________________
[ ક૨૮ ]
પ્રભાવિક પુરુષ : સેંધાયું. તડકા-છાયાની પેઠે એમાં ફેરફાર થયા જ કરે છે. અસ્તોદયને એ અફર કાનૂન છે.
સંધ્યાદેવીનાં આગમન થઈ ચૂક્યાં. આકાશપટ પર રંગબેરંગી અભ્રો શોભી રહ્યાં. માનવસમુદાય અને પક્ષીગણ પિતાનાં નિવાસસ્થાન પ્રતિ ગમન કરવા લાગે. વાર્તાનાયક યુવાન પણ વધુ આનંદ લૂંટવાનું અને વધુ કીડા કરવાનું આવતી કાલ પર મુલતવી રાખી જલ્દી ભેજનકાર્યથી પરવારી, નગર પ્રતિ પાછા ફરવાની તૈયારીમાં પડ્યો. વિહારવાટિકા છોડી નગર પ્રતિ પગ માંડતાં જ એના મનમાં આવતી કાલના વિલાસને લગતા મનોરો શરૂ થયા. ‘આમ ઊઠશું, આમ બેસણું, અમુક લાવશું અને અમુક કરશું. ” થી મંડાયેલ પાયા પર કેટલાં ય ચણતર ચણાયા અને એમાં ઉમેરે તો ચાલુ હતો પણ કુદરતને એ મંજૂર નહોતું. વિધિ સામે માનવી ક્યાં સુધી ટકી શકે ? મનની મનમાં રહી ગઈ !
“ વ્રત દત્ત નત્રિ = ૩ =હાર' જેવું થઈ ગયું! કમળની સુગંધમાં આસક્ત બનેલ ભ્રમર જેમ સંધ્યાકાળે કમળ બીડાઈ જતાં અંદર રહ્યો વિચાર કરે છે કે-“સવાર થતાં સૂર્યનાં કિરણે પથરાશે, કમળ શ્રેણી પુનઃખીલશે, હું પણ બહાર નીકળીને પુન: દરેક પુષ્પમાંથી રસ ચુસવાનું શરૂ કરીશ,” પણ ત્યાં તો એક ગજરાજ આવી એ કમળને ત્રોડી પોતાના પેટમાં પધરાવી ગયે. એટલે અંતરાળે રહેલા ભમરો હતો ન હતો થઈ ગયે.
કુમાર જ્યાં રાજમહેલમાં પગ મૂકે છે ત્યાં જ એકાએક તેને મસ્તિષ્કમાં પીડા શરૂ થવા લાગી, આંખો બળવા માંડી અને એકાએક ભૂમિ પર ઢળી પડ્યો. જાણે આખું અંગ જૂઠુ ન પડી ગયું હોય એમ ઘડી પહેલાનું ચંચળ શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું! ચારે તરફ દોડાદોડ થઈ રહી. સાથીઓ અને મિત્રો