાબતોમાં પ્રમાણિક નિશ્ચયને માટે માન નહિ તે છેવટે ગંભીર અનેના સંવાદમાં પિતાને અભિપ્રાય દર્શાવવા માણસોને હકદાર કરવા પૂરતું જેટલું જ્ઞાન જોઈએ તેનું કાંઈક ભાન આપણને જણાય છે. સંવાદના વિષયમાં કેવળ અજ્ઞાનપણું નિશ્ચયપૂર્વક બોલતાં માણસને અટકાવે છે; અને અજ્ઞાન માણસ પોતે જે વિષયમાં અજ્ઞાન છે તે વિષયમાં બહુ વાંચીને અને વિચારીને પિતાના વધારે સુશિક્ષિત પાડોશીએ તે અજ્ઞાની પિતે જે વિચારો માને છે તેમનો ત્યાગ કર્યો છે અથવા તેમાં ફેરફાર કરી એ માને છે એ જોઈ તેની સ્થિતિ બહુ કંગાળ અને દયાજનક છે એમ બેલતાં જે તે અજ્ઞાન માણસ માત્ર સમજુ અને સભ્ય હશે તો અટકશે. પણ ધાર્મિક પ્રશ્નોમાં આવી વાત કદિ બની નથી. કેવળ અંધ શ્રદ્ધામાં જ પરમ કર્તવ્ય છે એવો ઉપદેશ કરીને અને સધળી શંકા ગુનાહિત અને શાપિત છે એમ કહીને, બીજી બાબતોથી તદ્દન ભિન્ન મનની અવસ્થા ધર્મ પિતાની બાબતમાં ઉપજાવે છે. એવાં ઘણું માણસ હોય છે કે જેમણે બાઇબલનું એક પાનું પણ વાંચ્યું નહિ હોય અને પિતાના ધર્મના સિદ્ધાંતોની અથવા જે દલીલોથી તેનું મન થાય તેમાંથી કોઈની ખબર તેમને નહિ હોય, છતા અત્યંત વિશ્વાસ પૂર્વક વિવાદના પ્રશ્નને સંબંધી છાતી ઠોકીને મત તેઓ આપે છે; અને પિતાના અભિપ્રાય સાથે જે મળતા ન આવે તેમને જૂઠા કહેશે, ધિકારશે, તેમના ઉપર દયાની નજરથી જોશે અને તેઓ પિતાના વિચાર ફેર માટે પરમેશ્વરની પ્રાર્થના કરશે; પિતાના અભિપ્રાય સત્ય જ હોવા જોઈએ એમ સ્વીકારી લેશે અને બીજાઓએ તેમાં જ કરી હશે તથાપિ તેમને ખોટા કહેશે અને કોઈ પણ જાતની તપાસમાં ઉતર્યા વિના બીજાના
Page #482
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 435 અભિપ્રાયને પાખંડી કહી જીદગી પર્યત તેમની સાથે વિરોધમાં રહેશે. કેઈ ગ્રંથને પાખંડી કહી કેળાહળ કરી મૂકનારામાંથી ઘણુંખરા તે એ ગ્રંથને 'ઉઘાડવામાં કે તેમાં કહેલા વિષયની ખોજ કરવામાં પણ ગુન ગણતા હોય એ સંભવિત છે. પાદરીઓનાં અનેક ભાષણ આ વાતની સાક્ષી પૂરે છે અને અમુક પ્રકારના વિચાર કે હૃદયના ભાવમાંથી જેનું વિમાર્ગગમન થાય તેમની અવસ્થાનું અતિ કરૂણમય ચિત્ર આપીને સ્ત્રીઓની કલ્પનાને ઉશ્કેરી મૂકે છે. આથી કરીને ધર્માંધતા અને ગુપ્ત ખીજવાટ અસંખ્ય કુટુંબોમાં પેસે છે; તેથી કરીને કુટુંબની શાંતિમાં ઝેર રેડાય છે, સ્ત્રી પુરૂષને અરસપરસને વિશ્વાસ મંદ પડી જાય છે, સત્યના શેધકની મુશ્કેલીઓ ઘણી જ વધી પડે છે, અને બુદ્ધિની ભરૂતા, ઢેગ અને ખોટ દેખાવ ચારે તરફ પ્રસરી રહે છે. તેથી જ્યારે રેમનું રાજ્ય બ્રિસ્તિ થવા માંડયું ત્યારે આ કૌટુંબિક વિખવાદ બહુ જાહેરમાં આવવા લાગે; અને પિતાના મતની અખંડતા સાચવવાની અને જે ખ્રિસ્તિ થાય તેમને ઉત્સાહ જાળવી રાખવાની સ્વાભાવિક ઈચ્છાથી દેરાઈ એવાં મિશ્ર લગ્ન ખ્રિસ્તિઓએ કરવાં જ નહિ એવો આગ્રહપૂર્વક ઉપદેશ ખ્રિસ્તિ વૃદ્ધોએ કરવા માંડયો. કુટુંબકલહ ઓછો થાય એ પણ ઉદેશ હ. ખ્રિસ્તિઓ ઈશુના અવયવો છે, તેથી અન્ય ધર્મની સાથે ખ્રિસ્તિએ લગ્ન કરવાં એ એક જાતને વ્યભિચાર છે એમ તેઓ કહેતા. રાજના કાયદામાં