________________
હું કેણ છું? કયાંથી આવ્યો છું ? કયાં જઈશ? આ શરીર શું છે? આ વિશ્વ શું છે? આ કુટુંબ કોણ છે? મારો આ સર્વ સાથે સંબંધ કેમ થયે? વાસ્તવિકમાં મારું શું છે? વર્તમાનમાં હું શું કરી રહ્યો છું? મારે શું કરવું જોઈએ? હું કરવા લાયક શું કરતે નથી? અને ન કરવા લાયક શું કરી રહ્યો છું ? ભવિષ્યમાં મારું શું થશે? ઈત્યાદિક વિચાર સાચી જિજ્ઞાસા અને વિવેકપૂર્વક સમતાભાવે હું કયારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાન્તને અનુભવ કરનારે હું કયારે બનીશ? અને આઠે કર્મોને નાશ કરી તેના બંધનમાંથી સર્વથા કયારે છૂટીશ?
હે પ્રભો ! આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે, આશ્રવ એ જ સર્વથા ત્યાગ કરવા લાયક છે તથા સંવર અને નિર્જરા એ જ સુખના સાચાં સાધન છે, આવા સતત ઉપયોગમાં હું કયારે રહીશ? અત્યારે હું મારા સ્વરૂપમાં છું કે નહિ ? હું શુભ ઉપગમાં છું કે નહિ? હું ધર્મધ્યાનમાં છું કે નહિ ? હું સ્વભાવમાં છું કે નહિ ? હું હમણાં નિર્જરા કરું છું કે નહિ? હું હમણાં અનિત્યાદિ ભાવનાઓના ચિતવનમાં છું કે નહિ? એમ વારંવાર મને કયારે થશે? આવી ભાવના, ઓમાં વારંવાર રમણતા કરનારો હું કયારે થઈશ ?