________________ આચરણનો સ્વભાવસિદ્ધ ઇતિહાસ. 41 હોય છે. આપણું સ્વભાવની રચનાને લીધે અને અરસપરસ આપણું સામાજીક સંબંધોની નિકટતાને લીધે, આપણું જ સુખને માટે કેટલાંક તાત્કાળિક સુખો આપણે તજી દેવાં પડે છે અને કેટલાક દુઃખદ આચાર પાળવા પડે છે એવા અવલોકનમાંથી સદાચારનું આખું મંદીર ઉપજી આવે છે. તેથી હાર્ટલીના નૈતિક રસાયનથી આપણે વૃત્તિઓનાં ગમે તેવા વેષાંતર કે રૂપાંતર થતાં હોય, પરંતુ તેમાં અંતે સ્વાર્થ જ સદાચારનું પ્રયોજન રહે છે. બીજાને સુખ થાઓ વા દુઃખ થાઓ; પણ આપણને અંતે સુખ થતું હોય છે તેવા વર્તનમાં નીતિ જ છે, એ આ મતનું અંતિમ રહસ્ય રહે છે, સમાજ અને સ્વભાવને થાબડી બની શકે તેટલું સુખ મેળવવું એ આમ મનુષ્યનું કર્તવ્ય થાય છે. અને તેથી દરેક માણસે પોતાના સ્વભાવની એવી વ્યવસ્થા કરી લેવી કે જેથી તેને વધારેમાં વધારે સુખ મળે. વિચાર–સાહચર્યના બળે એવી કોઈ ટેવ તેનામાં પડી ગઈ હોય કે જેથી એકંદરે તેને સુખ કરતાં દુઃખ વધારે થાય છે એવી ટેવને ત્યાગ કરવામાં તેને લાભ છે; અને તેનું કર્તવ્ય પણ એટલું જ છે. અને જનહિતવાદમાં કર્તવ્ય શબ્દનો અર્થ પણ એટલેજ થાય છે. આ કર્તવ્ય જે ન કરે તે મૂર્ખ કહેવાય. અને દુરાચાર એટલે મૂખ–એટલુંજ જનહિતવાદીથી બોલી શકાશે. આ પ્રમાણે કર્તવ્યની વાસ્તવિક વ્યાખ્યા આ મત આપી શકતા નથી. ખરું કર્તવ્ય તો મને દેવતાની આજ્ઞાનું યથાર્થ પાલન કરવામાં છે. તેના સુખ દુઃખને પ્રશ્ન કર્તવ્યના પ્રશ્નથી તદન નિરાળો છે. એકંદરે જોઈએ તે મને દેવતાથી સુખ કરતાં દુઃખ કદાચ વધારે થતું હોય છે. તેની શાબાશી કરતાં તેના ઠપકા વધારે તીવ્ર લાગે છે. અને કર્તવ્યનો નહિ, પણ કેવળ સુખને જ વિચાર કરવા બેસીએ, તે મને દેવતાને વારંવાર લપડાક મારી તેના ડંખની વેદનાને દબાવી દઈ દઢ દુરાચારી ઘણીવાર સંસારમાં સુખી થતો જોવામાં આવે છે. પોતાની ભારે લાયકાતનો આનંદથી વિચાર કરતાં સદાચારી માણસને આત્મા આપ શાબાસીથી * જનહિતવાદ પ્રમાણે આ૫–શાબાસી એ સદાચારનું મોટામાં મોટું પ્રયોજન છે. પણ વિવેક, નમ્રતા અને શરમાળપણાથી આપ-શાબાસીને આનંદ છે તે હેવાથી તેમનાથી વધારે નુકસાનકારક કે ગુનાહિત બીજું કાંઈ હોઈ શકે નહિ.