ખ્રિસ્તિઓને પાખંડી જોડે લગ્ન કરવાની મનાઈ નહોતી, પરંતુ એવાં લગ્નોને ઘણું ધર્મ-સભાઓ સખત શબ્દોમાં ગુનાહિત ગણું વખોડતી. આ પ્રમાણે લગ્ન સંબંધી વિચારોમાં ફેરફાર ખ્રિસ્તિધર્મ કરાવ્યો. કુંવારી જીદગીને અપાતી અત્યંત પવિત્રતા, લગ્ન સિવાય સ્ત્રી પુરૂષના કોઈ પણ જાતના વ્યવહારની સખત નિંદા, એક જ ધર્મનાં સ્ત્રી પુરૂષોનાં કાયમી લગ્ન થવાં જોઈએ એ વિચાર અને તેનું ઉત્કૃષ્ટ ભાન, અને તે લગ્ન પણ ગંભીર પ્રકારની ધાર્મિક ક્રિયાઓ સહીત થવાં જોઈએ અને મૃત્યુથી જ છૂટાછેડા થાય એવો આગ્રહ, આ બધાં નીતિની જે શાખાની આપણે વાત કરીએ છીએ તેમાં, ખ્રિસ્તિ ધર્મની અસરના ચિને હતાં,
Page #483
--------------------------------------------------------------------------
________________ 436 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. વળી આ નવીન ધર્મનું એક બીજું પરિણામ એ આવ્યું કે જે ગુણમાં નગીઓ ખાસ કરીને ભભકી નીકળે છે તે ગુણે બહુ માનનીય ગણાવા લાગ્યા. સ્ત્રીપુરૂષના ખાસ લાક્ષણિક ભેદ કેવા કેવા છે, અને આ ભેદને લીધે જુદા જૂદા જમાના, જૂદી જૂદી પ્રજા, જુદાં જુદાં તત્વજ્ઞાન અને જૂદા જૂદા ધર્મોના સર્વોત્કૃષ્ટ નમુના ઉપર શી શી અસર થઈ છે તે બાબતની તપાસમાં ઉતરવા જેવું છે. શારીરિક સંપત્તિમાં, પુરૂષો બેશક બળમાં વધારે હોય છે, અને સ્ત્રીઓમાં સૌંદર્ય વધારે હોય છે. પરંતુ શાસ્ત્ર, સાહિત્ય અને કળામાં બધું અગ્રસ્થાન લગભગ પુરૂષોએ જ ભગવ્યું છે અને કોઈ પણ પ્રકારે બુદ્ધિની અતિ ઉજવળતા બતાવ્યાના સ્ત્રીઓના દાખલા બહુ જ જૂજ છે; અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં પણ ઘણા મહાન પુરૂષો મહાન કાર્યો કરી શક્યા છે અને સંગીત વિદ્યા અને ચિત્ર વિદ્યા કે જેની ખીલવણીને માટે સ્ત્રીઓના સંજોગો અનુકૂળ લાગે છે તેમાં પણ અગ્રસ્થાન પ્રાપ્ત કરવામાં સ્ત્રીઓ તદન નિષ્ફળ થઈ છે–આ બધી હકિકતો જ્યારે આપણે ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે પુરુષો કરતાં સ્ત્રીઓમાં બુદ્ધિ કાંઈક ઉતરતા પ્રકારની હોય છે એ વાતની ભાગ્યે જ ના પાડી શકાશે. સ્ત્રીઓમાં ફેલ, હેન્ડેલ, શેકસપીઅર કે ન્યુટન મળવા અશક્ય છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિ વિષયક બાબતેમાં વધારે પ્રાસંગિક અને ઉડઉડ કરતી હોય છે; સામાન્ય સિદ્ધાંત કરતાં અમુક અમુક દષ્ટાંતિમાં તેમનાં મન વધારે ચેટે છે; વિચારપૂર્વક વિવેક કે આ અનુભવના કરતાં સહજ પ્રત્યક્ષોથી દરેક વાતનું તેલન તેઓ વધારે કરે છે. પરંતુ વિચારની ચપળતા અને ત્વરિતતામાં, અને મનોભાવના રસિક અને બારીક ભેદ ત્વરાથી અને બરાબર પરખવાની કુદરતી શક્તિમાં તેઓ સામાન્ય રીતે ચડી જાય છે, અને તેથી તેઓ વાતચિતમાં આકર્ષક હેય છે, અને પત્ર લખનાર તરીકે, રંગભૂમિ ઉપર ખેલાડી તરીકે અને નવલ કથાકાર તરીકે તેઓ વધારે દીપી નીકળે છે. નીતિની બાબતમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ ચડી જાય છે એ નિર્વિવાદ લાગે છે. પિલિસખાતાના આંકડાઓને કાંઈક જેવું તેવું અને અપૂર્ણ પ્રમાણ ગણીને બેલીએ તો આપણને માલમ પડે છે કે વસ્તીમાં સ્ત્રી પુરૂષોની સંખ્યા
Page #484
