________________
૧૮૯ વાણીને સાંભળ્યા જ કરે ! એટલી બધી મિઠાશ પ્રભુની વાણમાં હોય છે ! વળી તે વાણી સર્વ પ્રકારના પશુ, પંખી, માનવ અને દેવો પોતપોતાની ભાષામાં સારી રીતે સમજી શકે છે. તેમ જ માત્ર એક પ્રકારે બોલાયેલું પણ પ્રભુવચન અનેક જીના હૃદયમાં ઉઠતા જુદા જુદા અનેક સંદેહાને એકી સાથે દૂર કરી દે છે ! પ્રભુની વાણીના પ્રભાવ આગળ ભલભલા વાદીઓ પણ પોતાના વિવાદ-કુતર્ક ચલાવી શકતા નથી; કિન્તુ સાંભળતાં જ બેસી રહે છે. અનંત જ્ઞાનને ધરનારા પ્રભુ પર્ષદાના સર્વ પ્રશ્નોના ઉત્તર કહી શકે છે. કેવળજ્ઞાનના બળથી જીવોના અનંત ભો અને અનંતાનંત પરમાણુના અનંત કાળના પર્યાયો પ્રભુ હાથમાં રહેલા સ્પષ્ટ મોટા આમળાની જેમ પ્રત્યક્ષ જૂએ છે. કારણ કે એમનાથી કોઈ અજાણ્યું હોતું નથી. આ રીતે અરિહંત પરમાત્માના બાર ગુણની વિગત અહીં સંક્ષેપમાં પૂર્ણ થાય છે.
જિનવાણી મહિમા. અનંત અનંત નાણું, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણિ, સાંભળે જાસ વાણી; એક વચન સમઝાણી, જેહ સ્યાદવાદ જાણું, તર્યા તે ગુણખાણી, પામિયા સિદ્ધિરાણી. ૧ સુપાશ્વ જિનવાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી; ષ દ્રવ્યશુ જાણી, કમ પીલે ક્યું ઘાણી, ૨