________________
૫૩૫
તેટલે લાગતું નથી, કે જેટલો ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાનો તેને લાગે છે. અથવા આપીને કેટલું આપ્યું. તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું તે ગણાવવાની વૃત્તિ તેના હૃદય માં સદા રમતી હોય છે, એ ઔદાર્યનું લક્ષણ છે. અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મ– રૂપી વૃક્ષનો પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યા છે કે નહિ?-તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે?
ધર્મસિદ્ધિનું બીજું લક્ષણ દાક્ષિણ્ય છે. કોઈની પણ પ્રેરણા વિના થતું દાન, એ ઔદાર્ય ગણાય છે અને કોઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારૂં કાર્ય, એ દાક્ષિણ્ય છે.
કોઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકોચ થ, એ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે કે સર વિનાના કૃપ જેવું છે. જેમ સુંદર પણ પુછે જે સુવાસ વિનાનું હોય તે તેને કઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂપ જે સર વિનાને હેય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાનો ભંગ ન કરવા રૂપ દાક્ષિણ્ય સદ્દગુણ જેનામાં પ્રગટેલે નથી, તે આત્મા ઉદાર હોય તો પણ તેની ઉદારતા સદાકાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતું નથી.
ધર્મસિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપજુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દક્ષિણયને દુરુપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે. પાપ એ વિષતુલ્ય