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 437 લગભગ સરખી છતાં સ્ત્રીઓ કરતાં પુરૂષો પાંચગણા કરતાં વધારે ગુના ઘણું કરીને કરે છે. બન્ને જાતિમાં પુરૂષ વધારે બળવાન હોવાને લીધે અને કુટુંબનું ભરણપોષણ કરવાને બેજો તેને માથે પડતો હોવાને લીધે, સ્ત્રી કરતાં એને લાલચે વધારે હોય છે એ વાત ખરી, તથાપિ એ વાત પણ આપણે લક્ષમાં રાખવાની છે કે ભૂખમરાની સ્થિતિ સ્ત્રીઓમાં ઘણી સાધારણ હોય છે અને તેમના ગુજરાનનાં સાધને ઘણું જ મર્યાદિત હોય છે અને તેમની કમાણુ ઘણુ જ જૂજ અને જોખમ ભરેલી સ્થિતિની હોય છે. નૈતિક અને ધાર્મિક સ્વભાવનું મુખ્ય લક્ષણ આત્મ-ભગ છે અને તે લક્ષણ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં બેશક ઓછું જોવામાં આવે છે. સ્ત્રીઓનું આખું જીવન ઘણું કરીને પરાર્થે જ ગાળવામાં આવે છે, બીજાની વૃત્તિને તાબે થવામાં અને તેનું સુખ સંભાળવામાં તેનું આખું જીવન વ્યતીત થાય છે. વળી કેટલીક વખત મનુષ્યના મનભાવમાંથી સદાચાર આપોઆપ ઉગી નીકળે છે, કેટલીક વખત કર્તવ્યના ભાનને આધીન રહેવા વિચારપૂર્વક તે આચરવામાં આવે છે. આ બન્ને પ્રકારના સદાચારમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ ચડતી જણાય છે. તેમની લાગણીઓ વધારે તીવ્ર હોય છે; આચાર અને વિચાર બન્નેમાં તેઓ વધારે વિશુદ્ધ હોય છે; ભૂલેલા ચૂકેલા પ્રત્યે વધારે કમળ, દુઃખી પ્રત્યે વધારે દયાળુ, અને સગાંવહાલાં પ્રત્યે વધારે હેતાળ તેઓ હોય છે. ગરીબ અને સામાન્ય વર્ગમાં સ્ત્રીઓ ઘણું કરીને પોતાનાં સુખ અને લાગણીના ભોગે બીજાનું જ સુખ તાકતી હોય છે અને સતત સ્વાર્થ-ત્યાગનું જ જીવન જીવતી હોય છે. તથાપિ, પુરુષો કરતાં સ્ત્રીઓમાં જો કે અત્યાચાર અને ક્રૂરતાનું વલણ ઓછું હોય છે, પરંતુ તેઓમાં નાના પ્રકારની પૂલ, ઈર્ષા, ખાર અને સાંસારિક લેભ એકંદરે વધારે હોય છે. વળી ચંચળ હિંમતમાં પુરૂષો કરતાં તેઓ ઉતરતી હોય છે. સહનશક્તિમાં તેઓ સામાન્ય રીતે ચડી જાય છે, પણ આ સહનશક્તિ સામાની સામે થઈને સહન કરે એવી જાતની નહિ, પણ આગલાની ઈચ્છા પ્રમાણે વળી સહન કરે એવી જાતની હોય છે. બુદ્ધિવિષયક સદાચારમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ બેશક ઉતરતી હોય છે. સત્ય ઉપર પ્રેમ સ્ત્રીઓ કવચિત જ રાખે
Page #485
--------------------------------------------------------------------------
________________ 438 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ છે, જે કે જે વાતને તેઓ સત્ય માની બેસે છે તેમાં તેઓ બહુ મક્કમ હોય છે અને પિતાથી ભિન્ન મત વાળાને તેઓ અત્યંત ધિક્કારે છે. નિષ્પક્ષપાતતાની કે શંકા કરવાની શકિત તેઓમાં બહુ થોડી જ હોય છે; વિચાર કરવાની તેમની પદ્ધતિ લાગણીને એક પ્રકાર જ ઘણું કરીને હોય છે; કાર્યમાં જે કે તેઓ બહુ ઉદાર હોય છે, પરંતુ પોતાના અભિપ્રાયમાં કે તુલના કરવામાં કવચિત જ ઉદાર તેઓ થાય છે. નિશ્ચય કરાવવા કરતાં