________________
ઉદાયન રાજર્ષિ :
[૧૯] કરી તેનાથી જાણે કાયમના માટે છૂટા પડવાનું ન હોય, અને તેથી અંતરમાં દુઃખ થતું ન હોય એ ભાવ આ વેળાની ક્રિયામાં જણાયો. જો કે આ મારું અનુમાન છે છતાં પાછળની કરણી પરથી એની સત્યતા વિનાસંકે સ્વીકારી શકાય તેમ છે. આ વિધાન ઝાઝો સમય ન ચાલ્યું. એની સમાપ્તિ સાથે જ એકાદ લડા રણાંગણમાં દોડી જવાની તૈયારી કરે એટલા ઉમંગથી એ મુનિ ઊભા થયા. હૃદયમાં નિશ્ચિત કરેલ પેજના અને તેને ઈષ્ટફળ બેસવાની ધારણા પાકી હોવાથી એ મોટા સ્વરે બેલી ઊઠયા
પ્રત્યે ! અરિહંત દેવ! જે સાધન સંયમપંથ ઉજાળવા અર્થે છે, જે ઉપકરણે ચારિત્રધર્મના સંરક્ષણ માટે છે, એ સર્વને આજે હું નાશ કરવામાં–એનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં ધર્મ સમજું છું-મારી ફરજ માનું છું. શાસ્ત્ર આજ્ઞા કયાં સુધી પહોંચે છે તે હું નથી જાણતા છતાં અંતરને એ અવાજ સ્પષ્ટ છે. વ્યક્તિના મહત્વને સવાલ હોત તો અન્ય માર્ગ વિચારી શકાત પણ આ તો શાસન–અહંન્તના ધર્મ–નિર્ચ થના પવિત્ર જીવન પર ઈરાદાપૂર્વક રંગાયેલી ને ઘડી પળમાં પડું પડું થઈ રહેલી નાગી તરવાર છે. શાસન પરનું કલંક એ કંઈ નાનીસૂની વાત નથી. માટે જ મારે આખરી નિરધાર મુનિજીવનમાંથી અદશ્ય થઈ જવાનો અને એના પ્રત્યેક ચિહ્નને મીટાવી દેવાનું છે. એમાં જે કંઈ દોષાપત્તિ સંભવી શકતી હોય એ માટે મિચ્છામિ દુક્કડંની અભિલાષા.” મહારાજ ! મેટા સ્વરે ઉચચરાયેલા આટલા શબ્દ મેં બરાબર સાંભળ્યા છે. પછી એ સાધુએ ધર્મના ઉપકરણોમાંથી એક નાની પોટલી (સ્થાપનાચાર્યની) જુદી મૂકી બાકી સર્વ ફાડી-તોડી ઢગલે કર્યો. કેપીન ધારણ કરી બીજા સર્વ વસ્ત્રો પણ ઉતારી નાંખ્યા. એ વેળાનો દેખાવ આશ્ચર્યકારી હતો. વીર્યરક્ષાથી ખીલેલા ને પ્રબળતાને પુરાવા આપતા પ્રત્યેક અંગ