________________
શ્રેણિપુ.
સંસારજન્ય વિલાસમાં આકંઠ ડૂબેલા અને દુન્યવી વ્યવહારેના વિવિધરંગી અભિનયથી જીવનરૂપી નાટકના સુંદર ભાગ ભજવતા પાત્ર, કે જેમને માત્ર એકાદ આંચકે લાગતાં જ સાપ જેમ કાંચળીને ત્યજી દે છે તેમ સ્વઅભિનયને છોડી, જીવનપલટો કરતાં સહેજ પણ વિલંબ લાગતો નથી. એવા આત્માઓના જીવન વિચારતાં આપણે ચોથા તબક્કા પર આવી ઊભા છીએ. “કર્ભે શૂરા તે ધર્મે શૂરા” જેવા ટંકશાળી વચનને ઉલ્લેખ તેમના સરખાને જ લાગુ પાડી શકાય. “સંસાર ભેળવી પણ જાણે અને એ જ સંસારને તજી પણ જાણે” એ તેઓની જિંદગીમાંથી ઝરતા સાર છે. અગાધ સાગરના અમાપ વારિ વચ્ચે પણ ઊભા રહી, પ્રખર સમીરના સખત ઝંઝાવાતો સહી, સંખ્યાબંધ જહાજોને અને નાનકડા ગામે ચિતાર ખડો કરતી મોટી સ્ટીમરને, લાલબત્તી ધરતી યાને માર્ગનું ભાન કરાવતી દીવાદાંડીરૂપ જેમનું જીવનસૂત્ર છે એવા અમર આત્માઓમાં કેઈને પણ ઈજા કે વારસો નથી નોંધાયા. અલબત્ત, એ સારુ આત્માને આછી પાતળી જાગ્રતિને ખ્યાલ તે હવે ઘટે જ. નિમિત્ત મળતાં જ એ જાગ્રતિ ભભુકી ઊઠે છે અને શૂરાતનનો પાવક પ્રજ્વલિત થતાં વિલંબ લાગતું નથી. એ કાળે દિશાફેર તો સહજ હોય છે.
આપણું માળામાં એવાં ત્રણ ગુચ્છમાં ગુંથાયેલા બાર પુ સમા વિવિધવણું ચરિત્રો જોઈ ચૂક્યા. આજે આરંભાતું ચોથું ગુચ્છક “રાજપુત્ર ” નું છે. એમાં એ સર્વ એક જ પિતાના સંતાન છે. એ જેમ અજાયબી પમાડે છે તેમ પૂર્વના ગુચ્છકમાં