સમજાવી લેવામાં તેઓ વધારે કુશળ હોય છે, અને માન્યતાને કિવા આસ્થાને વસ્તુસ્થિતિના વાસ્તવિક દસ્થ ચિહન તરીકે ગણવા કરતાં દિલાસાના સ્થાન તરીકે તેની વધારે કિંમત તેઓ ગણે છે. તેથી પિતાની આસ્થામાં તેઓ આનંદ માણે છે. જે સંજોગેથી વાતમાં ફેર પડી જાય છે તે જેવાની, જે સિદ્ધાંતની સામી થએલી તે હોય છે તેમાં જે સારાં તો રહેલાં હોય છે તેમનો સ્વીકાર કરવાની, પ્રતિપક્ષીના અભિપ્રાયોથી તેની વ્યક્તિગત વત્તેણુક નેખી પાડવાની શક્તિ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં ઓછી હોય છે. પુરૂષોનું વલણ ન્યાયપ્રત્યે ઘણું હોય છે, સ્ત્રીઓનું વલણ દયા પ્રત્યે ઘણું હોય છે. ઉત્સાહ, સ્વાશ્રય, ખંત અને મનની મોટાઈમાં પુરૂષો ચડી જાય છે; નમ્રતા, કમળતા, લાજ અને સહનશીલતામાં સ્ત્રીઓ ચડી જાય છે. સ્થિતિને તાદસ્થ કરી આપતી કલ્પના જે આપણને દયા અને પ્રેમના કાર્યમાં ઉશ્કેરે છે તે સ્ત્રીઓમાં વધારે તીવ્ર હોય છે અને તે કલ્પના અદશ્ય વસ્તુઓ ઉપર વધારે સ્થિત થઈ શકે છે. સ્ત્રીઓના ધાર્મિક કે ભક્તિમાન સાક્ષાત્કાર વધારે સ્પષ્ટ અને પ્રબળ હૈય છે: અને સંભાવત છે કે જ્યારે પિતાની હાજરીમાં થએલા પિતાના બાળકના મૃત્યુથી પિતાને ઘણું દુઃખ થાય છે ત્યારે બાળક જે કઈ દુર દેશાવરમાં મરી જાય છે તેથી માતાને ઘણું કરીને બહુ વધારે દુઃખ લાગે છે. તથાપિ જોકે સ્ત્રીઓની લાગણીઓ વધારે પ્રબળ હોય છે, પરંતુ આ લાગણીઓ પુરૂષોની લાગણીઓ કરતાં ઘણું કરીને ઓછી વિસ્તૃત હોય છે. તેમની કલ્પને વ્યકિતઓ ઉપર વધારે ચોંટે છે; તેથી મહાન બાબતે કરતાં મહાન નેતાઓ ઉપર તેમને પ્રેમ વધારે જામે છે; અને કદિ જો કોઈ મહાન
Page #486
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 439 બાબતની તેમને દરકાર થાય છે તો ઘણું કરીને તેનું કારણ એ હોય છે કે કોઈ મહાન પુરૂષે અગર જેના ઉપર તેમને પ્રેમ હોય છે એણે એ બાબત ઉપાડેલી હોય છે. રાજકીય બાબતેમાં સ્વદેશાભિમાન કરતાં ભકિત તેઓમાં વધારે હોય છે. ઈતિહાસમાં, સામાન્ય કારણોની કુટને કેવળ અલગ રાખીને અમુક અમુક મનુષ્યોનાં ચારિત્ર્યના પ્રસંગે અને તેમનાં લક્ષણ પ્રત્યે જ પુરૂષો કરતાં પણ તેઓ વધારે આકર્ષાય છે. પરોપકારમાં સાર્વજનિક ઉદારતા કરતાં વ્યકિતઓ પ્રત્યે ઉદારતા તેઓ વધારે કરે છે અને સાર્વજનિક સંકટને અટકાવવા કરતાં તેનું દુઃખ ઓછું કરવામાં તેઓ વધારે પ્રવૃત્ત રહે છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓના કરતાં પુરૂષના ખાસ સદાચાર વધારે પ્રશસનીય ગણાતા હતા. હિંમત, સ્વમતનું સ્થાપન, મનની મેટાઈ, અને સ્વદેશાભિમાન નૈતિક શ્રેષ્ઠતાનાં મુખ્ય લક્ષણ ગણાતાં હતાં. બ્રહ્મચર્ય, લાજ, દયા અને કોમળ અને કૈટુંબિક સદાચાર કે જે ખાસ કરીને સ્ત્રીઓના સદાચાર છે તેમની બહુ ગણના થતી નહોતી. સ્ત્રીઓએ પિતાના પતિને વફાદાર રહેવું એ વાતને ખાસ અગત્યતા તેઓ આપતા હતા; સિવાય સ્ત્રીના કોઈ ખાસ સદાચારને તે સમયમાં અગ્રસ્થાન પ્રાપ્ત થયું હતું. ઉલટું, બીજા સદાચારમાં સ્ત્રીનું સ્ત્રીપણું જેટલે અંશે નષ્ટ થતું તેટલે અંશે