________________
ઉપસંહાર :
[૪૭] એ બનતા પ્રમાણમાં સંગ્રહિત કરીને જ વાર્તાવિસ્તાર કરવાને છે. એ વખતે વૃત્તિકારે ગમે તે કારણે સમ્રા ખારવેલ કે સમ્રાટું સંપ્રતિના ચરિત્ર બાકી રાખ્યા હોય છતાં અહીં એને ગ્ય સ્થાન ઐતિહાસિક અંકોડા જેડીને આપવું જ પડે. દેશ-કાળને અનુલક્ષી કલમને વહન કરાવવાની છે અને એ વેળા સાહિત્યસર્જનમાં જે જાતની પ્રગતિ દષ્ટિગોચર થાય છે એ ધ્યાનમાં રાખવાની છે. જૂની પદ્ધતિના ચરિત્રો આજે પણ વાંચવા હોય તો મોજુદ છે. એનું જ અક્ષરશઃ અવતરણ જેવાની તમન્ના જેમને હશે તેમને પ્રભાવિક પુરુષો વાંચવામાં જોઈતો રસ નહિં ઉદ્ભવે. કદાચ ગ્રહણ કરવાના સાર કરતાં ટીકા કરવાનો સંભાર વધુ પ્રમાણમાં જડશે. ગમે તેમ બને એ પ્રતિ ઉપેક્ષાવૃત્તિ દાખવી, ઈચ્છા તો એવી વતે છે કે મૂળ વસ્તુને ક્ષતિ પહોંચાડ્યા વિના, એ પાત્રોને વર્તમાનકાળની સૃષ્ટિમાં નાચતાં, રમતાં ને કૂદતાં બનાવવાં. એ સારુ ખપપૂરતા રંગ-રાગ કે આવશ્યકતા અનુસાર વાઘા કે શણગાર સજાવવા. અત્યાર સુધીનાં ચરિત્ર કે એ ઉપરથી સર્જાયેલ રાસા-કાવ્ય કે કથાનકમાં જે વાતને સારો સરખો પણ ન મળી શકતો હોય છતાં પ્રભુશ્રીના તત્વોને બારિકાઇથી વિચાર કરતાં–માનસશાસ્ત્રીના અભ્યાસ પ્રતિ મીંટ માંડતાં જે બનાવ વધુ પડતો ન જણાય કે જે જાતનું આલેખન વાંધાવાળું જ ગણાય, એ સર્વને કલ્પનાસૃષ્ટિમાંથી જન્માવવું અને ચરિત્રવર્ણન વખતે ગમે તે પાત્રના મુખેથી વહેતું કરવું, એ ભાવ મુખ્યપણે રાખીને જ કામ કરવું છે.
જેમણે આ જાતની વૃત્તિ કેળવી હશે તેમને જ પ્રભાવિક પુરુષોનું ચિત્રણ ગમશે અથવા તે અમુક અંશે બેધપ્રદ કે આનંદજનક નિવડશે. દૂર જવાની જરૂર નથી. અત્યાર સુધીમાં જંબૂકુમાર અને પ્રભવસ્વામી નામના બે પટ્ટધરોનાં જીવનસૂત્ર જૈન ધર્મ પ્રકાશ” માસિકના અંકોમાં આવી ચૂક્યા છે. ત્રીજા