________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 348 મધ્યકાળના બુદ્ધિવિષયક અંધકારનું જે ચિત્ર અમે ઉપર આપ્યું છે તે અલબત્ત વિષાદમય છે. પરંતુ કેટલાક લેખકે આ મધ્યકાળના યુગનાં વખાણ ભારેભાર કરે છે. આ વિષયની લાંબી તપાસમાં ઉતર્યા સિવાય તે લેખકેની બે ત્રણ બાબતમાં ભૂલ થાય છે તે બતાવવાની અમે રજા લઈએ છીએ. યુરોપનું સઘળું જ્ઞાન લાંબા વખત સુધી મઠોમાં પ્રવિષ્ટ રહ્યું હતું એ વાત બેશક સાચી છે. અને આ હકીકત ઉપરથી એવું અનુમાન કાઢવામાં આવે છે કે જે આ સંસ્થાઓનું અસ્તિત્વ ન હોત તે આ જ્ઞાનને તદ્દન નાશ જ થઈ જાત. પણ આ અનુમાન સાવ સાચું નથી. વિધર્મી મહારાજ્યના સમયમાં દુનિયાના મોટા ભાગ ઉપર બુદ્ધિમય જીવન પ્રસરી ગએલું હતું. મિસર અને એશિયામાઈનોર સુધારાનાં મોટાં કેન્દ્રસ્થાન થઈ પડયાં હતાં. ગ્રીસમાં હજી પણ વિદ્વત્તા રહી હતી. પેન, ગાલ અને બ્રિટન પણ પુસ્તકશાળાઓ અને શિક્ષકેથી ભરેલા હતા. ઘણાં શહેરોની શાળાઓ પણ પ્રસિદ્ધ હતી. આમ બુદ્ધિની પ્રવૃત્તિ ચંચળ હતી અને ઠેકાણે ઠેકાણે શાળાઓ અને શિક્ષકે હતા. લાટીન સાહિત્યની આવી વિસ્તૃત પ્રવૃત્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ એકદમ બંધ થઈ જાત એમ માનવું કેવળ હાસ્યજનક છે. તેથી ધારે કે કેથલિક સંપ્રદાય ઠામુકે અસ્તિત્વમાં જ આવ્યો ન હેત, તે મનુષ્યના મન અન્ય પ્રદેશમાં સંચરી વિકાસ પામત; અને વધારે નહિ તે છેવટે પ્રાચીન ખજાનાને થોડેક ભાગ પણ અન્ય રીતે જળવાઈ રહેત. તેથી કરીને પ્રાચીન કાળના જ્ઞાન-ભંડારથી કેવળ અજ્ઞાન તે આપણે ન જ રહેત. બહુ તે મડ-સંસ્થા સાહિત્ય-ગ્રંથની સંરક્ષક થતી હતી, પણ ઉત્પાદક નહતી. પવિત્ર સ્થળ ગણાતાં હોવાથી તે અંધાધુનીના સમયમાં ગ્રંથનું સંરક્ષણ મઠામાં થતું હતું, અને ધર્મની એકતાને લીધે ખ્રિસ્તિ પ્રદેશમાં વિચારોની આપ લે છૂટથી થતી હતી. એ બધું ખરું; પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં ધર્મ સિવાય અન્ય પ્રવૃત્તિમાંથી મનુષ્યના મનને એણે કેવળ વાળી લીધું અને કેને કેવળ હાજી હા કહેનારા શ્રદ્ધાવાન બનાવી મૂકયા એ નુકસાન મઠની સંસ્થાએ મોટાં કર્યો છે.