________________ 302 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ------- - - તપોવૃત્તિ નું એક બીજું અગત્યનું પરિણામ એ હતું કે જેથી નાગરિક સદાચાર દબાઈ ગયા અને કેટલીક વખત તે લગભગ નાશ પામ્યા. નિષ્પક્ષવિચારકને સહજ જણાશે કે વિધર્મીઓના સમય કરતાં ખ્રિસ્તિ સમયમાં દયા અને બ્રહ્મચર વધારે કેળવાયાં હતાં. પણ નાગરિક અને બુદ્ધિ વિષયક સદાચારે ઓછા માનનીય ગણવા લાગ્યા હતા. ખ્રિસ્તિધર્મ સ્થાપિત થયો તેની પહેલાં બુદ્ધિવિષયક જે ચળવળ ચાલતી હતી તેનું મુખ્ય લક્ષણ એ હતું કે તેથી સ્વદેશાભિમાન ધીમે ધીમે નષ્ટ થયું એ વાત આપણે કયારની કહી છે. ગ્રીસ અને રોમ બન્નેના પ્રાથમિક સમયમાં પિતાના દેશ પ્રત્યેનું કર્તવ્ય માણસનું પ્રથમ કર્તવ્ય ગણાતું હતું. તેમના નૈતિક નમુનામાં આ સદાચાર પાયાભૂત હતો. તેમના નીતિશાસ્ત્રની આખી વ્યવસ્થામાં આ વાત મુખ્ય હતી, અને જૂદા જૂદા નૈતિક ગુણમાં જેટલે અંશે વિખ્યાત શહેરીઓ નીપજાવવાનું વલણ હોય તેટલે અંશે તેમની સારી કિંમત અંકાતી. આપણે કહ્યું છે તે પ્રમાણે રોમન મહારાજ્યમાં આ વૃતિને નાશ બે કારણને લઈને થયો છે. એક કારણ રાજ્યકિય હતું, અને બીજું બુદ્ધિવિષયક હતું. રાજકિય કારણ એ હતું કે રોમન રાજ્યમાં જૂદી જૂદી પ્રજાએ એક રાજ્ય-છત્ર નીચે આવવાથી વ્યક્તિગત અને બુદ્ધિવિષયક સ્વતંત્રતાનું ક્ષેત્ર વધ્યું. પરંતુ પ્રજાને એક ભાવના નાશ પામી, અને રાજ્યકિય ચંચળતાનું લગભગ દરેક ક્ષે બંધ થયું, બુદ્ધિવિષયક કારણ કે જે રાજ્યકીય કારણથી સાવ અસંબદ્ધ તે નહોતું તે એ હતું કે પૂર્વદેશી ફિલસુફીઓનું જોર ધીમે ધીમે વધી પડયું હતું. આ ફિલસુફીઓએ પ્રાથમિક રોમન મહારાજ્યના પ્રવૃત્તિમય સ્ટઈક મતને પદભ્રષ્ટ કર્યો અને તત્વચિંતનમાં અને પરિશ્રમ પૂર્વક વિશુદ્ધિ કરવામાં સદાચારની શ્રેષ્ઠતા મનાતી, અને તેમાં જ જીવનનું સાફલ્ય મનાતું, તેમની અસરથી રાજ્યકિય ચંચળતા ઓછી થઈ. આ બન્ને કારણોને લીધે રેમન સ્વદેશાભિમાન ધીમે ધીમે નષ્ટ થયું. આ નષ્ટતા ખ્રિસ્તિ ધર્મની સ્થાપનામાં બહુ સહાયભૂત થઈ છે. ધર્મની સઘળી બાબતમાં માણસના અભિપ્રાયોનું નિયમન વિચારપૂર્વક તેમની દલીલ કરતાં તેમની અનુવૃત્તિઓથી વધારે થાય છે, અને જે ધર્મ પ્રજાની પ્રબળ ભાવનાની.