તેઓ વધારે પ્રશંસનીય ગણાતી હતી. પાર્ટીની માતાઓ, રિશીઆ, એરિઆ ઈત્યાદિ સ્ત્રીઓ વખણાતી તેનું કારણ માત્ર એટલું જ કે તેમનું આચરણ પુરૂષવત થયું હતું. પિતાના દેશને માટે પિતાના સંતાનનું બળીદાન આપતાં તેઓ કાંઈ ગણકારતી નહિ, અથવા તે મર્દીની બતાવી શુરવીરની પેઠે કષ્ટ સહન તેઓ કરતી. પરંતુ અર્વાચીન સમયમાં આપણે કેટલીક સ્ત્રીઓને વખાણીએ છીએ તેનું કારણ એ છે કે સ્ત્રીઓના ખાસ સદાચાર તેમનામાં બહુ બહાર પડી આવેલા હોય છે. આ પ્રમાણે પ્રાચીન કાળમાં પુરૂષોને યોગ્ય માઁની સદાચારમાં નીતિની શ્રેષ્ઠતા મનાતી હતી તે વિચાર ખ્રિસ્તિ ધર્મ ફેરવી નાખે, અને તેની જગાએ સંતવત આચરણ શ્રેષ્ઠ ગણવું લાગ્યું. તેથી કરીને ગરીબાઈ, કોમળતા, ધીરજ, દીનતા, આસ્થા
Page #487
--------------------------------------------------------------------------
________________ 440 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને પ્રેમ જે સ્ત્રીઓના ખાસ સદાચાર છે તે અગ્રસ્થાને આવ્યા. શિલ્પકળા પુરૂષના સદાચારને સારી રીતે આલેખી શકે છે, તેથી જ ઘણું કરીને વિધર્મીઓ શિલ્પકાળમાં પંકાતા હતા. પણ ખ્રિસ્તિ કારીગરે ચિત્રકળામાં વધારે પ્રવીણ છે તેનું કારણ કે તે કળામાં સ્ત્રીનાં સૌદર્ય બહુ સારી રીતે દર્શાવી શકાય છે. સ્ત્રીના સદાચારની આ નવી કિંમતને લીધે ખ્રિસ્તિ ધર્મમાં મેરી–પૂજાનું મહાતમ્ય કહેલું છે. ખ્રિસ્તિ ધર્મનું વલણ આમ સ્ત્રીઓનું મહાઓ વધારવાનું હતું. વળી સ્ત્રીઓની ધર્મભાવના વધારે પ્રબળ હોય છે, અને જે ધર્મમાં તેના પ્રવર્તક પ્રત્યે ભકિત રાખવાની મુખ્ય ફરજ કહેલી હોય છે તે ધર્મ પ્રત્યે સ્ત્રીઓ વધારે આકર્ષાય છે. અને આ તો ખ્રિસ્તિ ધર્મમાં હોવાથી સ્ત્રીઓ તે ધર્મ ફેલાવવામાં બહુ સહાયભૂત થઈ છે. ઘણી ખ્રિસ્તિ સ્ત્રીઓએ પિતાના ધર્મને માટે પિતાને ભોગ આપ્યો છે અને ધર્મવીરી થઈ ગઈ છે, અને પિતાના કુટુંબના પુરૂષવર્ગને ખ્રિસ્તિ બનાવવા તેઓ શક્તિમાન થઈ છે. સંત ઓગસ્ટાઈન, સંત ક્રિસસ્તમ, સંત બેસિલ ઈત્યાદિ સંતોને તેમની માતાઓએ જ પ્રથમ ખ્રિસ્તિ કર્યા હતા. તવૃત્તિની હીલચાલમાં અને સખાવતના મહાન કાર્યમાં સ્ત્રીઓએ ઘણે આગળ પડતો ભાગ લીધો છે. સખાવતને સદાચાર સ્ત્રીઓના સ્વભાવને ખાસ કરીને અનુકૂળ છે, અને જો કે ઘણા જમાનામાં અને ધર્મમાં વ્યક્તિઓને દુઃખ મુક્ત કરવાને પ્રયાસ સ્ત્રીઓએ કર્યા છે, પણ ખ્રિસ્તિ ધર્મના ઉદય પહેલાં સ્ત્રીઓના એ સ્વભાવને સંપૂર્ણ અવકાશ મળે નહે. ફેબિઓલા, વોલા, મેલેનિયા ઈત્યાદિ અનેક સ્ત્રીઓએ પિતાનાં આખાં જીવન સખાવતેની વિશાળ સંસ્થાઓ સ્થાપવામાં અને તેમને વિસ્તાર કરવામાં ગાળ્યાં છે, અને એમાંથી કેટલીક સંસ્થાઓમાં દુનિયામાં કેવળ નવીન પ્રકારની હતી. શહેનશાહબાનુ ફલેસિલા ઇસ્પિતાલમાં માંદાની માવજત પિતાને હાથે કરતી, અને એવી સેવા કરવાની તત્પરતા ખ્રિસ્તિ પત્નીનું પ્રથમ કર્તવ્ય ગણાતું. જમાને જમાને વૃત્તિને આ હિલોળે ઉતરતે આવ્યો છે. તેથી કરીને મનુષ્યનું ઘણું દુઃખ ઓછું થએલું છે અને નૈતિક ગૌરવ પણ સાથે સાથે વધ્યું છે.
