________________ હતાં. તેથી જૂદા જૂદા ઉદ્દેશથી જુદાં જુદાં માણસે તેમાં ભળતાં. ઉપરાંત બીજી લાલચે પણ તેમાં ઘણી હતી. તેના જૂદા જૂદા અધિકારીઓને મોટી મોટી સત્તા આપવામાં આવતી. એ ધર્મને માટે જે કઈ પિતાને જીવ આપે તે આ દુનિયામાં એને કીર્તિ મળતી અને પરલોકમાં સ્વર્ગ મળતું. વળી તેના મૃતદેહને ભપકાથી દાટવામાં આવતું; તેના સ્મારક ચિહનોની લગભગ પૂજા થતી; તેની સંવત્સરી વર્ષો વર્ષ ઉજવાતી; અને તેના પર કમેનું મટી મોટી સભાઓમાં ગાન થતું. તેથી કરીને અસંખ્ય ખ્રિસ્તિઓએ પોતાના ધર્મને માટે જાન આપવામાં પાછી પાની કરી નથી; અને મૃત્યુને માશુક માની માણસે પ્રેમથી એને ભેટયાં છે. એક જ દાખલે બસ થશે. સંત પરપેઠુઆ તેના માબાપને એકની એક દીકરી હતી; તે બાવીશ વર્ષની યુવાન હતી અને માતા હતી; એણે ખ્રિસ્તિ ધર્મને સ્વીકાર કર્યો હતો અને ન્યાયાધીશ આગળ તેને એકરાર કરી પિતાનું મૃત્યુ એણે માગ્યું. તેના બાપે તેને ઘણું ઘણું વિનવી; તેને પગે પડે, રોયે, કકળ્યો અને એના ઉપર દયા કરી પિતાની હઠ છોડી દેવા એને કાલાવાલા કર્યો. જો કે તેનું હૃદય અંદરથી ચીરાઈ જતું હતું, છતાં એક મટી તે બે થઈ નહિ. અને જે ધર્મ તેને એમ કહેતા હતા કે તેને બાપ નરકમાં જશે તે ધર્મને પિતાના બાપ કરતાં પણ વધારે પ્રિય ગણી, તે મરવાને તૈયાર થઈ અને મરી ગઇ. આવા અનેક દાખલા ઈતિહાસમાંથી મળે છે, એટલું જ નહિ પણ એક વખત તે એક નાના ગામડાની આખી વસ્તી એ પ્રમાણે મરવાને તૈયાર થઈ હતી. આ પ્રમાણે ખ્રિસ્તિ ધર્મમાં અડગ આસ્થા, નૈતિક ઉત્સાહ અને સંપૂર્ણ વ્યવસ્થા મુખ્ય હતાં. આવા ધર્મની ફતેહ થાય તે તે વાસ્તવિક છે, અને તેમાં ચમત્કારની વાત કાંઈ નથી. - જે લેખકે આ ખુલાસાને વાસ્તવિક ગણતા નથી તેઓ એમ કહે છે કે ખ્રિસ્તિ ધર્મને માથે જુલમ થવામાં બાકી રહી નથી; અને છતાં તે ધર્મ રોમમાં પ્રવર્તે કેમ? એ વાત સમજી શકાય એવી નથી; અર્થાત તે વાત એક ચમત્કારરૂપ છે. તેથી આ જલમ બાબત અત્ર કાંઈક વિચારવું ઉચિત છે.