________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. શાળાઓ ઉભી થઇ. યુરોપમાં બીજે કઈ પણ એ વખતે એવી સંસ્થા નહતી. તેથી આ દિશામાં પ્રથમ પ્રવૃત્તિ કરવાનું માન સ્પેન વાસીઓને જ ધટે છે, એટલું જ નહિ પણ ગાંડાની માવજત પણ તેઓ ડહાપણ અને દયાથી કરતા. પરંતુ ઘણુ ખરા દેશમાં ગાંડાની સ્થિતિ ખરેખર દયાજનક હતી. હજારો ગાંડી સ્ત્રીઓને ડાકણે ગણી બાળી મૂકવામાં આવતી અને સ્વાભાવિક ગાંડા તરીકે જેને સ્વીકાર થતે તેને પણ સખત કેદખાનાનું દુઃખ ભોગવવું પડતું. તેમને મારવામાં આવતા; તેમને બેડીઓ ઘાલવામાં આવતી; અને તે બીચારા લેહલેહાણ થઈ જતા. વખતે અંધારી ઓરડીમાં પણ તેમને પૂરવામાં આવતા તેથી ઉલટા તેઓ વધારે ગાંડા બનતા. અઢારમાં સૈકા સુધી તેમની આ દશા સુધરી નહોતી. ધામિક સંશયતા અને શાસ્ત્રીય જ્ઞાન જ્યારે વધ્યાં ત્યારે જ ડાકણોની વાત ખોટી મનાવા લાગી અને ગાંડાની દશા સુધરવા લાગી. બીજી હકીકત એ છે કે ખ્રિસ્તિ સખાવતની સંસ્થાઓથી ગરીબની ગરીબાઈ ઘટવાને બદલે વધી. સખાવતના સ્વરૂપ અને તેની ઉપયોગિતા પરત્વે અર્થશાસ્ત્રના નિયમોને અનુસરીને હાલમાં ઘણી ઉહાપોહ થાય છે, પરંતુ ઘણી વખત તે તેમાં પણ અતિશયોકિત જ થાય છે. સખાવતના સંબંધમાં અર્થશાસ્ત્ર જે કર્યું છે તે બધું બે બાબતમાં સમાઈ જાય છે. દીર્ધદર્શી સ્વાર્થથી સમાજનું કલ્યાણ કેવી રીતે થાય છે એ વાત વધારે સ્પષ્ટ અને વિગતબંધ તે શાસ્ત્ર કહે છે; અને ઉત્પાદક અને અનુત્પાદક ખર્ચ વચ્ચે સામાન્ય ભેદ એણે સ્થાપિત કર્યો છે. એ શાસ્ત્ર એમ સિદ્ધ કરી આપ્યું છે કે જ્યાં આળસને ઉત્તેજન આપવામાં આવે છે ત્યાં આળસ વધે છે; જ્યાં વૃદ્ધાવસ્થાના નિભાવ માટે નિયમિત સાર્વજનિક વ્યવસ્થા થાય છે, ત્યાં કરકસરની દુરઅંદેશી કઈ વાપરશે નહિ; અને એટલા માટે આવા પ્રકારની સખાવતોથી જેની દશા તમારે સુધારવી છે તેની દશા સુધરવાને બદલે ઉલટી વધારે બગડે છે. વળી એ શાસ્ત્ર એમ પણ બતાવી આપે