________________ કેન્ટનટાઈનથી શાર્લમેન સુધી. 267 મનમાં ઠસાવ્યો છે. સખાવતના દરેક કાર્યમાં સહાય કરવાનું દરેક પાદરીનું કર્તવ્ય ગણાય છે; અને અનેક સ્ત્રી પુરૂષોએ પિતાની આખી જીંદગી મનુષ્યનું કલ્યાણ કરવામાં ગાળેલી છે. પરંતુ ખ્રિસ્તિ સખાવતને માટે જે માનની લાગણી આપણને થાય છે તેમાં બે બાબતને લીધે ઘટાડો થાય છે. તેમાં એક બાબત સામાન્ય છે, અને બીજી વિશેષ છે અને તે દીવાનાપણું વિષે છે. દીવાનાપણુમાં કાંઈક દેવતાઈ અંશ રહેલો છે એવો પ્રબળ પણ અસ્પષ્ટ વિચાર અસલથી જ ચાલ્યો આવતો હતો. પરંતુ કેટલાક ખાસ સંજોગો એવા હતા કે જેથી કરીને ખ્રિસ્તિ ગુરૂઓની પ્રવૃત્તિ દીવાના અથવા દીવાના થઈ જવાનું જેનામાં વલણ હોય તેમના પ્રત્યે પ્રતિકૂળ થાય. ડાકણ અને ભૂતના વળગાડની સત્યતા યહુદી લેકે સ્પષ્ટ સ્વીકારતા. ખ્રિસ્તિ ધર્મની કેટલીક આસ્તિક માન્યતાઓ પણ એવી હતી કે તેથી ઉત્કટ ધાર્મિક ભાવનાવાળાં માણસો ગાંડા જ બની જાય. નાનામાં નાના પાપને માટે પણ પરલોકમાં થતી સતત રીબામણી, અદશ્ય પિશાચ આપણી આસપાસ હમેશાં હાજર હોય છે એવો વિચાર; ઇત્યાદિ કલ્પના ઉપર બળવાન અસર કરે એવી અનેક વાત ખ્રિસ્તિ ધર્મમાં કહેલી હોવાથી ઘણું સૈકાઓ પર્યત દીવાનાપણુએ ધાર્મિક રૂપ ધારણ કર્યું હતું, અને સંતના જીવનનો એ પણ એક પ્રકાર હતે. કેવળ અજ્ઞાન અને સતેજ કલ્પનાવાળાં માણસ વસ્તીથી દૂર ભયાનક જંગલમાં રહીને શરીરને એવાં સખત કષ્ટ આપતા કે તેથી તેમની શારીરિક સ્થિતિ કેવળ અવ્યવસ્થિત થઈ જતી; અને અસંખ્ય પિશાચે તેમની ગુફાની આસપાસ નિરંતર ભમ્યા કરે છે અને તેમની ભક્તિમાં વિશ્વ નાખ્યાં કરે છે એવી દઢ માન્યતા હોવાથી થોડા જ વખતમાં તેમને ચિત્તભ્રમ થઈ જતે; અને આ માણસે સંત ગણાતાં. અને તેમને ઈશ્વરના દર્શન થયાની અથવા તેમણે પિશાચને પરાજય કર્યાની અનેક વાતે ચાલતી. પરંતુ તે દીવાનાપણું આવા આસ્તિકરૂપે જ હમેશાં પ્રગટ થવું જોઈએ એવો કાંઈ નિયમ નથી. અને તેથી કેટલીક વખત દીવાનાને એવો ચિત્તભ્રમ થત કે તેથી તેને શિક્ષા કરવાની ખ્રિસ્તિ સંસ્થાને જરૂર પડતી. આ પ્રમાણે એક