________________
પટ
રહેલે જ્ઞાન પ્રકાશ પ્રગટ થવા લાગે છે. અને તેથી સૂકમ પદાર્થોને પણ સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ શાસ્ત્રોમાં સ્વાધ્યાય ઉપર ખૂબ વજન આપવામાં આવ્યું છે. અને “ સ્વાધ્યાય સમાન તપ નથી” એમ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. કાર્યસિદ્ધિમાં તપ એ સૌથી પ્રધાન હેતુ છે અને તે તપમાં પણ સ્વાધ્યાયની સૌથી શ્રેષ્ઠ તપ તરીકેની ગણના કરવામાં આવી છે, કારણ કે સ્વાધ્યાય વિના જ્ઞાન ભાવિત થતું નથી. સ્વાધ્યાય માત્ર પાઠ કરી જવા માટે નથી પણ પદાર્થોને ભાવિત કરવા માટે છે. એટલા માટે જ યોગશાસ્ત્રમાં પાંચ મહાવ્રતના વર્ણન પછી તરત જ દરેક મહાવ્રતને પાંચ પાંચ ભાવનાથી અર્થાત્ તેને પચ્ચીશ ભાવનાથી ભાવિત કરવાનું કહ્યું છે અને ત્યાં જણાવ્યું છે કે ભાવનાથી ભાવિત થનારને કેને મહાવ્રત અવ્યયપદ ન આપે ? અર્થાત્ ભાવિત થનારને અવશ્ય અવ્યયપદ આપે. એવી જ રીતે દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપની પણ ભાવના બતાવવામાં આવી છે. અનિત્યાદિ બાર ભાવનામાં પણ અંતર્ગત અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. મૈત્રી આદિ ચાર ભાવના અને સત્તાદિ પાંચ ભાવના પણ પ્રસિદ્ધ છે. ટૂંકમાં કહેવું હોય તે તમામ શ્રતજ્ઞાન આત્મામાં ભાવિત કરવા માટે છે. ભાવના જગાડવા માટે છે. જિનેક્ત તો પ્રત્યે શ્રદ્ધા, રુચિ અને પ્રેમ જગાડવા માટે છે. સિદ્ધાંતના પદોને જે બરાબર ભાવિત કરવામાં આવે તો તે થોડા પદે પણ મોક્ષને હેતુ બને છે. ઉપશમ, વિવેક અને સંવર આ ત્રણ પદની ભાવના કરતાં