________________
૨૮૨
હોય છે. અથવા તેને શકસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરેના જન્માદિ કલ્યાણકોને વિષે તીર્થની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવ વડે શક સૌધર્મેન્દ્ર પિતાના વિમાનમાં રહીને ભગવાનની અતિભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહંતનું અધ્યારોપણ કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઈ પણ જાતને દોષ નથી.
પ્રણિપાતદંડક કહી રહ્યા બાદ અતીત, અનાગત અને વર્તમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરોને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે.
जे अ अइया सिद्धा. जे अ भविस्संति णागए काले । संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वन्दामि ॥ १ ॥
જે અતીત કાળમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વતે છે, તે સને ત્રિવિધે-ત્રણ પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે. વચનથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે ) હું વન્દન કરું છું.