Page #488
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 441 વળી સ્ત્રીઓ ધર્મની દીક્ષા લઈ સંસ્થાના નાનાં નાનાં કાર્યોમાં મદદ કરતી. આવી સ્ત્રી કુંવારી રહેતી. લાયક વિધવાઓને, જે તેઓ એકજ વાર પરણેલી હોય તે, ખ્રિસ્તિ ધર્મની સંસ્થા સહાય કરતી અને પાળતી; અને નિરાધાર સ્ત્રીઓ પ્રત્યે બહુ દયા રાખતી. વૃદ્ધ સ્ત્રીઓ પ્રત્યે તે ખાસ માનની નજરથી સંસ્થા જતી હતી. આવા વિચારોને અનુસરી રાજ્યના કાયદામાં પણ ફેરફાર થવા લાગ્યા અને પિતાનાં બાળકોના સંરક્ષક તરીકે માતાઓનો હક સ્વીકૃત થયો. વિધર્મીઓના સમયમાં એ હક સ્ત્રીઓને જ નહોતો. સારાંશ કે ખ્રિસ્તિ ધર્મને લીધે સ્ત્રીઓની પ્રતિષ્ઠા એકંદરે વધી, અને તેથી પુરૂષોના આચરણમાં પણ કમળતા અને વિનય આવ્યાં. કાયદામાં આવા ફેરફાર થયા નહોત તે પણ નીતિનું આખું દષ્ટિબિંદુજ ખ્રિસ્તિ ધમેં એવું ફેરવી નાંખ્યું હતું કે તેથી કરીને સ્ત્રીની પ્રતિષ્ઠા અને ગૌરવ એની મેળે વધ્યાં જતાં હતાં. મધ્ય કાળની મઠાધિકારી સ્ત્રીઓને આગળ પડતે મોભે, સ્ત્રી તેની મેટી સંખ્યા, અને ખાસ કરીને કુંવારી માતા મેરીની પૂજનીયતા, એ બધાની અસર એજ દિશામાં થતી હતી. મેરી-પૂજાથી સ્ત્રીઓનું દૃષ્ટિબિંદુ વિશુદ્ધ બની બેશક બહુ ઉચ્ચ બન્યું છે; કારણ કે મેરીનું નૈતિક મૈદર્ય અનુપમ હતું. વિધર્મીઓની દેવીઓમાં આવું સૈદ નહોતું, વિશેષ કરીને સ્ત્રીને 5 ખાસ સદાચારનું સૌંદર્ય તેમનામાં નહોતું. તેથી તેઓ જાણીતી હોવા છતાં તે પૂજાની આવી ગંભીર અસર થઈ નહોતી. ખ્રિસ્તિ ધર્મની આ સેવાની અસર હજી સુધી પણ પહોંચે છે. ધર્મ સુધારણા કાળે પ્રોટે સ્ટંટ મતે આ મેરી પૂજા મૂકી દીધી, પણ કેથલિક મતમાં એ પૂજા ચાલુ રહી, કેથલિક મત ભાવના-પ્રધાન છે; પ્રોટેસ્ટંટ મતવિચાર–પ્રધાન છે. તેથી કેથલિક મત સ્ત્રીઓને ખાસ અનુકૂળ થાય છે; ટેસ્ટંટ મત પુરૂષોને ખાસ અનુકૂળ લાગે છે. સ્ત્રીનું કામ કે લેવાનું છે અને કેથલિક ધર્મ તે આપે છે; પુરૂષનું કામ પિતાના જ પગ ઉપર ઉભા રહેવાનું છે, અને પ્રોટેસ્ટંટ મતને એજ ઉદ્દેશ છે. આમ આ બને મતના
Page #489
--------------------------------------------------------------------------
________________ * 442 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ---- -- દષ્ટિબિંદુઓમાં ફેર છે. કેથેલિક મત સામાન્યરીતે ચારિત્ર્યને કમળ કરે છે, પ્રેટેસ્ટંટ મત દઢ કરે છે. પરંતુ કોમળતા ઘણીવાર નિર્બળતાનું રૂપ લે છે. સામાન્ય રીતે કેથલિક પ્રજા લાગણમાં ઉત્સાહી, સ્વભાવમાં ખાસ કરીને મિલનસાર, અને સ્વભાવે વિનિત અને વિવેકી હોય છે; પ્રોટેસ્ટંટ પ્રજા સત્યપ્રેમી, કર્તવ્યના