Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 595
________________ ૩ ભાગવતની આગળ ચાલતા ઇન્દ્રો માગમાં રહેલા લાકને બાજુએ કરી રહ્યા છે. ૪ ભગવંત પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. ૫ દેવતાઓના વાજિંત્રોના નાદથી આકાશ ભરાઈ ગયું છે. તે પછી આ રીતે ધ્યાન કર૧ ભગવંત સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. ૨ અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલાં ભગવતનાં પ્રતિરૂપ છે. ૩ હર્ષથી પુલકિત ઈન્દ્રો રત્નના દડવાળા અતિ વેત ચામરો વીંઝી રહ્યા છે. ૪ ચારે દિશાઓમાં ભવ્ય જી પિતપોતાને ઉચિત સ્થાને બેસી ગયા છે. ૫ અનેક પ્રકારના તિયાના સમૂહે સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વેરને ત્યાગ કરી, શાંતરસમાં તરબોળ બની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે. તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિંહાસન પર વિરાજમાન ભગવંતનું આ રીતે દયાન કરિ – ૧ એકી સાથે એક જ સમયે ઉદયને પામેલા બાર સૂના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા. ૨ સર્વ સુંદ૨ જી કરતાં અનંતગુણ અધિકરૂપવાળા. ૩ અનાદિ મોહવૃક્ષને મૂળથી નાશ કરનારા.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608