________________
પાંચમી અન્યત્વ ભાવના, શરીરથી આત્મા ભિન્ન છે. એમ વિચારવું જોઈએ. શરીર જુદું છે, હું જુદો છું. શરીર ઈદ્રિયગ્રાહ્યા છે અને અને હું અતીન્દ્રિય છું. શરીર અનિત્ય છે. હું નિત્ય છું. શરીર અજ્ઞ–જડ છે, હું જ્ઞ–ચિતન્યવાનું છે. શરીર આદિ અને અતવાળું છે. હું આદિ અખ્ત વિનાને છું. સંસારમાં પરિભ્રમણ કરતાં મેં લાખો શરીરને ધારણ કર્યા છે, પણ હું તે બધાથી જુદો છું. એમ વિચારવાથી શરીરને પ્રતિબંધ-રાગ ચાલ્યા જાય છે. અને શરીરથી અન્ય હું નિત્ય છું, તેથી આત્મા આત્મકલ્યાણ માટે ઉદ્યમી બને છે. કહ્યું છે કે –માતા, પિતા, પત્ની, પુત્ર આદિ સ્વજનથી હું ભિન્ન છું, ભિન્ન કર્મવાલે છું. દાસદાસી વિગેરે પરિજનથી પણ હું અન્ય જ છું. ધન-ધાન્યાદિ વિભવ અથવા સેનું, રૂપું, વસ્ત્રાલંકાદિ વૈભવ થકી હું વિભિન્ન છું. સમસ્ત ઉપભેગનાં સાધન-શરીરથી પણ હું અત્યંત ભિન્ન જ છું. આ રીતે જેની બુદ્ધિ નિરંતર વિચાર કરનારી છે, તેને કદી શેક થતું નથી.” માટે અન્યત્વ ભાવનાને નિરંતર વિચા. રવી જોઈએ. જેથી આત્માથી વિલક્ષણ શરીરાદિ પદાર્થોની મમતા નાશ પામે અને આત્માનાં સાચા સ્વરૂપનું ભાન થાય. આમ થવાથી એક આત્માના જ કલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં મન, વચન, કાયાથી કટિબદ્ધ રહેવાય છે. તથા અશુભાશ્રવને પેદા કરનારી અનેક નિરર્થક પ્રવૃત્તિઓથી વિરામ પમાય છે.