દઢ ભાનવાળી, અને ચારિત્રયમાં દઢતા અને ગૌરવવાળી ઘણું કરીને હોય છે. કેથલિક મતના અનુયાયીમાં દીનતા અને ભક્તિ વિશેષ હોય છે, પ્રોટેસ્ટંટ મતના અનુયાયીમાં સ્વતંત્રતા અને આત્મ-નિશ્ચય વધારે હોય છે. કેથલિક મતમાં વહેમી થઈ જવાનું વલણ છે; પ્રોટેસ્ટંટ મતમાં ધમાંધ થઈ જવાનું વલણ રહેલું છે. લગ્ન-સંસ્થામાં પ્રોટેસ્ટંટ મતે વિશુદ્ધિ અને ગૌરવનું તત્ત્વ વધારે ઉમેર્યું છે અને તેથી સ્ત્રી–વર્ગને મે લાભ થાય છે; છતાં કેથલિક મત જે સ્ત્રીઓને તે અનુકૂળ નથી એ વાત કબુલ કરવી જોઈએ. વળી પ્રોસ્ટેટ મતે મઠ-સંસ્થાને અંત આણ્યો એ વાત પણ સ્ત્રીઓના કે દુનિયાના હકમાં એકંદરે લાભદાયક થઈ નથી. નિર્ધનતા, કૌટુંબિક દુર્ભાગ્ય કે કેઈ બીજા કારણથી નિરાધાર થઈ પડેલી સ્ત્રીઓ મઠને આશ્રય લઈ સદાચારની અંદગી ગાળી શકતી અને ધાર્મિક ખેરાતના કામમાં મદદ કરી શક્તી. પરંતુ મઠે નાબુદ થઈ જતાં એ વાત જતી રહી. તપોવૃત્તિના સિદ્ધાંત ઉપર ચાલતી મઠની વ્યવસ્થામાં પણ સ્ત્રીઓની દુર્દશા વખતે થતી એ વાત ખરી છે; તથાપિ એ સંસ્થાને સુધારી અન્યરૂપે રાખવામાં વધારે લાભ હતા. પણ તેને કેવળ નાબુદ કરવાથી ગેરલાભ ઘણે થયે છે. પરયા ચાલીપ સંબંધને ઇતિહાસ આપણે જોયે. આ સંબંધ આ આઉટકવું રૂપ ધારણ કરશે તેને નિશ્ચયપૂર્વક નિર્ણય અગાઉથી અત્યારે કરી શકાય એ મ.ઇતિહાસ કહે છે કે જેમ જેમ સુધારે વધત જાય છે તેમ તેમ પુરૂષની ઉદારતા વધારે સતેજ અને વધારે વિસ્તૃત થતી જાય છે, તેમનાં વર્તન વધારે કમળ અને મર્યાદશીલ થતાં જાય છે; અને સત્યે પ્રેમ તેમનામાં વધતો જાય છે. ઈતિહાસ એમ પણ કહે છે કે બુદ્ધિ વિષયક મહાન તેજસ્વી કાળમાં અને મેટા સામાજીક સુધારાના
Page #490
--------------------------------------------------------------------------
________________ સ્ત્રીઓની પદવી. 443 સમયમાં સ્ત્રી પુરૂષોના સંબંધમાં ઘણી ગેરવ્યવસ્થા પણ વારંવાર જોવામાં આવેલી છે. એક અમુક પ્રકારના ખાસ ધાર્મિક ઉપદેશને લીધે, અને ઔદ્યોગિક સાહસ અને અર્થશાસ્ત્ર વિષયક વિચારમાં હાલમાં થએલા મેટા ફેરફારને લીધે સાંપ્રત સમયમાં આ સંબંધ બાબત વિચારો બદલાઈ ગયા છે એ વાતની ના કહેવાય એમ નથી. વસ્તીના ત્વરિત વધારાને રાજપુરૂષો અને નીતિવેતાઓ અને પ્રથમ સારી વાત ગણતા હતા. પણ હવે એ મત પ્રચલિત છે કે એ વધારાને અંકુશમાં રાખવા લગ્ન અને બાળકની સંખ્યા ઘટાડવામાં જ સમાજનો મોટામાં મોટો લાભ સમાએલે છે. આવી માન્યતાને લીધે અને સુખાભિલાષી સુધારાની સંગતીમાં રહેલી ઘણી કૃત્રિમ હાજતેને લીધે, ઘણી સ્ત્રીઓને કુંવારા રહેવું પડે છે અને જીદગીમાં પિતાને માર્ગ શોધી લેવો પડે છે અને તેમની