________________ ર૭૬ યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પ્રકારની સખાવતેની વ્યવસ્થાપૂર્વક ઉત્પત્તિ, અને કલ્પનાની કેળવણી-આ બધામાં વિધર્મીઓ કરતાં ઘણું વિશેષ જન સેવા ખ્રિસ્તિઓએ કરી છે; અને આ પ્રગતિથી મનુષ્યનું સુખ ઘણું વધ્યું છે. નૈતિક અસર તો ઘણું કરીને તેથી પણ વિશેષ થઈ છે. ખ્રિસ્તિ ધર્મને લીધે જ મનુષ્યના ચારિવ્યમાં વધારે કોમળ અને પરોપકારી સદાચાર અગ્ર સ્થાને આવ્યા છે. પ્રથમની વિશુદ્ધ અવસ્થામાં તે ખાસ કરીને શ્રેષ્ટ હતા. પરંતુ ત્રીજા સૈકામાં તપની પ્રવૃત્તિ શરૂ થઈ અને તેથી કરીને ચારિત્ર્યને નવો નમુનો ધીમે ધીમે ઉત્પન્ન થયો, અને તેથી નવીન પ્રવાહમાં ખ્રિસ્તિ ધર્મને ઉત્સાહ હવે વહેવા લાગ્યો. આ તપત્તિનો ઈતિહાસ હવે આપણે તપાસીએ. બીજા સૈકાને લેખક ટરશુલિયન તેના સમયને ખ્રિસ્તિઓને હિંદુસ્તાનના દિગંબરે કે અબધુતેની સાથે સરખાવે છે અને કહે છે કે અબધુનો સંસાર ત્યાગ કરી જંગલમાં રહેતા. પણ ખ્રિસ્તિઓ વસ્તીમાં રહી કેની પ્રવૃત્તિમાં ભળી જતા. બિસ્તિ ધર્મ સ્થપાયા પછી બે વર્ષ સુધી જો કે તેમાં તપવૃત્તિ પેઠી નહતી, તથાપિ તેનાં બીજ તેમાં મૂળથી જ હતાં. સંસાર અને સ્ત્રીને સંપૂર્ણ ત્યાગ–આ બે વાત મઠની સંસ્થામાં મુખ્ય છે. ખ્રિસ્તિધર્મમાં કુંવારા રહેવાની ફરજ ખ્રિસ્તિધર્મ-ગુરૂઓને માથે લાંબા વખત સુધી નહોતી, પણ જે કુંવારા રહેતા તે બહુ માન પામતા અને કુંવારાપણું પવિત્ર ગણાતું. અને જે જનસમાજમાં ખ્રિસ્તિ વર્ગ અસ્તિત્વ ભોગવતા હતા તે સમાજથી જેમ બને તેમ તેને અલગ રાખવાના અનેક પ્રયત્નમાં સન્યાસનું બીજ પણ પ્રતીત થાય છે. ખ્રિસ્તિધર્મની વૃદ્ધિ અને ફતેહ થતાં જ્યારે ખ્રિસ્તિઓ રાજકીય અને લશ્કરી પ્રવૃત્તિમાં પડવા લાગ્યા, ત્યારે જે સ્થિતિ એક વખત આખા ખ્રિસ્તિ વર્ષની હતી તેનું અનુસરણ કરવા સ્વાભાવિક રીતે જ સંસારથી અલગ રહેવાને કેટલાક પ્રયત્ન કરવા લાગ્યા. વળી આ તપોવૃત્તિની ચળવચળ માનસિક રોગની પેઠે લાંબા વખતથી આખી દુનિયામાં પ્રચલિત હતી. યહુદીઓમાં પણ એ એક ખાસ સન્યાસી વર્ગ હતો. સિનિક મતવાળા પાછલા રૂમી રાજ્યમાં સંસાર ત્યાગ