________________
૪૨
તેમાં મુખ્ય ફળે શ્રી અરિહંત પરમામાને હોય છે. તેઓના ઉપકાર તળે આવ્યા સિવાય કોઈ પણ જીવ પોતાનું કલ્યાણ સાધી શકતું નથી, જેથી તેઓને ઉપકાર અજોડ અને મહાન બની જાય છે.
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું પદ એ પપકાર ગુણને ભંડાર છે. આ પદની આરાધના કરનાર આરાધક આત્મા, આરાધ્ય શ્રી અરિહંત પરમાત્મામાં રહેલ પરોપકારરૂપી ગુણની અનુમોદનાથી પિતામાં પણ પરોપકારભાવને વિકસાવી કમે કમે તેને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે સમર્થ બની શકે છે. એ નિયમ છે કેજે આત્મા હંમેશાં ભાવપૂર્વક ગુણના લક્ષયપૂર્વક જેનું સતત ચિંતન, મનન, સ્મરણ, જાપ, ધ્યાન આદિ કરે છે, તે આત્મા પણ મોડો-વહેલા તેના જે થયા વિના રહેતા નથી. ખરી રીતે આ પરોપકારભાવ એ જ માનવજીવનનું સાચું અમૃત છે. એ ભાવને કેળવવાથી આત્માને અનાદિ શત્રુ સ્વાર્થ ભાવ, કે જેમાં કેવળ પોતાના જ ભૌતિક સુખ અને સગવડની ચિંતા પ્રધાનપણે હોય છે, તે પશુભાવ ટળી જાય છે અને આત્મા દિવ્યતાના પંથે વળે છે. આવા અનેક લાભ શ્રી અરિહંતપદની આરાધનાથી આપણને પ્રાપ્ત થાય છે, જેથી શ્રી અરિહંતદેવ આપણું પરમ ઉપકારી છે. ઉપકારીને ભાવપૂર્વક નમવાથી તથા તેઓની ભક્તિ, સેવા, ઉપાસના અને આરાધના કરવાથી આપણામાં કૃતજ્ઞતા નામને ગુણ વિકાસ પામે છે, કે જે કૃતજ્ઞતા ગુણ મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ છે.