________________
પદ છે. આ ચારિત્રપદ સર્વ ગુણોને ભંડાર છે. ચારિત્ર મહારાજાના દરબારમાં પ્રવેશ કર્યા વિના, તેમાં અનુમત થયા વિના કોઈ પણ નય, વાદ કે વિચારને સમ્યફપણાની છાપ મળી શકતી નથી. બધા વાદવિવાદે ચારિત્રગુણ પાસે શાન્ત પડી જાય છે. અંતે ચારિત્ર વિના કોઈની મુક્તિ થતી નથી. આથી પરિણામે ચારિત્રગુણની પ્રાપ્તિ જેનાથી થાય, તે જ સાધનાને સાચી સાધના ગણી શકાય. આ ચારિત્રપદનું આરાધન કરનાર આત્મામાં અનેક નિર્મળ ગુણો પ્રગટ થાય છે અને તે આતમા સવ દોષથી મુક્ત બને છે,
(૯) તપ પદ-શ્રી નવપદજીમાં નવમું પદ તપપદ છે. જેમ અગ્નિને તાપ આપવાથી સેનામાં રહેલ મેલ બળી જાય છે અને તે શુદ્ધ કાંચન બને છે, તેમ શાસ્ત્રમાં કહેલ અનેક પ્રકારના બાહ્ય-અત્યંતર તપનું ક્ષમા સહિત સેવન કરવાથી આત્મામાં રહેલ ચીકણું-નિકાચિત કર્મો પણ ક્ષય પામી જાય છે અને આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટી નીકળે છે. તપને આ મહાન પ્રભાવ જાણું, તદ્ભવમોક્ષ ગામી શ્રી તીર્થંકરદેવ-શ્રી ગણધર ભગવંતે જેવા ઉત્તમત્તમ મહાપુરુષોએ પણ ભાવથી તેનું સેવન કર્યું છે. તપ પદ એ સંતેષગુણનો ભંડાર છે. અનેક પ્રકારની અસત્ ઈચ્છાઓથી આ જીવ હંમેશાં સતત ઘેરાયેલી હોય છે, ત૫૫દની આરાધનાથી તે તમામ ઈચ્છાઓ ઉપર કાબુ મેળવવા માટે સમર્થ બને છે. ઈચ્છાઓને નિરોધ એ જ તપનું સાચું સ્વરૂપ છે. આ તપગુણ જેમ જેમ વિકાસ