________________ 17 વળી આ સર્વ પરિવર્તનને લીધે સમયની નૈતિક દૃષ્ટિમાં પણ ફેર પડી ગયો, અને નાની નાની બાબતોમાં નીતિની બહુ ઉહાપોહ થવા લાગી, પરંતુ આખા સમાજમાં જ એકંદરે સડો પેસી ગયો હતો. પાદરી વર્ગ ભ્રષ્ટ થઈ ગયો હતો અને તેમાં બાલીશતા અને દુરાચાર પિસી ગયાં હતાં. 'તથાપિ કેટલીક બાબતોમાં તપવૃત્તિનું વલણ સારું પણ હતું. આત્મભોગ આપતાં શીખવવાની તે એક પ્રકારની શાળા હતી. સંતની કથામાં નીતિનું સૈદર્ય હતું. મુંગા પ્રાણીઓ પ્રત્યે માયાળુ થવાનું તેમાં વલણ હતું. પરંતુ આ બધી વાતને ધર્મની સાથે વણું દેવી પડતી હતી. પશ્ચિમમાં તપવૃત્તિએ વ્યાવહારિક સ્વરૂપ લીધું હતું, અને તેમાંથી. મઠની સંસ્થા ઉભી થઈ. ઘણાં કારણોને લીધે આ સંસ્થા હવે લેકને આકર્ષક થવા લાગી હતી, અને તેથી દીનતા અને આજ્ઞાધીનતાના સદાચાર આગળ આવવા લાગ્યા. મેહેનત કરવામાં જે દૂષણ ગણાતું હતું તે. હવે જતું રહ્યું અને તેથી મેહેનતુ વર્ગની કિંમત અંકાવા લાગી. પરંતુ બુદ્ધિ-વિષયક સદાચારને સખત ફટકે લાગે, અને ધર્મની બાબતમાં સ્વતત્રતાને કેવળ નાશ થયો. તેથી કરીને ધર્મમાં કોઈ પણ જાતની શંકા કરવામાં પાપ ગણવા લાગ્યું; ધાર્મિક જુલમ થવા લાગે અને શાસ્ત્રીય શોધખોળ કરનારાઓને ત્રાસ થવા લાગ્યો. મઠમાં પ્રાચીન ગ્રંથો સચવાઈ રહેતા અને હસ્તલિખિત પ્રતોનું સંરક્ષણ થતું, પણ નવીન કૃતિને સત્કાર થતો નહિ. માત્ર ધર્મ સંબધીજ લેખ લખાતા હતા. તેથી મઠની સંસ્થા એકંદરે જ્ઞાનની પ્રવૃદ્ધિને અનુકૂળ નહોતી. વળી પિતાનાજ ધર્મમાં સત્ય રહેલું છે, બીજે ક્યાંઈ સત્ય હોયજ નહિ એવી સમજણ થવાથી સત્યને પ્રેમ ઓછો થઈ ગયે. ઉપરાંત ધર્મને નામે નરકનાં બીહામણાં ચિત્રો આપી લેકેની કલ્પનાને સાધુઓ થરથરાવી દેતા, અને તેમાંથી બચવા લોકે મઠમાં નાણું આપતા. આમાં અન્ય કારણે પણ ભળવા લાગ્યાં, અને મઠનું નાણું વધી પડયું. તેથી સમય જતાં મઠ સંસ્થામાં અત્યંત દુરાચાર પેઠે તેથી તે સંસ્થા અંતે નાબુદ થઈ.