________________ 33. આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. દૈવી ગુણો આપણા પ્રેમ અને પ્રશંસાના વિષય રહેતા નથી. દેવ શ્રેષ્ટ છે એમ કહેવાને અર્થ એટલે જ થાય છે કે શ્રેષ્ઠતા નામે કઈ એવો ધર્મ છે કે જેને અનુસાર દેવ પિતે વરતે છે, નહિતે તેમાં અર્થ રહિત પુનરૂક્તિ જ થાય છે. કેવળ ઈચ્છામાં કઈ નિયમ ન હોવાથી, માત્ર ઇચ્છાવાળા દેવ ઉપર શ્રદ્ધા અને પ્રીતિ આપણને કેવી રીતે અને શા માટે થાય? આ મતમાં બે વાત સ્પષ્ટ છે. ઈશ્વરની ઈચ્છા જ માત્ર નીતિને કાયદો છે, અને ભવિષ્યમાં મળવાના સારા કે નરસા બદલાને લીધે જ એ ઈચ્છાને આપણે અનુસરીએ છીએ. પ્રથમ વાતથી ઈશ્વરની શ્રેષ્ઠતા રહેતી નથી. બીજી વાતથી મનુષ્યને સગુણ રહેતું નથી. બીજી વાત આ મતવાળા કહે છે કે પરલોકના સુખ દુઃખના વિચારથી જ આપણી પ્રવૃત્તિ નીતિમાં થાય છે. પરંતુ આપણી વાસ્તવિક માન્યતા એવી છે કે ધર્મ અને અધર્મની એવી દઢ વૃત્તિ આપણા અંતરના ઉંડા ભાગમાં સજડ રહેલી છે કે તેને સંતોષવાની ખાતર ભાવિ બદલાને સિદ્ધાંત આપણે રવીકારીએ છીએ. સદાચારી દુ:ખી અને દુરાચારી સુખી ઘણીવાર આપણે જગતમાં જોઈએ છીએ. તેથી આ જન્મમાં નહિતો આવતા જન્મમાં તેમને બદલે મળવો જ જોઈએ એમ આપણે માનીએ છીએ. જે ધર્મ અધર્મનું આ ભાન આપણું સ્વભાવમાંથી લઈ લેવામાં આવે, તો પછી એ અનુમાન કાઢવાને અવકાશ આપણને રહેતો નથી. ત્રીજી વાત. સૃષ્ટિ-કર્તાના શ્રેષ્ટ પરોપકારીપણની વાત જનહિત વાદી કરે છે. પરંતુ આપણી સ્વભાવસિદ્ધ નૈતિક શક્તિની સંમતિ વિના કેવળ કુદરતમાંથી એ વાત સિદ્ધ થઈ શક્તી નથી. સૂર્યના પ્રકાશમાં આનંદ માણતું જંતુ, પ્રાણીઓમાં પિતાના સંરક્ષણ માટે ઉદાર હાથે બક્ષીસ થએલું અગજ્ઞાન, માબાપને સ્નેહ, બાળકોને આનંદ, કુદરતનાં સૌદર્ય અને ફળદ્રુપતા વિગેરે અનેક સારી વાત આપણે કુદરતમાં જોઈએ છીએ અને તેથી ઈશ્વર ઘણે દયાળુ છે એમ આપણે કહીએ છીએ. પરંતુ આથી ઉલટી વાતો પણ કુદરતમાં દેખાય છે. ભયંકર રોગો, દુકાળ અને