________________
અને તેથી જ તે મહાત્માઓ અખિલ જગતમાં પ્રમાદને ઉત્કૃષ્ટ વિષય બને છે. આ રીતે પ્રમાદ ભાવનાના કારણભૂત શુભ આલંબનના આદરથી વિધ્રોને નાશ અને ધ્યાનાદિમાં દઢતા પ્રાપ્ત થાય છે.
૩- કરણ ભાવના, દુઃખીના દુઃખ દૂર થાઓ, બીજાનું દુઃખ તે મારું જ દુઃખ છે, ઈત્યાદિ ભાવના તે કરુણા ભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. “અનુ” એટલે બીજાઓનું દુઃખ જોયા પછી, “કંપ” એટલે તે દુઃખ દૂર કરવાની હદયમાં થતી લાગણ, તેને અનુકંપા કહેવાય છે. દુઃખી પ્રાણીને જઈને પુરુષના હૃદયમાં એક પ્રકારને કંપ ઉત્પન્ન થાય છે અને બીજાઓનાં તે દુઃખ દૂર કરવાની તેઓને તાલાવેલી જાગે છે, તે તેઓની અનુકંપા અથવા કરુણા છે. બીજાને દુઃખ ન થાય તે રીતે વર્તન તે દયા છે. હીનગુણી કે દુઃખીને તિરસ્કાર ન કરે તે અધૃણા છે અને દીન-દુઃખી જીને સુખ આપવાની તાલાવેલી તે દીનાનુગ્રહ છે. કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે. માર્ગાનુસારી અર્થાત્ ધર્મને અભિમુખ થયેલા જીવમાં પણ આ કરુણા ઉત્પન્ન થાય છે.
આ કરુણાના (૧) લૌકિક, (૨) લેકોત્તર, (૩) સ્વવિષયક, (૪) પરવિષયક, (૫) વ્યાવહારિક, (૬) નિશ્ચયિક આદિ અનેક પ્રકાર છે.