________________
તપુણ્ય શેઠ
કુલીનતા અને હલકાઈના માપ નિર્ધન દશા પ્રાપ્ત થતાં જ જલદીથી કાઢી શકાય છે. એ સમયે ઉભય જાતિના વચન અને વર્તન ઉપરથી જ કુલીન–અકુલીન સહજ પરખાઈ જાય છે.
“હવે તું શા સારું અહીં પડી રહ્યો છે? વારંવાર કહ્યા છતાં તને ચાલી જવાનું નથી સૂઝતું, તો આજે હું ધકકા મરાવી તને બહાર કઢાવીશ ત્યારે જ તને ભાન આવશે. આ તો વેશ્યાનું ગૃહ. એમાં ધન વગર ઘડીવાર પણ ચાલે નહીં. તારા જેવા ભૂખડી બારસની પ્રીતિને વળગી રહીએ તો અમારો ધંધો નાશ પામી જાય અને અમે ત્રીજે દિવસે ભીખ માગતા થઈ જઈએ. જ્યાં લગી તારે ઘરેથી પૈસા આવતા હતા ત્યાં લગી એક શબ્દ પણ મારે કહેવો પડ્યો હતો ? આ તો દાસી માત્ર કંકણની જેડ ઉચકી લાવી અને નિર્ધન દશાનું વર્ણન કર્યું એ સાંભળતાં હરકોઈ સમજી શકે કે હવે તારી પાસે ફૂટી બદામ પણ નથી રહી. અમારે તો રોજ ધન સાથે જ કામ રહ્યું, માટે અહીંથી સીધો સીધો નીકળી જઈ ધન પેદા કરીને પુનઃ આવજે.”
કુટ્ટિનીની આ અંતર વીંધી નાખે તેવી વાગ્ધારા સાંભળી કૃતપુણ્ય સડક બની ગયા. ઘડીભર જડ પુતળા માફક સ્તબ્ધ થઈ રહ્યો. માંડ માંડ એટલું ઉચ્ચારી શક્યોઃ
“મને એક વાર અનંગસેના સાથે વાત કરી લેવા દ્યો. જેને ત્યાંથી આજ બાર બાર વર્ષોથી ધનની નીક વહી રહી હતી તે મનુષ્યની બે આંખની તો શરમ રાખે.”
ચાલ, ચાલ, પામર ! તારી જબાન બંધ કર. ધન આપ્યું તેમાં શી નવાઈ કરી ? વનરસનો લહાવો કંઈ રસ્તામાં નથી