Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 599
________________ શ્રી અરિહંત વંદનાવલી ( છંદ-હરિગીત) જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; તે જન્મતાં પહેલાં જ ચોસઠ ઈંદ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧ મહા વેગના અભ્યાસમાં, જે ગર્ભમાં ઉકલાયતા, ને જન્મતાં ત્રણ લેકમાં મહા સૂર્ય સમ પ્રકાશતા; ને જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨ છપ્પન દિકુમારી તણું સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં મારી જગત હરખાવતા; મેરૂ શિખર સિંહાસને જે નાથ જગના શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩ કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, શી રાદધિના વિન્ડવણજળથી દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪ મઘમઘ થતા શિર્ષચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દેવી પુષ્પની માળા ગળે આરોપતા;

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608