________________
મેહવિષને શમાવનાર-નિર્મોહતાને પ્રકટાવનાર
અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ.
પાંચ આશ્રવરૂપી મેઘની વૃષ્ટિથી નિરંતર પલવિત, વિવિધ પ્રકારનાં કર્મરૂપી લતાઓનાં વિસ્તારથી ગહન, મહામોહનાં ઘોર અંધકારથી વ્યાપ્ત, એવા આ ગાઢ સંસારરૂપી વનમાં ભટકતા પ્રાણીઓના હિતને માટે પવિત્ર કરૂણારસના ભંડાર શ્રી તીર્થંકરદેએ ઉપદેશેલી અમૃતરસને વરસાવનારી મનહર વચનરચનાઓ નિરંતર અમારું રક્ષણ કરતી જયવંત વતે !
સુંદર ભાવનાઓ વિના વિદ્વાનોના હૃદયમાં પણ શાંત રસરૂપી અમૃત ઉત્પન્ન થતા નથી. તેમ જ મોહરૂપી સપના વિષથી વ્યાપ્ત એવા આ જગતમાં સમતારૂપી અમૃત વિના લેશમાત્ર સુખ નથી.
સંસારભ્રમણના ખેદને દૂર કરવા માટે અને આત્માને અનંત સુખની સન્મુખ કરવા માટે, બુદ્ધિમાન પુરુષોએ શુભ ભાવનારૂપી અમૃતરસનું નિરંતર પાન કરવું જોઈએ.
મોહના કારણે નષ્ટ થયેલી સમતાને ઉત્પન્ન કરવા માટે નિરંતર સુંદર ભાવનાઓ કરવી જોઈએ.