________________
૩૦૩
ભવનિર્વેદથી શરૂ કરીને ગુરુવચનની સેવા પર્વતની માગણીઓ વીતરાગ પાસે સાચા ભાવથી કરવામાં આવે, તે તે ફલ્યા સિવાય રહેતી નથી. વીતરાગની પાસે એ પદાર્થોની માગણી કરવામાં વીતરાગનું બહુમાન પણ જળવાય છે અને પ્રાર્થનાનું સાફલ્ય પણ થાય છે. ભવનિ. દાદિ વસ્તુઓની પ્રાપ્તિમાં જેમ સ્વપુરુષાર્થ આદિ કારણે રહેલાં છે તેમ વીતરાગની ગુણપ્રકર્ષતા અને અચિત્ય શક્તિયુક્તતાદિ કારણે પણ રહેલાં છે. ગુણપ્રકર્ષ સ્વરૂપ બનેલા ભગવાન વીતરાગનું અવલંબન લેવામાં ન આવે, ત્યાં સુધી ભવવિરાગ અને સદ્ગુરુવચનસેવાદિ વિશિષ્ટ કાર્યો પાર પડી શકતાં નથી. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે જેમ ઉપાદાના કારણોની આવશ્યતા છે, તેમ નિમિત્ત કારણોની પણ અપેક્ષા રહે છે. સઘળાં નિમિત્ત કારણોમાં વીતરાગનું આલંબન એ સાચા ગુણોની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્તકારણ છે અને બીજાં બધાં નિમિત્તોમાં ઉત્પાદક પણ વીતરાગ છે. તેથી ગુણ પ્રાપ્તિના વિષયમાં વીતરાગ એ સર્વ રીતિએ મુખ્ય બની જાય છે. વીતરાગ સ્વયં કાંઈ આપતા કે લેતા નથી, તે પણ લેનાર કે પામનારને સાધનરૂપે વીતરાગ અને તેમનાથી ઊભા થયેલા આલંબનો જ ઉપયોગમાં આવે છે; તેથી વિતરાગ એ સર્વ દૃષ્ટિએ સાચા ને પરમ ઉપકારી બની જાય છે.
પ્રાર્થનાથી થતા મહાન લાભે. શ્રી અરિહંત પરમાત્મા પાસે પ્રણિધાન સૂત્રમાં કહેલી