________________
આ રીતે પ્રભુભકિતમાં કાવ્ય એ ઘણું ઉપયોગી વસ્તુ બને છે. ભક્તિરસથી ભરપૂર ઉત્તમ કાવ્યોનું આલંબન લઈને, પ્રભુગુણમાં અનુરાગી અનેક ભવ્ય આતમાઓ આજે પણ પ્રભુભક્તિમાં તરબોળ થઈ પિતાના આત્માને વિકાસ સાધી રહ્યા છે, એવું આપણને ઘણે સ્થળે જોવા મળે છે.
આવા પ્રભુભક્તિરસિક ભાવિક છે સાજ-સામગ્રી પૂર્વક રાગ-રાગિણી થી ઉત્તમ કાવ્ય દ્વારા જ્યારે ભક્તિરસની જમાવટ કરે છે, ત્યારે તે દશ્ય અલૌકિક બની જાય છે. તે વખતે વાતાવરણમાં જાણે રસાધિરાજ શાન્તરસે મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હોય, એમ અનુભવાય છે. ભક્ત શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ બની જાય છે. આવા ભક્તિ પ્રસંગમાં અનેક ભવ્ય જીવોના હૃદયમાં ભક્તિના તાર ઝણઝણી ઉઠે છે. આંખોમાંથી હર્ષનાં અશ્રુ વહેવા માંડે છે, વારંવાર રોમાંચ અનુભવ કરે છે “અનંતકાળે આજે જ મને પરમાત્મભકિતની આવી અપૂર્વ તક મલી” “આનાથી વિશેષ કાર્ય આ જગતમાં બીજું કોઈ નથી” એવી જાતના શુભ ધ્યાનના મેજાએ તેના અંતઃકરણમાં ઉછળવા માંડે છે અને એ રીતે પ્રમાદપૂર્ણ બની પિતાના આત્મામાં ધર્મબીજનું વાવેતર કરનાર બને છે શ્રદ્ધાના જલપૂર્વક; હદયના ઉલ્લાસ અને પ્રમોદપૂર્વકની ભક્તિના અનુબંધવાળા બીજનું વાવેતર જયારે આત્મામાં થાય છે, ત્યારે તેમાંથી પુષ્ટ થતું કલ્યાણવૃક્ષ કદી પણ નિષ્ફળ જતું નથી, પરંતુ તે અવશ્ય ફળીભૂત થાય છે. પ્રભુભકિતની આવી ધન્ય પળ ઉત્તમ જીવને થાવત શ્રી તીર્થંકર પદ સુધી પહોંચાડવા પણ સમર્થ બને છે. આ રીતે પ્રભુભક્તિનો પરિણામ પરમકલ્યાણકારી બને છે. ૨૪