________________ ઉપજે છે ! પરંતુ પરદેશગમનની વિરૂદ્ધ બોલનારાઓએ આવી વાત ધ્યાનમાં રાખવી ઘટે છે. અત્યારે તે આપણે મધુપર્કમાં દહીં, ઘી અને મધજ વાપરીએ છીએ. રથ બનાવવામાં કે તે સમયે કુશળ હતા, અને લાકડા અને ધાતુમાં કારીગરી બનતી હતી. ભાલા, તરવાર, છરી, ફરશી ઇત્યાદિ લડા ઈનાં હથિઆર બનાવવામાં પણ તેઓ કુશળ હતા. ચામડાની કારીગરી પણ થતી હતી. જુગારીઆઓને ખેતી કરવાની ભલામણ થતી હતી તેથી કામથી પણ તેઓ જાણીતા લાગે છે; અને લેણદેણને શરાફી વ્યાપાર પણ તેમનામાં ચાલતું હતું. | વેદકાળમાં આર્યોનું જીવન એકંદરે આવું હતું. તેમાંથી તેમના આચરણનો નમુનો કલ્પવો મુશ્કેલ નથી. દેશનું નહિ, પણ પિતાની જાતિનું અભિમાન તેમને બહુ હોવું જોઈએ, અને આવું અભિમાન મનુષ્યને ઉત્તમ નીતિમાં પ્રેરનારું અપ્રતિમ બળ નીવડે છે. વળી અનાર્યોની વચમાં તેમને રહેવાનું હોવાથી તેમનામાં સંપ અને ભાતૃભાવ હોવાં જોઈએ, કારણ કે બાહ્ય સંકટથી સંપ અને ભ્રાતૃ-ભાવની લાગણીઓ બહુ કેળવાય છે અને દર થાય છે. વળી સૌ સાથે આવેલા હોવાથી દરેક કુટુંબમાં તેના વડા કે કુળ પિતાની સત્તા સર્વોપરી ગણતી હશે. આબાદ થવામાં વસ્તી વૃદ્ધિની પ્રથમ જરૂર; તેથી સ્ત્રીઓ પ્રત્યે માન અને પૂજ્ય બુદ્ધિ રહેતાં હોવાં જોઈએ. સ્ત્રીઓ પણ પોતપોતાના પતિને વફાદાર રહે અને તેનું શુભ ઈચ્છનારી હોય તે તે પણ વાસ્તવિક છે. જરૂર પડતાં જુદી જુદી જાતનાં કળા હુન્નર પણ અસ્તિત્વમાં આવ્યાં હોય તે તેમાં પણ નવાઈ નથી. રાજ્યતંત્ર પ્રથમ પ્રજાતંત્ર જેવું જ હોવું જોઈએ અને વડીલે પ્રત્યે સર્વને માન અને પૂજ્યબુદ્ધિ રહેતાં હશે. વર્ણ વ્યવસ્થા હજી ગર્ભમાં હતી, અને તેથી આમને સામને લગ્નની બહુ છૂટ હશે. છેવટે આ દેશનાં કુદરતી સૈદર્ય અને રમણીયતાથી તેમના સંસ્કારી હૃદય અને બુદ્ધિમાં કઈ અલૌકિક પ્રતિબિંબ પડતાં તેમનામાં રહેલી ગુહ્ય ધર્મ-ભાવના દેવોના કવન કરવા લાગી હશે.