________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 35 અરે ! સૃષ્ટિ-કર્તાના અસ્તિત્વની શ્રેષ્ઠ સાબીતિ, જડ સૃષ્ટિમાંથી નહિ પણ આપણા નૈતિક સ્વભાવમાંથી આપણને હસ્તગત થાય છે. એ વાત યુક્તિની નથી, પણ આસ્થાની છે. આસ્થા અને યુક્તિ બને આપણા સ્વભાવના મૂળ અંશ છે; પણ આસ્થા જે વાત આપણને શીખવે છે, તે યુક્તિથી કદિ જાણી શકાય એમ નથી. યુક્તિથી અતીત, અતિ ઉન્નત અને શ્રેષ્ઠ, નીતિની ભાવના આપણા હૃદયમાં રહેલી છે. આ ભાવનાઓ જડ સૃષ્ટિમાં સંતુષ્ટ થઈ શકતી નથી. પણ તેમની મહદ્ અભિલાષા એવી તે સ્પષ્ટ અને પ્રબળ છે કે માત્ર અન્ય દુનિયાને માટે તેઓ લાયકની લાગે છે; અને તેથી કરીને આપણામાં રહેલા દૈવી એશની અને આ જીદગીમાં જ આપણું જીવનની સમાપ્તિ નથી એ વાતની, તેમાંથીજ આપણને સાબીતિ મળે છે. આ વાતો યુતિથી સમજાવી શકાય એવી નથી, પણ માત્ર આપણા અંતરના ઉદ્દગાર જ હોય છે. પરંતુ સઘળા જમાનાના શ્રેષ્ઠ અને મહાન પુરૂષોને અનુભવ એ જ છે એ વાત તેમની સત્યતાની સાબીતિ છે. આ દુનિયાની વસ્તુઓથી આપણે સ્વભાવનો તૃપ્તિ થતી નથી એ ચેકસ છે, અને પવિત્ર અને ઉન્નત જીવનથી આ મહદ્ અભિલાષાઓ પ્રદીપ્ત થાય છે અને સ્વાર્થી અને ભ્રષ્ટ જીવનથી અસ્પષ્ટ અને મંદ થઈ જાય છે એ વાત સાચી છે. અને આ ભાવનાઓનું સ્થાયી ખંડન તત્ત્વજ્ઞાનના કોઈ સિદ્ધાંત કે સંશયવાદથી અદ્યાપિ પર્યત થઈ શક્યું નથી. આપણું નૈતિક સ્વભાવનું વલણ ઉપર જવાનું છે. અને ધર્મ અને નીતિશાસ્ત્રનું મૂળ પણ તે સ્વભાવમાં જ છે, કારણકે આ તત્વ આપણા સ્વભાવના બંધારણમાં અતિ નિર્બળ છતાં સર્વોપરી અને શ્રેષ્ટ છે એ વાતનું ભાન અપણને જે વાતથી થાય છે તે જ વાતથી તે દૈવી અંશ છે એવો ઉપદેશ પણ આપણને મળે છે. તેથી જ દુનિયાના ઉત્તમ ધર્મોએ સ્વાર્થને નહિ-પણ હૃદયને આત્મભોગનું જે દૈવી તત્વ આપણામાં ગુપ્ત રહ્યું છે તેને આશ્રય લીધો છે. આમ આપણા વાસ્તવિક નૈતિક સ્વભાવને સ્વીકાર કરવાથી જ