શારીરિક નિર્બળતાને લીધે મુશ્કેલીઓ ઉભી થાય છે, તેમાં હાલના કાયદા અને રિવાજથી વધારો થાય છે. પસાને અને કેળવણીને લાભ તેમને જોઈએ તે મળતું નથી; ઘણું ધંધામાંથી તેમને બાતલ રાખવામાં આવે છે; બીજા કેટલાક ધંધા પરત્વે તેમનું ઉપહાસ કે નિંદા થાય છે, અને તેથી પરિણામ એ આવે છે કે ઘણી સ્ત્રીઓ બહુ કંગાલ અને ગરીબ અવસ્થામાં પિતાની જીંદગી ગાળે છે અને ઘણી ખરી સ્ત્રીઓ દુરાચારમાં પ્રવૃત્ત થાય છે. વળી યાંત્રિક સુધારે વધતાં સ્ત્રીઓ ઘરમાં બેસીને કામ કરતી તે પણ ગયું છે. વિલાયતી શાળો આવતાં રેંટીએ હવે ઘરમાં રહ્યો નથી. આ બધાનું પરિણામ અને નીતિમાં શું આવશે તેનું અનુમાન કરવાનું કામ નીતિવેત્તાનું છે, ઈતિહાસકારનું નથી. જમાને બદલાતાં સ્ત્રીઓની , પ્રવૃત્તિ અને કેળવણી બદલાશે ખરી; અને તેમની નીતિમાં પણ કદિ ફેરફાર થાય, પણ નીતિ સંબંધી કેટલાંક પ્રત્યક્ષ દર્શન જે આપણને થાય છે તે કદિ પણ દૂર થઈ શકશે નહિ. છે સમાપ્ત.
Page #491
--------------------------------------------------------------------------
________________ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલાં ઈતિહાસનાં પુસ્તકે. ઈંગ્લાડની ઉન્નતિને ઈતિહાસ . . . ——બીસ દેશને ઇતિહાસ . . * 0-14-0 ગુજરાતને તિહાસ-પ્રાચીન અને અર્વાચીન (બજે ભાગના) 1-12-0 જગતને અર્વાચીન ઇતિહાસ * * * 2-0--0 દક્ષિણ પૂર્વ સમયને ઇતિહાસ .. . . 0-9-0 પ્રાચીન ભારત ... * * * * 0-12-0 કેચ રેવોલ્યુશન યાને ફ્રાન્સ દેશ માંહેલી રાજ્યની ઉથલપાથલને ઇતિહાસ . , ૦-૧ર-૦. બ્રિટીશ હિંદુસ્થાનને આથીક ઇતિહાસ ( ભાગ 1 લે અને ભાગ 2 જે. ) * * * -12-2 બ્રિટીશ રિયાસત-પૂર્વેધ * * * 1-8-0 મરાઠી સત્તાને ઉદયે . * * 0-10-0 મુસલમાની રાજકીય તથા વિદ્યા સંબંધી ચઢતીને ઇતિહાસ - . . . . 0-2-0 રાસમાળા. ભા. 1 અને ભા. 2 (દરેક ભાગના ) ... 20-0 રીયા . . . - - - - 2 લંકાને ઇતિહાસ , . . . 0-3-0 વિક્રમાંકદેવ ચરિત્ર . ... -12-0 સુરત માંડવીનું દેશી રાજ્ય સ્થાને માંડવીને પુરાતન ઇતિહાસ. .. * * * * 0-8-0 હિંદની રાજ્યવ્યવસ્થા અને સ્થિતિ - 1-4-0 હિંદુસ્તાનમાં ઇંગ્રેજી રાજયને ઉદય * * 0-6-0 હિન્દ સામ્રાજ્ય-વૈ. 4 થું. ભા. 1 અને 2 (દરેકને). 1-0-0 આ સિવાય સોસાઈટીએ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોની વિસ્તારથી હકીકત મેટા કેટલેગમાં આપવામાં આવે છે–તે આસિ. સેક્રેટરી, ગુજરાત વ યુલર સેસાઇટી, ભદ્ર, અમદાવાદ એમને એક પત્ર લખેથી મફત મોકલી આપવામાં આવશે.
Page #492
--------------------------------------------------------------------------
_