Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 587
________________ સામાયિક અને નમસ્કાર, સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે. એ સાધનાનો અભ્યાસ. નવકાર એટલે પિતાને આત્મા પરમાત્માલ્યા છે, એની સાધનાને અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણ–ધ્યાનમાં નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાને અભયાસ છે. સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનનાં અભ્યાસ વડે નવકારથી ફલિત થતા પક્ષ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે “કરેમિ ભંતેને “ક”કાર અને “નવકારમંત્રને નકાર પ્રાપ્ત થ એ પરમ પુણ્યોદય છે. કમિભંતે એ દ્વાદશાંગીનો સંક્ષેપ છે. નવકાર એ દ્વાદશાંગીને સાર છે. સાર એટલે ફળસંક્ષેપ, એટલે ટૂંકે અર્થ-કાર્યક્રમ. સામાવિકના ટૂંકા અર્થ કાર્યક્રમ વડે–તેની સાચી સાધના વડે શ્રી પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંત પ્રથમ પરમેષ્ઠિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષ્ઠિમય છે. અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન થાય છે અને શ્રી પંચપરમેષ્ઠિના ધ્યાનથી શ્રી અરિહંતનું ધ્યાન થાય છે. સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે. નવકાર એ સાધનાના પરિણામે મળનારી પદવીને દ્યોતક છે. નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. સામાયિક એ

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608