________________ પિતાના વિચાર હજી હવે જણાવવાના હતા. અને આટલાંટિક મહાસાગરને પેલેપાર વસતા સમૃદ્ધિવાન પણ પ્રવૃત્તિશીલ અમેરિકનોના પિકાર અને પડઘા પણ તેમાં ભળવાના હતા. આ સર્વના પરિણામે પાશ્ચાત્ય સાહિત્યમાં નીતિશાસ્ત્ર એક અમુક દષ્ટિબિંદુ ગ્રહણ કરવા માંડયું છે, અને તેમાં નૈતિક વિચારોમાં રહેલા ભિન્ન ભિન્ન તનું એકીકરણ કરવાનો પ્રયાસ થાય છે. પરંતુ ઉપલી મુશ્કેલીને ખુલાસે લેકી એમ કહી કરે છે કે નીતિનું સામાન્ય પ્રત્યક્ષ તે સૌને એક સરખું જ થાય છે, પણ વિશેષ પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન થાય છે. આમ થવાનું કારણ સંજોગની ભિન્નતા હોય છે. અર્થાત્ દષ્ટિબિંદુની એકતા છતાં ધોરણમાં ફેર પડયે જાય છે. અથવા વધતે ઓછો સાક્ષાત્કાર થતો જાય છે. સંપૂર્ણ સાક્ષાત્કારનું આચ્છાદન સંજોગને લીધે જ થાય છે. તેથી કરીને આચરણના ધોરણમાં ફેરફાર થવો સંભવિત છે અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે તે થયું છે. દષ્ટાંત તરીકે દયાને ક્રૂરતા અને ક્રરતાને દયા કઈ કહેતું નથી; છતાં દયાના પ્રચલિત ધોરણમાં જમાને જમાને ફેર માલમ પડે છે. આ ફેરફાર કેવા સંજોગોને લીધે થયો છે એ બતાવવાનું કામ નીતિના ઈતિહાસકારનું છે. અને તેથી નીતિનો ઈતિહાસ લખવે બની શકે છે. પરંતુ અહીં એક બીજો ભ્રમ ભાંગવાની પણ જરૂર છે. ખરી વાત છે કે નીતિના ઈતિહાસ લખનારે સંજોગોનેજ ઈતિહાસ લખવાનું છે, અર્થાત સંજોગોને લીધે મનુષ્યની વૃત્તિઓમાં કેવા કેવા ફેરફાર થતા આવ્યા છે તેજ એ લખી શકે. પણ સંજોગો તે જાતે જડ હોય છે. તેથી જેગોને ઇતિહાસ લખવામાં જડવાદનેજ ઈતિહાસ લખાય છે. તેથી લકે પ્રારબ્ધવાદી થઈ જશે. પરંતુ આ વાત લેકીના આશયથી કેવળ વિરૂદ્ધ છે. તેથી વાંચનારના મન ઉપર એવી અસર ગ્રંથ વાંચતાં જામતી જાય, તે તે અસરને નિર્મળ કરવાનું અત્ર પ્રયોજન છે. નીતિમાં ઈચ્છા સ્વાતંત્ર્યનું તત્ત્વ મુખ્ય છે, અને જે કે એ વાતનું સ્પષ્ટ કથન અને ખ્યાન લેકીએ