________________
૪૩ (૨) શ્રી સિદ્ધપદ-શ્રી નવ પદમાં બીજું પદ શ્રી સિદ્ધપદ છે. સિદ્ધ પરમાત્મા અનંત ગુણેના ધામ છે. તેઓને મુખ્ય ગુણ અવિનાશીપણું છે. કારણના આસેવન વિના કાર્યસિદ્ધિ થતી નથી, એ દૃષ્ટિએ સિદ્ધ પરમાત્માઓએ આ અવિનાશીપણું પ્રાપ્ત કર્યું છે તે કોઈ આકરિમક ઘટના નથી, પણ શ્રી જિનેશ્વર ભગવાનના સનાતન માગને અનુસરી, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું યથાર્થ આરાધન કરી, આત્માની અનંત શક્તિ -અનંત સુખ-સમૃદ્ધિને આવનારા સકલ કર્મબંધનોને તેડી નાખી શિવસંપદાને વર્યા છે. આ રીતે આત્માની સહજાવસ્થારૂપ પરમ પદની પ્રાપ્તિ થવાથી, હવે તેઓને જન્મ–જરા-મરણાદિ કોઈ પણ પ્રકારનું દુઃખ રહ્યું નથી અને કદી પણ નાશ ન પામે તેવું અનુપમ તથા સંપૂર્ણ સુખ તેઓમાં પ્રગટ થયું હોય છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ છોડતો નથી, માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. શ્રી સિદ્ધ પરમાત્માના આ અવિનાશીપણાને ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી
અરિહંત પરમાત્માઓ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે અને જગતને સિદ્ધપદના માગે દોરે છે. માટે જ અનુપમ ઉપકારી તરીકે તેઓની ગણતરી થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર છે, પરંતુ આ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળની પણ અસર નથી. શ્રી સિદ્ધ પરમાત્માઓના અવિનાશી સ્વરૂપને વિચાર જીવને સિદ્ધ બનાવી અચિંત્ય પ્રેરણા આપે છે, હિંમત